________________
કથામંજરી બ્રાહ્મણે કહ્યું કેઃ “હે દેવ! જે તમે પ્રસન્ન થયા તે હું મારી મરજી મુજબ રૂપ કરી શકે તેવી શક્તિ મને આપે, અને તેમાં જે વિષમ સમય આવે તેમ હોય તો તમે મને આવીને કહી જજે.” યક્ષે તે પ્રમાણે કબુલ કર્યું અને અદ્રશ્ય થયે.
પછી બ્રાહ્મણ પિતાના ઘેર આવ્યું, અને સંકલને બનાવવાને લાગ જેવા લાગ્યા. એક વખતે થોડા પરિજનોને લઈને સંકલ બહારગામ ગયો. તે વખતે તે બ્રાહ્મણ સંકલ જેવું રૂપ કરી સંકલને ઘેર આવ્યા. બધા કુટુંબીજનેએ જલદી પાછા ઘેર આવવાનું કારણ પૂછતાં, સંકલ વેષધારી બ્રાહ્મણે કહ્યું કેઃ “શુકન સારા નહિ થવાથી હું પાછો આવ્યો છું.”
પછી તે વેષધારી સંકલે ખજાનચીને કહ્યું કે: “એકઠું કરેલું દ્રવ્ય કેઈની સાથે પરભવમાં જતું નથી, આમ જાણવાથી મને હવે દાન દેવાની તીવ્ર ઈચ્છા થઈ છે, તેથી રેશમી વસ્ત્ર, મોતીની માળાઓ વગેરે તમે લાવો, અને હું ઈચ્છા મુજબ તે બધાને આપું.” સ્વામીના હુકમથી ઘરની સારભૂત વસ્તુઓથી ભરેલા બધા ડાબડાઓ તેણે તરત જ સોંપી દીધા.
તેણે તે બધાં અલંકારે સંકલની પત્નીને અને પુત્ર વધુઓ વગેરેને આપ્યા. તેથી આખું કુટુંબ રાજી થયું. જે આપે તે દેવતા” તે સત્ય છે. “જ્યારે ઈશ્વર ઈરછે ત્યારે આવી જ રીતે આપે છે.” તેવી બધે વાત પ્રસરી. આ પ્રમાણે ત્રણ દિસમાં તો તેણે બધું દ્રવ્ય દાનમાં આપી દીધું. એવામાં બહારગામનું કાર્ય સંપૂર્ણ કરી સંકલ પાછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org