Page #1
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઈતિહાસ
લેખકઃ મહાદેવ હરિભાઈ દેસાઈ
“ચીડીઓ સે જબ બાજ ગિરાઉં, બિલ્લી સે જબ શેર મરાઉં, સવા લાખ સે એક લડાઉં.”
- – ગુરુ ગોવિંદ
નવજીવન પ્રકાશન મંદિર
એ જ દા વા
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ ૩,૫૦૦ મુદ્રક અને પ્રકાશકઃ મોહનલાલ મગનલાલ ભટ્ટ, નવજીવન મુદ્રણાલય,
અમદાવાદ. બાર આના
સંવત ૧૯૮૫
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક - બારડોલી સત્યાગ્રહે સત્યાગ્રહ દરમ્યાન તે બારડોલીની સૂરત બદલી નાંખી હતી. એ સૂરત કેવી બદલાઈ હતી, આખા તાલુકાની પ્રજાએ એકત્ર થઈ આખા તાલુકાને કેવો અજેય ગઢ બનાવી દીધું હતું, અને થોડા સમયને માટે તો સરકારનું તંત્ર ચાલતું બંધ કર્યું હતું એ વાત સૈ કઈ જાણે છે. બારડોલીની ૧૯૨૮માં જે સૂરત હતી તે આજે નથી, બારડોલીના લોકે પોતાનું તે વેળાનું તેજ ભૂલીને બેઠા હોય તે નવાઈ નથી, શ્રી. મુનશી જેવા તટસ્થ પ્રેક્ષકને બારડોલીમાં જે “મુલ્ય પરિવર્તન’ થયેલું જણાયેલું તે આજે કદાચ ન જણાય. ૧૯૨૮માં સરકારી અમલદારથી ન અંજાતા, અને તેમાંના ઘણાને કોડીના ગણતા લોકે આજે તેમની ખુશામદ કરતા માલૂમ પડે છે, જે પટેલાઈને તુચ્છ ગણીને સત્યાગ્રહ દરમ્યાન લોકેએ ઠેલી દીધી હતી, તે પટેલાઈને માટે આજે, પડાપડી થાય છે, અને જે સંગઠન તે વેળા હતું તે આજે નથી દેખાતું. શાંતિના સમયમાં યુદ્ધનું તેજ જાળવવું અને વિજયનું ફળ જીરવવું એ મહા કઠણ કામ છે. છતાં બારડોલી તાલુકો સત્યાગ્રહને ભૂલ્યો છે એમ તે કાઈ ન કહે, અને એ સત્યાગ્રહનો ઇતિહાસ બીજા તાલુકાઓને તે પ્રાણપ્રદ રહેશે, અને ભાવી પ્રજાને માટે એક સુસ્મરણ રહેશે. સાર્વજનિક વ્યવહારમાં અહિંસાને શસ્ત્ર તરીકે ઉપયગમાં લાવવાનો પ્રયોગ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કોઈપણ “સત્યાગ્રહના ઇતિહાસનું મૂલ્ય રહેશે. બીજા કારણ માટે નહિ તે એટલા કારણે પણ એ સત્યાગ્રહનો ઇતિહાસ સંધરવા જેવો છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
બારડૅાલી સત્યાગ્રહમાં સૈનિક તરીકે ભાગ લેવાનું સદ્ભાગ્ય તેા મને નહેાતું મળ્યું, પણ અ-સૈનિક તરીકે મારે ઠીક ઠીક સેવા આપવાને લાભ મળ્યા હતા. એ દરમ્યાન સરદારની સાથેના સહવાસનાં અને સત્યાગ્રહના દર્શનનાં કેટલાંક સ્મરણ મારે માટે પુણ્યસ્મરણ રહેશે. એ અને ખીજા' સ્મરણેાને ઇતિહાસ રૂપે ગૂંથીને ગુજરાત આગળ રજૂ કરતાં આનંદ થાય છે. આ ઇતિહાસ કાઈ સૈનિક રજૂ કરે તેા જુદી જ રીતે કરે અને સરદાર પાતે લખે તેા વળી તેથી જુદી રીતે લખે. પણ સરદાર. અને તેના સૈનિકાને લડવાના જેટલેા શાખ છે તેટલેા લખવાને નથી, એટલે મારે આ કામ ઉપાડવું પડયું છે. પરિણામે · ગાળીબહારની લાઇન 'માંથી લખાયેલાં વનાની લહેજત એમાં ન મળે, અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ ’માં મળતા સત્યાગ્રહના પ્રણેતાના સ્વાનુભવનેા શાંત રસ ન મળે. પણુ એ ન મળે તે ખીજાં કઈંક તેા મળી રહેશે, જેથી વાચકને આ ઈતિહાસ ઉપર આપેલેા સમય કેવળ કાળક્ષેપ ન લાગે એવી આશા છે.
સરકારી અમલદારાનાં નામ બનતાં સુધી છેાડી દેવામાં આવ્યાં છે. સત્યાગ્રહીને એને હેતુ સમજાવવાની જરૂર નથી. પ્રકરણને આરંભે મૂકેલાં આદર્શ વાક્ય સરદારનાં ભાષણામાંથી લીધેલાં છે.
મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણુ કરીને ઇતિહાસના પૂર્વાધ ને કલેશ ' તરીકે વર્ણવ્યા છે અને ઉત્તરાને ‘ફળ’ તરીકે વણુ ધ્યેા છે. કારણ સ્ટેશઃ જૈન દ્દેિ પુનર્નવતાં વિષસે એ વચન સત્યાગ્રહને વિષે તેા સવિશેષે સાચુ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૩
૧૦
અનુક્રમણિકા
પૂર્વાધ— કલેશ ૧. બારડેલી • - • • ૨. ભક્ષણનીતિ ૩. બારડેલીમાં શું બન્યું?–સરકારપક્ષ. ૪. બારડેલીમાં શું બન્યું?–લોકપક્ષ
બારમી ફેબ્રુઆરી ૬- તંત્રરચના . . . . ..... ૭. સ્પષ્ટીકરણ . - ૮, ગાંધીજીના આશીર્વાદ
૯, ખુમારીના પાઠ ૧૦. લૂલા બચાવ
નાદીરશાહી ,
૧૯૨૧ની યાદ ૧૩. ખેડૂતોના સરદાર . ૧૪. ખાશીના પાઠ . * .. ૧૫. હું અને હથેડે * : ૧૬. પ્રચંડ ભઠ્ઠી . . . ૧૭. વધારે તાવણું . ૧૮. દાઝયા ઉપર ડામ . . ૧૯. ગવાઈ રહેલું બારડોલી . ૨૦, ગાજવીજ ૨૧. લેકશિક્ષણ ૨૨. “બારડેલી દિન” . ૨૩. આરપી ન્યાયાધીશ બન્યા . ૨૪. ન્યાયના ભવાડા • • ૨૫. બારડોલાની વીરાંગનાઓ
૧૧૦:
૧૧૯ ૧૨૮ ૧૩૫. ૧૪૪ ૧૬૦.
ગાજવીજ
:
•
૨૭...
૧૭૮: ૧૮૮
૯૪. ૨૦
•
Page #6
--------------------------------------------------------------------------
________________
-૨૬. વિષ્ટિકારે ૨૭. નિષ્પક્ષ સાથીઓ . ૨૮. ઊંઘમાંથી જાગ્યા . ૨૯. વિકરાળ કાળિકા ૩૦. જેને રામ રાખે . ૩૧ સત્યાગ્રહને જયજયકાર ૩૨. અભિનંદન - ૩૩. તાજા કલમ
•
• રળિયામણું ઘડી . * . અમૃતવાણી
ઉત્તરાધ ફળ” બારડોલી તપાસસમિતિ સાથે . -૧. આરંભના દિવસે - ૨. તાલુકાની સામાન્ય સ્થિતિ . ૩. ખેતીને નફે ! • • ૪. ગૂંચ ઉકેલ?
૨૦૮ ૨૧૭ ૨૨૩ ૨૩૨ ૨૪૨ ૨૫૦ ૨૫૮ ૨૬૩ ૨૬૭ ૨૭૮
.
૨૯૯ ૩૦૧ ૩૦૬ ૩૧૧ ૩૩૦ ૩૪૨
•
.
.
૩૪૭ ૩૭૭ ૩૮૪ ૩૮૬
પરિશિષ્ટ ૧. લડત કેમ મંડાઈ? . ૨. સમાધાનીનો પત્રવ્યવહાર -૩. સરકારની ધમકીઓ . -૪. મુનશી સમિતિના નિર્ણયને સારાંશ •
ચિત્રસૂચી નકશે અળગા રહી દેનાર” ખેડૂતોના સરદાર બહેનની એક સભા : એ સમયની સૂરતની એક સભા એ અભુત દક્ષ્ય
૫૬
:
•
: , ,
૯૪ ૧૫૬ ૨૨૬ ૨૬૭
Page #7
--------------------------------------------------------------------------
________________
કલેશ”
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
ખારડાલી
આપણે જગબત્રીસીએ ચડી ગયેલા છીએ, પણ એ તે રામના પાસથી
પથ્થર પાવન થાય તેમ એક મહાન પુરુષના નામથી આપણું નામ ચડી ગયું છે. હવે આપણી કસેાટી થશે. ”
ek
પુ
રુષનુ નસીબ પાંદડે ઢાંકેલું કહેવાય છે, તેમ પ્રાંત અને પ્રદેશનું પણ પાંદડે ઢાંકેલું હશે ? ગુજરાતને ૧૫ વર્ષોં ઉપર કાણ જાણતું હતું? ગુજરાતના વેપારીઓએ અને સાહસિક વર્ગીએ મહાગુજરાત વસાવ્યું અને સાગર મહાસાગરને કિનારે સંસ્થાને જમાવેલાં; ગુજરાતના દાનવીરેાએ દેશના બધા પ્રાંતામાં ગુજરાતની કીર્તિ ફેલાવેલી; પણ શૂરાતન માટે ગુજરાતનું નામ તિહાસને પાને ચડયુ... જાણ્યું નહાતું. ગાંધીજીએ ગુજરાતને ઇતિહાસને પાને ચડાયું. દશ વર્ષ ઉપર ખાટલીને પણ કાણુ જાણતું હતું ? પણ આજે બારડેાલીને જગત જાણે છે જોકે આરડેાલીને હજી એ વાત ગળે ઊતરવી અધરી પડે છે.
—
સુરત જિલ્લાને પૂર્વ ખૂણે આવેલા એ તાલુકા ૨૨૨ વર્ષોંમાઇલના ક્ષેત્રફળના છે, અને એમાં ૧૩૭ ગામડાં છે. એની ઉત્તરે તાપી નદી વહે છે, પૂર્વ અને પશ્ચિમે ગાયકવાડ સરકારની હદ છે, અને દક્ષિણે પણ થાડી ગાયકવાડી હદ અને જલાલપુર તાલુ આવેલા છે. ગાયકવાડી હદ આમ ત્રણ દિશામાં આવેલી છે એ નોંધવાજેવી વસ્તુ છે એમ સત્યાગ્રહના ઇતિહાસમાં ગાયકવાડી હદનાં ગામેાએ આપેલેા હિસ્સા જોવાથી વાચકને 'સમજાશે. મિઢાળા, વાલ્મીકિ અને પૂર્ણા નદીએ આ તાલુકામાંથી વહી અરબી સમુદ્રને મળે છે. એકેના ઉપર પુલ નથી કે ચે!માસામાં એકે એળંગાય એવી નથી. તાલુકાના પશ્ચિમના ભાગમાં ઉત્તમ પ્રકારની કાળી જમીન છે, અને તેમાં કપાસ, જુવાર, ભાત વગેરે
૩
Page #10
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ પાર્કા થાય છે; ઉત્તરના ભાગ પણ પશ્ચિમને ભાગ જાંગલી અને છે અને હવાપાણી પણ નખળાં છે. વિચાર કરતાં પડેાસના જલાલપુર
કહી શકાય, પણ ચારીન પાર્ક અને જરાયત પાક અને ટીકઠીક પ્રમાણમાં કરવાની અનુકૂળતાવાળા ગુજરાતના ઘણા ઓછા તાલુકાઓમાં આ એક હશે.
પ્રકરણ
'
'
ભાતની ખેતીને માટે સારેા છે; દારિયા ' છે, જમીન નબળી તાલુકાની એકંદર સ્થિતિને તાલુકા જેવા એ રસાળ ન
વસ્તી ૮૭,૦૦૦ માણસની છે, અને આમાંના ઘણા માટે ભાગ ખેડૂતે છે. આમાં મેટા ભાગની વસ્તી કણી, અનાવલા, બ્રાહ્મણ, વાણિયા અને કાળીપરજ અથવા રાનીપરજ લેાકેાની છે. જૂજાજ પારસી કુટુએ તાલુકાનાં ગામેામાં પથરાયેલાં છે, અને વસ્તીને નાનકડા ભાગ મુસલમાનેાને છે. આ બધી કામેાની કામવાર વસ્તીના વિશ્વાસપાત્ર આંકડા સેટલમેટ રિપોર્ટોમાં મળવા જોઈ એ પણ મળતા નથી. પણ ૧૧,૦૦૦ ઉપરાંત વતી રાનીપરજની અને બાકીના ૭૬,૦૦૦ માંથી અર્ધોમાં અનાવલા, કણબી, વાણિયા, મુસલમાન વગેરે આવે છે, અને અર્ધું દૂબળા છે એવી લેાકિયા ગણત્રી છે. કણબી અને અનાવલા જમીનની માલકી ધરાવનારા અને જાતે ખેતી કરનારા હે; વાણિયાએના હાથમાં જમીન ધણી છે, પણ તેએ જાતે ખેતી કરનારા નથી; રાનીપરજ લેાકેા, જેમના હાથમાં એકવાર ધણી જમીન હતી અને જેએ પૂ ભાગના પહેલા એકલા જ વતની હતા તે ધણીખરી જમીન ખાઈ ખેડા છે અને ખેતીની મજૂરી કરીને ગુજરાન કરે છે. રાનીપરજ વમાં ચેાધરા, ઢાડિયા અને ગામિત આવી જાય છે. એ ઉપરાંત ખેતીની મજૂરી કરનાર વર્ગમાં દૂબળાએ તે છે જ, પણ તે છૂટક મજૂરી કરનારા નથી હતા. તે ઉળિયાત ધણિયામા ’(શેઠ )નું કરજ કરી, પરણી, તેને ત્યાં કામ કરવા અધાય છે અને જિંદગીભર એવી અગુલામીમાં કામ કરે છે; જોકે હવે તેનામાં પણ જાગૃતિ આવી છે, અને દૂબળાની પ્રથા જ આખી તૂટી પડશે કે શું એવા ભય ધણાને પેઠે છે. મુસલમાને પણ ખેતી કરનારા છે, જોકે તેમાંના કેટલાક વેપારવણજ કરે છે.
૪
Page #11
--------------------------------------------------------------------------
________________
•
૧ લું
બારડેલી અને ગાડાં ભાડે ફેરવે છે, અને પારસીઓ ઘણાખરા દારૂતાડીની દુકાનેવાળા છે અને ઘણું જમીનના માલિક છે.
ખેડા જિલ્લાનાં ગામડાંની સરખામણીમાં બારડોલીનું ગામડું વસ્તીમાં ઘણું નાનું કહેવાય. ખેડામાં કેટલાંક ગામ ૧૦,૦૦૦ સુધી વસ્તીવાળાં છે, જ્યારે બારડોલીમાં કસબાનાં ગામ સિવાય એવું મેટું એકે ગામ નથી, અને કેટલાંક ગામમાં તે પચીસત્રીસ કે પાંચદશ ઘરો જ હશે. બારડોલીના પશ્ચિમ વિભાગનાં ગામડાંમાં વસ્તી કંઈક ઘીચ છે, પણ ખેડાના જેટલી ઘીચ વસ્તી તે ક્યાંય નથી. વાણિયા, બ્રાહ્મણ અને કણબીઓનાં ઘરેટાં નળિયેરી, આગલાં, અને પાછલાં બારણુંવાળાં અને મોટા વાડાવાળાં હોય છે. રાનીપરજ લેકે છૂટાછવાયાં ખેતરમાં છાપરાં નાંખીને રહે છે. કણબીઓનાં ઘરો મોટા માળ અને ઓટલાવાળાં હોય છે, પણ અંદર જુએ તો ઉપર અને નીચે સળંગ ખંડે, માળ ઉપર ઘાસચારો, ગેતર અને દાણાનાં પાલાં ભરેલાં, અને નીચે ઘરના અરધા ભાગમાં ઢોરોનો વાસ. ગુજરાતમાં બીજે ક્યાંય આ પ્રથા જોવામાં આવતી નથી. જ્યાં લૂટફાટ અને ઢોરઢાંખરની ચોરી થતી હોય ત્યાં ઢેરને ઘરમાં રાખવાનું સમજી શકાય – જેકે જુદાં કોઢારાં રાખવાથી એ ગરજ તે સરે છે જ –પણ બારડોલી જ્યાં લૂટફાટ કે ચેરીનું નામ નથી ત્યાં મેટી હવેલી જેવાં દેખાતાં ઘરોમાં માણસો ઢોરની સાથે રહેવાનું કેમ પસંદ કરતાં હશે એ વાત અજાણ્યા માણસને આશ્ચર્ય પમાડે છે. સત્યાગ્રહની લડતમાં તો ઢોરોએ પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો, અને સ્વાથ્ય અને સ્વચ્છતાની વિરુદ્ધ લાગતી આ પ્રથા અણધારી રીતે સત્યાગ્રહને મદદ કરનારી થઈ પડી હતી એ જુદી વાત છે. | તાલુકાના આ બાહ્ય વર્ણનમાં એવી એકે વસ્તુ નથી કે જે એ તાલુકાને ગુજરાતમાં વિશેષ સ્થાન આપવાને કારણરૂપ ગણાય. પણ એ કારણો જેવાને માટે જરા અંતરમાં ઊતરવું પડશે.
બારડોલીને ભલે કોઈ જાણતું ન હોય, પણ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહી સેનામાં અનેક કણબી, અનાવલા અને મુસલમાન બારડોલીના હતા. આ બધા ગયા હતા તો ત્યાં
Page #12
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ.
કમાવાના હેતુથી; પણ લડત જાગતાં તેમાંના ધણા ધંધા છેાડીને લડતમાં જોડાયા હતા અને પેાતાની વીરતા અને આપભાગની શક્તિને ગાંધીજીને પરિચય આપ્યા હતા. ૧૯૨૧-૨૨માં સવિનય ભાંગનેા પ્રથમ પ્રયાગ બારડેાલીમાં કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ત્યારે બારડોલીના લેાકેાના તેમના દક્ષિણ આફ્રિકાને પરિચય પણ ઘણે અંશે તેમાં કારણરૂપ હતા. એ પ્રયાગ તે વેળા કેમ ન થયેા તેના કારણમાં અહીં ઊતરવાની જરૂર નથી. પણ એ મહાપ્રયાગને માટે ખારડાલી તાલુકા પસંદ કરવામાં આવ્યા હતા એ વાતને કાઈ મિથ્યા કરી શકે એમ નહોતું; અને તે વળા તે મહાપ્રયાગમાં બારડોલી સાંગેાપાંગ ઊતરત કે એ પ્રયાગની નીચે ચૂરાઈ જાત એ કહેવું અશક્ય છે, છતાં તે વેળા કેટલીક તૈયારીની તે ખારડેાલીને ટેવ પડેલી હતી એ સ્પષ્ટ છે. તે વેળા બધા પટેલેાએ રાજીનામાં લખીને ગાંધીજીને આપી રાખ્યાં હતાં, અનેક ગામેામાં ‘રાસ્તી ’રાષ્ટ્રીય શાળા) ખેાલાયેલી હતી, અનેક સ્ત્રીપુરુષોએ લડતમાં સ્વયંસેવક તરીકે પોતાનાં નામ આપ્યાં હતાં, અને ખાદીને પ્રચાર પણ ઠીક થયેા હતેા. રાનીપરજ લેકામાં આત્મશુદ્ધિને જબરદસ્ત પવન વાયેા હતેા, અને તેમાંના ધણાએ દારૂતાડી વગેરે છેડત્યાં હતાં. ગાંધીજીના પકડાયા પછી શ્રી. વલ્લભભાઈ એ પેાતાના સાથીઓ દ્વારા રચનાત્મક કાર્યક્રમ જોસથી ચાલુ રાખી કાક દિવસ બારડેાલીને સત્યાગ્રહને માટે તૈયાર કરવાનાં સ્વપ્નાં સેવ્યાં હતાં. તાલુકાના જુદાજુદા ભાગમાં પાંચ થાણાં સ્થપાયાં હતાં — ખારડાલી, સરભાણુ, વરાડ, મઢી અને વાંકાનેર અને પાંચે ઠેકાણે કસાયેલા સેવા આસપાસના વાતાવરણની નિરાશાજનકતાને વિચાર કર્યા વિના અડગ નાંખીને પડચા હતા. ખારડેલીમાં સ્વ. મગનલાલ ગાંધીની દેખરેખ નીચે રાનીપરજ છેાકરાઓને વણાટ શીખવવાની શાળા ચાલતી, તેમજ બીજા થાણાં દ્વારા ખાદીની પ્રવૃત્તિ ધીમેધીમે ચાલતી. રાનીપરજ ’નામના જન્મ '૨૧ પછી થયેલેા. સરકારી દફતરે અને લેાકેાને મેઢે એ લેાકેા ‘ કાળીપરજ' તરીકે ચડેલા હતા. ૧૯૨૬ માં એ લેાકેાની એક પરિષદ ખાનપુર નામના ગામડામાં ભરાઈ ત્યારથી તેમના નામમાં રહેલી કાળી ટીલી ભુંસાઈ
:
Page #13
--------------------------------------------------------------------------
________________
૧ કું
બારડોલી
.
અને તેમને ‘ રાનીપરજ'નું તેમનું સ્થાનસૂચક નામ મળ્યું. ત્યારથી દારૂનિષેધ અને ખાદીપ્રવૃત્તિનું કામ એ લેાકેામાં વધતું જ ગયું છે. શ્રી. ચુનીલાલ મહેતા અને તેમનાં પત્ની તે। એ લેાકેામાં જ ઘટાઈને બેઠાં હતાં, અને તેમના સહવાસને પરિણામે અનેક કાળીપરજ 'ના લેાકેા ઉજળીપરજ કરતાંયે ચાખ્ખા થઈને બેઠા છે. ભાઈ લક્ષ્મીદાસ પુરુષોત્તમ અને ભાઈ જુગતરામે ખારડેાલીની ઉદ્યોગશાળામાં કેળવેલા અનેક રાનીપરજ યુવાનેા પેાતાની કામની સેવાને માટે તૈયાર થતા ગયા છે. સરભાણ અને વરાડ થાણાંમાં ધારેલું કામ ન થઈ શક્યું છતાં કા કર્તાએ તેા ત્યાં વળગી જ રહેલા. ભાઈ ઝવેરભાઈ પટેલ વરાડમાં રાષ્ટ્રીય શાળા ચલાવતા, અને એ શાળા ચલાવતાં. ચલાવતાં વર્ષોમાં ૧૨ લાખ વાર સૂતર કાંતવાને યજ્ઞ તેમણે પૂરા કરેલે.. ભાઈ નરહિર પરીખ, જેમણે ૧૯૨૬ માં શ્રી. જયકરના રિપોર્ટની સારી રીતે ખબર લઈને ખારરેલીના ખેડૂતની ખરી સ્થિતિ ગુજરાતની આગળ મૂકી તે આશ્રમમાં ખેસી- · ખેડા બળવા'ની તૈયારીનાં બીજ રાપવામાં રોકાયા હતા, અને ખીજ રૂાપવામાં તેમણે શ્રી. શંકરલાલ બૅંકર જેવાને પણ એક વર્ષ માટે ત્યાં ખેંચ્યા હતા. આ તૈયારીમાં એકવાર તેમને સાત દિવસના ઉપવાસ કરીને જેમની સેવા કરતા હતા તેમની સામે સત્યાગ્રહ કરવાના પ્રસંગ આવ્યા હતા. આમ અનેક રીતે કાર્ય કર્તાએ આ લેાકેાની સાથે પેાતાનેા સંબંધ જાળવી રહ્યા હતા, અને ગાંધીજીએ સત્યાગ્રહને માટે પસંદ કરેલી ભૂમિ ખારડાલી હતી એ સ્મરણ લેાકેામાં જાગૃત રાખતા હતા.
સરભાણ
હવે લેાકેાનું થેાડું સ્વભાવવન આપવું જરૂરનું છે, કારણ તેમની કેટલીક ખાસિયતા જાણે તેએ સત્યાગ્રહને માટે સરજાયા હાય એવી લાગે છે. તાલુકાના કણીઓમાં લેઉવા, કડવા, મતિયા, ભક્ત પાટીદાર, ચરેાતરિયા એવા વિભાગ છે, પણ દરેક કામનું બંધારણ આજના સુધારાના જમાનામાં પણ એવું ટકી રહ્યું છે કે તેની મારતે કાંઈ સારું કામ કરાવવાની કાઈનામાં શિક્ત હાય તેા કરાવી શકે. બહિષ્કારનું શસ્ત્ર એ લેાકેાને અજાણ્યું નથી. સમાજ્ની સામા થઈ દુરાચાર કરનારને અને તેના વંશને વર્ષોનાં
૭
Page #14
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ વર્ષો સુધી બહિષ્કૃત કર્યાના દાખલા આ કોમોમાં મળે છે. શ્રી. વલ્લભભાઈને આ બંધારણ પિતાના પ્રયોગને માટે સારાં સાધન તરીકે કામ આવ્યાં. એ કોમની સ્ત્રીઓની કેટલીક વિશિષ્ટતા તેમને ગુજરાતની સ્ત્રીઓમાં વિશિષ્ટ સ્થાન આપે એવી છે. સવારથી સાંજ સુધી ઘરમાં અને ખેતરમાં પુરુષોની સાથે કામ કરનારી એ બહેનમાં એક પ્રકારની નિર્માતા અને વીરતા છે જે બીજી કેમેમાં ઓછી જોવામાં આવે છે. આખી કેમને વિષે એમ કહી શકાય કે એ ધર્મભીરુ કામ છે, કદાચ વહેમી પણ હશે, પણ એ વહેમમિશ્રિત ધર્મભીરુતામાં પણ પ્રતિજ્ઞાને પવિત્ર સમજીને તેને ગમે તે ભોગે પાળવાની શક્તિ ભરેલી છે. રાનીપરજ લોકોના જેવી ભોળી અને નિષ્કપટ કેમ તે ભાગ્યે જ બીજી કઈ હશે. આ બે મોટી કોમોના સહવાસમાં રહીને બીજી કેમેમાં પણ તેમના કેટલાક ગુણ ઊતર્યા છે, અને પરિણામે આખી પ્રજા શાંતિપ્રિય, અને “કાયદો અને વ્યવસ્થા” ને સ્વાભાવિક રીતે માનનારી છે. આ તાલુકામાં ફોજદારી ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું છે, અને દીવાની દાવાઓને માટે મુનસફની કોર્ટ તો તાલુકામાં છે જ નહિ.
આવા લોકોમાં સત્યાગ્રહનું બીજ ઊગી નીકળે અને ફળ એમાં આશ્ચર્ય નથી. ગાંધીજી “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસની પ્રસ્તાવનામાં કહે છે: “જેમાં કાંઈ છૂપું નથી, જેમાં કાંઈ ચાલાકી કરવાપણું નથી રહેતું, જેમાં અસત્ય તે હેાય જ નહિ, એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે, અને ધર્મી તેને સાર હમેશાં તૈયાર જ હોય છે. પ્રથમથી રચવું પડે તે યુદ્ધ નથી. ધમ યુદ્ધને રચનાર ને ચલાવનાર ઈશ્વર છે. તે યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે, અને જ્યારે સત્યાગ્રહીના બધા પાયા ઢીલા થઈ જાય છે, તે છેક નિર્બળ બને છે, ચોમેર અંધકાર વ્યાપે છે ત્યારે જ ઈશ્વર તેને સહાય કરે છે. મનુષ્ય જ્યારે રજકણથી પિતાને નીચે માને છે ત્યારે ઈશ્વર તેને સહાય કરે છે. નિર્બળને જ બળ રામ આપે છે.” બારડોલીના લોકોની નિર્બળતાએ જ જાણે તેમને સત્યાગ્રહને માટે લાયક બનાવ્યા.
Page #15
--------------------------------------------------------------------------
________________
૨
ભક્ષણનીતિ
૬૮૦ ટકા ખેડૂતવસ્તીવાળા આ દેશમાં ખેડૂત માટે જેવા રાક્ષસી કાયદા છે તેવા ધરતીના પડ ઉપર કચાંયે નહિ મળે,”
આ
'
રડાલી સત્યાગ્રહની ઉત્પત્તિના વર્ણન ઉપર આવીએ તે પહેલાં આ દેશમાં, અથવા આ પ્રાંતમાં, ચાલતી જમીનમહેસૂલનીતિ વિષે ઘેાડી હકીકત આપવી જરૂરની છે. સવે’ કત્યારથી અને કેમ શરૂ થઈ, મહેસૂલઆકારણી કેવી રીતે થવા માંડી એ બધી વસ્તુના ઇતિહાસમાં અહીં નહિ ઊતરી શકાય. આ ઇતિહાસ વાંચનારે જાણવાજોગી કેટલીક હકીકત આ પ્રકરણમાં રજૂ કરીશ.
'
,
જમીનમહેસૂલ એ ‘કર' છે કે ‘ ભાડું અથવા ગણેાત ' છે એ સવાલ એકવાર બહુ ચર્ચાતા અને સરકારી અમલદારો પણ નિષ્પક્ષ રીતે તેને ચતા. લેટેનન્ટ કર્નલ બ્રિગ્ઝ નામના એક લેખકે જમીનમહેસૂલ ઉપર પ્રકાશ પાડનાર એક મહત્ત્વના ગ્રંથ લખ્યા હતા તેમાં બતાવ્યું હતું કે સેકડા વર્ષો થયાં જમીનને માલિક એ જમીનને ભાગવટા કરનાર ખેડૂત મનાતા આવ્યેા છે, સરકાર માલિક નથી, પણ અંગ્રેજ સરકાર તે જમીનની માલિક થઈ ખેડી છે અને વધારેમાં વધારે મહેસૂલ ઉત્પન્ન કરવાનું સાધન એને માને માને છે. આ ગ્રંથ ૧૮૭૦ માં લખાયેા હતેા. ૧૮૫૭માં આમની સભાની એક કમિટી આગળ પુરાવા આપનાર એક અંગ્રેજ અમલદારે ખૂલ કર્યું હતું કે જમીનમહેસૂલ ઠરાવવામાં
Page #16
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ ખેડૂતના અભિપ્રાય લેવામાં નથી આવતા, એને કહેવામાં આવે છે કે આટલું તારે આપવું પડશે, તને પરવડે તે। ભર નિહ તે જમીન છેડ. પણુ સને ૧૮૫૬ માં કાટ એફ ડિરેકટર્સ એક ખરીતે બહાર પાડયો હતા. તેમાં જાહેર કર્યુ હતું કે જમીનમહેસલ એ ભાડુ નથી પણ ‘ કર્’છે. સર ચાર્લ્સ વૂડ અને લોર્ડ લિટને પણ એ વસ્તુ સ્વીકારી હતી. ખેડન પાવેલ નામને લેખક, જેણે ગયા સૈકાની આખરમાં પેાતાનું જમીનની આકારબંધી સંબંધી પુસ્તક લખ્યું હતું તેણે પણ કહ્યું છે કે જમીનમહેસૂલ એ જમીનની આવક ઉપર એક પ્રકારના કર છે, પણ હવે એ ‘કર’ છે કે ‘ ભાડુ’ એ ચર્ચા કરવી નિરક છે. નિરક છેસ્તા ! કારણ સરકાર એ મહત્ત્વના ભેદની અવગણના કરી, જમીનની માલિક થઈ પડી છે, અને એ ચર્ચીને નિરક કરી મૂકી છે. નહિ તે। એ ચર્ચા અતિશય મહત્ત્વની છે, કારણ જમીનમહેસૂલના કાયદાની આરામાં આકરી કલમેા, ખેડૂતથી જમીનમહેસૂલ ન ભરી શકાય તે ખેડૂતની હજારગણી કિ ંમતની જમીન ખાલસા કરવાને સરકારને અધિકાર આપનારી રાક્ષસી કલમેા, સરકારે માની લીધેલા માલિકીહકમાંથી ઉત્પન્ન થયેલી છે. આજે તે એટલે ૧૯૨૪ના મામાં, સરકારના જમીનમહેસૂલ ખાતાના પ્રધાન (રેવન્યુ મેંબર) એધડક રીતે કહે છે કે જમીન સરકારની જ છે, એમાંથી પુષ્ફળ આવક થાય છે અને એ આવકથી જ વહીવટ ચાલે છે. એટલે ગમે તેમ થાય તેાપણુ એ આવક છેડાય નિહ. આ ઉચાપતનીતિમાંથી જમીનમહેસૂલના પ્રશ્નની અટપટી ગૂંચા ઊભી થઈ છે, એને જ આશરેા લઈને સરકારે વર્ષોનાં વર્ષો થયાં ખેડૂત ને રંજાડવા છે, તેમની દાદ ફરિયાદ સાંભળવાને દીવાની કાને હક રહ્યો નથી, અને ધારાસભાને પણ સરકારના ઠરાવમાં હાથ ધાલવાના હક નથી.
આ નીતિને પરિણામે, ખેડૂતને જમીનમહેલમાં દખલ કરવાના કા અધિકાર નથી એ સિદ્ધાન્તને પરિણામે, જ્યાંજ્યાં જમીનમહેસૂલની કાયમની જમાબંધી થઈ નથી ત્યાંત્યાં જમીનમહેસુલ ઉત્તરાત્તર વધતું જ ગયું છે. ૧૮૬૨માં લોડ કૅનિગે
૧૦
Page #17
--------------------------------------------------------------------------
________________
૨
ભક્ષણનીતિ.
આખા દેશને માટે કાયમની જમાબંધી કરવાની ભલામણ કરી હતી, પણ એ ભલામણ કાગળ ઉપર જ રહેલી અને પાછળથી તે કાગળ ઉપરથી પણ રદ કરવામાં આવી. ભાગ્યે જ બીજો એવે ઇલાકા હશે કે જ્યાં જમીનમહેસૂલના દર મુંબઈ ઇલાકા જેટલા આકરા હાય, અને મુંબઈ ઇલાકામાં પણ એવા ભાગ બીજા નથી કે જ્યાં સરકારધારા ગુજરાત જેટલા વધારે હાય. રાવ બહાદુર જોષીએ . જમીનમહેસૂલના પ્રશ્ન ઉપર પચીશેક વર્ષ ઉપર એક લેખમાળા બહાર પાડી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ઇલાકામાં ખીજા કાઈ પણ ઇલાકાના કરતાં માથાદીઠ જમીનમહેસૂલને દર વધારે છે (એટલે કે માથાદીઠ બે રૂપિયા), એકરદીઠ દર ગુજરાતના જિલ્લાએમાં વધારેમાં વધારે છે (એટલે કે એક રે રૂપિયા ચાર), અને ગુજરાતમાં પણ સુરત જિલ્લામાં વધારેમાં વધારે છે (એટલે કે એકરે પાંચ રૂપિયા નવ આના ). ખારડાલીને જ દાખલેા લઈએ તેા જમીનમહેસૂલ ૧૮૬૪ થી વધતું જ ગયું છેઃ ૧૮૬૬-૬૭ પહેલાં રૂ. ૩,૧૮,૧૬૨ હતું તે ૧૮૬૬-૬૭માં રૂ. ૪,૦૦,૯૩૯ થયું, ૧૮૯૭-૯૮માં રૂ. ૪,૫૮,૩૧૭ અને ૧૯૨૩-૨૪ માં રૂ. ૫,૧૪,૭૬ર થયું. તેમાં શ્રી, જયકરે ૩૦ ટકા વધારા સૂચવ્યેા, મિ. ઍડને ૨૯ ટકા સૂચવ્યા, સરકારે રર ટકા સૂચવ્યા, અને પછી રર્ના ૨૦ ટકા કીધા.
પણુ કાઈ
સરકારના કાયદે। જમીનમહેસૂલ ખેતીના નફા પ્રમાણે આકારવાનું કહે છે. પણ ખેતીને નફે! નક્કી કરવાનું કેાઈ ને સૂઝયું નથી, અથવા તે ખેતીમાંથી નફેશ થાય છે કે કેમ એ તપાસવાની કાઈ ને જરૂર જ જણાઈ નથી. જમીનમાંથી ઉત્પન્ન દહાડેદિવસે વધતું જાય છે એમ તેા કેાઈ અમલદાર કહેતા નથી જ, માલની કિંમત વધી છે એ કારણ આપે છે, તેા કાઈ તાલુકાની આબાદી લેાકેાનાં ધરબાર અને ખીજી ખાદ્ય સ્થિતિમાં મહેસૂલ વધારવાનું કારણ જુએ છે, કેાઈ ગણાત અને વેચાણના આંકડા ઉપર પેાતાનું મંડાણ માંડે છે તે કાઈ સુધરેલા રસ્તા અને વધેલી બજારની સગવડ ઉપર પોતાને આધાર રાખે છે, કાઈ લેાકેાએ દારૂ પીવાના છેડવો એ હકીકતને સબળ કારણ માને છે તેા કાઈ
૧૧
Page #18
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
લેાકેા દારૂ પીવાને શેાખ વધારતા જાય છે એ વાતને સબળ કારણ માને છે ! જમીનમહેસૂલ વધારવું જ છે તેને અહાનાંની શી ખાટ ? તે નથી બગાડયું તે તારા બાપે, નહિ તે। તારા બાપના આપે !
C
'
ઉપર જોઈ ગયા કે આ ઉચાપતનીતિની સામે દાદરિયાદ શી રીતે હાય? ૧૮૭૩માં સરકારી અમલદારે કરેલી મહેલઆકારણીની સામે હાકેમાં એક દાવા મંડાયા હતા, અને હાઈકોર્ટે ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપ્યા હતા. આથી સરકારી અમલદારામાં ખળભળાટ પેદા થયેલા, અને પરિણામે રેવન્યુ જ્યુરિસડિકશન ઍક્ટ પસાર કરવામાં આવ્યા જેથી દીવાની અદાલતાને જમીનમહેસૂલની બાબતમાં વચ્ચે પડવાના અધિકાર લઈ લેવામાં આવ્યા, અને સેટલમેટ અમલદારને ગમે તે મહેસૂલ હરાવવાને પટ્ટો મળ્યા. હિંદુસ્તાન સરકાર કે મુંબઈ સરકાર પણ કશી દ!દ. દે એવું રહ્યું નથી. શ્રી. ચિકેાડી પેાતાના એક અભ્યાસપૂર્ણ લેખમાં કહે છે તેમ, “ આ સુધારા તે। શાપરૂપ નીવડચા છે. દીવાની અદાલતનું કશું ચાલે નહિ; હિંદુસ્તાન સરકારના હક ઓછા કરવામાં આવ્યા છે, પેાતાને અંકુશ તે આજના સંજોગેામાં વાપરવા ઇચ્છતી નથી. જમીનમહેસૂલને પ્રશ્ન પ્રાંતીય છે અને સરકારે રિઝવ્ઝ' (અનામત) રાખેલેા છે. એટલે એ પ્રશ્નમાં સ્થાનિક સરકાર જ કુલ મુખત્યાર છે.''
*
સને ૧૯૧૯ ના હિંદુસ્તાનના રાજ્યતંત્રના કાયદા ઉપર વિચાર કરવાને માટે પાર્લામેન્ટે એક જોઇ ટ કમિટી નીમી હતી. તેની આગળ જમીનમહેસૂલઆકારણી ઉપર ધારાસભાને અંકુશ રાખવા માટેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, અને તે કમિટીએ જમીનમહેસૂલ વધારવાના સંબંધમાં સરકારે કેવું ધારણ સ્વીકારવું જોઈએ તે વિષે નીચેનાં વચને પ્રગટ કર્યાં હતાં:
“ જ્યારે કંઈ નવા કર નાંખવામાં આવે, ત્યારે તે ધારાસભાની આગળ લાવવાનો શિરસ્તો થવા જોઈએ. ખાસ કરીને જમીનમહેસૂલ એ કેવળ ગણાત છે, કે માત્ર કર છે, એ વિષે કઈ પણ અભિપ્રાય આપ્યા વિના અમારી સલાહ છે કે જમીનમહેસૂલના આકાર વધારવાની રીત
૧૨
Page #19
--------------------------------------------------------------------------
________________
૨ જી
ભક્ષણનીતિ
જેમ બને તેમ જલદી ધારાસભાઓની હુકુમતમાં આવવી જોઈએ. આ કમિટીને લાગે છે કે જમીનમહેસૂલ નક્કી કરવાનાં મુખ્ય ધારણા, જમીનની કિંમત કાઢવાની રીત, સરકારધારા અને ગણેાનનું પ્રમાણ, જમાબંધીની મુદત અને વધારવાનું ધોરણ — એવી એવી ખેડૂતાના કલ્યાણની સાથે સંબધ ધરાવનારી આમતા વિષે કાયદા કરવાને સમય આવી પહેામ્યા છે.”
મુંબઈ ધારાસભાના
શકાય તેા કરાવવેા,.
6
આ વચને તે ૧૯૨૪ સુધી વચના રહ્યાં. એક સભ્યને થયું કે આ વચનેને અમલ કરાવી તેટલા માટે એમણે એવા ઠરાવ રજૂ કયા, કે એ વચનાને અમલ થાય એટલા માટે અને એ વચનેા મુજબ કાયદા ઘડવાનું સૂચવવાને માટે ધારાસભાએ પેાતાના સરકારી અને લેનિયુક્ત સભ્યાની કમિટી નીમવી, જેમાં લેાકનિયુક્ત સભ્યાની બહુમતી હાય, અને એ કમિટીએ ભલામણ કરેલા કાયદા પસાર થાય નહિ ત્યાં સુધી કઈ પણ રિવિઝનનું કામ શરૂ ન કરવામાં આવે, અને નવી આકારણી દાખલ ન કરવામાં આવે, ” સરકારને આ ઠરાવ શેા ગળે ઊતરે? સરકારી સભ્યાએ એને વિરાધ કર્યો, - પણ બહુમતીથી એ પસાર થયેા. કાયદા કરવાને માટે કમિટી નીમવાની વાત તે પાર્લામેટની હતી એટલે રાવના તેટલા ભાગને અમલ કરી એક કમિટી નીમી, પણ ઠરાવનેા કાળા અક્ષરે છાપેલે ભાગ જે ઘણા મહત્ત્વનેા હતેા તે વિષે અખાડા કર્યાં. આ વાતનેયે ખીજા ત્રણ વર્ષ થયાં, જોઇંટ કમિટીની ભલામણને મૂળ અર્થ કારે રહ્યો, કમિટી નિમાઈ, પણ એક પછી એક તાલુકાની આકારણી તેા ચાલુ જ રહી, અને ધારાસભાનેા ઠરાવ ન જ થયે હાય એવી રીતે સરકાર વતી. ત્યારપછી ૧૯૨૭માં સરકારને જાગૃત કરવાના ખીજો એક ઠરાવ ધારાસભા આગળ આવ્યેા. એ ઠરાવમાં ધારાસભાએ ગવરી અને તેની કાઉંસિલને ભલામણ કરી, કે મહેસ્લકમિ” નિમાઈ છે તેની ભલામણ ધ્યાનમાં લઈને કાયદો ધડવામાં આવે, અને ૧૯૨૪માં થયેલા રાવ છતાં અનેક રિવિઝન સેટલમેટ થયાં છે માટે એ કાયદાને અમલ ૧૯૨૪ના મા મહિના પછી થયેલા સેટલમેટને વિષે પણ થાય, અને એ
૧૩
*
Page #20
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
કાયદા થાય ત્યાં સુધી એવાં રિવિઝન સેટલમેટ મુજબ વધારેલા ધારા ન લેવાની સરકારી અમલદારોને સરકાર ભલામણ કરે. ’
આ ઠરાવ પણ ધારાસભામાં પર વિરુદ્ધ ૨૯ મતે પસાર થયે. એ વાતને એક વર્ષ થયું. પેલેા કાયદા તા થાય ત્યારે ખરા, પણ ધારાસભાના ઉપર કહેલા અમે ઠરાવા છતાં સરકાર ઠંડે પેટે અનેક તાલુકાઓનું મહેસુલ વધાયે ગઈ. પેલી મહેસૂલઆકારણીના નિયમે સૂચવનારી કમિટીએ રિપેટ રજૂ કર્યાં, એ રિપેટ ની જે ગતિ થઈ તેના ઇતિહાસ હિંદુસ્તાનના જમીનમહેલના કાળા ઇતિહાસમાં એક વધુ પ્રકરણ ઉમેરે છે. એ કમિટીમાં ૨૨ સભ્યા હતા. તેમાં ત્રણ વિભાગના કમિશનરે। અને -બીજા મહેસૂલખાતાના કેટલાક અમલદારનું એક સપ્તક હતું. એ સપ્તકે કમિટીના ખીજા સભ્યાથી જુદા પડી પેાતાનેા ભિન્નમત રજૂ કર્યું. સરકારે પેાતાના ઠરાવમાં આ સપ્તકના ભિન્નમત સ્વીકારીને જણાવ્યું કે મહેલ ગણાતને જ આધાર રાખીને ઠરાવવું જોઈ એ ! કમિટીએ વધુમતે ઠરાવ્યું હતું કે ખેડૂતને જે ચેાખ્ખા નફો થાય તેના ૨૫ ટકા જેટલા સરકારધારા હોવા જોઈએ, પણ સરકારે પેલા સપ્તકને મત સ્વીકારીને હરાવ્યું કે પ૦ ટકા જેટલેા સરકારધારા લેવાની ‘ ચાલુ ' પદ્ધતિને વળગી રહેવું જોઈ એ ! કમિટીએ ભલામણ કરી હતી કે કાઈ પણ રિવિઝન કરવામાં આવે એટલે તેની તપાસ કરવાને માટે એક કાયમની· એડવાઇઝરી કમિટી ' ( સલાહકાર સમિતિ) નિમાવી જોઈ એ, તે ભલામણ પણ સરકાર ઘેળાને પી ગઈ! કમિટીએ એક વ્યવહારુ અને નિર્દોષ સૂચના કરી હતી કે સેટલમેટ અમલદારે તાલુકા લેાકલ ખેડે નિમેલા ખેડૂતના એ સભ્યાને પોતાની તપાસ દરમ્યાન મદદ માટે સાથે રાખવા. એ સૂચના પણ પેલા સપ્તકના આભપ્રાય સાથે સંમત થઈ તે સરકારે ઉડાવી દીધી !
આમ જોઇટ પાર્લામેટરી કમિટીની ભલામણને અમલ કરવાને માટે નિમાયેલી કમિટીની ભલામણેા સરકાર ગળી ગઈ અને ચાલુ અનિષ્ટ પ્રથાને કાયમ રાખવાને માટે જ પેરવી કરી. આ
૧૪
Page #21
--------------------------------------------------------------------------
________________
૨ જી
ભક્ષણનીતિ
C
કમિટીની ભલામણ પ્રમાણે કાયદેા થાય ત્યાં સુધી તે ધીરજ રાખા, ત્યાં સુધી રિવિઝન કરવાં મેાફ઼ રાખેા, સરકાર કાયદેા કરતાં ઢીલ કરે તેથી ગરીબ ખેડૂતાને નાહકને માર ન મારે એમ સૂચવવામાં આવ્યું, ત્યારે સરકારના મહેસુલમંત્રીએ કહ્યુંઃ શું કરીએ ? અમારી તિજોરી ખૂટી ગઈ છે. ૨૫ તાલુકામાં ૧૦ના લાખના વધારા થયા છે તે મૂકી દેવામાં આવે તે। સરકારની શી દશા થાય ?’ આમ એક તરફથી નવા થનારા કાયદાને નકામે કરવાની પેરવી થઈ રહી, ખીજી તરફથી એક પછી એક તમામ તાલુકાઓનું કાટલું કઢાતું ગયું !
આજના જમાનાના મહેસુલમંત્રીના આ ઉદ્ગારા સાથે અગાઉના સરકારી અમલદારાના ઉદ્ગારે। સરખાવીએ. ક્રેઝર ટાઇલરે ૧૮૪૧ માં કહ્યું હતું: “ મહેસૂલઆકરણીએ ખેડૂતના કલ્યાણના વિષય હાવાથી એ આકારણી કરતાં આપણે એ વિચારવું જોઈએ કે સરકારે ખેડૂતની પાસે કેટલું રહેવા દેવું જોઈ એ, હિ કે ખેડૂત સરકારને કેટલું આપી શકે છે. ’ ૧૮૬૪માં મુંબઈના ગવર્નર સર ખાલ કીઅરે કહ્યું હતું: સરકારે સાક્ કરાવ્યું છે કે સરકારની તિજોરીની શા સ્થિતિ છે તેને વિચાર તેા ગાણુ છે, ખરા વિચાર તે લેાકેાના કલ્યાણના છે, મહેસૂલ વધાર્યાં ધટાડવાથી ખેડૂતની શી સ્થિતિ થશે તેને છે. '
:
ખેડૂતના લેાહીનું છેલ્લું ટીપું ચૂસવાની આ નીતિ જ એવી છે કે જેની સામે કર ન ભરવાના સત્યાગ્રહની એક મેટી લડત લડાવી જોઈએ. પણ શ્રી. વલ્લભભાઈ પટેલ પાસે સને ૧૯૨૮ માં એ મેટી લડતને વિચાર નહેાતા, એમને તે એક નાનકડા પ્રશ્ન ઉપર જ લડત લડી લેવી હતી. પણ એને વિચાર આવતા પ્રકરણમાં કરશું.
Page #22
--------------------------------------------------------------------------
________________
ખારડાલીમાં શું બન્યુ સરકારપક્ષ
“ તમે ઊંધ આરામમાં પડી ગયા હતા અને આખા મીચીને માથે પડે તે ભયે જતા હતા. અંડન સાહેબે તમારી આંખ ઉધાડી તે બહુ સારું કર્યું. ”
"
ગયા પ્રકરણમાં જણાવેલી અધાધૂંધીના ભાગ અનેક તાલુકાઓ
છેલ્લી જમાબંધી સને ૧૮૯૬ માં થઈ હતી, અને મુંબઈ ઇલાકામાં ચાલતી પ્રથા પ્રમાણે ત્રીસ વરસ પછી એટલે સને ૧૯૨૬ માં એમાં સુધારા ( · રિવિઝન ' ) કરવાના સમય આવી પહેાંચ્યા હતા. આ સુધારાનું કામ પ્રેાવિન્સ્યુલ સિવિલ સર્વિસના શ્રી. જયકરને સાંપવામાં આવ્યું, જે એ વેળા સુરતના એક ડેપ્યુટી કલેકટર હતા. એમને આવાં કામનેા કરશે! જ પૂર્વ અનુભવ નહાતા. એમણે ૧૯૨૫ની શરૂઆતમાં પેાતાનું કામ શરૂ કર્યુ, અને પાંચ મહિનામાં ખરડાલી અને ચેાર્યાંસી એ તાલુકાનાં રિવિઝન ' તૈયાર કરીને સરકારને મેાકલ્યાં. બારડેાલીના રિપોટ ઉપર તા. ૩૦મી જૂન, ૧૯૨૫ની તારીખ છે, પણ તે રિપોર્ટ તા. ૧૧મી નવેમ્બર, ૧૯૨૫ સુધી સરકારને મેાકલી શકાયા નહિ. કારણ શ્રી. જયકરે રિપેટ ની સાથે મેાકલેલા કાગળમાં જણાવ્યું છે તે પ્રમાણે “ રિપોર્ટના ખરડા
૧૬
Page #23
--------------------------------------------------------------------------
________________
બારડેલીમાં શું બન્યું?— સરકારપક્ષ સેટલમેન્ટ કમિશનર સાહેબને મોકલવામાં આવ્યો હતો, અને ગણત, વેચાણ વગેરે વિષેના કેટલાક ફકરાઓમાં તેમણે સૂચવેલા સુધારા કરીને તે પાછો તેમના ઉપર પાસ થવા માટે મોકલવામાં આવ્યું હતું. હવે એ પાસ થઈને આવ્યો છે અને તે શિરસ્તા મુજબ સરકારને મોકલવામાં આવે છે.” આ તેમણે સુરતના કલેક્ટર તરીકે લખેલું. સેટલમેન્ટ ઑફિસરને રિપેટ સામાન્ય રીતે કલેકટર મારફતે સરકારને મોકલવામાં આવે છે. કલેક્ટર તેના ઉપર શેર કરે છે, અને સેટલમેન્ટ કમિશનરને રવાના કરે છે. શ્રી. જ્યકરને રિપોર્ટ કલેકટરના શેરો મેળવવા ભાગ્યશાળી નહિ થયો, કારણ તે વેળા શ્રી. જયકર પોતે જ કામચલાઉ કલેકટર થયા હતા. પણ સરકારી ઠરાવની ભાષામાં, “અગાઉ સૂરતના કલેકટર તરીકે કામ કરેલું એવા સેટલમેન્ટ કમિશનરે એને ઝીણવટથી તપાસ્ય અને લગભગ આખો રિપોર્ટ ફરી લખી કાઢયો છે.” એટલે આપણે જે રિપોર્ટ શ્રી. જયકરના રિપોર્ટ . તરીકે જોઈએ છીએ તે તેમને મૂળ રિપોર્ટ નથી પણ સેટલમેન્ટ કમિશનર મિ. ઍડર્સને “લગભગ આખો ફરી લખી કાઢેલો' રિપોર્ટ છે. મૂળ નમૂનો કેવો હશે એ ભગવાન જાણે. પણ, સંભવ છે કે ગણોત વેચાણવાળા ફકરાઓ શ્રી. જયકરના હોવાને બદલે આખા મિ. ઍડસનના લખેલા હોય.
તે પણ આપણે શ્રી. જયકરના રિપોર્ટમાં બારડોલી વિષે શી ભલામણ કરવામાં આવી તે ઉપર આવીએ. શ્રી. જયકરે આખા તાલુકામાં ચાલતા મહેસૂલના દરમાં પચીસ ટકા વધારો સૂચવ્યો, પણ ૨૩ ગામોને નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં ચડાવવામાં આવ્યા એટલે પરિણામે એ ગામોના ઉપર ઉપલા વર્ગને વધારે મહેસૂલનો અને મહેસૂલના વધારેલા દરનો એમ બેવડો માર પડ્યો, અને આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. મૂળ મહેસૂલ રૂ. ૫,૧૪,૭૬૨ હતું તેને બદલે તે રૂા. ૬,૭૨,૨૭૩ કરવાની ભલામણ થઈ. આ ભલામણનાં કારણે તેમણે નીચે પ્રમાણે જણાવ્યાં હતાં ?
૧. ગયા રિવિઝન પછી ટાટી વેલી રેલ્વે નવી બોલવામાં આવી અને તાલુકામાં અનેક પાકા નવા રસ્તાઓ થયા છે.
૧૭
Page #24
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ૨. વસ્તીમાં ૩,૮૦૦ નો વધારો થયો છે.
૩. ખેતીવાડીનાં સાધને, ગાડાં અને દૂઝણાં ઢોરમાં વધારો થયો છે.
૪. પહેલા “રિવિઝન ” પછી અનેક પાકાં મકાનો વધ્યાં છે, જે ઉપરથી લોકોની સમૃદ્ધિનું માપ મળે છે.
૫. કાળીપરજ લોકોમાં કેળવણી અને દારૂનિષેધથી તેમની સ્થિતિમાં સુધારો થયો છે.
૬. અનાજ અને કપાસના ભાવમાં અસાધારણ ઉછાળે થયો છે.
૭. ખેતીની મજૂરી બમણું વધી ગઈ છે.
૮. જમીનની કિંમતમાં વધારો જ થતું જાય છે, અને ગણતના પ્રમાણમાં જમીનના આકારમાં ઘટાડો થતો જાય છે.
પણ ૩૦ ટકાનો વધારો સૂચવવામાં જે કારણ શ્રી. જયકરને - વધારેમાં વધારે મહત્ત્વનું લાગ્યું તે તો એ હતું કે ૩૦ વરસ ઉપર
જમીનમાંથી ઉત્પન્ન થતા પાકની કિંમતમાં ઊંચા ભાવને લીધે સને (૧૯૨૪ માં રૂ. ૧૫,૦૮,૦૭૭નો વધારે થયો છે.
આ રિપોર્ટ ૧૯૨૬ ની શરૂઆતમાં પ્રસિદ્ધ થયો. “પ્રસિદ્ધ થયે” કહેવામાં મારી ભૂલ થાય છે. આ રિપોર્ટે પ્રસિદ્ધ થતા જ નથી. એક અગાઉના સિસ્ટન્ટ કલેકટર શ્રી. શિવદાસાનીએ ૧૯૨૮ના માર્ચ મહિનામાં ધારાસભામાં કરેલા પિતાના ભાષણમાં જણાવ્યું હતું તેમઃ “સેટલમેન્ટ ઑફિસરના રિપોર્ટની નકલો લોકોમાં જોઈએ એટલી પ્રસિદ્ધ જ થતી નથી. તાલુકા કચેરીમાં એક નકલ રાખવામાં આવે છે, અને ખેડૂતો તે વાંચી લેશે અને તેના ઉપર પિતાના વાંધાઓ મોકલી આપશે એમ માની લેવામાં આવે છે. . . . આ રિપોર્ટ ઘણીવાર તો અંગ્રેજીમાં જ હેય છે. . . . અરે, એકવાર તો મને એવી ખબર મળી હતી કે કેટલાક તાલુકાઓમાં મામલતદારે લોકોને નકલ પણ લેવા દીધી નહોતી.” બારડોલી રિપોર્ટ પણ આ જ અર્થમાં પ્રસિદ્ધ થય હતું, એટલે કે તાલુકા કચેરીમાં જઈને જેને એ જે હોય તે જોઈ આવે. બારડોલી તાલુકાની સમિતિએ આ રિપોર્ટની.
Page #25
--------------------------------------------------------------------------
________________
૩જું
બારડોલીમાં શું બન્યું?– સરકારપક્ષ તપાસ કરી તેના રદિયા તૈયાર કરવાને માટે એક કમિટી નીમી. તેના પ્રમુખ ભાઈ નરહરિ પરીખ હતા. કમિટીએ રિપોર્ટની નકલની ગમે એટલી કિંમત આપવાનું કહ્યું, પણ ભાઈ નરહરિને તાલુકા કચેરીમાં જઈને રિપિટ વાંચવો હોય તે વાંચી જવો અને તેમાંથી ઉતારા કરવા હોય તે કરવા એમ કહેવામાં આવ્યું. આ . પ્રમાણે ઉતારા લઈ રિપોર્ટને અભ્યાસ કરી, કમિટી તાલુકામાં ફરી વળી અને સેટલમેન્ટ ઓફિસરે જણાવેલી હકીકતોને બેટી પાડનારો પુરાવો ભંગ કર્યો, અને ભાઈ નરહરિ પરીખે ‘નવજીવન’માં એક લેખમાળા લખીને રિપોર્ટની વિરતીર્ણ સમાલોચના કરી. ગુજરાત મહાવિદ્યાલયના અધ્યાપક શ્રી. મલકાનીએ “યંગ ઇડિયામાં એવા જ કેટલાક લેખ લખ્યા. - આટલું કરીને બેસી ન રહેતાં બારડોલીના ખેડૂતોએ ૧૯૨૭ના જાન્યુઆરી મહિનામાં એક પરિષદ ભરી અને રા.બ. ભીમભાઈ નાયક અને શ્રી. શિવદાસાનીની આગેવાની નીચે સરકારને એક ડેપ્યુટેશન મોકલવાનો ઠરાવ કર્યો. ૧૯૨૭ના માર્ચ મહિનામાં આ સભ્ય કેટલાક ખેડૂતોને લઈને રેવન્યુ મેમ્બર મિ. રૂને મળ્યા. મિ. રૂએ તેમને ગયા હતા તેવા જ વિદાય કર્યા. એ જ વરસના મે માસમાં રા. બ. ભીમભાઈ નાયકે સેટલમેન્ટ ઓફિસરના રિપોર્ટનો વિગતવાર જવાબ અપનારી એક લાંબી અરજ સરકારને મોકલી. તે પણ દફતરે નંખાઈ ૧૯૨૭ના જુલાઈ મહિનામાં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો. તેમાં તેમણે સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામડાંનું નવું વર્ગીકરણ બહાલ રાખ્યું અને સેટલમેન્ટ અમલદારની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી અને સેટલમેન્ટ કમિશનરના સૂચવેલા ૨૯. ટકાના વધારાને બદલે અને સેટલમેન્ટ ઓફિસરે સૂચવેલા ૩૦ ટકા વધારાને બદલે ૨૨ ટકા વધારે સૂચવ્યું. ૨૨ ટકા વધારો સૂચવવાનું કારણ સરકારે એ જણાવ્યું કે રૂના ભાવમાં ભવિષ્યમાં થનારો ઘટાડે ધ્યાનમાં લેવામાં આવ્યો છે
- અત્યાર સુધી જેમણે જેમણે આ વધારા સામે વાંધો ઉઠાવ્યા હતા તેમની પાસે શ્રી. જયકરને રિપોર્ટ જ હતું, મિ. ઍડર્સનના
Page #26
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ રિપેર્ટની નકલો તો છેક ૧૯૨૮ના માર્ચ મહિના સુધી પ્રસિદ્ધ થઈ જ નહોતી. આ રિપોર્ટ જ્યારે સરકાર પાસે કઢાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે શા કારણે સરકારે એ જાણીબૂજીને દાબી રાખ્યો હશે. આપણે જોઈ ગયા છીએ કે શ્રી. જયકરે પિતાને રિપોર્ટ મિ. ઍડર્સનને જેવાને માટે મોકલ્યો હતો અને તેને તેમણે લગભગ આખો ફરી લખી કાઢયો હતો. છતાં પણ એ રિપોર્ટના.. ઉપર મિ. ઍડર્સને ધરાઈને ટીકા કરી, અને તે રિપોર્ટના મુખ્ય. ભાગના ટુકડેટુકડા કરી નાંખ્યા. આ રહ્યા મિ. ઍડર્સનના સપાટાઃ
“શ્રી. જ્યારે મહેસૂલવધારાને માટે જે સૂચના કરી છે તે ઉપર આવીએ. હું દિલગીર છું કે એમણે જમીનના પાકની કિંમત કેટલી વધતી જાય છે એના ઉપર જ બધો આધાર રાખે છે. તાલુકાની સામાન્ય સ્થિતિને સાર આપતાં પ૭ મા ફકરામાં પણ જમીનની કિંમત અને ગણતમાં થયેલા વધારાને માત્ર એક જ દાખલો આપે છે, અને કહે છે કે ભાવે એટલા બધા વધી ગયા છે કે ગણોતના પ્રમાણમાં આકારણી બહુ ઓછી થઈ છે. આને માટે કશે પાયે નથી, અને પાયા વિના ઈમારત શી રીતે ચણાય? આવા સેટલમેંટ રિપોર્ટ ઘડાતા હશે ? આ પછી બે ફકરા ખાસા એ સિદ્ધ કરવાને માટે એમણે ભર્યા છે કે સરકાર જે પૈસાને બદલે પાક લઈને જ મહેસૂલ ઉઘરાવતી હોત તે મહેસૂલની રકમ કેટલી બધી વધી જાત – જાણે આમાં કાંઈ નવું કહેવાનું હોય ના! તે જણાવે છે કે તાલુકાની કુલ ઉત્પન્નમાં લગભગ ૧૫ લાખ જેટલું વધારે થાય છે, અને એ જણાવ્યા પછી તેમની બુદ્ધિમાં ઉદય થતા જણાય છે કે એમ કહેવાને કશે અર્થ નથી, કારણ એવી રીતે ખેતીનું ખર્ચ પણ ૧૫ લાખ વધ્યું હોય તો વધારે મહેસૂલ લેવાનો કઈ આધાર રહેતો નથી. વારુ, પણ ખેતીનું ખર્ચ ૧૫ નહિ પણ ૧૭ લાખ વધ્યું હોત તો તે મહેસૂલ ઓછું કરવું જોઈએ, વધારવાની તો વાત જ બાજુએ રહી ! હવે શ્રી. જયકર કેવી રીતે બતાવી શકશે કે ખેતીના ઉત્પન્નમાં જે વધારે થયે છે તેના કરતાં ખેતીના ખર્ચમાં ઘટાડો થયે છે કે વધારે થયા છે. આને વિષે તે માત્ર તેઓ એક લીટી લખે છે: “આ વાત પણ ધ્યાનમાં લેવી જોઇએ ખરી.” આમ તેઓ કિલ્લાને મુખ્ય દરવાજે જ ખુ રાખે છે. એટલે કોઈને હુમલો કર્યો હોય તે ઘડીકમાં તેના કાચા કિલા ઉપર તૂટી પડી તેને તોડી પાડી શકે એમ છે, કારણ ખેતી ખર્ચ ખેતીના ઉત્પન્ન કરતાં વધ્યું છે એમ કઈ બતાવી દે એટલે શ્રી. જયકર પાસે કશે
૨૦
Page #27
--------------------------------------------------------------------------
________________
- ૩ જું -
બારડેલીમાં શું બન્યું?–સરકારપક્ષ જવાબ જ રહેતું નથી. આ સમજાયા પછી જ કદાચ સમજાશે કે મહેસૂલઆકારણી ખેતીના કુલ ઉત્પન્ન અને ભાવ ઉપર ન બાંધી શકાય પણ ગણોત ઉપર જ બાંધી શકાય. . . . શ્રી. જયરના રિપોર્ટના પ૭ થી ઉપમા ફકરા તે તદ્દન નકામા છે એમ કહીએ તો ચાલે, અરે, એટલું જ નહિ એમણે જે વધારે સૂચો છે તેના બચાવ માટે નહિ પણ તેની વિરુદ્ધ દલીલ એમાંથી મળે છે, એટલે એ “ફકરા તો ખરેખરા જોખમકારક છે. . . . આમ ખેતીનું ખર્ચ બાદ કર્યા વિના ખેતીનું ઉત્પન્ન ગણીને તેની ઉપર આકારણી બાંધીએ તે માર્યા જ પડીએ. એમ કરવામાં કેવી સ્થિતિ થાય છે તે ૬૫મા ફકરામાં લેવાનું મળે છે. ૬૬માં ફકરામાં શ્રી. જયારે વધારાની પિતાની જે સૂચના કરી છે તે કરતાં તેમની એ જ દશા થઈ છે. તેમણે બતાવ્યું છે કે ખર્ચ -આદ કર્યા વિનાનું ઉત્પન્ન એટલું બધું વધ્યું છે કે ૩૩ ટકા તે જરૂર વધારી શકાય. સાથે સાથે તેમને એમ પણ ખબર છે કે એના એ જ ભાવે. કદાચ કાચમ ન રહે, અને તેમ થાય તે વધારે પડતે વધારે સૂચ એ આરોપ આવે. એટલે તેમણે ડરતાં ડરતાં અને કશું કારણ બતાવ્યા વિના ૨૫ ટકા વધારે “ગ્ય અને ન્યાયયુક્ત” છે એમ જણાવ્યું છે. જે સરકારની વધારાની હદ ૭૫ ટકા હેત તે તેમણે કદાચ કહ્યું હતું કે ૬૫ ટકા વધારો “યોગ્ય અને ન્યાયયુક્ત” છે.”
આમ શ્રી. જ્યકરના રિપોર્ટને આખે પાયો જ નાબૂદ કરનારે રિપિટ સરકાર શી રીતે પ્રસિદ્ધ કરવાની હિંમત કરી
શ્રી. જ્યકરના રિપટને ઉડાડી દઈને એંડર્સને ન જ પાયે શો, એ પાયો તે “આપણું એક જ સાચું એધાણ – ગણેત.” આ પાયો શ્રી. જયકરના કરતાં કંઈ વધારે મજબૂત નહોતો, એટલો જ તે કાચો હતો. મિ. ઍડર્સન કહે છે કે શ્રી. જ્યકરના રિપોર્ટમી ખરી કિંમત એની પુરવણીમાં રહેલી છે. છતાં એ જ પુરવણીમાંની એક અગત્યની પુરવણું જી વિષે તેમની ટીકા જુઓ:
“પુરવણી જી (વેચાણના આંકડાવાળી) જેટલી કાળજીથી તૈયાર થવી જોઈએ તેટલી કાળજીથી તૈયાર નથી થઈ એથી મને ખેદ થાય છે. એમાં એટલા બધા વેચાણદસ્તાવેજો લીધા છે કે ઘડીભર વિચાર કરનારને જણાશે કે ૧૯૦૧ની અને ૧૯૧૦ વચ્ચે
(૨૧
Page #28
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ જે વેચાણ થયાં તેની ૧૯૨૫ માં સેટલમેંટ અમલદાર સાચા તપાસણી ભાગ્યે જ કરી શક્યા હશે.” અને છતાં એ જ અમલદારે તૈયાર કરેલી (ગણતના આંકડાવાળી) પુરવણું એને આંખ મીચીને કમિશનરે સ્વીકારી, – કારણ પિતે વધારે શી રીતે સૂચવે? પિતાને પણ કાંઈ પાયો મળવો જોઈએ ના!
આમ ખોટા આંકડાનો આશ્રય લેવા ઉપરાંત મિ. ઍડર્સન એક બાબતમાં તે ભીંત જ ભૂલ્યા. પિતાની ૨૯ ટકા વધારાની ભલામણનું મંડાણ માંડતાં તેમણે પિતાના જેવા જવાબદારી અમલદારને ન છાજે એવી ગણતરીની ભૂલ કરી:
શ્રી. જયકરે ૪૨,૯૨૩ એકરનાં ગણાતે લીધાં છે. કુલ જમીન ૧,૨૬,૯૮૨ એકર છે, એટલે આખા તાલુકા અને મહાલની ત્રીજા ભાગ જેટલી જમીન ગણેતે અપાય છે. એમાં વળી આવભાગે અને બીજી રીતે અપાતી જમીન ગણીએ તે આ ગણોતે અપાયેલી જમીન અર્ધા ભાગની થઈને ઊભી રહે.”
મિ. ઍડર્સન ભૂલી ગયા કે શ્રી. જયકરે સાત વર્ષોનાં ગણતો લીધાં હતાં, અને આ ગણોતો જેટલાં વર્ષોનાં હોય તેટલાં વર્ષોએ ગુણીને પત્રક કર્યા છે. એટલે ૪૨,૯૨૩ એકર જમીનનાં ગણોતો. તે તો ૬,૦૦૦થી વધારે એકર જમીનનાં ગણતો નથી. આમ પાંચદશ ટકા ગણોતની જમીનને બદલે મિ. ઍડર્સને માની લીધું, કે અર્ધઅર્ધ જમીન ગણોતે અપાય છે !
આમ સરકારની આગળ બે ઢંગધડા વિનાના રિપોર્ટી જઈને પડ્યા. બેમાંથી કયો પસંદ કરે ? એક તરફ વાવ, બીજી તરફ કૂવો ! સરકારે કૂવો અને વાવ બંને પસંદ કર્યા; બંનેમાંથી કંઈક લીધું, ગણતનું ધોરણ પણ સ્વીકાર્યું ચડેલા ભાવનું રણ પણ સ્વીકાર્યું, અને ૨૨ ટકાની ભલામણ કરી.
Page #29
--------------------------------------------------------------------------
________________
૪
બારડોલીમાં શું બન્યુ લોકપક્ષ
‘... બાદશાહે પૂછ્યુ’, ‘દિલ્હીમાં કાગડા કેટલા ?’એકે તડાકા માર્યે, ‘આઠ લાખ એંશી હાર ત્રણસેા બત્રીસ!' કંવેદ્ય ઉસ્તાદ ગણતરીબાજ ! સરકારને એ ધંધો છે કે જ્હાને સાચું મનાવવુ હોય તે ખૂબ જોરથી કહેવું, અને આંકડાઓને મારે કરવા’’
સરકારપક્ષ ગયા પ્રકરણમાં આપી ગયા. આમાં બે રિપોર્ટના
અને રિપોર્ટની દલીયેાની સામે લેકેતેા. શા જવાબ હતા, સરકારી અમલદારે એ વારવાર કરેલાં કથનનેા લેાક શા જવાબ આપતા. હતા એ આપણે સંક્ષેપમાં જોઈ લઈ એ.
લેાકેાના સાથી મેટા જવાબ એ હતા કે શ્રી. જયકરે . આખા તાલુકામાં લેાકેાને મળ્યા વિના, લેાકની પાસેથી કશી હકીકત જાણ્યા વિના, લાકેાને પેાતાની વાતે સંભળાવવાની તક આપ્યા વિના, તાલુકાનાં ગામેામાં ઘેાડા દોડાવને ઉપલકિયા નજરે જે દેખાયું તે ઉપર પેાતાના ‘ રિવિઝન 'ના દરે નક્કી કર્યાં; કેટલીક વસ્તુ વિષે તા તેમણે કાળજીથી તપાસ કરી હેત. તેણે તેમને ખબર પડત, પણ તેમણે ન કરી. શ્રી. જયકરે ૯૦ ટકા દર વધારવાના જે કારણે। બતાવેલાં તેના જવાબ તે લેાકેા પાસે જોઈએ તેટલા હતા. તાલુકા સમિતિએ નિમેલી કમિટીના પ્રમુખ તરીકે ભાઈ નરહિરએ એના જવાબ લેખમાળામાં આપ્યા, રા. બ. ભીમભાઈ એ પેાતાના કાગળા અને અરજમાં આપ્યા. શ્રી. જયકરનાં કારણેા એક પછી એક લઈ લેાકેાએ તેના આપેલા જવાનેા સાર આપી જઈ એ ઃ
૧. ટાી વેલી રેલ્વે ખાલવામાં આવી તેથી અમુક ગામડાંને ફાયદા થયા, અને તે કારણે શ્રી. જયકરે કેટલાંક ગામડાંના વર્ગો ચડાવ્યા. મિ. એંડસને પણ એ દલીલને ટેકા આપ્યા. પણ બંને ભૂલી ગયા કે મિ. કરનાન્ડીઝે ` ૧૮૯૬ની જમાબંધી કરતી વેળા આ રેલ્વે ધ્યાનમાં લીધી હતી. તેમણે એ રિપેટ માં
૨૩
Page #30
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ સ્પષ્ટ લખ્યું હતું : “બી. બી. સી. આઈ. રેલ્વેના એજટની પાસેથી મને ખબર મળી છે કે ટાખી લાઇન આવતે વર્ષે આ જ સમયે શરૂ થશે. ગમે તેમ હો, પાંચ વરસ પછી બારડોલી સૂરતની સાથે રેલ્વેથી સંકળાશે એમ માનવામાં કશી અડચણ નથી. અને રિવિઝન દાખલ થયા પછી ૩૦ વરસ સુધી ચાલશે, એટલે જમીનના આકારના દર નક્કી કરતી વખતે ભવિષ્યમાં થનારી રેલવેથી થનારા ફાયદા ધ્યાનમાં લેવામાં વાંધો નથી.”
રસ્તાઓના સુધારા વિષે તો કશું ન કહીએ તો સારું. બારડોલી તાલુકાનાં ગામડાંમાં ભટકનાર તાલુકાના પાકા રસ્તાઓની તારીફ કરે તો તે રસ્તા ઉપરથી તે ભટક્યો હોવા વિષે શંકા થાય. કર્નલ પ્રેસકોટના સમયમાં એ રસ્તા “માણસ અને પશુનાં કાળજાં તોડે એવા હતા, તે તે આજે કાંઈ બહુ સુધર્યા નથી, અને આજે જે સેંકડ કલાસ રસ્તા' કહેવાય છે તેમના કરતાં તે ચેમાસાના ચાર માસ સિવાયના આઠ માસમાં ગામઠી ગરઢ વધારે સારી. કર્નલ પ્રેસ કેટ કેટલાંય વર્ષ ઉપર લખ્યું હતું: “બારડોલી તાલુકે જ્યારથી આપણા હાથમાં આવ્યો છે ત્યારથી એ બહુ ભારે મહેસૂલ ભરતે આવ્યો છે, અને તેનો વિચાર કરીને પણ આપણે ત્યાં સારા રસ્તા કરવા જોઈએ.” આજે કહેવાતા સારા રસ્તા ઉપર મહેસૂલવધારે સુચવાય છે.
૨. વરતીમાં ૩૦ વર્ષમાં ૩,૮૮ ૦ વધારે એ વધારે કહેવા હશે ? ગામડાની વસ્તી તે તૂટી છે, કસબાની વસ્તી વધી છે.
૩. ભેંસો સિવાય બીજા કશાં સાધનોમાં વધારો થયો નથી. બળદોની સંખ્યામાં તો ઊલટો ઘટાડો થયો છે એમ શ્રી. જયકર પિતે કબૂલ કરે છે. વળી લોકે બીજે કમાઈ કરી લાવીને પણ અળદ, હળ, વગેરે ખરીદ કરે અને નવા મકાન પણ બાંધે. વળી કુટુંબે વિભક્ત થાય એટલે પણ નવા હળની, નવી ગાલ્લીની અને નવી બળદ જેડની જરૂર પડે. આ વાતને સ્વીકાર સૂરતના કલેકટર મિ. લેલીએ પણ કર્યો હતો.
૪. લાકે સમૃદ્ધ ન હોય તો પાકાં મકાને શી રીતે બાંધે છે એ સવાલ થાય છે. “આફ્રિકાથી ધન કમાઈ લાવે એટલે દેશમાં
Page #31
--------------------------------------------------------------------------
________________
બારડોલીમાં શું બન્યું ? —લાકપક્ષ
૪... આવીને ધર ધે. તેનું જોઈ ખીજા પાસે નાણાં ન હેાય છતાં પેલાના જેવા માટે કહેવડાવવા તે પણ ઘર બાંધે. અને હવે તે એટલે સુધી સ્થિતિ આવી ગઈ છે કે મેટું ઘર હાય ! જ છેકરાને કન્યા મળે, અમારી તપાસ દરમ્યાન એક દાખલા એવા મળ્યા કે છેકરા મેટી ઉંમરને થયા. તે કુંવારા રહી ગયેલે એટલે કન્યા મળે તેની ખાતર જમીન ગીરેય મૂકીને ધર્માંધ્યું. પણ ઉપાડેલાં નાણાંથી ધર પૂરું ન થયું એટલે છેવટે દેવું ભરવા અને ઘર પૂરું કરવા માટે કમાવા સારુ એ છેાકા પરદેશ ગયા ! તાલુકામાં પાકાં મેટાં મકાન છે તેમાંના અર્ધો ઉપર તે। આફ્રિકા જવાવાળાનાં છે, અને બીજા પાકા મકાને વાળા મેાટેભાગે દેવાદાર હાય છે” ( ભાઈ નરહરિકૃત ‘ખારડેાલીના ખેડૂતા ’).
પ. કાળીપરજ લેાકેામાં મદ્યપાનાનષેધની ચળવળ ચાલી છે અને કેળવણીના પ્રચાર થઈ રહ્યો છે એ એમની પ્રગતિ સૂચવે છે એવું કારણ આપીને એ લેાકેાને પણ ૨૫ ટકા વધારા લાગુ પાડવામાં હરકત નથી એમ શ્રી. જયકરે કહ્યું છે. આ મદ્યપાનનિષેધની ચળવળ જ્યારે પૂરી સફળ થઈ ત્યારે ખરી. કેળવણી તેા હજી દૂર છે, અને કરજના ખેો એ લેાકેા ઉપર રેાજ વધતા જાય છે અને તેએ પાતાની જમીન ખેાતા જાય છે.
66
૬. માલના ભાવ ૧૯૧૪ થી ૧૯૨૫ના ગાળામાં વધેલા તે લડાઈના કારણથી વધ્યા હતા એ સર્વવિદિત છે. આંકણીઅમલદારના રિપેાની શાહી સુકાયા પહેલાં તે એ ભાવ ઘટી ગયા છે. એટલે આવા અપવાદરૂપ વર્ષોમાં વધેલા ભાવ ઉપરથી ત્રીસ વરસ સુધી મહેસૂલના દર વધારી મૂકવા એ ઉધાડેા અન્યાય છે. આજું, માલના ભાવ તા ઊતરી પણ ગયા, પણ મજૂરીના ભાવ વધ્યા અને રહેણીકરણીનું ધેારણ ખરચાળ થયું. તેને ઊતરતાં વાર લાગવાની. માલના ભાવ વધ્યા તેની સાથે ખેતીનાં ખર્ચ વધી ગયાં છે એ ધ્યાનમાં નથી લેવાયું. જે બળદની જેડ પચીસ કે ત્રીસ વરસ ઉપર સે રૂપિયે મળતી તેના હાલ ચારસાથી પાંચસેા રૂપિયા પડે છે, જે ગાડાં પચાસ કે પાસા રૂપિયે થતાં તેના આજે દોઢસા પડે છે. જે દૂબળેા પચીસ કે ત્રીસ રૂપિયે
૨૫
Page #32
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ : રહે તે આજે બસ કે ત્રણ રૂપિયે પણ નથી મળતું. આ બધું ઝટ ઘટવાનું નહિ, અને માલના ભાવ તો ઘટતા ચાલ્યા જ છે” (ભાઈ નરહરિકૃત બારડોલીના ખેડૂતો”).
૭. ખેતીની મજૂરી બમણી નહિ પણ ચારગણું વધી છે. પણ એ તો મહેસુલ ઓછું કરવાના પક્ષમાં દલીલ છે, એ કોઈ પણ સામાન્ય અકકલને માણસ સમજી શકે. ( ૮. “જમીનની કિંમતમાં વધારો થયો છે તે લડાઈ પછીનાં વરસમાં થયો છે. તે વખતે કપાસના ભાવ એટલા વધી ગયા કે લોકોને કપાસની ખેતીમાં મોટો નફો દેખાવા માંડ્યો. તેમાં વળી પરદેશથી ધન કમાઈ લાવ્યા હોય તે લોકો જમીન સંપાડવા ઉત્સુક હોય. જેની પાસે કાંઈ જમીન હોય તેની કામમાં આબરૂ ગણાય. એટલે આવા લોકે મેં માગ્યાં દામ આપીને જમીન ખરીદવા પાછળ પડવ્યા. તેમાં ભારે ભાવની અંજામણ તો હતી જ. એટલે જમીનના ભાવ કૃત્રિમ રીતે વધેલા છે એમ કહી શકાય. ભાવ ઊતરતાંની સાથે આજે જમીનની કિસ્મતમાં ૨૫ ટકા ઘટાડો થંઈ ગયો છે; પણ ખેતીમાંથી નફો ન હોય તો જમીનની કિંમત વધારે કેમ રહી શકે એ કેયડો. સરકારી અમલદારને ઝટઝટ ન ઊકલી શકે. માનવલાગણીને જેમાં વિચાર નથી કરવામાં આવતો એવા પશ્ચિમના અર્થશાસ્ત્રથી રંગાયેલા સરકારી અમલદાર તો જરૂર એવી દલીલ કરે કે જે જમીનમાંથી સારી પેદાશ ન થતી હોય તો લોકો શું કામ જમીનમાં પૈસા નાંખે? પિતાનાં નાણાં વ્યાજે કેમ ન ફેરવે ? હકીકત એવી છે કે જે ખેડૂતના શહેરની બેંકમાં પચાસ હજાર રૂપિયા. પડ્યા હોય તેના કરતાં જે ખેડૂત પાસે પચાસ વીઘાં જમીન હોય તેની- આબરૂ કામમાં વધારે ગણાય છે. એટલે શહેરમાં ગમે તેટલું વ્યાજ મળતું હોય તો પણ ખેડૂત પિતાનાં નાણાં જમીનમાં જ રોકવાનું પસંદ કરે છે. “વતન” શબ્દની પાછળ, એક એવી ભાવના રહેલી છે જે ભાવના ખેડૂતને પિતાના વતનમાં જમીન સંપાડવા વાજબી કરતાં વધારે દામ આપવા પ્રેરે છે. પરંતુ આ વસ્તુ સરકારી અમલદારના સમજવામાં શી
Page #33
--------------------------------------------------------------------------
________________
૪.
બારડોલીમાં શું બન્યું ?—લાકક્ષ
રીતે આવે ? ગામેગામના વેચાણની તપાસ કરતાં મેટા ભાગનાં વેચાણ પરદેશ જઈ આવેલાએએ કરેલાં જોવામાં આવે છે. આંકણીઅમલદાર લેાકેાની સ્થિતિ તપાસીને નિવેદન કર્યાંને.. દાવા કરે છે, પરંતુ આ તાલુકામાંથી પરદેશ જઈ ધન રળી. આવનારની સંખ્યા મેાટી છે તેનેા પેાતાના નિવેદનમાં ઉલ્લેખ. સરખા નથી !” (ભાઈ નરહરિકૃત ‘ બારડેાલીના ખેડૂતેા. ' )
વેચાણ અને ગણેાતના આંકડા કેવી રીતે તૈયાર થયા છે તે જાણવાને માટે એકબે વાત તેાંધવી. જરૂરની છે. સેટલમેટ ઑફિસરે ગામેગામ ફરીને આ વેચાણ અને ગણેાતના આંકડા તપાસવા જોઈ એ, એમાં સાચાં ગણાત અને વેચાણ કયાં છે તે તપાસવાં જોઈએ, વ્યાજના દસ્તાવેજો, ગીરાના અને વેચાણગીરાના દસ્તાવેજો કાઢી નાંખવા જોઈએ. પણ ખારડેલીમાં આવું કશું બન્યું નહેતું. સેટલમેટ રિપોર્ટની ઉપર ૩૦મી જૂન ૧૯૨૫ની તારીખ છે.. રિપે લખતાં પંદરેક દિવસ થયા હશે એમ માની લઈએ તે ૧૩૭ ગામના આંકડા તેમણે ૧૦ દિવસમાં તપાસી લીધા હશે એમ મામલતદારે પટેલ તલાટીએ ઉપર મેાકલેલા એક સકર્યુલર ઉપરથી જણાય છે. ૧ લી જીનને દિવસે કાઢેલા આ સકર્યુલરમાં તેમને એવું લખવામાં આવ્યું હતું : “ આ દેખત તમારે બધાં પત્રકા લઈ ને તાલુકે આવવું. પ્રાંત સાહેબ (જયકર સાહેબ)ને મુકામ ૪થી જૂનથી તાલુકે થવાના છે, અને તેએ તમે કરેલાં પત્રકા તપાસશે. તે પહેલાં મારે પણ એ તપાસી જવાં જોઈ એ. એટલે તમારે તમામ ચાલુ પત્રકા લઈ ને તાલુકે આવી રહેવું અને કામ પૂરું થાય ત્યાં સુધી અહીં રહેવું. ’’
પ્રાંત અમલદાર તા. ૪થી ૧૫મી સુધીમાં ૧૩૭ ગામેાનાં પત્રકે। શી રીતે તપાસી શક્યા હશે તે સમજી શકાતું નથી. રિવવાર વગેરે ન ભાગવ્યા હેાય તેાયે એ કામ ૧૧ દિવસમાં પતાવવું એ મેાટા અષ્ટાવધાનીને માટે પણ અશક્ય થઈ પડે. અને વળી એ બધી તપાસ કચેરીમાં બેસીને થાય શી રીતે એ પણ કલ્પનામાં નથી આવતું.
૨૭
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ,
વળી મામલતદારને એક હુકમ આ વસ્તુ ઉપર વધારે અજવાળું પાડે છે. આ હુકમની ઉપર ૨૩ મી ઑકટોબરની તારીખ છે. એમાં ૨૭મી ઓકટોબરે બધાં પત્રક લઈને પટેલતલાટીને તાલુકે હાજર થવાને હુકમ કરવામાં આવ્યો છે. કારણ, “તમે તૈયાર કરેલાં વેચાણનાં પત્રકાની મારે મેળવણી કરવાની છે.” વાંચનારે જે આ. ચર્ચાને બરોબર અભ્યાસ કર્યો હશે તો તેને યાદ હશે કે શ્રી. જ્યારે પિતાને રિપોર્ટ પહેલે મિ. ઍડર્સનને જેવા મેક હતો, પછી તે જોઈને તેને સુધારવાની તેમણે કેટલીક સૂચના કરી, તે પ્રમાણે સુધારીને તેમણે તે પાછા જેવા મોકલ્યો, અને આખરે નવેંબરમાં તે સરકારી રીતે રજૂ કરવામાં આવ્યો. પેલો સુધારીને મોકલવાનો હુકમ શ્રી. જયકરને આવ્યો ત્યારે તેઓ કલેકટરપદું કરતા હતા એટલે તેમનાથી કેમ તપાસણું થઈ શકે ? એટલે તેમણે કર્યો મામલતદારને હુકમ, અને મામલતદાર પટેલતલાટીને તાલુકે બોલાવેલા. પણ એ તપાસણીને વિષે મિ. ઍડર્સન કહે છે: “આ આંકડા મામલતદારે મેળવ્યા છે અને તપાસ્યા છે એમ તુમારમાંથી દેખાય છે. હવે મામલતદારની એ મેળવણીનો અર્થ તેમના એકાદ કારકુને અથવા સર્કલ ઇન્સ્પેકટરે કરેલી મેળવાણી હોય છે. સેટલમેંટ અમલદાર તે પોતે વેચાણ અને ગણોતના આંકડા તપાસે એવી આશા રખાય છે તેને બદલે પેલા સર્કલ ઇન્સ્પેકટર કે કારકુનની તપાસણી કેમ ચાલે ?”
છેવટે ખેતીના ઉત્પન્નના ભાવમાં વધારો થવાને લીધે ૧૫ લાખ રૂપિયાનો લાભ ખેડૂતોને થયે એ દલીલનું બેહૂદાપણું તો આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા તેમ મિ. ઍડર્સને પિતાના રિપોર્ટમાં એવી સરસ રીતે બતાવ્યું છે કે તેને વિષે વધારે લખવાની જરૂર જણાતી નથી.
આ તો શ્રી. જયકરે આધાર રાખેલી હકીકતનું પૃથક્કરણ થયું. મિ. ઍડર્સને તો ગણોતના આંકડા ઉપર જ આધાર રાખ્યો હતો. આજે જમાબંધીની જે કલમે છે તે મુજબ પણ એ આંકડાને ઉપયોગ કરતાં પહેલાં એ આંકડા પુષ્કળ પ્રમાણમાં છે કે નહિ તે જોવું જોઈએ અને આંકડા બરાબર તપાસેલા છે કે નહિ
૨૮ -
Page #35
--------------------------------------------------------------------------
________________
૪ થુ*
આરડોલીમાં શું બન્યું ? —લેકપક્ષ
તે જોવું જોઈ એ. આંકડાની તપાસ કશી જ થઈ નહેાતી એ આપણે જોઈ ગયા, અને આંકડા પુષ્કળ પ્રમાણમાં છે એમ પુરવાર કરવાને માટે મિ. ઍ ડર્સન કેવી રીતે ભીંત ભૂલ્યા એ તે આપણે ગયા પ્રકરણમાં જ જોયું. મિ. ઍંડસને ૪૨,૯૨૩ એકર જમીન આખા તાલુકામાં ગણેાતે અપાય છે એમ શ્રી. જયકરે આપેલા ૧૯૧૮ થી ૧૯૨૫ના આંકડા ઉપરથી કહ્યું. એ તેા સાત વરસના આકડા હતા. જો એ સાત વરસના આંકડા લીધા તા કુલ જમીનને સાતે ગુણીને ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ કાઢવું જોઈતું હતું, પણ તેમણે તે સાત વર્ષોમાં ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ એક વર્ષની કુલ જમીન પર કાઢયું, અને પછી દલીલ કરી કે લગભગ પ૦ ટકા જમીન ગણેાતે અપાય છે. જો એંડનના આંકડા માનીએ તે કેવું વિચિત્ર પરિણામ આવે છે એ જોવાજેવું છે. નીચેનાં ગામામાં કુલ જેટલી જમીન છે તેના કરતાં ત્યાં ગણેાતે આપવામાં આવેલી જમીન વધી જાય છેઃ
ગામ કુલ જમીન
સાત વર્ષમાં ગણાતે આપેલી જરાયત જમીન એકર ગુઠા ૨,૮૬૨ ४
૧,૧૮૬ ૨૧
૧,૧૮૫
O
૯૨૫
ઉતારા વધાવા
એકર
૧,૩૧૭
૭૯૪
મિયાવાડી ભેસુદલા
સાત વર્ષ માં ગણાતે આપેલી ક્યારી જમીન
એકર
ગુઠા
૧૧
ર
૩
૩૩
દીવા જેવું છે કે ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ કુલ જમીનના સાતગણા કરીને કાઢવું જોઈ એ.
