________________
શેઠના પુત્રની કથા
૨૧૧ પુત્રવધૂઓ તે સામું જૂએ જ શેની? વૃદ્ધ શંખ ઘરના પાછળના ભાગમાં પડ્યો રહેતા હતા. જ્યારે તે ભૂખ્યો થતા ત્યારે, સંકડો નિસાસા મૂકો અને આર્તધ્યાન કરતું હતું. તેની ઉંઘ ઉડી જવાથી પથારીમાં આળોટ્યા કરતા હતા.
એક વખત શિયાળાની ઋતુમાં પ્રાણ હરી લે અને હૃદય ફાડી નાખે તેવી ઠંડે પવન વાતે હતા, તે વખતે ઠંડીથી બચવા માટે કંપતા શરીરે મોટા પુત્ર કુમુદ પાસે તેને ઓઢવા માટે એક જાડું વસ્ત્ર માગ્યું.
કહ્યું છે કેઃ “ડસી. જેની પત્ની મરી ગઈ હોય તે વિધુર, જેની લક્ષ્મી પુત્રના કબજે હોય તે; અને પુત્રવધૂના વચનથી બળેલ હોય તે, સર્વ માટે જીવિતવ્ય કરતાં મૃત્યુ વધારે ઉત્તમ છે.”
કુમુદે કુંતલને કહ્યું કેઃ “આ ડોસાને એક જાડું જુનું વસ્ત્ર આપ.” કુંતલે ડોસાને તે જુના વસ્ત્રમાંથી અડધું આપ્યું. ડેસાએ તે જુના વસ્ત્રને કુતલે આપેલે કકડે કુમુદને દેખાડ્યો.
કુમુદે ક્રોધ કરીને કુંતલને કહ્યું કેઃ અરે કુંતલ! આ જુનું વસ્ત્ર મૂળ તે નાનું હતું જ, છતાં તેના બે ભાગ કરીને તે અડધું ડોસાને કેમ આપ્યું? શા કારણથી આખું વસ્ત્ર ન આપ્યું?”
બુદ્ધિશાળી કુંતલે હાથ જોડીને કહ્યું કેઃ “પિતાજી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org