________________
૯૨
કથામંજરી
કેદારક ચૂપ ઊભે! રહ્યો, કાંઈ ખેલ્યા નહિ, થોડા સમય ગયા એટલે વેશ્યાની દાસી કેદારક પાસે આવી, અને ધન માગવા લાગી. કેદારકે તેને ધન આપ્યું.
પેપટે તે દેખીને તેના સાંભળતાં જ શેઠના પુત્રને કહ્યું કે: “અરે શેઠ! ઘરને શા માટે લૂંટાવેા છે? પિતાની આજ્ઞા લેાપનાર એવા તમને ધિક્કાર છે?' દાસીએ આ બધી હકીકત વેશ્યાને કહી. પછી તેઓએ વિચાર કર્યું કેઃ “આ પેાપટને મારી નાખવા તે જ ઉત્તમ છે. કારણ કે તે આપણા આ ભક્ષ્યને વારંવાર આ પ્રમાણે ધન આપતાં અટકાવે છે.’
એક વખતે કેદારક જમતા હતા, અને પેાપટ પણ દાડમના દાણા વગેરે ખાવામાં મશગુલ હતા, તે વખતે વેશ્યાની દાસી ત્યાં આવી; અને જે કાર્યં હતું તે કહ્યું. પછી “અહા! આ પેપર કેવા સુંદર છે.” તેમ સ્તુતિ કરતી તે દાસી પેાપટને હાથ ઉપર લઈ રમાડવા લાગી, અને પાપડને પેાતાની શેઠાણી વેશ્યા પાસે લઇ ગઈ.
વેસ્યાએ પેાપટને કહ્યું કેઃ “અરે નિર્દય! શેઠ તરફથી મળતાં ધનને તું કેમ અટકાવે છે? હવે તે અટકાવવાની તારી વૃત્તિનું ફળ ભેગવ.” તેમ કહી તેની બંને પાંખા છેદી નાખી, તેને માંસના પિંડ જેવા કરી નાખ્યા. પછી તેને મારી નાખવા એક તીક્ષ્ણ છરો લઈ આવું' એમ વિચારી તે વેશ્યા છરા લેવા ગઈ. તેવામાં ધીમે ધીમે પગવતી ચાલીને તે પાપ૮ રસોડામાં વાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org