________________
૨૦૦
કથામંજરી પછી વિનયવંત વિનયી શિષ્ય બે કેઃ “અરે ભાઈ! આ પ્રમાણે બેલ નહિ. તેને પુત્ર તે ઘેર આવેલો છે, હે વૃદ્ધ માતા! તમે ઘેર જાઓ; અને તમારા પુત્રનું મુખ જુઓ.”
તે સાંભળીને “તું ચિરંજીવ સો વરસને થા.” એવી સેંકડો આશિષ આપીને તે ડોસી પિતાના ઘેર ગઈ; એટલે જેના પગ ઊપર ધૂળ ચાટેલી છે, તેવા પુત્રને તેને ઘેર આવેલે દીઠે. પુત્રે માતાને પ્રણામ કર્યા.
ડોસીએ નૈમિત્તિકનું વૃત્તાંત પુત્રને કહ્યું. પછી પુત્રને પૂછીને વસ્ત્રની એક જોડ અને કેટલાક રૂપિયા તે વિનીત શિષ્યને, તે ડેસીએ ત્યાં જઈને આવ્યા. તે વખતે બીજે શિષ્ય પોતાના હૃદયમાં ખેદ ધરતો વિચારવા લાગ્યો કે: “ખરેખર! ગુએ મને બરાબર ભણાવ્યા જ નહિ; નહિ તે આ જેટલું જાણે છે, તેટલું હું કેમ ન જાણી શકું?” એટલે તે બાબતને ગુરુને ઠપકો આપવાનો તેણે વિચાર કર્યો.
પછી બંને ગુરુ પાસે આવ્યા. વિનીત શિવે ગુરુને દેખતાં જ તરત જ શિર નમાવીને, અંજલિ જેડી બહુ માનપૂર્વક હર્ષાથી નેત્રો ભરી દઈ ગુરુના બંને પગમાં મસ્તક નમાવીને, ગુરુને પ્રણામ કર્યા.
બીજે અવિનીત શિષ્ય પથ્થરના થાંભલાની માફક જરા પણ માથું કે અંગ નમાવ્યા વગર અદેખાઈ રૂપી અગ્નિના સાગથી બળતો ચૂપ ઊભે રહ્યો. ગુરુએ પૂછયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org