________________
૧૮૨
કથામંજરી મૂકીને રેવા લાગ્યા કે “અરે! આપણે ઓછા પુણ્યવાળા છીએ. દેવે પ્રથમ આપણને આંખો આપીને પછી તે ફેડી નાંખી; કારણકે પ્રથમ નિધાન દેખાડીને, પછી ત્યાં કોલસા દેખાડ્યા.”
આ પ્રમાણે બેલ બેલ બીજા મિત્રના મુખ સામે જેવા લાગ્યું. બીજાએ જાણ્યું કે “ખરેખર! આ કપટીએ જ ધન હરણ કર્યું જણાય છે.” તેણે પણ મુખાકૃતિને ભાવ છુપાવી રાખીને, શિખામણ આપવાના હેતુથી કહ્યું કે “મિત્ર! ખેદ કરવાથી કાંઈ ગએલું નિધાન પાછું આવવાનું નથી.” પછી બંને પોતપોતાને ઘેર ગયા. - બીજા મિત્રે ઘેર જઈને તે માયાવી મિત્રના જેવી જ એક પથ્થરની મૂતિ કરાવી, અને બે વાંદરાં વેચાતા લીધા. પછી તે મિત્રની પ્રતિમાના બેળામાં, હાથમાં, ખભા ઉપર, મસ્તક ઉપર એમ બધા સ્થળોએ વાંદરાઓને ખાવા યોગ્ય ભક્ષ્ય મૂક્યું. પછી બંને વાંદરાઓને ત્યાં લાવીને છૂટા મૂક્યા. એટલે ભૂખ્યા વાંદરાઓ તે મૂતિ ઉપરથી ભક્ષ્ય ખાવા માંડ્યા. આ પ્રમાણે હમેશાં કરવાથી તે વાંદરાઓને તે સ્વભાવ થઈ ગયે.
એક વખતે કઈ પર્વના દિવસે, તે બીજા મિત્રે પેલા કપટી મિત્રના બે પુત્રોને જમવાનું આમંત્રણ આપ્યું. ભેજન સમયે તે બંને તેના ઘેર આવ્યા. મેટા ઠાઠથી તે બંનેને જમાડ્યા. ભેજન કરી રહ્યા પછી, સુખે કરીને રહી શકાય તેવા સ્થળે તે બંનેને છુપાવી દીધા. બે ત્રણ દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org