________________
૧૪૨
કથામંજરી હોય, તેની હું ચિકિત્સા સારી રીતે જાણું છું.” રાજા તેને મહેલમાં લઈ ગયે.
રાજાએ તેને જમાડો, અને તેની પૂજા કરીને એકાંતમાં પૂછ્યું કે “મારા માથામાં યુવાન અવસ્થામાં તાલ પડી છે, તેથી સ્ત્રીઓ મારી મશ્કરી કરે છે, તેથી તે તાલ મટી જાય તે ઉપાય કરો.”
વૈદ્ય કહ્યું કેઃ “તેમાં શું કહેવું?” યમુનાના પાણીથી ભીંજાએલા ઝાડનાં મૂળ લાવીને તરત જ ઓષધિ તૈયાર કરી લગાડીશ કે તાલ મટી જશે. “તે સાંભળીને શા આનંદ પામ્યા, અને કહ્યું કે ઔષધે તાકીદે એકઠાં કરે.”
પછી વૈદ્ય રાજાના ઘોડા ઉપર બેસીને થોડા સેવકને પરિવાર સાથે લઈ નદી કાંઠે આવેલી પેલી વાડી પાસે ગયે અને તેણે ચીભડાંના મૂળ તપાસતાં, તેની જરૂર જણાવી તે વૃક્ષો મૂળમાંથી ખેદી કઢાવ્યા અને તેમાંથી જોઈતી વસ્તુઓ રાજમહેલમાં લાવ્યો. તેને બાળી નાખી, તેની રાખ કરી, તે સાથે ઔષધિઓ મેળવી તેલ નાખીને રાજાના માથા ઉપર લગાડ્યું, અને કહ્યું કે “આ દવાથી તાલ મટી જશે, પરંતુ તમારે વાંદરાને બીલકુલ વિચાર કરે નહિ.” ઔષધિ લગાડે સાત દિવસ થઈ ગયા પણ તાલ તે ગઈ નહિ.
રાજાએ પૂછયું કેઃ “અરે વૈદ્ય! આ ઔષધથી કાંઈ ગુણ જણાતું નથી, તેનું શું કારણ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org