________________
એક દંપતીની કથા
૧૫૧
એક વખત તે પુત્રી સાસરેથી પિતાના ઘેર આવી. ત્યાં તે કાઇ યુવાનના પ્રેમમાં લુબ્ધ થઇ જવાથી સાસરે જવાની ઇચ્છા કરતી નહોતી. થાડા વખત ગયા પછી તેને પતિ તેણીને તેડવા માટે કાંચનપુર આણ્યે. તે સસરાને ઘેર ભેાજનાદિથી સત્કાર કરાતા પાંચ-છ દિવસ રહ્યો. પછી પુત્રીની ઈચ્છા નહિ હેાવા છતાં પણ માત – પિતાએ જમાઈની સાથે પુત્રીને મેકલી.
ત્રણેક દિવસના પ્રવાસ પછી એક કુવા પાસે તે બંને આવ્યા. ત્યાં તેએએ ગાડું છેડયું, અને ચરવા માટે બળદને છૂટા કર્યા. મકરધ્વજ કુવા પાસે ગયે। અને એક દોરડું બાંધીને ઘડા તેણે પાણી કાઢવા માટે કુવામાં નાખ્યા. તે વખતે પરપુરુષમાં લુબ્ધ થએલી માનમંજરીએ પિયર પાછા જવાની ઈચ્છાથી પતિની પછવાડે ઊભા રહીને, તેને કુવામાં નાંખી દીધા. મકરધ્વજ તરવામાં બહુ કુશળ હાવાથી તરીને કુવાની અંદર આવેલા નિરૂપદ્રવાળા સ્થાનમાં રહ્યો.
આ પ્રમાણે પતિને કુવામાં નાખી દઈને તે પગે ચાલતી, પિતાના ઘેર પાછી આવી. માખાપે પૂછ્યું કેઃ “તું એકલી કેમ પાછી આવી?”
તેણે કહ્યું કેઃ “મારા પતિને ચાર લેાકેા ઉપાડી ગયા છે, અને હું મહા મુશ્કેલીથી તેમની પાસેથી છૂટીને અહીં આવી છું. ગાડું, બળદ અને અમારૂં ધન વગેરે બધું ચાર લુંટી ગયા છે,’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org