________________
૧૯૮
કથામંજરી
કરતા હતા. આ એ શિષ્યામાંથી એક બહુમાનપૂર્વક ગુરુના વિનય કરવામાં હમેશાં તત્પર રહેતા, અને ગુરુજી જે કાંઈ ઉપદેશ કરતા તેના ઉપર પેાતાના મનમાં હંમેશાં મનન કર્યા કરતા હતા. તે પ્રમાણે કરતા તેને કાંઈ શંકા ઉપસ્થિત થતી, તે ફરીથી ગુરુ પાસે જઈને વિનયથી પૂછતા હતા. આ રીતે વારંવાર પૂછવાથી અને નિરંતર મનન કરવાથી તે નિમિત્તશાસ્ત્રમાં ઘણા પારંગત થયે. બીજો શિષ્ય વિનયાદિ ગુણાથી રહિત હતા તે નિમિત્તશાસ્ત્રમાં પ્રવીણ થયા નહિ.
એક વખત ગુરૂની આજ્ઞા લઇને બંને શિષ્યા કાઇક નજીકના ગામે જવા તૈયાર થયા. રસ્તામાં બંને જણાએ કોઇકનાં મેટાં પગલાં દીઠાં. વિનયવંત શિષ્યે ખીજા શિષ્યને પૂછ્યું કેઃ “અરે ભાઈ! આ કાનાં પગલાં છે?” ખીજાએ કહ્યું કેઃ “અરે! તેમાં શું પૂછે છે? આ તા હાથીનાં પગલાં છે.”
પેલા વિનીત શિષ્યે કહ્યું કે: “આ હાથણીનાં પગલાં છે, તે હાથણી ડાબી આંખે કાણી છે, તેની ઉપર બેસીને કૈાઇ રાજપત્ની જાય છે, તેના ભત્ત્તર તેની સાથે છે, તે ગર્ભવતી છે. તેને સુવાવડ આવવાની તૈયારી છે, આજે અથવા કાલે જ તેણી એક પુત્રને જનમ આપશે.”
તેણે આ પ્રમાણે કહ્યું, તે સાંભળી બીજાએ પૂછ્યુ કે: “ભાઈ! તેં આટલું બધું શી રીતે જાણ્યું ?” વિનીત શિષ્યે કહ્યું કે: “એ જાણવાનું સાધન જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org