________________
૨૨૬
કથામંજરી તેવા સમયે મદિરાને પ્રેમ સંભાળતો મકરંદ બોલ્યો કે “હે પ્રિયા! હે ગૌસંગિય હે સુકેશિ! હે કૃશદરિ! હે પદ્મવર્ણી! તું ક્યાં ગઈ? આ રીતે તે બેલત હતા તે સમયે વખતને ઓળખનારી અકકાઓ, મુખમાં તાંબુલ ચાવતી, મોતી, સુવર્ણ અને માણિક્યના અલંકારોથી શોભતી, મતીઓના સમૂહથી ઉજવલ રહિણના કરતાં બમણી મનહર લાગતી, ઉત્તમ શ્વેતવસ્ત્ર ધારણ કરેલી, હસ્તિનની માફક મંદ ગતિથી ચાલતી, ફૂલોના ગજરાઓથી જેને હસ્તકમાલ શોભી રહ્યા છે એવી, મદિરાને મકરંદ પાસે મોકલી.
મકરંદ આમ તેમ જોતો હતો, અને મહભિત વાકયે બોલતો હતો, તેવામાં તે સાચે સાચી પાસે ઊભેલી મદિરાને તેણે જોઈ.
મકરંદે તેને પૂછ્યું કેઃ “યુવાન જનને ઉન્માદરૂપી મદિરા પાનાર શું તું તે જ મદિરા છે?”
મદિરા પણ આંબાના વૃક્ષ ઉપર બેઠેલા ભ્રમર સમૂહના ગુંજારવ કરતા રણકારની જેવા, કેડિલાના મીઠા, મનહર તથા કે મળ સ્વર જેવા અવાજવડે બોલી કેઃ “હા! હું તે જ મદિરા છું.”
મકરંદે પૂછ્યું કેઃ “અરે! જગતના જીવને ઉત્તમ દર્શન આપવાવાળી! તું જીવંત થઈને કેવી રીતે આવી?”
મદિરાએ કહ્યું કે “અરે! શૃંગાર રસના ભેગી ભ્રમર! તારા ધ્યાનમાં મગ્ન થએલી મેં અગ્નિમાં પડીને તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org