________________
એક શેઠની કથા
૨૫ કહ્યું કેઃ “મારું વહાણ પાછું લાવી આપશે તે હું તમને એક પાડે આપીશ.” મેં મારી શક્તિથી તે વહાણ પાછું લાવી આપ્યું. તેની ખબર મળી, તેને ઘેર ઉત્સવ થયે. ક્ષેમકુશળ વહાણ કાંઠે આવ્યું, તેની વસ્તુઓ વેચી નાંખી, તેમાં તેને ઘણું લાભ થયે. .
પછી મેં સ્વમમાં પાડાની માગણી કરી. તેથી તે એક તરુણ પાડે લાવ્યા, અને તેના ગળામાં રહેલ દેરડું મારા ગળે બાંધ્યું. પછી તે ભેરી, ભુંગલ, મૃદંગ વગેરે વાછત્ર એક સાથે વગડાવવા લાગ્યા. વાજીત્રાના અવાજથી પાડો ચમ, કારણ કે તે ઘણા વખતથી વગડામાં રહેતો હતો, એટલે પિતાની સાથે દેરડાવડે તે પાડે મને પણ ખેંચીને લઈ ગયે. મારા આખા શરીરે ચાઠાં પડ્યા, તે હજુ પણ સુકાતા નથી. માટે તું દુઃખ મનમાં લાવીશ નહિ. તારું મોટું અહોભાગ્ય છે કે હજુ તારું કાંઈ લઈ તે ગયે નથી, માટે તું તારા સ્થાને જા. તે શું સાંભળ્યું નથી કે “ક માણસ ધનની પ્રાપ્તિથી ગર્વિત થતો નથી? જેના માનનું ખંડન સ્ત્રીએ ન કર્યું હોય એવો કોણ છે? રાજાને વહાલું કોણ હોય છે? કાળના પંજામાંથી કોણ છૂટે છે? કયો ભિખારી માન પામે છે? દુર્જનની જાળમાં સપડાએલો કે પુરુષ કુશળક્ષેમ છૂટી શકે છે?' કેઈ નહીં. એ પ્રમાણે સાંભળીને દેવી પિતાના સ્થાને ગઈ.
દેવ-દેવી પણ દંભીથી દગાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org