________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૧૯
૫૩૩. મહેન્દ્રસિંહસૂરિ ઉત્કૃષ્ટ વિચારક, ટીકાકાર તથા આગમપ્રણીત સમાચારીના પ્રખર અભ્યાસી પણ હતા, જે અંગેની પ્રતીતિ આપણને એમના શતપદી નામના ગ્રંથદ્વારા મળી રહે છે. આ ગ્રંથમાં અંચલગચ્છની સમાચારીનું દર્શન કરાવીને એમણે અન્ય ગાની સમાચારીને તુલનાત્મક અભ્યાસ પણ રજૂ કર્યો છે, જે ખૂબ જ તાત્ત્વિક છે. તત્કાલીન પ્રવર્તમાન ભિન્ન ભિન્ન વિચારધારાઓ અને આચારણાઓની વિષમતા વિષે એમણે શતપદીમાં ૫૬ મુદ્દાઓ રજૂ કર્યા છે. જુઓ વિચાર ૧૦૩, જે નૂતનગ૭ સુષ્ટિનાં મંડાણ વખતની વિચાર ભૂમિકા રજૂ કરે છે. વિચાર ૧૦૯ માં એમણે દિગંબરમત પર પિતાનું વિશદ્ મંતવ્ય રજૂ કર્યું છે. વિચાર ૧૦૪ માં હરિભદ્રસૂરિ તથા અભયદેવસૂરિની આચારણા વિષે, વિચાર ૧૦૫ માં મુનિચંદ્રસૂરિ તથા દેવસૂરિની આચારણ વિષે વિચાર ૧૦ ૬ માં ધર્મદાસગણિની આચારણ વિષે વિચાર ૧૦૭ માં ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનપત્તિસૂરિ આદિની આચારણાઓ વિષે મહેન્દ્રસિંહસૂરિએ અંચલગચ્છનું દૃષ્ટિબિન્દુ સમજાવ્યું છે. એમ કરતી વખતે એમનું વલણ ખંડનાત્મક નહીં પરંતુ રચનાત્મક રહ્યું છે. કોઈપણ આચાર્ય કે ગ૭ની નિંદા કર્યા વિના કે એમને ઉતારી પાડવાના અનીષ્ટ પ્રયાસ કર્યા વિના, માત્ર તાત્વિક ભૂમિકા ઉપર જ એમણે વિચારણા કરીને પિતાને નમ્ર મત રજૂ કર્યો છે. આ વિષેનું એક ઉદાહરણ વિવાહિત છે.
૫૩૪. મહેન્દ્રસિંહરિ શતપદી વિચાર ૧૦૭ માં નેધે છે કે-જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવગણિએ “પડશીતિ ” નામના ગ્રંથની પ્રાકૃત ટીકામાં અનાયતનની ચર્ચા કરી છે. પરંતુ મંદિરમાં પૂજા કરવા જતાં જેના મનમાં એવો વિચાર થાય કે “આ મંદિર કે પ્રતિમા મેં કે મારા પૂર્વજોએ નથી કરાવેલાં, કિન્તુ પારકાં છે, માટે તેમાં આદર નહિ રાખતાં હું તે મેં કે મારા પૂર્વજોએ જ કરાવેલાં મંદિર કે પ્રતિમામાં જ વધુ આદર રાખીશ.” એવા પુરૂને સર્વજ્ઞમાં ભક્તિ નહિ જાણવી. જેને માટે સર્વે જિનબિંબોમાં અરિહંત જ વસે છે, તે અરિહંત જ જ્યારે પારકા થયા ત્યારે પથ્થર પિત્તળ જ પોતાના રહ્યા. પથ્થર-પિત્તળને વંદન કરતાં કાંઈ કર્મ ક્ષય થતો નથી. કિન્તુ તીર્થંકરના ગુણના પક્ષપાતથી જ કમ ક્ષય થાય છે, ઈત્યાદિ. મહેન્દ્રસિંહસૂરિના આવા અનેક ઊર્ધ્વગામી વિચારો શતપદીમાં પાને પાને ભર્યા પડ્યા છે, જે એમને પ્રથમ પંક્તિના વિચારક, ટીકાકાર કે આગમપ્રણીત સમાચારીના તલસ્પર્શી અભ્યાસીની કટિમાં મૂકે છે. ગ્રંથકાર મહેન્દ્રસિંહસૂરિ
૫૩૫. ગ્રંથકાર તરીકે પણ મહેન્દ્રસિંહસૂરિનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. એમણે રચેલા બેઝથેશતાદિકા અને અષ્ટોત્તરી અત્યંત પ્રસિદ્ધ છે. એમણે બીજી કૃતિઓ પણ રચી છે. આચાર્યના ગ્રંથ વિષે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અહીં આવશ્યક છે.
૫૩૬. આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે મહેન્દ્રસિંહરિએ એમના ગુરુ અને પૂરોગામી પટ્ટધર ધર્મઘોષસૂરિની શતપદીમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્ધરી, કમરચનામાં કવચિત ફેરફાર કરી તે શતપદીપ્રશ્નોત્તર પદ્ધતિને સમુદ્ધાર કર્યો. ધર્મઘોષસૂરિએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં રચેલે. પરંતુ તે કિલષ્ટ હોવાથી સં. ૧૨૯૪ માં મહેન્દ્રસિંહરિએ તેને અલિષ્ટ સંસ્કૃતમાં રચ્યો, જે ૫૩૪૨ લેક પરિમાણનો છે. તેમાં બધા મળીને ૧૧૭ વિચારો ચર્ચવામાં આવ્યા છે. અંચલગચ્છની સમાચાર જાણવા માટેના આ આધારગ્રંથની ઉપયોગિતા વિષે પણ આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા હોઈને તેનું પુનલેખન અહીં અનાવશ્યક છે.
૫૩૭, મહેન્દ્રસિંહસૂરિએ સઘળા મુખ્ય તીર્થોની યાત્રા કરેલી અને તે આધારે ૧૧૧ પ્રાકૃત ગાથામાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com