પછી શું થયું તે તે। ગયા પ્રકરણમાં વર્ણવ્યું છે. સરકારને પક્ષ એટલેા બધા ખાટા હતા, આંકડા અને હકીકતની પણ એટલી બધી દેખાતી ભૂલે। હતી કે આખું નવું વિઝન રદ કરાવાની જ લેાકેા માગણી કરી શકતા હતા. પણ લેાકાએ એવડી મેટી માગણી ન કરી. તેમણે તે તેમના નાયક તરીકે વીર છતાં ધીરુ નાયક વલ્લભભાઈને પસંદ કર્યાં હતા. તેમણે પૂરી તપાસ કરાવવાની માગણી ઉપર જ આગ્રહ રાખવાની સલાહ આપી.
પણ એ વાત તે આવતા પ્રકરણમાં કરશું.
૧,૦૫૭
૭૫૧
..
૩૬
૧૮
૩૭
Page #36
--------------------------------------------------------------------------
________________
બારમી ફેબ્રુઆરી “સાબરમતીના સંતે મેટી શક્તિ પેદા કરી છે. તેની પાછળ તમે - અમને ગાંડા કહે કે દીવાના કહો, પણ જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી આ ગાંડા ખેડૂતો માટે મરવા તૈયાર છે.” _રા રે આ સંજોગોમાં લોકોએ શું કરવું ? શ્રી. જ્યકરના
- રિપોર્ટ સામે તો તેમણે સને ૧૯૨૬ થી હિલચાલ ઉઠાવી હતી. તેમની તાલુકા સમિતિએ નિમેલી તપાસસમિતિએ એ રિપોર્ટની એકેએક દલીલના રદિયા. આયા હતા, અને વધારે વાજબી ઠરે કે ચાલું દર પણ વાજબી ગણાય એવા નફા ખેડૂતને થતા નથી એમ બતાવ્યું હતું. આ પછી સને ૧૯૨૭માં તેઓ તેમના ધારાસભાના પ્રતિનિધિઓને આગળ કરીને સરકારના મહેસૂલમંત્રી રેવન્યુ મેમ્બર–ની પાસે ડેપ્યુટેશન લઈ ગયા. આ પછી આ સભ્યોએ સરકારને મોટી અરજીઓ કરી, જેમાં - રિપોર્ટની દલીલોના જવાબ અને ખેડૂતોની ખરી સ્થિતિ આપવામાં આવી હતી. આ બધું છતાં ૧૯૨૭ના જુલાઈની ૧૯મી તારીખે સરકારે ૨૨ ટકા વધારે મંજૂર કર્યો, એટલે સપ્ટેમ્બર ૧૯૨૭માં તેમણે પરિષદ ભરી, જેમાં હજારો ખેડૂતોએ હાજરી આપી. આના પ્રમુખ રાવ સાહેબ દાદુભાઈ દેસાઈ એમ. એલ. સી. હતા. ખૂબ વિચાર અને ચર્ચા પછી તેમણે વધારાની રકમ ન ભરવાન ઠરાવ કર્યો. આ ઠરાવની પણ કશી અસર ન થઈ તલાટીઓને કીસના -હપ્તા નવા દર પ્રમાણે વસૂલ કરવાનો હુકમ થયા.
Page #37
--------------------------------------------------------------------------
________________
- બારમી ફેબ્રુઆરી હવે ખેડૂતોને નવી દિશામાં વિચાર કરવાનું સૂઝયું. અત્યારસુધી સૂઝેલું નહોતું એમ નહિ, પણ ૧૯૨૧ પછીની દેશની પરિસ્થિતિએ કષ્ટસહનના કાર્યક્રમ વિષે તેમની શ્રદ્ધા મોળી પાડી નાંખી હતી અને સત્યાગ્રહના નામથી તેઓ ભડકતા. પણ ધારાસભાના સભ્યોએ તેમને સાફ કહી દીધું કે અમારાથી હવે કશું થાય એમ નથી અને હવે તે તમારે બીજું જે કંઈ કરવું હોય તે કરો. ભાઈ કલ્યાણજી અને કુંવરજી – જે બે ભાઈઓને ગાંધીજીની પાસે ૧૯૨૧માં સત્યાગ્રહના સ્થાન તરીકે બારડોલીને પસંદ કરાવવામાં મોટો હિસ્સો હતો તેઓ – તાલુકા સમિતિના મંત્રી ભાઈ ખુશાલભાઈ સાથે શ્રી. વલ્લભભાઈ પટેલ પાસે ગયા, અને તેમને બારડોલી આવી ખેડૂતો પાસે સત્યાગ્રહની લડત લડાવવાની વિનંતિ કરી. શ્રી. વલ્લભભાઈએ સાફ ના પડી, એમ કહીને કે રાવ બહાદુર ભીમભાઈ અને રાવ સાહેબ દાદુભાઈ જેવા નેતા તેમને દેરી રહ્યા છે ત્યાં તેમના કામમાં વચ્ચે પડવું એ પિતાને શોભે નહિ. આ પછી તેઓ પાછા ગયા, પણ આ વેળા તે ધારાસભાના એ સભ્યોની સલાહ અને સંમતિ મેળવીને ગયા. શ્રી. વલ્લભભાઈએ તેમને અંતિથી સાંભળ્યા, કંઈક આશા આપી અને કહ્યું, “તમે પાછા બારડોલી જાઓ, એકલો વધારો નહિ પણ આખું મહેસૂલ ન ભરવાને માટે ખેડૂતે તૈયાર હોય અને તેમ કરીને છેક ફના થવા તૈયાર હોય તો હું આવવા ખુશી છું. પણ તમે આખા તાલુકામાં ફરી વળે અને લોકો શું ધારે છે તે મને તમે ફરી પાછા આવીને જણાવો.”
આ વરતુ ૨૦ મી જાન્યુઆરીના અરસામાં બની. કાર્યકર્તાઓ પાસે માત્ર આદશ દિવસ બાકી હતા. એટલામાં શું થાય ? પણ તેમણે ન જાણ્યા દિવસ, ન જાણું રાત; તાલુકાના ઘણાખરા કાર્યકર્તાઓને ભેગા કર્યા, અને આખે તાલુકા ફરી વળવાનો કાર્યક્રમ ઘડી, ગાડાંમાં, મોટરબસમાં અને પગે ચાલી અનેક ગામો પદી નાંખ્યાં. આઠ દિવસમાં ઘણાંખરાં ગામોના લોકોનો અભિપ્રાય જાણી તેમણે પાછી અમદાવાદ કૂચ કરી. આ વખતની ટેળીમાં કલ્યાણજી, કુંવરજી, ખુશાલભાઈ કેશવભાઈ તે હતા જ; પણ ખેડા, નાગપુર અને બારસદમાં ખ્યાતિ પામેલા વીર યોદ્ધાઓ
૩૧
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ.
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ દરબારસાહેબ, મેહનલાલ પંડયા અને રવિશંકરને પણ તેઓ પોતાની મદદમાં લાવ્યા હતા. શ્રી. વલ્લભભાઈ સાથે વાતો થઈ, તેમની રીત મુજબ તેમણે પોતાની મેડી ઉપર આંટા મારતાં મારતાં કહ્યું, “ઠીક તમે જાઓ બાપુ પાસે. હું તમારી પાછળ • આવ્યો.” ‘બાપુ’ની સંમતિ વિના તો આવી લડત કેમ જ ઉપાડાય ? ગાંધીજીને કાને તે બધી વાતના ભણકારા એવી ચૂકેલા હતા. તેમણે અત્યારસુધી ઉત્તેજન નહોતું આપ્યું, “વલ્લભભાઈ કહે તે કરે, એવી જ વાત જે મળ્યા તેને કરી હતી. આ વેળા તેમની સાથે ઠીકઠીક વાતો થઈ. વિદ્યાપીઠમાં ગાંધીજીને ત્રણ વાગે જવાનું હતું. આ આગેવાનોને ગાંધીજીએ વિદ્યાપીઠ જતાં રસ્તામાં વાત કરવાનો સમય આપ્યો હતો. કલ્યાણજીભાઈ એ વાત માંડી, લકે નરમગરમ છે એમ જણાવ્યું, વધારે ન ભરવાને તે સૌ કોઈ રાજી છે એમ પણ ઉમેર્યું. '
ગાંધીજી : એટલે ?
કલ્યાણજી : મહેસૂલમાં ૨૨ ટકા વધ્યા છે તો ૨૨ ટકા ભરવાના રાખી મૂળ મહેસૂલ ભરી દેવું એટલી વાત ઉપર લેકે તૈયાર છે.
ગાંધીજી એ તે ભયાનક છે. તમારે જ પૈસે સરકાર તમારી સાથે લડી લેશે અને પૈસા વસૂલ લેશે. જે લડત માંડવી હોય તો તે એવી જ શરત કરીને મંડાય કે મૂળ મહેસૂલ ભરવાને તૈયાર છીએ પણ તમે વધારે રદ ન કરે ત્યાં સુધી એક પાઈ ન આપીએ. આ રીતે કરવાને લકે તૈયાર છે ?
કલ્યાણજી : કસબાનાં ગામમાં કસ નથી, વાણિયા ભાઈઓને વસવસો છે, એવો ડર પણ રહે જ કે બધી જમીન ખાલસા કરી મૂળ માલિક રાનીપરજ લોકોને તે પાછી સોંપી દેવામાં આવે. બીજા લોકોમાંથી ઘણા પૂરું મહેસૂલ ન ભરવાને તૈયાર છે એમ અમને અમે જેટલાં ગામ ફર્યા તે ઉપરથી લાગ્યું.
ગાંધીજી: વારું, લડવાને તૈયાર છે એમ કબૂલ કરીએ. પણ મહેસૂલનો પ્રશ્ન એમને સાચો છે કે ? સરકાર ન કબુલ કરે પણ દેશને સરકારને અન્યાય ગળે ઊતરશે કે ?
૩૨
Page #39
--------------------------------------------------------------------------
________________
બારમી ફેબ્રુઆરી કલ્યાણજી: હા; નરહરિભાઈએ પિતાના લેખમાં એ અન્યાયની વાત તે જાહેર આગળ મૂકેલી જ છે.
ગાંધીજી: નરહરિન લેખ વાંચેલા યાદ છે, પણ આ વધારાની સામેની દલીલો તેમાં વાંચેલી યાદ નથી. ગમે તેમ હોય, એટલું યાદ રાખવાનું છે કે લોકલાગણી આપણી સાથે હોવી જ જોઈએ, અને તે માટે અન્યાય ચેખો દેખાઈ આવવો જોઈએ. વળી એક બીજી વાત. લડવાને તૈયાર તે થયા છે, પણ સત્યાગ્રહના મુદ્દા સમજીને તૈયાર થયા છે? જો એ ન સમજ્યા હોય, અને વલ્લભભાઈના જોર ઉપર જ ઊભા થયા હશે તે વલ્લભભાઈને અને તમને બધાને સરકાર ઉપાડી લે પછી તેઓ ટકી રહેશે ખરા?
કલ્યાણજીઃ એટલા ઊંડા ઊતરીને અમે તપાસ નથી કરી. ગાંધીજીઃ એ જાણવું રહ્યું; પણ વલ્લભભાઈ શું કહે છે?
આ ચર્ચા ચાલતી હતી ત્યાં વલ્લભભાઈ રસ્તા ઉપર ભેળા થયા. વલ્લભભાઈએ જણાવ્યું કે પોતે કેસ તપાસી ગયા છે અને લડત વાજબી લાગે છે. વલ્લભભાઈએ નિશ્ચય કરી લીધો છે એમ લાગતાંની સાથે જ ગાંધીજી બોલ્યા: “ત્યારે તો મારે એટલું જ ઇચ્છવું રહ્યું કે વિજયી ગુજરાતનો જય હે.”
પણ શ્રી. વલ્લભભાઈ એ નિશ્ચય કરી લીધું હતો શું? અને કર્યા હતા તે તેમ કરતાં તેમને કેટલી ગૂંચવણ પડી હશે ? નાગપુરબેરસદના વિજયી સેનાપતિને સત્યાગ્રહની વાત સાંભળી કે લડવાનું મન થઈ જાય એવું નહોતું, નાગપુર અગાઉ છેડા જ દિવસ પહેલાં જ્યારે તેઓ રંગૂન ગયા હતા તે દરમ્યાન તેમના કેટલાક સાથીઓએ સવિનય ભંગની વાત ઉપાડી હતી. તેમને ઠંડા પાડતાં તેઓ ચૂક્યા નહોતા. ૧૯૨૭ માં નાગપુરમાં સવિનય ભંગ શરૂ થયો હતો અને તેની આગેવાની લેવાનો ઘણા મિત્રોએ - આગ્રહ કર્યો હતે, એ બાબત મહાસભાના કાર્યવાહક મંડળે પણ કંઈક ઠરાવ કર્યો હતો, પણ તેમણે એ વાત ઉપાડવાની સાફ ના પાડેલી, કારણ તેમને એ લડત ઉપાડવાને કારણે પૂરતાં નહોતાં લાગેલાં. પ્રસ્તુત સમયે તે તેઓ છેક છૂટા હતા એમ પણ ન
૩૩
Page #40
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ કહેવાય. ચાર પાંચ વર્ષ થયાં તેઓ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. સરકારી અમલદારોએ તેમના કાર્યમાં મુક્તકંઠે વખાણ કર્યા હતાં. આમાંના કેટલાકની સાથે તો તેમને મીઠી મૈત્રીને સંબંધ થયો હતો. એ મૈત્રી પ્રલયસંકટનિવારણના કાર્ય દરમ્યાન ઓછી નહોતી થઈ પણ વધી હતી. સરકારી અમલદારોની સાથે તેમણે આ કાર્યમાં સહકાર કર્યો હતો, પિતાની અજબ વ્યવસ્થાશક્તિની તેમણે અમલદારો ઉપર ખૂબ છાપ પાડી હતી, અને જિલ્લાના કલેકટરે તો એકવાર તેમને પૂછેલું પણ ખરું કે આટલા સારા કામ માટે તેમને અને તેમના સાથીઓને સરકાર કાંઈ માન એનાયત કરે એવી ભલામણ પિતે કરે છે તેમાં શ્રી. વલ્લભભાઈને કશો વાંધે છે ?
આવી આવી મૂંઝવણ છતાં બારડોલીના ખેડૂતોનું દુઃખ તેમને વસી ગયું હતું એટલે તેમણે બારડોલી જવાનો નિશ્ચય કર્યો. હજી ખેડૂતોની નાડ તપાસવાને કંઈક અવકાશ તો હતો જ. ૫ મી ફેબ્રુઆરીએ સરકારનો પહેલો હપ્તો લહેણ થાય, ૪ થી પહેલાં તો બારડોલી પહોંચવું તેમને અશકય હતું. ૪થીએ તમામ ખેડૂતોની એક પરિષદ તેમના પ્રમુખપણ નીચે બારડોલીમાં બોલાવવી એવો નિશ્ચય થયો. એ પ્રમાણે બારડોલીમાં પરિષદ મળી. આ પરિષદમાં ધારાસભાના ત્રણ સભ્યો –રાવ બહાદુર ભીમભાઈ નાયક, રા.સા. દાદુભાઈ દેસાઈ અને શ્રી. દીક્ષિત –પણ પધાર્યા હતા. તેઓ તે પોતાની રીતે જેટલું થાય તેટલું કરી ચૂક્યા હતા. “હવે બાજી અમારા હાથમાં નથી, એમ કહીને તેમણે હાથ ધોઈ નાંખ્યા હતા, અને વલ્લભભાઈ જેવા સત્યાગ્રહી લડત લડનારા સરદાર પાસે જવાની તેમણે લોકોને ભલામણ કરી હતી. શ્રી. વલ્લભભાઈએ પ્રથમ તે કામ કરનારાઓને તપાસ્યા, જોયું કે તેમને સત્યાગ્રહ કરવાની ચળ નહોતી, તેઓ તો હજાર વાતને વિચાર કરીને પગલું ભરવા માગતા હતા. કેટલાકને લડત ચલાવવાની લોકેની શકિત વિષે સ્પષ્ટ અશ્રદ્ધા હતી. આ પછી શ્રી. વલ્લભભાઈ એ ગામોના પ્રતિનિધિઓને બોલાવ્યા. ૭૯ ગામોના માણસે આવ્યા હતા, અને તાલુકાની ખેતી કરનારી બધી કે એમાં આવી જતી હતી. બધા કાંઈક
૬૪
Page #41
--------------------------------------------------------------------------
________________
ગ્ય મુ
આરસી ફેબ્રુઆરી જવાબદારીવાળા માણસેા હતા, સારા સારા ખાતેદારા હતા, ત્રણસેથી પાંચસે રૂપિયા સુધી ધારે। ભરનાર ખાતેદારા હતા. એક પારસી સજ્જનતા ૭૦૦ રૂપિયા ભરનારા હતા. આ લેાકાના મેટાભાગે આગ્રહપૂર્વક જાહેર કર્યું કે વધારેલું મહેસૂલ અન્યાય છે અને ન જ ભરવું જોઈ એ. શ્રી. વલ્લભભાઈ એ એક પછી એક માણસ લઈને સવાલ કર્યો, પાંચ ગામેાના માણસા એવા હતા કે જેમણે જાહેર કર્યું: અમે જૂનું મહેસૂલ ભરી દઈએ, અને ખાકીનું ચાહે તે રીતે વસૂલ કરવાની સરકારને હાકલ કરીએ.' બીજા બધા સરકાર નમતું મૂકે નહિ, અથવા જૂનું લેવાને તૈયાર ન થાય ત્યાં સુધી કશું જ ન ભરવાની તરફેણમાં હતા. લેાકેા નિખાલસતાથી વાત કરતા. એક રાનીપરજ ખેડૂત કહેઃ ‘ટકી તેા રે'હું, પણુ છકારને તાપ ન્હીએ જીરવી હકાય. બીજો એક જણ ખેલ્યા : સરકાર થાય તે કરે, બીજાનું સૂઝે તે થાય, હું તે। નહિ ભરું.' એક ગામવાળા કહે: ‘અમારે ત્યાં અર્ધું ગામ અસહકારી છે, અર્ધું સહકારી છે. પેલા અમે કરીએ તેથી અવળું જ કરનારા રહ્યા. ’એક જણ હિંદુમુસલમાનેા બધા એક છે, માત્ર ૨૫ ટકા ભલ્યા. બીજો એક જણ કહેઃ ‘ચાર જણ પણ સાચા હશે તે
"
કહે ઃ
અમારા ગામમાં
મુસલમાન નથી
આખા તાલુકા ટકશે.
‘ ચાર જણ કાણુ ? ' ચાર આગેવાન,’ એમાં તમે ખરા કે નહિ ? ’‘ના, સાહેબ, હું તે ચાર્ પછી ચાલનારા. ’ એટલે શ્રી. વલ્લભભાઈ કહે: ' તેા ચાર આગેવાન ઊભા થાએ જેએ મહેસૂલવધારા સામે થતાં ખુવાર થવાને તૈયાર હોય. ' એટલે ટપાટપ ચાર જણ ઊભા થયા !
દરમ્યાન જૂનું મહેસૂલ ભરવાના પક્ષવાળા પેલાં પાંચ ગામના પ્રતિનિધિએ બીજાની સાથે બેસીને ચર્ચા ચલાવી રહ્યા હતા, તેઓ આખરે નિર્ણુય ઉપર આવ્યા કે આખું મહેસૂલ ન ભરવામાં આખા તાલુકાની સાથે રહેવું.
આમ બધાની ખૂબ તપાસ કર્યાં પછી પણ શ્રી. વલ્લભભાઈ પટેલે જાહેર ભાષણમાં લેાકેાને ખૂબ ચેતવણી આપીઃ ‘મારી સાથે ખેલ ન થાય. ખિનજોખમી કામમાં હું હાથ ધાવનારા નથી.
૩૫
"
Page #42
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ. જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઊભો રહીશ. ૧૯૨૧ માં આપણી કસોટી થવાની હતી, પણ ન થઈ. હવે સમય આવ્યો છે. પણ તમે તૈયાર છો ? આ એક તાલુકાનો પ્રશ્ન નથી, અનેક તાલુકા અને અનેક જિલ્લાઓને છે. તમે હારશે તે બધાનું ભાવી બગડશે.” એવી એવી ખૂબ વાત સંભળાવી, અને આખરે સાત દિવસ વધારે વિચાર કરવા, શાંતિથી બધાં જોખમોને વિચાર કરી નિશ્ચય કરવા લોકોને સલાહ આપી.
દરમ્યાન તેમણે સરકારની સાથે મસલત કરવાનું પણ જણાવ્યું, અને નિષ્પક્ષ પંચ નીમવાની સૂચના સરકાર સ્વીકારે તો સત્યાગ્રહ કરવાનું પગલું લેવાની જરૂર ન પડે એમ જણાવ્યું. સભામાં હાજર રહેલા ધારાસભાના ત્રણ સભ્યોએ પરિષદમાં કેવળ હાજરી જ નહોતી આપી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે તેમનાથી લઈ શકાય તેટલાં પગલાં તેઓ લઈ ચૂક્યા, અને તેમાં ન ફાવ્યા એટલે હવે સત્યાગ્રહને પંથે તેમને દોરી શકે એવા નેતાને ખેડૂતોને સંપતાં તેમને આનંદ થાય છે.
આ પછી શ્રી. વલ્લભભાઈ અમદાવાદ ગયા, અને તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ ગવર્નરસાહેબને કાગળ લખી આખી વસ્તુસ્થિતિ વર્ણવી, સરકારની જમીન મહેસૂલની નીતિને લીધે કમનસીબ ગુજરાતને કેટલું વેઠવું પડયું છે તે જણાવ્યું, અને લખ્યું: “મારી વિનંતિ એટલી જ છે કે લેકેને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણી પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં મુલતવી રાખે અને આખો કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકોને પોતાની હકીકત રજૂ કરવાની તક મળે, અને તેમની રજૂઆતને પૂરતું વજન આપવાની ખાતરી આપવામાં આવે.” સાથે સાથે એમ પણ જણાવ્યું: “આ લડત જે તીવ્ર સ્વરૂપ પકડે એવો સંભવ છે તે અટકાવવી આપના હાથમાં છે, અને તેથી આપને માન સાથે આગ્રહ કરું છું કે લોકોને પિતાનો કેસ નિષ્પક્ષ પંચ સમક્ષ રજૂ કરવાની તક આપે. આપ નામદારને એમ લાગે કે આ બાબતમાં રૂબરૂ મળવા જેવું છે તે બેલાવો ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.”
૩૬
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્ર
આરસી ફેબ્રુઆરી
આ જ કાગળમાં શ્રી. વલ્લભભાઈ એ એક કુશળ ધારાશાસ્ત્રીની રીતે સરકારે કેટલીક કાયદાની ભૂલા કરેલી તે તરફ પણ તેમનું ધ્યાન ખેંચ્યું હતું. સેટલમેટ કમિશનર મિ. ઍંડસને નવા જ ધારણે અનેક ગામેાના ગ્રુપ (વ) બદલ્યા હતા તેને ઉલ્લેખ કરીને શ્રી. વલ્લભભાઈ એ જણાવ્યું, “ નવા વર્ગીકરણમાં કેટલાંક ગામા ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે, એટલે એ ગામાને માથે તે! ઉપરના વર્ગોના ઊંચા દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦થી ૬૦ ટકાના વધારે। પડ્યો છે. છેવટના હુકમેા કાંઢતાં પહેલાં આ બાબતની લેાકેાને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તેા સેટલમેટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું, અને ૧૯૨૭ની ૧૯ મી જુલાઈએ છેવટના હુકમ કાઢવા. ચાલુ વર્ષોંમાં નવી આકારણીને અમલ કરવેા હેાય તે તે પહેલી ઑગરટ પહેલાં જાહેર થઈ જવી જોઈ એ. આથીયે વિશેષ નિયમ બહાર એ બન્યું છે કે ૩૧ ગામેાએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નેટિસે ચેડવામાં આવી કે જેમને વાંધા રજૂ કરવા હોય તો તે મે મહિનાની અંદર પેાતાના વાંધા રજૂ કરે. એક રીતે તે ૧૯૨૭ની ૧૯ મી જુલાઈના સરકારી ઠરાવ ન. ૭૨૫૯/૨૪, જેની રૂએ જમીનમહેલમાં વધારેા થયેા તે સરકારને છેલ્લા હુકમ હતા. પરંતુ પેલી નેટિસ ચેાડાઈ એટલે એ હુકમ છેવટને રહી શકતા નથી. અને છેવટના હુકમ કાઢતાં પહેલાં વાંધાઓને વિચાર કરી લેવાને સરકાર ખંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નેટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવા વધારે। અમલમાં મૂકી શકાય નહિ. ’’
કાગળમાંથી આટલેા લાંખે ઉતારા હું એટલા ખાતર લઉં છું કે સરકાર પેાતાની ભૂલ સમજી પણ તે કબૂલ કરવાને તૈયાર નહેતી. પણ એક મહિના પછી માર્ચમાં ધારાસભા મળી તેની એઠકમાં જાહેર કર્યું કે ૨૨ ગામેાના વર્ગ ઉતારવામાં આવ્યા છે. ઉપરના કાગળને એક ટૂંકા અને ટચ જવાબ ગવર્નરના પ્રાઇવેટ સેક્રેટરીએ લખ્યા, અને તેમાં જણાવ્યું કે તમારા કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરકે રવાના કરવામાં આવ્યા છે. પેલી
૩૭
Page #44
--------------------------------------------------------------------------
________________
મારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
કાયદાની ભૂલને સ્વીકાર તા સરકાર જરૂર કરી શકતી હતી, તે પણ ન કર્યાં: શ્રી. વલ્લભભાઈ એ તે। મળવાની પણ માગણી કરી હતી. ગવન રસાહેબને શ્રી. વલ્લભભાઈ અજાણ્યા નહાતા. પ્રલયસંકટનિવારણના કામને અંગે બેવાર તેમને તે મળ્યા હતા, ખૂબ વાતચીત પણ થઈ હતી, અને પ્રલયસંકટનિવારણના તેમના કામની પણ તે સાહેબને ખખર હતી. પણ તેઓ આ ટાંકણે એવી રીતે વાઁ કે જાણે શ્રી. વલ્લભભાઈ સાથે સીધી મસલત કરવાને પ્રથમથી જ સરકારને અણુગમે! હાય ના!
દરમ્યાન શ્રી. વલ્લભભાઈ તા. ૧૧ મી માર્ચ સુધી મહેસૂલખાતાના જવાબની રાહ જોઈ બેઠા હતા. જવાબ ન આવ્યે એટલે અગાઉ ઠરાવ્યા પ્રમાણે તેએ ખારડાલી જઈ ૧૨ મી તારીખે પાછા. ખેડૂતાને મળ્યા, અને સૌની સાથે પાછી ગાદી કરી. ખેડૂતે ના સેવકા પણ આ વખત દરમ્યાન એસી નહાતા રહ્યા. તેઓ ગામેગામ ફરી વળ્યાં હતા, તેમણે એક પ્રતિજ્ઞા ઉપર ખેડૂતની સહીએ લીધી હતી, અને સહી કરનારા આગેવાને ભેગા કર્યાં હતા. આ વેળા મસલતસભાના રંગ જુદા જ હતા. પહેલી વેળા આવેલા તે ઉપરાંત પણ કેટલાંક ગામાના લેાકેા આમાં જિર હતા.
શ્રી. વલ્લભભાઈ એ એકેએક ગામના માણસાને ફેરવી ફેરવીને સવાલે પૂછ્યા. સાના જ્વાબમાં સાચને રણકાર હતા, શેખી નહેાતી, પણ સાચી દંઢતા અને મક્કમતા હતી, અને પરિસ્થિતિનું ભાન હતું. એક પછી એક પેાતાના ગામની સ્થિતિ વર્ણવવા લાગ્યા. ‘અમારા ગામના પટેલે ક્રીસ ભરી દીધી છે; અમારી પડેાસના વાણિયાએ ભરી દીધી છે. પણ તેને ખખર નહોતી. તે બાકીના ન ભરે.’ અમારા ગામમાં ૫૮ જણે સહી કરી છે. ૧૨ બાકી છે. પણ ૫૮ મક્કમ માણસા છે.' અમારે ત્યાં બધાએ સહી કરી છે, માત્ર પટેલ બાકી છે, પણ તેને વિરાધ નથી.’‘અમારે ત્યાં થેાડા મુસલમાન જોખમ ખેડવા તૈયાર નથી.’· અમારું અધું ગામ તે ગમે તે થાય તેાપણ ઊભું રહેશે. બાકીના અર્ધાં ખાટા છે. પણ એ અધું ગામ જાણે
.
૩૮
Page #45
--------------------------------------------------------------------------
________________
૫ મું
"
આપણું છે જ નહિ એમ અમારું ગામ મક્કમ છે. ગામના લેાકેાએ કહ્યું:
ગણજો.'
આરસી ફેબ્રુઆરી
આપણે વવાનું. કાંઈ ડરવાનું કારણ આખા ગામને માટે અમને જવાબદાર
ધણાએ જણાવ્યું : નથી. ’ત્રણચાર
'
આ પછી સાને ખૂબ ચેતવ્યા :
જોખમ
શ્રી. વલ્લભભાઈ એ ભરેલું કામ ન કરવું એ સારું, પણ કરવું તેા પછી પાર ઉતારવું. હારશે. તે દેશની લાજ જશે, મજબૂત રહેશે। તે આખા દેશને ફાયદા છે. વલ્લભભાઈ જેવા લડનારા મળ્યા છે તેના જોરે લડશું એવી વાત હોય તે લડશે! મા. કારણ કે તમે જો સો વર્ષ સુધી નથી ઊડવાના એ ખચીત માનો. રાવ કરવા છે તે રાવ તમારે જ કરવાના છે. ન કરીએ, એ ઉપર ભાષણ પણન. આપીએ, સમજીને એ કરવા ધારેા તે કરો, ’
તૂટી પડચા તે હવે આપણે જે
૩૯
અમે એ હરાવ તમે લેાકેા જ
એક વાત અહીં નાંધવાજેવી છે. તા. ૪ થીએ. તેમજ તા. ૧૨ મીએ ચેાર્યાસી તાલુકામાંથી પણ ઘણા ખેડૂતા આવ્યા હતા. કલેટા નામના એક ગામના મુસલમાનેાને પાતાના ગામને અને તાલુકાને થયેલેા અન્યાય બહુ જ ખૂંચતા હતા, અને ચેસી તાલુકાને લડતમાં જોડવામાં આવે એવી તેમની માગણી હતી. શ્રી. વલ્લભભાઈ એ તેમની સાથે ખૂબ વાતે કરી, અને સમજાવ્યાઃ
.
બારડેાલીને સત્યાગ્રહ કેવળ ખારડોલીને જ મદદ નહિ કરે, ચેાર્યાસીનું કામ અનાયાસે થશે, અમારાથી આજે બે તાલુકાને પહેોંચાય એવી અમારી શક્તિ નથી. તમારે ત્યાંને અન્યાય અને અમારે ત્યાંને સરખા જ છે, અને છેવટે ખારડાલીનું થશે તે જ ચેાર્યાસીનું થશે. પણ આજે તેા પિછાડી જોઈ ને જ સેાડ તાણવી જોઈ એ. તમારે ત્યાં ૪૦-૫૦ ટકા જેટલા ખાતેદારે તે સુરત રાંદેરના ધનાઢય માણુસેા. એ લેાકેા પૈસા પહેલાં ભરી આવે, એના ઉપર કમિશનરનું દબાણ પણ ચાલી શકે અને પછી તમે લેાકેા ગભરાઈ જાએ. હું તમને કેમ આમ ખાડામાં ઉતારું? આકી તમે ચાક્કસ સમજજો કે જે અમારું થશે તે તમારું થવાનું છે.' પેલા સમજ્યા અને શાંત થઈ ને ઘેર ગયા.
Page #46
--------------------------------------------------------------------------
________________
આાલી સત્યાગ્રહને ઇતિહાસ
આ પછી વલ્લભભાઈ ભરી સભામાં ગયા. જરા વધારે વિસ્તારથી સભાને સમજાવી
“મે. સરકારને કાગળ લખ્યા હતા, અને તેમાં નિષ્પક્ષ પંચ નીમવાની તેમને ભલામણ કરી હતી. તેના જવાબ મને એવા મળ્યા છે કે તમારા કાગળ રેવન્યુ ખાતામાં વિચાર અને નિકાલ માટે મેકલ્યા છે. એ જવાબ જ ન કહેવાય. સરકારના જમીનમહેસૂલના પ્રયદો ભારે અટપટા અને ગૂંચવણભરેલા છે. એ એવી રીતે ઘડેલા છે કે સરકાર તેને જ્યારે જેવા ધારે તેવા અર્થ કરી શકે. જુલમીમાં જુલમી રાજ્યમાં થઈ શકે એવા આ કાયદો છે, એટલે કે તેમાંથી જે અર્થ જોઈતા હોય તેવા અમલદારે ઉપર્જાવી શકે.
..
પ્રકરણ
ઉપરતી જ વસ્તુ
ગઈ વખતે મહેસૂલવધારાને! અચચ મે તમને સમજાવ્યો. પણ એ વધારે। અન્યાય નહિ પણ ગેરકાયદેસર પણ છે. કલમ ૧૦૭ પ્રમાણે આજે મહેસૂલ આકારાય છે ને લેવાય છે. તે કલમની રૂએ ખેડૂતને નીપજ થાય તે ઉપર જે ફાયદો રહે તેના ઉપર મહેસૂલ આકારવાનું ધારણ મૂકેલું છે. આ ધારણની વિરુદ્ધ તે બધું કાયદાવિન્દ્વ ગણાય. એટલે આ વર્ષે બારડોલી તાલુકા પર સરકારે જે નવી આકારણી કરેલી છે તે જમીનમહેસૂલના કાયદાની વિરુદ્ધ જઈ ને કરેલી છે. મુદ્દાની વાત એ છે કે સેટલમેન્ટ ઍસિરે, જેમણે આ તાલુકાની સ્થિતિની મૂળ તપાસ કરીને સરકારમાં રિપોર્ટ રજૂ કર્યા તેમણે તે કાયદાને વળગીને જ કામ કરેલું. તેકે મને પેાતાને તે એની વિરુદ્ધ પણ ખૂબ ફરિયાદ છે. સેટલમેન્ટ એફિસરે પેાતાના જે રિપેા કર્યાં તે ૧૦૭મી કલમને આધારે જ કરેલા, છતાં જ્યારે તે રિપેટ સેટલમેન્ટ કમિશનર પાસે ગયા ત્યારે તેમણે તેને સાવ ફેરવી નાંખ્યો, તે કોડની કલમને ઊંચી મૂકી ભાડાની આંકણી અથવા ગણાતના દર વધ્યા છે એટલી જ ખીના ઉપર આંકણીનું ધેારણ રચ્યું. સરકારે પણ આમ થઈ શકે કે નહિ તે કાયદાની દૃષ્ટિએ વિચારવાનું ખાજુએ મેલી મિશનરની ભલામને નારણે જ ગામેાનાં વર્ગીકરણની રચના ફેરવી નાંખી. તેમ થતાં જે ગામા નીચલા વર્ગમાં હતાં તે ઉપલા વર્ગોમાં મુકાયાં, અને પરિણામે મૂળ રિપેાની આકારણીને ધારણે જેમના ઉપર ૨૦ ટકા વધારે આવતા હતા તેમના ઉપર ૬૦ ને ૬૬ ટકા સુધી વધારે ચાંટચો. ગામડાં ઉપર આવેા અણધાર્યાં ખાજો નાંખવામાં આવ્યા તેમને તે ખબર પણ નથી અપાઈ કે તમારું આમ થયું, નથી તેમની પાસેથી આ સામેના વાંધા મ.ગવામાં આવ્યા. જે કઈ કર્યું છે તેમાં માત્ર ઉતાવળ ને ભૂલેા જ કરી છે. સરકારને -આણસાલ જ નવી આકારણીના અમલ કરવાની
૪૦
Page #47
--------------------------------------------------------------------------
________________
બારમી ફેબ્રુઆરી ઉતાવળ હતી. તેણે ધાર્યું કે જે જમીન મહેસૂલના કાયદાની ઝીણવટો ભાગ્યે જ કોઈ સમજતું હોય તેમાં જેમ કરીશું તેમ ચાલશે. જ્યારે આમ કર્યું ત્યારે તમારી જોડે વિચાર કરી લઈને મેં સરકારને કાગળ લખ્યો કે આ બાબતમાં સરકાર તરફની ઘણી ભૂલ થઈ છે. પણ મને જવાબ મળે છે કે તમારે કાગળ વિચાર થવા મેક છે! વિચારમાં ઢીલ થઈ શકે, પણ અહીં હપ્તો શરૂ થયે તેને વિચાર કોણ કરે? કાગળને નિકાલ થતાં સુધી હતો મુલતવી રાખવાનું કહીએ તો સરકાર ડુિં જ મોકૂફ રાખે તેમ છે? આ રાજ્યમાં પિસે લેવાનો હોય તેમાં મીનમેખ ન થાય; તે તો વખતસર, નિયમસર અને વ્યાજસહિત જ લેવાય. આ સ્થિતિમાં મારે સરકારને વધુ શું કહેવાપણું હોય? હું તે તમને જ સલાહ આપી શકું ને તે તમારા પિતાના જ જોર પર. આપણે બીજા બધા જ ઉપાયે અજમાવી ચૂક્યા, હવે કોઈ સાંભળે એ આશા ખેટી છે; તે છેવટને એક જ ઉપાય હવે બાકી રહ્યો છે, અને કેઈ પણ પ્રજા માટે એ એક જ ઉપાય છેવટના તરીકે રહે છે. તે બળની સામે બળ. સરકાર પાસે તે હકુમત છે, તો૨બંદૂક છે, પશુબળ છે. તમારી પાસે સાચનું બળ છે, દુઃખ સહન કરવાની શક્તિ છે. આ આ બે બળનો મુકાબલો છે. તમારી વાત સાચી છે એનું જે તમને બરાબર ભાન હોય, આ અન્યાય છે ને તેની સામા થવું એ ધર્મ છે એ વાત તમારા અંતરમાં ઊગી ગઈ હોય, તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. એમને લેવાનું છે ને તમારે દેવાનું છે. તમે વેચ્છાએ હાથથી ઉપાડીને ન આપો ત્યાં સુધી એ કામ કોઈ કાળે બનવાનું નથી. ભરવું ન ભરવું એ તમારી ઈચ્છાની વાત છે.
જ્યારે તમે એમ ઠરાવે કે અમે રાતી પાઈ ભરનાર નથી, આ સરકાર મરજીમાં આવે તે કરે, જપ્તી કરે, જમીન ખાલસા કરે, અમે આ આકારણ સ્વીકારતા નથી, તે તે લેવાનું સરકારથી કદી બની શકવાનું નથી. એ કોઈ પણ રાજ્યથી બની શકે તેવું નથી. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા એકત્ર થાય છે ત્યારે તે સામે ટકી શકતું નથી. જો તમે ખરેખર એકમત થઈને નિશ્ચય કરતા હો કે આ મહેસૂલ ખુશીથી કે સ્વેચ્છાએ નથી જ ભરવું તે હું ખાત્રી આપું છું કે આ રાજ્ય પાસે એવું કંઈ સાધન નથી કે જે તમારે નિશ્ચય તોડાવી શકે ને તમને ભાંગી શકે. એ નિશ્ચય કરવાનું કામ રા.બ. ભીમભાઈ તેમના કાગળમાં કહે છે તેમ તમારું પિતાનું છે. કેઈના ચડાવવાથી, કોઈના કે મારા જેવા ઉપર આધાર રાખીને નિશ્ચય ન કરશે. તમારા જ બળ ઉપર ઝૂઝવું હોય, તમારી જ હિમત હોય, તમારામાં આ લડત પાછળ ખુવાર થઈ જવાની શક્તિ હોય તો જ આ કામ કરજો.
Page #48
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ આમ લડતનાં જોખમે પૂરાં વિચારજો. એમાં જેટલાં મોટાં જોખમ છે તેટલાં જ મોટાં પરિણામો સમાયેલાં છે એ યાદ રાખજે. કામ જેટલું મુશ્કેલ છે તેટલું જ મહત્વનું છે. જરા સખ્તાઈ થતાં જ જે તમે આમાંથી. ખડી જવાના છે તે તેમાં તમને એકલાને જ નહિ પણ ગુજરાતને ને આખા હિંદુસ્તાનને નુકસાન પહોંચવાનું છે. માટે જે નિશ્ચય કરે તે ઈશ્વરને હાજર સમજીને પાકે પાયે કરજો કે પાછળથી કઈ તમારા તરફ આંગળી ન ચીંધે. જે તમારા મનમાં એમ હોય કે મીણને હાકેમ પણ લેઢાના ચણા ચવડાવે ત્યાં આવડી મોટી સત્તા સામે તે આપણું શું ગજું, તે તમે આ વાત છેડી જ દેજે. પણ જો તમને લાગે કે આવા સવાલમાં તો લડવું જ ધર્મ છે, જે તમને લાગે કે જે રાજ્ય કઈ રીતે ઇન્સાફની વાત કરવા. તૈયાર નથી તેની સામે ન લડવું ને પૈસા ભરી દેવા તેમાં આપણી ને આપણાં બાળબચ્ચાંની બરબાદી જ થાય છે, એટલું જ નહિ પણ આપણું સ્વમાન પણ જાય છે, તો તમે આ લડત માથે લેજે. • -
આ કંઈ લાખ સવાલાખના વધારાને કે ૩૦ વરસના સાડતીસ લાખને સવાલ નથી, પણ સાચજૂઠને સવાલ છે, સ્વમાનને સવાલ છે. આ સરકારમાં હમેશને માટે ખેડૂતનું કોઈ સાંભળનાર જ નહિ એ પ્રથાની સામે આમાં થવાનું છે. રાજ્ય આખાની મદાર ખેડૂત પર છે. રાજ્યતંત્ર બધું ખેડૂત પર ચાલે છે. છતાં તેનું કોઈ સાંભળતું જ નથી, તેને કોઈ દાદ દેતું. નથી. તમે કહો તે બધું બેટું જ. આ સ્થિતિ સામે થવું એ તમારે ધર્મ છે, અને તે એવી રીતે સામા થવું કે જેથી ઈશ્વરને ત્યાં જવાબ દેવો પડે તે દિવસે તમને ભારે ન પડે. મિજાજ કાબુમાં રાખીને, સાચ ઉપર અડગ રહીને, સંયમ પાળીને, સરકાર સામા ઝઝવાનું છે. જપ્તી અમલદારે આવશે, તમને ખૂબ સતાવશે, ઉશ્કેરણીનાં કારણે આપશે, ગમે તેવી ભાષા વાપરશે, તમારી સતાવણી કરશે, અને જેટલી જેટલી તમારી નબળાઈએ તેમના જેવામાં આવશે તેટલી મારફતે તમારા ઉપર હુમલા કરવા મથશે છતાં મુખ્ય વસ્તુ ઉપરથી તમે ન ડગશે, અહિંસાની પ્રતિજ્ઞા ઉપરથી ન ચળશો. શાંતિથી ને સંયમથી દઢ રહેજે કે અમારે હાથે કરીને સરકારને પાઈ પણ નથી આપવી, જોઈએ તો જપ્તીઓ કરે, ખાલસા કરે, ખેતર પર જાઓ, હરાજીએ બોલાવો, જે કંઈ કરવું હોય તે જબરદસ્તીથી કરે, મરજિયાત કંઈ નહિ કરાવી શકે; અમારે હાથે તમને કશું નહિ મળે. એ જ આ લડતને મૂળ પાયો છે. આટલું જે તમે કરી શકે તો ધાર્યું પરિણામ આવે જ એ વિષે મને કંઈ શંકા નથી. કારણ તમારી લડત સાચ ઉપર મંડાયેલી છે.”
. ૪૨
Page #49
--------------------------------------------------------------------------
________________
આરસી ફેબ્રુઆરી આ ઉપરાંત ખીજી સમજ પાડવામાં આવ્યા પછી નીચલા ઠરાવ પરિષદ આગળ રજૂ થયાઃ
સત્યાગ્રહને ઠરાવ
૫ મુ
બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારી લેવાને જાહેર કર્યા છે તે અયેાગ્ય, અન્યાયી અને જુલસી છે એમ અમારું માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તેા નિષ્પક્ષ પંચ મારફતે આ આંકણી ફરી તપાસવા તૈયાર ન થાય ત્યાં સુધી સરકારને મહેસૂલ મુદ્દલ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જસી, ખાલસા વગેરે જે કંઈ ઉપાયે લે તેથી પડતાં સઘળાં ટો શાંતિથી સહન કરવાં.
જો ધારાવિનાના ચાલુ મહેલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તા તેટલું મહેસૂલ નિતકરારે તુરત ભરી દેવું.
આ ઠરાવ રજૂ કરનારા અને તેને ટેકા આપનારા ૧૨ ગામેાના સારા સારા પ્રતિષ્ટિત ખેડૂતા હતા. એમાં અનાવલા, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ બધી કામેાના માણસા આવી જતા હતા. એત્રણુ જણાએ ટૂંકાંટથ ભાષણા કર્યા અને બાકીનાએ ઊભા થઈને ટંકા જાહેર કર્યા.
આ ગંભીર ઠરાવ ખુદ્દાના પાક નામ વિના અને રામધૂન વિના પસાર ન થાય., એટલે ઇમામસાહેબે કુરાને શરીમાંથી આયત સંભળાવી, અને નીચેનું ખીરનું સંગ્રામગીત આખી પરિષદ ઝીલે એવી રીતે સભળાવવામાં આવ્યુ અને રામધૂન ચાલીઃ
શૂર સ'ગ્રામ કે। દેખ ભાગે નહિ,
દેખ ભાગે સાઉ શૂર નાહી’—-શૂર૦ કામ ઔર ક્રોધ મદ લેાભસે ઝૂઝના,
મડા ધમસાણ તંહ ખેત માંહી શાલ ઔર શૌચ સતાષ સાથી ભયે,
નામ શમશેર તહ ખૂબ માજે, કંહત કખીર કાઉ ઝુઝ હૈ રમા,
કાયરાં ભેઢ તહ તુરત ભાજે શૂર
૨૦
Page #50
--------------------------------------------------------------------------
________________
તંત્રરચના પાણમાં પેઠા પછી હવે તરવા શીખે જ 2 છે, નહિ તે તળિયે જઈશું.” ગામ સંગ્રામ તો મંડાયા, પણ પછી? સ્થિતિ તે
સામાન્ય માણસને મૂંઝવે એવી હતી. લેકની મનેદશામાં તત્કાળ પલટો કરવાની જરૂર હતી. આજ સુધી લોકોને એવું વિચારવાની તાલીમ મળી હતી કે વધારા જેટલી રકમ ન ભરવી; જે જે ભાષણે થયાં હતાં તેમાં, ધારાસભાના સભ્યો તરફથી જે સલાહ મળી હતી તેમાં, એ જ વાત કરવામાં આવી હતી, અને એ વાત મોટા ખાતેદારો ફરી ફરીને સંભળાવતા હતા. બારમી પહેલાં જ નબળાપાતળા જે આવતાં તોફાન સામે ટક્કર ઝીલી શકે એવા નહોતા તે મહેસુલ ભરી ચૂક્યા હતા, અને બારમીના ઠરાવ છતાં પણ કેટલાક તો બારી શોધતા હતા. કેટલાક રાહ. જોઈને બેઠા હતાઃ “જોઈએ છીએ, એકાદ મહિનામાં તો ખબર પડી જશે કે લડત કેવી ચાલે છે, પછી આપણે પણ ઠરાવ કરશું.” આ બધાની પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી. - આખા તાલુકાની અનેક કોમ વચ્ચે પણ મેળ સાધવાનો હતો. પાટીદારોમાં તો નાતનાં બંધારણ હતાં, પણ તે બંધારણને લડતને માટે ઉપયોગમાં લેવાનાં હતાં. નાતના ઘરડાઓ લડતથી જ ડરતા હોય તો તેઓ બંધારણનો લડતને માટે ઉપયોગ કરવા દે ખરા ? રાનીપરજ બિચારા ગરીબ ગાય જેવા – તેમના ઉપર જે સરકાર પહેલો જ હુમલો કરે તો તો તેઓ જ ચુરાઈ જાય. વાણિયાઓ પાસે તો સેંકડે એકર જમીન પડેલી – એ જમીન ખાલસા થાય ત્યાં સુધી તેઓ ટકી રહે ખરા ? ઘણું તે સરકારદરબારે જનારા, સરકારી અમલદારેથી શરમાઈને કામ કરનારા રહ્યા. આ લોકોની પાસે રાનીપરજ લોકોની ઘણી જમીન રહેલી; રાનીપરજના તરફથી જ એ લેકે મહેસૂલ ભરી દે તે પેલા બિચારા શું કરે? અનાવલા બ્રાહ્મણનાં ચેડાં ગામે તે બધાં લડતમાં જોડાયાં નહોતાં. એ નાતને
४४
Page #51
--------------------------------------------------------------------------
________________
તંત્રરચના બંધારણ જેવી વસ્તુ જ ન મળે! મોટા પ્રતિષ્ઠિત ગણાતા લોકે તે પિતાની પ્રતિષ્ઠાના તેરમાં અને મુત્સદ્દીપણાના મદમાં હજી રાહ જોઈને બેઠા હતા. મુસલમાનોમાંથી આગેવાનો બારમીએ હાજર હતા, પણ સૂરતનું ઝેરી વાતાવરણ અહીં પણ ફેલાય તે? અને પારસીઓ વિષે તે શું કહેવાય? તેમને પણ લડતમાં મોટાં જોખમ હતાં. તેમને દારૂ વેચવાને બંધ રહ્યો. અગાઉની દારૂનિષેધ પ્રવૃત્તિને લીધે પણ કેટલાકનાં મન મેળાં હતાં. '
શ્રી. મેહનલાલ પંડ્યા તાલુકાનાં ગામમાં રખડવા મંડ્યા હતા. તેમણે એક ગામથી શ્રી. વલ્લભભાઈ ઉપર કાગળ લખે. હતા, તેને ભાવાર્થ આ હતોઃ “અહીંનાં ગામોમાં હું ભટકી રહ્યો છું, અને મારી આસપાસની સ્થિતિ જોઈને સમસમી રહ્યો છું. થોડા જ દિવસમાં સરકારની સાથે શૂરા સંગ્રામ માંડનારા આ લોકો હશે? આ લોકોને તે લડતની કશી ખબર હોય એમ લાગતું નથી. ગામમાં સભા શી રીતે થાય ? અધું ગામ જાનમાં ગયું હોય, અથવા નાત જમવા બેસવાની હોય ! લગનગાળામાં એમને લડવાની ફુરસદ ક્યાં છે ? અને કેટલાક તે એવા પડ્યા છે છે કે જેમને મનમાં હજી રહ્યું છે કે સત્યાગ્રહ હોય કે ન હોય અમારે ઘેર લગન હોય અને મામલતદાર ન આવે એ બને ? આ લેકની મારફતે આપણે લડવાનું ! મને નિરાશા નથી થતી, પણ આપણે કેટલાં પાણીમાં છીએ તે જાણું રાખવું ઠીક છે. ભગવાન તમારી લાજ રાખે!”
પણ લાખ વિચાર કરીને લડતને નિશ્ચય કરનાર નાયક આ પરિસ્થિતિથી ડગે એવા નહતા. તેમણે તો લોકોને કહ્યું હતું તમારામાંથી ૧૦૦ મરણિયા મળે તે આપણે જીતશું.” પણ એ ૧૦૦ મરણિયાને બળે ૧૭,૦૦૦ ખાતેદારે છતે એમ તે ઈચ્છતા નહતા. તેમને તે કાયરને રા બનાવવા હતા, મૂડદામાં પ્રાણ પૂરવા હતા. એટલે એમણે તે લડતની તૈયારી કરવા માંડી, આખું તંત્ર તૈયાર કરવા માંડયું. તાલુકામાં ચાર છાવણીઓ તે હતી જ – બારડોલીમાં શ્રી. કલ્યાણજી, જુગતરામ, કેશવભાઈ અને ખુશાલભાઈ હતા; સરભેણમાં ડા. ત્રિભુવનદાસ હતા; મઢીમાં
૪૫
Page #52
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ મકનજી દેશાઈ હતા, અને વેડછીમાં શ્રી. ચુનીલાલ મહેતા અને તેમનાં પત્ની હતાં. શ્રી. વલ્લભભાઈએ બધા કાર્યકર્તાઓને બેલાવ્યા અને નવી છાવણીઓ ખોલવાની સૂચના કરી. આ સૂચનાને પરિણામે વાણિયાઓના મોટા મથક વાલોડમાં, વાણિયાઓના બીજા મથક બુહારીમાં, તાલુકાના મધ્યમાં આવેલા પાટીદારોના મોટા મથક વાંકાનેરમાં, ઉત્તરમાં એવા જ મોટા મથક વરાડમાં અને બામણીમાં, અને રાનીપરજ વિભાગના બાલદા ગામમાં, અને એક બાજીપુરામાં એટલી નવી છાવણીઓ બનાવવામાં આવી.
હજી સુધી કાર્યકર્તાઓને માટે જાહેર માગણી કરવામાં આવી નહોતી, અને શ્રી. વલ્લભભાઈને એવી માગણી કરવી પણ નહોતી. સેવા કરવાને જે તત્પર હતા તે તો આવી ચૂકેલા હતા જ. ડા. ચંદુલાલ તે પિતાને સિપાઈ કહેવડાવવામાં નૈરવ માનનારા, અને કહ્યું કામ ઉપાડી લેનારા. તેમણે વાલોડ અને બુહારીની છાવણ સંભાળી લીધી. શ્રી. મેહનલાલ પંડ્યા વરાડ અને એની આસપાસનાં ગામડાં સંભાળીને બેઠા. શ્રી. રવિશંકરભાઈ વિના ગુજરાતમાં ચાલતી સત્યાગ્રહની લડત શ્રી. વલ્લભભાઈ ચલાવે જ શાના ? તેમણે સરભણમાં પડાવ નાંખ્યો. “બારસાહેબ ગોપાળદાસ પણ શ્રી. વલ્લભભાઈને અમદાવાદથી બારડોલી બોલાવી લાવવામાં સામેલ હતા. બલ્ક દરબાર સાહેબ, મેહનલાલ પંડ્યા અને રવિશંકર જેવા ભડ હા આવવાને તૈયાર છે એ તો ભાઈ કલ્યાણજી, ખુશાલભાઈ અને કેશવભાઈ પાસે શ્રી. વલ્લભભાઈને બારડોલી લઈ જવાને એક મજબૂત દલીલ હતી. દરબારસાહેબે બામણુનો કિલ્લો સંભાળ્યો. ભાઈ ગોરધનદાસ ચોખાવાળા તેમને કુશળ મદદનીશ તરીકે મળી ગયા. ભાઈ ચિનાઈ જેઓ સાબરમતી જેલમાં બે વર્ષ સરકારના મહેમાન થઈ આવેલા હતા, અને જેમણે સૂતના રમખાણુમાં બહાદુરીથી અને શાંતિથી ઘા ઝીલ્યા હતા તેમને બારડોલી તળ સેંપવામાં આવ્યું. ભાઈ કેશવભાઈ તો ખાદીના કામને વરેલા હતા, પણ તેમણે શ્રી લક્ષ્મીદાસભાઈ પાસે લડતમાં જોડાવાની રજા માગી લીધી. તે ડા. ચંદુલાલ સાથે જોડાયા, અને વાલોડની આસપાસના રાનીપરજ ગામને માટે
Page #53
--------------------------------------------------------------------------
________________
તત્રના નિડયાદવાળા ભાઈ ફૂલચંદ શાહે પણ
તેમણે જવાબદારી લીધી. પડ્યાજી જેવા જૂના જોગી, ખેડા, નાગપુર અને ખેારસદના અનુભવી, મઢી થાણા ઉપર ગયા. એારસદવાળા અંબાલાલ પટેલ આાલદા, અને નારણુભાઈ બુહારી છાવણી સંભાળીને બેઠા.
પણ
આખા તાલુકાના મુસલમાન ભાઈ એની ખાસ સેવામાં ૭૫ વર્ષના યુવાન અબ્બાસસાહેબ તૈયબજી અને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનેા અનુભવ મેળવી આવેલા અનુભવી ઇમામસાહેબ રોકાઈ ગયા. આવી લડત પ્રકાશનખાતા વિના શી રીતે ચાલે ? બધા ખેડૂતાની પાસે દૈનિક છાપાં લેવાની અથવા નવજીવન'ના પણ ગ્રાહક થવાની આશા ન રાખી શકાય, અને બહારનાં છાપાં તે। લડતને ખાદ્ય ચિતાર આપે. એટલે ભાઈ જુગતરામ દવેના હાંથ નીચે પ્રકાશનખાતું ખાલવામાં આવ્યું. · શ્રી. કલ્યાણજીને પ્રકાશનવિભાગમાં ગણીએ તેા ખેાટું નથી. કારણ ભાઈ જુગતરામની કઞામય અને કસાયેલી કલમ અને ભાઈ કલ્યાણજીને ચિત્રા ખેચવામાં સિદ્ધ થયેલેા હાથ એ કે પ્રકાશનખાતાના પ્રાણરૂપ હતાં. આ પ્રકાશનખાતામાંથી રાજ યુની ખબર આપનારી એક પત્રિકા કાઢવાનું, શ્રી. વલ્લભભાઈનાં ભાષણા છૂટાં છાપવાનું, મુંબઈનાં દૈનિકાને ગુજરાતી અને અંગ્રેજીમાં ખભરા મેાકલવાનું, ફોટોગ્રાફા મેકલવાનું યેાજવામાં આવ્યુ. લડત પૂરજોસમાં ચાલવા માંડી ત્યારે આ ખાતામાં યંગ ઈંડિયા ’ના પાકા અનુભવી ભાઈ પ્યારેલાલે જોડાઈ ને અંગ્રેજી વિભાગ કુશળતાધી સંભાળી લીધે . ખબરની પત્રિકાએ પહેલી સાઇકલેાસ્ટાઈલથી કાઢવામાં આવતી હતી, ઘેાડા જ દિવસમાં સૂરતમાં તે છપાવવાની વ્યવસ્થા થઈ અને આરભથી જ ૫,૦૦૦ નકલેા ઊડી જવા લાગી. આ પત્રિકાએ લેાકેાના રાજા ખારાક થઈ પડી, તેમને રાજરાજ લડતનેા રસ લગાડી શૂર ચડાવનાર રખુશિંગું થઈ પડી. મુંબઈનાં દૈનિકા રાજરાજ એ પત્રિકાએ સળંગ ઉતારવા લાગ્યાં, ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને ગામેામાં એની નકલેા જવા લાગી, અને લડતના એત્રણ મહિનામાં તા એની ચૌદ હજાર નકલા ઊડી જવા લાગી,
'
૪૭
:
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
સરદારની સાથે ચોવીસે કલાક રહી તેમને દરેક બાબતમાં મદદ આપનાર મંત્રીની ખાસ જરૂર હતી. એક પ્રકારનો ક્ષેત્રસંન્યાસ લઈ બેઠેલા છતાં સ્વામી આનંદે આ પદ આટોપી લીધું અને લડતના અંત સુધી એ પદને શોભાવ્યું.
મુખ્ય કાર્યકર્તાઓ ઉપરાંત, ખેડૂતોએ પોતામાંથી જ અનેક સ્વયંસેવકો ઉભા કર્યા. એ લોકોનું કામ પોતપોતાનાં ગામોમાં સેવા કરવાનું, ખબરો લાવવાનું અને પહોંચાડવાનું, સંદેશ લાવવા લઈ જવાનું, અને બીજું જે નાનુંમટું કામ સોંપાય તે કરવાનું હતું. આમાંના કેટલાક સ્વયંસેવકો રાનીપરજ કોમમાંથી મળી રહ્યા હતા.
પત્રિકાઓમાં પહેલું ભાષણ તે શ્રી. વલ્લભભાઈનું ૧૨મીનું હતું, પણ શ્રી. વલ્લભભાઈ સત્યાગ્રહનો ઠરાવ કરીને બારડોલીમાં એક ઘડી પણ બેસે એમ નહોતું. તે જ રાત્રે તેઓ વાંકાનેર ગયા. પંડભાજીના કાગળના ભણકારા તે તેમના કાનમાં વાગતા જ હતા. એ ભણકારા અને આસપાસની પરિસ્થિતિને લીધે વાંકાનેરમાં એ જ રાત્રે એમણે જે ભાષણ કર્યું તે બારડોલીના ભાષણને ભુલાવે એવું હતું. એ ભાષણ આખી લડતના પાયારૂપ થઈ પડ્યું એમ કહેવાય. અને આ ભાષણથી જ સરદારે આખા તાલુકામાં લોકશિક્ષણ શરૂ કર્યું કહેવાય. આ લોકશિક્ષણનાં બધાં મૂળતત્વો આ ભાષણમાં આવી જાય છે. એ પત્રિકા નં. ૪ થી તરીકે છપાયું. એનો મહત્વનો ભાગ અહીં આપી દઉં છું:
બારડોલીમાં આજે હું એક નવી સ્થિતિ જોઉં છું. અગાઉના દિવસે મને યાદ છે. તે કાળે આવી સભાઓમાં પુર જેટલી બહેને પણ આવતી. હવે તમે પુરુષો એકલા જ સભામાં આવે છે. તમે કહેવાતા મોટાઓનું જોઈને મલાજે શીખતા જતા દેખાઓ છે, પણ હું કહું છું કે જે આપણું બહેને, માતાએ, સ્ત્રીઓ આપણી સાથે નહિ હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. કાલ સવારે જતીઓ આવશે. આપણું ચીજે, વાસણો, ઢોરઢાંખર લઈ જવા જdીદારે આવશે. જે આપણે બહેનોને આ લડતથી પૂરી વાકેફગાર નહિ રાખી હોય, તેમને આપણે જોડે જ તૈયાર કરી નહિ હોય, આ લડતમાં પુરુષના જેટલો જ રસ લેતી નહિ કરી હોય, તે તે વખતે તેઓ શું કરશે? ખેડા જિલ્લાના મારા આવા અનુભવોમાં મેં જોયું છે કે ઘરનું ઢોર છેડી જવામાં આવે ત્યારે સ્ત્રીઓને લડતમાં
૪૮
Page #55
--------------------------------------------------------------------------
________________
:
: તંત્રરચના કેળવવામાં ન આવી હોય તે મોટો આઘાત પહોંચે છે, માટે તમે બહેનોને લડતમાં બરાબર કેળવે. ગમે તેટલી હાડમારી, ગમે તેટલાં દુ:ખ પડે, બધું સહન કરીને પણ આવી લડત લડવી રહી. ભલે સરકારી જમીન ખાલસા કરવાના હુકમો કાઢે, ચાહે તેમ થાય, પણ આપણા હાથે ઉપાડીને એક પિસે. પણું ન આપવાના નિશ્ચયમાંથી ન ડગવું જોઈએ. . . . .
તમે લગ્ન લઈ બેઠા છે તે બધાં ટૂંકમાં પતાવવા પડશે. લડાઈ જગાવવી હોય ત્યાં બીજું શું થાય? કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી ખેતરમાં ફરતા રહેવું પડશે, છાવણ જેવી જિંદગી ગાળવી પડશે. બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ સૌ આ સ્થિતિ સમજે, ગરીબતવંગર, બધી કેમ એકરાગ થઈ એકખોળિયે પ્રાણ હોય તેમ વર્તે, રાત પડયે જ સૌ ઘેર આવે. આવું થવું જોઈશે. જસ્તીઓ કરવા સરકારને ગામમાંથી જ અથવા તાલુકામાંથી જ માણસે લાવવા પડે છે ને? તે કામ માટે એક માણસ પણ શેવ્યો ન જડે એવી આખા તાલુકાની હવા થઈ જવી જોઈએ. જમીઅમલદાર કેઈ ખભે ઊંચકીને વાસણો લઈ જનારે મેં હજુ જે નથી. સરકારી અમલદારે તે અપંગ હોય છે. પટેલ, મુખી, વેઠિયે, તલાટી કેઈ સરકારને મદદ ન કરે ને ચોખું સંભળાવી દે કે મારા ગામની અને તાલુકાની લાજ.બરૂ જોડે મારી લાજઆબરૂ છે. તાલુકાની આબરૂ જાય તે મુખીપણું શા ખપનું? તેના હિતમાં જ મારું હિત છે. તાલુકે ઘસાય, અપંગ થાય, એમાં પટેલનું હિત નથી. એટલે આપણે આખા તાલુકાની હવા એવી કરી મૂકીએ કે તેમાં સ્વરાજની ગંધ હોય, ગુલામીની નહિ; તેમાં સરકારની સામે ઝૂઝવાના ટેકનું તેજ ચહેરા પર દેખાઈ આવતું હેચ.
તમને આજે ચેતવણી આપવા આવ્યું છે કે હવે રમતના છંદમાં,. મોજશોખમાં ઘડી પણ ન રહો. જાગૃત થાઓ. બાલીનું નામ ચારખંડ ધરતીમાં ગવાયું છે. આજે બપોરે જ પરિષદમાં એક મુસલમાન ભાઈએ આપણને સંભળાવ્યું કે બારડોલીના કેઈ પણ વતનીને જોતાં જ બંગાળામાં લોકો કેવા તેના પગની ધૂળ લેવા તૈયાર થતા. કાં તો આપણે, તાલુકામાં ખરાબ થવું છે ને મરી ફીટવું છે, ને કાં તે સુખી થવું છે. હવે રામબાણ છૂટી ગયું છે. આપણે ભાંગશું તે આખા હિંદુસ્તાનને ભાંગશું અને ટકશું તે તરશું, ને હિંદુસ્તાનને પદાર્થપાઠ આપશું. તમારા જ તાલુકાએ ગાંધીજીને આખા દેશની લડતના પાયાની ઈસ થવાની આશા આપી હતી. તે પરીક્ષા તો તે વખતે ન થઈ, જોકે દેશપરદેશ બારડોલીને ડંકો વાગી ગયો. હવે એ પરીક્ષા આજે આપવાનો પ્રસંગ
૪૯
Page #56
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ આવે છે. તમે હિંદુસ્તાનને સ્વરાજ અપાવવા નીકળ્યા હતા, તે હવે તમારા ઘરની લડત માટે શું કરે છે તેની પરીક્ષા થશે. આમાં પાછા પડીએ તે ઇજ્જતઆબરૂ જશે, ને હિંદુસ્તાન આખાને ભારે નુકસાન થશે. - આજે જ પરિષદ પૂરી કરીને તરત હું અહીં તમારી પાસે આવ્યું છું, કારણ હવે તાલુકાનાં જેટલાં ભાઇબહેને મળે તેટલાંને મારો સંદેશ આપવા માગું છું કે હવે સૌ ચેતતા રહેજે, હવે પૂરેપૂરાં જાગૃત રહે, ગાફેલ ન રહેશો. સરકાર એક ઉપાય બાકી નહિ રાખે, તમારામાં ફાટફૂટ પાડશે, કજિયા કરાવશે, કંઈ કંઈ ફેલ કરશે, પણ તમે તમારા બધા અંગત ને ગામના કજિયાને હમણું લડત ચાલતાં સુધી કૂવામાં નાંખજે, લડત પૂરી થાય ત્યાં સુધી એવી એકેએક વાત ભૂલી જજે; પાછળથી બધું યાદ કરીને જોઈએ તો લડી લેજે. જોઈએ તે તેવી રીતે પાછળથી લડવાના તમારા નિશ્ચયના દસ્તાવેજો કરીને પેટીપટારામાં સાચવી મૂકજે ! પણ અત્યારે તો બાપદાદાનાં વેર પણ ભૂલી જજે. જિંદગી સુધી જેની સાથે ન બેલ્યા હો ને અબેલા પાળ્યા હોય, તેની સાથે પણ આજે બોલ; આજે ગુજરાતની ઈજજત તમે તમારા હાથમાં લીધી છે તે સંભાળજે. અને આપણે હાથેથી એક દમડી સરકારને નથી આપવી એ નિશ્ચયમાં કાયમ રહેજે; નહિ તે જીવ્યું ન આવ્યું થઈ જશે અને તાલુકે કાયમના બજામાં પડશે. કેટલાકને જમીન ખાલસા થવાનો બાઉ છે. ખાલસા એટલે શું ? શું તમારી જમીને ઉખાડીને સૂરત કે વિલાયત લઈ જશે? જમીન ખાલસા કરે કે ચાહે તે કરે, ફેરફાર થાય તે સરકારના દસ્તરનાં પાનાંમાં થાય, પણ તમારામાં સંપ હોય તે તમારી જમીનમાં બીજે કઈ આવીને હળ ન નાંખે એમ કરવું એ તો તાલુકાનું કામ છે. પછી સરકારી દફતરે ભલે ખાલસા થાય. ખાલસાની બીક છોડી દો. જે દિવસે તમારી જમીનો ખાલસા કરાવવા તમે તૈયાર થશો તે દિવસે તે તમારી પાછળ આખું ગુજરાત ઊભું છે એમ ખચીત માનજે. ખાલસાની બીક હોય, એવી નામર્દીઈ હેય તે લડત લડાય જ નહિ. તમારા એક જ ગામમાં પાકે બેબસ્ત કરશે, તો પણ આખા તાલુકાને મક્કમ કરી શકશે, આખા પરગણુને જાગૃત કરશે.
લડતનું મંડાણ મંડાઈ ચૂક્યું છે. હવે ગામેગામ મોટી લશ્કરી છાવણીઓ છે એમ માને. ગામેગામની હકીક્ત રેજ તાલુકાના મથકે પહોંચવી જોઈએ, અને મથકના હુકમે ગામેગામ પહોંચવા અને અમલમાં મુકાવા જોઈએ. આપણી તાલીમ એ જ આપણી છતની કુંચી છે. સરકારનો માણસ ગામેગામ એકાદ તલાટી કે મુખી હોય છે, આપણે પાસે તે આખું ગામ છે."
Page #57
--------------------------------------------------------------------------
________________
સ્પષ્ટીકરણ “આ લડત અંગ્રેજનું રાજ્ય ઉથલાવવા માટે છે એવું કઈ કહેતું હોય તે તેને એકકલ જ નથી. જે વખતે અમે હિંદુસ્તાન દેશમાં લડી મરીએ છીએ તે વખતે અમે રાજ્ય લઈએ તે પણ ભાગોળે જઈને પાછું આપવું પડે.” આપી મ લડતની તૈયારી ચાલી રહી હતી ત્યારે સરકાર સાથે - પત્રવ્યવહાર પણ ચાલી રહ્યો હતો. ગમે ત્યારે, ગમે તે દશાએ, સરકાર સુલેહ કરવાને તૈયાર હોય તો આપણે તૈયાર હોવું જોઈએ એ જ મનોદશા શ્રી. વલ્લભભાઈએ આખી લડત દરમ્યાન રાખી અને સરકારની કોઈ પણ રીતે ગેરસમજ ન થાય એ વખતોવખત સ્પષ્ટ કરવાની તેમણે તક લીધી.
તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ લખેલા કાગળને જવાબ આખરે ૧૭મી ફેબ્રુઆરીએ આવ્યું. આમાં ફરી જણાવવામાં આવ્યું : “નવી જમાબંધીને મંજૂરી આપતાં સરકારી ઠરાવમાં કહેલું છે કે બીજી જમાબંધી સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને નામદાર ગવર્નર તો ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષને બારડોલી અને ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે.” આ આગાહી કરવી મહેસૂલ લેનારને માટે કેટલી સહેલી અને અનુકૂળ છે! આ પછી બીજું એક વચન શ્રી. જયકરને પ્રમાણપત્ર આપનારું હતું : “રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર
૫૧.
Page #58
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ:
શ્રી. એમ. એસ. જયકર દશ મહિના સુધી આ તાલુકામાં કર્યો. છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ ખેતરેા ઉપર જઈ ખેડૂત સાથે વાતચીત કરી છે તથા તેમની સાથે મસલત કરી છે. '' આ ઉપરાંત જણાવ્યું કે ગણાતના આંકડા ઉપર આ ઇલાકાના જમીનમહેલના ઇતિહાસમાં પહેલીવાર આધાર રાખવામાં આવ્યેા છે એ કથન પાયાવિનાનું છે, સરકારે સેટલમેટ ફ્િસર અને સેટલમેંટ કમિશનરે સૂચવેલા દરામાં ખૂબ ઘટાડેા કરી નાંખ્યા છે, અને “હવે નવી આકારણી પ્રમાણે વસુલ લેવાનું મુલતવી રાખવા, અથવા આકારણીને કરી વિચાર કરવા, અથવા ખીજી કોઈ પણ જાતની વિશેષ રાહત આપવા તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લેકે પેાતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઆની શિખામણને વશ થઇને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તા લૅન્ડ રેવન્યુ કોડ અનુસાર જે પગલા લેવા જોઈશે તે લેતાં ગર્વનર અને તેની કાઉંસિલને જરા પણ સાચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને જાણીબૂજીને જે નુકસાનમાં ઊતરવું પડશે તેને માટે સરકાર જવાબદાર નહિ રહે. ” આ કાગળની કેટલીક વિચિત્ર વાતેને જવાબ શ્રી.વલ્રભભાઈ આપ્યા વિના ન રહી શક્યા. તા. ૨૧મીએ તેમણે ઉપરના પત્રને જવાબ આપ્યા, તેમાં ગણેાતના આંકડાનેા આધાર પહેલીવાર રાખવામાં આવ્યા છે એ પેાતાના કથનના આધારમાં અનેક અમલદારાનાં કથન ટાંક્યાં, ૨૨ ટકા વધારે કયા આધારે ઠરાવવામાં આવ્યા એ સરકાર પાસે જાણવા માગ્યું, અને સરકારે આપેલી ધમકી માટે આભાર માનીને તેમને જણાવ્યું : “ તમે મને અને મારા સાથીઓને બહારના ' ગણુતા જણાએ છે. હું મારા પોતીકા લેાકેાને મદદ કરી રહ્યો છું એના રાષમાં તમે એ વાત ભૂલી જાઓ છે કે જે સરકારની વતી તમે ખેલે છે તેના તંત્રમાં મુખ્યપદે બહારના જ લેાકેા ભરેલા છે. હું તમને કહી જ દઉં કે જે હું મને પેાતાને હિંદુસ્તાનના કાઈ પણ ભાગ જેટલા જ ખારડોલીના પણ રહીશ સમજું છું, છતાં ત્યાંના દુઃખી રહેવાશીઓને
. પર
.
Page #59
--------------------------------------------------------------------------
________________
સ્પષ્ટીકરણ બેલા જ હું ત્યાં ગયો છું અને કઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે. એમના હીરને અહેરાત્ર ચૂસનાર અને બહારથી આવીને તપાબંદૂકના જોરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈથી વિદાય દેવાનું એમના હાથમાં હેત તો કેવું સારું !” આટલાથી કેાઈ શાણે માણસ ચેત્યો હત. પણ સરકારના રેવન્યુ ખાતાના મંત્રી મિ. સ્માઇથી વધુ ઉશ્કેરાયા, આગલા પત્રને ટપી જાય એ બીજે કાગળ લખે, તેમાં જણાવ્યું, “બારડોલીની પ્રજાએ દેવાળું કાઢયું નથી, તેમજ તે દેવાળું કાઢવાની અણિ પર આવેલી નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે અને દેવાળાનું એક પણ ચિવું નજરે દેખાતું નથી;” શ્રી. વલ્લભભાઈએ ટાંકેલા સરકારી અમલદારના અભિપ્રાયો “સરકારના સત્તાવાર ઉગારો ન ગણાય.” અને શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને: “બહારનાએ,” કહેવામાં તેમણે સરકારના રેવન્ય મંત્રી તરીકે નહોતું લખ્યું પણ “આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક પિલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેની કાઉન્સિલના જ પાકા વિચાર મૂકવામાં આવ્યા હતા અને છે એમ જ આપ સમજશે?” અને “હજુ આ સબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તે જિલ્લાના કલેકટર મારફત પત્રવ્યવહાર કરશે.” .
સરકારની સંમતિ લઈને શ્રી. વલ્લભભાઈએ આ આખો પત્રવ્યવહાર વર્તમાનપત્રને પ્રસિદ્ધ કરવાને આપે, અને એ આપતાં તેમને એક પત્ર લખ્યો તેમાં સરકારની અવળાઈને સારી રીતે ઉઘાડી પાડી, અને બારડોલી સત્યાગ્રહનો ઉદેશ કેટલો પરિમિત હતો તે જાહેર કર્યું : “બારડોલી સત્યાગ્રહનો હેતુ પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે તે બાબતમાં નિષ્પક્ષ પંચ માગવાને સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે બારડોલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની અનિવાર્ય માગણી ઉપર આગ્રહ રાખે છે. સેટલમેંટ ઓફિસરના રિપોર્ટના વાજબીપણુ મે ઇનકાર કર્યો
૫૩
Page #60
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ છે, સેટલમેંટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધેરિણના વાજબીપણાને મેં ઇનકાર કર્યો છે. સરકારની ઈચ્છા હોય તો એની તપાસ કરીને મને ખોટો ઠરાવે. સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો બે શરતે બંધાયા છે–એક તો એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે તે જૂનું મહેસૂલ ભરી દેવું, અથવા તો નિષ્પક્ષ પંચ નીમીને લોકોની પાસે જૂનું મહેસૂલ ભરાવી દે તે ભરી. દેવું, અને પંચના નિર્ણયની રાહ જોવી. આ બેમાંથી એક રતે કઈ પણ આબરૂદાર સરકાર માટે કઠણ હોવો ન જોઈએ.” એ વસ્તુ જેવાજેવી છે કે સરકારના રેવન્યુ ખાતાના મંત્રી મિ. સ્માઇથ જ્યારે શ્રી. વલ્લભભાઈની સાથે પેલો અપમાનભર્યો પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા અને તેમને “બહારના” કહીને પિતાનું પિત પ્રકાશી રહ્યા હતા તે જ વખતે સરકારના અર્થ સચિવ (ફાઈનેન્સ મેમ્બર) સર ચુનીલાલ મહેતા એ “બહાર ”નાની ગુજરાત પ્રલયસંકટનિવારણને અંગે કરેલી સેવાની ભારે તારીફ કરી રહ્યા હતા. આ રહ્યા તેમના શબ્દો:
ધંધારોજગારમાં રચ્યાપચ્ચે રહેલો ગુજરાત પ્રાંત થોડાં વર્ષ ઉપર તે આત્મત્યાગભર્યા લેકકાર્ય કરનારા સેવકે ધરાવવાની મગરૂરી લઈ શકતો નહોતો. પણ આજે મહાત્મા ગાંધીને અતિશય આનંદ થતો હશે કે ગ્રામ્ય પ્રદેશમાં સમાજસુધારા અને લોકસેવાનાં કામ કરનારા સેવાવ્રતીઓનું મંડળ ઊભું કરવાના તેમના પ્રયાસને સારી સફળતા મળી છે, અને આવી. અણધારી આફત વખતે પોતાના વહાલા નેતાની ગેરહાજરીમાં વિદ્યાપીઠના સ્વયંસેવકેએ આટલું સરસ કામ કરી બતાવ્યું. ગાંધીજીની ગાદી શ્રી. વલ્લભભાઈ પટેલે કેવી રીતે સાચવી અને પ્રલયસંકટનિવારણનું કામ એમણે કેટલા ઉત્સાહથી ઉપાડી લીધું અને પાર પાડયું એ તે હવે સૈ જાણે છે.” (ફેબ્રુઆરી ૨૦, ૧૯૨૮નું ભાષણ.)
પણ સરકારના કારભારી મંડળમાં મુખ્ય સચિવનું પદ ભોગવનારા, સમાજમાં મોટી પ્રતિષ્ઠા ધરાવનારા, અને શ્રી. વલ્લભભાઈ જેવાને માટે આટલું માન ધરાવનારા અને તેમની કાર્યપ્રણાલી. સારી રીતે જાણનારા સર ચુનીલાલ મહેતા સરકારની પાસે તેની હઠ ન છોડાવી શક્યા.
Page #61
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીના આશીર્વાદ આપણે સરકાર જોડે કજિયો બાંધવાની ખાતર આ લડત નથી માંડી. તેનું વાજબી લહેણું આપણે દૂધે ધોઈને ચૂકવી આપવું છે.” Bો વલ્લભભાઈએ સત્યાગ્રહને ઉદ્દેશ આવી રીતે સ્પષ્ટ કર્યો
• એ જરૂરનું હતું, કારણ લડત શરૂ થઈ કે તરત વર્તમાનપત્રો પિતાની ઈચ્છા મુજબ એનું વર્ણન આપવા લાગ્યાં. આ વર્ણનમાં પ્રામાણિક અને અપ્રામાણિક અતિશયતા રહેલી હતી. લડતના પક્ષનાં કોઈ વર્તમાનપત્રો લડતને “જૂના બારડોલી કાર્યક્રમના પુનરુદ્ધાર” તરીકે અને સવિનય ભંગ' ની અને કરી ન ભરવાની લડત તરીકે વર્ણવતાં, તો “ટાઈમ્સ' જેવાં વિરોધી વર્તમાનપત્ર, ગુજરાત પ્રલયસંકટનિવારણ જેવાં ઉત્તમ કાર્યમાં શ્રી. વલ્લભભાઈએ કરેલી ઉત્તમ સેવા કબૂલ કરતા છતાં, “સરકારને મદદ કરવાને બદલે સરકારને ગૂચવનારી અથવા સરકારના તંત્રને અટકાવનારી હિલચાલના નેતા” તરીકે, અને “ગેરકાયદેસર હિલચાલમાં ગુજરાતના ખેડૂતોને ઉત્તેજન આપીને તેમની ભયંકર અસેવા કરનાર” તરીકે શ્રી. વલ્લભભાઈને વર્ણવવા લાગ્યાં. આની સાથેસાથે આ જ વર્તમાનપત્રે અનેક જૂઠાણામાં એક બીજું પણ જૂઠાણું ચલાવ્યું હતું કે ગાંધીજીએ આ લડતમાં ભાગ લીધો નહોતો કારણ તેમને એ લડત પસંદ નહોતી. હિલચાલને હલકી પાડવાને માટે અનેક સાધનોમાં જૂઠાણું તો એક સાધન હેયે જ. ગાંધીજી હિલચાલને આશીર્વાદ તે આપી ચૂકેલા હતા એ સૈ જાણે છે,
૫૫
Page #62
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાંસ
પ્રકરણ
*
દ્વારા પ્રસંગપ્રસંગે આપવા લાગ્યા.
તે
પણ હવે યંગ ઈંડિયા' અને નવજીવન માદન કરવા લાગ્યા, અને ઉત્તેજન આ લડતમાં ગાંધીજીએ આપેલેા હિસ્સા દક્ષિણ આફ્રિકામાં ખેડા એડા શ્રી. શ્રીનિવાસ શાસ્ત્રી સમજી શક્યા હતા, અને તેનું વર્ણન સત્યાગ્રહના વિજય પછી તેમણે જેવું આપ્યું છે તેવું કાઈ એ નથી આપ્યું : ‘ ભગવાન સંસારચક્ર ચલાવી અળગા રહે છે, કાઈ જાણતુંયે નથી કે એ ચક્ર ભગવાન વડે ચાલે છે. પણ તે ન હોય તેા ચક્ર અંધ થાય. તેમ જ તમે અદશ્ય રહીને, અલિપ્ત રહીને, આ લડતને દેરી છે. ' શ્રી. વલ્લભભાઈ અને સરકારની વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર જે નવજીવન'ના અર્કમાં આખા પ્રગટ થયા તે જ ‘ નવજીવન 'ના અંકમાં ગાંધીજીએ સત્યાગ્રહની લડતને જાહેર આશીર્વાદ આપ્યા અને સરકારની પણ આંખા ઉધાડી. એ લેખ અક્ષરશઃ અહીં ઉતારું છું :
.
"
“ આ અંકમાં વાચક સરકાર અને શ્રી. વલ્લભભાઈની વચ્ચેને પત્રવ્યવહાર હેરો. આ પત્રવ્યવહાર એક દૃષ્ટિએ દુ:ખદ પ્રકરણ છે. હું જ્યાં સુધી જોઈ શકું છું ત્યાં સુધી તે। શ્રી. વીઁભભાઇએ રજૂ કરેલી હકીકતા કે તેની ઉપર રચેલી દલીલેામાં કચાંયે ઊણપ નથી. સરકારના ઉત્તરમાં ચાલાકી, ઉડાઉજવાખી અને તાડાઈ છે. આમ અમલ માણસને આંધળા બનાવે છે, ને તેના અભિમાનમાં તે મનુષ્યત્વ ખાઈ ભાન ભૂલી જાય છે, એ દુ:ખદ પ્રકરણ છે. માણસની આવી ભૂલેનાં હાર પ્રકરણા અનુભવવામાં આવે, તાપણુ દરેક નવા પ્રકરણ વેળા તેનું દુ:ખ તેા લાગશે જ. કમર્ક પાતે દોષ કરતા છતા મનુષ્ય ઊંડે ઊંડે સારું જ ચાહનારા છે તેથી ખીજનાં ઉદ્ધતાઈ, અવિવેક, ઇત્યાદિથી દુઃખ જ પામશે.
હું હકીકત અને દીલેના ગુણદોષોમાં નહિ ઊતરું. વાંચનારની અ:ગળ ગુણદોષો તપાસવા વિચારવા પૂરતું સાહિત્ય ન હોય; હોય તે તે વાંચવા વિચારવા પૂરતી તેને ધીરજ ન હે.. પણ કેવળ ન્યાયને માગે જ જનાર તટસ્થ વાંચનારને પણ વલ્લભભાઈની માગણી વાજખી જણાયા વિના નહિ રહે. વલ્લભભાઈ નથી કહેતા મારી દલીલ સરકારે કબૂલ રાખવી જ ોઈએ.' તે તે કહે છેઃ ‘સરકારને એક પક્ષ, લેાકના બીજો પક્ષ છે. બન્નેની વચ્ચે હકીકત વિષે જ મતભેદ છે, આ મતભેદને નિવેડા કરનાર એક તટસ્થ પહેંચ હોવુ' એઈએ. તે જે ચુકાદો આપે તે લેાકા વતી વ‰ભભાઈ કબૂલ રાખરો.'
Ο
૫૬
Page #63
--------------------------------------------------------------------------
________________
6
અળગા રહી દારનાર’
પા. ૧૬
Page #64
--------------------------------------------------------------------------
Page #65
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીના આશીર્વાદ - વલ્લભભાઈના પત્રનું મધ્યબિંદુ, તેનો નિચોડ આ છે. સરકાર અને લોની વચ્ચે આમ પંચ હોય? સરકાર. સર્વોપરી નથી? આ પ્રશ્ન ઊભો થાય છે. કાયદાના પ્રશ્નોમાં આ સરકાર પણ કહેવાતી રીતે અદાલતના પિંજરામાં ઊભવા તૈયાર ગણાય છે. મહેસૂલને સરકાર અદાલતની બહાર રાખે છે. આનું કારણ સમજવું સામાન્ય મનુષ્યની અક્કલ બહાર છે. આપણે અત્યારે એ કારણની પંચાતમાં ન ઊતરીએ.
પણ જ્યારે મહેસૂલના પ્રશ્નો સામાન્ય રીતે કાયદા બહાર છે, ત્યારે લોકે વતી વલ્લભભાઈ પંચ ન માગે તો શું કરે? સરકારને અરજી કરીને બેસી રહેવાની સલાહ આપે ? એવી સલાહ આપવી હોય તોયે લોકેએ જ તેવી બારી વલ્લભભાઈ સાર ઉઘાડી નહોતી રાખી. તેઓ અરજીઓ કરી ચૂક્યા. અરજી કરી આપવાનું કામ વલ્લભભાઈનું ન મળે, તેથી તેઓ - અરજી કરી આપનાર પાસે ગયા. ત્યાં ન ફાવ્યા એટલે વલભભાઈ પાસે સત્યાગ્રહના યુદ્ધમાં સરદારી કબૂલ કરાવવા ગયા.
સત્યાગ્રહના કાનૂન પ્રમાણે વલ્લભભાઈએ સરકારની પાસે વિનયવિષ્ટિ કરી: “તમે ખોટ ન હો એમ સંભવે, લોકોએ મને ભોળવ્યો હોય એમ બને. પણ તમે પંચ નીમે ને તેની પાસે ઇન્સાફ કરાવો. તમારી ભૂલ થઈ ન જ હોય એ દા તમે નહિ કરે.” આ વિષ્ટિને સરકારે અનાદર કરવાની ગંભીર ભૂલ કરી લોકોને સત્યાગ્રહ કરવાનો માર્ગ સાફ કરી આપે છે. ' પણ સરકાર તો કહે છે કે વલ્લભભાઈ તે પરાયા છે, બહારના છે, પરદેશી છે. તે અને તેમના પરદેશી સાથીઓ જે બારડેલી ન ગયા હોત તે લોકે મહેસૂલ ભરી જ દેત, એવો તેના કાગળનો ધ્વનિ છે. ઊલટે ચોર કોટવાળને દંડે છે. બારડોલી જ્યાં લગી હિંદુસ્તાનમાં છે, ત્યાં લગી વલ્લભભાઈને કે કાશ્મીરથી માંડી કુમારિકા લગીમાં અથવા કરાંચીથી માંડી દિબ્રુગઢ લગીમાં રહેનાર હિંદીને બહારનો કેમ કહેવાય, તે નથી વલ્લભભાઈ સમજતા કે નથી બીજા કેઈ આપણામાંના સમજી શકવાના. પરદેશી, પરાયા, બહારના તે સરકારના અંગ્રેજી અમલદારે છે અને વધારે સ્પષ્ટ રીતે કહીએ તે આ પરાઈ, બહારની સરકારના બધા અમલદારે, પછી તે કાળા હો કે ધેળા. સરકારનું “ણું” ખાનારા સરકારને જ પક્ષ લે. દ્રિોણુ ભીષ્માદિ જેવાને પણ યુધિષ્ઠિરને જવાબ આપવો પડ્યો: “જેનું લૂણ
અમે ખાઈ એ છીએ તેના અમે તે કહેવાઈએ.” આ પરાઈ સરકાર વલ્લભભાઈ જેવાને બારડેલી પરત્વે “પરદેશી” કહે એ કેવી વતા? ઘેળે દીએ અંધારું થયું ગણાય. આવાં જ કારણે મારા જેવાએ સરકારને
પ૭
Page #66
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ વફાદાર રહેવામાં પાપ સમજી અસહકાર સાધ્યો. જ્યાં અવિનય આટલી હદ સુધી પહોંચે ત્યાં ન્યાયની આશા શી રાખવી?
