________________
૮૯
અંચલગચ્છ દિદશને અંચલગચ્છીય ધર્મષસૂરિનું પૂર્વ જીવન
૩૮૪. મારવાડમાં આવેલા ભાવપુર નામનાં ગામમાં શ્રીચંદ ના છ વસતે હતું. તેને રાજલદે નામે પત્ની હતી, તેણે સ. ૧૨૦૮ માં ધનકુમારને જન્મ આપ્યો. પડાવલીમાં તેમને પોરવાડ જ્ઞાતિના દર્શાવ્યા છે, પરંતુ તેઓ શ્રીમાળી જ્ઞાતિના હતા. ભાવસાગરસૂરિ ગર્વોવલીમાં એમની જ્ઞાતિ વિષે સ્પષ્ટ નિર્દેશ કરે છે: “માહપુરભિ પત્તા તત્થય સિરિવંશ મઉડ માણી. ” ભાવસાગરસૂરિ શ્રીચંદ શ્રેણીને શ્રીમાળી જ્ઞાતિના મુકુટમણિ તરીકે ઓળખાવે છે. “ શતપદી' તેમજ લઘુતપદી’ના ઉલ્લેખો ઉપરથી પણ કહી શકાય છે કે તેઓ પિરવાડ જ્ઞાતિના નહીં પરંતુ શ્રીમાળી જ્ઞાતિના હતા.
૩૮૫. સં. ૧૨૧૬ માં જયસિંહસૂરિ વિહરતા મહાવપુરમાં પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળીને ધનકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પિતાનાં માતાપિતાની અનુજ્ઞા મેળવીને ધનકુમારે સં. ૧૨૧૬માં પ્રજ્યા અંગીકાર કરી. પ્રાચીન ગ્રંથોમાં દીક્ષા સંવત ૧૨ ૧૬ દર્શાવાયેલ છે; કિનુ પટ્ટાવલીમાં સં. ૧૨૨૬ નો ઉલ્લેખ છે, જે વીકાર્ય નથી. બીજું, પ્રાચીન ગ્રંથમાં દીક્ષા સ્થળનો ક્યાંયે નિર્દેશ નથી. કવિવર કાન્ત ગચ્છનાયક ગુરુરાસમાં દીક્ષા સ્થળ તરીકે હરિવર ગામનું સૂચન કરે છે, જુઓઃ
સંવત બાર કોતર એ જમ્મુ હુઉ તિણિ હામિ,
દિકુખ લઈઅ સોલોતએ, ભાવે હરિવર ગામિ. ૫૮ દીક્ષા પછી
- ૩૮૬. વ્રતગ્રહણ કર્યા પછી ધમધર મુનિએ શાસ્ત્રાભ્યાસ શરુ કર્યો, અને ટૂંક સમયમાં જ તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે શાસ્ત્રો પારગામી થયા. પદાવલીના આધારે તેમને સં. ૧૨૩૦ માં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. એ પછી તેમને યોગ્ય જાણીને જયસિંહસૂરિએ સં. ૧૨૩૪ માં આચાર્યપદે અભિષિક્ત કર્યા. પદાવલીમાં સાંભરનગરીમાં પદમહોત્સવ થશે અને તેમાં સાંભરના રાજા પ્રથમરાજ કે સામંતસિંહે એક હજાર સોના મહોરો ખરચી હોવાના ઉલ્લેખ છે. પરંતુ અન્ય ઉલ્લેખો પ્રમાણે ભટ્ટહરિ ગામમાં તેઓ આચાર્યપદસ્થ થયા. કવિવર ટાન્ડ “ગચ્છનાયક ગુરાસમાં જણાવે છે:
ચકતીસઈ ગુરુ મૂપિયે ભદૌરિ પુરિ સારિ,
સંતિ જિસેસર વર ભયણિ જૂતઉ ગચ્છ ભારિ. ૫૯ ૩૮૭. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી'માં આ પ્રમાણે જણાવે છે?
નય કમલહારો સરીસર ધમ્મોસ ગણકારે,
ભદોરિ નવરખ્યિ પય ઉચ્છવ એય સંઘેણુ. ૨૭ ૩૮૮. મુનિ લાખા રચિત “ગુસ્પટ્ટાવલી'માં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે સંકર ૨૨૩૪
મ ને ભાવાર્થી ઉપર્યુક્ત વર્ણને ઉપરથી વિશેષમાં જાણી શકાય છે કે ભદોહરિ ગામમાં સુંદર જિનાલયે હતાં. આ ઉપરથી એમ પણું અનુમાન કરી શકાય છે કે એ ગામ તે સમયમાં સમૃદ્ધ હશે. ભદોહરિ ગામ હાલનું શું હશે તે પણ ચોક્કસાઈથી કહી શકાતું નથી. ભટુઆર, ભટેવા, ભટર, ભટેવરમાંથી કઈ એક હોઈ શકે. પ્રાચીન ગ્રંથોને આધારે પ્રમાણિત થાય છે કે ધર્મઘોષસૂરિ ભદોરિ નગરમાં જ આચાર્યપદસ્થ થયા હતા. ધર્મઘોષસૂરિની દીક્ષાનું સ્થળ હરિવર ગામ પણ અજ્ઞાત છે, આ ગામ હાલનું શું છે તે વિશે પણ વિદ્વાનોએ પ્રકાશ પાડવો ઘટે છે. હાલ તે આ બને સ્થાનો માત્ર અનુમાનનાં વિષય બની ગયાં છે !
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com