________________
કથામંજરી
શેઠે કહ્યું કે: “આ શું ? આ શું?” તેણી તે ક્રોધે ભરાઈને દુર્વચના કહેવા લાગી.
૧૩૨
શેઠે પૂછ્યું કેઃ “જેમ ફાવે તેમ કેમ બેલે છે? તને શું થયું છે?”
તેણીએ કહ્યું કેઃ “ અરે સ્વચ્છંદી! દુરાત્મા! મને વિદેશીએ કહ્યું કેઃ ‘પરસ્ત્રીની સાથે તેના એલાવવાથી તમે ગયા છે?’”
શેઠે સેંકડો સોગંદ ખાઇને તેને સમજાવીને કહ્યું કેઃ “તે ધૃતારાએ મને પણ ઠગ્યા, અને તને પણ ઠંગી જણાય છે, ધૂળ તથા કચરો હવે કુવા કાંઠે સાફ કરીને ઘેર જઈ એ.” તેઓ નહાવા ગયા. ઘરના ગેાખમાં બેઠેલા તે ધૃતારાએ તેમને દૂરથી દેખ્યા.
આ વખતે શેઠની બેન પરિવાર સહિત બહારગામથી આવી. તે ઘરમાં પેઠી, પણ પેાતાના ભાઇ કે ભાભીને તેણે દીઠાં નહિ; તેથી તેણે તે ધૂતારાને પૂછ્યું કેઃ “અરે!
શેઠ તથા શેઠાણી ક્યાં ગયા છે?”
તે ધૃતારાએ કહ્યું કે: “તેમના સગાંવહાલામાં કોઈના મરણ થવાના સમાચાર આવવાથી, તે નિમિત્તે સ્નાન કરવા માટે કુવા પર ગયા છે. જુએ, આર્ચિતા આવા ખબર મળવાથી આ પાણી ભરવાને ઘડા ફાડી નાંખીને ગયા છે.” એમ કહીને શેઠાણીએ ફાડી નાંખેલેા ઘડા અતાન્યેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org