આ સરકારને ન્યાય કેણુ શીખવે? કેવળ સત્યાગ્રહી. બુદ્ધિવાદથી. સરકાર અપરાજિત છે. બળિયાનું બળ જ તેની બુદ્ધિ હોય છે. તે તલવારની અણીએ ન્યાય ખે છે. આ તલવાર સત્યાગ્રહની બેધારી. તલવાર આગળ બુઠ્ઠી છે. જે બારડેલીના સત્યાગ્રહીઓમાં સત્યનો આગ્રહ હશે, તે કાં તે પંચ નિમાશે, અથવા વલ્લભભાઈની દલીલનો સ્વીકાર થશે. અને વલ્લભભાઈ પરદેશી મટી સ્વદેશી ગણાશે. - બીજા પ્રશ્નો આ પત્રવ્યવહારમાંથી નીકળે છે તેનો વિચાર હવે પછી. બાજી બારડોલીના લોકોના હાથમાં છે એટલું તેઓ યાદ રાખશે તો બસ છે.”
Page #67
--------------------------------------------------------------------------
________________
રે
ખુમારીના પાઠે
“ તમારી શાહુકારી જે તમને નડી છે, તમારી આંખમાં ખુમારી આવવા દા ને ન્યાયને ખાતર અને અન્યાયની સામે લડતાં શીખેા.”
ત્રરચના ’વાળા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે શ્રી. વલ્લભભાઈ લશ્કરી છાવણીએ રચવાની સૂચના રામબાણ છ્યા પછીના પેાતાના પહેલા જ ભાષણમાં કરી ચૂક્યા હતા. ખીજા ભાષણેામાં આ સૂચનામાં વધારે વીગતા તે પૂરતા જતા હતા. મહિનાની આખરે તે। આ સૂચનાને અમલ . સરસ થઈ રહ્યો હતેા એમ સૌ કાઈ જોઈ શકતું હતું. ખમણી વિભાગને કિલ્લા દરબારસાહેબ પાસે હતા એ આપણે જોઈ ગયા. એ વિભાગનાં ૧૫ ગામેાના લેાકેા એકઠા થયા હતા. ભાઈ ગારધનદાસ ચાખાવાળાએ તે વખતે વાંચેલું નિવેદન, ખીજા બધા વિભાગમાં પણ એ જ પ્રકારની તાલીમ અને શસ્ત કેવી રીતે જળવાતી હતી, અને સરદારને માટે કેવી રીતે ખબરેા તૈયાર રખાતી હતી એ બતાવવાને માટે, કઈક ટુંકાવીને, અહીં આપું છું. તંત્રરચના કેટલી સફળ થઈ હતી, સરદારને કેવા સેવાનિષ્ટ સૈનિકા મળી રહ્યા હતા એ પણ એમાં જોઈ શકાય છેઃ
“ અમારા વિભાગમાં કુલ સત્તર ગામે છે. તેમાં એ ગામે મિયાવાડી અને કલસાડ ઊજડ છે, એટલે વસ્તીવાળાં પંદર ગામ છે. આજ આપની સમક્ષ એ પદરે ગામના લોકો ભેગા થયા છે. એ પદર ગામેા નીચે
પ્રમાણે છે:
ખામણી, કડાદ, અકાટી, સિંગાદ, હરિપરા, મંગરોળિયા, રાજપરા, મેરી, ભામૈયા, આરગામ, મસાડ, નસુરા, સમથાણુ, નવાણી અને
૫૯
Page #68
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
નાની ભટલાવ. છેલ્લાં બે બ્રુનવાણી અને નાની ભટલાવ રાનીપરજનાં ગામા છે.
આ વિભાગમાં કડાદ સિવાય બાકીનાં બધાં ગામેામાં ચારની પ્રતિજ્ઞાપત્ર પર સહી થઈ ગઈ છે. ખેત્રણ ગામ સિવાય ખીજે કાઈ પણ ઠેકાણે પ્રતિજ્ઞાપત્ર પર સહી થવામાં વિલખ થયા નથી અને મુશ્કેલી આવી નથી. અત્યારે તે કડાદ સિવાથ બધાં ગામે સરકાર સામે ગમે તેવી સખત લડત લડવા તૈયાર છે.
ખામણી ગામે સત્યાગ્રહના પ્રથમ પડકાર આ તાલુકામાં કરેલા અને તે આ લડતને અંત સુધી શાભાવશે. બીજા બધાં ગામે પણ ખુવાર થઈને ટેક પાળે એવાં છે. અમારા સુંદર વિભાગમાં કાંઈ કાળેા ડાધ હોય તા તે કડાદ છે.કડાદના કેટલાક લેાકા મેાળા જ નહિ પણ ઊલટી સલાહ આપી લડતને નુકસાન પહોંચાડે એવા છે. પણ ત્યાં પણ ચાર જણને ચાંથાઈ ફ્રેંડની નેટિસ મળી છે અને તે તે તાળાં મારીને
બેઠા છે.
સ્વયંસેવકાનું કાર્ય મુખ્ય થાણાએ નિવેદન લાવવાનુ તેમજ પત્રિકાખબરપત્રો લઈ જઈ પેાતાનાં ગામામાં વહેંચવાનુ છે. હવે તે તેમને ભાગે અતિ રસવાળું કામ આવી પડયુ છે. સરકારે હવે કેટલાક ભાગમાં જપ્તી શરૂ કરી છે. લોકોએ પણ સરકારને તેમના આ કામાં નહિ ફાવવા દેવા બધા ચાંપતા ઉપાય લીધા છે. બધી અગવડ વેઠીને પણ આખો દિવસ ઘેરઘેર તાળાં લગાવી રાખે છે. સ્વયંસેવકો નાકાંઆ ઉપર એસી અમલદાર આવ્યાની ખબર નગારું વગાડી અથવા શંખ ફૂંકી આપે છૅ. આમ સ્વય ંસેવક ભાઈઓ પણ પેાતાના ભાગ અતિ ઉત્સાહથી અને સુંદર રીતે ભજવી રહ્યા છે, ”
આ તે! એક મહિનાને અ ંતે તાલુકા કેવી રીતે તૈયાર થઈ રહ્યો હતા તે જણાવી દીધું. દરમ્યાન મહિનામાં શું શું બન્યું તે જોઈ એ.
સરકારની સાથે સત્યાગ્રહની લડતમાં પહેલે હુમલા તે સરકારને જ હેાય. તા. ૧૫ મી ફેબ્રુઆરીએ સરકારે પહેલા ભડાકેા કર્યાં, જે તાલુકામાં મહેસૂલ ન ભરવાને માટે ચેાથાઈ દડની નેટિસેા ભાગ્યે જ આપવામાં આવતી હતી ત્યાં વાલેાડ અને બાજીપરાના પંદર પ્રતિષ્ઠિત વણિક સજ્જને ઉપર દશ દિવસમાં નવું મહેસૂલ ભરી દેવાની નેટિસ પહોંચાડવામાં આવી. આ પછી પચાસસાઠ વિણકા
૬૦
Page #69
--------------------------------------------------------------------------
________________
. ખુમારીના પાઠ ઉપર આવી નેટિસનો સામટો મારો થશે. આ આરંભકાળની કેટલીક પત્રિકાઓ જોવા જેવી છે:
વાલોડના પચાસસાઠ વાણિયા ખાતેદારે ઉપર નોટિસો 2ી છે. સરકારે વાણિયાને પોચા માની ઠીક શરૂઆત કરી છે.
સરભણ વિભાગમાં કઈ ગામમાં મહેસૂલ ભરાયું નથી. કડેદના કેટલાક વાણિયાએ ટી. સમજથી રાનીપરજ ભાગમાંની ડી જમીનના પૈસા ભર્યા છે. પણું તા. ૧૪ મીએ શ્રી. વલ્લભભાઈ અને અખાસસાહેબ ગયા બાદ અફેર ઠીક થઈ છે, અને બે દિવસથી મહેસૂલ ભરાતું નથી.
ટીંબરવામાં તલાટીએ વગરમાગ્યે ઉપદેશ લોકોને આપવાની મહેરબાની કરી છે, તે સંવાદરૂપે ઃ
તલાટી-તાલુકો તુટશે ત્યારે ભરશે તેના કરતાં આજે જ ભરે ને ?
લોકે–એ વાત જ ન કરે. તાલુકે તૂટે તે ભલે, પણ આ ગામ થેંક્યું નહિ ગળે.
તલાટી-– અમારું માન ન રાખો પણ મટે અમલદાર આવે ત્યારે તેમનું માન રાખી ચાર છ આની તો ભર.
લોકે – મોટા અમલદારની મોટાઈ અમારે શા ખપની? હવે તો વલ્લભભાઈસાહેબને હુકમ થાય ત્યારે જ ભરાય.
બુહારીના અગિયાર વણિક ભાઈઓએ પિતાના ખાતામાં રૂ. ૫૧પ મહેસૂલ ભરેલું. તેઓ શ્રી. અમ્બસસાહેબના ઉપદેશ પછી પસ્તાય છે. ત્યાંના એક વણિક અગ્રેસર કહે છે, હવે વલ્લભભાઈસાહેબને મોટું બતાવતાં મને શરમ થશે.”
આમ રોજરોજ લડતના વાતાવરણના પારામાપક યંત્રની જેમ પત્રિકાઓ લોકોની પાસે પડતી હતી. સરકારના સામ, દામ, ભેદ, દંડ બધા ઉપાયો એમાં પ્રગટ કરવામાં આવતા હતા, કાઈ મહેસૂલ ભરી આવે તે તે હકીકત પણ ગુપ્ત રાખવામાં આવતી નહોતી.
શ્રી. વલ્લભભાઈનો હજી બારડેલીમાં કાયમનો મુકામ નથી થયો. અવારનવાર તેઓ આવજા કરે છે. લડતની કળાનું જ્ઞાન ધરાવનારા રવિશંકરભાઈ અને મોહનલાલ પંડ્યા જ્યાં ત્યાં પહોંચી જઈ લોકોને શૂર ચડાવી રહ્યા છે. પહેલા જ મહિનામાં “ઇગતપુરી કનસેશન”ના હુકમ સરકારે કાઢ્યા હતા, જેથી પચીસ ટકાથી વધારે જેમનું મહેસૂલ વધ્યું હોય તેમને દર પચીસ ટકે બે વરસ
Page #70
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ વધારે ન ભરવાની છૂટ જાહેર થઈ હતી. ભોળા ખેડૂતો આ કનસેશનને શું સમજે? એ ખેડૂતોને આવી લાલચમાં ન ફસાવવાનો ઉપદેશ આપતાં રવિશંકરભાઈએ વાલોડની એક સભામાં પિતાની રમૂજી ભાષામાં આ પ્રમાણે સમજ આપી હતીઃ
“એ સરકારના કાયદા આપણે ન સમજીએ. આપણે તે સત અને ધર્મને કાયદે. સતને પંથે ચાલીએ અને અનીતિ અને અન્યાયની સામા થઈ એ. કાયદા સરકારી અમલદારે માટે; તે તેને સમજે અને અમલ કરે: બક રાક્ષસે કાયદો કર્યો હતો કે મારે રેજ આટલા મણ આહાર જોઈએ. આટલાં બકરાં, આટલા ઘેટાં, આટલાં માણસો જોઈએ. એ બક રાક્ષસને કાયદે હતે. એ તેને માટે હતે. એ જુલમી કાયદાને જે વશ થતા હતા તેમને માટે હતું. ભીમને માટે એ કાયદે છેડે જ હતો?”
લેકે પણ સરકારથી ઝટ ભોળવાય એમ નહતું. બારડોલીના થાણમાં અનેક જણ કંઈક નહિ તે કંઈક સલાહ માટે આવ્યા જ હેય. “મારી જમીન ખેતીની નથી. મેં તો મકાન બાંધવા થોડી જમીન સરકાર પાસે ભાડે લીધી હતી. એનું એક રૂપિયો ત્રણ -આને ભાડું છે એ ભરાય?” એમ પૂછતો એક ભાઈ આવે છે. તે બીજે પૂછે છેઃ “મારી વાવલાની જમીન છે. ફલાણે કહે છે કે એનું ભરાય. મને લાગે છે ન ભરાય. એની સલાહ આપશે?' ત્રીજો એક માતબર પટેલ આવીને કહેઃ “આ જમીનનાં કાગળિયાં જુઓ. હાઈ કોર્ટમાં એને માટે ત્રણ વર્ષ લડ્યો અને જમીન મેળવેલી છે. એનું ભરવું જોઈએ ?’ આવાને વલ્લભભાઈ સલાહ આપે છે, સાંત્વન આપે છે, ધીરજ અને હિંમત આપે છે. લોકો એકબીજાને પણ હિંમત આપી રહ્યા છે. બાજીપરાના એક મક્કમ ખેડૂત કહેઃ “જમીન ખાલસા થશે ખાલસા, શું કરશો ? આ શરીર એક દહાડો ખાલસા થઈ જવાનું ને ! આ લડત તે આપણું સવારથની છે. વલ્લભભાઈને શો સવારથ છે? ગાંધી ડોસા તે અઘરી લડત લડાવતા હતા. તે તે સ્વરાજ લેવા માટે લડવાનું કહેતા હતા. તે આપણને અઘરું પડતું. આ વેળા આપણે સમજીએ તે સહેલી બાજી છે. વલ્લભભાઈનું નાક ન કાપશો.”
Page #71
--------------------------------------------------------------------------
________________
૯ મુ
બીજી તરફ સરકારના અમલદારા પણ આગળ વધ્યા જાય છે. ખેડકૂવા નામના ગામમાં રાનીપરજ ખેડૂતને મુક્કાપાટુ મારીને પૈસા કઢાવ્યા. દારા વધારે કુશળતાભરેલી રીતે વાપરવા લાગ્યા. શેને પેાતાને મુકામે ખેાલાવી જુવાન ડેપ્યુટી કલેકટર કહે છેઃ ૮ મારા માનની ખાતર તેમાં કંઈ આપેા. કાંઈ નહિ તેા એક
રૂપિયા આપે.’
ડાસા કહેઃ ના સાહેબ,
ગામમાં રહેવું પણ તમને જેલમાં પૂરું શા સારુ ? મેં શા તા નથી કર્યો.
"
ગુના
પણ શું કરીએ?
ખુમારીના પાઢ પેાતાના કામમાં તલાટીએ એક મોટા અમલ
એક ગામના
તમારે માટે માન તે ઘણુંયે છે
ખરુંને ! '
? '
કીધે છે ? મેં કઈ રાજદ્રોહ
તે
એટલે ડાસાને સતાવ્યા બદલ અમલદારસાહેબ સભ્યતાથી માફી માગે છે, અને ડેાસાને રજા આપે છે. કાઈ ઠેકાણે ઊંધુંચતું સમજાવવાની પ્રપ`ચાળ પથરાય છે, તેા કાઈ ઠેકાણે વાણિયાએ મારફતે ગરીબ રાનીપરજના પૈસા ભરાવી દેવડાવવામાં
આવે છે.
પણ લેાકેા આ પ્રપંચા સામે ઠીક ટક્કર ઝીલી રહ્યા છે. પેાચા કહેવાતા વાણિયા પણ સરકારી અમલદારાને જડબમાંàાડ જવાબ વાળે છે, અને મુજરગ ડેાસાએને પણ લડતના રંગ ચઢતા જાય છે. એક ગામે અમે સાંજે સભા પૂરી કરીને બેઠા હતા, ત્યાં તે એ ડાસા ગાડીમાંથી ઊતરીને વલ્લભભાઈ પાસે આવ્યા. આવીને કહેઃ
6
કાલે ખબર સાંભળી કે આપનું ભાષણ આ ગામે છે. આજે સાંજ પડી ગઈ પણ તકદીરમાં મળવાનું એટલે તમે ાએ તે પહેલાં અમે પહોંચી ગયા.' શ્રી. વલ્લભભાઈ એ પૂછ્યું : ' કેમ જોર છે ને ? ' એટલે ડાસા કહે ‘અમારું તે। જેટલું તેજ પહેોંચે તેટલું અજવાળુ રહેવાનું. પણ હવે તમારા જેવા ગરુ મળ્યા એટલે અમારા ભેા ભાંગી ગયા. આટલું જોર અમારામાં નહોતું તે હવે તમે પડખે ઊભા એટલે આવ્યું. હવે સરકારને મનમાં, આવે તે કરે. જે ડગી જાય તેને અમે તે નાતબહાર મૂકશું.’
૬૩
Page #72
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકર
સ્વયંસેવકે પ્રતિજ્ઞા
દરરાજ નવાંનવાં પ્રતિજ્ઞાપત્ર ઉપર
આ
કાઈ ગામના વાણિયાએ પૈસા ભરી દીધા એમ સાંભળ્યાથી લેાકેાના ઉપર કશી માઠી અસર થતી નથી. પત્રો ઉપર સહી કરાવવા ફરી રહ્યા છે, અને ગામ જોડાયાની ખબર આવ્યે જાય છે. સહેલાઈથી સહી થતી નહાતી એ જણાવવું જોઈ એ. પહેલી માર્ચ સુધી . બેત્રણ ગામેા એવાં રહ્યાં હતાં કે જે આગ્રહપૂર્વક સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરતાં નહેાતાં, તેમજ પૈસા પણ ભરતાં નહેાંતાં. નાના જમીનદારે તે માગી માગીને સહીઓ કરે, મેાટાએ ડરતા ફરે.
અહી
શ્રી. વલ્લભભાઈનાં ભાષણાના રસ હવે લોકાને લાગવા માંડયા હતા. ખેડૂતાની બુદ્ધિ અને હૈયામાં સોંસરી પેસી જાય એવી તળપદી ભાષામાં તેએ તેમને પ્રેરવા લાગ્યા. એક ગામે તેએ કહેઃ
“હું તાલુકાનાં ગામેા ફરતા જાઉં છું તેમ જોતા જાઉં છું કે આ પદર દિવસમાં લડતનું રૂપ સમન્તતાં લેાકાની ભડક ભાંગી ગઈ છે. હજી એ આની ચાર આની રહી હોય તે તે કાઢી નાંખો, ને ડર કૂવામાં ફેંકી દેજો. ડરવાનું તમારે નથી, સરકારને છે. કાઈ સુધરેલી સરકાર માની સમતિ સિવાય રાજ કરી શકે નહિ. અત્યારે તે તે તમારી આંખે પાટા માંધી રાજ કરવા માગે છે. સરકાર કહે છે: તમે સુખી છે. મને તે તમારાં ઘરેમાં નજર નાંખતાં તમે ખીન્ન જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હ એવું કશું જેવા મળ્યું નથી. તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છે. તમને તકરારો આવડતાં નથી, એ ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવુ જોઈ એ. એ તેા બીકણપણું છે. આ તાલુકામાં રાતના બાર એકેક વાગે હું ફૅરું છું, પણ મને કોઈ ‘કાણ ’કરીને પૂછતું નથી ! રવિશંકર કહે છે: આ તાલુકાનાં ગામામાં અજાણ્યાને કૂતરું પણ કરડતું નથી, કે કોઈ ભેંશ શિંગડું મારતી નથી ! તમારી શાહુકારી જ તમને નડી છે, માટે આંખમાં ખુમારી આવવા દ્યો ને ન્યાયને ખાતર ને અન્યાયની સામે લડતાં શીખેા.
""
'
દિવસેાનાં બધાં ભાષણાને · ખુમારીના પાઠ તાલુકાની સુંવાળી કામને લડતને માટે લડતને માટે તૈયાર કર્યાં પછી, તેમનું નવું માર્ગે ન ચડી જાય એ જોવાનું હતું.
૬૪
આ પ્રથમના તરીકે વર્ણવી શકાય. તૈયાર કરવાની હતી. પ્રગટેલું જોમ અવળે
Page #73
--------------------------------------------------------------------------
________________
૯ મું.
ખુમારીના પાઠ ખારડાલી સત્યાગ્રહનાં શ્રી. વલ્લભભાઈનાં ભાષણા તારીખવાર કાઈ લઈ ને એસે તે તેને ખબર પડે ક્રુ શ્રી. વલ્લભભાઈ કેવી રીતે લેાકેાની નાડ પારખતા ગયા, અને તેમને પચે એવી દવા વખતેવખત આપતા ગયા અને બદલતા ગયા.
રાનીપરજ લેાકેા, જેમના ઉપર નાના નાના સરકારી નેાકરે પેાતાનાં પ્રપંચ અને ધમકી ખૂબ અજમાવતા હતા અને જેમને તેમના શાહુકારા પણ ઠંગતાં પાછા ન હતા તેમનામાં પણ તેજ આવતું,જતું હતું. જ્યાં ખાદીનાં પગલાં થઈ ચૂક્યાં હતાં ત્યાં તે તેજ હતું જ, પણ જેમને ખાદી અને દારૂનિષેધને સ્પર્શી નહાતા થયા તેમને પણ ખાદીવાળાઓની સંગાથે જોડાવામાં લાભ દેખાવા લાગ્યા. વેડછી ગામમાં આ લેાકેાની એક સભા થઈ હતી. ગાંધીજીની આગળ ચાર વર્ષ ઉપર ખાદીની પ્રતિજ્ઞા લેનાર અને પેાતાનાં કાચ અને પિત્તળનાં અનેક ઘરેણાં ઉતારનાર બાળાએ અને સ્ત્રીએ પેાતાની સ્વચ્છ જાડી ખાદીની સાડી પહેરી સભ્ય સ્ત્રીઓને આજે એવી સ્વચ્છતા અને સરળતાભરી સભામાં એડી હતી. આ બધી સ્વયંસેવિકાએ હતી. સત્યાગ્રહનાં ગીતે લલકારતી ગામેગામ ફરવા લાગી, અને લેાકેાને શૂર ચડાવવા લાગી.
પણ સત્યાગ્રહનાં ગીતેાની વાત કરતાં આ પ્રથમ માસમાં જ બનેલી એકએ ઘટનાએ લખવાનું પ્રાપ્ત થાય છે. સ્થાનિક સ્વયંસેવકે તેા વધતા જતા જ હતા, પણ કાઠિયાવાડ અને બીજે સ્થળેથી પણુ સ્વયંસેવકૈાની અરજીએ આવતી જતી હતી. કાઠિયાવાડથી પહેલી જ ટુકડી એવી આવી કે જેને શ્રી. વલભભાઈ એ પ્રેમથી વધાવી લીધી. એ ટુકડીમાં મૂળ સત્યાગ્રહાશ્રમના અને પછી વઢવાણુમાં રાષ્ટ્રીય શિક્ષણનું કામ કરનારા ફૂલચંદભાઈ અને તેમનાં પત્ની ઘેલીબહેન, ભાઈ શિવાનંદ અને રામનારાયણ હતાં. ભાઈ ફૂલચંદે બારડેલી પહાંચતાં પહેલાં જ પેાતાનું કામ નક્કી કરી લીધું હતું. રસ્તે આવતાં જ તેમણે ગામઠી ભાષામાં ટૂંકા અને રચ, તરત મેઢે ચડે એવાં સત્યાગ્રહગીતા તૈયાર કરી રાખ્યાં હતાં. તાલુકામાં આવીને તેમને ખીજાં ઘણાં બનાવવાની પ્રેરણા થઈ. ખસ પછી તે। ફૂલચંદભાઈની ભજનમંડળીની દરેક ઠેકાણે
૬૫
Page #74
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ માગણી જ થાય. આબાલવૃદ્ધ સૌને એ ભજનોની ધૂન ગમી ગઈ અને ચાટે અને ચકલે, ખેતરોમાં અને શેરીમાં બાળકો અને બાળાઓ એ ધૂન લલકારવા લાગ્યાં:
અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે ભલે કાયાના કટકા થાય– અમે૦
ડંકો વાગ્યે લડવૈયા શરા જાગજો રે . શરા જાગજો રે કાયર ભાગજો રે–ડું કે, માથું મેલે સાચવવા સાચી ટેકને રે
સાચી ટેકને રે, સાચી ટેકને રે– માથું . ધીમેધીમે અળગા રહેલાઓ સૈ પાસે આવતા જતા હતા. સરભોણ એ પિતાને કેળવાયેલા અને મુત્સદ્દી માનનારા અનાવલાએને કિલે. એ હજી જોડાયા નહોતા. શ્રી. વલ્લભભાઈના ભાષણને પરિણામે ત્યાં ચમત્કારિક અસર થઈ. પહેલા બધા નાના ખાતેદારો આવ્યા અને એક પછી એક સહીઓ કરી ગયા, મેટાઓ જે થેડે વખત રાહ જોવામાં ડહાપણ સમજતા હતા તેઓ પાછળ પાછળ આવ્યા અને તેમણે પણ સહી આપી. આખરે રહી ગયા માત્ર એકબે પેન્શનરો – જેઓ પણ આખર સુધી તાલુકા સાથે જ રહ્યા એમ આગળ ઉપર જોશું. | મુસલમાન વર્ગમાંના કેટલાક પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવામાં ધર્મનો વાંધે કાઢતા હતા. બાર વર્ષની ઉમરથી એક પણ રોજે ચૂક્યા નહોતા એવા પાક મુસલમાન ઈમામસાહેબ બારડોલીમાં રાજા કરતા બેઠા, રોજા છતાં પણ વાલેડ સુધી જતા અને મસ્જિદમાં જઈને વાઝ આપી આવતા, એની કાંઈ જેવી તેવી અસર નહોતી થઈ. તેમની જ સમજૂતીથી વાલોડના મુસલમાન ભાઈએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી આપી.
સ્ત્રીઓ પણ હવે સભામાં ખૂબ ઉત્સાહથી ભાગ લેવા લાગી. આજ સુધી તેમને શૂર ચડાવનાર નેત્રીઓ હજી આવી નહોતી. હવે બહેન મીબહેન, ભક્તિબહેન, ઘેલીબહેન, અને સુરજબહેને એ કામ ઉપાડી લીધું. મીઠુબહેનની પાસે લડત ઉપરાંત ખાદીનો
૬૬
Page #75
--------------------------------------------------------------------------
________________
. ' ખુમારીનાં પાઠ મંત્ર તો હતો જ. જ્યાં જાય ત્યાં તેઓ ખાદી લઈને જાય અને ખાદી વેચતા વેચતાં પણ બધે નિર્ભયતાને ઉપદેશ આપતાં જાય. મુંબઈના મહાધનાઢય પારસી કુટુંબની આ બહેન પોતાના નાજુક શરીર છતાં જ્યારે આ ગામોમાં ફરવા લાગી ત્યારે લેકેને થઈ ગયું કે આ લડત એકબે કુસ્તીઓમાં નહિ પડે, સરકાર પણ હઠે ચડશે, અને લોકોએ પણ બરાબર કમર કસવી જોઈશે.
દરમ્યાન સરકારના અમલદારોની પ્રપંચ જાળમાં ક્યાંક ક્યાંક લોકો ફસાતા જતા હતા. વાલોડના કિલામાં તેમણે પહેલું સેંધવા જેવું ગાબડું પાડ્યું. બે વાણિયાઓને તેમણે સાધ્યા અને લોકોની આંખમાં ધૂળ નાંખવાની તેમણે બતાવેલી તરકીબને પણ તેઓ વશ થયા. ઘરમાં સહેજે હાથ લાગે એવી રીતે નાણું રાખીને જપ્તી થવા દેવાની સલાહ તેમણે માની, અને મહાલકરી જ્યારે -જપ્તાહુકમ લઈને તેમને ત્યાં ગયા ત્યારે રૂ. ૧,૫૦૦ અને રૂ. ૭૮૫ ની નોટો તેમને સહેજે મળી રહી. લોકોને આ બાજીની ગંધ મળી ગઈ હતી. આવા બે જબરદસ્ત સ્થંભો ભાંગવાની ખબર વાયુવેગે ગામેગામ ફરી વળી. વાલોડમાં તે લોકોના પ્રકોપનો પાર ન રહ્યો. બંને જણનો આકરો બહિષ્કાર કરવાનો તેમણે નિશ્ચય કર્યો. શ્રી. વલ્લભભાઈને ખબર પડી કે મેડી રાત્રે તેઓ વાલોડ પહોંચ્યા અને લોકોને તેમણે શાંત પાડયાઃ
તમને આ કૃત્યથી બહુ રોષ ચડ્યો છે એ સ્વાભાવિક છે, પણ રિષના આવેશમાં કશું કરશો નહિ. ટેકા દઈને તમે જેમને ઊભા રાખવા મથશે તે ઠેઠ સુધી કેમ ચાલશે ? . . . આપણે સરકાર જોડે લડવા નીકળ્યા છીએ, આપણું જ નબળા માણસો સાથે અત્યારે આપણે લડવું નથી. એમની સાથે લડીને તમે શું કરશે ? . . . હું સાંભળું છું કે હજુ બીજા બેચાર આવા નબળા છે. તેમને તમે સંભળાવી દે કે પ્રતિજ્ઞા તેડી ભરવું હોય તો સીધી રીતે ભરી દે, આ ભાઈઓ જે પ્રપંચ કરશે તેમાં તે સરકાર પાસે પણ તમારી આબરૂ જવાની.
છેવટમાં મારી તમને એટલી જ વિનંતિ છે કે આ કિસ્સાથી આપણે ઘડે લઈએ અને આપણી પોતાની જાતને વિષે વધારે જાગૃત રહીએ; આપણું ભાઈઓ માટે વધારે કાળજી રાખીએ. આ કિસ્સાને ચેરચેર કરવામાં કંઈ સાર નથી. ગંદી ચીજને ચૂથીએ તો તેમાંથી બદબ જ ટચા કરે.
૬૭.
Page #76
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ડાહ્યો માણસ તેના ઉપર ઘેબ ભરી ધૂળ નાંખે ને આગળ જાય. એમાંથી. ફરી સારું પરિણામ નીપજે. કેઈ બૂરું કામ કરે તેના તરફ ભલા થશો તો. એ ભવિષ્યમાં સુધરશે. માટે આપણે બૂરાને મૂઠી માટી આપી ભૂલીએ ને ઈશ્વર આપણે માથે આવો વખત ન આણે. ને આવતાં પહેલાં મોત આપે એવું માગીએ. લડાઈમાં તે સિપાઈ હોય છે, મરનારા હોય છે ને ભાગી જનારા પણ હોય છે. એમનાં નામ પણ ઈતિહાસમાં લખાય છે. ને મરનારાનાં, ફાંસી જનારાનાં પણ લખાય છે. પણ બેઉનાં કઈ રીતે. લખાય છે તે તમે જાણો છો. માટે આ બનાવ ઉપર. તમે મૂઠી મૂઠી ધૂળ નાંખી ઢાંકી દ્યો ને એની બદબોને ફેલાવા ન ધો.”
લોકો શાંત તો પડથા પણ પડેલાઓની સાથે તેઓ સમાધાન કરવાને માટે તૈયાર નહોતા. “આમને આવી રીતે જવા દઈએ તો, બીજાના ઉપર ખોટી અસર પડે અને બંધારણ નબળું પડે. એ લકાએ પ્રાયશ્ચિત્ત કર્યો જ છૂટકે છે. આ પ્રાયશ્ચિત્ત કરાવવાની વાત લોકોને જ સૂઝી હતી. શ્રી. વલ્લભભાઈ તે તેમને ભૂલી જવાનું કહીને નીકળ્યા હતા. જોકે પેલાઓ પાસે ગયા, તેમને ખૂબ સમજાવ્યા, જાહેર માફી માગી ને બાકીનું મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા કરીને પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું. બેમાંથી એકને વાત ગળે. ઊતરી ગઈ, તેમને શુદ્ધ પશ્ચાત્તાપ થયો અને તેમણે એ શુદ્ધતાના પ્રમાણ તરીકે રૂ. ૮૦૦નું સત્યાગ્રહ લડતને માટે પ્રાયશ્ચિત્તરૂપે દાન કર્યું. બારડોલી સત્યાગ્રહફાળાનો મંગળ આરંભ આ. દાનથી થયો.
આમ અશુભમાંથી શુભ પરિણામ આવ્યું. અશુભ ઉપર ધૂળ નંખાઈ ગઈ, અને શુભની સુવાસ ગામેગામ ફેલાવા લાગી. આખા મહિનામાં આવી રીતે ખરી પડનારાઓની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી હશે. એ વાતથી પણ લોકેનું બળ વધ્યું. અને નાતનાં બંધારણ મજબૂત થવા લાગ્યાં.
પટેલ, તલાટી, વેઠિયાને પણ પ્રસંગે પ્રસંગે શ્રી. વલ્લભભાઈ સંભળાવી લેતા હતા. જપ્તીની નોટિસની મુદ્દત પૂરી થઈ હતી, અને જપ્તી કરવાનું કામ તેમના ઉપર ઝઝૂમી રહ્યું હતું. આ ટાણે શું કરવું ? જેમજેમ લોકોમાં જોર આવતું જતું હતું તેમ તેમ તેમને અમલદારનો ભય ભાગતો જતો હતો. શ્રી. વલ્લભભાઈની
Page #77
--------------------------------------------------------------------------
________________
ખુમારીના પાઠ આરંભની આકરી વાણી પિતાનું કામ કર્યે જતી હતી. તમારા આસિસ્ટંટ કલેકટર ગામબહાર મુકામ કરે છે અને ચિઠ્ઠી લખીને લોકને બોલાવે છે. તેની પાસે જવાની તમારે શી મતલબ ? તેને જવાબ લખી આપે કે ભૂખ્યા છે તે જુવારના રોટલો તૈયાર છે, અમારા ગામને પાદરથી કઈ ભૂખ્યો ન જાય. એ અમલદાર તમને કહે છે: “મારી ખાતર તે એક રૂપિયે ભરે.” એને તમે કહોની કે અમારી ખાતર તું રાજીનામું આપી દેની. “દુ:ખને વખતે રૈયતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકી બધા ‘હવાલદાર.”
આમ જ્યાં ડેપ્યુટી કલેકટર હવાલદાર ઠરતા હતા ત્યાં પટેલતલાટીનાં તે ગજાં શાં ? “પટેલ તે ગામનો ધણી છે, ગામનું મુખ છે, એ સરકારને લોકો તરફથી સંભળાવનાર છે. પટેલ કાંઈ સરકારને વેચાણ થયેલો સાત રૂપિયાનો દૂબળો નથી. સાત રૂપિયા ખાતર જે માણસ પોતાના કુટુંબીઓનાં ઘરનાં ગોદડાં ચૂંથવા જાય એને દૂબળો ન કહીએ તો શું કહીએ? અરે, દૂબળો પણ પોતાના ધણિયામાના ઘરમાં એવું કામ કરવા ન પેસે. પટેલ વેઠિયો નથી. અને એવાં કામ કરાવે એ પટલાઈ ઉપર પૂળો મૂકોની. તમારા કરતાં તો મજૂરી કરનારને મજૂરી વધારે મળે છે.” તલાટીઓ વિષે બોલતાંઃ “તમારું વાલોડ તલાટીઓ પેદા કરનારી એક ખાણ છે. તમે પૈસા ખરચી ખરચીને છેકરાઓને ભણાવો છે તેના આવા તલાટી પાકે છે. એવા ભયા કરતાં આ રવિશંકર જેવો વગરભણ્યો બ્રાહ્મણ છે ખોટો ? તમને મનમાં મોટાઈ આવે છે કે અમારો છોકરો ભણીને પછી તલાટી થશે, બજારમાં નીકળે તે પાછળ વેઠિયા ચાલતા હશે. પણ એ જ છોકરાને સરકારને હુકમ થશે ત્યારે સગા બાપને ઘેર જતી કરવા જવું પડશે. આ બધી સરકારની અને તેની કેળવણીની માયાના ખેલ છે.”
લગભગ ૬૦ પટેલોએ બારડોલીમાં ભેગા થઈ શ્રી. વલ્લભભાઈ આગળ પ્રતિજ્ઞા કરી કે જપ્તીના મેલા કામમાં ભાગ ન લઈએ. હેડ લકે અને બીજાઓ વેઠિયા તરીકે જપ્તીની વસ્તુ ન ઉપાડવાની પ્રતિજ્ઞાના ઠરાવો કરવા લાગ્યા.
Page #78
--------------------------------------------------------------------------
________________
આરહેલી સત્યાગ્રહનો ઇતિહાસ
આમ માસને અંતે તાલુકા સારી રીતે સંગઠિત થઈ ગયે હતા, તાલુકાના લેાકેામાં પેાતાના બળનું ભાન આવતું જતું હતું, પેાતાના નાયકની સાથે તેમને નેહ વધતા જતા હતા. ખીજ્ તાલુકાએ આ તાલુકાની સહાનુભૂતિના કરાવા કરવા લાગ્યા હતાં, તાલુકાની મદદમાં કાળા ધરાવવાના વિચાર કરવા લાગ્યા હતા. જલાલપુર તાલુકામાં મળનારી આવી એક પરિષદમાં શ્રી. વલ્લભભાઈ એ જવાની ના પાડી, અને સંદેશા મેાકલ્ચા કે હજી અમે અભિનંદનને લાયક નથી થયા, અમને કાંઈક કામ કરવા દે, તાવણીમાં તવાવા દો, પછી જેટલી મદદ થાય તેટલી કરજો. સુરત જિલ્લાની એક પરિષદ ભરવાના ઠરાવ થયા હતા તે ઠરાવને પણ શ્રી. વલ્લભભાઈ એ રદ કરાવ્યા, અને લેાકેા ઉપર જપ્તીખાલસાની નવાજેશ થાય નહિ ત્યાં સુધી એ પિરષદ ન ભરવાની સલાહ આપી.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૦
લૂલા બચાવ
“ એડન એ જ અમલદાર કે જેણે સરકારને ગધેડે બેસાડી હી. ધારાસભામાં એને પાણીપતની વાત કરવાનું રહ્યું. મે કહ્યુ, ‘કાઈનું રાજ રહ્યું નથી, તમારુંયે જરો તેમાં મારે શું? ’ ’
ચકને યાદ હશે કે શ્રી વલ્લભભાઈ પટેલે ગવનરને લખેલા
કે
વિશેષ અન્યાયને ઉલ્લેખ કર્યાં હતા. આમાંનાં ૨૨ ગામના વર્ગ (ગ્રૂપેા) ઉતારવાનું ધારાસભાની માર્ચ મહિનાની બેઠકમાં સરકારે જાહેર કયું. લેકેટનું બળ જોઈને આ પગલું લેવામાં આવ્યું એમ કહેવામાં કોઈ હરકત નથી. આ જાહેરનામાને લીધે ત્રણ ગામેા જેમને વ ચડ્યો હતા અને ૨૦ ટકા વધારા થયેા હતેા તેમને વ ઊતરવાને લીધે એ વધારેા રદ્દ થયા, ત્રણ ગામે। જ્યાં મહેસૂલના વધારા ૪૫થી ૫૦ ટકા કરવામાં આવ્યા હતા તે ઓછે થઈ ૧૮ ટકા અને ૨૦ ટકા થયા, એ ગામને વધારે ૫૮ ટકાને બદલે ૨૦ ટકા થયા, અને ૧૪ ગામ ૫૦ ટકાના વધારામાંથી ૨૫ ટકાના વધારામાં આવ્યાં. આમ એક ભૂલ સહેજ સુધારવામાં આવી, પણ તેથી કંઈ સરકારમાં ડહાપણના ઉદય થયેા હતેા એમ નહિ કહી શકાય. સરકારે તે। આ જાહેરનામું કાઢીને સાથે સાથે એમ પણ જાહેર કર્યું કે વર્ગ ઉતારવાની સાથે આકારને વધારે થયા છે તેને કશે! સબંધ નથી, તે વધારાનું પ્રમાણ તે તેટલું જ રહેશે. ખારડાલીના ખેડૂતેની લડત તા કશી તપાસ વિના કરવામાં આવેલા મહેસૂલવધારાની સામે હતી. આ જાહેરનામાંથી તા માત્ર ૨૨ ગામ જ્યાં વિશેષ અન્યાય થયે। હતા તે બીજા ગામેાની સમાન કક્ષામાં મૂકવામાં આવ્યાં.
૭૧
Page #80
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
(6
ધારાસભાની આ બેઠકમાં ભાઈ નરીમાને ખારડાલી તાલુકાના મહેસૂલવધારા સંબંધી સરકારના ઉપર તિરસ્કારના ઠરાવ રજૂ કર્યો હતા. આ ઠરાવ ઉપર ખેાલતાં સરકારે અખત્યાર કરેલી નીતિના અચાવમાં આ આખી લડતમાં સરકારને ભમાવનાર સેટલમેન્ટ મિશનર મિ. ઍડસને એક ભૂંડું ભાષણ કર્યું. તેને એક બચાવ એવા હતા કે સરકારની ‘રેનિંગ' નીતિને પરિણામે . દારૂની ખપત એછી થયાથી લેાકેાને બચત થઈ છે, તેટલા પૂરતું વધારે મહેસૂલ તેઓ સુખે આપી શકે. બીજી દલીલ ટાપટી વેલી રેલ્વેથી થયેલા મેાટા લાભની કરવામાં આવી. આ રેલ્વે પાછળ સરકારના આશરા તળે લાખા રૂપિયા રેડાયા છે, જેનું વળતર ખારડેાલીની જમીનના કૈટલાંયે વર્ષના મહેસૂલ બરાબર થવા જાય.' રેલ્વે બાંધવામાં આવી. તે કેવળ પારમાર્થિક હેતુથી જ.એમ કહેવું એ કેટલું ભેદુ છે ? રેલ્વેએએ ભારતને કસ કેટલા ચૂસી લીધેા છે તે બાબતની ચર્ચા કરવાનું આ સ્થળ નથી. પણ એ વાત કારે મૂકીએ તાપણ અજબ વાત તેા એ છે કે આ રેલ્વેની દલીલ કરવામાં મિ. ઍંડન તાલુકાના આખા ઇતિહાસ જ ભૂલી ગયા. ૧૮૯૬ ની જમાબંધી વેળા તે વખતના અમલદાર મિ. ર્નાન્ડીઝે મહેસૂલના દરની ભલામણ કરતાં રેલ્વેથી થનારા લાભને ધ્યાનમાં લીધા હતા એ અમલદારના શબ્દ તે ચેાથા પ્રકરણમાં ટાંકી ચૂકે છું. પણ ખૂબી તો એ છે કે એ રેલ્વે થવાથી જે લાભની આશા રખાતી હશે તે લાભ પણ થયા છે કે નહિ એની શંકા છે. ખ ડેલી અને મઢી સિવાયનાં ખીજા કાઈ પણ સ્ટેશને માલ ચડાવવાનું તે કશું સાધન નથી, અને ખારડાલીના સ્ટેશન છતાં લેાકેા નવસારીના બજારનેા ઘણા માટેા ઉપયેગ કરે છે.
એક બીજી દલીલ મિ. ઍંડનના પેલા ૪૨,૯૨૩ એકરના ગણાતે આપેલી જમીનના આંકડા જેવી જ પાકળ હતી. પણ આંકડાના દુરુપયોગ કેવી રીતે થાય છે, આંકડાને કેમ ઉલટાવવામાં આવે છે તે જણાવવા ખાતર તે અહીં આપવાની જરૂર લાગે છે. એ દલીલ આ હતી: · આ વર્ષે જે નવેા આકાર ધરાવવામાં આવ્યા
'
૭૨ .
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૦ મુ
લૂલા પંચાય છે તેની સાથે સને ૧૮૩૩માં લેવામાં આવતા આકારનું પ્રમાણ ૧૧૭ અને ૧૦૦નું છે. એટલે સેા વર્ષોમાં માત્ર ૧૦ ટકાને વધારા થયા છે. ' હવે આમાં કેટલું ખાટાણું રહેલું છે તે જોઈ એ. ૧૮૩૩ માં મિ. ઍડનના કહેવા પ્રમાણે ખેડાણને લાયક જમીન ૩૦,૦૦૦ એકર હતી, આજે તે ૧,૩૦,૦૦૦ જેટલી છે. આ ખેડાણની જમીન શી રીતે વધી ? નવી જમીન જે ખેડાણુને લાયક જમીનમાં ગણાઈ તેમાં કેટલીક ખરાબાની હતી અને કેટલીક ચરણુ અને ‘ વાડા’ની હતી. ૧૮૩૩ પહેલાં એવા રિવાજ હતા કે ખેડૂત જેટલી જમીન ખેડે તેના પ્રમાણમાં તેને અમુક જમીન ચરણને માટે મફ્ત મળે. ૧૮૩૩ પછી ૧૮૬૬ સુધી આ ચરણની -જમીન ઉપર વીધે ૧ રૂપિયા લેવાના શરૂ થયા, અને ૧૮૬૬ થી આ બધી જમીન જરાયત ગણાવા લાગી અને તેની ઉપર મહેસુલ પણ બીજી જરાયત જમીનના દરે જ લેવાવા લાગ્યું. હવે આપણે જોઈ એ કે જે વધારાને મિ. એંડન સેંકડે ૧૭ ટકા તરીકે વર્ણવે છે તે વધારે। ખરી રીતે કેટલા છે. ખરડાલી તાલુકાના સરભેાણુ પરગણામાં ખેડૂતને ૨૦ વીઘાં ખેડાણની જમીન સાથે ૬ વીધાં ચરણની અથવા વાડાની જમીન મળતી. એટલે કે વીધાને આકાર રૂ. ૫ ગણીએ તો એ ખેડૂતને ૨૬ વીધા જમીનને માટે
૧૮૩૩ સુધી
વ
(૨૦૪૫ ) + (૬× ) = ૧૦૦ રૂપિયા ભરવા પડતા. અને ૧૮૩૩ પછી એટલે ૧૮૬૬ સુધી (૨૦×૧) + (} x ૧ ) =૧૦૬ રૂપિયા
ભરવા પડતા. પણ ૧૮૬૬ થી પેલા ૬ વીધાના પણ રૂા. ૫ લેખે ૩૦ રૂપિયા ચડવા લાગ્યા, અને જૂના દર ઉપર મિ. ઍડન ૧૭ ટકા ચડવા છે એમ કહે છે એટલે ૨૬ વીધાનું મહેસૂલ આજે (૨૦૪૫.૮૫) + (૬×૫.૮૫)=રૂ. ૧૫૨.૧૦
થવા જાય છે. એટલે કે ૧૮૩૩માં એ ખેડૂતને જેટલી જમીનના ૧૦૦ રૂપિયા પડતા હતા તેટલી જ જમીનના આજે ૧૫૨ રૂપિયા પડે છે. એટલે મહેસૂલ ૧૭ ટકા નહિ પણ પર ટકા વધ્યું છે. પણ ખેડૂતની ખેાટ તેા એ ઉપરાંત ઘણી છે.
અસલ વાડા મત
93
Page #82
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
અથવા જાજ મહેસૂલે મળતા ત્યારે ખેડૂત ધણાં ઢેર રાખી શકતા, અને ઢારની સ્થિતિ પણ બહુ સારી હતી. આજે ચરણની સારી પેઠે કિંમત આપવી પડે છે અને પરિણામે ઢારની સ્થિતિ ખેડૂત જેવી થવા એડી છે.
જો મહેલ આકરું હાય તેા ખેડૂત જમીન કેમ નથી છેડી દેતા એમ મિ. અંડન પૂછે છે, પણ એણે પેાતે જ શ્રી. જયકરના રિપેટ ઉપર કરેલી પેાતાની ટીકામાં લખ્યું હતું તે આ વેળા એ. ભૂલી ગયા હતા : બધા આંકડા ઉપરથી એ અનુમાન ઉપર આવી શકાય છે કે ૧૮૯૬માં તાલુકામાં વધારે પડતા મહેસૂલને દર હતા અથવા તે નાના છેક ૫૦ ટકા જેટલેા દર હતા. આ આંકરા દર છતાં ખેડૂત જમીન કેમ નથી છેડી દેતા એને જવાબ તે! એ જ હોઈ શકે કે બ્રિટિશ રાજ ભૂંડું છે એમ જાણતા છતાં, અથવા મિ. અંડન અને જયકર જેવા રેઢિયાળ અમલદારા હાવા ન જોઈએ એમ જાણતાં હતાં, ખેડૂત બ્રિટિશ રાજને અને પેલા રઢિયાળ અમલદારને નભાવી લે છે. ખેડૂત આકરા દર છતાં જમીનને વળગી રહે છે કારણ તેની પાસે બીજું સાધન નથી, અને જમીનમાંથી પૂરતું પેદા નથી થતું છતાં જમીન છેડતા નથી તેનું કારણ તેા સત્યાગ્રહની લડત દરમ્યાન સરકાર તરફથી. કાગળે। લખનાર મિ. માથે પોતે જ આપેલું છે. ૧૯૨૪માં ખેડાના કલેક્ટર તરીકે એણે જમીનમહેસૂલકમિટી આગળ જીખાની આપતાં જણાવ્યું હતું: ‘જો એમ પૂછતા હૈ। કે લેાકેા ગુજારા કેમ કરતા હશે તેા એને જવાબ એ છે કે મેાસમ વીત્યે નવરાશના દિવસેામાં એ લેાકેા હાડીદપાટી કરે છે, બળદ અને ગાડાંની મદદથી ભાડાં કરે છે, ઢાર રાખી ઘીદૂધ વેચે છે. '
$6
29
પણ હવે આ બચાવના પાકળપણામાં બહુ ઊતરવાની જરૂર નથી. દલીલે। તે ગમે તે કરવાને મિ. અંડર્સનને હક હતા, પણ એક વસ્તુ એના ભાષણમાં એવી હતી કે જે એના જેવા અમલદારના માંમાં પણ શાભતી નહતી. પેાતાના એ ઐતિહાસિક થઈ જનારા ભાષણના ઉપસંહાર કરતાં મિ. ઍંડન મેલેલા આપણને કહેવામાં આવે છે કે થાડાં વરસ ઉપર ખારડાલી.
66
૭૪
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૦ મું
લૂલા બચાવ તાલુકે સવિનય ભંગની એની ભવ્ય તૈયારી માટે જગપ્રસિદ્ધ થયે હતો. મારે કબૂલ કરવું જોઈએ કે એ પ્રસિદ્ધ થયો હતો પરે, પણ એ પ્રસિદ્ધિનો મારા તમારા જેવાને લાભ થાય એમ નથી– એ પ્રસિદ્ધિ નિષ્ફળતાની અને હાસ્યપાત્રતાની પ્રસિદ્ધિ હતી. આ વખતે લડત ચલાવી રહ્યા છે તેમને મારે જણાવવું જોઈએ કે એ જમીન ખાલસા થશે. તેને વેચવાનો વખત આવશે ત્યારે તેને લેનારા ઘણા લોકો મળી આવવાના છે. સત્યાગ્રહીઓની હિંસા કે અહિંસા આ લોકોને સોના જેવી જમીન ખરીદતાં અટકાવી શકવાની નથી. એટલે હું તેમને વીનવીને ચેતવું છું કે થમપિલી તરફ કૂચ કરતાં જો તમે પાણપત નહિ પહોંચી જાઓ.”
મિ. ઍડર્સન ગમે તેટલા જમીન ખરીદનારા ઊભા કરે તેમાં તેમની સાથે કોને તકરાર હોય ? બડાશ જેને જેટલી મારવી હોય તેટલી મારવાનો હક છે. પણ પાણીપતની બેવકૂફીભરેલી વાત કરવાની મિ. અંડર્સનની હિંમત ચાલી અને એ ભાષણ જેમનું તેમ સરકારી હેવાલોમાં છપાયું એ આ જમાનાની સરકારની બલિહારી છે. બારડોલીએ તો કદી પિતાની “પ્રસિદ્ધિ અને ગર્વ કર્યો નહોતો, પ્રસિદ્ધ થવાનું તેના નસીબમાં તે વેળા નહોતું લખેલું એ વાતને બારડોલીને ખેદ રહી ગયો હતો. પણ પાણીપતનો શાપ દેતી વેળા મિ. ઍડર્સનની અક્કલ કેમ એટલી બધી બહેર મારી ગઈ હશે કે તે અજાણતાં હાલની સરકારને અહમદશાહ અબદલી દુરાની સાથે સરખાવી દેતા હતા એ ભૂલી ગયા ? અહમદશાહના દહાડા તો પાણીપત પછી હિંદુસ્તાનમાં ગણ્યાગાંઠયા જ હતા એ વાત અંડર્સન કેમ ભૂલી ગયા હશે ? બારડોલી તે પાણીપતના પાઠ ભૂલે એમ નહોતું જ, પણ તે ઉપરાંત બારડેલીની આગળ તેને ઉત્તેજન આપનારી ચંપારણ, ખેડા, નાગપુર અને બેરસદની તાજી યાદ પણ હતી.
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૧.
નાદીરશાહી ‘
“ સરકારે ધાયું છે કે અહીંના સુવાળા અને પાચા વાણિયાને જ સાથી પહેલા જ ચાંપી જેવા. ગાબડું એકવાર પડચુ તે ધીરેધીરે આખી ઇમારત ગબડી પડશે. ''
જ
સીનાં કાળિયાં તે! જાણે જીનતાનની જાહેરખબરના જેવાં નકામાં હોય એમ લેાકેા ગણવા લાગ્યા. શ્રી. વલ્લભભાઈ કહે : ' પેલાં પીળાં કાગળિયાં આવે એને તમારી લડતનાં સંભારણાં તરીકે આયનામાં મઢાવીને ઘરમાં લટકાવી રાખેા. તમારી ભવિષ્યની પ્રજા પણ એને જોઇને અભિમાન લેશે કે અમારા બહાદુર બાપદાદાએ સરકાર સાથે લડત માંડી હતી. '
ખસ થયું. આમ સરકારના દરેક પગલાને હસી કાઢવામાં આવતું જાય, અને લેાકેાની ભડક ભાંગતી જાય. પત્રિકાઓમાં અમુક ઠેકાણે પીળા પતાકડાં ચેાડાયાં છે એમ ટાળથી રેાજ ઉલ્લેખ થાય અને લેાકેા ચેારા ઉપર બેસીને તલાટીના ઉત્સાહ ઉપર હસે. તલાટી જપ્તી કરવા નીકળતા નહિ એમ નહિ. નીકળતા તે ખરા, પણ જપ્તીની રીતેાથી અજાણ તલાટીએ હજી જપ્તી કરતાં ખરેાબર શીખ્યા નહાતા. અને ભલભલા જપ્તીવાળાને પાણી પાવાની કળામાં પ્રવીણ શ્રી. મેાહનલાલ પંડ્યા અને દરબારસાહેબની પાસે લેાકેા તે કળા શીખવા લાગ્યા હતા. બાળકો પણ જાણતાં હતાં કે તલાટી વેક્રિયા લઈને ધર તરફ આવે ત્યારે શું કરવું. સ્વયંસેવેકા તેા તલાટીની પાસે જઈને શ્રી. વલ્લભભાઈના ભાષણમાંથી તેમને તેમના કવ્ય વિષેના ફ્કરા વાંચી સંભળાવે. રવિશંકરભાઈ લેાકેાને કહે: ' બાબર દેવાનાં જેવું એક કાળુ સરકારને ડરાવતું હતું, લેાકેા પણ તેનાથી ત્રાહિ ત્રાહિ પોકારતા હતા. પણ વલ્લભભાઈસાહેબે ખેરસદમાં લડત ઉપાડી તેને પ્રતાપે
9
Page #85
--------------------------------------------------------------------------
________________
નાદીરશાહીલોકોમાં એવું બળ આવ્યું કે બાબર દેવો ભાગતો ફરવા લાગ્યો.”
આ બળ ગરીબડી રાનીપરજ કામમાં આવવા લાગ્યું. એકરાનીપરજ પટેલે મહાલકરીને જપ્તીમાં મદદ કરવાની ઘસીને ના પાડીને કહ્યું, “મારી પાસે પટાવાળા કે વેઠિયા નથી. હું શું કરું ?”
છાવણીઓમાં રોજરોજ સ્વયંસેવક વધતા જતા હતા. બામણીની દરબાર સાહેબની છાવણી દરબારને શોભે એવી હતી.. એક સજ્જને પિતાનું રાચરચીલાવાળું ઘર તેમને સેપ્યું હતું, સાયંકાળે ત્યાં “નવજીવન,” “આત્મકથા,' “પત્રિકાઓ,” વલ્લભભાઈ સાહેબનાં ભાષણ વંચાય, પ્રાર્થના થાય, અને મોડા મોડા રાત્રે લોકો છૂટા પડે. ફૂલચંદભાઈનાં ભજનથી રસ જામે તે જુદો.. આ “દરબારી” છાવણની વાત થઈ. ગરીબની છાવણીમાં ગરીબને છાજે એવો ઠાઠ રહે. જુવારની કડબ અને પરાળનાં છાયેલાં છાપરાંમાં બાલદાની છાવણ હતી. પણ ત્યાં પણ રંગ તો બીજી છાવણી જેટલો જ જામત.
વાલોડના બીજા જે વણિક સજજન આજ સુધી પશ્ચાત્તાપ કર્યા વિના બેઠા હતા તેમને હવે પશ્ચાત્તાપ થયો અને તેમણે રૂ. ૬૫૧નું દાન પ્રાયશ્ચિત્તરૂપે કર્યું. આ અને એવા દાખલાઓથી લોકો. કંઈક હદ ઓળંગવા લાગ્યા. બહિષ્કારનું શસ્ત્ર જ એવું છે કે જેમાં હદ ચાતરવાનો ભય હમેશાં રહે છે. તેમાં બારડોલીના
કે જેમણે પિતામાં રહેલા બળને આ પહેલી જ વાર અનુભવ કર્યો હતો તેનું શું પૂછવું ? અત્યાર સુધી “કડદને કાળા ડાઘ” તાલુકાને નામે શીરૂપ હતો. કડોદ લડતમાં નહોતું જોડાયું એટલું જ નહિ પણ ત્યાંના પૈસા ભરી દેનારા શ્રીમંત બીજાને સતાવતા પણ ખરા. તેઓ પોતાના ગામની પોતાની જમીનનું જ નહિ પણ બહારગામની જમીનનું મહેસૂલ પણ કટકે કટકે, લોકોને સતાવવાની ખાતર જ જાણે, ભયે જતા હતા. આવા માણસોની જમીન ગણોતે કદી ન ખેડવાનો ઠરાવ કરવાને માટે આસપાસના ગામના ખેડૂતની સભા ભળી. તેને ત્યાં મજૂરોને કામ કરવા * ન જવા દેવાને પણ ઠરાવ વિચારમાં આવ્યો, અને કડાદ ઠેકાણે ન આવે ત્યાં સુધી આખા કડાદની સાથે અસહકાર
૭૭
Page #86
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ કરવાનો ઠરાવ પણ વિચારમાં આવ્યો. છેલ્લા બે ઠરાવ છોડી દેવાનું સમજાવતાં શ્રી. મેહનલાલ પંડ્યાને મહામુસીબત પડી. પાટીદાર કોમનાં જુદાં જુદાં મંડળનાં પંચ મળતાં હતાં અને બહિષ્કારના આકરા ઠરાવો થતા હતા. ચાલી રહેલા આ નવા પવનને મર્યાદામાં રાખવાને માટે ગાંધીજીને બહિષ્કારના શસ્ત્ર વિષે નીચે પ્રમાણે સાવચેતીની નોંધ લખવાની ફરજ પડી. આમ વારંવાર ગાંધીજીની સલાહસૂચના તો બારડોલીના સત્યાગ્રહીઓને મળ્યા જ કરતી હતીઃ
જેઓ સરકારવેરો ભરવા તૈયાર થાય છે તેમની સામે બારડોલીના સત્યાગ્રહીઓ બહિષ્કારનું શસ્ત્ર વાપરવા તૈયાર થઈ જતા સાંભળ્યા છે. -બહિષ્કારનું શસ્ત્ર જલદ છે, ને મર્યાદામાં રહીને સત્યાગ્રહી વાપરી શકે છે. બહિષ્કાર હિંસક અને અહિંસક હોઈ શકે છે. સત્યાગ્રહીથી અહિંસક અહિષ્કાર જ વપરાય. અત્યારે તે હું બન્ને બહિષ્કારનાં શેડાં દૃષ્ટાંત જ આપવા ઇચ્છું છું :
સેવા ન લેવી તે અહિંસક બહિષ્કાર. સેવા ન દેવી એ હિંસક હોઈ શકે.
બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, તેને ત્યાં વિવાહાદિના પ્રસંગમાં ન જવું, તેની સાથે સેદ ન કર, તેની મદદ ન લેવી એ અહિંસક ત્યાગ છે.
બહિષ્કૃત માં હોય તે તેની સારવાર ન કરવી, તેને ત્યાં દાક્તર ન જવા દેવો, તેનું મરણું થાય તે મરણક્રિયામાં મદદ ન કરવી, તેને કૂવા, મંદિર, વગેરેના ઉપયોગથી દૂર કરવો એ હિંસક બહિષ્કાર છે. ઊંડે વિચાર કરતાં માલુમ પડશે કે અહિંસક બહિષ્કાર લાંબે સમય નથી શકે છે, ને તે તોડાવવામાં બહારની શક્તિ કામ નથી કરી શકતી. હિંસક બહિષ્કાર લાંબો વખત ન ચાલે, ને તેને તેડવામાં બહારની શક્તિને પુષ્કળ ઉપયોગ થઈ શકે. હિંસક બહિષ્કાર લડતને છેવટે નુકસાન જ કરે છે. આવા નુકસાનના દાખલા અસહકારના યુગમાંથી ઘણા આપી શકાય છે. પણ આ પ્રસંગે મેં ભેદ પાડી બતાવ્યો છે, તે જ બારડોલી સત્યાગ્રહીઓ અને સેવકોને સારુ બસ હોવું જોઈએ.”
પેલાં પીળાં પતાકડાંની સંખ્યા હવે સેંકડાઓથી ગણાય એટલી થઈ હતી. ભયનું નામ નિશાન ન રહ્યું હોય એમ સૈ કોઈ -વર્તતા હતા. રાનીપરજનો માણસ ડેપ્યુટી કલેકટર જેવાની સાથે
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૧ મું
. . ‘નાદીરશાહી પિલાની આંખ અને કાન ચોળા, અરે બુદ્ધિને ચોળાવે, એવા સવાલજવાબ કરી શકે એવી કલ્પના મહિના ઉપર કેઈએ કરી નહતી. * સ. કેમ ભરતા નથી ?
જ વધારો રદ કરે એટલે ભરીએ. સ. તમારા ગામે ઉપર તો જૂજજાજ વધારો જ આવે છે.
જ જૂજજાજ પણ ક્યાંથી લાવીએ ? પણ મણું પાણીમાં -ત્રણ શેર લોટ નાંખી રાબડે બનાવીએ તેમાંથી તમે અચ્છેર લોટ લઈ લેવા માગો છો.
“સ વધારે તે સાચે જ છે. ધારાસભામાંયે કાયમ રહ્યો છે. માટે નહિ ભરે તે જમીન ખાલસા થશે.
જ. અરે સાહેબ, ધારાસભાની વાત અમે નહિ સમજીએ.
ફૂલમાં ફૂલ કપાસકા, એર ફૂલ કાયકા?
રાજામાં રાજા મેઘરાજા, આર રાજા કાયકા? સત્ર એટલે શું?
જ ખાલસા તે મેઘરાજા કરવા માગે તો થાય. બીજા કઈ રાજાથી ન થાય.
આ વધતા જતા બળને કેમ સાંખી રહેવાય ? ડેપ્યુટી કલેક્ટરે તે ઉત્સાહમાં માનેલું હશે કે આ “વાણમાં' એ અને ઢડિયાં ચૌધર' જપ્તીની નોટિસથી જ ડરીને પૈસા ભરી દેશે. મિ. ઍડર્સને પણ ધારાસભામાંથી સંભળાવ્યું હતું કે
સરકાર આ બાબતમાં જરાય પાછું ફરીને જોવાની નથી.' પણ પહેલા બહાર ખાલી ગયા, અને હવે તો વધારે જલદ ઉપાય લીધે જ છૂટકે છે એમ સરકારી અમલદારોને લાગવા માંડયું. એટલે વળી પાછા જલદ ઉપાયને માટે પણ વણિકો જ શિધવામાં આવ્યા. તા. ૨૬ મી માર્ચે બાજીપરાના શેઠ વીરચંદ ચેનાજીને બારણે મહાલકારીની સહીની એક નોટિસ ચેડવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે જે તે વાલોડ ખાતાની પિતાની -જમીનનું રૂ. ૧૬ ૦-પ-૪ મહેસૂલ તા. ૧૨-૪–૨૮ સુધીમાં ન ભરે તે જમીન ખાલસા કરવામાં આવશે. એ જ દિવસે વાલોડના
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ:
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ સાત ગૃહસ્થ શેઠ ઘેલાભાઈ, શેઠ ગુલાબદાસ, શેઠ ભૂખણદાસ, ડાહ્યાભાઈ દામોદરદાસ, ચુનીલાલ અને સોની ચુનીલાલ અને ગં. સ્વ. ઈચ્છાબહેન ઉપર એવી જ ખાલસા નોટિસો કાઢવામાં આવી. આથી જરાય ડગ્યા વિના શેઠ વીરચંદે મહાલકરીને એક વીર કાગળ લખ્યો જેમાં તેણે જણાવ્યું
આવી નેટિસ આપવાને આપ સાહેબે આખા મહાલમાં મને પ્રથમ પસંદ કર્યો તે ઉપરથી એમ માનવાને કારણું રહે છે કે આખા મહાલની અંદર મને આપ એક જ નબળામાં નબળા સમજે છે. આવું માનવાને મેં આપને શું કારણ આપ્યું હશે એ મારા ખ્યાલમાં આવતું નથી. પરંતુ મારે આપને જણાવવું જોઈએ કે આખો તાલુકે ખાલસા થાય તેપણ જે અન્યાયી વધારે કરવામાં આવ્યું છે તે રદ ન થાય અથવા તો તેની યંગ્ય તપાસ ફરીથી ન થાય ત્યાં સુધી તાલુકામાં હવે કઈ પૈસા ભરનાર નથી અને હું પણ ભરવાનો નથી.
આપ જે સરકારના સાચા વફાદાર ને કરે તે આપનો ધર્મ છે કે તાલુકાની ખરી સ્થિતિથી આપે સરકારને વાકેફ કરવી જોઈએ, અને પ્રજાને જે અન્યાય થયો છે તે દૂર કરાવી ન્યાય મેળવવામાં પ્રજાને મદદ કરવી જોઈએ. જે તાલુકાનું કેટલાંયે વરસ સુધી આપે લૂણ ખાધેલું છે તે તાલુકાની પ્રજા ઉપર નોકરીની આખર વેળાએ આપને પ્રજાને રંજાડવાને પ્રસંગ આવી પડ્યો છે તેમાંથી આપે કોઈ પણ રીતે ઊગરી. જવું જોઈએ એવી મારી આપને નમ્ર વિનંતિ છે.
ચાકરીની આખર વખતે ખાતેદારની જમીન ખાલસા કરવાની. આપને સત્તા આપવામાં આવી હોય અને તે પ્રમાણે જે આપે આ નેટિસમાં સહી કરી તે મારે બારણે ચડાવી હોય અને હવે પછી ખેડૂતોની જમીન ખાલસા કરવાનું કામ આપને હાથે થવાનું હોય તો એવી નોકરીમાંથી છૂટી જવું એ શોભાભરેલું છે. આપની નોકરીના ટૂંક દિવસ બાકી રહેલા છે ' અને એટલી રજા આપની સરકારમાં ચડી હશે. આપના હિતેચ્છુ તરીકે ” હું આપને સલાહ આપું છું કે આપના હાથની નોટિસે આપના તાલુકાની ચિતને મળે તે કરતાં આપ નોકરીમાંથી છૂટા થઈ જશે તો વળતી વેળાએ આબરૂ સચવાશે. ”
વાલોડના પિલા સાત સજજોએ શ્રી. વલ્લભભાઈને કાગળ લખીને ખાતરી આપીઃ “જે પ્રમાણે નોટિસ અને જમીના મારાની પહેલી શરૂઆત અમારા ગામ ઉપર કરવામાં આવેલી હતી, પરંતુ
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૧ મું
નાદીરશાહી” તેમાં જેમ સરકારને નિષ્ફળતા મળી છે તેમ આ ખાલસાની નોટિસની બાબતમાં પણ સરકારને નિષ્ફળતા જ મળશે એ વિષે - આપ નિશ્ચિંત રહેશે. સામાન્ય રીતે મહાલકરીની સાથે ઘણી. બેઠક અને ઘરબે રાખનારા શેઠ વીરચંદ ખાલસાની નોટિસથી ગભરાયા વિના કે મહાલકરીની સાથેની મહોબતથી અંજાયા વિના તેને સામી નોટિસ આપે એ વાત જ તાલુકાના લોકોને માટે અસાધારણ હતી. વાણિયાઓ પહેલા ગગડી જશે એવો ડર સરકારને જ હતો એમ નહિ, પણ લોકોમાંના ઘણા જણને હતો. એ ડર ખોટો પડ્યો એટલું જ નહિ પણ કણબીઓ અને બીજાઓમાં એકબીજા વચ્ચે વાતચીત થવા લાગી કે હવે વાણિયા. ખાલસાથી ન ડગ્યા એટલે આપણે ડગણું તે આપણે તો કાચલીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું જ થવાનું છે.
તાલુકામાં આ ખાલસા નોટિસોની ચમત્કારિક અસર થઈ દેશમાં આ વસ્તુ “નાદીરશાહી' તરીકે પ્રગટ થઈ ગાંધીજીએ દેશને - આ “નાદીરશાહી' વિષે જાગૃત કરનારા લેખો “યંગ ઇન્ડિયા”
અને “નવજીવન માં લખ્યા, અને પરિણામે બારડોલી સત્યાગ્રહને વિષે હજી કોઈ ઉદાસીન રહ્યા હતા તેમણે તે ઉદાસીનતા છેડી. ગાંધીજીનો નીચેનો લેખ બારડોલીનાં ગામેગામમાં વધાવી લેવામાં આવ્યો. લોકોએ તે વારંવાર વાંચ્યું :
“જનરલ ડાયરને જ્યારે માજી હંટર કમિટિના એક સભ્ય જલિયાંવાલાની કતલ બાબત સૂચક પ્રશ્ન પૂછે, “તમારે વિચાર નાદીરશાહી ચલાવી લોકોના મનમાં સરકારનો આબ પેદા કરવાનો હતો?' ત્યારે તેણે તે સૂચનાને ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી, “હા” કહી હતી. પણ નાદીરશાહીને આરંભ કંઈ જનરલ ડાયરથી નહાતા થયે. એ તે હિંદી નોકરશાહીને પરંપરાનો વારો ને ઈજારે છે. પણ આ નાદીરશાહીને જનરલ ડાયરે પ્રખ્યાતિ આપી એમ કહી શકાય. તેથી આપણે તેને ડાયરશાહીને નામે પણ ઓળખીએ છીએ. ડાયરશાહીની નીતિ ઉપર નોકરશાહીની હસ્તી નિર્ભર છે તેથી પ્રસંગ આવ્યે નોકરશાહી તેને આશ્રય લેતાં ચૂકતી નથી. તેને મન બારડોલીમાં આ પ્રસંગ આવી પહોંચ્યું જણાય છે. તેથી બીકણું ને પોચા ગણાતા વાણિયા સત્યાગ્રહીઓની ઉપર નાદીરશાહીનો આરંભ થયે છે એમ કહેવાય. આઠ
Page #90
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ વણિક સત્યાગ્રહીઓ ઉપર નોટિસ પહોંચી છે કે જે તેઓ ૧૨મી એપ્રિલ પહેલાં તેમની નેટિસમાં જણાવેલી જમીનનું મહેસૂલ નહિ ભરી જાય તે તે બધી જમીન ખાલસા થશે. એક વણિક ગૃહસ્થની ઉપર નેટિસમાં ૧૬૦ રૂપિયાના આકારની જમીન બતાવી છે. સરકાર રૂા. ૧૬૦ની જમી લાવત તે આપણને કદાચ બહુ દોષ કાઢવાપણું ન હોત. પણ રૂ. ૧૬૦ને સાર હજાર રૂપિયાની કિંમતની જમીન ખાલસા કરવી એટલે જ નાદીરશાહી. આ રાજનીતિમાં અમુક પ્રસંગોમાં તમાચાને ઉત્તર તમારો નહિ પણ ફાંસી હોય છે. એક રૂપિયાના લેણાને પેટે એક હજાર લેનારને આપણે જાલિમ કહીએ, તેને દશ માથાંવાળો રાવણ કહીએ.
આગળબુદ્ધિ ગણાતા વાણિયા અને જવાબ છેવટે શું આપશે ? પોતાની ભીતા સિદ્ધ કરી બતાવશે કે સત્યાગ્રહી સેનામાં જોડાયાની ગ્યતા સિદ્ધ કરી બતાવશે?
વલ્લભભાઈએ એકવાર નહિ પણ અનેકવાર ચેતવણી આપી છે કે સરકારે જમીન ખાલસા કરવાના, જેલમાં મોકલવા વગેરે અધિકાર કાયદા વડે લઈ રાખ્યા છે, અને એ અધિકારને અમલ કરતાં તે મુદ્દલ અચકાય એવી નથી એમ તેણે અનેકળા સિદ્ધ કરી આપ્યું છે. એટલે ખાલસાની નોટિસથી તેમણે કે બીજા કોઈએ હેબતાઈ જવાનું નથી. તેમણે વિશ્વાસ રાખવાનો છે કે ખાલસા થયેલી જમીન સરકારને નથી પચવાની કે નથી તે જમીન લિલામવેચાણમાં લેનાર કોઈ દ્રોહી નીકળી પડે તો તેની થવાની. આમ લૂટેલી જમીન કાચ પારે છે ને તે ફૂટી નીકળ્યા વિના ન જ રહે
પિતાની ટેકના કરતાં કે આબરૂના કરતાં જમીન વધારે નથી. જમીન નથી તેવા અસંખ્ય મનુષ્ય આ દેશમાં પડ્યા છે. જમીનવાળાની જમીન ગઈ રેલમાં ઘસાઈ ગઈ ને તેની ઉપર રેતીનાં રણ જામ્યાં છે. ગુજરાતીઓ જેમ આસમાનીને ધીરજ ને વીરતાપૂર્વક વશ થયા, તેમ બારડોલીના સત્યાગ્રહીઓ આ સુલતાની રેલને વશ થાઓ ને પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરે. ”
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૯૨૧ની યાદ તમે જેમજેમ લડતા જશે તેમતેમ લડતની મીઠાશ સમજેતા જશે. આ લડતમાં મીઠાશ છે તેટલી કેાઈ ચીજમાં નથી. તમે ખેતર વાવે છે અને પછી પાક થાય છે ત્યારે લણવામાં તમને જે રસ આવે છે તેના કરતાં આ લડતમાં વધારે રસ છે.”
એપ્રિલ મહિને શરૂ થઈ ગયું છે, અને “ટાઈમ્સ ઓફ
' ઈયિા” જેમાંથી કેકકોકવાર સરકારની મનોદશાના ભણકારા મળી આવે છે તે કપાળ કુટીને લખે છેઃ “સત્યાગ્રહની લડતનું જોર ઓછું થતું જણાતું નથી. ખાલસાની નોટિસો અપાઈ ગઈ છે, પણ જમીન મહેસૂલના કાયદા પ્રમાણે જમીન ખાલસા કરવાની રીત એટલી અટપટી છે કે સરકારનાં પગલાંનું પ્રત્યક્ષ પરિણામ દેખાતાં કદાચ થોડાં અઠવાડિયાં વીતે. થોડી જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે ખરી પણ તેની કશી અસર નથી. સરકારે જમીન ખાલસા કરવાની જે ધમકી આપી છે તેથી ખેડૂતો હરશે ખરા, અને સત્યાગ્રહથી પોતે ધારેલાં ફળ આવતાં નથી એમ તેઓ જેશે ત્યારે આખી લડત કડડડભૂસ કરતી તૂટી પડશે.”
પણ સરકારની એ આશા દહાડેદહાડે વ્યર્થ જતી હતી. એક મહિના પછી બારડોલી જનારને બારડોલીની નવી જ રોનક નજરે પડતી હતી.
બારડોલી તાલુકે હવે ચારે દિશાઓમાંથી સહાનુભૂતિ મેળવી રહ્યો છે. એ સહાનુભૂતિને માટે તેણે લાયકાત મેળવી છે, લડતના બે મહિનામાં તેણે પોતાનું બળ નિત્ય વધારે ને વધારે દાખવ્યું છે. એટલે સૈ એ લડત જોઈને હેરત પામે અને સહાનુભૂતિના ઠરાવ કરે તેમાં આશ્ચર્ય શું? ડા. સુમંત મહેતાએ તે આખા ગુજરાતને હાકલ કરી હતી. શ્રી. વલ્લભભાઈ જ્યાં સુધી લડતનો રંગ જામે
Page #92
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
"
નહિ ત્યાં સુધી કશી હાકલ કરવાને તૈયાર નહોતા. પહેલાં લડી અતાવે। પછી સહાનુભૂતિની આશા રાખે। ' એ જ સૂત્ર તેએ જ્યાંત્યાં સંભળાવતા હતા. હવે સહાનુભૂતિને તેમનાથી પણ ઠેલી શકાય એમ નહોતું. તાલુકાની ત્રણ દિશામાં ગાયકવાડી સરહદ લાગી રહેલી છે, એ વસ્તુ યાદ રાખવાનું પ્રથમ પ્રકરણમાં જ મેં વાચકનું ધ્યાન ખેંચ્યું હતું. ખારડેાલી · આસપાસના બધા ગાયકવાડી તાલુકાઓએ ઠરાવ કર્યાં સરકાર ખારડાલીમાં જપ્તી કરે તેમાં વે કરી, ગાડાં ભાડે આપી, અથવા બીજી કાઈ પણ રીતે મદદ ન કરવી; તથા ખાતેદારાની જમીન ખાલસા કરી વેચે તે તે કાઈ એ લેવી નહિ અથવા ખેડવી નહિ. આમ આપે!આપ ગુજરાતનું સંગઠન થતું જતું હતું. રેલ વખતે સગઠન ક ંઈ નહાતું? એ જ સંગઠન ક્ષણવારમાં આ બીજી ટૅલ સામે ઊભું થયું. પણ ગુજરાતબહારથી પણ સહાનુભૂતિ આવવા લાગી. પૂનામાં બારડોલી માટે જ ખાસ સભા કરવામાં આવી હતી, અને સત્યાગ્રહીઓને સફળત ઈચ્છવામાં આવી હતી. મુંબઈમાં હજી સભા થઈ નહેાતી. પણ મુંબઈથી તેા નાણાં આવવા લાગ્યાં. ભાઈ મણિલાલ કાઠારી મારફતે ૧,૦૦૦ રૂપિયા આવી ગયા હતા.
પણ આ ઉપરાંત અણધારી દિશામાંથી પણ સહાનુભૂતિ મળી રહી હતી. મુંબઈનું પ્રેસિડસી ઍસોસિયેશન પણ એસી નહાતું રહ્યું. એ તે વિનીત પક્ષનું મડળ રહ્યું, એ સત્યાગ્રહીએથી દોઢ ગાઉ દૂર ભાગનારા, એમનું પશુ બારડેાલીએ ધ્યાન ખેચ્યું. એ મંડળે ખાસ બેઠકમાં ઠરાવ કર્યોઃ
"6
- મુંબઈ સરકાર ખારડાલી, શાષી, અલીબાગ વગેરે તાલુકાઓમાં સરકારી હુકમેા દ્વારા મહેસૂલ વધારવાની નીતિ આદરી રહી છે તેને માટે આ મંડળની કાર્યવાહક સમિતિ સખત નાપસંદગી ખતાવે છે, અને જણાવે છે કે જમીનમહેસૂલકમિટીએ ભલામણ કર્યા મુજબ આ બાબતમાં આખરી અવાજ તા ધારાસભાના હોવા જોઈએ; એટલે આ સભા આગ્રહ કરે છે કે મુંબઈ ઇલાકામાં લૅંડ રેવન્યુ કોડના સુધારા કરી મહેસૂલના આખા પ્રશ્ન ધારાસભાની હકૂમતમાં ન મુકાય ત્યાં સુધી મહેસૂલ વધારવાનું બંધ કરવું.” એ તેા ‘ રાજમાન્ય' મંડળ રહ્યું એટલે એમાં ખારડેાલીના ‘ સત્યાગ્રહી ’એનું નામ શી રીતે આવે? પણ સત્યાગ્રહીઓને
૮૪
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૨ મું.
૧૯૨૧ની યાદ સત્યાગ્રહ ઉપર મુંબઈ પ્રેસિડેસી એસોસિયેશનની પસંદગીનો સિક્કો નહાતા જોઈત, તેમને તે ન્યાય જોઈતું હતું. પ્રેસિડેસી ઍસોસિયેશને પિતાની રીતે બારડોલી માટે ન્યાય માગે.
પણ સરકારે આથી ચેતવાની ના પાડી. સરકારે તે પિતાને કક્કો ખરો છે એ જ મનાવવાના મિથ્યા પ્રયત્ન શરૂ કર્યા. ધારાસભામાં કોઈને આમ સમજાવ્યા, કેાઈને તેમ સમજાવ્યા, અને મિ. નરીમાનના ઠરાવ વિરુદ્ધ ૪૪ મત મેળવ્યા તેની સરકારે ઠેરઠેર જાહેરખબર એડવા માંડી. ધારાસભાના ભારે બહુમતથી થયેલા ૧૯૨૪ અને ૧૯૨૭ના ઠરાવોને ગળી જનારી સરકાર આજે ધારાસભાને અડિંગીને પિતાને કકકે ખરે છે એમ સિદ્ધ કરવા મંડી. એ જાહેરખબર સમજાવવામાં જૂઠાણાંનો આશ્રય લેવામાં પણ નાના અમલદારે ચૂકતા નહોતાં.
રાજા અને પ્રજાના લડતના રસ્તા ન્યારા રહ્યા. એક બાજુ લડતમાં બધું થઈ શકે એ ન્યાયથી સરકાર લડે છે, બીજી બાજુ ગમે તે સંજોગોમાં પણ ખોટું ન થાય એ ધ્રુવતારાને વળગી શરી પ્રજા લડે છે. સરકારના આડતિયાઓની જાહેરમાં કામ કરવાની હિંમત શેની ચાલે? માત્ર કાયદા પ્રમાણે જપ્તી તે જાહેરમાં જ થઈ શકે, એટલે તેટલું જાહેર કરવામાં આવે. બાકી લોકેને ફેલાવવા, ફડવાના પ્રયત્ન કરવા, ધમકીઓ આપવી, ખોટી સમજ પાડવી એ જ તેમના માનીતાં સાધન. “ફલાણું ભાઈએ પૈસા ભરી દીધા, તમે કેમ હજી બેઠા છો, હવે તો ભર્યો જ છૂટકે,” કહીને તેઓ ભોળી રાનીપરજને ભોળવે. મહાલકરી પટેલને કહે,
વેઠિયાઓ ન લાવી આપે તો તારે વેઠ કરવી પડશે.” કઈ તલાટી બિચારા ધાબીના હપ્તાના થોડા આના પિતાના ખિસ્સામાંથી ભરી દે–એ આશાએ કે પેલાની પાસે કપડાં ધોવડાવીને તેટલું તો વસૂલ થશે.
આથી ઊલટું પ્રજાના રસ્તા ન્યારા હતા. પ્રજાની એકે પ્રવૃત્તિ ચોરીછુપીથી થતી નહોતી – ભાષણો થાય તો સરકારને રિપોર્ટ મળે તે પહેલાં છપાય, લોકોને ધોળે દહાડે સમજાવવામાં આવે, સભામાં સરકારી લોકોને પણ આમંત્રણ આપવામાં આવે. .
૮૫
Page #94
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકર૬ ફૂલચંદભાઈનાં લોકપ્રિય ગીત આબાલવૃદ્ધ સૈને મેટે ચડી ગયાં હતાં, તે નીડર રીતે સૈ ગાતાં ફરેઃ "
અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે
બારડોલીનું રાખશું નાક અમે ૦ અથવા
પરદેશી સૂબા કીસનો વધારે નહોતો રે નાંખવો– અથવા
અમે ડરતા નથી સરકારથી રે અમે ૦ સરકાર જૂડી, સરકાર દંભી
એ તે ડૂબશે એના પાપભારથી રે અમે ૦ આવાં સહેલાં, થોડા જ ફેરફારવાળા પલટા જેમાં એક પછી એક ચાલ્યા આવે એવાં, ગીતે સૈને સહેજે મેઢે થઈ જાય તેમાં નવાઈ શી? દરેક ગામ પોતાની સ્વયંસેવક સેના ઊભી કરી પિતાનાં ઢોલ અથવા બ્યુગલ રાખવા લાગ્યું, અને જપ્તીનો હુમલો લઈ આવતા કેકને જોયા કે તરત ઢોલ વાગ્યું જ છે. આ ઢોલ વગાડનાર સ્વયંસેવકો બધા બાળકે. જપ્તીવાળા આવ્યા કે ટપોટપ તાળાં પડવાં જ છે, અને ખડખડાટ હસતી સ્ત્રીઓ બારણાં વાસી ઊભી જ છે!
અને એ સભાઓ! કલેકટર કમિશનર શા સાર આવી સભામાં ન જતા હોય ? લોકેનું જેમ જેવાનું તેમને ન ગમતું હોય! સ્વતંત્ર હવાથી પ્રફુલિત થઈ આનંદસાગરમાં મહાલતા ખેડૂતે તેમની આંખે દેખ્યા ન જતા હોય !
જ્યાં મહિના ઉપર એક સ્ત્રી જેવામાં નહોતી આવતી ત્યાં હવે ઢગલેઢગલા સ્ત્રી દેખાતી હતી. ક્યાંક તો એમ થઈ જાય કે સ્ત્રીઓ વધારે હશે કે પુરુષ ! દૂરદૂરનાં ગામડાંમાંથી ચાલ્યાં ચાલ્યાં સભાને
સ્થાને જાય. ન જુએ બળતા બપર કે. કાળી રાત – જોકે હું ગયો ત્યારે તો શીતળ ચંદ્રિકા આંખો ઠારતી હતી. અને સ્ત્રીઓ કાંઈ ઓટલા ભાંગવા, કે વાતોના ચાપડા મારવા, કે બચ્ચાંના
કોલાહલથી સભાને અશાંત કરવા નહતી જતી. તેઓ તો સંપૂર્ણ • રસથી વલ્લભભાઈને સાંભળતી હતી, વાયેવાકયે હકારા પૂરતી
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૨મું
૧૯૨૧ની યાદ હતી. અને કોકવાર વલ્લભભાઈને મેંમાંથી પૂરું વાક્ય નીકળે તે પહેલાં તે બહેનનાં મુખમાંથી બાકીના શબદો નીકળતા મેં સાંભળ્યા છે. એક સુંદર દાખલો લઉં. જમીન ખાલસા થાય તે શું? એકબે વરસ પડતર મૂકશું, એ વાત વલ્લભભાઈ કરતા હતા. તેમાં પડતર મૂકવાની વાત તો આવી નહોતી. વલ્લભભાઈએ આરંભ કર્યો : “આપણે આપણી માતાનું દૂધ એક વર્ષ બહુબહુ તો બે વર્ષ લાવીએ છીએ,” એટલું બેલાયું ત્યાં તે પાછળ બેઠેલી બહેને બેલી, -ને ધરતી માતાને તે એક વર્ષ છોડતા નથી.”
નાની ફરોદ કરીને એક નાનકડું ગામડું છે. રાત્રે ૯ વાગે અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાંને ઉત્સાહ તે ૧૯૨૧ની યાદ આપે એવો હતો – ઉત્સાહ જ નહિ, પણ ભક્તિ, શૂર બધુંયે ! પુરુષો ફૂલચંદભાઈનાં ગીત ગાતા હતા, બહેનો આજે ગુરુજી આવ્યા” એ ધ્રુવભાવવાળા ગરબાનો આધ્યાત્મિક ભાવ ધર્મયુદ્ધની ઉપર આરોપતી હતી અને વલભભાઈને ગુરુજી તરીકે વધાવતી હતી ! સભામાં જે શાંતિ, વ્યવસ્થા, ખાદી જોવામાં આવી તે જોઈને તો ગાંધીજીની પણ આંતરડી ઠરે. અને પછી સભાનું કામ શરૂ થાય તે પહેલાં તે નાની, મેટી, વૃદ્ધ બહેનોની હાર ચાલી. એક પછી એક વલ્લભભાઈની પાસે આવી, પગે પડી, રૂપિયે ધરી તેમને ચંદનપુષ્પ આપી જતી હતી, અને કપાળે અક્ષતકુંકુમ લગાડી પગ આગળ ભેટ ધરતી હતી. પાપીનાં પાપ ભગાડે એવું એ દસ્ય હતું. એ નિર્મળ પ્રેમના નીરમાં નાહ્યા જ કરીએ એમ થઈ જતું હતું – જોકે શ્રી. વલ્લભભાઈને તે પારાવાર મુંઝવણ થઈ રહી હતી એમ તેમની ગંભીર મુખમુદ્રા કહેતી હતી. એક બહેને પોતાને અર્થ ધરી નાનકડી ચિઠ્ઠી પણ વલ્લભભાઈના પગ આગળ મૂકી, જેનો ભાવ એ હતો કે “મારા પતિને આ લડતને રંગ લગાવ્યો તે માટે ધન્યવાદ. અમે ખુવાર થવા તૈયાર છીએ, પતિને જેલમાં જવું પડે તે સુખે મોકલશું. આમાં અમે શું ભારે કરીએ છીએ? એ તો અમારા સ્વાર્થની લડત છે !”
અને વલ્લભભાઈની વાણી! મેં તે ચાર વર્ષ ઉપર બોરસદમાં એ રણે ચડેલા સરદારની સાથે વીસે કલાક ગાળ્યા હતા.
