________________
૨૧૨
કથામંજરી તમે પણ હવે મોટી ઉંમરના થયા છે, તમારે હવે ઘડપણ નજીક આવતું જાય છે, તેથી બીજું અડધું વસ્ત્ર તમારે માટે રાખ્યું છે, કારણ કે તમારા ઘડપણમાં તમને તે આપવા જોઈશે.”
પુત્રનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને કુમુદ શરમાઈ ગયે, અને બે કેઃ “હે પુત્ર! તેં મને ખરેખરી શિખામણ આપી છે! પ્રભુત્વ અને વૈભવ રૂપી મદિરાના મદથી ભરાએલા મનવાળા અમને ખાડામાં પડેલાને, હાથને ટેકો આપીને તે બહાર કહાડ્યા છે.” આ પ્રમાણે કુંતલને કહીને કુમુદે પિતાની સેવા બરાબર કરવા માંડી. તેને અનુસરીને કુટુંબના બધા માણસો તે ડોસાની બરાબર ચાકરી કરવા લાગ્યા.
બાળક પાસેથી હિતની વાત સાંભળવી જોઈએ, અને તે પ્રમાણે વર્તન રાખવું જોઈએ. ગમે તે ઉંમરે પણ માતા પિતાની સેવા કરવી તે શાણા પુત્રો અને પુત્રવધૂઓની ફરજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org