________________
૧૯૬
કથામંજરી સાંભળીને તેને કહ્યું કે “હું તને અપૂર્વ શ્લેક સંભળાવીશ.” તે સાંભળવાને ઘણા માણસે એકઠા થયા હતા. રાજાની પાસે બંને પહોંચી ગયા. સિદ્ધપુત્રે કહ્યું કે
"तुज्झ पिया महपिउणो, धीरेइ अणुणगं सयसहस्सं । जइ सुयपूवं दिज्जइ, अह न सुयं रखोरयं देसु ॥१॥
મારા પિતાએ તારા પિતાને એક લક્ષ સેનામહોરે ધીરેલ છે, જે તે આ હકીકત પહેલાં સાંભળી હોય તો તે સોનામહોર આપ; અને ન સાંભળી હોય તે આ ખપર આપ.” આ સાંભળીને પરિવ્રાજક ગભરાયે, ખપ્પર આપી દીધું અને સિદ્ધપુત્રની છત કબુલ કરી.
બુદ્ધિબળ આગળ બીજાં સર્વ બળે તરછ થઈ જાય છે. સર્વના ગર્વને બુદ્ધિબળથી જીતી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org