Page #96
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ત્યાર પછી પણ ઘણીવાર તેમને બેલતા સાંભળ્યા હતા, પણ આ વેળા એમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીકવાર જે વહ્નિ વરસ જેવો તે કદી નહિ જોયો. લોકેની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકેકટકા થતા હોય ને જે તીવ્ર વેદના થાય તેવી વેદનાથી ભરેલા તેમના ઉદ્દગારો નીકળતા હતા. એ ભાષણની તળપદી ભાષા, એમાં ક્ષણેક્ષણે ઝબકી ઊઠતા, ભૂમિમાંથી પાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વિનાનું, સ્વતંત્ર જેમવાળું એમનું ભાષા ઉપરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલું ભાળ્યું. ભાષાની મઝદૂર અને લહેજત જેવી હોય તે દીવાનખાનામાં બેસીને ફરસબંધી કરનારા સાહિત્યના રસિયાઓ જાય બારડેલીમાં, એમ મેં એ દિવસમાં ‘નવજીવન’ના અંકમાં લખ્યું હતું. | વાલોડના વણિકોને અભિનંદન આપવા માટે મળેલી ભારે સભામાં તેમણે લોકોને વધારે આકરી લડત માટે આ પ્રમાણે તૈયાર કર્યાઃ
“આ લડતમાં હું ફક્ત તમારા ઘેડા પૈસા બચાવવા ખાતર નથી ઊતર્યો. બારડોલીના ખેડૂતોની લડત મારફત હું તે ગુજરાતના તમામ ખેડૂતોને પાઠ આપવા માગું છું. હું એ શીખવવા માગું છું કે આ સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. નહિ તો જુઓને, એક તરફથી તો વિલાયતથી મોટું કમિશન પ્રજાને શી રીતે જવાબદાર તંત્ર આપવું તેની તપાસ કરવા આવ્યું છે, બે વરસમાં મુલકી ખાતું લેાકાને સોંપી દેવાની વાતે ચાલે છે અને બીજી તરફથી અહીં જમીને ખાલસા કરવાની સરકાર બાજી ગઠવે છે. એ બધા ખાલી તડાકા છે. જેને સરકારી નોકરી કરવી છે એને ભલે એમાં ડર લાગે. ખેડૂતના દીકરાને એમાં ડરવાનું કારણ નથી. તેને તો વિશ્વાસ હોવો જોઈએ કે આ જમીન અમારા બાપદાદાની હતી અને અમારી જ રહેશે. ખેડૂતની જમીન એ તો કા પર છે, જે તેને આવી સ્થિતિમાં લેશે તેને ફૂટી નીકળશે. દશ વરસ પર દેશમાં સુધારાનું તંત્ર નહોતું ત્યારે પણ ખેડા જિલ્લામાં એક વીધું જમીન સરકારથી ખાલસા થઈ શકી નહોતી, તો હમણાં થઈ શકશે? નાહકનાં દફતરે બગાડે છે. એમ જમીન ખાલસા થશે ત્યારે તે આ કચેરીના મકાનમાં મહાલકરી નહિ રહેતો હોય, ને અહીં અંગ્રેજી
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૨ મું
૧૯૨૧ની ચાદ રાજ્ય નહિ હોય, પણ લૂંટારાનું રાજ્ય હશે. હું તો કહું છું કે લૂંટારાને આવવા દે. આવા વાણિયાના રાજ્યમાં રહેવા કરતાં તેના રાજ્યમાં રસ પડશે. તાલુકાના લોકોને હું કહું છું કે કોઈ ડરે નહિ. દોઢ મહિનામાં તમારામાં કેટલો ફેર પડી ગયે તે તપાસે. પહેલાં તમારા ચહેરા પર કેટલી ભડક ને ફફડાટ હતાં? એકબીજા જોડે બેસતા પણ નહિ. અને આજે? આજે મહાલકરી તો માત્ર આ ડેલાને જ મહાલકરી છે; મકાનની બહાર તેને અમલ રહ્યો નથી. હજી જુઓ તો ખરા, આમ ચાલ્યું તો વખત ગયે એને ચપરાસી પણ નહિ મળે. - તમારી જમીન માટે બહારના ઘરાકો લાવવાની સરકાર વાતો કરે છે, પણ તાલુકાના લોકો બધી ગણત્રી ગણીને બેઠા છે. ૧૯૨૧ ની ગર્જના કરી હતી તે ડરનારી પ્રજાના જોર પર કરી હતી શું ? તે વખતે સંજોગ વિફર્યા ને કસેટી ન થઈ. આજે એ કસેટી ભલે થાય. અને એમાં કહ્યું જોર જોઈએ છે? પંદર રૂપિયાના ભાડૂતી માણસેને ભેગા કરીને જે સરકાર એનાં લકરે ઊભાં કરે છે, અને એ જ લશ્કરે સમજણ વગર, વાર્થ વગર લડાઈના મેદાનમાં જઈને ભડભડ મરે છે, તો તમે તો હજારેના ખાતેદારે છે, જે તમારે તો તમારા વતનને ખાતર અને તમારાં છોકરાંના રેટલાને ખાતર લડવું છે. આવી લડત તે કોણ અભાગિ હોય કે ન લડે? હું તો ઇચ્છું છું કે આ લડત ભલે લાંબી ચાલે. અહીં બેઠા આપણે આખા ગુજરાતના ખેડૂતોને પાઠ શીખવીશું.”
એરગામના ભાષણમાંની ગામઠી ઉપમાઓ કે ખેડૂત ભૂલી
-શકે?
જે દિવસે સરકારી દફતરમાં ખેડૂત પિતા માટે આબરૂદાર, ઈજતદાર લેખાશે ત્યારે જ તેને દહાડે વળશે. આજે તો સરકાર જંગલમાં કઈ ગાંડે હાથી ઉમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને ફેંસી નાંખે તેવી મદમત્ત બની છે. ગાંડે હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેવા મને મગતરાનો શો હિસાબ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને રૂમવું હોય એટલું રમી લેવા દે, અને પછી લાગ જોઈને કાનમાં પેસી જા ! કારણ કે એટલી શક્તિવાળે હાથી પણ જે મગતરું કાનમાં પેસી જાય તે તરફડિયાં મારી, સૂંઢ પછાડી જમીન પર આળોટે છે. મગતરું શુદ્ર છે તેથી તેણે હાથીથી બીવું જ જોઈએ એમ નથી. મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે, છતાં તેમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફેડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? તે ઘડાની પોતાના જેવી
Page #98
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ઠીકરીઓ બનાવી શકે છે. ફૂટવાને ભય કઈ એ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાને છે, ઠીકરીને શે ભય હોઈ શકે?”
અથવા સરભોણમાં ખેડૂતોને કુદરતને કાયદો શીખવનાર ભાષણ લોઃ
હું તો તમને કુદરતને કાયદે શીખવવા માગું છું. તમે બધા ખેડૂત હોવાથી જાણે છે કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે. આપ મૂઆ વિના સ્વર્ગે જઈ શકાય તે જ કેવળ ધારાસભામાં ઠરાવ પસાર કરે આપણને મુક્તિ મળી શકે.
કષ્ટ તે તમે ક્યાં નથી વેઠતા? ખેડૂત જેટલાં ટાઢતડકે, વરસાદ, ચાંચડમચ્છર વગેરેના ઉપદ્રવ કેણ સહન કરે છે? સરકાર એથી વધારે શું દુઃખ નાંખી શકે તેમ છે ? પણ દુઃખ સમજપૂર્વક ખમે એ હું માનું છું, એટલે જુલમની સામે થતાં શીખે. તેને ભયથી સ્વીકાર ન કરે. . - જે ઘેટામાંથી જ તેને સાચવનારે ઘેટે નહિ નીકળે તો શું એ વિલાયતથી સાચવનારા લાવી શકશે? લાવી શકે તે તેને પોસાય નહિ. એ કાંઈ અઢી આનામાં રહે નહિ, આવાં છાપરામાં રહે નહિ; તેને બંગલો જોઈ એ, બાગબગીચા જોઈએ; તેને ખોરાક જુદે, હાજતે જુદી; જુદે ઘેબી, જુદા ભંગી વગેરે જોઈ એ. એ રીતે તે સરકારને માથા કરતાં મુંડામણું મધું પડી જાય. દર ગામે બન્ને અંગ્રેજ રાખે તો આ તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરાઓ રાખવા જોઈએ અને તેનું કેટલું ખર્ચ પડે એની ગણત્રી કરવી મુશ્કેલ નથી.
પટેલોને આટલું કહેતાં શું મને સારું લાગે છે ? મને તે ઊલટી. શરમ લાગે છે. આપણા પટેલોને મા વધે એ હું ઇચ્છું છું. પટેલ તે રૈયતના રક્ષકો હોય. તેવા પટેલોને તે હું મારા ભાઈઓ ગણું અને તેમની સાથે હાથ મિલાવતાં મને અભિમાન થાય.
મને શરૂઆતમાં કોઈ કોઈ કહેતા કે આવા ઝગડામાં ઊતરીને જોખમમાં પડવું તે કરતાં સવારમાં બે કલાક વહેલા ઊડી વધારે મજૂરી કરીશું. આવા માણસેએ જગત ઉપર જીવવાનું શું કામ છે ? તેઓ માણસને રૂપે બળદનું જીવન ગુજારે એ કરતાં મરીને બળદને જ જન્મ ધારણ કરે. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જેવા ઈચ્છું છું. કેઈ એમ ન કહે કે કંગાળ કે બેટી વણિકવૃત્તિને ગુજરાતી શું કરી શકે? બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલે ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઈએ. હું ગુજરાતીઓને કહું છું કે શરીરે
૯૦
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૨ મું
૧૧ી યાદ: તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો; સ્વમાન ખાતર, મરવાની તાકાત હૃદયમાં રાખે. કેઈ તમને અંદરઅંદર લડાવી ન શકે. એટલી સમજણ રાખે, એ બે વસ્તુઓ લાખ ખરચતાં તમે મેળવી ન શકે તે આ લડતમાં તમે સહેજે મેળવી રહ્યા છે. તમને સાક્ષાત લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. તમારાં ધન્યભાગ્ય છે કે સરકારે તમારા ઉપર આ વધારે કર્યો”
આ બધાં “ઉજળિયાત' કહેવાતી કેમેવાળાં ગામોમાં કરેલાં ભાષણ લીધાં. રાનીપરજ લોકોની આગળનાં એમના ભાષણનો સૂર ઉપર ટાંકેલા ભાષણ કરતાં કંઈક હળવે રહેતા હતો. રાનીપરજ બહેનોની પિત્તળ અને કાંસાંની બંગડીઓ તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું:
- “તમારી માલમિલકત જપ્ત કરવા આવે તે તેમને આવકાર આપજે અને તમારી બંગડી કાઢી આપજે અને કહે : લે, આ પહેરવી હોય તે ભલે પહેરે. (પુરુષો તરફ વળીને) તમને ભય લાગે છે કે તમને જપ્તી કરવા બેલાવશે તો શું કરશે. એ ડર જ કાઢી નાંખે. તમે મરે છે, દૂબળા નથી. દૂબળે એટલે નબળે અને કાયર અને બાયલો. કાયર અને બાયલા તો તે જ કે જેમનાં હાડકાં ભાંગેલાં છે, અને જેઓ તમારી. મહેનતમારી ઉપર આધાર રાખે છે. તમે ખેતરમાં મજૂરી કરે છે, તમે મેટી ગૂણો ઉપાડીને ચાર ગાઉ ચાલ્યા જાઓ છો, તમને કોણ દૂબળા. કહે? એક ગામના પટેલને મહાલકરીએ કહ્યું કે જપ્ત કરેલ માલ ઉઠાવવા વેઠિયા ન મળે તો પટેલને જ માલ ઉપાડ પડશે. એ પટેલે તુરત એને કહેવું જોઈતું હતું કે “એ મારું કામ નથી. વેઠિયા એ કામ કરવા તૈયાર નથી, હું નથી. તમને માટે પગાર મળે છે સાહેબ, તમે જ એટલું કામ કરી લો તો?” ”
લડતને અંગે આડકતરાં પરિણામો તો એવાં આવી રહ્યાં હતાં કે જેથી લડતની જવાળાથી ડરીને લડતને વખોડનારાઓને પણ સંતોષ થાય. આ લડત વિના “વર્જિત” અને “અવર્જિત” (એટલે દારૂ પીનારા અને ન પીનારા) રાનીપરજ બિચારા શી રીતે ભેગા થાત? હવે તો બંને એકબીજાને ભેટવા લાગ્યા હતા. સ્વચ્છ ખાદી પહેરેલી, રાજ સ્નાન કરતી, મુગ્ધ નિર્મળ બાળાઓ અવજિત વર્ગની મૂઢ જેવી મેલીઘેલી દેખાતી બહેને ઉપર ખૂબ અસર પાડવા લાગી હતી. દારૂડિયાને સ્પષ્ટ પદાર્થપાઠ મળતો -
૯૧
Page #100
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાયહને ઇતિહાસ
પ્રકરણ હતા કે દારૂ છેડવામાં કેવા ચમત્કાર છે અને દારૂ પીવામાં ધ્રુવી તેજોહીનતા અને નામર્દાઈ આી જાય છે.
અને દૂબળા ને તેમના શેઠ ધણિયામા પણ ભેળા થતા હતા, પ્રેમના પાશમાં બંધાતા જતા હતા. દૂબળા વેઠ કરવાની ના પાડે તે ધણિયામાના કરતાં એ લડતમાં તેને હિસ્સા વધી ન જાય?
બારડાલીના સત્યાગ્રહને વિષે જરા પણ જે કાઈ જાણે છે તે જાણે છે કે શ્રી. વલ્લભભાઈ એ ખારડેાલીમાં બીજાને ખેલવાની ખંધી કરી હતી. હજી આ બધી અમલમાં આવી નહેાતી. •રિવશ કરભાઈ જેવા ચાંકચાંક ખેલતા. વલ્લભભાઈનાં ભાષણા તે હું આપતા ગયા છું અને આપીશ. પણુ રવિશંકરનાં ભાષણામાંથી એક નમૂને આપવાનું મન થાય છે. ખારડાલી વિષે હવે બહાર ઠેરઠેર સભા થઈ રહી હતી. જલિયાંવાલા દિનને નિમિત્તે ૧૩મી એપ્રિલે સૂરતમાં થયેલી સભામાં રવિશંકરભાઈ એ ખારડેાલીની લડતનું રહસ્ય આમ સમજાવ્યું:
કલ્યાણજીભાઈએ મને સરભાણથાણાના થાણદાર તરીકે વર્ણવ્યા તેથી હું શરમાઉં છું. હું થાણદાર નહિ, પણ એક તેડાગર છું.
આજે જલિયાંવાલા બાગને દિવસ છે. એવા જખરા પહાડી પાખીએ એ બધાં અપમાનો કેમ સહન કર્યા હશે ? એનું કારણ એ હતું કે તેમને વર્ષી થયાં આ સરકારે મનુષ્યત્વ હરણ કરનારી શિક્ષા આપી હતી. એ ભણતરથી તેમનાં હુયેા એટલાં ભારું થઈ ગયાં હતાં કે ગાંધીજી ત્યાં તપાસ કરવા ગયા ત્યારે કાઈ તેમને પેાતાને ખારણે ઊભા રહેવા દેવાની પણ હિંમત નહોતું કરી શકયુ. તેમને રાષ્ટ્રીય કેળવણી નહેાતી મળી. હોય ? હું કાઈ પંડિત નથી, એટલે આપીને આજે તમને હેરાન કરીશ એટલું તે ખરું જ કે રાષ્ટ્રીય કેળવણી ભણીએ છીએ તેનાથી જુદી જ છે,
66
ત્યારે રાષ્ટ્રીય કળવણી કવી રાષ્ટ્રીય કેળવણી ઉપર મેાટુ ભાષણ એમ કાઈએ ડરવાનું કારણ નથી. એ જે જાતનું આપણે આજ સુધી
મને એક પ્રસ`ગ યાદ આવે છે. હું એકવાર કંઈક કામસર ગાંધીજીની પાસે ગયેા હતે. તે વખતે વિદ્યાપીઠની સ્થાપના કરવાના વિચારા ચાલતા હતા, અને ગુજરાતનું વિદ્વાન મંડળ ગાંધીજી સાથે બેસીને મહાવિદ્યાલયના આચાર્યપદ માટે કાને નિયુક્ત કરવા એની ચર્ચા ચલાવી રહ્યું હતુ. મારા જેવાને તે એમાં શી સમજણ પડે ? પણ તે વખતે
૯૨
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૨ મું
૧૯૨૧ની ચાદ: સાંભળેલું તે મને યાદ રહી ગયું છે. શ્રી. વલ્લભભાઈએ કહેલું કે “બીજે કેઈ ન મળે તે મને આચાર્ય બનાવજે; છોકરાઓને ભણેલું ભુલાવી, દઈશ.” એ સાંભળી ગાંધીજી અને આખું મંડળ હસી પડેલું. પણ. મને ખબર પડી ગઈ કે બીજા હસ્યા અને ગાંધીજી હસ્યા એમાં તફાવત હતું. જ્યારે બીજાઓ મશ્કરી સમજીને હસ્યા, ત્યારે ગાંધીજી તો એમ સમજીને હસ્યા હતા કે વલ્લભભાઈ કહે છે તે જ તદ્દન ખરી વાત છે.
ત્યારપછી આપણે જોયું છે કે અનેક રાષ્ટ્રીય શાળાઓ દેશમાં નીકળી. અને છેડેથેડે વખત રહીને ઊઠી ગઈ. એ ઊઠી ગઈ એમાં મને જરાયે. નવાઈ લાગી નથી. કારણ કે એ શાળાઓ બધી સરકારી શાળાઓનાં જ બીબાં જેવી હતી, એના શિક્ષકો સરકારને ભણેલા હતા, રાષ્ટ્રીય કેળવણીને ભણેલા નહોતા; સરકાર પાસેથી જે ભણેલા તેને ભૂલીને આવેલા નહતા. . એ વખતે જેના આચાર્યપદની લાયકાતને હસી કાઢવામાં આવી હતી તે જ આચાર્ય આજ બારડેલી તાલુકાની ૮૮ હજાર પ્રજાને ભણવવાની શાળા કાઢી છે. તા. ૪થીથી ૧૨ મી ફેબ્રુઆરી સુધી તેને ઉનયન સંસ્કાર થયે, વચ્ચે પ્રાયશ્ચિત્ત સંસ્કાર પણ થઈ ગયે, અને વેદારંભવિધિ તે હજુ હવે શરૂ થઈ રહ્યો છે. સાચું જ્ઞાન આપવાને આરંભ થઈ રહ્યો છે. સરકાર કે જેણે રાષ્ટ્રીયતાનું ભાન ભુલાવ્યું તેને ભૂલવાનો પાઠ અપાઈ રહ્યો છે. ખોટું ભણેલું ભુલેલા એક ગુરુ પાસે ભણીને જે આચાર્યપદે આરૂઢ થયા છે એવા પુરુષ આ રાષ્ટ્રીય શાળાના આચાર્ય છે. અબાસ સાહેબ અને પંચાજી જેવા તેના ઉપાધ્યાયે છે. હું તો તે શાળાને ક્ષુદ્ર તેડાગર છું.
- પહેલો પાઠ સરકારને ભૂલવાને પૂરો થયો છે, હવે આ રાષ્ટ્રીય ભણતરમાં બીજો પાઠ આપભેગન શરૂ થશે.
પાઠયપુસ્તક બારડેલી તાલુકાની ભૂમિ છે, રાત્રિ અને દિવસ તેનાં. પૃથ્ય છે. એ પૃષ્ઠો ઉકેલી ઉકેલી નિત્ય નવા અનુભવના પાઠે બારડોલીના. નિશાળિયાઓ ભણી રહ્યા છે. ”
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૩
ખેડૂતાના સરદાર
"C
‘મારું પેટ ખેડૂતેમનાં દરદથી ભરેલું છે. હું પ્રભુ પાસે
રાતદિવસ
એટલું જ માગ્યા કં છું કે ખેડૂતાની સેવા કરતાં મારાં હાડ પડે. ’’
'
આ
અરસામાં વજ્રભભાઈનું નામ ‘ ખેડૂતાના સરદાર ’ પડયું. એ ક્યાં અપાયું, કાણું આપ્યું એ હું શેાધી શક્યા નથી, પણ જેણે એ સાંભળ્યું. તેણે એ ઉપાડી લીધું. અને મ ઉપાડી ન લે? જેણે જેણે એમનાં ભાષણા વાંચ્યાં અને સાંભળ્યાં તેણે તેણે ખેડૂતને માટે લીધેલા એમને ભેખ જોયે, ખેડૂતને માટે ઊકળતું એમનું હૈયું જાણ્યું, ખેડૂતનાં દુઃખાનું એમનું જ્ઞાન જાણ્યું. ખેડૂત કેવાં કષ્ટ ખમી ખેતી કરે છે, ખેડૂતની ઉપર ક્યાં ક્યાંથી કઈ કઈ જાતના માર પડે છે એ વિષેનું તેમનું જ્ઞાન જાણ્યું. એક સ્થાને શ્રી. વલ્લભભાઈ ને માનપત્ર આપવામાં આવ્યું હતું તે માનપત્ર વાંચતાં એક ભાઈએ કહેલું : ‘ આપની આગળ ખેડૂતનાં દુઃખ રહી સંભળાવવાં એ માતાની આગળ મેાસાળની વાત કરવા અરેાબર છે. ' એ યથાચિત હતું. માતાને જેવું મેાસાળનું જ્ઞાન છે તેવું વલ્લભભાઈ તે ખેડૂતનું જ્ઞાન છે. પાતે ખેડૂતના દીકરા હાઈ નાનપણમાં આંક, પલાખાં, પાડા, લેખાં પિતાની સાથે ખેતરે જતાં જ શીખેલા, તેમને ખેડૂતના જીવનની જાણ કેમ ન હેાય ? તેમનાં અનેક ભાષણામાં તેએ ખેડૂતની સેવા કરવાની પોતાની લાયકાતની ખેડૂતાને અને સરકારને જાણે ખાતરી આપતા હોય એમ લાગે
'
છે ‘તમે જાણતા ન હો તે હું તમને કહું છું કે હું ખેડૂતના • દીકરા હું અને ખેડૂતનું લોહી, મારા હાડમાં વહે છે. મને ખેડૂતનું કંગાળપણુ સાલે છે, ખેડૂતના દર્દથી મારું દિલ દુ:ખી રહે છે. ગાંધીજીએ સાચું હિહંદુસ્તાન ક્યાં છે એ વાત જે દિવસથી તેઓ દાક્ષણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા ફર્યાં તે દિવસથી દેશના “કેળવાયેલા વર્ગોના મન ઉપર હંસાવવામાં કચાશ નથી રાખી, અને
૯૪
Page #103
--------------------------------------------------------------------------
________________
ખેડૂતાના સરદાર
પા. ૯૪
Page #104
--------------------------------------------------------------------------
Page #105
--------------------------------------------------------------------------
________________
ખેડૂતાના સરદાર એ સાચા હિંદુસ્તાનના ઉદ્ધારના એકબે મંત્ર પણ તેમણે સાથે સાથે રાખી દીધા. એ મંત્રને અમલમાં મૂકવાનું કામ ગુજરાતમાં, અને એક રીતે આખા દેશમાં, સ્વ. મગનલાલ ગાંધી અને શ્રી. વલભભાઈએ જેવું કર્યું છે તેવું કાઈએ કર્યું નથી. દેશનું કેન્દ્ર ખેડૂત છે એ મહા સત્ય શ્રી. વલ્લભભાઈમાં ૧૯૧૭–૧૮ માં ગાંધીજીએ જાગૃત કર્યું, પ્રગટ કર્યું એમ કહું; કારણ ઊંડે ઊંડે એ છુપાયેલું તો હતું જ. પણ એ પ્રગટ થતાંની સાથે જ શ્રી. વલભભાઈમાં જેવું એ ભભૂકી ઊઠયું તેવું ભાગ્યે જ કોઈનામાં ભભૂકી ઊઠયું હશે. ખેડૂત નહિ એવા તત્ત્વદર્શીએ ખેડૂતનું સ્થાન ક્યાં છે, ખેડૂતની સ્થિતિ કેવી છે, તેને ઊભો કરવાનું સાધન કયું છે એ કહી દીધું. જેનું હાડેહાડ ખેડૂતનું છે એવા તેના શિષ્ય સાનમાં એ ત્રણે વાત સમજી ગયા, અને દષ્ટાના કરતાં પણ વિશેષરૂપે એનું રહસ્ય લેધ્ર આગળ ખોલી બતાવ્યું. બસ તે દિવસથી ખેડૂતના કરતાં બીજા કેાઈ વર્ગના હિતેં એમના હૃદયમાં વધારે વાસો કર્યો જાણ્યો નથી. ખેડૂતની પહેલી સેવા કરવાની તક એમણે ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં સાધી, પણ બારડોલીમાં જે અવસર આવ્યું એ અપૂર્વ હતો.
ખેડૂત વિષેના ઉગારે તેમનાં બારડોલીનાં ભાષણોમાં જેટલા જેવાના મળે છે તેટલા અગાઉના કોઈ ભાષણમાં જોવાના નથી મળતા. ખેડામાં તો તેઓ ગાંધીજીની સરદારી નીચે સિપાઈ હતા એટલે ઝાઝું બોલતા જ નહોતા; બારસદની લડત હતી તો ખેડૂતની જ લડત, પણ તે ખેડૂતમાત્રના સામાન્ય દુઃખમાંથી ઉઠેલી લડત નહતી. બોરસદનો પ્રશ્ન વિશિષ્ટ હતો, અને એ વિશિષ્ટ પ્રશ્નને અંગેનાં જ ભાષણે ત્યાં થતાં. પણ જમીન મહેસૂલનો પ્રશ્ન એ જ ખેડૂતને મુખ્ય પ્રશ્ન એટલે ગુજરાતના ખેડૂતોની સેવા કરવી હોય તો તે જમીન મહેસુલના કૂટ પ્રશ્નને નિકાલ કરે જ થઈ શકે એવો એમને જૂનો નિશ્ચય હતો. એ સેવાની તક એમને બારડોલીએ આપી. બારડોલીવાળા જ્યારે એમને બોલાવવા આવ્યા ત્યારે ભાઈ નરહરિના લેખો એમણે વાંચેલા હતા. ગાંધીજીએ જ્યારે એમને પૂછયું કે બારડોલીના ખેડૂતોની ફરિયાદ
૫
Page #106
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ સાચી છે એની તમને ખાતરી છે, ત્યારે એમણે કહેલું કે એ લેખે ન વાંચ્યા હતા તે મને તો ખાતરી જ હતી. કારણ હિંદુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જમીન મહેસૂલની વિટંબણુ વિષેની ખેડૂતની ફરિયાદ સાચી જ હોવી જોઈએ એવી મારી ગળા સુધી ખાતરી છે. ખેડાના ખેડૂતની પાયમાલી પિતાની આંખે જોઈ હતી, અને એ પાયમાલીને ઉપાય કરવાને બદલે રેવન્યુ ખાતાના અમલદારો એને વધારે ને વધારે પાયમાલીને પંથે ચડાવી રહ્યા હતા એ વિષે પણ એમને શંકા નહોતી, એટલે બારડોલીના લોકે જરા પણ તૈયાર હોય તે બારડોલીની લડત ઉપાડવી અને બારડોલી દ્વારા આખા ગુજરાતના ખેડૂતોને પ્રશ્ન આખરે પતાવ એ એમનો મનેરથ.
ખેડૂતના એમના નિરવધિ પ્રેમની અંદર બે ભાવના રહેલી છે. એઓ વારંવાર કહી સંભળાવે છે: “કણબી કેડે ક્રોડા કણબી કેઈ કેડે નહિ!” “એ ખેડૂત તું ખરે જગતને તાત ગણાય.”. એ વચનને એઓ અક્ષરશઃ સત્ય માને છે, અને વારંવાર સંભળાવે છે કે દુનિયામાં ખરા પેદા કરનાર,વગ ખેડૂત અને મજૂર છે, બાકીના બધા ખેડૂત અને મજૂર ઉપર જીવનાર છે. એ પેદા કરનારાઓની સ્થિતિ સાથી ઉત્તમ હોવી જોઈએ, તેને બદલે આપણે સૈથી અધમ કરી મૂકી છે. એટલે બીજી ભાવના એ રહેલી છે કે ખેડૂતે સર્વોપરી સ્થિતિ જોગવવી જોઈએ તેને બદલે તે અધમ સ્થિતિ ભેગવે છે તેનાં કારણે ખેડૂત ડરપોક બની ગયો છે, ખેડૂત અજ્ઞાન છે, એ છે. એટલે ખેડૂતમાંથી ડરને નાશ કરી, તેને મરદ બનાવવો, ખેડૂતને પિતાની પ્રતિષ્ઠાનું સંપૂર્ણ ભાન કરાવવું એ જ એમણે પિતાનું પરમ કર્તવ્ય માન્યું.
આ ધરતી ઉપર જે કોઈને છાતી કાઢીને ચાલવાને અધિકાર હોય તો તે ધરતીમાંથી ધનધાન્ય પેદા કરનાર ખેડૂતને જ છે,” એ તેમના વચનમાં ખેડૂતને વિષેની તેમની ઊંચી ભાવના અને ખેડૂત વિષેનું તેમનું અભિમાન સૈ કઈ વાંચી શકશે. પણ . એથી જ એ ખેડૂતની જે કરુણ દશા થઈ પડી હતી તે એમને જેટલી ખટકતી હતી તેટલી ભાગ્યે જ કોઈને ખટકતી હાય.
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૩ મું
ખેડૂતના સરદાર જ એક ભાષણ ખેડૂત વિષેની પિતાની અંતર્વેદનાથી શરૂ કરેલું
આખું જગત ખેડૂત ઉપર નભે છે. દુનિયાને નિર્વાહ એક ખેડૂત અને બીજે મજૂર એ બે ઉપર છે. છતાં સૌથી વધારે જુલમ કઈ સહન કરતા હોય તે આ બે છે. કારણે તેઓ બંને મૂંગે મોઢે જુલમ સહન કરે છે. હું ખેડૂત છું, ખેડૂતના દિલમાં પેસી શકું છું, અને તેથી તેને સમજાવું છું કે તેના દુ:ખનું કારણ તે પોતે હતાશ થઈ ગયે છે, આવડી મોટી સત્તા સામે શું થાય એમ માનતો થઈ ગયું છે, એ જ છે. સરકારને નામે એક ધગડું આવીને પણ તેને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય. સરકાર ઇચ્છા આવે તેટલો કરને બાને તેના ઉપર નાંખે છે. વર્ષોની મહેનત કરી ઝાડ ઉછેરે તે તેના પર વેરે, ખેતર ખોદી પાળ બાંધી ક્યારી કરે તેના ઉપર વેરે, ઉપરથી વરસાદનું પાણી કથારીમાં પડે તેના ઉપર જુદે વેરો, કુવો ખેદી ખેડૂત પાણું કાઢે તે તેના પણ સરકાર પૈસા લે. વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશે કર નહિ, પણ ખેડૂતને વધું જમીન જ હોય, તેની પાછળ બળદ રાખતા હોય, ભેંસ રાખતા હોય, ઢેર સાથે ઢેર થતો હોય, ખાતરપૂજે કરતે હોય, વરસાદમાં ઘૂંટણસમા પાણીમાં છીઓ વચ્ચે હાથ ઘાલીને તે ભાતની રેપણ કરે, તેમાંથી ખાવાનું ધાન પકવે, અને દેવું કરીને બી લાવે, તેમાંથી ઘેડે કપાસ થાય તે પોતે બૈરી છોકરા સાથે જઈને વીણે, ગાલ્લીમાં ઘાલીને તે વેચી આવે, આટલું કરીને પાંચપચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારને લાગે !”
આના કરતાં વધારે તાદશ ચિતાર બીજે કર્યો હોઈ શકે ? બીજે એક ઠેકાણે કહેલું - “ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાત ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરે ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું.”
બીજે એક ઠેકાણે કહ્યું હતું:
“જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં ખેતી કરે, મારકણું બળદ સાથે કામ લે, ટાઢ તડકે વેઠે એને ડર કોને?”
જેટલે અંશે ખેડૂત પિતાની દશાને માટે જવાબદાર છે તેથી ઘણે મોટે અંશે સરકાર જવાબદાર છે. એટલે ખેડૂતની અસહાય દશાનો લાભ લેનારી સરકાર વિષે જ્યારે વલ્લભભાઈ બોલે છે ત્યારે તેમના દુઃખ અને રેષની સીમા નથી રહેતી:
સરકાર મટી શાહુકાર અને ખેડૂત ભાડૂત એ ક્યારથી થયું? મનસ્વી રીતે મરછમાં આવે તેવું તેની પાસે લેવામાં આવે છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ખેડૂતને સરકાર મરે છે, અને આપણા ભણેલાઓ જે તેના હાથારૂપ બને છે તેઓ મારે છે.'
વોલ્ટરનું એક તીખું વચન છે કે “રાજદ્વારી પુરુષોએ પિતાના રાજકાજમાંથી એક કળા કેળવી છે, જેથી જમીન ખેડીને લોકોને અન્ન ખવડાવનાર વર્ગને ભૂખે મારવાનું સહેજે બની શકે.” પ્રજાના ઉપર થતા અન્યાય અને અત્યાચાર સામે લડવાની શ્રી. વલ્લભભાઈની ઝનૂનને કોઈની ઝનૂનની સાથે સરખાવી શકાય તો તે વૈલરની ઝનુનની સાથે જરૂર સરખાવી શકાય. બી. વલ્લભભાઈ એ વિલ્હેરનું નામ પણ કદાચ ન સાંભળ્યું હોય; પણ વૉલ્ટરનું ઉપર ટાંકેલું વચન જાણે તેમની રગેરગમાં ઊતરી ગયું હોય એમ લાગે છે. અને ગરીબ ખેડૂતને રેંસનારા વિષે, ભોળા ખેડૂતના અજ્ઞાનનો લાભ લેનારા વિષે, જ્યારે જ્યારે તેઓ બેલે છે ત્યારે ત્યારે વરની કલમની માફક વલ્લભભાઈની જીભમાંથી વહ્નિ વર્ષે છે.
ખેડૂતને માટેનો તેમનો ઊભરાઈ જતો પ્રેમ બારડોલીમાં જે જેવાને મળે તે ભાગ્યે જ ક્યાંય જોવા મળ્યા. બારડોલીથી ગામડે જવા નીકળવું, ગામડે મધરાત સુધી સભા ચાલે, રસ્તે આવતાં મેટરમાંથી ઊતરી પડી ચારપાંચ માઈલ ચાલી નાંખવું, એ એમની બારડોલીની રોજની દિનચર્યા થઈ પડી હતી. ચારચાર પાંચ પાંચ સભાઓમાં ભાષણ કર્યા છતાં તેમને મધરાતે કહેવામાં આવે કે હજુ એક ગામ રહ્યું છે, તો ત્યાં જવાને પણ તેઓ તૈયાર થવાના જ. આનું કારણ એક એ પણ હતું કે ખેડૂતોને માટે તેમને સ્વાભાવિક અનુરાગ બારડોલીમાં વૃદ્ધિ પામે. “ખેડૂત જેવો પ્રામાણિક માણસ, જેને કોઈ બૂરું વ્યસન નથી, જે કશે ગુનો કરતો નથી, જે જાતમહેનતથી પરસે પાડીને રોટલો ખાનાર છે, જે ઈશ્વરથી ડરનારો છે તેને ઈશ્વર સિવાય બીજા કોને ડર હોય?” આમાં વિરોધાભાસ છે. આટલો સ્વચ્છ અને પવિત્ર જે હોય તે નીડર હોવો જોઈએ. એ વિરોધાભાસ શ્રી. વલ્લભભાઈ નથી જાણતા એમ નથી, પણ પિતાના આદર્શ ખેડૂતને ચિતાર એમણે એ શબ્દોમાં આપી દીધું છે,
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૩ મું
ખેડૂતના સરદાર અને પિતાને એ વર્ણનને વધારેમાં વધારે મળતા આવે એવા ખેડૂત અને ખેડૂતાણીઓ અથવા કણબી અને કણબણે એમને બારડોલીમાં જવાનાં મળ્યાં, એટલે એમનું હૃદય બારડોલીમાં વિશેષ કવવા માંડયું. એ લોકોની ધર્મશ્રદ્ધા, એ લોકોની પ્રતિજ્ઞાપાલનને માટેની તીવ્ર લાગણી જોઈને શ્રી. વલ્લભભાઈમાં પણ એકવારની ઊંડી ઈશ્વરશ્રદ્ધા જે અમુક કાળ સુધી લુપ્ત થઈ હતી તે પાછી જાગૃત થઈ ગાંધીજીએ એકવાર કહ્યું હતું તેમ વલ્લભભાઈને બારડોલીમાં વલ્લભ મળ્યા. આ વસ્તુમાં વલ્લભભાઈની ખેડૂતની સરદારીનું રહસ્ય રહેલું છે. બારડોલીનાં કણબીઓ અને કણબણે વલ્લભભાઈ ઘેલાં થયાં હતાં, એ વાત સાચી; પણ વલ્લભભાઈ પણ બારડોલીમાં આવીને ખેડૂતઘેલા થયા.
“જ્યાં જઈશું ત્યાં જમીન મળશે, પણ ખેડૂતની પ્રતિજ્ઞા તૂટશે તે ધરતી પર વરસાદ આવવાને છે શું? ખેડૂત પ્રતિજ્ઞા ન પાળે તો પૃથ્વી રસાતળ થઈ જાય.” આ વસ્તુનું દર્શન જેવું સરદારને થયું હતું તેવું જ દર્શન સરદારઘેલા ખેડૂતોને તેમણે કરાવ્યું.
જ્યારે જ્યારે ખેડૂતને તેની દશાનું ભાન કરાવતા, તેને મીઠા ઠપકા દેતા અને તેના ઊંચા સ્થાનનું સ્મરણ કરાવતા સરદારનો વિચાર કરું છું, ત્યારે ત્યારે જેમ ખેતરને સાફ કરી સુંદર ચાસ પાડી તેમાં ઊભેલો ખેડૂત પેલા ખેતર વડે શોભે છે, અને ખેતર તે મહેનતુ ખેડૂત વડે શોભતું લાગે છે, તેમ બારડોલીના ભોળા ખેડૂતોને તેમના સરદારથી શોભતા, અને “આબરૂની ખેતી કરાવનાર” એ સરદારને પિલા ખેડૂતોથી શોભતા જેઉં છું.
“ બેડૂતોના સરદાર” શબ્દ વપરાયો ત્યારે વલ્લભભાઈને કદાચ ન ગમ્યો હોય – દેશસેવકોને આવાં વિશેષણો આપવામાં આવે છે એની એમને ચીડ છે– પણ આજે જે કોઈના સરદાર થવાનું શ્રી. વલ્લભભાઈ પસંદ કરતા હોય તો તે ખેડૂતના જ સરદાર થવાનું પસંદ કરે છે એ વિષે કશી શંકા નથી.
પણ હવે સરદારનાં અને સરદારના સૈનિકોનાં પરાક્રમો તરફ પાછા વળીએ. ,
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૪
ખામેાશીના પાઠ
“ જ્યારે પ્રજામાં નવું જોશ ને નવી તાકાત આવી છે ત્યારે તેને ભૂલેચૂકે પણ આપણે હાથે દુરુપયોગ ન થવા પામે એ વિષે આપણે રાતદિવસ જાગૃત રહેવાનું છે.”
ભા
ઈ રિવેશ’કરે ખારડાલીની પાઠશાળાની સૂરતમાં વાત કરી હતી. એ પાઠશાળામાં અભયપાઠ ખેડૂતે શીખી રહ્યા હતા, તેની સરકારને રાજરાજ અધિક જાણ થતી જતી હતી. ખાલસાની નેટિસની તારીખેા ગઈ, જમીન તે હજી ખાલસા ન થઈ, અને ઊલટા અભિનંદનના ધરાવેા અને ઉત્સવની વિરાટ સભાએ થવા લાગી છે. ખારડાલીના લેાકેા પ્રસિદ્ધ થવા લાગ્યા છે એટલું જ નહિ, ખરડાલીનાં દર્શને લેાકેા આવવા લાગ્યા છે. ધારાસભાના ચાર સભ્યા શ્રી. શિવદાસાની, રા. સા. દાદુભાઈ દેસાઈ, રા. બ. ભીમભાઈ નાયક અને શ્રી. દીક્ષિત આ અરસામાં બારડેલી જોવા આવ્યા; અને ખેડૂતાનું સંગઠન, ખેડૂતાની નીડરતા અને મક્કમતા જોઇને ચકિત થયા. શ્રી. શિવદાસાની તે। આ તાલુકાના અનુભવી. ૧૯૨૧માં ગાંધીજીને જેલ જતા ન જોઈ શક્યા એટલે સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપીને બેઠેલા. તાલુકાની એક સભા જોઈ તે તેમણે કાઢેલા ઉદ્ગારા બહુ નાંધવાજેવા હતાઃ
“ આજે ખેડૂત પેાતાના પર શું દુ:ખ છે તે સમજે છે અને આટલે ઉત્સાહ ધરાવે છે તે જ ખતાવે છે કે સત્ય તેના જ પક્ષમાં છે. એ મહિના પહેલાં મને શંકા હતી, કારણ વાલેાડમાં એક સભામાં હું ગયેલે ત્યાં લેાકાએ તૈયાર હાવાની ખાત્રી આપ્યા પછી આ તાલુકાના જ એક માસે મને કાગળ
૧૦૦
Page #111
--------------------------------------------------------------------------
________________
ખામેથીના પાઠ લખેલ કે એ કશી ખાત્રી માનવી નહિ, ને બારડેલીના પિોચા ખેડૂતો ટકી શકશે નહિ. પણ બે માસ પહેલાં તે શ્રી. વલ્લભભાઈ પોતે પણ આજની તમારી તૈયારી માની શક્ત નહિ. બારડેલી તાલુકાના ખેડૂતે જે આ લડત માટે તૈયાર થઈ શકે છે તો તેઓ સ્વરાજ્ય પણ લઈ શકે. હું માનું છું કે અંગ્રેજી રાજ્યના કફનમાં આ લડતથી પહેલો ખીલો ઠેકાશે. આ દેશની પ્રજા રાજ્ય માટે લાયક છે એ આ લડતથી દુનિયાની સામે સિદ્ધ થઈ જશે. કેઈ પણ સ્વતંત્ર દેશની પ્રજા પણ પોતાના હક માટે આથી વધારે ન કરી શકે. સરણમાં મને એકવાર એક વૃદ્ધ અનાવિલ ભાઈએ કહેલું કે અમે તો ગાય જેવા છીએ, અમને વાઘથી બચાવે. મેં કહ્યું. જ્યાં સુધી ખેડૂત ગાય રહેશે ત્યાં સુધી તેને વાઘનો ભય રહેવાને જ. તેણે પોતે ગાય ટળી વાઘ થવું જોઈએ. હવે હું તમારામાં એવું સંરક્ષણનું બળ આવેલું જોઈ રાજી થાઉં છું. તમે જે વચન શ્રી. વલ્લભભાઈને આપ્યું છે તે તેમને એકલાને જ આપ્યું છે એમ ન સમજજે, એ વચન તો તમે આપણી માતૃભૂમિને આપ્યું છે, પરમેશ્વરને આપ્યું છે. જે બધા એકસંપથી રહેશે તે ખાત્રીથી માનજે કે સરકાર કંઈ કરી શકનાર નથી.”
રાવ બહાદુર ભીમભાઈની વાણીમાં પણ જાણે શીલા ખેડૂતોને જોઈને નવું જોમ આવ્યું હોય તેમ તેઓ બેલેલાઃ
“વલ્લભભાઈની કાર્યપદ્ધતિમાં અને અમારીમાં ફેર છે, પણ આ લડતમાં અમે એક છીએ. કારણ આ લડતના પક્ષમાં સત્ય છે. ગમે તેટલી હેવિ કે વિમાને લાવીને ગોઠવે તો પણ ખેડૂતને અસંતુષ્ટ રાખીને કેઈ રાજ્ય નભી શકતું નથી. મેં અગાઉ કહેલું ને ફરીવાર કહું છું કે અંગ્રેજ રાજ્યને પાયે પણ ખેડૂતના અસંતોષથી જર્જરિત થશે; તેથી હું અહીંથી ફરી એકવાર સરકારને વિનંતિ કરું છું કે હજુ પણ ખેડૂતને સંતોષ આપે, નહિ તે જે કાંઈ પરિણામ આવશે તેનો દોષ સરકારને શિર રહેશે.”
આ અનુભવો પછી બધા સભ્યો સત્યાગ્રહી ખેડૂતોની સાથે સક્રિય સહાનુભૂતિ શી રીતે બતાવવી તેનો વિચાર કરતા બારડોલીથી વિદાય થયા.
સરદાર વલ્લભભાઈ હવે પિતાની શક્તિ અને પિતાના બળની ગણત્રી કરી રહ્યા હતા, હવે પછીથી આવનારા હુમલાની પિરવી શી રીતે કરવી તે વિચારી રહ્યા હતા. જેટલી ઘડી તેઓ
Page #112
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ. ઘેર આવીને છૂટા હોય તેટલી ઘડી આંટા મારતા હોય, અને એ દરેક આંટાની સાથે તેમના મગજમાં લડતના ભાવી સ્વરૂપની રૂપરેખા ચીતરાતી હોય. હવે તેમણે એક અટપટા સવાલને સીધે ફડ કરી નાંખવાનું મહત્ત્વનું પગલું લીધું.
ઇનામી જમીન, લાંબા પટાની અને બિનખેતીની તથા કિરાયામી જે જમીનનું મહેસુલ વધ્યું નથી તે જમીનને સવાલ જરા અટપટો હતો. એ મહેસૂલ ન ભરવાનું કશું કારણ નહોતું, છતાં શ્રી. વલ્લભભાઈને એ વિષે સ્પષ્ટ સલાહ આપવી મુશ્કેલ લાગ્યા કરતી હતી; કારણ લડતના આરંભમાં કદાચ એ સલાહને અનર્થ થાય, દુરુપયોગ પણ કદાચ કરવામાં આવે, અને તેમ થતાં લડત નબળી પડે એ ભય રહે છે. હવે એ ભય રહ્યો નહોતો, હવે તો ઊલટે ભય એ રહ્યો હતો ખરો કે આ જમીનનું મહેસૂલ ભરી દેવાની સલાહ છતાં લોકો હઠ પકડી કશું ન ભરવાની વાત કરે. પણ સરદારે એક પત્રિકા કાઢીને આવી જમીનનું મહેસૂલ એ જ જમીનને ખાતે જમા લેવામાં આવે અને એની રસીદ મળે એવી શરતે ભરી દેવાના હુકમ કાઢયા.. તાલુકાના ૬ લાખના મહેસૂલમાંથી માત્ર રૂ. ૮,૭૫૬–૧૨–૦નું મહેસૂલ આ ઇનામી વગેરે જમીનને અંગેનું હતું.
લેકેના બળની અને એ બળ વિષે સરદારની શ્રદ્ધાની બીજી વધારે ખાતરી કઈ હોઈ શકે? સરદારે લોકોને પિતાની યુદ્ધનીતિનાં રહસ્ય સમજાવવા માંડયાં. ધારાસભાના. સભ્યો આવે, તેમની વાતોથી કાંઈ ભળતી જ અસર થાય, લોકોમાં બુદ્ધિભેદ ઊપજે, એ વિચારથી જ સરદારે અકોટીની એક પ્રસિદ્ધ સભામાં પિતાની યુદ્ધનીતિ વિષે લંબાણથી વિવેચન કર્યું– પ્રજાને માટે અને સરકારને માટે. સરકાર પહેલાં તે આ લડતને ભારે મહત્ત્વ આપતી નહોતી એટલે તલાટીઓ જ સરકારના રિપોર્ટરે હતા, મહિના સુધીમાં ધારેલું ફળ ન આવ્યું ત્યારે સરકારને થયું કે હવે તે લઘુઅક્ષરી રિપોર્ટ મોકલવા જોઈએ. આ રિપોર્ટરના અક્ષરેઅક્ષર રિપેર્ટે સરકાર પાસે જવા લાગ્યા તેથી તે કદાચ સરકાર ચેતવાને બદલે વધારે ચીડાઈ હશે – જોકે
Page #113
--------------------------------------------------------------------------
________________
ખામોશીના પાઠ
૧૪ મું
સરદારનું દરેક ભાષણ ચેતવવાના ઉદ્દેશથી જ અપાતું હતું. અકાટીના ભાષણના મહત્ત્વના કરા આ રહ્યાઃ
“ આપણી આ લડતમાં આ ધારાસભાના સભ્યની સ્થિતિ કંઈક પરાણા જેવી છે ખરી. કારણ કે તેઓ જેને બંધારણપૂવ કની લડત કહે છે તેના ક્ષેત્રમાં બુદ્ધિવાન ખેલ ખેલે છે. તેવી લડાઈમાં મને રસ નથી. મને તેમાં સમજ પડતી નથી. મને તેા કાઠાવિદ્યામાં ગમ પડે છે. પારકી શેતરંજ, જેમાં પેદાંએ તેના મલિકની મરજી પ્રમાણે ચલાવવાનાં હોય છે, એવા માયાવી. દાવમાં પાસા નાંખવા એ મને અગમ્ય લાગે છે. જે લત આપણે લડી રહ્યા છીએ તે બીજાને આકરી વસમી વસ્તુ લાગતી હશે, પણ મને તેવી નથી લાગતી. મને તે એમની ખ’ધારણપૂર્વકની લડત જોઈ ને ભારે વિસ્મય થાય છે. કારણ કે તેમાં સરવાળે મીડુ આવે છે. આમ તેમને ને મારે કા પદ્ધતિની બાબતમાં એટલેા મતભેદ છે. પણ આ કામમાં અમે પાંચે એકમતના છીએ, કારણ કે આમાં પ્રશ્નની વાત સત્ય છે. ખરું કહીએ તે તેમણે જ મને આ કામ સોંપ્યું છે, તેમણે જ મને કહ્યું કે અમે તે અમારા બધા જ દાવ ફૂંકી તૈયા, પણ એકે ચાલ્યા નહિ. માટે હવે તમારું કાઠાયુદ્ધ અજમાવા. મેં એ સ્વીકારી લીધું છે. આપણને એમાં કાઈ નહિ હરાવી જાય. કારણ કે આપણા ગુરુએ જે વિદ્યા શીખવી છે તેમાં હારને સ્થાન નથી.
આ શું એક લાખ રૂપિયા બચાવવા માટેની લડાઈ છે ? તે વ્યાજખી હાય તા એકના બે લાખ આપીએ. પણ આ તે તમારી અરજી ન સાંભળી, તમારા પ્રતિનિધિઓએ ધારાસભામાં જે જે સબળાવ્યું તે ન સાંભળ્યું, અને મારા જેવા જે સરકારને કાઈ દિવસ લખે જ નહિ તેનું પણ ન સાંભળ્યું ! જે આજે ૨૨ ટકાનેા વધારા સાથેા છે એમ મને લાગત તા ખીજા બધા ના કહેત તે!પણ હું કહેત કે ભરી દે. ખેડા જિલ્લામાં રેલ આવી ને લેાકાને માથે મહા દુઃખ આવી પડ્યું ત્યારે બહારથી લોકોને ખૂબ મદદ આવી. સરકારે પણ બન્યું તેટલું કર્યું. એ બધાના પિરણામે ખેડૂતા પેાતાના પાક ઊભેા કરી શકા હતા. પછી જ્યારે હપ્તાના વખત આવ્યા ત્યારે મને કેટલાક એવી સૂચના કરવા લાગ્યા કે આવી આતને કારણે એણસાલ જમીનમહેસૂલ માફ થાય તે સારું. મે કહ્યું કે ના. જ્યાં હું જોઉં છું કે સરકાર પેાતાનું બનતું કરે છે, દોષ રહેતા હાય તેા તે સરકારની ખાટી દાનતના નથી, પણ સ્થાનિક અમલદારોને જ છે, કે જેઓ ઉદારતાનાં કામ કરવાને ટેવાયેલા નથી ત્યાં એવી વાત થાય જ કેમ ? તેથી મેં તે વખતે તમામ ખેડૂતને કહ્યું કે તમારા ખેતરમાં
૧૦૩
Page #114
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ઈશ્વરકૃપાથી પાક્યું છે તે મહેસૂલ ભરી દેવું એ તમારે ધર્મ છે. કરડે રૂપિયાની લોન લઈએ છીએ તે દેવું તમારે જ માથે છે. વળી સરકાર ૧૦ લાખ રૂપિયા મફત પણ આપે છે. તે ઉપરાંત લોકોએ પંદરવીસ લાખ રૂપિયાની મદદ કરી છે. સરકારે પણ મને કમને પણ થઈ શકે તેટલી મદદ કરી છે, ત્યાં પછી એવા સંજોગોમાં તેની સાથે કજિયો કરવો એ આપણને શોભતું નથી. હું અભિમાન નથી કરતા, પણ જે સત્ય હકીકત છે તે કહું છું કે જે સમિતિનાં માણસોએ વખતસર મદદ ન કરી હેત અને તુરત બી પૂરું પાડયું ન હોત તો સરકારને આ વર્ષે ગુજરાતના જમીનમહેસૂલમાં ૫૦ થી ૬૦ લાખનું નુકસાન થવાનું હતું. આમ છતાં જયારે મેં બરડેલી તાલુકાના ખેડૂતની વાત સરકારને લખી છે. એમને અન્યાય થયો છે, ખેડૂત કેટલા પાયમાલ થઈ રહ્યા છે એ જણાવ્યું, અને ગુજરાતમાં એકબે ઊભા રહ્યા હશે તેમને તમારું સ્ટીમરેલર કચડી નાંખશે એમ કહ્યું ત્યારે મને જવાબ આપે છે કે “તું તે બહારનો છે !”
પણ હવે તો સરકારને કશું સંભળાવવાનું કે ખુલાસા કરવાનું રહ્યું નહોતું. સરકાર આગળ શાં પગલાં લેવાં તેની પેરવીમાં હતી, તેની ઊંઘ અને ઉદાસીનતામાં – અથવા તેના અભિમાનયુક્ત પ્રમાદમાં–હવે ભંગ પડવો, દરિયાની હવા ખાતા કમિશનર મિ. સ્માર્ટને સુરત જવાના અને ત્યાં મુકામ કરવાના હુકમ મળ્યા, અને કલેકટર જે પાસેના રાજ્યમાં એક ટેકરી પર હવા ખાતા હતા તેમને પણ ટેકરી ઉપરથી ઉતરવાના હુકમ નીકળ્યા. ખૂબીની વાત એ છે કે આજ સુધી કલેકટરને બારડોલીમાં આવવાની ગરજ જણાઈ નહોતી. પિતાના એક મહત્ત્વાકાંક્ષી ડેપ્યુટીને ચમે જ તે આખી પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા હતા. પણ હવે તેમને પરાણે બારડોલીની મુલાકાતે આવવું પડયું. બારડોલીમાં તેમણે શું જોયું? બધી દુકાનો બંધ, બધાં ઘરનાં બારણાં બંધ. જપ્તી કરવાવાળાઓ સામે લોકોને બીજો શો ઉપાય હોય ? આપણે જોઈ ગયા છીએ કે આખા તાલુકામાં ગામડાં બધાં રમશાનવત્ લાગતાં, કારણ કેાઈ અમલદારોને પંથે ચડતું નહોતું, અને કામ વગર બારણું ઉઘાડતું નહોતું. પણ કલેક્ટરે જૂની આંખે નવા તમાશા જોયા. તેમણે બારડોલીથી બીજે ક્યાંક જવાનો વિચાર કર્યો. પોલીસના માણસો તેમને માટે
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૪ મું.
ખામોશીના પાઠ મોટર ભાડે કરવા ઊપડ્યા. મેટરના ડ્રાઈવરે મોટર આપવાની ના પાડી, કારણ સત્યાગ્રહીઓએ તે મેટર રોકેલી હતી. એનું - લાઈસન્સ માગવામાં આવ્યું તે નહોતું, પણ પિત્તળને બિલ્લો તેની પાસે હતા તે લઈ લેવામાં આવ્યું. બીજા ટેકસીવાળાની ટેકસી શ્રી. વલ્લભભાઈને માટે રાખેલી હતી. તેની પાસેથી પણ તેનું લાઈસન્સ લઈ લેવામાં આવ્યું. કલેકટર સાંજે સરભોણ ઊપડ્યા. તેમનું આગમન જેઈને જુવાનિયાઓએ ધડાંગ ધડાંગ ઢોલ વગાડ્યાં, એટલે લાગલાં જ બધાં બારણાં બંધ થયાં. પણ પટેલ બિચારા બચી શકે ? તેને બોલાવવામાં આવ્યા. તેને પૂછવામાં આવ્યું, તમે મહેસૂલ ભર્યું છે?” તેણે જવાબ દીધો: “ઈનામી જમીનનું મહેસૂલ ભર્યું છે, કારણુ બારડોલીથી સરદારના હુકમ નીકળ્યા છે કે એ મહેસૂલ ભરી દેવું.” તેને કહેવામાં આવ્યું કે બીજી જમીનનું પણ ભરી દો અને બીજાઓને ભરવાનું કહો. “એ વાત નકામી છે,” પટેલે કહ્યું, “એ કાંઈ મારાથી કે કોઈથી બને એમ નથી. લોકો માર સાંભળે એમ નથી. લોકોને ખાલસાની કે બીજા કિશાની પડી નથી.' કલેકટરે તેને વધારે ન સતાવતાં બીજે ગામે કૂચ કરી. બીજે દિવસે તલાટીઓની એક સભા બોલાવી અને તેમને કહ્યું કે ગામના નકશા ઉપર જમીનના એવા અનુકૂળ જથા પાડે કે જે ખરીદનારાઓને આખા જથામાં આપી શકાય. આટલી ફરજ બજાવીને ક્રોધાવિષ્ટ કલેકટર સૂરત રવાના થયા. બીજે દિવસે સરકારના માનીતા “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” પત્રમાં તેમણે ઈન્ટરવ્યુ આપી:
ઘણું ખેડૂતે જમીન મહેસૂલ આપવાને તૈયાર છે, પણ એ લોકોને દુર્ભાગ્યે આગ, રંજાડ અને બહિષ્કારની ધમકીઓ આપવામાં આવે છે. જે ખેડૂતે બહારથી આવેલા અને જેમને ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવા અસહકારીઓએ આપેલી બેવકૂફ સલાહ માનશે તો આખરે જે નુકસાન વેઠવું પડશે તે આ કમનસીબ ખેડૂતોને જ વેઠવું પડશે. આ અસહકારી નેતાઓની લડતને પરિણામે તાલુકામાં રમખાણ થવાને દરેક સંભવ રહે છે.”
આના જેવું હડહડતું જૂઠાણું અને બદનક્ષી બીજી કઈ હોઈ શકે? કલેકટરને લોકો તે કઈ મળ્યા નહોતા. પટેલ
૧૯૫
Page #116
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહના ઇતિહાસ’
પ્રકરણ તલાટી કાઈ મળ્યા હોય તેમના કહેવા ઉપર આધાર રાખીને જ તેમણે આ વાત કરી હશે ના ? ગમે તેમ હા, તાલુકામાં શાંતિ જળવાઈ રહે તે તે તેમની અથવા સરકારની ગફલતને લીધે ન જળવાઈ રહે, એમ કરવાની તેમણે પેરવી કરી.
ભેંસે જપ્તીમાં લેવાની શરૂઆત થઈ ચૂકી હતી. હવે જપ્તીનું કામ વધારવાનું હોવાને લીધે ત્રણ જપ્તીઅમલદારને ખાસ અધિકારા — લેાકેાનાં ઘર તેડવાના, વાડા કૂદવાના ઇત્યાદિ - સાથે નીમવામાં આવ્યા. પેાલીસની સંખ્યા પણ વધારવામાં આવી, અને પેલા જપ્તીઅમલદારાની મદદમાં મુંબઈથી આણેલા થાડા લેભાગુ પડાણા મૂકવામાં આવ્યા. આ પાણાનું કામ પકડેલી ભેંસાને લઈને થાણે જવાનું અને ભેસેનું રક્ષણ કરવાનું હતું. સત્યાગ્રહને ચપટીમાં મસળી નાંખવાની વાત કરનારા અમલદારાને આટલા સહેલા કામ માટે સ્થાનિક માલા કે વેઠિયા ન મળી શક્યા અને ઠેઠ મુંબથી પહાણ લાવવા પડ્યા એ કેવી વાત છે ? પાણાને લાવીને જો તાલુકાની શાંતિનો ભંગ થઈ શકતા હાય તે। થવા દેવા એ વસ્તુ પણ સરકારના મનમાં હાય. તે। નવાઈ નથી. આજ સુધી એક હિંદુ મામલતદાર હતા, તેમને ખારડેાલીથી બદલી દૂર થાણા જિલ્લામાં કાઢ્યા. એમને બદલે એક મુસલમાન મામલતદારને લાવ્યા કે જેથી મુસલમાન સત્યાગ્રહીઓને તાડવામાં એની મદદ કદાચ વધારે મળી શકે, અને મુસલમાનેને તેડીને પણ હિંદુમુસલમાનના સંપ પણ તેાડી શકાય. તલાટીઓને બદલે સી. આઈ. ડી. રિપોર્ટરા હવે લાવવામાં આવ્યા એ તે હું અગાઉ લખી ચૂક્યા છું.
લેાકેા આ બધી તૈયારીએથી ડરે એમ નહેતું. તેમણે પેાતાનું સંગઠન વધુ મજબૂત કરવા માંડયું. કંડાદ હજી બહાર રહ્યું હતું, તેને પશ્ચાત્તાપ થતા હતા. ત્યાંના લેાકાનું એક મંડળ સરદાર પાસે આવ્યું અને તેમને વિનંતિ કરી કે કડાદને હવે સધમાં શામેલ કરવામાં આવે. શ્રી. વલ્લભભાઈ તુરત તૈયાર થયા. પણ કડેાદમાં જઈ તે તેએ સભા આગળ ખૂલે તે પહેલાં તે કડાદની આસપાસનાં ગામના માણસાની એક અરજ સરદારની
૧૦૬
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૪ મું
ખામોશીના પાક
46
પાસે રજૂ કરવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે પૂરતા પ્રાયશ્ચિત્ત અને ભાવી વનની ખેાળાધરી વિના કડેાદને ન લેવામાં આવે. સરદારે તેમને શુદ્ધ પશ્ચાત્તાપ એ જ પ્રાયશ્ચિત્ત છે એમ કહીને કંડાદને દરગુજર કરવાનું કહ્યું. નવું સત્યાગ્રહી બનેલું કડાદ ખીજા સત્યાગ્રહીઓથી આગળ જઈ આકરા બહિષ્કારના ધરાવેા કરવા લાગ્યું હતું. ગામમાં નવા આવેલા ખ્રિસ્તી જપ્તીઅમલદારને ગામમાંથી સીધુંપાણી કશું ન આપવાના ઠરાવ કરવામાં આવ્યા. શ્રી. વલ્લભભાઈ એ એક લાંબા ભાષણમાં શુદ્ધ સત્યાગ્રહનું રહસ્ય સમજાવી. આ ઠરાવ રદ કરવાની તેમને ફરજ પાડી, અને ભિવષ્યમાં આવનારાં તેાફાનની સામે ગમે તેવા ઉશ્કેરનારા સગામાં પણ ન ઉશ્કેરાવાની સલાહ આપી. ખુમારી ચડાવવાની સલાહની હવે જરૂર નહેાતી, હવે ખામેાશીના પાઠ ભણાવવાના સમય આવ્યેા હતેાઃ મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા ગામમાં આજે એક ખ્રિસ્તી જપ્તીઅમલદાર નિમાયા છે તેને ગામમાંથી સીધુંસામાન મળતાં નથી. મારી સલાહ છે કે એમ ન કરશે. અમલદાર કંઈ આપણા દુશ્મન નથી. એ બિચારા હુકમના તાબેદાર થઈને આવ્યો છે. હુકમનો અનાદર કરી નોકરી છેડવાની તેની હિંમત નથી. તેના ઉપર 'આપણને દ્વેષ ન હાય. કાઈની જિં’ક્રૂગીની જરૂરિયાત અટકાવવી, દૂધ, શાક, ધેાખી, હામ ન મળે એમ કરવું એ સત્યાગ્રહ નથી. ખારમાંથી મળતી ચીજો પૂરા દામ આપતાં સાની જેમ તેમને પણ મળવી ોઈએ. એક અજાણ્યા માણસ ગામમાં આવીને પડે ને તેને આવે! બહિષ્કાર કરે તે તેની કેવી સ્થિતિ થઈ પડે? તેનાથી ન નારી છેડાય, તેમ ન લેાકાને ત્રાસ સહેવાય. આવી સ્થિતિમાં કાઈ ને મૂકવા એ સત્યાગ્રહ નહિ પણ ઘાતકીપણુ કહેવાય. માટે ધી, દુધ, શાક તેમજ તે કંઈ માંદા પડે તે દવા વગેરે જિ ંદગીની જરૂરિયાતા કાઈ અટકાવા નહિ. જરૂર જપ્તીના કામમાં તેને કાઈ ન્તતની મદદ ન કરવી, ગાડી કે મજૂર કેં પચ એવું શું આપવાની સાફ ના કહેવી. તેને કહી દેવું કે અમારે તમારી ઉપર રોષ નથી, તમે ખ્રિસ્તી હા હિંદુ હા કે મુસલમાન હા–– અમારે તે બધા સરકારી નોકરો સરખા છે, અમારે તમારી સાથે અંગત વિરોધ કઈ જ નથી; પણ અમારી સામે તમે જપ્તીના દરોડા લાવે તેમાં અમે તમને મદદ ન જ આપી શકીએ. આપણા ઝગડા તેા માટાએ સાથે છે, આવા ગરીબ નાકરા સાથે નથી. આપણું મળ તે સભ્યતાથી દુ:ખ સહન કરવામાં રહેલું છે. સરકારમાં નબળાઈ છે તેથી તે
૧૦૭
Page #118
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ.
પ્રકરણ
પેાલીસની મદદ લે છે અને તેથી આબકારી ખાતાની મદદ લઈને લોકને દુખાવવાની કોશિશ કરે છે. એવી સ્થિતિમાં પેાલીસને પણ ખાવાપીવાની ચીન્તમાં અડચણ નાંખવી યેગ્ય નથી. ભૂખે મરતા લશ્કર સામે લડવુ એ ધર્મયુદ્ધ નથી, તેથી મારી કડે!દ ગામને સલાહ છે કે એવા કઈ કાયદા ગામલેાકે કર્યાં હોય તેપણ હવે તે ફેરવી નાંખો.
આ
બીજી એક અગત્યની સલાહ આપું છું. જપ્તીનું કામ ચાલતું હોય ત્યારે લેાકાનું ટાળું. ત્યાં એકઠું ન થાય. સરકારના ઇરાદે જો મારામારી કરવાને હેચ તે આવી રીતે લેકા ટાળે થવાથી જ તે તેવા ઇરાદા ખર લાવી શકરો. તેાફાનને ચાળે કે ચડશેા તે આપણે પડ્યા સમજો. સરકાર પાસે સૌથી વધારે આસુરી સામગ્રી છે. રાક્ષસી યુદ્ધમાં તે તે એક મિનિટમાં આખા બારડોલીના ભૂકેભૂકા કરી શકે તેમ છે. એ રસ્તે આપણને ચડાવવાના તે પ્રયત્ન કરે, આપણને કાચવે, લોકો ગાંડાની માફક ટાળે વળે, તેમને ચીડવે અને તેમાંથી કાઈ જીવાનિયાના મિજાજ જાય કે તરત તે આપણા પર ચડી બેસે. એમ ન થાય એની ખૂબ સાવચેતી રાખજો. તેને તાળાં તેાડવા દે, કમાડ ચીરવા દે, સહેલાઈથી લઈ ાય એવી કીમતી ચીજો ઘરમાં ન રાખેા. આ બધું કરે તે શાંતિથી કરવા દે અને પાસે કાઈ ઊભા ન રહેા.''
કલેકટરે જે ‘ઈન્ટરવ્યુ ' આપ્યા હતા તેને જવાબ આપતાં તેમણે જે ખામેાશી પેાતાની ભાષામાં વાપરી હતી તેના ચેપ કાઈને લાગ્યા વિના ન રહે એવી હતી
“ કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે ખારડોલી તાલુકાના લેાકામાં ઘણા ખેડૂતે પૈસા ભરવા ખુશી છે, પણ એમને મારી નાંખવાને અને દેવતા મૂકવાને ડર છે તેથી ભરતા નથી. તેથી હવે હું ગામેગામ પૂછું છું કે કાઈને તેવા ભય હોય તા મને કહો. કાઈને રૂપિયા ભરવા હોય અને ડર લાગતા હોય તે મારી પાસે આવે, હું મામલતદારને ત્યાં તમારી સાથે આવીશ, અને કાઈ તમારા પર ઘા કરવા આવશે તે તેને પહેલા મારા માથા પર ઘા કરવા કહીશ. હું કાયરેાને લઈને લડવા નીકળ્યેા નથી. હું તા સરકારને ડર છેાડી બહાદુર બન્યા છે તેમની સાથે ઊભા રહીને લડવા માગું છું. હું તે ખેડૂતને કહું છું કે જો જીલમ થયા છે એમ લાગે તે નીડર બનીને પૈસા ભરવાની ના કહેા, પણ જો કાઈને એમ લાગતું હોય કે વધારો થયા છે તેમાં ન્યાય છે તેા ખુશીથી ભરી દે।. જેને ડર હશે તેનું હું રક્ષણ કરીશ. મને તેના ઉપર દયા તે છૂટશે કે આપનાર અને લેનાર તા ઈશ્વર છે, તેના વિશ્વાસ છેાડી તેણે સરકારના વિશ્વાસ કર્યો.
૧૦
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૪ સુ
ખાસેાશીના પાઠ
બાકી નાતજાતના કે મહાજનના બંદોબસ્ત તા આપણે જરૂર કરીએ. આપણામાંના નબળાને ટેકા આપવા એ જરૂરને છે. કલેક્ટર સાહેબ તેમની મુલાકાતમાં સામાજિક બંદોબસ્તની ફરિયાદ કરે છે. પણ હું તેમને પૂછું છું કે તમારું સિવિલ સર્વિસનું જૂથ ખીજું શું છે ? એક સભ્યની ભૂલ થઈ હોય. તાયે બધા સાથે મળી તેને છાવરે છે કે નહિં? તે ખેડૂત પેાતાની ન્યાયની લડત ખાતર પેાતાના ખદોબસ્ત કેમ ન કરે? હું ખેડૂતને સલાહ આપું છું કે તમે નાતજાતનાં બંધારણ જરૂર કરો. પણ લેાકાને મારી નાંખવાની ને આગ મૂકવાની ધમકી અપાય છે એવી વાતા ઉપાવી કાઢવાનું પણ કાઈને કારણ ન આપે.. (સભામાંથી અવાજે બનાવટી વાત, બનાવટી વાત.) તદ્ન બનાવટી ન પણ હોય. કાઈએ તાલુકામાંથી એવી વાત ઉડાડી હાય, અમલદારોએ કહી હોય એ સવિત છે. અંગ્રેજો પાતે આવી વાતે જેડી કાઢે તેવા નથી હોતા. આપણા લેાકા સાહેબ યાસે જાય છે ત્યારે દિલમાં ન હોય તેવુંયે ખાલી આવે છે એ હું જાણું છું; સાહેબ કેવી રીતે રાજી થશે તે શોધે છે અને ખાટી વાતા કરે છે; તેથી તેા હું સલાહ આપતા આવ્યો છું કે તેમની પાસે જવુ અને તેમના તેજમાં અનવું તે કરતાં તેમની પાસે જાએ જ નિહ. હું આ તાલુકાની રગ ઓળખી ગયા છું. અહીં એ સરકાર છેવટે માને બચી જવાય એવી તેનું ખેલશે અને
ધોડે ચડવાના પ્રયત્ન કરનારા ઘેાડા માણસા છે. તાયે સુરક્ષિત રહેવાય અને લેાકને કચડે તેાણ પેરવીમાં તેઓ રહે છે. તે તે ત્યાં જશે ત્યારે આપણી પાસે આપણું ખાલશે. પણ આપણું તપ સાચું હશે અને આપણી ખુવાર થવાની તૈયારી વિષે તેમને ખાત્રી થશે એટલે તે આપણી
સાથે થવાના જ છે.”
આ
આમ હવે લડતનેા ખીજો ખંડ શરૂ થયેા કહેવાય. ખામેાશીની સલાહ સાથે સરદારે પોતાના સિવાય ખીજા કાઈ પણ જણે ભાષણ ન કરવાના મનાઈહુકમ કાઢવા, લેાકેા ટાળે ન થવાના હુકમ કાઢવા, સત્યાગ્રહગીતા ન ગાવાના હુકમ કાવ્યા. કહેવાની જરૂર નથી કે આ બધા હુકમે અક્ષરશઃ પાળવામાં આવ્યા.
Page #120
--------------------------------------------------------------------------
________________
લોતું અને હથડે “લટું ગરમ થાય છે ત્યારે લાલચોળ થાય છે, અને તણખા ઊડે છે. સરકારમાંથી આજે તણખા ઊડી રહ્યા છે. પણ લોઢું ગમે તેટલું લાલ થાય તે હથેડે ગરમ નથી થતો. આપણે લોઢાને ઇચ્છાપૂર્વક ઘાટ ઘડવો હોય તો હાડાને ગરમ થવું ન પાલવે. ગમે તેવી આપત્તિમાં ગરમ ન જ થઈએ.”
મા રડોલીમાં હવે લોઢું ને હથોડાની હરીફાઈ ચાલી રહી
પ્ર છે. સરકારી આડતિયાઓની બેદરકારી, અને બેકાયદાપણને દર ચાલી રહ્યો છે. “લડતમાં બેડી જ નીતિ હેય ?” એ સરકારને ન્યાય છે, જ્યારે શ્રી. વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહીઓને કહી રહ્યા છે: “લડતમાં વધારેમાં વધારે નીતિ પ્રગટ કરો.”
એ જુહોકી દર એટલો ઝપાટાબંધ ચાલી રહ્યો છે કે ઘડી ઉપર આવેલી ખબર બીજી ઘડીએ વાસી થાય છે. વાલોડના પીઠાવાળા એક બહાદુર પારસી સજ્જનને આ પ્રકરણમાં સરકારે યોગ્ય ખ્યાતિ આપી દીધી છે, સરકારી અમલદારોએ સરકારને ભૂંડી ખ્યાતિ આપી છે. આ દુકાનદારને ત્યાં ડેપ્યુટી કલેકટરના હોદ્દાને અમલદાર આબકારી અમલદારને લઈ ગયો, તેમનાં દારૂનાં પીપ જપ્ત કર્યો, પણ તે ઉઠાવવાં અઘરાં લાગ્યાં એટલે તેમની દુકાને તાળું મારીને, સિપાઈ બેસાડીને, કૂચ કરી ગયો. દોરાબજી શેઠે પેલાને સખત કાગળ લખી જણાવ્યું કે દુકાન બંધ થવાથી તેમને જે ખેટ જશે તે માટે ડેપ્યુટી કલેકટર જવાબદાર ગણાશે, અને પિતાની દુકાનમાં જપ્ત કરેલાં પીછે માટે તે રોજનું પાંચ રૂપિયા ભાડું માગી શકશે તે જુદું. વળી તેમણે એ પણ
૧ ૧૦
Page #121
--------------------------------------------------------------------------
________________
લોઢું અને હવે જણાવ્યું કે કલેકટર કહે છે કે લોકોની ભરવાની મરજી છે, છતાં બહારના ચળવળિયાઓના દબાણથી તેઓ ભરી નથી શકતા, એ વાત તદ્દન જૂઠી છે. દબાણ તે સરકારનું થઈ રહ્યું છે, અને તેના પારસી દુકાનદારે જ ભેગો થઈ પડેલા છે. પેલા અમલદારને ઉપરથી કાંઈ સપાટો આવ્યો કે શું થયું, તેના માણસો પાછા દોડ્યા, વાલોડ રાત્રે પહોંચ્યા, દુકાન ખોલી અને દેરાબજી શેઠને દબડાવવા લાગ્યાઃ “દુકાન કેમ નથી ચલાવતા?” તે કાંઈ ગાંજ્યા જાય એમ નહોતા જ. તેમણે પણ સીધા જવાબો આપ્યા, એટલે પેલો કાગળ લખવા માટે તથા કલેક્ટર સાહેબ જેવા મેટા સાહેબને જૂઠા પાડવા માટે “કાળા કિતાબ એમાં તમારું નામ નોંધવામાં આવશે એવી તેમને ધમકી મળી. પણ દોરાબજી શેઠે તો પીડું ન જ ખોલ્યું, અને જ્યાં સુધી જપ્ત કરેલાં પીપે ન ખસેડવામાં આવે ત્યાં સુધી હું દુકાન ચલાવવા નથી માગતો એમ જણાવ્યું. આ દુકાન ઉપર પાછો હુમલો થયો ! દેરાબજી શેઠની પાસે સરકારમાગણું ૩૦૦ રૂપિયા જેટલું હશે તે માટે રૂ. ૨,૦૦૦નો – રોકડ રૂપિયાની બરોબરનો --દારૂ જપ્ત કર્યો, તેમની દુકાનના બાંકડા વગેરે જપ્ત કર્યા. દુકાન ન ચલાવવાથી તેમને નુકસાન વેઠવું પડયું તે ઉપરાંત પાછી ચડાઈ? પાછી ચડાઈમાં દુકાનની બહાર પડેલાં ખાલી પીપે જપ્ત કર્યા, અને તેમાં પહેલાં જપ્ત કરેલાં પીપેન દારૂ ભરવા માંડ્યો. એક પીપ કાણું, બીજું કાણું, ત્રીજું કાણું. કેટલાય દારૂ જમીન પર ઢળ્યો ! એની પેલાઓને શી પરવા? બીજે ક્યાંકથી પીપ લાવ્યા અને તે ભરીને તે દારૂને હરાજ કર્યો. સ્વાભાવિક રીતે આ ઘટનાઓથી ચીડ ચડે. એ ચીડ ન ચડે એટલા ખાતર બીજે દિવસે પત્રિકામાં ઘટના વર્ણન કરનારી નોંધ આવી તેનું મથાળું આ હતું: “સાલાં પાપ પણ સ્વરાજમાં ભળ્યાં' ! ગમે તેવી ઘટનામાંથી વિનોદ કાઢી શકે એવી આ મનોદશાને કઈ સરકાર જીતી શકે ? આ મનોદશા લકે રોજરોજ વધારે વધારે કેળવતા જતા હતા. . - દારૂવાળાઓની સ્થિતિ જરા કઢંગી હતી. તેમને રોજરોજ સરકારી તિજોરીમાં પૈસા મોકલવા પડે. સરકાર એ પૈસા દારૂને
૧૧૧
Page #122
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ આ માટે જમા કરવાને બદલે મહેસૂલમાં જમા કરી દે. પૂણીના એક
દુકાનદારે તાડીને માટે ૧૭૫ રૂપિયા ભરવાને આપ્યા તેમાંથી ૪૨ રૂપિયા મહેસૂલ માટે કાપી લેવામાં આવ્યા. એમ જ એક અફીણવાળાનું બન્યું ! આ રૂપિયા લઈ લેવા એ ઉચાપત કરવાનો ગુનો ન કહેવાય તે બીજું શું ?
બીજા ગુનાઓમાં ગમે ત્યાંથી, ગમે ત્યારે, કશી સેકસી વિના, માલિક કોણ છે તેની તપાસ વિના, પિોલીસ અને પઠાણની મદદથી પેલા જમીઅમલદારો ઢોર ઉપાડવા લાગ્યા. કેર ગામમાં ૫૮ ઢોર પકડવામાં આવ્યાં, અને થાણા ઉપર જાહેરનામું લગાડવામાં આવ્યું: “શિકરના રામા ગોવિંદ અને બીજાઓનાં ૫૮ ઢોરે મહેસૂલ ન ભરવા માટે જપ્ત કરવામાં આવ્યાં છે.” આમાં એક બિનખાતેદારની વિયાવાની ભેંસ હતી. તેણે તે ભેંસની માગણી કરી. મહાલકરીએ તેને દમ ભરાવ્યો, ભેંસને ખવડાવવાના ખર્ચની માગણી કરી, પણ પેલાએ “ “ધોળી ટોપીવાળા”ની ધમકી બતાવી એટલે કહ્યું, “વાર, વારુ, લઈ જાઓ તમારી ભેંસ! '
આમ ઢગલો ઢોર પકડાવા લાગ્યાં છે, પણ તેની માવજત કોણ કરે? તેને વેળવેળે પાણી કે પાય ? પઠાણોને એ કામ માટે ભાડે રાખવામાં આવ્યા હતા. બારડોલીમાં પકડાયેલી એક ભેંસ બિચારી બરાડા પાડતી થાણામાં મરી ગઈ. આમ ઉચાપત અને ચોરીની સાથે એક ભેંસને સ્વધામ પહોંચાડવાનું પાપ પણ અમલદારેએ સરકારને કપાળે ચોંટાડયું.
ત્રીજી બાજુએથી ખાલસાની નોટિસોના ઢગલા. વાલોડના જે વીરને નેટિસ મળી હતી તેમની જમીન સરકાર દફતરે ચડી. ગયાના હુકમ નીકળ્યા. આથી દુઃખી થવાને બદલે એક સજજને ખાલસાનો ઉત્સવ ઊજવ્યો. વાણિયા ન દબાયા એટલે મુસલમાનોને દાબી જેવા માંડયા. બારડોલીના ઈબ્રાહીમ પટેલને ખાલસા નોટિસનું પહેલું માન મળ્યું. હજારો રૂપિયાની જમીન હરાજ થઈ જશે એમ એ જાણતા હતા છતાં એમના પેટનું પાણું હાલ્યું નહિ.
૧૧૨ :
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૫ મું
લેન્ડ્રુ અને હથોડે
ચેાથી બાજુએથી ગાડાંવાળાએ ઉપર ત્રાસ શરૂ થયે।. ૧૯ ગાડાંવાળાઓને સરકારી અમલદારને ગાડાં ન આપવા બદલ સમન મળ્યા અને ગાડાંને નિમિત્તે, શ્રી. રવિશંકર ઉપર પહેલા હાથ નાંખવામાં આવ્યા. વાલેાડના વાણિયા સત્યાગ્રહીએએ ખાલસાનું મંગલમ્ દૂ કર્યું, શ્રી. રવિશંકરના ખલિદાનથી જેલ જવાનું મંગલમુર્દૂ થયું. શ્રી. રવિશંકરભાઈ ને કેમ પકડવા તેની વીગત તેમણે કા માં રજૂ કરેલા મ્યાંનમાં સ્પષ્ટ થાય છેઃ
“ આ કામમાં મારી લેખી હકીકત નીચે મુજબ રજૂ કરું છુંઃ
એક ગરીબ ગાડાવાળાને તેની ઇચ્છા વિરુદ્ધ સરકારી કામે વેઠે લઈ જવામાં આવતા હતા. તેને છેડાવવા ગઈ તા. ૧૯મીએ ખપેાર પછી ચાર વાગતાંના અરસામાં હું ખારડેલીની કચેરીના કપાઉન્ડમાં ગયા હતા. અને તેને મેં કહ્યું હતું કે તારે જવાની ઈચ્છા ન હેાય અને તને મરજી વિરુદ્ધ ડરાવીને લઈ જવામાં આવતા હાય તે! તું ડરીશ નહિ અને જઈશ નહિ. આ હકીકત મામલતદારસાહેબે તે જ વખતે મને ખેલાવ્યા ત્યારે મેં તેમને કહી હતી. અને તે પછી ગાડાવાળાને પેાતાનું ગાડું ખાલી કરી છૂટા થવા જતાં પેાલીસે તેના ઉપર જબરદસ્તી કરી છૂટા ન થવા દીધા, એટલે મે તેને ન જવું હોય તે! ગાડું પડતું મૂકી મારી પાછળ ચાલી આવવા કહેલું અને તે પ્રમાણે તે મારી સાથે ચાલી આવ્યા, અને ખીન્ન એ ગાડાંવાળા તેનું જોઈ ને હિમ્મત કરી ચાલ્યા ગયા.
પ્રાત અમલદાર જેવા મેટા અમલદારના ઉપયેગ માટે મેળવેલાં અને ભરેલાં ગાડાં ધાળે દિવસે કચેરીની અંદર પડચાં રહે અને ગરીબડા ગાડાંવાળાએ પેાતાનાં ગાડાં ત્યાં પડચાં રહેવા દઈ ભાગી જવાની હિમ્મત કરે એ સરકારને વસમું લાગે, અને આજ સુધી ચાલતા આવેલા વહીવટ પ્રમાણે સરકારી કામમાં દખલરૂપ ગણાય એ હું સમજી શકું છું; અને સરકારની દૃષ્ટિએ મને દોષિત ગણવામાં આવે તેમાં મને જરાય નવાઈ લાગતી નથી. હું કાયદાની દૃષ્ટિએ દેશષિત નથી એવા બચાવ કરવા માગતા નથી. નીતિની દૃષ્ટિએ મે' એ ગરીબ માણસનું રક્ષણ કરી માધ અજાણ્યેા છે. પરંતુ જ્યાં નીતિને સ્થાન નથી એવા કાયદાના અમલમાં હું ગુનેગાર છું એમ માની આપ વિનાસાથે મને કાયદામાં મારા ઉપર મૂકવામાં આવેલા આરોપ બદલ વધારેમાં વધારે સન્નકરા એવી મારી વિનંતિ છે.
આપ મારા પેાતાના દેશમધુ છે અને આપને હાથે જ મને સન્ન થાય એના જેવી આ સત્યાગ્રહની લડતમાં બીજી શુભ શરૂઆત શી હાઈ શકે?
૧૧૩
Page #124
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
આપ જ્યાં સુધી આ હાદ્દા ઉપર છે!, અને કાયદા પ્રમાણે ન્યાય આપવાને બધાયેલા છે ત્યાં સુધી આ કામમાં મને સજ્જ કરવી એ આપને ધમ છે.
આપ જે ક ંઈ સર્જા ફરમાવશે તેને હું અત્યંત હર્ષોંથી અને ક પણ દુ:ખ માન્યા સિવાય બરદાસ્ત કરીશ. ’’
ઉપર પ્રમાણે વર્તવામાં રિવેશ કરભાઈ એ ગેરકાયદે પ્રવેશ કરવાને ગુને શી રીતે કર્યો હશે તે સરકાર જાણે. સરકારી અમલદારને કામ કરતા રાકવાના ગુને। સરકારની દૃષ્ટિએ જરૂર થતા હતા. પણ એ ગુને તે રવિશંકરભાઈ જ નહિ, પશુ બારડોલીમાં કામ કરનાર દરેક સ્વયં સેવક અને તેના સરદાર વલ્લભભાઈ રાદેવસ કરી રહ્યા હતા. પણ શ્રી. રવિશંકરે પેાતાને પ્રતાપ સરકારની આંખ અંજાય મવી રીતે ખતાવ્યાને લીધે કદાચ તેમને જેલ જવાનું પહેલું માન મળ્યું હશે. રવિશંકરભાઇને અમુક સજા અને દંડ, અને દંડ ન ભરે તે ખીજી વધારે સજા એમ કરીને પાંડેના ૧૦ દિવસની સખત કેદની સજા થઈ. રવિશંકર જેવાને દંડ કરવા એ વધારે સા કરવાનું બહાનું નિહ તેા ખીજું શું?
લેાકેાએ તે। આ સજાને રવિશંકરભાઈ જેટલી જ વધાવી લીધી પણ અહિંસા જાળવવાની કાળજી રાખવાના ડાળ કરનાર સરકારને ખબર નહેાતી કે તેણે અહિંસા જાળવનાર એક સુંદર રખાને કૈદ પૂર્યાં. ગાંધીજીએ રિશંકરને જે વધામણી મેકલી હતી તે આખા ખારડાલી તાલુકાને માટે જ હતીઃ
તા. ૩૦-૪-૨ મૌનવાર
ભાઈશ્રી વિશ'કર,
તમે નસીબદાર છે. જે ખાવાનું મળે તેથી સતુષ્ટ, ટાઢતડકા સરખાં, ચીથરાં મળે તા હકાઓ, ને હવે જેલમાં જવાનું સદ્ભાગ્ય તમને પહેલું. જો ઈશ્વર અદલામઢેલી કરવા દે ને તમે ઉદાર થઈ જાઓ તેા તમારી સાથે જરૂર અદલાબદલી કરું. તમારા ને દેશના જય હા.
આપુના આશીવ`દ
૧૧૪
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૫મું.
લેતું અને હવે લોકોની સખતમાં સખત કસોટી થવાને કારણે તેમની હિંમત સોળે કળાએ પ્રગટી. શ્રી. વલ્લભાઈની દૂર તો જરૂર આનું કારણ હતું, પણ સ્વતંત્ર રીતે પણ હવે તેમનામાં લડવાની અને ભોગો ખમવાની હિંમત આવી ગઈ. બેત્રણ લાખની જમીન તો આજ સુધીમાં ખાલસા નોટિસ તળે આવી ગઈ હતી, અને આટલી જુહાડી ચાલી રહી હતી છતાં શાંતિનો પાર નહોતો. આરડોલીએ પોતાની શાંત પ્રકૃતિની ખ્યાતિ સાચી પાડી. શ્રી. વલ્લભભાઈ આજે મહેસૂલ ન ભરવાની કે ભય ટાળવાની કે સરકારને ભૂલી જવાની વાતે પોતાના ભાષણમાં નહોતા કરતા, શાંતિના જ પાઠ ભણાવતા હતા અને હિંમત આપતા હતા?
“હજરે ધારાળાનાં જીવન સુધારનાર, મારા કરતાં ઘણું વધારે પવિત્ર એ ઋષિને પકડીને સરકાર માનતી હશે કે મારી પાંખ કપાઈ જશે. સરકાર મારી પાંખે કાપવા માગે છે પણ મારે પાંખે ઘણી છે. સરકારને ન્યાય ન કરવો હોય તો મને પકડે જ છૂટકો છે. હું સરકારને ખાતરી આપું છું કે મારી પાંખે તો વરસાદમાં જેમ ઘાસ ફૂટી નીકળે છે તેમ નવી ને નવી ફૂટતી જવાની છે.” .
આ લડતની ખૂબી તો એ હતી કે જ્યારે એક બાજુએ શ્રી. રવિશંકરની ઉપર આ કેસ ચાલતો હતો ત્યારે શ્રી. વલ્લભભાઈ રાનીપરજ લેકની હજારે માણસની સુંદર પરિષદ એક નાનકડા ગામમાં ભરી રહ્યા હતા, અને એ રાનીપરજમાં કાર્ય કરનારાઓ એક આદર્શ ખાદીપ્રદર્શને ભરીને બેઠા હતા.
રવિશંકરભાઈને જેલ ગયાના ખબર ગુજરાતમાં વીજળીવેગે ફેલાઈ ગયા. ડા. સુમંત મહેતા આખી લડતને રંગ શાંતિથી નિહાળ્યા કરતા હતા, કદી કદી વર્તમાનપત્રમાં કાગળ લખીને ગુજરાતને ચેતવતા કે બારડોલીમાં શું ચાલી રહ્યું છે તે વિષે બેદરકાર ન રહો, ગાયકવાડી ગામડાંમાં ઠરાવ કરાવતા હતા કે બારડોલીમાં જપ્તીઓ થાય તેમાં સરકારને કોઈ પણ રીતે મદદ કરવા જશે નહિ, અને પાડોશી ધર્મમાંથી ચૂકશો નહિ. હવે ડા. સુમંતથી આટલાથી સંતોષ માનીને બેસી ન રહેવાયું. તેમણે પિતાની સેવાનો ઉપયોગ કરવાની સરદારને વિનંતિ કરી. સરદારે તેમને રવિશંકરભાઈની
૧૧૫
Page #126
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ જગ્યા લેવાનું કહ્યું. ડા. સુમંતે શ્રીમતી શારદાબહેન સાથે સરભોણનું થાણું સંભાળી લીધું
ભાઈ રામદાસ ગાંધી, શ્રી. જેઠાલાલ રામજી, સરદારનાં પુત્રી કુમારી મણિબહેન અને બીજા ઘણું સ્વયંસેવકે આ અરસામાં આવી પહોંચ્યાં.
