________________
૧૮૮
કથામંજરી તેથી તે પિસાદાર થવા લાગી. તે જીર્ણ વાના બદલે, રેશમી વસ્ત્રો પહેરવા લાગી. પહેલાં કેદરા અને કળથી પણ મુશ્કેલીથી મલતા હતા, પરંતુ હવે તો ઘી, દૂધ વગેરે ખાવા લાગી. પહેલાંની ઘાસની ઝુંપડીના બદલે, યક્ષની મહેરબાની મેળવ્યા પછી બારીઓ તથા જાળીઓથી શેભતા સુંદર મકાનમાં રહેવા લાગી. પહેલાં પોતે લેકેનું દરવાનું, ખાંડવાનું કામ કરતી હતી; તેને બદલે હવે તે ઉત્તમ દાસીઓથી સેવાવા લાગી.
બુદ્ધિ ડેસીને આ વૈભવ દેખીને સિદ્ધિને તેની બહુ અદેખાઈ આવવા લાગી અને તે વિચારવા લાગી કેઃ “આ બુદ્ધિને આટલા બધા પિસા ક્યાંથી પ્રાપ્ત થયા. હું તેની બેનપણું છું, માટે વિશ્વાસ પમાડીને હું તેણીને પૂછી લઉં.”
આ વિચાર કરીને સિદ્ધિ બુદ્ધિની પાસે ગઈ, અને તેને પૂછયું કે “બહેન! તમને આટલી બધી અદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ.” બુદ્ધિ હૃદયની ભેળી હોવાથી, યક્ષ સંતુષ્ટ થયાની બધી હકીકત કહી સંભળાવી. સિદ્ધિ પિતાના ઘેર ગઈ. પછી તે યક્ષમંદિરમાં જઈને, આંગણામાં કંકુના સાથિયાની રચના કરી, સ્નાન કરીને, વિવિધ પ્રકારના પુષ્પાદિક વડે યક્ષનું પૂજન કરવા લાગી. વળી દાન વગેરે દઈને, યક્ષની વિશેષ પ્રકારે આરાધના કરવા લાગી. આ પ્રમાણે નિરંતર સેવા કરતાં તે યક્ષ પ્રસન્ન થઈને સિદ્ધિ ડોસીને કહેવા લાગ્યો કેઃ “હે પુણ્યવાનું! હું તારા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org