________________
વાણીયા અને ભિખારીની કથા
૫૩ અને તેને જ સામું એક દષ્ટિએ જોતે તે ભીખ માગવાનું પણ ભૂલી ગયો.
શેઠની પત્નીએ કહ્યું કે “આ ભિક્ષા લે” પણ તે શૂન્ય મનવાળો થઈ જવાથી જાણે કે કાંઈ જાણતું જ ન હોય તેમ ઊભે રહ્યો, અને જરા પણ હાલ્યા ચાલ્યા વગર એક નજરથી તેની સામું જોવા લાગ્યો. તેની તેવી સ્થિતિ દેખીને કલહંસ શેઠ કોષે ભરાયે અને તેને કહ્યું કેઃ “અરે ભિક્ષુક! આ મારી પત્ની સામે આંખે ફાડીને તું જોયા કરે છે, તે શું તારે એને લઈ જવી છે?”
તે સાંભળીને સ્મૃતિ પ્રાપ્ત કરીને ચિતન્ય આવવાથી તે બેલ્યો કેઃ “શેઠ! આવું વિપરીત કેમ બોલે છે? હું એવું અત્યાર સુધી ધારતો નહોતો. પરંતુ હવે તે તમારી આ પત્નીને લઈને જ હું જઈશ; તે લઈને જતાં જો તમે મને રેકશે તે અન્ન તથા પાને ત્યાગ કરીને અહીં તમારા ઘરના દ્વાર આગળ જ હું મૃત્યુ અંગીકાર કરીશ.”
આ પ્રમાણે વજ જેવી દૃઢ પ્રતિજ્ઞા કરીને કેડ બાંધીને ભીંતને ટેકે લઈને તે તે સ્થળે લાંઘણ કરવા બેઠે. તેને ઉઠાડવાને કઈ શક્તિમાન થયું નહિ. તેણે તે મરણને નિશ્ચય કરેલ હતું. સ્વજને જમવા એકઠા થયા હતા, તે થાકી થાકીને પોતપોતાના ઘેર ગયા. કદાગ્રહ અને કોધથી તે ભિખારી તે સ્થળેથી જરાએ ખસ્યો નહિ. આ પ્રમાણે તેણે પંદર લાંઘણ થઈ. તેના શરીરમાં માત્ર ચામડી અને હાડકાં રહ્યાં, તે પણ તેનામાં દીનતાની જરાયણ નિશાની દેખાતી નહોતી.
ઉઠાડવાને
તો સ્વજને “ર ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org