સરકારે હવે શરમ છેડી. જપ્તીની અનેક રીતે અજમાવી, ખાલસાની સેંકડે નોટિસ કાઢી, નિશાચરોની જેમ રાત્રે જેની તેની ભેંસે ભગાડી, પંચનામાં કર્યા વિના જપ્તીઓ કરી, સાચાં લિલામ કર્યા વિના સેંકડોના માલ પાણીને મૂલે વેચ્યા, છતાં સરકારનો ડર ઓછો થતો નહોતો. આ બધું કર્યું છે તેની વ્યર્થતા તેમની હાંસી કરતી હતી. એટલે હવે સરકારે મનાઈહુકમ કાઢક્યા, એક કલેકટર મારફત અને એક ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારફત. બંને હુકમ ૬ મહિનાની મુદતના હતા. પહેલો હુકમ “ભાડૂતી વાહનો અને બળદગાડાં હાંકનારને’ સમજાવનારને, સરકારી નેકરને અથવા બીજાને ત્રાસ કરનાર અથવા ત્રાસ આપવા ભેગા થનારને ગુનેગાર ઠરાવનારે, અને બીજે જાહેર રસ્તા નજીક અથવા મહોલ્લામાં અથવા જાહેર જગ્યામાં ઢોલ વગેરે વગાડવાનો ગુન ઠરાવનારે. આ બધી હુકમે સરકારનું બળ કે કુશળતા બતાવનારા નહિ, પણ સરકારે બંનેનું દેવાળું કાઢયું છે એમ બતાવનારા હતા. એ હુકમ કાઢવાનું બહાનું “જાહેર સલામતી અને સગવડ જણાવવામાં આવ્યું. પણ એનો ઉદ્દેશ ત્રાસ આપવા સિવાય બીજો જણાતો નહોતો. તેમને વેઠિયા મળતા નથી, ગાડાંવાળા મળતા નથી, તેમને લૂટેલે માલ ખરીદનારા મળતા નથી, અને જે તેમના હાથમાં આવી શકે એવા પણ હાથમાંથી જવાને ભય લાગે છે, એટલે તેમણે પોતાની ચીડ મનાઈહુકમમાં ઠાલવી. નહિ તે જુવાનિયાઓ અને બાળકે ઢેલ વગાડે એ દુનિયામાં કોઈ ઠેકાણે ગુનો જામ્યો છે? તોપ, બંદૂક અને દારૂગોળાને દમામ રાખનારી સરકાર ઢોલનગારાંથી ડરી ગઈ એમ કહીને સરકારને વગોવવાની સરદારને એક વધારે તક મળી. એવી વસ્તુને
૧૧૬
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૫મું
લાઠું અને હવે સરકારને વગોવવાના સાધન સિવાય બીજી રીતે વાપરવાને સરદાર લલચાય એમ નહોતું. સરદારે લોકોને હુકમ કાઢથાઃ
“ઢેલ વગાડવાં, શંખ વગાડવા બંધ કરે, તોપબંદૂકવાળી સરકાર આપણું લશંખથી ડરી ગઈ છે. ઢેલ અને શંખને સત્યાગ્રહની સાથે સંબંધ નથી. લોકોને મહેસૂલ ન આપવાનું સમજાવવાને આપણો ધર્મ છે તે ધર્મ કદી ન છોડશે, પણ આવાં જાહેરનામાં કાઢી સરકાર આપણને ફસાવવા માગે તે આપણે નથી ફસાવું.”
સરદારને હવે અમદાવાદ જવા આવવાની પંચાત રહી નહોતી. ત્યાંના તેમના મિત્રોએ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ તેમને છોડાવવાની પેરવી કરી રાખી હતી – અથવા ઈશ્વરે તેમને તેમ કરવાને માટે પ્રેર્યા હતા એમ કહીએ તો ચાલે. કારણ હવે સરદારની બારડેલી તાલુકામાં ૨૪ કલાકની હાજરીની જરૂર રહે એવો સામે આવ્યો હતો. પરિણામે તાલુકાના દરેક ગામમાં ફરી , વળવાનું તેમનાથી બની શકયું, એટલું જ નહિ પણ આસપાસનાં ગાયકવાડી ગામમાં પણ અવારનવાર તેમનાથી જવાનું બની શકયું. આ ગાયકવાડી ગામે અને નવસારી કઓ આ લડતમાં રક્ષણના ગઢો બની રહ્યાં હતાં. ગામડાંમાં લોકશિક્ષણના રોજરોજ નવા પાઠ અપાઈ રહ્યા હતા. દરેક નવી સ્થિતિને પહોંચી વળવાને માટે સરદારની પાસે નવા ઉપાયો હોય, તેને હસી કાઢવાને માટે નવી ભાષા હોય, અને એક સ્થિતિ સરદારને માટે નવી હાય જ નહિ એ જોઈને લેકે આશ્ચર્યચકિત થતા હતા અને બહાદુર બનતા જતા હતા. આફવામાં ૧૩ ભેંસે પકડાઈ છે એમ સાંભળીને સરદાર આફવા ગયા. ત્યાં ભેંસે એવાને માટે તૈયાર રહેવાનું લોકોને સમજાવવા સરકાર પાસે દલીલ તૈયાર જ હતીઃ
આ તો તદ્દન નજીવી વસ્તુ છે. ગુજરાતમાં જળપ્રલય થયો હતો ત્યારે સેંકડે ઢેર તણાઈ ગયાં હતાં. પોતાનાં જીવ જેવાં વહાલાં ઢોર નજર આગળ તણાઈ જતાં લોકોને જોઈ રહેવું પડેલું. માણસે પણ બાળબચ્ચાં સહિત ચારચાર ને પાંચ પાંચ દિવસ ઝાડ ઉપર રહ્યાં હતાં. આની આગળ આપણો ભંગ તો કાંઈ જ નથી. જેમનાં ઢેર ગયાં હોય તે આજે હસતે ચહેરે બલિદાન આપે, સાકર વહેચો. તેમણે કશું ખાયું નથી, મહા ધર્મલાભ કર્યો છે.”
૧૧૭
Page #128
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
વૈશાખજેટના ધામ ધખતા હતા, એ ધામમાંથી સરદારને દલીલ મળી રહી. આવતાં વાવાઝોડાં અને વીજળીના ફટાકાની સામે તૈયાર રહેવાનું અને ગમે તે કારણે મિજાજ ન ખાવાની શક્તિ કેળવવાનું તા દરેક ભાષણમાં કહેવાનું હેાય જ ઃ
- હવે હું આવું કે ન આવું, આપણા ઉપર ખિલકુલ આળ ન આવે એટલું સભાળજો. કાઈ મર્યાદા છેડા નહિ. ગુસ્સાનું કારણ મળે. તાપણ અત્યારે ખામેાશ પકડી જો. મને કાઈ કહેતું હતું કે ફોજદારસાહેબે કાઈને ગાળ દીધી. હું કહું છું તેમાં તેમનું માઢું ગંદું થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તે મને ગાળ દે તાપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળા પણ ખાઈ લેન્તે. પિરણામે એ પેાતે પેાતાની ભૂલ સમજી જશે. પેાલીસના કે ખીન્ને કાઈ અમલદાર તેની મર્યાદા છેડે છતાં તમે તમારી મર્યાદા ન છેડશે.. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તાપણું કશું જ ન ખાલશેા. કાઈ હતાશ ન થશે, પણ સામા હસો, એ જો તમે શીખશે તેા જેમ વરસાદ આવતા પહેલાં વૈશાખજેઠની અકળામણ આવે છે તેવી જ આજની આ અકળામણુ બની જશે. તે આવ્યા વિના દૃષ્ટિ સંભવે નહિ. પ્રથમ અંધારું થાય, વાવાઝોડુ થાય, કાટકા થાય ત્યારે છેવટે વૃષ્ટિ આવે. દુ:ખ સહન કર્યા વિના નિકાલ આવે જ નહિ. અને આ દુઃખ તા આપણે પાતે માગી લીધેલું જ છે. એમાં આપણું શું જવાનું છે? ક્ષણિક સુખ જતું કરીને આપણે એવી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરવાના છીએ કે જે લાખા ખરચતાં મળવી દુભ છે. તેજ, બહાદુરી અને તેની સાથે હું માગું છું તેવા વિનય ખાનદાની — આ કમાણી આપણને અમથી કાઈ દિવસ મળવાની નહોતી, તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતા મેળવા એ જ ઈશ્વર પાસે માગું છું.''
-
અને છેવટે લાટ્ટુ અને હથેાડાની ઉપમાને બારડેલીમાં જ્યાંત્યાં પરિચિત કરી મૂકીઃ
“ આ વખતે સરકારના પત્તો ઊછળ્યા છે. છેને લેાદું ગરમ થાય, પણ હથેાડાને તે ઠંડુ જ રહેવુ' ઘટે, હથોડા ગરમ થાય તેા પેાતાને જ હાથા ખાળે. તમે ઠંડા જ પડી રહેા. કયું લેાખંડ ગરમ થયા પછી ઠંડું નથી થતું ? કાઈ પણ રાજ્ય પ્રશ્ન ઉપર ગમે તેટલું ગરમ થાય તા તેને છેવટે ઠંડુ પડ્યા વિના છૂટકો જ નથી. પ્રાની પૂરતી તૈયારી. હાવી જોઈએ. ’’
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રચંડ ભઠ્ઠી બારડેલી તાલુકામાં આજે એક પ્રચંડ ભઠ્ઠી સળગાવવામાં આવી છે. તેમાં શુદ્ધ બલિદાન આપવાનું છે. . . . ભલે ગેરું લશ્કર આવે અને ગામેગામ સેલરે બેસે. તેથી એ ડરાવી નહિ શકે. આપણે એવું શાંત સ્વચ્છ વર્તન રાખો કે આ બધી પોલીસને ભમરડે રમવા સિવાય બીજું કંઈ કામ ન રહે.” પો લસાની નોટિસની સંખ્યા હવે લગભગ હજાર સુધી
પહોંચી હતી, અને ખાલસા થનારી જમીનની કિંમત તે ન સરકારધારો અનેક વખત તેમાંથી ભરાય એટલી હતી. આ જમીનને તે સરકાર કશું કરી શકે એમ નહોતું. પણ લોકોને જે રસ્તે જેટલા દબાવાય તેટલા દબાવવા અને તેડવા એટલો જ હેતુ હતો. લોકે આ ખાલસાની નોટિસને પણ પીળાં પતાકડાંની જેમ ગણવા લાગ્યા.
સરકાર નિર્લજજતામાં આગળ વધ્યે જતી હતી. ભેંસોને હરાજીમાં લેનાર તાલુકામાંથી કોઈ મળે નહિ એટલે બહારથી ખાટકીઓને સમજાવીને લાવવામાં આવતા હતા. લોકોને આથી વધારે ઉશ્કેરનારી વસ્તુ બીજી કઈ હોઈ શકે ? એક ભેંસનો તો બારડોલી થાણામાં ભોગ લેવાયો હતો એ આપણે જોઈ ગયા. તાપમાં ભેંસો પાણી વિના ટળવળતી હતી અને બરાડા પાડતી હતી, લિલામ થતાં જાય તેમ પાણીને મૂલે તે કસાઈને ઘેર જતી હતી. બારડોલીના નગરશેઠે મામલતદારને કહ્યું, “આ બિચારી ભેંસને બરોબર ઘાસચારો અને પાણી મળે તે માટે હું ઘેલું દાન આપવા માગું છું.' મામલતદારે કહ્યું, “ સરકારની પાસે તિજોરીમાં પૂરતાં નાણું છે, તેમને તમારી મદદ નથી જોઈતી !'
. ૧૧૯
Page #130
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ પિતાનાં પશુઓને બાળકોનાં જેટલાં પ્યારાં માનનારા ખેડૂતોથી આ બધું સાંખી શકાય એમ નહોતું. ગમે તેમ થાય તોપણ ભેંસોને આવી રીતે રિબાવા ન દેવી એ નિશ્ચયથી આખા તાલુકા કારાગ્રહ બનવાનો નિર્ણય કર્યો. રાતદિવસ બારણું બંધ, ઘરમાં માણસો અને ઢોરો સદંતર કેદ. ઢોરને માટે પાણું પણ ઘેર લાવીને પાવામાં આવે. જેમનાં સગાંવહાલાં ગાયકવાડીમાં હતાં તેમણે ગાયકવાડીમાં પિતાનાં ઢોર મોકલ્યાં, છોકરાને દૂધ છાશ પીતાં બંધ - ર્યા. પણ બધાં ઠેર કાંઈ એમ મોકલી શકાય? એટલે સૌએ કારાગ્રહવાસ પસંદ કર્યો. જતીદારોની જુહાકી આગળ ખાતેદાર બિનખાતેદાર સરખા હતા, માલિક બિનમાલિક સરખા હતા, ઘરમાં પુરુષ હોય કે ન હોય તે પણ તેમને સરખું હતું ! - એક ગરીબ દરજીની ત્રણ ભેંસો પકડવામાં આવી હતી. તે ખાતેદાર નહોતો. સવારના પહોરમાં ઊઠીને જુએ તે ભેંસે ન મળે. બે દિવસ પછી તેને ખબર પડી કે વાલોડ થાણામાં એ ભેંસને બીજી ભેંસો સાથે ગોંધવામાં આવી હતી. મહાલકરીની પાસે તે ભેંસે છેડવવા ગયા. મહાલકરી કહેઃ “તમારી ભેંસોને બે દિવસ અમારે રાખવી પડી છે, અને ઘાસચારો કરવો પડ્યો છે, એને ખરચ આપે અને ભેંસે છેડવી લઈ જાઓ.”
પેલો કહેઃ “આ તો ઊલટો ન્યાય. તમે મને નુકસાનીનો બદલો આપ કે ઊલટે મને દંડ ?''
પેલાએ ન સાંભળ્યું. દરજીએ કહ્યું: “વાર સાહેબ, પિલા ધળી ટોપીવાળા સ્વયંસેવકને પૂછીને આપને જણાવીશ કે શું કરવું.” મહાલકરી સાહેબ પસ્તાયા; અને પેલાને ભેંસ છોડી જવા દીધી. આ તો ઘણામાંને એક દાખલો.
આ રહ્યા બીજે નમૂને. મોટાની સતામણ સહેજે થાય નહિ એટલે ગરીબને રંજાડવાનો રસ્તે કેટલેક ઠેકાણે પસંદ કરવામાં આવતા હતા. એક કુંભારનું ઘર ખુલ્લું જોઈને મહાલકરી એકદમ પઠા, ઘરના રાચરચીલામાંથી કેટલીક ચીજો ઉપાડવાનો હુકમ આપે. ઘરધણિયાણી પ્રેમીને આ લીલાનું રહસ્ય
૧૨૦
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રચંડ ભઠી ન સમજાયુંઃ મારે ઘેર ખાતું પતું નહિ, અને આ શી બલા આવી છે !
તલાટીઃ કેમ તમારે ખાતું નથી ? તમારી પાસે રૂા. ૧૫-૫-૫ નીકળે છે. તે લાવો.
પ્રેમીઃ અહીં કેવું લેણું? અમારી પાસે પાંચ વરહ થિયાં ભેયનું ઢેકું ની મલે ને તમે લેણું કાંથી કાઢે ?
તલાટીઃ ત્યારે કેશવ ઉકાનું ઘર કયું ? પ્રેમીઃ તે ઉં હું જાણું? હોધી લેવાની. મહાલકરીઃ ઘરવાળાનું નામ શું ?
પ્રેમીઃ નામ હું નથી કહેવાની, અમારું ખાતું નથી, બહાર જાઓ.
મહાલકરી ઘરને પાછલે બારણેથી જવાની તૈયારી કરતા હતા એટલે પ્રેમીબાઈએ તેમને રોક્યા. મારા ઘરમાં થઈને પાછલે બારણે નહિ જવાય એમ કહી તે રસ્તે રેકી ઊભાં રહ્યાં. તેની છોકરીએ બારણું બંધ કર્યું. સૈ નિરાશ થઈને પાછા વળ્યા.
આવી વીરાંગનાઓ અજાણી અણધારી જ્યાં ત્યાં નિર્ભયતાનો મંત્ર ઝીલીને વાતાવરણને શુદ્ધ અને વીરતાભર્યું બનાવી રહી હતી. | વાલડવાળા દોરાબજી શેઠને કિસ્સો હજી બંધ થયો નહોતે. આ એક પારસને ઢીલો પાડી સરકારને બધા પારસીને વશ કરવા હતા, પણ જેમ વાણિયાઓને જપ્તીનેટિસ આપીને પસ્તાયા, જમીન ખાલસાની નેટિસ આપીને પસ્તાયા, તેમ આ પારસીના ઉપર સિતમ ગુજારીને પણ તેમના નસીબમાં પસ્તાવાનું રહ્યું. અને એક પારસીના ઉપર આટલો સિતમ શો ? એ કેમ તો દારૂતાડીની વેપારી હોઈ સરકારી રાજ્યના એક ટેકારૂપ. તેટલા ખાતર પણ સરકાર ઉદાર થઈને એક ટેકીલા પારસીને જવા દઈ શકતી હતી. પણ નહિ; તેણે તો જેણે વધારે બહાદુરી બતાવી તેને વધારે પજવ્યા. આ કિસ્સામાં એક બીજી વસ્તુ નોંધવા જેવી હતી. જે દારૂની દુકાનમાં જપ્તી થઈ તેના માલિક એકલા દેરાબજી જ નહિ પણ તેનાં સાસુ બાઈ નવાજબાઈ હતાં. આ બાઈની ધીરજ આટઆટલી સતામણીમાં કેમ રહી હશે! કદાચ તે તેના
૧૨૧
Page #132
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ જમાઈની હિંમતને લીધે ટકી રહ્યાં હોય, કદાચ આસપાસનાં વીર દશ્યો જોઈને પણ તેમનામાં હિંમત આવી હોય. ગમે તેમ હોય બંને જણ આખી લડતમાં ઠેઠ સુધી અડગ રહ્યાં. મુંબઈના અને બીજા પારસીઓની સહાનુભૂતિ સત્યાગ્રહીઓ તરફ ખેંચાઈ તેને મૂળમાં આ બે પારસી સત્યાગ્રહીઓનું અડગ કષ્ટ સહન હતું. | દોરાબજી શેઠના રૂા. ૩૧૪–૧૪-૫ ના ખાતા બદલ બે હજારની કિંમતને માલ જપ્ત થયો, દુકાને તાળાં પડ્યાં, પછી સરકારી પ્યાદાઓએ પોતાની બેવકૂફી ધોઈ નાંખવાને માટે પાછી દોડાદોડ કરી, તાળાં ખેલીને દોરાબજીને દુકાન ન ચલાવવાને માટે સજા કરવાની ધમકી આપી; વળી ચડાઈ થઈ, કાણાં પાપ જપ્ત કરવામાં આવ્યાં અને પરિણામે દારૂ ઢોળીને નુકસાન કરવામાં આવ્યું. અને વળી પાછી ચડાઈ થઈ, દારૂ બીજાં પીપમાં ભરવામાં આવ્યો, અને એક ભાડૂતી માણસને તે પાણીને મૂલે વેચવામાં આવ્યો. ઉપરાંત ચાર પી જતીમાં લેવાયાં. પણ આ બધું થયાં છતાં હજી રૂા. ૧૪૪-૬-૮ ની રકમ બાકી કાઢવામાં આવી, અને તેને માટે રૂ. ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ ની કિંમતની જમીનની ખાલસાનોટિસ આપવામાં આવી. આ કિસ્સા પંજાબ માર્શલ લૉ વેળાનાં ઝેરની નાનકડી યાદ આપતા હતા, પણ તોયે પેલા બહાદૂર પારસીએ પોતાની અને તાલુકાની લાજ રાખે એ બહાદુર પત્ર લખીને અમલદારને કહ્યું: “હજી તારે વધારે જુલમ ગુજારે હોય તે ગુજર, તારું કાંઈ ન વળે.'
રેડિટ મૅજિસ્ટ્રેટની ખાસ કોટ ખેલવામાં આવી હતી એટલે તેને માટે કામ ચાલુ રાખવામાં આવતું હતું. શ્રી. રવિશંકર પકડાયા પછી ભાઈ ચિનાઈને પકડવામાં આવ્યા. ભાઈ ચિનાઈ બારડોલીના પચરંગી કમ્બાને મકકમ રાખવાનું મેટું કામ કરી રહ્યા હતા. રવિશંકરભાઈની જેમ તેમના ઉપર પણ મામલતદારને અટકાયત કરવા માટે અને વેઠિયાઓને ધમકી આપવાને માટે કામ ચલાવવામાં આવ્યું, અને તેમને બે મહિના અને ૨૦ દિવસની સખત કેદની સજા પહેલા ગુના માટે અને ૬ મહિનાની સખત કેદની સજા બીજા
૧૨૨
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રચંડ ભઠt ગુના માટે થઈ. આ કેસમાં અપાયેલા ચુકાદાને બીજે ઠેકાણે વિચાર કરશું.
આ તે બે જૂના જોગીઓ – એમને એકવાર શું અને અનેકવાર શું, જેલજાત્રા એ બીજી જાત્રા જ હતી. પણ હવે આ “બહારના કાર્યકર્તાઓને પકડવા છોડી સ્થાનિક કાર્યકર્તાઓ ઉપર સરકારે હાથ ચલાવવા માંડ્યો. વાલોડમાં ડાકટર ચંદુલાલના હાથ નીચે એક નાનકડી સેના હતી. આ સેનામાંના ત્રણ જણને સરકારનાં તેડાં આવ્યાં. આમાંના બે તો કાઠિયાવાડના વિરે હતા – ભાઈ શિવાનંદ અને અમૃતલાલ, પણ ત્રીજા વાલોડના એક લોકપ્રિય અને ત્યાગી કાર્યકર્તા સન્મુખલાલ હતા. પહેલા બેને તે જેલ જવામાં વિશેષતા નહોતી, કારણ કેટલો સમય થયાં તેઓ આવાં કામમાં પડેલા હતા, પણ ભાઈ સમુખલાલને માટે આ નવો લહાવો હતો. આઠ વર્ષ થયાં તે પણ આવાં કામમાં રસ લેતા હતા, ૧૯૨૧માં પણ તેમણે કમર કસેલી હતી, છતાં તેમણે લોકસેવાને બંધ કરી મૂકેલો એમ ન કહેવાય. બારડોલીની લડત જાગી ત્યારથી તેમણે નથી જાણે થાક કે નથી જાણ્યાં ભૂખતરસ, તાલુકાની સેવામાં ફના થવાને માટે તેઓ તૈયાર થઈ રહેલા હતા. એમના વિના ડા. ચંદુલાલ વાલેડને અજેય ગઢ બનાવી શકે એમ નહોતું. ૨૮ વર્ષની તેમની ઉંમર છે. ઘરમાં માત્ર વિધવા માતા. એ તેમને જેલ વળાવવાને માટે બારડોલી આવ્યાં હતાં, તેમને વિદાય દેવાને માટે મળેલી વાલોડની સભામાં હાજર હતાં. તે આનંદ અને ઉત્સાહથી ઊભરાતાં હતાં એમ તો નહિ કહું, પણ હિંદુ મહિલાને છાજે એવી મર્યાદાથી પિતાની હિંમત દાખવી રહ્યાં હતાં. એ માતાનું દર્શન કરીને કોણ પવિત્ર ન થાય?
અને એ સભા પણ કેવી ! અગાઉ મોટી મોટી સભા મેં આ ગામમાં જોઈ હતી, પણ અગાઉની બધી સભાઓને ભુલાવે એવી આ. હજારની મેદની હતી, પણ અપાર શાંતિ – જાણે કઈ મહાગંભીર પુણ્યકૃત્યને માટે જ ભેગા થયા હોય ની ! શ્રી.વલ્લભભાઈની વાણીમાં પણ તે દિવસે મેં કઈ અજબ
૧૨૩
Page #134
--------------------------------------------------------------------------
________________
“બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ ધાર્મિકતાનો ધ્વનિ સાંભળ્યો, પણ ભાઈ સન્મુખલાલની પાસેથી તો કદી ન ધારેલી એટલી શાંતિ, નમ્રતા અને છતાં વીરતાથી ઊભરાતું ભાષણ સાંભળ્યું. ટૂંકું અને ટચ ભાષણ; એમાં છલકાઈ નહતી, એમાં બડાશ નહોતી, એમાં ઈશ્વરની પાસે નમ્ર માગણી હતી કે કસોટીમાંથી ઊતરવાની તે હિંમત આપે, અને - તાલુકાને સરદારની લાજ રાખવાની શક્તિ આપે. ગામડામાં જ ઉછરેલા, ગ્રામ્ય કેળવણી પામેલા પુરુષમાં કેવો ઉદાત્ત સંસ્કાર રહેલો છે તે પણ તેના તકાળ કરવામાં આવેલા ભાષણમાં સરસ રીતે જણાઈ આવતું હતું?
“મારા પર ફોજદારી કાયદાની કલમ ૧૮૮ અન્વયે જેલયાત્રાનું તેડું આવ્યું છે. આવા માન માટે હું મગરૂર છું. મારે અત્યારનો આનંદ શબ્દોમાં વર્ણવવાની મારામાં શક્તિ નથી, એ તે હું નાચું કે એવું કંઈક કરું ત્યારે જ બતાવી શકું. હું પ્રામાણિકપણે માનું છું કે મેં કશો જ ગુને નથી કર્યો. મેં કઈ ઉપર અણઘટતું દબાણ કર્યું નથી કે ધમકી આપી નથી. એ વરતુ મારા સ્વભાવમાં જ નથી. છતાં તમે જોશો કે કાલે - બારડોલી કેર્ટમાં એવું નાટક રજૂ થશે. મારા મુરબ્બીઓ અને સ્નેહીઓ મને આગ્રહ કરી રહ્યા છે કે મારે અદાલતમાં બચાવ કરો. હું માનું છું કે સે વકીલોને લાવીને ઊભા રાખીશ તેપણ મૅજિસ્ટ્રેટને જે કરવું છે તે જ કરશે. માટે હું એ બચાવ કરવા હરગિજ તૈયાર નથી, ને મને જે સજા થાય તે વધાવી લેવા માગું છું. હું તાલુકાને અને સરકારને અહીં ઊભે રહીને ખાતરી આપવા માગું છું કે આ વાણિયે બારડેલીનું નામ ડુબાવનારે નથી. જે મને અત્યારે કંઈક સહેજ ગ્લાનિ થતી હોય તો તે એટલી જ કે આવી સરસ લડત જેવાને મોકે હવે મારી પાસેથી જવાનો પણ મને તેને શેચ નથી; હું જેલમહેલમાં બેસી પ્રભુનું સ્મરણ કરીશ, અને તમારી છતને માટે પ્રાર્થના કરીશ.
સ્નેહી સબંધીઓને હું વીનવી રહ્યો છું કે મારા શરીરને માટે તમે લેશ ચિંતા ન કરશે કે મને આદત નથી ને હું જેલમાં મજૂરી કેમ કરીશ. હું તમને ખાતરી આપું છું કે પ્રભુનું સ્મરણ કરીને હું બધી જાતની તાકાત મેળવીશ ને કોઈ જાતની નામે શી માથે લીધા વગર છાતી કાઢીને પાછો તમારી વચ્ચે આવીશ.
આજે જે સાચની લડત ચાલી રહી છે તેમાં વાલોડને મોખરે જોઈને મારું હૈયું ફુલાય છે. મારું વાલોડ! વાલોડને માટે આજે હું
૧૨૪
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૬ મું
પ્રચંડ ભહી ગર્વ ન કરું તે બીજું કોણ કરશે? આટલી ખાલસાનેટિસે પિચા ગણાતા મારા વણિક ભાઈઓ ઉપર! જેલ જાત્રાનાં આમંત્રણની શરૂઆત પણ વાલોડથી! લાગણીવાળા નજુવાન ભાઈઓને કહું છું કે આ વાલોડ જે આજે તાલુકાનું નાક બન્યું છે તેને દીપાવજે. તમને ડરાવવા. ફેડવા, ભાંગવા ગમે તેટલી ધાંધલ કરવામાં આવે–ને કરવામાં આવશે જ; પણ કેાઈ ડરશે નહિ, જપ્તીખાલસાનાં નાટકે થયાં તેવાં જેનાં થશે. સરકારે જેલના મહેમાનો માગવા માંડ્યા છે, તો તમે એને મેંમાગ્યા દેજે. બહારના દેવા ન પડે તે પહેલાં તમે તાલુકાના પૂરતી સંખ્યામાં દેજો. એ સંખ્યામાં પણ વાલેડ તરફથી મને ઘણું ઉમેદ છે તે પૂરી કરજે. હિન્દુમુસલમાનના ટંટા કરાવવાના પ્રયત્ન કરવામાં આવશે, એવાં ધતિંગને કેઈ કાને ધરશે નહિ, એમાં ફસાશે નહિ ને તમારા નિશ્ચયથી ડગશે નહિ. પ્રભુ તમારા બધામાં બારડોલીની અને વાલોડની: ઈજજતને માટે દુઃખ સહન કરવાની તાકાત લાવે. આપણા સરદાર જેમને આપણે બે લાવીને આપ્યા છે તેમને તમે તમારી મક્કમતાની ખાતરી આપે; ફના થઈ જજે પણ તેમનું નાક ન કપાવા દેજે, ને જે ફતેહ મળે, તે માનાથી મળે એવું કરજો. પ્રભુ તમને એટલી તાકાત આપે.”
સવારે વાલોડથી એ ત્રણ વરે નીકળ્યા તેમને વળાવવા આખું ગામ ઊભરાયું. લોકોએ હર્ષાશ્રુથી તેમને વળાવ્યા. એક મુસલમાન ભાઈ તો આવેશમાં સ્તબ્ધ થઈને પડ્યા.
* ક્યાં એ ગંભીર દશ્ય અને ક્યાં એ જ વીરોના ઉપર જ્યાં કામ ચાલ્યું તે અદાલતનાં હાસ્યજનક દૃશ્ય !
ભાઈ સમુખલાલ ઉપર આરોપ એવો હતો કે પ્રાણજીવનદાસ નામના શખના ઘરમાંથી તલાટી, રેવન્યુ પટાવાળા તથા જપ્તીઅમલદાર જુવારની ત્રણ ગૂણ જપ્તીમાં લેતા હતા તે વખતે જતીનું કામ નહિ કરવાનું સમજાવવાના હેતુથી આપીએ તલાટીને અને સરકારી પટાવાળાઓને સામાજિક બહિષ્કારથી નુકસાન પહોંચાડવાની ધમકી આપી. સરકાર તરફથી સાલમાં તલાટી અને પટાવાળા. પટાવાળામાં એક દૂબળો અને એક રજપૂત. ત્રણેને બિચારાને શીખવેલી જુબાની આપતાં મુશ્કેલી પડતી હતી. ઘણુંવાર સરકારી વકીલ તેમનાં મેંમાં શબ્દો અને વાકે મૂકવાનો પ્રયત્ન કરતે હોતે, ઘણીવાર મેજિસ્ટ્રેટને સરકારી વકીલને ધમકાવો
૧૨૫
Page #136
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ પડતો હતોઃ “ભાઈ, એ માણસને જવાબ આપવા દે, તમે શા સારુ એના વતી બોલો છે ?”
તલાટીએ પહેલીવાર ફરિયાદ કરેલી તેમાં તે સન્મુખલાલની ધમકીનાં ઘણું વાક્ય હતાં. અદાલતમાં આવીને તેની હિંમત ક્યાં ચાલી ગઈ તે તો કોણ જાણે ? સન્મુખલાલની સામે હડહડતું જૂઠાણું બોલતાં કદાચ તેની છાતી હેબતાઈ ગઈ હોય તો રામ જાણે!
ઘડીઘડીએ મૂછ પર હાથ ફેરવતા ફોજદારસાહેબને પણ અર્ધા વાક્યો સરકારી વકીલ પાસે પૂરાં કરાવવાં પડતાં હતાં!
ત્રીજા સાક્ષી પટાવાળાને તો બિચારાને સન્મુખલાલની ખબર નહોતી. “ગાંધીવાળા હતા ખરા. કોણે શું કહ્યું તે કાણુ જાણે ?” એની ગ્રામ્ય ભાષામાં, “ઉં હું જાણું?’ એ જ વાક્ય બધા સવાલનો એનો એક જવાબ કહી શકાય. આ પુરાવા (૨) ઉપર સન્મુખલાલને છ માસની સખ્ત કેદની સજા મેજિસ્ટ્રેટે ફરમાવી. જેને પુરા કાંઈ કામમાં આવી શકે એવા જતીઅમલદારને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા જ નહોતા.
આ પછી દૃશ્ય બીજું ખડું થયું. ભાઈ શિવાનંદ અને અમૃતલાલને રજૂ કરવામાં આવ્યા. જાણે હમણું જ સૈને ચપટીમાં મસળી નાંખશે એવા રૂઆબથી એક ઉત્તર હિન્દુસ્તાનને મુસલમાન આવીને ઊભે. એણે પિતાનો પાઠ સરસ ગેખેલો હતો. પિતાના જવાબથી જાણે કેટને પણ ધમકાવવા માગતા હોય એવા આ વીરે ફરિયાદ નોંધાવી કે શિવાનંદે (તેની આગળ બાળક જેવા લાગતા શિવાનંદે) તેની ઉપર ધસારો કર્યો, અને અમૃતલાલે હાથ ઉગામ્યા ! મેટર હાંકનાર અને કલીનરે તેના કહેવામાં જેમતેમ ટાપસી પૂરી! જતીઅમલદાર સાહેબ તો તેમને કેથળા ઉપાડવાને હુકમ આપીને ચાલ્યા ગયા હતા, એવો સીને પુરા હતો !
આવા માણસોની ઊલટતપાસ કરવી એ પણ નામોશી પામવા જેવું હતું. મેજિસ્ટ્રેટ ચાહે તે પગલે પગલે આ
૧૨૬
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૬ મુ
પ્રચંડ ભઠ્ઠી
સાક્ષીઓની ઊલટતપાસ કરીને તેમને તેાડી શકે એવું હતું. પણ એટલી તકલીફ્ તે શા સારુ લે?
છતાં શ્રી. વલ્લભભાઈની સલાહથી ભાઈ શિવાન દે, મૅજિસ્ટ્રેટની આંખ ઉઘાડવા, ખીજા કૈસે આવા ને આવા ઘણા આવશે એ બદલ ચેતવણી આપવા, એ કાથળા ચડાવવાના દશ્યના ફોટોગ્રાફામૅજિસ્ટ્રેટ સામે રજૂ કર્યાં. સાક્ષીઓએ કહ્યું હતું કે જસીઅમલદાર તે ચાલ્યા ગયા હતા; પણ ફોટોગ્રાફમાં હેટ ચડાવીને સાહેબ ઊભેલા મેાજૂદ હતા! અમૃતલાલ તેા હતા જ નહિ!
*
પણ ‘ગુના વખતને આમેખ ચિતાર રજૂ કરનારા' ભાઈ શિવાનંદના ફોટોગ્રાફા મૅટ્રેટ શેને માને? એમાં થોડા જ શિવાનંă અને અમૃતલાલની ભાષાને ફેશટેગ્રાફ્ આવી શકતે હતેા? અને ફાટેગ્રાફ પાડતાં અમૃતલાલને ત્યાંથી ખસી જવાનું કહેવામાં આવ્યું હાય ! ! પણ પેલા જપ્તીઅમલદારને ફાટેગ્રાફર ત્યાં ઊભા રહેવાને હુકમ ન જ કરી શકવા હોય! તેની જુબાની શા સારુ ન લેવામાં આવી ?
મૅજિસ્ટ્રેટ શ્રી. સન્મુખલાલને છ મહિનાની સખ્ત કેદની સજા કરી અને શિવાનંદ અને અમૃતલાલને નવ મહિનાની સખ્ત કેદની (બે એક-જ ગુનામાંથી ઉત્પન્ન થતા આરેાપા ઉપર એ એક પછી એફ) સજા કરી ! ભાઈ શિવાનંદ અને અમૃતલાલ કાયિાવાડનાં અલિદાન હતાં. તેએ ગયા એટલે તેમનું સ્થાન લેવાને તેમના કરતાં સવાયા શ્રી. અમૃતલાલ શેઠ (એમ. એલ. સી.) અને શ્રી. બળવતરાય મહેતા, સ્વયંવસેવક તરીકે આવીને ઊભા. શ્રી. ચિનાઈના જવા પછી ડા. ચંપકલાલ ત્રિયા તેમનાં પત્ની સાથે આવ્યા અને મેાતામાં પડાવ નાંખ્યા. આમ એક સૈનિક પેાતાની જગ્યા પાતાનાથી અદકાવડે પુરાવ્યા વિના જેલમાં જતા નહેાતે.
સરકારની બદનામીને માટે આ દૃશ્યા કરતાં વધારે શું જોઈ એ ?
આ બધું ૧૫ મી મેએ બન્યું.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૭
વધારે તાવણું સરકારને બીજું કંઈ સૂઝતું ન હોવાથી તે અત્યારે હવાતિયાં મારી રહી છે. એ તેમને ગૂંચવવા માગે છે. તમે જરા તોફાન કરશે કે તરત એ ચડી બેસશે.”
જી ત્રાસનીતિના તાપ તો વૈશાખજેઠની જેમ તપે છે.. 9 કાયદાને નામે બારડોલીમાં લૂંટ, ઢેરી , ઘર ફડવાનું ચાલી રહ્યું છે. માત્ર અન્યાયના નાટકથી હસવું આવે છે, કારણ જેલમાં જવાનું વધાવી લેનારને ખોટા પુરાવાથી ચીડ શા સારું થાય ? પણ આ પાપચિત્રા ચીડ ઉત્પન્ન કરે એવાં છે. દિવસના જપ્તી કરવાનું ન બને એટલે રાત્રે ધાડ પાડવી, લેકની વાડો તોડવી અને પાછલે બારણેથી પસવું, પાછલે બારણેથી પસીને ઘરનાં પતરાં ઉખેડી ઘરમાં પેસી વાસણકુસણ ઉઠાવવાં, એ કયું શાહુકારીનું કામ છે ? અને એ પણ કોના ? શેઠ વીરચંદ ચેનાજી જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ, જેમની હજારોની જમીન સરકારદફતરે દાખલ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું, જેમની બે ઘડીઓ જપ્ત કરવામાં આવી હતી તેમને ઘેર આ બધાં તોફાન કરવામાં આવ્યાં! એક પારસી વરને પોચા જાણી ખુવાર કર્યા, છતાં તેમને ન નમાવી શક્યા. હવે આ વણિક વીરને નમાવવાને માટે આ નામોશીભરેલાં કૃત્યો કરવા માંડયાં !
બધા કિસ્સાઓ નેંધવાનું આ સ્થળ નથી. લડત ચાલતી હતી તે વેળા બધાની વીગતે વર્ણવવાની આવશ્યકતા રહેતી હતી. ઇતિહાસમાં માત્ર થોડા નમૂનાને જ સ્થાન હોય.
૧૨૮
Page #139
--------------------------------------------------------------------------
________________
વધારે તાવણી - એક ઠેકાણે એક બાપડી ડેસીને ઘેર પાછલે બારણેથી પ્રસ્તી જપ્તીદાર પેઠા. તે પોતાની જમીન તો પરબ માટે દાન કરી ચૂકેલી હતી ! પણ તલાટી કહેઃ “હજી દાન દફતરે નેંધાયું નથી, જમીન તમારે જ નામે છે. ચાર રૂપિયા ભરી દો, અથવા ભેંસ આપો.' ડોસીએ ન માન્યું. એટલે ચાર રૂપિયા માટે તેની ભેંસ જતીમાં લેવામાં આવી! વાલોડમાં મસ્જિદની જમીનના જૂના ધારાના પૈસા તો ભરાઈ ગયા હતા, પણ નવા વધારાના રૂપિયા બાકી રહ્યા તે માટે મસ્જિદની પાક જમીન ખાલસા ! એક ગામે મધરાતે ચડાઈ કરી, લોકોને ખોટી ખબર આપવામાં આવી, પણ લોકે ચેતી ગયા ! એક ગાયકવાડી ગામના લોકે ભેંસ અને પાડાં ખરીદીને જતા હતા. તેમનાં નામઠામ જાણ્યા વિના, તેમણે પિતાનાં નામઠામ આપ્યાં તે સાંભળતાં કાને દાટ મારીને, ભેંસપડાં જપ્ત કર્યા, ગાભણી ભેંસને તાપમાં બારડોલી લઈ ગયા, અને તે માટે દાવો કર્યો, તે એક અમલદાર કહે બીજાની પાસે જાઓ, બીજે કહે ત્રીજાની પાસે જાઓ ! પેલા બાપડા ધકકા ખાતા થાકયા, હાર્યા, પણ ભેંસ શેની મળે ?
એક રસ્તાની નજદીકના વાડામાં એક ગાડું પડયું છે, તેની ઉપર જપ્તીદારની નજર પડી. એક પઠાણને કહ્યું, “તોડે વાડ ઔર નિકાલો ગાડી.” પણ ગાડીને લઈ શી રીતે જીવી ? ગામનો પટેલ હાજર ન મળે, કે ન મળે કેાઈ વેઠિયો કે બીજું કઈ માણસ જેને ગાડી સેંપી શકાય. એટલે જપ્તીદારે બૂમ પાડીઃ પટેલે આ ગાડીને કબજે લે. એ ગાડી જપ્ત થઈ છે એ સૌ કોઈને જાણ થાય, અને આગળ વધ્યા.
આ રહ્યા કેટલાક ઘર ફોડવાના દાખલાઃ
એક જપ્તીદાર અને તેની ફેજ દેલવાડા ગામના એક ઘરના પાછલા બારણના વાડામાંથી પેઠી, બારણાને નકૂચે ઉખેડવો, ઘરમાં પિઠા, ઘર બિનખાતેદારનું હતું એટલે ત્યાંથી ચાલ્યા ગયા.
• એ જ સજાએ એક ઘરનાં બારણું ઉતાર્યા, ઘરમાં પેઠા, એક બાંકડે, અને કેટલાંક વાસણફૂસણ માલિકની ગેરહાજરીમાં ઉપાડ્યાં અને ચાલ્યા ગયા.
૧૨૯
Page #140
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
આ લેાકેા એક કૂંચીનેા ઝૂડા પેાતાની સાથે ફેરવતા. એક ઠેકાણે એક કૂંચી એક ધરને લાગી, તે ધરમાં પેસીને ભેંસ ઉપાડી.
મઢીની પાસેના એક ગામમાં ત્રાસજનક દાખલેા બન્યા. એક જપ્તીદાર અને તેના પઠાણેા અજવાળુ' થતા પહેલાં પેાતાના કામ ઉપર નીકળી પડચા. આમાંને એક પઠાણ પાછલે બારણેથી એક ધરમાં પેસવાના પ્રયત્ન કરતા હતા ત્યાં ધરની ખાઈ એ ઘરમાં દોડી જઈ ખારણું બંધ કરવા માંડયું. પઠાણુ પાછળ પાચો, બારણાને ધક્કો માયા, અને પેલી બહેન પાછી બંધ કરવા જતી હતી ત્યાં પઠાણે તેનેા હાથ પકડ્યો, તેને બહાર ખેંચી કાઢી અને પછી પાંચ જાનવરા જપ્ત કર્યા. ભાઈ મણિલાલ કાઠારી તે દિવસે ત્યાં જ હતા. તેમણે આ ખબર છાપામાં આપી એટલે દેશમાં ખળભળાટ મચ્યા.
જે રીતે ભેસેાની નામની કિંમતે કહેવાતી હરાજી થતી હતી, જે રીતે નાનાં નાનાં રાચરચીલાં અને ખીજી મિલકતના કાઈ લેનાર ન મળે ત્યારે પઠાણા, સરકારી પટાવાંળા, અને પેાલીસને તે નામની કિંમતે આપી દેવામાં આવતી હતી, જે રીતે આ પેટાવાળાઓને માટે લિલામ કરનારા જાતે આ વસ્તુ ખરીદતા તેના તે ધણાયે દાખલા છે. પઠાણના પેલા દાખલાથી તાલુકામાં હાહાકાર થઈ રહ્યો હતા ખરા, છતાં દાદાઢસા અને બસ રૂપિયા પગાર ખાનારા અને મામલતદારની જગ્યાની લાયકાત ધરાવનારા અમલદારાને મવાલી પડાણાની સાથે રાતદિવસ ભેંસની શોધમાં ભટકતા જોઈ ને આટઆટલા ત્રાસમાં અને ઉકળતા તાપમાં કારાગૃહવાસ ભાગવતા લેાકેાને પણ રમૂજ આવતી હતી.
લગભગ આ જ અરસામાં વાંકાનેરના ૧૮ ખેડૂતાને ટંટાક્રિસાદ અને સરકારી નાકરેને કામમાં અટકાયત કરવાને માટે પકડવામાં આવ્યા. ખરા ખેડૂતાના જેલ જવાને વારે। આ પહેલીવાર આવ્યે એમ કહેવાય. આ પુકડાપકડીએ હથી વધાવી લેવામાં આવી. આ અઢારના ટાળામાં એક શ્રી. વલ્લભભાઈ ની મેાટરને કલીનર' હતા અને એક ગુજરાત મહાવિદ્યાલયના
૧૩૦
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૭ મું
- વધારે તાવણી વિદ્યાર્થી હતો. આ બે જણા અને બીજા આઠ જણાએ તે જામીન આપીને છૂટવાની ના પાડી; બાકીના આઠ જણે પોતાનાં ઘરકામકાજમાંથી પરવારી લેવા જામીન આપીને કેસ ચાલે ત્યાં સુધી છૂટી મેળવી. - આમ એક તરફ ઉત્સવ ઊજવાઈ રહ્યા હતા ત્યાં બીજી તરફ દુશમન કિલ્લામાં કયાંક કયાંક ગાબડાં પાડતે હતે. મુસલમાન મામલતદારે કેટલાક મુસલમાન ખાતેદારેને આખરે ફસાવ્યા અને પૈસા ભરાવ્યા. આ મુસલમાનોએ તો સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરેલી નહોતી, પણ મેતામાં સત્યાગ્રહપ્રતિજ્ઞામાં પહેલી સહી કરનાર કેટલાક જણ પડયાના ખબર આવ્યા. આથી ન સરદારના પેટનું પાણી હાલ્યું કે ન લોકોના પેટનું પાણી હાલ્યું. સરદારે વાંકાનેરમાંના પિતાના જ ભાષણમાં આ બંને માઠા ખબરની ઉપર ચર્ચા કરતાં નવું જ અજવાળું પાડ્યું :
મેં સાંભળ્યું છે કે તમારા ગામના મુસલમાન પૈકી કેટલાક એ પૈસા " ભરી દીધા. એમાં કાંઈ બૂરું થઈ નથી ગયું. એક રીતે તે એમાં આપણે રાજી થવાનું છે. ઈશ્વર જે કંઈ કરે તે સારાને માટે જ કરે છે. આ લડતને ત્રણ મહિના થઈ ગયા છતાં સરકારને કેઈએ પૈસા આપ્યા નહિ ત્યારે તેણે એવી વાત ફેલાવી કે લેકેને તે ભરવાની મરજી છે, પણ મારી નાંખવાના અને દેવતા મેલવાના ભયથી અથવા નાતજાતનાં બંધનને લીધે ભરવા જઈ નથી શકતા. આ મુસલમાન ભાઈઓએ હવે પૈસા ભર્યા છે તે મરથી હવે સરકારને ખાતરી થઈ જશે કે એવા ભયની વાત કેવળ ' બનાવટી જ હતી. એટલું સિદ્ધ કરવાનું સાધન આપોઆપ મળી ગયું એ આપણને ખુશી થવાનું કારણ છે. હવે આપણું એ કામ છે કે જેમણે પિસા ભરી દીધા તેમને નિર્ભય કરવા. એ ભરનારાઓએ તો પ્રતિજ્ઞા પણ ક્યાં કરી હતી? તેઓ મૂળથી જ નરમ હતા એ આપણે જાણતા જ હતા. ઈમામસાહેબ અને અભ્યાસ સાહેબ તેમને બેત્રણવાર મળી ચૂકેલા જ હતા. એમને લડતમાં જોખમ લાગતું હતું. હવે મામલતદાર તેમની ન્યાતના આવ્યા, તેની સલાહ તેઓ માને, તેણે કંઈક કરી બતાવ્યું એવા જાતભાઈ તરીકે તેને જશ આપવાનું પણ મન સ્વાભાવિક રીતે થાય, એટલે એવાં કારણોથી કેટલાક પૈસા ભરે એમાં કંઈ જ નવાઈ નથી, કે તેમાં - આપણે રિષ કરવા જેવું પણ નથી. ઈશ્વર જે કરે છે તે સારાને જ માટે કરે છે. તેની મરજી એવી હશે કે થોડા પાસે પૈસા ભરાવીને સિદ્ધ કરી
૧૩૧
Page #142
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ આપવું કે જેને ભરવા જવું હોય તેમને કોઈ મારતું નથી કે તેમની સાથે કઈ વેર બાંધતું નથી.”
મેતાને કિસ્સો શોચનીય હતો. જે માણસોએ પૈસા ભરી દીધા તેમણે જ ગામના તરફથી બાંહેધરી આપી હતી. પણ એ લોકો શ્રી. વલ્લભભાઈના શબ્દોમાં બે ઘડે ચડનારા હતા, તેમને લોકોને પણ ખુશ રાખવા હતા અને સરકારી અમલદારોની પણ ખુશામદ કરવી હતી. મેતાના કિસ્સા વિષે બોલતાં શ્રી. વલ્લભભાઈ બોલ્યાઃ
તમે આ અમલદારના ભમાવ્યા ચાળે ચડી ભરવા જશે તો એમની મહોબત તમને મુસીબતમાં નાંખશે, ને તમારા ઘરમાં ઝગડા જાગશે. ફેજદારસાહેબ માતામાં બે દેશાઈ એ એમની દોસ્તી કરેલી તેમની પાસેથી પૈસા ભરાવી આવ્યા. જેણે ઊભા થઈને ગામ વતી ખાતરી આપેલી ને પ્રતિજ્ઞા પર સહી કરેલી તે દેશાઈએ આજે ઠપથી ધારાં આંસુ પાડે છે. ઘરમાં દીકરાએ એને ત્રણ દિવસથી આની ગંધ આવવા લાગી ત્યારથી ઉપવાસ કર્યો છે. શરમના માર્યા બહાર નીકળાતું નથી, અને એણે માફીને કાગળ મારા ઉપર મોકલ્યા છે. એમને ભય બતાવ્યું હશે કે દેશાઈગીરી જશે. દેશાઈગીરી રહી પણ આબરૂ તો ગઈ. ફેજદારસાહેબ શી ધાડ મારી આવ્યા ? કાનખજૂરાના બે પગ તૂટ્યા તેય શું ને રહ્યા તોય શું? લશ્કર લડવા નીકળે છે તેમાં થોડાઘણું કપાયા વિના રહે છે.? કઈ વળી મૂડી વાળીને નાસી જનાર ને માં કાળું કરી લેનારે પણ નીકળે છે. તેથી શું? મોતા ગામના આગેવાનોએ તે પેલાને કહ્યું, શું કામ રડે છે? મને પણ આવીને કહી ગયા, ભલે એણે ભર્યા, કેઈએમને નહિ કનડે, અમે એને રક્ષણ દેશું.”
પણ લેકોને આવા કાનખજૂરાના છેડા પગ તૂટે તેને ડર રહ્યો નહોતે. ભેંસના ઉપર ગુજરતો ત્રાસ સાલતો હતો ખરો, અને ઉકળતા તાપમાં બારણાં, ઢાંકીને ભરાઈ રહેવું તે કેને ગમે? આ લોકોને રીઝવીને, હસાવીને, લડાઈમાં અડગ રાખનાર શ્રી. વલ્લભભાઈની તોલે આવે એવા લડવૈયા વિરલ છે. કોઈ ઠેકાણે. કહે છે: “તમારા જપ્તીદાર બહ્મણ છે. ચાર વાગે ઊઠીને પ્રભુસ્મરણ કરવા કે પ્રભાતિયાં બોલવાને બદલે આજકાલ ભેંસોનું સ્મરણ કરે છે. આ જમીદારથી કેણ ડરે, અને એને કાણું ગણકારે? બીજે ઠેકાણે કહે છેઃ “વાલોડના થાણામાં એક જણ
૧૩૨
Page #143
--------------------------------------------------------------------------
________________
-૧૭મું
વધારે તાપણું ભેંસનું પૂછડું પકડી રહ્યો છે, ને બીજે દેહે છે! કોઈએ આને ફોટો પાડી લીધું છે. સરકારની નોકરી કરવા જતાં ગોવાળિયા અને ખાટકી થવાનું ! બન્યા એ અવતાર . સરકારી નોકરે કહે છેઃ ગામનાં છોકરાંનાં ડંકાનગારાં કરતાં આ ઢોરોની રાડોથી કાન ફૂડ્યા. કાઢોની જાહેરનામું એ ભેંસે ઉપર કે અવાજે ન કરવા! તમારા જ થાણામાં એ બેઠેલી છે તમારી હકૂમત હેઠળ.” એક ગામમાં જઈને પૂછે છેઃ “તમારી ભેંસે વિષે બેપરવા છેને ?” લોકો કહેઃ “હા જી, અમે એને મરેલી સમજીએ છીએ.” એટલે સરદાર પેલાને વધારે બેદરકાર બનાવવા માટે કહે છેઃ “જાણજે કે સરકારી કોગળિયું આવ્યું હતું. કોઈ એનો વિચાર ન કરજે. જાણજો કે એક નવી જાતની સરકારી રોગચાળો આવ્યો હતો.'
વાલોડની સભા સરકારી થાણાની સામે જ ભરાતી હતી. -ભાષણ પૂરું થવા આવ્યું ત્યાં ભેંસના બરાડા સંભળાવા લાગ્યા.
એટલે સરદારને વળી તક મળીઃ “સાંભળે, ભેસેની રાડો. રિપેર લખી લ્યો, રિપોર્ટ કરજે ભેંસ ભાષણ કરે છે. નગારાંના અવાજેથી રાજ ઊંધું વળતું હતું, હવે આ ભેંસોની રાડ સાંભળો (ફરી ભેંસના બરાડા). આ રાજ કેવું છે એ હજુ તમે ન સમજતા હે તો આ ભેંસે રાડ પાડીને તમને કહે છે? આ રાજમાંથી ઇનસાફ માં સંતાડી નાસી ગયો છે.'
- હાસ્ય અને કરુણની એ મેળવણી કેટલી સાદી અને કેટલી અસરકારક છે! પણ ઘણીવાર અતિશય ગંભીર થઈ જતા સરદારના હૃદયમાં કેવી જ્વાળા સળગી રહી હતી તેનું પણ લોકોને માપ મળી રહેતું હતું:
હું જાણું છું કે આ દિવસ તમારે બારણું અડકાવીને માણસ ને ઢાર બધાંએ પુરાઈ રહેવું તમને વસમું લાગે છે, ને તમે તમારાં ઢોર ને ઘરની મિલકત સરકારને લૂંટી જવા દેવા તૈયાર છે. પણ મારે તમને સમજપૂર્વક દુ:ખ સહન કરતાં શીખવવું છે ને તમને ઘડવા છે. તે સિવાય આ બહેશે અને ચાલાક સરકાર સામે આપણે ન ફાવીએ. મારે તમને દેખાડવું છે કે સે રૂપિયાની નોકરી માટે જઈ પહેરેલે બ્રાહ્મણ હાથમાં દેરડાં ઝાલીને ખાટકીને દેવાનાં ઢેર પકડવા ફરે છે. આપણું જ માણસેને,
૧ ૩૩
Page #144
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ ઊંચ વરણના લોકોને આ રાજતંત્ર કેવા રાક્ષસો બનાવે છે તે તમને મારે દેખાડવું છે.”
છે અથવા આઃ તે જ આપણી તે એક નાનીસરખી લડત હતી. પણ સરકાર હઠે ભરાઈને તેને મોટું રૂપ આપે છે. જે આજે પ્રજા પિતાની હઠ બરાબર ન પકડે તો સરકાર તેને છુંદી નાંખશે. પણ પ્રજા જે ખરી હઠ પકડશે તો સરકાર હારી જશે. કદાચ આ તાલુકાના બધા માણસે ખુવાર થાય કે મરી જાય તોયે શું? ૮૦ હજાર માર્યા કે જીવ્યા તેને ઈશ્વરની સૃષ્ટિમાં શે હિસાબ છે? એક મણ ઘઉંનું બી જમીનમાં દટાઈ કહીને નાશ પામે છે, પણ તેના બદલામાં ખાંડીબંધ ઘઉં પેદા થાય છે; તેમ તમે બારડેલી તાલુકાના ખેડૂતે બી બની ભલે ખુવાર થાઓ, અને ગુજરાતની ખેડૂતઆલમનું કલ્યાણ કરે. આજે તમને લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે એમ સમજજે. ફરીફરીને આ સમય કોઈના ભાગ્યમાં નથી આવતો. તમારે ખેડૂતને ડરવાનું હોય જ નહિ. ડર તે સરકારને હોય–જેને પિતાનું રાજ્ય રાખવું છે; સરકારી અમલદારને હે ય–જેને નેકરી ખેઈ બેસવાનો ડર છે.” " અથવા તે અપ્રમત્ત આઠે પહોર જાગૃત સરદારને આ ઉદગાર લોઃ - “તમે મને આરામ લેવા કહે છે, પણ મારે કંઈ આરામ નથી લેવો. છું છું ત્યાં સુધી રાતદિવસ તમારી વચ્ચે રહેવું એ મારે ધર્મ છે. તમને ખબર નહિ હોય પણ મને ખબર છે કે તમારી પાછળ કેટલાં કેટલાં ભૂત ભમી રહ્યાં છે. કઈ વખતે તેઓ તમને વળગી ગાંડા કરશે, કઈ વખતે પાડશે એનું રખવાળું કરવાને મારે ધર્મ છે. જેણે તાલુકાને રખે હેવાને દાવો કર્યો છે તેનો ધર્મ સતત સર્વકાળ જાગૃત રહેવાને છે.. તમે મને તાલુકાને રખે ની તે હવે જ્યાં સુધી હું બહાર રહું ત્યાં સુધી મારે સૂવાનું હોય નહિ. મારે ધર્મ પોતે જાગૃત રહી તમને નિરંતર જાગૃત રાખવાનો છે.”
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૮
દાઝ્યા ઉપર ડામ
“ ખેડાના ધાંધલિયા અહીં' આવીને ખેડૂતા પર જીવે છે, ને કમિશનરસાહેબ ત્રણ હજારના મનિઑર્ડર વિલાયતથી મંગાવીને ખાતા હશે? તમે કાના ઉપર જીવા છે? ”
સરકારે અન્ય કાયદાની કલમ અને દીવાની કાયદાની કલમ
આ
જોયું; ન જોઈ રાત, ન જોઈ મધરાત, ન આપી પહેાંચ, ન કર્યાં પંચાતનામાં, ન જોયા ખાતેદાર, ન યા બિનખાતેદાર, હવે વલ્લભભાઈની ભાષામાં કહીએ તેા ખીજા ખાતાંને પણ વટાળવા માંડવ્યાં હતાં. આબકારીખાતું તે। હાથ લાગ્યું જ હતું. દારૂના પરવાના માટે આપવામાં આવેલા પૈસા મહેસૂલ પેટે જમા લેવાય, અને દેરાબજીની સતામણી આબકારીખાતાના અમલદારા દ્વારા જ ઘણીખરી કરવામાં આવી, હવે ખેતીવાડીખાતું— ખેડૂતાના કલ્યાણને માટે કરવામાં આવેલું ખાતું—સરકારનું હથિયાર બન્યું. તાલુકાના કેટલાક ખેડૂતા ખેતીવાડીખાતામાંથી કપાસનું ખી લઈને ખેતીવાડીખાતા મારફત જ રૂ વેચે છે. એરૂ ખાતાનું નથી હતું, પશુ ખાતું ખેડૂતને માટે અનામત રાખી વેચી દે છે. આવા રૂની ઘણી ગાંસડી એક જીનમાં પડેલી હતી. અસ મામલતદારે જઈને
૧૩૫
Page #146
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
એ ગાંસડી ઉપર ટાંચ મૂકી, અને ડિરેક્ટર ઑફ ઍગ્રિકલ્ચરને લગભગ ૭૩,૦૦૦ જેટલા રૂપિયા ખેડૂતાના મહેલ પેટે જમા કરી દેવાના હુકમ થયા. ખેડૂતે કયા તે તે। કાણુ જાણતું હતું? ખેડૂતાનાં નામ પાછળથી જાણી લેવાય, પણ એ પેણા લાખ જમા થયેલા તેા ગણાય ! ખંદૂકવાળાએની બંદૂકનાં લાઇસન્સ, મહેસૂલ ન ભરવા માટે, લઈ લેવામાં આવ્યાં, અને પેન્શનરેશને પેન્શન ખાવાની પણ ધમકી મળી. પાછળથી કેળવણીખાતાના અને વૈદકીય ખાતાના અમલદારા મારત તેમના હાથ નીચેના નાકર એવા ખાતેદારા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું.
પણ આટલાં હવાતિયાંથી કમિશનરસાહેબને સાષ થાય એમ નહતું. તેમને એક નવું હથિયાર મળ્યું. દીનશાળ એદલ અહેરામ નામના વયેારૃ, ભલા, સમાજસેવારત દાક્તર કમિશનરસાહેખની જાળમાં સપડાયા. એ કેવી રીતે સપડાયા એ તેા કહી શકાતું નથી, પણ દાક્તરની સમાજસેવાભાવનાના કમિશનરે સળતાથી દુરુપયેાગ કર્યું. ખેડૂતો દુઃખના પાઠ ભણી રહ્યા હતા, સરકાર હઠ ન છેડે તેા હજી ખેડૂતાને માટે દુઃખના ડુંગર ઊભા હતા એ વિષે તેા કાઈને શંકા જ નહેાતી. એટલે આ ગરીબ ખેડૂતની દયાની ખાતર કઈક કરવાની એમને કમિશનરસાહેબ પાસેથી સૂચના મળી હેાય તેા નવાઈ નહિ. એમણે એક કાગળ વર્તમાનપત્રાને લખ્યા તેમાં ખારડેલીના ખેડૂતને મહેસૂલ ભરી દઈ રાજમાન્ય રીતે ચળવળ ચલાવવાની સૂચના કરી, અને ખીજે કાગળ કમિશનરને લખ્યા તેમાં તેમને પૂછ્યું કે આવા અણીના સમયમાં પેાતાની સેવા તેઓ કેવી રીતે આપી શકે. આ એ કાગળાની સાથે - આપણે સંબંધ નથી. આપણે તે। કમિશનરે એ ભલા દાક્તરને ઉપરના કાગળના જવાખમાં જે કાગળ લખ્યા તેની સાથે સંબંધ છે. આ કાગળ દ્વારા કમિશનરે પેાતાના હૃદયની વરાળ કાઢી. સત્યાગ્રહની લડત કેવી રીતે ચાલી એ વણુ વનારા ઇતિહાસમાં આ દાક્તર, કે કમિશનર કે તેના કાગળને આખા ઉતારી જાહેરાત આપવાનું હું, પસંદ ન જ કરત. પણ ઘણીવાર નાનકડી બાબત અણધારી રીતે મેાટી થઈ પડે છે, અને
૧૩૬
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૮ મું
દાઝયા ઉપર ડામ આ કમિશનરના કાગળે બારડોલી તરફ આખા હિંદુસ્તાનનું ધ્યાન ન ખેંચ્યું હોત તો એ હું ન આપત. આ રહ્યો તે કાગળઃ [અંગ્રેજી પત્રને ગુજરાતી તરજૂ ]
કૅપ સૂરત,
૮ મી મે, ૧૯૨૮, વહાલા ડા.એદલ બહેરામ,
આપના પત્ર માટે ઘણે આભાર માનું છું. મને ખાત્રી છે કે આપે જે લેખ લખ્યા છે તે હૃદયની ભલી લાગણીથી પ્રેરાઈને લખ્યા છે અને નહિ કે કેઈ અમલદારની પ્રેરણાથી, અને આપની એ ભલી લાગણીને કારણે જ આપે ગરીબ રક્તપીતિયાઓને મદદ કરવાના કામમાં આપનું જીવન સમર્પણ કર્યું છે.
સરકારવધારે વસૂલ કરવા માટે સખત પગલાં લેવા પહેલાં, મેં ખેડાને આ ચળવળિયાઓને તેમની ચળવળ છોડી દેવા માટે મારાથી બને તેટલો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સરકારી અમલદારે બારડોલીના લોકે સમક્ષ સરકારને કેસ રજૂ કરી શકતા નથી, કારણ કે તેમને જાસૂસી, હુલ્લડખેરી અને એવા બીજાં અપમાનના ભંગ બનાવવામાં આવ્યા છે. જે કેઈ અમલદાર પાસે જાય છે તેના પર શંકાની નજરથી જોવામાં આવે છે અને તેને બહિષ્કારની ધમકી અપાય છે. સરકારે ધારાસભામાં જે દલીલો રજૂ કરી હતી, અને જેને પરિણામે ધારાસભા ઠપકાની દરખાસ્ત ૪૪ વિરુદ્ધ ૩૫ મતે ઉડાવી દેવા પ્રેરાઈ હતી, તે સંબંધી લોકોને જાણ થવા દેવામાં આવતી નથી –તેમના કાનમાં ડૂચા મારવામાં આવ્યા છે.
લકેના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દેરવનારા આ ખેડાના ચળવળિયાઓનાં ધાડાંથી ગરીબ બિચારા ખેડૂતે પાયમાલ ન થાય તે માટે મારા જેટલી બીજાને ચિંતા ન હોય. મેં રા. બ. ભીમભાઈ રણછોડજી નાયક, એમ. એલ. સી, સમક્ષ એ વાત સ્પષ્ટ કરી છે કે જે કઈ ગામ પિતાને વર્ગ બેટી રીતે ચડાવી દેવામાં આવ્યો છે એમ માનવાને યોગ્ય કારણે બતાવી આપે તેને કેસ તપાસવા માટે હું તૈયાર છું, પણ તે એવી શરતે કે આખા તાલુકા અને મહાલને જે ૨૦ ટકા જેટલો વધારે થાય છે તિ નહિ આપવાની વાત છોડી દેવામાં આવે. - - મહેસૂલ વસૂલ કરવા માટે સરકાર બને તેટલા દરેક ઉપાય લેવાનું -માંડી વાળી શકે નહિ, કારણ કે એમ નહિ થાય તો કાયદાપૂર્વક થયેલી દરેક જમાબંધીને વિરોધ કરવામાં આવશે. આજના બારડેલીના ચળવળયાએ તે જ માણસે છે કે જેમણે ૧૯૧૮માં ખેડા જિલ્લામાં કર
૧૩૭
Page #148
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ:
નહિ ભરવાની લડત ઉપાડેલી. અને જે મહેસૂલ આપવા ઇચ્છે છે. તેમને તે આપતા અટકાવવા માટે તેમણે લગભગ ખેડાના જેવી જ યુક્તિઓ અહીં અજમાવી છે, એટલે કે એવા મહેસૂલ ભરવા ઇચ્છનારા લેાકેાને નાતબહાર મૂકવાની, સામાજિક બહિષ્કારની અને દડની ધમકી આપવામાં આવે છે.
ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયાએ આવ્યા છે. એ તાલુકાનુ રિવિઝન સેટલમેટ રેલને કારણે એ વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાત કે આઠ મહિનામાં ખેડા જિલ્લામાં રેલસંકટનિવારણ માટે સરકારે લગભગ અર્ધા કરોડ જેટલા રૂપિયા ધીર્યાં છે. જે આ ચળવળિયાએ ખારડોલીમાં ફતેહમદ થાય, તે તેા પછી ખેડા જિલ્લામાં સરકારી મહેસૂલ અને તગાવીની વસૂલાતનું કામ જોખમમાં જ આવી પડે.
આપ આ પત્રને મેં જે કંઈ લખ્યું છે તે
એ બતાવે છે.
આપને યોગ્ય ખાનગી નથી
લાગે તેમ ઉપયાગ કરી શકો છે. પણ જે જાણીતા મુદ્દાઓ છે તે જ
'
લિ. આપને
(સહી) ડબ્લ્યુ. ડબ્લ્યુ. સ્માર્ટ
થેાડા જ દિવસ ઉપર મિ. સ્માર્ટે સરદારને એક કાગળ લખ્યા હતા તે અતિશય વિનયભર્યાં હતા, અને તેમાં વલ્લભભાઈને ‘અંગત મિત્ર' તરીકે જણાવ્યા હતા. આ જ મિ. સ્માર્ટ આ કાગળમાં સરદારના ઉપર ચૂંટેલાં વિશેષણાને કેમ વરસાદ વરસાવ્યા હશે તે તે જાણે. પણ સરદારને તેા એથી માત્ર હસવું જ આવ્યું. દર્શ વર્ષ ઉપર કમિશનર મિ. પ્રાટે ગાંધીજીની સામે ખેડામાં સરકાર તરફથી એટલું જ કટ્ટર યુદ્ધ ચલાવ્યું હતું, પણ તે પાતાના ભાષણમાં ગાંધીજીને ‘મિત્ર’ અને ‘ પવિત્ર અને સાધુ પુરુષ' તરીકે વર્ણવતા, અને વલ્લભભાઈ ને મહેરખાન વલ્લભભાઈ સાહેબ ' તરીકે વર્ણવતા. મિ. માટે કદાચ ધાર્યું હશે કે વિરાધીને સભ્ય ભાષામાં ન વવાય. પણુ વલ્લભભાઈ ને મિ. સ્માર્ટની સભ્યતાની સાથે લડવું નહતું. પણ એ કાગળમાં રહેલાં હડહડતાં જૂઠાણાં તે ખુલ્લાં પાડવાની તેમની જ હતી. ખાડીમાં એક પણ વાર આવ્યા વિના કમિ. માટે લખ્યું, ‘સરકારી અમલદારા ખારડાલીના લેાકેા
૧૩૮
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૮ સુધ
દાઢવા ઉપર ડામ
સમક્ષ પેાતાને કેસ રજૂ કરી શકતા નથી, કારણ તેમને જાસૂસી હુલ્લડખારી અને ખીજા અપમાનાના ભાગ બનાવવામાં આવ્યા છે.” શ્રી. વલ્લભભાઈ એ કમિશનરસાહેખને એક જાહેર ભાષણમાં ખાતરી આપી કે જો તેમની ઇચ્છા હૈાય કે ખારડાલીના ખાતેદારાની સભા મેલાવવી તે। બારડેાલીના ૧૭,૦૦૦ ખાતેદારાની સભા એલાવી આપવા પાતે તૈયાર છે, પણ સાથે સાથે એ પણ જણાવ્યું કે વહેમ અને અવિશ્વાસના પ્રચલિત વાતાવરણમાં મિ. સ્માર્ટ ના હાથ નીચેના અમલદારાને લેાકેા દૂરથી જ નમસ્કાર કરવાના છે. છતાં એકવાર કલેક્ટરે લેાકેાની ઉપર આગ અને હિંસાના જે આરેાપ મૂક્યા હતા તે આરેાપા કમિશનરે ન મૂક્યા તેને માટે શ્રી. વલ્લભભાઈ એ તેમના આભાર માન્યેા. ખેડાના ચળવળિયાએ ’ ખેડામાં મહેસૂલ ન ભરવા દે એ આરેાપના સબંધમાં તે શ્રી. વલ્લભભાઇએ મિ. સ્માર્ટને યાદ દેવડાવ્યું કે જો આ ચળવળિયા પ્રલયપીડિત ગુજરાતની વહારે ન ધાયા હોત, અને તેમને પેાતાના જીવના જોખમે, અન્ન, વસ્ત્ર, વાવવાનાં ખી, વગેરે વખતસર ન પહોંચાડ્યાં હોત તેા સરકારનું તંત્ર તે ભાંગી પડયું હેત, અને ખેડૂત વાવણી વખતસર ન કરી શકત એટલે સરકારને એક કેડી મહેસૂલ પણ ન મળી શકત. વળી એમ પણ જણાવ્યું કે આ જ ચળવળિયા હતા તે સરકારે આપેલાં નાણાંને સદ્વ્યય થા, ઘણે ઠેકાણે સસ્તાં ખી અને લાકડાં વગેરેની દુકાનમાંથી એ લેાકેાને લીધે જ સરકાર પૈસા બચાવી શકી.
પણ આ વિપરીત બુદ્ધિથી પ્રેરાયેલા કાગળથી દેશમાં થયેલા ખળભળાટનું દર્શન ગાંધીજીના લેખ જેટલું ભાગ્યે જ ક્યાંય વ્યક્ત થતું હતું. એ લેખ અહીં લેાકલાગણીના માપ તરીકે જ નહિ પણ ગાંધીજી દરેક પ્રસંગે ખારડાલીની લડતના મુદ્દાની ચાખવટ કરવાને કેટલા આતુર હતા, અને લેાકેાને મર્યાદામાં રાખવાની કેટલી કાળજી ધરાવતા હતા તે બતાવવાને માટે અક્ષરશઃ અહીં ઉતારું છુંઃ “ ખારડાલીની લડતના રંગ અષાઢાથી અપાઈ રહી છે તે જોતાં
જામ્યા છે.
એમ લાગે
૧૩૯
ખાલસાની નેટિસે જે છે કે આખા ખારીલી
Page #150
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ તે લોકોની આંખમાં ધૂળ નાંખવા માગે છે. કારણ મૂળ મુદ્દે એ નથી કે અમુક ગામ વર્ગમાં મુકાયેલું છે કે નહિ. મૂળ મુદ્દો તે એ છે કે - મહેસૂલ જે રીતે વધારવામાં આવ્યું છે, તે રીત તદ્દન અગ્ય છે. અને બારડોલીના લોકો એ આવહ નથી કરતા કે તેમને મુદ્દો વીકારવામાં આવે. તેમને આગ્રહ તે એટલો જ છે કે તેમની ફરિયાદ કેટલી સાચી છે તે તપાસ કરવાને માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચ નીમવામાં આવે, અને પંચને ગમે તે ઠરાવ હોય તેને અમલ કરવામાં આવે. આમાં મહેસૂલ ન આપવાની આ વાત જ ક્યાં છે? અમુક ખેડૂતે કે અમુક ગામને દાદ મળવાની વાત જ
ક્યાં છે? આ પ્રશ્ન જ સિદ્ધાન્તને છે. યોગ્ય તપાસ વિના મહેસૂલ - વધારવાનો સરકારના હકને બારડેલીના લોકે ઇનકાર કરે છે. આની સાથે હું એ પણ જણાવું કે આ લડત સ્વરાજ્ય મેળવવાને માટે યોજાયેલી કર ન ભરવાની લડત નથી. આ લડત તો એક આખા તાલુકાના લોકોની ચેકસ ફરિયાદની દાદ મેળવવા માટે જ છે.
એટલે કમિશનરના પત્રના નીચેનાં વાક્યોમાં ઉદ્ધતાઈની પરાકાષ્ઠા અને * હડહડતું જૂઠાણું ભરેલાં છે:
જે ચળવળિયાઓનું ટોળું ગરીબ ખેડૂતે ઉપર જીવે છે અને તેમને બેટે રસ્તે ચડાવે છે તેમનાથી એ બાપડાઓનું સત્યાનાશ ન વળે તે વિષે મારા કરતાં વધારે ચિંતા બીજા કોઈને નહિ હશે. . . . . . . . ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયા આવે છે. એ તાલુકામાં રેલને લીધે બે વરસ સુધી મહેસૂલમાં ફેરફાર કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાતઆઠ મહિનામાં સરકારે ખેડા જિલ્લામાં પ્રલયસંકટનિવારણને માટે લગભગ અડધે કોડ રૂપિયા આપ્યા છે. જે આ ચળવળિયાઓ બારડોલીમાં ફાવી જાય તે ખેડા જિલ્લામાં જમીનમહેસૂલ અને તગાવી વસૂલ થવાના સાંસા પડે.”
સરકારને હું ખાતરી આપું છું કે જે “ચળવળિયાઓ ફાવશે તો તગાવી વસૂલ થવામાં તે કશી મુશ્કેલી ન આવે. જો એ લેનારાઓ ન ભરે તે તે વસૂલ કરવા માટે “ચળવળિયાઓ’ના સરદાર વલ્લભભાઈ પટેલ તેમને વગર પગારના કલેકટર મળી રહેશે. પણ સાચી વાત તો એ છે કે જે - “ચળવળિયાઓ” ફાવશે તે ઉત્તર વિભાગના કમિશનરે લોકોના માનવંતા
સેવકનું અપમાન કરવાની અને જૂઠાણું બેલવાની હિંમત ધરી છે તેવી હિંમત સરકારી અમલદારે નહિ ધરશે, અને બારડેલીના વધારા જેવા ભયંકર, અગ્ય અને અન્યાયી વધારા સામે લોકોને કંઈક દાદ મળશે.
૧૪૨
Page #151
--------------------------------------------------------------------------
________________
દાઝયા ઉપર ડામ હવે લોકેને બે બેલ. સરકારનું રાજ્ય ફૂટ પડાવવાની નીતિ ઉપર - જ નથી રહ્યું છે. એ આંખમાં ખૂંચે એવી રીતે બતાવવાને માટે સરકારે મોટે ભાગે હિંદુવસ્તીવાળા તાલુકામાં મુસલમાન અમલદારો અને ભાડૂતી પઠાણો ઠસાવવાનું ડહાપણ ડેવ્યું છે. સત્યાગ્રહી તરીકે લેકે સહેલાઈ થી સરકારના પેચને પહોંચી વળી શકે એમ છે. અમલદારે ને પઠાણોને તેઓ મિત્ર સમજે, તેમને અવિશ્વાસ ન કરે, અથવા કોઈ પણ રીતે તેમનો ડર ન રાખે અને તેમને પજવે નહિ. એ અમલદારે આપણું દેશબંધુઓ છે, અને એ પઠાણે આપણું પડેશીઓ છે. સરકારને પોતાની -ભૂલની ખબર પડવામાં અને હિંદુની ઈજજત મુસલમાનને અને મુસલમાનની - ઇજ્જત હિંદુને સરખી જ પ્યારી છે એમ સમજવામાં વાર નહિ લાગે.
આ વસ્તુ પ્રત્યક્ષ રીતે સિદ્ધ કરવાની તક બારડોલીના લોકોની પાસે પડેલી જ છે. સત્યાગ્રહનું શાસ્ત્ર એ પ્રેમનું શાસ્ત્ર છે. એનું તેઓ પૂરેપૂરું પાલન કરશે તે તેઓ આપખુદ કમિશનરનું પાષાણું હૃદય પણ પિગળાવી શકશે.”
આ અલ્પ દેખાતા કાગળે કે મેટો ખળભળાટ મચાવ્યો એ તે આ પછીનાં પ્રકરણોમાં જોઈશું.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૯
ગવાઈ રહેલું બારડોલી
“જો તમે તમારા પાઠ ભજવી શકશેા તા દેશદેશાવરથી લાકા જોવા ઊતરવાના છે, અને આમાંથી જ એક દિવસ હિંદુસ્તાન જાગવાનું છે. ”
મે
મહિનાની આખરે તે ખારડેાલી હિ ંદુસ્તાનમાં ગવાઈ રહ્યુ હતું. ઘણાએ નિરાશાવાદીઓની નિરાશા એણે ઉડાડી દીધી હતી, ઘણાએ કુશકીએની કુશંકાનું એણે કારણુ રાખ્યું નહેાતું. • આ વાણિયા કેમ ટકશે' એમ પૂછવાની પણ હવે કાઈ ની હિ ંમત રહી નહેાતી, એક બહાદુર પારસી ખુવાર થવા તૈયાર થયે હતેા તેને જોઈ તે આખી પારસી આલમ ખળભળી ઉઠી હતી, અને થાડા મુસલમાનેાને હચમચાવનાર મુસલમાન મામલતદારના ખારડેાલીના અડગ મુસલમાનની આગળ હાથ હેઠા પડ્યા હતા. ખારડાલીની સ્ત્રીઓની બહારની બહેન આરત કરતી હતી.
મુંબઈનગરીને પણ બારડેાલીને ચેપ લાગ્યા હતા, મહિના ઉપર મુંબઈ ગયા હતા ત્યારનું મુંબઈ અને આજનું મુંબઈ એમાં. • બહુ ફેર જોયા. મહિના ઉપર ગયા ત્યારે ખારડાલી વિષે અજ્ઞાન, શકા, ઉદાસીનતા હતાં. આ વેળા ખારડાલી વિષે જાણવાની આતુરતા, ખારડાલી વિષે ધન્યવાદા, ખારડાલી સત્યાગ્રહ પત્રિકાએ મેળવી વાંચવાને ઉત્સાહ, અને ખારડાલી સત્યાગ્રહ માટે નાણાં મેાકલવા વિષે પૂછપરછ,
સરદારે મે માહનાની ૯મી તારીખ સુધી નાણાં માટે જાહેર માગણી બહાર પાડી નહોતી, પણ હવે બારડોલી સત્યાગ્રહની લડતે ગંભીર સ્વરૂપ પકડયું છે, ‘છાવણીમાં બહારથી તાલુકાની મદદે આવેલા લગભગ સે સ્વયંસેવકૈા કામ કરી રહ્યા છે, ભરતીનું કામ ચાલુ છે, અને જીંદેનુદે સ્થળેથી . સંખ્યાબંધ ખેડૂતો અને
૧૪૪
Page #153
--------------------------------------------------------------------------
________________
અળાઈ રહેલું બારડોલી ખીજા મહેમાને લડતની રચના જોવા અને રહસ્ય સમજવા આવે છે,' એટલે લડતનું ખર્ચ ગુજરાત અને બૃહદ ગુજરાત આપે એવી સરદારે માગણી .કરી. તાલુકામાંથી આજ સુધી ૧૦,૦૦૦ ઉપરાંત રૂપિયા મળી ગયા હતા, એમાંના માત્ર ૨,૦૦૦ રૂપિયા બહારના હતા. બાકીની રકમમાં ખરડાલી તાલુકાના દરેક ગામની સ્ત્રીઓના નાણાં તે। હતાં જ, કેટલાક આસપાસનાં ગાયકવાડી ગામેાનાં હતાં. સરદારની માગણીને ગાંધીજીએ ટકા આપ્યા અને ખીજે જ દિવસથી નાણાંની ધારા ચાલી. મુંખઈમાં ઘણા મિત્રા પૈસા કત્યાં મેાકલવા ? ’ એમ ઉત્કંઠાથી પૂછતા હતા. એક શ્રીમંત બહેન, જે પ્રેમથી ખારડેલીના ઇતિહાસનું અધ્યયન કરી રહ્યાં હતાં, અને ગુપ્ત રીતે દાન મેાકલતાં હતાં તેમણે વણમાગ્યું પેાતાનું મે મહિનાનું દાન આપ્યું અને લડત ચાલે ત્યાં સુધી માસિક રૂ. ૫૦૦ મેાકલવાનું વચન આપ્યું.
6
•
એ દિવસમાં મુંબઈથી સૂરત આવતી એક ગાડીમાં કરેલા પ્રવાસ વિષે લખતાં મેં ‘નવજીવન 'માં લખેલું:
“ મુંબઈથી રાતની ગાડીમાં પાછા વળતાં ચાર વાગે વલસાડ આવ્યું. અને ખારડોલીની વાત સાંભળતાં જાગ્યા ત્યારપછી તેા ઊંધ આવે જ શેની ? બારડોલીના સત્યાગ્રહીએ આટલા ગવાયા છે, તેા ખારડાલીનુ પઠાણુરાજ પણ ઓછું ગવાયું નથી. રામનું નામ ગવાય ત્યાં સુધી રાવણને કાણ ભૂલશે ? એક ભાઈ પઠાણાના ત્રાસની વાતા કરતા હતા ઃ આ બધું સહન થાય, પણ પઠાણા ભેંસાને ત્રાસ આપે છે, જ્યાંત્યાં પેસી ાય છે, વાડાએ તેાડે છે, બૈરાં ઉપર હાથ નાંખે છે તે કેમ સહન થાય?' મેં કહ્યું: ‘સહન કરવામાં જ તમારી લડત છે. એ સહન ન કરેા તેા તમે ગાંડા થાએ તેની વાટ જોઈને સરકાર બેઠી છે.' એક ભાઈએ સરભાણના જમીદારનાં વર્ણન આપવા માંડચાં: અનાવલા છે. દીકરા તેટલા ઝેર ખાઈને મરી ગયા છે. શાને સારુ હશે ?’
<
એને ઘેર બૈરી નથી,
આ પાપમાં પડતા
અપેારની ગાડીમાં સૂરતથી નવસારી ગયા હતા. પ્લૅટફૉમ ઉપર સત્યાગ્રહ પત્રિકાએ વંચાય, ટ્રેનમાં મુસાફરો મેાટેથી વલ્લભભાઈનાં ભાષણે વાંચે અને બીનએ રસથી સાંભળતા હોય. એક જણ વાંચી રહ્યા એટલે પાસેના ખાનામાંથી આવીને તે વાંચવાને મીન લઈ ગયા. નવસારી
૧૪૫
Page #154
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહના ઈતિહાસ
પ્રકરણ
સ્ટેશનથી ઊતરી નવસારી શહેરમાંથી ખરે ખપેારે ચાલતા જતા હતા; મારા ખભા ઉપર ખાદીની થેલી હતી. એક પારસીને લાગ્યું કે નક્કી આ કાઈ પત્રિકા વહેંચનારા હશે, એટલે મારી પાછળ દોડચા, અને કહે: ભાઈ, બારડોલી પત્રિકા આપતા જાની !'’
6
આમ પ્રકાશનખાતામાંથી નીકળતી પત્રિકાએ ગુજરાતને ખૂણેખૂણે ખરડાલી તાલુકાને ગવાતા કરી મૂક્યા હતા.
6
પણ સરદારને ખારડેાલીના મુદ્દાની હદ વધારવી નહોતી. શ્રી. રાજગોપાલાચાય અને ગંગાધરરાવ દેશપાંડે આ અરસામાં અમદાવાદ આવ્યા હતા. તેમને ખારડેલી આવવાનું બહુ મન હતું, પણ ગાંધીજીએ તેમને રોક્યા અને સરદાર બહુ રાજી થયા. શ્રી. રાજગેાપાલાચા` તામિલ પ્રાંતના નેતા, ગંગાધરરાવ કર્ણાટકના નેતા, અને આવે, અને ભાષણા આપે અને ખારાલીની લડતનું ક્ષેત્ર વધે એ ગાંધીજીને કે સરદારને ગમતું નહેતું. મગનલાલ ગાંધી ગુજરી ગયા, આશ્રમના પ્રાણ ' ગયા એમ વલ્લભભાઈએ લખ્યું, વલ્લભભાઈ નું અંતર વીધાયું અને આશ્રમમાં જઈ આવવાનું તેમને મન થયું. ગાંધીજીએ લખ્યું : ‘મગનલાલની ખેાટ પુરાય એમ નથી, પણ તમે ન આવતા. તમારાથી આજે બારડોલી ન છેડાય. મારી હાજરી તમારા ખીસામાં સમજો. ' ગાંધીજી આરડાલી આવે એ કાને ન ગમે ? પણ ગાંધીજી આવે તે આરડાલીની વધારે પડતી પ્રસિદ્ધિ થાય અને નાહકના ઢગલા માણસા ખારડાલીમાં આવે એ સરદાર નહાતા ઇચ્છતા..
પણ સરદાર ઇચ્છે કે ન ઇચ્છે, ખારડેાલી તેા જગત્રિશીએ ચાયું હતું. કમિશનરના કાગળમાં ‘લોકેાના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દારવનારા ખેડાના ચળવળિયાએનાં ધાડાં તરીકે સરદાર અને તેમના સાથીએનું થયેલું વર્ણન આખા દેશને માથાના ઝાટકા જેવું લાગ્યું હતું. મહાસભાની કાર્યવાહક સભા મુંબઈ માં મળી. તેણે બારડોલીને વિષે ખાસ ઠરાવ કર્યાં, એ ઠરાવથી ખારડાલીના સત્યાગ્રહીએ દેશમાં ગાજી રહ્યા
·
ખારડાલી તાલુકામાં થયેલા
મહેસૂલવધારે અન્યાય છે અને ખાય
અને અયેાગ્ય આધારા પર સૂચવાયેલા છે તેથી તે વધારા વિષે તપાસ
૧૪૬
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૯મું
ગવાઈ રહેલું બારડોલી કરવાને એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટી નીમવી એવી બારડોલી સત્યાગ્રહીઓની માગણે ન સ્વીકારી મુંબઈની સરકાર તેમની સામે જે પગલાં લઈ રહી છે તેની સામે અડગ બહાદુરીથી ટક્કર ઝીલવાને માટે મહાસભાની આ કાર્યવાહક સમિતિ બારડેલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપે છે;
અને બારડોલી સત્યાગ્રહીઓની પડખે ખરે ટાંકણે અને મોટા ભાગે આપીને ઊભા રહેવાને માટે શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓને આભાર માને છે, અને મુંબઈ સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે મુંબઈની ધારાસભાના જે સભ્યોએ પોતાના સ્થાનનાં રાજીનામાં આપ્યાં છે તેમને ધન્યવાદ આપે છે
અને મુંબઈની સરકારે સત્યાગ્રહીઓને દબાવવાને માટે જે ગેરકાયદેસર અને વધારે પડતાં પગલાં લીધાં છે તેની સખ્ત નાપસંગી જાહેર કરે છે;
આ સમિતિએ ઉત્તર વિભાગના કમિશનરે સૂરતના એક ડાકટરને લખેલે પત્ર વાંચે છે, જેની અંદર કમિશનરે શ્રી. વલ્લભભાઈ પટેલ અને અબ્બાસ તૈયબજી અને ડા. સુમંત મહેતા જેવા પ્રજાના કસાયેલા અને વિશ્વાસપાત્ર સેવકેને “લોકેના ઉપરે જીવનારા અને તેને આડે રસ્તે દેરવનાર ચળવળિયાઓનાં ધાડ’ તરીકે વર્ણવ્યા છે, જેની અંદર અનેક ઘણું અતિશયતાભરેલાં વચને એવાં છે કે લગભગ જૂઠાણું કહેવાય; અને આ સમિતિ આ કાગળને અતિશય અપમાનભરેલો અને એક ઊંચે હદે ધરાવનારા અમલદારને ન છાજતો માને છે તેથી આ સમિતિ મુંબઈની સરકારને કહે છે કે એ કમિશનરની પાસે એ કાગળ માટે જાહેર માફી મગાવીને તે ખેંચી લેવાને હુકમ કરે, અને તેમ ન કરે તો તેને બરતરફ કર;
અને આ સમિતિ મુંબઈની સરકારને વિનંતિ કરે છે કે તેણે સત્યાગ્રહીઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટેની વાજબી માગણીને સ્વીકારવી, અને આ લડતે અખિલ ભારતીય સ્વરૂપ પકડયું છે એટલે પ્રજાને આગ્રહ કરે છે કે તેમણે સત્યાગ્રહીઓને તન, મન અને ધનથી મદદ કરવી.”
આ ઠરાવ ઉપરથી માલૂમ પડશે કે મુંબઈની ધારાસભાના કેટલાક સભ્યએ બારડોલીને કારણે પિતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં હતાં. એક આગલા પ્રકરણમાં આમાંનાં ચાર સભ્યોની બારડેલીની મુલાકાત વિષે ઉલ્લેખ થઈ ગયું છે. આમાંનાં રા. બ. ભીમભાઈ નાયક તે ૧૯૨૬થી આ બાબતમાં રસ લેતા આવ્યા જ હતા, અને સરકારની સાથે લખાપટ્ટી ચાલુ રાખી
૧૪૭
Page #156
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ હતી. હવે રેવન્યુ મેમ્બરના કહેવાથી તા. ૫ મીએ તેઓ કમિશનર મિ. સ્માર્ટને મળ્યા, પણ તેમની પાસેથી કશું નવું ન પામ્યા. જે વાત કમિશનરે શ્રી.વલ્લભભાઈને લડતની શરૂઆતમાં કરી હતી તે જ વાત તેમણે રા. બ. ભીમભાઈને કરીઃ “વધારો. સાથે સરકારધારો ભરી દે તે થોડાં ગામમાં અન્યાય થયેલો હોય તેની તપાસ કરશું.” આ પછી તેમણે ધારાસભાના બીજા ગુજરાતના સભ્યો અને પિતા તરફથી ના. ગવર્નરને કાગળ લખે, તેના મંત્રી તરફથી અનેક ઉડાઉ અને ઉદ્ધત જવાબો આવ્યા.
