________________
સ્ત્રીની કથા
ર૩૩ પણ કંકાશ કરનારી, કાણી, કુરૂપા, કુટિલ, કૃપણ, કલંકિત આચારવાળી, ક્રોધી અને મર્મ વચને બેલનારી હતી. પિતાના પતિની સ્નાન તથા જનાદિની જરાએ ચિંતા કર્યા વગર, માત્ર પોતાનું પેટ ભરવામાં તે કુશળ હતી.
તેના ઘરની પાસે રહેલા એક ઝાડ ઉપર ઝેટીંગ નામના એક વ્યંતરનો વાસ હતો. તે ઝાડ નીચે તે સ્ત્રી હમેશાં એઠવાડ નાખતી હતી અને કજીયા વખતે ત્યાં આવીને બૂમો પાડતી હતી. તેની આવી રીતથી ત્રાસ પામીને, વ્યંતર છેવટે તે ઝાડ છોડીને બીજા દેશમાં ચાલે ગયે. કોકશિવ બ્રાહ્મણ પણ દુવિનીત પત્નીના ગ્રીષ્મ ત્રતુના દાવાનળની જેવાં વચન સહન નહિ થઈ શકવાથી, તથા ગરીબાઈથી પીડાઈને એક દિવસ રાત્રે ત્યાંથી નાશીને બીજા ગામ ચાલ્યો ગયો.
સ્ત્રીઓ કલેશ કરનારી હોવાથી તે કોને કોને ઉદ્વેગ પમાડતી નથી???
એક ગામથી બીજા ગામ ભટકતો ભટકતો તે એક મેટા નગરની પાસે આવ્યા. તે નગરમાં જવાના રસ્તામાં એક મોટા વૃક્ષની છાયા નીચે તે બેઠે. પેલે વ્યંતર પણ તે ઝાડ ઉપર આવીને રહેલે હતો. તે બ્રાહ્મણને દેખીને તેણે તેને ઓળખે, અને પડછાયારૂપે તેની પાસે રહીને તે બે કેઃ “ભાઈ કેકશિવ! તું મને ઓળખે છે?”
કેકશિવે પૂછયું કે “તું કેણ છે અને ક્યાં રહેવાવાળો છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org