Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/005177/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લકIA. ) તીની Titીરી IIIIII+ 1125 DTS Int धर्मया 2 મત જાણIlIIII લૉ ક કર} ) WILS Tી 0 in D3 ( | કાલે ચારિક III જાડી//// ભકિયા તુપ કેવી ૨ાલ કયા Page #2 -------------------------------------------------------------------------- ________________ સારાભાઈ નવાબનાં પ્રકાશના ૧ મહાપ્રાભાવિક નવરમણ ચિત્ર સંખ્યા ૪૧૨ ઉ૫-૦ ર સૂરીમત્ર કે૫ સંદેહ. ૩ ભૈરવ પદ્માવતી ક૫ 2 ૩૦-૭ ૪ શ્રીજૈન મંત્રાવ, વિધિસહિત ૫-૦ ૫ શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ ૧૦–૦ ૬ શ્રી જૈન સ્તોત્ર સંદેહ ભાગ ૧ ૭-૮ 19 મહાચમત્કારી વીસાયંત્ર ક૯૫ ૫-૦ ૮ આકાશ ગામિની પારલેપ a વિધિક૯૫ ૫-૦ ૯ શ્રી ઘંટાકર્ણ માણિભદ્ર મંત્રતત્ર ક૯પાદિ સંગ્રહ ૭-૦ જેન તાહિ ત્યાં એ છે ૧૦ પુરિસાદાણી પાર્શ્વનાથ ૪-૦ ૧૧ જૈન સામુદ્રિકના પાંચ પ્રથા ૧૬-૦ ૧૨ હરકલશ જૈન જ્યોતિષ ૨૦-૦ માત્િરથાનું સારાભાઇ મણિલાલ નવાબ Jalatalcatolemaid for Phale & Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ સારાભાઇ નવામ સંચાલિત જૈન સસ્તુ સાહિત્ય ગ્રંથમાળા-પુસ્તક ૧લું કથામંજરી-૧ [ ૭૫ નીતિકથાઓ-ચિત્ર સંખ્યા ૧૩૧] સંપાદક : સારાભાઇ મણિલાલ નવાબ સૂર્યઃ અઢી રૂપિયા સારાભાઇ મણિલાલ નવાખ છીપામાવજીની પેાળ અમદાવાદ ૧ . Page #4 -------------------------------------------------------------------------- ________________ સંદેશ લગ્ન અને કેળવણી બિનખર્ચાળ હોવાં જોઈએ પિસો માણસ માટે છે : માણસ પૈસા માટે નથી મેં ઓછું ચલાવેઃ પગને વધુ ચાલતા રાખો પિટ એ પિોસ્ટ ઑફિસનથી, ખાતા ખૂબવિવેક જાળવે પગને ઉપગ ચાલવામાં દેડવામાં નાચવામાં કરે નહિ તો પગે વા, પેટમાં વાયુ ને હૃદયમાં શૂળ પેદા થશે ખુલ્લી હવા દવાનું કામ કરે છે હસવું દાક્તરની ગરજ સારે છે જાત અનુભવથી નજરે જોયેલી ઘટનાઓ પરથી આ શિખામણ આપું છું. શાંતિકુંજ: પાલડીને નાકે, એલિસબ્રીજ : અમદાવાદ માણલાલ મગનલાલ અભેચંદ - - --- : પ્રાપ્તિસ્થાન: સારાભાઈ મણિલાલ નવાબ, છીપા માવજીની પોળ, અમદાવાદ ૧ શ્રી મેઘરાજજૈન પુસ્તક ભંડાર, ગાડી ચાલ, કીક સ્ટ્રીટ, મુંબઈ ૨ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર, રતન પોળ, હાથીખાના, અમદાવાદ ૧ ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ ૧ શ્રી સેમચંદડી, શાહ, જીવન નિવાસ સામે, પાલીતાણા (સૌરાષ્ટ્ર) મુદ્રક : જયંતિલાલ દોલતસિંહ રાવત • દીપક પ્રિન્ટરી ર૭૭૬ /૧ રાયપુર દરવાજા પાસે અમદાવાદ પ્રકાશક: સારાભાઈ મણિલાલ નવાબ : છીપામાવજીની પળ • અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ આ નીતિ કથાઓના સર્જકેને અને તે જીવનમાં ઉતારનારાઓને સારાભાઈ નવાબ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન બનારસમાં આવેલી શ્રીનાગરી પ્રચારણી સભા તરફથી પ્રસિદ્ધ થએલ “બૌદ્ધધર્મની જાતક કથાએ મારા જેવામાં આવી અને જૈનધર્મની વિવિધકથાઓ કે જે જૈન ધર્મના પ્રચારક જૈન મુનિવરે એ જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાથી જ રચેલી છે, તેને જાહેર જનતા સમક્ષ મૂકવાને મને વિચાર કુર્યો. જૈન આગમમાં તથા જૈન સાહિત્યમાં હજારોની સંખ્યામાં કથાઓ જોવામાં આવે છે. તેમાંથી મેં મારી દષ્ટિએ બાર વિભાગે પાડ્યા છે. ૧ નીતિકથાઓ, ર ધર્મકથાઓ, ૩ તપ કથાઓ, ૪ દાન કથાઓ, પ શીલા કથાઓ, ૬ ભાવ કથાઓ, ૭ દર્શન કથાઓ, ૮ જ્ઞાન કથાઓ, ૯ ચારિત્ર કથાઓ, ૧૦ ઇતિહાસ કથાઓ, ૧૧ લેક કથાઓ તથા ૧૨ દંત કથાઓ. આ કથાઓની ચૂંટણી કરવામાં મારી ધર્મપત્નિ અ.સૌ. લીલાવતીએ તથા મારી મોટી પુત્રી ચિ. વિદ્યાએ પણ બનતી મદદ કરી છે. તે માટે તે બંનેને અને પ્રફ Page #7 -------------------------------------------------------------------------- ________________ સંશોધનાદિ કાર્ય કરવા માટે મારા એકના એક પુત્ર ચિ. જગદચંદ્રને પણ મારે ભૂલવા ન જોઈએ. મેં આ ગ્રંથમાળાનું નામ કથામંજરી આપવાનું યોગ્ય ધાર્યું છે, અને પ્રસ્તુત ગ્રંથના પૂઢા ઉપર આપેલ ચિત્રમાં દર્શાવ્યા મુજબ જૈન સાહિત્યરૂપી વિશાળ આમ્રવૃક્ષમાંથી કથાઓ રૂપી મંજરીઓ મેં અને મારી ધર્મપત્નિએ વીણેલી છે. હાલમાં તે કથામંજરીના બાર ભાગો દર વરસે ત્રણના હિસાબે આપવાની યેજના છે. ચાલુ વર્ષમાં આ પ્રથમ ભાગમાં ૭૫ નીતિ કથાઓ તથા બીજા ભાગમાં ૬૦ ધર્મ કથાઓ તથા ત્રીજા ભાગમાં શ્રી શ્રીપાલ કથા આપવામાં આવશે. આ દરેક ગ્રંથ ચિત્ર સહિત જ હશે અને તે બધા અષાડ સુદી પૂણિમા સુધીમાં પ્રસિદ્ધ થઈ જશે. આ ગ્રંથને માત્ર અગિયારસે જ નકલે છપાવેલ હોવાથી લગભગ પડતર જ કિંમત રાખવામાં આવી છે; અને આશા રાખું છું કે જો જનતા મારા આ સાહસની કદર કરશે તો આવતા વરસે વધારે નકલે છપાવીને બને તેટલી ઓછી કિંમત રાખવામાં આવશે. ઓછી કિંમત રાખવાનો અમલ તે જ શક્ય બને કે જનતા મારા આ સાહસને વધાવી લે અને બને તેટલી વધારે નકલો ખરીદ કરીને મને ઉત્તેજન આપે. પ્રાતે, મારી સાહિત્ય પ્રવૃત્તિને આજ સુધી અવિછિન્ન ચાલુ રાખવાને મુખ્ય યશ શ્રીમાન માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ના ફાળે જાય છે. તેઓ સિવાય Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજા પણ મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર પૂજ્ય મુનિવરો તથા મારા મિત્રોનો આભાર તે મારે માન જ રહ્યો. આશા રાખું છું કે મારા આ સાહસને જનતા વધાવી લેશે. આ આખીએ ગ્રંથમાળાનું સમર્પણ આ કથાઓના સર્જકને જ કરવું હું યોગ્ય ધારું છું. આ પુસ્તકનું છાપકામ સુંદર રીતે કરી આપવા માટે દીપક પ્રિન્ટરીવાળા નટવરલાલ રાવતને તથા રેખાચિત્રના બ્લૉકે બનાવવા માટે ગુજરાત પ્રોસેસ ટુડિયે આભાર માનવાની આ તક લઉં છું. સંવત ૨૦૧૭ના ચૈત્ર સુદી ૧૦ સારાભાઈ મણિલાલ નવાબ સોમવાર તા. ૧૨-૪–૫૪ છીએ માવજીની પાળ, અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ તેંમર કથાનું નામ ૧ ચાર વિદ્વાનની કથા ૨ અવિચારી રાજાની કથા ૩. એક શેડની કથ ૪ એક વિણકની કથા ૫ એક બ્રાહ્મણની કથા ૬ એક તાપસની કથા છ ક્ષત્રિય અને અનુક્રમણિકા પાનું નંબર ૮ એક જુગારીની કથા ૯ વ્યંતરને છેતરનાર વાણીયાની કથા ૧૯ ૧૦ એક ધૂર્તતી કથઃ ૧૧ કરીર શેડની કથા ૧૨. મૂઢ બ્રાહ્મણની કથા ૧૩ સાળવીની કથા ૫ ૧૬ ખરા આળસુની કથા ૧૭ એક આચાર્યની કથા 11 ૧૪ ૧૬ પાનું દુષ્કૃતની કથા ૫૦ કથાનું નામ ૧૮ કુંભારના મિથ્યા ૧૯ વાણીયા અને ભિખારીની કથા પ ૫૭ ૨૦ કંજુસ શેઠની કથા ૨૧ એક લેાભી ધૂતારાની કથા ૬૨ ૨૨ સંકલ શેડની કથા ૬૪ ૨૩ વિપ્રથી ખેાધ પામેલા વિષ્ણુકની કથા ૨૫ ૮ ૩૦ ૩૪ ૩૬ ૮૫ ૩૯ ૧૪ એક શેડની કથા ૨૮ ખુશામત કરનારની કથા ૮૭ ૧૫ સેવક અને સ્વામીની કથા ૪૨ ૨૯ પેાપટની કથા ८० ૪૧ ૩૦ કાગડાની કથા ૯૬ ४७ ૩૧ બ્રાહ્મણની કથા ૧૦૧ શેઠના પુત્રની કથા ૬૯ ૨૪ નિરંકુશ ગુરુને દમનાર યજમાનની કથા ૭૪ ૨૫ અનુભવી વૃદ્ધના બુદ્ધિશાળીપણાની કથા છ૮ ૮૧ ૨૬ અમય્યદ સ્ત્રીની કથા ૨૭ એક ડેાશીની કથા Page #10 -------------------------------------------------------------------------- ________________ નબર કથાનું નામ પાનું નંબર કથાનું નામ પાનું હર એક જટાધારીની કથા ૧૦૩ ૫૩ લાડવાની કથા ૧૭૬ ૩૩ અતૃપ્ત યતિની કથા ૧૦૫ ૫૪ વ્યાસજીની કથા ૧૮૦ ૩૪ એક ધર્મધૂર્ત પપ એક ડેશીની કથા ૧૮૪ વાણિયાની કથા ૧૦૭ ૫૬ બુદ્ધિ અને સિદ્ધિની કથા ૧૮૭ કપ અવિચારી કાર્ય ૫૭ નિધાન પ્રાપ્તિની કથા ૧૯૧ કરનારની કથા ૧૧૦ ૫૮ ભિક્ષુને ખપરની કથા ૧૯૫ ૩૬ એક વણિકની કથા ૧૧ર પ૦ નૈમિત્તિકની કથા ૧૯૭ ૩૭ ચેરની કથા ૧૧૪ ૬૦ અમાત્યની કથા ૨૦૩ ૩૮ ચૈત્રની કથા ૧૧૬ ૬ ૧ વાણીયાની કથા ૨૦૭ ૩૯ એક વેશ્યાની કથા ૧૨૦ ૬ર શેઠના પુત્રની કથા ૨૧૦ ૪૦ પુત્રવધુની કથા ૧૨૩ ૬૩ સાસુ વહુની કથા ૨૧૩ ૪૧ એક વિપ્રની કથા ૧૨૫ ૬૪ જટાધારીની કથા ૨૧૭ ૪૨ એક ધૂતારાની કથા ૧૨૯ ૬૫ એક વેશ્યાની કથા ૨૨૦ ૪૩ એક અધમપુની કથા ૧૩૫ ૬૬ પંડિતની કથા ૨૩૦ ૪૪ તાપસની કથા ૧૩૮ ૬૭ સ્ત્રીની કથા ૪પ વધની કથા ૧૪૧ ૬ ૮ ગૃહભંજકની કથા ૨૩૬ ૪૬ ચંદ્ર શેઠની કથા ૧૪૪ ૬૯ ડોસીની કથા ૨૩૯ ૪૭ બનેવીની કથા ૧૪૭ ૭૦ કુલપુત્રની કથા ર૪૨ ૪૮ એક દંપતિની કથા ૧૫૦ ૭૧ એક શેઠની કથા ૪૯ બે ખાપરીની કથા ૧૫૬ ૭ર મૂર્ખ શિષ્યની કથા પર ૫૦ એક નોકરની કથા ૧૬૪ ૭૩ તાપસની કથા ૨૫૫ પ૧ વિધની કથા ૧૬૮ ૭૪ ચાર મિત્રની કથા ૨૫૮ પર બહેરા કુટુંબની કથા ૧૭૩ ૭૫ એક જડતાપસની કથા ૨૬ ૨૩૨ ૨૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ ચાર વિદ્વાનની કથા ૧ વિદ્યાથી માત્ર ભૂષિત થવાથી કાર્યની સિદ્ધિ થતી નથી; વ્યવહાર પણ જાણવાની જરૂર છે. અષ્ટાપદપુરમાં કુલરોખર નામનેત રાજા રાજ્ય કરત હતા. ત્યાં સુબુદ્ધિ નામના મંત્રી, ચંદ્ર નામે પુરાહિત અને કમલગુપ્ત નામે શેઠ હતા. તે ચારેને એકેક બુદ્ધિશાળી પુત્ર હતા. તે ચારે છેકરાએ એક બીજાના પરમ મિત્ર હતા. વળી તે ચારે છેકરાઓ જુદા જુદા પંડિતાની પાસે અભ્યાસ કરતા હતા. રાજ પુત્ર પંચાંગ લક્ષણમાં વિચક્ષણુ થયેા. મંત્રી પુત્ર અષ્ટાંગ આયુર્વેદમાં પ્રવીણ થયેા. પુરાહિત પુત્ર ષડ્કર્શનના તર્કશાસ્ત્રમાં પારંગત થયા, અને શેઠનેા પુત્ર ફળાદેશ વગેરે જ્યાતિષની જુદીજુદી શાખાઓમાં ઢાંશિયાર થયા, તે ચારે મિત્ર અભ્યાસ પૂરો કરીને પાતપાતાના ઘેર આવ્યા અને પંડિતજનાથી પૂજાવા લાગ્યા. Page #12 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી એક વખતે રાજાએ દરબારમાં કહ્યું કે “અહે! આ દુનિયામાં વિદ્યા બળવાન છે.” વિવિધ પ્રકારના સુભાષિતાદિ અમૃતરસ વડે કર્ણને આનંદ પમાડતા, જે પંડિત જનના દિવસે સુખેથી પસાર થાય છે તેના જનમ અને જીવિત સફળ છે, અને તેનાથી જ પૃથ્વી શોભે છે; પંડિતાઈ વગરના વિવેક શૂન્ય પશુ જેવા લોકે આ જગતમાં શું ઉપગના છે?” તે સાંભળીને મધુર, અને સત્યવાણીથી મંત્રી બે કેઃ સ્વામિન્ ! વિદ્યા માટે આપણું આ કહેવું સત્ય છે, પરંતુ તે બધું વ્યવહારના જ્ઞાન વિના નકામું છે.” “વ્યવહારજ્ઞ માણસ એક ક્ષણવારમાં જે કાર્ય સિદ્ધ કરી શકે છે, તે માત્ર એકલી વિદ્યાથી જડ થએલે માણસ હજારો કષ્ટ સહન કરતાં પણ સિદ્ધ કરી શકતો નથી.” વળી કવિતાથી તેને રસાસ્વાદ જુદે છે, રૂપથી લાવણ્ય જુદું છે, નૃત્યથી ભાવ જુદા છે, તેવી જ રીતે અભ્યાસ કરતાં વ્યવહારપણું જુદું જ છે. જે મહારાજને આ વાતને વિશ્વાસ ન આવતું હોય તે, આપણા આ નવ શિક્ષિત ચારે છેકરાઓને કેઈક કાર્ય સંપા. જે જડપણાથી તેઓ તે કાર્ય બગાડે નહિ, તે પછી હું મહારાજના સિંહાસન પાસે કદી પણ બેસીશ નહિ.” આ પ્રમાણે સાંભળીને ચારે કુમારને બોલાવીને રાજાએ કહ્યું કેઃ “અરે પુત્રો!. આ પાસે રહેલા નારંગપુર ગામમાંથી મારા હુકમથી બે હજાર તોલા સોનું ત્યાંના અધિકારી પાસેથી લઈ આવે.” Page #13 -------------------------------------------------------------------------- ________________ ચાર વિદ્વાનની કથા તેઓએ કહ્યું કેઃ “આપણે હુકમ અમારે માન્ય છે.” પછી બળદ ઉપર ભેજનની સામગ્રી તથા ભાતું નાખીને તે ચારે જણા ચાલ્યા. તે ગામ પાસે જઈને એક ડુંગરની તળેટીમાં તેઓ રહ્યા. જ્યોતિષી હતું તે બળદની રક્ષા કરવા ત્યાં જ રહ્યો. તાર્કિક હતો તે ઘી લાવવા માટે વાસણ લઈને ઘીવાળાની દુકાને ગ. વૈદ્ય હતો તે આરોગ્ય વધારે તેવાં શાક લાવવા માટે શાકવાળાની દુકાને ગયે. લાક્ષણિક હતા તે રસોઈ બનાવવા માટે તે સ્થળે ચૂલા વગેરે કરવાની તૈયારી કરવા લાગ્યા. જે સ્થળે તિષી બેઠો હતો તે સ્થળે એક લુંટારે તેના બળદની પછવાડે લાગ્યો હતો. તેણે બળદને છોડી મૂક્યું, એટલે ચૂથથી છૂટા પડી ગએલા હરણની માફક તે આમતેમ દોડવા લાગ્યો. ચારે દિશામાં દષ્ટિ ફેરવતાં જ્યોતિષીએ તેને દીઠે, પણ તેની પછવાડે દેડ્યો નહિ. પરંતુ ટીપણું હાથમાં લઈને જેવા લાગે કેઃ “આ બળદ પાછો મળે તેવો રોગ છે કે નહિ?” તેટલામાં તે લુંટાર બળદ લઈને ચાલ્યા ગયે. તિષી દીન થઈને બેસી રહ્યો. તાકિક ઘી લઈને આવતો હતો, તે સમયે તે પાત્રમાં રહેલા ઘીને જોઈને તે વિચારવા લાગે કેઃ “આ પાત્રને ઘીને આધાર છે કે ઘીને પાત્રને આધાર છે?” આ વાતને નિર્ણય કરવાની ઈચ્છા થવાથી, તેણે પાત્રને નીચું નમાવ્યું એટલે ઘી ઢળીને ભૂમિ ઉપર પડી ગયું. શાક લેવા ગએલે વૈદ્ય વિચારવા લાગ્યો કેઃ આ શાક વાયુ કરશે, આ શાક પિત્ત કરનારું છે, અને આ કફ Page #14 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી કરનારું છે. તે પ્રમાણે જુદા જુદા શાકના જુદા જુદા ગુણને વિચાર કરીને ત્રણે દેને નાશ કરનાર લીંબડાનાં પાંદડાં લઈને તે આવ્યા. વ્યાકરણ શાસ્ત્રી ચાખા સંધ હતા, તે વખતે હાંલ્લામાં ઉકળતા પાણીને શબ્દ “ખદબદ” સાંભળીને તે વિચારવા લાગે કેઃ અરે! રૂઢ, યૌગિક અને મિશ્રભેદથી શબ્દ ત્રણ પ્રકારના છે. તેમાં આખંડલાદિક રૂઢ શબ્દ છે. નીલકંઠાદિક યૌગિક શબ્દ છે, અને મિશ્રશ પરાવૃત્તિને સહન નહીં કરનાર ગીર્વાણ વગેરે છે. પરંતુ આ હાંલ્લીમાં થતો કલકલ શબ્દ તો સ્થાલીથી ઉત્પન્ન થએલ અપશબ્દ છે.” એમ વિચારી ક્રોધ કરીને તેણે તે માટીની હાંલી ભાંગી નાંખી. પછી વનમાં રહેલા તે ચારે જણાએ અનાજ, પાન કે દીવા વગર આખી રાત્રી પસાર કરી. રાજાએ આપેલ આદેશ પત્ર બળદની સાથે જ ચાલ્યા ગયે, કે જે પત્ર દેખાડીને સેનું લાવવાનું હતું. રાજાએ મેકલેલા ગુમ પુરુષોએ આ બધું રાજાને કહ્યું, ચારે જણે પાછા આવીને છાનામાના પિતાપિતાને ઘેર ચાલ્યા ગયા રાજાએ મંત્રીનો સત્કાર કર્યો. છેવટે ચારે મિત્રો વ્યવહારાદિ શીખીને વ્યાપાર વગેરેમાં કુશળ થયા. ભણવા કરતાં ગણવામાં વધારે લાભ છે. વિદ્યા સાથે વ્યવહારનું જાણપણું પ્રાપ્ત થાય ત્યારે જ મનુષ્ય સંસારિક પ્રવૃત્તિમાં કુશળ થાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ *-WATI અવિચારી રાજાની કથા એક અવિચારી નગરીમાં સાતે વ્યસનેમાં પૂર એક જડ બુદ્ધિવાળો રાજા રાજ્ય કરતો હતે. તેના મંત્રીઓ લાંચીયા હતા. કોટવાલ પ્રજાને ક્ષયના રોગ જે હતો. પુરોહિત પિશાચ જેવો હતો. દાસ દાસીઓ યમકિકર જેવી હતી. વિધવાના પુત્ર જેવા ચારે રાત્રે અને દિવસે સ્વચ્છંદતાથી ચોરી કરતા હતા. સાધુ લોકો પણ પાપીની જેવા શંકાસ્પદ આચરણવાળા હતા. અંતઃપુરની સ્ત્રીએ પણ ગણિકા જેવી હતી. એક દિવસ એક વૃદ્ધ ડેશી સવારના પહોરમાં માથા ઉપર ઘાસને પૂળ ઉપાડીને રાજદ્વાર પાસે આવી અને પિકાર કરવા લાગી કે “અરે! હું લુંટાણી, હું લુંટાણું.” રાજાએ તેને બેલાવીને તેના દુઃખનું કારણ પૂછયું. તે ડેશીએ કહ્યું કેઃ “મહારાજ! તમારા નગરમાં મહાજન Page #16 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી અને ચારને સરખો ન્યાય હોવાથી મારા પુત્રે ગેવિંદ શેઠના ઘેર ખાતર પાડ્યું. મારે પુત્ર નવયુવાન હતું, તે ઘણા લોકોના આધારભૂત હતો. તે ગેવિંદ શેઠના ઘરની ભીંત પડી તેથી દબાઈને મરણ પામે છે, તેના દુઃખથી દુઃખિત થએલી હું રૂદન કરું છું.” રાજાએ શેઠને બોલાવીને કહ્યું કે “અરે! તે ખરે અન્યાય કરનારે છે, તારી ભીંત પડી જવાથી ચોર મરણ પામ્યો.” રાજ્યનાં ધર્મે જાણનાર તે શેઠ બોલ્યા કે “મહારાજ! તે ભીંત તૂટી પડી તેમાં મારે શું દેષ? મેં તે ચૂને વગેરે પુષ્કળ આપ્યું હતું, પરંતુ કડીયાએ તે સારી બનાવી નહિ.” રાજાએ કહ્યું કે “બરાબર છે.” પછી કડીયાને બોલાવીને રાજાએ કહ્યું કેઃ “અરે! તેં ભીંત આવી નબળી અને ખરાબ કેમ બનાવી?” - કડીયાએ બરાબર ધ્યાન રાખી નિશ્રળતાથી જવાબ આ કેઃ “મહારાજ ! તેમાં હું શું કરું? જ્યારે હું ચૂને તથા માટી વગેરે કેળવતે હતો, ત્યારે કામદેવની રાજધાની જેવી, કિંમતી શૃંગાર ધારણ કરેલી, અમૃતની નદી જેવી, સુંદર લેાચનવાળી ગોપાલ શેઠની પત્ની તે રસ્તે થઈને નીકળી. તેને જોવામાં મારું ચિત્ત પરેવાવાથી અને મારું મગજ અસ્થિર થઈ જવાથી, આ ચૂને બરાબર કેળવાય નહિ; અને તેવા ચૂનાથી ચણેલી ભીંત તૂટી પડી, તેથી આ પુરુષરત્ન એવા ચેરનું મરણ થયું છે.” Page #17 -------------------------------------------------------------------------- ________________ અવિચારી રાજાની કથા તરત જ રાજાએ ગોપાલ શેઠની પત્નીને બેલાવી અને થએલ અન્યાય તેને જણાવ્યું. શેઠની પત્નીએ કહ્યું કેઃ “અમુક બાવો આ રસ્તે થઈને જતા હતા, તેની શરમ આવવાથી મેં તે રસ્તે લીધે હતો, નહિ તે હું ગોવિંદ શેઠના ઘરના રસ્તેથી નીકળતી જ નથી.” આ પ્રમાણે સાંભળીને તે શેઠની પત્નીને છેડી દીધી, અને તે બાવાને બેલા, અને રાજાએ તેને પૂછ્યું કે તું તે રસ્તે શા માટે નીકળે, કે જે કારણથી આ શેઠની ભીંત તૂટી પડી?” તેમ કહી રાજાએ કે પાયમાન થઈ તેનું બહુ અપમાન કર્યું. બા કાંઈ પણ ઉત્તર આપી શકે નહિ તેથી લાકડી, લાતે વગેરેથી તેને ઘણે માર મારીને શૂળી ઉપર ચઢાવવાને રાજાએ હુકમ કર્યો. “જેને કઈ રોનાર નથી તે ભલે શૂળી ઉપર ચઢે.” તેમ ધારી લોકેએ તે બાવાને શૂળી ઉપર ચઢાવવા લઈ જવા દીધે. જ્યારે તે બાવાને શૂળી ઉપર ચઢાવવા લઈ ગયા, ત્યારે મંત્રીઓએ શૂળી વગેરે જેઈને રાજા પાસે આવી રાજાને કહ્યું કેઃ “મહારાજ! શૂળી નાની છે, અને બાવાનું શરીર તે બહુ જ જાડું છે, તેથી શૂળીના પાટીયા ઉપર તે સમાઈ શકતો નથી.” તે સાંભળીને રાજાએ હુકમ કર્યો કેઃ “એમ હોય તે તે શૂળીના પાટીયા ઉપર સમાય તેવા શરીરવાળા કેઈને પકડી શૂળીએ ચઢાવી દે.” આ પ્રમાણે રાજાને હુકમ થવાથી રાજાને સાળે, WWW. Page #18 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી જે લોકોને બહુ હેરાન કરતો હતો તથા રાજના નોકરો ઉપર જુલમ કરતે હતે; તેને શોધી કાઢીને મંત્રીઓએ શૂળી ઉપર ચઢાવી દીધું. રાજાએ તે વાતની મુદ્દલ ચર્ચા કરી નહિ. - જે સ્થળે આવા મૂર્ખ રાજાઓ રાજ્ય કરતા હોય, તેવા રાજ્યમાં ને રહેવું તે જ ઉત્તમ છે. મૂર્ણ રાજા, મૂર્ખ મંત્રી અને મૂર્ખ ન્યાયાધીશ હોય તો ઘણી વખત અન્યાય થવાનો સંભવ રહે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ એક શેઠની કથા “પુષ્યના યોગથી કેટલીક વખત હાનિ પણ લાભના માટે થાય છે.” (ારાપુરમાં દેવાનંદ નામને શેઠ રહેતો હતો. તેને તારા નામની સુશીલ પત્ની હતી. તેમની એક વહ વિધવા હતી. એક વખતે કંકાસથી ગુસ્સે થઈને વહુ તેના પીયરમાં જતી રહી, અને તરત પાછી ન આવી. શેઠાણીએ શેઠને કહ્યું કેઃ “સ્વામી! ગુસ્સે થએલી વહુ પિયેરથી પાછી આવી નથી, માટે તમે જઈને બોલાવી લાવે.” શેઠે કહ્યું કે “જે થાય તે સારા માટે આ શબ્દ શેઠ વારંવાર બોલતા હતા. એક વખત તેમને વહાલ કુતરો મરી ગયો. ત્યારે બીજે કુતરે લાવવા શેઠાણીએ કહ્યું. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કથામંજરી શેઠે કહ્યું કે: “તે મરી ગયે! તે પણ સારા માટે જ હશે.” બીજા દિવસે ખડકીના બારણાં તૂટી પડ્યા. શેઠાણીએ તે ફરીથી દુરસ્ત કરાવવાનું કહ્યું, ત્યારે પણ શેઠે તે જ પ્રમાણે જવાબ આપ્યું. એક વખત કેાઈ દૂર દેશના રાજાના માણસે ગધેડાઓ ઉપર સેાનામહારા ભરીને બીજા ગામ જતા હતા. રાતના વખતે બીજાએની નજર ચૂકાવીને બહુ વજનથી મુંઝાએલ એક ગધેડા તેમાંથી છૂટા પડી ગયે, અને તે શેઠની ખડકી ઉઘાડી હતી તેમાં પેસી ગયા, અને સેાનામહારની એક ગુણ તેના ઉપરથી પડી ગઇ. પાછે તે ગધેડા ખીજા ગધેડાએ ભેગા થઇ ગયા. શેઠ સવારે ઉઠ્યા, એટલે સોનામહારથી ભરેલી ગુણુ ઘરના આંગણામાં પડેલી દેખીને; તેને શેઠાણીને ઉંઘમાંથી ઉઠાડીને કહ્યું કેઃ “ભાળી સ્ત્રી! જો ખડકી અંધ હાત તેા ગધેડા કેવી રીતે આવત? અને જો કુતરા જીવતા હાત તે તે ગધેડાને પેસવા કેમ દેત? જો વહુ હાજર હાત તે તે બહુ ખેાલકણી હાવાથી બીજાને વાત કહી દેત, તેથી રાજદરબારમાં પૂછપરછ અને વધ બંધનાદિ પણ થાત, માટે મેં કહ્યું હતું કે જે થાય તે સારા માટે તે જ ખરાખર છે. શેઠાણીએ પતિનું વચન પ્રમાણ કર્યું. જ્યારે પુણ્યના ઉદય હેાય ત્યારે જે કરીએ તેમાં લાભ મળે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ એક વણિકની કથા જે વસ્તુ શક્તિથી સાધ્ય થતી નથી, તે ડાહ્યા માણસ બુદ્ધિથી સાધે છે.” દ્વિવપુરમાં વીરંગ નામે એક શેઠ રહેતું હતું, તેને માયા નામની પત્ની હતી. એક વખત સોયથી પણ ન ભેદાય તેવા ગાઢ અંધકારવાળી રાત્રીએ તે દંપતી સૂતા હતા. તે વખતે એક ચેર પાછલી ભીંતથી તેના ઘરમાં ખાતર પાડવાની તૈયારી કરતો હતો. શેઠ તથા તેમની પત્નીએ તે જાણ્યું, પરંતુ બીકને લીધે બૂમ પાડી શક્યા નહિ. તે વખતે મુત્કલસિહ નામને કેટવાળ પાસેના રાજમાર્ગ પર થઈને જતું હતું, તેની ખુંખાર વગેરે ખાવાથી તથા તેના ઘોડાના પગના અવાજથી તથા ઘણા સિપાઈઓ સાથે હતા તેના અવાજથી ખબર પડી. આ કેટવાળા સાથે શેઠને સારો સંબંધ હતે. એટલે આશ્ચર્ય થયું હોય તેવી રીતે તે દંપતીએ અને અન્ય વાતો કરવા માંડી કેઃ “જ્યારે આપણને પુત્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી થશે ત્યારે મુત્સલસિંહ એવું નામ પાડીશું, અને તે અનુક્રમે મેટો થશે ત્યારે “મુલ્કલસિંહ! મુકલસિંહ! અહીં આવી તેમ કહી આપણે તેને બેલાવીશું.” આ પ્રમાણે તેઓ તાણને બેલવા લાગ્યા. તેથી પરિચિત શબ્દ સાંભળીને કેટવાળ તેના ઘર પાસે આવ્યો. શેઠે તેને બેલા, શેઠે પાનને દાબડે કાઢો, અને કોટવાળને કહ્યું કેઃ “દી બરાબર નથી, તેથી દરેકના નામ લઈને અથવા પૂછીને પાનનું બીડું આપે.” જે ઓરડામાં તેઓ બેઠા હતા, તે જ ઓરડામાં તે વખતે પેલે ચાર પણ ચોરી કરવા આવેલું હતું, અને સિપાઈઓ ભેગે તે પણ ભળી ગયો હતો. અનુકમે તેનું નામ પૂછીને પાન દેવાનો વખત આવ્યો, ત્યારે તે નામ કહીને પાનનું બીડું ગ્રહણ કરવાને શક્તિમાન થયે નહિ. શેઠે કેટવાળને પૂછ્યું કેઃ “કેટવાળ સાહેબ! આ તમારે માણસ છે?” કેટવાળે કહ્યું કેઃ ના” શેઠે ખાતર પાડ્યું હતું તે સ્થળ દેખાડીને કહ્યું કેઃ “આ માણસ તો આ રસ્તે આ જણાય છે.” તે જોતાં ખાતર પડેલું દેખવાથી તરત જ સિપાઈઓએ તેને પકડીને બાંધી લીધું. સવાર થઈ એટલે ચોરને કેદખાનામાં લઈ ગયા. પછી તેને દેહાંત દંડની સજા થઈ તેને ફાંસીએ લટકાવવા માટે એક વડના ઝાડ નીચે લઈ ગયા. તેના ગળામાં દેરડું નાખવામાં આવ્યું, પણ તે દેરડાની ગાંઠ ગળાથી વધારે છેટી અને તિરછી હતી, તેથી કદાચ Page #23 -------------------------------------------------------------------------- ________________ એક વણિકની કથા છૂટી જશે એવી શંકાથી શેઠે કેટવાળને કહ્યું કે “અમારો એવો આચાર છે કે પહેલાં તળીને પછી ઉપર ગાંઠ બાંધીએ.” કેટવાળે તેને ભાવ જાણી લીધો. તેથી દેરડાને ગાંઠ ફરીથી મજબુત બંધાવી, એટલે તે ચેર તરત જ મૃત્યુ પામે. બુદ્ધિનો ઉપયોગ બુદ્ધિવાન માણસ ગમે તે પ્રકારે કરે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ 1 જ * vie, એક બ્રાહ્મણની કથા ૫ નંદપુર નગરમાં એક નિર્ધન, અભાગી અને સગાં સબંધી વગરને એક યુવાન બ્રાહ્મણ રહેતું હતું. તે ભીખ માગીને પિતાને ઉદર નિર્વાહ કરતો હતો. તે કાંઈ પણ ભર્યો હતો નહિ. તેણે માથે ચોટલી રાખેલી હતી, અને માત્ર કેપીન પહેરીને ફરતો હતો. એક અમાસના દિવસે ભિક્ષા માગવા જતાં તેને ઘણે જવને લેટ મળે, તેથી તેનું ભિક્ષાપાત્ર ભરાઈ ગયું. તે પાત્રને પિતાના પગ પાસે મૂકીને તે સૂઈ ગયે. રાત્રે ઉંઘમાં તે વિચાર કરવા લાગે કેઃ “આજે તો લેટથી પાત્ર ભરાઈ ગયું છે. એ એકઠો થએલો લોટ વેચવાથી તેના બે કમ (તે વખતનું નાણું) આવશે. પહેલાંના એકઠા કરેલાં સાત કમ મારી ગાંઠે બાંધેલા છે. આ બધા કમ એકઠા કરીને હું નાની દુકાન માંડીશ. આ લઘુતા પમાડનારી ભિક્ષા વૃત્તિને હું ત્યાગ કરીશ. વ્યાપાર કરતાં કરતાં મારી પાસે સે કમ તો સહેજે થઈ જશે. કારણ કે વ્યાપાર જ ધન વૃદ્ધિનું કારણ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ એક બ્રાહ્મણની કથા ૧૫ પછી ઘણે માટે વ્યાપાર કરવાથી મારી પાસે એક હજાર દ્રમ થશે, કેમે કમે વધતાં એક લાખ દ્રમ થશે. પછી હું એક બ્રાહ્મણ કન્યાની સાથે લગ્ન કરીશ. જ્યાં સુધી તેને પુત્રાદિ સંતતિ થશે નહિ, ત્યાં સુધી તે મારી સેવા કરશે. જ્યારે પુત્રો થશે ત્યારે, જે કઈ વખત મારી અવહેલણ કરશે, તો તે સમયે આવી રીતે લાત મારી તેને શિક્ષા કરીશ.” આમ કહીને લાત મારવા જતાં પેલું ભિક્ષા માત્ર કે જે માટીનું હતું, અને તેના પગ પાસે પડ્યું હતું, તે ઉડી ગયું અને ભાંગી ગયું. લેટ બધે ઢળાઈ ગયે અને તેના બધા મનોરથોને એક જ સાથે નાશ થઈ ગયે. માણસે ઘણી વખત મોટા મોટા મનોરથ કરીને મન રૂપી ઘોડાને આમતેમ દોડાવે છે; અને પછી નિષ્ફળતા મળતાં મનમાં દુ:ખ ઉત્પન્ન થાય છે. માટે ડાહ્યા માણસે પોતાના ગજા જેટલાં જ મનોરથ સેવવા જોઈએ. Page #26 -------------------------------------------------------------------------- ________________ એક તાપસની કથા વિવેકી પુરુષે જેટલી આજ્ઞાના અમલ થઈ શકે તેટલી જ કરવી.’ નેદનિકા નામના ગામમાં ધન, ધાન્ય વગેરેથી સમૃદ્ધ એક વિષરાશી નામના જટાધારી રહેતો હતો. તેને ઘણા બુદ્ધિ રહિત શિષ્યેા હતા. તેથી ભણતી વખતે ‘કુંતી'ના બદલે ‘કુત્તી’, લક્ષ્મણને બદલે ‘લાખણ', હનુમાનને બદલે ‘હગુઆ’, પરશુરામને બદલે ‘સરફરા’, ધુંધુમારને અદલે ‘ઢુંઢણમાર', 'યુધિષ્ઠિરને બદલે ‘જલિ', વગેરે ખેાટા ઉચ્ચાર કરતા હતા. એક વખતે ચામાસાની રાત્રીએ તે ગુરુ શિષ્યાની સાથે બેઠા હતા. ભાદરવા માસ સુધી વૃષ્ટિના અભાવ હાવાથી ખેતર અને અનાજ સુકાઇ જતા હતા, તેવા વખતે તે ગુરુના એક યજમાને ખેતપૂર્વક તેને કહ્યું કેઃ Page #27 -------------------------------------------------------------------------- ________________ એક તાપસની કથા ૧૭ “ગુરુ મહારાજ! પાણીના અભાવે અનાજ વગેરે સુકાઈ જાય છે.” ગુરુએ કહ્યું કેઃ “ખેદ કરીશ નહિ. કાલે સવારે જલથી પલ્લવિત થએલા તારા ધાન્યના છોડને તું જેઈશ.” તે સાંભળી રાજી થઈને તે પોતાના ઘેર ગયો. રાત્રીના સમયે પાસેના સરોવરમાંથી શિષ્ય પાસે સંકડે ઘડા પાણી મંગાવીને તે ખેતરમાં નખાવ્યું. સવારમાં પેલે ખેડુત જળથી ભરેલા ખેતરને જોઈને બહુ ખુશી થયે. તે ભેળે ખેડુત પરિવાર સહિત ગુરુને પગે લાગ્ય, ભેજનાદિથી ભક્તિ કરીને ગુરુને ખુશી કર્યા; અને ગુરુને કઈ દેવતા સહાય છે, એવી તેની માન્યતા થઈ. ગુરુની ખ્યાતિ ઘણી થઈ તેથી બીજા, ત્રીજા અને ચોથા દિવસે પણ જુદાજુદા યજમાન ખેડુતની ગુરુને થએલી વિનંતીથી શિષ્યોએ જુદાજુદા ખેતરોમાં પાણી નાખ્યું. આમ કરવાથી શિષ્ય બહુ થાકી ગયા અને ભેગા થઈને બધાએ નિર્ણય કર્યો કે “અતિ લોભને વશ થઈને ગુરુ આપણી પાસે સિંચાવે છે, પિતે જરા પણ સિંચતા નથી; તેથી આપણે હવે કાર્ય બંધ કરવાની ગુરુને વિનંતી કરીએ, અને કહી દઈએ કે હવે પછી જે બેલશે તે કરશે.” આ પ્રમાણે તેઓએ ગુરુને વિનંતી કરી. ગુરુએ કહ્યું કેઃ “અરે શિષ્ય! જે તમે જળ નહિ સિંચે તે શું કરશે?” શિવે ચૂપ રહ્યા, કેઈ બેલ્યા નહિ. ત્યાર પછી Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ થામંજરી કઈ યજમાને ગુરુને વિજ્ઞપ્તિ કરી. ત્યારે શિષ્યોએ ઉ ષણ કરી કેઃ “જે કહે તે વહન કરે.” યજમાને પૂછયું કેઃ “તેને શું અર્થ?” શિષ્યએ કહ્યું કેઃ “અરે ભાઈ! આટલા કાળ સુધી ગુરુના વચનથી અમે પાણી ઉપાડી ઉપાડીને ખેતર સિચ્યા, હવે તે કાર્યથી અમે કંટાવ્યા છીએ; તેથી ગુરુ જ પાણી ઉપાડી ભલે ખેતર સિંચે.” આ વાત જાણતાં ગુરુ ઉપરની દેવ સહાયને ભેદ ફુટી જવાથી લેકેની તે ગુરુ પરની શ્રદ્ધા ઉડી ગઈ. પિતાના હાથ નીચેના માણસેને આજ્ઞા પણ મર્યાદામાં રહીને કરવી, અને બોલવું તે પણ વિચાર કરીને બોલવું. Page #29 -------------------------------------------------------------------------- ________________ ક === - ક્ષત્રિય અને વાણીયાની કથા મલિકા નામના નગરમાં એક મોટી યક્ષાધિષ્ઠિત કાષ્ટમય પ્રતિમા હતી. ગામ લોકોને તે પ્રતિમા ઉપર બહુ જ શ્રદ્ધા હેવાથી, લે કે તેની બહુ પૂજા કરતા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્થામંજરી હતા. તે ગામમાં હિંમતવાન અને ગમે તે રીતે પિતાનું ગુજરાન ચલાવનાર વાઘજી નામને એક રજપુત કુટુંબ સહિત રહેતો હતો. તે રજપુતના પાડેસમાં સિંદુરક નામને એક નિર્ધન વાણીયે રહેતો હતો.. એક વખતે વાઘજી વિચાર કરવા લાગે કે “આજે તો આજીવિકાનું સાધન પ્રાપ્ત થયું નથી, માટે આ ગામની નજીકમાં જે યક્ષ છે તેની પાસેથી આજીવિકા મેળવવાનો પ્રયાસ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તીક્ષણ ધારવાળે એક કુહાડો હાથમાં લઈને તે વાઘજી યક્ષની પાસે ગયે; અને પિતાના બંને હાથથી યક્ષની પ્રતિમાને જોરથી હલાવીને કહ્યું કેઃ “અરે યક્ષ! મને કાંઈક આપ; નહિ તો આ તારી મૂર્તિ હવે રહેવા દઈશ નહિ. આ કુહાડા વડે તેના કકડા કરીને તેનું બળતણ કરી નાંખીશ.” આ પ્રમાણે સાંભળીને યક્ષ ભય પામ્ય અને સાક્ષાત્ પ્રગટ થઈને તેણે કહ્યું કે આવતી કાલે હું તને ઘઉંને એક મેટો કેકાર આપીશ; ત્યાં સુધી તારી સ્ત્રીની આંગળી ઉપર રહેલી સેનાની વીંટી વડે આજીવિકા ચલાવ.” તે સાંભળી વાઘજી સંતુષ્ટ થયે અને પિતાના ઘેર ગયો. બીજા દિવસે ધાન્ય મળનાર છે તેવી શ્રદ્ધાથી, યક્ષના કહેવા પ્રમાણે વીંટી વેચીને તે દિવસે વાઘજીએ નિર્વાહ કર્યો. તે દિવસે તેના ઘરમાં ઉંચી જાતના ચેખા તથા દુધ વગેરેથી મિશ્રિત ખીર વગેરેનું ભેજન દેખીને સિંદુરક વાણીયાની પત્નીએ પિતાની સખીને પૂછયું કેઃ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ક્ષત્રિય અને વાણીયાની કથા બહેન! આજે તારા ઘરમાં આવી રઈ વગેરે કયાંથી?” તેણીએ પતિના પરાક્રમથી પરાભવ પામેલ યશે આપવા કહેલા ધાન્યાદિકની વાત કહી. વાણીયાની સ્ત્રીએ વિચાર્યું કે “આ ઉપાય સારો છે.” પછી ઘેર જઈને તેણે પતિને કહ્યું કે તમે પણ પાડોશી રજપુતની માફક સાહસ કરો.” તેમ કહીને બધી હકીકત કહી. એટલે સિંદુરક પણ કુહાડે લઈને યક્ષની પ્રતિમા પાસે ગયે. પણ પ્રતિમા જોતાં જ તેના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ, તેથી ભયભીત થયા પછી જેવું તે રજપુતે કર્યું હતું તે પ્રમાણે કરવા ગયે કે તરત જ યક્ષે તેને બાંધી લીધે. એટલે બહુ બૂમ પાડતો તે યક્ષને કહેવા લાગ્યું કે “મને છોડી દે! છોડી દે !” યક્ષે કહ્યું કે “આવતીકાલે જે ઘઉંને કોઠાર મારે તારા પાડોશી રજપુતને આપવાનું છે તે તું આપે તે - છોડું.” વાણીયાએ તે કબુલ કર્યું અને છૂટો થયે. ઘેર જઈ દેવું કરીને તેણે રજપુતને ઘઉં આપ્યા. મનમાં શંકા રાખીને કાર્ય કરવાથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. તેથી દરેક કાર્ય કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર જ કરવાથી સિદ્ધ થાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ 'T •.. IIIIII T inute --- - on એક જુગારીની કથા ઇજજયિની નગરીમાં હાલાહલ નામનો એક મોટા પેટવાળે, જાડા હેઠવાળે, માંજરી આંખે વાળ અને બહુ લાંબે જુગારી રહેતો હતો વળી તે જ હું બોલનારે, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૩ એક જુગારીની કથા વિશ્વાસઘાતી, વેશ્યાએમાં આસક્ત અને વખત આવે ચારી પણ કરતો હતો. એક દિવસ રાત્રે તે ગામમાં આવેલા વારવાસિની દેવીના મંદિરે તે ગયા. તેને બહુ જ ભૂખ લાગેલી હાવાથી, દેવી પાસે ધરેલા નૈવેદ્ય ખાઈ ગયા. પછી દેવીના ખભા તથા પગ વગેરે ઉપર રાખેલા ઉંચી જાતના નૈવેદ્યો પણ ખાવા લાગ્યા. આ પ્રમાણે કરવાથી દેવીને તેના ઉપર બહુ ક્રોધ ચઢયો, અને તેને બીવરાવવા માટે દેવીએ જીભ બહાર કાઢી. હાલાહલ બુદ્ધિશાળી અને હિંમતવાન હતો; તેથી તેણે તરત જ પેાતાના મુખમાં ચવાતું નૈવેદ્ય દેવીની જીભ ઉપર મૂક્યું, એટલે દેવીને બહુ સૂગ ચઢી, તેથી જીભ એક હાથ લાંખી બહાર કાઢેલી તેણીએ રહેવા દીધી, અને પેાતાના સ્થાનકે ચાલી ગઈ. સવારમાં લેાકેા એકઠા થયા, અને જીભ બહાર દેખી આશ્ચર્ય પામ્યા. રાજા પણ તે સાંભળીને ત્યાં જોવા આવ્યેા. અને મહા ઉત્પાત થશે' તેવી બીકથી તે બહુ ખેઃ પામ્યા. પછી તેના નિવારણ માટે રાજાએ બ્રાહ્મણેાને બેાલાવ્યા, યજ્ઞ આરંભ્યા, શાંતિકર્મ કરાવ્યા, ઘણાં દાન દીવા, જાપ કરાવ્યા. પણ દેવીની જીભ તો જેમની તેમ જ રહી. પછી રાજાએ નગરમાં પડતુ વગાડાવીને ઉદ્ઘોષણા કરાવી કે જે દેવીની આવી વિકૃતિ પામેલી જીભ પાછી સરખી કરશે તેને રાજા લક્ષ દ્રવ્ય આપશે.” Page #34 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી તે સાંભળીને હાલાહલ ઘરમાંથી નીકળ્યે અને તેણે પડહુ ખ્યું. તે જુગારીને રાજા પાસે લઇ જવામાં આવ્યા. તેણે રાજાને નમીને વિનંતી કરી કેઃ “મહારાજ! આપની ઈચ્છાનુસાર કાર્ય હું કરી આપીશ. પરંતુ મને હાલમાં અર્ધ લક્ષ દ્રવ્ય મલવું જોઇએ, બીજું કાર્ય પતી ગયા પછી આપજો. વળી મારા રક્ષણ માટે આઠ સિપાઈ આ મેાકલા કે જેથી હું નાશી શકું નહિ.” રાજાએ તે પ્રમાણે કર્યું. २४ તે જુગારી દેવી પાસે ગયે; અને કાનમાં કહ્યું કે: જો તારી જીભ પાછી અંદર નહિ લઇ લે, તો પથરા વડે તારા કકડા કરી નાખીશ.” તે સાંભળીને દેવીને હિંમત પૂર્વક ખેલનાર આ જુગારીની બીક લાગી, તેથી તરત જ જીભ અંદર લઇને મૂળરૂપે તે રહી; એટલે ભયંકર ઉપદ્રવની બધાની શંકા દૂર થઇ ગઇ. રાજાએ બાકીનું દ્રવ્ય તેને આપ્યું. કાઈ પણ કાર્ય કરતાં જરા પણ શંકા લાવવી નહિ. શંકા રાખીને કાર્ય કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. Page #35 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરને છેતરનાર વણિકની કથા દલીપુર નગરમાં કુલવીર નામે એક શેઠ રહેતે હતે. તે વ્યવહારકુશળ અને વિદ્વાન હતું. એક દિવસ એક Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કથામંજરી વિશિષ્ટ પ્રકારનું લાકડું લેવા તે એકલે વનમાં ગયા. એક સુંદર વૃક્ષ જોઇને તે કાપવા લાગ્યા. તે વખતે તેની અંદર રહેનાર એક વ્યંતર પ્રત્યક્ષ થઈને અંજલિ જોડી વિનય પૂર્વક કહેવા લાગ્યા કેઃ “હે શેઠ! મારા રહેવાના સ્થાનરૂપ આ ઝાડને તું છેદીશ નહિ. ચિંતામણિ રત્નની માફક હું તારા સર્વ મનોવાંછિત પૂરીશ. જ્યારે તું મને કાંઇ પણ કામ આપીશ નહિ, ત્યારે હું તારા છળ કરીશ.” શેઠે કહ્યું કે: “ભલે તેમ કરજે” પછી વ્યંતરની સાથે તે પેાતાના ઘેર ગયા. તેણે વ્યંતરને હુકમ કર્યો કે: “મારા માટે ઉંચા માળવાળા એક સુંદર મહેલ તૈયાર કરી આપ.” વ્યંતરે તે તરત કરી આપ્યા. પછી તે ઘર માટે ધન, વસ્ત્ર, ધાન્ય, સુગંધી દ્રવ્યે, કપૂર વગેરે સર્વ વસ્તુએ લાવવાને તેણે હુકમ કર્યો, તે સર્વ વ્યંતરે લાવી આપ્યું. તેનું વચન ખરાખર સંભાળી રાખનાર શેઠે જ્યારે કાંઇ કામ બાકી રહ્યું નહિ, ત્યારે તે વ્યંતરને હુકમ કર્યો કે: “એક પર્વત જેટલા ઉંચા વાંસ લઈ આવ” તે તેવે વાંસ લઈ આવ્યે . શેઠે કહ્યું કે: “જ્યારે હું કાંઈ પણ કાર્ય કરવાનું ન આપું, ત્યારે તારે આ વાંસ ઉપર ચઢવા ઉતરવાનું સતત કાર્ય કર્યા કરવું.” Page #37 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરને છેતરનાર વિદ્ધની કથા ૨૭ વ્યંતરે હસીને કહ્યું કેઃ “તેં મને ખરેખરા છેતર્યા છે.' પછી શેઠને નમી ખમાવીને તે વ્યંતર સ્વસ્થાને ગયા. બુદ્ધિના ઉપયાગ કરવાથી ધારેલ કાર્ય સિદ્ધ થઇ શકે છે, અને પેાતાને કાઇપણ જાતનું લેખમ ખેડવું પડતું નથી. બુદ્ધિવાનને કાંઈપણ મુશ્કેલ નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ જs. એક ધૂર્તની કથા ૧૦ બુદ્ધિવાન પુરુષે ધૂર્ત માણસને જરા પણ વિશ્વાસ કરવો નહિ. વપુરમાં કુંતપાલ નામને રાજા હતા. તે વાંકા સ્વભાવવાળો હતો. તેની સેવા કરવા એક ગાયન કરનાર દેશાંતરથી દેવપુરમાં આવ્યું. રાત્રે શ્રુતિ, મૂર્ણન, તાન, ગ્રામ વગેરેથી સુંદર ગાયને તેણે ગાયા. રાજાએ કહ્યું કે “જાતિવાન ઘોડે તને બક્ષિશ આપીશ” તે સાંભળી તુષ્ટમાન થઈને તે ગયે. પછી તે હમેશાં ઘેડો માંગતો હતો, પણ તેને તે મળતું નહોતે. તેથી ક્રોધ કરીને તેણે કહ્યું કે “મહારાજ! ઘોડો કેમ આપતા નથી.” રાજાએ કહ્યું કે “તું ક્યા કારણને લીધે ઘડો માગે છે.” Page #39 -------------------------------------------------------------------------- ________________ એક યૂર્તિની સ્થા તેણે કહ્યું કેઃ “મેં સુંદર ગાયને સંભળાવીને તમારા કાનને આનંદ આપ્યું હતું, તેના બદલામાં ઘોડે માગું છું.” રાજાએ જવાબ આપે કે “મેં તે જ પ્રમાણે ઘોડે આપવાનું કહીને તારા કાનને સુખ આપ્યું છે, હવે શું માગ્યા કરે છે?” તે ગાના રાજાના તેવા શબ્દ સાંભળીને માથું ખંજવાળતા પિતાના સ્થાને ચાલે ગયે. Page #40 -------------------------------------------------------------------------- ________________ Gitt hill કે — - A -- કરીર શેઠની કથા ૧૧ સુખની પ્રાપ્તિ થયા છતાં, અત્યંત સુખની ઈરછા ન કરવી. તેમ કરવાથી પ્રાપ્ત સુખ પણ ગુમાવવું પડે છે, અને બીજાના હાંસી પાત્ર થવું પડે છે. રવીરપુમાં કેરક નામને એક શેઠ રહેતે હતે. તેને કમળા નામની પત્ની અને કરીર નામને એક પુત્ર હતો. આ પુત્ર યુવાન થયો ત્યારે એક સારા ઘરની સુંદર કન્યા સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. પિતાનું તેના ઉપર બહુ જ હેત હતું, અને તે માટે ધનવાન હતો. કહ્યું છે કે Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્નાન, વિલેપશ્રિત તેને તેને સમય કરીર શેઠની કથા ૩૧ ધનવંત પિતા તથા સ્વામી, દક્ષિણ દિશાને પવન, વિદ્વાનની દોસ્તી અને સ્ત્રીનો સંયોગ. આ વસ્તુઓ સંસારમાં સ્વર્ગથી પણ વધારે સુખ આપનાર છે.? આ પ્રમાણે સુખ ભેગવતે કરી ઘરના ધનની ગણતરી કે ઉપાર્જન કરવાની જરા પણ ચિંતા કરતો નહિ. દેવગુરુની ભક્તિ કે સેવા પણ કરતો નહોતો. પર્વના દિવસેએ તપસ્યા કરવાની તે તેને પડી જ નહતી. માત્ર સ્નાન, વિલેપન, ભેજન, પાન, પુષ્પશાચ્યામાં શયન, કર્ખરાદી સુગંધ મિશ્રિત તેને તથા સુગંધી દ્રવ્યોને ઉપગ વગેરે સમાચિત સુખમાં તે પિતાને સમય વ્યતીત કરતો હતે. તેની આવી વર્તણુંક દેખીને તેના પિતાએ એક વખતે ખાનગીમાં તેને સાચી હિતકારી શિખામણ આપી કેઃ “હે વત્સ! આપણે વાણીઆ, આપણું જીવન તે વ્યવહાર અને વ્યાપાર ઉપર નિર્ભર છે, તે બંને માટે ઉદ્યમ કરવું જોઈએ. તેથી અતિશય શરીર સુખમાં નિમગ્ન રહેવું એગ્ય નથી. કહ્યું છે કેઃ “ઇંદ્રિયને બહુ દબાવવી નહિ, તેમ તેને બહુ પંપાળવી પણ નહિ. અકાળ મરણના ઉન્માદરૂપ આ બંને અવશ્ય તજવા યોગ્ય છે.' કરીરે આ બધી શિખામણ અવજ્ઞાપૂર્વક સાંભળી. પછી શેઠની અવગણના કરીને તે ચાલે ગયે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 32 કથામંજરી શેઠને હૃદયમાં બહુ દુઃખ થયું, અને મૌન ધરી રહ્યા. એક દિવસે કરીરે મિત્રો સાથે વાત કરતાં પિતાને સંભળાવ્યું કે અરે ભાઈઓ! રાત્રે પુપિથી ભરેલી શય્યામાં સૂતા હતા, તેમાં પણ જાણે કે કેઈએ ખર્ગથી મને વીંધ્યો હોય તેવું મને દુઃખ થતું હતું.” આ વાક્ય સાંભળીને શેઠ બહુ જ ગુસ્સે થયા અને કરીને ઘરની બહાર કાઢી મૂક્યો. વળી તેણે પિતાના સગાંવહાલાંઓને કહેવડાવી દીધું કેઃ “આ કરી તમારે ઘેર આવે તે કેઈએ તેને ઊભે રહેવા દેવો નહિ.” કરીર ઘર બહાર નીકળ્યો, અને કાગડાના બચ્ચાની માફક આશ્રય વગરનો એક નગરમાં ભમવા લાગ્યું. તેના પ્રથમના વૈભવને જાણનાર ધૂર્ત માણસે તેના છિન્ન ભિન્ન વસ્ત્રાદિક દેખીને તેને ઉપહાસ કરવા લાગ્યા. નિર્ધન થઈ જવાથી તેને ભેજન પણ મળતું નહોતું. આ પ્રમાણે ભૂખથી પીડાવાને લીધે એક તેલ વેચનાર ઘાંચી પાસે જઈને તેણે કહ્યું કેઃ “ભાઈ! મને એક ખેળને કકડે આપ” તે બહુ નિર્દય હતે. કહ્યું છે કે જુગારી, કોટવાળ, ઘાંચી, માંસ વેચનાર, શિકારી, રાજા અને વૈદ્ય, આ સાતે જણ દયા રહિત હોય છે.' તે ઘાંચીએ કરીને કહ્યું કે: “જો તું ઘાણી ખેંચે અને મારા બળદને વિસામો આપે, તો તને ખાવા માટે Page #43 -------------------------------------------------------------------------- ________________ કરીર શેઠની કથા ખેળ આપું; નહિ તે આપીશ નહિ. તેણે તે પ્રમાણે કબુલ કર્યું. તેથી જ લોકેમાં કહેવત પડી છે કે, જે જે અવસ્થા આવી પડે છે, તે સર્વ શરીર સહે છે; ડાંખળીઓથી પુષ્પ દુભાય છે, અને કરીરને ઘાણી ફેરવવી પડે છે.” પુત્ર ઘાણ ખેંચે છે, તેવા લોકો પાસેથી સમાચાર સાંભળીને શેઠે ત્યાં આવીને તર્જના કરી કહ્યું કે “કેમ! તારે બધે ગર્વ ક્યાં ગયે? હજુ કાંઈ વિવેક આવ્યા છે કે નહિ.” દુખથી દુભાએ કરીર વિનય પૂર્વક પિતાના પગમાં પડ્યો અને ક્ષમા માગી. એટલે શેઠ તેને ઘેર લઈ ગયા. પછી ઘેર આવીને ત્રણે વર્ગની સાધના કરીને તેણે સારી રીતે ઘર કારભાર ચલાવવા માંડ્યો. છેવટે સર્વ સંગને પરિત્યાગ કરીને તે પરમપદને પ્રાપ્ત થયે. જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તેમાં આનંદ માનો અને તે પ્રમાણે વ્યવહારનાં સર્વ કાર્યો કરવાં. ધન, વિભવથી ફલાઈ જવું નહિ અને ફરજ તથા ધર્મથી વિમુખ થવું નહિ. KGRess Page #44 -------------------------------------------------------------------------- ________________ મૂઢ બ્રાહ્મણની કથા ૧૨ એ ક નગરમાં પશુ જેવી બુદ્ધિવાળા એક જડ બ્રાહ્મણ રહેતા હતા. તેની સ્રી કજીયાખાર હતી, અને તેણે ઘણાં સંતાનો હતા. તેએ મહા પરાણે પેાતાના જીવનનિર્વાહ ચલાવતા હતા. કોઇક વખત ભૂખ્યા પણ રહેવું પડતું હતું. તેમના વચ્ચે જીર્ણપ્રાય થઈ ગએલા હતા. ઘરનું આંગણું પડી ગયું હતું અને તે બ્રાહ્મણના શરીરમાં માત્ર હાડકાં રહેલાં હતાં. AF એક વખતે તે બ્રાહ્મણે ધનની પ્રાપ્તિ માટે એક સિદ્ધ પુરુષની બહુ સેવા કરી. તેની સેવાથી સંતુષ્ટ થઈને તે સિદ્ધ પુરુષે સ્મશાનમાં રહીને છ માસ સુધી ઉપવાસ, બ્રહ્મચર્ય તથા સૈાનપણે રહીને સાધી શકાય તેવા મંત્ર તેને આપ્યા. બ્રાહ્મણે વિધિ પ્રમાણે તે મંત્રની સાધના કરી. દેવતા પ્રત્યક્ષ થયે અને કહ્યું કેઃ વ્હે વત્સ! આ કંથા લઈ જા. સવારમાં હમેશાં તેને ભૂમિ ઉપર ખંખેરવાથી તને પાંચસેા રત્ના તે આપશે. પરંતુ આ કંથાને પહેાળી કરીશ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મૂદ બ્રાહ્મણની કથા નહિ, તેમ કરીશ તે તે કંથા ઉડી જશે.” તે કંથા લઈને બ્રાહ્મણે નગરમાં પ્રવેશ કર્યો. લોકેએ તેને પૂછયું કેઃ મહારાજ ! માથા ઉપર આ શું લઈને આવ્યા?” એટલે દેવતાએ આપેલી તે કંથા તે બધા લોકોને દેખાડવા લાગ્યો. લોકેએ કહ્યું કે સ્મશાનમાંથી તું આ લા છું, તેથી જરૂર તેને અનર્થ થશે.” આ પ્રમાણે બેલતા લોકો તે કથા જેવા માટે ખટપટ કરવા લાગ્યા. તે સમયે હૃદયની દુર્બળતાને લીધે બ્રાહ્મણે તે કંથા પહોળી કરી. જેવી તે કંથા પહોળી કરી કે તરત જ તે ઉડીને આકાશમાં ચાલી ગઈ. બ્રાહ્મણ તે તેવીને તેવી દરિદ્ર અવસ્થામાં ઘેર પાછો આવ્યો. ઘરવાળીએ આવી રીતે ખાલી હાથે તેને આવતે જોઈને પગ દેવાનું વાસણ તેના માથામાં મારી ઘરમાંથી કાઢી મૂક્યા, લોકોના વચન ઉપર બહુ વિશ્વાસ રાખી પિતાનો સ્વાર્થ ઘણા માણસો બગાડે છે. લોકો તો અનેક રીતે બોલનાર હોય છે માટે દરેક માણસે પોતાના સ્વાર્થનો વિચાર કરીને વર્તન રાખવાની જરૂર છે. 32. ગ્રી Page #46 -------------------------------------------------------------------------- ________________ સાળવીની કથા ૧૩ સ્ત્રીના કહેવા પ્રમાણે ધીર પુરુષોએ વર્તવું નહિ. દ્રિકા નામની નગરીમાં વિરક નામને એક સાળવી રહેતું હતું. તેને એક વખત ખાસ લાકડાની જરૂર પડવાથી તે જંગલમાં ગયો. ત્યાં તે એક મોટા ઝાડને કાપતે હતે, તે વખતે તે સ્થળે રહેનાર એક વ્યંતર દેવે તેને કહ્યું કે “અરે ભાઈ! આ મારા રહેવાના સ્થળરૂપ વૃક્ષને તું છેદીશ નહિ. તને હું તારી ઈચ્છા મુજબ તારે જે જોઈએ તે આપીશ, તારે જે જોઈએ તે માગ.” આ પ્રમાણેની વ્યંતરની વાણી સાંભળીને સ્ત્રીને વશ રહેનાર તે સાળવી બેલ્યો કેઃ “શું માગવું તે હું મારી સ્ત્રીને પૂછીને જણાવીશ.” પછી તે ઘેર ગયો. અને સ્ત્રીને પૂછયું કેઃ “હે પ્રિયતમા! મને વ્યંતરે આ પ્રમાણે કહ્યું છે, માટે મારે શું માગવું?” Page #47 -------------------------------------------------------------------------- ________________ સાળવીની કથા સ્ત્રીએ વિચાર કર્યો કેઃ “જ્યારે પુરુષ પાસે લક્ષ્મી વધે છે, ત્યારે તે પહેલાનાં મિત્ર, સ્ત્રી અને ઘર, એ ત્રણ વસ્તુઓને ત્યાગ કરે છે તે સત્ય છે, માટે જે આની પાસે લક્ષમી થશે તો તે જરૂર રૂપ, યૌવન તથા લાવણ્યથી મને હર સ્ત્રીઓ પરણશે, તેઓમાં લીન થઈ જશે અને મારું યૌવન વીતી ગએલું હોવાથી દાસીની માફક મને અપમાનિત કરીને તજી દેશે. તેથી માત્ર આજીવિકા જેટલું જ પ્રાપ્ત થાય તેવી માગણી કરાવું.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પતિને કહ્યું કે “હે પ્રિયતમ! આપણે મોટી રાજ્યલકમીનું શું કામ છે? તમે શાળ ચલાવીને શરીર સારું હોય ત્યારે બે સેના મહેર પેદા કરે છે, તે તેના કરતાં દેવ પાસે તમારું શરીર બમણું થાય તેવી માગણી કરો.” તે મૂર્ખ સાળવી પણ તે જ પ્રમાણે કબુલ કરીને દેવની પાસે ગયે અને કહ્યું કેઃ “મારું શરીર છે તે કરતાં બેવડું થાય તેમ કરે.” તે પ્રમાણે તેનું શરીર બેવડું થયું, અને તે વનમાંથી ઘર તરફ ચાલ્યો. જ્યારે કિલાના દરવાજા પાસે આવ્યું, ત્યારે તેને જોઈને લેકે એકઠા થઈ ગયા અને કહેવા લાગ્યા કે “અરે આશ્ચર્ય! આશ્ચર્ય! આ કેઈ વિકૃત આકૃતિવાળે રાક્ષસ નગરના લેકેને ખાવા માટે આવે છે, માટે તેને મારી નાખે, મારી નાખે.” પછી એકઠા થએલા લોકોએ લાકડી, મુઠી, પાષાણ વગેરે વડે તેને કુટી કુટીને મારી નાખે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કથામંજરી સ્ત્રીઓની બુદ્ધિ બહુ તુચ્છ હોય છે. તે માત્ર પિતાના સ્વાર્થ પૂરતો જ વિચાર કરી શકે છે. માટે દરેક ડાહ્યા માણસે પોતાને લાભ થશે કે ગેર લાભ થશે તે બાબતનો વિચાર કરીને દરેક કાર્ય કરવું જોઈએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ એક શેઠની કથા ' ૧૪ જે કાર્ય બુદ્ધિથી મનુષ્યને સિદ્ધ થાય છે, તે બળથી સિદ્ધ થતું નથી. હરલપુર ગામમાં કુદત નામને શેઠ રહેતું હતું. તે વિશુદ્ધ ધર્મ બુદ્ધિવાળ, નીતિમાન, અને લોકેની સેવા કરવામાં તત્પર હતા. તેને પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, ભાણેજ વગેરેનું મેટું વિશાળ કુટુંબ હતું. એક વખતે રાજાની મહેરબાની મેળવી ચૂકેલા ગવૈયાઓને શેઠના ઘરની નજીકમાં રહેવાને હુકમ મળ્યો. . પછી સવાર, સાંજ અને આ દિવસ બહુ ઉંચા શબ્દો વડે તેઓ આલાપ કરતા હતા અને કરાવતા હતા. હમેશાં માટે કેલાહલ તેથી થતો હતો, તે આલાપથી આકર્ષાએલા તે શેઠના કુટુંબમાંથી, પુત્રવધુ, પુત્રીઓ વગેરે શ્રવણંદ્રિયના લેલુ પીપણાથી તે સ્થળે જ હરણીયાઓની જેમ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કથામંજરી આવજા કરતા હતા. તેને લીધે ઘરનાં કાર્યો પણ વારંવાર બગડતા હતા. શેઠ તેઓને નિષેધ કરતે હતો, પરંતુ કર્ણદ્રિયની લેલુપતાથી શેઠની આજ્ઞાને પણ તેઓ અનાદર કરતા હતા. આમ થવાથી શેઠે વિચાર્યું કેઃ “આ ગવૈયાઓ રાજમાન્ય છે, તેઓ ગાતા હોય ત્યારે તેમને મારાથી બંધ કરાય કેવી રીતે? મારા કુટુંબીજને પણ મારી આજ્ઞાને અનાદર કરવા લાગ્યા છે, ગીતવિદ્યા ધૂર્તપણાની સહચારિણી છે, તેથી જરૂર આ સ્ત્રી વર્ગનાં તે પરિણામે શિયળનો નાશ કરનાર થશે. તેથી પાણી આવતાં પહેલાં જ પાળ બાંધવી ઉત્તમ છે.” આવો વિચાર કરીને તેણે પિતાના ઘરની નજીક એક મોટું દેવમંદિર કરાવ્યું ને તેમાં મૂર્તિની સ્થાપના કરાવી. પછી મેટું ભંટણું લઈને તે રાજા પાસે ગયે. રાજાએ બહુમાન આપીને કહ્યું કેઃ “શેઠ! મારું કાંઈ કામ હોય તે સુખેથી કહો. કાંઈ માંગવું હોય તે માગે.” શેઠે કહ્યું કેઃ “સેવકના ઈચ્છીત પૂરવામાં કલ્પવૃક્ષતુલ્ય હે સ્વામી! મેં એક દેવમંદિર કરાવ્યું છે, તે સ્થળે જે આપની મંજુરી હેય તે વિચિત્ર ગાન, નાદ, ઝંકાર અને ઘંટ, નગારા વગેરેના શબ્દો વડે ત્રણે કાળ સંગીત કરાવું” રાજાએ કહ્યું કેઃ બહુ ખુશીથી વાજીંત્રો વગાડે. તેમ કરવામાં જે નિષેધ કરશે તેના ઉપર ગૃહદેવતા કે પાયમાન થશે એમ સમજજે.” તે વાત ગવૈયાઓએ અને બીજા બધાએ સાંભળી. Page #51 -------------------------------------------------------------------------- ________________ એક શેઠની કથા પછી શેઠ હમેશાં, ભેરી, ઝલરી, ઝાંઝ, વગેરે બહુ જોરથી વગડાવીને ગવૈયાઓનાં કાન ફાડી નાખે એવી રીતે વાજીંત્રો વગડાવા લાગે. આ પ્રમાણે થવાથી ગધેયાએ કંટાળ્યા. તેમના ધંધામાં મંદતા આવી, તેથી તરત જ બીજું ઘર લઈને, તેઓ ત્યાંથી રવાના થઈ ગયા. શેઠ પછી સુખેથી કાળ નિર્ગમત અબાધિતપણે ત્યાં રહ્યો. ઘણી વખત જે કાર્ય કળથી થાય છે, તે બળથી થતું નથી. બળને ઉપયોગ કરવા કરતાં બુદ્ધિને ઉપયોગ કરવો તેમાં જ મહત્તા છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ = R = == S = = -- - -- - - સેવક અને સ્વામીની કથા ૧૫ સેવાના ફળને નહિ આપનાર સ્વામી નોકરો પાસે પણ હાંસીપાત્ર થાય છે.? કિલપુરમાં ભદ્રશાળ અને ચંદ્રશાળ નામના બે મંત્રી પુત્રે સર્વ વિદ્યામાં કુશળ અને બાળ મિત્રો હતા. ભદ્રશાળ અવારને જાણનાર હતો, અને ચંદ્રશાળ અવસરે શું બોલવું તે જાણતા હત; અને બેલ્યા પ્રમાણે અમલ કરનાર હતો. એક વખતે પોતાનું ધન ખલાસ થઈ જવાથી, અમરપુરમાં દેવાનંદ રાજાની નોકરી કરવા માટે બંને ગયા. પ્રધાન પુરુષ દ્વારા તેઓ રાજાને મળ્યા, અને તેની યથાવિધિ સેવા કરવા લાગ્યા. રાજાની પાસે બંને હાથની અંજલિ જેડીને તેઓ ઊભા રહેતા હતા, અને તેના હૃદયના વિચાર જાણી લઈને તે પ્રમાણે કાર્ય કરતા હતા. રાજાની જેના ઉપર પ્રીતિ હેય તેના ઉપર પ્રેમ, અને રાજાને WWW Page #53 -------------------------------------------------------------------------- ________________ સેવક અને સ્વામીની કથા ૪૩ જેના ઉપર દ્વેષ હોય તેના ઉપર દ્વેષ રાખતા હતા. પગલે પગલે રાજાના સ્તુતિ વચન બોલતા હતા. રાજા આગળ અતિ અલ્પ મૂલ્યવાળે વેષ પહેરતા હતા. જનાનામાં રહેનારા લોકોની બાબતમાં મૌન ધારણ કરીને રહેતા હતા, અને સ્વામીને પસંદ હોય તેવી કળા કેળવવામાં કુશળતા દર્શાવતા હતા. આ પ્રમાણે રહેતાં ઘણે સમય વીતી ગયે, તો પણ રાજાએ તેમને એક વસ્ત્રને ટુકડે પણ આવે નહિ. માત્ર વારંવાર સફેદ ચારદાંત ઉઘાડીને તે પ્રમુદિત થઈને આનંદ પ્રદશિત કરતું હતું. તેથી તે બંને બહુ ખિન્ન થયા. એક દિવસ રાજા અશ્વકીડા કરવા બહાર નીકળ્યો. તેઓ બંને પછવાડે ચાલતા હતા. લશ્કર પાછળ પાછળ ચાલ્યું આવતું હતું. તે વખતે ઘેડાએ રાજાને પછાડ્યો. રાજાના આગળના ચારે દાંત ભાંગી ગયા. આ સમયે અવસર જાણનાર ભદ્રશાલે ચંદ્રશાલને કહ્યું કે “અરે મિત્ર! આપણે આપણા સ્વાર્થ માટે રાજાને ફરીથી વિનંતિ કરીએ. હે અવસરચિત બેલવામાં ચતુર! આ બેલવાને સમય છે. જે ધ્યાનમાં આવે તો કાંઈક બેલ” આ પ્રમાણેનાં વચન સાંભળીને અંજલિ જોડીને ધૂળથી ખરડાએલા, માથાને જેને મુકુટ પડી ગયે છે તેવા, દીનપ્રાય થઈ ગએલા રાજાની પાસે આવીને ચંદ્રશાલ બે કેઃ “હે દેવ! કૃપા કરે અને હવે અમને જવાની રજા આપે.” Page #54 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી રાજાએ કહ્યું કે: “તમે શા માટે જવાની ઇચ્છા કરે છે?” ૪૪ ચંદ્રશાલે કહ્યું કે: “મહારાજ! મેગરાના પુષ્પ જેવા ઉજ્વલ, હાસ્ય દર્શાવનાર આ તમારા ચાર દાંતની આટલા વખત સુધી અમારે આશા હતી; હમણાં અમારા પૂર્વ દુષ્કર્મના દોષથી જેની દયા ઉડી ગઈ છે તેવા વિધિએ અમારી તે આશાનેા પણ નાશ કર્યાં છે. હવે અમે અહીં રહીને શું કરીએ? હવે અમને ખીલકુલ આશા રહી નથી.” આ પ્રમાણેનાં વચના સાંભળીને રાજા ઝંખવાણા પડી ગયા. પછી તેઓને તેમની નાકરીનેા સારી રીતે બદલા આપ્યા. બુદ્ધિશાળી માણસ અવસરના લાભ ખરાખર લઈ લે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪ - - - - - 5 . -- 3 ખરા આળસુની કથા ૧૬ જેઓ પુષ્કળ આળસુ હોય છે, તેઓ શરીરની પણ દરકાર કરતા નથી.” કક ગામમાં રાજા બહુ દયાળુ હતો. તેણે ઢંઢેરે. પીટાવ્યું કે જે રાંક આળસુ હશે તે સર્વને અમારા તરફથી ખાવાનું તથા પહેરવાનું પૂરું પાડવામાં આવશે.” તે સાંભળીને સર્વ લોકે “હું આળસું છું, હું પણ આળસું છું.” તેમ કહેતા એકઠા થઈ ગયા. રાજા તે બધાને ભેજન આપતો, વસ્ત્ર આપતો અને મકાનમાં રાખતે હતો. તેમ કરતાં કરેડે આળસુ લોકે ભેગા થઈ ગયા. તે બધાને નકામું ખવરાવવું પડતું હતું, તેથી રાજા અને પ્રધાન વગેરે કંટાળી ગયા. “જે ખરા આળસુ હોય તેનું જ આપણે પિષણ કરવું, બીજાને કાઢી મૂકવા” તેવી બુદ્ધિથી તે જ્યાં રહેતા હતા તે મકાનને આગ લગાડી. તેથી તે મકાને મળવા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ કથામંજરી લાગ્યા. જ્યારે આગ સર્વત્ર ફેલાણી ત્યારે બધા આમતેમ નાસવા લાગ્યા. પરંતુ તેમાં એક મામેા-ભાણેજ હતા, તેઓ બંને જણા ત્યાંથી ખસ્યા નહિ. તેઓ રહ્યા હતા તે મકાન પડવા માંડયુ, તે પણ પડીશ નહિ, પડીશ નહિ' તેમ ખેલ્યા, પણ ત્યાંથી ઊભા થયા નહિ. એટલે તે બંને જણાને રાજાના માણસોએ બચાવી લીધા. ગુપ્તચરાની પાસેથી તે વાત રાજાએ જાણી કે: “માત્ર આ બે જણા ખરા આળસુ છે અને દયાને પાત્ર છે.” રાજાએ તે બંને જણાને જીવ્યા ત્યાં સુધી યા લાવીને પાળ્યા, અને બીજા બધાને કાઢી મૂક્યા. આળસ તે મનુષ્યના ખરેખરો શત્રુ છે. આળસથી શરીરની શક્તિના પણ નાશ થાય છે. આળસુ માણસનું જીવન નકામું જ છે. માટે આળસ છેડીને ઉદ્યમ કરવા જોઇએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ' 'Pર છે.' એક આચાર્યની કથા ૧૭ ગુપ્ત કહેવા લાયક વાક્ય હોય તે ઉચ્ચ સ્વરે કદિ બોલવું નહિ. “કિ ઉપાશ્રયમાં એક ગુણવાન આચાર્ય મહારાજ પરિવાર સહિત રહેતા હતા. તે લેકેને ઉપદેશ આપતા હતા, અને શુદ્ધ આહાર વાપરતા હતા. એક વખતે તેઓ ઉચ્ચ સ્વરે શિષ્યોને અભ્યાસ કરાવતા હતા તે વખતે યોનિપ્રાભૂત ગ્રંથનું રહસ્ય સમજાવતાં તેમણે કહ્યું કે “હે શિળે! અમુક અમુક ઔષધિઓ ભેગી કરીને તેનું મિશ્રણ કરવાથી પાણીની ચેનિમ જનમનાર મોટા પ્રમાણવાળા ઘણુ નવીન માછલાંઓ ઉત્પન્ન થાય છે.” આ રહસ્ય બહુ ઉંચા સ્વરે સમજાવતાં ઉપાશ્રયની પછવાડેની ભીંત પાસે થઈને ચાલ્યા જતા એક માછીમારે સાંભળ્યું, અને બુદ્ધિના બળથી તેણે તે બરાબર યાદ રહી ગયું. તે ઔષધે તેણે એકઠા કર્યા, અને પાણીથી ભરેલા સરોવરમાં તે મિશ્રણ નાખ્યું, એટલે તેમાં ઘણા મોટા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કથામંજરી માછલાંઓ ઉત્પન્ન થયા. તે પ્રયોગ તેની જાણમાં આવવાથી તે બહુ આનંદિત થયે; અને તે પ્રયોગ વડે તે તે પ્રમાણે હમેશાં કરવા લાગ્યો. તેમજ તે માછલાંઓ વેચીને પિતાની આજીવિકા ચલાવવા લાગ્યો. આચર્ય તે તે સ્થળેથી બીજે વિહાર કરી ગયા. ઘણે વખત વીતી ગયા પછી પાછા વિહાર કરતાં કરતાં તે જ સ્થળે આવ્યા. તે આચાર્યને તે સ્થળે આવેલા જાણીને, પેલો માછીમાર સેનામહોરોને થાળ ભરીને તેમની પાસે આવ્યું. અને તેમની પાસે બેસીને પ્રાર્થના કરી કે મહારાજ! આ ગ્રહણ કરે, ગ્રહણ કરે. મારા ઉપર આટલી અવશ્ય કૃપા કરો.” આચાર્ય મહારાજે પૂછ્યું કે તું કેણ છે? અને આ ભેટ શેની છે?” માછીમારે કહ્યું કેઃ “પહેલાં આપ જ્યારે અત્રે બિરાજમાન હતા, ત્યારે શિષ્યોને ભણાવતી વખતે આપ માછલાં ઉત્પન્ન કરવાનું મિશ્રણ શિષ્યને શીખવતા હતા, તે મેં રસ્તે જતાં સાંભળ્યું હતું, પ્રયાગ કરતાં તે મિશ્રણની મને ખાત્રી થઈ હતી. મેં બીજા કોઈને તે શીખવ્યું નથી. મેં મહેનત વગર તેનું ઘણું ફળ મેળવ્યું છે, તેથી ભક્તિ વડે આપ મારા વિદ્યાગુરુ હોવાથી, આ ભેટ લઈને આ છું.” આચાર્ય મહારાજે મનમાં વિચાર કર્યો કે “સાવધકારી કાર્યમાં સહાય આપનાર મને ધિક્કાર છે!” પછી કૃત્રિમ હાસ્ય કરીને તેમને તે માછીમારને કહ્યું કેઃ Page #59 -------------------------------------------------------------------------- ________________ એક આચાર્યની કથા “અમે નિગ્રંથ સાધુ છીએ, તેથી તારું ધન ગ્રહણ કરીશું નહિ. પણ તે વિનયી અને કૃતજ્ઞ છે, તેથી વિશેષ મેટા માછલાંઓ ઉત્પન્ન થાય તેવું મિશ્રણ હું તને બતાવું છું.” તે સાંભળીને તે બોલ્યો કેઃ “બહુ મેટી મહેરબાની કરી.” એમ કહીને મસ્તક નમાવ્યું. પછી જે ચૂર્ણ પાણીમાં નાખવાથી તરત જ સિંહની ઉત્પત્તિ થાય, તેનું ચૂર્ણ આચાર્ય મહારાજે તેને દેખાડવું. વિશેષ અધિકરણની અને હિંસાની વૃદ્ધિ ન થાય તેવા આશયથી બુદ્ધિવત મનુષ્ય પણ પ્રાણાતિપાતાદિકથી થતી વિરાધનાને માર્ગ અંગીકાર કરે છે. સાવદ્ય આરંભને અંત તે મોટું કાર્ય છે. આચાર્યશ્રીએ મારી ભક્તિથી પરમ તુષ્ટમાન થઈને મેટા મોટા માછલીઓ બનાવવાના ચૂર્ણની ઔષધિને પ્રયાગ મને બતાવ્યું.” તેવા વિચારથી અત્યંત આનંદ પામતે તે માછીમાર પિતાના ઘેર ગયો, અને આચાર્યશ્રીના કહેવા પ્રમાણે ઔષધિઓ ભેગી કરી. પછી મોટા સરોવરના પાણીમાં તે ચૂર્ણ નાખ્યું કે તરત જ તેમાંથી સિંહ ઉત્પન્ન થયે, તેણે તે માછીમારને મારી નાખે; એટલે તેનાથી થતી સાવદ્ય આરંભની વૃદ્ધિ બંધ થઈ. આ કારણથી જ પાપકારી ગુપ્ત રહસ્ય ઉંચેથી ઉચ્ચાર કરવાની મનાઈ કરવામાં આવેલી છે. ગમે તેવી ગુપ્ત વાત પણ ચાર કાને જતાં પ્રગટ થઈ જવાનો ભય રહે છે. ભીંતને પણ કાન હોય છે, એમ કહેવાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ કુંભારના મિથ્યા દુષ્કતની કથા ૧૮ કિ ગામમાં એક કુંભાર રહેતું હતું. તે જૈન ધર્મ પાળતો હતો. તેના મકાનમાં ઘણા શિષ્યોથી પરવારેલા એક આચાર્ય રહેતા હતા. તેઓના શિષ્ય સમુદાયમાં એક નાને સાધુ બહુ રમતિયાળ હતે. તે હાથને અંગુઠો તથા આંગળીને એકઠી કરીને કાંકરા ફેંકીને કુંભારનાં માટીનાં વાસણે ફેડી નાંખતો હતો. ' કુંભારે તેને તેમ કરતા દેખીને વાર્યો. નાના સાધુએ કહ્યું કે “મિચ્છામિ દુકકડમ” આ પ્રમાણે કહીને પાછો તે પ્રમાણે જ કરવા લાગે. કુંભારે વાર્યો. ત્યારે કહ્યું કેઃ “મિચ્છામિ દુક્કડમ” આ પ્રમાણે ચાર પાંચ વખત કર્યું. તે દેખીને કુંભારને મનમાં દુઃખ ઉત્પન્ન થયું. પછી તે એક મોટે કાંકરે હાથમાં લઈને, તે નાના Page #61 -------------------------------------------------------------------------- ________________ કુંભારના મિથ્યા દુષ્કતની સ્થા સાધુના કાન ઉપર ઘસવા લાગ્યા. તેથી નાને સાધુ બને થઈને બૂમ પાડવા લાગ્યો. કુંભારે કહ્યું કેઃ “મિચ્છામિ દુક્કડમ” અને તે પ્રમાણે વારંવાર ઉંચા સ્વરે કહેવા લાગ્યો. ગુરુએ ત્યાં આવીને પૂછયું કેઃ “આવું કાર્ય કરે છે, અને મિથ્યા દુષ્કૃત આપે છે તેનું શું કારણ? તેને શો અર્થ?” કુંભારે કહ્યું કે “જે આ નાને સાધુ જૂઠું બોલે છે, તેવો હું પણ જૂ હું બેલનારો છું.” તેમ કહી તે નાના સાધુને મૂકી દીધું. ત્યારથી કુંભાર અને નાના સાધુને “મિચ્છામિ દુક્કડમ' શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ થયે. સામાનું મન દુભાય તેવું કાર્ય ક્ય કરવું, અને ભૂલની માફી માગવી; તે માફી માગવાનો કાંઈ અર્થ નથી. માફી માગતાં ફરી તેવું કાર્ય નહિ કરવાને મનમાં નિશ્ચય કરવો જોઈએ. -- કેમ છે Page #62 -------------------------------------------------------------------------- ________________ વાણીયા અને ભિખારીની કથા ૧૯ “ડાહ્યા માણસે ગર્વથી કોઈની સાથે વૈર બાંધવું નહિ.” રૂવિંદપુરમાં કલહંસ નામને એક શેઠ રહેતે હતિ. 'તેની પાસે ઘણી સમૃદ્ધિ હતી. એક દિવસે તેના ઘેર કોઈ મહોત્સવ પ્રસંગે મોટે જમણવાર હતું, અને તે જમણવારમાં જમવા ઘણા માણસે આવ્યા હતા. તે વખતે એક ભિખારી ભીખ માગવા તેના ઘેર આવ્યા. શેઠે પાસે ઊભેલી પત્નીને કહ્યું કેઃ આને ભિક્ષા આપ.” તેણી આપવાની વસ્તુ લઈને તે ભિખારીની સમુખ ગઈ. દિવ્ય રૂપ અને લાવણ્યવાળી, સુંદર અવયથી અતિ મનહર લાગતી, તે શેઠની પત્ની જોઈને તેને જ વિચાર કરતો જાણે અંધ હોય, બહેરો હોય, મુંગે હોય, જડ હોય, પત્થર જે નિષ્ટ હોય, તેમ તેનામાં એક મનવાળે તે થઈ ગયે. મનમાં તેનું જ ધ્યાન ધરત Page #63 -------------------------------------------------------------------------- ________________ વાણીયા અને ભિખારીની કથા ૫૩ અને તેને જ સામું એક દષ્ટિએ જોતે તે ભીખ માગવાનું પણ ભૂલી ગયો. શેઠની પત્નીએ કહ્યું કે “આ ભિક્ષા લે” પણ તે શૂન્ય મનવાળો થઈ જવાથી જાણે કે કાંઈ જાણતું જ ન હોય તેમ ઊભે રહ્યો, અને જરા પણ હાલ્યા ચાલ્યા વગર એક નજરથી તેની સામું જોવા લાગ્યો. તેની તેવી સ્થિતિ દેખીને કલહંસ શેઠ કોષે ભરાયે અને તેને કહ્યું કેઃ “અરે ભિક્ષુક! આ મારી પત્ની સામે આંખે ફાડીને તું જોયા કરે છે, તે શું તારે એને લઈ જવી છે?” તે સાંભળીને સ્મૃતિ પ્રાપ્ત કરીને ચિતન્ય આવવાથી તે બેલ્યો કેઃ “શેઠ! આવું વિપરીત કેમ બોલે છે? હું એવું અત્યાર સુધી ધારતો નહોતો. પરંતુ હવે તે તમારી આ પત્નીને લઈને જ હું જઈશ; તે લઈને જતાં જો તમે મને રેકશે તે અન્ન તથા પાને ત્યાગ કરીને અહીં તમારા ઘરના દ્વાર આગળ જ હું મૃત્યુ અંગીકાર કરીશ.” આ પ્રમાણે વજ જેવી દૃઢ પ્રતિજ્ઞા કરીને કેડ બાંધીને ભીંતને ટેકે લઈને તે તે સ્થળે લાંઘણ કરવા બેઠે. તેને ઉઠાડવાને કઈ શક્તિમાન થયું નહિ. તેણે તે મરણને નિશ્ચય કરેલ હતું. સ્વજને જમવા એકઠા થયા હતા, તે થાકી થાકીને પોતપોતાના ઘેર ગયા. કદાગ્રહ અને કોધથી તે ભિખારી તે સ્થળેથી જરાએ ખસ્યો નહિ. આ પ્રમાણે તેણે પંદર લાંઘણ થઈ. તેના શરીરમાં માત્ર ચામડી અને હાડકાં રહ્યાં, તે પણ તેનામાં દીનતાની જરાયણ નિશાની દેખાતી નહોતી. ઉઠાડવાને તો સ્વજને “ર ગયા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કથામંજરી શેઠે વિચાર્યું કે “આ નકામે વૈર-વિરોધનો ઉદય થ. આ ભિખારીનું હવે મૃત્યુ નજીક આવ્યું છે. મારા સર્વરવને નાશ થાય તો પણ અધમપણાના પ્રસંગને લીધે હું મારી પત્ની તેને આપી શકું તેમ નથી. તેથી જે કદાચિત્ આ અહીં મરણ પામશે, તો તેના મરણનું કલંક ચઢાવીને સ્વજને મને જ્ઞાતિ બહાર કરવાનો પ્રયત્ન કરશે અને રાજા દંડ લેશે. વળી મારી સાથે વિરોધ કરનારા ઘણા હોવાથી તેઓ મને નિષ્કલંકિત ગણશે કે નહિ તે બાબતની મને શંકા છે. તેથી પ્રથમ તે બધાને અભિપ્રાય જાણી લઈને પછી યોગ્ય કરું.” આવો વિચાર કરીને તે પોતાની જ્ઞાતિના આગેવાનોના ઘેર ગયો. તેમની પાસે જઈને કહ્યું કેઃ “અરે ભાઈઓ! તમે જાણે છે કે મારી પત્નીને ગ્રહણ કરવાના દુરાગ્રહથી એક અન્યાયી ભિક્ષુક મારા આંગણામાં લાંઘવા બેઠે છે.” તેઓએ જવાબ આપે કેઃ “બરાબર છે.” શેઠે કહ્યું કેઃ તે હાલ મરણ પામે છે, તે શું કરવું?” તે સાંભળીને કેટલાક આગળના વૈરવાળા, કેટલાક વિનસંતોષી, કેટલાક અદેખા અને કેટલાક લેભી હતા, તેઓ ઍલ્યા કેઃ “અરે કલહંસ! જે તે ભિખારી આંગણામાં મરી ગયે હશે, તે તને પંક્તિભેદ કરી જ્ઞાતિબહાર કરીશું.” કલહંસે કહ્યું કેઃ “તે તેના દુરાગ્રહથી મરી ગયે તેમાં મારો શું દેષ!” પણ તે બધાએ તે કાંઈ સાંભળ્યું નહિ. માત્ર પ્રથમની માફક જ કહેવા લાગ્યા. જ્ઞાતિજનોની Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વાણીયા અને ભીખારીની કથા ઈચ્છા જાણી લઈને, પછી તે કેટવાળ તથા મહા અમાત્ય વગેરે અધિકારીઓ પાસે ગયે, તો તે બધાંએ પણ તેવો જ પ્રત્યુત્તર આપ્યું. તેઓ પણ લેભઆ થઈને તેનો દંડ કરવાને ઇચ્છતા હતા. કહ્યું છે કે “ધનવાન ઉપર બધા લેકે અદેખાઈવાળા હોય છે, અને તેની પાસેથી ધન કઢાવવા પ્રયત્ન કરનારા હોય છે. આ લેભને ભ મૂકનાર તો કઈ વિરલા જ હોય છે.” આ પ્રમાણે જ્ઞાતિજનોનો અને અધિકારીઓનો ભેદ પામી જઈને તે કલહંસે બધા લોકોને એકઠા કરીને તે ભિક્ષુકને કહ્યું કેઃ “મહેરબાની કરીને આ મારી પત્નીને ગ્રહણ કર, ને તેને લઈ જા.” તેમ કહી તેને અર્પણ કરી. તે સંતુષ્ટ થયા, તેને કોઈ સમી ગયો અને તે બે કેઃ “સારું થયું, તારે ગર્વ ઉતર્યો, તું હવે નગ્ન થે. મારે તે તારી પત્ની બહેન સમાન જ છે, મારે તેની જરૂર નથી; તારો ગર્વ ઉતારવાનું જ મારે તે કામ હતું.” એમ કહીને તે સ્થળેથી ઉઠીને તે ચાલ્યો ગયો. ત્યાર પછી કલહંસે જ્ઞાતિજનોને અને રાજ્યના અધિકારીઓને કહ્યું કેઃ “મેં તમારું રહસ્ય જાણી લીધું. લોકોને મોટે ભાગ વાણીમાત્ર વડે જ મધુર હોય છે; પણ કામ પડે ત્યારે સહાય આપે તે નથી હોતે.” લેકે તે સાંભળીને લજજા પામીને પિતપતાના સ્થાને ચાલ્યા ગયા. શેઠે વિચાર્યું કે “જ્ઞાનામૃતની ઉર્મિઓથી તૃપ્ત થએલ યેગી જ ખરેખર કૃતકૃત્ય છે, જે મનુષ્ય તવ જાણનાર Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કથામંજરી ન હોય તે કાંઈ પણ કર્ત્તવ્ય કરી શકતા નથી. તે સંસારની ઉપાધિઓ ભાગવે છે ને તેમાં આથડ્યા કરે છે.” આ પ્રમાણે વિચારીને સર્વ સંગના ત્યાગ કરીને તે ચેાગી થઇ ગયા અને અંતે પરમપદ પ્રાપ્ત કર્યું. Page #67 -------------------------------------------------------------------------- ________________ , RJIBIlllllli ul, " L JulyHANulla કંજુસ શેઠની કથા કંજુસાઈથી ભેગા કરેલા દ્રવ્યને ભેગવનાર અન્ય હોય છે, અને ભેગું કરનાર તો કેવળ પાપને ભાગીદાર જ થાય છે.” કદકલિકા નામના નગરમાં એક કુરબંક નામને શેઠ ૦ રહેતું હતું. તે બહુ ધનવાન હોવા છતાં, જીવને મહા કંજુસ હતે. તે શરીરે સુકલકડી જેવ, અપ્રિય બેલનારો, નિÚર હદયવાળે, પ્રેમની વાતોથી દૂર ભાગનારે, સંતોષ અને ક્ષમાથી રહિત, તદ્દન લુખું ખાનાર, સ્વજનેને ઠેષી, નાન પણ પૂરું નહિ કરનારે હતો. તેણે પુષ્કળ સેનું, માણેક તથા રત્નાદિને સંગ્રહ કર્યો હતો. એક દિવસ તે ભેગું કરેલું દ્રવ્ય એક ચરૂમાં ભરીને માથે ઉપાડીને બહારના ઉદ્યાનની ભૂમિમાં દાટી દેવા માટે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ થામંજરી રાત્રે તે એકલો નીકળ્યો. ત્યાં જઈ એક સ્થળે ખાડો ખાદી ધન દાટયું અને ઉપર બરાબર નિશાનીઓ કરી. પછી ચારે બાજુ બરાબર જેવા છતાં પણ તેને કઈ હોવાની શિકા પડી, તેથી તેણે વિચાર્યું કે અહીં આવેલા નજીકમાં દેવમંદિરમાં રહેલા કેઈએ મારે ખાડો ખોદવાને અવાજ સાંભળ્યો હોય તે શું થાય? તેથી હું વધારે બારીકાઈથી નિરીક્ષણ કરું.” આ વિચાર કરી તે પાસેના દેવમંદિરમાં ગયે. તે દેવમંદિરમાં એક ધૂર્ત શિરોમણું પરદેશી ભિક્ષુક સાંજરે આવીને સૂતો હતે. તેણે એકાંતમાં રાત્રે ખાડે ખેદાવાને અવાજ સાંભળ્યો હતો. તેણે જાણ્યું કેઃ “જરૂર અહીં કોઈ નિધાન દાટવા આવેલ છે.” શેઠ તે દેવમંદિરમાં ગયે, ત્યારે તેણે તે ભિક્ષુકને જે. બાળપણથી વનમાં રહેલ હોવાથી શ્વાસ રૂંધવાની કિયા તે જાણતો હતે; તેથી મડદાની માફક શ્વાસ રૂંધીને તે સૂઈ રહ્યો. શેઠે તેણે દીઠો, પણ અંધારું હેવાને લીધે અને નાડીના ધબકારા જાણવાના જ્ઞાનના અભાવે તેને શ્વાસ લેતે નહિ દેખી તેને મરણ પામેલ જોઈને, તેની નાસિક તેણે છેદી નાંખી, પણ પેલે ધૂર્ત ભિક્ષુક જરા પણ હાલ્ય ચાલ્યા નહિ. પછી તેણે તેના કાન કાપી નાખ્યા, તે પણ તેણે જરાએ સળવળાટ કર્યો નહિ; તેથી તેણે નિશ્ચયથી મરણ પામેલે જાણીને તે પિતાને ઘેર ગયો અને સૂઈ ગયે. - શેઠના ગયા પછી પેલે ભિખારી ધીમે ધીમે ઉઠીને પહેલાં અવાજ આવતું હતું તે સ્થળે પહોંચી ગયો, અને Page #69 -------------------------------------------------------------------------- ________________ કંજુસ શેઠની કથા ૫૯ ખાડે છેદીને બધું ધન તે સ્થળેથી કાઢી લઈ તે સ્થળે તેવી નિશાનીઓ ફરીથી કરીને, તે જ રાત્રે તે ધન બીજા સ્થળે તેણે દાટી દીધું અને થોડુંક દ્રવ્ય સાથે લઈને, વેશ્યાના ઘેર જઈ તે ભેગવિલાસ ભેગવવા લાગે, તેમ કરતાં કેટલાક સમય વ્યતીત થઈ ગયે. એક દિવસે તે ભિખારી આખું શરીર કપડાંથી ઢાંકી દઈને કુરબક શેઠને નામવાળી વીંટી વેચવાને માટે એક સોનીની દુકાને ગયો. તે સ્થળે કુરબક શેઠ બેઠેલ હતું. તે ભિક્ષુકે તે વીંટી સનીને દેખાડી. ભાગ્યવશાત્ શેઠે પણ તે વીંટી જોવા માટે પિતાના હાથમાં લીધી. તેણે તેના ઉપર પિતાનું નામ દેખ્યું, એટલે તે મનમાં ચકિત થયે. તેણે વિચાર્યું કે “મેં તે જીવત છે કે નહિ, તેની ખાત્રી કરવા માટે જેના નાક અને કાન કાપી લીધા હતા; અને જેને મરેલે ધારીને છોડી દીધો હતો, તે જ આ ભિખારી જણાય છે, ધનને લોભથી તેણે આવી અસહ્ય પીડા પણ સહન કરી છે, અને મારું દાટેલું બધું ધન તેણે ગ્રહણ કરેલું જણાય છે, તે સિવાય મારી આ વીંટી તેની પાસે કેવી રીતે આવે ?” આવો વિચાર કરી શેઠે “આ ચેર છે તેમ કહીને તેને હાથના કાંડાથી મજબુત પકડ્યો. તે બંનેને ઝઘડે રાજદરબારે પહોંચે. રાજ્યના અધિકારીઓએ વીંટી ઉપરની નામની નિશાનીવડે તેને ચાર ગ. શેઠે “આ ભિખારીએ મારું બીજું ઘણું દ્રવ્ય ચોરી લીધું છે. તે Page #70 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી આરોપ તેના ઉપર મળે એટલે નખથી શિખા પર્યત ઢંકાએલ તે ભિખારી તેના જવાબમાં બે કેઃ “મહારાજ! મેં તો વસ્તુના બદલે વસ્તુ લીધી છે. તેમાં મેં ચોરી કરી કેવી રીતે કહેવાય?” અધિકારીએ પૂછયું કે આ શેઠને બદલામાં તે શું આપ્યું છે? ભિખારીએ કહ્યું કે “સાટું તે થઈ ગયું છે, છતાં તે કબુલ જ ન હોય તે પિતાપિતાની વસ્તુ બંનેએ ગ્રહણ કરી લેવી તે જ ન્યાય છે, માટે જુઓ જુઓ! આ પ્રમાણે કહીને શરીર ઉપર વીંટાળેલાં વચ્ચે તેણે દૂર કર્યો અને પિતાના નાક અને કાન શેઠે કાપ્યાં હતાં તે દેખાડ્યાં. અધિકારીએ પૂછ્યું કે આ શું!” ભિક્ષુકે કહ્યું કેઃ અરે મહાપુરુષ! હું પરદેશી છું, તે દેવર્મદિરમાં હું સુખેથી આરામ લેવા સૂતે હતો. મને મરેલે ધારીને આ કંજુસ શેઠે છરી વડે મારા નાક કાન છેદીને મને હેરાન કર્યો છે. તેના બદલામાં મેં તેણે ખાડો ખોદીને દાટેલ નિધિ ગ્રહણ કરેલ છે. જે તેને તે કબુલ ન હોય તે, મારા જે નાક, કાન તેને લઈ લીધાં છે, તે મને પાછાં આપે અને તેનું બધું દ્રવ્ય લઈ લે.” તેનાં આ વચન સાંભળીને અધિકારીઓએ શેઠને પૂછયું કેઃ “બેલે શું કરવું છે!” શેઠ નિસાસો નાખીને જવાબ આપે કે “તેણે તેનું કાર્ય કર્યું છે. જ્યાં વિધિ જ પ્રતિકૂળ હોય ત્યાં બીજું શું કહેવું?” આવો ઉત્તર સાંભળી અમલદારે બેલ્યા કેઃ “હે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૧ કંજુસ શેઠની કથા ભિક્ષુક! તું ચાલ્યો જા, જે આ શેઠ તારાં નાક, કાન પાછાં આપે તો તેમનું ધન પાછું આપજે.” આ પ્રમાણે હુકમ થવાથી બધું ધન તે ભિક્ષુક પાસે રહ્યું. પછી લાગ જોઈ તે ભિક્ષુક બે કેઃ “તમારો ન્યાય તે આ જ છે ને? અહીંના ધનિકે સુખે સૂઈ ગએલા પરદેશીઓને આવી રીતે હેરાન કરે છતાં તેની કાંઈ પણ સજા તેમને ના મળે?” તે સાંભળીને રાજા શેઠ પર કોપાયમાન થયો, અને તે કંજુસ શેઠના ઘર તથા બાકી રહેલી સંપત્તિ જપ્ત કરવાનો હુકમ કર્યો; એટલે શેઠ મૂછ ખાઈને પડ્યો અને રાતે, કકળતો, દેવને ઉપાલંભ દેતે, આકાશ તરફ જોકે, હૃદય ફાટી પડવાથી, ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. અતિ લોભ કરવાથી આખરે નાશ જ થાય છે. ધન ગમે તેટલું સાચવી રાખીએ તો પણ તે નિશ્ચલ રહેતું જ નથી. કંજુસાઈથી સંઘરી રાખનારને અંતે પસ્તાવાનો જ સમય આવે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ _ v ,, II. એક લેભી ધૂતારાની કથા - લાપુર નગરમાં કલાકેલિ નામને એક સોની રહેતો હતો, અને ચંદન નામને શેઠ રહેતું હતું. ચંદન શેઠને ત્યાં એક પુત્રી જનમી. તે બાળ માટે ઉંચી જાતનું સનું સનીને દાગીના ઘડવા આપ્યું. કેટલાક દિવસ ગયા પછી શેઠ હમેશાં સનીની પાસે ઉઘરાણી કરવા લાગ્યા. સની કહેતો કે “આપીશ, આપીશ.” પણ આપતે નહે. તેમ કરતાં શેઠની પુત્રી યુવાન થઈ, તે પુત્રીના કોઈ શ્રીમંતના પુત્ર સાથે લગ્ન કરવામાં આવ્યા. તે કન્યાએ એક સુંદર પુત્રને જનમ આપ્યો. ભાણેજને જ્ઞાતિરિવાજ મુજબ કરિયાવર કરવાની શેઠને ભાવના થઈ તેથી વારંવાર પહેલાં આપેલું તેનું માગવા લાગ્યા. એની પણ પ્રથમની માફક વાયદા કર્યા કરતો હતો. એક દિવસ વાયદાઓથી કંટાળીને શેઠે ગુસ્સે થઈને સોનું અથવા તે દાગીનાઓની માગણી કરી. તે વખતે Page #73 -------------------------------------------------------------------------- ________________ એક લાભી ધૃતારાની થા પણ તેણે ખરાખર જવાબ આપ્યા નહિ. પછી શેઠે નિષ્ઠુર થઈને કહ્યું કેઃ “અરે પૂર્ન! પુત્રી માટે કરવા આપેલા દાગીના ભાણેજ માટે આપવાનો સમય થયે તે પણ તું આપતા નથી ?’” કલાકેલિના પુત્ર પાસે બેઠા હતા તે આ સાંભળીને ક્રોધ કરીને એલ્યે કેઃ “પિતાજી! તમે આવા ઉતાવળીઆ માણસા સાથે શા માટે વ્યવહાર રાખા છે?” શેઠે કહ્યું કેઃ “પુત્રી જનમી ત્યારે તેના દાગીના કરવા આપ્યા, તે ભાણેજના અવસરે હું લેવા આવ્યા છું; છતાં તું મને ઉતાવળીએ કહે છે, આટલા સમય સુધી બીજો કાઈ ધીરજ ના રાખે?” સેાનીના પુત્રે જવાબ આપ્યા કે અમારા એવે રિવાજ છે કે પૂર્વે જે લીધું હોય તે સાતમી પેઢી સુધી પણ પાછું આપવું નહિ; તેા પછી મારા પિતા આ ભવમાં જ તમને સેાનું પાછું આપશે એમ ધારીને તમે માગણી કરા છે તે સાંભળી મને નવાઈ લાગે છે. જે સ્થળે ઘણા લેાભીઆ લોકો વસે છે તેવા સ્થળે નવા નવા માર્ગ શોધતાં ઘણા સમય ચાલ્યા જાય છે.” તેનાં આવાં વચને સાંભળીને સેાનાની લાલચ છેાડી દઇ શેઠ પેાતાના ઘેર પાછા આવ્યા. Page #74 -------------------------------------------------------------------------- ________________ સંકલ શેઠની કથા ૨૨ આશ સુધીના ઉંચા મહેલોથી શોભતું હેમરથ નામનું એક નગર હતું. તે નગરમાં જન્તુ નામે ન્યાયી રાજા રાજ્ય કરતા હતા. વળી તે જ નગરમાં કરોડો સોનામહેારાના માલિક સકલ નામના એક મહા કંજુસ શેઠ રહેતા હતા. તેના કુટુંબના સઘળા માણસને દિવસમાં એક જ વાર ખાવા આપતા અને તે વખતે પણ આહારના કાળીઆ ગણીને દરેકને ખાવાનું આપતા હતા. તે જ નગરમાં એક દરિદ્ર પણ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તે એક વખતે તેની પાસે યાચના કરવા આવ્યા, સંકલ શેઠે તેને કાંઇ આપ્યું નહિ, અને નહિ નહિ' તેમ કહ્યું. તેથી તે બ્રાહ્મણે કહ્યું કે: “લાભને વશ થઈ ને જે કરૂણા નિમિત્તે કાંઇ પણ દ્રવ્ય ખર્ચ કરતા નથી, પણ સંગ્રહ કરવાના ઉત્સાહથી જે ધન Page #75 -------------------------------------------------------------------------- ________________ સંકલ શેઠની કથા એકઠું જ કર્યા કરે છે. તેને અંતે પોતે કરેલા પાપ માટે પસ્તાવાનો વખત આવે છે.” ( આ પ્રમાણે સાંભળવાથી, શેઠે દાન આપવાનું સ્વીકાર્યું, અને કહ્યું કે “આવતી કાલે હું આપીશ.” બીજા દિવસે તે બ્રાહ્મણ આવ્યું, ત્યારે તે સંકલ શેઠે કહ્યું કેઃ “મેં તને શું કહ્યું હતું તે સંભાળ. આવતી કાલે આપીશ.” આ પ્રમાણે વચનના છળથી કાલ, કાલ કરતાં એક વર્ષ વીતી ગયું, પણ તેણે બ્રાહ્મણને કાંઈ આપ્યું નહિ. બ્રાહ્મણ અંતે કોલ કરીને બોલ્યો કે “અરે કુપુરુષ! તે કબુલ કર્યું છતાં આપતે નથી? અરે ભી! નિર્માલ્ય પુરુષોમાં શિરામણી! તને ધિક્કાર છે, તારું નામ પણ કેણ લે?” તેનાં આવાં વચન સાંભળીને સંકલ શેઠ ક્રોધે ભરાયે, તેથી તેને તે બ્રાહ્મણને ગળે પકડીને બહાર કાઢી મૂ, અને બે ચાર તમાચા પણ ખેંચી કાઢ્યા. આ પ્રમાણે અપમાન થવાથી તે અભિમાની બ્રાહ્મણે નગરની નજીકમાં રહેલા, મહા પ્રભાવશાળી યક્ષની આરાધના કરી. કહ્યું છે કેઃ “સત્ત્વ વગરના પુરુષનું કઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, અને સત્ત્વવાન પુરુષને દેવ પણ વશ થાય છે.” યક્ષ તે બ્રાહ્મણ ઉપર તુષ્ટમાન થયે અને પ્રત્યક્ષ થઈને તેણે કહ્યું કે “અરે મહાનુભાવ! તારી જે ઈચ્છા હોય તે માગણી કર.” Page #76 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી બ્રાહ્મણે કહ્યું કેઃ “હે દેવ! જે તમે પ્રસન્ન થયા તે હું મારી મરજી મુજબ રૂપ કરી શકે તેવી શક્તિ મને આપે, અને તેમાં જે વિષમ સમય આવે તેમ હોય તો તમે મને આવીને કહી જજે.” યક્ષે તે પ્રમાણે કબુલ કર્યું અને અદ્રશ્ય થયે. પછી બ્રાહ્મણ પિતાના ઘેર આવ્યું, અને સંકલને બનાવવાને લાગ જેવા લાગ્યા. એક વખતે થોડા પરિજનોને લઈને સંકલ બહારગામ ગયો. તે વખતે તે બ્રાહ્મણ સંકલ જેવું રૂપ કરી સંકલને ઘેર આવ્યા. બધા કુટુંબીજનેએ જલદી પાછા ઘેર આવવાનું કારણ પૂછતાં, સંકલ વેષધારી બ્રાહ્મણે કહ્યું કેઃ “શુકન સારા નહિ થવાથી હું પાછો આવ્યો છું.” પછી તે વેષધારી સંકલે ખજાનચીને કહ્યું કે: “એકઠું કરેલું દ્રવ્ય કેઈની સાથે પરભવમાં જતું નથી, આમ જાણવાથી મને હવે દાન દેવાની તીવ્ર ઈચ્છા થઈ છે, તેથી રેશમી વસ્ત્ર, મોતીની માળાઓ વગેરે તમે લાવો, અને હું ઈચ્છા મુજબ તે બધાને આપું.” સ્વામીના હુકમથી ઘરની સારભૂત વસ્તુઓથી ભરેલા બધા ડાબડાઓ તેણે તરત જ સોંપી દીધા. તેણે તે બધાં અલંકારે સંકલની પત્નીને અને પુત્ર વધુઓ વગેરેને આપ્યા. તેથી આખું કુટુંબ રાજી થયું. જે આપે તે દેવતા” તે સત્ય છે. “જ્યારે ઈશ્વર ઈરછે ત્યારે આવી જ રીતે આપે છે.” તેવી બધે વાત પ્રસરી. આ પ્રમાણે ત્રણ દિસમાં તો તેણે બધું દ્રવ્ય દાનમાં આપી દીધું. એવામાં બહારગામનું કાર્ય સંપૂર્ણ કરી સંકલ પાછે Page #77 -------------------------------------------------------------------------- ________________ સકલ શેઠની કથા આવ્યા. તે પોતાના ઘર પાસે આવ્યા, ત્યાં “રૂપાંતર કરીને ઘણું ઠગે હાલ ફરે છે. તે પ્રમાણે પ્રથમથી કહી રાખેલા દરવાએ મૂળ સંકલને ઘરમાં પેસવા દીધું નહિ. આ પ્રમાણે નિષેધ થવાથી સંકલ શેઠે બૂમ પાડવા માંડી કેઃ “ઘરમાં કઈ ચોર પેઠે હોય તેમ જણાય છે. તેના આવા શબ્દો સાંભળીને વેષધારી સંકલ બહાર આવ્યું અને કહ્યું કેઃ “તું ચાર છે.” આ પ્રમાણે ઝઘડે વધતાં તે વાત રાજદરબારમાં પહોંચી. તે બંનેને રાજાએ બોલાવ્યા. પછી સ્વર, વેષ, ભાષા, વય, ગતિ વગેરેમાં જરા પણ ફેરફાર નહિ હોવાથી, ન્યાય આપનારાઓ પણ વિચારમાં પડી ગયા. ઘરના ગુપ્ત નિધિ વગેરેનાં સ્થાનો પણ જેવી રીતે સાચા સંકલે કહ્યા તેવી જ રીતે ચલના પ્રભાવથી વેષધારી સંકલે પણ કહ્યા. આ પ્રમાણે વાદવિવાદમાં કેટલાક સમય વીતી ગયા પછી, તે સ્થળે બેઠેલા મતિસાગર મંત્રીએ તેનો નિર્ણય કરવા માટે એક કલશ મંગાવ્યું અને કહ્યું કે “જે સાચે સંકલ હશે તે આ કળશની ભુંગળીમાંથી નીકળી શકશે.” સાચે સંકલ તેમ કરવા સમર્થ થ નહિ, પણ વેષધારી સંકલ તરત જ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સૂક્ષ્મ દ્વારમાંથી નીકળી ગયે. લેકએ તે તરત જ ખોટા સંકલને સાચા સંકલ તરીકે સ્વીકાર્યો; પણ મંત્રીએ તેને દેવી સહાય હેવાનું જણાવી છેટા સંકલ તરીકે પ્રગટ કર્યો. તેણે તરત જ Page #78 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી તે વાત કબુલ કરી. વેષધારી સંકલને રાજાએ પૂછ્યું કે તું કેણ છું?” એટલે બ્રાહ્મણે પિતાનું મૂળ રૂપ ધારણ કરીને કહ્યું કેઃ “હું બ્રાહ્મણ છું.” રાજાએ પૂછયું કેઃ “તેં આમ શા માટે કર્યું?” પછી તેણે બધી હકીક્ત વિસ્તારથી કહી બતાવી, અને સંકલ શેઠ તરફ જઈને કહ્યું કેઃ “હે સંકલ! તારી ધનસંપત્તિ હવે સુખે ભેગવજે, અને દાનમાં વાપરજે; પણ સંગ્રહ કરીશ નહિ. જે સંગ્રહ કરીશ તે હું પાછો આવીશ.” આ પ્રમાણે કહીને બ્રાહ્મણ પિતાના સ્થાનકે ગયે. - જે માણસ મળેલ ધન ભાગવતે નથી, તે ધન અંતે બીજાના ઉપયોગમાં આવે છે. ધનને સવ્યય જ ઉત્તમ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ વિપ્રથી મેધ પામેલ શેઠના પુત્રની કથા ૨૩ “સંશયથી અંધ થએલાને સારી વાણી રૂપ દીપકથી પ્રખાધ કરવા.’ કોલિકા નગરીમાં નંદિવર્ધન નામે એક શેઠ રહેતા હતા. તેને જિનદત્ત નામના એક પુત્ર હતા. તે દશ પેઢીથી વિશુદ્ધકુળમાં ઉત્પન્ન થએલી એક સ્ત્રીને પરણ્યા. તે યુવાન થયા, અને નવા નવા વ્યવસાય શીખવા લાગ્યા. તેવામાં દિવર્ધન શેઠ માંદા પડયો. વૈદ્યોએ કહ્યું કેઃ “આ શેઠના વ્યાધિ અસાધ્ય છે, તેથી તેની દવા થઈ શકે તેમ નથી.” એટલે શેઠે પાટલીપુત્રના રહેવાસી સેામદત્ત નામના પેાતાના ખાળમિત્ર બ્રાહ્મણને મેલાવીને તેના ચે!ગ્ય સત્કાર કરી ઘરને ભવિષ્યમાં ઉપયેાગી થાય તેવા, નિધિ વગેરે ભૂમિમાં દાટેલ Page #80 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી હતા તે બતાવ્યા તથા ઘર સંબંધી સર્વ વાત કરી. પછી વસ્ત્રાદિવડે તેને સત્કાર કરીને તથા આંખમાં આંસુ લાવીને, તેને રજા આપી વિસર્જન કર્યો. શેઠે સાતે ક્ષેત્રમાં સારી રીતે ધન વ્યય કર્યો. કહ્યું છે કેઃ “જેણે સાત ક્ષેત્રમાં ધન ખરચ્યું નહિ, શિયલ પાળ્યું નહિ; તથા ભાવથી તપ આદર્યો નહિ, તેણે સુખની આશા કેવી રીતે રાખવી?” જ્યારે શેઠને મરણ સમય નજીક આવ્યે લાગ્યું, ત્યારે જિનદત્તને પોતાની પાસે બોલાવી શિખામણ આપી કે “હે વત્સ! હું હવે પરલેકમાં જાઉં છું, તું સ્વભાવથી સરલ તથા ગુણવાન છે, તેથી હું તને જે શિખામણ આપું છું, તે બરાબર ધ્યાનપૂર્વક સાંભળ અને તેનું પાલન કરજે. તે શિખામણે આ પ્રમાણે છેઃ (૧) દાંત વડે ગામે ગામ વાડ કરવી, (૨) દીધેલું પાછું માગવું નહિ, (૩) સ્ત્રીને બાંધીને મારવી, (૪) હમેશાં મિષ્ટ ખાવું, (૫) સુખેથી સૂવું, (૬) ગામે ગામ ઘર કરવાં, (૭) ગંગાના તળમાં ખોદવું, અને (૮) આજીવિકામાં વિાં આવે તે પાટલીપુત્રમાં સેમદત્ત બ્રાહ્મણ પાસે જજે. આ પ્રમાણે શિખામણે આપીને, તે શેઠ મરણ પામે. જિનદત્તે તે પિતાની શિખામણે સંભાળીને (૧) હાથીદાંત વડે ગામે ગામ વાડ કરવા માંડી. તે કાર્ય મુશ્કેલ હતું, કારણ કે હાથીદાંત લેકે ઉપાડી જવા લાગ્યા. (૨) જેને આપેલું તે પાછું માગતો નહોતો, તેથી તેની સંપત્તિ ઓછી થવા માંડી અને દુઃખી થયે. (૩) સ્ત્રીને સહજ અપરાધ થતાં, તેણે તેને બાંધીને મારી, Page #81 -------------------------------------------------------------------------- ________________ વિપ્રથી બેધ પામેલ શેઠના પુત્રની કથા ૭૧ તેથી તે ઘર છોડીને પિયર ચાલી ગઈ અને નિંદા કરવા લાગી. (૪) તે હમેશાં છાનામાને મિષ્ટાન્ન ખાવા લાગે, તેથી આખા પરિવારમાં શ્રેષ પાત્ર થયો. (૫) સુખે સૂઈ રહેવા લાગ્યા, તેથી પુરુષાર્થમાં નબળે પડી ગયું ને ઉદ્યમને નાશ થયે. (૬) ગામે ગામ ઘર કરવા જતાં પૈસા ખરચ થઈ જવાથી ધનહીન થવા લાગે. (૭) ગંગાનદીના કાંઠા ઉપર દાવવાથી મજુરે પણ મશ્કરી કરવા લાગ્યા. એમ કરતાં દિવસે દિવસે તે નિર્ધન થઈ ગયે, અનુક્રમે સંબંધ વગરને, ઘર રહિત, પત્નીથી ત્યજાએલે, પ્રતાપ તથા યશ રહિત થઈ ગયો. એક દિવસ રાત્રે પોતાની નિર્ધન દશાને વિચાર કરતાં પિતાની છેલ્લી શિખામણ સંભાળીને, (૮) તે પાટલીપુત્ર તરફ ચાલે અને સોમદત્ત વિપ્રને ઘેર પહોંચે. પિતાના મિત્રને પુત્ર જાણુને તેણે તેને સત્કાર કર્યો. પછી સમય મળતાં તેણે વિપ્રને પૂછ્યું કે “મારા પિતાની આ શિખામણોને શું અર્થ છે? અને કહ્યું કે “આ પ્રમાણે વર્તવાથી તે હું નિધન થઈ ગયું છું.” સોમદત્તે કહ્યું કે “તું તેને અર્થ સમજે, પણ ભાવાર્થ સમજ્યો નથી, તેથી દુઃખી થયેલ છે. તે સર્વ શિખામણોને ભાવાર્થ હું તને સમજાવું છું તે સાંભળઃ (૧) દાંતવડે દરેક ગામમાં વાડ કરવી. તેને આ અર્થ છે કે દરેક ગામમાં મધુરવાણીવડે મિત્રો કરવા. (૨) આપીને પાછું લેવું નહિ, તેને ભાવાર્થ એ છે કે ઉધાર ધીરવું નહિ, જેથી પાછું માગવું પડે નહિ. (૩) સ્ત્રીને બાંધીને મારવી, Page #82 -------------------------------------------------------------------------- ________________ હર કથામંજરી આને અર્થ એ છે કે સ્ત્રીને બહુ પુત્રો તથા પુત્રીઓના પરિવારે કરીને બાંધી લેવી. બીજી રીતે બાંધવી નહિ. (૪) મિષ્ટ ભોજન કરવું, તેને અર્થ એ છે કે જે સ્થળે આપણું માન સચવાતું હોય ત્યાં જ જમવું. (૫) સુખે સૂઈ રહેવું, તેને ગુઢાર્થ એવો છે કે કોઈની સાથે વૈરવિરોધ કરે નહિ. (૬) ગામે ગામ ઘર કરવા, તેને પરમાર્થ એ છે કે ગામે ગામ મિત્રે કરવા, કે જેથી વ્યાપારાદિમાં સગવડતા થાય. (૭) ગંગા તળે દવું, તેને ગુઢાર્થ એ છે કેઃ “હે વત્સ! જ્યારે તું ક્ષીણ સંપત્તિવાળો થાય, ત્યારે તમારા ઘરની પાસે જે ઠેકાણે ગંગા નામની ગાયને બાંધે છે, તે સ્થળે ખોદવું. કારણ કે તે સ્થળે તમારા પિતાએ અક્ષયનિધિ દાટેલ છે તે મળશે.” (૮) અને જ્યારે મુંઝવણમાં આવે, ત્યારે સોમદત્ત પાસે જજે, તેને અર્થ તે ખુલે જ છે, જિનદત્ત તે સાંભળીને કહ્યું કેઃ “મહારાજ! પિતાએ આવા વિષમ વાક દ્વારા મને શિખામણ આપીને શા માટે ખેદ પમાડ્યો? મને સીધું જ કેમ કહ્યું નહિ?” સેમદે કહ્યું કે “હે વત્સ! તે બાળપણથી જ દુઃખ સહન કર્યું નથી, અને કષ્ટ ભગવ્યા વગર ઉદ્યમ કરવામાં પ્રવૃત્તિ થતી નથી, પછી મનુષ્ય વિનીત અને ઉદ્યમવંત થાય છે. જ્યારે તને કષ્ટ પડશે, ત્યારે સચેતન થઈને તેને પૂછવાની ઈચ્છા થશે, એમ ધારી કહેલા વાકાના ભાવાર્થને નિર્ણય કરવા માટે જ તને મારી પાસે આવવાનું કહી રાખેલ છે. હવે મેં તને સ્પષ્ટ Page #83 -------------------------------------------------------------------------- ________________ વિપ્રથી બોધ પામેલ શેઠના પુત્રની કથા ૭૩ દેખાડ્યું છે, અને તે બધું રહસ્ય જાણ્યું છે. તું પૂછીશ કેઃ “તમે આ બધું શી રીતે જાણ્યું?” તેના જવાબમાં હું કહું છું કે “તારા પિતાજીએ પ્રથમથી જ મારી સાથે આ પ્રમાણે નિર્ણય કરેલ હતો અને તે પ્રમાણે જ તેણે તને કહેલ હતું, હું બહુ દૂર નહેતા અને તેમને મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતો.” આ પ્રમાણે રહસ્ય સોમદત્ત પાસેથી સાંભળીને કેટલેક વખત ત્યાં રહીને; જિનદત્ત પિતાના ઘેર પાછો આવ્યો. પછી તેને પિતાને ઘર સંસાર સારી રીતે ચલાવવા માંડ્યો. આ શેઠે પુત્રને આપેલી સાતે શિખામણે, તેના ભાવાર્થ સાથે દરેકે વિચારવા જેવી છે, તેમ જ દરેક મનુષ્યને તે પ્રમાણે વર્તવાથી જરૂર ફાયદે જ થાય તેમ છે. ખમીર Page #84 -------------------------------------------------------------------------- ________________ નિરંકુશ ગુરુને દમનાર યજમાનની કથા ૨૪ ચં -કપુરમાં ચકાર નામના એક શેઠ રહેતા હતા. તે બહુ બુદ્ધિશાળી અને તાપસાના ભક્ત હતા. એક પર્વના દિવસે તેણે પરિવાર સહિત પેાતાના ગુરુને આમંત્રણ આપ્યું. તે તાપસે જમતાં જમતાં બહુ મૂલ્યવાન શૃંગાર ધારણ કરનારી, સુંદર રૂપવાળી યજમાનની એ પુત્રીએને દેખી. તેમને દેખીને તે તાપસને કામવિકાર ઉત્પન્ન થયા. લેાજન સમાપ્ત થયા પછી શિષ્યાથી ગુપ્ત રીતે ગુરુએ તેને પૂછ્યું કેઃ “અરે યજમાન! આ બંને કન્યાએ ફેણી છે ?” Page #85 -------------------------------------------------------------------------- ________________ નિરંકુશ ગુરુને દમનાર યજમાનની થા તેણે કહ્યું કેઃ “મારી પુત્રીએ છે.” ગુરુએ કહ્યું કે: “તા તે બંને મને આપ.” આ સાંભળીને શેઠને ખેદ થયા, અને તેણે કહ્યું કેઃ “ગુરુજી! આપના જેવા પ્રતિષ્ઠિત પુરુષાને આવી વાતનું ચિંતવન પણ કરવું યેાગ્ય નથી, તે પછી પ્રગટ રીતે આવી ખાખત કેવી રીતે કહી શકાય?” ગુરુએ કહ્યું કે: “જો તું તારી પુત્રીએ મને નહિ આપે તે હું આપઘાત કરીને, મારી હત્યાનું પાપ તને આપીશ . માટે કન્યાએ મને અવશ્ય આપ, નહિં તે હું અહીંથી ઉઠીશ જ નહિ.” ૭૫ આવે તેના કદાગ્રહ દેખીને હાથમાં ધૂળ લઇ તે શેઠે ગુરુને કહ્યું કે: “ભગવન્! મારે તમને ના આપવા લાયક કાંઇ નથી; પણ લેાકેાની સમક્ષ મારી કન્યાએ આપતાં મને શરમ આવે છે. હાલ તા તમે તમારા મઢમાં જાએ. તેની પાસે નદી છે. તે નદીના પૂરમાં એક પેટીમાં તે અને કન્યાઓને પૂરીને આવતી કાલે સવારે હું મૂકીશ તે તમે લઈ લેજો. આ બાબતમાં જરા પણ સંદેહ રાખશે. નહિ.” જડબુદ્ધિ વાળા તાપસ તે હકીકત સાંભળીને પેાતાના મડમાં ગયા. આખી રાત્રી તે કન્યાઓનું જ ધ્યાન ધરવામાં તેણે પસાર કરી. પ્રભાતે યજમાને એક પેટીમાં બે રીંછ પૂરીને નદીના પૂરમાં તે પેટી વહેતી મૂકી, પેટી મઠ પાસે આવી એટલે મઠમાં તે જ ખાખતનું ધ્યાન ધરતા તાપસે પેટી તરતી Page #86 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી દીઠી. તાપસ આનંદ પામ્ય અને શિવેને મોકલી તે પેટી મઠમાં મંગાવી. પછી તેણે શિબેને કહ્યું કે અરે વિનયવંત શિ! આ પેટીમાં ગુપ્ત વરતુ મૂકેલી છે, તેથી તે પેટી મારી ખાનગી ઓરડીમાં લઈ જાઓ. હું ત્યાં આવું એટલે તે એરડીનાં બારણાં મજબૂત રીતે બંધ કરી દેજે. મારી રજા વિના તે ઓરડીનાં બારણાં ઉઘાડશે નહિ.” શિષ્યએ તે પ્રમાણે કર્યું. ગુરુ એકલા ઓરડીમાં ગયા, અને મેટી આશાઓ સહિત તે પેટી ઉઘાડી. એટલે તે પેટીમાંથી તે વાળના ગુચ્છાથી ભયંકર લાગતા, તણ નખવાળા અને ભૂખ્યા બે રીંછ નીકળ્યા. તે પેટી ઉઘાડતાં જ ઉછાળે મારીને બહાર આવ્યા, અને તે તાપસનું નાક, કપાળ, ભાલસ્થળ, અને પારકા અન્નથી ફુલેલું પેટ વગેરે ચીરી નાખ્યું. તે એકલે હતો, રીંછ બે હતા અને વળી ભૂખ્યા હતા. ગરીબ બિચારે તે તાપસ તેઓના ઉપદ્રવની સામે કેવી રીતે થઈ શકે? તે બૂમ પાડવા લાગે કેઃ “અરે શિવે! મને ખાઈ જાય છે! ખાઈ જાય છે! એારડીના બારણું ઉઘાડે! ઉઘાડે !” બહાર ઊભા ઊભા શિષ્ય તે સાંભળતા હતા. પણ દરવાજે નહિ ઉઘાડવાને હુકમ હોવાથી ઉઘાડી શક્તા નહતા. પછી કેટલાક સમય ગયા પછી તે દ્વાર ઉઘાડ્યા. ત્યાં તે આખા શરીરે લેહીથી ખરડાએલા અને પાણી ઝરતા નિઝરણાવાળા પર્વત જેવા લેહીના પ્રવાહથી ઝરતા ગુરુને દીઠા. બે રીંછ તેને વળગેલા હતા. શિષ્યોએ Page #87 -------------------------------------------------------------------------- ________________ નિરંકુશ ગુરુને દમનાર યજમાનની કથા મુશ્કેલીથી રીંછ પાસેથી ગુરુને છોડાવ્યા, અને પૂછ્યું કે “મહારાજ! આ શું?” ગુરુએ મહા મહેનતે સત્ય હકીકત કહી. શિષ્યએ ગ્ય ચિકિત્સા કરીને સાજા કર્યા. પછી હાસ્ય પૂર્વક ગુરુને કહ્યું કે ભગવન! જેવો યક્ષ તેવી પૂજા, તેમાં યજમાનને દેષ નથી, માટે હવે શાંતિથી રહે અને ફરીથી આવી માગણી નહિ કરવાની દ્રઢ પ્રતિજ્ઞા લે.” ગુરુ પણ દીન વદનવાળે થઈ ગયે. ગણા સમયે સાજો થયા. યજમાન વગેરેએ હાંસી કરી, એટલે છેવટે બોધ પામ્યા. જેવા દેવ તેવી પૂજ. કેઈની પાસે અણઘટતી માગણી કરવી અને પિતાની આબરૂ ગુમાવવી અને દુ:ખ વહોરવું તે કરતાં તે માગણી કરતાં પડેલાં જ વિચાર કર જોઈએ. Page #88 -------------------------------------------------------------------------- ________________ અનુભવી વૃદ્ધના બુદ્ધિશાળીપણાની કથા ૨૫ “જે એક અનુભવી વૃદ્ધ સમજી શકે છે, તે સેંકડો યુવાનો સમજી શકતા નથી.’’ એ. મેાટા નગરમાં એક માટે સમૃદ્ધિશાળી રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે સેંકડા તરુણ યુવાન સેવકે હતા. તેઓ કહેતા કે: “મહારાજ! વૃદ્ધ પુરુષાની ગતિમાં સ્ખલના આવેલી હાય છે, તેઓની મતિ ચંચળ થઇ જાય છે, તેમનું મુખ કફથી હમેશાં ભરેલું હાય છે, સમુદ્રના ફીણ જેવા ધેાળા વાળ ઉગેલા હાય છે. એવા વૃદ્ધ પુરુષા સભાની શેાભામાં હાનિ પહેાંચાડે છે, તેથી તેઓને આપણી પાસે રાખવા તે ચેગ્ય નથી.” રાજાએ પણ તે કબુલ કર્યું. “રાજા, સ્ત્રી અને લતા, પ્રાયે કરીને જે પાસે હાય તેને જ વીંટળાઇ વળે છે.” રાજાએ દ્વારપાળને હુકમ કર્યો Page #89 -------------------------------------------------------------------------- ________________ અનુભવી વૃદ્ધના બુદ્ધિશાળીપણની કથા ૭૯ કેઃ “કેઈ પણ મંત્રી, શેઠ, બ્રાહ્મણ કે દરબારી માણસ, જે કઈ વૃદ્ધ હોય તેને રાજદરબારમાં દાખલ થવા દે નહિ.” રાજાને આ હુકમ થવાથી ત્યાર પછી કઈ પણ વૃદ્ધ રાજ દરબારમાં પ્રવેશ કરતે નહોતે, યુવાને તે આવા હુકમથી રાજસત્તા મળવાથી અભિમાન ધારણ કરીને, તગતગતી તલવારો હાથમાં લઈ, પાન ચાવતાં ઉંચા મસ્તક રાખીને રાજા પાસે રહેતા હતા, અને રાજ્યની તમામ સત્તા ધારણ કરી લીધી હતી. એક વખતે રાત્રે સૂતાં સૂતાં રાજાને વિચાર આવ્યું કે “આ યુવાનના કથનથી મેં તેમને જ મારી પાસે રાખ્યા છે, તેમની જ સલાહ લઉં છું; અને વૃદ્ધોને દૂર કર્યા છે, તેથી કદાચ કોઈ મોટો શત્રુ ચઢાઈ કરશે તે આ યુવાને મને સલાહ આપી શકશે કે નહિ? આ બાબતની પ્રથમથી જ મારે પરીક્ષા કરવી જોઈએ.” આવો વિચાર કરીને સવારે સેવા માટે આવતા તે તરુણાને રાજાએ પૂછ્યું કે “અરે ભાઈઓ! જે મને પિતાના પગ વડે મારે તેને શી શિક્ષા કરવી જોઈએ? મદથી ઉન્મત્ત થએલા, ઉંચું મુખ રાખીને જ ચાલતા તેઓએ ઉત્તર આપ્યો કે “મહારાજ! તેના ખંડ ખંડ ટુકડા કરી નાખવા જોઈએ.” રાજાએ તે વાત સ્વીકારી નહિ. મધ્યાન્હ સમયે તેઓને વિસર્જન કર્યા. તેઓ ભેજન માટે પિતાપિતાના ઘેર ગયા. એક યુવાનને વૃદ્ધ દાદે હતું, તે પોત્ર ઉપરના પ્રેમના લીધે, જ્યારે પત્ર ખાતે ત્યાર પછી જ ખાતે Page #90 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી હતે. પૌત્રને આવવામાં મોડું થવાથી તે વૃદ્ધને ભૂખ્યા રહેવું પડ્યું હતું, તેથી પૌત્ર આવે ત્યારે વૃદ્ધ પૂછ્યું કે હે વત્સ! આજે આટલું બધું મોડું કેમ થયું?” ત્યારે પૌત્રે રાજાએ પૂછેલા પ્રશ્નને આપેલો ઉત્તર કહી સંભળાવ્યું. વૃદ્ધ પૂછયું કેઃ તમે યુવાનોએ આપેલા ઉત્તર વડે રાજાને સંતોષ થયે કે નહિ?” પૌત્રે કહ્યું કે “રાજા સંતુષ્ટ થયે નહિ, પરંતુ ઉદાસ મુખ કરીને તે ચૂપ થઈ ગયે હતે વૃદ્ધ કહ્યું કે જે એમ હોય તે રાજાને મારી પાસેથી ઉત્તર અપાવજે.” પછી જમીને તે બંને રાજ દરબારમાં ગયા, વૃદ્ધ રાજાને કહ્યું કે જે તમને લાત મારે તેના પગની વૈડૂર્ય, મણિ, સોનું વગેરેથી પૂજા કરવી.” રાજા તે સાંભળીને હસ્ય અને બેલ્યો કેઃ “આ વૃદ્ધ સત્ય કહ્યું છે” પછી રાજાએ તે વૃદ્ધને શિરપાવ આપે. યુવાને એકઠા થયા, તે સર્વને સંબોધી વૃદ્ધ આક્ષેપ પૂર્વક કહ્યું કે “અરે હદયછે! શું કહેવું તે તમે જાણતા નથી? સમજતા નથી? વિચાર કરો કે રાણી વિના અથવા પુત્ર વિના રાજાને લાત મારવાને કણ શક્તિવંત છે? તે તે પ્રેમથી અથવા લાડથી મારે છે, તેથી તે ચરણે તે આભરણને જ ગ્ય છે.” Page #91 -------------------------------------------------------------------------- ________________ અનુભવી વૃદ્ધના બુદ્ધિશાળીપણાની કથા ૮૧ આ પ્રશ્નોત્તર તથા ખુલાસાથી રાજા આનંદ પામ્યા. તરુણાને રજા આપી અને વૃદ્ધોને પેાતાની પાસે રાખ્યા. પછી રાજ્યના સર્વ કાર્યાં વૃદ્ધોથી સિદ્ધ કર્યાં. વૃદ્ધ અનુભવી માણસાના કદાપી તિરસ્કાર કરવા નહિ. વૃદ્ધ મનુષ્યાના અનુભવ કેાઈ વખતે બહુ જ ઉપયોગમાં આવે છે, તે જે કહે તે ધ્યાનપૂર્વક સાંભળવું, અને તેના હમેશાં આદરસત્કાર કરવા. Page #92 -------------------------------------------------------------------------- ________________ thijTITIl]]]]]tmlillin}}}}WIND!] અમર્યાદ સ્ત્રીની કથા ર૬ - શાલાપુરીમાં કિલ નામે એક ગૃહપતિ રહેતો હતો. તેને મયૂરીકા નામની સ્ત્રી હતી. તે સ્ત્રી સ્વરછદી અને ઘેરે ઘેર ભટકીને હંમેશાં સંધ્યા સમયે ઘેર આવતી હતી. એક વખત તેને પતિ કે પાયમાન થઈને કહેવા લાગે કેઃ “અરે દુષ્ટ આચરણવાળી! આ પ્રમાણે મરજી આવે ત્યાં ભટકનારી, તું મને શું નથી ઓળખતી?” તેણીએ કહ્યું કે “હું તમને ઓળખું છું, પણ હજાર હાથ વાળાની જેમ મારી તર્જના તમે કેમ કરે છે? હું Page #93 -------------------------------------------------------------------------- ________________ અમર્યાદ સ્રીની કથા ૮૩ મારી ઈચ્છાનુસાર ભટકીશ તે તમે મને શું કરી નાખવાના છે?” તે સાંભળીને તેણે કહ્યું કે: “જો સૂર્ય અસ્ત થયા પહેલાં તું ઘેર નહિ આવે, તે તને ઘરમાંથી કાઢી મૂકીશ!” તેણીએ કહ્યું કે: “ભલે તેમ કરજો” આ વાતને પાંચ છ દિવસ વીતી ગયા. તે તે પ્રથમની જેમ જ ભટકતી હતી. તેવું દેખીને તેને પતિ કાપાયમાન થયે। અને સાંજરે ઘરનાં દ્વાર વાસીને તે અંદર રહ્યો. રાત્રીના પહેલા પહેાર ગયા, ત્યારે રખડતી રખડતી તે સ્ત્રી ઘેર આવી અને તેણે ઘરનાં બારણાં ખખડાવ્યાં. પતિએ ક્રોધથી તે ઉઘાડયાં નહિ. તે સ્ત્રી મીઠાં વચના માલવા લાગી કેઃ “નાથ! આશ્રિતના ઉપર કાપ કરવા તે ચેગ્ય નથી. હવે ફરીથી આવે! અપરાધ નહિ કરૂં.” તેનાં આવાં વચન સાંભળ્યા છતાં તેના પતિએ કાંઇ પણ ઉત્તર આપ્યું। નહિ. પછી તે સ્ત્રી ક્રોધે ભરાણી અને વિચાર્યું કે: “હવે એવું કરૂં કે જેથી ફરીથી તે મારા પરાભવ ના કરે.” એમ વિચાર કરી ઘરના દરવાજા પાસે જ રહેલા કુવામાં એક માટે પથરા તેણીએ નાખ્યા. તે પથરો પડ્યો એટલે મેાટા ધમાકા થયા. તે ધમાકાથી પતિ ગભરાયે અને વિચારવા લાગ્યા કે ખરેખર! મેં અવગણના કરી, તેથી તે કુવામાં પડી જાય છે. અહા! ‘હું સ્ત્રી હત્યા કરનાર છું.? તેવી લેાકમાં મારી નિંદા થશે.’ આવા ભયથી તેણે ઘરનાં દ્વાર ઉઘાડવા, અને કુવામાં પડેલી Page #94 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી પત્નીને બહાર કાઢવા માટે દી તથા બીજા સાધન એકઠા કરવા લાગ્યા. તે વખતે પેલી સ્ત્રી ઘરમાં પિસી ગઈ અને ઘરનાં બારણાં મજબુત બંધ કરી દઈને અંદર રહી. પછી બોલવા લાગી કેઃ “હું કુવામાં પડી નથી, પણ કદાચ તમે પડી જાએ નહિ. હવે જે તમારામાં તાકાત હોય તે ઘરમાં આવો.” આ ઝઘડો જેવા કે એકઠા થયા. તે સ્ત્રીને સમજાવવા ઘણાએ પ્રયત્ન કર્યો, પણ તેણે કોઈનું માન્યું નહિ. તે બેલી કેઃ “જો તે મને સ્વહસ્તાક્ષરથી લખી આપે કે હવે તને અસંતોષ ઉપજાવીશ નહિ તે જ ઘરમાં પિસવા દઈશ. જે તે મારે પરાભવ કરશે, તો હું આપઘાત કરીશ.” ભેગા થએલા લેકના આગ્રહથી પતિએ તે કબુલ કર્યું. પછી તે ઈચ્છાનુસાર ભટકવા લાગી. Page #95 -------------------------------------------------------------------------- ________________ E એક ડોશીની કથા ૨૭ પ્રભુ મહાવીર જ્યારે છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા, ત્યારે એક નગરમાં એક પુણ્યવાન સ્ત્રીએ લઘુકમપણાથી, શ્રદ્ધા સહિત પ્રભુ મહાવીરને મિષ્ટાન્ન વગેરે વહરાવ્યું. તે વખતે પ્રમુદિત થએલા દેવેએ તે ઠેકાણે સાડા બાર કોડ સોનૈયાને વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભિના નાદ વગેરે થયા, અને “અહી દાન! અહે દાન!” એવી ઉદ્દઘોષણા કરીને દેવતાઓ પોતાના સ્થાને ગયા. તે સ્ત્રીની પાડોશમાં રહેનાર એક ડેશીએ. આ બધું જોયું. તેથી તેણીએ વિચાર કર્યો કેઃ ધન મેળવવાને આ બહુ જ સારો ઉપાય છે.” આવો વિચાર કર્યા પછી પાંચ સાત દિવસ ગયા, એટલે એક લંગોટી માત્ર પહેરનાર પણ મૂળ તથા ઉત્તર ગુણે રહિત, હમેશાં વિકથા કરનાર, હાસ્યાદિ વિદ જેને પ્રિય છે, તેવા એક તાપસને તેણે ભિક્ષા માટે આમંત્રણ આપ્યું, અને અન્નપાનાદિકથી તેને પ્રતિલાભવા Page #96 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી માંડયો. વહેરાવતાં વહેરાવતાં તે વારંવાર આકાશ સામું જેતી હતી. તેને તેમ કરતી જોઈને તે તાપસે પૂછ્યું કે “બાઈ! તું વારંવાર આકાશમાં શું જૂએ છે?” તેણીએ કહ્યું કેઃ “આકાશમાંથી નૈયા જ્યારે પડશે? હજુ કેમ પડતા નથી?” તાપસે પૂછયું કે આકાશમાંથી સુવર્ણની વૃષ્ટિ થવાની સંભાવના તું શા કારણથી કરે છે?” ડોશીએ કહ્યું કે “કેટલાક દિવસ પહેલાં આ મારી પાડે શણે કેઈને ભિક્ષા માં અન્નપાણી આપ્યાં હતાં, તે વખતે આકાશમાંથી સુવર્ણની વૃષ્ટિ થઈ હતી.” મુનિ પણું છોડીને થએલા તે તાપસે તે વૃત્તાંત જાણીને હસતાં હસતાં કહ્યું કે “ભેળી! ડેશી! જે તે આવી ઈચ્છાથી દાન આપતી હો તે તે આપવું બંધ કરીને ઘરમાં બેસી રહે. મારા જેવાને દેવાથી અને તારી આવી મને કામના હેવાથી, આકાશમાંથી સુવર્ણ નહિ પણ અંગારા પડવાને સંભવ છે.” આટલું કહીને તે તાપસ ચાલ્યા ગયે. કાઈપણ પ્રકારની આશાથી આપેલું દાન ઈચ્છિત ફળ આપતું નથી. દાન દેવું અથવા તો કેઈપણ ધર્મકૃત્ય કરવું તે કોઈપણ જાતના બદલાની ભાવના વગર જ કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ↑ ખુશામત કરનારની કથા २८ અમલપુરમાં કુલતિલક નામનો રાજા રાજ્ય કરતા હતા. તે રાજા દાનેશ્વરી હતેા. રાજાને એક ચાલાક મંત્રી પણ હતા. એક દિવસ ભેાજનમાં રસાઇયાએ રીંગણનું શાક બહુ સારૂં કર્યું હતું. રાજાએ તે સારી રીતે ખાધા, પછી પાણી પીધું. જમી રહ્યા પછી થોડા સમય ગયા ખાદ રાજા બહુારના મંડપમાં આવીને બેઠા અને રીંગણાની બહુ પ્રશંસા કરતાં ખેલ્યા કે “અહા! રીંગણમાં અપૂર્વ સ્વાદ હાય છે; તેથી જગતમાં તેના જેવી ખાવા લાયક અને પુષ્ટિ કરનાર કોઈ ચીજ નથી.” તે સાંભળીને નીતિ વિચક્ષણ અને હમેશાં મીઠું ખેલનાર મંત્રીએ કહ્યું “જગતના ખરા તત્ત્વને જાણનાર સ્વામીએ બરાબર કહ્યું છે, ખરેખર રીંગણા તેવાં જ છે; પ્રભુએ તે વસ્તુમાં અમૃત રસ મૂક્યા છે, અને તે રસનું Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કથામંજરી રક્ષણ કરવા માટે રીંગણા ઉપર ઢાંકણાની પ્રભુએ રચના કરી છે.” રાજા તે સાંભળીને રાજી થયે. થોડા દિવસ ગયા પછી મસાલે વગેરે બરાબર નહિ હોવાથી અથવા બીજે કાંઈ ચિત્ત હોવાથી તે જ રઈયાએ રાંધેલા રીંગણ રાજાને ભાવ્યા નહિ, ત્યારે રાજાએ તે જ મંત્રી પાસે રીંગણાની બહુ નિંદા કરી અને કહ્યું કે “રસ વગરના આ રીંગણાને ધિક્કાર છે. મંત્રીએ તે સાંભળીને ખુશામતીઆ સ્વભાવને લીધે કહ્યું કે “મહારાજ! પ્રભુએ આ વસ્તુ ખાવા માટે બનાવી જ નથી; તે તે ફક્ત ડીંટીયાથી પકડીને અહીં તહીં ઉડાડવા અને રમાડવા માટે જ બનાવેલ છે.” રાજાને તે મંત્રીના પહેલાં કહેલાં વચને યાદ હતાં, તેથી આવાં વિરૂદ્ધ વચને સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામી કહ્યું કે પ્રથમ તે તમે તેની સ્તુતિ કરી હતી, અને હવે નિંદા કેમ કરે છે ?” મંત્રીએ કહ્યું કેઃ “મહારાજ! મેં કાંઈ રીંગણાને સ્વાદ લીધે નથી, પણ તમે લીધે છે; હું તો માત્ર આપની રૂચિ અનુસાર જ બોલું છું.” રાજાએ કહ્યું કે “ખરેખર! સેવાધર્મ એ જ છે. જે મંત્રી ખુશામતીઆ વચને બેલવામાં ચતુર હોય, લેકેનું ધન ગ્રહણ કરવાના કાર્યમાં હોંશિયાર હોય અને ભેટ વગેરે આપી શકે તે હોય, તે મંત્રી જ રાજાને Page #99 -------------------------------------------------------------------------- ________________ ખુશામત કરનારની કથા પ્રિય થાય છે.” આમ કહીને તેના વાચાળપણું માટે તેના ઉપર કૃપા દેખાડી વિસર્જન કર્યો. “ખુશામત ખુદાને પણ વહાલી છે એવી કહેવત આજે પણ પ્રચલિત છે. ખુશામતી થવા કરતાં સત્ય અને થોડું બોલનાર થવું વધારે લાભદાયક છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ પિપટની કથા ૨૯ બુદ્ધિવાને કોઈની સાથે પણ વિરોધ નહિ.” કરે બન્નપુર નગરમાં ઘણા વૈભવવાળ રત્નસાર નામને શેઠ રહેતો હતો. તેને કેદારક નામને પુત્ર હતું. તેને સારા ઘરની એક સુંદર કન્યા સાથે પરણાવ્યો હતો. તે શેઠને ત્યાં પુરાણ, સ્મૃતિ વગેરેની કથાઓ કહેવામાં વિચક્ષણ કલાકલાપ નામને એક પોપટ હતેકેટલાક સમય ગયા પછી માંદગીમાં પટકાયેલ તે શેઠ મરણ પામવાની તૈયારીમાં હતું, તે વખતે પુત્રને પાસે બોલાવીને તેણે કહ્યું કે “હે પુત્ર! હું તે મૃત્યુશઓ ઉપર સૂતો છું, તું નવયુવાન છે.” યુવાન પુરુષને કેઈપણ જાતના ઉપદેશની અસર થતી નથી. તેથી હું તને આ જે શિખામણ આપું છું, તે Page #101 -------------------------------------------------------------------------- ________________ ટી પોપટની કથા બરાબર ગ્રહણ કર. “અજાણ્યાને કોઈ દિવસ વિશ્વાસ કરીશ નહિ, ગુપ્ત વાત સ્ત્રીને કહેવી નહિ, મૂળ વસ્તુનું રક્ષણ કરવા ધનને વ્યય કર, વિરોધને મૂળથી ત્યાગ કરે, મહાજનને રાજી રાખવું, ગુરુને દુભાવવા નહિ, કરવા લાયક કાર્યમાં આળસ કરવી નહિ, સાચું કહેનાર શત્રુને પણ ખોટું આળ દેવું નહિ, કેઈની પણ ગુરૂવાત પ્રગટ કરવી નહિ, ખુશામતીયાઓને વિશ્વાસ કરે નહિ, વેશ્યા અને ગણિકાઓની સોબત કરવી નહિ, સ્ત્રી અને પુત્રને આધિન ધન કરવું નહિ, ગ્રહણ કરેલ વ્રત મુશીબતમાં પણ મૂકવું નહિ, દાન આપ્યા વગરને એક દિવસ ખાલી જવા દેવો નહિ.” કેદારકે આ બધું કબુલ કર્યું. શેઠે પોપટને બેલા અને કહ્યું કેઃ “હે શકરાજ!” જે મારો આ પુત્ર કુમાર્ગમાં પ્રવર્તે તે તારે તેને નિષેધ કરે.” વળી પુત્રને ફરીથી કહ્યું કે “ક્લારે આ શુકનું વચન અવિશ્વાસથી સાંભળવું નહિ; પણ તે કહે તેને બરાબર વિચાર કરવો.” પુત્રે તે કબુલ કર્યું. ત્યાર પછી શેઠ મરણ પામે. શેઠના મરણને બે ત્રણ વર્ષ વીતી ગયા પછી એક વખતે ગામમાં ફરતાં શેઠના પુત્ર કેદારકે કામ પતાકા નામની સુંદર વેશ્યાને જોઈ, અને તેના પર આસક્ત થયા. પછીથી તે મોટાભાગે વેશ્યાના ઘેર જ રહેવા લાગ્યો. એક દિવસ જ્યારે તે ઘેર આવ્યા, ત્યારે પિપટે ઠપકે આ કેઃ “આટલા વખત સુધી કયાં રોકાણ હતા? હે ભાઈ! પિતાએ કહેલાં ઉપદેશનાં વચને વિસરશે નહિ.” Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કથામંજરી કેદારક ચૂપ ઊભે! રહ્યો, કાંઈ ખેલ્યા નહિ, થોડા સમય ગયા એટલે વેશ્યાની દાસી કેદારક પાસે આવી, અને ધન માગવા લાગી. કેદારકે તેને ધન આપ્યું. પેપટે તે દેખીને તેના સાંભળતાં જ શેઠના પુત્રને કહ્યું કે: “અરે શેઠ! ઘરને શા માટે લૂંટાવેા છે? પિતાની આજ્ઞા લેાપનાર એવા તમને ધિક્કાર છે?' દાસીએ આ બધી હકીકત વેશ્યાને કહી. પછી તેઓએ વિચાર કર્યું કેઃ “આ પેાપટને મારી નાખવા તે જ ઉત્તમ છે. કારણ કે તે આપણા આ ભક્ષ્યને વારંવાર આ પ્રમાણે ધન આપતાં અટકાવે છે.’ એક વખતે કેદારક જમતા હતા, અને પેાપટ પણ દાડમના દાણા વગેરે ખાવામાં મશગુલ હતા, તે વખતે વેશ્યાની દાસી ત્યાં આવી; અને જે કાર્યં હતું તે કહ્યું. પછી “અહા! આ પેપર કેવા સુંદર છે.” તેમ સ્તુતિ કરતી તે દાસી પેાપટને હાથ ઉપર લઈ રમાડવા લાગી, અને પાપડને પેાતાની શેઠાણી વેશ્યા પાસે લઇ ગઈ. વેસ્યાએ પેાપટને કહ્યું કેઃ “અરે નિર્દય! શેઠ તરફથી મળતાં ધનને તું કેમ અટકાવે છે? હવે તે અટકાવવાની તારી વૃત્તિનું ફળ ભેગવ.” તેમ કહી તેની બંને પાંખા છેદી નાખી, તેને માંસના પિંડ જેવા કરી નાખ્યા. પછી તેને મારી નાખવા એક તીક્ષ્ણ છરો લઈ આવું' એમ વિચારી તે વેશ્યા છરા લેવા ગઈ. તેવામાં ધીમે ધીમે પગવતી ચાલીને તે પાપ૮ રસોડામાં વાસણ Page #103 -------------------------------------------------------------------------- ________________ પિપટની કથા ૯૩ માંજવાનું સ્થળ હતું, ત્યાં પહોંચી ગયો, અને એક પિલાણમાં સંતાઈ ગયે. - વેશ્યા છરો લઈને આવી ત્યારે પિપટને દેખ્યો નહિ. તેથી તેણે વિચાર્યું કે “કેઈ પક્ષી માંસની લાલચથી તેને ઉપાડી ગએલ લાગે છે, હવે તેનું શું કામ છે? આ પ્રમાણે વિચારી તેની શોધમાં તે બેદરકાર રહી. તે પોપટ વેશ્યા અને તેના પરિવારની દષ્ટિ ચૂકાવીને અંધકારના સમયે ધાન્યના કણે ખાતે ત્યાં જ રહેવા લાગ્યા. અનુક્રમે તેને ફરીથી પાંખો આવી અને પહેલાંની જે તે પુષ્ટ અંગવાળે થયે. પછી તે શાણો પિોપટ વૈરનો બદલો લેવા માટે રાત્રે તે સ્થળેથી ઉડીને જે કૃષ્ણ ભગવાનના મંદિરમાં તે વેશ્યા ભક્તિપૂર્વક દર્શન કરવા દરરોજ જતી હતી, તે મંદિરમાં ગયે. કૃષ્ણની મૂતિ ઉપર ઘણું ફૂલ ચઢાવેલા હતા. તે મૂતિના એક ભાગમાં ફૂલોની નીચે તે સંતાઈ ગયો. દોઢેક પહોર ચઢ, ત્યારે તે ગણિકા મંદિરમાં દર્શન કરવા આવી. તેણીએ મહાભક્તિથી શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. આ વખતે સમયને ઓળખનાર પિપટ ઉચ્ચ સ્વરે બે કેઃ “હે ભદ્ર! તારી ભક્તિથી હું સંતુષ્ટ થયો છું. હું તને વિમાનમાં બેસાડીને વૈકુંઠભવનમાં લઈ જઈશ; તે વાતમાં તું જરા પણ શંકા રાખીશ નહિ.” આ પ્રમાણે તે પિપટે કહ્યું. પણ પિપટને નહિ દેખવાથી તે કૃષ્ણની મૂતિએ જ કહ્યું છે તેવી તેણને ખાત્રી થઈ. Page #104 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી તેથી બહુ ખુશી થઈને તેણુએ કહ્યું કેઃ “ભગવન! મારા ઉપર આપે બહુ જ કૃપા કરી. મારે બીજું શું કરવું તે કહો, અને વૈકુંઠમાં મને ક્યારે લઈ જશો. વળી મારે દાન પુણ્યાદિક શું કરવું?” આ પ્રમાણે તેણે પૂછ્યું. પિોપટે જવાબ આપે કે “ભદ્ર! આ આવતી દશમના દિવસે બધું દ્રવ્ય સુપાત્ર દાનમાં આપી દઈને, બધા પરિવારને નેકરીમાંથી છૂટા કરીને, માથું મુંડાવીને, કાજળથી મુખ શ્યામ કરીને, જીર્ણ વસ્ત્ર પહેરીને, પરજને સહિત બપોરના વખતે આ મંદિરમાં આવજે, તે વખતે મારી સમીપ રહેલા આંબાના ઝાડ ઉપર એક પોપટને તું બેઠેલે દેખીશ, તે નિશાનીવડે ઘુઘરીઓથી રણઝણાયમાન થતું કૃષ્ણનું વિમાન તરત જ અહીં આવશે એમ શ્રદ્ધાપૂર્વક માનજે.” આ પ્રમાણે કહેવાથી તેને બધી બાબતનો વિશ્વાસ આવ્યો. વેશ્યા પિતાના ઘેર ગઈ. તેણે કહ્યા પ્રમાણે બધું કર્યું. લેભીઆ ધૂતારાથી જ ઠગાય છે. દશમ આવી. વેશ્યાએ પિપટના કહ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરી, મહાજન એકઠું થયું. અગાઉ કહ્યા પ્રમાણે બધું કરીને તે વેશ્યા કૃષ્ણના મંદિરમાં આવી. આખા નગરમાં તે વાત ફેલાઈ ગઈ. મધ્યાન્હ કાળ થયે, ત્યારે તે સ્થળે આખા નગરના લેકે એકઠા થઈ ગયા. તે વખતે તે પિપટ આંબાની શાખા ઉપર આવીને બેઠે. લેકોએ તેને દેખે, તેથી બધા બેલ્યા કે “અહે! Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫ પેપરની થા લિંગીનાં દર્શનથી લિંગનું અનુમાન થઇ શકે છે.” પછી ત્રણ પહેાર વીતી ગયા, પણ વિમાન આવ્યું નહિ. લે કે વારંવાર ઉંચે જોવા લાગ્યા. આ પ્રમાણે ઘણા વખત રાહ જોયા પછી તે પેટે વેસ્યાને કહ્યું કેઃ “અરે રાક્ષસી! કૃષ્ણ ક્યાં છે? વિમાન ક્યાં છે? તારી એવી પાત્રતા પણ કયાં છે? ફોગટ રાહુ શેની જૂએ છે? આ તે માત્ર જે જેવું કરે, તેને તેવા પ્રતિકાર કરવા જોઇએ, હિંસા કરે તેની હિંસા કરવી, તે ન્યાયે આ બધું મેં કર્યું છે. તેં મારી પાંખેા છેદી નાંખી તે મેં તારૂં મસ્તક મુંડાવ્યું.” લેાકાએ પેાપટને પૂછ્યું કેઃ “આ શું?”” એટલે તેણે બધી હકીકત વિસ્તારથી કહી માતાવી. તે સાંભળી લેકે બધા હસવા લાગ્યા, અને વેશ્યાની મશ્કરી કરવા લાગ્યા. વેશ્યા ઝંખવાણી પડી ગઈ, અને સર્વે લેાકેા પાતપેતાના સ્થાનકે ગયા. જેવા માણસ તેવું જ તેની સાથે વર્તન રાખવું જોઈએ. કરે તેવું કરીએ, તેા જગતમાં સુખે રહીએ.’દુનિયામાં એ પ્રમાણે જ જીવી શકાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ કાગડાની કથા બેટી સાક્ષી પૂરવા જેવું કોઈ પાપ જગતમાં નથી.” ડિલ નામના ગામમાં વૃક્ષેની ઘાટી ઝાડીથી શેભતી - પાળવાળું એક સુંદર સરોવર હતું. તે ઠેકાણે ઘણા કાગડાઓ રહેતા હતા. એક વખતે એક હંસ તેની પત્ની સહિત ચોમાસાની શરૂઆતમાં ત્યાં આવ્યું. માનસરોવર દૂર હોવાથી તે તે સ્થળે પહોંચી શકે તેમ નહે, તેથી તે રાજહંસ તે સ્થળે જ રહ્યો. કાગડાઓએ તેનું બહુમાન કરી તેને ત્યાં રાખે, અને પિતાના વૈભવ પ્રમાણે ભક્તિ વડે તેની તેઓએ સેવા કરી. અનુકમે ચોમાસું પૂર્ણ થયું, અને શરદઋતુ આવી. માનસરોવરને સંભાળતે તે રાજહંસ પિતાની પત્ની સહિત તે સ્થળે જવા તૈયાર થયે. કાગડાઓએ કહ્યું કે “ભાઈ! ઘણા વખત સુધી અહીં રહ્યા, ખાધું, પીધું, સૂતા, બેઠા, તેમાં અમારે કાંઈ અપરાધ થયે હોય તે ક્ષમા આપજે. વળી ફરી તમારા Page #107 -------------------------------------------------------------------------- ________________ કાગડાની કથા દર્શન ક્યારે થશે.” આ પ્રમાણે સાંભળતે તે રાજહંસ ચા . તેવામાં એક કાગડાએ હંસીને જઈને કહ્યું કેઃ “અરે! તમે આ સ્ત્રીને લઈને ક્યાં જાઓ છો? તે તે મારી સહધર્મચારિણી છે, બાળપણમાં પિતાએ સેંકડે મને પછી પ્રાર્થના કરવાથી મહામહેનતે તેને મારી સાથે પરણાવેલ છે.” હંસે કહ્યું કે “અરે! તું તે કાગડે છે, આ હંસી છે. કાગડા અને હંસીને મેળાપ કેવી રીતે થાય? તે વિધી બનાવ કેવી રીતે બને?” કાગડાએ કહ્યું કેઃ “આ બાબતમાં અહીંના ગામના લેકે સાક્ષી છે. તેઓએ તેની સાથે મારાં લગ્ન થતાં દેખેલ છે.” હંસે કહ્યું કે “ભલે, તેમાં શું વાંધો છે? ચાલે તેમની પાસે જઈને પૂછીએ?” આ પ્રમાણે વાદવિવાદ કરતાં હિંસીને સાથે લઈને, તે હંસ અને કાગડે ગામડીઆ એકઠા થએલા હતા ત્યાં આવ્યા, અને બંનેએ પોતપોતાની હકીકત કહી. ગામના લેકેએ ધ્યાનથી તે સાંભળી “હંસી કાગડાની પરિણીત સ્ત્રી કેવી રીતે થાય? ન થાય” એવો નિશ્ચય કરી તેને કહેવા જતા હતા. તેવામાં કાગડાએ તેઓને દૂર લઈ જઈને કહ્યું કે “અરે સાંભળે! મેં આ ખેટ કજીએ ઊભે કર્યો છે; પણ જો તમે મારા પક્ષમાં ભળશે નહિ, તે તમારે તય કરી તે ને દૂર લઈ જ કર્યો છે Page #108 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી બળદ, ગાય, ભેસ, ઘોડાઓ અને બીજા પણ જનાવરે કે જે વૃદ્ધ થયા હશે અથવા ક્ષતાદિથી જેઓની પીઠે પીડિત થઈ હશે; અને અહીંના ગોચરમાં ચરતા હશે, તે બધાંને ચાંચેના સેંકડો પ્રહાર વડે હું મરણાંત વેદના નીપજાવીશ. કહે હવે શું કરવું છે?” વળી ફરીથી તેણે કહ્યું કે “તમે ખેતરમાં જે ભાત તથા પાણીની માટલીઓ લઈ જાઓ છે, તેના ઉપર મળાદિ નાંખીને, હું તેને અપવિત્ર કરીશ, વળી વૃદ્ધોની ચક્ષુઓ ખેંચી કાઢીશ.” આવું સાંભળીને તે બધાં ભયભીત થઈ ગયા, અને એકત્રિત થઈને તેઓએ વિચાર કર્યો કે “આ હંસ તે પરદેશી છે, તેને પરાભવ કરશું તે તે આપણું શું અપ્રિય કરશે?” અને આ કાગડે તે અહીંને જ રહેવાસી છે, તેથી તેની સાથે વિરોધ કરે વ્યાજબી નથી, તેથી તે કહે તેમ જ કરવું.” આ પ્રમાણે વિચારીને તેઓએ કાગડાને કહ્યું કેઃ “અરે! તને જ હંસીને પતિ અમે કહીશું, તું કેપ કરીશ નહિ.” પછી કાગડે તે બધાને સાથે લઈને ગામડીયાએ ભેગા થયા હતા તે સ્થળે આવ્યા, અને હંસને કહ્યું કેઃ આ બધાને પૂછે છે કે સાચે અને કોણ ખોટે? હિંસ પણ પરદેશમાં હોવાથી તેજહીન થઈને બે કે “ભાઈઓ! આ હંસી કેની પત્ની છે? સાચું કહે!” તેને જવાબ દેવાને વિચાર ચાલતું હતું, તેવામાં કાગડે બે કેઃ “બહેન સરખા રંગની હોય, ભાર્યા તે પ્રતિકૂળ Page #109 -------------------------------------------------------------------------- ________________ કાગડાની કથા કુળમાં જ ઉત્પન્ન થએલી હોય, તેથી અન્ય કુળમાં ઉત્પન્ન થએલી આ હિંસી મારી જ પત્ની છે.” આ પ્રમાણે સાંભળીને એકઠા થએલા ગામના લેકે બોલ્યા કે “કાગડો જ હંસીને ખરો પતિ છે, અમે નાના હતા ત્યારથી તેને દીઠેલ છે.” આવા કાનને ઘાત થાય તેવાં કર્કશ વચને સાંભળીને હંસ તથા હંસી બંને આંખમાંથી આંસુ પાડવા લાગ્યા. તે સાથે કાગડો પણ આંસુ પાડવા લાગે. તે દેખીને ગામનાં લોકે આશ્ચર્ય પામ્યા અને કાગડાને પૂછ્યું કે અરે કાગડા ! અમે હંસીને તારી સ્ત્રી ઠરાવી; તેથી હંસ તે રૂદન કરે અને તેની ઉપરના રાગને લીધે, વિયેગ થવાથી આ હંસી પણ રૂવે તે તે ઠીક, પરંતુ તે તે વાદમાં જીત્યો છે, છતાં આવાં મુક્તાફળ જેવાં આંસુ કેમ પાડે છે.” તે સાંભળીને કાગડો બેલ્યો કેઃ “અરે ભાઈ! તમારા જેવા ખોટી સાક્ષી આપનારની મરણ પામ્યા પછી શું ગતિ થશે તે વિચારથી હું રૂદન કરું છું. એક ત્રાજવામાં અસત્ય સાક્ષીનું પાપ અને બીજા ત્રાજવામાં બીજું બધું પાપ રાખીએ; અને બંને તોળીએ તે અસત્યનું પાપ ઘણું વધી જાય છે.” પછી રાજહંસ તરફ જોઈને તેણે કહ્યું કેઃ “હે પક્ષીરાજ! તમે જાઓ, તમારી પત્ની તે મારી સ્વામીની છે, માતા છે, મેં તે આ જૂઠું બેલેનારાઓનું નાટક તમને Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કથામંજરી દેખાડયું. તમે સુખેથી તમારા માર્ગે જાઓ.” એમ કહી પત્ની સહિત રાજહંસને વિદાય કર્યો. પછી ગામના લોકે અને કાગડે પિતપતાના સ્થળે ગયા. બેટી સાક્ષી પુરવી, ખોટું બોલવું હમેશાં છોડી દેવું જોઈએ. તેમ કરવાથી અંતે હાંસીને પાત્ર થવાનો સમય આવે છે. જૂઠી વાત છેવટે પ્રગટ થયા વિના રહેતી નથી. અને પ્રગટ થયા પછી કોઈ તેનો વિશ્વાસ કરતું નથી. , , , Page #111 -------------------------------------------------------------------------- ________________ - S S2 M2 બ્રાહ્મણની કથા ૩૧ “માણસ જ્યાં જાય ત્યાં પૂર્વ કર્મ તો સાથે જ આવે છે.? ગદપુરમાં ઘણી વિદ્યાઓ ભણેલે પ્રદ્યોતન નામનો એક બ્રાહ્મણ રહેતા હતા. તેને કાલિકા નામની સ્ત્રી હતી. અનુક્રમે તે દરિદ્ર થઇ ગયે. એક વખતે અત્યંત ગરીબાઈથી મુંઝાઈને તે વિચારવા લાગે કેઃ “હવે મારે આ દેશમાં રહેવું એગ્ય નથી; તેથી આ દેશ છોડીને બીજા દેશમાં જાઉં.” આ પ્રમાણે વિચાર કરીને, કુટુંબને સાથે લઈને ઘરમાં માંગલિક માટે જાગતે દી રાખીને તેઓ ચાલ્યાં. નગર બહાર ગયા, તેવામાં સાંભર્યું કે “લાકડી ઘેર ભૂલી ગયે.” તેથી તે લેવાને પ્રદ્યતન ઘેર આવ્યા. તે વખતે ઘરમાં એક કેઈ શ્યામ વર્ણવાળી, શ્યામ વેષ પહેરેલી, માથે વાળના જુથવાળી બાલિકાને, માંગલિક Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ થામંજરી માટે મૂકેલા દીવામાંથી તેલ લઈને પગરખાને પડતી તેણે દીઠી. તેને દેખીને ભય લાગે, અને આશ્ચર્ય પણ થયું. પછી ધીરજ રાખીને તેણે તે શ્યામ વેષધારી બાધિકાને પૂછ્યું કે “હે ભદ્ર! તું કોણ છે? અને તું જેડાને તેલ શા માટે ચોપડે છે?” તે સાંભળીને અટ્ટહાસ્ય પૂર્વક તે બોલી કે “અરે બ્રાહ્મણ! જે આ ઘરને સ્વામી છે, તેની હું અધિગના છું. હું દારિદ્રય છું. તે દેશાંતર જાય છે, તેથી તેની સાથે જવાને જોડીને તેલ લગાડીને હું તૈયારી કરું છું” આવું સાંભળીને બ્રાહ્મણે વિચાર્યું કેઃ “બીજા દેશમાં પણ જે દારિદ્રય સાથે આવે, તે પછી આ સ્થાન છેડવાથી શું ફાયદ?” આ વિચાર કરીને તે કુટુંબ સહિત પાછો વળીને ઘેર આવ્યા. ગમે તે રથળે જઈએ પણ ભાવી મિથ્યા થતું નથી. જ્યારે ભાગ્ય દશા ઉલટી હોય, ત્યારે ધીરજ રાખી જે કાંઈ પ્રાપ્તિ થાય તેમાં સંતોષ રાખવે અને હિંમત ન હારવી તે જ ખરું ડહાપણ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ - - - એક જટાધારીની કથા ૩૨ ખરેખર એકાગ્ર ચિત્તવાળી ભક્તિથી દેવતા પણ તુષ્ટમાન થાય છે.” દ્રપુરમાં એક જડ બુદ્ધિવાળો તાપસ રહેતો હતે. તે શિવને જ ખરા દેવ તરીકે ગણતું હતું, તેથી કૃષ્ણ ઉપર તેને દ્વેષ હતા. એક વખત તે શંકરની યાત્રા કરવા માટે હરદ્વાર ગયે. ત્યાં હરિ તથા હરને તેણે એકઠા દીઠા. તેણે શંકરને પ્રણામ કર્યા, પરંતુ હરિને પગે લાગે નહિ; અને એક પગને આશ્રય કરીને શિવના ચરણ પાસે બહુ ભક્તિથી તેણે નૃત્ય કર્યું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કથામંજરી વળી જળ, પુષ્પ, ચંદન, પત્ર વગેરેથી તેણે શિવની પૂજા કરી. જ્યારે ધૂપની પૂજા કરવાનો વખત આવ્યે, ત્યારે તેણે બહુ સુગંધી ધૂપ કર્યો. તે વખતે હરિએ વિચાર કર્યો કે “ધૂપની સુગંધ અમારા બંનેના નાક પાસે જશે, તે આ ધૂપની સુગંધ લેતાં મને તે કેવી રીતે અટકાવશે?” આ પ્રમાણે હરિ વિચાર કરે છે, તેવામાં તેમના નાકમાં સુગંધને પ્રવેશ થતું અટકાવવા માટે તાપસે એકદમ પિતાના હાથના સંપુટવડે હરિનું નાક બંધ કર્યું. તેના આ કાર્યથી વિષ્ણુ બહુ આનંદ પામ્યા, અને સાક્ષાત્ પ્રત્યક્ષ થઈને કહ્યું કેઃ “અરે તાપસ! તે મારી ભક્તિ કરી નથી, પણ એકાગ્રપણાથી દેવો સંતુષ્ટ થાય છે; માટે હું તારા પર તુષ્ટમાન થયે છું. તારે જે જોઈએ તે માગ.” વિષ્ણુનાં આવાં વચને સાંભળીને તે તાપસે કહ્યું કે “મારે તમારી કૃપા જોઈતી નથી, અને તમારી પાસે વર પણ માગ નથી.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને, હરિ વિશેષ સંતુષ્ટ થયા. તેથી શંકર પાસેથી બાજુબંધ, મુકુટ, મણિ તથા અદશ્યકરણ, વશીકરણ વગેરેની સિદ્ધિઓ તેને અપાવી. એક જ દેવ પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા રાખવાથી અંતે ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. બધા દેવની શ્રદ્ધા રાખનારો અંતે નાસીપાસ થાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ - - - - - - •૦૦૦ અતૃત યતિની કથા ૩૩ “પરોપકારી મનુષ્યોએ સર્વને સંતોષ આપ, કોઈને ખેદ કરાવવો નહિ.” વાલપુરમાં કલિંગ નામને શેઠ રહેતો હતો. તેને પાંચ પુત્ર હતા. તેઓનાં હરિણ, દેવ, કુલનંદન, ચંદન અને વર્ધમાન નામ હતા. તેમને પ્રથમ પુત્ર સાધુઓની સેવા ભક્તિમાં બહુ તત્પર હતું. એક વખત તે ગામમાં એક આચાર્ય આવ્યા. તેઓના સમુદાયમાં બહુ સાધુઓ હતા. તેમાં એક સાધુ બહુ ગુણ હતા, તેમની સેવા હરિષેણ કરતે હતો. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કથામંજરી એક વખતે તેઓના હાડકાં, માંસ તથા ચામડી વગેરેની તે સારી રીતે સેવા કરતો હતો, તે મુનિને બહુ પ્રિય લાગી; તેથી હવે તું બંધ કરી એમ મુનિએ કહ્યું નહિ, એમ કરતાં એક પહેર વિતી ગયે. એટલે સેવાના લેભી તે સાધુએ વાત કરવાની શરૂઆત કરી. સાધુએ પૂછ્યું કેઃ “હે શ્રાવકજી! તમે કેટલા ભાઈ છે??? હરિષેણે કહ્યુંઅમે પાંચ ભાઈએ છિએ.” સાધુએ પૂછયું કેઃ તારું મોસાળ કયા ગામ છે?” હરિષેણે કહ્યુંઃ “અવંતિમાં છે.” સાધુએ પૂછયું કે તમે શેને વ્યાપાર કરે છે?” હરિજેણે કહ્યું: “અમારી સુતરની દુકાન છે.” આ પ્રમાણે વાત કરતાં ભૂલી જવાથી ફરી સાધુએ પૂછયું કેઃ “તમે કેટલા ભાઈ છે?” તેણે કહ્યું કે ચાર ભાઈએ છિએ.” સાધુએ કહ્યું કેઃ “પ્રથમ તે પાંચ કહ્યા હતા, હમણાં ચાર કહ્યા તેનું શું કારણ?” થાકી ગએલા શ્રાવકે કહ્યું: “જે તમારા હાથે ચડ્યો છે, તેનું જીવતર હવે શા કામનું છે? તે તે હવે જીવવાને નથી, તેથી તેને મરણ પામ્યા જે ગણીને, મેં બાકીના ચાર ભાઈઓ કહ્યા છે. તે સાંભળી સાધુ ચૂપ થઈ ગયા, અને ડી વાર પછી હરિષણને સેવા બંધ કરવાનું કહ્યું. અતિશય હમેશાં ત્યજવા જેવું છે, થોડામાં જ મીઠાશ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ -:: , MILY *--* IIIIIIIIIII એક ધર્મધર્ત વાણિયાની કથા ૩૪ Sઅરૂચ શહેરમાં કોઈ આચાર્ય રહેતા હતા. તેઓને સમુદાય બહુ મોટે હતે. તે શહેરની પાસે નર્મદા નામની મોટી નદી હતી. તે નદીમાં એક વખતે એક મોટું વહાણ આવ્યું. તેમાં કેટલાક લેકે ઉતર્યા, તેમાં એક વાણિયે પણ ઉતર્યો. તે બહુ કપટી હતો. તે શહેરમાં આવીને સાધુના ઉપાશ્રયમાં જ ઉતર્યો, તેઓને વંદન કર્યું. અચાર્ય સાથે પરિચય વધારવા માંડ્યો, અને બધાને વહાલે થઈ પડ્યો, આ પ્રમાણે પરિચય વધતાં આચાર્યના સમુદાયના બે નાના સાધુઓ સાથે તેને બહુ સારો પરિચય થઈ ગયે. એક દિવસ તે બંને શિષ્યને તેણે વહાણની વાત કહી, તેથી તે બંને નાના શિષ્યોને વહાણ જેવાની ઈચ્છા Page #118 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી ૧૦૮ થઇ. ગુરુને પૂછ્યા વગર જ તેઓ તે લુચ્ચા વાણિયાની સાથે નદી કિનારે આવ્યા. તે વખતે એક માટું વહાણ ઉપડવાની તૈયારી કરતું હતું. તેને દંડ ઊભા કરેલા હતા, અને શઢ પહેાળે કરેલેા હતા; અને તેમાં પવન પણ ભરેલેા હતેા. તે વિણકે “હમણાં જોઈ ને નીચે ઉતરી જઈએ છિએ” એમ કહીને તે શિષ્યાને તે વહાણ ઉપર ચઢાવ્યા, એટલે વહાણુ તરત જ હંકારવામાં આવ્યું. અનુક્રમે તેએ ખખ્ખરકુળમાં આવ્યા. તે વાણિયાએ તે બંને શિષ્યને શરીરમાંથી લોહી કાઢનારાઓને ત્યાં વેચી નાખ્યા. તે લેાકેા પુરુષના લેહીથી કપડાં રંગવાનું કામ કરનારા હતા. તેઓ પાસેથી પેલા લુચ્ચા વાણિયાએ દ્રવ્ય લીધું. અણીદાર હથિયારા વડે, તે લેાહી કાઢનારાઓએ બંને શિષ્યાની ચામડી ચીરીને લેાહી કહ્યું. આ પ્રમાણે કરતાં શરીરમાં માત્ર હાડકાં અને ચામડી માત્ર બાકી રાખ્યાં. આવી રીતે ઘણા વખત વીતી ગયા. એક વખત ભાગ્યચાગે ભરૂચ બંદરમાં રહેનારા પહેલાનાં પરિચયવાળા શ્રાવકે ત્યાં આવી ચઢયા. તેઓએ તે સાધુઓને એળખીને પૈસા આપી છેડાવ્યા, અને ભરૂચમાં પાછા લઇ ગયા. પછી લાગેલા પાપાનું પ્રાયશ્ચિત આપીને, તે બંનેને આચાર્યે સમુદાયમાં લીધા. આ વાતને બે ત્રણ વરસ વીતી ગયા, પછી ફરીથી Page #119 -------------------------------------------------------------------------- ________________ એક ધમધૂર્ત વાણિયાની કથા ( ૧૦૯ તે જ ધૂર્ત વણિક પાછો તે ભરૂચ શહેરમાં આવ્યો. શ્રાવકેને બાહ્યાચાર બતાવી જ્યારે તે સાધુઓને વંદન કરવા ગયે; ત્યારે આ બંને સાધુઓએ તેને ઓળખી લીધે, પણ તે વણિક તે શિષ્યને ઓળખી શક્યો નહિ. એટલે તેણે ફરીથી વહાણ જેવા આવવાનું તે બંને શિષ્યને આમંત્રણ આપ્યું. શિષ્યએ કહ્યું કેઃ “હે લુચ્ચા શ્રવક! અમે બમ્બરકુળ દેખ્યું, તારું ચરિત્ર જાણ્યું; હવે જેઓ તારા ચરિત્રને ના ઓળખતા હોય તેઓને વંદના કર ને ભેળવ” આ વણિકની વાત આખા સમુદાયમાં અને સંઘમાં ફેલાઈ ગઈ એટલે લોકેએ તેને તિરસ્કાર કરીને તેને કાઢી મૂકે. ધર્મને નામે ઠગાઈ કરનારા બહુ હોય છે, માટે તેવા ઠગારાથી સાવચેત રહેવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ ક અવિચારી કાર્ય કરનારની કથા ૩૫ ક્ષ્મીપુરમાં એક જટાધારી તાપસ રહેતે હતે. તેને એક બુદ્ધિ વગરને શિષ્ય હતો. એક દિવસે ગુએ શિષ્યને કહ્યું કેઃ “વત્સ! તું આ ધૂપ સળગાવવાનું પાત્ર લઈને બજારમાં જા, તેના એક પક્ષમાં ઘી અને એક પક્ષમાં * તેલ લઈ આવ.” તે મૂર્ખ શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે ઘી અને તેલ લેવા બજારમાં ગયે. તેણે વાણિયાને કહ્યું કે મને ઘી તથા તેલ આપ.” તેણે તે પાત્રમાં ઘી નાખ્યું, અને શિષ્યને કહ્યું કે “તેલ માટે બીજું પાત્ર લઈ આવ.” * પક્ષ એટલે બે ખાન અથવા અડધો ભાગ. અહીં વાસણના એક ખાનામાં ઘી તથા એક ખાનામાં તેલ લાવવાનું કહ્યું તેમ સમજવું. Page #121 -------------------------------------------------------------------------- ________________ અવિચારી કાર્ય કરનારની કથા ૧૧૧ તેણે કહ્યું કે: “આ પાત્રને બીજો પક્ષ છે, તેમાં તેલ આપે.” તેમ કહીને વાસણ ઉંધું વાળ્યું. વિણકે હસતાં હસતાં તેમાં તેલ નાખ્યું, પ્રથમ નાખેલ ઘી ઢોળાઈ ગયું. પછી શિષ્ય ગુરુ પાસે આવ્યે ગુરુએ પૂછ્યું કેઃ “ઘી અને તેલ લાવ્યે?” તેણે કહ્યું કે: “હા, લાવ્યેા.” પછી તે તેલવાળી માજી દેખાડવા લાગ્યું. માત્ર તેલ દેખીને ગુરુએ કોધથી પૂછ્યું કેઃ “અરે ! શ્રી ક્યાં છે?” તેણે કહ્યું કે: “બીજી બાજુ છે,'' ગુરુએ કહ્યું કે: “દેખાડ.” એટલે ઘી દેખાડવા માટે શિષ્યે વાસણ ઉંધું વાળ્યું, એટલે તેલ પણુ ઢાળાઇ ગયું. ઘી તે પ્રથમથી જ ઢોળાઈ ગએલું હતું. શિષ્ય તે વાસણ પકડીને, મેાં પહેાળું કરીને; ગુરુની સામે જોતા ઊભા રહ્યો, અને ગુરુને ઠપકા સાંભળવાને ભાગ્યશાળી થયા. વડીલ અથવા શેઠ તરફથી જે કાંઈ આજ્ઞા થાય તેના અમલ કરતાં પહેલાં પાતાની બુદ્ધિના અવશ્ય ઉપયાગ કરવા જોઈએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ = એક વણિકની કથા નક વણિક પિતાના નાના પુત્રને ખોળામાં લઈ બળદ ઉપર બેસીને પોતાના ગામથી બીજા ગામ જતો હતો. વચમાં એક ગામ આવ્યું, એટલે “લોકે મને બળદને દુઃખ આપનાર દયા વગર માને નહિ એવા વિચારથી તે પિતે બળદ ઉપરથી નીચે ઉતરી ગયે, અને છોકરાને પણ ઉતારી નાખ્યા. ગામમાં થઈને તે ચાલ્યો, ત્યારે લોકેએ કહ્યું કે: “આ બળદને બહુ જ સાચવે છે, તે શું તેને દુધ આપશે? તેના ઉપર કેમ કેઈ બેસતું નથી.” આ પ્રમાણે સાંભળીને પુત્રને બળદ ઉપર બેસાડ્યો. તે દેખીને લેકે બોલ્યા કે “અરે! આ વૃદ્ધ તે મૂર્ણ દેખાય છે. બાળકની રક્ષા કરે છે, પણ પોતે બળદ ઉપર કેમ બેસતો નથી?” આવું સાંભળીને પુત્રને ઉતારી તે વૃદ્ધ તેના ઉપર બેઠે. Page #123 -------------------------------------------------------------------------- ________________ એક વણિકની કથા ૧૧૩ તે દેખીને લે કે એ કહ્યું કે “અરે! આ વૃદ્ધ તે શરમ અને દયા વગરને લાગે છે, પિતાના બાળક–પુત્ર–ને ચલાવે છે અને પોતે લુલાની માફક બળદ ઉપર બેઠે છે.” આ પ્રમાણે લોકોની જૂદી જૂદી વાણી સાંભળીને વણિકે વિચાર કર્યો કેઃ “જૂદી જૂદી રીતે બેલનાર લોકોને શે વિશ્વાસ? આપણને જેમાં પિતાનું હિત લાગતું હોય, તે આચરણ કરવું. જે બધા લોકોને સંતોષ આપવાની ઈચ્છા રાખે છે, તેનું કાર્ય મોટા ભાગે સફળ થતું નથી.” અર્થાત્ બધા લોકો રાજી થઈ શકતા જ નથી. એમ વિચારીને બંને જણા બળદ ઉપર બેઠા અને ધારેલા ગામે પહોંચ્યા. ગામને મેઢે ગરણું બંધાતું નથી લોકો તે પિતાને ફાવે તેમ બોલે છે. પિતાને જે માર્ગ લાભકારી અને હિત કરનારો જણાય તે અનુસાર વર્તવું તે જ સુખી થવાનો માર્ગ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ Nilky will W WAKAN llinwill) ચેરની કથા ૩૭ નાકરવર્ધનપુર નામના નગરમાં એક ઘરમાં સાસુ અને વહુ બે જણા રહેતા હતા. એક વખતે તે ગામમાં ઘણા ચેર આવ્યા. સાસુ અને વહુ બંને જણે રાત્રે જાગતા હતા. અંધારામાં એક ચોર તેમના ઘરમાં દાખલ થયો. કિઈ જાગે છે કે નહિ તે જાણવા માટે ધીમાં ધીમાં પગલાં ભરતે તે ચાર એક ખૂણામાં ઊભે રહ્યો. સ્ત્રીઓને તેના આવવાની ખબર પડી ગઈ. તે જાણવા છતાં સૂતાં સૂતાં વાત કરવા લાગી. સાસુએ કહ્યું કે “વહુ! તું તે બહુ ભેળી છે, કાંઈ સમજતી નથી. હમણું કેટવાલની બેદરકારીથી ગામમાં ચારે બહુ ફરે છે, તે શું તું જાણતી નથી? તે તારા હાર, અર્થહાર, કંકણ વગેરે દાગીનાઓ કઈ ગુપ્ત સ્થાનમાં કેમ મૂક્યા નથી? તે તારા તથા મારે ઘરેણું પણ આ પાસેના Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧પ ચારની કથા કોઠારીઆમાં જ મૂક્યા છે, એટલે તેની પાસેના વૃક્ષ ઉપર ચઢીને ચોરેને લેતાં કેટલી વાર લાગે તેમ છે ?” આ પ્રમાણે સાંભળીને તે ચાર ધીમેથી બહાર નીકળીને પાસે રહેલા લીમડાના વૃક્ષ ઉપર ચડ્યો. તે વૃક્ષ ઉપર એક મોટો મધપૂડો હિતે. ચોર ચડ્યો, એટલે મધમાં ચાટવાથી તથા તીર્ણ મુખવડે તેના શરીર ઉપર ચટકા ભરવાથી તેના શરીરમાંથી લેહીને પ્રવાહ ચા. તે દુઃખથી પીડા પામતે, ચાર નીચે ભૂમિ ઉપર પડ્યો. તેને ધબાકો સંભળા, એટલે ઘરમાં રહેલી ડોશીએ કહ્યું કેઃ “આ કેણ પડ્યું?” ચારે કહ્યું કે “તમારી વાણી ઉપર વિશ્વાસ રાખે તે ચોર પડ્યો.” ડોશીએ કહ્યું કેઃ “અરે! ધિક્કાર છે તેને, તે એટલું પણ સમયે નહિ કે વૃક્ષની પાસે કે ઠારીઆમાં કઈ ઘરેણાં રાખે?” તે સાંભળીને ચાર મધમાખીઓના ડંખથી દુઃખી થતા, ત્યાંથી ચાલ્યા ગયે. પારકાનાં વચન ઉપર માણસ અને સમય જોઈને વિશ્વાસ રાખી શકાય. Add Page #126 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રની કથા ૩૮ બુદ્ધિવાન એવા વિદ્વાનની સાથે બાલવું, જડની સાથે બોલવું પણ નહિ.” ટલીપુત્રમાં યજ્ઞદત્ત બ્રાહ્મણને મહાબુદ્ધિશાળી ચિત્ર નામને એક પુત્ર હતું. તે શાસ્ત્રાદિ શીખવા માટે મહદય નામના ગામમાં ગયે. ત્યાં જ્ઞાનદર્પણ નામના ઉપાધ્યાય રહેતા હતા, તેની પાસે વિનયપૂર્વક ચિત્રે અભ્યાસ કર્યો. વિદ્યા ભણીને ગુરુની આજ્ઞા માગી સ્વદેશ તરફ જવા માટે તૈયાર થશે. - ગુરુએ પણ બહુ વાત્સલ્યપૂર્વક ઘણાં પુસ્તક આપી શિખામણ દઈને રજા આપી. ગુરુએ ચાલતી વખતે કહ્યું કે. “વત્સ! બેટા પાઠ કહેનાર જટાધારીઓ સાથે બુદ્ધિ ભ્રષ્ટ થવાના ભયને લીધે સોબત કરવી નહિ. તેમની સાથે વાદ પણ કરે નહિ. પછી ગુરુની શિખામણ મસ્તકે ચઢાવીને, Page #127 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રની કથા - ૧૧૭ પુસ્તકે એક બળ ઉપર મૂકીને તે ચાલ્યું. મુસાફરીના પાંચમા દિવસે તેણે એક નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે વરસાદ વરસવા લાગે. પુસ્તક પલળી જવાની બીકથી સ્થાન શોધતાં તે શિવે એક જટાધારીની ઝુંપડી દીઠી. જટાધારીએ તેને બોલાવ્યા, એટલે તે મઠમાં ગયે. ગુરુની શિખામણ તેને યાદ હતી, પણ કાર્ય જરૂરનું હતું તેથી ચિત્રે તે સ્થળે પુસ્તક ઉતાથ, બળદને બાંધ્યું, અને તે મઠમાં રહ્યો. રાત્રે વાર્તાલાપના વખતે જટાધારીએ કહ્યું કે “ચૈત્ર! તને શું શું આવડે છે?” તેણે કહ્યું કે “હું પંડિત છું. તેથી તમે જે પૂછશે તેની વ્યાખ્યા હું સ્વતંત્ર રીતે કરીશ.” તે સાંભળીને જટાધારીએ કહ્યું કેઃ જાતરી કુંજતિ ભરડ ભસંગી મુહગરી જડ પાંડરી! તડ તડ ભેજઈ મહણ દેઈ પડતડ તે ધસમસ આને અર્થ કહે? ચિત્રે આ વાક્ય સાંભળીને બહુ વિચાર કર્યો, પણ તેને અર્થ આવો નહિ. તેથી તે ઝંખવાણે પડી ગયે. વળી તે તાપસે કહ્યું કેઃ “આ વાક્ય સાંભળ.” સિરિગિરિ બલઈ રાણા, સિરિગિરિ દી જજઇ કાણા; સિરિગિરિ બલઈ પંડિચા, તીખરિને તાસિરિગિરિ સિિિગરિ.” ચિત્ર તે આનો અર્થ પણ કરી શક્યો નહિ. જટાધારીએ કહ્યું કેઃ “આને અર્થ પણ જે તને આવડત Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કથામંજરી નથી, તે તારી પંડિતાઈ શા કામની?” ચૈત્ર મનમાં બહુ ઝંખવાણે પડી ગયે. તે પ્રશ્નોના ખુલાસા પૂછવા તે ઉપાધ્યાય પાસે પાછે ગયે. પછી તેને વંદન કરીને મઠમાં બનેલી બધી હકીકત કહી, તે કવિતેના અર્થ પૂછયા. ગુરુએ તે બંને કવિતના અર્થ કરતાં કહ્યું કે “હે વત્સ! ફૂટ પાઠને અર્થ ગુઢ હોય છે, બાકી તારાથી કાંઈ પણ અજ્ઞાત નથી. તેમાંનું પહેલું કવિત ઢંગધડા વગરનું છે. તેને સાર એ છે કેઃ “હે ભસ્માંગી! (પાર્વતી!) જ્યાં મૂર્ખ અથવા પંડિતો જમે છે, ત્યાં હું વૃષભધ્વજ (શંકર) જમું છું.” આ કલેક ઉમા મહેશના સંવાદમાંથી લીધેલ છે. બીજે કલેક તે જાણીતે લોક પ્રસિદ્ધ છે. તેને અર્થ એ છે કેઃ “રાજા એક જ વખત બોલે છે. કન્યા એક જ વાર અપાય છે, અને પંડિત પણ એક જ વાર બેલે છે. આ ત્રણે એક જ વખત થાય છે.” આ પ્રમાણે પરંપરા જાણીને ચિત્રે કહ્યું કેઃ “ભગવન્! હું શું કરું? વરસાદની વૃષ્ટિને લીધે પરતંત્ર થઈને, મેં તે મઠમાં પ્રવેશ કર્યો હતે. હવેથી તેવા મૂર્ખાઓની સોબત નહિ કરું.” ગુરુએ કહ્યું કેઃ “વત્સ! તેઓના જડપણાની આ નવાઈ નથી. પહેલાં પણ સાંભળ્યું છે કેઃ “નવ તાપ એક ગામથી ચાલ્યા. વચ્ચે નદી આવી, બધા તરીને સામે પાર ગયા; એમાંના એકે કહ્યું કે “આપણી સંખ્યા ગણે Page #129 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રની કથા ૧૧૯ કે જેથી કેાઈ ડૂબી ગયા છે કે નહિ તેની ખબર પડે.' પછી તેઓ ગણવા લાગ્યા, તે પેાતપાતાને ગણતા નહેાતા.” આઠ જ થયા. અંધા આઠ થવાથી એક પાણીમાં ડૂકી ગયા છે, તેમ ધારી બધા રાવા લાગ્યા. તેવામાં બીજા મુસાફરો આવ્યા, તેઓએ રૂદન કરવાનું કારણ પૂછ્યું. તેએની વાત સાંભળીને બહુ મુશ્કેલીથી તે નવ જ છે' તેમ તેને સમજાવ્યું, અને બધા પાતપેાતાને રસ્તે પડ્યા. આ હકીકત સાંભળીને ગુરુને નમીને, તે સ્વદેશ તરફ પેાતાના ગામ ગયેા. વિદ્યાને લીધે તે મેાટા માણસેાથી પણ પૂજવા લાગ્યું. જેવી સાબત તેવી અસર' તે આ કથાનું રહસ્ય છે. તે માટે જ મૂર્ખની સાખત નહિ કરવાનું શાસ્ત્રકારોએ કહેલું છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ મ RF AshwAAAM MM એક વેશ્યાની કથા ૩૯ બહારને ભપકો દેખીને ડાહ્યા માણસે વિશ્વાસ કરવો નહિ.” દરપુર નગરમાં એક ચંદનક નામને બ્રાહ્મણ રહેતે હતો. તે કપટ કળામાં બહુ જ હોંશિયાર હતે. તેણે બજારમાંથી એક પોપટ વેચાતો લીધો, અને તેને ઘેર લઈ જઈને લેકે, ગાથાઓ, ધકે, વગેરે શીખવવા લાગે. પણ તે પોપટ જડ બુદ્ધિવાળે હોવાથી તેને કાંઈ આવડ્યું નહિ “પક્ષીઓમાં પણ જ્ઞાનને અંગે ઓછા વત્તા પણું હોય છે.” Page #131 -------------------------------------------------------------------------- ________________ એક વેશ્યાની કથા ૧૨૧ પછી બ્રાહ્મણે તેને શીખવ્યું કે “વીસ વીસા.” આટલું બોલતાં પણ પોપટને મહા મહેનતે આવડ્યું. પછી યુવાન તથા રૂપવાન એવા તે પિપટને પાંજરામાં ઘાલીને, ચાર રસ્તાઓ ભેગા થતા હતા ત્યાં તેને વેચવા માટે તે લઈ ગયા. તે સ્થળે એક કુદિની આવી. તેણે તે પોપટને દીઠે. તેણે બ્રાહ્મણને પૂછ્યું કે “કેમ આ પોપટ વેચવાનો છે?” તેણે કહ્યું: “હા કુટ્ટિનીએ પૂછયું કેઃ “આ પિપટ કાંઈ ભણેલે છે.” બ્રાહ્મણે કહ્યું કેઃ “તે તેને જ પૂછો.” કુદિનીએ પોપટને પૂછયું કેઃ “વત્સ પિપટ! તને સારી ભાષા બોલતાં આવડે છે?” પિપટે શાંત રીતે કહ્યું કેઃ “વીસઈ વિસા.” ફરીથી તેણે પૂછ્યું કે ચત્વરે ચત્વરે રામ, પર્વત પર્વત શિવ, એવું બોલતાં આવડે છે?” પિપટે ફરીથી જવાબ આપ્યો કેઃ “વીસ વીસા” વેશ્યા તે સાંભળીને રાજી થઇ, અને “આ પોપટ મારા ઘેર આવનારા ભેગી પુરુષને આનંદ કરાવશે.” એમ ધારીને ઘણુ રૂપિયા આપીને તે પોપટ તેણે વેચાતે લીધે. બ્રાહ્મણ રૂપિયા લઈને ચાલતે થો. કુટ્ટિની તેને લઈને ઘેર ગઈ. પછી પોપટને ખવરાવ્યું. મધ્યાન્હ સમયે તેણે પિોપટને પૂછયું કેઃ “વત્સ શુક! તને સારા ક્ષે કે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કથામંજરી સૂક્તો આવડે છે?” પોપટ બોલ્યો કે “વીસ વીસા.” વેશ્યાએ કહ્યું કે “ત્યારે બોલ.” પણ તે બીજાં કેદ સૂક્ત બે નહિ. રામાયણ, મહાભારત વગેરેની વાતો પૂછી. તેના જવાબમાં માત્ર “વીસઈ વસા” સિવાય બીજું કાંઈ તે બોલે નહિ. એટલે તેણીએ કહ્યું કે “છેતરાણી રે છેતરાણ પિોપટે કહ્યું કે “વીસઈ વિસા” વેશ્યા બેલી કેઃ “અહો! તે ધૂર્ત બ્રાહ્મણે મને ઠગી.” પિપટ બેઃ “વીસ વીસા.” એટલે તેણી ખિન્ન થઈને ચૂપ થઈ ગઈ. બાહ્યારથી ઘણી વખત છેતરાઈ જવાય છે, માટે કઈ પણ વસ્તુ ખરીદતાં પહેલાં પૂરેપૂરી તપાસ કરવી. તે આ કથાનું રહસ્ય છે. Ve/)(@th S ' Page #133 -------------------------------------------------------------------------- ________________ Juત - - - - - - પુત્ર વધુની કથા ૪૦ લાંબા સમયે કાર્ય કરનાર દરેકને ખેદ ઉપજાવે છે.” ભાતિનપુરમાં કામપાલ નામને વણિક રહેતા હતા. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કથામંજરી તેને બેલાહિકા નામની પુત્ર વધુ અને મલ્લ નામને પુત્ર હતો. બેલાહિકા બહુ જ આળસુ હતી. કેઈ પણ કામ તેને સેંપવામાં આવતું, તે હર્ષપૂર્વક કોઈ વખત પણ કરતી નહોતી. એક દિવસ સવારમાં તેને ઘેર મહેમાન આવ્યા. શેઠે સ્વાગત કરીને બેસાડ્યા. તે વખતે સૂર્યોદય થયો હતો ને અંધકારને નાશ થયે હતો. મંદિરોમાં ઘંટના અવાજ તથા અન્ય વાજી2 વાગવા શરૂ થઈ ગયા હતા. તે વખતે શેઠે પુત્ર વધુને કહ્યું કે વહુ! દી કરો.” તેણે કહ્યું કે “કરૂં છું.અતિથિઓએ પૂછ્યું કે “જગતના દીપક સમાન સૂર્યને ઉદય થયો છે, છતાં અત્યારે દીપક કરવાનું શું પ્રજન છે?” શેઠે કહ્યું કે “તમે અમારી વહુને વ્યવહાર જાણતા નથી. તેને અત્યારે દી કરવાનું કહીશ, ત્યારે તે સાંજે દ કરશે, તેથી જ મોડું કરવાનું હોય તે પ્રથમથી કહી રાખવું પડે છે.” શેઠનાં આવાં વચન સાંભળીને મહેમાનોએ વિચાર્યું કેઃ “અહો! જ્યાં આવી સ્થિતિ વર્તે છે, ત્યાં દેવાર્શન ક્યારે થશે? ભેજના કયારે થશે? તાંબુલાદિ ક્યારે થશે? તેથી અહીંથી ચાલ્યા જવું તે જ ઉત્તમ છે. કુદેશ અને કુસ્વામી હોય તે સ્થળે ન રહેવું તેમાં જ શોભા છે.” આ પ્રમાણે વિચારીને મહેમાને કાંઈ બહાનું કાઢીને, ત્યાંથી ચાલ્યા ગયા, તે પાછા આવ્યા જ નહિ. આળસ માણસના અંગમાં રહેલે ખરેખર શત્ર છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ એક વિપ્રની કથા ૪૧ “જે મનુષ્યના ભાગ્યોદય થાય તેા તેને અચાનક લક્ષ્મી મળી જાય છે.” ગો... ભરપુર ગામમાં હલસેન નામના બ્રાહ્મણ રહેતા હતા. તે યુવાન હતેા, પણ નિર્ભાગી, જડ બુદ્ધિવાળા, કડવી ભાષા ખેલનારા, દીન, કુરૂપ તથા દરિદ્રી હતા. તેને નિરંતર કંકાસ કરનારી કૃતિકા નામની સ્ત્રી હતી. તે હંમેશાં સાંજે એકઠા થએલા દાણામાંથી રાખ કરતી ને તેને ખાવા આપતી હતી. હમેશાં રામ ખાવાથી બ્રાહ્મણ કંટાળી ગયેા. પણ સ્ત્રીની પાસે તે ખેલી શકતા નહાતા. એક દિવસ તે રાખ પીરસી, એટલે બ્રાહ્મણે કહ્યું કેઃ “હું આજે રામ ખાવાના નથી.” આ સાંભળીને તે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કથામંજરી બ્રાહ્મણીને ખૂબ ક્રોધ ચડ્યો, અને એક સળગતું લાકડું ચૂલામાંથી લઈ તેને મારવા તે દેડી. તેની બીકથી તે બ્રાહ્મણ તે સ્થળેથી નાશી ગયે. તેણી પણ હાથમાં બળતું લાકડું લઈને ઘણા વખત સુધી તેની પછવાડે દેડી. પછી પાછી વળીને તે પિતાના ઘેર આવી. તે પછવાડે આવે છે તે વિચાર કરતે તે બ્રાહ્મણ તે તેની બીકથી દોડતો દોડતે નગરના કિલ્લાને ફરતી બાંધેલી ખાઈના મધ્યભાગમાં પસી ગયે. તે વખતે સૂર્યાસ્ત થયા. અંધારું થયું તેથી તેને ઉંઘ આવવા માંડી, અને તે બ્રાહ્મણ તે તે સ્થળે ઉંધી ગયે. રાત ચાર ઘડી બાકી રહી, ત્યારે તે નગરમાં ચોરી કરીને કેઈ ચારે તે ખાઈમાં આવ્યા. ઘણા વખત પહેલાં ભજન કરેલું હોવાથી તેઓ બહુ ભૂખ્યા થઈ ગયા હતા. એક ચિરની પાસે ભાતામાં નાળીએર હતું. તે ફોડવા માટે તેઓ પથરે શોધતા હતા. તે વખતે તે ઉંઘતા બ્રાહ્મણનું માથું તેઓના હાથમાં આવ્યું. ખાઈને મધ્યભાગ અને રાત્રી, તેથી અંધારાને લીધે તે માથાને માટે પત્થર જાણીને તેઓએ નાળીએર વધેરવા માટે માથા ઉપર પછાડ્યું. તેના આઘાતથી તે બ્રાહ્મણ જાગી ગયો. અને વિચારવા લાગ્યું કે “ખરેખર! રાબ નહિ ખાવાથી ક્રોધમાં આવેલ મારી પત્ની હાથમાં સળગતું લાકડું લઈને આવેલ છે, અને તેણે જ મને આ ઘા માર્યો જણાય છે.” Page #137 -------------------------------------------------------------------------- ________________ એક વિપ્રની કથા ૧૧૭ "" તેથી ઉચ્ચ સ્વરે તે ખેલ્યા કેઃ “ખાઉં છું, ખાઉં છું. બ્રાહ્મણ તે હું રામ ખાઉં છું. માટે હું પત્ની! તું મને શા માટે મારે છે” તેવી બુદ્ધિથી બેધ્યેા હતા, પણ ચારાએ ધાર્યું કે: “અહીં કોઈ રાક્ષસ કે ભૂત જણાય છે.” આવા વિચારથી ચારીના માલ બધા તે જ સ્થળે રહેવા દઇને, તેઓ તે સ્થળેથી નાશી ગયા. ઘેાડા વખત પછી સવાર પડી. બ્રાહ્મણ આજુબાજી જોવા લાગ્યા. તેા પેાતાની પત્નીને તેણે દેખી નહિ. માત્ર વસ્તુઓથી ભરેલાં પોટલાં પડેલા દીઠા. જ્યારે તેણે તે પેટલાં છેાડવાં, ત્યારે સોનું, રૂપું, પરવાળા, મેાતી, રેશમી વસ્રા વગેરે મેાટા શેઠના ઘરને લાયક કિંમતી વસ્તુએ તેમાં દેખી; તેથી તે વસ્તુએ તે જ પ્રમાણે આંધી ઉપાડીને તે ઘેર આવ્યેા. વાઘણુના જેવી, દારૂણ રૂપવાળી તેની પત્નીએ સામે આવીને ગર્જના કરી કે કેમ? ક્યાં ચાલ્યા ગયા હતા ? જલદી પાછા જાઓ.” બ્રાહ્મણે કહ્યું કેઃ “પ્રિયે! જે દિવસેામાં તેં મારી ગુલામની જેમ નિર્ભર્ત્યના કરી હતી, તે મારા દિવસો હવે ગયા છે. હવે તેા ભાગ્યે મને કુબેરના જેવા શ્રીમંત કર્યા છે, જો સેાનું વગેરે બધું તપાસ.” એમ કહીને તેણે ગાંસડીઓ નીચે મૂકીને છેાડી, એટલે તે બધી લક્ષ્મી દેખીને પેલી સ્ત્રી તા હર્ષઘેલી થઇ ગઇ. તેના ક્રોધ ક્યાંય ચાલ્યેા ગયા, અને સ્વામિન્! ઘણું જીવા, દાસીને લાયક Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કથામંજરી હુકમ ફરમાવે. તેમ બોલતી દેવની જેમ તેની આરાધના કરવા લાગી. જ્યારે નશીબ પાંસરું થાય છે, ત્યારે સંપત્તિ સહેજે આવી મળે છે. એ વખતે અવળા હાથે નાખેલા પાસા પણ સવળા પડે છે, અને ઘર સમૃદ્ધિથી ભરાઈ જાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ હAS S એક ધૂતારાની કથા ૪૨ “અસત્ય બેલનાર પુરુષો કોણે કષ્ટમાં નાખતા નથી.” વંતિનગરીમાં મહીધન નામે શેઠ રહેતો હતો. તેને નવી નવી કથાઓ સાંભળવી બહુ વહાલી હતી. તેની પત્નીનું નામ મદનિકા હતું. એક વખતે તે ગામમાં ધૂતારાઓનું ટોળું આવ્યું. તેઓએ અંદરો અંદર એવી વ્યવસ્થા કરી હતી કેઃ “એક માણસે વારાફરતી બધાને ભોજન કરાવવું.” એ ઠરાવના અનુસાર સવારના પહોરમાં એક ધૂર્ત બ્રાહ્મણને વેષ પહેરીને તે શેઠના ઘેર પહોંચ્યું, અને તેને કહ્યું કેઃ “અહે ભાગ્યશાળી! મારા કુટુંબ માટે મને ભેજન આપે. કહ્યું છે કે જે અનાજ ખેતરમાં વાવીએ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કથામંજરી તેનાથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, અને ઘરમાં જે નાખીએ તેને મૂળમાંથી નાશ થાય છે.” તેનાં આવાં વચન સાંભળીને શેઠે તેને કહ્યું કે “પહેલાં જે બની ન હોય, વર્તમાનમાં જે બનતી ન હોય અને ભવિષ્યમાં જે બને તેવી ન હોય, તેવી જે કથા મને કહે તેને હું ભેજન આપું છું.” આવી કથા કહેવાને તે ધૂર્ત અસમર્થ હોવાથી તે પિતાના યૂથમાં પાઇ ગયે. તેણે સર્વ ધૂને કહ્યું કે “આજે મેં એક શેઠ પાસે ભેજનની માગણી કરી. તેણે કહ્યું કે “જે બની ન હોય, જે બનતી ન હોય, અને બને તેવી ન હોય, તેવી જે વાર્તા મને કહે તેને હું ભેજન આપું છું. આવી કથા કહેતાં મને આવડતી નહોતી, તેથી હું પાછો આવ્યો છું. જે આવી કથા કહેવાને સમર્થ હોય તે તેની પાસે જઈને ભેજન મેળવે.” તેણે કહેલી આ હકીકત સાંભળીને એક મહા ધૂર્ત બેલ્થ કે “તેને તેવી વાર્તા કહી સંભળાવીશ.” આવી પ્રતિજ્ઞા કરી તે શેઠ પાસે ગયા અને બેઠે. પછી કહ્યું કે શેઠ! હમણાં મેં આ નગરમાં એક નવાઈ જેવું દેખ્યું. દશ પુરુષોથી મુશ્કેલીથી ઉપાડી શકાય તેવા એક રીંગણાને શાક બજારમાં એક પુરુષ ફક્ત પાંચ લેષ્ટિક (તે વખતનું ચલણી નાણું) વડે વેચે છે.” આવી અપૂર્વ વાત સાંભળીને, તે જોવાને વણિકને વિચાર થયે, અને પેલા ધૂર્તને ઘરના રક્ષક તરીકે Page #141 -------------------------------------------------------------------------- ________________ એક ધૃતારાની કથા ૧૩૧ બેસાડીને તે ગયેા. તે સમયે તેની પત્ની નજીકના કુવા ઉપર પાણી ભરવા ગઈ હતી. સૂના ઘરનું પેલેા ધૂર્ત રક્ષણ કરતા હતા, અને પાન ખાતા હતા. થોડા વખતમાં શેઠાણી પાણી ભરીને આવી, અને પતિને નહિ દેખવાથી તથા તે નવીન માણસને જોવાથી તેણે પૂછ્યું કેઃ “તમે કાણુ છે? શેઠ યાં ગયા ?” ધૂતારાએ કહ્યું કે: “હું તે પરદેશી છું, ભાજન માટે શેઠ પાસે આવ્યેા હતેા. હું સૂક્તાદિથી તેમને ખુશ કરતા હતા, તેવામાં એક યૌવનમત્ત શ્રી આવી, તેની સાથે શેઠે ઘણા વખત સુધી વાત કરી, અને પાન ખાધાં, તે સ્રી શેડને સાથે લઈને કાંઈક ગઈ છે; તેઓએ નાંખેલા પાનની પીચકારીએ આ રહી.” એમ કહીને પેાતે નાંખેલી પાનની પીચકારીએ દેખાડી. આ વાત સાંભળીને માથા ઉપર રહેલા જી ભરવાને માટીનેા ઘડા ભૂમિ ઉપર નાખી દઈને ક્રોધાયમાન થએલી તે સ્ત્રી ખેાલી કે: “તે પાપી કચે રસ્તે ગયા ?” એટલે જે રસ્તે શેઠ ગયા હતા, તે જ રસ્તે તેણે શેઠાણીને દેખાડયો. તેણી પછવાડે દોડી, અને પતિને દેખ્યા. પેલા ધૃતારાએ કહેલા રીંગણને શેાધતા શૂન્ય મનથી તે આમતેમ ભટકતા હતા. તેને દેખીને તે સ્ત્રીએ રાડ પાડીને કહ્યું કેઃ “અરે! પરીલંપટ! ખારાક શેાધનાર ઉત્તરની માફક આમતેમ ભટકે છે?” આ પ્રમાણે કહીને રસ્તા ઉપરની ધૂળ તથા કચરા તેના ઉપર ફ્રેંચે. Page #142 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી શેઠે કહ્યું કે: “આ શું ? આ શું?” તેણી તે ક્રોધે ભરાઈને દુર્વચના કહેવા લાગી. ૧૩૨ શેઠે પૂછ્યું કેઃ “જેમ ફાવે તેમ કેમ બેલે છે? તને શું થયું છે?” તેણીએ કહ્યું કેઃ “ અરે સ્વચ્છંદી! દુરાત્મા! મને વિદેશીએ કહ્યું કેઃ ‘પરસ્ત્રીની સાથે તેના એલાવવાથી તમે ગયા છે?’” શેઠે સેંકડો સોગંદ ખાઇને તેને સમજાવીને કહ્યું કેઃ “તે ધૃતારાએ મને પણ ઠગ્યા, અને તને પણ ઠંગી જણાય છે, ધૂળ તથા કચરો હવે કુવા કાંઠે સાફ કરીને ઘેર જઈ એ.” તેઓ નહાવા ગયા. ઘરના ગેાખમાં બેઠેલા તે ધૃતારાએ તેમને દૂરથી દેખ્યા. આ વખતે શેઠની બેન પરિવાર સહિત બહારગામથી આવી. તે ઘરમાં પેઠી, પણ પેાતાના ભાઇ કે ભાભીને તેણે દીઠાં નહિ; તેથી તેણે તે ધૂતારાને પૂછ્યું કેઃ “અરે! શેઠ તથા શેઠાણી ક્યાં ગયા છે?” તે ધૃતારાએ કહ્યું કે: “તેમના સગાંવહાલામાં કોઈના મરણ થવાના સમાચાર આવવાથી, તે નિમિત્તે સ્નાન કરવા માટે કુવા પર ગયા છે. જુએ, આર્ચિતા આવા ખબર મળવાથી આ પાણી ભરવાને ઘડા ફાડી નાંખીને ગયા છે.” એમ કહીને શેઠાણીએ ફાડી નાંખેલેા ઘડા અતાન્યેા. Page #143 -------------------------------------------------------------------------- ________________ એક વૃતારાની કથા ૧૩૩ શઠ બુદ્ધિવાળે અસત્યને પણ સત્ય કરી દેખાડે છે. ચિતારો, ઉંચું, નીચું, સર્વને સરખું કરે છે. પાણીને ઘડે ફેડેલ દેખીને તે વાતનો વિશ્વાસ આવ્યું. એટલે શપૂર્ણ માં કરીને તેની રાહ જોતી બેઠી. તે દંપતી જળથી ભીંજાએલ કેશ, તથા વસ્ત્ર સહિત આવ્યા. તેમને સ્નાન કરીને આવતાં દેખીને તેમને ગળે વળગીને શેઠની બેન રોવા લાગી. તેઓએ પણ રેવાનું શરૂ કર્યું. તેઓએ વિચાર્યું કે બેનના સાસરીયામાં ખરેખર કાંઈ અનિચ્છનીય બનાવ બન્યો હશે, તેથી તે દુઃખથી દુઃખી થતી તે આપણી પાસે આવીને રૂદન કરે છે.” રોતાં રોતાં ત્રણેને અવાજ બેસી ગયો ત્યાં સુધી રોયા. પેલો ધૂતારો ઊભા ઊભે હસતે હતે. રોતાં રેતાં બધાં નીચે બેઠા. બેને પૂછયું કે “કેણ મરણ પામ્યું છે.” તેઓએ પૂછયું કેઃ “તારા સાસરીયામાં કેણ મરણ પામ્યું છે?” તેણીએ કહ્યું કે “મારા સાસરીયામાં તે સર્વ કુશળક્ષેમ છે, કઈ મરણ પામ્યું નથી.” શેઠે પૂછયું કેઃ “ત્યારે તું કેમ રેતી હતી?” બેને કહ્યું કે “તમને શોકમગ્ન તથા સ્નાન કરેલા દેખીને હું રોતી હતી.” Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કથામંજરી શેઠે પૂછ્યું કે “તને તેવું કોણે કહ્યું ?” તેણીએ આંગળીના આગળના ભાગથી પેલા ધૂતારાને દેખાડ; એટલે ખૂણામાં બેઠેલા અને હસતા ધૂતારાને શેઠે બેલાવ્યો અને પૂછ્યું કે “અરે ભાઈ! તે આવું કાર્ય કેમ કર્યું? પહેલાં મને રીંગણાની વાત કહીને છેતર્યો, મારી પત્નીને મારા શિયળ સંબંધી બેટી વાત કહીને ઠગી; અને મારી બેનને અમને શોકમગ્ન કહીને ખેદ પમાડી. તેનું શું કારણ?” ધૂતારાએ કહ્યું કેઃ “શેઠ! અમે માત્ર ભેજનના અથ છીએ, તમે સરલ ભાવથી તે કઈને કાંઈ આપતા નથી, અદ્ભુત વાર્તા કહેવાનું કહે છે, એટલે આવી અદ્દભુત કથા બીજી કોઈ નથી, અમે તે વાર્તા તમને કહી અને તમે પ્રત્યક્ષ અનુભવી.” આ સાંભળી શેઠ ચમત્કાર પામે અને બધા ધૂતારાઓને એક દિવસ મીઠાઈ જમાડી. ધૂતારાની કળા કેળવીને ઘણા કાર્યસિદ્ધિ કરતાં દેખાય છે. તેથી ધૂતારાઓથી ખૂબ ચેતીને ચાલવું જોઈએ. : . છે Page #145 -------------------------------------------------------------------------- ________________ S : ---- એક અધમ પુરુષની કથા લવામાં ઉજજયિની નગરીમાં એક રજપુત હમેશાં રાજદરબારમાં જ હતું, અને નેકરી કરતો હતો. તે જગ્યાએ એક વખતે નોકરી કરવાને ઈરછતે ગુજરાતને એક લુચ્ચો બહાદુર લઈ આવ્યો. તેઓ બંને સિંહદ્વાર પાસે બેઠા અને પરસ્પર વાત કરવા લાગ્યા. પહેલાં તે ઉજજયિનીના રહેનારે ગુજરાતના રહેનારને પૂછ્યું કે “આપનું નામ શું છે?” Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કથામંજરી તેણે જવાબ આપે કે “મા બાપ ગજસિંહ કહે છે.” પછી “ગજ અને સિંહ એવા ભય કરનારા નામે સાંભળીને તેને વિચાર કરતાં તેઓ ચૂપ બેઠા. પછી ગુજરાતના રહેવાસીએ પૂછયું કેઃ “ભાઈ! તમારું નામ શું છે?” માલવાવાસીએ મૂછ ઉપર હાથ નાંખીને કહ્યું કે “ભાઈ! મારા તે બહુ નામ છે. જેવા કે વીશ વીંછી, સાત સર્પ, ચાર ચિત્તા વગેરે.” આ સાંભળીને ગુજરાતવાસી મન ધરી રહ્યો. આ વાતને કેટલાક દિવસ વીતી ગયા. એક દિવસે આકાશમાં વાદળાં હોવાથી રાત અંધારી દેખાતી હતી, તેવા વખતે દરબારમાં થપાટ મારીને ગુજરાતના રહેવાસીએ માલવવાની તલવાર લઈ લીધી. માલવવાસીએ જાણી લીધું કે “આ ગજસિહે જ લઈ લીધી છે” તે તેનાથી એટલે ભય પામ્યું કે તે સમયે અને સવારે ફરીથી તેઓ મળ્યા, ત્યારે પણ તેને કાંઈ કહી શકે નહિ. સવારે ગુજરાતવાસીએ પૂછયું કે અરે ભાઈ! તારા નામો ક્યા ક્યા છે? માલવવાસીએ કહ્યું કે “મેં જે મારા નામે તમને કહ્યાં હતાં તે તે ગઠવી કાઢેલાં હતાં. મારું મૂળ નામ તે કઈ નહિ એવું છે. આ પ્રમાણે સાંભળીને ગુજરાતને રહેવાસી સંતુષ્ટ થયા અને બે કે “તે સત્ય છે, જે તારું આવું જ નામ હોય તો આ તારી તલવાર લઈ લે.” Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ એક અધમ પુરુષની કથા માલવવાસીએ માથું નમાવ્યું ને તલવાર લઈ લીધી; પણ મિથ્યાભિમાન કરનાર તેને જરા પણ શરમ આવી નહિ. ઘણા માણસ પાસે કાંઈ પણ ના હોય તો પણ મિથ્યા આડંબર કરનારા હોય છે. આવા આડેબરથી જગત છેતરાતું નથી; અને મિથ્યા આડંબર કરનારને વખત આવે પસ્તાવું પડે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ -- તાપસની કથા પાલક નામનું એક ગામ હતું. ત્યાં ઘણા જાનવરોને માલિક બકુલ નામને શેઠ રહેતો હતો. તે તાપને પરમ ભક્ત હતા. તેણે એક તાપસને આમંત્રણ કરીને પોતાના ઘરની નજીકમાં રાખ્યા હતા. તેના ઘરની નજીકમાં જ ગોન માટે વાડ હતું. તે સ્થળે સાંજે Page #149 -------------------------------------------------------------------------- ________________ તાપસની કથા ૧૩૦ ઘણી ગાય અને બળદો આવતા હતા. તે ગાયેના ટેળામાં એક બહુ પુષ્ટ શરીરવાળે, અને મોટી ખાંધવાળે બળદ હતો. તેના ગળામાં ઘંટડીઓ બાંધેલી હતી. તેને બે વાંકા વળેલાં ધનુષ્યાકારવાળા એક બીજાના છેડા અડેલા સુંદર શીંગડાં હતાં. તે શીંગડાં દેખીને હમેશાં સાંજે તથા રાત્રે તે તાપસ વિચાર કરતા કે “જે હું આ બે શીંગડાંની વચ્ચે મારું માથું નાખું તો શું થાય?” આ વિચાર કરતા છે મહિના વીતી ગયા. એક દિવસ સાંજના વખતે તે બળદના બે શીંગડાની વચ્ચે તેણે માથું ખેચ્યું. તેનાથી ક્ષેભ થવાને લીધે તે બળદ એકદમ ઊભું થઈ ગયે, તેની જટા બધી તે શીંગડામાં એવી રીતે વીંટાઈ ગઈ કે તાપસ પિતાની મેળે છૂટો થઈ શકે નહિ. બંને શીંગડા વચ્ચે તેને રાખીને બળદ તે દેડવા માંડ્યો. તેને આમતેમ હલાવવાથી તે બહુ દુઃખી થઈને બૂમે પાડવા લાગે; તેથી લેકો ભેગા થઇ ગયા. બહ મહેનતે તે તાપસને બળદ પાસેથી છોડાવ્યો. અને ઉપચાર કરીને સાજો કર્યો. પછી લેકેએ તેને ઠપકે આપે કેઃ “આ કાર્ય વિચારીને કર્યું નથી, તેથી જ તમે આવી પીડા ભેગવી.” આ સાંભળીને કોધથી રાતાપીળા થઈ જઈને તે જટાધારી તાપસે કહ્યું કેઃ “વિચાર કરતાં છ માસ વીતી ગયા, ત્યારપછી જ આ કાર્ય કર્યું છે, છતાં અવિચારી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કથામંજરી પણે આ કાર્ય કર્યું છે, એમ તમે શાના કહો છે?” આ સાંભળીને લેકે હસીને, તેની મૂર્ખતાનો વિચાર કરતાં વિખરાઈ ગયા. ખાટી બાબતનો વિચાર કરી કાર્ય કરવા જતાં પસ્તાવાનો વખત આવે છે. * * Irity IIIrrings) Page #151 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યની કથા અવિની ખંડ નગરમાં માયાવીર નામને વૈદ્ય રહે હતો. એક દિવસ તે પરદેશ જવા નીકળ્યા. રસ્તામાં એક નદીના કાંઠે ચીભડાંની વાડી તેના જોવામાં આવી. તે વાડીમાં કોઈ નહિ હોવાથી, તે વૈધે તેડી તેડીને પિતાની મરજી મુજબ ચીભડાં ખાવા માંડયાં. એટલામાં તે વાડીને માલિક હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યો, અને કુંભાર ગધેડાને મારે તેવી રીતે તેણે લાકડી વતી વૈદ્યને મારવા માંડ્યો. તેને હાથ જોડી માફી માગી. વૈદ્ય ત્યાંથી છૂટીને, નજીકના ગામમાં પહોંચે. ગામમાં જતાં એક દેવમંદિરની પાસે, ઘણા પરિવારવાળા એક રાજાને તેણે દીઠે. એટલે રાજા પાસે જઈને તેણે આશીર્વાદ દીધા. રાજાએ પૂછયું કે તમે કેણ છે ?” તેણે કહ્યું કે “હું વૈદ્ય છું.રાજાએ પૂછયું કે “તમે વૈદ્યકમાં શું શું જાણે છે?” વૈદ્ય કહ્યું કેઃ “યુવાન પુરુષ કે સ્ત્રીના અને તિર્યંચ વગેરેના જે જે રોગે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કથામંજરી હોય, તેની હું ચિકિત્સા સારી રીતે જાણું છું.” રાજા તેને મહેલમાં લઈ ગયે. રાજાએ તેને જમાડો, અને તેની પૂજા કરીને એકાંતમાં પૂછ્યું કે “મારા માથામાં યુવાન અવસ્થામાં તાલ પડી છે, તેથી સ્ત્રીઓ મારી મશ્કરી કરે છે, તેથી તે તાલ મટી જાય તે ઉપાય કરો.” વૈદ્ય કહ્યું કેઃ “તેમાં શું કહેવું?” યમુનાના પાણીથી ભીંજાએલા ઝાડનાં મૂળ લાવીને તરત જ ઓષધિ તૈયાર કરી લગાડીશ કે તાલ મટી જશે. “તે સાંભળીને શા આનંદ પામ્યા, અને કહ્યું કે ઔષધે તાકીદે એકઠાં કરે.” પછી વૈદ્ય રાજાના ઘોડા ઉપર બેસીને થોડા સેવકને પરિવાર સાથે લઈ નદી કાંઠે આવેલી પેલી વાડી પાસે ગયે અને તેણે ચીભડાંના મૂળ તપાસતાં, તેની જરૂર જણાવી તે વૃક્ષો મૂળમાંથી ખેદી કઢાવ્યા અને તેમાંથી જોઈતી વસ્તુઓ રાજમહેલમાં લાવ્યો. તેને બાળી નાખી, તેની રાખ કરી, તે સાથે ઔષધિઓ મેળવી તેલ નાખીને રાજાના માથા ઉપર લગાડ્યું, અને કહ્યું કે “આ દવાથી તાલ મટી જશે, પરંતુ તમારે વાંદરાને બીલકુલ વિચાર કરે નહિ.” ઔષધિ લગાડે સાત દિવસ થઈ ગયા પણ તાલ તે ગઈ નહિ. રાજાએ પૂછયું કેઃ “અરે વૈદ્ય! આ ઔષધથી કાંઈ ગુણ જણાતું નથી, તેનું શું કારણ?” Page #153 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યની કથા ૧૪૩ વૈદ્ય કહ્યું કે “તમે વાંદરાનો વિચાર કર્યો જણાય છે; જે સંપૂર્ણ વિધિ સચવાઈ હોય, તે કાર્ય સિદ્ધ થયા વગર રહે જ નહિ.” તે સાંભળી રાજા મૌન રહ્યો. ઈચ્છા નહિ હોવા છતાં પણ તેનાથી વાંદરાને વિચાર થઈ ગયો હતે. વૈધે તે પછી ચીભડાંની વાડીના માલિક પાસે જઈ કહ્યું કે અરે! તેં તે મને માર માર્યો, પણ મેં તો તારું સર્વસ્વ ખવરાવ્યું છે.” તે માલિક તેના પગે પડ્યો. પછી વૈદ્ય બીજા દેશમાં ચાલ્યો ગયો. માણસ સમય ઓળખીને યોગ્ય વાણી બેલે તો કાર્ય સિદ્ધિ તરત થઈ જાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર શેઠની કથા ૪૨ D કન્યપુર નગરના ચંદ્ર નામને એક શેઠ રહેતે હતો. - તે સરળ અને કરૂણાવાળો હતે. તે નગરને રાજા અરિમન પણ પ્રજાનું પુત્રની માફક પાલન કરનાર હતે. એક દિવસ તે ગામમાં “કઠુઆ અને બડુઆ' નામવાળા બે રાક્ષસ ભાઈઓ અને તેઓની બેન “સેહી’ પણ આવી. તેઓ અદશ્ય રીતે ઘેર ઘેર ફરીને, નવા નવા રેગ ઉત્પન્ન કરીને લોકોને જીવ લેતા હતા. પ્રજ ઉપર આવી પડેલી આ આફતથી રાજા બહુ દુઃખી થયે. એક દિવસે રાજાએ હુકમ કર્યો કે જે કોઈ માણસ મારા નગરજને ઉપર થતા આ ઉપદ્રવનું નિવારણ કરશે, તેને તે જેટલું માગશે તેટલું દ્રવ્ય હું આપીશ.” રાજાને હુકમ તે સ્થળે બેઠેલા શેઠના સાંભળવામાં આવ્યું. પછી શેઠ પિતાના ઘેર આવ્યા. તે શેઠ આગલા દિવસે બાળકને ખાવા માટે તલ લાવેલ હતું, તે તલ બાળકે ખાતા હતા, અને મરજી મુજબ રમતા હતા. પર શક દિવસ ઉપર 4 દ્રવ્ય માં આ Page #155 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર શેઠની કથા ૧૪૫ તે વખતે તે કડુ, ખડુઆ અને સાહી ત્રણે રાક્ષસેા તે શેઠના ઘેર મનુષ્ય ભક્ષણ કરવા આવ્યા. શેઠ પુણ્યશાળી હાવાથી તે એકદમ તે શેઠના ઘરમાં પેસી શક્યા નહિ. તે ઘરમાં પેસવાને લાગ શેાધતા હતા, તે સમયે મધ્ય આસરીમાં બેઠેલા શેઠને એક માળકે કહ્યું કેઃ “પિતાજી! આ તલ કડવા છે, અને તેમાં કાંકરીએ છે. તે કેવી રીતે ખાઇએ?” તે સાંભળીને ક્રોધ કરીને પ્રાકૃત ભાષામાં શેઠ મેલ્યા કે: કડુઆઅડુ-સાહિ માહિ.” તે પ્રમાણે ત્રણ ચાર વખત તેણે મેટા અવાજે કહ્યું. બહાર ઊભેલા ત્રણે રાક્ષસાએ શેઠનાં વચને સાંભળ્યાં. તેમણે બાળક ધીમેથી બેલેલા હૈાવાથી તેનું વાક્ય સાંભળ્યું નહોતું. શેઠનાં આવાં વચને સાંભળીને ત્રણે રાક્ષસેા વિચારવા લાગ્યા કેઃ “આપણે અદૃશ્ય રીતે અહીં આવ્યા છિએ, છતાં પણ આપણું આગમન આ શેઠ જાણે છે, તેની પાસે કાંઇ મંત્ર વગેરેની શક્તિ હોવી જોઇએ.” આવા વિચાર કરીને શેઠના પુણ્યેાયથી તેઆ ભયથી ગભરાયા, એટલે તરત જ શેઠની પાસે આવી પ્રગટ થઇને તેણે પગે પડયા, અને બેલ્યા કેઃ “અરે શેઠ! અમારી વગેાવણી શા માટે કરા છે? અમે કઠુઆ-બહુઆ-સાહી નામવાળા ત્રણે તમારા દાસ છિએ, હવે મેાટા અવાજે એલશે નહિ.” આ પ્રમાણે સાંભળીને કલ્પના કરી લઈ શેઠ હસીને Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કથામંજરી બોલ્યા કે “ હવે તમને જીવતા જવા દઈશ નહિ.” તેઓ વારંવાર તેની ક્ષમા માગવા લાગ્યા. એટલે શેઠે રાજી થઈને કહ્યું કે “એક વખત તમને હું રાજા પાસે લઈ જઈ તેને દેખાડીશ, પછી તમને મૂકી દઈશ, તમને મારીશ નહિ. જાઓ, તમને મારું અભય વચન છે.” એમ કહી તેમને તે વાતની સાબીતી માટે હાથથી વચન આપીને રાજા પાસે લઈ ગયો. રાજાને તે રાક્ષસે દેખાડ્યા અને તેઓને છોડી દીધા. લેકના ઉપદ્રવકારી વ્યાધિઓ તે રાક્ષસોએ સંહરી લીધા. રાજાએ શેઠને પુષ્કળ દ્રવ્ય આપ્યું. લેકે નિર્ભય થયા. - જ્યારે પુણ્ય પાંસરું હોય ત્યારે બધું સીધું થઈ જાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ખી અનેવીની કથા ४७ કૅલિવર્ધન નગરમાં મલકેતુ નામના એક શેઠ રહેતો હતેા, તે અજ્ઞાનીઓમાં શિરેામણી અને હું ખેલનારા હતા. તે નજીકના ગામમાં જ પરણ્યા હતા. એક વખત તે પેાતાની પત્નીને તેડવા માટે સાસરાના ગામમાં ગયા. સાસરીયાંઓએ સ્નાન, વિલેપન, ભેાજનાર્દિકથી તેને સત્કાર કર્યો. હતા. તેને ગીતવિદ્યામાં કુશળ પાંચ સાળાએ મલયકેતુની પત્ની પણ ગીતવિદ્યામાં પ્રવીણ હતી. મલયકેતુને આવે બે ત્રણ દિવસ થયા, ત્યારે સાળાઓએ વિચાર કર્યો કેઃ “આપણા બનેવી સ્વરાદિ સમજે છે કે નહિ, તેની આપણે પરીક્ષા કરીએ. કાલે આપણે પંચમ રાગમાં ગાઈશું.” Page #158 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી આ વાત એને સાંભળી અને તેણીએ મલયકેતુને કહ્યું કે: “આવતી કાલે તેએ પચમ રાગમાં ગાશે, તમે તે જ રાગ કહેજો અને સાવધાન રહેજો, નહિ તે તેઓ તમારી મશ્કરી કરશે.” તેણે તે બરાબર ધારી લીધું, બીજા દિવસે તેઓએ પંચમ રાગમાં ગાવાનું શરૂ કર્યું. ૧૪૮ પછી તેઓએ તેને પૂછ્યું કેઃ “આ કયા રાગ કહેવાય ?”’ તેણે કહ્યું કે: “પંચમ રાગ” બધા વિખરાયા. દૂર જઈને તેઓએ વિચર કર્યો કેઃ ગઇકાલે આપણી વાત સાંભળીને અહેને તેમની મશ્કરી થશે તેમ ધારીને તેમને રાગનું નામ કહ્યું હશે તેમ લાગે છે. હવે પછી આપણે ધનાશ્રી રાગ ગાઈશું, પણ આપણે આ હકીકત બેનને જાણવા ન દેવી. તેમને રાગની ખબર પડતી નથી, તેથી તે આપણે રાગ સમજશે નહિ, તેથી તેમની મશ્કરી કરવાની મજા પડશે.” આવા વિચાર કરીને બીજા દિવસે તેઓ એકઠા થયા, અને ધનાશ્રી રાગ ગાવાની શરૂઆત કરી. પછી તેઓએ અનેવીને પૂછ્યું કેઃ “અમે કયા રાગ ગાઇએ છિએ.” તેણે કહ્યું કે: “તમે ઝૂમ રાગ ગા છે.” તે સાંભળીને બધા હસવા લાગ્યા. સાળાઓએ કહ્યું કે: છઠ્ઠમ રાગ તા હજી સુધી સાંભળવામાં આવ્યેા નથી.” તે સાંભળીને મૂછ મરડતા મલયકેતુ ખેલ્યે કેઃ Page #159 -------------------------------------------------------------------------- ________________ બનેવીની કથા ૧૪૯ “અરે મૂઢ લોકો! તમને ધિક્કાર છે! ગઈકાલે પંચમ રાગ ગાયે હતા, તે આજે છઠ્ઠમ કેમ ન હોય?” તેની પત્નીને શરમ આવવાથી તે ઊભી થઈ ગઈ, અને આગળ આવીને ધનાશ્રી રાગ ઓળખવા માટે તેણે થાળી ઉપાડી. તે દેખીને તે મૂર્ખ બુદ્ધિવાળા બે કે અરે, મેં પહેલાં અવિચારી પણે કહ્યું હતું, પરંતુ તે ‘તલડે” રાગ હતો. એટલે બધા વધારે હસવા લાગ્યા.” સાળાઓએ પૂછયું કેઃ “તમે તેલડો રાગ કેવી રીતે જા ?” તેણે કહ્યું કેઃ “તમારી બહેન જ સંકેતદ્વારા તે કહે છે, જુઓ, જુઓ.” તેઓએ થાળી ફેરવતી પિતાની બહેનને દીઠી. આ પ્રમાણે દેખીને તેઓ વિશેષ મશ્કરી કરવા લાગ્યા અને બોલ્યા કેઃ “અહો! બનેવી તે સ્વરવિદ્યામાં ને ગાયનમાં અતિશય નિપુણ દેખાય છે!” જે વાત આપણે સમજતાં ન હોઈએ, તેને ખોટો ડોળ કદિ પણ કરે નહિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ * એક દંપતિની કથા ४८ બુદ્ધિવાને કોઈની પાસે પારકું રહસ્ય પ્રગટ કરવું નહિ.” ચિનપુરમાં બહુ રૂપવંત સકલ નામને શેઠ રહે તે હતું. તેને સલક્ષણા નામે પત્ની હતી. રૂપથી દેવાંગનાઓને પણ હરાવે તેવી અપ્સરાના જેવી મદનમંજરી નામે તેમને એક પુત્રી હતી. તે યૌવનવતી થઈ, ત્યારે શ્રીપુર નગરના રહેવાસી વસંતધ્વજ શેઠના મકરધ્વજ નામના પુત્ર સાથે પરણાવી. Page #161 -------------------------------------------------------------------------- ________________ એક દંપતીની કથા ૧૫૧ એક વખત તે પુત્રી સાસરેથી પિતાના ઘેર આવી. ત્યાં તે કાઇ યુવાનના પ્રેમમાં લુબ્ધ થઇ જવાથી સાસરે જવાની ઇચ્છા કરતી નહોતી. થાડા વખત ગયા પછી તેને પતિ તેણીને તેડવા માટે કાંચનપુર આણ્યે. તે સસરાને ઘેર ભેાજનાદિથી સત્કાર કરાતા પાંચ-છ દિવસ રહ્યો. પછી પુત્રીની ઈચ્છા નહિ હેાવા છતાં પણ માત – પિતાએ જમાઈની સાથે પુત્રીને મેકલી. ત્રણેક દિવસના પ્રવાસ પછી એક કુવા પાસે તે બંને આવ્યા. ત્યાં તેએએ ગાડું છેડયું, અને ચરવા માટે બળદને છૂટા કર્યા. મકરધ્વજ કુવા પાસે ગયે। અને એક દોરડું બાંધીને ઘડા તેણે પાણી કાઢવા માટે કુવામાં નાખ્યા. તે વખતે પરપુરુષમાં લુબ્ધ થએલી માનમંજરીએ પિયર પાછા જવાની ઈચ્છાથી પતિની પછવાડે ઊભા રહીને, તેને કુવામાં નાંખી દીધા. મકરધ્વજ તરવામાં બહુ કુશળ હાવાથી તરીને કુવાની અંદર આવેલા નિરૂપદ્રવાળા સ્થાનમાં રહ્યો. આ પ્રમાણે પતિને કુવામાં નાખી દઈને તે પગે ચાલતી, પિતાના ઘેર પાછી આવી. માખાપે પૂછ્યું કેઃ “તું એકલી કેમ પાછી આવી?” તેણે કહ્યું કેઃ “મારા પતિને ચાર લેાકેા ઉપાડી ગયા છે, અને હું મહા મુશ્કેલીથી તેમની પાસેથી છૂટીને અહીં આવી છું. ગાડું, બળદ અને અમારૂં ધન વગેરે બધું ચાર લુંટી ગયા છે,’ Page #162 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી કેટલેક વખત ગયા પછી કોઇ મુસાફો તે કુવા પાસે પાણી પીવા આવ્યા. તેએએ દયા લાવીને મકરધ્વજને કુવામાંથી બહાર કાઢચો; એટલે તે પેાતાના ગામ ગયા. માબાપે પૂછ્યું કેઃ “વત્સ! તું એકલા પાછે! કેમ આવ્યે” ૧૫: મકરધ્વજે કહ્યું કેઃ “રસ્તામાં ચાર લોકોએ ઉપદ્રવ કર્યાં, ને ગાડું વગેરે લુંટી લીધું, મારી વહુ નાશીને ક્યાંક ચાલી ગઈ, તે કયાં ગઇ તે હું જાણુતે નથી. હું એકલે તમારી પાસે આવ્યેા છું.” એમ કહીને મકરધ્વજ ત્યાં સુખે રહેવા લાગ્યા. એમ કરતાં એ વર્ષ વીતી ગયા પછી મકરધ્વજ ફરીથી વહુને તેડી લાવવા સાસરે ગયા. સાસુ તથા સસરાને નમસ્કાર કર્યા. તેઓએ પૂછ્યું કેઃ “તે વખતે અહીંથી જતાં શું બન્યું હતું?” તેણે કહ્યું કેઃ “ચારના ઉપદ્રવ થયા હતા.’ તે સાંભળી મદનમંજરીએ વિચાર્યું કે: “બહુ સારે। જવાબ આપ્યા. મારા હૃદયમાં પ્રવેશી મારે ભાવ જાણીને જ ઉત્તર આપ્યા જણાય છે. એમના જેવા ગંભીર હૃદયવાળા કોઈક વિરલ જ હોય છે. તેમણે મારી વગેાવણી જરાએ કરી નથી, હવે હું દાસીની જેમ તેમની સેવા કરીશ; અને મારા મનથી પણ તેમનું અહિત ચિંતવીશ નહિ.” પછી મામાપની આજ્ઞા લઈને તે પતિની સાથે રહેવા લાગી અને તેની સેવા-સુશ્રુષા કરવા લાગી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પતિ જાગ્યા કરતા. તેની આ વગર મીઠાં વા એક દંપતીની કથા તે પતિ જમ્યા પછી જમતી, સૂતા પછી સૂતી, પતિ જાગ્યા પહેલાં પથારી છોડી દેતી, તેમની મરજી મુજબ વર્તન રાખતી, તેની આજ્ઞા કઈ પણ વખત લેપતી નહિ. “હુકમ ફરમાવે, સુખેથી રહે” વગેરે મીઠાં વચન બેલતી હતી. આવી રીતે વર્તતાં તેમને અનુક્રમે ઘણો પરિવાર થયે, બંનેને બધે યશ ફેલાયે, કુળની વૃદ્ધિ થઈ. મકરધ્વજ પણ સુખેથી વ્યાપારાદિ કરવા લાગ્યો. એક વખત મકરધ્વજના ખેતરમાં ઘણી ગાયે પસી ગઈ, અને જૂદા જૂદા ધાન્ય વગેરે ખાવા લાગી. તેના પુત્રોએ ઘણી મારી, પણ તે ખેતરમાંથી નીકળતી નહોતી. તેઓ થાકી ગયા અને પિતા પાસે આવી કહેવા લાગ્યા કેઃ આ ગાયોને તમે આવીને કાઢશે, કે જેથી તેઓ નીકળી જશે.” શેઠે કહ્યું કે “પુત્ર! કહેવા કરતાં ન કહેવું તે જ ઉત્તમ છે.? એક વખત પુત્રએ પૂછ્યું કેઃ “પિતાજી! આ વાક્ય વારંવાર કેમ બોલે છે. તેને શું અર્થ છે? તે કૃપા કરીને કહે. વારંવાર દરેક પ્રસંગે આપ એમ જ કહે છે. તેથી તેમાં કાંઈ પણ ગુઢાર્થ રહેલે જણાય છે, માટે તેનું મૂળ કારણ કહે.” આમ કહેવા છતાં મકરધ્વજે તેનું મૂળ કારણ કહ્યું નહિ, તેથી તેઓ ઉપવાસ ઉપર ઉતરી ગયા. ઉપવાસ (લાંઘણ) કરતાં બે દિવસ થયા, ત્યારે શેઠે કહ્યું કેઃ “અરે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કથામંજરી પુત્રો! આને ભેદ કહેવાથી તમને ભવિષ્યમાં બહુ દુઃખ થશે, માટે પૂછવું રહેવા દે.” પણ તેઓ તે તે વાતને જ આગ્રહપૂર્વક વળગી રહ્યા. પછી શેઠે પહેલાની વીતક કથાકુવામાં નાખવું, ફરીથી પતિને રંજન કરવું ને સંતાન થવા વગેરે હકીકત કહી સંભળાવી. આ વૃત્તાંત જાણીને તેઓનાં હૃદય શાંત થયા, લાંઘણ મૂકી અને જમ્યા. ત્યાર પછી કેટલાએક દિવસ વીતી ગયા. એક વખત બધા પુત્રોમાંથી એક પુત્રે માતાને પૂછ્યું કેઃ માતા! તે કોઈ દિવસ મારા પિતાજીને કુવામાં નાખ્યા હતા” બીજા કોઈ પાસે પ્રગટ નહિ થએલ આ ગુપ્ત વાતને ભેદ ખુલ્લે થવાથી તેણીનું અંતઃકરણ ઘવાયું. તેણીએ પુત્રને પૂછ્યું કે “વત્સ! તને આવું કોણે કહ્યું?” બાળસ્વભાવને લીધે તેણે બધી હકીકત કહી, અને કહ્યું કેઃ “અમારા અતિશય આગ્રહથી મારા પિતાએ આ હકીકત કહી છે.” મદનમંજરી તે વાત સાંભળીને જેમ લુંટાણી હોય અથવા મરવા પડી હોય તેમ હેબતાઈ ગઈ, અને ઘરમાં જઈને સૂઈ ગઈ. અત્યંત શરમ આવવાથી તેનું હૃદય ફાટી ગયું. આ પ્રમાણે એક પહોર વીતી ગયા. ભજન અવસરે તેને સૂતેલી જોઈને, તેના પતિએ તેની પાસે જઈને જોયું; તે ફાટી ગએલા હૃદયવાળી તે મરણ પામેલી લાગી. શેઠે કહ્યું કેઃ “મારી કહેલી ગુપ્ત વાતનો ભેદ પ્રગટ થવાથી તે મૃત્યુ પામેલી જણાય છે; અહે! હું જીવતાં છતાં પણ મરણ પામેલ છું. આવું સ્ત્રીરત્ન મને ફરીથી ક્યાં Page #165 -------------------------------------------------------------------------- ________________ એક દંપતીની કથા ૧પપ મળશે? અને આ પાપનું નિવારણ કયાં જઈને હું કરીશ? હવે ઉચું મુખ રાખીને હું તેની પાસે જઈ શકીશ? શું હું કુવામાં પડું? કે પર્વત ઉપર ચઢીને પૃપાપાત કરું!” આ પ્રમાણે બેલતો તે બેભાન થઈ ગયા. શીત ઉપચાર કરવાથી તેને ભાન આવ્યું, ત્યારે તે ઉચ્ચ સ્વરે રેવા લાગે. પુત્રે બધા એકઠા થઈ ગયા. પિતાજીને રૂદન નહિ કરવા માટે તેઓ વિનંતી કરવા લાગ્યા. ત્યારે મકરધ્વજ બોલ્યો કેઃ “મૂર્ખાઓ! તમારા હાથે જ આ તમારી માતાની હત્યા થઈ છે. તમે અતિશય આગ્રહ કરીને, અમારી ગુપ્ત વાત ખુલ્લી કરાવી, તેના પાપવડે હું ખરડાએલું છું, અને તમે તમારા આત્માને પણ પાપમાં સામેલ કર્યો છે. જે તમારામાં શક્તિ હોય તો આને જીવાડે. તે બહુ જ શરમાળ હતી, તેથી ખાનગી વાત ખુલ્લી થઈ જવાથી તે મૃત્યુ પામી છે. હું હજુ માયાવી છું કે આંસુ પાડું છું, પણ મરી જતો નથી.” આ પ્રમાણે કહીને તે સર્વને છેડી દઈને કેઈ તીર્થસ્થાને ચા ગયો. છેકરાઓએ માતાની ઉત્તરક્રિયા વગેરે કરીને ધીમે ધીમે શાકને તજી દીધે, અને ધર્મ આચરીને સ્વર્ગ ગયા. કોઈની પણ ખાનગી વાત જાણતા હોઈએ તે પ્રગટ કરવી નહિ. કોઈની ખાનગી વાત ખુલી કરવી, એના જેવું જગતમાં બીજું કઈ મોટું પાપ નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ બે ખેપારીની કથા ૪૯ રપુર નગરમાં એક રજપુત રહેતો હતો તે જુગારી, લુચ્ચા અને નિર્ધન હતો. તેને ઘણી જાતનાં વ્યસને Page #167 -------------------------------------------------------------------------- ________________ બે ખોપરીની કથા ૧૫૭ હોવાથી તેનું ભરણ પોષણ ત્યાં થતું નહિ હોવાથી, ખભા ઉપર કડીવાળી લાકડી લઈને “ગમે તે ઠેકાણે જઈને ધન પેદા કરીશ.” તેવા વિચારથી તે ચાલ્યો. ફરતે ફરતો તે એક જંગલમાં આવી ચડ્યો. તે જંગલમાં એક ઉજડ ગામ હતું. તે ગામમાં લાંબા વખતના દેવી કેપના લીધે ઘણા મનુષ્યો મરણ પામેલા હતા. તે તે સ્થળે બેસીને પરીઓ ભાગવા મંડી પડ્યો. તેણે ઘણી ખોપરીઓ ભાંગી નાખ્યા પછી કોઈ દેવથી અધિષ્ઠિત કરેલી એક સુંદર પરી ભાગતાં, તેણે દેવે કહ્યું કેઃ “અરે! આ ખેપરી ભાંગીશ નહિ, તને હમેશાં પાંચસો સોનામહોરે હું આપીશ.” આ પ્રમાણેનાં વચન સાંભળીને વરસાદની ધારાથી કદંબ ફૂલ જેવી રીતે પ્રફુલ્લ થાય તેવી રીતે તેનાં બધાં ગાત્રે સંતુષ્ટ થયાં, અને તે પરી લઈને તે ચાલે. જે ઈચ્છર્યું હતું તે મલ્યું” એમ બેલ એક સરોવરના પાણીવડે તે પરીને નવરાવીને વનનાં ફૂલવડે તેની પૂજા કરી. પિતાના કપડાંથી તેને વીંટી લઈને પોતાના ગામ તરફ તે ચાલ્યો. તેના ભાગરૂપી મને રથને વિસ્તારનાર તે બોપરીને પાસે રાખીને પિતાના નગરમાં દાખલ થયે. પછી તે ખોપરી પાસેથી તે હમેશાં પાંચસો સોનામહોરો મેળવતો હતે. અન્યદા દ્રવ્યવાન થવાથી કામદેવની પત્ની તુલ્ય રૂપવાળી પત્રલેખા નામની વેશ્યાને ઘેર તે રહેવા લાગ્યા. તે સ્થળે તે વિવિધ પ્રકારનાં ભાગ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કથામંજરી ભાગવતા હતા. તે ખાપરીને તેણે એક સુંદર કરંડિયામાં રાખી હતી, અને વેશ્યા તથા તેના પરિવારની ષ્ટિથી દૂર રાખી સાવધાન થઈને તેની પૂજા કરતા હતા. વળી મારા દેવતાની પૂજાના સમયે કોઇએ મારી પાસે આવવું નહિ' એવા તેણે હુકમ કરેલા હતા. આ પ્રમણે કેટલાક મહિના વીતી ગયા. એક વખતે અક્કાએ પત્રલેખાને કહ્યું કે: “આ માણસ રાજાની નાકરી, વ્યાપાર અથવા સાના સિદ્ધિ વિના આટલું બધું ધન ક્યાંથી લાવે છે? મને તે ખાખતની નવાઇ લાગે છે. શું તેને ચિંતામણિ રત્ન ફળીભૂત થએલ છે કે કોઇ દેવ તેના ઉપર સંતુષ્ટ થએલ છે? આ ખાબત પૂછીને તેને નિર્ણય કરવા ચેાગ્ય છે.” પત્રલેખાએ ભ્રકુટી ચઢાવી આંખેા ફેરવીને કહ્યું કેઃ “આપણે તેની શી ચિંતા? આપણે તે ધનનું કામ છે, તે ક્યાંથી પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરવાની કાંઇ જરૂર નથી.” આવું રાષવાળું તેનું કહેવું સાંભળીને તે વખતે તે અક્કા તેની પાસેથી ચાલી ગઈ; પરંતુ આ ખાખતના પ્રશ્નો વારંવાર પૂછવા લાગી. તેથી એક વખતે પત્રલેખાએ તે રજપુતને પૂછ્યું' કેઃ વ્યાપારાદિ ઉદ્યમ કર્યાં વગર તમને આટલી બધી સેાનામહારા કેવી રીતે મળે છે?” તેણે વેશ્યા ઉપર વિશ્વાસ લાયક છતાં સત્ય હકીકત કહી લાવીને નહિ કહેવા દીધી કે મને એક Page #169 -------------------------------------------------------------------------- ________________ બે ખોપરીની કથા ૧૫૦ ખોપરી પાંચસો સોનામહોરે હમેશાં આપે છે, અને તે ખોપરી મારી દેવપૂજાના કરંડિયામાં હું રાખું છું.” પત્રલેખાએ તે વાત અકાને કહી. તે ઘરડી બિલાડી જેવી અક્કા પરદ્રોહ કરવામાં હોંશિયાર હતી. તે તરત જ તેવી એક બીજી બે પરી કેઈ સ્થળેથી લઈ આવી, અને તે ખોપરી કડિયામાં મૂકીને પિલી દેવથી અધિષ્ઠિત થએલી પરી અકાએ લઈ લીધી, અને તે ગુપ્ત સ્થાને મૂકી દીધી. બીજા દિવસે તે રજપુતે ખોપરી પાસેથી સોનામહોરો માગી, પણ તે મલી નહિ. તેથી તે વિલ થઈ ગયે, અને વિચારવા લાગ્યા કે આ લુચી વેશ્યાએ મને છેતર્યો લાગે છે. વેશ્યાઓ રક્ત થએલ પુરુષની–પ્રતિષ્ઠા, સુકૃત, વિત્ત, કુળ, શીળ, બળ અને ચશ-આ સાત વસ્તુઓ અવશ્ય હરણ કરી લે છે. વળી ખાધેલા પાનથી લાલ થએલા હેઠની લાલાશ જોવાઈ ન જાય તે પણ હા તાત! હા માતા! એટલું જ બોલે છે, પણ હમણાં હવે કાંઈ બોલવામાં સાર નથી.” પછી વિચાર કરીને ફરીથી તે જ ગામ તરફ તે ચાલ્યો અને તે જ સ્થળે આવ્યા. ત્યાં પ્રથમ પ્રમાણે જ ખોપરીઓ ભાંગવા માંડ્યો. “જે ઠેકાણેથી લાભ મળ્યો હોય, ત્યાં સ્વભાવિક જ માણસ ખેંચાય છે કેટલીક પરીઓ ભાગ્યા પછી એક પરી બોલી કેઃ “મને તું ભાંગીશ નહિ, તારી ઈચ્છા હશે તે હું તને આપીશ.” Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કથામંજરી તે સાંભળીને તે સાચું કહે છે કે ખોટું “તેને નિર્ણય કરવા માટે તેણે તે પરીને કહ્યું કે “મને પાંચ સોનામહોરો આપ.” તે પરીએ કહ્યું કે “અરે રજપુત! એક હજાર ગ્રહણ કર.” તે સાંભળીને તેણે આમતેમ જોયું, પણ સોનામહોર દેખાઈ નહિ. ત્યારે તેણે પૂછયું કે “સેનામહોરો ક્યાં છે?” ત્યારે પરીએ કહ્યું કે “હું તે માત્ર બોલનારી પરી છું, મારું એ કુલક્ષણ છે કે જે માગે તેને હું બેવડું આપીશ તેમ કહું છું, પણ કાંઈ આપતી નથી.” આ સાંભળીને રજપુતે વિચાર્યું કે “આ છે પરથી પણ મારું કાર્ય સિદ્ધ થશે.” એમ વિચારીને તેને ત્યાંથી લઈને હીરપુર ગામે પાછા આવ્યા. પછી પોતાના અંગત મિત્રો પાસેથી એકાદ બે દિવસ માટે એક હજાર સોનામહોરો તેણે ઉછીની લીધી, અને પત્રલેખાને ઘેર પહોંચે. પહેલાનાં પ્રમાણે જ દેવતાની પૂજાને ઓરડામાં કરંડિઆમાં તે પરી રાખી, અને બધાની હાજરીમાં જ ઘણ રીતે પૂજા કરીને, બે હાથ જોડી તેની પાસે પાંચસો સોનામહોરે તેણે માગી. તે પરીએ કહ્યું કે “એક હજાર લે.” પછી પિતે જ મૂકેલી એક હજાર સોનામહોરે હાથ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ બે પરીની સ્થા ચાલાકીથી તેણે લીધી, અને બધાનાં દેખતાં તે ગણી, તે દેખીને પાસે ઊભેલી સર્વ સ્ત્રીઓ વગેરે ચમત્કાર પામ્યા, અને બેલ્યા કેઃ “પ્રથમની ખાપરી કરતાં પણ આ પરી તે વધારે કિંમતી અને પ્રભાવશાળી છે. અહે! તેના માલિકને ધન્ય છે.” વૃદ્ધ અકાએ આ વૃત્તાંત સાંભળીને પત્રલેખાને કહ્યું કે “વત્સ! આને છેતરીને તે નવી પરી આપણે લઈ લેવી છે, અને જુની પાછી કરંડિઆમાં મૂકી દેવી છે.” પત્રલેખાએ કહ્યું કેઃ “અવસરે તે પ્રમાણે કરીશ, ઉતાવળી થઈશ નહિ.” પછી એક વખત રજપુત નગરમાં ફરવા ગયા હતા, ત્યારે પહેલાંની ખેપરી કરંડિયામાં મૂકી દઈને નવી ખોપરી તેણે લઈ લીધી, અને તે લેભી સ્ત્રી પિતાને કૃતકૃત્ય માનવા લાગી. રજપુત બે પહોર ગામમાં ફરીને તેને ઘેર પાછા આવ્યો. ઘેર આવીને તેણે તપાસ કરી તો તે કરંડિઆમાં તેણે જુની પરી દીઠી. તેણે વિચાર્યું કેઃ “અહો! આ જુની ખોપરી દેખાય છે, નવી ખોપરી અકકા લઈ ગઈ જણાય છે. અરે હૃદય! હવે આનંદિત થા. ભરતીના મેટા કલેલેથી પ્રેરાઈને પર્વતમાં કે નદીમાં આવેલું રત્ન પાછું સમુદ્રમાં જ જાય છે. આ પ્રમાણે આનંદિત થઈને તે વિચારવા લાગે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સ્થામંજરી પછી તે રાત પૂર્વની માફક જ તે યુવાન હરિણાક્ષી પત્રલેખા સાથે પસાર કરી. સવાર થઈ એટલે તે અસલ ખોપરી લઈને તે જ નગરમાં રહેનારા પિતાના એક મિત્રને ઘેર જઈને તે રહ્યો; પત્રલેખાનું ઘર તેણે તજી દીધું. જગતના ચક્ષુ સમાન સૂર્યોદય થયો, ત્યારે અક્કાએ સ્નાન કરી, સુંદર વસ્ત્રો પહેરી, શરીરે વિલેપણ કરી, ખોપરીની પૂજા કરીને બમણાની આશાથી, તેણે પાંચસો સોનામહોરે માગી. એટલે તે ખોપરીએ કહ્યું કેઃ “એક હજાર ગ્રહણ કરો.” કુદિનીએ પૂછ્યું કે “આનું શું કારણ?” તે ખોપરીએ કહ્યું કે “હું તે ફક્ત બેલનારી છું, હું કાંઈ દ્રવ્ય આપનારી ખોપરી નથી.” કુટ્ટિનીને તે સાંભળીને બહુ જ પશ્ચાતાપ થયે. પછી તે રજપુતને એક વખત બહુ જ મીઠા શબ્દો વડે તેણીએ બેલાબે, એટલે તેણે કહ્યું કે “હું તારી બધી વાત જાણું છું.” - કુદિનીએ કહ્યું કેઃ “હું કપટથી આખા જગતને છેતરું છું, પણ તે મને છેતરી.” તે સાંભળીને રજપુતે કહ્યું કેઃ “શું તે સાંભળ્યું નથી કે રાક્ષસોને માથે પણ રાક્ષસ હોય છે અથવા શેરને માથે સવા શેર હોય છે.” આ પ્રમાણે કહીને તે ચાલ થ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ બે પરીની કથા અક્ક ઉતરી ગએલા મુખવાળી થઈને પિતાના ઘેર ચાલી ગઈ. પેલો રજપુત ઘણા ભેગ ભેળવ્યા પછી અંતે વિરક્ત થઈને વિચારવા લાગ્યો કેઃ “બુદ્ધિવંત માણસે પિતાની જાતે જ વિષય સુખને છોડે છે, અને મૂર્ખ માણસે વિષયોને નથી છોડતા તો પછી વિષયો તેમને છોડે છે. આ પ્રમાણે વિચાર કરી યોગવિધિથી આત્મસાધના કરીને, તે પરમપદને પ્રાપ્ત થયે. આ જગતમાં લોભને પાર નથી. તેથી ડાહ્યા માણસે જે મળે તેમાં જ સંતોષ માનવો, તે આ કથાનું રહસ્ય છે. “સંતોષી સદા સુખી.” Page #174 -------------------------------------------------------------------------- ________________ ( S ( છે એક નેકરની કથા ૫૦ નક શહેરમાં એક પ્લેણે બીજા સ્લેચ્છ પાસેથી ગુલામ ખરીદ્યો. વેચનારે પહેલેથી જ કહ્યું હતું કે “આ Page #175 -------------------------------------------------------------------------- ________________ એક તાકરની કથા ૧૬૫ ગુલામ ભલે છે, દરેક કાર્ય કરી શકે તેવા છે, પ્રમાણિક છે, તેને લખતાં વાંચતાં આવડે છે, શક્તિવાળા છે, સર્વ ગુણસંપન્ન છે, પરંતુ અપશબ્દો ખેલવાના તેનામાં મેટા અવગુણ છે.’’ “માણુસમાં સર્વ ગુણુ હાય પણ જે તે કુવચન બેાલતા હોય તે તે માટેા દોષ છે.’ ખરીદનારે કહ્યું કે: “બીજા ખધા ગુણા છે, તો એકાદ દ્વેષ ભલે રહ્યો.” એમ કહીને તે ગુલામને પેાતાના ઘેર લઇ ગયા અને તેને સર્વ નાકરના ઉપરી બનાવ્યેા. એક વખત રાજાના હુકમથી તેના શેઠ લડાઈમાં જતા હતા, ત્યારે તેણે ગુલામને કહ્યું કેઃ “મારા હમીર નામના પુત્રનું, આ મનુષ્યાનું, આ ગધેડાનું અને કામરી નામની કુતરીનું બરાબર રક્ષણ કરશે.’’ પછી પેલે। ગુલામ સારી રીતે કુટુંબનું પાલન કરવા લાગ્યેા. કેટલાએક મહિના વીતી ગયા એટલે રાજાનું કાર્ય પતી જવાથી તે મ્લેચ્છ પેાતાના વતન તરફ આવવા ચાલ્યા. નગરના પાદરમાં આવીને, પેાતાના આવ્યાના સમાચાર કહેવરાવ્યા. એટલે પહેલા જ ઘેાડા ઉપર બેસીને ગુલામ શેઠની સામે આવ્યું, અને શેઠને નમસ્કાર કર્યાં. આ હમેશાં અપશબ્દ ખેાલનાર છે' એમ તેના પ્રથમના માલિકે કહેલ તે યાદ કરીને તેણે પહેલાં તા કાખરી કુતરીના સમાચાર પૂછ્યા. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કથામંજરી ગુલામે કહ્યું કે સ્વામી! કાખરી તા મરણુ પામી છે.” શેઠે પૂછ્યું કે: કેવી રીતે મૃત્યુ પામી?” ગુલામે કહ્યું કેઃ “ગધેડાનું માંસ ખાધું, તેનું અજીર્ણ થવાથી.” શેઠે પૂછ્યું કેઃ “ગધેડા ક્યારે મૃત્યુ પામ્યા ?’’ ગુલામે કહ્યું કે: ચિતા સળગાવવા માટે છાણાના ભારે લઇ જવાથી લેાહીની ઉલટી કરીને મૃત્યુ પામ્યા.” શેઠે પૂછ્યું કે: ‘“ચિતા કેમ સળગાવવી પડી?” ગુલામે કહ્યું કેઃ “હમીર નામના આપણા પુત્રના મરણથી.” શેઠે પૂછ્યુ’ કેઃ “હમીરનું મરણ શી રીતે થયું ?”” ગુલામે કહ્યું કે: “તેણે ઉજાગરા કર્યાં, તેથી તાવ આબ્યા, અને મૃત્યુ પામ્યા.” શેઠે પૂછ્યું કેઃ “ઉજાગરે શા માટે કર્યાં ?”” ગુલામે કહ્યું કેઃ “અમારી શેઠાણીને ઘણા વખતથી ક્ષયરાગ થયા હતા, વૈદ્યોએ ઘણા ઉપચાર કર્યાં, તે પણ વ્યાધિ મથ્યો નહિ; તેથી શેઠાણી મરણ પામ્યા, એટલે આખા કુટુંબને ઉજાગરા કરવા પડ્યો. તે પ્રસંગે માતા તરફની ભક્તિને લીધે અમારૂં કોઈનું વચન હમીરે ગણુકાર્યું નહિ; અને ઘણી રાતેા સુધી ઉજાગરા કર્યા, તેથી અગ્નિ મંદ થવાથી તેમને તાવ આવ્યે, અને મૃત્યુ પામ્યા.” શેઠે કહ્યું કેઃ “શું મારી પત્ની પણ મરણ પામી? અરે આ શું? આ શું?” Page #177 -------------------------------------------------------------------------- ________________ એક નેકરની કથા ૧૬૭ ગુલામે કહ્યું કેઃ “હા, મરણ પામી.” પિતાના આખા કુટુંબના મરણ પામ્યાની હકીકત સાંભળીને શેઠ કપડાં ફાડવા લાગ્યો અને રોવા વગેરે રોકદર્શક કાર્યો કરવા લાગે. ગુલામ પણ તે જ પ્રમાણે કરવા લાગે. એ જ વખતે ઉત્તમ વસ્ત્રો તથા દાગીના ધારણ કરીને પુત્ર વગેરે આખું કુટુંબ તે સ્વેચ્છને મળવા આવ્યું. બધાએ ઉચિત નમસ્કારાદિ કર્યા, મ્લેચ્છ તે બધાને દેખીને આનંદિત થયે. શેકે ગુલામને પૂછ્યું કે “અરે ગુલામ! આવું બહુદુખ ઉત્પન્ન કરે તેવું અઘટિત તું કેમ છે ?” ગુલામે કહ્યું કેઃ “સ્વામિન! મારા માલિકે ખરીદ કરતી વખતે જ આપને શું કહેલું છે તે યાદ છે કે નહિ? તેણે કહ્યું હતું કેઃ “આનામાં વાણને દેષ છે, બીજા સર્વ ગુણ છે.” તમે તે પ્રમાણે સમજીને જ મને રાખે છે. આજે તે વાતનો તમને સાક્ષાત્ અનુભવ થયે” શેઠે ઘેર જઈને આવી દુષ્ટ વાણું બોલનાર ગુલામને કહાડી મૂક્યા. ઘણુ માણસોને અમાંગલિક શબ્દો બોલવાની કુટેવ હોય છે. કોઈને કાંઈ નવું કાર્ય કરતાં દેખે કે શુકનમાં તે અમંગળ શબ્દો જ બોલે છે. આવી વારંવાર અશુભ વાણી બોલવાની ટેવ કદી રાખવી નહિ. Page #178 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યની કથા ૫૧ “તે પૂર્વનાં પુણ્ય જાગૃત હાય ! બધાં કાર્યો સિદ્ધ થાય છે.’’ ક ્ર નગરમાં એક બ્રાહ્મણ વૈદ્યના ધંધા કરતા હતા. ત્રિફળા, હિંગાષ્ટક, હિઁગાદિ ત્રેવીશે, રાસનાદિ કવાથ વગેરે કાષ્ટ ઔષધિમાં તે હેાંશિયાર હતા, પરંતુ રસ-વીર્યાદિ પ્રયાગમાં તે વિચક્ષણ નહાતા. તેના એવા નિયમ હતા કે જે વ્યાધિમાં જે જે ઔષિધની જરૂર હોય તે જૂદા Page #179 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યની કથા ૧૬૯ જૂદા વાસણોમાંથી પલ અથવા અર્ધપલ પ્રમાણે લઈને તે બધાને આપતે. જે જીવતા તે તેને સારો સત્કાર કરતા જે મરણ પામતા તે કર્મવશથી મૃત્યુ પામ્યા તેમ કહેવાતું. સમય પૂરો થયે તે બ્રાહ્મણ વૈદ્ય મરણ પામે. તેને એક બાર વરસને દિકરો હતે. તેની માતા જીવતી હતી. વળી તે પુત્રને ઢોરની માફક બહુ ખાવા જોઈતું હતું. લેક પહેલાંની રૂઢિ પ્રમાણે તેની પાસે આવતા, અને દવા માગતા. તે કાંઈપણ તેમાં જાણતો નહોતે, તેથી તેણે તેની માતાને પૂછ્યું, માતાએ ઔષધિની બધી શીશીઓ તપાસી, સર્વ ચૂર્ણો તેને બતાવ્યા, અને પુત્રને કહ્યું કેઃ “હે પુત્ર! આ ચૂર્ણ બધા લોકોને મેટા ભાગે તારા પિતાજી આપતા હતા, તું પણ તે જ પ્રમાણે દરેકને રેગ પૂછીને આ ચૂર્ણ આપજે.” તેણે માતાનાં વચન પ્રમાણે કરવા માંડ્યું. જે કઈ ગમે તે વ્યાધિથી પીડાતે આવતે તેને તે ચૂર્ણ આપતા હતા. તેનું પુણ્ય પ્રબળ હેવાથી લોકોના રોગ પણ મટી જતા હતા, તેથી લેકે રાજી થઈને તેનું બહુમાન કરીને, દ્રવ્ય વગેરે આપતા હતા. પુણ્યના ઉદયથી તે દિવસે દિવસે ધન, ધાન્ય, ઢેર, ઢાંખર વગેરેથી તેના પિતા કરતાં પણ વધારે સમૃદ્ધિવાળો થ. એક વખત તે ગામના મુખીની ઘડી તબેલામાંથી છૂટીને નાશી ગઈ. તે મુખીને દિકરે તે વૈદ્યને પૂછવા આ કેઃ “મારી ઘડી ક્યા સ્થળેથી મલશે?” તેણે તેને Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કથામંજરી હરિતકી ચૂર્ણ આપ્યું, અને કહ્યું કેઃ “આ ચૂર્ણ ખાઓ, એટલે તમારી જોડી મળી જશે.” તે ચૂર્ણ ખાઈને વૈદ્યના ઘેરથી નીકળ્યો. હરિતકી ચૂર્ણ ખાવાથી તેને રેચ લાગે, તેથી ગામ બહાર તળાવ કાંઠે તે ગયે. તે સ્થળે જળ પીવા માટે આવેલી પિતાની ઘડી તેણે દીઠી. તે આનંદ પામે, અને ઘોડી ઉપર બેસી તેને ઘેર લાવે. ગામમાં આબાલ વૃદ્ધ સર્વમાં વૈદ્યને યશ વિસ્તાર પામે કેઃ અહો! આ બ્રાહ્મણ જ્ઞાની છે તેમ જ વૈદ્ય પણ છે.” પછી લોકોએ પહેલાંની માફક ઘણું ધન વગેરે તેને આપ્યું. તે ગામની નજીકમાં આનંદપુર નામનું ગામ હતું. તે ગામમાં વીરચંદ્ર નામને રાજા રાજ્ય કરતો હતો. તેના અંતઃપુરમાં ઘણી રાણીઓ હતી. તેમાંથી એક રાણ રાજાને અપ્રિય હતી, તેથી તે સર્વ કળા જાણનારાઓને વશીકરણ મંત્ર પૂછતી. કોઈનાથી તેના કાર્યની સિદ્ધિ થતી નહતી. પરંતુ કાર્યના આતુરપણાથી તે સર્વને પૂછયા કરતી. એક વખત તેની દાસી કરી કોઈ કાર્ય પ્રસંગે આ વૈદ્ય રહેતો હતે તે ગામે આવી. તે વૈદ્યને યશ તેના સાંભળવામાં આવ્યું. તેણે સાંભળ્યું કે “તે બ્રાહ્મણ તે સર્વજ્ઞ છે.” દાસી તે વૈદ્યના ઘેર ગઈ, અને બહુ આગ્રહ કરીને તેને પોતાની સ્વામિની માટે ઉપાય પૂછ. રાજા વશ થાય તે માટે ઔષધ માગ્યું. વૈદ્ય કહ્યું કે “આ ચૂર્ણ તારી સ્વામિનીને આપજે.” એમ કહીને દરેકને આપતું હતું તે ચૂર્ણ તેને Page #181 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યની કથા આપ્યું. તે ચૂર્ણ તેની સ્વામિનીએ ખાધું. તેને બહુ રેચ લાગ્યા. બહુ ઝાડા થવાથી તેનું પેટ બેસી ગયું, અને મરણ પામ્યા જેવી થઈ ગઈ. દાસીએ રાજાને વિનંતી કરી કે “મહારાજ! અમુક રાજાની દીકરી અમુક મહારેગથી પીડાય છે, તે મરણ પામ્યા જેવી થઈ ગઈ છે, તેથી આપ કૃપા કરીને એક વખત તેને જેવા પધારો.” આ પ્રમાણે કહેવાથી રાજા તેને જેવા આવ્યું. તે વખતે ઝાડા બંધ થઈ જવાથી કપડાં પહેરી સ્વસ્થ થઈને રાણું બેઠી હતી. સુંદર રૂપવાળી તેને દેખીને રાજાએ વિચાર્યું કેઃ અરે! અસારને ગ્રહણ કરનાર અને સારી વસ્તુના પી એવા મને ધિક્કાર છે. આવી સુંદર રૂપવાળી સુંદરી સાથે મેં વાતચીત પણ કરી નહી, અને જેના તેના સાથે સંસાર સુખ ભેગવ્યું. હવે આજે આ રેણું જ મને વહાલી લાગે છે, તેથી તેને હું પટરાણી પદે આજથી સ્થાપું છું. આમ નિર્ણય કરીને તરત જ તેને ઘણું ગામ, દેશ, નગર, ઘડા, હાથી સુવર્ણ તથા આભૂષણોની સ્વામિની કરી. એટલે નમન કરતી એવી અનેક સ્ત્રીઓના કંઠમાં રહેલાં ફૂલોના હારથી તેના ચરણકમળ ચંપાવા લાગ્યા. પછી રાજા પિતાના મહેલમાં ગયે. રાણું બહુ જ વિસ્મય પામી, અને પેલા બ્રાહ્મણ વૈદ્યને બોલાવીને, સેનાના સિંહાસન ઉપન બેસાડી પુષ્પ વડે તેનું પૂજન કરીને બંને હાથની અંજલિ જોડીને તેણીએ કહ્યું કેઃ “આ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કથામંજરી તમારી આપેલી લમી છે, હું પણ તમારી દાસી છું; તમારી ઈચ્છાથી ઝેર પણ અમૃત થઈ જાય છે. આ પ્રમાણે કહીને તેને ઘણું ધન આપી બહુ સત્કાર કર્યો, પછી તે હરિતકી વૈદ્ય લીલવિલાસ કરનાર થયે, કર્ણ જેવો દાતાર થયે અને ઇંદ્રથી પણ અધિક ભેગવિલાસ ભેગવવા લાગે. જ્યારે પૂર્વ પુષ્યને ઉદય થાય છે, ત્યારે સર્વ વાત સીધી પડે છે. ગમે તેવું કાર્ય પણ સિદ્ધ થાય છે. ઝેર અમૃત તુલ્ય થઈ જાય છે, અને સર્પ પણ ફૂલની માળા થઈ જાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ બહેરા કુટુંબની કથા પર સારી રીતે કહેલ વાત પણ મૂર્ખ માણસને વિપરીત પણે પરિણમે છે. Tગ્રામ નામના નગરમાં એક બહેરું કુટુંબ રહેતું હતું. વૃદ્ધ સાસુ, સસરા તથા યુવાન પુત્ર અને પુત્રવધુ ચારે બહેરાં હતાં. સાસુ સુતર કાંતતી હતી અને રાંધતી હતી. સસરે ખેતરમાં ધાન્ય વગેરેનું રક્ષણ કરતો હતો. પુત્રવધુ ખેતરમાં ભાત લઈને જતી હતી, અને યુવાન પુત્ર ખેતરમાં હળ ખેડતો હતે. એક વખતે હળ ખેડતા તે યુવાન ખેડુતને રસ્તે ચાલ્યા જતા મુસાફરોએ પૂછ્યું કે “આ રસ્તે અમુક ગામ તરફ જાય છે કે નથી જત? Page #184 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી આ સાંભળી તે યુવાન ખેલ્યા કે “અરે! પારકાનું ધન ગ્રહણ કરવાની ઇચ્છાવાળા! આ બળદો મારા ઘેર જનમેલા છે અને અમે તેને પાળીને મેટા કરેલા છે. શું પૂછે છે આ મારા બળદ છે કે નહિ ?” ૧૭૪ તે સાંભળીને આ ઘેલે થઇ ગએલા, વાયડે અગર ભૂતાદિથી ગ્રસ્ત થએલા લાગે છે' તેમ ગણીને તેએ પેાતાના ઇચ્છિત રસ્તે ચાલતા થયા. મધ્યાન્હ સમયે તેની પત્નીએ ભાત આપ્યા. તે ભાત ખાવા બેઠા. પછી મૂછે હાથ દઇને પેાતાની પત્ની આગળ કહેવા લાગ્યો કેઃ “મેં તે દુષ્ટોને બહુ સાવચેતીથી કાઢી મૂક્યા.” આ સાંભળી તે અહેરી પત્ની ખેલી કે, “શું કહ્યું? ભાતમાં વધારે મીઠું છે કે એઠું છે? શું તે બહુ ચીકણા છે કે લુખા છે? શું આછે છે કે વધારે છે? મેાડા કરેલા છે કે વહેલા કરેલા છે? તેમાં મને શું કહેા છે? તમારી માતા તે જાણે છે. જે ઠપકા આપવા હાય તે તેમને આપજો.” પછી તે ખેતરથી સાસુ પાસે ગઇ અને ક્રોધપૂર્વક પેાતે સમજી હતી તે પ્રમાણે સાસુને કહેવા લાગી. સાસુ ખેલી કે: “એ પુટેલા કપાળવાળી સુતર જાડું વણાય છે કે પાતળું તેની તારે શી પંચાત? જાડું સુતર હશે તા પણુ વૃદ્ધ કણબીનું વસ્ત્ર તા જરૂર વાશે. તને શું એટલી પણ ખબર પડતી નથી? ધિક્કાર છે તને !” Page #185 -------------------------------------------------------------------------- ________________ બહેરા કુટુંબની કથા ૧૭૫ પછી તે આંસુ ભરેલા મુખ સહિત વૃદ્ધ ડોસા તરફ જેતી મનમાં આવે તેમ બોલવા લાગી. વૃદ્ધ સસરાએ જવાબ આપે કેઃ “જ્યાં સુધી હું ખેતરની રક્ષા કરનાર છું ત્યાં સુધી અનાજના દાણાને એક પણ કણ નાશ પામે તે હું તપાવેલું ફળું ગ્રહણ કરું. તપાવેલી કેડી ગ્રહણ કરું. આ તો વૃદ્ધ માણસને જેમ તેમ હલકા પાડવા એ તમારા કુટુંબને આચાર જણાય છે.” આ પ્રમાણે એક કાંઈ બીજે કાંઈ ત્રીજો કાંઈ અને ચેથી કાંઈ બુદ્ધિવાનને ગ્રાહ્ય ન થાય તેવું બોલે છે. આવા સ્થળે ડાહ્યા માણસેએ મૌન ધારણ કરવું તે જ ઉત્તમ છે. I ; Page #186 -------------------------------------------------------------------------- ________________ લાડવાની કથા ૫૩ જે સ્થળે બધા લાભીં જ રહેતા હોય, અને જે સ્થળે મંદબુદ્ધિવાળા જ રહેતા હોય તે સ્થળે જવામાં સાર નથી.’ સુય ઘાષ નામના ગામમાં સર્વપશુ નામના એક તાપસ રહેતા હતા. તે તાપસની કાકડી, રીંગણા, જામફળ, દાડમ વગેરે કળાવાળાં વૃક્ષેાથી ભરેલી એક વાડી હતી. તેના ઉપર તે ખરાબર ધ્યાન આપીને તાપસ તેની રક્ષા કરતા હતા. એક દિવસ તે વાડીમાં જુદી જુદી જગાએ ગાયનાં પગલાં પડેલા તેણે દીઠા; તેથી તે રાષપૂર્વક વિચારવા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ લાડવાની કથા લાગ્યો કે “કઈ હરામખોર મારી આ વાડીમાં ગાયને ચારી જાય છે.” પછી રાત્રે હાથમાં એક મેટી ડાંગ લઈને સાવધાન થઈને તે જાગતો બેઠે. તેવામાં તે વાડીમાં આકાશમાંથી ઉતરીને એક ગાય લીલું ઘાસ તથા વેલાઓનું ભક્ષણ કરવા લાગી. તાપસ તે ગાયના પૂછડે વળગી પડ્યો. તે ગાય તરત જ પક્ષીની માફક આકાશમાં ઉડી; અને સ્વર્ગમાં રહેલા ફરતા કિલ્લાવાળા એક ઉંચા મહેલ પાસે તે તાપસ સહિત ગઈ. પછી તે મહેલમાં વસનારી તે ગાયે તાપસને બોલાવીને કહ્યું કે “અરે તાપસ! હું કામધેનુ ગાય છું, આ મારું ઘર છે, સર્વ સ્થળેથી ફળ, ફૂલ, ધાન્ય, દૂધ વગેરે મને પુષ્કળ મળે તેવું છે, પરંતુ મારા સ્વભાવના લીધે બીજાના ખેતરમાં ચરવા જવાની ઈચ્છાથી રાત્રે તારી સુંદર લીલી વાડીની કુંજોમાં ચરવા માટે હું હમેશાં આવું છું; અને તારી વાડીમાં પત્ર તથા ફળાદિકનો હું સ્વાદ લઉં છું. તું હમેશાં મારે પૂંછડે વળગીને અહીં મારા મહેલમાં આવજે અને લાડવા ખાઈ જજે, અને હું હમેશાં તારી વાડીમાં આવીશ.” આ પ્રમાણે કહીને તે તાપસને લાડવા ખવડાવ્યા. લાડવા ખાઈને તાપસ સંતુષ્ટ થયો અને બીજા દિવસે ત્યાં જ રહીને રાતના ગાયના પૂછડે વળગીને પિતાના મઠમાં આવી ગયે. પછી જ્યારે લાડવા ખાવાની ઈચ્છા થતી, Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કથામંજરી ત્યારે તે પૂર્વોકત રીતે પિતાના મનોરથ પૂરા કરતે હતો. એક દિવસ તે કામધેનુને તેણે કહ્યું કે “જે તારી રજા હોય તો એક દિવસ મારા સર્વ પરિવારને તારા લાડવાને આસ્વાદ કરાવું આટલી રજા કૃપા કરીને આપ, અને તારે વિશેષ પ્રસાદપાત્ર મને કર. જે ઘણાઓ દેખે તે વિશેષ મિષ્ટ લાગે છે. વળી તમને દેવોને) તે અસાધ્ય નથી.” કામધેનુએ તે માગણી કબુલ કરી, અને જવાબ આ કેઃ “તું મારા પંછડાને વળગજે, તારે શિષ્ય તારા પગને વળગે, તેના પગને બીજો શિષ્ય વળગે આ પ્રમાણે એક બીજાને પગે વળગીને તમે બધા અત્રે આવજો. મને તેમાં વાંધો નથી.” તાપસ આ સાંભળીને સંતુષ્ટ થયે. પછી પરિજને પાસે જઈને યજમાન અને અન્ય સંબંધીઓને બોલાવીને કહ્યું કેઃ “બધા વાડીમાં એકઠા થ, કામધેનુ ગાયના સિંહ કેસરીઆ લાડવા ખાવા જવાનું છે. તે સાંભળીને તે બધા લેભાયા, આનંદ પામ્યા અને વાડીમાં એકઠા થયા. સમય થયો ત્યારે ગાય આવી. તાપસ તેને પૂછડે વળગી ગયે. તેના બંને પગે એક શિષ્ય વળગ્યો, તે પ્રમાણે આખું ટોળું એક બીજાના પગે વળગી ગયું. ગાયા ઉડી, તે સાથે તે બધા ઉડ્યા. આકાશમાર્ગે જતાં તેમાંથી એક શિષ્ય પૂછ્યું: “ગુરુ Page #189 -------------------------------------------------------------------------- ________________ લાડવાની કથા ૧૯ મહારાજ! જે લાડવા ખાવા માટે આપ અમને લઈ જાઓ છે તે કેવા અને કેટલા મોટા છે?” તેના ઉત્તરમાં તત્ત્વને અજ્ઞાત તે તાપસ હાથ પહોળા કરીને દેખાડવા લાગ્યો કે “તે આટલા મોટા છે.” પરંતુ હાથ પહેળા કરતાં તેનો હાથ ગાયના પૂંછડેથી છૂટી ગયે, અને તેને વળગેલા બધા નીચે પડ્યા. તે બધાને શરીરે મેટા ઘા પડ્યા અને તેને પરિણામે બધા મૃત્યુ પામ્યા. અતિ લોભ તે પાપનું મૂળ છે. લાભ સર્વને વિનાશ કરે છે, માટે અતિશય લોભ કેઈએ. કરવો નહિ. Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્યાસજીની કથા - ૫૪ અરથાને ગુણ પ્રગટ કરવાથી નુકશાન જ થાય છે.” Pર્જર દેશના એક ઉત્તમ નગરમાં શ્રુતિ, વેદ, પુરાણ • વગેરેમાં કુશળ એક વ્યાસજી રહેતા હતા. વ્યાસજી ઉત્તમ સ્વરવાળા, વક્તા અને ઉંમર લાયક હતા. Page #191 -------------------------------------------------------------------------- ________________ વ્યાસજીની કથા ૧૮૧ વળી તે કવિ, વાદી અને વ્યાકરણશાસ્ત્રી હતા. તેણે ઘણા રાજાઓને રંજિત કર્યા હતા. જ્ઞાનને બહુ મદ થવાથી એક વખતે તે વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે “મરુદેશમાં લેકે સ્થળ બુદ્ધિવાળા હોય છે, અને તેથી જલદી બંધ ન પામે તેવા હોય છે, તેઓને પણ હું બેધ પમાડુંઆ વિચાર કરીને તે દેશ તરફ જવાની તૈયારી કરવા લાગ્યા. મિત્રોએ તેમને પૂછયું કે “ક્યા દેશ તરફ જવાની તૈિયારી કરે છે? તેણે કહ્યું કે “મરુદેશ તરફ જવાની ઈચ્છા છે.” મિત્રોએ કહ્યું કે “તે તરફના રહેવાસીઓ જડ બુદ્ધિવાળા હોવાથી, તમારાથી બોધ પામે તેવા નથી. પથ્થર ટાંકવાના કામમાં વપરાતી છીણીથી મોતીને છિદ્ર પાડી શકાતા નથી.” આ પ્રમાણે તેને વાર્યા છતાં કોઈનું પણ માન્યા વગર વ્યાસજી ત્યાં ગયા. મરુદેશમાં તેણે એક મોટું ગામ જોઈને, તેમાં પ્રવેશ કર્યો. પછી એક ઘરમાં એક ડોસીમા પાસે જઈને, મોટા અવાજે તેને ક્યા કહેવા લાગ્યું. પાંચ સાત દિવસ સુધી આ જ પ્રમાણે તે ડેસી પાસે જઈને તે કથા કહેતે હતે. જ્યારે જ્યારે વ્યાસ બેલત હતું, ત્યારે ત્યારે તે ડેસી આંસુ પાડતી હતી. વ્યાસ મનમાં સમજતો હતો કેઃ આ ડોસી ખુશ થઈને મને દ્રવ્ય આપશે.” એક દિવસ તે ડેસીએ પિતાને બહુ ચતુર માનતા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કથામંજરી એવા પિતાના મૂર્ણ પુત્રોને કહ્યું કે “અરે પુત્ર! એક બ્રાહ્મણ આપણા યુવાન બળદને રોગ થયે હતું, તેવા જ રેગવાળે પરદેશથી અહીં આવેલ છે. તેથી તે મેટા અવાજે પિકાર કરે છે. તેને દેખીને મને બહુ ખેદ થાય છે. આ બ્રાહ્મણ આપણા આશ્રયે આવીને રહેલ છે. તેઓએ કહ્યું કે અમે પણ તેને બરાડા પાડતે સાંભળ્યો છે. અમે પણ તેના પેટ ઉપર ડામ દઈને, તેને સાજે કરીશું.” ડોસીએ કહ્યું કેઃ “તમારો વિચાર બરોબર છે.” બીજા દિવસે કથા કરવા વ્યાસજી આવ્યા. ત્યારે ચારે ભાઈઓએ, તેને નીચે પાડી નાખીને તેના ઉપર બેસી ગયા, અને તેને ડામ દેવા લાગ્યા. વ્યાસજી બૂમે પાડવા લાગ્યા, ત્યારે તેઓએ કહ્યું કેઃ “હજુ મર્મસ્થાનમાં ડામની બરાબર અસર થઈ નથી. તે સ્થળે ડામની બરાબર અસર થશે, એટલે તે સુખેથી આંખ મીચીને સૂઈ જશે.” વ્યાસ તે સાંભળીને આંખે મીચી ચૂપ થઈ ગયે અને શાંતિથી પડ્યો રહ્યો. પછી તેઓ બોલ્યા કે “અહીં જરા જોરથી ડામ દો, તપેલું લેતું બરાબર દબાવીએ નહિ તે મર્મસ્થાનમાં ડામની અસર થતી નથી.” આ પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે તે વ્યાસજીને, હેરાન કરીને તેઓએ છૂટા કર્યા. જ્યારે તે બધા ડામ સૂકાઈ ગયા, ત્યારે વ્યાસજી પિતાના વતનમાં પિતાના ઘેર પાછા આવી પહોંચ્યા. Page #193 -------------------------------------------------------------------------- ________________ વ્યાસજીની કથા ૧૮૩ મિત્રએ પૂછ્યું કેઃ “વ્યાસજી! મરુદેશમાંથી શું કમાઈ લાવ્યા.” તેઓને હસીને ડામ દેખાડીને કહ્યું કે “આ છાપ મળી.” આ કથાને સાર એ જ છે કેઃ “અયોગ્ય માણસે પાસે અને અયોગ્ય સ્થળે સ્વગુણને પ્રકાશ કર નહિ ? Page #194 -------------------------------------------------------------------------- ________________ - નવ ન ---- કો કક Pir - 1 - - - કાકા - - - * . સ 1 * છે r= = *ક *** : 4. is : : સાર ( : ' ,* ' ' એક ડોસીની કથા ૫૫ પારકાની નિંદા કરવી તે મહા પાપ છે. મલિગ્રામમાં સુંદર નામને શેઠ રહેતું હતું. તે દયાવાન અને દાતાર હતે. ‘જેને ઘેરથી અતિથિ પાછો ફરે છે, તે અતિથિ તેને પિતાનું પાપ આપતા જાય છે; અને નહિ દેનારના પુણ્યનું હરણ કરે છે. આ પ્રમાણેના શાસ્ત્રોક્ત વાક્યને તે શેઠ જાણતો હતો, તેથી તે દીન, અનાથ, રેગી, મુસાફર વગેરે જે કોઈ આવે તેને દહીં, છાશ, દૂધ, માખણ, વસ્ત્ર, અન્ન, આશ્રય વગેરે આપીને પરોપકાર કરતો હતો. તેના આવા સત્કાર્યોથી તેની કીત્તિ ચારે બાજુ ફેલાઈ હતી. “લેકે દાતાને જ ઈચ્છે છે, પણ દાન નહિ દેનાર એવા ધનવાનને કઈ ઈચ્છતું નથી. લોકે વરસાદ આવે તેમ ઈચ્છે છે, પણ સમુદ્ર આવે તેમ Page #195 -------------------------------------------------------------------------- ________________ એક ડોસીની કથા ૧૮૫ કઈ ઈચ્છતું નથી.' તેની પાડોશમાં એક ડોસી રહેતી હતી. તે તેની હમેશાં નિંદા કરતી કેઃ “આ કેટલાક પરદેશીઓને જમાડી તેમનું ધન લઈને ખાડામાં નાખી દે છે. કેટલાકની થાપણ એળવીને પાછી આપતો નથી. જે એ શેઠને અને તેના ધમપણાને!” એક દિવસ રાતના કોઈ ભૂખ્યો અને તરસ્યો સંન્યાસી તેના ઘેર આવ્યા. તે વખતે શેઠના ઘરમાં કઈ ખાવા લાયક ચીજ હતી નહિ, તેમ પીવાનું પણ હતું નહિ, તેથી તે દાનેશ્વરી શેઠ કઈ ભરવાડણને ઘેર જઈને છાશ લઈ આવ્યું, અને તેને તે પાઈ. તે તૃષાતુર સંન્યાસી છાશ પીધી કે તરત જ મરણ પામ્યા. ગોવાલણ જ્યારે છાશ માથે લઈને આવતી હતી ત્યારે છાશવાળા વાસણનું મેં ઉઘાડું હોવાથી, એક ગરૂડ પક્ષીએ પકડેલ સર્પ ઉંધો લટકતો હતો, તેના મોંમાંથી તે છાશમાં વિષ પડેલું હતું તેથી તેવી છાશ પીવાને લીધે જ સંન્યાસી મરણ પામ્યા હતા. સવારે તે સંન્યાસીને મરેલે દેખીને ડેસી બોલવા લાગી કેઃ “આ દાતારનું ચરિત્ર જૂઓ. આ સંન્યાસીનું મરણ તેના ધૂર્તપણાની સાક્ષી પૂરે છે.” એ વખતે તે સંન્યાસીની હત્યા ભમતી ભમતી વિચારતી હતી કેઃ “હું કેને ચેટું આ દાતા તે વિશુદ્ધ આત્માવાળે છે, સર્પ પણ પરવશ છે; સર્પને પકડવાનો ગરૂડને ધર્મ છે, ભરવાડણ નિર્દોષ છે. તેથી મારે કોને ચાટવું.” આ પ્રમાણે વિચાર Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ થામંજરી કરીને, હત્યાદેવી નિંદામાં તત્પર ડેસીને ચાટી; તેથી ડેસી તરત જ શ્યામ, કુબડી, કુદિની, ખરાબ સ્વરવાળી, તથા બહેરી થઈ ગઈ, હત્યાએ સ્વસ્થ થઈને બધી હકીક્ત લોકોને કહી, અને બધાનાં સાંભળતાં તેણે કહ્યું કે “માતા તો પુત્રની વિષ્ટા ઠીકરામાં લે છે, પરંતુ દુર્જન તે પારકો મળે તેની નિંદા કરવા વડે ગ્રહણ કરે છે, તેથી તે માતા કરતાં પણ વિશેષ છે.” આ ડેસી પારકી નિંદા કરનાર હોવાથી પાપી છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ rituatus, - જુદી ના છે * * ** SEM III ITI બુદ્ધિ અને સિદ્ધિની કથા ૨૬ અતિ લોભ કરવો નહિ; તેમ તદ્દન નિર્લોભી પણ થવું નહિ. અતિ લોભથી ગ્રસાએલા આત્માઓની બુદ્ધિ પ્રાયે બહેર મારી જાય છે.” કિ ગામમાં બે વૃદ્ધ ડોસીઓ રહેતી હતી. એકનું નામ બુદ્ધિ અને બીજીનું નામ સિદ્ધિ હતું. બંને ડેસીઓ સાધારણ સ્થિતિની હતી. ગામની બહાર સાધિષ્ઠાન યક્ષનું એક મંદિર હતું. બુદ્ધિ ડેસીએ તે મંદિરને કચરે ત્રણ વખત કાઢવા માંડ્યો, અને હમેશાં તે યક્ષ આગળ ઉત્તમ નિવૈદ્ય ધરીને તેની ભક્તિ કરવા માંડી. યક્ષ બુદ્ધિ ડેસીની ભક્તિથી સંતુષ્ટ થશે, અને બે કે “હે બુદ્ધિ ડોસી! તું નિશ્ચિત થા! હમેશાં મારા પગ ઉપર રહેલી એકેક સોનામહોર તને મળશે.” તે દિવસથી તેને એકેક સોનામહેર હમેશાં મળવા લાગી; Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કથામંજરી તેથી તે પિસાદાર થવા લાગી. તે જીર્ણ વાના બદલે, રેશમી વસ્ત્રો પહેરવા લાગી. પહેલાં કેદરા અને કળથી પણ મુશ્કેલીથી મલતા હતા, પરંતુ હવે તો ઘી, દૂધ વગેરે ખાવા લાગી. પહેલાંની ઘાસની ઝુંપડીના બદલે, યક્ષની મહેરબાની મેળવ્યા પછી બારીઓ તથા જાળીઓથી શેભતા સુંદર મકાનમાં રહેવા લાગી. પહેલાં પોતે લેકેનું દરવાનું, ખાંડવાનું કામ કરતી હતી; તેને બદલે હવે તે ઉત્તમ દાસીઓથી સેવાવા લાગી. બુદ્ધિ ડેસીને આ વૈભવ દેખીને સિદ્ધિને તેની બહુ અદેખાઈ આવવા લાગી અને તે વિચારવા લાગી કેઃ “આ બુદ્ધિને આટલા બધા પિસા ક્યાંથી પ્રાપ્ત થયા. હું તેની બેનપણું છું, માટે વિશ્વાસ પમાડીને હું તેણીને પૂછી લઉં.” આ વિચાર કરીને સિદ્ધિ બુદ્ધિની પાસે ગઈ, અને તેને પૂછયું કે “બહેન! તમને આટલી બધી અદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ.” બુદ્ધિ હૃદયની ભેળી હોવાથી, યક્ષ સંતુષ્ટ થયાની બધી હકીકત કહી સંભળાવી. સિદ્ધિ પિતાના ઘેર ગઈ. પછી તે યક્ષમંદિરમાં જઈને, આંગણામાં કંકુના સાથિયાની રચના કરી, સ્નાન કરીને, વિવિધ પ્રકારના પુષ્પાદિક વડે યક્ષનું પૂજન કરવા લાગી. વળી દાન વગેરે દઈને, યક્ષની વિશેષ પ્રકારે આરાધના કરવા લાગી. આ પ્રમાણે નિરંતર સેવા કરતાં તે યક્ષ પ્રસન્ન થઈને સિદ્ધિ ડોસીને કહેવા લાગ્યો કેઃ “હે પુણ્યવાનું! હું તારા ઉપર Page #199 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ અને સિદ્ધિની કથા તુષ્ટમાન થયો છું. તારે જે જોઈએ તે માગણી કર” - સિદ્ધિએ ચક્ષને કહ્યું કે “તમે મારી સખી બુદ્ધિને જે આપે છે, તેના કરતાં બમણું મને આપો.” “તથાસ્તુ” એમ કહીને યક્ષ અદશ્ય થઈ ગયે. આ રીતે સિદ્ધિએ બુદ્ધિ કરતાં અધિક દ્ધિ મેળવી, અને તેના કરતાં વિશેષ શોભાને પ્રાપ્ત કરી. બુદ્ધિએ સિદ્ધિને પોતાના કરતાં અધિક સમૃદ્ધિવાન દેખીને ફરીથી તે યક્ષની આરાધના કરી. યક્ષે ફરીથી પ્રસન્ન થઈને, તેને સિદ્ધિ કરતાં બમણી સમૃદ્ધિ આપી. ફરીથી સિદ્ધિએ પણ યક્ષની આરાધના કરી. તેથી તે તુષ્ટમાન થઈને બે કેઃ “માગ માગ, માગે તે આપું.” યક્ષના આ પ્રમાણેના વચને સાંભળીને, દ્વેષથી અંધ થઈ ગએલી સિદ્ધિએ વિચાર કર્યો કે “હું જે કાંઈ માગીશ, તેના કરતાં બમણું, બુદ્ધિ યક્ષની આરાધના કરીને તેની પાસે માગશે. તે મારી ઉપર બહુ અદેખાઈ રાખીને, મારી હરીફાઈ કરે છે; તેથી હવે એવું માગ્યું કે જેનાથી તે બમણું માગે તો, તેણીને મોટું દુઃખ સહન કરવું પડે.” એમ નક્કી કરીને સિદ્ધિએ માગણી કરી કેઃ “હે યક્ષરાજ! મારી એક આંખ કાણ કરે.” યક્ષે કહ્યું કેઃ “તથાસ્તુ” સિદ્ધિ તરત જ એક આંખે કાણ થઈ; છતાં પુષ્કળ ઠાઠમાઠથી સર્વત્ર ફરવા લાગી. બુદ્ધિએ તેની સમૃદ્ધિ જોઈને ફરીથી યક્ષની આરાધના કરી; Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કથામંજરી અને સિદ્ધિ કરતાં દરેક વસ્તુ બમણી માગી. યક્ષે કહ્યું કે “તથાસ્તુ. તેમ કહેતાં જ બુદ્ધિ ડેસી બંને આંખમાં અંધ થયા, પછી બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. “અતિ લોભ તે પાપનું મૂળ. બહુ લેભ કરવાથી અંતે સર્વને મૂળમાંથી નાશ થાય છે, માટે બહુ લેભ કરે છેડી દઈને, જે મળે તેમાં સંતોષ માન. Page #201 -------------------------------------------------------------------------- ________________ 'Int(' - - - - IIIIIIII) ' S નિધાન પ્રાપ્તિની કથા ૫૭ પરસ્પર બહુ જ મિત્રભાવ ધરાવતા બે પુરુષોએ એક વખતે કઈ પ્રદેશમાં ફરતા ફરતા નિધાન પ્રાપ્તિ કર્યું. તેમાંથી એક કપટી મિત્ર બેલ્યો કેઃ “શુભ દિવસે સારા ચેઘડીએ આપણે આ લઈ જઈશું.” બીજા મિત્રે સરલ પણે તે વાત સ્વીકારી. પછી તે કપટી મિત્રે તે સ્થળે રાત્રે આવીને, તે નિધાન લઈ લીધું અને તે સ્થળે કેલસા નાંખીને તે સ્થળ ઢાંકી દીધું.. બીજા દિવસે બંને મિત્રો ત્યાં આવ્યા, અને નિધાનનું સ્થલ જોતાં ત્યાં કેલસા દેખ્યા. પેલો કપટી મિત્ર પિક Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કથામંજરી મૂકીને રેવા લાગ્યા કે “અરે! આપણે ઓછા પુણ્યવાળા છીએ. દેવે પ્રથમ આપણને આંખો આપીને પછી તે ફેડી નાંખી; કારણકે પ્રથમ નિધાન દેખાડીને, પછી ત્યાં કોલસા દેખાડ્યા.” આ પ્રમાણે બેલ બેલ બીજા મિત્રના મુખ સામે જેવા લાગ્યું. બીજાએ જાણ્યું કે “ખરેખર! આ કપટીએ જ ધન હરણ કર્યું જણાય છે.” તેણે પણ મુખાકૃતિને ભાવ છુપાવી રાખીને, શિખામણ આપવાના હેતુથી કહ્યું કે “મિત્ર! ખેદ કરવાથી કાંઈ ગએલું નિધાન પાછું આવવાનું નથી.” પછી બંને પોતપોતાને ઘેર ગયા. - બીજા મિત્રે ઘેર જઈને તે માયાવી મિત્રના જેવી જ એક પથ્થરની મૂતિ કરાવી, અને બે વાંદરાં વેચાતા લીધા. પછી તે મિત્રની પ્રતિમાના બેળામાં, હાથમાં, ખભા ઉપર, મસ્તક ઉપર એમ બધા સ્થળોએ વાંદરાઓને ખાવા યોગ્ય ભક્ષ્ય મૂક્યું. પછી બંને વાંદરાઓને ત્યાં લાવીને છૂટા મૂક્યા. એટલે ભૂખ્યા વાંદરાઓ તે મૂતિ ઉપરથી ભક્ષ્ય ખાવા માંડ્યા. આ પ્રમાણે હમેશાં કરવાથી તે વાંદરાઓને તે સ્વભાવ થઈ ગયે. એક વખતે કઈ પર્વના દિવસે, તે બીજા મિત્રે પેલા કપટી મિત્રના બે પુત્રોને જમવાનું આમંત્રણ આપ્યું. ભેજન સમયે તે બંને તેના ઘેર આવ્યા. મેટા ઠાઠથી તે બંનેને જમાડ્યા. ભેજન કરી રહ્યા પછી, સુખે કરીને રહી શકાય તેવા સ્થળે તે બંનેને છુપાવી દીધા. બે ત્રણ દિવસ Page #203 -------------------------------------------------------------------------- ________________ નિધાન પ્રાપ્તિની કથા - ૧૯૩ સુધી પુત્રો ઘેર પાછા ન આવવાથી, તેઓની તપાસ કરવા માટે કપટી મિત્ર તેના ઘેર આવ્યો, એને પોતાના પુત્રો કેમ ન આવ્યા? એમ પૂછ્યું. બીજા મિત્રે પટી મિત્રને કહ્યું કે “ભાઈ! તારા બંને પુત્ર તે વાંદરા થઈ ગયા છે.” તે સાંભળી મનમાં આશ્ચર્ય પામતે અને ખેદ સહિત તે મિત્રના ઘરમાં ગયે. તે વખતે જે સ્થલે તેની મૂર્તિ રાખેલી હતી, તે સ્થલેથી મૂતિ ખસેડી લઈને કપટી મિત્રને તેણે બેસાડ્યો, અને પછી વાંદરાઓને છુટા મૂકી દીધા. પછી તે બંને વાંદરાઓ કિલકિલ શબ્દ કરતા તેના ખોળામાં, માથા ઉપર, તથા ખભા ઉપર ચડી ગયા. બીજા મિત્રે તેને કહ્યું કેઃ “મિત્ર! આ તારા પુત્રો છે, તેથી તારા ઉપરનો સ્નેહ તેઓ દેખાડે છે તે જે.” કપટી મિત્રે પૂછયું કેઃ “અરે મિત્ર! મારા બંને પુત્ર મનુષ્ય હતા, તે વાંદરા કેવી રીતે થઈ ગયા?” તે મિત્રે કહ્યું કે “તારા કર્મના પ્રતિકૂળપણાથી તેમ થયું છે. તું જ વિચાર કર કે સેનાના કેલસા થઈ જાય છે? પરંતુ જેવી રીતે આપણું કર્મના પ્રતિકૂળપણથી સોનાના કેલસા થઈ ગયા, તેવી જ રીતે તારા પુત્રો પણ વાંદરા થઈ ગયા.” આ પ્રમાણે સાંભળીને કપટી મિત્રે વિચાર કર્યો કેઃ “ખરેખર! આ મિત્રે મને ઓળખી લીધે છે, તેથી જે હવે હું વધારે કાંઈક બોલીશ તે મને રાજદરબારમાં લઈ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કથામંજરી જઈને બધી વાત પ્રગટ કરી દેશે, અને મારા પુત્ર મનુષ્ય થશે જ નહિ.” પછી તે મિત્રે બધી વાત કબુલ કરી, અને નિધાનમાંથી તેને ભાગ આપી દીધેા; એટલે બીજા મિત્રે તેના બંને પુત્રો પાછા સેપી દીધા. બુદ્ધિવાન પુરુષને કાંઈપણુ અપ્રાપ્ય નથી. સર્વ વસ્તુ યુક્તિથી તે થોડા પ્રયત્ને મેળવી શકે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ન ભિક્ષુના ખપ્પરની કથા ૫૮ નક પરિવ્રાજક પાસે બહુ મોટું રૂપાનું એક ખપ્પર હતું. તે પરિવ્રાજક એક વાર જે સાંભળતે, તે તરત જ યાદ રાખી શકતા હતા. તેથી બુદ્ધિના મદથી તે જ્યાં જતે ત્યાં પ્રતિજ્ઞાપૂર્વક બેલતે કેઃ “જે કઈ મને ન આવડતું હોય તેવું અપૂર્વ સંભળાવશે, તેને આ ખપ્પર આપી દઈશ.” પરંતુ કોઈ તેને અપૂર્વ લેકાદિ સંભળાવવા શક્તિવંત થતું નહિ. જે કાંઈ તે સાંભળતો તે તરત જ અખલિતપણે સામું કહી સંભળાવતે હતા, અને કહે કે “આ તે મેં પૂર્વે પણ સાંભળ્યું છે, નહિ તે હું કેવી રીતે અખલિતપણે બેલી શકું.” આ રીતે તે પરિવ્રાજકની સર્વત્ર ખ્યાતિ થઈ. એક વખત એક સિદ્ધપુત્રે તેની એવી પ્રતિજ્ઞા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કથામંજરી સાંભળીને તેને કહ્યું કે “હું તને અપૂર્વ શ્લેક સંભળાવીશ.” તે સાંભળવાને ઘણા માણસે એકઠા થયા હતા. રાજાની પાસે બંને પહોંચી ગયા. સિદ્ધપુત્રે કહ્યું કે "तुज्झ पिया महपिउणो, धीरेइ अणुणगं सयसहस्सं । जइ सुयपूवं दिज्जइ, अह न सुयं रखोरयं देसु ॥१॥ મારા પિતાએ તારા પિતાને એક લક્ષ સેનામહોરે ધીરેલ છે, જે તે આ હકીકત પહેલાં સાંભળી હોય તો તે સોનામહોર આપ; અને ન સાંભળી હોય તે આ ખપર આપ.” આ સાંભળીને પરિવ્રાજક ગભરાયે, ખપ્પર આપી દીધું અને સિદ્ધપુત્રની છત કબુલ કરી. બુદ્ધિબળ આગળ બીજાં સર્વ બળે તરછ થઈ જાય છે. સર્વના ગર્વને બુદ્ધિબળથી જીતી શકાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ એ. *ક નગરમાં એક સિદ્ધપુત્ર રહેતા હતા. તેને બે તેની પાસે નિમિત્તશાસ્ત્રના અભ્યાસ શિષ્યેા હતા, તે નૈમિત્તિકની કથા ૫૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કથામંજરી કરતા હતા. આ એ શિષ્યામાંથી એક બહુમાનપૂર્વક ગુરુના વિનય કરવામાં હમેશાં તત્પર રહેતા, અને ગુરુજી જે કાંઈ ઉપદેશ કરતા તેના ઉપર પેાતાના મનમાં હંમેશાં મનન કર્યા કરતા હતા. તે પ્રમાણે કરતા તેને કાંઈ શંકા ઉપસ્થિત થતી, તે ફરીથી ગુરુ પાસે જઈને વિનયથી પૂછતા હતા. આ રીતે વારંવાર પૂછવાથી અને નિરંતર મનન કરવાથી તે નિમિત્તશાસ્ત્રમાં ઘણા પારંગત થયે. બીજો શિષ્ય વિનયાદિ ગુણાથી રહિત હતા તે નિમિત્તશાસ્ત્રમાં પ્રવીણ થયા નહિ. એક વખત ગુરૂની આજ્ઞા લઇને બંને શિષ્યા કાઇક નજીકના ગામે જવા તૈયાર થયા. રસ્તામાં બંને જણાએ કોઇકનાં મેટાં પગલાં દીઠાં. વિનયવંત શિષ્યે ખીજા શિષ્યને પૂછ્યું કેઃ “અરે ભાઈ! આ કાનાં પગલાં છે?” ખીજાએ કહ્યું કેઃ “અરે! તેમાં શું પૂછે છે? આ તા હાથીનાં પગલાં છે.” પેલા વિનીત શિષ્યે કહ્યું કે: “આ હાથણીનાં પગલાં છે, તે હાથણી ડાબી આંખે કાણી છે, તેની ઉપર બેસીને કૈાઇ રાજપત્ની જાય છે, તેના ભત્ત્તર તેની સાથે છે, તે ગર્ભવતી છે. તેને સુવાવડ આવવાની તૈયારી છે, આજે અથવા કાલે જ તેણી એક પુત્રને જનમ આપશે.” તેણે આ પ્રમાણે કહ્યું, તે સાંભળી બીજાએ પૂછ્યુ કે: “ભાઈ! તેં આટલું બધું શી રીતે જાણ્યું ?” વિનીત શિષ્યે કહ્યું કે: “એ જાણવાનું સાધન જ્ઞાન Page #209 -------------------------------------------------------------------------- ________________ નૈમિત્તિકની કથા જ છે, આપણે આગળ જઈશું એટલે સર્વ સ્પષ્ટ જણાઈ આવશે.” તે પછી તેઓ તે ગામ પહોંચ્યા, અને આસપાસ જેવા લાગ્યા; એટલે તે ગામની બહારના પ્રદેશમાં મોટા સરોવરના કાંઠે તેઓએ રાણીને તંબુ તાણીને રહેલી દીઠી. તેની પાસે હાથણી હતી, તે ડાબી આંખે કાણી હતી. તેઓ ત્યાં ફરતા હતા, તેવામાં એક દાસી મોટા પ્રધાનને કહેતી તેઓએ સાંભળી કેઃ “રાણીએ પુત્રને જનમ આપે છે, માટે રાજાજીને વધામણી આપ” વિનીત શિળે બીજાને કહ્યું કેઃ “ભાઈ! આ દારસીનું વચન સાંભળ.” તેણે કહ્યું કેઃ “મેં સર્વ સાંભળ્યું છે, તારું જ્ઞાન બરાબર છે, તેમાં ફેરફાર નથી.” તે પછી તે બંને જણ સરોવરના કિનારે મોટા વટવૃક્ષ નીચે વિસામો લેવા બેઠા. તે સરોવર ઉપર પાણી ભરવા આવેલી એક ડેસીએ તે બંનેને દેખ્યા. તેમની આકૃતિ જોઈને તે સ્ત્રીએ વિચાર્યું કે આ બંને વિદ્વાન જેવા દેખાય છે, તેથી દેશાંતર ગએલે મારો પુત્ર ક્યારે આવશે, તે હું તેમને પૂછું.” તેણીએ તે પૂછ્યું. પરંતુ પ્રશ્ન કરતી વખતે તેના માથા ઉપરથી ઘડે જમીન ઉપર પડી ગયે, એને તેના સંકડે ટૂકડા થઈ ગયા. તે દેખીને બીજે અવિનીત શિષ્ય બેલી ઉક્યો કે “તારો પુત્ર તે મરી ગયું છે.” WWW Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કથામંજરી પછી વિનયવંત વિનયી શિષ્ય બે કેઃ “અરે ભાઈ! આ પ્રમાણે બેલ નહિ. તેને પુત્ર તે ઘેર આવેલો છે, હે વૃદ્ધ માતા! તમે ઘેર જાઓ; અને તમારા પુત્રનું મુખ જુઓ.” તે સાંભળીને “તું ચિરંજીવ સો વરસને થા.” એવી સેંકડો આશિષ આપીને તે ડોસી પિતાના ઘેર ગઈ; એટલે જેના પગ ઊપર ધૂળ ચાટેલી છે, તેવા પુત્રને તેને ઘેર આવેલે દીઠે. પુત્રે માતાને પ્રણામ કર્યા. ડોસીએ નૈમિત્તિકનું વૃત્તાંત પુત્રને કહ્યું. પછી પુત્રને પૂછીને વસ્ત્રની એક જોડ અને કેટલાક રૂપિયા તે વિનીત શિષ્યને, તે ડેસીએ ત્યાં જઈને આવ્યા. તે વખતે બીજે શિષ્ય પોતાના હૃદયમાં ખેદ ધરતો વિચારવા લાગ્યો કે: “ખરેખર! ગુએ મને બરાબર ભણાવ્યા જ નહિ; નહિ તે આ જેટલું જાણે છે, તેટલું હું કેમ ન જાણી શકું?” એટલે તે બાબતને ગુરુને ઠપકો આપવાનો તેણે વિચાર કર્યો. પછી બંને ગુરુ પાસે આવ્યા. વિનીત શિવે ગુરુને દેખતાં જ તરત જ શિર નમાવીને, અંજલિ જેડી બહુ માનપૂર્વક હર્ષાથી નેત્રો ભરી દઈ ગુરુના બંને પગમાં મસ્તક નમાવીને, ગુરુને પ્રણામ કર્યા. બીજે અવિનીત શિષ્ય પથ્થરના થાંભલાની માફક જરા પણ માથું કે અંગ નમાવ્યા વગર અદેખાઈ રૂપી અગ્નિના સાગથી બળતો ચૂપ ઊભે રહ્યો. ગુરુએ પૂછયું Page #211 -------------------------------------------------------------------------- ________________ નૈમિત્તિકની કથા ૨૦૧ કે અરે! તું કેમ પગમાં પડીને પ્રણામ કરતા નથી?” તેણે કહ્યું કે જેને તમે સારી રીતે ભણાવ્યો, તે જ તમારા પગમાં પડે, હું નહિ પડું.” ગુરુએ કહ્યું કે “આને કેમ સારી રીતે ભણું , અને તને ન ભણા?” પછી તેણે રસ્તે બનેલ બધે વ્યતિકર કહી દેખાડ્યો અને કહ્યું કેઃ “તેનું જ્ઞાન સારું છે. તેથી તે બધું જાણી શકે છે; મારું જ્ઞાન બરાબર નથી.” પછી તે વિનીત શિષ્યને ગુરુએ પૂછયું કેઃ “વત્સ! આ બધું તે કેવી રીતે જાણ્યું?” શિવે કહ્યું કે “આપશ્રીના ચરણકમલની સેવા કરવાથી આવેલા વિચારો વડે મેં જાણ્યું છે. મેં વિચાર્યું કે હાથીના પગલાં છે, તે તે પ્રસિદ્ધ જ છે. પણ વિશેષ વિચાર કરતાં અને પગલાંના ચિહ જોતાં તે, હાથણીના પગલાં છે એમ મને લાગ્યું. વળી તેણે જમણી બાજુના વેલાઓ ખાધેલા, અને ડાબી બાજુએ કાંઈ ખાધેલું નહિ હોવાથી, તે હાથણી ડાબી આંખે કાણી છે તેમ મને લાગ્યું. આવી રીતે પરિવાર સહિત બીજું કઈ જાય નહિ, તેમ વિચારતાં તે કઈ રાજદરબારી માણસ હોવું જોઈએ તે મેં નિર્ણય કર્યો. તે હાથણી ઉપર બેઠેલી વ્યક્તિએ નીચે ઉતરીને, લઘુશંકા કરેલી દેખી, તેની કાયાના ચિન્હાદિ ઉપરથી તે રાણી લેવી જોઈએ એ મેં નિર્ણય કર્યો. વૃક્ષને લાગેલા રાતાં વસ્ત્રના ટુકડાને દેખવા ઉપરથી, તે ભત્તર સહિત છે તેમ મને લાગ્યું. વળી ભૂમિ ઉપર હાથ WWW Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કથામંજરી મૂકીને ઉઠેલી હોવાથી ગર્ભવતી છે, અને ચાલતી વખતે જમણો પગ પહેલે ઉપાડેલ હોવાથી પુત્ર પ્રસવશે, અને જોરથી પગ મૂકેલ હોવાથી તરતમાં જ પ્રસૂતિ થશે તેમ મને લાગ્યું.” વળી પિલી ડેસીએ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે, “તેના મસ્તક ઉપરથી ઘડે પડી ગયો. તે જોઈને મેં વિચાર કર્યો કે આ ઘડે જ્યાંથી ઉત્પન્ન થયે, ત્યાં જ માટીમાં મળી ગયો, તેવી જ રીતે આ ડેસીને પુત્ર પણ તેને આજે મળ જઈએ.” આ પ્રમાણેનું તેનું કથન સાંભળીને, તે વિનીત શિષ્યની બુદ્ધિના ગુરુએ વખાણ કર્યા અને રાજી થઈને તેના તરફ જોયું. પછી અવિનીત શિષ્યને ઉદ્દેશીને કહ્યું કે “અરે! તું જે વિચાર કરી શકતું નથી, તેમાં તારે જ દેષ છે; પણ મારો દોષ નથી. મારો તે શાસ્ત્ર ભણાવવાને અધિકાર છે, તેના ઉપરથી વિચાર કરી બુદ્ધિ ચલાવવી તે તમારું કામ છે.” - બુદ્ધિવંતને કાંઈ પણ અગ્રાહ્ય નથી. વિનયથી જ્ઞાન સંપાદન કરી યથાયોગ્ય રીતે વિચારપૂર્વક બુદ્ધિ વાપરતાં અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિવંત આગળ કાંઈ પણ ગુપ્ત રહી શકતું નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ 寬复 Doof Doo! અમાત્યની કથા ૬૦ એક લાગી લાલસ છું કાંઈ કરતા તે આવે તે તે આપત્તિ માટે જ થતું હતું. એક દિવસ તે તેના મિત્ર Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કથામંજરી પાસેથી બળદ લાવીને હળ ખેડતો હતો. બપોરના વખતે તે બળદોને તેણે રસ્તા ઉપર રાખ્યા. તે વખતે તેનો મિત્ર ભેજન કરવા બેઠે હતા, તેથી તે તેની પાસે બળદ સેંપવા ગયો નહિ. પણ તેણે નજરે જોયા છે તેથી તે લઈ જશે. તેમ વિચારી કહ્યા વિના ઘેર ચાલ્યા ગયે. તે બને બળદ રસ્તા ઉપર આગળ ચાલ્યા ગયા. તે વખતે આગળ જવાથી ચેરો તેને ઉપાડી ગયા. પછી તે બળદનો માલિક તે અભાગી પાસે બળદ લેવા આવ્યો. તે બળદે આપી શકશે નહિ, તેથી તેને મિત્ર તેને રાજદરબારમાં લઈ ગયા. તેઓ રસ્તે જતા હતા તે વખતે ઘોડા ઉપર બેઠેલે, કઈ મનુષ્ય તેમની તરફ આવતા હતા. ઘોડાએ તોફાન કરી તે માણસને પછાડ્યો. પછી ઘોડો દેડતે દેખતે ભાગી જતું હતું, તેથી તે પડી ગએલે માણસ બેલ્યો કેઃ “આ ઘોડાને લાકડી મારીને પણ ઊભે રાખે” પેલા અભાગી માણસે ઘેડાને ઊભે રાખવા એક લાકડી મારી, તે ઘડાના મર્મસ્થાનમાં વાગવાથી ઘોડે મરી ગયે. ઘડાવાળાએ પણ તે અભાગીને પકડ્યો. પછી તે બધા નગરમાં આવ્યા. તે વખતે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતું, તેથી નગરની બહારના ભાગમાં તેઓ સુતા. તે સ્થળે ઘણા નટ સુતેલા હતા. પિલો અભાગી વિચારવા લાગ્યો કેઃ “આ આપત્તિરૂપી સમુદ્રમાંથી મારો પાર આવે તેમ નથી. તેથી ગળે ફાંસો ખાઈને હું મરી જાઉં તો સારું.” Page #215 -------------------------------------------------------------------------- ________________ અમાત્યની કથા ૨૦૫ આ પ્રમાણે વિચાર કરીને તે ગળેફાંસા આંધીને આડે લટકવા લાગ્યું. પરંતુ ગળે બાંધેલ વસ્ત્ર જીનું થઈ ગએલું હેાવાથી તુટી ગયું. તેથી તે અભાગી નીચે સુતેલા નટેના મુખ્ય નાયક ઉપર જ પડ્યો. તેનટેના નાયકનું ગળું, તે અભાગી માણસના ભારથી દખાઇ જવાને લીધે તરત જ મરણ પામ્યા; તેથી નટાએ પણ તેને પકડયો. સવાર પડી એટલે બધા એકઠા થઈને રાજદરબારમાં ગયા. સર્વે કરીયાદીઓએ પોતપોતાના વૃત્તાંત સંભળાવ્યેા. રાજાએ તથા પ્રધાને તે અભાગીને બધું પૂછ્યું. તે અભાગીએ દયામણું મુખ કરીને કહ્યું કેઃ “હે દેવ! તે અધા જે કહે છે તે બધું સત્ય છે.” તેના ઉપર અત્યંત દયા આવવાથી અમાત્ય મળદના માલિક તરફ જોઇને ખેલ્યા કેઃ “આ માણસ તને મળદ આપશે; પરંતુ તે તારી આંખેા કાઢી લેશે. જ્યારે તેં આંખાથી બળદ જોયા ત્યારથી જ તે તેની જોખમદારીથી મુક્ત થએલા છે. જો તે આંખેાથી મળદ જોયા ન હેાત તે તે ઘેર જાત નહિ, જે વસ્તુ જેણે જેને આપી છે, તે વસ્તુ લેનાર જો તે કબુલ ન કરે તે તે વસ્તુ તેને આપી દેવી જોઇએ, તેથી તેમ કરીને તું તારે ઘેર જા.” ઘેાડાના માલિકને અમાત્યે કહ્યું કે: “આ માણસ તને તારા ઘેાડા જરૂર પાછા આપશે, પરંતુ તે તારી જીભ કાપી લેશે. કારણ કે તેં જીભવડે કહ્યું છે કેઃ “આ ઘેાડાને લાકડી મારીને પણ ઊભા રાખેા.” તારા આ પ્રમાણેના Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કથામંજરી કથનથી આ માણસે મારેલ લાકડીથી તારે ઘેડે મરી ગયે. તારી આ ફરિયાદથી આ માણસને જે દંડ કરવામાં આવે તે, તારી જીભને પણ શા માટે શિક્ષા ન કરવી.” પછી નટ તરફ જોઈને અમાત્યે કહ્યું કેઃ “આ માણસની પાસે કાંઈ છે નહિ. તેથી તેની પાસેથી તમને શું અપાવું? પરંતુ તે એટલું કરશે કે, તે નીચે સુઈ જાય; અને તમારામાંથી કોઈ મોટો માણસ હોય તે જુના વસ્ત્રવડે ઝાડ ઉપર ગળાફાંસો બાંધે; અને પછી તે માણસ આ માણસ ઉપર પડે. પછી ભલે તેનું જે થવાનું હોય તે થાય.” આ પ્રમાણેને ન્યાય સાંભળીને બધા ફરિયાદ કરનારાઓ, તે અભાગીને છેડીને ચાલ્યા ગયા. બુદ્ધિથી સર્વ કાર્યની સિદ્ધિ થઈ શકે છે અને બુદ્ધિ કેળવવાથી સર્વ કાર્યને પાર પામી શકાય છે. ગમે તેવી મુશ્કેલીઓમાંથી પણ બુદ્ધિવંત મનુષ્ય માર્ગ કહાડી શકે છે. જ્ઞાન અને જ્ઞાનીની આરાધના–ભક્તિ કરવાથી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ *f IUM વાણીયાની કથા ૬૧ જ્યારે મરણ થવાનું હોય છે, ત્યારે તે અન્યથા થતું નથી.” ફિલ્મીનિવાસ નામના નગરમાં ન્યાયી અને સુવચને બેલવાવાળે શંકર નામને શેઠ રહેતું હતું. તેને ચાર પુત્રો હતા. તે ચારે પુત્ર ઉપર કુટુંબના ભરણુ પિષણને ભાર નાખીને, પ્રાપ્ત કરેલી લક્ષમીને સુપાત્રમાં વાપરતે હતે. Page #218 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી લાગ્યા કે તે શેઠ એક વખત વિચાર કરવા “યુવાની પુરી થઈ છે, ઘડપણ આવતું જાય છે; પછી અવશ્ય મરણ આવશે, મરણ જેવું ખીજું કાંઇ ભયંકર નથી.” કહ્યું છે કેઃ “જ્યાંસુધી મરણ રૂપી હાથીને ભય લાગતા નથી, ત્યાં સુધી જ મનાથ રૂપી તરુને વિકાસ હૃદયમાં થાય છે.” ૨૦૮ વૈભવેાથી ઉત્પન્ન થતા મહા ઉન્માદ મૃત્યુ’ એવા એ અક્ષર સાંભળતાં જ જેના શાંત થતા નથી; તેને દારૂડીયા કરતાં પણ વધારે બુદ્ધિ વગરના જાણવા. તેથી મારે એવા પ્રયત્ન કરવેા જોઇએ, કે જેથી યમરાજ પ્રસન્ન થઇને મારૂં નામ મૃત્યુની નોંધમાંથી કાઢી નાંખે.” આ પ્રમાણે વિચાર કરીને નજીકના પર્વતની તળેટીમાં આવેલા, કાળા રંગના દેવમંદિરમાં, શ્યામ વર્ણવાળી, શ્યામ વજ્રા પહેરાવેલી, યમની મૂર્તિને, કાળા વસ્ત્ર પહેરીને તે નિરંતર પૂજવા લાગ્યા. નૈવેદ્યાદિકથી તેની ભક્તિ કરવા લાગ્યા. ઈંદ્રિયાને કાબુમાં રાખી, થોડી જ ગણતરીની વસ્તુઓ સાથે રાખીને, તે સ્થળે રહીને તેને યમરાજની ભક્તિ કરતાં કેટલાક સમય વીતી ગયા. તેનું મૃત્યુ નજીક આવ્યું, એટલે યમરાજના દૂતા ક્રૂરતા કરતા ત્યાં આવ્યા. તે વખતે યમદેવની એકાગ્ર ચિત્ત ભક્તિ કરતા, તે શેઠને જોઇને તે વિસ્મય પામ્યા; અને તેઓએ યમરાજને વિનંતિ કરીને પૂછ્યું કેઃ “હે દેવ! આ શેઠ તે તમારી સારી રીતે હમેશાં આરાધના કરે Page #219 -------------------------------------------------------------------------- ________________ વાણીયાની કથા ૨૦૯ છે, અને અમે તે! તેના પ્રાણ લેવા આવ્યા છીએ. તેથી શું કરવું.” શેઠની ભક્તિથી સંતુષ્ટ થઈને યમરાજ કહેવા લાગ્યા કે: “હું શેઠ! મારી આવી રીતે કાઈ આરાધના કરતું નથી. તારી ભક્તિથી હું તારા ઉપર સંતુષ્ટ થયેા છું, તેથી તારી જે ઈચ્છા હાય તે મારી પાસે માગ.” તે સાંભળી શેડ એલ્યેા કે: “મારૂં નામ, તમારી મૃત્યુની નેધમાંથી કાઢી નાંખા કે જેથી હું મરણ પામું નહિ.” મે કહ્યું કેઃ “બહુ સારૂં” પછી ચિત્ર વિચિત્ર નામના તે કાર્ય કરનારા અને સેવકાને ખેલાવીને, તેને અહારની પરસાળમાં બેસાડ્યા; અને તેને યમે હુકમ કર્યા. એટલે તેઓએ તેની મૃત્યુ નોંધ વાંચી કે “જયારે શંકર શેઠ પેાતાના અમરપણા માટે યમદેવને પ્રાર્થના કરશે, અને તે ચિત્ર વિચિત્રને ખેલાવશે; તે જ વખતે અકસ્માત્ જર્જરિત થઈ ગએલ દેવમંદિરને ભારવટ તેના ઉપર પડશે અને તે મૃત્યુ પામશે.” આ પ્રમાણે તેએ વાંચતા હતા, તેવામાં તે ભારવટ તેના ઉપર તૂટી પડયો, અને તે મૃત્યુ પામ્યું. યમને ખેદ થયે! કે: “અહા! મારી સેવાનું આને કાંઇ ફળ મળ્યું નહિ.” આ પ્રમાણે શેક કરતા યમ પેાતાના સ્થાને ગયે. મરણુ જ્યારે આવવાનું હાય છે, ત્યારે તે અવશ્ય આવે છે જ Page #220 -------------------------------------------------------------------------- ________________ શેઠના પુત્રની કથા કોઈ વખત નાનું બાળક પણ મોટાને બોધ આપે છે. ઉરિપુરમાં જળ અને સ્થળ માર્ગે વ્યાપાર કરનાર અને મેટા પરિવારવાળે શખ નામને શેઠ હતું. તેમને કુમુદ, તિલક, અશેક અને વીર નામના ચાર પુત્ર હતા. કુમુદને કુંતલ નામે એક પુત્ર હતું. છેકરાઓ મોટા થવાથી શંખ શેઠે ચાર પુત્રોને નિધાન વગેરે સ્થાને દેખાડ્યા; અને રાજદરબારમાં પણ જતા આવતા કર્યા. વ્યાપારની જવાબદારી પણ તેઓને સંપીને, પતે પરમાત્માનું ભજન કરવા લાગ્યા. પિતે ખાનગી દ્રવ્ય પણ કાંઈ જુદું રાખ્યું નહિ, પછી તે વૃદ્ધ થયું ત્યારે તેની પત્ની મરણ પામી. પુત્ર તેની સેવા ચાકરી બરાબર કરતા નહતા, અને Page #221 -------------------------------------------------------------------------- ________________ શેઠના પુત્રની કથા ૨૧૧ પુત્રવધૂઓ તે સામું જૂએ જ શેની? વૃદ્ધ શંખ ઘરના પાછળના ભાગમાં પડ્યો રહેતા હતા. જ્યારે તે ભૂખ્યો થતા ત્યારે, સંકડો નિસાસા મૂકો અને આર્તધ્યાન કરતું હતું. તેની ઉંઘ ઉડી જવાથી પથારીમાં આળોટ્યા કરતા હતા. એક વખત શિયાળાની ઋતુમાં પ્રાણ હરી લે અને હૃદય ફાડી નાખે તેવી ઠંડે પવન વાતે હતા, તે વખતે ઠંડીથી બચવા માટે કંપતા શરીરે મોટા પુત્ર કુમુદ પાસે તેને ઓઢવા માટે એક જાડું વસ્ત્ર માગ્યું. કહ્યું છે કેઃ “ડસી. જેની પત્ની મરી ગઈ હોય તે વિધુર, જેની લક્ષ્મી પુત્રના કબજે હોય તે; અને પુત્રવધૂના વચનથી બળેલ હોય તે, સર્વ માટે જીવિતવ્ય કરતાં મૃત્યુ વધારે ઉત્તમ છે.” કુમુદે કુંતલને કહ્યું કેઃ “આ ડોસાને એક જાડું જુનું વસ્ત્ર આપ.” કુંતલે ડોસાને તે જુના વસ્ત્રમાંથી અડધું આપ્યું. ડેસાએ તે જુના વસ્ત્રને કુતલે આપેલે કકડે કુમુદને દેખાડ્યો. કુમુદે ક્રોધ કરીને કુંતલને કહ્યું કેઃ અરે કુંતલ! આ જુનું વસ્ત્ર મૂળ તે નાનું હતું જ, છતાં તેના બે ભાગ કરીને તે અડધું ડોસાને કેમ આપ્યું? શા કારણથી આખું વસ્ત્ર ન આપ્યું?” બુદ્ધિશાળી કુંતલે હાથ જોડીને કહ્યું કેઃ “પિતાજી! Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કથામંજરી તમે પણ હવે મોટી ઉંમરના થયા છે, તમારે હવે ઘડપણ નજીક આવતું જાય છે, તેથી બીજું અડધું વસ્ત્ર તમારે માટે રાખ્યું છે, કારણ કે તમારા ઘડપણમાં તમને તે આપવા જોઈશે.” પુત્રનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને કુમુદ શરમાઈ ગયે, અને બે કેઃ “હે પુત્ર! તેં મને ખરેખરી શિખામણ આપી છે! પ્રભુત્વ અને વૈભવ રૂપી મદિરાના મદથી ભરાએલા મનવાળા અમને ખાડામાં પડેલાને, હાથને ટેકો આપીને તે બહાર કહાડ્યા છે.” આ પ્રમાણે કુંતલને કહીને કુમુદે પિતાની સેવા બરાબર કરવા માંડી. તેને અનુસરીને કુટુંબના બધા માણસો તે ડોસાની બરાબર ચાકરી કરવા લાગ્યા. બાળક પાસેથી હિતની વાત સાંભળવી જોઈએ, અને તે પ્રમાણે વર્તન રાખવું જોઈએ. ગમે તે ઉંમરે પણ માતા પિતાની સેવા કરવી તે શાણા પુત્રો અને પુત્રવધૂઓની ફરજ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ સાસુ વહુની કથા ૩ “પેાતાનું ભલું ઈચ્છતા માણસે કદિ પણુ બીજાના દ્રોહ કરવા નહિ. ચંદ્રપુર દ્રપુરમાં વીર નામના એક શેઠ રહેતા હતા. તેની પત્નીનું નામ વીરમતી હતું. તે શેઠના પિતા મરણ પામ્યા હતા, અને તેની વૃદ્ધ માતાનું નામ જયા હતું. પુત્રને તે વૃદ્ધ માતા ઉપર જરા પણ સ્નેહ હતા નહિ. કહ્યું છે કે: “પશુઆને સ્તનપાન કરે ત્યાં સુધી માતાના સંબંધ હાય છે, અધમ પુરુષાને સ્ત્રી ન હોય ત્યાં સુધી માતા સાથે સંબંધ હાય છે; મધ્યમ પુરુષાને ઘરનું કામ માતા કરે ત્યાંસુધી સંબંધ હાય છે, અને ઉત્તમ પુરુષા માતાની સેવા તીર્થની માફ્ક કરે છે.’' Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કથામંજરી વળી, “પુત્ર ઉત્પન્ન થયા પછી પતિને, પત્ની આવ્યા પછી માતાને; કાર્યની સિદ્ધિ થયા પછી શેઠને, અને રોગ નાશ પામ્યા પછી વૈધને દ્વેષ થાય છે.” સ્વછંદી પુત્રવધૂ સાસુ ઉપર દાઝે બળતી હતી. એક વખત કોઈ તહેવાર આવે ત્યારે સાસુએ વહુને કહ્યું કે દીકરી! દુકાને જઈને મિષ્ટાન્નાદિ કરવા માટે લાકડાં તથા ઘઉં મોકલવાનું કહી આવ.” વહુએ દુકાને જઈને કહ્યું કે “તમારી માતા ઘડપણ તથા રોગથી મુંઝાઈ ગએલ છે, તેથી લાકડાંની માગણી કરે છે.” પુત્ર ઘેર ગયે અને માતાને પૂછ્યું કે “માતાજી! તમે લાકડાં શા માટે મંગાવ્યાં? ' ડોસીએ વિચાર કર્યો કેઃ “વહુએ કરેલા વાણી વિલાસથી જ મારો પુત્ર મને આવી રીતે પૂછે છે, તેથી મને લાગે છે કે તે બંને મારું મરણ ઈચ્છે છે તેથી તેમની વાણીનું સમર્થન કરું.” આ પ્રમાણે વિચારીને ડોસી બોલી કે “પુત્ર! મને લાકડાં લાવી આપ.” તે સાંભળીને તે બંનેએ નગર બહાર લાકડાં એકઠાં કયાં. સ્વજને એકઠા થયા, અને નગર બહાર આવીને તે ડોસીને લાકડાંની મધ્યમાં મૂકી; પરંતુ તે બંને સાથે અગ્નિ લાવો ભૂલી ગયા. તેથી પતિએ પત્નીને કહ્યું કે Page #225 -------------------------------------------------------------------------- ________________ સાસુ વહુની કથા ૨૧૫ “ભદ્ર! અગ્નિ લાવવાને હું નગરમાં જાઉં છું, ત્યાંસુધી તું અહીં જ રહેજે.” તેણીએ કહ્યું કેઃ “આવા કવખતે હું અહીં એકલી રહી શકીશ નહિં, મને બીક લાગશે; તેથી બને સાથે જઈએ.” તેમ વિચાર કરી બંને અગ્નિ લાવવા ગામમાં સાથે ગયા. ડોસીએ વિચાર્યું કેઃ “આ બંને દુશે તે થયા. પરંતુ મરી ગએલાઓને ઠંડું પાણી, મિષ્ટાન્ન, ઈષ્ટ પ્રાપ્તિ વગેરે કાંઈ મળતું નથી, માટે આવી રીતે મરવું યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તે ડોસી લાકડાંની વચ્ચેથી બહાર નીકળી ગઈ, અને પાસે રહેલા ન્યાધ ઝાડની ઉપર ચડીને બેઠી. પુત્ર અને પુત્રવધૂએ અગ્નિ લાવીને લાકડાં સળગાવ્યાં, અને પછી ઘેર જઈને બંને સૂઈ ગયાં. તે જ રાત્રે એક શ્રીમંતનું ઘર લુંટીને ચોરો તે ઝાડની નીચે આવ્યા અને લુંટેલી વસ્તુઓને ભાગ પાડવા માટે અરણીથી અગ્નિને પ્રકાશ કરીને ત્યાં બેઠા. આ સમયે બુદ્ધિ ઉત્પન્ન થવાથી તે ડેસી વાળ છૂટા કરીને “ખાઉં, ખાઉં” બોલતી તે એની ઉપર પડી. આ કોઈ રાક્ષસી છે તેમ ધારીને બધા ચોરો નાશી ગયા. પછી પડી રહેલું બધું ધન લઈને ડોસી રાજી થઈ અને વસ્ત્રો તથા દાગીનાઓથી શરીરને શોભાવીને રાતને એક પહોર બાકી રહ્યો ત્યારે પિતાના ઘેર ગઈ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કથામંજરી પુત્ર તથા પુત્રવધૂ ઉંઘમાંથી ઉઠ્યા, અને ડોસીને વસ્ત્રાભૂષણથી સજજ થએલી જોઈને ચમત્કાર પામીને બોલ્યા કેઃ “અહે! પૂજ્ય માતાજી! તમે ક્યાંથી આવ્યાં?” તે બેલી કે “વત્સોસ્વેચ્છાથી મરણ પામી તેથી સ્વર્ગમાં ગઈ. ત્યાં મારા પતિએ વસ્ત્રો તથા આભૂષણથી મારે સત્કાર કર્યો, તેથી મારી સમૃદ્ધિ દેખાડવા હું તમારી પાસે આવી છું; જે કોઈ તરુણ સ્ત્રી આ પ્રમાણે વેચ્છાથી મરણ પામે તો તે મહેંદ્ર પણ તેની પૂજા કરે છે,” આ પ્રમાણે સાંભળીને, તેવા લાભથી લોભાઈ પુત્રવધૂ આગ્રહથી લાકડામાં પડીને બળી મરી. પુત્ર બીજા દિવસે તેની રાહ જોવા લાગ્યું કે “તે ક્યારે આવે ?” માતાએ કહ્યું કે “હે વત્સ! મરી ગએલા માણસો કદિ પણ પાછા આવતા નથી. આ તે મેં મારા વૈરનો બદલે લેવા માટે જ ઉપાય કર્યો હતે.” પછી ડોસીએ પિતાને બધે વૃત્તાંત પુત્રને કહી બતાવ્યો. તે સાંભળીને પુત્ર મૌન રહ્યો. થોડીવાર પછી વિચાર કરીને બોલ્યો કેઃ “હે માતા! જે પારકા માટે વિચારીએ છીએ, તે જ પિતા માટે બને છે તે વાત સત્ય છે.? કોઈનું સારું જોઈ અદેખાઈ કરવી નહિ. ખાડો જે ખેદે છે તે જ પડે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ જટાધારીની કથા ૪ ‘કાઈના પૂછ્યા વગર પેાતાના અવગુણુ પ્રગટ કરવાથી હાનિ થાય છે.’ એ. *ક તપસ્વી ફરતા ફરતા મહારાષ્ટ્રમાં પહેાંચી ગયા. આખા દિવસ ફરતાં ફરતાં તેને ભિક્ષા મળી નહિ. અપેારના સમયે ભૂખથી ત્રાસેલે। તે આમ તેમ જોવા લાગ્યા. તે વખતે એક છીપાને ત્યાં કાંઇક ઉત્સવ હતા, તેથી મિષ્ટાનાદિ જમવા માટે ઘણા માણસો એકઠા થયા હતા. તપસ્વી તે છીપાના ઘરમાં ભિક્ષા માટે પેઠા, છીપાએ તેના ઉપર દયા આવવાથી તેને ખાવા આપ્યું; તેણે તે ભૂખ્યા હેાવાથી લઈને ખાધું. તે જટાધારી તાપસ ફરતા ફરતા ગૂર્જર દેશમાં આવ્યેા. એક વખત કાઈ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કથામંજરી નગરમાં મઠાધિપતિએ તેને પદવી આપવાથી ભાગ્યોગે તે મઠાધિપતિ થયો. તે મઠાધિપતિને ખેતી વગેરે ગરાસની મેટી આવક હતી, અને તેને પરિવાર પણ બહુ મોટો હતે. એક વખતે રાજ્ય દરબારમાં ફરનારા કેઈ ગવૈયાઓ અને નાચ કરવાવાળાએ પિતાની કળા બતાવીને, ધનની ઈચ્છાથી તેની પાસે આવ્યા. આજુબાજુના માણસોએ પ્રાર્થના કરવાથી તે મઠાધિપતિ પણ તે જોવા બેઠે. તે કળાકારોએ બહુ વખત સુધી અનેક પ્રકારની રાગ રાગણીથી બહુ વખત સુધી ગાયું, તે પણ જટાધારીએ કાંઈ પણ આપ્યું નહિ, પછી તે લુચા ગવૈયાઓએ વિચાર્યું કે “આની પાસે કોઈ ગ્રામ્ય છંદ ગાઈએ તે તે રાજી થશે.” આવે વિચાર કરીને તેઓએ સલેકાદિ બલવા માંડ્યા. તેમાં તેઓ શરૂઆતમાં બોલ્યા કેઃ “કહઉ જિ ભરડઈ જે જે કિઉં.” અર્થા–જટાધારીએ જે જે કર્યું છે તે કહી દેખાડીએ છીએ.” આ સાંભળીને જટાધારી વિચારવા લાગે કેઃ છીપાના ઘેર જે મેં ભેજન કર્યું હતું, તે બનાવ આ ગાયકે જાણી ગયા લાગે છે, કદાચ તે વાત તેઓ પ્રગટ કરશે.” આ પ્રમાણે વિચાર કરીને કેટલાક રેશમી વસ્ત્ર, અને સોનાને હાર વગેરે તેને બક્ષીસમાં આવ્યા. તેઓને આ પ્રમાણે ધન મળવાથી તેઓ ફરીથી આવીને પણ તે જ પ્રમાણે શરૂઆત કરી. રૂદ્રના ચરિત્રની Page #229 -------------------------------------------------------------------------- ________________ જટાધારીની કથા ૨૧૯ શરૂઆતનું આ વાક્ય હતું, પણ જટાધારી તે પેાતાના માટે જ હોવાની શંકા રાખતા હતા, તે ફરીથી પણ તે જ વાક્ય ખેલ્યા, એટલે તે તપસ્વી ક્રોધે ભરાયે। અને તેમને મેલાવીને કહ્યું કેઃ “અરે છો! શું કહી દેશે મેં જટાધારીએ છીપાને ઘેર ભાજન કર્યું, કર્યું, કર્યું, તેમાં શું કાઇની ચારી તો નથી કરીને?’ આવાં તેનાં વચના સાંભળીને ગવૈયાઓ ચાલ્યા ગયા, પરંતુ છીપાને ઘેર ભાજન કર્યાની વાત બધે ફેલાઇ ગઈ, તેથી તેની ખૂબ માન હાનિ થઈ. સ્થિતિ જોઇને આસપાસના સંયોગ,અને બેાલનાર માન પામે છે. માટે પોતાના અવગુણુ જ્યાં ત્યાં પ્રગટ કરવા નહિ. Page #230 -------------------------------------------------------------------------- ________________ : ૧ E TW . , ! I જ - એક વેશ્યાની કથા ૬૫ “સ્ત્રીએ કપટી અને વાચાળ હોય છે, તેથી તેને વિશ્વાસ કરે ઉચિત નથી.” કુમપુરમાં હીરક નામને એક શેઠ હતો. તેને - મકરંદ નામને બુદ્ધિશાળી પુત્ર હતું. તે બુદ્ધિશાળી હોવા છતાં વેશ્યાને ઘેર કપટવિદ્યા શીખવા માટે રહ્યો. વેશ્યાનાં સર્વ ચરિત્ર શીખ્યા પછી કુટ્ટિનીએ મકરંદને શેઠને પાછે સે . મકરંદને કપટવિદ્યા શીખવવા માટે કુટ્ટિનીએ શેઠ પાસેથી એક લાખ દ્રવ્ય લીધું, પરંતુ શેઠની સાથે એવી શરત કરી કેઃ “મારી પાસે શીખેલે તમારે આ પુત્ર જે દેશાંતરમાં જઈને કેઈ માયાવી વેશ્યાથી ઠગાય તે માટે તે નાણાં પાછા આપવાં.” Page #231 -------------------------------------------------------------------------- ________________ એક વેશ્યાની કથા ૨૨૧ બીજા દિવસે શેઠની આજ્ઞા લઇને મકરંદ અમરપુર નામના નગરમાં ગયે, ત્યાં રાજાએ પ્રસન્ન થઈને આપેલા મકાનમાં માલની લે વેચ કરતા તે સુખેથી રહેવા લાગ્યા. તે નગરમાં તરુણુ હરણ જેવી ચપળ અને સ્ત્રીઓની ચાસ કળાએમાં પ્રવીણ મદિરા નામની વેશ્યા રહેતી હતી. તે ગણિકાને તેની માએ કહ્યું કે: “તું ગમે તેમ કરીને આ યુવાન શેઠને રાજી કર.” 3 તે ગણિકા અભિમાનપૂર્વક ખેલી કે: “તીવ્ર વૈરાગ્યવાળા યાગીઓની પણ ક્ષણમાત્રમાં સમાધિના ભંગ કરવામાં કુશળ એવી મને, આ કામળ હૃદયવાળા ગૃહસ્થને રાજી કરવે તેમાં શી મેાટી વાત છે?” આ પ્રમાણે કહીને તે શેઠના પુત્રને પેાતાના મકાને લાવવા ીને મેાકલી. તે દૂતી શેઠ પાસે જઈ પ્રણામ કરીને વિનયપૂર્વક તેની આજ્ઞા લઈને, નીચેના આસન ઉપર બેસીને એલી કેઃ “હે સ્વામિન્! આ નગરમાં સર્વ ગુણસંપન્ન, મારી સ્વામિની મદિરા નામની ગણિકા રહે છે. તેણે તે રસ્તે થઇને નીકળેલા આપને જોયા, ત્યારથી તે આપણા ઉપર માહિત થએલી છે. હું સાધુ પુરુષ! તમે ફેંકેલા પ્રેમખાણુથી વિંધાએલી તે સૂતાં, બેસતાં, તમારા નામનું જ રટણ કરે છે. તમારા વિના મ્લાન વદનવાળી તે આસપાસ જોયા કરે છે, ભમ્યા કરે છે; અને નિસાસા નાખતી પથારીમાં આળાટ્યા કરે છે, અને વારે ઘડીએ બેભાન થઇ જાય છે.” આ પ્રમાણે વિસ્તારથી કહીને, કસ્તુરી વગેરે ઉત્તમ Page #232 -------------------------------------------------------------------------- ________________ રરર કથામંજરી વસ્તુઓથી સુગંધિત કરેલું પાનનું બીડું તેણે તેને આપ્યું; અને આવવાનું વચન માગ્યું. મકરંદે કાંઈ પણ દાક્ષિણ્યતા રાખ્યા વગર કહ્યું કે આવી જેની સ્થિતિનું તું વર્ણન કરે છે તે સર્વથી હું અજાણ નથી, માટે તારી આવી વાણુની યુક્તિને ઉપયોગ બીજા કોઈ સ્થળે કરજે.” તે સાંભળીને દૂતી શ્યામ મુખવાળી થઈ ગઈ, અને વેશ્યા પાસે જઈ નમન કરીને તેને બધી હકીક્ત કહી. તે મદમાતી ગણિકા તે સાંભળીને ફાળ ચૂકેલી વાંદરીની માફક વિલક્ષણ મુખવાળી થઈ ગઈ. તથાપિ ખેદ પામ્યા વગર વારંવાર ખુશામતના શબ્દથી ભરેલા કામદેવના અસ્રરૂપી પત્રે તેણે મેલવા માંડયા. તે પણ મેરુ પર્વતની જે નિશ્ચળ મકરંદ જરા પણ ચલાયમાન થયે નહિ. એક દિવસે મદિરા ગણિકાએ પિતાની ખાસ દાસી સાથે કહેવરાવ્યું કેઃ તમે તે પથ્થરની જેવા કઠણ છો. પરંતુ તમારા ઉપરના સ્નેહને લીધે, અત્યંત કમળ સ્વભાવવાળી થઈ જવાથી હું તમારા વિના જીવવાને સમર્થ નથી. તમને જાણ્યા! તમારું કલ્યાણ થાઓ. હું હવે જીવતી ચિતામાં સળગીને મૃત્યુ પામીશ, મને આવતા ભવમાં તમારું દર્શન આપજે.” તે સાંભળીને કાંઈ પણ જવાબ આપ્યા વિના મકરંદ ચાલ્યા ગયે. દાસીએ તે બધું તેની સ્વામિનીને નિવેદન કર્યું. પછી તે ગણિકાએ આ પુરુષ પાસે નગરથી દૂર Page #233 -------------------------------------------------------------------------- ________________ એક વેશ્યાની કથા ૨૨૩ બહારના ભાગમાં એક સુરંગ ખોદાવી, અને બહારના ભાગમાં ભૂમિ ઉપર જમીનના એક પડ જેટલું ઢાંકણ કરાવ્યું. તે દ્વારના સ્થળે તેની ઉપર લાકડાં એવી રીતે ગોઠવ્યાં કે દ્વારની ખબર પડે નહિ. આ પ્રમાણે સુરંગ તૈયાર થઈ ગઈ એટલે, દાન દઈને, મોટા પુરુષ સાથે ઘેડા ઉપર બેસીને ચિતામાં બળી મરવાના બહાને તે તરફ ચાલી. આ વૃત્તાંત લેક પાસેથી સાંભળીને “આ સત્ય કે અસત્ય? તેને નિર્ણય કરવા માટે, લેકેનું ટોળું ભેગું થયું હતું તે સ્થળે મકરંદ પણ વેષ બદલાવીને ગયે. તે ચિતાની પાસે જ ઊભો રહ્યો. ચકેર જેવી તે યુવાન વેશ્યા પણ ઘડા ઉપરથી ઉતરી કાંઈક ઉંચી થઈને બેલી કેઃ “હે પરમાત્મા! હે લેકમાલ! હું મકરંદ નામના નિષ્ફર શેઠના પુત્ર તરફ, કામદેવને જીતે તેવા તેના રૂપ તથા ગુણથી આકર્ષાઈ હતી. મેં તેને યાચના પણ કરી હતી; તે વ્યાપારીઓમાં ઉત્તમ શેઠના પુત્ર ગણિકા માત્ર કપટી હોય છે એમ કહીને મારી યાચનાને અસ્વીકાર કર્યો, તેથી નિરાશા, વિષાદ અને ખેદથી ગભરાએલા અને મુંઝાએલા મારા આત્માને હું તજી દઉં છું. હે મહાજને! તે તમે નજરે જુઓ.” આ પ્રમાણે બેલીને તેણે તરત જ ચિતામાં પ્રવેશ કર્યો. થોડી વાર પછી તેના સનેહી પુરુષોએ ચિતાને અગ્નિ લગાડ્યો. પગની લાત મારીને ભેંયરાનું દ્વાર ખોલી નાખીને, ગણિકા સુખેથી ઘેર આવી, અને માયાકપટમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કથામંજરી હોંશીયાર એવી તે મદિરા સુખેથી ગુપ્ત રીતે ઘરમાં રહેવા લાગી. મકરંદ તે તે ગણિકાની આ સ્થિતિ જોઈને, તે સર્વ વાતને સત્ય માનતો “અરે! હું બહુ પાપી, નિષ્ફર, જડ બુદ્ધિવાળો છું.” તે પ્રમાણે પિતાની જાતને નિંદતો પિતાના ઘેર પાછા આવ્યા. મહાજન લેકે પણ જુદી જુદી વિચિત્ર વાત કરતા સ્વસ્થાને ગયા. અહીં મકરંદ ખાતે રહેતા, સ્નાન પણ કરે નહેતો, સૂતો નહોતે, બેલ નહોતે, વિલેપન પણ કરાવતે નહતે. માત્ર તેણીના મરણના દુઃખથી દુખિત થઈને મૃત્યુ પામેલાની માફક કાંઈ પણ કાર્ય કર્યા વગર બેસી રહેતું હતું. આંતરે આંતરે મદિરાને ઘેર જતો હતે. તેને ઘેર મદિરાના સંબંધીઓ તે મકરંદના દેખતાં સંતાપ વગેરે કરતા હતા, દાનાદિ આપતા હતા. તેને પરિજનવર્ગ વિલાપ કરતા હતા, અને હૃદયમાં હણાએલી હોય તેવી રીતે તેની અક્કા બહુ શોક વડે ગાઢ સ્વરે રૂદન કરતી હતી. આ પ્રમાણે કેટલા દિવસ ગયા, એટલે તેને વિરહ સહન કરવાને અસમર્થ એવો તે મકરંદ અકાને કહેવા લાગે કેઃ “હું મદિરાનો વિરહ સહન કરવાને અસમર્થ છું; તેથી હું પણ ચિતામાં બળી મરીને મારા જીવનને અંત લાવીશ.” અક્કાએ તે હકીકત સાંભળીને પૂછ્યું કેઃ “શા માટે બળી મરીશ?” Page #235 -------------------------------------------------------------------------- ________________ એક વેશ્યાની કથા ૨૫ તેણે કહ્યું કેઃ “તારી પુત્રી મારા પરના સ્નેહને લીધે પિતે બળી મરી; તેથી તેના વિરહરૂપી દાવાનળના પ્રતિકારમાં ચિતાને અગ્નિ જ મારા માટે ચંદનરસ તુલ્ય છે.” તે સાંભળીને અકકા બોલી કેઃ “અમારે જાણીતા અને માનીતે એક તિષી છે, તેને પૂછીને પછી જેમ તમને રૂચે તેમ કરજો.” અક્કાએ તે તિષીને બેલા. મુદ્દાની બધી હકીકતથી તેને વાકેફ કરીને, મુંઝાએલા મકરંદ પાસે તેને મક. મકરંદે પૂછ્યું કે “અરે જોષી! મદિરાને વેગ મારી સાથે છે કે નહિ? તે બરાબર તપાસીને કહે, એટલે હું અગ્નિમાં પડીને મારા જીવનનો અંત લાવવા પ્રબંધ કરું.” તે સાંભળીને લુચ્ચાને સરદાર તે તિષી બોલ્યો કેઃ “તમે ખોટો ખેદ કરે નહિ, એક પખવાડીયા પછી તે તમને અહિં જ મલશે.” આ પ્રમાણેનાં મધુર વચન સાંભળીને મકરંદ સંતુષ્ટ થયે, અને તે પીને ઘણું ધન આપ્યું. પછી મદિરા તરફની પ્રીતિથી નવ-દશ દિવસ સુધી તે તેને ઘેર જ રહ્યો. એક દિવસે રાત્રિના સમયે ચંદ્રમા આકાશમાં સંપૂર્ણ ખીલેલે હતે, નવી ખીલેલી પુષ્પકળીઓને લીધે ચારે બાજુ સુગંધી પ્રસરી રહી હતી, મંદમદ પવન વાતો હતો, અને કામદેવના બાણની વૃષ્ટિ થતી હતી; Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કથામંજરી તેવા સમયે મદિરાને પ્રેમ સંભાળતો મકરંદ બોલ્યો કે “હે પ્રિયા! હે ગૌસંગિય હે સુકેશિ! હે કૃશદરિ! હે પદ્મવર્ણી! તું ક્યાં ગઈ? આ રીતે તે બેલત હતા તે સમયે વખતને ઓળખનારી અકકાઓ, મુખમાં તાંબુલ ચાવતી, મોતી, સુવર્ણ અને માણિક્યના અલંકારોથી શોભતી, મતીઓના સમૂહથી ઉજવલ રહિણના કરતાં બમણી મનહર લાગતી, ઉત્તમ શ્વેતવસ્ત્ર ધારણ કરેલી, હસ્તિનની માફક મંદ ગતિથી ચાલતી, ફૂલોના ગજરાઓથી જેને હસ્તકમાલ શોભી રહ્યા છે એવી, મદિરાને મકરંદ પાસે મોકલી. મકરંદ આમ તેમ જોતો હતો, અને મહભિત વાકયે બોલતો હતો, તેવામાં તે સાચે સાચી પાસે ઊભેલી મદિરાને તેણે જોઈ. મકરંદે તેને પૂછ્યું કેઃ “યુવાન જનને ઉન્માદરૂપી મદિરા પાનાર શું તું તે જ મદિરા છે?” મદિરા પણ આંબાના વૃક્ષ ઉપર બેઠેલા ભ્રમર સમૂહના ગુંજારવ કરતા રણકારની જેવા, કેડિલાના મીઠા, મનહર તથા કે મળ સ્વર જેવા અવાજવડે બોલી કેઃ “હા! હું તે જ મદિરા છું.” મકરંદે પૂછ્યું કેઃ “અરે! જગતના જીવને ઉત્તમ દર્શન આપવાવાળી! તું જીવંત થઈને કેવી રીતે આવી?” મદિરાએ કહ્યું કે “અરે! શૃંગાર રસના ભેગી ભ્રમર! તારા ધ્યાનમાં મગ્ન થએલી મેં અગ્નિમાં પડીને તેની Page #237 -------------------------------------------------------------------------- ________________ એક વેશ્યાની કથા २२७ સાધના કરી, તેથી હું સ્વર્ગમાં ગઈ. ત્યાં શકેંદ્ર ગૌરવ સહિત મારી તરફ જોયું અને કહ્યું કેઃ “હે સાત્વિક શિરોમણિ! જે કાંઈ જોઈએ તે માગ.” મેં વિનંતી કરી કે “જે તમે તુષ્ટમાન થયા હો તો મારા મનુષ્ય દેહ વડે મને મકરંદ શેઠ સાથે સંગ થાય તેમ કરી આપે; કે જેના અનાદરથી મેં આ પ્રમાણેનું સાહસ કર્યું છે. તે સાંભળીને તે શકે કે મને તે વર આપીને સ્વર્ગલોકમાંથી અહીં મોકલી છે.” આ પ્રમાણે સાંભળીને મકરંદ તે સમયને અમૃતમય, કામદેવના ભેગને અનુકૂળ; અને મહોત્સવ તુલ્ય માનવા લાગ્યા. પછી તે તેની પાસે જ રહ્યો, અને તેની સાથે ભેગવિલાસ કરવા લાગ્યો. મકરંદનું મન મદિરામાં જ લીન થઈ જવાથી, મદિરાએ ધીમે ધીમે તેનું બધું દ્રવ્ય હરણ કરી લીધું. “વેશ્યામાં અને કવિતામાં તલ્લીન થએલ માણસ રસના આકુળપણાથી અપશબ્દ, વૃત્તભંગ તથા અર્થના ક્ષયને જાણતા નથી.' આ પ્રમાણે મકરંદ નિર્ધન થઈ ગયા. ત્યાર પછી મદિરા તેને બહુ આદરસત્કાર કરતી નહિ. જ્યારે તેને ત્યાં બહુમાન મળતું બંધ થયું, ત્યારે મકરંદે આમ પુરુષે દ્વારા બધી હકીક્ત, તેના પિતા હીરક શેઠને જણાવી. હીરક શેઠ આ વૃત્તાંત સાંભળીને બહુ ખેદ પામ્યા, અને કેપ કરીને તેવી શિક્ષા આપનાર કુટ્ટિની પાસે જઈ કહેવા લાગ્યું કેઃ મારા પુત્રને શીખવવા માટે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કથામંજરી આપેલું એક લક્ષ દ્રવ્ય તું પાછું આપ. તારી પાસે ભણેલ હોવા છતાં પણ દેશાંતરમાં ગએલ તે, આવી સામાન્ય ગણિકાથી છેતરાઈ ગયે છે.” - તે સાંભળી કુટ્ટિની બેલી કેઃ “શેઠ! જીવતી અવસ્થામાં કરેલા પ્રપંચને તે તે અવશ્ય જીત્યો, પણ મૃત્યુ અવસ્થા બતાવીને કરેલા પ્રપંચોને તે જીતી શકયા નહિ; તો પણ વિષાદ કરશો નહિ, હું બધું પાછું લાવી આપીશ. તમે મારી સાથે તે ગામ ચાલે.” આ પ્રમાણે વિચાર કરીને તે બંને તે નગરીએ ગયા, અને તે નગરીમાં પ્રવેશ કર્યો. શેઠે બને અને કુદિનીએ ડૂબીને વેષ ધારણ કર્યો. પોતાની ધારણાની બધી બાતમી મકરંદને એકલા બોલાવીને સમજાવી દીધી. એક દિવસ જે વખતે મકરંદ શેઠ મદિરાની સાથે જાજમ ઉપર ઘરના દરવાજાના મંડપમાં બેઠા હતા, અને દાસીઓ ચંદનરસથી તેમનાં બંનેના ચરણેની સેવા કરતી હતી, તે વખતે બંને જણા તેની પાસે ગયા. મકરંદને દેખીને તેને ઉદ્દેશીને બી બેલી કે હે વત્સ! અમને છોડીને તું ક્યાં ગયે હતેશું કાગળ દ્વારા અમને સમાચાર પણ મેકલ્યા નહિ? ચાલ, ચાલ, તારા આખા શરીરના આલિંગનરૂપી અમૃતરસવડે મારા બધાં અંગોને તૃપ્ત કર. અરે વત્સ! તારું આટલું બધું ધન ક્યાં ગયું?” આ પ્રમાણે બેલતી તે રૂદન કરવા લાગી. આ Page #239 -------------------------------------------------------------------------- ________________ એક વેશ્યાની કથા ૨૨૯ સાંભળીને વેશ્યાને બધા પરિવાર એકઠો થઈ ગયો. અક ખેદ પામીને બેલી કેઃ “અરે! હવે ક્યાં જવું? શું આપીને છૂટવું? કોને શરણે જવું.” પછી ગુપ્ત રીતે તેઓએ તે બંનેને કહ્યું કે “તમારે દુનિયાને તમે ગાંડા છે તેવી રીતે બતાવવું અને સાંજના વખતે બધું ધન લઈને ચાલ્યા જવું, ફરીથી આ તરફ આવવું નહિ.” તે પ્રમાણે નકકી કર્યું. પછી બધું દ્રવ્ય લઈને મદિરાથી ઉત્પન્ન થએલા પુત્રને તેણીને સોંપી દઈને, મકરંદને સાથે લઈ તે શેડ અને કુટ્ટિની દ્રવ્ય સહિત પિતાના ગામ આવ્યા. પછી પુત્રને બધે ઘરને ભાર સોંપી દઈને, અનેક પ્રકારની શિખામણે આપીને, હીરક શેઠે સંસારને ત્યાગ કરીને દીક્ષા લીધી. વેશ્યાના પ્રપંચથી સર્વ જાણતા હોય છે, તેથી તેની ફસામણમાં કોઈએ આવવું જોઈએ નહિતેમાં જ શોભા છે. n Page #240 -------------------------------------------------------------------------- ________________ કરાર જનજર કરો તમારા પંડિતોની કથા “જે પ્રમાણે એક બુદ્ધિમાન કરે છે, તેવી જ રીતે બધા કરે છે.' કિ નગરમાં શ્રીપુંજ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે ગામ ગરાસ વગેરે નિભાવ માટે આપી આપીને પાંચસે કવિઓ અને પંડિતે એકઠા કર્યા હતા. પિતાની પુત્રીના લગ્ન મહોત્સવ વખતે ભજન સમયે રાજાએ પાંચસો પંડિતને આજ્ઞા ફરમાવી કેઃ “અરે પંડિતવરો! ધવલગૃહમાં નદી પાત્રમાં એક દૂધને ઘડે તમે દરેક જણ નાખી આવે.” બધા પંડિતો ઉઠીને તે સ્થળે ગયા. તેમાંના એકે વિચાર કર્યો કે “બધા દૂધને ઘડે નાખશે, તેમાં હું એક ઘડે પાણીને નાખી તેની કેને ખબર પડે તેમ છે?” Page #241 -------------------------------------------------------------------------- ________________ પંડિતાની કથા ૨૩૧ આવે વિચાર કરીને તેણે દૂધના ઘડાને બદલે પાણીના ઘડા નાંખ્યા. આ પ્રમાણે જુદા જુદા વિચાર કર્યાં, અને તે પ્રમાણે કર્યું. જ્યારે કામ કરનારાએ દૂધ લેવા માટે ત્યાં ગયા, ત્યારે તેમણે દૂધના બદલે પાણી દીઠું. રાજાને તેઓએ વિનંતી કરી. તેથી રાજા પણ કૌતુકથી તે જોવા ગયા, તે તે પ્રમાણે જ દીઠું. તેથી તે હસીને બેવ્યે! કેઃ સર્વ પડિતાની સરખી જ બુદ્ધિ હાય છે.” “સા શાણાના એક મત' એ કહેવત પ્રમાણે બુદ્ધિવંત મનુષ્યાની બુદ્ધિ માટા ભાગે સરખી જ હાય છે. ખી Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની કથા ૬૭. ઇ તકપુરમાં કેકશિવ નામને એક બ્રાહ્મણ રહેતો હતો. તે જનમથી જ મૂર્ખ અને દરિદ્રી હતું. તેની પત્ની Page #243 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની કથા ર૩૩ પણ કંકાશ કરનારી, કાણી, કુરૂપા, કુટિલ, કૃપણ, કલંકિત આચારવાળી, ક્રોધી અને મર્મ વચને બેલનારી હતી. પિતાના પતિની સ્નાન તથા જનાદિની જરાએ ચિંતા કર્યા વગર, માત્ર પોતાનું પેટ ભરવામાં તે કુશળ હતી. તેના ઘરની પાસે રહેલા એક ઝાડ ઉપર ઝેટીંગ નામના એક વ્યંતરનો વાસ હતો. તે ઝાડ નીચે તે સ્ત્રી હમેશાં એઠવાડ નાખતી હતી અને કજીયા વખતે ત્યાં આવીને બૂમો પાડતી હતી. તેની આવી રીતથી ત્રાસ પામીને, વ્યંતર છેવટે તે ઝાડ છોડીને બીજા દેશમાં ચાલે ગયે. કોકશિવ બ્રાહ્મણ પણ દુવિનીત પત્નીના ગ્રીષ્મ ત્રતુના દાવાનળની જેવાં વચન સહન નહિ થઈ શકવાથી, તથા ગરીબાઈથી પીડાઈને એક દિવસ રાત્રે ત્યાંથી નાશીને બીજા ગામ ચાલ્યો ગયો. સ્ત્રીઓ કલેશ કરનારી હોવાથી તે કોને કોને ઉદ્વેગ પમાડતી નથી??? એક ગામથી બીજા ગામ ભટકતો ભટકતો તે એક મેટા નગરની પાસે આવ્યા. તે નગરમાં જવાના રસ્તામાં એક મોટા વૃક્ષની છાયા નીચે તે બેઠે. પેલે વ્યંતર પણ તે ઝાડ ઉપર આવીને રહેલે હતો. તે બ્રાહ્મણને દેખીને તેણે તેને ઓળખે, અને પડછાયારૂપે તેની પાસે રહીને તે બે કેઃ “ભાઈ કેકશિવ! તું મને ઓળખે છે?” કેકશિવે પૂછયું કે “તું કેણ છે અને ક્યાં રહેવાવાળો છે?” Page #244 -------------------------------------------------------------------------- ________________ 38 કથામંજરી વ્યંતરે કહ્યું કે “તારા ઘરની પાસે રહેલા વૃક્ષ ઉપર રહેનાર હું વ્યંતર છું. તારી પત્નીના કંકાશથી અને એઠવાડથી હું મુંઝાયે, તેથી ત્યાંથી નાશીને અહિં આરામ સ્થળમાં આવીને રહેલો છું. જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે કંઈ પણ પુરુષ યા સ્ત્રીને પકડું છું, અને ભજન મેળવું છું. હવે તું અહિં શા માટે આવ્યો છું, તે કહે.” આ પ્રમાણે સાંભળીને તે બ્રાહ્મણ છે કેઃ તારી માફક હું પણ તે પત્નીના ત્રાસથી બીને રખડતે રખડતે અત્રે આવેલ છું.” વ્યંતરને તેની દયા આવવાથી પૂછ્યું કે “તું ક્યાં જમીશ?” બ્રાહ્મણે કહ્યું કેઃ “જેવી રીતે તું ભેજન કરે છે, તેવી રીતે હું પણ કરી લઈશ.” વ્યંતરે કહ્યું કે “ઉઠ, એક ઉપાય બતાવું. હું નગરમાં જઈને શાલિભદ્ર શેઠના પુત્રને વળગીશ. ત્યાં તું મંત્રવાદી થઈને આવજે ને પાઠ કરજે, તેની પાસે પાંચ સેનામહોર માગજે; વધારે લેભ કરીશ નહિ, તારા મંત્રવાદના મિથ્યાડંબરથી હું તે શેઠના પુત્રને છેડી દઈશ.” આ પ્રમાણે નિર્ણય કર્યા પ્રમાણે કાર્ય કરતાં કોકશિવને પાંચસો સોનામહોર મળી; એટલે બ્રાહ્મણને લેભ લાગે. તેથી વિચાર્યું કે “ફરીથી પણ સોનામહોરો મળે તો સારું.” પછી એક દિવસે તે વ્યંતરે કઈ મંત્રીને બાળકને પકડ્યો. તે બ્રાહ્મણે વિચાર્યું કે “ખરેખર! અહિં Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ - સ્ત્રીની કથા પણ તે જ વ્યંતર હશે.” આ પ્રમાણે વિચારીને તે મંત્રીને ઘેર ગયે; અને મંત્રવાદની શરૂઆત કરી. એટલે પડદા પાછળ અંતરીક્ષમાં રહીને તે વ્યંતર બે કેઃ એક વખત તે તારો સત્કાર કરવા માટે તેને સોનામહેર અપાવી. ફરીથી લેવિશ થઈને તું મને હેરાન કરવા આવ્યો છું, તો હવે તને જ મારી નાખીશ.” આ પ્રમાણે કહીને તેને મારવા માટે મુઠી ઉપાડી; એટલે તે લુચ્ચો બ્રાહ્મણ બોલ્યો કે “હું કઈ લેભવશ થઈને અહિં આવ્યું નથી, પરંતુ તે દુષ્ટ બ્રાહ્મણ અત્રે આવેલી છે તે તેને જણાવવા આવ્યો છું.” આ પ્રમાણે સાંભળીને, તેની બીકથી “શું તે અત્રે આવી છે!” એમ કહીને, તે મંત્રીપુત્રને છોડીને ચાલ્યા ગયો; એટલે કેકશિવને જીંદગી પર્યંત ચાલે તેટલું ધન મલ્યું. કલહ કરનારી સ્ત્રીથી વ્યંતર પણ દૂર ભાગી જાય છે. માટે જેને સુખી થવું હોય તેને કલહથી દૂર જ રહેવું જોઈએ. Page #246 -------------------------------------------------------------------------- ________________ ગૃહભંજકની કથા ૬૮ “જેમ ફાવે તેમ બેાલનારાઓને કાનવાળાએ વિશ્વાસ કરવે! નહિ.’’ શાંતિપુરમાં પ્રતિપુરમાં તિલક નાગેને ચૈહ અને વિજયા નામની શેઠાણી રહેતા હતા. તેઓને સંતાન નહિ હૈાવાથી, સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઘણા ઉપાયેા કરતા હતા. એક દિવસ તેમના ઘરમાં એક લુચ્ચા પરદેશી આવીને ઉતર્યાં. તેણે ભાજન સમયે ભાજનની માગણી કરી, પણ શેઠાણીએ ભાજન આપ્યું નહિ; તેથી તે ક્રોધે ભરાયેા. લેાકેાની પાસેથી તેણે સાંભળ્યું કેઃ “આ શેઠના ઘેર બાળક જીવતું નથી.” કાચા પેલા લુચ્ચા પરદેશી આખા શરીરે ટીલાં-ટપકાં કરીને ગળામાં માળા નાખીને ચેતિષી બની કરીથી તે Page #247 -------------------------------------------------------------------------- ________________ ગૃહભંજકની કથા ૨૩૭ શેઠના ઘેર આવ્યે. શેઠાણીએ કહ્યું કેઃ “અરે! તમે કાણુ છે?”” તેણે કહ્યું કેઃ “હું મેટો જ્યેાતિષી છું. ત્રણે કાળનું સ્વરૂપ જાણનારા, અને મુર્ત્ત વગેરે જોનારા છું.” શેઠાણીએ કહ્યું કેઃ “જો એમ છે તે, તમે જોષ જોઈ ને કહા કે મારે સંતાને કેમ જીવતાં નથી.” તે લુચ્ચા ખેલ્યેા કે: “તારા પતિ રાક્ષસ છે, દુર્ધર મંત્રશક્તિવડે તે તારા બાળકોને ખાઈ જાય છે.” તેણીએ પૂછ્યું કે: “તે બાબતની ખાત્રી શું.??” તે દુષ્ટ આક્લ્યા કે: “તેનું શરીર ખારૂં છે, તેને ચાટીને તું ખાત્રી કરજે.” આ પ્રમાણે એકાંતમાં તેની સાથે વાત કરીને પછી તે લુચ્ચા દુકાને ગયા. શેઠે તેને માનપૂર્વક ખેલાવ્યે અને પૂછ્યું કેઃ “અરે ચેોતિષી! તમે કાંઇ જાણે છે ?” તેણે કહ્યું કેઃ “હું સર્વ જાણું છું.” શેઠે તેને પૂછ્યું કેઃ “મારા સત્તાના જનમીને તરત જ મરી કેમ જાય છે?” તેણે ઉત્તર આવ્યે કે: “તમારી પત્ની ડાકણ છે, તે જનમે કે તરત જ છે!કરાંઓને ખાઈ જાય છે.” શેઠે પૂછ્યું કે: “તેણી સાબીતી શું??’ તેણે કહ્યું કે: “આજે તમે ઘેર જશે ત્યારે, તે તમારૂં અંગ ચાટશે.” શેઠે જોષીને રજા આપી. શેઠ ઘેર જઇને ખપેા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કથામંજરી પલંગ ઉપર સૂત. શેઠાણી તે વખતે પાસે આવી. એટલે શેઠ કપટથી ભર નિંદ્રામાં સૂતે. તે વખતે જોષીના વચનની ખાત્રી કરવા માટે તે તેને વાંસે ચાટવા લગી. શેઠ તરત જ બેઠે છે અને રાડ પાડીને બેલી ઉઠ્યો કેઃ “અરે! જાણ્યું, જાણ્યું, કે તું ડાકણ છું” શેઠાણ નિષ્ફરતાથી બોલી કેઃ “અરે! રાક્ષસ! તને પણ હું જાણું છું.” આ પ્રમાણે બંને વચ્ચે કલહ થયે. લકે એકઠા થઈ ગયા. બધી હકીકત સાંભળીને તેઓએ વિચાર્યું કે જરૂર! આ કઈ કલેશ ઉત્પન્ન કરાવનારનું કાવત્રુ છે.” તે વખતે કલેશ કરાવવામાં નારદ જે પેલો લુચ્ચે પણ ઝઘડે થએલે દેખીને ત્યાં આવ્યું; બધા એકઠા થએલા માણસ પાસે તેણે બધી હકીક્ત વિગતથી કહી. પારકા સુખે દુ:ખી થનારાઓનો આ જગતમાં તોટો નથી. આવા હલકા સ્વભાવવાળા માણસેથી ચેતતા રહેવું. અને દરેકને સુખી દેખીને આનંદિત થવામાં જ ખરું સુખ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ? * 0 P it દક છે , 9 * છે 0 0 )) ૦ 5 ) . ૦ ૦. , p . - 08" * ૦ ૦ ૦ ૦ . ૦ ૦ છે છે , / * I ૦ ૦ ૦ ૦ S૦ ૦ ૦ અ ૦ ૦ ડેસીની કથા “ડાહ્યા માણસોએ યુવાવસ્થામાં દાન આપવું. તેમ નહિ કરનારને મેટી ઉંમરે પસ્તાવું પડે છે.” તલપુર નગરમાં દેવધર નામને શેઠ રહેતો હતો. પર તેને શોભિની નામની સ્ત્રીથી ચાર પુત્રો હતા. ચારે પુત્રો પરણાવેલા હતા. દેવધર અનુક્રમે મૃત્યુ પામ્યા. પછી શેજિનીની આજ્ઞા પ્રમાણે કુટુંબનિર્વાહ ચાલતો હતો. શેભિની બહુ કંજુસ હોવાથી, તે બહુ જ કરકસરથી ઘર કારભાર ચલાવતી હતી. ચારે વહુઓને શોભિનીએ ચાર વસ્તુઓ સાચવવા આપી હતી. પહેલી વહુને સોનાની સાંકળી, બીજીને હાથના કંકણ, ત્રીજીને પગે પહેરવાનું સોનાનું સાંકળું, અને Page #250 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી ચોથી વહુને ત્રણસો રૂપિયા રોકડા આપ્યા હતા. કુટુંબના બીજા માણસોથી આ વસ્તુઓ ગુપ્ત રાખી હતી. એક વખતે તે વૃદ્ધ ડોસીને ક્ષયરોગ થયો, તેથી જઠરાગ્નિ મંદ થઈ ગઈ. એક પગલું પણ મહા મુશ્કેલીથી ભરાતું હતું અને બોલતાં પણ બહુ જ કષ્ટ પડતું હતું. જ્યારે વૈદ્યોએ તે ડેસીની જીવવાની આશા તદ્દન છેડી દીધી, ત્યારે તેને ભેંય ઉપર લીધી. તેના હાથ પરની વીંટી વગેરે દાગીનાએ ઉતારી લેવા છોકરાઓ તૈયાર થયા. સગાસંબંધી એકઠા થઈ ગયા, અને “અનશન કરાવે તેમ બધા કહેવા લાગ્યા. અંત સમયે નવકાર મંત્રનાં પદે બેલાવા લાગ્યા. તે વખતે ડોસી મનમાં વિચારવા લાગી કે “વહુઓને ગુમરીતે આપેલા મારા દ્રવ્યનો ઉપયોગ કરવાને આ અવસર છે.” એમ વિચારીને પહેલી વહુને કહ્યું કે “દીકરી! સાંકળી.” લેકેએ પૂછ્યું કે “વહુ! સાસુ શું કહે છે? તે વહુએ કપટ કરીને કહ્યું કેઃ “સાંગર, સાંગરી.” આ શાક પહેલાં તેમને બહુ વહાલું હતું. બીજીને બોલાવીને સાસુએ કહ્યું કે “દીકરી! અંગુથળ.” લોકેએ તેણે પૂછવાથી કહ્યું કે સાસુજી કહે છે કે અંગ દાબે.” ત્રીજી પાસે “સાંકળું માગ્યું. તેણે કહ્યું કેઃ “સાસુજી ઘર સાચવવાનું કહે છે.” Page #251 -------------------------------------------------------------------------- ________________ ડોસીની કથા ૨૪૧ ચોથી પાસે “ત્રણસે રૂપિયા માગ્યા. તેણે કહ્યું કેઃ તીડથી ખેતરની રક્ષા કરવાનું કહે છે. થોડી વાર પછી ડોસી મરણ પામી, અને સાથે કોઈ પણ પુણ્ય લીધા વિના પલકમાં ગઈ. જીવતાં સુધી કંજુસાઈથી ધર્મમાર્ગ દ્રવ્યનો વ્યય ન કર, અને મરણ વખતે ધર્મ કરવાને વિચાર કરવો તે મૂર્ખાઈ છે. માટે હાથે તે સાથે એ કહેવત વિચારીને, સર્વદા પરોપકાર કરવામાં તત્પર રહેવું. Page #252 -------------------------------------------------------------------------- ________________ કુલપુત્રની કથા ૭૦ સારા નરસાની વિચારણાવાળા માણસોએ પિતાની બુદ્ધિને પોતે જ ઉપયોગ કરે. ધાન્ય નામના નગરમાં એક ડેશી રહેતી હતી. તે - યુવાન વયમાં જ વિધવા થઈ હતી. તેને એક પુત્ર હતું. પારકા ઘરનાં દરણાં દળીને, પાણી ભરીને, ઘરકામ વગેરે કર્યા કરીને, તેણે ઘણી વખત સુધી તે પુત્રનું પાલન કર્યું. તે પુત્ર ખાવામાં શૂરવીર, નિરક્ષર, શરીરે સ્કૂલ અને જાડી બુદ્ધિવાળો હેવાથી જંગલમાં રહેનારાં જનાવર જે વ્યવહારાદિમાં તદ્દન અજાણ હતો. એક દિવસે તે ડોશીએ પ્રેમાળ શબ્દોથી તેણે કહ્યું કે “વત્સ! તને પાળી પિષીને મેં માટે કર્યો, તું મૂછોવાળે થયે, હવે મારા અને તારા ભરણપોષણની કાંઈ ચિંતા કર.” Page #253 -------------------------------------------------------------------------- ________________ કુલપુત્રની કથા પુત્રે પૂછ્યું કેઃ “માતા! શું ઉપાય કરું.” માતાએ કહ્યું કેઃ “આ પાસેના નગરમાં તારા પિતાને સ્વામી એક મોટે રજપુત રહે છે. ઘણા વરસ સુધી તેણે તેની સેવા કરી હતી, તેની સેવા કરવા માટે તું પણ જા.” આ પ્રમાણે કહીને જુની, મ્યાનમાં રહેલી, બહ કાટ ચઢી ગએલી તલવાર તેને આપીને આશીર્વાદ દઈને તે રજપુત પાસે તેને મોકલ્યો. તે જતાં જતાં પૂછવા લાગ્યું કે “માતા! લોકોને રીઝવવવાને શું ઉપાય? તે મને કહે, તે હું કદિ પણ શીખે નથી.” માતાએ કહ્યું કેઃ “વત્સ! જ્યારે માણસોને મેળાપ થાય, ત્યારે મોટા સ્વરે “નમસ્કાર, નમસ્કાર તેમ બોલવું.” તે મૂઢ મતિવાળે મૂર્ખ ત્યાંથી ચાલ્યો, અને અરણ્યમાં પહોંચ્યું. તે સ્થળે શિકાર કરવા આવેલાઓએ હરણને પકડવા જાળ નાખી હતી અને ગીતનાદથી હરણયાંઓને આકર્ષી હતાં. હરણીયાંઓ નજીક આવતા હતા, તે વખતે આ મૂર્ખ બહુ મોટા અવાજથી શિકારીઓને “નમસ્કાર, નમસ્કાર એમ કહ્યું. તે સાંભળીને હરણીયાએ ભય પામ્યા, અને નાશી ગયા, હરણ પકડનારાને તેના ઉપર બહુ ક્રોધ ચઢ્યો, અને ગડદા, પાટુ, લાકડી તથા ચાબખા વગેરેથી તેને બહુ માર્યો. તે મૂર્માએ કહ્યું કે “મને મારી માતાએ તે પ્રમાણે શીખવ્યું છે. માટે મને મારશે નહિ.” Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કથામંજરી પછી તેણે તે હરણું પકડનારાઓને પૂછ્યું કે “અહીંથી બીજા સ્થળે જાઉં, ત્યાં મારે શું કરવું?” આ પ્રમાણે પૂછવાથી તે દુષ્ટોએ તેને શીખવ્યું કે “માણસને દેખવાં કે તરત જ નીચા નીચા નમવું; અને બહુ જ નમ્રતા બતાવવી.” પછી તેઓએ તેને છોડી દીધો. તે પૂછડાં વગરનો પશુ ચાલતા ચાલતે નગરની નજીકમાં આવ્યો. તે જગ્યાએ પહેલાં ઘેબીઓનાં કપડાં ચોર ચોરી ગયા હતા. તેઓએ ગુપ્ત પુરુષને તપાસ કરવા રાખ્યા હતા. તેઓ ચેરની તપાસ કરતા હતા. તે વખતે તે મૂર્ખ કુળપુત્ર તે સ્થળે આવ્યું, અને લુગડાં પડેલાં હતાં તે સ્થળે રહેલા બે ત્રણ માણસોને તેણે ધીમેથી નમસ્કાર કર્યો. તેને નમો નમતે આવત દેખીને “આ જ ચોર છે તેમ ધારીને ધોબીઓએ તેને બાંધે અને બહ માર્યો. ત્યાં પણ સત્ય હકીકત કહેવાથી તેને છોડી મૂક્યું. મૂર્ખાએ તેમને પૂછયું કે “મને એવી રીતે શિખામણ આપો કે જેથી બીજાઓ મારે પરાભવ કરી શકે નહિ.” તેમ પૂછવાથી “આ ગાંડે છે તેમ ધારીને તેઓએ તેને શિખવ્યું કેઃ “જ્યારે ઘણું લેક મળે ત્યારે “તમારા માથા ઉપર ઉષ પડે તેમ બેલિવું.” આ પ્રમાણે સાંભળીને નગર તરફ જતાં ઉદ્યાનમાં યાત્રાર્થે જતા માણસોને દેખીને “તમારા શરીર ઉપર ઉષ પડે તે પ્રમાણે તેણે કહ્યું. તે સાંભળીને તેઓએ તેને Page #255 -------------------------------------------------------------------------- ________________ કુલપુત્રની કથા ૨૪૫ માર્યાં. સત્ય હકીકત સાંભળીને તેઓએ તેને છેડી દીધા, અને શિખવ્યું કેઃ “ઘણા લેાકા સાથે રહેલા દેખાય ત્યારે હમેશાં આ પ્રમાણે થા’ તેમ ખેલવું.” આગળ જતાં એક મડદું લઈને જતાં માણસે તેને મળ્યા. તેને જોઈને તે મૂર્ખ બેલ્યા કે: હમેશાં આ પ્રમાણે થાઓ.” તે સાંભળી ભેગા થએલા લેાકેાએ ઘા ઉપર ખારની જેવું ખેલનારા તેને માર્યાં. પછી સત્ય હકીકત કહેવાથી તેને છેડી મૂકી શિખવ્યું કેઃ “કાઈ દિવસ આમ થાએ નહિ.” તેમ ખેલવું. આગળ જતાં લગ્ન નિમિત્તે જતાં માણસાને દેખીને કોઇ દિવસ આમ થાએ નહિ' તે પ્રમાણે ખેલતા સાંભળીને, તે માણસેાએ લેાટની કણેકની માફક તેને સારી રીતે માર્યાં. આ પ્રમાણે પેાતાના પરાક્રમ બતાવતા તે મૂર્ખ કુળપુત્ર અનુક્રમે નગરમાં પેઠો અને રજપુતને ઘેર પહેાંચ્યા. તેણે તેને પેાતાની પાસે રાખ્યા. તેણે તેને કહ્યું કેઃ “ઢાલ વગાડીને લાવ” ત્યારે લાખંડના સળીયાવડે ઢોલ વગાડતાં ઢાલ ભાંગી નાખ્યું. “પશુ ખાંધ” તેમ કહ્યું, ત્યારે દારડાં વડે પશુને વીંટવા જ માંડ્યુ. એક દિવસ દાસીએ માથે છાણુની ટાપલી લીધી, અને આ મૂર્ખને ખેતરનું ખળું લીંપવા માટે પાણીને ઘડો સાથે લઈને મેાકલ્યા. જતાં જતાં તેણે પૂછ્યું કે: “મારે શું કરવું,” રજપુતે કહ્યું કેઃ “જે આ દાસી કરે તે તારે કરવું.” Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કથામંજરી - ખેતરમાં જઈ દાસીએ ઉંચેથી છાણને સંડલ નીચે નાંખે, એટલે તે મૂર્ખાએ પણ પાણીને ઘડે જમીને ઉપર ફેંક્યો. ઘડો ભાંગી ગયો અને બધું ખળું પાણી પાણી થઈ ગયું. દાસીએ ક્રોધ કરીને તેને માર્યો. સ્વામીએ હુકમ કર્યો હતો કે “દાસી જે કરે તે તારે કરવું. તે યાદ આવવાથી તે પણ તેને મુક્કાઓ મારવા મંડ્યો. દાસી દેડીને ઘેર આવી, એટલે તે પણ પછવાડે દેડીને ઘેર આવ્યો. સ્વામીએ પૂછયું કેઃ “આ શું?” બંનેએ યથાસ્થિત વૃત્તાંત કહી દેખાડ્યો. આખું કુટુંબ તે મૂર્ખની મશ્કરી કરવા માંડ્યું. એક દિવસે ગ્રામ્યપંચાયતમાં તેને સ્વામી બેઠે હતું, તે વખતે તે મૂર્ણ ત્યાં જઈને માટે ઘાટે પાડીને કહેવા લાગ્યો કેઃ “હે સ્વામી! રાબડી થઈ ગઈ છે, ઉઠે, ઉઠા.” તે વાત ખાનગી રાખવાની હતી, તેથી તે સાંભળીને રજપુત શરમાઈને ઉડ્યો, અને તેણે શિખામણ આપી કેઃ “અવસર જોઈને ઘરની વાત પાસે આવીને ખાનગી રીતે કહેવી.” છેડે વખત ગયા પછી એક દિવસ રજપુતને ઘેર આગ લાગી. રજપુત રાજકાર્યમાં રકાએ હતે. ઘરના માણસોએ આ મૂર્ખને કહ્યું કેઃ “અરે! જલદી જઈને ઘરના માલિકને જલદી કહે કે માણસનું ટોળું લઈને જલદી આવે અને આગ ઓલવી નાંખે.” તે ત્યાં ગયે. ત્યાં ઘણું માણસને બેઠેલા દેખીને “આ અવસર નથી” તેમ વિચારીને તે નજીકમાં ચૂપ ઊભે રહ્યો. Page #257 -------------------------------------------------------------------------- ________________ કુલપુત્રની કથા २४७ થોડી વાર પછી પાસે જઇને તેણે કાનમાં કહ્યું કેઃ “તમારા ઘરમાં આગ લાગી છે..” રજપુતે ભ્રકુટી ચડાવીને કહ્યું કેઃ “અરે મૂર્ખ! તેં આવીને તરત જ કેમ ના કહ્યું?” તેણે જવાબ આપ્યો કેઃ “ચેાગ્ય સમય નહેતા, તમે કહ્યું હતું કે સમય વિચારીને ખાનગીમાં કહેવું.” સ્વામી પણ ખેદ, હાસ્ય, દીનતા તથા ચિંતાપૂર્વક વિચારવા લાગ્યા કે ખરેખર! આ મહા જડ છે.” કહ્યું છે કે: “જેને બુદ્ધિ જ ના હોય તેને શાસ્ત્રો શું કરે? આંધળા માણસને દર્પણ શું કામ આવે?’ પછી તરત જ ઉઠીને તે ઘેર આવ્યા. ઘર તે આખું અળીને ભસ્મિભૂત થઈ ગયું હતું. પછી હાથ પકડીને તે મૂર્ખને સ્વામીએ કહ્યું કેઃ “અરે મૂર્ખ! જો. તે લાંમા વખત સુધી ઢીલ કરીને કહ્યું તેથી આ બધાંના નાશ થઈ ગયે; તેથી આજથી જે સ્થળે લેશ માત્ર પણ અગ્નિ કે અગ્નિના ધુમાડા દેખાય તે સ્થળે પાણી, કચરા, ધેાણ કે મૂત્ર જે હાજર હાય તે નાંખવું.” તે પ્રમાણે શિખામણ આપી. એક દિવસ તે રજપુત સ્નાન કરીને પેાતાના વાળ સુકાવવા સગડીમાં દેવતા રાખીને તેની પાસે બેઠા હતા. અગ્નિ ખળતા હતા, તેના તેના મસ્તક ઉપરથી ધુમાડા નીકળતા હતા; પેલા કુલપુત્રે તેની શિખામણ યાદ કરીને એક પાત્રમાં રાખેલ ગંદું પાણી તરત જ લાવીને રજપુતના Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કથામંજરી માથા ઉપર નાખ્યું. રજપુતને બહુ જ ક્રોધ ચઢ્યો. તેથી તેણે તેને માથામાં મારીને કાઢી મૂક્યો. બુદ્ધિ વગરને ઢેર જેવો તે મૂર્ખ પણ રખડી રખડીને જીવન પૂરું કરી મરણ પામે. બુદ્ધિ રહિત માણસને ગમે તેવો ઉપદેશ કરીએ તો પણ તે નિરર્થક જાય છે. વિચાર કર્યા વગર કાર્ય કરનાર મનુષ્ય પશુ જેવો જ છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ એક શેઠની કથા ૭૧ વપુર નામના શહેરમાં કુલાનંઢ નામે એક શેઠ રહેતા હતા. તેને મદનલિકા નામની સ્ત્રી હતી. તેમને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કથામંજરી પુત્ર થતો નહતું, તેથી શેઠાણીએ ગામની અધિષ્ઠાયિકા પ્રભાવવાળી ચામુંડા દેવીની બાધા રાખી કેઃ “હે દેવી! જે તારા પ્રસાદથી મને પુત્ર પ્રાપ્તિ થશે, તે ત્રણ લાખ દ્રવ્ય ખરચીને હું તારી પૂજા કરીશ.” તેને પુત્ર થયે. પોતે જે બાધા રાખી હતી તે, ભર્તારને કહી. તેણે કહ્યું કેઃ “સારું કર્યું.” પછી એક એક લાખ દ્રવ્ય ખરચીને તેણે રત્ન જડેલા સોનાનાં ત્રણ પુપે કરાવ્યાં. પછી પોતાના પરિજને સાથે દેવી પાસે જઈને તેની યથાવિધિ પૂજા કરી અને તે ત્રણે ફૂલે દેવીની બે ભૂજા પર બે, અને એક કપાળમાં એમ ત્રણ સ્થળે ચઢાવ્યા. દંભી માણસે દેવોને પણ છેતરે છે, તો પછી મનુષ્યને છેતરે તેમાં નવાઈ જ શી ?' શેઠે ત્યારપછી પિતાની, પત્નીની અને પુત્રની ત્રણેની શેષ તરીકે તે ત્રણે ફૂલે પાછા લઈ લીધા, અને તે શઠ શિરોમણિ શેઠ પિતાના ઘેર આવ્યો. દેવી તે જોઈને વિલખી થઈ ગઈ અને તેના મિત્ર સહિયડ નામના દેવ પાસે પિતાનું મને દુઃખ કહેવા માટે ગઈ. તેને કહ્યું કેઃ “હે દેવ! કુલાનંદ નામના શેઠે ત્રણ ફૂલે મને અર્પણ કરીને યુક્તિપૂર્વક પાછા લઈ લીધા અને મને છેતરી. હવે હું શું કરું? | સહિયડ દુઃખપૂર્વક બે કેઃ “તું તે સુખેથી છૂટી, તેથી ભાગ્યશાળી છું. સાંભળ, તે શેઠે મારી કેવી કદર્થના કરી હતી તે કહું છું.” પહેલાં તેનું એક વહાણ મધ્ય સમુદ્રમાં પ્રવાસ કરતાં ખોવાઈ ગયું. તેની નિશાની પણ જણાતી નહોતી; તેથી તે મારી પાસે આવ્યા, અને Page #261 -------------------------------------------------------------------------- ________________ એક શેઠની કથા ૨૫ કહ્યું કેઃ “મારું વહાણ પાછું લાવી આપશે તે હું તમને એક પાડે આપીશ.” મેં મારી શક્તિથી તે વહાણ પાછું લાવી આપ્યું. તેની ખબર મળી, તેને ઘેર ઉત્સવ થયે. ક્ષેમકુશળ વહાણ કાંઠે આવ્યું, તેની વસ્તુઓ વેચી નાંખી, તેમાં તેને ઘણું લાભ થયે. . પછી મેં સ્વમમાં પાડાની માગણી કરી. તેથી તે એક તરુણ પાડે લાવ્યા, અને તેના ગળામાં રહેલ દેરડું મારા ગળે બાંધ્યું. પછી તે ભેરી, ભુંગલ, મૃદંગ વગેરે વાછત્ર એક સાથે વગડાવવા લાગ્યા. વાજીત્રાના અવાજથી પાડો ચમ, કારણ કે તે ઘણા વખતથી વગડામાં રહેતો હતો, એટલે પિતાની સાથે દેરડાવડે તે પાડે મને પણ ખેંચીને લઈ ગયે. મારા આખા શરીરે ચાઠાં પડ્યા, તે હજુ પણ સુકાતા નથી. માટે તું દુઃખ મનમાં લાવીશ નહિ. તારું મોટું અહોભાગ્ય છે કે હજુ તારું કાંઈ લઈ તે ગયે નથી, માટે તું તારા સ્થાને જા. તે શું સાંભળ્યું નથી કે “ક માણસ ધનની પ્રાપ્તિથી ગર્વિત થતો નથી? જેના માનનું ખંડન સ્ત્રીએ ન કર્યું હોય એવો કોણ છે? રાજાને વહાલું કોણ હોય છે? કાળના પંજામાંથી કોણ છૂટે છે? કયો ભિખારી માન પામે છે? દુર્જનની જાળમાં સપડાએલો કે પુરુષ કુશળક્ષેમ છૂટી શકે છે?' કેઈ નહીં. એ પ્રમાણે સાંભળીને દેવી પિતાના સ્થાને ગઈ. દેવ-દેવી પણ દંભીથી દગાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ મૂર્ખ શિષ્યની કથા ૭૨. રપુર નામના નગરમાં એક જટાધારી તાપસ રહેતા હતો. તે ઘરડે થઈ ગયા હતા, અને કાને બહેરે હતે. તેને વિધિ વિધાન કરાવવાવાળે એક શિષ્ય હતો. એક દિવસ ગુરુએ શિષ્યને કહ્યું કેઃ “હે વત્સ! હું બહેર થઈ ગયે છું, તેથી કાંઈ સાંભળી શકાતું નથી, માટે વૈદ્ય પાસે જઈને કાંઈક દવા લઈ આવ.” મધ્યાન્હ સમયે શિખ્ય કેઈક વૈદ્યના ઘર પાસે પહોંચ્યા. વૈદ્યના ઘરની બહાર જઈને ઊભે રહ્યો. તે વખતે વૈદ્ય પણ નગરમાં ફરીને ઘેર આવ્યું હતું. સવારે બહાર ફરવા જતી વખતે તે પિતાના મોટા પુત્રને નાના પુત્રને ભણાવવાની ભલામણ કરીને ગયે હતે. વૈદ્ય બહારથી આવીને મેટા છોકરાને પૂછ્યું કેઃ Page #263 -------------------------------------------------------------------------- ________________ મૂર્ખ શિષ્યની કથા ર૫૩ “અરે! આ છોકરાને તે ભણાવે કે નહિ?, તે પાઠ શીખ્યો કે નહિ?” મોટા છોકરાએ કહ્યું કે “પિતાજી તે મારું વચન માનતું નથી, તેથી ભણવા બેલાવું છું ત્યારે નાશીને બીજે ચાલ્યા જાય છે.” તે સાંભળીને તે વૈદ્યને બહુ જ ક્રોધ ચઢ્યો, તેથી તેને ઘણા વખત સુધી તમાચા વગેરે મારીને કહ્યું કેઃ અરે! હવે સાંભળે છે કે નહિ.” આ પ્રમાણે વારંવાર વૈદ્યને તેના પુત્રને કહે સાંભળીને બહાર ઊભેલા તાપસના શિષ્ય “બહેરાપણું મટાડવાને ઉપાય આવી રીતે માર મારે તે છે એવો નિર્ણય કરીને પોતાના મઠમાં જઈ ગુરુને હાથવતી પકડીને જમીન ઉપર પછાડ્યા, અને ઘણી સખત થપાટ વગેરે મારીને પૂછ્યું કે “કેમ હજુ પણ સાંભળે છે કે નહિ?” લેક શિષ્યને મારતે દેખીને ભેગા થઈ ગયા, અને તેમ કરવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે “બહેરાપણું મટાડવાને આ જ ઉપાય છે?” ' લેકેએ પૂછયું કેઃ “આ ઉપાય તને કોણે બતાવ્યું છે? તેણે કહ્યું કે “અમુક વૈધે બતાવ્યું છે.” લેકે વૈદ્ય પાસે ગયા, અને પૂછયું તે તેની વાતમાં કાંઈ પણ સારો દેખાય નહિ; તેથી બહુ જોરથી મારતા Page #264 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - કથામંજરી તે શિષ્યને લેકેએ સમજાવીને બહુ મુશ્કેલીથી મારતો બંધ કર્યો. બરાબર નહિ સમજવાથી આમ બન્યું. કેવળ અભ્યાસ કરવાથી કાંઈ ફળ મલતું નથી. ભણવાની સાથે ગણવાની પણ ખાસ જરૂર છે. વળી દરેક કાર્ય કરતાં પહેલાં તેનું પરિણામ શું આવશે તેનો પણ વિચાર કરવાની ખાસ જરૂર છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ == fill == તાપસની કથા ૭૩ જે માણસને જેવી રીતે બોધ થાય તેને તેવી રીતે જ ડાહ્યા માણસે બધ કરો.” ક ગામમાં તાપ ને ભક્ત, દાતાર, વિનયી અને બુદ્ધિશાળી એક ધનવાન શેઠ રહેતો હતો. તેણે એક દૂરના ગામથી ટટ્ટાર શિવ નામના તાપસને બોલાવીને પિતાના ગામમાં વસાવ્યું. ત્યાં તે ચોમાસું રહ્યો. અડધું ચોમાસું વીતી ગયા પછી એક રાત્રે ગામમાં ધાડ પડી અને તે લોકેએ ગામ બાળી નાખ્યું. બધાના ઘરોમાં અનાજ વગેરે બળી ગયું. પેલા શેઠને ઘેર પણ આગ લાગવાથી, તેના ઘરનાં અન્ન, વસ્ત્ર વગેરે સઘળું બળી ગયું હતું. સવારે તાપસ ભૂખ્યો થયો. શિષ્યને ભિક્ષા લેવા માટે મોકલ્યો. શિષ્ય શેઠને ઘેર પહોંચ્યો, અને કાંઈક અન્નની ભિક્ષા આપવા માગણી કરી. એટલે આખી રાત જાગેલા, અગ્નિના તાપથી તપી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કથામંજરી ગએલા અને આગ લાગવાથી દુઃખિત અંતઃકરણવાળા કુટુંબીઓએ તેને યોગ્ય ઉત્તર આપીને પાછા કાઢ્યો. તે ગુરુ પાસે પાછો આવે. અન્ન નહિ મળવાથી ભૂખ્યા થએલા ગુરુએ તેને કહ્યું કેઃ “ગમે તે ખાવાનું લાવ.” આમ કહીને તેને પાછા મોકલે. તે શિષ્ય લીંબડાના ઝાડ ઉપરથી રાત્રે લાગેલ અગ્નિની જવાળાઓથી મરી ગએલા કાગડાઓના રંધાઈ ગએલ શરીરને લઈ આવ્યા. ખાવાની ઈચ્છાથી શેકાઈ ગએલા તે કલેવરને ગુરુ સરખું કરવા લાગ્યા, તેવામાં તે યજમાન ત્યાં આવ્યું, અને ગુરુનું આવું અધમ આચરણ દેખીને તેણે ગુરુને ઠપકો આપ્યો કેઃ “અરે ગુરુજી! સ્મૃતિ, વેદ, પુરાણ વગેરે સર્વ શાસ્ત્રોમાં કાગડાના માંસ ભક્ષણનો ખાસ નિષેધ કરેલ છે, તેમ છતાં તમે આ શું કરો છો??” ગુરુએ કહ્યું કેઃ “હે યજમાન ! મને ભૂખ બહુ જ લાગી છે, તારા ઘરને અગ્નિ લાગવાથી અન્ન વગેરે કાંઈ તૈયાર નથી. તેથી હું કાગડાનું માંસ ખાઈશ.” બીજું હું કાંઈ જાણતું નથી, પરંતુ માતૃકાપુરાણને ગુરુ પરંપરાથી હું જાણું છું. તેમાં ક–ખ” પાઠ છે. તેને અર્થ “કાગડા ખાવા.” એવો થાય છે.” શેઠે તેનું આવું જ્ઞાન જોઈને કહ્યું કેઃ “ગુરુજી! માતૃકાપુરાણમાં “દ-ધ-ન પાઠ પણ છે. તેનો અર્થ ‘દગ્ધ થએલા કાગડા ન ખાવા” એવો થાય છે.” Page #267 -------------------------------------------------------------------------- ________________ તાપસની કથા ૨૫૭ ગુરુએ તે સાંભળીને કહ્યું કે: હવે હું સમજ્યેા. હું હવે કાગડા ખાઈશ નહિ.” તેમ કહીને તે કલેવર ફેંકી દીધું. અજ્ઞાન છતાં વિરૂદ્ધ આચરણ કરનાર સાથે પ્રસંગ આવે ત્યારે, તેના ધ્યાનમાં આવે તેવી યુક્તિએથી તેને સમજાવી શુદ્ધ આચારવાળા કરવા. યુક્તિપૂર્વક સમજાવવાથી કોઇ પણ માણુસ સત્ય વસ્તુને સ્વીકાર કરે છે. C% Page #268 -------------------------------------------------------------------------- ________________ ચાર મિત્રની કથા ७४ યવાળા મપુર નગરમાં રાજાના પુત્ર, મંત્રીના પુત્ર, પુરાહિતને પુત્ર અને શેઠના પુત્ર, એ ચારે જણા સમાન મિત્રા હતા. તે એક ખીજાના સુખે સુખી, દુઃખે દુઃખી, આખા દિવસ સાથે રહેનારા હતા. તે ચારે મિત્રે એક વખત દેશાંતરમાં કૌતુક જોવા માટે માતા પિતાની રજા લીધા વગર ચાલી નીકળ્યા. ઘણા માર્ગ ઓળંગ્યા પછી સાંજના જંગલમાં એક ઝાડ નીચે તે રાતવાસે રહ્યા. ‘એક એક પહેાર ચારે જણાએ વારાફરતી જાગવું' તેવે તેઓએ આપસમાં નિર્ણય કર્યો. Page #269 -------------------------------------------------------------------------- ________________ ચાર મિત્રની કથા ૫૯ પહેલા પહેરે શેઠને પુત્ર જાગતે બેઠે; બીજા બધા સૂઈ ગયા. તે વખતે ઝાડ ઉપરથી અવાજ આવ્યું કે હું ધન છું, પરંતુ અનર્થથી વીંટાયેલ છે. તારી ઈચ્છા હોય તે ઝાડ ઉપર ચડીને લઈ જા.” અનર્થની બીકથી શેઠના પુત્રે નિર્ણય કર્યો કેઃ “મારે તે ધન જોઈતું નથી, માટે લેવા જઈશ નહિ.” બીજા પહેરે પુરોહિતના પુત્ર અને ત્રીજા પહેરે મંત્રીના પુત્રે પણ તે પ્રમાણે જ વિચાર્યું. ચોથા પહેરે રાજાનો પુત્ર એકલે જાગતું હતું બીજા બધા સૂતેલા હતા. તેણે પણ તે જ પ્રમાણે અવાજ સાંભળ્યો. તે સત્વવાન હતો. તેણે વિચાર્યું કેઃ “સ-ત્વવાન પુરુષોને જ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે; બીકણુને દ્રવ્યની પ્રાપ્તિ થતી નથી. શસ્ત્રોથી છેદાય છે ત્યારે જ કાનને સોનાના અલંકારો પહેરવાના મળે છે; બાકી આંખને તો કાળું કાજળ જ આંજવામાં આવે છે.' આ પ્રમાણે વિચારીને તે છે કે તારી ઈચ્છા હોય તે તારી જાતે જ પડ.” એટલે તરત જ એક સુવર્ણપુરુષ ઝાડ ઉપરથી નીચે પડ્યો. તે સોનાના તેજથી દેદીપ્યમાન લાગતો હતો. સવાર થઈ. રાતની હકીકત એક બીજાને કહી સુવર્ણપુરુષને એક જગ્યાએ દાટી દઈને તેઓ આગળ ચાલ્યા. તેઓ એક ગામ પાસે આવ્યા, એટલે બપોરના વખતે તેમાંથી બે જણ આહાશદિ લાવવા ગામમાં ગયા. Page #270 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી “આપણે બંને તે સુવર્ણપુરુષના સ્વામી થઇએ.” એવે વિચાર કરીને તેએ ઝેર ભેળવેલું અન્ન લઇ મિત્ર પાસે આવ્યા. ગામ બહાર રહેલા બંને જણાએ પણ તેવી જ ઈચ્છાથી તે અન્ન લઇ આવ્યા કે તરત જ એચિંતા હલ્લા કરીને, ગામમાં ગએલા બંને જણાને મારી નાખ્યા. પછી ઝેર વાળું અન્ન ખાવાથી તે બંને જણા મૃત્યુ પામ્યા. અંતે તે ધને આ પ્રમાણે અનર્થ કર્યો. ૨૬૦ ધન સર્વદા અનર્થ કરનાર જ છે, છતાં પણુ જે તેના વ્યય સન્માર્ગે કરવામાં આવે તે તે લાભદાયી છે. માટે ધનનું ભણું સુપાત્ર દાન જ છે; તે સમજીને શાણા પુરુષા એ અનર્થકારી ધન ઉપર માહ નહિ રાખતાં, તેના સન્માર્ગે ઉપયેગ કરવા જેઈ એ. Page #271 -------------------------------------------------------------------------- ________________ એક જડ તાપસની કથા ૭૫ ૧૩ મૂર્ખ તાપસ કોઈ આશ્રમમાં રહેતેા હતે. તેના કરતાં તેના શિષ્ય વધારે મૂર્ખ હતા. એક વખતે નજીકના ગામમાં પેાતાના પિયેર ગએલી પત્નીને તેડી લાવવા ગુરુએ શિષ્યને મેલ્યા. તેણે પૂછ્યું કે: “ત્યાં જઈ મારે શું ખેલવું?” ગુરુએ કહ્યું કેઃ ઉંડા અને વક્રતાવાળા મેટાં મેટાં વાયા એલજે.’ પછી શિષ્ય તે ગામે પહોંચ્યા. સગાંઓને મળ્યો. તેઓએ પૂછ્યું કેઃ “તારા ગુરુ કુશળ છે.” તેણે કહ્યું કેઃ “કુવા, કુવા.” સગાંએએ પૂછ્યું કેઃ “તેના શું અર્થ ?” Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કથામંજરી શિષ્ય કહ્યું કેઃ “ગુરુએ કહ્યું છે કે ઉંડા શબ્દો બેલવા, તે કુવાથી બીજું શું ઉંડું હોય?” તેઓએ ફરીથી શિષ્યને પૂછ્યું કે તારા ગુરુ ક્ષેમકુશળ છે?” ગુરુએ કહ્યું હતું કે “વક શબ્દ બોલજે.” તે વિચારીને શિવે જવાબ આપ્યું કે દાત્રમ” ફરીથી ક્ષેમકુશળ પૂછ્યું. ત્યારે ઉંચા શબ્દો બોલવાનું કહ્યું હતું તે યાદ કરીને કહ્યું કે “ડુંગર, ડુંગર” આખું કુટુંબ આવા જવાબ સાંભળીને આશ્ચર્ય પામ્યું. તેઓએ વિચાર્યું કે “ખરેખર! તે તાપસ દાતરડું લઈને ઘાસ કાપવા ડુંગર ઉપર ગયા હશે, તે થેલેથી અલન થવાથી નીચે ઉંડા કુવામાં પડીને મરણ પામ્યા જણાય છે, તેથી જ આ શિખ્ય કાંઈ બોલતો નથી.” - આવો વિચાર કરીને તેઓ મોટા સ્વરે તેને પૂછવા લાગ્યા કેઃ “તારા ગુરુ કુશળ છે કે નહિ?” ઉત્તરમાં શિષ્ય પહેલા કહ્યા તેટલા અક્ષરો જ બોલતો હતો. તેથી તપસ્વીનું મરણ થયું છે તે નિશ્ચય કરીને “હા! હા! રાવલપત્ની રાંડી! રેડી!” તેમ કહેતાં મોટા અવાજે તેઓ રૂદન કરવા લાગ્યા. શિષ્ય પણ સાથે રહેવા લાગ્યું. આ પ્રમાણે ઘણું દિવસે ગયા ત્યારે શેક મૂકાવીને તેઓએ શિષ્યને પાછો મેક. તે ગુરુના મઠે આવીને મુક્તકઠે રેવા લાગે. ગુરુએ પૂછયું કેઃ “અરે શિષ્ય! તું શા માટે રૂદન કરે છે?” શિવે કહ્યું કે “રાવલપત્ની રાંડી તેવું મેં સાંભળ્યું Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ એક જડ તાપસની કથા છે.” રાવલ પણ તે સાંભળીને રૂદન કરવા માંડ્યો, અને તે જ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યું. લોકો એકઠા થઈ ગયા અને તેઓએ પૂછ્યું કેઃ “અરે ગુરુજી શા માટે રૂદન કરે ?” તાપસે જે બન્યું હતું તે કહ્યું. લોકોએ પૂછયું કેઃ “તમે જીવતાં છતાં તે શી રીતે રાંડી?” તાપસ કેપ કરીને બે કેઃ “અરે દુ! આ ચેલે હમણાં જ તેના પિયરથી આવે છે, તે શું ખોટું બોલે છે? તમને ધિક્કાર છે! ધિક્કાર છે!” આ પ્રમાણે સાંભળીને લેકે આશ્ચર્ય પામ્યા; અને તેને છોડીને ચાલ્યા ગયા. ખુદ બ્રહ્યા આવીને સમજાવે તે પણ “મારા જીવતાં મારી પત્ની કેવી રીતે રાંડે? તે વાત ગુરુ કે શિષ્ય સમજે તેમ જ નહોતા. મૂર્ખ લોકો જડપણાથી તત્વને સમજતા નથી. આવા મૂર્ખ માણસેને સમજાવવાનો પ્રયત્ન કર તે નિષ્ફળ છે; તેથી તેવી માથાકૂટમાં પડવા કરતાં તેઓથી દૂર રહેવું તે વધારે સારું છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ AVAND 2 cu Page #275 -------------------------------------------------------------------------- ________________ સારાભાઈ નવાબનાં પ્રકાશના જેને કળાનાં થશે ૧૩ જૈન ચિત્રક૯૫કુમ ચિત્ર સંખ્યા ૩૨ ૫ ૧૦૦-૦ ૧૪ શ્રી ચિત્રક૯પસૂત્ર ૬ ૫ ૨૦-૦ ૧૫ જૈન ચિત્રક૯પલતા , ૬૫ ૨૫-૦ ૧૬ પવિત્ર કલ્પસૂત્ર , ૩૬ ૩ ૨૦૦-૦ ૧૭ ૩૬ કાલકકથાઓ , ૮૪ ૫૦—૦ ૧૮ શ્રી જિન દેવદર્શન ચેાવીશી ૩૮ ૧-૦ ૧૯ જૈસલમેરની ચિત્ર સમૃદ્ધિ - ૩૫ ચિત્રા ૨૫-૦ ૨૦ જૈન ચિત્રાવલિ (૩૦ ચિત્રા) પ-૦ ૨૧ જૈન ચિત્ર-પટાવલિ (૯ ચિત્રા) પ-૦ ૨૨ અષ્ટાનિકા ક૯૫–સુબાવિકા વ્યાખ્યાન ૨૨૫ ચિત્રા ૩૧-૦ ૨૩ અપ્રગટ સજઝાય સંગ્રહ | ૧-૮ ૨૪ જૈનાચાર્ય નર્મુદ્રાચાર્ય વિરચિત - કાકશાસ્ત્ર ૧૧-૦ ૨૫ કથામંજરી ભા. ૧ ૨-૮ ૨૬ કથામંજરી ભા. ૨ ૨-૮ ૨૭ કથામંજરી ભા. ૩ (શ્રી શ્રીપાલ કથા સચિત્ર) ૪-૦ પ્રાપ્તિસ્થાન સારાભાઈ મણિલાલ નવાબ છીપા માવજીની પોળ • અમદાવાદ Page #276 -------------------------------------------------------------------------- ________________ છે. અટાનિકા - 95 - અબાધિ કો. શ્રી પર્યુષણાષ્ટાલ્ડિ કાનાં ત્રણ તથા ક૯૫ સુબાધિકાનાં નવે વ્યાખ્યાનનું અક્ષરશઃગુજરાતી ભાષાંતર-બસોને પચીસ ચિત્રા સહિત; અષ્ટમંગલની પાટલીઓ સાથેઃ મૂલ્ય પ્રતાકારે રૂા. 30-0-0 પુસ્તકાકારે રૂા. 31-0-0 કરે (બારસાસુત્ર) રૂા. 20=o= શ્રીકાલકાચાર્ય કથા સહિત આજ સુધી બહાર પડેલા ક૯પસૂત્રો (બારસાસૂત્ર)માં તન અનાખી જ ભાત પાડનારા આ ચિત્રક૯૫સૂત્ર (બારસાસૂત્રોના પ્રત્યેક પાને પાને ગુજરાતની ચિત્રકલ્પનાના સર્વોત્કૃષ્ટ નમૂનાઓ રજૂ કરતી વેલબુટ્ટીઓ, પ્રાણીઓ તથા નૃત્ય કરતાં પાત્રોના હાંસિયાઓ ને કિનારો, ધામિક તથા પ્રાકૃતિક મંગલ સંકેત ને પ્રતિકાનાં વિવિધ સુશોભને સુંદરમાં સુંદર તાડપુત્રની તથા કાગળની હસ્તપ્રતોમાંથી ચૂંટીઘૂંટીને લેવામાં આવ્યાં છે. પ્રતના દરેક પાનાની વચ્ચે (ગ્રંથિસ્થાને) પણ વિધવિધ જાતનાં બેરંગી સુશોભનાથી આ પ્રતને સુશોભિત કરવામાં આવેલી છે. ઉપરાંત સ્થાનેસ્થાને પ્રસંગાનુરૂપ એરંગી, ત્રિરંગી, ચતુરંગી તથા પચરંગી ચિત્રાથી આ પ્રતને મંડિત કરવામાં આવેલી છે. ચિત્ર સામગ્રીની આટલી સમૃદ્ધિ તથા વિપુલતા અને વિવિધતા સાથે આટલા ખર્ચ અને આટલી મહેનતે તૈયાર પમ ગ્રંથરત્નની કિંમત માત્ર વીસ રૂપીઆ serving Jinshasan ગ્રંથભંડાર પૂરતી જ માત્ર પચાસ નક છાપવામાં આવેલી છે. જેની કિંમત રૂા. 51 " * 1 105505 પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન સારાભાઇ મ, નવાબ * છીપા માવજીની પાળ * અમદાવાદ gyanmandir@kobatirth.org