________________
સંકલ શેઠની કથા એકઠું જ કર્યા કરે છે. તેને અંતે પોતે કરેલા પાપ માટે પસ્તાવાનો વખત આવે છે.” ( આ પ્રમાણે સાંભળવાથી, શેઠે દાન આપવાનું સ્વીકાર્યું, અને કહ્યું કે “આવતી કાલે હું આપીશ.”
બીજા દિવસે તે બ્રાહ્મણ આવ્યું, ત્યારે તે સંકલ શેઠે કહ્યું કેઃ “મેં તને શું કહ્યું હતું તે સંભાળ. આવતી કાલે આપીશ.” આ પ્રમાણે વચનના છળથી કાલ, કાલ કરતાં એક વર્ષ વીતી ગયું, પણ તેણે બ્રાહ્મણને કાંઈ આપ્યું નહિ.
બ્રાહ્મણ અંતે કોલ કરીને બોલ્યો કે “અરે કુપુરુષ! તે કબુલ કર્યું છતાં આપતે નથી? અરે ભી! નિર્માલ્ય પુરુષોમાં શિરામણી! તને ધિક્કાર છે, તારું નામ પણ કેણ લે?” તેનાં આવાં વચન સાંભળીને સંકલ શેઠ ક્રોધે ભરાયે, તેથી તેને તે બ્રાહ્મણને ગળે પકડીને બહાર કાઢી મૂ, અને બે ચાર તમાચા પણ ખેંચી કાઢ્યા.
આ પ્રમાણે અપમાન થવાથી તે અભિમાની બ્રાહ્મણે નગરની નજીકમાં રહેલા, મહા પ્રભાવશાળી યક્ષની આરાધના કરી. કહ્યું છે કેઃ “સત્ત્વ વગરના પુરુષનું કઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, અને સત્ત્વવાન પુરુષને દેવ પણ વશ થાય છે.”
યક્ષ તે બ્રાહ્મણ ઉપર તુષ્ટમાન થયે અને પ્રત્યક્ષ થઈને તેણે કહ્યું કે “અરે મહાનુભાવ! તારી જે ઈચ્છા હોય તે માગણી કર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org