આ પત્રવ્યવહારનો સાર સરકારની ઉદ્ધતાઈ અને દાનત બતાવવા પૂરત આપવાની જરૂર રહે છે. . પિતાના કાગળમાં ધારાસભાના સભ્યોએ સરકારને “ઉદ્ધત કહી હતી, તે માટે સરકારે તેમના કાગળને ધ્યાનમાં લેવાની પણ ના પાડી. ધારાસભાના એ ભલા સભ્યોએ દિલગીરીનો પત્ર લખ્યો. અને “ઉદ્ધત’ શબ્દ કાઢી નાંખ્યો, ત્યારે તેમને આ મતલબનો જવાબ મઃ “અમને કશું કહેવાનું નથી. ડાં ગામના વર્ગ ચડાવેલા હતા તે ઉતાર્યા, હવે અન્યાય શો રહ્યો? બારડોલી તાલુકાના ખેડૂતોના પાકમાં ૨૦ ટકા વધારો થયો છે, એટલે ૨૦ ટકા વધારો મહેસુલમાં થવો જોઈએ. વળી તમે ધારાસભાના મતની વાત તે ભૂલી જ જતા લાગો છો! ૪૪ વિરુદ્ધ ૩૫ મતથી બારડોલી ઉપર તમે હારી ગયા તે વસ્તુ શું બતાવે છે!”
ધારાસભાના સભ્યો કાંઈ નમ્રતામાં પાછા હઠે એમ નહોતું. તેમણે પાછી વિનંતિ કરી વળી લખ્યુંઃ “તમે સરકારી અમલદાર તરફથી તપાસ થાય એવી અમારી મોળી માગણી પણ ન સ્વીકારો એ આશ્ચર્ય છે, અમારે રાજીનામું આપવું જ જોઈએ.” એટલે ગવર્નરને ખાનગી મંત્રી તેમને બનાવે છે અને લખે છેઃ “ભલા માણસ, સરકારી અમલદાર મારફત તપાસની પણ ના પાડવાનું તમે લખો છો એ ખોટી વાત છે !' ' ભલા સભ્યોને લાગે છે કે હવે તો બારી ખૂલી, એટલે તરત લખે છેઃ “આપ સરકારી અમલદાર મારફતે તપાસ કરાવવા ખુશી છે જાણીને અમને આનંદ થાય છે. જે એટલું આપ કરો તે અમે તો વલ્લભભાઈ
૧૪૮
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી પાસે એવી તપાસ પણ સ્વીકારાવીએ.”, એટલે પેલો બંધ મંત્રી જવાબ આપે છેઃ “અરે, રામરામ ભજે, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તે તમારી ભૂલ છે.”
ઉદ્ધતાઈની કમાલના આ નમૂના પછી ધારાસભાના સભ્યો રાજીનામું આપવામાં કશું દુઃખ ન માને એમાં કાંઈ આશ્ચર્ય છે ! રાજીનામાના પત્ર ઉપર શ્રી. દાદુભાઈ દેસાઈ અને શ્રી. જીવાભાઈ પટેલ (ખેડાના સભ્ય), શ્રી. જેઠાલાલ સ્વામીનારાયણ (અમદાવાદના સભ્ય), શ્રી. વામનરાવ મુકાદમ (પંચમહાલના સભ્ય) શ્રી. ભીમભાઈ નાયક અને શિવદાસાની (સૂરત જિલ્લાના સભ્ય), અને શ્રી. દીક્ષિત (સૂરત શહેરના સભ્ય), આ સાત સજજનોની સહી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું:
જ્યારે કેઈ સરકાર પોતાની જવાબદારીનું ભાન ભૂલી કાયદાને ગંભીર ભંગ કરે છે, અને બારડોલીના લોક જેવા ઉત્તમ અને નરમ લોકેને છંદવાને પ્રયત્ન કરે છે, ત્યારે સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે ધારાસભાનાં અમારાં સ્થાનનાં રાજીનામાં આપવાની અમારી ફરજ લાગે છે.” - આના થોડા દિવસ પછી શ્રી. અમૃતલાલ શેઠ અને શ્રી. હરિભાઈ અમીનનાં રાજીનામાં પણ ગયાં.
સરદાર મહાસમિતિને ટાંકણે મુંબઈમાં હતા. કાર્યવાહક સમિતિના સૌ સભ્યોએ તેમને ખૂબ આવકાર આપે. જે સરદારે ઈયું હેત તે બધાંને બારડોલી ખેંચી લઈ જઈ શકત, પણ કોઈને આગ્રહ ન કર્યો. પંડિત મોતીલાલજીએ તેમને વિનોદમાં કહ્યું: “તમારી સ્વતંત્રતાનો વીમે ઉતારવાને કઈ તૈયાર થાય તે કેટલું પ્રિમિયમ લે? ” સૈને લાગતું હતું કે સરદાર સુરતમાં સરકારની જેલના મહેમાન થશે, ગાંધીજીને તેમનું સ્થાન લેવા જવું પડશે, અને બારડોલી તુરત અખિલ ભારતીય પ્રશ્ન થઈ પડશે. પણ શ્રી. વલ્લભભાઈએ તો ન કેાઈને આવવાને આગ્રહ કર્યો, ન કોઈને સૂચના સરખી કરી. સરકારને બારડોલીને મુદ્દાને અવળો અર્થ કરવાની તક મળે એ શ્રી. વલ્લભભાઈ કોઈ કાળે થવા દે એમ નહોતું.
'૧૪૯
Page #158
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
- પ્રકર છતાં ડા. અનસારી, મૈલાના શૌકતઅલી, અને મૂલવી મહમદ બલોચ બારડોલી ગયા. બારડોલીમાં અનેક સત્યાગ્રહી મુસલમાનો હતા, અને સૂરતના મુસલમાનોને પણ આગ્રહ હતો એટલે તેને વશ થઈને તેઓ ગયા. ખરી વાત એ છે કે ડા. અનસારી બારડોલી ન ગયા પણ સૂરતમાં રહીને તેમણે બારડોલીનું કામ કર્યું, તેમણે સુરતના મુસલમાનોને બારડોલી, સત્યાગ્રહમાં સક્રિય સાથ દેવાની અને સરકારને કશા પ્રકારની મદદ ન દેવાની સલાહ આપી. મૈલાના શૌકતઅલી અને મૌલવી મહમદ બલોચ તો બારડોલી ગયા અને સત્યાગ્રહીઓનું સંગઠન જોઈને ખુશખુશ થઈ ગયા.
બીજી તરફથી પારસી ખાતેદારના ઉપર ગુજરતા ત્રાસથી ખેંચાઈને શ્રી. ભરૂચા અને શ્રી. નરીમાન બારડોલી આવ્યા, અનેક. ગામમાં ગયા, અને લોકોને ઊલટપાલટ સવાલ પૂછીને ખાતરી કરી કે બારડોલી તાવણીમાંથી પસાર થશે. શ્રી. નરીમાને પિતાના એક ભાષણમાં સરકારની દમનનીતિ ઉપર સખ્ત પ્રહાર કર્યો:
આપણને કહેવામાં આવે છે કે બ્રિટિશ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાયાં છે અને ચોર, ડાકુ અને પીંઢારાનું નામ નથી રહ્યું. બીજે તો ગમે તેમ હોય, બારડેલીમાં આજે પઠાણું અને મવાલીનું રાજ છે. મુંબઈમાં જે પઠાણની હિલચાલ ઉપર ચોવીસ કલાક પોલીસ ચેકી રાખે છે તેમાંથી આ પઠાણોને અહીં બોલાવ્યા છે. આ ભાડૂતી પઠાણ લાવીને સરકારે પિતાની જેટલી લાજ બેઈ છે તેવી બીજી કોઈ પણ રીતે ન ખોઈ હોત.”
શ્રી. ભરૂચા વળી એકવાર આવ્યા. આ વેળા સંતક વકીલ તેમની સાથે હતા. બંનેએ મુંબઈ જઈને પારસી કોમને એક અપીલ કરી ને તેમાં જણાવ્યું કે પારસીઓએ બારડોલીમાં ચાલી રહેલા અત્યાચારોની સાથે સીધે અથવા આડકતરો જરાય સંબંધ ન રાખ.
મુંબઈના યુવક સંઘની ભેસાણિયા બહેને બારડોલીનાં ગામડાંમાં થોડા દિવસ ગાળવા આવી, લોકેાની સ્થિતિ નજરે જોઈ ચોધાર આંસુ પાડ્યાં, “અમારી જિંદગીની સાચી કેળવણી અમને આ દિવસોમાં મળી એમ એકરાર કરીને તેઓ
૧૫૦
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૯મું
ગવાઈ રહે બારડોલી મુંબઈ ગઈ અને ત્યાં પિતે જોયેલાં દશ્યનાં વર્ણન આપ્યાં જેથી મુંબઈને યુવક અને વિદ્યાર્થીવર્ગ ખળભળી ઊઠયો. આ પછી આ યુવકેમાં જે અજબ ચેતન દેખાયું, તેમણે મોટાં સરઘસ કાઢવાં, અને સત્યાગ્રહ ફંડને માટે ઘેરઘેર ફરીને જે ફાળા કર્યા એ બધું આ બે બહેનની બારડોલીયાત્રાને પ્રતાપે હતું. આ . શ્રી. જયરામદાસ દોલતરામ (સિંધ તરફથી ધારાસભાના સભ્ય) બારડોલી માટે ખાસ ભરાનારી સૂરત જિલ્લા પરિષદના પ્રમુખ ચૂંટાયા. બારડોલીનાં ગામડાં નજરે જોયા વિના એમને પ્રમુખપદ લેવું ઠીક ન લાગ્યું. એમણે ઘણું ગામડાં જેવાં અને પિતાના ભાષણમાં જે જે જોયું હતું તેને તાદશ ચિતાર ઉતાર્યો. જે પરિષદ બે મહિના ઉપર ભરવાની શ્રી. વલ્લભભાઈએ સલાહ નહતી આપી તે ૨૭ મી તારીખે સુરતમાં ભરાઈ આવી પરિષદ સૂરતના લોકોની જાણમાં અગાઉ કદી ભરાઈ નહોતી.
હજારો માણસો જિલ્લાના દરેક તાલુકાના ખૂણેખૂણાની ગામમાંથી ઊભરાયાં હતાં. બારડેલીની ગાડીઓના ડબાનાં ચડવાનાં પાટિયાં ઉપર પણ મુસાફરે ઊભા હતા! સહેજે ૧૦-૧૫ હજાર માણસો મંડપમાં હશે, અને મંડપમાં ન દાખલ થઈ શક્યા એવા હજારો બહાર રહી ગયા હતા. બારડોલીના સત્યાગ્રહ વિષે કોને કેટલો ઉત્સાહ હતો તે જણાવવાને માટે આ અપૂર્વ દશ્ય પૂરતું હતું. બારડોલીથી રાનીપરજની બાળાઓને ખાસ સત્યાગ્રહનાં ગીત સંભળાવવાને માટે લાવવામાં આવી હતી. એ સરળ ને નિર્દોષ બાળાઓને સભાક્ષોભ જેવી વસ્તુ નહોતી. ગાવાનું કહ્યું એટલે કોયલની જેમ ટહૂકી ઊઠી. બારડોલી ન જનારને પણ એ સત્યાગ્રહગીત સાંભળવાનો લહાવો મળ્યો. મંડપના થાંભલા ઉપર બારડોલીમાં જોવામાં આવતાં આજનાં પાપપુણ્યનાં દાનું ‘ચિત્રમય જગત” ટાંગવામાં આવ્યું હતું.
- શ્રી. જ્યરામદાસનું ભાષણ અનેક રીતે ઉત્કૃષ્ટ કોટિનું હતું. એમાં પ્રશ્નનો સુંદર અભ્યાસ હતા, અભ્યાસ જેણે ન કરેલો હોય તેને માટે આખા પ્રશ્નની વિગતોનું સટીક ટાંચણ હતું. એમાં નમ્રતા હતી, પણ તે સાથે નીડરતા હતી, સરકારની ત્રાસનીતિની
૧૫૧
Page #160
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
સખત ઝાટકણી હતી. ગવર્મેત્રણ પ્રસંગે સ્વતંત્રતાથી વચ્ચે પડ્યા હતા તેવી રીતે આ ભયંકર અન્યાયની ખાખતમાં વચ્ચે પડે એવી યુક્તિયુક્ત સૂચના હતી, અને ૧૨મી જૂનના દિવસ આખા દેશમાં ‘ખરડાલી દિન તરીકે ઊજવવામાં આવે એવી દરખાસ્ત હતી. સરકારનું અનેકવાર ખેાલવામાં આવેલું પોકળ શ્રી. જયરામદાસે પેાંતાની રીતે વધારે પાકળ કરી બતાવ્યું હતું, અને ગયા માના ધારાસભાનેા વેટ’જેને સરકાર ડૂબતાના તરણાની જેમ પકડી રહી હતી તેનું મિથ્યાત્વ સરસ રીતે સિદ્ધ કર્યું હતું. સરકાર શા સારુ ઉધાડું કહી નથી દેતી કે અમે નર્યાં પશુબળ ઉપર અને સત્તાના જોર ઉપર ખડા છીએ ? જે વસ્તુને નીતિની દૃષ્ટિએ કશા બચાવ-ન થઈ શકે તેના જૂઠ્ઠાણાંવાળી અને ભ્રામક દલીલોથી બચાવ કરવામાં શું હાંસલ છે?” પઠાણુરાજની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું, “ ધોળે દહાડે પઠાણે ચેરી કર્યાના બનાવ પછી એક દિવસ પણ તેમને ખારડાલી તાલુકામાં રાખવા એ આ સરકારને માટે અત્યંત શમભરેલું છે.'' ખારડાલીમાં ચાલી રહેલા સિતમેાનું અને તાલુકાની ભવ્ય શાંતિનું વન આપી તેમણે જણાવેલું : “ સરકારી ચશ્માં ઉતારી તાલુકાના કાઈ પણ ગામડામાં ફરી આવે. ખારડોલીનાં ખેડૂત, સ્ત્રીઓ, બાળકૈા સા કાઈ આ આગેવાન અને પ્રજાસેવા ઉપર કેટલાં મરી પીટે છે. મુંબઈ સરકારની જુલમ નીતિના કાળા ડાધ જેમ તેના તંત્રમાં કાયમ રહેવાના છે તેમ તેના જવાબદાર વડા અમલદારાની પ્રજાસેવકા પ્રત્યેની ઉદ્ધતાઈનું આ ન ધાવાય એવું કલંક પણ તેની તવારીખમાં કાયમ રહેશે. ’
22
આ પછી શ્રી. વલ્લભભાઈને ખેલવાની વિનંતિ કરવામાં આવી. કેટલાય સમય સુધી એમને વધાવનારા હ ધ્વનિ મંડપને ગજાવી રહ્યા, અને તેમણે ખેલવા માંડયું એટલે શાંતિ છવાઇ. મંડપના ખૂણેખૂણામાં તેમને અવાજ પહાંચતા હતા. લેાકેા ખીજાં કાંઈ નહિ તેા વલ્લભભાઈનું તે દિવસનું ભાષણ સાંભળીને જ પેાતાને કૃતકૃત્ય માનવા લાગ્યા—એટલું ભાષણમાં તેજ હતું, એટલી વીરતા હતી, એટલું સત્યનું ખળ
૧૫૨
66
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૯ મું
ગવાઈ રહેલું આરહેલી હતું, સામાન્યમાં સામાન્ય માણસની બુદ્ધિમાં પણ આખી વસ્તુ પ્રવેશ કરે એવી વાણી અને વિચારની સરળતા હતી. આખા ભાષણને ધ્વનિ એ હતો કે આજે બારડોલી નીડર બન્યું છે; બે ને બે ચારને બદલે બે ને બે ચૌદ કહેનારા અમલદારો ગમે તેટલા દબાવે, ધમકી આપે, જમીને લઈ લે, તોપણ પિતાની ટેક છોડવાનું નથી; બારડોલીમાં આજે આબરૂદાર સરકારનું રાજ્ય નથી, પણ ગુંડાઓ અને ચેરલૂંટારાનું રાજ્ય છે એમ જણાવી સરકારની ત્રાસનીતિને તેમણે સરસ રીતે ઉઘાડી પાડી હતી. | સ્વાગતમંડળના અધ્યક્ષે દીનભાવે સરકારને સૂચના કરી ન હતી કે તે મૂંગા બળદ જેવા ખેડૂતો ઉપર રહેમથી વર્તે.
શ્રી. વલ્લભભાઈએ એ દીનતાને ખંખેરી નાંખવાનું કહ્યું અને જણાવ્યું કે ખેડૂત દયાપાત્ર પશુ નથી, પણ વીર પુરુષ છે; ખેડૂતના ઉપર સૈને, સરકારને સુદ્ધાં આધાર છે; અને એ ખેડૂતને ન્યાય આપ્યા વિના સરકારને આરો નથી, ને ન્યાય આપે તો સરકારનું રાજ્ય રેલાવાનું છે.
આ પરિષદ બારડોલીમાં જે ચાલી રહ્યું હતું તેનું પ્રતિબિંબ હતી. બારડોલીમાં જે આપભોગની રેલ ચાલી રહી હતી. તેના પ્રવાહમાં અવગાહન કરી પુનિત થવા જાણે લોકે ઊભરાયા હતા. બહારના તાલુકાના કેટલાય ખેડૂત જેમણે જિંદગીમાં કદી પરિષદ જોઈ નહોતી તે આ પરિષદમાંથી નવું તેજ અને જેમ લઈને ઘેર પાછા વળ્યા.
આ ચિત્ર છોડી વળી પાછા બારડેલી આવીએ. બારડોલી થાણામાં મહેમાનોની ભરતી ચળ્યા જ કરતી હતી. શીખભાઈઓ, જેમને “ગુરુ-કા-બાગ’નાં સ્મરણ તાજાં થતાં હતાં તેમણે ઘણીવાર તાર કરીને પિતાના સ્વયંસેવકો મોકલવાની માગણી કરી હતી, અને શ્રી. વલ્લભભાઈએ તેનો સાભાર અસ્વીકાર કર્યો હતો. પણ હવે તો સરદાર મંગલસિંગ જાતે બારડોલી આવ્યા અને પંજાબમાં • જઈને બારડોલીનાં ગુણગાન કરવા લાગ્યા. પંજાબ પ્રાંતિક સમિતિએ ડા. સત્યપાલને બારડોલીની લડત જેવાને માટે ખાસ મોકલ્યા હતા. તેમણે અનેક ઠેકાણે હરખઘેલાં ભાષણ કર્યા.
૧૫૩
Page #162
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ . . શેઠ જમનાલાલ બજાજ પિતાને બારડોલીના યાત્રાળુઓમાં ગણીને ધન્ય માનવા લાગ્યા, અને અનેક સભાઓમાં તેમણે કહ્યું, હું તે બારડોલીને યજ્ઞ જેઈને પુનિત થવા આવ્યો છું.
મહારાષ્ટ્રથી શ્રી. જોષી અને પાટસ્કર તટસ્થભાવે બધું જોવા આવ્યા. ગાંધીજી, કે અસહકારની સાથે તેમને ઝાઝું લાગતુંવળગતું નહતું, પણ ખેડૂતોને માટે ઉપાડેલી લડત જવાને, અને સત્યાગ્રહ કેવી રીતે ચલાવાય છે તે જોવાને તેમને રસ હતો. બારડોલીથી પાછા વળતાં શ્રી. જોષીએ એક અંગ્રેજ કવિનું પ્રસિદ્ધ વચન ટાંકીને કહ્યું, “ઠેકડી કરવા આવ્યા હતા પણ સ્તુતિ કરતા જઈએ છીએ.”
આમ આ બધા મંત્રમુગ્ધ શા સાર થઈ જતા હતા? આ અપૂર્વ લડત છે, બારડોલી ધર્મક્ષેત્ર છે એમ સૌ એકેઅવાજે કેમ પોકારતા હતા ?
અનેક વસ્તુઓ હતી. તાલુકામાં સરકારી રાજ્ય રહ્યું નહોતું અને જુદી જ સરકારનું રાજ્ય ચાલતું હતું એ સા કેઈને ભાસતું હતું. લડત રાજ્ય સામે નહોતી પણ રાજ્યના સ્થાનિક પ્રતિનિધિઓની સાથેના અસહકારમાંથી આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. સરકારના માણસોને કોઈ સગવડ જોઈએ તો તે બારડોલીના થાણામાં પૂછવા આવે; સરકારને પિતાના તારટપાલ મારફતે સંદેશા પહોંચે તેના કરતાં વધારે જલદી સરદારને પિતાનાં માણસો મારફતે સંદેશા પહોંચે.
લોકે કારાગ્રહવાસ ભોગવી સરકારથી આમ સ્વતંત્ર થઈને બેઠા હતા, પણ બારડેલીનાં સવાસો ગામોમાં ભાગ્યે જ કોઈ એવું હોય કે જેને બીજા ગામમાં શું બનતું હતું તેની ખબર ન હેય. ગામનું એ સંગઠન પણ બહારથી આવનારાઓને આશ્ચર્ય પમાડે એવું હતું. સત્યાગ્રહીઓમાંથી કેટલાક – સેંકડે એક ટકે. જેટલા – પડ્યા હતા ખરા, પણ ઢગલાબંધ ગામે એવા અભેદ્ય દુર્ગ સમાં હતાં કે જેમાંથી એક કાંકરી પણ ખરી નહતી. ઇસરેલી ગામે દરેકેદરેક ખાતેદારને ખાલસાની નેટિસ મળી હતી. તાલુકાનાં ચાર ગામમાં સરકારે વધારે કર્યો નહોતે તેમાંનું
૧૫૪
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી આ એક ગામ હતું, અને વધારે ન કર્યો છતાં લડતમાં જોડાવાને માટે આટલી આકરી તાવણી ત્યાં થઈ હશે. બાકીનાં ત્રણ ગામેં. તો કોળી, રજપૂત અને દૂબળાનાં હતાં, પણ ચારે ગામે સરકારી નોકરોના મેલા હુમલાઓ છતાં અખંડ અડગ ઊભાં હતાં. “આખા તાલુકાની સાથે તરવું કે મરવું” એ સરદારની વાત તેમની રગેરગમાં ઊતરી ગઈ હતી. સરભાણ જેવાં ગામ જે લડાઈમાં ડાં ઊતર્યા હતાં તે તો આખા તાલુકાના નાકરૂપ થઈ પડ્યાં હતાં. કાયદેસર પગલાં લેવા જતાં સરકારને ખબર પડી કે તેનાં હથિયાર કેટલાં નકામાં થઈ ગયાં હતાં. સરકારને કોઈ પગી નહોતો મળતો, લિલામની વસ્તુઓ લેનાર એકે પ્રામાણિક સજજન નહોતો મળતે, જમીન ખરીદનાર તાલુકાને કે બહારનો એક પ્રતિષ્ઠિત ખાતેદાર નહોતો મળતો.
એક બાજુથી આ ગ્રામસંગઠન અને બીજી બાજુથી સરદારની કુશળ વ્યુહરચના સોને આશ્ચર્ય પમાડતી હતી. સરકાર કાયદેસર લડે તો તો બહુ મહેનત કરવાપણું નહોતું, પણ કાયદાને કેરે મૂકીને ચાલનારા અથવા તો કાયદામાં મૂકેલી મર્યાદાનો ભંગ કેવી રીતે કરી શકાય એના જ વિચારમાં નિશદિન ભમતા, કૂડકપટ, પ્રપંચ, જૂઠાપણને ડગલેડગલે આશ્રય લેતા સરકારના સ્તંભે સામે ઊભા રહેનારા ભડ થાણદારો સિવાય સરદાર પણ શું કરત? એક તરફથી સરકારને મદથી છકેલા, જેમને જુવાની - તેમજ અમલનો બેવડો મદ ચડેલો છે, અને તેને કાબૂમાં રાખવાને અકકલ નથી એવા” માણસે મળ્યા હતા. બીજી તરફથી સરદારને - કુંદન જેવા સાથી મળ્યા હતા, સરદારને સાચી પરિસ્થિતિથી વાકેફ કરનારા, નબળાઈ ન ઢાંકનારા, અને સરદાર પણ જેની પવિત્રતાને નમે એવા સાથીઓ મળ્યા હતા.
' અને આ થાણદારોના કિલ્લા સ્વયંસેવકોની સેના વિના શી રીતે નભી શકત ? એ લોકોને તાપ, તડકે અને તરસ જેવી વસ્તુ નહતી. ગમે તે રસ્તે કાળી રાતે જતાં એમની છાતી ડગતી નહોતી. પત્રિકાઓ વહેંચવા કે પત્રિકાનો મસાલે ભેગે કરવા ઉજાગરા કરીને પણ તેઓ અમુક સમયે મુખ્ય થાણે અને મુખ્ય :
૧૫૫
Page #164
--------------------------------------------------------------------------
________________
આડાલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
ગામે પહેાંચવાને આગ્રહ રાખતા. સરકારી ગુપ્તચર ખાતાને આશ્રય પમાડે એવી રીતે આ સ્વયંસેવકે સરકારના ડગલેડગલાની બાતમી મેળવતા, કલેક્ટર જેવા અમલદારની હિલચાલની તપાસ રાખતાં જરાય ડરતા નહિ, નાનામાં નાનું અને હલકામાં હલકું દેખાતું કામ કરવાના હુકમ ઉઠાવતાં તેમને નાનમ લાગતી નહેાતી. એક રાનીપરજ સ્વયંસેવકે તા આવી સેવા કરતાં છાવણીમાં જ મૃત્યુભેટ કીધી. સરદારના આ તત્રે સરકારના મેાટા મોટા પગારદારાથી ચાલતા `અમલદારના તંત્રને પાંગળું કરી મૂક્યું હતું.
અને સૈાની મેાખરે સરદાર ! આઠે પહેાર કાલે શું કરવું તેની ચિંતા કરતા, કાળામાં કાળાં વાદળ આવશે તેા તેને અમુક રીતે પહેાંચી વળશું એવા ઘાટ ઘડતા, પકડવાના હુકમ કાલે આવશે એમ માની આથી તેની તૈયારી રાખતે, હજાર હુકમ કાઢતા, અહીં આશ્વાસન દેતેા, પણે હસાવતા, અહીં ઠપકો આપતા, પણે અમલદારાને ઉઘાડા પાડતા, પેાતાના જ મનાઈહુકમને પરિણામે રાજ પાંચપાંચ સાતસાત ભાષણા કરવાની સજા સુખે ભાગવતે, હું નિર્ભીય તે। છું, છતાં અત્યારે કાંટાની પથારી ઉપર સૂતૅલે છું, કારણ તમે ભેાળા છે,' એમ કહી સ્થાનેસ્થાને સાતે ચેતવતા, સર્વવ્યાપી સરદાર સૌ કાઈનું આકર્ષણ કરે. તેમાં નવાઈ શી?
અને એ સાના કરતાં વધારે આશ્ચર્યજનક હતી ખારડોલીની અહેનાની જાગૃતિ. આ બહેનેાએ પ્રેક્ષકાનાં આટલાં ધાડાં કદી જોયાં “ નહાતાં. આ બહેને એ કદી સ્વપ્ને પણ એવા ખ્યાલ નહોતા રાખ્યા * તેમનાં પરાક્રમ જોવાને માટે આખા દેશ ખારડેાલીમાં ઊલટશે. પણ એથી સાવ અક્ષુબ્ધ, સાને નિર્મળ, સરળ ભાવે મળતી અને જવાબ આપતી, દિવસેદિવસે ચડતી જતી ત્રાસની ભરતીમાં ઉલ્લાસ માનતી, ધરમાં પેાતાના પુરુષોને હિંમત આપતી, આખા દિવસ ધરમાં પુરાઈ રહી ખાળબચ્ચાં અને ઢારની સંભાળ રાખી, રાત્રે સરદારની સભાઓમાં ઊભરાતી એ વીરાંગનાઓને જોઈ ને કાને આશ્ચય ન થાય ! અને એ અભણ બહેનેામાં તે વળી યિત્રીએ જાગી હતી. કબીરને નામે ચાલતા ભજનની એકાદ કડી લઈને
૧૫
Page #165
--------------------------------------------------------------------------
________________
બહેનેની એક સભા
પા, ૧૫૬
Page #166
--------------------------------------------------------------------------
Page #167
--------------------------------------------------------------------------
________________
ગવાઈ રહેલું બારડેલા તેને ચાલુ લડત ઉપર ઘટાવી દઈ તેમણે રચેલાં સત્યાગ્રહગીતામાંથી એક તે વરાડ વિભાગનાં ગામેગામમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું:
સમજીને બાંધે હથિયાર રે, જ્ઞાનીને ઘોડે-ટેક. શીલ સંતોષનાં બખતર પહેરજે રે,
ધીરજની બાંધે તમે ઢાલ રે, જ્ઞાનીને ઘડે.. શરા હેય તે તે સન્મુખ લડશે રે,
ગાફેલ તે ખાશે માર રે, જ્ઞાનીને ઘડે જુદ્ધને મારગ સહેલ ન હોય રે,
ચડવાં ખાંડાં કેરી ધાર રે, જ્ઞાનીને ઘડે. સતના સંગ્રામમાં ચડવું છે આપણે રે,
ચોપે ચેતી ચાલે નરનાર રે, જ્ઞાનીને છેડે જુલમના જુલમગારે ઝાડ ઉગાડી રે, ન રૈયતને કીધી બહુ હેરાન રે, જ્ઞાનીને ઘડે. આજ સુધી તે અમે ઊંઘમાં ઊંધી રે,
- મળીઆ ગુરુને લાગ્યું જ્ઞાન રે, જ્ઞાનીને ઘડે. જુલમીની સાથે ભાઈએ ન્યાયથી ઝૂઝવું રે,
આજે શીખ્યાં એ સાચો ધર્મ રે, જ્ઞાનીને ઘોડે. ધર્મની વારે મારે પ્રભુજી પધારશે રે,
હારી જાશે જૂઠો અધર્મ રે, જ્ઞાનીને ઘડે.
કહે છે વલ્લભભાઈ, સુણો નરનારીઓ રે,
અંતે જરૂર આપણું જીત રે, જ્ઞાનીને ઘોડે. - વલ્લભભાઈનું વેણ તમે પાળજો રે,
એવી આ બહેનની આશિષ રે, જ્ઞાનીને ઘોડે. આ બહેનો સભામાં આવતી હતી એ તો અનેકવાર લખાઈ ચૂક્યું, પણ હવે એ બહેન પિતાની સ્વતંત્ર સભાઓ કરવા લાગી હતી. ગામડાની મુસલમાન બહેને સભા કરે, તેમાં મણિબહેનને બોલાવી ભાષણ કરાવે અને તેમને સત્યાગ્રહને માટે થેલી અર્પણ કરે એ આ સત્યાગ્રહયુગમાં જ સંભવી શકે એમ સૈાને લાગતું હતું. પણ બ્રાહ્મણ બહેનોની સભા, અને એ પછી અનેક સ્ત્રીસભાઓ.' બહેનોને લડતમાં રસ લેતી કરીને સરદારે અર્ધી લડત જીતી લીધી હતી એમ કહેવામાં જરાય અતિશયતા નથી. .
૧૫૭
Page #168
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ . અંતે લડત ચલાવવામાં લોકે કેટલી ખામેશા રાખી રહ્યા હતા, સામાન્ય ખેડૂતો પણ કેટલું તેજ બતાવી રહ્યા હતા તેનાં એક ચિત્ર આપી આ લંબાયેલું પ્રકરણ પૂરું કરીશ.
સરભેણ ગામમાં પોણોસો વરસના એક પેન્શનર દેશાઈ જેમણે બિચારાએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરી નહોતી તેમને દબાવવાને માટે નવા જમીદારસાહેબે તેમના બારણે રાતદિવસનો ઘેરે ઘલાવ્યો. આગલે બારણે બંદૂકવાળો પોલીસ અને પાછલે બારણે બે પઠાણે ! અમે ત્યાં પહોંચ્યા ત્યારે ૧૫ કલાકને એ પહેરે થઈ ગયો હતો. આગલી રાત્રે બે અઢી વાગ્યાથી શરૂ થયો હતો. સામાન્ય રીતે ઘરમાં ભરાઈ રહેતાં છતાં સભાઓને માટે, હાજતેને માટે, માણસો બહાર નીકળતા. અહીં આવી રીતે બહાર નીકળવાનું બને કે તુરત જ ઘરમાં જમી લઈ જવી એવા ઇરાદાથી ૨૪ કલાકનો ઘેરો ઘાલ્યો હતો, એટલે જપ્તીમાંથી બચવું હોય તો પિસાબપાણીની હાજતે પણ ઘરમાં કરવી, ઢોરને પણ પાણી પાવાનાં સાંસાં ભેગવવાં એવું થઈ પડયું હતું. અને આ “ઘેરે” તે કોની સામે! એક પિણોસ વર્ષના પેન્શનર અને તેમની સ્ત્રી – ઘરમાં બે જ જીવ – એમની સામે. આ હેવાનિયતભરેલો ઘેરે બીજે જ દિવસે “ઉપરના” હુકમથી ઉઠાવી લેવામાં આવ્યો હતો, પણ અમે ગયા ત્યારે તો ડોસે ડોસી બંને પ્રસન્નતાથી ઘેરા સામે ઝૂઝી રહ્યાં હતાં. મેડીની બારીએ બેસી ડોસી માળા જપતાં હતાં. વલ્લભભાઈએ પૂછયું: “કેમ માજી ! ગભરાતાં નથી ના ?” “ના, ભાઈ તમારો આશરે છે ને!” વલ્લભભાઈએ કહ્યું: “મારે નહિ, રામજીને આશરે.” કેઈએ પૂછ્યું: “પઠાણપોલીસ પડ્યા છે તે ?” માજી કહેઃ
ભલે પડ્યા. એ ન આવ્યા હતા તે સરદારનાં પગલાં આપણે ઘેર કયે દિવસે થવાનાં હતાં!' - એકે તિરસ્કારનું કે કૈધનું વચન નહતું, અધીરાઈ નહોતી; બીજાઓને થતા ક્રોધને પણ શમાવી દે એટલી માછની શાંતિ હતી.
આ અરસામાં હું એક દિવસ બારડોલી ગયો ત્યારે રસ્તામાં રાયમ ગામના એક ખેડૂત ગોસાંઈભાઈ મેં મલકાવતા ગાડું જોડી
૧૫૮
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૯મું
ગવાઈ રહેલું બારડેલી -જતા હતા. મને તેમણે ગાડામાં બોલાવી લીધો. એમના , મલકાટનું કારણ શ્રી. મોહનલાલ પંડ્યાએ મને જણાવ્યું. પંચ
થવાનો હુકમ ન માનવાને માટે એમને કોર્ટનું તેડું આવ્યું હતું. એમનો હરખ ન માય. ઘણું મહિનાની સજા થાય તો કેવું સારું એમ કહેતા હતા. “આ પહેલીવાર કેરટને પગથિયે ચડવાને. મારા ગામમાંથી કઈ પણ જણ છેલ્લાં પચાસ વર્ષમાં કેરટને બારણે ચડજો નથી,' એમ તેમણે મને ખબર આપી. એમની સામે ફરિયાદ કરનાર ફોજદાર હતો. ફોજદારે ફરિયાદ કરી કે આ માણસને પંચ થવાને હુકમ કર્યો, એણે ન માન્યું. કેવો હુકમ કર્યો, એમ પુછાતાં તેણે હુકમની નકલ રજૂ કરી. તેની અને મેજિસ્ટ્રેટની વચ્ચે થતી વાતો એટલે તેની જુબાની તે જ બેલે અને તે જ સાંભળે ! આપણું ખેડૂતને જ્યારે આ જુબાની વાંચી સંભળાવવામાં આવી ત્યારે તે તો આભો જ બની ગયે. જ્યાં બેઠા હતા ત્યાંથી ઊછળી ઊભો થયો, અને ફોજદાર સામે જોઈને બોલવા લાગેઃ “સાહેબ, ઈશ્વરને સાક્ષી રાખીને બેલો છો કે ? સાચું બોલો છો કે તમે મને લેખી હુકમ આપે છે?” ફરી બેઃ ઈશ્વરને સાક્ષી રાખીને સાચું કહો.” પણ ફોજદાર તેના તરફ જુએ શેને ? ખેડૂતની આંખો લાલ થઈ “ઈશ્વરના નામ ઉપર આમ અત્યાચાર થતો હશે ?' એ વિચારથી તેનું હૈયું ઘવાયું. કેર્ટમાં જૂઠાણાની કાંઈ નવાઈ છે? પણ આ બિચારો કોઈવાર એ “ન્યાયમંદિર માં ગયો હોય તો ના? પણ એ ફેજદારને વિષે પણ આ ખેડૂતને કડવું વેણ કહેતે ભાગ્યે જ કોઈએ સાંભળ્યો હશે.
આ પ્રકારનું શાંત તેજ તાલુકામાં જ્યાંત્યાં જોવામાં આવતું હતું અને એ જોવાને લોકોનાં ટોળાં જ્યાં ત્યાંથી ઊતરતાં હતાં. પ્રકરણને આરંભે ટાંકેલા ઉગારો સરદારે ચાર મહિના ઉપર કાઢયા હતા, અને તે અક્ષરશ: સાચા પડ્યા હતા.
Page #170
--------------------------------------------------------------------------
________________
ગાજવીજ મહિનાથી આટલાં તોફાન કર્યા, પઠાણ લાવ્યા, મોટરે લાવ્યા ખાસ અમલદારે રાખ્યા, પણ એ બધાં તોફાનનું પરિણામ શું આવ્યું? ભલે ખેડૂતને માલ વેડફક્યો હશે, પણ તમારા દફતરમાં કેટલું જમે થયું? , છેવટે તે ગાય દેહી કૂતરીને જ પિવડાવ્યું ને?”
ચી રડોલીનું બળ વધતું જતું હતું અને સરકારની
અ અકળામણ વધતી જતી હતી. કમિશનરસાહેબને હજુ બારડોલીની મુલાકાતે આવવાની ફુરસદ નહોતી મળી. આજે નહિ તે કાલે એ હિલચાલને ચપટીમાં મસળી નાંખશું એવી એમને ખાતરી હતી, એની હાથ નીચેના અમલદારોની આપેલી એવી ખાતરીને વિષે એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. “સ્થાન ઉપરના માણસના ઉપર વિશ્વાસ રાખનારી સરકાર એ કમિશનરને “સ્થાન ઉપરનો માણસ” સમજીને નિશ્ચિંત બેઠી હતી. પણ મે મહિનાનો તાપ સરકારથી સહન ન થયો. સરકારે જોયું કે એકે પાસ સીધે પડતું નથી ત્યારે તેણે “યુદ્ધપરિષદ બોલાવી. યુદ્ધપરિષદમાં બે ગુજરાતી અમલદારો હતા. બંનેને લડાઈ શાંત પાડવાની સરખી ઉત્કંઠા હતી, પણ હવે એકની ઉત્કંઠા વિવેક વટાવીને આગળ જતી હતી. દીવાન બહાદુર હરિલાલ દેસાઈ શ્રી. વલ્લભભાઈના જૂના મિત્ર, પણ રાજદરબારે ચડેલા મિત્ર અને સરકાર સામે બહારવટે નીકળેલા મિત્ર વચ્ચે શી રીતે મેળ ખાય? પેલા મિત્ર સરદારને પિતાની રીતે મદદ કરવા ગયા અને લોકોની અસેવા કરી. કમિશનર અને તેના હિમાયતીઓની પહેલી શરત એ હતી કે વધારા સાથેનો સરકારધારે પહેલો ભરી દેવામાં આવે. દીવાન બહાદુરે આ ટોળીને ટપેરી આપી, અને શ્રી. વલ્લભભાઈ
Page #171
--------------------------------------------------------------------------
________________
ગાજવીજ પણ આટલી ‘ નજીવી' શરત સ્વીકારશે એમ માની લીધું. એ જ સાહેબે સમાધાનની એછામાં એછી શરતની વાત શરૂ કરી, અને તેમ કરી સરદારને સત્યાગ્રહીઓની એછામાં એછી શરતની વાત કરવાને ઉશ્કેર્યાં. દીવાન બહાદુર અને સરદારની વચ્ચેના કિસ્સા દુઃખદ છે, પણ દીવાન બહાદુર છાપે ચડ્યા, વલ્લભભાઈને વગેાવવાના પ્રયત્ન કર્યાં એટલે વલ્લભભાઈ એ નછૂટકે કેટલાક કાગળા પ્રસિદ્ધ કરવાની મને પરવાનગી આપી છે. આ રહ્યો તેમને પહેલેા કાગળ (અંગ્રેજીનું ગુજરાતી ભાષાન્તર)ઃ મહાબલેશ્વર, વેલી વ્યુ, તા. ૨૫-૫-’૨૮.
પ્રિય વલ્લભભાઈ,
હું તે। મારા પાસે નાંખી ચૂકયો છું, અને એની અસર થઈ હોય એમ જણાય છે. સેામવારે મારે તાર મળે તેા મહાબલેશ્વર પહોંચી જવાની તમારે તૈયારી રાખવી.
લેાકા પહેલા પૈસા ભરી દે તા સરકાર એક સ્વતંત્ર અમલદારને નવી જમાબંધીની ફરી તપાસ કરવાને માટે નીમશે એવું સરકાર જાહેર કરે તે લેાકા વિરોધ સાથે પૈસા ભરી દેશે ખરા ? આટલી તેા ઓછામાં ઓછી શરત હાય એમ લાગે છે. વેચેલી અથવા ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે એવી તજવીજ હું કરવાનો છું. હું તે પ્રયત્ન કરીશ, પણ તમને આ વસ્તુ ગમતી હાય તેા તારથી ‘હા ' લખી જણાવે અને ટપાલથી પણ જવાબ આપે. જોતે બહુ ખેચરો નહિ.
અહીં બેઠા છતાં હું તમારી સાથે જ છું.
લિ॰ સ્નેહાધીન, રિલાલ દેસાઈ.’
[ ‘ પહેલા ' શબ્દની નીચે કાગળ લખનારે જ ભારસૂચક લીટી કરી છે. ] એછામાં ઓછી શરત 'ની સરકારની માગણીને દીવાન બહાદુરે ટપેરી આપી એમ કહેવામાં કદાચ ભૂલ થતી હાય, કારણ આ પછીના ધણા કાગળામાં એ શરત એમની પેાતાની હાય. એવા જ એમણે ભાસ આપ્યા, અને એ શરત તદ્દન ચેાગ્ય અને વાજબી છે એમ કહીને તેને ખાસા બચાવ કર્યાં. આથી તે। દીવાન બહાદુરની સ્થિતિ ઊલટી ખરાબ થાય છે, કારણ મૂળ એ સૂચના જ એમની હેાય તે સરકાર તે સ્વાભાવિક રીતે શ્રી. વલ્લભભાઈના મિત્ર પાસેથી આવનારી એ સૂચનાને
૧૬૧
Page #172
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ વધાવી લઈને પિતાને પક્ષ મજબૂત કરે. ગમે તેમ હો, દીવાન - બહાદુરની દેખીતી રીતે અપમાનકારક અને અયોગ્ય લાગતી માગણીને સરદાર સ્વીકારી ન શક્યા. એટલે તેમણે પેલા કાગળના જવાબમાં આ પ્રમાણે તાર કર્યોઃ
“આપને પત્ર પહોંચે. પંચ નિમાય તે પહેલાં વધારાનું મહેસૂલ આપવું અશક્ય છે. જૂનું મહેસૂલ ભરી દેવામાં આવશે—પણ તે પણ સ્વતંત્ર, ખુલ્લી તપાસ જાહેર થાય તેમાં પુરાવો રજૂ કરવાની અને સરકારી અમલદારેની ઊલટતપાસ કરવાની લોકોના પ્રતિનિધિઓને છૂટ હોય, ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે અને સત્યાગ્રહી કેદીઓને છોડી દેવામાં આવે ત્યારપછી લેકે પંચને નિર્ણય સ્વીકારશે. જવાબ આરડેલી આપો.
વલ્લભભાઈ” આ તારને ભાવ વિસ્તારથી નીચેના પત્રમાં તેમણે જણાવ્યોઃ
બારડેલી, તા. ૨૮મી મે, ૧૯૨૮. પ્રિય હરિલાલ, | નવસારીથી આપને એક લાંબે તાર મોકલ્યા છે, એની નકલ સાથે
મારી અને આપની કામ કરવાની અને સેવા કરવાની રીતો ભિન્ન છે એટલે મને જે “ઓછામાં ઓછી શરત” સંતોષકારક લાગે તે આપને વધારા પડતી માગણી લાગે. જે વધારે પહેલો ભરી દેવાનું હોય તો પંચ નીમવાની જરૂર જ શી છે? લોકને પક્ષ બેટે ઠરે અને વધારે લોકે ન આપે તો તે ભરાવવાની સરકારની પાસે પૂરતી સત્તા છે. . " મહેરબાની કરીને એટલું પણ જેજે કે આ પંચે કરવાના કામની શરત પણ પહેલેથી નક્કી થવી જોઈશે. ગમે તે શરતે ન ચાલે.
લોન કેઈ પણ સ્વાભિમાની પ્રતિનિધિ એટલે આગ્રહ રાખ્યા વિના તો ન જ રહી શકે કે કેદીઓને છોડવામાં આવે અને જમીન પાછી આપવામાં આવે–ખાસ કરીને જ્યારે કેદીઓને ગેરકાયદેસર સજા થઈ હોય અને જમીન ગેરકાયદેસર ખાલસા થઈ હોય.
છેવટે આપને એટલું જણાવ્યું કે જે આપનાથી હિંમતભર્યું પગલું ન લેવાય એમ હોય, અને લોકેનું બળ મને જેટલું લાગે છે તેટલું આપને ન લાગતું હોય તે આપે કશું ન કરવું–એમાં જ આપની સાચી સેવા રહેલી હોય. આબરૂભરી સમાધાનીનાં દ્વાર હું બંધ કરવા નથી ઇચ્છતે, પણ આબરૂભરી સમાધાની વિના અથવા લોકોને આકરામાં આકરી
Page #173
--------------------------------------------------------------------------
________________
ગાજવીજ
-તાવણીમાંથી પસાર કર્યા વિના લડત અંધ કરવાની મને કશી ઉતાવળ નથી. અપમાનભરી સમાધાની કરતાં બહાદુરીભરી હાર બહેતર છે.
હવે આપ સમજશે કે મહાબલેશ્વર કે પૂના દોડી આવવાને હું કેમ ઉત્કંઠિત નથી. એટલે મારી હાજરી વિના ન જ ચાલે એમ આપને બ્લાગતું હાય તે સિવાય મને ખેલાવવાની તસ્દી ન લેશે.
૨૦
લિ. સ્નેહાધીન, વલ્લભભાઈ.
આ કાગળ સરકારને બતાવવામાં આવ્યા હતા કે નહિ તે આપણે નથી જાણતા, પણ આમ સમાધાનીને પ્રયત્ન' જન્મતાં જન્મતાં જ મરણ પામ્યા. અને એ યેાગ્ય હતું. સરકારમાં તે વેળા પાછું પૂરીને ન જોનારા એવા મહારથીએ પડ્યા હતા — રેવન્યુ મેમ્બર મિ. હેંચ, રેવન્યુ સેક્રેટરી મિ. સ્માઇથ, કમિશનર સ્માર્ટ અને સેટલમેટ કમિશનર એંડન. સરકારને એ લેાકા સહેલાઈ થી નમવા દે એમ નહતું. એટલે હવે આ મહારથી નવાં શસ્ત્રઅસ્ત્રો લઈને પાછા રણે ચડયા.
,
૩૧મી મેને રેાજ સરકારે ખરડેાલી તાલુકા અને વાલેાડ મહાલના ખાતેદારાને જાહેરનામું' બહાર પાડયું. આ જાહેરનામામાં લેાકેાના અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, પણ આગ લગાડવાના કે હિંસા કરવાના ગુનાનું નામ નહેાતું. પણ આમાં નવા ગુનાએ હતાઃ ‘સરકારી ઉપાયામાંથી વ્યવસ્થિત રીતે છટકી જવું, ધરેાને તાળાં વાસી રાખવાં, પટેલે। અને વેઠિયાઓના બહિષ્કાર કરવાની અને નાતબહાર મૂકવાની ધમકી ’ વગેરે ગુના જેમને પરિણામે જપ્તીનું કામ અકારથ નીવડયું હતું. એટલે પછી સરકાર શું કરે? · અનિચ્છાએ અમારે જમીન ખાલસા કરવી પડી અને ભેંસ અને જંગમ મિલકતની જપ્તી કરવી પડી, અને પઠાણની મદદ માગવી પડી.’ પણ તેમાં ખાટું શું ? ‘ પઠાણાનું વન તેા દરેક રીતે નમૂનેદાર છે એ વિષે સરકારની ખાત્રી છે.' આ પછી ખેડૂતને ફરી પાછી ચેતવણી આપવામાં આવે છે . તેમની જમીન સરકારી ખરાબા તરીકે :દતરે ચડાવી દેવામાં આવશે. અને આવી રીતે લઈ
*
(
૧૩
6
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ લીધેલી જમીન તેમને કદી પાછી આપવામાં નહિ આવે; વળી,
આવી ૧,૪૦૦ એકર જમીનને નિકાલ થઈ ચૂક્યો છે, અને બીજી ૫,૦૦૦ એકરને યથાકાલે નિકાલ કરી દેવામાં આવશે, વળી “આજ સુધીમાં એક લાખ રૂપિયા સરકાર તાલુકા અને મહાલના લેણા પેટે વસૂલ કરી ચૂકી છે, . . . ઘણું લોકે ભરવાને આતુર છે પણ સામાજિક બહિષ્કાર અને નાતબહાર મૂકવાની તથા દંડની ધમકીને લીધે એ લોકો પાછા પડે છે, એટલે જે ૧૯મી જૂન સુધીમાં લોકો ભરી દેશે તે તેમની પાસેથી ચોથાઈ દંડ લેવામાં નહિ આવે.”
લોકોએ આ જાહેરનામાં અનેક અર્ધસત્ય અને અસત્યોવાળા આ જાહેરનામા –ને સરકારની નાદારીની એક નવી જાહેરાત તરીકે ગણી કાઢયું. ચોથાઈ દંડની અને જપ્તી નોટિસ નકામી ગઈ, ખાલસા નોટિસે પણ નકામી ગઈ, ભેંસે પકડવામાં પણું સાર નથી દેખાતે. અને અમુક જમીન વેચાઈ અને બીજી વેચાશે એ ધમકીને અર્થ લોકોએ એવો કર્યો કે સરકારની એક તસુ જમીન પણ વેચવાની મઝદૂર ચાલવાની નથી. લોકોને ખરી રીતે જમીન જશે એવો ડર જ રહ્યો નહોતો. આ વિષેના સરદારનાં એકેએક વચન તેમને ભવિષ્યવાણી જેવાં લાગતાં હતાં. સરદારે તો તેમને કહ્યું હતું:
યાદ રાખજો કે જે સત્યને ખાતર ખુવાર થવા બેઠા છે તે જ આખરે જીતવાના છે; ને જેમણે અમલદારો જોડે કુંડાળાં કર્યા હશે તેમના માં કાળાં થવાનાં છે, એમાં મીનમેખ થનાર નથી. જાણજો કે તમારી જમીન તમારું બારણું ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે અને કહેવાની છે કે હું તમારી છું.”
હવે ગામોગામ તેઓ સરકારી જાહેરનામાનાં જૂઠાણાં અને ધમકીઓના પિોકળ ઉઘાડાં પાડી સરકારની આબરૂના કાંકર કરવા લાગ્યાઃ
“સરકાર કહે છે કે ૧૬૮૦ એકર જમીન તેમણે વેચી નાંખી છે અને હજી ૫,૦૦૦ એકર વેચવાના છે. સરકારના કમિશનર કહે છે કે જમીનની કિંમત આકારના ૧૨૩ ગણું થઈ છે. જે આ જમીન વેચી તે એની એટલી
Page #175
--------------------------------------------------------------------------
________________
૨૦ મું
ગાજવીજ કિંમત લીધી છે કે કેટલી તે જાહેર કરે, નહિ તે જમીન જેટલી કિંમતે વેચી છે તે પ્રમાણે સરકાર મહેસૂલ ઠરાવે. . . જમીન રાખનારાઓની સામે તો પારસી ભાઈઓ અને બહેનોની ટુકડીઓ ઊભી રહેશે ને કહેશે મારે ગોળીઓ અને પચાવ જમીન; તમે જમીનમાં હળ મૂકે તે પહેલાં અમારી લોહીની નીક વહેરાવવી પડશે અને અમારાં હાડકાનું ખાતર કરવું પડશે.”
બીજે એક ઠેકાણે કહ્યું:
સરકાર જાહેરનામું બહાર પાડીને કહે છે કે ર૯મી જૂન સુધીની - તમને મહેતલ આપીએ છીએ. આવા વાયદાના સોદા જ કરવા હોત તો પ્રજા
આટલી મહેનત ને આટલાં સંકટ શા સારુ વહરત? . . . જાહેરનામામાં પઠાણની ચાલચલકતને “દરેક રીતે નમૂનેદાર” કહેવામાં આવી છે તો કરેને તમે તેમનું અનુકરણું તમારા અમલદારોને કહી દો કે એ પઠાણ જેવી જ નમૂનેદાર ચાલ ચાલો, પછી તમારે કોઈની સારી ચાલના જામીન લેવાપણું જ નહિ રહે. . . . સરકારને આપણું સંગઠન ખેંચે છે. ખેડૂતને હું સલાહ આપું છું કે તમને દગો દે તેને બિલકુલ જતે ન કરે. તેને કહી દે કે આપણે એક હેડીમાં બેસીને ઝુકાવ્યું છે; તેમાં તારે કાણું પાડવું હોય તે તું હેડીમાંથી ઊતરી જા, અમારે ને તારે વહેવાર નહિ. આ સંગઠન અમારા રક્ષણ માટે છે, કોઈને દુઃખ દેવા માટે નથી. સ્વરક્ષા માટે સંગઠન ન કરવું એ આપઘાત કરવા બરાબર છે. વૃક્ષને વાડ કરી ઢેરથી બચાવીએ, ગે લગાવીને ઊધઈથી બચાવીએ તે આવડી જબરી સરકાર સામે લડત માંડી છે તેમાં ખેડૂત પિતાના રક્ષણું માટે વાડ શા સારુ ન કરે ? . . . સરકાર કહે છે કે પહેલા પૈસા ભરી દે. ચોર્યાસી તાલુકાએ ભરી જ દીધા છે તો ? તેથી તમે તેને કર્યો ઇનસાફ આપે ? . . . જાહેરનામામાં જમીને માલ રાખનારા અને જમીન રાખનારા મળ્યા છે એવી બડાશ હાંકવામાં આવી છે. મળ્યા તો કેણ મળ્યા છે? માલ રાખનાર તમારા જ પટાવાળા અને પોલીસ, ભેંસ રાખનારા એકબે ખાટકી ખુશામત કરીને સૂરતથી લાવ્યા, અને જમીન રાખનારા સરકારના ખુશામતિયા અને સરકારી નોકરના સગાઓની કેવી આબરૂ છે તે જગત જાણે છે.”
આ પછી જે ત્રણ વિભાગમાં જમીન વેચાઈ ગયાનું જાહેર થયું હતું તે ત્રણ વિભાગમાં શ્રી. વલ્લભભાઈએ બહેન મીઠુબહેન, બહેન ભક્તિબહેન, અને પોતાની પુત્રી બહેન મણિબહેનને તે વેચાયેલી જમીન ઉપર ડેરા નાંખીને બેસવાની વ્યવસ્થા કરી.
૧૬૫
Page #176
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
દેશમાં તે! આ જાહેરનામા ઉપર સખત ટીકા થઈ, દરેક પ્રાંતનાં ઘણાખરાં વમાનપત્રે બારડોલીની ખખરાથી જ હવે ભરેલાં આવવા લાગ્યાં, અને સ્થાનેસ્થાને ખાડાલીની સહાનુભૂતિને માટે સભાઓ થવા લાગી. આ સમયે નામદાર વિઠ્ઠલભાઈ પટેલ, જેએ વડી ધારાસભાના પ્રમુખ છતાં ગુજરાત તરી ચૂંટાયેલા સભ્ય તરીકે આખી લડતના અતિશય રસથી અભ્યાસ કરી રહ્યા હતા તેમણે આખી વસ્તુસ્થિતિ નામદાર વાઇસરોયની આગળ રજૂ કરી અને વસ્તુસ્થિતિ ન સુધરે તે પેતે શું કરવા. ધારે છે તે જણાવ્યું. વાઇસરોયની સાથે ચર્ચા ચાલી રહી હતી ત્યાં તે। તેમણે સરકારનું ઉપર વર્ણવેલું જાહેરનામું છાપાંમાં જોયું, અને તરત જ તેમણે ગાંધીજીને એક પત્ર લખ્યા જે લડતના ઇતિહાસમાં એક ઉજ્જ્વળ પ્રકરણ પૂરું પાડે છે. પત્રની સાથે તેમણે ૧,૦૦૦ રૂપિયાના ચેક મેકલ્યા, અને લડત ચાલે ત્યાં સુધી ` સહાનુભૂતિ તરીકે દરમાસે એટલી રકમ મેાકલવાનું વચન આપ્યું. વડી ધારાસભાના પ્રમુખસ્થાને રહીને રાજકીય જેવી અને સરકારની સામે ખંડ તરીકે વગેાવાયેલી લડતને માટે તેઓ આવી સક્રિય સહાનુભૂતિ દાખવે એ ઘણાને સાનંદાશ્ચય પમાડનારી વાત થઈ પડી. કેટલાક ગણ્યાગાંઠ્યાને એ વાત ખૂંચી પણ ખરી કારણ તેમની સ્થિતિ કઢંગી થતી હતી, પણ દેશમાં તે ના. વિઠ્ઠલભાઈ ને પત્ર ગવાઈ રહ્યા, અને જેમનાથી તેમના સુકૃત્યને લાભ લેવાય અને યત્કિંચિત્ અનુકરણ થઈ શકે તેમણે તે પ્રમાણે. કર્યું. સરકારની સ્થિતિ આ પત્રથી કેટલી કઢંગી થઈ પડી તે તે સરકારી નાકરા વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર આપણને કાઈ દિવસ જોવાના મળે ત્યારે ખબર પડે. આ રહ્યો તે ઐતિહાસિક પત્ર:
'
“ જે પ્રદેશની વતી હું વડી ધારાસભાના સભાસદ છું તેમાંના બારડોલી તાલુકા એક ભાગ છે. ત્યાંના ખેડૂતને સારુ તમે જાહેર મદદ માગી છે. હું પાતે ગુજરાતી હાઈ અને વડી ધારાસભામાં ગુજરાતના પ્રતિનિધિ હાઈ બારડોલીની લડતનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરી રહ્યા છેં. જે પદ હું આજે ભાગવી રહ્યા છેં તેના ધર્મને ધ્યાનમાં રાખીને ખારડોલીના સત્યાગ્રહીઓને સારુ દાદ મેળવવા મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. જે ખારડોલીના
૧૬
Page #177
--------------------------------------------------------------------------
________________
૨૦ મું
ગાજવીજ સત્યાગ્રહીઓનું દુઃખ નિવારણ કરવાનો અધિકાર સીધી રીતે હિંદી સરકારના હાથમાં હોત તો નામદાર વાઇસરૉયની પોતાની કુમક મારા હકની રૂએ માગત, અથવા તેમની સમિતિના જે સભ્યની હકૂમતમાં આ સવાલ આવત તેમની કુમક માગત, અને તેમને આ બાબતમાં લોકપક્ષના હિમાયતી તરીકે તેમાં પડવાને વિનવત. કેમકે ગયે વર્ષે પ્રલય થશે ત્યારે આવી રૂઢિ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતનો હું પ્રતિનિધિ હતો, પણ હું પોતે વડી ધારાસભામાં પ્રમુખ હાઈ મારું મેં બંધ થયું હતું. તેથી મારી વિનંતિને ધ્યાનમાં લઈને નામદાર વાઈસરૉયે પ્રલયવાળાં ક્ષેત્રોની મુલાકાત લેવાની કૃપા કરી હતી, અને લોકો પ્રત્યે લાગણું બતાવી હતી, એટલું જ નહિ પણ આર્થિક મદદ પણ કરી હતી. બારડેલીની વાત કેવળ મુંબઈ સરકારના અધિકારમાં છે તેથી મજકુર રૂઢિને આશ્રય લઈ શકું તેમ નથી. ન લડતના અભ્યાસ ઉપરથી મારી ખાતરી થઈ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસણી માગવાને સારુ બારડેલીના લેકેની પાસે સબળ કારણ છે. મારી એવી પણ ખાતરી થઈ છે કે પોતાના દુ:ખનું નિવારણ કરવાને સારુ લોકોએ કાયદેસર ગણતા અને પોતાની શક્તિમાં રહેલા એવા બધા ઉપાયે લઈ લીધા છે. બારડેલીનાં સ્ત્રીપુરુષની હિંમત, તેમની ધીરજ અને તેમની દુ:ખ સહન કરવાની શક્તિ જોઈને હું સાનંદાશ્ચર્ય પામ્યો છું. પણ જે મહેસૂલ પિતાની વચ્ચે ને લોકેાની વચ્ચે તકરારનું કારણું થઈ પડયું છે તે જ મહેસૂલ વસૂલ કરવાને સારુ સરકારે જે અઘટિત દબાણ કર્યું છે તે જોઈને મને દુ:ખ થયું છે, અને રોષ પણ આવ્યું છે. હું માનું છું કે સરકારે અખત્યાર કરેલો માર્ગ કેટલોળા કાયદાની, વ્યવસ્થાની અને વિવેકની હદ ઓળંગી ગયે છે. ગુજરાતના કમિશનરના ઉદ્ધત કોગળે બળતામાં ઘી હોમ્યું છે.
આ સ્થિતિમાં મારાથી ભૂંગા રહેવાય તેમ નથી. નથી હું ઉદાસીનપણે વર્તી શકતે. તેથી હું તમને જે આર્થિક મદદ તમે માગી છે તેમાં એક હજાર રૂપિયાની નાનકડી રકમ આ સાથે મોકલું છું. પણ મને દુઃખ તે એ થાય છે કે લોકો પ્રત્યે લાગણું બતાવવા સારુ અને સરકારની જુલમગાર નીતિ પ્રત્યે તથા ગુજરાતના કમિશનરના કાગળ પ્રત્યે મારો સખત અણગમાં બતાવવા સારુ હું આ હૂંડી મોકલવા ઉપરાંત આ વખતે કંઈ વધારે કરી શકતો નથી. જ્યાં સુધી લડત ચાલશે ત્યાં સુધી પ્રતિમાસ એક હજાર રૂપિયા તો હું તમને એકલતો રહીશ. પણ આટલી વધારે ખાતરી તો હું તમને આપી દઉં. જેમણે મને આ મોટું પદ આપ્યું છે તેમની સાથે મસલત કરવાની વહેલામાં વહેલી તક મેળવી લઈશ. જે અધિકારનું માન
૧૬૭
Page #178
--------------------------------------------------------------------------
________________
ખાડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
હું અત્યારે ભાગવું છું તે મારે મન તે કેવળ સેવાધમ છે. અને જો હું એવું જોઈ શકીશ કે ખારડોલીના સત્યાગ્રહીઓના દુઃખમાં આર્થિક મદદ આપવા ઉપરાંત વધારે અસરકારક ભાગ હું લઈ શકું છું તેા તમે જાણો કે હું પા! નહિ પડું.”
ગાંધીજીએ લખ્યું :
“ વિઠ્ઠલભાઈ પટેલનો પત્ર મારે હાથ આવ્યા છે, તે જોઈ કાનું હૃદય નહિ ઊછળે ? પણ જે આશાએ તે પત્ર શ્રી. વિઠ્ઠલભાઈએ લખ્યા છે તે આશા સફળ કરવી ખારડેાલી સત્યાગ્રહીઓના જ હાથમાં છે.
બારડોલી સત્યાગ્રહીએને તે પોતાની ટેક ઉપર અડગ રહેવા સિવાય બહુ કરવાપણું રહ્યું નહોતું. પણ એ પત્રથી બારડોલીમાં તેમજ બહાર ઘણાંખરાંનાં હૃદય ઊછળ્યાં. શ્રી, નિરમાન અને આલુભાઈ દેસાઈ ( મુંબઈ નગરના ), શ્રી. નારણદાસ મેચર ( કરાંચીના ), શ્રી. જયરામદાસ દોલતરામ ( હૈદરાબાદના ) સભ્યાએ ધારાસભામાંથી પેાતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં. આ ના. વિઠ્ઠલભાઈના પત્રના સુફળરૂપે જ ગણીએ તો ખોટું નથી. હવે પછીના પ્રકરણમાં જેશું કે ખીજા જાહેર કામ કરનારાઓને પણ એ પત્રે જાગૃત કર્યાં, પણ જાહેર કામ કરનારા મહાપુરુષોના કરતાં નાનકડા માણસાએ જે રીતે ખારડાલીના યજ્ઞમાં ભાગ લીધેા તે વધારે આશ્ચર્ય પમાડનારા હતા. શ્રી. જયરામદાસે ૧૨મી જૂનને દિવસ ખારડાલી દિન' તરીકે અને મહાસભાના પ્રમુખે એ સૂચનાને વધાવી લીધી આવે તે પહેલાં તે ખારડાલી તાલુકાના ૬૩ પટેલેા અને ૧૧ તલાટીઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આ બલિદાનને મહિમા આ તાકરેની સ્થિતિ ન જાણનારને પૂરેપૂરા ન સમજાય. વાચકે યાદ રાખવાની જરૂર છે કે સને ૧૯૨૧ની સાલમાં જ્યારે ખરડાલી વિનય ભંગને માટે તૈયાર થયું હતું ત્યારે પણ કાઈ તલાટી પેાતાનું રાજીનામું લઈને આગળ આવ્યા નહોતા. ૨૦ થી ૨૫ વર્ષ સુધીની નેાકરી કરી પેન્શનને લાયક થયેલા આ તલાટીએ પેાતાના નાના પગારની નેકરીનાં રાજીનામાં આપે, અને તે પણ સરકારની નીતિને સખત શબ્દોમાં વખેાડી
૧૬૮
સૂચવ્યેા હતેા,
હતી. એ દિન
Page #179
--------------------------------------------------------------------------
________________
૨૦ મુ
ગાજવીજ
નાંખનારા કાગળો લખીને આપે એ ખારડાલીમાં બલિદાન પરાકાષ્ટાએ પહોંચ્યું હતું એમ બતાવે છે. જ્યારથી લડત શરૂ થઈ હતી ત્યારથી પટેલતલાટી ઉપર વલ્લભભાઈના મીઠા પ્રહાર પડચા જ કરતા હતા. ત્રણ મહિના અગાઉ તેમણે પટેલતલાટીને આ પ્રમાણે વર્ણવ્યા હતાઃ
“ આ રાજ્યરૂપી ગાડાને એ પૈડાં છે, એક પટેલ અને ખીો તલાટી; અથવા સરકારની ગાડીના એ બે બળદ છે. આ અળદ રાતદિવસ ખૂબ ફટકા ખાય છે, ગાળેા ખાય છે, કાઈકાઈવાર જરાક ગાળ ચટાડે છે તે મીઠા લાગે છે, અને માર ને ગાળ બધું ભૂલી ગાડુ ખેંચે છે.’'
આ પ્રહારાની કાઈકના ઉપર માઠી અસર થાય, પણ આ દેશભક્ત પટેલતલાટીએનામાં એણે ધર્મભાન જાગૃત કર્યું. આ પટેલતલાટીનાં રાજીનામાં અપાયાં ત્યારથી સરકારના સાંધા ખરેખર ઢીલા થવા લાગ્યા, અને સરકારી અમલદારાના ઉરમાં ખરી અરેરાટી પેઠી.
બલિદાનની નોંધ લેતાં આ વીર પટેલ
"6
ગાંધીજીએ આ તલાટીઓ વિષે લખ્યું : એ મને મારા આદરપૂર્વક ધન્યવાદ. એમના બલિદાનની આખા ભારતમાં સ્તુતિ થઈ રહી છે. એમનાં જેવાં અલિદાન જ આખરે આપણને સ્વરાજ્ય અપાવશે. ’
Page #180
--------------------------------------------------------------------------
________________
૨૧
લોકશિક્ષણ હું ગુજરાતના ખેડૂતની રગેરગમાં અને હાડેહાડમાં સ્વતંત્રતાની. હવા પૂરવા માગું છું.” પારડોલીના ખેડૂતોની લડત કેવળ ભગવાનને જ ભરોસે
up ચાલ્યા કરતી હતી એમ તો કઈ ન જ માને. સરદારની સફળતાની કુંચી ખેડૂતનું તેમનું જ્ઞાન અને તેમના ઉપરને અપાર પ્રેમ હતો, તેમજ સરદારની લોકશિક્ષણની નિપુણતા પણ હતી. સરદાર લોકશિક્ષણના પાઠ એક પછી એક ધીમેધીમે ભણબે જતા હતા, એ વિવેકી વાચકના ધ્યાનબહાર ન હોય. આ લોકશિક્ષણના પાઠને ક્રમ આ પ્રકરણમાં આપવાનો પ્રયત્ન કરશું. એમાં ઘણું વાતનું પુનરાવર્તન થશે, પણ સરદારની લોકશિક્ષણની કલાના આવી રીતે અલગ પ્રકરણમાં ઉલ્લેખ કરવાના દેખીતા લાભો છે.
૧. ભડક ભાંગી-સરદારનો પ્રથમ પાઠ તો લોકોની ભડક ભાંગવાનો હતો એ સૌ કોઈ જાણે છે. ગુજરાતના અને ખાસ કરીને બારડોલીને લેકે પિચા, ઢીલા ધોતિયાં પહેરનારા, માલ વિનાના મનાતા આવતા હતા. તેમને શૂરવીર બનાવવાની આ લડત હતી. એટલે પહેલવહેલું કામ સરદારે લોકોની ભડક ભાંગવાનું લીધું. અનેક ભાષણોમાં તેમણે લોકોને સમજાવ્યું કે, સરકારને ભય એ મિથ્યા છે, ભૂતના ભડકાના જેવો ભય છેઃ “આ મહેસૂલની લડત લડતાં આપણને માલૂમ પડી જવાનું છે કે આ
૧૭૦
Page #181
--------------------------------------------------------------------------
________________
લોકશિક્ષણ રાજ્ય તદ્દન પિલું ફંકમાં ઊડી જાય એવું છે.” લોકશિક્ષક તરીકે સરદારની તુલના સહેજે લોકમાન્ય તિલકની સાથે કરવાનું મન થાય છે. તેમનાં સુપ્રસિદ્ધ અહમદનગર અને બેલગામનાં ભાષણ જેમણે વાંચ્યાં હશે તેમને સરદારનાં આ ભાષણોનું તે ભાષણો સાથે અજબ સામ્ય જણાશે. • “સરકાર શી ચીજ છે? કેઈએ તેને દેખી હોય તે બતાવોની? હું તો દેખાતો નથી, કારણું તે ભૂત જેવી છે. સરકાર એટલે શું? સરકાર એટલે મામલતદાર ? ફોજદાર કે તલાટી ? કે પટેલ ? કે વેઠિય? આ બધાની મળીને સરકાર બનેલી છે એટલે એને ક્યાં પત્તો લાગે? કઈ એક વ્યક્તિ નથી એટલે આપણે કોને સરકાર માનીએ? આપણે પિતે જ ભ્રમથી અમુક એક જણને સરકાર માનીએ છીએ અને પછી તેનાથી ડરીએ છીએ. તેથી હું તમને કહું છું કે તમારે ભ્રમમૂલક ડર કાઢી નાંખો. તમારે ડરવાનું શા માટે હોય? તમે કેઈની ચોરી કરી નથી, તમે લૂંટફાટ કરી નથી, મારામારી કરી નથી.”
આ શબ્દો લોકમાન્યના કોઈ પણ ભાષણમાં મૂકી દીધા હોય તો ખબર ન પડે કે એ બીજા કોઈના ઉગારે છે. અમલદારે વિષેના તેમના બીજા ઉગારે તે “દુઃખની વખતે રૈયતની પડખે ઊભો રહે તે અમલદાર, બાકી બધા હવાલદાર” એવી અમલદારની સૂત્રરૂપ વ્યાખ્યાની ઉપર ભાષ્યરૂપ હતા.
૨. સંગઠન – બે પ્રકારનાં સંગઠન તાલુકામાં જરૂરનાં હતાં. એક તે સાહુકારો અને ગરીબો, જમીન ગણોત આપનારા અને જમીન ગણે તે લેનારા એ બે વર્ગની વચ્ચે, અને બીજું સંગઠન
જમીન જાતે ખેડનારાઓ વચ્ચે, પછી તે ગમે તે જાતપાતના . હોય. આરંભમાં પહેલું સંગઠન એ વધારે આવશ્યક હતું. જમીન ન ખેડનારા અને મુકાબલે સુખી એવાને ખેડૂતને સ્વાર્થ એ જ તેમના સ્વાર્થ છે અને ખેડવાની એક પણ વધું ભેય ન હોય અને કેવળ ગણોતે ખેડતા હોય તેવાને સાહુકારને સ્વાર્થ એ પણ તેમનો સ્વાર્થ છે એ સમજાવવાનું કામ મેટું કામ હતું. સુભાગ્યે ઍડર્સનના ઊંધા આંકડા છતાં બારડોલીમાં આવો વર્ગ બહુ ઓછો હતો, જાતે ખેતી કરનારાઓની જ સંખ્યા ૯૦ ટકા થવા જાય એટલી હતી. છતાં શ્રી. વલ્લભભાઈએ લડતના આરંભના
૧૭૧
Page #182
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
દિવસેામાં વધારે મુલાકાત વાલેાડ, ખારડાલી, વાંકાનેર એવા મેટા મેાટા કિલ્લાઓને જ આપી. જમીન ન ખેડી ગણાત આપનારાઓને હસાવ્યું કે તેમને વાંકે ગરીએ માર્યા ગયા છે અને તેમણે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, ખાસ એ સમજાવ્યું કે સરકારની યારીના કરતાં ખેડૂતની યારી જ આખરે કારગત આવવાની છે. “તમે ખેડૂતના દ્રોહ કરીને સરકારના વફાદાર શા સારુ થવાને જાએ ? સરકાર તેા જાતજાતના વેરા નાંખનારી છે, પણ ખેડૂત તેા તમને પરસેવે ઉતારી માલ પકવી આપશે,. કે જેના ઉપર તમે તમારે દલાલીને ધંધા ચલાવી કમાણી કરે છે. એ દૂઝણી ગાયને ભાંગશેા તે ખેડૂત તા બિચારા તમને જતા કરશે પણ ગરીબને ખેલી ઈશ્વર તમને જતા નહિ કરે. જેની મહેનત અને ધન ઉપર તમે નભેા છે તેને ગે। ન દેશો. '' કાઈ સાક્ષર એમ કહે કે સરદારે તેા ઉપમા અને દૃષ્ટાન્તાથી ખારડાલીની લડત છતી છે તે તેને બહુ દોષ ન કાઢી શકાય. પણ સરદારનાં દૃષ્ટાન્તા અને ઉપમા ખેડૂતના અનાજની જેમ ધરતીમાંથી પાકેલાં હતાં, એટલે જ તે ખેડૂતાનાં હૈયાંમાં સાંસરાં પેસી જતાં. સાહુકારા અને ખેડૂતોને સંબધ વર્ણવતાં એક ઠેકાણે સરદારે કહ્યું : ખેડૂતસાહુકાર વચ્ચે અત્યારે દૂધપાણીને સંબંધ અંધાયા છે. દૂધપાણી ભળ્યાં એટલે બેઉ એકર`ગ થાય છે તે કદી છૂટાં નથી પડતાં. દૂધ ઊકળે છે ત્યારે પાણી દૂધને બચાવવા નીચે જઈ પાતે પહેલું બળે છે અને દૂધને ઉપર કાઢી તેને બચાવ કરે છે. દૂધ પછી પાણીને બચાવ કરવા પોતે ઊભરાઈ આગમાં પડી આગને હેાલવવા મથે છે. એ જ પ્રમાણે આજે ખેડૂતસાહુકાર એક થયા છે. '
ખીજું સંગઠન ખેડૂત ખેડૂત વચ્ચેનું. અહિષ્કારની વાડને આ સંગઠનને માટે સરસ ઉપયાગ છે એમ શ્રી. વલ્લભભાઈ એ પ્રથમથી જ નિશ્ચય કરી લીધા, અને તેને ધીમેધીમે પ્રચાર કરતા ગયા. પાંચ હજાર ગાઉ દૂરથી આવેલા એકબીજાને વળગીને રહ્યા છે, એકે કર્યું ખીને ઉથાપતા નથી, ઊલટું એકે ટું કર્યું હેાય તે તેને ખીજો ટકા આપે છે, તે આપણે આ ન્યાયતી લડતમાં એના કરતાં કાચું મડાણુ શા માટે રાખીએ ?
૧૭૨
Page #183
--------------------------------------------------------------------------
________________
૨૧ મું
લેકશિક્ષણ આને માટે સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરાવવાની યોજના હતી. પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનાર આરંભથી જ શંકાની નજરથી જોવામાં આવતા, અને પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનારાં ગામો ઉપર સરદારે પહેલા હુમલા કર્યા. પાછળથી પ્રતિજ્ઞા ઉપર સહી આપીશું એમ કહેનારાઓને તેઓ જવા દેતા નહોતા, ઊલટા - તેમને સારી રીતે ઉઘાડા પાડતા હતા.
તમારા મનમાં એમ હશે કે બેચારને પાડીને પછી આપણે એમની એથે રહીને ભરી આવશું, તો હું તમને ચેતવવા આવ્યો છું કે તમે ભયંકર કામ કરે છે, ને તેનું તમને ભેગવવું પડવાનું છે. જે નાવમાં આ તાલુકે બેઠે છે એ જ નાવમાં તમે બેઠા છે. જે નાવમાં ગાબડું પાડશે તે નાવ ડૂબશે, તાલુકો ડૂબશે, પણ યાદ રાખજો તમે બચવાના નથી.”
જ્યારે પ્રતિજ્ઞાપત્ર ઉપર સહીઓ થઈ રહી અને ક્યાંક ક્યાંક સરકારી નોકરોની ફસાવણીથી ખેડૂતે પડવા લાગ્યા એટલે સરદારે ખેડૂતોને કહ્યું: “મારી અને મારા સાથીઓની ગરદન કાપીને પૈસા ભરવા હોય તે ભરજે.'
એ જ પ્રમાણે સંગઠનને માટે બહિષ્કારના શસ્ત્રનો કડક પ્રયોગ પણ તેઓ જ્યારે સરકારથી વધારે છંછેડાયા ત્યારે ઉપદેશવા. લાગ્યા. કલેકટર કહે, લેકો બહિષ્કારથી ડરાવીને કોઈને ભરવા દેતા નથી; કમિશનર કહે, બહિષ્કાર જે બંધ થાય તે બધાં સારાં. વાનાં થાય; સરકારના જાહેરનામામાં પણ બહિષ્કારની વાત આવી અને એમાં તે લોકોને છાના ભરી જવાની નટ સૂચના પણ, કરવામાં આવી. આની સામે સરદારે ઠેરઠેર પોકારી પોકારીને કહ્યું, વહાણમાં કાણું પાડનારને ધકકો મારીને બહાર કાઢે, તેનું કાઈ મોટું ન જુઓ, તેની સાથે કાંઈ કામ ન પાડે. આમ બહિષ્કાર. પ્રતિજ્ઞા તોડનારને જ નહિ, પણ ખેડૂતની જમીન લેનારનો પણ ઉપદેશા. “સંગઠન કરવાનું કહું છું પણ સરકારને ગમતું નથી. પાંચ હજાર માઈલ દૂરથી આવીને એ લોકો પોતે શું કરે છે? સંગઠન કરીને આખા હિંદુસ્તાનને ગુલામ બનાવે છે. . . . ગમે તેવો ચમરબંધી હોય પણ બારડોલીના ખેડૂતને દગો દેતો હોય તેને દૂર કરજે, તેને સંગ છોડ; ગાર્ડી અને માનાજી
૧૭૩
Page #184
--------------------------------------------------------------------------
________________
આરહેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ જેવાથી બચજે, તેની જમીન પડતર રહેવા દેજે. ખેડૂતના પેટ ઉપર પગ મૂકીને સરદાર થયા છે તેવાને જમીન શા સારુ ખેડી આપવી? એની જમીનમાં ખેડૂતબો કદી પગ ન મૂકે.”
બહિષ્કારને કયાંક કયાંક વધારે પડતી હદ સુધી લઈ જવાના * દાખલા પણ બનતા હતા. એવું જલદ હથિયાર હાથમાં આવે
અને એને કદી દુરુપયોગ થાય જ નહિ એવું તે નહોતું જ. પણ જ્યાં જ્યાં એને દુરુપયોગ થવાની ખબર આવતી ત્યાં શ્રી. વલ્લભભાઈ પહોંચી જતા અને ઘટતું કરતા. આકરું યુદ્ધ ચાલતું હોય ત્યારે આથી વિશેષ તો શું બની શકે ? બહિષ્કારમાં કઈ વસ્તુ આવે અને કઈ વસ્તુ ન આવે એ વિષે શ્રી. વલ્લભભાઈ જેટલી ચોખવટ થઈ શકે તેટલી કર્યા જ કરતા. તેમનાં અનેક ભાષામાંના બહિષ્કાર વિષેના ઉદ્ગારનો સાર મારી ભાષામાં આપું તે આ છે:
બહિષ્કાર કેમ ન કરીએ? સરકાર બહિષ્કાર નથી કરતી ? સરકારની અનીતિમાં શામેલ ન થાય એ અમલદારને સરકાર પાણીચું આપે છે. જે મામલતદાર એમના કહ્યા પ્રમાણે નિર્લજજ કામ ન કરે તેને પાણીચું આપે છે, અથવા બદલે છે. તે તમે શા સારુ બહિષ્કાર ન કરો ? તમે કાંઈ કોઈની રાજી નથી છીનવી લેતા; તમે તે માત્ર એની સાથે સંબંધ છેડો છે, એની સેવા લેવી બંધ કરે છે. એવો બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજને જન્મસિદ્ધ હક છે. કેઈની કનડગત કરવાનું એમાં આવતું નથી. આપણે કોઈનું પાણી, દૂધ, ખાવાપીવાનાં સાધનો, મંદિર, માંદગી વેળાની સેવા, સ્મશાને પહોંચાડવાની સેવા બંધ નથી કરી શકતા; એવું કરીએ તો માણસજાતમાંથી મટી જઈએ. આપણે બહિષ્કાર કરીને માણસ મટવું નથી, સામાને માણસ બનાવો છે. બહિષ્કાર કેવળ આત્મરક્ષણાર્થ છે. જેમ નાના ઊગતા છોડને વાડની જરૂર છે, ઊધઈ ન લાગે તે ખાતર ગેરુ અથવા ડામરની જરૂર છે તેમ સ્વતંત્રતાને સ્વાદ ચાખી સ્વતંત્ર રીતે પગ ‘ઉપર ઊભા રહેતાં હમણાં જ શીખેલા સમાજને સમાજદ્રોહીઓમાંથી બચવા માટે બહિષ્કારની જરૂર છે.'
૧૭૪
Page #185
--------------------------------------------------------------------------
________________
૨૧ મુ
લેકશિક્ષણ
આ જ વિચારને અમલ પણ સંજોગે પરત્વે, વ્યક્તિ પરત્વે કેટલેા લાંબેટૂંકા કરી શકાય તે પણ સરદાર સમજાવતા. અહારના માણસે। જે સરકારની સૂઝે આ તાલુકામાં ફૂટ પડાવવા આવતા હતા, જમીને ખરીદવા આવતા હતા તેમની સામે આકા બહિષ્કાર તે ઉપદેશતા, પણ તાલુકામાં જ વસતા નબળાપેાચા સામે એ અહિષ્કારને સામ્ય કરવાની સલાહ આપતા. આને એક દાખલા આપું.
એક ગામના એક પારસીએ બહારના મેાટા મેટા પારસી નેતાઓને છેતર્યાં, તેમની આંખમાં ધૂળ નાંખી, અને સત્યાગ્રહી હાવાને દાવા કર્યા. લેાકેાને ખબર પડતાં તેમણે તેને અહિષ્કાર કોં. બહિષ્કારની વિચિત્ર વાતે છાપામાં આવી; સદરહુ પારસીને નાકર નથી મળતા, તેને ત્યાં દાક્તરને આવવા દેવામાં નથી આવતા એવી ખબર આવી. શ્રી. વલ્લભભાઈ પોતે તે ગામે તપાસ કરવા ગયા. પારસીને ખેલાવ્યા, ગામના લેાકેાને એકઠા કર્યાં. દાક્તર ન જવા દેવાની, નાકર ન મળવાની ફરિયાદ ખાટી છે એમ પારસી ભાઈ એ એકરાર કર્યાં; પણ મજૂરા નથી મળતા, હજામ નથી મળતા, દારૂ પીનારા દુકાને નથી આવતા, એ ફરિયાદો કરી. શ્રી. વલ્લભભાઈ એ બંને પક્ષને સમજાવ્યા અને બહિષ્કારશાસ્ત્રને નવા નિયમ સમજાવ્યેઃ
બહિષ્કાર કરવાના આપણને હક છે, પણ તે આપણા માણસાની સામે. આપણી મેાટી કામેામાં જે ઊધઈ પાર્ક તેની સામે બહિષ્કાર કરે, પણ પારસી જેવડી નાનકડી કામને કોઈ માણસ પડે તેા તેને દરગુજર કરી. દારૂ એને ત્યાં કાઈ ન પીવા આવે એમાં તમે કશું ન કરી શકા, પણ એને ત્યાં ન જઈને ખીજાની દુકાને પીવા જાય એવું કાઈ ને ન સમજાવા એને મજૂરો મળવા જોઈએ, હામ મળવા જોઈએ. પારસી સજ્જને પણ તમારી સાથે રહેવુ હોય તેા પેાતાની અગવડોને તમારી આગળ ખુલાસા કરી દાદ મેળવવી જોઈએ. પણ તમારામાંના જે તમારી સામે દ્રોહ કરે તેને તે પાકા બહિષ્કાર જરૂર કરો. મહિષ્કારમાં પણ · મનુષ્યને જે સેવાના હક છે તે સેવાના તે। ત્યાગ ન જ થાય; પણ એ માણસની સેવા લેવાનું, તેની સાથે ભેગા થવાનું, તેની સાથે રોટીમેટી · વ્યવહારનું બંધ કરો. ’
૧૭૫
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
૩. પરિસ્થિતિને પહેોંચી વળવાની કળા – જપ્તી કરવાનું જ્યારે શરૂ થયું ત્યારે તેા ખાતેદારા પેાતાની દુકાન અથવા ઘર અધ કરી રાખે એટલું જ કહેવામાં આવતું હતું. તેમને ‘ આપણાં {ળયાં ભ`ગાવી પડેાશીનું ઘર બચાવવાના પાઠ શીખવવામાં આવા હતે, પણ જ્યારે પ્રચંડ ભઠ્ઠી સળગી ત્યારે આખા તાલુકાને કારાગૃહમાં પુરાવાની સરદારે સલાહ આપી.
જબરદસ્ત બદાખત છતાં પણ જ્યારે પઠાણા વાડે તેડવા લાગ્યા, ખારણાના નકૂચા ઉખેડવા લાગ્યા, ગાડાં ખેંચી જવા લાગ્યા, ત્યારે સરદારે તેમને કહ્યું:
“ગાડાંના સાલપાંસરાં જુદાં કરી નાંખા, પૈડાં એક ઠેકાણે રાખા, સાટે ખીજી જગ્યાએ રાખા, ધર ત્રીજી જગ્યાએ રાખા; વાડાની વાડ એવી મજબૂત કરો કે એ વાડા કૂદીને એ ન પેસી શકે, એમાં છીંડું ન પાડી શકે; ખારણાં એવાં તે મજબૂત કરો કે કુહાડી લાવીને ચીરે તે જ એ બારણાં તૂટી શકે, એ લેાકાને ખરાબર થકવી નાંખો.’
જમીન ખાલસા થવાની વાત આવી ત્યારે પ્રથમ સરદારે વસ્તુમાત્રના નાશવંતપણાની ફિલસૂરીી સમજાવી આપણને કેટલી જમીન જોઈએ ? મુસલમાનને પાંચ હાથ અને હિંદુને તે। ઘડીકવાર માટે ત્રણ ચાર હાથ જોઈએ, તેયે બળી ગયેા એટલે પાછી બીજાને કામ લાગે; રેલમાં ધરા તણાઈ ગયાં, માણસ તણાઈ ગયાં તે જમીનનું શું ? આખરે જ્યારે જમીન ખાલસા થવા માંડી ત્યારે જમીન ખાલસા કરવાની કાઈની મદૂર નથી, સરકાર જમીનને માથે મૂકીને વિલાયત નહિ લઈ જાય, અને પેાલીસા આવીને હિ ખેડે એમ કહીને સમજાવવા લાગ્યા. અને જ્યારે પૂરેપૂરું સંગઠન થઈ રહ્યું ત્યારે લેાકાને કહ્યું, ‘શરૂ કરેા વાવણી, જોઈ લેશું સરકાર શું કરે છે, ' અને સરકારને પડકાર કરીને કહ્યું: ચાસેચાત પાછા મેળવ્યા વિના આ લડાઈ બંધ થનાર નથી.
પણ સાથી મહત્ત્વનું શિક્ષણ અહિંસાનું હતું. જ્યારથી કલેક્ટરે ‘ આગ અને અત્યાચાર 'ને બાહુ ઊભા કર્યાં ત્યારથી શ્રી. વલ્રભભાઈ પ્રથમ કરતાં વધારે ચેત્યા કે સરકાર તેાકાન કરાવતાં ચૂકે એમ નથી, અને લડતને માટે તાાન જેવી ધાતક
૧૭૬
Page #187
--------------------------------------------------------------------------
________________
૨૧ મુ
લેકશિક્ષણ
'
વસ્તુ એકે નથી, એ તેમણે લેાકેાને સમજાવવા માંડયુ. સરદારની અહિંસા ઉપર એક અણધારી દિશામાંથી ટીકા આવી છે કે સરદારનાં તીખાં અને ધગધગતાં ભાણામાં અહિંસા નહેતી. સરદારે તે સ્પષ્ટ કહ્યું છે કે આધ્યાત્મિક' અહિંસાને આ જન્મે પહોંચીશ કે નહિ તેની મને ખબર નથી, મને તેા વ્યાવહારિક અહિંસા આવડે છે, અને મારા જેવા જાડી બુદ્ધિના ખેડૂતા આગળ એવી જાડી અહિંસા જ મૂકું છું, સૂક્ષ્મ અહિંસા તેમનું ભાગ્ય હશે તા તેઓ આગળ ઉપર સમજશે. ભાષણાની ટીકા કરનારાને એટલું જ કહી શકાય કે એમનાં આકરાંમાં આકરાં ભાષણ પણ લેાકેાને શાંત રાખવાના હેતુથી પ્રેરાયેલાં હતાં. પણ આની ચર્ચા આ સ્થાને વધારે ન કરું. વીર વલ્લભભાઈ' નામના મારા પુસ્તકમાં આની જરા વિસ્તારથી મેં ચર્ચા કરી છે.
