________________
૧૦૪
કથામંજરી વળી જળ, પુષ્પ, ચંદન, પત્ર વગેરેથી તેણે શિવની પૂજા કરી. જ્યારે ધૂપની પૂજા કરવાનો વખત આવ્યે,
ત્યારે તેણે બહુ સુગંધી ધૂપ કર્યો. તે વખતે હરિએ વિચાર કર્યો કે “ધૂપની સુગંધ અમારા બંનેના નાક પાસે જશે, તે આ ધૂપની સુગંધ લેતાં મને તે કેવી રીતે અટકાવશે?” આ પ્રમાણે હરિ વિચાર કરે છે, તેવામાં તેમના નાકમાં સુગંધને પ્રવેશ થતું અટકાવવા માટે તાપસે એકદમ પિતાના હાથના સંપુટવડે હરિનું નાક બંધ કર્યું.
તેના આ કાર્યથી વિષ્ણુ બહુ આનંદ પામ્યા, અને સાક્ષાત્ પ્રત્યક્ષ થઈને કહ્યું કેઃ “અરે તાપસ! તે મારી ભક્તિ કરી નથી, પણ એકાગ્રપણાથી દેવો સંતુષ્ટ થાય છે; માટે હું તારા પર તુષ્ટમાન થયે છું. તારે જે જોઈએ તે માગ.”
વિષ્ણુનાં આવાં વચને સાંભળીને તે તાપસે કહ્યું કે “મારે તમારી કૃપા જોઈતી નથી, અને તમારી પાસે વર પણ માગ નથી.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને, હરિ વિશેષ સંતુષ્ટ થયા. તેથી શંકર પાસેથી બાજુબંધ, મુકુટ, મણિ તથા અદશ્યકરણ, વશીકરણ વગેરેની સિદ્ધિઓ તેને અપાવી.
એક જ દેવ પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા રાખવાથી અંતે ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. બધા દેવની શ્રદ્ધા રાખનારો અંતે નાસીપાસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org