________________
હર
કથામંજરી આને અર્થ એ છે કે સ્ત્રીને બહુ પુત્રો તથા પુત્રીઓના પરિવારે કરીને બાંધી લેવી. બીજી રીતે બાંધવી નહિ. (૪) મિષ્ટ ભોજન કરવું, તેને અર્થ એ છે કે જે સ્થળે આપણું માન સચવાતું હોય ત્યાં જ જમવું. (૫) સુખે સૂઈ રહેવું, તેને ગુઢાર્થ એવો છે કે કોઈની સાથે વૈરવિરોધ કરે નહિ. (૬) ગામે ગામ ઘર કરવા, તેને પરમાર્થ એ છે કે ગામે ગામ મિત્રે કરવા, કે જેથી વ્યાપારાદિમાં સગવડતા થાય. (૭) ગંગા તળે દવું, તેને ગુઢાર્થ એ છે કેઃ “હે વત્સ! જ્યારે તું ક્ષીણ સંપત્તિવાળો થાય, ત્યારે તમારા ઘરની પાસે જે ઠેકાણે ગંગા નામની ગાયને બાંધે છે, તે સ્થળે ખોદવું. કારણ કે તે સ્થળે તમારા પિતાએ અક્ષયનિધિ દાટેલ છે તે મળશે.” (૮) અને જ્યારે મુંઝવણમાં આવે, ત્યારે સોમદત્ત પાસે જજે, તેને અર્થ તે ખુલે જ છે,
જિનદત્ત તે સાંભળીને કહ્યું કેઃ “મહારાજ! પિતાએ આવા વિષમ વાક દ્વારા મને શિખામણ આપીને શા માટે ખેદ પમાડ્યો? મને સીધું જ કેમ કહ્યું નહિ?”
સેમદે કહ્યું કે “હે વત્સ! તે બાળપણથી જ દુઃખ સહન કર્યું નથી, અને કષ્ટ ભગવ્યા વગર ઉદ્યમ કરવામાં પ્રવૃત્તિ થતી નથી, પછી મનુષ્ય વિનીત અને ઉદ્યમવંત થાય છે. જ્યારે તને કષ્ટ પડશે, ત્યારે સચેતન થઈને તેને પૂછવાની ઈચ્છા થશે, એમ ધારી કહેલા વાકાના ભાવાર્થને નિર્ણય કરવા માટે જ તને મારી પાસે આવવાનું કહી રાખેલ છે. હવે મેં તને સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org