________________
૧૪૬
કથામંજરી બોલ્યા કે “ હવે તમને જીવતા જવા દઈશ નહિ.” તેઓ વારંવાર તેની ક્ષમા માગવા લાગ્યા. એટલે શેઠે રાજી થઈને કહ્યું કે “એક વખત તમને હું રાજા પાસે લઈ જઈ તેને દેખાડીશ, પછી તમને મૂકી દઈશ, તમને મારીશ નહિ. જાઓ, તમને મારું અભય વચન છે.” એમ કહી તેમને તે વાતની સાબીતી માટે હાથથી વચન આપીને રાજા પાસે લઈ ગયો. રાજાને તે રાક્ષસે દેખાડ્યા અને તેઓને છોડી દીધા. લેકના ઉપદ્રવકારી
વ્યાધિઓ તે રાક્ષસોએ સંહરી લીધા. રાજાએ શેઠને પુષ્કળ દ્રવ્ય આપ્યું. લેકે નિર્ભય થયા. - જ્યારે પુણ્ય પાંસરું હોય ત્યારે બધું સીધું થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org