________________
૨૦૪
કથામંજરી પાસેથી બળદ લાવીને હળ ખેડતો હતો. બપોરના વખતે તે બળદોને તેણે રસ્તા ઉપર રાખ્યા. તે વખતે તેનો મિત્ર ભેજન કરવા બેઠે હતા, તેથી તે તેની પાસે બળદ સેંપવા ગયો નહિ. પણ તેણે નજરે જોયા છે તેથી તે લઈ જશે. તેમ વિચારી કહ્યા વિના ઘેર ચાલ્યા ગયે. તે બને બળદ રસ્તા ઉપર આગળ ચાલ્યા ગયા. તે વખતે આગળ જવાથી ચેરો તેને ઉપાડી ગયા.
પછી તે બળદનો માલિક તે અભાગી પાસે બળદ લેવા આવ્યો. તે બળદે આપી શકશે નહિ, તેથી તેને મિત્ર તેને રાજદરબારમાં લઈ ગયા. તેઓ રસ્તે જતા હતા તે વખતે ઘોડા ઉપર બેઠેલે, કઈ મનુષ્ય તેમની તરફ આવતા હતા. ઘોડાએ તોફાન કરી તે માણસને પછાડ્યો. પછી ઘોડો દેડતે દેખતે ભાગી જતું હતું, તેથી તે પડી ગએલે માણસ બેલ્યો કેઃ “આ ઘોડાને લાકડી મારીને પણ ઊભે રાખે”
પેલા અભાગી માણસે ઘેડાને ઊભે રાખવા એક લાકડી મારી, તે ઘડાના મર્મસ્થાનમાં વાગવાથી ઘોડે મરી ગયે. ઘડાવાળાએ પણ તે અભાગીને પકડ્યો. પછી તે બધા નગરમાં આવ્યા.
તે વખતે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતું, તેથી નગરની બહારના ભાગમાં તેઓ સુતા. તે સ્થળે ઘણા નટ સુતેલા હતા. પિલો અભાગી વિચારવા લાગ્યો કેઃ “આ આપત્તિરૂપી સમુદ્રમાંથી મારો પાર આવે તેમ નથી. તેથી ગળે ફાંસો ખાઈને હું મરી જાઉં તો સારું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org