________________
૧૦૬
કથામંજરી એક વખતે તેઓના હાડકાં, માંસ તથા ચામડી વગેરેની તે સારી રીતે સેવા કરતો હતો, તે મુનિને બહુ પ્રિય લાગી; તેથી હવે તું બંધ કરી એમ મુનિએ કહ્યું નહિ, એમ કરતાં એક પહેર વિતી ગયે. એટલે સેવાના લેભી તે સાધુએ વાત કરવાની શરૂઆત કરી. સાધુએ પૂછ્યું કેઃ “હે શ્રાવકજી! તમે કેટલા ભાઈ છે???
હરિષેણે કહ્યુંઅમે પાંચ ભાઈએ છિએ.” સાધુએ પૂછયું કેઃ તારું મોસાળ કયા ગામ છે?” હરિષેણે કહ્યુંઃ “અવંતિમાં છે.” સાધુએ પૂછયું કે તમે શેને વ્યાપાર કરે છે?”
હરિજેણે કહ્યું: “અમારી સુતરની દુકાન છે.” આ પ્રમાણે વાત કરતાં ભૂલી જવાથી ફરી સાધુએ પૂછયું કેઃ “તમે કેટલા ભાઈ છે?”
તેણે કહ્યું કે ચાર ભાઈએ છિએ.”
સાધુએ કહ્યું કેઃ “પ્રથમ તે પાંચ કહ્યા હતા, હમણાં ચાર કહ્યા તેનું શું કારણ?”
થાકી ગએલા શ્રાવકે કહ્યું: “જે તમારા હાથે ચડ્યો છે, તેનું જીવતર હવે શા કામનું છે? તે તે હવે જીવવાને નથી, તેથી તેને મરણ પામ્યા જે ગણીને, મેં બાકીના ચાર ભાઈઓ કહ્યા છે. તે સાંભળી સાધુ ચૂપ થઈ ગયા, અને ડી વાર પછી હરિષણને સેવા બંધ કરવાનું કહ્યું.
અતિશય હમેશાં ત્યજવા જેવું છે, થોડામાં જ મીઠાશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org