________________
શ્રી ધર્મષસૂરિ પ્રકાંડ વિદ્વાન
૩૮૯. અંચલગરછના પ્રકાંડ વિદાનોમાં ધર્મ પરિનું સ્થાન પ્રથમ હરોળનું છે. પ્રાચીન ગ્રંથોને આધાર કહી શકાય છે કે આચાર્ય ધર્મ પરિએ અનેક ગ્રંથે રહ્યા છે, પરંતુ દુઃખનો વિષય એ છે કે એમણે રચેલે એક પણ ગ્રંથ આજે ઉપલબ્ધ રહી શક્યો નથી. સં. ૧૨ ૬૩માં તેમણે પ્રાકૃત ભાષામાં શતપદી નામનો ગ્રંથ રચે પરંતુ તે કિલટ હોવાથી સં. ૧ર૯૪ માં તેમના શિષ્ય અને પટ્ટધર મહેન્દ્રસિંહરિએ ધર્મ દેવસૂરિની શતપદીમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્ધરી, કમરચનામાં કવચિત ફેરફાર કરી તે શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિને સમુદ્ધાર કર્યો. મહેન્દ્રસિંહરિકૃત શતપદીની સં. ૧૩૦૦માં લખાયેલી એક તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં સુરક્ષિત છે. એ પછી લખાયેલી અન્ય પ્રતો પણ અનેક ભંડારમાં ઉપલબ્ધ છે. એ કૃતિનું ભાષાંતર પ્રો. રવજી દેવરાજે સં. ૧૯૫૧ માં પ્રકટ કર્યું છે.
૩૯૦. શતપદીમાં અંચલગચ્છની માન્યતાઓ રજૂ કરવામાં આવી છે, એટલું જ નહીં તે માન્યતાઓનું સમર્થન આગમોને આધારે કરીને તેની તાત્વિક સમીક્ષા પણ તેમાં કરવામાં આવી છે. આ ઉપલબ્ધ ગ્રંથ દારા ધમપમુરિએ રચેલા મૂળગ્રંથનો આપણને ખ્યાલ આવી શકે એમ છે, જે દ્વારા તેમની પ્રમુખ વિદત્તાનો તેમજ વિદ્યાવ્યાસંગ અને બહુશ્રુતત્વને પરિચય પણ આપણને મળી રહે છે.
૨૮૧. શતપદીના મંગળાચરણ પરથી જાણી શકાય છે કે કોઈ એક આચાર્યો મનમાં ગર્વ ધારણ કરીને સે પૂર્વપક્ષ ઊભા કર્યા, જેના ધર્મસૂરિએ બહુધા સિદ્ધાંતના પુરાવા આપીને, ક્યાંક ઘટતી યુક્તિઓ તથા સિદ્ધાંતાનુસારી ગ્રંથોનો આધાર લઈ પ્રત્યુત્તર વાળ્યા. એ બધાનો સમાવેશ કરી, શતપદીમાં ૧૧ વિચારો મંતવ્ય સહિત ચર્ચવામાં આવ્યા છે, તથા તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
- ૨૯૨. ધર્મપરિએ અંચલગચ્છનું મંતવ્ય રજૂ કરતાં, અંગ, ઉપાંગ, છેદત્ર મૂલસૂત્ર, નિર્યુક્તિ, પન્ના, ભાવ્ય ઈત્યાદિનો જે આધાર લીધો છે અને તાવિક સમીક્ષા કરી છે, તે ઉપરની તેમનું વાંચન, મનન અને ચિંતન કેવું અગાધ અને તલસ્પર્શી હતું તેની પ્રતીતિ આપણને થયા વિના રહેતી નથી. ખરેખર, એમની એ વિષયક શક્તિઓ આપણને આશ્ચર્યચકિત કરી દે છે ! જે મૂળ ગ્રંથ ઉપલબ્ધ બની શક્યો હોત તો એમને વિષે વધુ આદરભાવ જાગૃત થાત એ નિઃશંક છે.
૩૯૩. કવિચક્રવર્તિ જયશેખરસૂરિ “ઉપદેશચિન્તામણિ ની પ્રશસ્તિમાં ધર્મષસૂરિના ઉદાત્ત ગુણોની પ્રશંસા કરતા વર્ણવે છે—
तत्पट्टपंकेरुहराजहंसः । सदा सदाचारकृत प्रशंसः ॥
गुरुनिरस्तान्यमत प्रघोषः । श्री धर्मघोषः स्वगणं पुपोष ॥ ३॥ ૩૯૪. “યસિંહસરના પાટરૂપી કમલ માટે રાજહંસ સમાન, નિરંતર ઉત્તમ આચારથી પ્રશંસા પામેલા, તેમજ અન્ય મતના ઘોષને નાશ કરનારા શ્રી ધમધ ગુરુએ પોતાના ગણનું પિષણ કર્યું.'
૩૫. મેરૂતુંગરિ “લઘુશતપદીની પ્રશસ્તિમાં નોંધે છે કે ધર્મસૂરિનું “વાદી સિંહ શાદૂલ” એવું બિદ્ધ બોલાતું હતું. કવિવર કાન્ડ એમનાં જ્ઞાનને બિરદાવતા “ ગચ્છનાયક ગુરુરાસ માં વર્ણવે છે:
સુય સાયર બિરદાવલીય, વાદય ગજટ્ટ સહ.' ભાવસાગરસૂરિ “ગવોવલીમાં એવું જણાવે છે કે ધર્મઘોષસૂરિએ એક સો ગ્રંથની રચના કરી અને મહાકવિનું બિરુદ ધારણ કર્યું. જુઓ–“સય પઈલાઈ ગ્રંથાણ રઈય મહાકવિય વિરદ વહા.”
૩૯૬. આ બધા પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખો ઉપરથી જાણી શકાય છે કે ધર્મઘોષસૂરિ પ્રકાન્ડ વિદાન હતા. અંચલગ પ્રવર્તક આર્ય રક્ષિતરિએ આ ગરછનો સુત્રપાન કર્યો; જયસિંહસૂરિએ લાખો ક્ષત્રિયોને જૈનધર્મનુયાયી બના ને ગચ્છનું સંગઢન દઢ કર્યું, પરંતુ આ ગચ્છની માન્યતાઓ અને સમાન
૧૨
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com