________________
બુદ્ધિ અને સિદ્ધિની કથા તુષ્ટમાન થયો છું. તારે જે જોઈએ તે માગણી કર” - સિદ્ધિએ ચક્ષને કહ્યું કે “તમે મારી સખી બુદ્ધિને જે આપે છે, તેના કરતાં બમણું મને આપો.” “તથાસ્તુ” એમ કહીને યક્ષ અદશ્ય થઈ ગયે. આ રીતે સિદ્ધિએ બુદ્ધિ કરતાં અધિક દ્ધિ મેળવી, અને તેના કરતાં વિશેષ શોભાને પ્રાપ્ત કરી.
બુદ્ધિએ સિદ્ધિને પોતાના કરતાં અધિક સમૃદ્ધિવાન દેખીને ફરીથી તે યક્ષની આરાધના કરી. યક્ષે ફરીથી પ્રસન્ન થઈને, તેને સિદ્ધિ કરતાં બમણી સમૃદ્ધિ આપી. ફરીથી સિદ્ધિએ પણ યક્ષની આરાધના કરી. તેથી તે તુષ્ટમાન થઈને બે કેઃ “માગ માગ, માગે તે આપું.”
યક્ષના આ પ્રમાણેના વચને સાંભળીને, દ્વેષથી અંધ થઈ ગએલી સિદ્ધિએ વિચાર કર્યો કે “હું જે કાંઈ માગીશ, તેના કરતાં બમણું, બુદ્ધિ યક્ષની આરાધના કરીને તેની પાસે માગશે. તે મારી ઉપર બહુ અદેખાઈ રાખીને, મારી હરીફાઈ કરે છે; તેથી હવે એવું માગ્યું કે જેનાથી તે બમણું માગે તો, તેણીને મોટું દુઃખ સહન કરવું પડે.” એમ નક્કી કરીને સિદ્ધિએ માગણી કરી કેઃ “હે યક્ષરાજ! મારી એક આંખ કાણ કરે.”
યક્ષે કહ્યું કેઃ “તથાસ્તુ” સિદ્ધિ તરત જ એક આંખે કાણ થઈ; છતાં પુષ્કળ ઠાઠમાઠથી સર્વત્ર ફરવા લાગી. બુદ્ધિએ તેની સમૃદ્ધિ જોઈને ફરીથી યક્ષની આરાધના કરી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org