________________
કથામંજરી
કેટલેક વખત ગયા પછી કોઇ મુસાફો તે કુવા પાસે પાણી પીવા આવ્યા. તેએએ દયા લાવીને મકરધ્વજને કુવામાંથી બહાર કાઢચો; એટલે તે પેાતાના ગામ ગયા. માબાપે પૂછ્યું કેઃ “વત્સ! તું એકલા પાછે! કેમ આવ્યે”
૧૫:
મકરધ્વજે કહ્યું કેઃ “રસ્તામાં ચાર લોકોએ ઉપદ્રવ કર્યાં, ને ગાડું વગેરે લુંટી લીધું, મારી વહુ નાશીને ક્યાંક ચાલી ગઈ, તે કયાં ગઇ તે હું જાણુતે નથી. હું એકલે તમારી પાસે આવ્યેા છું.” એમ કહીને મકરધ્વજ ત્યાં સુખે રહેવા લાગ્યા.
એમ કરતાં એ વર્ષ વીતી ગયા પછી મકરધ્વજ ફરીથી વહુને તેડી લાવવા સાસરે ગયા. સાસુ તથા સસરાને નમસ્કાર કર્યા. તેઓએ પૂછ્યું કેઃ “તે વખતે અહીંથી જતાં શું બન્યું હતું?”
તેણે કહ્યું કેઃ “ચારના ઉપદ્રવ થયા હતા.’
તે સાંભળી મદનમંજરીએ વિચાર્યું કે: “બહુ સારે। જવાબ આપ્યા. મારા હૃદયમાં પ્રવેશી મારે ભાવ જાણીને જ ઉત્તર આપ્યા જણાય છે. એમના જેવા ગંભીર હૃદયવાળા કોઈક વિરલ જ હોય છે. તેમણે મારી વગેાવણી જરાએ કરી નથી, હવે હું દાસીની જેમ તેમની સેવા કરીશ; અને મારા મનથી પણ તેમનું અહિત ચિંતવીશ નહિ.” પછી મામાપની આજ્ઞા લઈને તે પતિની સાથે રહેવા લાગી અને તેની સેવા-સુશ્રુષા કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org