________________
૧૨૪
કથામંજરી તેને બેલાહિકા નામની પુત્ર વધુ અને મલ્લ નામને પુત્ર હતો. બેલાહિકા બહુ જ આળસુ હતી. કેઈ પણ કામ તેને સેંપવામાં આવતું, તે હર્ષપૂર્વક કોઈ વખત પણ કરતી નહોતી. એક દિવસ સવારમાં તેને ઘેર મહેમાન આવ્યા. શેઠે સ્વાગત કરીને બેસાડ્યા. તે વખતે સૂર્યોદય થયો હતો ને અંધકારને નાશ થયે હતો. મંદિરોમાં ઘંટના અવાજ તથા અન્ય વાજી2 વાગવા શરૂ થઈ ગયા હતા.
તે વખતે શેઠે પુત્ર વધુને કહ્યું કે વહુ! દી કરો.” તેણે કહ્યું કે “કરૂં છું.અતિથિઓએ પૂછ્યું કે “જગતના દીપક સમાન સૂર્યને ઉદય થયો છે, છતાં અત્યારે દીપક કરવાનું શું પ્રજન છે?”
શેઠે કહ્યું કે “તમે અમારી વહુને વ્યવહાર જાણતા નથી. તેને અત્યારે દી કરવાનું કહીશ, ત્યારે તે સાંજે દ કરશે, તેથી જ મોડું કરવાનું હોય તે પ્રથમથી કહી રાખવું પડે છે.”
શેઠનાં આવાં વચન સાંભળીને મહેમાનોએ વિચાર્યું કેઃ “અહો! જ્યાં આવી સ્થિતિ વર્તે છે, ત્યાં દેવાર્શન ક્યારે થશે? ભેજના કયારે થશે? તાંબુલાદિ ક્યારે થશે? તેથી અહીંથી ચાલ્યા જવું તે જ ઉત્તમ છે. કુદેશ અને કુસ્વામી હોય તે સ્થળે ન રહેવું તેમાં જ શોભા છે.” આ પ્રમાણે વિચારીને મહેમાને કાંઈ બહાનું કાઢીને, ત્યાંથી ચાલ્યા ગયા, તે પાછા આવ્યા જ નહિ.
આળસ માણસના અંગમાં રહેલે ખરેખર શત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org