________________
કુલપુત્રની કથા
૭૦
સારા નરસાની વિચારણાવાળા માણસોએ પિતાની બુદ્ધિને પોતે જ ઉપયોગ કરે.
ધાન્ય નામના નગરમાં એક ડેશી રહેતી હતી. તે - યુવાન વયમાં જ વિધવા થઈ હતી. તેને એક પુત્ર હતું. પારકા ઘરનાં દરણાં દળીને, પાણી ભરીને, ઘરકામ વગેરે કર્યા કરીને, તેણે ઘણી વખત સુધી તે પુત્રનું પાલન કર્યું.
તે પુત્ર ખાવામાં શૂરવીર, નિરક્ષર, શરીરે સ્કૂલ અને જાડી બુદ્ધિવાળો હેવાથી જંગલમાં રહેનારાં જનાવર જે વ્યવહારાદિમાં તદ્દન અજાણ હતો. એક દિવસે તે ડોશીએ પ્રેમાળ શબ્દોથી તેણે કહ્યું કે “વત્સ! તને પાળી પિષીને મેં માટે કર્યો, તું મૂછોવાળે થયે, હવે મારા અને તારા ભરણપોષણની કાંઈ ચિંતા કર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org