________________
અંચલગચ્છ દિગ્દર્શને ૮૨ પરણ્યો હતો. તેનાથી તેને ભોજદેવ–રાહડ–દેશલ–બાપારાય નામે ચાર પુત્ર તથા લાંગા અને લાછું નામે બે પુત્રીઓ થઈ. બાપારાયને ગાહિલરાય નામે પુત્ર થયો. તેને બળદ ગામ મળ્યું. તેણે ગાહીલવાલા ગામ પણ વસાવ્યું. આ ગાહીલના પુત્રનું ગાબા ગોત્ર થયું. ગાહિલરાયે જૈન ધર્મ સ્વીકાર્યો અને તેમનું કુટુંબ ઓશવાળ જ્ઞાતિમાં દાખલ થયું. એના વંશજો સં. ૧૫૫૦ માં કચ્છમાં આવી વસ્યા. કટારીઆ ગોત્ર
૩૬૦. સં. ૧૨૪૪ માં પુજવાડા નગરમાં સીસોદિયા રજપૂત રાણા ઉદયસિંહના રાજ્યત્વકાલમાં ચૌહાણ રાઉત કટારમલ્લની પાસે ઘણું દ્રવ્ય હતું. રાજાને લગ્ન પ્રસંગે ધનની જરૂર હોવાથી તેની પાસેથી ૭૮૭ સઈ કાંઠા સુધી ભરીને પીરોજીએ સંગ સહિત તેટલી સઈ ભરી દેવાને શરતે ઉછીની લીધી, કટારમલને તે ધન વહોરવાથી વહોરા નામથી બોલાવ્યા, જેથી તેની વહારા એડક થઈ જયસિંહસૂરિ પુજવાડામાં પધાર્યા અને તેમણે કટારમલને પ્રતિબોધી જોન કર્યો. કટારમલ્લના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળ્યા અને તેનાં નામથી કટારીઆ ગાત્રથી ઓળખાયા. કટારમલે જયસિંહસૂરિના ઉપદેશથી હરતીતુંડમાં શ્રી મહાવીર પ્રભુને જિનપ્રાસાદ કરાવ્યો.
- ૩૬૧. આ ગોત્રનાં નામકરણ સંબંધમાં અન્ય ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. ચૌહણ વંશ રજપૂત જૈનધર્મ સ્વીકારતાં તેમની રતનપુરા શાખા થઈ. આ શાખામાં ધનપાલના વંશમાં ઝાંઝણસિંહ નામે પ્રતાપી અને વીર પુરૂ થયો. તે સ્વમાન અને ટેક ખાતર પિટમાં કટાર મારી મૃત્યુ પામ્યો પણ વિધમી શત્રુઓને શરણે ન થયો, એ ઉપરથી તેના વંશજો કટારીઆ ગાત્રથી પ્રસિદ્ધ થયા. પોલડિયા ગેત્ર - ૩૬૨. સં. ૧૨૪૪ માં પરમાર વંશનો રાજસેન નામને ક્ષત્રિય કેટલામાં વસતો હતે. તે લુંટફાટ કરીને પિતાની આજીવિકા ચલાવતા હતા. જયસિંહસૂરિ એ વખતે કેટલા પધારેલા. તેમના ઉપદેશથી રાજસેને જીવહિંસાને ત્યાગ કરી જૈન ધર્મ સ્વીકાર્યો. સં. ૧૨૪૪ ના ભાદરવા સુદ ૫ ને દિવસે તેમનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. રાજસેનના વંશજો પિલડિયા ગેત્રથી પ્રસિદ્ધ થયા એ અંગેના ઉલ્લેખો ભગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. નીસર ગોત્ર
૩૬૩. સં. ૧૨૫૬ માં ચિત્તોડમાં ચાવડા રાજપુત રાઉત વિરદત રાજય કરતો હતો. તેણે જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલો કહેવાય છે કે તેને પુત્ર નહોતો. જયસિંહસૂરિના ઉપદેશથી તેણે ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું અને તેને પુત્ર પ્રાપ્ત થયો. આચાર્યના ઉપદેશથી સં. ૧૨૫૬ માં વીરદત્તનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં સમાવી દેવામાં આવ્યું. વરદત્તના વંશજો નીસર ગોત્રથી પ્રસિદ્ધ થયા એમ અનુશ્રુતિ દ્વારા જાણી શકાય છે. છાજેડ ગોત્ર
૩૬૪. મારવાડમાં આવેલા કોટડામાં વસતા કેશવ રાઠોડે જયસિંહરિને ઉપદેશથી સં. ૧૨૫૯ ના ભાદરવા સુદી ૫ ને દિવસે જૈન ધર્મ અંગીકાર કરેલ. કેશવ અપુત્ર હોવાથી તેના પિત્રાઈ ભાઈ શ્રીમલ્લના પુત્ર છાજલને દત્તક લીધેલ. કહેવાય છે કે શ્રીમલ્લની પત્નીએ પુત્રને ગુપ્ત રીતે છાજમાં ઢાંકીને કેશવ કેરને આપ્યો હોવાથી પુત્રનું નામ છજલ રાખવામાં આવ્યું. અને તેનાં નામથી છાજેડ ગેત્ર સ્થપાયું. જયસિંહરિના ઉપદેશથી એમનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com