________________
૨૪૬
કથામંજરી - ખેતરમાં જઈ દાસીએ ઉંચેથી છાણને સંડલ નીચે નાંખે, એટલે તે મૂર્ખાએ પણ પાણીને ઘડે જમીને ઉપર ફેંક્યો. ઘડો ભાંગી ગયો અને બધું ખળું પાણી પાણી થઈ ગયું. દાસીએ ક્રોધ કરીને તેને માર્યો. સ્વામીએ હુકમ કર્યો હતો કે “દાસી જે કરે તે તારે કરવું. તે યાદ આવવાથી તે પણ તેને મુક્કાઓ મારવા મંડ્યો. દાસી દેડીને ઘેર આવી, એટલે તે પણ પછવાડે દેડીને ઘેર આવ્યો.
સ્વામીએ પૂછયું કેઃ “આ શું?” બંનેએ યથાસ્થિત વૃત્તાંત કહી દેખાડ્યો. આખું કુટુંબ તે મૂર્ખની મશ્કરી કરવા માંડ્યું. એક દિવસે ગ્રામ્યપંચાયતમાં તેને સ્વામી બેઠે હતું, તે વખતે તે મૂર્ણ ત્યાં જઈને માટે ઘાટે પાડીને કહેવા લાગ્યો કેઃ “હે સ્વામી! રાબડી થઈ ગઈ છે, ઉઠે, ઉઠા.” તે વાત ખાનગી રાખવાની હતી, તેથી તે સાંભળીને રજપુત શરમાઈને ઉડ્યો, અને તેણે શિખામણ આપી કેઃ “અવસર જોઈને ઘરની વાત પાસે આવીને ખાનગી રીતે કહેવી.”
છેડે વખત ગયા પછી એક દિવસ રજપુતને ઘેર આગ લાગી. રજપુત રાજકાર્યમાં રકાએ હતે. ઘરના માણસોએ આ મૂર્ખને કહ્યું કેઃ “અરે! જલદી જઈને ઘરના માલિકને જલદી કહે કે માણસનું ટોળું લઈને જલદી આવે અને આગ ઓલવી નાંખે.” તે ત્યાં ગયે. ત્યાં ઘણું માણસને બેઠેલા દેખીને “આ અવસર નથી” તેમ વિચારીને તે નજીકમાં ચૂપ ઊભે રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org