________________
એક વણિકની કથા
૧૧૩ તે દેખીને લે કે એ કહ્યું કે “અરે! આ વૃદ્ધ તે શરમ અને દયા વગરને લાગે છે, પિતાના બાળક–પુત્ર–ને ચલાવે છે અને પોતે લુલાની માફક બળદ ઉપર બેઠે છે.”
આ પ્રમાણે લોકોની જૂદી જૂદી વાણી સાંભળીને વણિકે વિચાર કર્યો કેઃ “જૂદી જૂદી રીતે બેલનાર લોકોને શે વિશ્વાસ? આપણને જેમાં પિતાનું હિત લાગતું હોય, તે આચરણ કરવું. જે બધા લોકોને સંતોષ આપવાની ઈચ્છા રાખે છે, તેનું કાર્ય મોટા ભાગે સફળ થતું નથી.” અર્થાત્ બધા લોકો રાજી થઈ શકતા જ નથી. એમ વિચારીને બંને જણા બળદ ઉપર બેઠા અને ધારેલા ગામે પહોંચ્યા.
ગામને મેઢે ગરણું બંધાતું નથી લોકો તે પિતાને ફાવે તેમ બોલે છે. પિતાને જે માર્ગ લાભકારી અને હિત કરનારો જણાય તે અનુસાર વર્તવું તે જ સુખી થવાનો માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org