________________
૧૧૮
કથામંજરી નથી, તે તારી પંડિતાઈ શા કામની?” ચૈત્ર મનમાં બહુ ઝંખવાણે પડી ગયે. તે પ્રશ્નોના ખુલાસા પૂછવા તે ઉપાધ્યાય પાસે પાછે ગયે. પછી તેને વંદન કરીને મઠમાં બનેલી બધી હકીકત કહી, તે કવિતેના અર્થ પૂછયા.
ગુરુએ તે બંને કવિતના અર્થ કરતાં કહ્યું કે “હે વત્સ! ફૂટ પાઠને અર્થ ગુઢ હોય છે, બાકી તારાથી કાંઈ પણ અજ્ઞાત નથી. તેમાંનું પહેલું કવિત ઢંગધડા વગરનું છે. તેને સાર એ છે કેઃ “હે ભસ્માંગી! (પાર્વતી!) જ્યાં મૂર્ખ અથવા પંડિતો જમે છે, ત્યાં હું વૃષભધ્વજ (શંકર) જમું છું.”
આ કલેક ઉમા મહેશના સંવાદમાંથી લીધેલ છે. બીજે કલેક તે જાણીતે લોક પ્રસિદ્ધ છે. તેને અર્થ એ છે કેઃ “રાજા એક જ વખત બોલે છે. કન્યા એક જ વાર અપાય છે, અને પંડિત પણ એક જ વાર બેલે છે. આ ત્રણે એક જ વખત થાય છે.”
આ પ્રમાણે પરંપરા જાણીને ચિત્રે કહ્યું કેઃ “ભગવન્! હું શું કરું? વરસાદની વૃષ્ટિને લીધે પરતંત્ર થઈને, મેં તે મઠમાં પ્રવેશ કર્યો હતે. હવેથી તેવા મૂર્ખાઓની સોબત નહિ કરું.”
ગુરુએ કહ્યું કેઃ “વત્સ! તેઓના જડપણાની આ નવાઈ નથી. પહેલાં પણ સાંભળ્યું છે કેઃ “નવ તાપ એક ગામથી ચાલ્યા. વચ્ચે નદી આવી, બધા તરીને સામે પાર ગયા; એમાંના એકે કહ્યું કે “આપણી સંખ્યા ગણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org