________________
=
એક વણિકની કથા
નક વણિક પિતાના નાના પુત્રને ખોળામાં લઈ બળદ ઉપર બેસીને પોતાના ગામથી બીજા ગામ જતો હતો. વચમાં એક ગામ આવ્યું, એટલે “લોકે મને બળદને દુઃખ આપનાર દયા વગર માને નહિ એવા વિચારથી તે પિતે બળદ ઉપરથી નીચે ઉતરી ગયે, અને છોકરાને પણ ઉતારી નાખ્યા.
ગામમાં થઈને તે ચાલ્યો, ત્યારે લોકેએ કહ્યું કે: “આ બળદને બહુ જ સાચવે છે, તે શું તેને દુધ આપશે? તેના ઉપર કેમ કેઈ બેસતું નથી.” આ પ્રમાણે સાંભળીને પુત્રને બળદ ઉપર બેસાડ્યો.
તે દેખીને લેકે બોલ્યા કે “અરે! આ વૃદ્ધ તે મૂર્ણ દેખાય છે. બાળકની રક્ષા કરે છે, પણ પોતે બળદ ઉપર કેમ બેસતો નથી?” આવું સાંભળીને પુત્રને ઉતારી તે વૃદ્ધ તેના ઉપર બેઠે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org