સરદાર લડતની કળામાં નિપુણ હતા એટલું જ નહિ. પેાતાના સૈનિકાનું જોર જાણતા હતા, અને તેના જોરનું માપ કાઢી કાઢીને આગળ પગલાં લેતા જતા હતા.
Page #188
--------------------------------------------------------------------------
________________
૨૨
બારડેલી દિન' “મટું મહાભારત યુદ્ધ થઈ ગયું તે પણ ૧૮ દિવસમાં પતી ગયું હતું. પરંતુ બારડેલીના લોકો કે જેમણે હાથમાં લાકડી પણ કદી પકડી નથી, તેમણે ચારચાર મહિનાથી આટલી તપબંદૂકવાળી સરકારને હંફાવી એ તમારી ઈજ્જતને મેઘો વારસ તમે ભવિષ્યની પ્રજા માટે રાખી જશે. ” .
ધ ડતને ચાર મહિના થઈ ગયા હતા. ચાર માસમાં એ બારડોલીના લોકોએ સ્વપ્ન પણ ન ધાર્યું હતું એટલા તેઓ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. પણ એ પ્રસિદ્ધ થવાનું ભાન તેમને ન ! એ જ તેમના સત્યાગ્રહને શોભાવનારી તેમજ સાચવી રાખનારી વસ્તુ હતી. પ્રસિદ્ધિને માટે કરતા હોત તો ક્યારના તેઓ પડી ચૂક્યા હોત.
બારડોલી દિન” આખા દેશમાં ઉજવવામાં આવ્યો, ગુજરાતનાં તો સેંકડ ગામે એ દિવસ ઊજવ્યો, સ્ત્રીઓ અને પુરુષોએ ફાળા કરીને બારડોલી પહોંચાડવા. બારડોલીના સત્યાગ્રહીઓએ ૨૪ કલાકનો ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરી. મુંબઈના યુવકના ઉત્સાહને તે પાર નહોતો. તેમણે ઘેરઘેર જઈને ઉઘરાણું કર્યા, અને સરદારને મુંબઈ આવે ત્યારે ભેટ ધરવાની આલેશાન તૈયારીઓ રાખી. નેતાઓની સહાનુભૂતિ તો હતી જ, અનેક સ્થાને બારડોલી દિને” અનેક નેતાઓએ સભાઓ ભરી હતી. પણ સ્વ. લાલાએ “બારડોલી દિન” નિમિત્તે ચિરસ્મરણીય સહાનુભૂતિ
૧૭૮
Page #189
--------------------------------------------------------------------------
________________
‘બારડોલી દિન' મેાકલી. ગાંધીજી કે સરદાર તેમને આવવા દે એમ તે। હતું નહિ, એટલે તેમણે કાગળ લખ્યાઃ
“ રૂ. ૫૦૦ની નજીવી ભેટ હું મારી ખાનગી આવકમાંથી મેાકલુ છુ. આરડાલી આજે હિંદુસ્તાનની લડત લડી રહ્યું છે, અત્યારે એ એક જ રસ્તા રહેલા છે. હિંદ અખિલ ભારતીય સવિનયભંગ નથી કરી શકતુ એટલે આવી છૂટી છૂટી લડતા લડવી એ જ આપણે માટે શકચ છે. ઈશ્વર આરડાલીનું રક્ષણ કરશે. મારા મિત્રાએ મારી રકમની સાથેરૂ. ૧,૫૦૦ પાતા તરફથી ભર્યાં છે.”
સત્યાગ્રહક્ડનાં નાણાંના ઇતિહાસ તે દેશના ઇતિહાસમાં રહી -જાય એવા કહેવાય. ખારડાલીમાં તે ચેક અને મનીઓર્ડર ચાલ્યા આવતા હતા જ, તેવી જ રીતે ‘નવજીવન' અને ‘યંગ ઇંડિયા' સેિ પણ આવતા હતા. આ નાણાં ભારતના પ્રત્યેક પ્રાંતમાંથી જ નહિ, પણુ દૂર દૂર દેશા—ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, ચીન, ન્યુઝીલેંડ, મલાયસ્ટેટ્સ અને શ્રીજીમાંથી આવતાં હતાં. દક્ષિણ આફ્રિકાનાં નાણાં તે। જાણે ખારડેલીનાં જ ગણાય. નાણાંમાં કેવાં કેવાં પવિત્ર દાને હતાં એ તે માત્ર થોડા જ દાખલા આપીને બતાવી દઉં.
આ
અમદાવાદના મજૂરમંડળે આ લડતમાં ખૂબ રસ લીધા હતા. ગરીબ મજૂરાએ એક એક આનાની રસીદા કાઢી, અને એ મહામહેનતે બચાવેલા પોતાના પરસેવાના એકએક આનામાંથી દોઢ હજાર રૂપિયા તેમણે મેાકલા. સ્વામી શ્રદ્ધાનન્દજીના ગુરુકુળના બ્રહ્મચારીઓએ આશ્રમની મરામત વગેરે કરીને પચાસ રૂપિયા ભેગા કર્યાં. ગુરુકુળના કાર્યકર્તાઓએ બસે રૂપિયા આપ્યા. એ સેમાં ગુરુકુળના એક રસાઇયાએ આગ્રહપૂર્ણાંક પેાતાને એક રૂપિયા નાંખ્યા. સ્પા ગુરુકુળના બ્રહ્મચારીઓએ કેટલાક દિવસ ઘીદૂધના ત્યાગ કર્યાં, મજૂરી કરી અને પાંસઠ રૂપિયા આપ્યા. ત્યાંના કાર્યકર્તાઓએ પંચાસી રૂપિયા આપ્યા. ઠેઠ ખંગાળથી અભય આશ્રમના કાર્યકર્તાઓએ શાકભાજીને ત્યાગ કરી પેાતાની નાનકડી રકમ મેાકલી. જે ચેાર્યાંસી તાલુકાના ખેડૂતાએ ખુશીથી વધારા આપી દીધે! એમ કહીને તેમનું અપમાન
૧૭૯
Page #190
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ થઈ રહ્યું છે તેમણે વાંઝ ખાતે ગંજાવર પરિષદ ભરી વલ્લભભાઈને લગભગ અઢી હજાર રૂપિયા આપ્યા, અને સાથે સાથે જાહેર કર્યું કે મહેસૂલ તો અમે પરાણે ભર્યું છે કારણ કે તે વેળા અમે સત્યાગ્રહ માટે તૈયાર નહોતા.
નાગરિકોનાં દાન પણ નોંધવા જેવાં હતાં. ઉપર કહ્યાં તે તો બધાં સ્વેચ્છાથી આવતાં દાન હતાં, પણ કેટલાક દાતાઓને શ્રી. મણિલાલ કઠારી જેવા ભિક્ષુના આગ્રહની જરૂર હતી. ભાઈ મણિલાલે મુંબઈના બેરિસ્ટર અને એડવોકેટ પાસે મેટી રકમો કઢાવી, શ્રી. ભૂલાભાઈ જેવાને રસ લેતા કર્યા. અને મણિલાલની ભીખ એટલે સર્વભક્ષી, તેમને બધું ખપે. “સારો ચેક ન આપી શકે તો તમારી મોટરકાર આપે. કાર ન જ આપી દઈ શકે તો લડત ચાલે ત્યાં સુધી વાપરવા આપે,” એમ કહેતા જાય અને ચેક અને કાર બંને લેતા જાય. એમના પ્રતાપે બારડોલીના કાર્યકર્તાઓને આખા તાલુકાનાં ગામેગામમાં જોઈએ ત્યારે ફરી વળવાને માટે ચાર મોટરકાર મળી રહી હતી. સત્યાગ્રહફાળાની રકમ જે મે મહિનામાં અપીલ કરવામાં આવી ત્યારે રૂ. ૧૦,૦૦૦ હતી તે જૂન મહિનાની આખર સુધીમાં રૂ. ૨,૦૦,૦૦૦ થઈને ઊભી રહી હતી.
અને લોકોના ઉત્સાહની ભરતી દમનનીતિની ભરતી સાથે વધતી જતી હતી.
ખાલસા નોટિસોની સંખ્યા ૫,૦૦૦ થી વધી ગઈ હતી. હવે ખાલસા થયેલી જમીન ચેરીછૂપીથી વેચવાને બદલે જાહેર લિલામથી વેચવાના ઢગ થવા લાગ્યા. ઈસમાઈલ ગબા નામના મુસલમાન સત્યાગ્રહી જે અનેક સતામણની સામે આજ સુધી અડગ ઊભા હતા તેમના ખાતાની પ૦,૦૦૦ રૂપિયાની કિંમતની અને રૂ. ૧,૨૦૦ નું મહેસૂલ ભરતી જમીન વેચવાનાં જાહેરનામાં નીકળ્યાં. બીજી રૂ. ૨૫,૦૦૦ ની કિંમતની જમીન વેચવાનાં પણ જાહેરનામાં નીકળ્યાં. પણ તેથી કાંઈ કોઈ ડગે એમ નહોતું. ગામેગામના લોકોએ ઠરાવ કર્યો કે આવી રીતે જમીન રાખનારની જમીન કોઈએ ખેડવી નહિ, તેમને મજૂરીની કે બીજી
૧૮૦
Page #191
--------------------------------------------------------------------------
________________
૨૨ મું
આરડોલી દિન
કાઈ પ્રકારની મદદ ન કરવી. એક ખરીદ કરનાર ખારડેલી બહારના પારસી હતા. તેમની કામના અને શહેરના માણસાએ તેમના કડક બહિષ્કારના ઠરાવ કર્યાં. શ્રી. વલ્લભભાઈએ ‘બારડોલી દિન ’તે દિવસે ખારડેલીમાં ભાષણ કર્યું તેમાં વળી આ જમીન ખરીદનારાઓને આકરી ચેતવણી આપી: “ કાઈ પણ ખેડૂતની કે સાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલી હશે ત્યાં સુધી આ લડતને। અંત નથી અને હજારા ખેડૂતે તેના ઉપર પેાતાનાં માથાં આપશે. એ કાંઈ ધમરાજાના ગેાળ લૂંટાત નથી કે ભરૂચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લૂંટ મારી શકે. આ જાહેર સભામાંથી ચેતવણી આપું છું કે આ જમીન રાખતા પહેલાં પૂરતા વિચાર કરો. ખેડૂતનું લેાહી પીવા આવવાનું છે, તે તેમ કરનારને ઇન્સાફ પણ પ્રભુ આ જિંદગીમાં કેવા કરે તે ન ભૂલો. આ મફતમાં જમીન લેવા આવનારાની પેલા નાળિયેરના લેાભિયા બ્રાહ્મણની જેવી દશા થઈ હતી તેવી થવાની છે એ ખચીત માનજો. ’
સરકારી અમલદારાનાં જૂઠાણાં તે સહજ થઈ પડયાં હતાં. સરકારી જાહેરનામાંમાં જૂઠાણાં હાય, કમિશનરના કાગળમાં હોય, કલેક્ટરના શુભવચન 'માં હેાય તેા પછી ડે. કલેકટર જેને ભરેાસે સરકાર આખી લડત ચલાવી રહી હતી તેના વનમાં કેમ ન હોય ? ખારડાલીના લેાકેાની ભલમનસાઈ અને નરમ સ્વભાવ તેમને ડગલે ડગલે નડે એવાં હતાં. સરકારી નોકરાની સાથેની મહાબત તેમને ઝેરરૂપ થઈ પડી હતી. માતામાં એક સજ્જનને પેલા અમલદારે અનેકવાર સમજાવેલાઃ ‘તમારી વાડીનાં ફળ ખાધાં છે અને એ વાડીને હરાજ કરાવવી એ મારાથી નથી અનવાનું. મહેરબાની કરીને ભરી દેની! કાઈ ને જરાય ખબર ન પડવા દઈ એ.' એ સજ્જન અડગ રહેલા. હવે એક વૃદ્ધ પેન્શનરને આ અમલદારે કહ્યું કે તમારા મિત્રે તેમના તરથી પૈસા ભરી દેવાનું તમને કહ્યું છે. એમ પેલા પેન્શનર ભેળવાય એવા નહેાતા તેમણે તપાસ કરી જોઈ તે! ખબર પડી કે તેમના મિત્રે કશી વાત કરી નહોતી. આ ગામમાં જઈને
૧૮૧
Page #192
--------------------------------------------------------------------------
________________
મારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
શ્રી. વલ્લભભાઈ એ પેાતાની અનેક સચેાટ ઉપમાઓમાંની એક વાપરીને એ ગામને ઉચિત સદેશ આપ્યા
“ એ જાતની માખી હોય છે. એક માખી દૂર જંગલમાં જઈ ફૂલેામાંથી રસ લઈ મધ બનાવે છે. ખીજી માખી ગદા ઉપર જ બેસે છે, અને ગંદકી ફેલાવે છે. એક માખી' જગતને મધ આપે છે, ત્યારે ખીજી ચેપ ફેલાવે છે. આ ચેપી માખીએ તમારે ત્યાં કામ કરી રહી છે એમ સાંભળ્યું છે. એ માખીને તમારી પાસે આવવા દેશે। જ નહિ. ગંદકી અને મેલ જ તમારામાં ન રાખો। કે તમારી પાસે એ માખીએ આવે.”
લેાકેાએ ખાતરી આપી કે માખીની અસર કશી નથી થવાની. એક વિધવા બહેને સભામાં ઊભા થઈ કહ્યું: 'અમે નહિ ડરીએ, અમે તે તમારા આશ્રમમાં આવી રેટિયા કાંતશું. ' ગામના યુવકસધે અનેક ઉઘરાણાં કરેલાં હતાં. ૪૫૦ રૂપિયા આપવામાં આવ્યા. એ જ ગામે અગાઉ રૂપિયા ૨૦૦ તેા આપ્યા જ હતા.
"
પેલા રેસિડટ મૅજિસ્ટ્રેટ પણ આળસુ એટા નહાતા. તેમની આગળ લઈ જવાને નાના મેટા ભેગા પેાલીસની પાસે હતા જ હતા. જૂન માસમાં ત્રણુ સ્વયંસેવકે એવા સંજોગોમાં આ મૅજિસ્ટ્રેટની સામે ઊભા કરવામાં આવ્યા કે સા કાઈ ને હસવું આવ્યા વિના ન રહે. કલેક્ટર સાહેબ ખારડાલી આવ્યા હતા, સરકારી મંગલામાં મુકામ કરેલા. ખારડાલી થાણાના એક સ્વયંસેવકને કલેક્ટર સાહેબની હિલચાલની દેખરેખ રાખવાની હતી, એટલે આ અગલાથી થાડે છેટે આવેલા રસ્તાની સામી ખાજીએ તે ખેઠા હતા. કલેકટરને આ ન ગમ્યું. તેને ત્યાંથી ખસેડવાને પેાલીસને હુકમ કર્યાં. પેાલીસની પાસે પેલાએ લેખી હુકમ માગ્યા. પોલીસે કલેક્ટરને ખબર આપી, તેણે પેલાને ખેાલાવી મંગાળ્યા અને ફાજદારને સાંપ્યા. તેને ચેતવણી આપીને છેડી દેવાંમાં આવ્યેા. દરમ્યાન તેની જગ્યા વિદ્યાપીઠના એક વિદ્યાથી દિનકરરાવે લીધી હતી, અને ખીજો સ્વયંસેવક પ્રભુભાઈ સૂચના લેવા ત્યાં ઊભા હતા. આ બન્નેને પકડવામાં આવ્યા. એટલે પહેલા છગનલાલ જેમને ચેતવણી આપીને રજા આપવામાં આવી હતી તેમણે દિનકરરાવની જગ્યા લીધી, એટલે તેને પણુ
૧૯૨
,
Page #193
--------------------------------------------------------------------------
________________
૨૨ મું
- બારડેલી દિન' પકડવામાં આવ્યું. આ લોકોને પોલીસ કાયદાની એક કલમ પ્રમાણે પકડવામાં આવ્યા હતા. જે કલમ પ્રમાણે એમને પકડવામાં આવ્યા હતા તે કલમ તે સાર્વજનિક સ્થળોએ રખડતા રઝળતા બદમાશોને માટેની હતી. પણ આ જુવાનની ખુમારી કલેકટર જેવો અમલદાર કેમ ખમી શકે ?
તેમને કેસ ચાલ્યો, એ વળી વધારે હાસ્યજનક હતે.
કેટ રાત્રે ભરાઈ હતી – બદમાશોને કેમ એક દિવસ પણ, છૂટા રાખી શકાય ? ફોજદારને બિચારાને જેમતેમ સાહેદે શોધવા પડયા. આમાંને એક તે પીધેલો હતો. તેણે કેવી જુબાની આપી હતી તેની કલ્પના સહેજે થઈ શકશે. તેને દારૂના ઘેનમાં બિચારાને નહોતું તારીખનું ભાન, નહોતું શું બોલે તેનું ભાન નહતું તેની સામે કેણ ઊભેલા તેનું ભાન. તેની જુબાની સુધારીને લખી લેવી પડતી હતી. ત્રણે જુવાનને ૫૦ રૂપિયા દંડ નહિ તે બે માસની સજા થઈ. તેમનો ગુનો મૅજિસ્ટ્રેટના શબ્દોમાં આ હતોઃ “આ આરોપી બારડોલીમાં કલેક્ટરના બંગલા આગળ કલેક્ટરને મુકામ હતો ત્યારે રઝળતો અને જતા આવતાને અટકાવ કરતો માલુમ પડ્યો હતો.કોને અટકાવ થયો હતો ? કેવો અટકાવ થયો હતો? તેના પુરાવાની કશી જરૂર નહોતી. ત્રણે જણાએ જેલમાં જવાનું પસંદ કર્યું. બીજે દિવસે સંખ્યાબંધ સ્વયંસેવકો જેલ જવાની આ અનાયાસે લાધેલી તક લેવાને ભેગા થયા, પણ તેમને કોઈએ પકડ્યા નહિ!
બીજે દિવસે પેલા ટંટાકિસાદને માટે પકડેલા વાંકાનેરના ખેડૂતભાઈઓના કેસને ચુકાદો હતો. આરોપ એ હતો કે ૧૯ જણાએ ડેપ્યુટી કલેકટરનો સામાન લઈને જતાં ત્રણ ગાડાં અટકાવેલાં, અને ગાડાંવાળાને આગળ જતાં રોક્યા હતા. મુખ્ય પુરાવો એક એવા માણસને હતું કે જેની પાસે ઝાંખું બળતું એક ફાનસ હતું જેથી તે બધા આરોપીને ઓળખી શક્યો હતો. પુરાવો. એટલે તો નબળે, અથવા નહિ જેવો હતો કે પાંચને ઓળખાવી ન શકવાને લીધે આરોપ મેલ્યા વિના છોડી દેવા પડ્યા હતા. અને ત્રણને પાકા પુરાવા ન હોવાથી નિર્દોષ ઠરાવી છોડી
૧૮૩
Page #194
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
મૂકવામાં આવ્યા. બાકીના અગિયારને એ ગુના ઉપર છછ મહિનાની સખત કેદની સજા થઈ, અને સાપરાધ બળ વાપરવાને માટે એક મહિનાની સાદી કેદની સજા થઈ. આ વીરાનાં નામ તે આપવાં જ જોઈ એ ઃ રામભાઈ મેરારજી, કુંવરજી ગલાલભાઈ, ડાહ્યાભાઈ માવજી, ગાંસાઈભાઈ ગાવિંદ, નારણભાઈ ઉકાભાઈ, કાનજીભાઈ મેારારભાઈ, નાથાભાઈ કાળાભાઈ, છીતાભાઈ પ્રેમાભાઈ, જીવણભાઈ દયાળભાઈ, ચુનીલાલ રામજી, અને હીરજી ડુંગજી ચેાધરી.
આ નાટક જાણે પૂરતું ન હેાય તેમ આ ભાઈ એને જેલમાં લઈ જતાં જંગલીપણાની કમાલ કરવામાં આવી. સાદી કેદના પેલા ત્રણ યુવકૈા સુદ્ધાં સાને બબ્બેના જોડકામાં દારડે ખાંધ્યા હતા અને હાથમાં એડી પહેરાવી હતી. આવી રીતે તેમને સરિયામ રસ્તેથી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા, જાણે તેમને જોઈ ને લેાકેાને ભારે ધાક બેસી જશે. પણ કેદીએ તે હસતા હતા, જે લેાકેાને તેમની મેડીએ જોઈને ચીડ ચડતી હતી તેમને કહેતા હતાઃ · અરે એમાં શું? પહેાંચીની ઘડિયાળ કરતાં આ એડી સારી નહિ ? ' લેાકેા પણ હસવા લાગ્યા અને તેમની ગાડી ચાલી એટલે વંદે માતરમ'ના ધ્વનિથી સ્ટેશન ગાજી રહ્યું. ઘેાડા જ દિવસ પછી વાંકાનેરના તલાટીએ આ શાહુકાર ખેડૂતના છેકરાઓને દારડે બાંધીને જેલમાં લઈ ગયા તે બદલ પેાતાની ૨૫ વર્ષની નેાકરીનું રાજીનામું આપ્યું.
આ બધું ‘બારડોલી દિન'ના ત્રણ દિવસ આગમચ બન્યું, અને એણે ‘ ખારડેાલી દિન'ની ઉજવણી વધારે ગંભીર કરી મૂકી. હસીને દુઃખ ભૂલવાની કળા સરદાર રાજ પત્રિકાઓ દ્વારા અને પેાતાનાં ભાષણમાંના કટુમધુર કટાક્ષા દ્વારા લેાકેાને શીખવ્યા જ કરતા હતા. એક ઠેકાણે તેમણે એકાદ કલાક ભાષણ કર્યું અને ખેડા એટલે એક માણસે આવીને ફરિયાદ કરી, ‘ ફલાણા પટેલે મામલતદાર અને તેના કારકુનને ચા પાઈ. ' · અરે, એ શી રીતે બન્યું ? ' સરદારે હસતાં હસતાં પૂછ્યું. વૃદ્ધ પટેલે આગળ આવીને ખુલાસા કર્યાં ‘અમે તેા બારણાં બંધ કરી બેઠા
00
૧૮૪
Page #195
--------------------------------------------------------------------------
________________
૨૨મું
· આરડોલી દિન'
6
હતા. પણ પેલાએએ ખારી આગળ આવીને કાલાવાલા કર્યો કે આરણાં ઉઘાડા, ચા પીને ચાલ્યા જશું. મેં કહ્યું, તમારે વિશ્વાસ કેમ પડે ? પેલાએએ કરીીને ખાતરી આપી કે અમે કશું જ ન કરીએ, અમારે માત્ર ચા પીવી છે! પછી શું થાય? બારણાં ઉઘાડયાં, ચા પાઈ અને એમને વિદાય કર્યાં.’ આ માણસ વાત કરી રહે ત્યાં તે ખીજો એક માણસ આવ્યા અને આવેશથી કહેવા લાગ્યા ના, વલ્લભભાઈસાહેબ, આવું ન થવા દેવું જોઈ એ. એણે પેલાને ચા પાઈ તે કારકુનાએ ખાતરી આપી તેથી નહાતી પાઈ, પણ મામલતદારથી ડરીને પાઈ, અને અમારે તેા ભલભલાના ડર કાઢી નાંખતાં શીખવાનું છે. 'વલ્લભભાઈ બધું સમજી ગયા, ખડખડાટ હસી પડવા અને પછી આ પ્રમાણે સમાધાન કર્યું ઃ જીએ ભાઈ, કાલાવાલા કરે તેા તે ચા પાયા વિના ન ચાલે. પણ જોજો, એ લેાકેાથી સાવધ રહીને ચાલવું સારું. ધારા કે તમે ચા પાએ અને દૂધમાં માખી કે એવું કાંઈક હાય, અને ભૂલમાં તમારાથી ચામાં એવું દૂધ રેડાઈ જાય અને પેલાએને કાંઈક થઈ જાય તા તા દોષ તમારા ઉપર જ આવે ને ? એટલે ચેતીને ચાલવું સારું.' સૈા ખડખડાટ હસી પડવા, અને ઘડીકમાં આખા કિસ્સા ભુલાઈ ગયા. સરદારની પકડાવાની વાતા તેા સંભળાતી જ હતી. કાકે પૂછ્યું: ‘ સાહેબ, તમારી પકડાવાની વાત સંભળાય છે, સાચું? ' સરદાર ખેલ્યા નારે સાંભળ્યા કરાની ! મને શા સારુ પકડે ? બિચારી ભેંસનું લિલામ કરે તેા તેના પાંચ રૂપિયા ઊપજે, મારું લિલામ કરે તે કશુંયે ના ઊપજે.'
'
:
-"
‘ ખારડાલી દિન ’ આવ્યા ત્યારે લડતનું રહસ્ય તા લેાકેાની રગેરગમાં ઊતરી ગયું હતું, અને સૈા આકરી તાવણીને માટે તૈયાર થઈ રહ્યા હતા. સરદારે ‘ ખારડાલી દિન'ને પ્રસંગે કહ્યું: આજે હવે કુદરતમાં હવા બદલાતી ચાલી છે. આ પહેલાં ચૈત્રવૈશાખને સખત તાપ હતા, ખૂબ ઉકળાટ હતા, છેવટ ગાજવીજ થઈ કડાકા થયા, અને પરિણામે અમૃતવૃષ્ટિ થવા લાગી છે. સરકારે પણ ખૂબ તાપ કર્યાં, પ્રજાને અત્યંત ઉકળાટ કરાવ્યેા. પણ કુદરતની પેઠે તેમાંથી અમૃતને બદલે ઝેર વરસે તેાયે એ ઝેરને અમૃત મણી
• ૧૮૫
Page #196
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ: ગળી જવાની આપણને ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થના કરવાને આપણે ભેગા થયા છીએ.'
ખેડૂતોની સામાન્ય મનોદશા તે વેળા કેવી હતી તે કહેવું મુશ્કેલ છે. ખેડૂતને પિતાને ઇતિહાસ લખતાં આવડે તે તે લડતને જુદે જુદે અવસરે પોતાની બદલાતી મનોદશાનાં ચિત્રો આપે. પણ કેટલાક ખેડૂતે તે સિરસાટાની લડતને માટે તૈયાર થઈ રહ્યા હતા એ સ્પષ્ટ છે. સરકારી જાહેરનામું બહાર પડયું એ જ અરસામાં, એટલે “બારડોલી દિન'ના શેડા જ દિવસ આગળ, હું એક ખેડૂતને મળે હતો. એની સાથે વાત કરતાં ઉમંગ ચડે એવી. એણે વાતો કરી.
સરકારનું જાહેરનામું વાંચ્યું?” “હા ! સરકાર હજી વધારે આકરાં પગલાં લેશે.” “કયાં સુધી આ લડત ચલાવશો?”
ગમે ત્યાં સુધી. મારા ગામમાં તે પાકે બંબસ્ત છે. મારા ગામમાં એકે ભેંસ જ રહી નથી, શેની જમી લાવશે ? અરે થોડા વખતમાં ઘર જ એવાં કરી મૂકશું કે તેમાં ઊભો વાંસ ફરે ! અમે તે લડત બરોબર જામી ત્યારથી અમારાં તાંબાપિત્તળનાં વાસણ પણ કાઢી નાંખ્યાં છે. અમે માટીનાં હાંલ્લામાં રાંધીએ છીએ, અને માટીનાં વાસણમાં જમીએ છીએ. લઈ જાય જોઈએ તો એ વાસણ બહાર સાદડી ઉપર સૂઈ રહીએ છીએ; પલંગનો પણ નિકાલ કરી દીધું છે, કારણ પલંગ પણ ઉઠાવી જવા લાગ્યા છે. અને હવે અમે બીજે વિચાર કીધે છે. શા સાર ઘરમાં ભરાઈ રહેવું? એક ધર્મશાળા રાખીશું, એક બિનખાતેદાર એને કબજે લેશે, સૈ ત્યાં રાંધી ખાશું અને ફાળે પડતે ખરચ વહેંચી. નાંખશું.”
પણ સરદાર તમને કહે કે ગામ છોડીને ચાલ્યા જાઓ તો ?”
તો તો સત્તર આના. અમારાં બરાં છોકરાં તે ગાયકવાડીમાં અમારાં સગાંવહાલાંને ત્યાં ગયાં છે, ઢોર પણ ગયાં છે. ઘણું તે માત્ર અહીં સૂવાને માટે જ આવીએ છીએ.”
૧૮૬
Page #197
--------------------------------------------------------------------------
________________
૨૨ મુ
બારડોલી દિન’·
૬ અને જમીન ખેડશેા કે પડતર રહેવા દેશેા ? ખેડશે। તા સરકાર ખેડવા દેશે અને પછી પાક ઉઠાવી લેશે.'
· પાક કરીએ શા સારું ? થઈ એટલે એને ખેતરમાં જ ખાતર થશે.’
શણુ ખી નહિ નાંખીએ ? શણ સુવાડી દેવાની એટલે સેના જેવું
અંતે અમે છૂટા પડ્યા. છૂટા પડતાં પેલાએ ઉપસ’હાર “કરતાં કહ્યુંઃ લડત તે! ભગવાને મેાકલી છે. અમારામાંના ઘણા ચાના બંધાણી હતા. ભેંસા ગઈ એટલે હવે ચાને માટે દૂધ ત્યાંથી લાવે? છતાં કેટલાક બકરીના દૂધે ચલાવે છે, અને એકમે ઘેર ગાય છે. પણ એ ચા જાય એ જ સારી. ધારો કે આ લડતમાં હાર્યો તેાયે ખાવાનું નથી. એ કાંઈ છેલ્લી લડત થાડી છે ? આવતી લડત વધારે દાખસ્ત કરીને વધારે સાવચેતીથી લડશું. આ લડતમાં શીખેલા પાઠ ઘેાડા ભુલાવાના છે ? ’ · ખાલી દિન ’ આવ્યા ત્યારે લેાકેા આ શ્રદ્ધાથી, આ અચળ વિશ્વાસથી સરદાર જેમ આગળ ધપાવે તેમ ધપ્યા જતા હતા. તેમને નહોતી પડી સરકારી જાહેરાતાની, ખાલસા નેટિસેાની કે જેલની. સરદાર કહે કે હળ મૂકા જમીનમાં તે હળ મૂકવાં; સરદાર કહે, છેડે તાલુકા તા તાલુકા છેડવા !
Page #198
--------------------------------------------------------------------------
________________
૨૩
આરાપી ન્યાયાધીશ બન્યા
“ સરકારે મૂરખ માણસેાની વાત માની છે અને હવે સાપે છછૂંદર ગળી છે. હવે છેડાતીયે નથી, ગળાતીયે નથી.”
મે
6
ડા સત્યાગ્રહના દિવસેામાં સરકારનું ખુખરખાતું ખુલ્યું ુ નહોતું. ખેરસદ સત્યાગ્રહ વખતે એ ખાતાએ દર્શન દીધાં, અને લડત પૂરી થવા આવી ત્યારે આંખે ક્રોનિકલ ના છ સ્તંભ જેટલેા સરકારને। બચાવ બહાર પાડેલા. એને યાગ્ય ઉત્તર આપવામાં આવેલા અને એક અઠવાડિયામાં સર લેસ્લી વિલ્સને બે લાખ ચાળીસ હજારને હેડિયાવેરે રદ કરેલા. પાંચ મહિના સુધી ખારડાલી સત્યાગ્રહ પ્રકાશન ખાતાના, ‘નવજીવન ’ના અને યંગ ઇંડિયા'ના આરેાપે સાંભળી સાંભળી રીઢા થઈ સરકારે પોતાનું ખબરખાતું ચાલું કીધું. બલ્કે પઠાણાએ એ ખાતું ચાલુ કરાવ્યું એમ કહીએ તે ચાલે. પઠાણેાની ગેરવર્તણૂકનું વન મેં યંગ ઈંડિયા'માં આપ્યું હતું તેના રદિયા આપવાને સરકારી ખખરખાતાના વડાએ પ્રયત્ન કર્યાં. આ પ્રયત્નમાં સરકારી નેકરા ઉપરના આરેાપાની સ્વતંત્ર તપાસ કરવાને બદલે ગુનેગારને પેાતાની પાસે ખેાલાવી, તેતેા એકતરફી જવાબ સાંભળી, તાહેામત મૂકનારને હાંકી કાઢવાને આ રાજ્યનેા સનાતન રિવાજ જ્યાંત્યાં જોવામાં આવતા હતા. લેાકેાની રિયાદ ખરી કે ખાટી તે તપાસવા સ્વતંત્ર પંચ લેાકેા માગે તે સરકાર કેમ આપે ? ગુનેગાર અમલદારા એવાં પાંચ કેમ આપવા દે? અને એવાં પાંચ આપે તે પછી ખરે ટાંકણે મદદ કરનારા હૈયાફૂટા અમલદારા શી રીતે મળે?
૧૮૮
Page #199
--------------------------------------------------------------------------
________________
આપી ન્યાયાધીશ બન્ય એક પઠાણુ મીઠું ચેરતાં પકડાયો હતો એમ કહેવામાં આવે છે ત્યારે ખબરખાતાનો અમલદાર ન્યાયાધીશ બની કહે છેઃ પોલીસને જણાયું છે કે આ કેસ ખોટા કેસોમાં જ ગણવો જોઈએ.” જ્યારે કહેવામાં આવે છે કે એક પઠાણે એક સત્યાગ્રહીની ઉપર છરી લઈને હુમલો કર્યો હતો ત્યારે પઠાણે છરી સાથે હુમલો કર્યો હતો એ વાતનો ઇનકાર નથી કરવામાં આવતા, પણ એમ કહેવામાં આવે છે કે તેણે કાંઈ છરી ભોકવાને માટે હુમલે નહોતો કર્યો ! પઠાણોના ગેરવર્તનનો લાંબો બચાવ કરવામાં આવે છે તેમાં પઠાણ કૂવા ઉપર નાગો ઊભો હતો એ વાતનો ઇનકાર નથી કરવામાં આવતો પણ પઠાણનો હેતુ મલિન નહોતો એમ કહેવામાં આવે છે! અને એક પઠાણે એક ભેંસને મારી મારીને જીવ લીધે એ આપને તો ખબરખાતું ગળી જાય છે. ગમે તેમ છે, પણ આટલા બચાવ પછી પણ એ નમૂનેદાર પઠાણોને તુરત ખસેડવાનો હુકમ થયો. પણ સીંદરી બળે પણ સીંદરીને વળ નહિ બળે, એટલે ગવર્નરે પોતાના એક કાગળમાં પઠાણાને ખેંચી લેવાનું કારણ લોકમતને માન આપવાનું બતાવ્યું, જ્યારે સરકારી ખબરખાતાએ લખ્યું : હવે વરસાદની મોસમ શરૂ થઈ એટલે પઠાણની જરૂર છેડી જ રહેવાનો સંભવ છે! બીજા એક કાગળમાં સરકારે જણાવ્યુંઃ વાણિયા પઠાણોને ચોકીદાર તરીકે રાખે છે તેની સામે કેમ કોઈ કાંઈ કહેતું નથી, અને સરકાર રાખે તેમાં શું દેષ? કેમ જાણે એક ગુને બીજાને ઢાંકી શકતો હોય ! વળી વાણિયા કે બીજા કોઈ પઠાણોને રાખે તે લોકોને નથી ખૂંચતું એમ સરકારે શી રીતે જાણેલું ?
સરકારના ખબરખાતાએ “યંગ ઇડિયા’ના મારા એક બીજા લેખન બહુ સવિસ્તર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એ જવાબમાં પણ અહીં ન ઊતરું કારણ એ તો બારડોલીમાં મહેસૂલવધારે કેમ ખોટો છે એ વિષે લોકોનો પક્ષ રજૂ કર્યો હતો તેને જવાબ હતો, અને એમાંની ઘણું દલીલે પ્રથમનાં પ્રકરણમાં આવી ગઈ છે. એટલું જણાવી દઉં કે મિ. ઍડસનના પેલા સાત વર્ષના ૪૨,૦૦૦ એકર ગણોતે આપેલી જમીનના આંકડાને એક
૧૮૯
Page #200
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ વર્ષના ગણવાની ભૂલનો આમાં આંખમાં ધૂળ નાંખનાર વિસ્તૃત બચાવ આપવામાં આવ્યા હતા. બૂમફીલ્ડ કમિટીએ એ આંકડાને સાવ ખોટા ઠરાવ્યા છે એટલે હવે એ તકરાર નાહકની ઉતારીને સ્થળને વ્યય ન કરું.
ખબરખાતાને પત્રિકાઓ કાઢવાનું શૂર ચડયું હતું એટલે રોજરોજ સરકારની ઈજજત ઉઘાડી પાડનારા નમૂના બહાર પડયે જતા હતા. એક પત્રિકામાં જણાવવામાં આવ્યું કે પટેલતલાટીઓનાં રાજીનામાં ધમકી અને દબાણથી લખાવી લેવામાં આવ્યાં છે. પટેલતલાટીઓએ તુરત જ આ જૂઠાણાને ઉઘાડું પાડ્યું, પિતાની સહીને એક કાગળ પ્રકટ કરીને તેમણે જણાવ્યું કે એ વાત જુદી છે, અને એક તલાટીએ તો ઊલટું જણાવ્યું “અમે તે કેઈએ દબાણની વાત નથી કરી; બાકી ડેપ્યુટી કલેકટરે મને બહુ આગ્રહ કરીને કહેલું કે રાજીનામું પાછું ખેંચી લો, અને મને પગાર વધારી આપવાની લાલચ પણ આપી હતી!”
પણ ખબરખાતાના વડાનો શો વાંક કાઢીએ ? એનું તો એ કામ રહ્યું. બકે સરકારનાં કૃત્યોનો બચાવ કરવાને માટે એને પગાર મળે, એને પેલા અમલદારો જે પ્રકારનો બચાવ મોકલે તે જેમનો તેમ પિતાની ઑફિસમાં બેઠા બેઠા પિતાની સહીથી બહાર પાડવાને. પણ ખબરખાતાના ઉપરીને કયાંક ટપી જાય એવાં તો કલેકટરનાં. “ખેડૂતોનાં શુભ વચન” હતાં. એમાં પહેલેથી છેલ્લે સુધી નર્યું અસત્ય અને અસભ્યતા હતાં. કલેકટર શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને માટે નવાં વિશેષણોની નવાજેશ કરે છે : “દુરાગ્રહીઓ,” “બારડોલી તાલુકામાં જેમને ગુમાવવાની બિલકુલ ખેતીની જમીન નથી તેવા પરદુઃખત્પાદક
ઋષિઓ.” કલેકટર બારડોલીના સત્યાગ્રહના વાતાવરણને હિંસાના - વાતાવરણ તરીકે વર્ણવે છે, અને સરદાર જ્યારે કહે છે કે ખાલસા જમીન ખરીદનારાઓ તે જમીન ખેડે તે પહેલાં તેમને અમારા સ્વયંસેવકના લોહીની નીક વહેવરાવવી પડશે અને તેમનાં હાડકાંનું ખાતર કરવું પડશે, ત્યારે તેને કલેકટર આ પ્રમાણે *ઊલટાવે છેઃ “હવે તે તત્ત્વજ્ઞાન અને શાંતિના પાઠે પણ
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૩ મું
આરેપી ન્યાયાધીશ બન્યા વિસરાવા માંડ્યા છે– શાંતિની વાતો હવે શાંત થવા માંડી છે અને લડાઈ અને લોહીલુહાણુના ગંભીર ધ્વનિ એ પરદુઃખત્પાદક ઋષિઓને મુખેથી કાને પડવા માંડ્યા છે. ગોળીબાર અને હાડકાંનાં ખાતર વગેરે વાત શાંતિના ઉપાસકોને મુખેથી નીકળવા લાગી છે.”
પણ ખબરખાતાના વડા અને કલેકટરને શું કહીએ જ્યારે પ્રાંતને ગવર્નર સરકારની એટલે સરકારી અમલદારોની નીતિને ખાસ વિસ્તીર્ણ બચાવ કરવા નીકળી પડે છે, અને તે બચાવ કરતાં પરિણામે ઊલટો સરકારને જ દોષપાત્ર સિદ્ધ કરે છે. આનું જરા વિસ્તારથી વિવેચન કરવું જરૂરનું છે.
મુંબઈના એડવોકેટ અને ધારાસભાના સભ્ય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમને વિષે વધારે વિગતવાર ઉલ્લેખ આવતા પ્રકરણમાં આવશે તેઓ આ લડતમાં રસ લેનારા જાહેર પુરુષોમાં અગ્રગણ્ય કહેવાય. મે મહિનાની આખરે એમણે સર લેસ્લી વિલ્સનને બારડેલીની ઘટનાઓને વિષે ઘણું કાગળો લખેલા, અને લખતાં આરંભમાં જણાવેલું કે પોતે રાજબંધારણમાં માનનાર તરીકે કાગળ લખે છે, “કર ન ભરનાર અસહકારી તરીકે નહિ.' આવી રીતે પિતાની સ્થિતિની ચોખવટ કરવાને લીધે જ કદાચ એમને નામદાર ગવર્નરની પાસેથી લાંબા કાગળ મળી શક્યા. શ્રી. મુનશીએ ગવર્નરને વીનવ્યા હતા કે તેઓ આ બાબતમાં વચ્ચે ન પડે તો બારડોલીને મુદ્દો છે તેના કરતાં બદલાઈ જશે. ગવર્નરે એક તરફથી શ્રી. મુનશી લોકમત તરફ ન ઢળે એ હેતુથી તેમને રીઝવવા સારુ લાંબી દલીલના કાગળો લખ્યા, અને બીજી તરફથી પિતાના કાગળોમાં સહેજે સિદ્ધ થઈ શકે એવાં અસત્યો ચીતરી લોકોને ખોટા પાડવા પ્રયત્ન કર્યો. બારડોલીને મુદ્દો બદલાઈન જાય એટલા માટે શ્રી. મુનશી ના. ગવર્નરને વચ્ચે પડવાની વિનંતિ કરે છે, ના. ગવર્નર મુદ્દાને અવળે વાળીને કહે છેઃ “બારડોલીમાં સવિનય ભંગનું શસ્ત્ર ઉગામીને સરકારને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.” જે વસ્તુ લોકો તરફથી, સરદાર તરફથી, - ગાંધીજી તરફથી અનેક વખત સ્પષ્ટ કરવામાં આવી હતી તેનો
૧૯૧
Page #202
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ ઇનકાર ગવર જેવા જવાબદાર માણસ જાણે અસત્યને વખતેાવખત મેલ્યાથી તે નિષ્પક્ષ પંચ નીમવાની શ્રી. મુનશીની પહેલા કાગળમાં તે જણાવ્યું :
પ્રકરણા
હજી પણ કરે છે, કેમ સત્ય ઠરી જતું હેાયની વિન ંતિને વિષે ગવ રે
“વધારે તપાસ થવાથી કશા નવા મુદ્દા નથી નીકળવાના. જમીનમહેસૂલની ફરી આકારણી થઈ તે કેવી રીતે થઈ તેને અભ્યાસ કરવાથી કોઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાત્રી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વર્તી છે. . . . લેાકેાની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે. કારણ રેવન્યુ મેમ્બર મિ.રૂ રજા ઉપર ગયા ત્યારે મિ, હૅચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હૅચ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળા તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણાતા વગેરે બાદ કરીએ તાપણ (કારણ ગણાતાની સામે વાંધે! લેવામાં આવ્યા છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારા સૂચવ્યા છે તે જોઈતા હતા તેના કરતાં આછે! છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તે મહેસૂલ કશું ઓછુ થવાને બદલે ઊલટુ વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાત્રી આપું છું કે સરકારને એક પણ સભ્ય એવા નથી કે જેની ખાત્રી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયયુક્ત જ નહિ પણ ઉદારતાભયુ હતુ, ''
પણ લેાકેાને ઉદારતા નહોતી જોઈતી. લેાકેાને તેા ન્યાય જોઈ તેા હતેા. ગવર્નરે તેા કહ્યું: અરે, એવી કમિટી નીમવામાં આવે તે ઊલટા વધારે વધારાની એ ભલામણ કરે. ત્યારે તે તેમણે જરૂર લેાકેાની માગણી તરત સ્વીકારીને લેાકેાને ખેવકૂફ બનાવવા જોઈતા હતા. ખીજા પત્રમાં શ્રી. મુનશીએ લખ્યું :
*
સરકાર જો ખારડાલીના લેાકેાની વાજબી માગણી ન સ્વીકારે તે બારડોલીના લોકોનું નામનિશાન ન રહે અથવા ખુનામરકી થશે. અને અને પિરણામ આવતાં હમેશને માટેનાં દુઃખ અને દર્દીને ડાધ રહી જશે. આપ નામદાર કહેા છે તે વાત સાચી હોય કે નવા વધારા કરતાં સરકાર ન્યાયી નહિ પણ ઉદાર થઈ છે તા તા એ ન્યાયી છે એટલું કબૂલ કરાવવાની તક શા સારુ સરકાર નથી લેતી? ''
૧૯૨
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૩
આપી ન્યાયાધીશ બન્યા આના જવાબમાં સરકારનું પિત પ્રકાશ્ય. ગવર્નરે સાફ લખ્યું:
તમે સૂચવે છે તેમ સરકાર પોતાને રાજવહીવટ ચલાવવાને નિર્વિવાદ અધિકાર કોઈ સ્વતંત્ર કમિટીને શા સારુ આપી દે? દરેક રીતે હું પરિસ્થિતિને પહોંચી વળવા માટે આતુર છું, પણ કોઈ પણ સરકાર ખાનગી શખ્સોને પોતાની લગામ સોંપી દઈ ન જ શકે, અને એવું થવા. દે તો એ સરકાર સરકારના નામને લાયક ન રહે.”
આ વિચિત્ર વિધાનના જવાબમાં ગાંધીજીએ ફરી એકવાર લોકપક્ષનું સત્ય સ્વરૂપ વ્યક્ત કરનારો લેખ લખ્યો, અને સરકારે આદરેલી બેટી વૃત્તિને ઉઘાડી પાડી. આ રહ્યો તે લેખઃ
“ ગવર્નરસાહેબ કહે છે કે રાજ્ય અને પ્રજાની વચ્ચે સ્વતંત્ર તપાસ થાય જ નહિ. આમ કહીને તેઓ સાહેબ લોકેની આંખમાં ધૂળ નાંખે છે. સ્વતંત્ર તપાસ પણ સરકારી તપાસ હશે. ન્યાયખાતું અમલી ખાતાથી સ્વતંત્ર હોય છતાં તે પણ સરકારી ખાતું છે. કમિટીની નિમણુક લોકો કરે એમ કોઈએ માગ્યું નથી. પણ તટસ્થ માણસો નિમાઈ જેમ અદાલતમાં તપાસ ચાલે છે તેમ બારડોલીની મહેસૂલના કેસની તપાસ થાય એમ લોકોની માંગણી છે. આમાં સરકારને રાજ્યની લગામ છોડી દેવાની વાત નથી, પણ જોહુકમી, નાદીરશાહી છોડી દેવાની વાત અવશ્ય છે. અને જે લોકોને સ્વરાજ્ય મળવું છે ને તેમણે તે મેળવવું છે તો આ નાદીરશાહીને સર્વથા નાશ થવો જ છે.
આ દૃષ્ટિએ બારડેલીની લડતે હવે વ્યાપક સ્વરૂપ પકડ્યું છે, અથવા આપણું સદ્ભાગ્યે સરકારે તેને વ્યાપક સ્વરૂપ આપ્યું છે.'
સત્યાગ્રહનું શસ્ત્ર ગેરકાયદેસર છે એવી શ્રી. મુનશીની દલીલ અથવા કબૂલત દુ:ખકર છે. તે હવે તો અંકાઈ ગયેલું શસ્ત્ર ગણાય. દક્ષિણ આફ્રિકામાં જ્યારે તેનો ઉપયોગ થયો ત્યારે લૈર્ડ હાર્ડિગે તેને બચાવ કર્યો હતો. ચંપારણમાં બિહારની સરકારે તેને સ્વીકાર કરી કમિટી નીમી હતી. બોરસદમાં શ્રી. વલ્લભભાઈએ તે જ શસ્ત્રને ઉપગ કર્યો, ને હાલના જ ગવર્નરસાહેબે તેને માન આપી લોકોને દાદ આપી હતી. હવે તે શસ્ત્ર કેમ કાયદાવિદ ગણવું તે ન સમજાય તેવું છે.
પણ સત્યાગ્રહ કાયદાવિરુદ્ધ હોય કે ન હોય એ અત્યારે પ્રસ્તુત સવાલ નથી. લોકોની માગણી વાજબી હોય, તે લોકોની માગણી કરવાની રીત ગમે તેવી હોય છતાં તેની યોગ્યતા ઓછી નથી થઈ શકતી.”
Page #204
--------------------------------------------------------------------------
________________
૨૪
ન્યાયના ભવાડા “આ રાજ્યમાંથી ઈન્સાફ મેં સંતાડીને નાસી ગયો છે.” મારડોલીમાં ખાસ નીમવામાં આવેલા રેસિડન્ટ - અમેજિસ્ટ્રેટની પાસે કેવા કેવા કેસ લઈ જવામાં આવતા હતા તે વિષે આગલાં પ્રકરણોમાં પ્રસંગોપાત્ત ઉલ્લેખ થઈ ગયો છે. આ પ્રકરણમાં એ “ન્યાયમંદિર'માં ન્યાયને કેવો સીકે ચડાવી દેવામાં આવ્યો હતો, અથવા ન્યાયની કેવી વિડંબના થઈ હતી તે જરા વિગતવાર જોશું. બારડોલીમાં સરકારને બદનામ કરવામાં દરેક અમલદારે પોતપોતાનો ફાળો યથાશક્તિ આપ્યો હતો. - એમાં આ ખાસ નીમવામાં આવેલા રેસિડંટ મેજિસ્ટ્રેટનો ફાળો કોઈનાથી ઓછો તે નહોતો જ, કદાચ વધારે હશે. પણ એમાં એનો દોષ નહે. રેવન્યુ ખાતાનો જ અમલદાર, જેને આ કેસો ચલાવવાની ખાસ લાયકાત તો કશી જ નહોતી, ઊલટી રેવન્યુખાતાના અમલદાર તરીકે એ કેસો ચલાવવાની તેની નાલાયકાત કહીએ તો ચાલે. અને એ બિચારો કરે શું? ૧૯૧૯ના માર્શલ લોના દિવસેમાં હાઈકોર્ટ જજના હોદ્દાના માણસોની ન્યાયવૃત્તિને વળ ચડી ગયો હતો તે આ બિચારાનું ગજું શું ? બારડોલીના જેવા ઉશ્કેરાયેલા વાતાવરણમાં બેસીને ન્યાય આપવા બેસવું એ એને માટે દોહ્યલું કામ હતું. મહેસૂલ ન ભરનાર, ન ભરાવી દેનાર અને જપ્તીઅમલદારોની ઊઠવેઠ ફેક કરનાર જે કઈ તેની સામે આવે તેને હિંદુસ્તાનના ફોજદારી કાયદાની કોઈપણ કલમ નીચે
૧૯૪.
Page #205
--------------------------------------------------------------------------
________________
ન્યાયના શવાડા
લાવવેા અને સજા કરવી એ એનું કામ હતું એમ સમજીને એ આવ્યેા હોય તે નવાઈ નથી, અને એ કામમાં એણે કચાશ ન રાખી એમ આ પ્રકરણમાં આપણે જોશું. આશ્ચય નથી કે શ્રી. મુનશી જેવા કાયદાશાસ્ત્રીને આ ન્યાયનાં નાટકા જોઈ ને કંપારી છૂટી અને શ્રી. નરીમાન જેવાએ અકળાઈને પાકાર કર્યો, • આજે ખારડાલીમાં કાઈ નવાં જ ફોજદારી કાયદાના અમલ ચાલી રહ્યો છે.’
..
આ રેસિડેંટ મૅજિસ્ટેટના ફેંસલાએ ઉપર ઉપલક નજર ઠેરવતાં ઘણાખરામાં આનાં આ જ વાયા અથવા આવાં વાક્યા આવતાં જણાય છેઃ “ફરિયાદી પેાતાની સાદી વાત બહુ – સીધી રીતે કરે છે, અને તેને નહિ માનવાનું કશું કારણ નથી. ફરિયાદીને અથવા તે પુરિયાદપક્ષના કાઈ સાક્ષીને આરાપી પ્રત્યે કાઈ જાતને દ્વેષ નથી. ફરિયાદપક્ષના કાઈ પણ સાક્ષીને નહિ માનવાનું કશું કારણ નથી. ઘણાખરા આરેપીએએ પેાતાને અદાલત ઉપર બિલકુલ વિશ્વાસ નહિ હાવાથી પોતાના બચાવ રજૂ કર્યાં નહાતા તેમજ પેાતાના સાક્ષીએ પણ તેઓ લાવ્યા નહેાતા, એટલે રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટેરિયાદ પક્ષના કાઈ પણ સાક્ષીને નહિ માનવાનું કશું કારણ ' ન જોયું. મહેસૂલ નિહ ભરવાની લડતને અંગે થયેલું હરકેાઈ કૃત્ય પીનલ કાડની ૧૮૬૬. ૧૮૯ તથા ૪૪૭ની કલમેામાં આવી જાય એવા એ કલમેને અ અથવા અન કરવામાં આવ્યે તે એટલી હદ સુધી કે સગીરની મિલકતના વહિવટ કરનાર સૂરતના નાઝર ઉપર સરભાણના કેટલાક પ્રતિષ્ઠિત સનાએ સગીર તરફથી મહેસૂલ નહિ ભરવાનું એક પેસ્ટકાર્ડ લખ્યું હશે તેને પણ સરકારી અમલદારને ધમકી આપવાના આરેાપ માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઉપયેગને માટે આ મૅજિસ્ટ્રેટ જવાબદાર નહેાતા, અને એ આરેાપ ઊડી ગયા, કારણ કેસ સૂરતમાં ચાલ્યા અને ત્યાંના ડિસ્ટ્રિક્ટ જજને વાતાવરણને સ્પર્શી લાગેલેા નહોતા. શ્રી. રવિશંકર વ્યાસ જેવા સાધુચરિત અને તેમની સામે રિયાદ કરનાર મામલતદાર જેને ખીજા સત્યાગ્રહીએ એળખે એટલા જ એળખે
આ
૧૯૫
Page #206
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહને ઈતિહાસ
પ્રકરણ એવા પુરુષને સાપરાધ પ્રવેશની સજા થઈ તેમને ગુનો એટલો જ હતો કે મામલતદારને હેરાન કરવાના કે રંજાડવાના કશા ઇરાદા. વિના મામલતદારના કમ્પાઉંડમાં તેમણે પ્રવેશ કર્યો. ૧૮૬મી કલમના ગુના માટે ધમકીનું કાંઈ સ્પષ્ટ કૃત્ય હોવું જોઈએ. પરંતુ આવા કૃત્યના કશા પુરાવા વિના શ્રી. રવિશંકર, ચિનાઈ તથા. સન્મુખલાલને એ કલમ મુજબ ગુનેગાર ગણી સજા કરવામાં આવી. શ્રી. ચિનાઈના મુકદ્દમાનું ફારસ તો શ્રી. રવિશંકરનાને પણ. ભુલાવે એવું હતું. ન્યાયાધીશના ચુકાદાની ભાષા વાપરીએ તે, આરોપીએ એટલું જ કરેલું જણાય કે “મામલતદારની હાજરીમાં ખુશાલ નાથાને મહેસૂલ નહિ ભરવાનું તેમણે સમજાવ્યું, અને ખુશાલ નાથાને જાહેરનામું ફેંકી દેવાનું કહ્યું.' આ ખુશાલ નાથાને સાક્ષી તરીકે બેલાવવામાં આવ્યા ન હતા, પણ ફરિયાદ પક્ષના બે સાક્ષીઓ (સરકારી નોકર)એ શ્રી. ચિનાઈએ કેવી રીતે ખુશાલ નાથાને સમજાવ્યું તેનું આ વર્ણન આપ્યું હતું
ચિનાઈએ ખુશાલને કહ્યું કે તારે મહેસૂલ ભરવું હોય તો ભરી દે અગર ન ભરવું હોય તે “ના” કહી દે.” આને તે ન ભરવાનું સમજાવ્યું કહેવાય કે ભરવાનું સમજાવ્યું કહેવાય? પણ પીનલ કેડની ૧૮૬મી કલમ મુજબ ગુનો થવા માટે મેજિસ્ટ્રેટ માટે આટલા જ શબ્દો પૂરતા હતા ! '
ભાઈશ્રી સન્મુખલાલની ઉપરના કેસનું વર્ણન વિસ્તારથી સોળમાં પ્રકરણમાં આપવામાં આવ્યું છે. અહીં તો આ કેસનો કાયદાની દષ્ટિએ જ વિચાર કરશું. તલાટી ફરિયાદી હતો અને પટાવાળા ફરિયાદપક્ષના સાક્ષીઓ હતા. જમીઅમલદાર જેમની જ જુબાની કાંઈ પણ ઉપયોગી થઈ પડત તેમને સાક્ષી તરીકે બિલકુલ બેલાવવામાં જ આવ્યા નહોતા. ફરિયાદીએ કહ્યું : “સન્મુખલાલ આવ્યા અને તેમણે કહ્યું, “તમે જતી કરે છે, પણ કાલે સવારે તેનું પરિણામ શું આવે છે તે જોઈ લેજો....” એક સાક્ષીએ પ્રોસીક્યુટરના ખુલ્લામાં ખુલ્લા ઇશારા પછી જુબાનીમાં કહ્યું કે સામાજિક બહિષ્કારની કાંઈક ધમકી આપવામાં આવી હતી. ચુકાદાની ભાષા વાપરીએ તે “પટાવાળા.
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૪ મું
.
ન્યાયના ભવાડા સમા (ફરિયાદપક્ષનો બીજો સાક્ષી)ની જુબાની ઉપરથી જણાય છે કે ગાંધીવાળાએ મને કહ્યું કે આજે જે કામ તમે કરે તેનાં પરિણામ શું આવે છે તે કાલે જોઈ લેજો.” સાક્ષીને ખાસ પૂછવામાં આવ્યું કે ક્યા ગાંધીવાળા ત્યાં હતા, તેના જવાબમાં તેણે કહ્યું કે “ઉ હું જાણું ?” પ્રોસીકયુટરની ઇચ્છા તો એવી હશે કે ગાંધીવાળા તરીકે સાક્ષી સન્મુખલાલને બતાવે, પણ એ અભણ માણસ ઈશારો શાને સમજે? આરપીએ તો પોતે ગુનેગાર નથી એમ જણાવ્યું અને કહ્યું કે તેની સામે ઊભો કિલો મુકદ્દમો જૂઠા છે. - આ પુરાવાને બરાબર છણવાની જરા પણ તસદી લીધા વિના મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો કે આપીએ ઇજા કરવાની ધમકી આપવાનો ગુનો કર્યો છે, અને છ માસની સખત મજૂરી સાથેની કેદની સજા ફરમાવી.
આ મુકદ્મામાં આપણે એકવાર માની લઈએ કે જેટલી વિગતો નોંધાઈ તેટલી બધી સાચી જ હતી અને ફરિયાદી પણ સાચો જ હતો, તોપણ તેમાંથી આરોપીની વિરુદ્ધ વધુમાં વધુ એટલે જ નિર્ણય થઈ શકે કે તેણે ફરિયાદીને તથા પટાવાળાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી. (એક સાક્ષીએ તે પોતાની જુબાનીમાં એમ પણ કહ્યું હતું કે થોડા દિવસ તેમને બહિષ્કાર થયો હતો અને પછી તે બહિષ્કાર કાઢી નાંખવામાં આવ્યો હતો.) પીનલ કોડની ૧૮૯મી કલમ મુજબ આ ગુન ગણાઈ શકાય ખરો? ઈજા એટલે તો કોઈ માણસને ગેરકાયદે કાંઈ નુકસાન પહોંચાડ્યું હોય તે સામાજિક બહિષ્કારને આવી ઈજા ગણી શકાય ? એને ગેરકાયદે ઈજા અથવા તે સાપરાધ ધમકી ગણવાની કાયદો સાફ ના પાડે છે. સામાજિક બહિષ્કાર થશે એટલે શું શું થશે તે બતાવનારે કશો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. એટલે આરોપીની વિરુદ્ધ કરવામાં આવેલી બધી ફરિયાદ સાબિત થયેલી ગણીએ (જોકે કશું સાબિત થયું નહોતું), તે પણ આરોપીને ગુનેગાર ઠરાવવા માટે તથા તેને ચાનક મળે તેવી આકરી સજા ફરમાવવા માટે પૂરતું કારણ નહોતું જ.
૧૯૭
Page #208
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
મુકમાના
હવે આપણે શિવાનંદ અને અમૃતલાલના ચુકાદાનેા ઇન્સાફ તપાસીએ. એની વીગતા પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવી છે. આમાં એટલેા જ હતા કે ‘ આપીએ ફરિયાદી તથા કહ્યું કે તમે નીચ ભંગી અથવા ઢેડનું કામ કરેા છે!, · આરેાપી નં. ૨ જો હાથ ઊંચા કરીને રિયાદી ઉપર ધસ્યા,' અને ‘ આરેાપી ન.૧ લાએ ફરિયાદીને ધક્કો માર્યો.'
પણ સેાળમા આરેાપને સાર ખીજાઓને
પહેલા આરે પીએ આરેાપી ન. ૨ જો સાક્ષીઓના કહેવા
બન્ને આરે પીએએ તહેામત નાકબૂલ કર્યું. જણાવ્યું કે ફરિયાદીની આખી હકીકત જૂડી હતી, ત્યાં હાજર જ નહેાતે। તથા ફરિયાદી તથા મુજબ જપ્તીઅમલદાર આ બનાવને સ્થળે હાજર નહેાતા, જ્યારે ખરી રીતે બધા વખત તે આખા બનાવ જોયાં કરતા હતા એ બધું. દર્શાવનારા ફાટામ્રાજ્ રજૂ કર્યાં. મૅજિસ્ટ્રેટ આ પુરાવાને નિરુપયેાગી ગણી કાઢી નાંખ્યા. ન્યાય જ કરવાની તેને કાળજી હાત તે તે ફરિયાદપક્ષના સાક્ષીઓને તે પૂછ્યું કે આ ફોટોગ્રાફ બનાવની હકીકત દર્શાવનારા હતા કે નહિ. તેણે તે કશુંયે પૂછ્યું ગાયુ નહિ અને આરેપીએએ ફરિયાદી તથા ખીજાઓને તેએ નીચ. ભંગી અથવા ઢેડનું કામ કરતા હતા' એમ કહ્યું તે ઉપરથી તેમણે હુમલા કર્યાં હતા એવા ચુકાદા આપ્યા. વળી આરેાપીએ હાથ ઊંચા કર્યો એટલે ફરિયાદી જે જબરદસ્ત બલૂચ હતા અને જે આરપીએને ચપટીમાં મસળી નાંખી શકે એવા હતા— તેને ધકૈા માર્યાં એવું પણ હરાવ્યું. બન્ને આરે પીએને ૧૮૩મી કલમ. માટે ત્રણ માસની સખ્ત કેદની અને ૩૫૩ મી કલમ માટે છ માસ સખ્ત કેદની એમ નવ માસની સખ્ત કેદની સજા ફરમાવી.
•
-
આ મુકદ્દમામાં પણ આપણે માની લઈએ કે આરેાપી સામે થયેલી બધી ફરિયાદ સાબિત થઈ હતી (જોકે એવું કશું સાબિત થયું નહેાતું જ), તેાપણુ હુમલા કર્યાને આરેાપ એમાંથી કાઈ સામે. પુરવાર થતા નથી. વળી એક જ કાર્યમાંથી એ ગુનાએ થયેલા સાખિત ફરે તે પીનલ કેાડની ૭૧મી કલમમાં સાફ્ જણાવ્યા મુજબ ૧૮૩ તથા ૩૫૩મી કલમેા માટે જુદીજુદી સજાએ થઈ શકે:
૧૯૮
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૪ સુ
ન્યાયના ભવાડા
નહિ. મૅજિસ્ટ્રેટ પેાતાની સમક્ષ રજૂ થયેલા પુરાવામાં સાચુ ખાટુ કેટલું છે તે તે બીજા મુકદ્દમાની જેમ આમાં પણ તપાસતાં ચૂકવ્યા એટલું જ નહિ પણ કાયદાનું સ્પષ્ટ અજ્ઞાન પણ તેમણે પ્રકટ કર્યું.
કલેક્ટરના બંગલાના કમ્પાઉંડના દરવાજાની સામેના રસ્તા ઉપર બેસવા માટે એમે માસની આસાન કેદની સજા ત્રણ વિદ્યાર્થી એ ઉપર કેવા ઉમદા પુરાવાને ખળે ફરમાવવામાં આવી હતી એ તે હું વીગતવાર પાછલા એક પ્રકરણમાં આપી ચૂક્યા છું. એ હાસ્યજનક કેસની વધારે ચર્ચા અનાવશ્યક છે.
વાંકાનેરના ૧૯ માણસા ઉપર હંગામેા કરવાના તથા ગેરકાયદે અટકાયતના આરેાપસર જે મુકદ્દમે ચાલ્યેા એ જરા વીગતવાર વિચારવાજેવા છે. મૅજિસ્ટ્રેટના ચુકાદામાં દર્શાવ્યા પ્રમાણે વીગતે એવી છે કે કેટલાક રેવન્યુ પટાવાળા પેાલીસ પહેરા સાથે કેટલાંક ગાડાં હાંકતા વાંકાનેરને ચારે રાતે ૮ વાગ્યે આવી પહોંચ્યા. “ રાતના વખત હતેા તેથી ચેારાથી દસ કદમ દૂર રસ્તા ઉપર તેએએ ગાડાં ઊભાં રાખ્યાં અને ત્રણ પટાવાળા વેઠિયાને એલાવવા તથા ફાનસ લેવા અંદર ગયા. વિયા ગાડાં હાંકી જતા હતા એટલામાં ૧૫૦ માણસાનાં ટાબાએ તે આંતર્યાં, અને ટાળામાંના એક માસે બળદની નાથ પકડી ગાડાં ઊભાં રાખ્યાં. ફ્રાનસ સાથે વેડ્ડિયાને ટાળામાં ધસડી જવામાં આવ્યા એટલામાં તલાટી એ સ્થળે જઈ પહેચ્યા. પેાલીસ પાસે બંદૂકા નહેાતી, પણ ટાળાને વિખેરી નાંખવાની ખાતર ફરિયાદીએ પોલીસને બંદૂક સજ્જ કરવા કહ્યું. અંકનું નામ સાંભળીને આરેાપીએ તથા બીજા વિખરાઈ ગયા અને ઘેાડે દૂર જઈ ઊભા. તેઓ ફાનસ સાથે વેઠિયાને પણ લઈ ગયા. પટાવાળા તથા પેાલીસે પેાલીસ પટેલ પાસે જઈ બધી મીના કહી. પટેલ તેમની સાથે ગુનાને સ્થળે તેા ન ગયેા, પણ તેણે પટાવાળાઓને ખીજું ફાનસ આપ્યું અને ગાડાં આગળ ચાલ્યાં. ” આટલી હકીકત ઉપર ૧૯ માણુસાને
ટટાસિસાદ માટે પકડવામાં આવ્યા.
૧૯૯
Page #210
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ - આ આરોપીઓને ઓળખવાની ક્રિયાનું ફારસ વર્ણવવા જેવું છે. એ ક્રિયા “ગુનો” થયા પછી અગિયાર દિવસે થઈ શ્રી. કલ્યાણજીએ તથા શ્રી. વલ્લભભાઈનાં દીકરી કુમારી મણિબહેન પટેલે લોકોને ઘરની બહાર આવવાને ન સમજાવ્યા હોત તો આ ઓળખવાનું કામ તો થઈ જ ન શકત. આ ઓળખવાના ફારસમાં સાક્ષીઓએ ખાદી પહેરેલા માણસને વીણી વીણીને આગળ કર્યા. કલ્યાણજીભાઈ તથા મણિબહેનની સાથે શ્રી વલ્લભભાઈની મોટર સાફ કરનાર હીરજીભાઈ ગયો હતો, અને તે તદ્દન નિર્દોષ જ હતું. તેને ઓળખવા માટે એકઠા કરેલા લોકોમાં ભળી જવાનું ભાઈ કલ્યાણજીએ જાણી જોઈને સૂચવ્યું. વળી આ સ્થાને શ્રી. ભેગીલાલ નામના વિદ્યાપીઠના એક વિદ્યાથી સ્વયંસેવક તરીકે હતા, જોકે “ગુનાને દિવસે તો તે વાંકાનેરમાં પણ નહોતા. હવે પિલા સાક્ષીઓને તો એકઠા થયેલા લોકોમાંથી ગમે તે ખાદીધારીને ચૂંટી કાઢવા હતા એટલે આ વિદ્યાર્થી અને મોટર સાઇ કરનાર બંનેને આરોપીની યાદીમાં આવી જવાની તક મળી !
આ ઓળખવાની ક્રિયાનું ફારસ વધુ ઉઘાડું પાડવાની જરૂર નથી. મુનશી સમિતિ આગળ જુબાની આપનારા ઘણા ગૃહસ્થોએ ઓળખવા માટે સાક્ષીઓ કેવી રીતે ઊભા કર્યા હતા તે બાબત પિતાની જુબાની આપી હતી. આ કેસમાં પાંચ આરોપીઓ ઉપર તો તહેમતનામું જ ન ફરમાવવામાં આવ્યું, ત્રણને મુકદ્દમો ચાલ્યા પછી નિર્દોષ ઠરાવવામાં આવ્યા, અને અગિયારને અમાસની અંધારી રાતને વધારે અંધારી કરે એવા ફાનસ વડે બધાને ઓળખી શકનારા (!) શખ્સની જુબાની ઉપર ૧૪૭, ૩૫૩ તથા ૧૪૯ મી કલમોમાં દર્શાવેલા ગુના માટે છછ માસની સપ્ત કેદની તથા ૩૪૧ મી કલમના ગુના માટે એકએક . માસની આસાન કેદની સજા ફરમાવવામાં આવી. આ વખતે મેજિસ્ટ્રેટસાહેબે કાયદાની કાંઈક કદર કરી અને બન્ને સજાની મુદત એકસાથે ગણાય એવું ફરમાવ્યું. આ અગિયારમાંથી પાંચ જણે ઉપલી કોર્ટને અપીલ કરી, તેમાં ચાર આરોપીઓની સજા તેમનું ઓળખાણ બરાબર સાબિત નહિ થવાના કારણે રદ થઈ હતી !
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૪ મું
.
ન્યાયના ભવાડા - એક મુકદ્મામાં ભવાન હીરા નામના સરળ અને ગરીબ ગાય જેવા ખેડૂત ઉપર સરકારી અમલદાર ઉપર હુમલો કરવાના તથા સાપરાધ બળ વાપરવાના ગુનાનું ૧૮૬ તથા ૩૫૩ એ બે - કલમો મુજબનું તહોમત મૂકવામાં આવ્યું હતું. ભવાનની સ્ત્રીએ તો પોલીસ અમલદારને કહ્યા જ કર્યું કે જમીઅમલદાર આવે ત્યારે બારણું બંધ કરી દેવાં એ જો ગુનો ગણાતો હોય તે. એ ગુને તો મેં કર્યો છે, મારા ધણી તો ગુનાને સ્થળે હાજર પણ નહતો. આરોપીએ તહોમત નાકબૂલ કર્યું. આ એક જ મુક એવો હતો કે જેમાં ફરિયાદપક્ષ તરફથી રજૂ થયેલી હકીકત બધી જ સાચી હોય તો મેજિસ્ટ્રેટના ચુકાદા સામે બહુ વાંધો લઈ ન શકાય. પરંતુ આરપીની સ્ત્રી જ્યારે આખા તહોમતને ભાર પોતાની ઉપર વહોરી લેતી હતી ત્યારે તેને ઇરાદાપૂર્વક સાક્ષી તરીકે ન બોલાવી એટલે પુરાવો બિલકુલ અધૂરો હતો એ તે સ્પષ્ટ જ છે.
એક મુકદ્મામાં ગોપાળજી નામના સ્વયંસેવક ઉપર ખાતેદારના ઘરની દીવાલ ઉપરથી ખાલસા નોટિસ ઉખેડી નાંખવાના તહોમત બદલ કામ ચાલ્યું હતું. આરોપીએ પિતાની કેફિયતમાં જણાવ્યું કે નોટિસ દીવાલ ઉપર કાંટા વડે લગાડવામાં આવી હતી તે પવનથી ઊડી ન જાય એટલા માટે જ તેણે ત્યાંથી લઈને ખાતેદાર તરફથી પોતાની પાસે રાખી હતી. પરંતુ આ પ્રમાણે નોટિસ ખસેડવાની ક્રિયાને વિદ્વાન મેજિસ્ટ્રેટ પીનલ કોડની ૧૭૩ મી કલમ મુજબ ગુને ગ અને આરોપીને એક માસની આસાન કેદની સજા કરી!
આમ ફરિયાદો માંડવામાં તથા સજાઓ કરાવવામાં પોલીસ અને ન્યાયાધીશ બંને કેવા ભાન ભૂલ્યા હતા તે આ મુકદ્દમાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. માત્ર એક જ મુકદ્મામાં મૅજિસ્ટ્રેટે પુરાવાના સંપૂર્ણ અભાવના કારણસર એક ખેડૂત ઉપર ફરિયાદ ચલાવવાની ના પાડી અને બે મહિના પછી મુકદ્દમે પોલીસ પાસે પાછો ખેંચી લેવડાવ્યો. ” પણ આ મેજિસ્ટ્રેટ તો ઉપર વર્ણવેલા મુકદ્દમા ચલાવનાર મેજિસ્ટ્રેટથી જુદા અને ઓછી સત્તાવાળા હતા. આ
૨૦૧
Page #212
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
મુકદ્દમા તે પુણ્યપ્રકાપથી આખી અદાલતને ધણધણાવી મૂકના પેલા રાયમના બહાદૂર ખેડૂતને, જેની વીગત હું એગણીસમા. પ્રકરણમાં આપી ગયા છું.
એ ભેાળા પણ સાચા ખેડૂતથી ફેાજદારનું અસત્ય ન સહન થયું એ આપણે જોઈ ગયા, પણ એને તે પેાતાના સાચાની વધારે સાબિતી આપવી હતી એટલે એણે પેાતાને લેખી હુકમ નહેાતે. મળ્યા તે સાબિત કરવા એત્રણ સાક્ષીએ રજૂ કર્યાં. મૅજિસ્ટ્રેટ પૂરેપૂરા ગૂંચાયા. ખેડૂતની વાત સાચી હતી એ તે જાણતા હતા, એટલે તેને સજા શી રીતે થાય? પણ જો તે ખેડૂતને છેાડી મૂકે તેા અદાલતમાં બૂઢું ખેલવાના ગુના માટે ફેાજદાર ઉપર કામ ચલાવવું જોઈ એ. છેવટે પેાલીસની પાસે કેસ ખેંચાવી લેવડાવી તેમણે ગૂ ́ચ ઉકેલી.
આ બધા મુદ્દા બહાદુર ખેડૂતને જુસ્સા તેાડી પાડવાના હેતુથી ઊભા કરવામાં આવ્યા હતા. પણ તેનું પરિણામ ઊલટું જ આવ્યું. છેલ્લા મુકદ્દમામાં જેમ ખેડૂત મૅજિસ્ટ્રેટ સમક્ષ પેાતાના પુણ્યપ્રકાપ દાખી શક્યો નહિ, તેમ જ ખીજા બધા મુકદ્દમાએમાં જેમને સજા થઈ હતી તે બધા જાણતા જ હતા કે અમને સજા ખાટી રીતે થયેલી છે અને અમારી નિર્દે ષતા તથા શુદ્ધ તપશ્ચર્યાથી. લડતને લાભ જ થવાના છે. તે બધા જ બહુ આનંદપૂર્વક જેલમાં જતા હતા અને ગામના લેાકા પેાતાના વીરાને અભિમાનથી
વદાય આપતા હતા.
Page #213
--------------------------------------------------------------------------
________________
બારડેલીની વીરાંગનાઓ “ગમે તે થઈ જાય, પૃથ્વી રસાતળ જાય, સરકાર જુલમની અવધિ: કરે તે પણ તમે બહેને પ્રતિજ્ઞાથી ચળવાની નથી એ વસ્તુના પુરાવારૂપે. હું આ તમારા પ્રેમને ગણું છું.” પઠાણો અને પોલીસના જંગલી ઘેરા સામે રામનામ લઈને
* ઝૂઝતી ડોશીમાનાં દર્શન આપણે કર્યા, મહાલકરીને ધમકાવનારી બહેન પ્રેમીનાં પણ કર્યા, સેંકડોનું નુકસાન. પિતાની આંખ આગળ થવા દેનારી નવાજબાઈનું પણ દર્શન કર્યું. સત્યાગ્રહી ગીત ગાઈને સભાઓનું અનુરંજન કરતી, લોકોને શર. ચડાવતી બહેન – રાનીપરજ અને કણબી – નાં તો અવારનવાર દરેક પ્રકરણમાં દર્શન થયાં છે એમ વાચકે માની લેવું. આટલું, કહ્યું એટલે સરદારની સફળતાની બે ચાવી બતાવી છે તે ઉપરાંત, ત્રીજી કઈ હતી તે કહેવાઈ ગઈ. સ્ત્રીઓને સરદારે પ્રથમથી જ હાથમાં ન લીધી હોત તો આ લડતમાં આ રંગ આવત એમ કહેવું મુશ્કેલ છે. - બારડોલીને ખેડૂત ગમે તેવો સાદે ભેળો હશે, પણ, પવિત્રતામાં, સચ્ચાઈમાં તે બારડોલીની બહેનની સાથે સરખામણીમાં ન ઊતરી શકે. બૂમફીલ્ડ કમિટીની સાથે અમે ફરતા હતા ત્યારે: એક ગામે સહેજે બહેનોની સચ્ચાઈ જેવાને પ્રસંગ મળ્યો. હતો. અમે પૂછતા હતાઃ “તમે દૂબળાને બરાબર માપસર બશેર.
૨૦૩
Page #214
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ જુવાર આપે કે ઓછી ? ” મરદોએ કહ્યું: “માપસર.” બહેને ઘરમાં બેઠી બેઠી અમારી વાત સાંભળતી હતી. એક બહેન પોકાર કરી ઊઠી : “એમની સામે તે સાચું બેલે! ભાઈ, અમારું માપ ઓછું હોય છે. દૂબળા અમને છેતરે છે, અમે તેમને છેતરીએ છીએ. આવાં પાપ કરીએ એટલે અમારી દશા આવી થઈ ગઈ છે.” આ પછી કરજની વાત આવી. કરજ કબૂલ કરતાં લોકોને શરમ થતી હતી. એટલે એક બહેને એક ભાઈને ખખડાવીને કહ્યું: “સાચી વાત કહેતાં શરમ શેની? શરમમાં ને શરમમાં તે પાયમાલ થઈ ગયા.'
આવી બહેનોને પ્રથમથી જ તૈયાર કરવા માંડીને સરદારે પિતાની લડતનો પાયો પાકે કર્યો હતો. જેમજેમ લડત વધારે આકરી થતી જતી હતી તેમતેમ બહેને વધારે બળવાન થતી જતી હતી. જતીની સામે તો તેઓ થઈ, પણ જેલ વખતે કેમ થશે એની કોઈને કલ્પના નહોતી. ભાઈસન્મુખલાલનાં માતાને પોતાના પુત્રને જેલમાં પ્રસન્નતાથી વળાવતાં જોઈને સૈને આનંદ થતો હતો. પણ જ્યારે વાંકાનેરના ૧૧ વીરોને જેલમાં જવાનું આવ્યું તે દિવસે તેમાંના કેટલાકની પત્નીએ તેમને અદાલતમાં અને સ્ટેશન સુધી વળાવવાને માટે આવી હતી. તેમના કેાઈનાં મેં ઉપર શક કે દુઃખની છાયા નહોતી. આવી સ્ત્રીઓના આશીર્વાદ લઈને જે જેલ સિધાવે તે કદી માફી માગીને પાછો આવે? બારડોલીમાં જેલ જનારાઓમાં એક પણ માણસ આ બેદો નીકળ્યો નહે.
આ શરતાને ચેપ નાનાં મોટાં સૈને લાગ્યો હતો. મલેકપર ગામમાં શ્રી. વલ્લભભાઈને બહેને તરફથી માનપત્ર આપનારી એક ચૌદ વર્ષની બાળાએ પોતાની સ્વાભાવિક વાણીમાં પામરને પુરુષ બનાવે એવું ભાષણ કર્યું હતું: “અમારા વિભાગપતિ જેલ જાત્રાએ ગયા તે માટે અમે જેકે દિલગીર છીએ તે પણ અમારું ગામ મક્કમ છે. અમારી બહેનોની આ નાની ભેટ સ્વીકારશે. અમારા ગામમાં સરકારી અમલદાર આવીને ખાલસા નોટિસ કાઢી ગયા છે, એથી અમે ખુશી છીએ. મેં મારા
૨૦૪
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૫મું
બારડેલીની વીરાંગનાઓ:
પિતાજીને કહ્યું છે કે તમે ખુશીથી જેલ જજો. અમે તે બહેનેા ખેતી કરશું.'
લડતના છેક આખરના દિવસેામાં એક બહેનની બહાદુરી આફરીન પાકરાવે એવી જોવામાં આવી હતી. ભાઈ ભવાન હીરા નામના નાનીદને ગરીબ ગાવડી જેવા ખેડૂત. તેના ઉપર જપ્તીદારને અટકાવવા ભારણ અંધ કરવાના અને તેને ઈજા પહાંચાડવાને આરેાપ હતા. એની સ્ત્રી જાણતી હતી કે પેાતાના પતિ ભલે! માણસ છે અને જેલમાં જતાં ડરી જાય એવા છે. એમ માનીને તેના ઉપર આરેાપ મૂકવામાં આવ્યેા હતેા, કારણ જો ગુનેા કાઈ એ કર્યો હોય તે તેણે પાતે ગુના કર્યો હતેા. ખારણાં પાતે ઢાંક્યાં હતાં એમ તેણે પાકારી પાકારીને પોલીસને કહ્યું, અને જ્યારે તેને ન પકડવામાં આવી ત્યારે તે ધણીને લઈને તેની સાથે અદાલતમાં ગઈ. ભાઈ ભવાન હીરાને છ માસની સખત કેદની સા સભળાવવામાં આવી. ભાઈ ભવાનને સેકા માણસાએ વિદાય દીધી, પણ તેની વીરાંગનાની વિદાય તે લેાકેાની સ્મૃતિમાં ઘણા કાળને માટે કાયમ રહેશેઃ
- જોજો હો, ઢીલેા ખેાલ ન નીકળે. મૅજિસ્ટ્રેટને કહેજો કે તારાથી દેવાય તેટલું દુ:ખ દેજે. મારી સામું કે છેાકરાં સામે જોવાનું ન હોય. હિંમત રાખો, ને ખખડાવીને જવાબ દેજો. હું કરું? મારા ઉપર કેસ: નહિ માંડચો, નહિ તેા બતાવી દેતે. મણ દળવા આપે તે દેઢ મણ દળીને ફેંકી દેતે. મારા ધણી જેલમાં જવા તે તિયાર જ છે. પણ જરા ઠંડા સભાવના એટલે ખેલતાં ની આવડે. આવે વખતે તે એવા જવાબ દેવા જોયે કે હરકારમાં હોય તેટલા બધાંને યાદ રહી જાય. ’’
ભાઈ ભવાનને વળાવવા આવી તે દિવસે એ બહેનના શ્રી. વલ્લભભાઈ આગળ ઉચ્ચારેલા ઉદ્ગાર મે અક્ષરેઅક્ષર આપ્યા છે. હું તે વેળા હાજર હતા. ભવાન જેલમાં ગયા પછી આનંદથી ઊભરાતી આ ખાઈ સરદાર પાસે આવી, પેાતાનાં સગાંવહાલાં તરથી ભવાનને ૯ રૂપિયા ભેટના મળ્યા હતા તે તેણે સરદારને ચરણે ધર્યાં અને પેાતાને ધનભાગ્ય માનવા લાગી.. આવી સ્ત્રીને પતિ ગમે તેટલેા મેાળેા હોય તેણે આટલા
૨૦૫
Page #216
--------------------------------------------------------------------------
________________
• આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
આશીર્વાદ લીધા પછી ડગે ? જેલમાંથી ભવાન નવું જ તેજ લઈને નીકળ્યેા હતેા એમ સા કાઈ કહેતું હતું.
.
અને અહીં જ ખીજી બહેનેાનું સ્મરણ કરી લઉં? એ બહેનેાની લડતને અ ંગે તેાંધ લેવાની કદાચ ન હૈાય, પણ ખારડેાલીની બહેનેાની કેવી ભક્તિભાવના હતી અને એ ભક્તિભાવના વલ્લભભાઈને કેટલી કામ આવી તે બતાવવાપૂરતી એ નોંધ લેવાની જરૂર છે. લડતના આખરના દિવસમાં એક · મરણને કાંઠે ખેડેલી યુવાન સ્ત્રી ગાંધીજીનાં દર્શનને માટે ઝ ંખતી હતી. તેના ગામમાં ગાંધીજી ગયા, અનાયાસે તેની પડેાસના ધરમાં રેટિયાનું પ્રદર્શન હતું એટલે ગાંધીજી તેની પાસે ગયા. ગાંધીજીને ઊઠીને હાર પહેરાવવા જેટલી તેનામાં શક્તિ નહેાતી. ગાંધીજી વાંકા વળ્યા. તેણે હાર પહેરાવ્યેા, ગજવામાંથી પાંચ - રૂપિયાની નોટ કાઢી ભેટ ધરી, ગાંધીજીને કુંકુમને ચાંલ્લા કર્યાં અને આશીર્વાદ માગ્યા. ગાંધીજીએ કહ્યું, ‘શાંતિ રાખો.’ ખીજે જ દિવસે, ' મને ખાદીનાં કપડાં પહેરાવીને વળાવો' કહીને બિચારીએ કાયમની વદાય લીધી. કાને ખબર હતી કે એ ગાંધીજીનાં દર્શનની વાટ જોઈ ને જ બેસી રહી હતી!
.
બીજી બહેન પેલા અગિયાર વીરામાંના ભાઈ રામભાઈની પુત્રી. રામભાઈ છૂટીને બારડેલી આવવાના તેને આવકાર આપવા પુત્રી ન જાય તે ક્રાણુ જાય ? હરખમાં ને હરમ • તરત જ માંદી પડી, આંતરડાંની
તીવ્ર વેદના શરૂ થઈ અને મધરાતે
6
તે તેની આશા છેડાઈ. રાત્રે ત્રણેક વાગે મરણની સમીપ પહોંચેલી એ બહેને માગણી કરી: · ગાંધીજીને એલાવેની, મારે એમનાં દર્શન કરી લેવાં છે.' આટઆટલાં દુઃખમાં એ પિતાને મળી ન શકવાની, માતા પોતાની પાસે નથી, એ વસ્તુનું એને --સ્મરણ નહાતું, એણે તેા ગાંધીજીનું સ્મરણ કર્યું. ખારડેાલીમાં જ હતા. ગાંધીજી ત્યાં પહોંચ્યા. પગમાં કે હાથમાં તાકાત નહતી, આંખે પણ અંધારાં આવતાં
સુભાગ્યે ગાંધીજી બહેન મેાતીના
(
• હતાં, એટલે મેલી, મારી આંખે નથી દેખાતું, પણ ગાંધીજીના - અવાથી ગાંધીજીને
એળખું છું. મારા બંને હાથ કાઈ જોડી
૨૦૬
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૫ મું
મારડોલીની વીરાંગનાઓ
આપે! એટલે ગાંધીજીને પગે લાગું. ’ આ પછી વલ્લભભાઈનાં દર્શીનની માગણી કરી. બેએક કલાકમાં તે બિચારીની ઐહિક લીલા સમાપ્ત થઈ. સાયંકાળે મેાતીના મૃત્યુની વાત કરતાં ગાંધીજીએ કહ્યું : મેાતીને મેં કાલે પહેલી જ વાર જોઈ. એને એળખતા નહાતા, પણ એ વીરાંગના હતી. '
"
બારડાલીની બહેનોને જીવતાં અમ
આવડે છે એમ તેમણે લડીને એમ આ બહેનેાએ મરીને
અતાવ્યું, મરતાં પણ આવડે
બતાવ્યું.
પણ આ તેા લડત પૂરી થયા પછીની વાત થઈ ગઈ. લડત તા હજી પૂર જોસમાં ચાલી રહી હતી.
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૬ વિષ્ટિકારી
“ સરકાર જોડે બેસનારાઊઠનારા સરકારને શું સંભળાવવાના છે ?” મહેરા આગળ શંખ મૂકવાને ! અર્થ ? તે તે જાણુરો કે હાડકુ ચાવે છે! એ સાંભળે તે ક્યારે ? જ્યારે બારડોલી ઉપર બધાં જ હિથયારા વાપરીને ધરાશે, જ્યારે તેની જીલમ કરવાની શક્તિ ખૂટશે ત્યારે. ’’
લ
ડત જેમ આકરી થતી જતી હતી તેમતેમ ખારડાલી બહારના લેાકા વધારે વધારે આકુળવ્યાકુળ થતા જતા હતા. જેમનું સરકાર આગળ કાંઈ પણ ચાલે એવું લાગતું હતું તેમણે તે સરકારની સાથે વાતા કરવા માંડી હતી. તે લેાકેાના પ્રતિનિધિએ સાથે પણ વાતો કરતા હતા, પણ આ પ્રતિનિધિઓને તેમની વાતમાં ઘણીવાર જોર નહેાતું લાગતું, તેમની વાતમાં દયા . ઊભરાતી હતી, પણ જેમને માટે તે આટલા દયા થતા હતા. તેમની ભૂખનું માપ તેમને એછું હેાય એવું લાગતું હતું. આવે ડર ગાંધીજીને લાગવાથી જ તેમણે ‘નવજીવન' માં આ વચને એ વિષ્ટિકારાને ઉદ્દેશીને લખ્યાં હતાંઃ
:
“કેટલાક શુભેચ્છક મિત્રો આ બાબતમાં વચ્ચે પડી રહ્યા છે એવા ગપગેાળા સાંભળવામાં આવે છે. આમ વચ્ચે પડવાને તેમને હક છે, કદાચ ફરજ પણ હાય. પણ એ મિત્રોએ લડતનું મહત્ત્વ સમજીને બધું કરવું જોઈ એ લડત નજીવી છે અથવા લેાકેા નબળા પડચા છે એમ માની તેમની દયાની ખાતર તેમણે વચ્ચે નથી પડવાનું. ખરડાલીના લેાકેાની લડત શુદ્ધ ન્યાયની છે. તેમને મહેરબાની નથી જોઈતી, શુદ્ધ ન્યાય જ જોઈએ છે. તેએ પેાતે કહે છે તે સાચું જ માની લેવાનું કેાઈ ને કહેતા નથી. તેએ તે એક સ્વતંત્ર, ખુલ્લી, અદાલતની તપાસની માગણી કરે છે.''
