________________
અમાત્યની કથા
૨૦૫
આ પ્રમાણે વિચાર કરીને તે ગળેફાંસા આંધીને આડે લટકવા લાગ્યું. પરંતુ ગળે બાંધેલ વસ્ત્ર જીનું થઈ ગએલું હેાવાથી તુટી ગયું. તેથી તે અભાગી નીચે સુતેલા નટેના મુખ્ય નાયક ઉપર જ પડ્યો. તેનટેના નાયકનું ગળું, તે અભાગી માણસના ભારથી દખાઇ જવાને લીધે તરત જ મરણ પામ્યા; તેથી નટાએ પણ તેને પકડયો.
સવાર પડી એટલે બધા એકઠા થઈને રાજદરબારમાં ગયા. સર્વે કરીયાદીઓએ પોતપોતાના વૃત્તાંત સંભળાવ્યેા. રાજાએ તથા પ્રધાને તે અભાગીને બધું પૂછ્યું. તે અભાગીએ દયામણું મુખ કરીને કહ્યું કેઃ “હે દેવ! તે અધા જે કહે છે તે બધું સત્ય છે.”
તેના ઉપર અત્યંત દયા આવવાથી અમાત્ય મળદના માલિક તરફ જોઇને ખેલ્યા કેઃ “આ માણસ તને મળદ આપશે; પરંતુ તે તારી આંખેા કાઢી લેશે. જ્યારે તેં આંખાથી બળદ જોયા ત્યારથી જ તે તેની જોખમદારીથી મુક્ત થએલા છે. જો તે આંખેાથી મળદ જોયા ન હેાત તે તે ઘેર જાત નહિ, જે વસ્તુ જેણે જેને આપી છે, તે વસ્તુ લેનાર જો તે કબુલ ન કરે તે તે વસ્તુ તેને આપી દેવી જોઇએ, તેથી તેમ કરીને તું તારે ઘેર જા.”
ઘેાડાના માલિકને અમાત્યે કહ્યું કે: “આ માણસ તને તારા ઘેાડા જરૂર પાછા આપશે, પરંતુ તે તારી જીભ કાપી લેશે. કારણ કે તેં જીભવડે કહ્યું છે કેઃ “આ ઘેાડાને લાકડી મારીને પણ ઊભા રાખેા.” તારા આ પ્રમાણેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org