________________
કરીર શેઠની કથા ખેળ આપું; નહિ તે આપીશ નહિ. તેણે તે પ્રમાણે કબુલ કર્યું. તેથી જ લોકેમાં કહેવત પડી છે કે,
જે જે અવસ્થા આવી પડે છે, તે સર્વ શરીર સહે છે; ડાંખળીઓથી પુષ્પ દુભાય છે, અને કરીરને ઘાણી ફેરવવી પડે છે.”
પુત્ર ઘાણ ખેંચે છે, તેવા લોકો પાસેથી સમાચાર સાંભળીને શેઠે ત્યાં આવીને તર્જના કરી કહ્યું કે “કેમ! તારે બધે ગર્વ ક્યાં ગયે? હજુ કાંઈ વિવેક આવ્યા છે કે નહિ.”
દુખથી દુભાએ કરીર વિનય પૂર્વક પિતાના પગમાં પડ્યો અને ક્ષમા માગી. એટલે શેઠ તેને ઘેર લઈ ગયા. પછી ઘેર આવીને ત્રણે વર્ગની સાધના કરીને તેણે સારી રીતે ઘર કારભાર ચલાવવા માંડ્યો. છેવટે સર્વ સંગને પરિત્યાગ કરીને તે પરમપદને પ્રાપ્ત થયે.
જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તેમાં આનંદ માનો અને તે પ્રમાણે વ્યવહારનાં સર્વ કાર્યો કરવાં. ધન, વિભવથી ફલાઈ જવું નહિ અને ફરજ તથા ધર્મથી વિમુખ થવું નહિ.
KGRess
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org