________________
નિધાન પ્રાપ્તિની કથા
- ૧૯૩ સુધી પુત્રો ઘેર પાછા ન આવવાથી, તેઓની તપાસ કરવા માટે કપટી મિત્ર તેના ઘેર આવ્યો, એને પોતાના પુત્રો કેમ ન આવ્યા? એમ પૂછ્યું.
બીજા મિત્રે પટી મિત્રને કહ્યું કે “ભાઈ! તારા બંને પુત્ર તે વાંદરા થઈ ગયા છે.” તે સાંભળી મનમાં આશ્ચર્ય પામતે અને ખેદ સહિત તે મિત્રના ઘરમાં ગયે. તે વખતે જે સ્થલે તેની મૂર્તિ રાખેલી હતી, તે સ્થલેથી મૂતિ ખસેડી લઈને કપટી મિત્રને તેણે બેસાડ્યો, અને પછી વાંદરાઓને છુટા મૂકી દીધા.
પછી તે બંને વાંદરાઓ કિલકિલ શબ્દ કરતા તેના ખોળામાં, માથા ઉપર, તથા ખભા ઉપર ચડી ગયા. બીજા મિત્રે તેને કહ્યું કેઃ “મિત્ર! આ તારા પુત્રો છે, તેથી તારા ઉપરનો સ્નેહ તેઓ દેખાડે છે તે જે.”
કપટી મિત્રે પૂછયું કેઃ “અરે મિત્ર! મારા બંને પુત્ર મનુષ્ય હતા, તે વાંદરા કેવી રીતે થઈ ગયા?”
તે મિત્રે કહ્યું કે “તારા કર્મના પ્રતિકૂળપણાથી તેમ થયું છે. તું જ વિચાર કર કે સેનાના કેલસા થઈ જાય છે? પરંતુ જેવી રીતે આપણું કર્મના પ્રતિકૂળપણથી સોનાના કેલસા થઈ ગયા, તેવી જ રીતે તારા પુત્રો પણ વાંદરા થઈ ગયા.”
આ પ્રમાણે સાંભળીને કપટી મિત્રે વિચાર કર્યો કેઃ “ખરેખર! આ મિત્રે મને ઓળખી લીધે છે, તેથી જે હવે હું વધારે કાંઈક બોલીશ તે મને રાજદરબારમાં લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org