________________
1
જ
*
vie,
એક બ્રાહ્મણની કથા
૫
નંદપુર નગરમાં એક નિર્ધન, અભાગી અને સગાં સબંધી વગરને એક યુવાન બ્રાહ્મણ રહેતું હતું. તે ભીખ માગીને પિતાને ઉદર નિર્વાહ કરતો હતો. તે કાંઈ પણ ભર્યો હતો નહિ. તેણે માથે ચોટલી રાખેલી હતી, અને માત્ર કેપીન પહેરીને ફરતો હતો. એક અમાસના દિવસે ભિક્ષા માગવા જતાં તેને ઘણે જવને લેટ મળે, તેથી તેનું ભિક્ષાપાત્ર ભરાઈ ગયું. તે પાત્રને પિતાના પગ પાસે મૂકીને તે સૂઈ ગયે.
રાત્રે ઉંઘમાં તે વિચાર કરવા લાગે કેઃ “આજે તો લેટથી પાત્ર ભરાઈ ગયું છે. એ એકઠો થએલો લોટ વેચવાથી તેના બે કમ (તે વખતનું નાણું) આવશે. પહેલાંના એકઠા કરેલાં સાત કમ મારી ગાંઠે બાંધેલા છે. આ બધા કમ એકઠા કરીને હું નાની દુકાન માંડીશ. આ લઘુતા પમાડનારી ભિક્ષા વૃત્તિને હું ત્યાગ કરીશ. વ્યાપાર કરતાં કરતાં મારી પાસે સે કમ તો સહેજે થઈ જશે. કારણ કે વ્યાપાર જ ધન વૃદ્ધિનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org