________________
૧૭૦
કથામંજરી હરિતકી ચૂર્ણ આપ્યું, અને કહ્યું કેઃ “આ ચૂર્ણ ખાઓ, એટલે તમારી જોડી મળી જશે.” તે ચૂર્ણ ખાઈને વૈદ્યના ઘેરથી નીકળ્યો. હરિતકી ચૂર્ણ ખાવાથી તેને રેચ લાગે, તેથી ગામ બહાર તળાવ કાંઠે તે ગયે. તે સ્થળે જળ પીવા માટે આવેલી પિતાની ઘડી તેણે દીઠી. તે આનંદ પામે, અને ઘોડી ઉપર બેસી તેને ઘેર લાવે. ગામમાં આબાલ વૃદ્ધ સર્વમાં વૈદ્યને યશ વિસ્તાર પામે કેઃ અહો! આ બ્રાહ્મણ જ્ઞાની છે તેમ જ વૈદ્ય પણ છે.” પછી લોકોએ પહેલાંની માફક ઘણું ધન વગેરે તેને આપ્યું.
તે ગામની નજીકમાં આનંદપુર નામનું ગામ હતું. તે ગામમાં વીરચંદ્ર નામને રાજા રાજ્ય કરતો હતો. તેના અંતઃપુરમાં ઘણી રાણીઓ હતી. તેમાંથી એક રાણ રાજાને અપ્રિય હતી, તેથી તે સર્વ કળા જાણનારાઓને વશીકરણ મંત્ર પૂછતી. કોઈનાથી તેના કાર્યની સિદ્ધિ થતી નહતી. પરંતુ કાર્યના આતુરપણાથી તે સર્વને પૂછયા કરતી. એક વખત તેની દાસી કરી કોઈ કાર્ય પ્રસંગે આ વૈદ્ય રહેતો હતે તે ગામે આવી. તે વૈદ્યને યશ તેના સાંભળવામાં આવ્યું.
તેણે સાંભળ્યું કે “તે બ્રાહ્મણ તે સર્વજ્ઞ છે.” દાસી તે વૈદ્યના ઘેર ગઈ, અને બહુ આગ્રહ કરીને તેને પોતાની સ્વામિની માટે ઉપાય પૂછ. રાજા વશ થાય તે માટે ઔષધ માગ્યું. વૈદ્ય કહ્યું કે “આ ચૂર્ણ તારી સ્વામિનીને આપજે.” એમ કહીને દરેકને આપતું હતું તે ચૂર્ણ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org