________________
કથામંજરી હતા તે બતાવ્યા તથા ઘર સંબંધી સર્વ વાત કરી. પછી વસ્ત્રાદિવડે તેને સત્કાર કરીને તથા આંખમાં આંસુ લાવીને, તેને રજા આપી વિસર્જન કર્યો.
શેઠે સાતે ક્ષેત્રમાં સારી રીતે ધન વ્યય કર્યો. કહ્યું છે કેઃ “જેણે સાત ક્ષેત્રમાં ધન ખરચ્યું નહિ, શિયલ પાળ્યું નહિ; તથા ભાવથી તપ આદર્યો નહિ, તેણે સુખની આશા કેવી રીતે રાખવી?” જ્યારે શેઠને મરણ સમય નજીક આવ્યે લાગ્યું, ત્યારે જિનદત્તને પોતાની પાસે બોલાવી શિખામણ આપી કે “હે વત્સ! હું હવે પરલેકમાં જાઉં છું, તું સ્વભાવથી સરલ તથા ગુણવાન છે, તેથી હું તને જે શિખામણ આપું છું, તે બરાબર ધ્યાનપૂર્વક સાંભળ અને તેનું પાલન કરજે. તે શિખામણે આ પ્રમાણે છેઃ (૧) દાંત વડે ગામે ગામ વાડ કરવી, (૨) દીધેલું પાછું માગવું નહિ, (૩) સ્ત્રીને બાંધીને મારવી, (૪) હમેશાં મિષ્ટ ખાવું, (૫) સુખેથી સૂવું, (૬) ગામે ગામ ઘર કરવાં, (૭) ગંગાના તળમાં ખોદવું, અને (૮) આજીવિકામાં વિાં આવે તે પાટલીપુત્રમાં સેમદત્ત બ્રાહ્મણ પાસે જજે. આ પ્રમાણે શિખામણે આપીને, તે શેઠ મરણ પામે.
જિનદત્તે તે પિતાની શિખામણે સંભાળીને (૧) હાથીદાંત વડે ગામે ગામ વાડ કરવા માંડી. તે કાર્ય મુશ્કેલ હતું, કારણ કે હાથીદાંત લેકે ઉપાડી જવા લાગ્યા. (૨) જેને આપેલું તે પાછું માગતો નહોતો, તેથી તેની સંપત્તિ ઓછી થવા માંડી અને દુઃખી થયે. (૩) સ્ત્રીને સહજ અપરાધ થતાં, તેણે તેને બાંધીને મારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org