૨૦૮
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૬ મું
' , વિદિકા એક વિષ્ટિકારની ઓળખ તો આપણે એક પ્રકરણમાં કરી ગયા. તેમણે “વધારા સાથેનું મહેસૂલ પૂરું ભરી દેવાનો” મુદ્દો ઊભેદ કરીને લડતને લાભને બદલે નુકસાન પહોંચાડયું એ પણ જોઈ ગયા. તેમને હેતુ શુભ હતો એ વિષે શંકા નથી જ, પણું ખેડૂતે શી વસ્તુ માટે આટલું કષ્ટ સહી રહ્યા છે તેનું મૂલ્ય તેઓ આંકી શક્યા નહિ, અને લડતને કાઈ પણ રીતે અંત લાવવાને તેમણે લોભ રાખ્યો. ' પણ એમના ઉપરાંત બીજા ઘણા વિષ્ટિકાએ પાછળથી આ બાબતમાં રસ લીધો, અને તે સૈને વિષે એટલું કહેવું ઘટે છે કે તેમણે જે પગલાં લીધાં તે પહેલાં લોકોના પ્રતિનિધિઓને તેઓ પૂછતા રહ્યા. તેઓ લોકોના વકીલ બન્યા એમ તો ન કહી શકાય, પણ લોકોને કેસ વિવિધ દૃષ્ટિએ સરકાર આગળ રજૂ કરવા પિતાથી બનતું બધું કર્યું. એ બધા જ જે એકવાર બારડોલીની મુલાકાત લઈ ગયા હોત અને પિતાની આંખના, કાનના તથા બીજા સ્વાનુભવના પુરાવાના જોર ઉપર તેમણે પોતાની કાર્યરેખા આંકી હેત તો બહુ રૂડું થાત.'
પણ તેમનામાં એક સજ્જને તેમ કરીને કાયમની કીર્તિ મેળવી. તેમણે પિતાની તપાસનાં પરિણામ દેશ આગળ એવી સચોટ અને સુંદર રીતે રજૂ કર્યા કે તેથી સહુ વિચાર કરતા થઈ ગયા, અને આખા દેશની આંખો બારડોલી તરફ અગાઉ કદી વળી હેય તે કરતાં વિશેષ પ્રમાણમાં વળા. આ પુરુષ બીજા કોઈ નહિ, પણ શ્રી. કનૈયાલાલ મુનશી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ધારાસભાના સભ્ય અને મુંબઈની હાઈકોર્ટના એડવોકેટ છે. તેમણે નામદાર ગવર્નર સાથે ચલાવેલા પત્રવ્યવહારનો નિર્દેશ અગાઉના પ્રકરણમાં હું કરી ગયે. આપણે જોઈ ગયા છીએ કે નામદાર ગવર્નર તરફથી તેમના કાગળોના જે જવાબ મળ્યા તે તેમના જેવા ચુસ્ત બંધારણવાદીને પણ સંતોષ આપી શકે એવા નહતા. તેમણે નામદાર ગવર્નરની મુલાકાત લીધી, અને તે મુલાકાતથી પણ જ્યારે તેમને સંતોષ ન થયો ત્યારે તેમણે બારડોલી જઈ આવવાનો નિશ્ચય
૨૦૯
Page #220
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઈતિહાસ
પ્રકરણ કર્યો, જેથી વસ્તુસ્થિતિ તેઓ નજરે નિહાળે અને પોતાની કાર્યદિશા વધારે સારી રીતે નક્કી કરી શકે. તેમણે બારડોલીમાં આવીને ઘણું ગામની મુલાકાત લીધી, ઘણી સભાઓમાં હાજરી આપી, ઘણું લોકે –પુરુષો તેમજ સ્ત્રીઓ –સાથે વાતચીત કરી અને તેમની તપાસને પરિણામે, પિતે ચુસ્ત બંધારણવાદી હાઈ “પિતાને વિરોધ દર્શાવવાને અતિશય ગંભીર પ્રકાર અખત્યાર કરવાની દુઃખદાયક આવશ્યકતા ઊભી થયેલી” તેમને લાગી. ૧૭મી જૂને ના. ગવર્નરને એક વીરતાભર્યો કાગળ તેમણે લખ્યો. તેમાં બારડોલીના લોકોની સ્થિતિને તથા જે શાન્તિ અને ધીરજથી તેઓ દુઃખો સહન કરી રહ્યા હતા અને જેને લીધે તાલુકાના મહેસૂલી અમલદારો અપંગ થઈ પડ્યા હતા, તેનો તાદશ ચિતાર તેમણે આપ્યો. અહીં એટલું ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે શ્રી. મુનશીએ સરકારને અનેક કાગળો લખ્યા પછી જ, તથા તેમની ઓછામાં ઓછી અમુક ફરજ તે છે જ તેનું ભાન જાગૃત કરવા માટે પિતાથી બનતું કરી છૂટયા પછી જ બારડોલી આવવાનો નિશ્ચય કર્યો હતો; તેઓ સરદારના કે બારડોલીના લોકોની પ્રેરણાથી બારડોલી ગયા નહોતા; સાધારણ જનતામાં તે લડત માટેની તેમની સહાનુભૂતિ ઉપરઉપરની ગણાતી હતી; તેઓ રાજીનામું આપશે એવી કેટલાક તો આશા પણ રાખતા નહોતા; એટલે તેઓ સંપૂર્ણ તટસ્થતાથી બારડોલી આવ્યા હતા. પણ બારડોલી તાલુકાની મુલાકાતમાં તેમણે નહિ ધારેલી એવી વસ્તુઓ તેમને જોવાની મળી. પછી સરકારને તેમણે કાગળ લખ્યો તેનો મુખ્ય ઉદ્દેશ સરકારની આંખ ઉઘાડવાનો જ હતો. આ કાગળે સ્વાભાવિક રીતે જે લોકોને ખૂબ ધ્યાન ખેંચ્યું. આખા હિંદુસ્તાનનાં પમાં એ કાગળ છપાયો. લડતના ઇતિહાસમાં એક મહત્વના પત્ર તરીકે એ પત્ર રહી જશે. એ કાગળમાં તેમણે જણાવ્યું
“ત્યાં ૮૦,૦૦૦ મરદે, બૈરાં અને બાળકે સુસંગઠિત વિરોધ દાખવવાની ભીષ્મ ભાવનાથી કૃતનિશ્ચય થઈ ઊભેલાં છે. આપના જમીઅમલદારને હજામ મળતો નથી ને તે સારુ તેને માઇલે સુધી રડવું પડે છે! આપના અમલદારની મોટર, જે કાદવમાં ખૂંચી ગઈ હતી તે
૨૧૦
Page #221
--------------------------------------------------------------------------
________________
ર૬ મું
- વિષ્ટિકારો શ્રી. વલ્લભભાઈ_આ૫ના કહેવા પ્રમાણે બારડેલીના લોકો પર જીવનાર ચળવળિયે – ન હોત તો ત્યાંની ત્યાં જ રહી હત. ગાડી, જેને હજારની કિંમતની જમીન માત્ર નામના મૂલ્ય વેચી દેવામાં આવી છે તેને એના ઘર માટે ઝાડુ કાઢનારે ભંગી પણું મળતું નથી. કલેકટરને રેલવે સ્ટેશન પર એક વાહન મળતું નથી, સિવાય કે શ્રી.વલ્લભભાઈ તેની પરવાનગી આપે. મેં જે ડાં ગામડાંની મુલાકાત લીધી તેમાં એક પુરુષ કે એક સ્ત્રી મને એવી ન મળી કે જે પોતે પસંદ કરેલા વલણ માટે દિલગીર હોય, યા તે પોતે સ્વીકારેલા ધર્મમાર્ગમાં ડગુમગુ હોય. શ્રી. વલ્લભભાઈ એક ગામથી - બીજે ગામ પસાર થતા ગયા તેમ તેમ મેં જોયું કે ગામેગામ પુરુ, સ્ત્રીઓ અને બાળકે સ્વયંફુરણાથી તેમને વધાવવા દોડી આવતાં હતાં. અભણ સ્ત્રીઓ, વૃદ્ધ અને જુવાન, પિતાનાં ફાટાંતૂટ્યાં કપડાં પહેરી તેમને કપાળે અક્ષતકુંકુમ લગાડતી હતી, અને મહામહેનતે મેળવેલા પોતાના એકાદ બે રૂપિયા પિતાના તાલુકાના ધર્મયુદ્ધને ખાતર એમના ચરણે ભેટ ધરતી હતી; અને એમના ગામડિયા ઢાળ અને ઉચ્ચારમાં “ડગલે ડગલે -તારે અન્યાય છે” એવાં પરદેશી સરકારનાં ગીતો ગાતી હતી. આ બધું
ઈને મારે મારા મનમાં કબૂલ કરવું પડ્યું કે સરકારી રિપોર્ટોમાં જે એમ જણાવવામાં આવ્યું છે કે આ ચળવળ તે ઊભી કરેલી બનાવટી - ચળવળ છે અને લોકો પર એમની મરજીવિરુદ્ધ ઠસાવવામાં આવી છે એ નરમમાં નરમ શબ્દોમાં કહું તો સાવ ખોટું છે. લોકોને થથરાવી નાંખવાના આપની સરકારના પ્રયત્નની લોકો ઠેકડી કરે છે. એમણે હિમ્મતપૂર્વક સહન કર્યું છે અને હજી સહન કરવા તૈયાર છે. વધારેમાં -વધારે સભ્ય રીતે બેલાવવો હોય ત્યારે મિ. સ્માર્ટને લોકે “ભેંસડિયો વાઘ” કહે છે અને જમીઅમલદારને “છોટા કમિશનર ' કહે છે. આપના સાહસિક અને મહત્ત્વાકાંક્ષી ડેપ્યુટી કલેકટરનું એમણે જે નરમમાં નરમ નામ પાડ્યું છે તે પત્રમાં લખવાની હું હિંમત કરતો નથી. સરકારના સ્વાર્થની દૃષ્ટિએ પણ એ ડેપ્યુટી કલેકટર જેટલા ઉત્સાહી છે એટલા શાણું થાય તો સારું એમ હું ઇચ્છું છું. આ બધું હું એવી આશાથી લખું છું કે મારા જેવાના અંગત અનુભવો જાણીને આપ નામદારના અને આપની સરકારના હૃદયમાં કંઈ નહિ તો વસ્તુસ્થિતિની જાતતપાસ કરવાની ઇચ્છા - જાગે. આવા જુસ્સાની અવગણના કરવાને કે એને કચરી નાંખવાનો પ્રયત્ન
કરવો એ બ્રિટિશ સરકાર માટે પણ ડહાપણભર્યું નથી. આવા મક્કમ નિશ્ચયવાળાં ૮૦,૦૦૦ સ્ત્રી, પુરુષો અને બાળકને આપ ટુકડા રિટલા માટે રડવડતાં કરી શકે; આપને પસંદ હોય તે આપ. એમને તોપે ચડાવી
૨૧૧
Page #222
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
આબરૂ
શકા; પરંતુ આ ભાગમાં સરકારની આબરૂ, જેને છે અને કરાય છે તેવી કાઈ વસ્તુ જ રહી નથી. નથી, જે હુકમ કરવાથી મેળવી શકાય; એ તેા પેદા કરવી એને માટે હમેશાં લાયક બનવુ પડે છે. પેાતાનાં વહાલાં જતાં બચાવવા માટે ૪૦,૦૦૦, સ્રી, પુરુષા અને બાળકો આ ત્રણત્રણ મહિના થયાં પેાતાનાં નાનાં અને અનારોગ્ય ધરામાં છે. ખાલી અને નિર્જન થઈ ગયેલાં ગામામાં થઈને હું પસાર થયા ત્યારે ત્યાં એક ચકલું પણ ફરકતું નહેતું, માત્ર રસ્તાના અમુક અમુક નાકે લેાકાએ પહેરેગીર) ગાઠવેલ હતા. રખે જસીઅમલદાર આવતા હોય એવા ભયથી સ્રીએ ખારીઓના સળિયામાંથી કાઈ કાઈ ઠેકાણે નજર કરતી જોવામાં આવતી હતી. જ્યારે તેમની ખાત્રી થઈ કે હું જપ્તી-અમલદાર નહોતા ત્યારે તેમણે પાતાના મકાનનાં બારણાં ઉઘાડચાં અને મને અંદર લીધે. જ્યારે મેં એ ધરામાંનું અંધારું, છાણ, વાશીદું' અને દુર્ગંધ જોઈ, જસીઅમલદારોની નિષ્ઠુરતાને ભાગ થવા દેવા કરતાં રોગથી. પીળાં પડી ગયેલાં, ચાંદાંવાળાં દુ:ખી એવાં પેાતાનાં પ્રિય ઢારો સાથે એક જ એરડાંમાં ગાંધાઈ રહેલું બહેતર સમજતાં સ્ત્રી, પુરુષો અને ખાળકાની. પેાતાનાં વહાલાં દ્વાર ખાતર હજી પણ લાંખે। સમય આ કારાગૃહવાસ સ્વીકારી લેવાની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી, ત્યારે મારે વિચારવું જ પડચુ' કે જીની આ નિષ્ઠુર નીતિની કલ્પના કરનારને, એને અમલ કરનારની. કડકઈ ના, અને એની મ'જૂરી આપનાર રાજનીતિને જોટા મધ્યકાલીન. યુગના ઇતિહાસનાં પૃષ્ઠા સિવાય બીજે ક્યાંય જડવા મુશ્કેલ છે.’’
પ્રકરણ્ય
માટે આટલું બધું કહેવાય.
એ એવી વસ્તુ પડે છે અને ઢાર લૂંટાઈ
<
આ પછી તેએ ‘ વધુમાં વધુ દુઃખ ફેલાવવાના નિશ્ચયવાળા વેરી વિજેતા ’એની પદ્ધતિએનું તેમજ ન્યાયની ઠેકડીના અનેક દાખલાઓનું વર્ણન કરે છે અને કહે છેઃ
ઢારા સાથે પુરાઈ રહ્યાં.
,
૧૨
ઉચ્ચ હેાદ્દાના અમલદારાની મન્તક, કાયદાના કેવળ અક્ષરા કરીને ગણવામાં આવતા ગુનાઓ માટે અસાધારણ સમ્ર સા, ગધિ જાહેરનામાંની ગનાએ તથા સરકારનાં ખાંડાના ખખડાટથી પ્રજામાં ઉપહાસ વિના ખીન્નું કશું નીપજતું નથી.’’
પેાતાના પુત્રના અંતભાગમાં ખારડાલીના પ્રશ્ન ઉપર ધારાસભામાં સરકારને મળેલી બહુમતીનું પેાકળપણું તે દર્શાવે બહુમતી મેળવીને સરકારે ઊભા રહેવું મુશ્કેલ કરી.
છે, અને કહે છે કે. કાઈ પણ રીતે હરકેાઈ બંધારણવાદીને સરકાર પક્ષમાં
Page #223
--------------------------------------------------------------------------
________________
વિષ્ટિકારે મૂક્યું છે, અને તેથી ધારાસભામાંથી મારી જગ્યાનું રાજીનામું આપીને મારા આખા પ્રાંતવ્યાપી મતદારમંડળને અપીલ કરી આ મુદ્દા ઉપર પિતાને નિર્ણય જાહેર કરવાનું સૂચવવું એ જ જવાબ મારે આપવાનો રહે છે.”
આ પત્રથી પોતાના દેશજનો પ્રત્યે જેમનામાં સમભાવ હોય તે બધાનાં હદય હલમલી ઊઠડ્યાં અને દેશના જાહેર પ્રશ્નોમાં -બારડોલીને પ્રશ્ન મેખરે આવ્યો. વળી શ્રી. મુનશી પિતાની
જગ્યાનું રાજીનામું આપીને સંતોષ માની બેસી ન રહ્યા. લોકોને કદબાવવાના જે ઉપાયો યોજવામાં આવ્યા હતા તેની કાયદાની ષ્ટિએ તપાસ કરવા તેમણે એક સમિતિ નીમી. એ સમિતિમાં તેઓ પોતે, મિ. હુસેનભાઈ લાલજી, એમ. એલ. સી., ડો. ગિલ્ડર, એમ. ડી., એફ. આર. સી. એસ., એમ. એલ. સી., રાવ બહાદુર -ભીમભાઈ નાયક, એમ. એલ. સી., શ્રી. શિવદાસાની, એમ.એલ. સી., શ્રી. ચંદ્રચૂડ, એમ. એલ. સી., તથા શ્રી. બી. જી. ખેર, સોલિસિટર (મંત્રી) એટલા હતા. તેમણે સૂરત તથા મુંબઈથી સ્વયંસેવકો તરીકે આવેલા વકીલો મારફત ૧૨૬ સાક્ષીઓ બારડોલીમાં તપાસ્યા. આ તપાસમાં મદદ કરવા સરકારને પણ તેમણે નોતરી પણ સરકારે આમંત્રણ ન સ્વીકાર્યું. તેને પરિણામે ન્યાયની અદાલતમાં એક- તરફી કેસમાં તપાસનું જે અધૂરાપણું સ્વાભાવિક રીતે રહી જાય છે તે તેમની તપાસમાં પણ રહ્યું. પરંતુ પુષ્કળ પ્રમાણમાં ચૂળેલા અને જેની સામે વાંધો ન ઉઠાવી શકાય એવા જ પુરાવાના આધાર ઉપર પિતાના નિર્ણ બાંધવાની તેમણે ખાસ કાળજી રાખી. આ પુસ્તકના એક પરિશિષ્ટમાં એ સમિતિએ કરેલી તપાસના નિણો આપ્યા છે.
પિતાના પ્રખ્યાત પત્રમાં શ્રી. મુનશીએ એવી આશા દર્શાવી હતી કે આ પત્રથી “આપ નામદારમાં તથા આપની સરકારના મેમ્બરોમાં જાતે જઈને તપાસ કરવાની ઈચ્છા જાગૃત થાઓ.” ગવર્નરસાહેબને અથવા રેવન્યુ મેમ્બરને બારડોલી લાવવામાં આ પત્ર જેકે નિષ્ફળ નીવડ્યો, તોપણ આખી લડત દરમ્યાન પહેલી જ વાર તાલુકાની મુલાકાત લેવાની સરકારે
૨૧૩
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ:
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ કમિશનર મિ. સ્માર્ટને સૂચના કરી તે શ્રી. મુનશીના પત્રનું જ પરિણામ ગણાય. વળી બીજા અનેકની ઊંઘ આ પત્રથી જ ઊડી. - વિષ્ટિકારોમાં બીજો ઉલ્લેખ સર પુરુષોત્તમદાસ ઠાકરદાસ" અને હિંદી વેપારીઓની ચેમ્બર ઓફ કોમર્સના બીજા સભ્યોનો. કરવો જોઈએ. મારી જાણ પ્રમાણે કલેક્ટરના આમંત્રણથી જૂનની શરૂઆતમાં જ સર પુરુષોત્તમદાસ કમિશનરને સૂરત મુકામે મળ્યા હતા. તેમણે શ્રી. વલ્લભભાઈને પિતાને મળવા સાર સૂરત આવવા કહ્યું, કે જેથી કરીને કમિશનર અને સરદાર વચ્ચે તેઓ મિત્રભાવે મસલત કરાવી શકે. પણ સરદાર ખૂબ જ કામમાં રોકાયેલા હતા. એટલે જઈ ન શક્યા, અને તેમણે આ લેખકને સૂરત જઈ સર પુરુષોત્તમદાસ સાથે વાતચીત કરવા મોકલ્યો. સર પુરુષોત્તમદાસને મિ. સ્માર્ટ સાથે બહુ લાંબી વાતચીત થઈ. મિ. સ્માર્ટ આ ચળવળને છુંદી નાંખવા માટે . જે પગલાં લેવાં પડે તે લેવા તૈયાર હતા, અને ચાલુ માસની આખર પહેલાં સત્યાગ્રહીઓનો મોટો ભાગ તૂટી જશે એવી સંગીન આશાવાળા જણાયાં. સર પુરુષોત્તમદાસે તેમને બરાબર સમજાવ્યું કે સત્યાગ્રહીઓની સહનશક્તિનું સાચું માપ તમારી પાસે નથી, અને જપ્તીઅમલદારેએ જે ઉપાયો અખત્યાર કર્યા હતા અને પઠાણેએ જે વર્તણૂક ચલાવી હતી તેથી સરકાર ઠીક. બદનામ થઈ ચૂકી હતી. ત્યારબાદ પોતાની ચેમ્બરના પ્રતિનિધિ. શ્રી. લાલજી નારણજીએ બારડેલીના મુદ્દા ઉપર ધારાસભામાંથી. રાજીનામું આપવું કે કેમ એ પ્રશ્ન તેમણે ચેમ્બરમાં ઉપાડ્યો. આ ઉપરથી સરકારનું વલણ સમજવા માટે ચેમ્બરના પ્રમુખ શ્રી. મોદીએ નામદાર ગવર્નરને કેટલાક પત્રો લખ્યા, પણ એ પત્રવ્યવહારથી કશું વળ્યું નહિ. શ્રી. મુનશીના પત્રોના જવાબમાં જે વલણ બતાવ્યું હતું તેના કરતાં પણ કડક વલણ નામદાર, ગવર્નરસાહેબે ચેમ્બરના પત્રોના જવાબમાં દર્શાવ્યું. પછી નામદાર ગવર્નરને આ લડતનું સમાધાન કરવાની વિનંતિ કરવા માટે ચેમ્બરનું એક ડેપ્યુટેશન તેમની પાસે લઈ જવાને
૨૧૪.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૬ મું
વિપ્રિકારે સર પુરુષોત્તમદાસે વિચાર કર્યો. પરંતુ તેમ કરતાં પહેલાં સત્યાગ્રહીઓની ઓછામાં ઓછી માગણ શી છે તે નકકી કરી લેવા તેઓ ગાંધીજીને સાબરમતી આશ્રમે મળવા ગયા, અને ત્યાં શ્રી. વલ્લભભાઈને પણ હાજર રહેવા વિનંતિ કરી. ગાંધીજીને મળ્યા પછી સર પુરુષોત્તમદાસ, શ્રી. મોદી તથા શ્રી. લાલજી નારણજી સાથે ડેપ્યુટેશનના રૂપમાં નામદાર ગવર્નરને મળવા પૂના ગયા. નામદાર ગર્વનર સાથેની તથા સરકારી મેમ્બરો સાથેની વાતચીત કેવી નિરાશાજનક હતી તેની વાત સર પુરુષોત્તમદાસે આ લેખકને કરી છે. સર પુરુષોત્તમદાસની અતિશય તીવ્ર ઈચ્છા હતી કે ગવર્નરસાહેબ શ્રી. વલ્લભભાઈને મસલત કરવા માટે નોતરે, જેથી ઘણું ગેરસમજની ચોખવટ થઈ જાય અને સમાધાન સર્વર થઈ શકે. પણ શ્રી. વલ્લભભાઈ જેવા “રેવોલ્યુશનરી’ વિપ્લવવાદી)ને નામદાર ગવર્નર મસલત માટે નોતરે એ સૂચના જ
ત્યાં હાજર રહેલા કેટલાક જબરદસ્તોને હળાહળ ઝેર સમી લાગતી હતી. ત્યારપછી સર પુરુષોત્તમદાસની ના ગવર્નર સાથે એક ખાનગી મુલાકાત થઈ. તેઓ સહાનુભૂતિવાળા જણાયા, પણ બધી જ વાતમાં સરકાર હાર ખાય એ વસ્તુ સ્વાભાવિક રીતે તેમને ગળે ઊતરે એમ નહોતું. ગવર્નરસાહેબને ઓછામાં ઓછો એટલો આગ્રહ તે હવે જ કે ખેડૂતોએ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવું જોઈએ, અથવા છેવટે કઈ ત્રાહિત વ્યક્તિને ત્યાં વધારા જેટલી રકમ અનામત મૂકવી જોઈએ, ત્યારપછી જ ફરી તપાસ આપવામાં આવે. મુંબઈ પાછા આવીને સર પુરુષોત્તમદાસ શ્રી. વલ્લભભાઈને મળ્યા અને મુલાકાતમાં બનેલી બધી હકીકત કહી સંભળાવી. બન્નેને લાગ્યું કે સરકાર અને સત્યાગ્રહીઓ વચ્ચે કાંઈ મેળ ખાય તેમ નથી.
ચેમ્બરમાં જે વધુ ચર્ચા થઈ તેને પરિણામે શ્રી. લાલજી નારણજીએ ધારાસભામાંથી પિતાની જગ્યાનું રાજીનામું આપ્યું, અને રાજીનામાના પિતાના કાગળમાં સ્પષ્ટ જણાવ્યું કે નિષ્પક્ષ તપાસની માગણી સ્વીકારાય નહિ ત્યાં સુધી વધારેલા દર પ્રમાણે મહેસૂલ ભરી દેવાની માગણું કરવી એ તદ્દન ખોટું છે.
૨૧૫
Page #226
--------------------------------------------------------------------------
________________
આરહેલી સત્યાગ્રહનો ઇતિહાસ
આ સ્થળે મરહૂમ મિ. બી. એફ. માદનનું નામ આપવું યોગ્ય ધારું છું. એમણે આ લડતને અંગે કરેલું કામ ભાગ્યે જ કોઈ જાણતું હશે, પણ આ લેખક જાણે છે. એમણે એક વિચક્ષણ આંકડાશાસ્ત્રી તરીકે શ્રી. જયકરના આંકડાની વ્યર્થતા એક સમર્થ નંધમાં સિદ્ધ કરી આપી. જ્યારે બૂમફીલ્ડ કમિટી આગળ અમે પુરાવો રજૂ કરતા હતા ત્યારે પેલા આંકડાની વ્યર્થતા સિદ્ધ કરવાને માટે અને ભાવોને વિષે જુબાની આપવાને માટે કમિટી આગળ રજૂ થવાની તેમણે તૈયારી બતાવી હતી.
આ બધાની વિષ્ટિથી સરકાર સમાધાન માટે કેટલી તૈયાર થઈ હશે એ કહેવું બહુ મુશ્કેલ છે. લોકો તે વિષ્ટિની વાતોથી મલકાતા નહતા કે ગભરાતા પણ નહોતા. સરદારે તેમને અનેકવાર સંભળાવ્યું હતું:
કેરીનું ફળ કવખતે તોડશો તે તે ખાટું લાગશે, દાંત અંબાઈ જશે, પણ તેને પાકવા દઈશું તે તે આપોઆપ તૂટી પડશે અને અમૃત સમું લાગશે. હજી સમાધાનીનો વખત આવ્યા નથી. સમાધાની કયારે થાય ? જ્યારે સરકારની મનોદશા બદલાય, જ્યારે તેને હૃદયપલટ થાય, ત્યારે સમાધાની થાય. ત્યારે આપણને લાગે કે તેમાં કંઈ મીઠાશ હશે. હજી તે સરકાર ઝેરવેરથી તળેઉપર થઈ રહી છે.”
નેહીઓને પણ તેમણે વારંવાર સંભળાવ્યું હતું કે ઉતાવળ ન કરે, પ્રજામાં આટલું ચેતન આવ્યું છે તેના ઉપર પાણી ન રેડે.
પણ આ વિષ્ટિઓનું પ્રત્યક્ષ પરિણામ કંઈ આવ્યું હોય કે ન આવ્યું હોય એટલું તે ચોકસ છે કે સરકાર જે ચળવળને રાજદ્વારી ગણતી હતી, અને જેના નેતાને નોકરશાહીના કેટલાક સ્તંભ “વિપ્લવવાદી” તરીકે નીંદતા હતા, તેવી ચળવળમાં પિતા પોતાના ધીકતા ધંધામાં મશગૂલ એવા પ્રસિદ્ધ પુરુષોએ આટલો રસ લીધે એ દેશના રાજકીય જીવનમાં થયેલી અદ્ભુત પ્રગતિનું અચૂક ચિહ્યું હતું.
Page #227
--------------------------------------------------------------------------
________________
' ર૭
નિપક્ષ સાક્ષીઓ “બારડોલીની લડતના પક્ષમાં આખી પ્રજાને મત એકધારે જેવો વહ્યો છે તે પહેલાં કઈ લડતમાં વહ્યો નહોતો.”
તપેાતાના ધંધામાં મશગૂલ એવા મુંબઈને આગેવાનોએ up બારડોલીની લડતમાં સક્રિય રસ લીધે એ એક નેંધવાલાયક વસ્તુ હતી જ, પણ તેના કરતાં પણ કદાચ વિશેષ નોંધવાલાયક વિનીત 'દલના ઉત્તમમાં ઉત્તમ પુરુષો આ લડતને ટેકો આપવામાં આગળ પડ્યા એ ગણાય. બેની પ્રવૃત્તિઓ વચ્ચે ભેદ દર્શાવવો હોય તો એમ કહી શકાય કે વિષ્ટિકારોએ જે રસ લીધે તે વિશેષ કરીને માનવદયાબુદ્ધિથી લીધો હતો, જ્યારે વિનીત વર્ગો જે રસ લીધો તે વિશેષે કરીને ન્યાયની દષ્ટિએ લીધો હતો. વિષ્ટિકારોને હેતુ લડતને ટેકો આપવા કરતાં, સત્યાગ્રહીઓને તેમના ઉપર પડતાં કષ્ટમાંથી અને પરિણામે વિનાશમાંથી ઉગારી લેવાને વિશેષે કરીને હતો, જ્યારે વિનીતોએ તો લડતનો અભ્યાસ કરી લડતના ન્યાયીપણા વિષે પિતાની સાખ પૂરી, તેટલે અંશે સત્યાગ્રહીઓને ટેકો આપ્યો, અને પછી અળગા રહ્યા. આજકાલની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બારડોલીની લડત જ એક એવી થઈ ગઈ કે જેમાં વિવિધ પક્ષના તથા ભિન્ન ભિન્ન વિચારો અને આભપ્રાય ધરાવતા સહુની સહાનુભૂતિ મળી હોય.
૨૧૭
Page #228
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ. જૂનના ત્રીજા અઠવાડિયામાં પંડિત હૃદયનાથ કુંઝર, “સર્વન્ટ એફ ઈંડિયા'ના તંત્રી શ્રી. વઝે તથા શ્રી. અમૃતલાલ ઠક્કર, ત્રણે ભારતસેવાસંઘના સભ્યો, લડતનો પ્રત્યક્ષ અભ્યાસ કરવા બારડોલી આવ્યા. તેમની પાસે સેટલમેંટ અમલદારોના રિપોર્ટે હતા જ અને તેમને તો તેમણે અભ્યાસ કર્યો હતો. પણ સત્યાગ્રહીઓના આક્ષેપ તથા તપાસ માટેની તેમની માગણી વાજબી છે કે કેમ તે તપાસવા તેઓ ગામડાંમાં ફર્યા. શ્રી. મુનશી કરતાં પણ તેમનું દૃષ્ટિબિન્દુ વિશેષ તટસ્થ હતું. લોકોએ વેઠેલાં કષ્ટો તથા તેમની વીરત્વભરેલી લડતનો અભ્યાસ કરીને તેનું પરિણામ તો શ્રી. મુનશીએ બહાર પાડયું હતું અને તેમાં તેમના કરતાં બીજા કોઈ વધુ કરી શકે તેમ નહોતું. આ વિનીત નેતાઓએ તાલુકાની સ્થિતિનું વર્ણન કરવાનું માથે નહોતું લીધું. તેમને તે નવી આકારણી પૂરતી જ તપાસ કરવી હતી. તેમના પર્યટન દરમ્યાન તેમની સાથે ગામડાંમાં ફરનારા સ્વયંસેવકે ખાદીથી લોકોને કે લાભ થાય છે એ બતાવવા ખાદીનું કામ જ્યાં થતું હતું તે વિભાગની મુલાકાત લેવાનું તેમને સૂચવેલું, પરંતુ તે માગણીનો. તેમણે આભાર સાથે ઇનકાર કર્યો. આ તટસ્થતામાં તેમની તપાસનું તથા તેઓ જે નિર્ણ ઉપર આવ્યા તેનું મૂલ્ય રહેલું છે.
તેમનું નિવેદન તેમની શાંત નિષ્પક્ષ વિચારસરણીને છાજે એવું હતું. તેમાં નિરર્થક એક પણ વિગત નહતી કે એક પણ વિશેષણ નહોતું. અને બની શકે તેટલું તે સંક્ષિપ્ત હતું. તેઓએ. ચાર પ્રશ્નોને વિચાર કર્યોઃ એક, જમીનના માલિકે પોતાના ખેડૂતો પાસેથી જે ગણોત લે છે તેનો આધાર લઈને વધારો સૂચવાયેલો. હોવાથી ખેડૂતોએ ભરેલાં ગણોતનાં જે પત્રક તૈયાર થયાં છે તે આર્થિક દષ્ટિએ વાજબી દર ઠરાવવામાં મદદરૂપ થઈ પડે. તેટલી કાળજીથી તૈયાર થયાં છે કે કેમ તે નક્કી કરવું અતિશય મહત્વનું છે, અને જો એ પત્રકે ગંભીર ખામીવાળાં જણાય તો તે ઉપરથી દોરેલા બધા નિર્ણયે બિલકુલ નકામા ગણાવા જોઈએ; બીજે, ખુલ્લી હરીફાઈથી નકકી થતાં ગણતોને મહેસૂલના આધાર તરીકે ગણવાની નીતિ અખત્યાર કરતાં પહેલાં એટલું નકકી કરવું.
૨૧૮
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૭ મું
નિષ્પક્ષ સાક્ષીએ આવશ્યક છે કે કુલ ખેડાણ જમીનનો કેટલા ભાગ રોકડ ગણત , આપતા ખેડૂતોના હાથમાં છે; ત્રીજો પ્રશ્ન એ છે કે આકારણીની જૂની મુદત દરમ્યાન ગણોતના દરમાં જે વધઘટ થઈ હોય તે તપાસવામાં અપવાદરૂપ વર્ષોનાં ગણોત બાદ કર્યા છે કે નહિ; ચોથો, મહેસૂલના નવા દર નકકી કરવા માટે માત્ર ગણોત ઉપર જ આધાર રાખવાનું લેંડ રેવન્યુ કોડ તથા સેટલમેંટ મેન્યુઅલની રૂએ કેટલે, દરજજે વાજબી ગણાઈ શકે એમ છે.” કોડનો તથા મેન્યુઅલનો અભ્યાસ કરીને તથા ઘણાં ગામોમાં પિતે પ્રત્યક્ષ તપાસ અને પૂછપરછ કરીને તેઓ નીચેના નિર્ણય ઉપર આવ્યાઃ
૧. ગણેતનાં પત્રકમાંથી વ્યાજુ ગણતના દાખલા, શરતી વેચાણના દાખલા તથા પૂરાં વસૂલ નહિ થયેલાં ગણતના દાખલા બાદ નહિ કરેલા હોવાથી, તેમજ ખાતેદારે જાતે જમીનમાં જે સુધારા કર્યા તેને લીધે જે વધુ ગણોત ઊપજે તેમાંથી સુધારાને કારણે ઊપજનો વધારે લેંડ રેવન્યુ કોડની ૧૭૭મી કલમ પ્રમાણે બાદ કરવો જોઈએ તે પણ બાદ નહિ કરેલો હોવાથી ગણોતનાં પત્રક ગંભીર ખામીવાળાં ગણાય.
૨. રોકડ ગણોતે અપાયેલી જમીન ૨૦ ટકાની આસપાસ ગણાય, અને સને ૧૮૯૫ માં “૯૪ ટકા જમીન ખાતેદારો જાતે જ ખેડતા હતા, તે હકીકત ધ્યાનમાં લઈએ તો ગણોતે ખેડાતી જમીનનું આજનું પ્રમાણ ૩૦ ટકા ગણવું એ બહુ ગેરવાજબી રીતે મેટું પ્રમાણ છે.
૩. રેવન્યુ મેમ્બરે પોતે જ બહાર પાડેલી યાદી મુજબ, ૧૯૧૮–૧૯થી ૧૯૨૪–૨નો ભાવના ઉછાળાને સમય કોઈ પણ જાતની ગણત્રીમાં નહિ લેવાવો જોઈએ.
- ૪. સેટલમેંટ કમિશનરે પોતાના “એકમાત્ર સાચા એધાણ” તરીકે અપૂરતા અને ચાળ્યા વિનાના ગણતના આંકડા ઉપર, પરોક્ષ. તપાસનાં પરિણામો ઉપર અંકુશ તરીકે વાપરવા માટે નહિ પણ ખેતીના ખર્ચમાં જે વધારો થયો છે તે વિચારવું જ ન પડે અને તે માટે કાંઈ બાદ ન કરવું પડે તે માટે આધાર રાખે છે. વળી (સેટલમેંટ મૈન્યુઅલના શબ્દોમાં કહીએ તે) “વધારો
૨૧૯
Page #230
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
બહુ ભારે થઈ જતા અટકાવવા ખાતર નહિ, પણ વધારા કરવા માટે જ તેણે આ આંકડાને ઉપયાગ કર્યો છે.
ઉપરના નિર્ણય ઉપર પાતે આવેલા હેાવાથી શ્રી. કું ઝરુ, વ અને ઠક્કર એ અભિપ્રાય ઉપર આવ્યાઃ ‘ફરી તપાસની માગણી સંપૂર્ણ રીતે ન્યાયી છે, ' અને · વીરમગામ તાલુકાની થયેલી નવી આકારણીના ફરી વિચાર કરવાનું સરકારે બહાર પાડયુ છે -એટલે બારડેાલીની આકારણીના પણ ફરી વિચાર કરવાને કૈસ જવાબ ન આપી શકાય એવા મજબૂત બને છે. '
શ્રી. વઝેએ એક વિશેષ નોંધ પણ બહાર પાડી હતી, જેમાં તેમણે ‘ બારડેાલીની વમાન લડત શુદ્ધ આર્થિક લડત અને સામુદાયિક સવિનય ભંગના એક અંગરૂપ નથી ' એ વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યા. મારી તપાસથી મને સતાષ થયેા છે કે આ પ્રવૃત્તિના સંચાલકો ખારડાલીના ખેડૂતને જે ક્રૂર અન્યાય થયેલેા તેએ સાચી રીતે માને છે તે દૂર કરવા માટે પેાતાથી અને તેટલેા પ્રયત્ન કરવા ઉપરાંત ખીજા કાઈ પણ હેતુથી આ લડત આગળ ચલાવવા પ્રેરાયેલા નથી. આ લડતમાં વ્યાપક રાજદ્વારી હેતુ બિલકુલ નથી, છતાં તેવા હેતુનું સરકાર આરેાપણ કરે છે તે અતિશય અયુક્ત અને અન્યાયી છે.'
આ નિવેદને જુદાજુદા રાજદ્વારી પક્ષના નેતાઓ ઉપર બહુ અસર કરી. હિંદી વર્તમાનપત્રામાંથી ચેડાંક ઢચુપચુ હતાં તેમની પણ સહાનુભૂતિ સત્યાગ્રહીએ પ્રત્યે તથા લેાકેાની માગણીના વાજબીપણા વિષે તેમજ એછામાં એછું અમુક તે તેમને મળવું જ જોઈ એ એ વિષે વિનિત પક્ષ સુદ્ધાં બીજા મંડળોના મત સંગઠિત કરવામાં બીજી કાઈ પણ વસ્તુ કરતાં વિશેષ ફાળા આ નિવેદને આપ્યા. આ સંબંધમાં શ્રી. મણિલાલ કાઠારીએ કીધેલા તનતાડ પ્રયત્ન અહીં નેાંધવાજેવા છે. તેઓ અનેક પક્ષના નેતાઓને મળ્યા, તેમને ખારડેલીના કેસથી અને ખારડેાલીની પરિસ્થિતિથી વાકેફ કર્યાં. આનું સુંદર પરિણામ આવ્યું. એક પછી એક આ દરેક નેતાએ પેાતાના વિચાર વર્તમાનપત્રામાં પ્રસિદ્ધ કર્યાં, અને પ્રજાને એ જ સંબંધમાં વિચારતી કરી મૂકી. પિડિત મેાતીલાલ નેહરુએ
૨૨૦
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૭ મું
નિષ્પક્ષ સાક્ષીઓ. છાપા જોગી એક લાંબી યાદી બહાર પાડી તેમાં કહ્યું “હું એમ સમજે કે મુંબઈ સરકાર ફરી તપાસ આપવા તે તૈયાર છે, પણ તપાસ આપતાં પહેલાં વધારેલું તમામ મહેસૂલ ભરાઈ જવું જોઈએ એવો આગ્રહ રાખે છે. સરકારનું આ વલણ બહુ વિચિત્ર લાગે છે. જે વધારે પ્રથમ દર્શને જ બેટ અને અન્યાયી હોય અને તેને ફરી વિચાર થવાની જરૂર હોય તો એ વધારે વસૂલ કરવાની માગણી કરવી એ તદ્દન અજુગતું અને ન્યાયવિરુદ્ધ છે.” સર અલી ઈમામે પોતાનો મત જાહેર કર્યો કે બારડોલીમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ “બન્ને પક્ષના પ્રતિનિધિઓવાળી, સમિતિ નિમાય તો જ આવી શકે.” એટલો જ અસંદિગ્ધ. અને તેની સંક્ષિપ્તતાને લીધે કદાચ વધારે અસરકારક અભિપ્રાય શ્રી. ચિંતામણિને હતો. તેમણે આખા પ્રશ્નનો વિચાર શુદ્ધ વ્યવહારદષ્ટિથી કર્યો. તેમણે કહ્યું: “જનસ્વભાવ એટલો આડે. અથવા ઊંધબુધિયે ન જ હોય કે આટલા બધા ગરીબ માણસે. આવી જબરદસ્ત સરકાર જેની મરજી એ જ કાયદે છે અને જેને કાયદે ઘણીવાર તેના અવિવેકને સભ્ય પર્યાય છે, તેની સાથે વિનાકારણ લડત ઉપાડે, જે લડતમાં તેમને લાભ કશો નથી પણ ગુમાવવાનું સર્વસ્વ છે.” તેમણે તે કહ્યું: “જેઓ પોતાની ફરિયાદના ન્યાયીપણા ખાતર આટલું ભયંકર દુઃખ વેઠવા તૈયાર થયા છે તેઓ વાજબી રીતે વધારે રદ કરવાની જ માગણી કરી. શકે, પરંતુ બારડોલીના ખેડૂતના કેસના સબળપણાનો તથા. મધ્યમસરતાને એ તે પુરાવો છે કે તેઓ મહેસૂલમાં સીધે ઘટાડે કરવાની જ માગણી કરવાને બદલે સ્વતંત્ર અને કેવળ સરકારી અમલદારોની સમિતિથી ભિન્ન એવી તટસ્થ તપાસસમિતિની જ માગણીથી સંતોષ માને છે. સરકાર આવી તપાસ આપવાની આનાકાની કરે છે તેમાં તેના પિતાના કેસનું પિકળપણું અને નબળાપણું ઉઘાડું પડે છે. તપાસ આપવામાં આવે તે પહેલાં સરકાર વધારેલું મહેસૂલ ભરી દેવાની માગણી કરે છે તે તો એક ફારસ જ છે.” પણ આથી એક ડગલું આગળ વધીને તેમણે જાહેર કર્યું કે બારડોલી સત્યાગ્રહ “કાયદેસર ચળવળ'ના અર્થની '
૨૨૧
Page #232
--------------------------------------------------------------------------
________________
-આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ અંદર આવી શકે છે અને વિનીત પક્ષના સિદ્ધાંતથી એ જરાયે અસંગત નથી. સર તેજબહાદુર સપુએ કહ્યું: “સરકારની પ્રતિષ્ઠા ખાતર મને તો આવશ્યક જણાય છે કે મહેસૂલના વધારાના સંબંધમાં બારડોલીના લોકોની જે ફરિયાદ છે તેને વિષે જ નહિ પણ મહેસૂલ વસૂલ કરવા માટે તથા પરિસ્થિતને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાંના સંબંધમાં જે આક્ષેપ થાય છે તે વિષે પણ તપાસ કરવા એક સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.”
વિદુષી બેસંટને પણ બારડોલી સત્યાગ્રહની ન્યાપ્યતા વિષે કશી શંકા જણાઈ નહિ, અને અનેકવાર તેમણે લડતને ટેકે આપ્યો હતે.
આખા દેશનાં હિંદી વર્તમાનમત્રો તો સત્યાગ્રહીઓની તરફેણમાં જ હતાં. એંગ્લો-ઇડિયન પત્રોમાં મુંબઈને અર્ધસરકારી પત્રના અપવાદ સિવાય બહારનાં ઘણાંખરાં વર્તમાનપત્રો તટસ્થ અથવા ઐન હતાં. પરંતુ નોકરશાહીનો હમેશાં પક્ષ કરવાની એંગ્લો-ઇડિયન પત્રોની બેદી પ્રથા આ વખતે અલ્લાહાબાદના - “પાયોનિયરે' અને કલકત્તાના “સ્ટેટ્સમેન” પત્રે તોડી અને બારડોલી સત્યાગ્રહને બંનેએ ટેકે આપો. પાયોનિયરે' લખ્યું: “મુખ્ય મુદ્દો કબૂલ કરવો જ જોઈએ અને તે વિનાવિલંબે કબૂલ કરવો જોઈએ કે બારડોલીની લડતને કઈ પણ નિષ્પક્ષ અને જેની પાસે સ્પષ્ટ હકીકતે આવી ગઈ હોય તે નિરીક્ષક એ નિર્ણ ઉપર આવ્યા વિના રહી શકે એમ છે જ નહિ કે ન્યાય ખેડૂતોના પક્ષમાં છે, અને નિષ્પક્ષ ન્યાય સમિતિ આગળ વધારેલા મહેસૂલની તપાસ કરાવવાની તેમની માગણી ન્યાયી અને વાજબી છે.”
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૮ ઊંઘમાંથી જાગ્યા
“એમ માનજો કે ઘાસના જંગલમાં ચિનગારી પડી છે, અને તમે જેટલું લાંબુ કરશે તેટલું જોખમ તમને છે. પ્રભુ તમને એ જોખમમાંથી બચાવા.’
હતી, અને અનેક દિશામાંથી કામ કરનારાં અનેક ખળેા આ પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યાં હતાં.
એક તરફ્ સ્થાનિક સરકારી અમલદારાનાં કારસ્થાન પઠાણા તે ખૂબ ખુમરાણ થયું એટલે મેડાવહેલા પણ ખેંચી લેવામાં આવ્યા. જપ્તીનું કામ લગભગ બંધ હતું, પણ જપ્તીઅમલદારા કાકાકવાર કાંઈક લૂંટ લાવીને પેાતાની હાજરી જાહેર કરતા. પકડેલી બધી ભેંસ પાણીને મૂલે સરકારી આડતિયાઓને વેચાયા કરતી હતી. કેટલીકવાર પકડીને વેચેલી ભેસ ખાતે થયેલું ખ બાદ કરતાં એક ભેંસને પેટે ચાર કે સાડાચાર રૂપિયા મજરે આપવામાં આવતા, અને તે મહેસૂલપેટે જમા લઈને તેની પાવતીએ પહાંચાડવામાં આવતી. ખેડૂતા આ પાવતીને દાઝવા ઉપર ડામ જેવી ગણી ફેંકી દેતા.
ખીજી તરફ ૧૯ મી કરવાની તારીખ વીતી ગઈ.
જૂન ગઈ એટલે જમીન ખાલસા હુંજારા ખાલસા નેટિસે તેા નીકળી · ચૂકી હતી જ, લગભગ અઢારઓગણીસ ગામે જમીન ખાલસા પણ જાહેર થઈ ચૂકી હતી. છતાં લેાકેાને કશી પડી નહોતી. લેાકેા જમીન ખેડવાની તૈયારી કર્યે જતા હતા, ખાલસા જાહેર થયેલી
૨૨૩
Page #234
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકર
.
6
જમીન ઉપર સરદારે પાતાની દીકરી મણિબહેન, શ્રી મીઠુબહેન અને શ્રી ભક્તિબહેન એમ ત્રણ વીરરમણીઓને જમીન આંતરીને મેસાડી દીધી હતી, અને રાજરાજ સરદાર પેાતાના ભાષણમાં જમીન વેચાતી લેનારની અને ખાલસા કરનારની ઉપર તીક્ષ્ણ, વાગબાણ ક્યે જતા હતાઃ કાઈ ધાસલેટવાળા કે તાડીવાળા પરાઈ જમીન પચાવી લેવા આવે તેથી શું? એ તે વ્યભિચારીનું કામ છે. ઘાસલેટવાળા તે શું પણ ચમરબંધીએ પણ આ જમીન નહિ પચાવી શકે એ લખી રાખજો; ' · કહે છે કે પેાલીસમાં ખૂબ માણસા આવી રહ્યા છે. છેને પેાલીસ લાવે, લશ્કર લાવે, જમીને ત્યાંની ત્યાં રહેવાની છે, અને ખેડૂતા પણ ત્યાં ને ત્યાં રહેવાના છે; ' ૮ પેાલીસ ને અમલદારને શા સારુ હેરાન કરે છે ? તાલુકામાં એમને ઊભા રહેવાનું તેા ઠેકાણું નથી. જે ઘડીએ વરસાદ પડજો તે ઘડીએ ખેડૂતના દીકરા સિવાય ક્રાણુ અહીં રહી શકવાનું છે ? · વેચાણ છે જ કયાં? એ તે ખેડૂતા ઉપર વેર લેવા ને તેમને પાયમાલ કરવા ખેચાર સ્વારથીઆ નાગાઓને ઊભા કરીને તેમને જમીન આપી છે. તે હું કહું છું કે ખેડૂતને ચાસેચાસ પાછે નહિ અપાય ત્યાં સુધી લડત બંધ થવાની નથી. ’
અને ખરે જ આખા તાલુકામાંથી માત્ર એક દારૂ ખરીદનાર પારસી મળ્યે, પણ બીજી કાઈ વસ્તુ ખરીદનાર કાઈ તાલુકાવાસી મળ્યેા નહાતા. આજ સુધી સ્મા સાહેબને આવવાની જરૂર ન જણાઈ, પણ હવે તેા આ ખેડૂતે શું કરવા બેઠા છે એ જોઈ આવું એમ એમને પણ થયું, અને સ્પેશ્યલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટની સાથે તેએ તાલુકાના ર'ગરાગ જોવાને આવ્યા. સરકારે જ તેમને મેાકલ્યા એમ કહેવું કદાચ વધારે વાખ્ખી હશે.
જેમણે જમીનમાં ચાસ મૂક્યા હતા, પણ જેમને ખાલસાની નેાટિસ મળ્યા છતાં જેમની જમીન ખાલસા જાહેર થઈ નહેાતી તેમને માટે સરકારે નવા જ રસ્તા કાત્યો હતા. સરભાણુના લેાકેાએ ખેડ શરૂ કરી દીધી હતી એટલે જપ્તીઅમલદારે જાહેર કર્યું: સરભાણુની કૅપ્ટન સાસાઇટીના સભ્યાએ ઘેલાભાઈ પરાગજીના નવસારીના જીનમાં જે કપાસ વેંચેલે તે ત્યાં જપ્ત
૨૨૪
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૮ મું
ઊંઘમાંથી જાગ્યા કરીને તેના વેચાણના રૂ. ૩,૨૬-૩-૧ તે સભ્યોના ખાતામાં બાકી મહેસૂલ ખાતે જમા કરવામાં આવ્યા છે, એટલે હવે તેમને પોતપિતાની જમીન ખેડવાની છૂટ છે. ખાતેદારે તે આ નોટિસથી ચકિત જ થયા, કારણું તેમને તો જીનના માલિકને જે કપાસ પોતે વેચેલો તેનાં પૂરાં નાણાં મળી ચૂકયાં હતાં. આ જ પ્રમાણે વાંકાનેર તથા બીજા ગામના કેટલાક ખેડૂતોને નોટિસો મળી કે તમારું મહેસૂલ ભરાઈ ગયું છે. પ્રકાર એવો બનેલો કે બારડોલીના એક છિનના માલિક શ્રી. નારણજી દુર્લભે આ ખેડૂતોને કપાસ કેટના સુપરિન્ટેન્ડન્ટ મારફત સૂરતના કોઈ બે વેપારીઓને વેચેલો. વેપારીઓ પાસેથી કેટન સુપરિન્ટેન્ડન્ટ મારફત નાણું નારણજી દુર્લભને મળે અને તે ખેડૂતને આપી દે. પણ સરકારે તે કોટન સુપરિન્ટેન્ડન્ટને ત્યાં રૂ. ૭૩,૦૦૦ની એ રકમને રોકી ખેડૂતોની બાકી ખાતે જમા કરી લીધી. ચોખ્ખી રીતે નાણાં ગેરકાયદે ઉચાપત કરવાનો આ ગુનો ગણાય. વળી એ કાર્યમાં રહેલું મનસ્વીપણું અને ભયંકર અન્યાય તે બાજુએ રહ્યાં, પણ કયા ખેડૂતનો કેટલો કપાસ જીનના માલિકને ત્યાં વેચાય છે તેની પણ સરકારે ખાતરી કરવાની તસ્દી લીધી નહોતી.
બીજી તરફથી લડતના નિષ્પક્ષ સાક્ષીઓ રોજ ને રોજ નવી અને સ્વતંત્ર તપાસસિતિ નીમવા માટે સરકારને દબાણ કરી રહ્યા હતા. વર્તમાનપત્ર પણ રોજરોજ બારડોલીનો વહીવટ જેમના હાથમાં હતો તે સ્થાનિક અમલદારોની દુષ્ટ રીતિઓ ઉઘાડી પાડી. રહ્યાં હતાં, અને આખા હિંદુસ્તાનમાં લોકમતની અપૂર્વ જાગૃતિ થઈ રહી હતી.
જ્યાં જોઈએ ત્યાં પ્રચંડ સભાઓ, ઊભરાતો ઉત્સાહ. આપણે જોઈ ગયા છીએ કે મુંબઈના યુવાનોએ સત્યાગ્રહ ફંડ માટે રૂા.૨૫,૦૦૦ એકઠા કર્યા હતા. આ ઉપરાંત સભાઓ અને સાહિત્યપ્રચાર મારફત લડતની બાબતમાં લોકોને જ્ઞાનપૂર્વક રસ લેતા કરવામાં તેઓ સારી મદદ કરી રહ્યા હતા. સૂરત અને અમદાવાદના યુવક સંઘે પણ પાછળ નહોતા પડ્યા. અમદાવાદના યુવક સંઘે માંહોમાંહે જ ઉઘરાણું કરીને રૂા. ૧,૦૦૦ મોકલ્યા
૨૨૫
Page #236
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ હતા. ગામડાંમાં તમામ જ્ઞાતિના અને જાતિના લેાકેા હલમલી ઊઠવા હતા. બ્રાહ્મણવ જેમનું રૂઢિચુસ્તપણું સા જાણે છે અને જેએ તમામ રાષ્ટ્રીય ચળવળા વિષે બેદરકાર હાય છે તેમણે પણ પેાતાના પૂર્વગ્રહાને ત્યાગ કરીને લડતમાં પેાતાના ફાળા આપ્યા. જેમણે રાજીનામાં આપ્યાં. તેમાંના ધણાખરા તલાટીએ બ્રાહ્મણા હતા. ખરડાલીની નજીક જ આવેલા જલાલપુર તાલુકાના બ્રાહ્મણાએ આરડાલી સત્યાગ્રહના વિજયને અર્થે મહારુદ્રયજ્ઞ આરંભ્યા, અને તેની પૂર્ણાહુતિને દિવસે તેમાં હાજર રહેવા શ્રી. વલ્લભભાઈ તે નેતર્યાં. અસ્પૃશ્યતા વિષેના જેમના અભિપ્રાય જાણીતા હતા અને જે બ્રાહ્મણેાના ઉપર ઘણીવાર પ્રહારા કરી ચૂકેલા હતા એવા સરદારને આ મહારુદ્રમાં નેાતરવા, અને મહારુદ્રને અંગે થયેલી અધી આવક ભૂદેવાએ તેમને દાન કરવી એમાં લેાકજાગૃાતની પરાકાષ્ટા દેખાતી હતી.
લેાકેાના ઉત્સાહનું પૂર સત્ર વધ્યું જ જતું હતું. સૂરત જિલ્લા પરિષદના સવિસ્તર ઉલ્લેખ આગલા પ્રકરણમાં થઈ ગયા છે. પછી ભરૂચમાં પરિષદ ભરાઈ, નડિયાદમાં ભરાઈ અને અમદાવાદમાં ભરાઈ. દરેક સ્થાને હજારા માણસેાની હાજરી, હજારા રૂપિયાનાં ઉઘરાણાં. ભરૂચમાં શ્રી: નરીમાન પ્રમુખ અને તડિયાદ તથા અમદાવાદમાં શ્રી. ખાડીલકર અને કેલકર. આ ‘ બહારના’ પ્રમુખા અહારના તાલુકાંમાં પણ આરડેલીના જેવી જ સ્થિતિની વાતા કરતા જણાતા હતા, અને સરદાર તેા નિશ્ચિંત બની પેાતાનાં ભાવી સ્વપ્નાં દરેક પરિષદમાં વધુ વધુ સ્પષ્ટતાથી પ્રગટ કરતા જતા હતા. નડિયાદમાં કહેઃ મણ ઘઉં ખી બને છે, જમીનમાં સડી ફ્રાટી જાય છે અને તે ઉપર અઢળક પાક પાકે છે. ખાડેલીને તેવું ખિયાવું થવા હું કહી રહ્યો છું, ને તમારા પણ તેને અંગે ધમ ઊભું થશે ત્યારે તે જ બતાવીશ.' ભરૂચમાં કહ્યુંઃ ‘જો સરકારની દાનત જમીન પર હાય તે હું તેને ચેતવું છું કે આવતી મેાસમે હું એક છેડેથી બીજે છેડે સળગાવીશ પણ એક પૈસા એમ ને એમ ન આપવા દઉં.' અમદાવાદમાં કહ્યું: તમને ગુમાન . હશે કે આપણી પાસે રાવણુ કરતાં વધારે સંપત્તિ છે.
'
૨૨૬
Page #237
--------------------------------------------------------------------------
________________
એ સમયની સૂરતની એક સભા
પા. ૨૨૬
Page #238
--------------------------------------------------------------------------
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૮ મું
ઊંઘમાંથી જગ્યા પણ રાવણ બાર મહિના સુધી એક વાડીમાં પુરેલી અબળાને વશ નહતો કરી શક્યો, અને એનું રાજ્ય રોળાઈ ગયું હતું. અહીં તે એંશી હજાર સત્યાગ્રહીઓ છે, તેમની ટેક છોડાવી શકનાર કોણ છે?' જ્યાં શ્રી. વલ્લભભાઈ જવાના હોય ત્યાં લોકો ઘેલા થઈ તેમને સાંભળવા જતા હતા શ્રીમતી શારદાબહેને તેમને વિષે ઓલતાં કહેલું“તેમનો એકેએક બોલ અંતરના ઊંડાણમાંથી જ આવતો લાગે છે. વલ્લભભાઈ ઈશ્વરી પ્રેરણાથી બેલે છે. પરિસ્થિતિ તેમને વાચા આપે છે, અને સાંભળનારને ઉચ્ચ • ભૂમિકામાં લઈ જાય છે.” આખા ગુજરાતમાં એમને વિષે એવી સ્થિતિ થઈ પડી હતી કે -
સર્વ વાંછત્તિ તં બની વેળું મધુરનિશ્વાન ને વન ફવા. વનમાં વનમૃગો મધુરી વેણુ તરફ આકર્ષાય તેમ સૌ તેમની વાંછના કરતું હતું. આવા માણસના પ્રતિક્ષણ વધતા જતા પ્રભાવે સરકારને બહાવરી બનાવી મૂકી. 1 લોકજાગૃતિના આ ચડતા પૂરની સાથે શ્રી. મુનશીએ નામદાર ગવર્નરને બારડોલીને તાદશ ચિતાર આપનારો જે પત્ર લખ્યો તેની ખૂબ અસર પડી અને તેણે ઘણુઓને તેમની ઘોર નિદ્રામાંથી જગાડવા. આમ જાગનારમાં એક “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' હતું. શ્રી. મુનશીએ પ્રકટ કરેલી હકીકત કડવી ઝેર જેવી હતી તેને કંઈક ભાવતી કરી શકાય તો તે કરવા માટે આ પત્રે પિતાના
એક ખાસ ખબરપત્રીને બારડોલી મોકલ્યો. એ બારડોલીમાં એક દિવસ રહ્યો અને બધી હકીકતો મેળવી ગયો. તેને મળેલી હકીકતો શ્રી. મુનશીની હકીકતોને મોટે ભાગે કે આપનારી હતી અને ઊલટી વધારે કડવી લાગે એવી હતી.
કોઈ પાપને પુણ્ય ખૂંચે, સ્વછંદીને સંયમ ખૂંચે, અવ્યવસ્થિતને ‘વ્યવસ્થા ખૂચે, સ્વાથીને ત્યાગ ખૂંચે, તેમ “ટાઈમ્સ ના આ
ખબરપત્રીને પિતાની ટેકને માટે ખુવાર થવા બેઠેલા ખેડૂતો નિશ્ચય ખૂઓ, પડવો બેલ ઉઠાવી લેનારા સ્વયંસેવકેની શિસ્ત અને તાલીમ ખૂંચી, પિતાના સરદારની આંખમાંનો પ્રેમ જોઈ ઘેલી
૨૨૭ .
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
આરોલી સત્યાગ્રહનો ઇતિહાસ બનનારી વીરાંગનાની ભક્તિ ખૂંચી. તેણે તો એમ માન્યું હતું કે બોરડોલીના અઢીસો સ્વયંસેવકે લોકોને પૈસે તાગડધિન્ના કસ્તા હશે, સ્વરાજ થાણાંમાં પડ્યા પડ્યા ઊંઘતા હશે, પણ તેની આંખ બારડોલીમાં આવીને ઊઘડી ગઈ વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ આશ્રમમાં તો તેણે કામ, કામ ને કામ જ જોયું, સ્વયંસેવક પણ રેંજીપેંજી નહિ પણ કઠણ જીવન ગાળનારા જેયા ઘણું જૂના જોગીઓ જેયા, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જોયા. આશ્રમમાં ગરીબને પૈસે મિષ્ટાન્ન ઊડતાં હશે એવી એણે આશા રાખેલી, પણ ત્યાં તે તેણે જાડીપાતળી રોટલી અને ભાતદાળ અને કેવળ રાત્રે જ શાક મળતાં જોયાં. ગાંધીજીનો દીકરો રામદારૂ પણ આ રસોડે જલદી જલદી પોતાના કેળિયા ભરી બીજી છાવણીએ કામ પર જવાને તૈયારી કરતો જણાયો. દરરોજ મફત વહેંચાતી સત્યાગ્રહ પત્રિકાઓનું ખર્ચ થવું જોઈએ તેના કરતાં ઓછું થતું હશે એમ તેને લાગ્યું. આ બધું જોઈને એ બિચારે શું કરે ? એણે આંખ ચોળી. ગામડાંમાં સ્ત્રીઓની
અકૃત્રિમ નિભૅજ ભક્તિ જોઈને, તેમનાં મધુર ગીત સાંભળીને ‘પણ એ આભો બન્યો. એ ગીતમાન રાજદ્રોહ તેના કાનને ખૂઓ, પણું તે બહેનના અવાજમાં અને તેમનાં પ્રફુલ વદને . ઉપર તેણે જે વીરતા જોઈ એ વીરતા પણ વર્ણવ્યા વિના એને નહિ ચાલ્યું.
- ત્રીજું દશ્ય લોકો કેટલું કષ્ટ સહન કરી રહ્યા છે તેનું જોયું. તેણે પોકારીને કહ્યું : “બેશક બારડોલીનાં ગામડાં ભયંકર તાવણીમાંથી પસાર થયાં છે.” આખો દિવસ બંધ રહેતાં ઘરમાં. પિતાનાં ઢોરઢાંખર સાથે સ્ત્રીપુરુષો અઠવાડિયાંનાં અઠવાડિયાં સુધી શી રીતે ભરાઈ રહી શક્યાં હશે, મળમૂત્રના ત્રાસથી કેમ કેઈ રેગચાળો ફાટી નીકળ્યો નહિ હોય, એ વિષે તેણે તાજુબી બતાવી, ઢોરોની દુર્દશા, તેમનાં શરીર પર પડેલાં પાઠાં, તેમને થયેલા અનેક રોગો જોઈને તે થથરી ગયો. એનું રહસ્ય સમજવાની એનામાં શક્તિ નહોતી, એટલે તેણે જડતાથી ટીકા કરી કે.વલ્લભભાઈ એ. આ ઢોર ઉપર અત્યાચાર કર્યો. 1. ૨૨૮
•
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૮ મુ
ઊંઘમાંથી જગ્યા
આ બધું તે તેણે પેાતાની મતિ અને પેાતાના જાતિકુલનું પ્રમાણ આપતી ભાષામાં વણુછ્યું, પણ તેનાં સત્ય, અસત્ય અને કલ્પનાએના ગાળાએથી ભરેલા ત્રણ રિપોર્ટોમાંથી કેટલીક સાચી હકીકત તા સહેજે તરી આવી, અને તે વાંચીને ખારડાલી વિષે જાણી જોઈ ને આંખ બંધ કરીને બેઠેલેા સરકારી વર્ગ કાન ફફડાવી ખેઠા થયે. આ હકીકત આ હતી ઃ વલ્લભભાઈ પટેલે તાલુકાના મહઁસૂલી તંત્રના સાંધેસાંધા ઢીલા કરી નાંખ્યા છે; ૮૦ પટેલા અને ૧૯ તલાટીઓએ સજીનામાં આપ્યાં છે, અને હવે જે રડ્યાખડ્યા રાજીનામાં આપ્યા વિના -એઠા છે તે વફાદાર છે એમ માનવાનું કારણ નથી; વલ્લભભાઈ એ લોકેાને એવા તે બહેકાવી મૂકવા છે કે કાઈ માનતું જ નથી કે મહેસૂલવધારા . સરકાર કદી લઈ શકે; આ ઉપરાંત તાલુકાનું આશ્ચર્યકારક સંગઠન, સ્ત્રીઓની અજબ વીરભક્તિ, સ્વયંસેવકેા, છાવણીએ, લેાકેાની અપાર વિટંબણા — એ વિષે તેા હું ઉપર જણાવી ગયા તે પ્રમાણે.
આ લેખા સરકારને ધમકીરૂપ અને ચેતવણીરૂપ હતા, કદાચ સરકારને દેખાડીને લખાયેલા પણ હાય, એટલા માટે કે એવા બિહામણા ચિત્રના તાર રાઈટર વિલાયત મેાકલે, અને પછી અહીં જલિયાંવાલા ભાગ થાય તે। બ્રિટિશ પ્રજાની આગળ સરકાર બચાવના ઢાંગ તેા કરી શકે કે ખારડાલીમાં મેટા બળવા ફ્રાટી નીકળ્યા હતા. ટાઇમ્સ 'ના ખબરપત્રીના પેાતાના લેખનાં મથાળાં આ હતાં ખારડેલીના ખેડૂતાને ખળવા, ” · બારડેાલીમાં એલ્શેવિઝમ ' વગેરે; અને સરકારને ચેતવણી હતીઃ ‘વલ્લભભાઈને ખારડાલીમાં સેવિયેટ રાજ્ય સ્થાપવું છે, અને એ લેનિનને ભાગ ભજવી રહ્યો છે, અને જ્યાં સુધી એ માણસને પ્રભાવ ચાલુ રહેશે ત્યાં સુધી ખારડેાલીમાં શાંતિ થવી અશક્ય છે. ' આને ધ્વનિ *તા એવકૂફ પણ સમજી શકે એવા હતા.
·
*
બ્રિટિશ સિંહને તેની નિદ્રામાંથી જગાડવાનું ધારેલું પરિણામ એ લેખાનું આવ્યું. આમની સભામાં ખારડાલીના સત્યાગ્રહની લો . હવેન્ટને સમીક્ષા કરી અને તેમાં જણાવ્યું કે શ્રી. વલ્લભભાઈ ને
૨૨૯
Page #242
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકર પિતાની લડતમાં થોડી સફળતા મળી છે ખરી, પરંતુ હવે જે ખેડૂત મહેસૂલ નથી ભરતા તેમના ઉપર કાયદેસર પગલાં લેવાવા. માંડવ્યાં છે. સર માઈકલ એડવાયર જેવા માણસો તો ઘૂઆઆ થઈને કાયદો પૂરા જેસથી અમલમાં મુકાવો જોઈએ એવી બૂમો. પાડવા લાગ્યા. .
વહાઈટહોલ, સિમલા અને મુંબઈ વચ્ચે કેવા તારવ્યવહાર: ચાલ્યા હશે, વહાઈટહાલથી થયેલા દબાણને લીધે કેવા લશ્કરી. વ્યુહ રચાયા હશે એ બધા વિષે તે શું કહી શકાય? એ તો કઈ ભવિષ્યના ઇતિહાસકારને પ્રસ્તુત સમયનાં સરકારી દફતર તપાસવાનાં. મળી આવશે તો બારડોલીમાં સરકારની કસોટીને પ્રસંગે તેણે કેવા છૂપા ભેદ રચ્યા હતા તે ઉપર અજવાળું પડશે. પરંતુ તેમની બાહ્ય હિલચાલો ઉપરથી તેમનાં દિલમાં જે ભડક પેસી ગઈ હતી તેની ઠીક કલ્પના આવી શકતી હતી. તાલુકામાં સશસ્ત્ર પિલીસ સારી સંખ્યામાં એકઠા કરવામાં આવ્યા હતા, અને જે કે નવા નિમાયેલા પોલીસ સુપરિન્ટેન્ડન્ટને તો પાછો બોલાવી લેવામાં આવ્યો હતે – આવી રીતે ભડકી જઈને પગલાં લેવાની તેણે ના પાડી હતી તેથી – છતાં આ બધા ઉપરથી સરકારના ઈરાદા વિષે કશી શંકા રહેતી નથી.
આમ વિવિધ બળે દરેક દિશાએથી પિતાની અસર પાડી રહ્યાં હતાં તેને પરિણામે, રેવન્યુ મેમ્બર મિ. ૩ જાતે તપાસ કરવા અમદાવાદ ગયા હતા તેમના ત્યાંથી પાછા આવ્યા પછી સરકારી મંત્રીઓની એક “યુદ્ધપરિષદ’ થઈ તેને પરિણામે ૧૩ મી જુલાઈએ ના. ગવર્નર ના. વાઇસરોયને મળવા સિમલા ગયા. લોકોના સેવક રહેવાને બદલે લોકોના સ્વામી થઈ પડેલા અમલદારેથી ગવર્નરસાહેબ બહુ વખત સુધી દોરવાયા હતા. પોતાની કારકિર્દી તેમણે એવી રીતે શરૂ કરી નહોતી. જ્યારે સર લેરલી ગવર્નરના પદ ઉપર આવ્યા ત્યારે બારસદને સત્યાગ્રહ ખૂબ જેસમાં ચાલી રહ્યો હતો, તે વખતે તેમણે જરા પણ વિલંબ કર્યા વિના . હોમ મેમ્બર સર મેરીસ હેવર્ડને એકદમ બેરસદ મેકલ્યા હતા,
અને ત્યાંની પરિસ્થિતિ ઉપર તેમનું નિવેદન માગ્યું હતું. આ
૨૩૦
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૮ મું
ઊંઘમાંથી જાગ્યા મુલાકાતને પરિણામે તુરત જ ત્યાં રાા લાખ હેડિયાવેરે રદ થઈ લોકોને ન્યાય મળ્યો હતો. પણ બારડોલી વખતે સર લેસ્લી બદલાઈ ગયા હતા. પાંચ પાંચ વરસ પ્રપંચી અને અષ્ટાવધાની સિવિલિયનેના સમાગમથી તેમની બધી સ્વતંત્રતા અને સૂઝ ઊડી ગઈ હતી.
આ આખી લડત દરમ્યાન સરકારને જેટલો પત્રવ્યવહાર બહાર પડ્યો તેમાં ગવર્નરસાહેબ પોતાના હાથ નીચેના સિવિલિયન
અમલદારોના નચાવ્યા કેમ નાચ્યા છે, એ જ પ્રગટ થાય છે. તેમના સિમલાપ્રયાણની પત્રિકા પણ આમાંના જ કઈ માણસે ઘડેલી હોવી જોઈએ. એ પત્રિકામાં કેવળ ગવર્નર સિમલા જાય છે, વળતાં સૂરત ઊતરશે અને જેને મળવું હોય તેને મળશે, એટલું જ લખ્યું હોત તે કશા માનાપમાનનો સવાલ નહેતો, કેવળ હકીકત પ્રગટ થાત. પણ મનનું પાપ ઢાંકયું રહેતું નથી. એ જવામાં જ રખેને પ્રજા “નમી ગયા” એમ કહે તો તેને કાંઈક જવાબ પણ અગાઉથી આપી દેવો જોઈએ, એ કારણે ગવર્નરસાહેબને વિષે લખવામાં આવ્યું: “ગવર્નરસાહેબની સ્પષ્ટ ફરજ કાયદાનું સર્વોપરિપણું કાયમ રાખવાની છે, પણ શહેનશાહના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ એ જોવાની પણ છે કે ઘણું લોકો ઉપર ભારે સંકટ અને ત્રાસ ન પડે.” આ બધી વાણું પેલું પ્રતિષ્ઠાનું ભૂત ઉચ્ચરાવતું હતું જે પ્રતિષ્ઠાનું ભૂત આપણે સરકારના ઉપર લડતના અંત સુધી, સમાધાની દરમ્યાન અને સમાધાની પછી પણ, સવાર થયેલું જોશું.
Page #244
--------------------------------------------------------------------------
________________
- વિકરાળ કાળિકા “ઢેર, મિલકત, જમીન બધું જશે, કાયદા ઊંચા મુકાશે. સરકાર વિકરાળ કાળિકાની પેઠે ઘૂમશે, એની આંખમાંથી ખૂન ઝરો, એ બધું જીરવવાની શક્તિ હોય તે હિસાબ કરી કાઢીને આવજે.” ”
રામદાર ગવર્નર તા. ૧૬મીએ સિમલાથી ઊપડયા અને ૧ જુલાઈની તા. ૧૮મીએ સવારના સૂરત પહોંચ્યા. સૂરતના કલેકટરે બહાર પાડયું હતું કે બારડોલીના ખેડૂતો તરફથી લેખી અરજીઓ મળશે તે તેમના બાર પ્રતિનિધિઓને નામદાર ગવર્નરની મુલાકાતની પરવાનગી આપવામાં આવશે. પરંતુ ૧૮ મી સુધી એકે અરજી તેમને મળી હોય એમ જણાતું નથી. ગવર્નરસાહેબ જ્યારે 'ના. વાઈસરોય સાથે સિમલામાં મસલત ચલાવી રહ્યા હતા ત્યારે શ્રી. વલ્લભભાઈ પટેલ અમદાવાદની જિલ્લા પરિષદમાં મોટી મેદની સમક્ષ ભાષણ આપી રહ્યા હતા, અને રાવણ જેવા બળિયા સીતા જેવી સતીને સતાવતાં રોળાઈ ગયા હતા એમ સરકારને યાદ દેવડાવતા હતા. આ પરિષદના મંડપમાં જ શ્રી. વલ્લભભાઈને કમિશનર તરફથી આમંત્રણ મળ્યું કે બારડોલી સત્યાગ્રહીઓના બાર પ્રતિનિધિઓ સાથે તેઓ સૂરત મુકામે ગવર્નરસાહેબને મળે. શ્રી. વલ્લભભાઈએ તો ના ગવર્નરના આમંત્રણને માન આપવાની પોતાની તૈયારી અને સમાધાન કરવાની પિતાની ઈચ્છા ઘણી વખત પ્રદર્શિત કરી જ હતી. એટલે તેમણે આ આમંત્રણ તુરત સ્વીકાર્યું અને તા. ૧૮ મીની સવારે તેઓ ના. ગવર્નરને મળ્યા. તેમની સાથે શ્રી. અભ્યાસ તૈયબજી, સા. શારદાબહેન મહેતા, સૈ. ભક્તિલક્ષ્મી દેસાઈ કુમારી મીબહેન પીટિટ અને શ્રી. કલ્યાણજી મહેતા એટલાં લોકોનાં પ્રતિનિધિ તરીકે ડેપ્યુટેશનમાં હતાં.
૨૩૨
Page #245
--------------------------------------------------------------------------
________________
- વિકરાળ કાલિકા સારની મસલત લગભગ ત્રણ કલાક ચાલી અને વાતચીત બહુ મીઠાશથી થઈ ત્યારપછી ના. ગવર્નરને શ્રી.વલ્લભભાઈ સાથે ખાનગી વાતચીત થઈ તેમાં ના. વાઈસરૉય પણ આ દુઃખદ પરિસ્થિતિનો સત્વર અંત આણવા આતુર છે એમ તેમણે જણાવ્યું, જે મુદ્દાઓ શૈણુ ગણતા હતા, દાખલા તરીકે જમીને પાછી મેંપી દેવી, કેદીને છેડી દેવા વગેરે, તેના ઉપર કશે મતભેદ નહોતો. પણ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવાના મુખ્ય મુદ્દા ઉપર જ બધું અટકેલું લાગ્યું. રાવ બહાદુર ભીમભાઈ નાયકને ના. ગવર્નર સિાથે બપોરે વાતચીત થઈ તેમાં એવું માલુમ પડ્યું કે ગાણ મુદ્દાઓની બાબતમાં પણ મુશ્કેલી હતી. દાખલા તરીકે સરકારને પ્રતિષ્ઠાનું ઝોડ વળગાડનારાઓએ ગવર્નરસાહેબને સમજાવ્યું લાગતું હતું કે ખાલસા જાહેર કરેલી જમીન ભલે પાછી અપાય પણ વેચેલી જમીન તે પાછી ન જ અપાય. એટલે જે કાંઈ ગેરસમજ થઈ હોય તો તે ટાળવા માટે શ્રી. વલ્લભભાઈને ફરી બોલાવવા તેમણે ગવર્નરને સૂચના કરી. શ્રી. વલ્લભભાઈ ના. ગવર્નરને ફરી મળ્યા અને છેક રાત પડી ત્યાં સુધી વાતો થઈ, પરંતુ ના. ગવર્નર વધારેલું મહેસૂલ ખેડૂતો પ્રથમ ભરી દે અથવા સત્યાગ્રહીઓ તરફથી કઈ ત્રાહિત માણસ વધારા જેટલી રકમ અનામત તરીકે મૂકે એ બાબતમાં બહુ જ મકકમ જણાયો. બીજા મુદ્દાઓ ઉપર પણ મુશ્કેલી હોય એમ જણાયું, અને સમાધાન શકય ન લાગ્યું એટલે શ્રી. વલ્લભભાઈએ ના. ગવર્નરની રજા લીધી અને વિનંતિ કરી કે સરકારને જે શરતો કબૂલ હોય તે લખી મોકલે એટલે પિતાના સાથીઓ સાથે મસલત કરીને તેનો જવાબ તેઓ લખી મોકલશે. આવા સમાધાનની આવશ્યક શરતો સરકારે નીચે પ્રમાણે જણાવીઃ
૧. આખું મહેસૂલ એકદમ ભરી દેવામાં આવે, અથવા જૂના અને નવા મહેસૂલના તફાવતની રકમ ખેડૂતોના તરફથી કોઈ પણ વ્યક્તિ સરકારી તીજોરીમાં અનામત મૂકે. - ૨. જમીનમહેસૂલ નહિ ભરવાની ચળવળ એકદમ બંધ કરવામાં આવે.
:૨૩૩
Page #246
--------------------------------------------------------------------------
________________
આરોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ 1. જો આબે શરતો સ્વીકારવામાં આવે તો આંકડાની. ગણતરીમાં અમલદારોએ ભૂલ કરેલી હોવાના જે આક્ષેપ છે તે સંબંધમાં ખાસ તપાસ કરવાનાં પગલાં લેવા સરકાર તૈયાર રહે. એ તપાસ આ કેસ સાથે બિલકુલ સંબંધ નહિ ધરાવતા એવા કેઈ રેવન્યુ અમલદાર મારફત થાય અથવા તે રેવન્યુ અમલદાર સાથે એક ન્યાયખાતાને અમલદાર પણ હોય અને હકીકત કે આંકડા સંબંધી કાંઈ મતભેદ પડે તે ન્યાય- • ખાતાના અમલદારનો નિર્ણય આખરી ગણાય.
આ “શરતો” થી કોણ છેતરાય? ગાંધીજીએ તે કહ્યું, સરકારી હૃદય જ પિગળ્યું નથી તે પરિવર્તનની વાત જ ક્યાં કરવી? એ હૃદય તો પથ્થરથી કઠણું બની ગયું છે.” શરતમાં વિપરીત બુદ્ધિ સિવાય કશું જોવામાં આવતું નહતું, પ્રતિષ્ઠાના ભૂતથી સરકાર હજી પછડાઈ રહેલી દેખાતી હતી. નહિ તે તે
આંકડાની ગણત્રીની તપાસ'ની ઘેલી વાત કરે છે અને વધારાના પૈસા અનામત મૂકવાની જે માંગણીને દેશમાં વિનીત પક્ષના પણ એકે નેતાએ ટેકે નહેાતે આયે, અરે “પાયોનિયર” અને “સમેન' જેવાં અંગ્રેજી છાપાંઓએ પણ ટેકે નહોતે આપે તે માગણીને સરકાર વળગી રહી તેમાં ગાંધીજીના શબ્દોમાં કહીએ તો સરકારની કુબુદ્ધિ અને અલ્પતા તરી આવતી હતી.
સમાધાનીના પ્રયત્નના એ પાખંડને બીજા કોઈ પણ માણસે ધુતકારી કાઢયું હોત, અને શાંત થઈને પિતાને કામે વળગી ગયો, હોત. પણ શ્રી. વલ્લભભાઈને તે સંધિનો એક માર્ગ જતો નહોતો. કરવો. તેમણે એક કાગળ લખી સરકારને બીજી સંધિ આપી, જે કાગળની સભ્યતા અને નરમાશ સરકારને ધડે આપે એવાં હતાં. તેમણે જણાવ્યું: “તપાસ નિમાય અને તેનું પરિણામ આવે તે અગાઉ જ વધારાનું મહેસૂલ ભરી દેવાની વાત કરવી. એમાં પ્રજાને અવિશ્વાસ અને આગેવાનોની સચ્ચાઈ વિષે શંકા, દીસી આવે છે. જે લોકે લબાડ હશે તે તેમની વલે કરવા અને તેમને આગેવાન છે. માણસ હશે તો તેને પૂરતી સજા કરવા, સરકારની પાસે જોઈએ તેટલી સામગ્રી છે. વધારે ભરી દેવાનું.
૨૩૪
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૯ મું
'વિકરાળ કાળિકા. આગ્રહ કરવાની ફરજ કાયદે સરકારને ક્યાં પાડે છે તે હું તો જોઈ શકતું જ નથી.” તેમણે એમ પણ જણાવ્યું: “જમીનમહેસૂલના કાયદાના તદ્દન એકતરફી અને જરીપુરાણું સ્વરૂપને લગતો વિશાળ અને વધુ મહત્વને પ્રશ્ન લોક છેડી શકતા હતા, અને જે તેમણે તેમ કરવા ઇચ્છગ્યું હોત તો તેમ કરવાને તેમને સંપૂર્ણ હક હતો, પણ તેમણે તે પ્રશ્નને છેવો જ નથી. મને તો માત્ર કાયદાની મર્યાદાની અંદર ન્યાય મેળવવામાં તેમને મદદ કરવાનું કામ તેમણે સેપ્યું છે.” જે તપાસસમિતિ નીમવાનું કબૂલ કરવામાં આવે તો તેમાં આટલી વસ્તુઓ થવી જ જોઈએ એમ શ્રી. વલ્લભભાઈએ જણાવ્યુંઃ
૧. સત્યાગ્રહી કેદીઓ છૂટવા જોઈએ.
૨. ખાલસા જમીન (પછી તે વેચાઈ ગઈ હોય કે માત્ર. સરકારમાં દાખલ થઈ હોય) બધી તેના ખરા માલિકોને પાછી મળવી જોઈએ.
૩. ભેંસ, દારૂ, વગેરે જે જંગમ મિલકત લોકોની ફરિયાદ પ્રમાણે હસવા જેવી કિંમતે વેચી નાંખવામાં આવી હોય તેની બજારકિંમત તેના માલિકોને મળવી જોઈએ.
૪. બરતરફી તેમજ બીજી જે કાંઈ સજા આ લડતને અંગે. કરવામાં આવી હોય તે પાછી ખેંચી લેવાવી જોઈએ.
તપાસની બાબતમાં પણ કશી ગેરસમજ ન રહે એ ખાતર શ્રી. વલ્લભભાઈએ સ્પષ્ટ કર્યું કે સરકારી અમલદારોની તપાસ સમિતિથી પણ પિતાને સંતોષ થશે, માત્ર એ તપાસ ખુલ્લી,. નિષ્પક્ષ અને ન્યાયની અદાલતમાં થાય છે એવા સ્વરૂપની હોવી જોઈએ, અને એ તપાસસમિતિ આગળ લોકોને પિતાની ઈચ્છા હોય તે વકીલ મારફત પોતાને કેસ રજૂ કરવાની છૂટ હોવી જોઈએ. આમ કહીને શ્રી. વલ્લભભાઈએ સરકારને નિશ્ચિંત પણ કરી, અને સરકારને કશું કહેવાનો માર્ગ ન રાખ્યો.
વળી, સરકારને સતાવવાની અથવા હલકી પાડવાની પોતાની જરા પણ ઇચ્છા નથી એ વસ્તુ તથા સરકારને અને પ્રજાને. બન્નેને માટે આબરૂભર્યું સમાધાન લાવવાનો એકેએક માર્ગ ગ્રહણ
૨૩૫
Page #248
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
કરવા પાતે તૈયાર છે એ વસ્તુ શ્રી. વલ્લભભાઈ એ વળી પાછી એ
કાગળમાં સ્પષ્ટ કરી.
સુરતની મસલતના પછી પણ દરેકે દરેક પક્ષને લાકમત તેમજ લગભગ આખા હિંદુસ્તાનનાં હિંદી તેમ જ ઍંગ્લો-ઈંડિયન વમાનપત્ર! સત્યાગ્રહીએના પક્ષમાં હતાં તેમ જ રહ્યાં. આખી લડત દરમ્યાન ટાઇમ્સ ? ઇંડિયા' સિવાયનાં બધાં જ મુંબઈનાં વમાનપત્રા સત્યાગ્રહીઓની તરફેણમાં હતાં. ‘ લીડરે ’ સરકારની શરતાને ‘ખારડાલીના ખેડૂતાને નામેાશીથી નમી જવાની માગણી ’ તરીકે વર્ણવી; ન્યુ ઇંડિયા 'એ સૂચવ્યું, કે -અર્કનહેડ જો પેાતાની હઠ પકડી રાખે અને પેાતાની આડાઈ ચાલુ રાખે તેા તેને ઠેકાણે લાવવા પામેટમાં ચળવળ કરવી; ‘હિંદુ’ પત્ર લખ્યું કે ના. ગવર્નરે સમાધાન કરવાની બહુ ઉત્તમ તક ફેકી દીધી, અને પાયેાનિયરે' તે ‘સરકારની શરતાને ધાડા આગળ ગાડી મૂકવા ઊંધી જેવી કહી.
:
પણ એક અવાજે પ્રગટ થયેલા આ લાકમતથી જરાય -અસ્વસ્થ થયા વિના સર લેસ્લી કાયદા અને બધારણાનેા વાવટા ઊંચા રાખવાના પોતાના કાર્યમાં મંડયા રહ્યા. નામનાના ભૂતને વળગતાં તેમના હાથમાં નામેાશી રહી જતી હતી તે વાતનું તેમને ભાન કરાવનાર કાઈ રહ્યું નહેતું. તેમને ચઢાવનારાઓને ટા નહોતા. ૨૩ મી જુલાઈએ ધારાસભા ખુલ્લી મૂકતાં તેઓએ જ્વાળામુખીના ઉકળતા રસ જેવું ધગધગતું ' ભાષણ કર્યું, તેમાં એ તારીખથી ૧૪ દિવસની અંદર, સૂરત જિલ્લાના પ્રતિનિધિએ સરકારે આપેલી શરતા નહિ સ્વીકારે તે પરિણામેા બહુ ભયંકર આવશે એવી ધમકી આપી. · મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા જતાં તેમણે મુદ્દો ગૂંચવ્યા. તેમણે કહ્યું કે બારડેલીમાં થયેલી નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાના મુદ્દો હાવાને બદલે, જો મુદ્દો એ હશે કે ' શહેનશાહના સામ્રાજ્યના અમુક ભાગમાં શહેનશાહના હુકમ ચાલે કે નહિ, ' તે સરકાર પાસે જેટલું ખળ છે તે અળથી ' એ મુદ્દાને પહેાંચી વળવા સરકાર તૈયાર છે. પરંતુ જો એટલેા જ પ્રશ્ન તપાસવાનેા હાય કે નવી આકારણી
:
ન્યાયી છે કે
૨૩૬
.
'
Page #249
--------------------------------------------------------------------------
________________
૨ મું
. વિકરાળ મલિક અન્યાયી તે સરકાર તરફથી બહાર પડેલી યાદીમાં જણુંવ્યા પ્રમાણે આખા કેસની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરવા સરકાર તૈયાર છે” “પણ સરકારનું માગતું આખું મહેસૂલ ભરાઈ જવું જોઈએ અને ઉપાડેલી લડત પૂરેપૂરી બંધ થઈ જવી જોઈએ, ત્યારપછી જ એ બને.” આ પ્રમાણે પિતાની શરત પ્રગટ કરીને ધારાસભાના જે સભ્યો બારડોલીના લોકોના પ્રતિનિધિઓ હતા તેમને તેઓ સાહેબે આ પ્રમાણે ડરામણું દેખાડયું:
“પરંતુ એટલું સ્પષ્ટ કરવાની મારી ફરજ છે કે જે આ શરતોને સ્વીકાર નહિ થાય અને તેને પરિણામે સમાધાની નહિ થાય તે કાયદાનો સંપૂર્ણ અમલ કરવા માટે પિતાને જે ઈષ્ટ અને આવશ્યક જણાશે તે પગલાં સરકાર લેશે, અને સરકારની કાયદેસરની સત્તાનું સર્વ રીતે પાલન થયેલું જોવા માટે પોતાના તમામ બળને તે ઉપયોગ કરશે.”
ત્યારપછી સવિનય ભંગના ગેરકાયદેપણ વિષે થોડાંક સર્વવિદિત વચનો તેઓએ ઉચ્ચાર્યો, અને રખેને પિતાની ધમકીન અને થાય અને તેને સમાધાનીના આધારરૂપ ગણી લેવામાં આવે એટલા ખાતર તેમણે પાછું સાફ જણાવ્યું ': “ સરકારના એકસ અને છેવટના નિર્ણય તરીકે આ વસ્તુઓ મૂકવામાં આવી છે. સરકારે ચાકસ શરતે આપી છે અને કેઈપણ જાતની ફરી તપાસનું વચન આપવામાં આવે તે પહેલાં એ શરતોનું પાલન થવું જ જોઈએ. એ શરતમાં કશે. ફેરફાર થઈ શકે એમ નથી.”
ગવર્નરસાહેબ જાણતા હતા કે સત્યાગ્રહીઓ તો બધી ધમકીને. ઘોળીને પી ગયા હતા, સરકારનો કેધ કરવાનો ઇજારો છે એમ કહીને સરકારના કેપને પણ તેઓ હસી કાઢતા હતા, એટલે તેમણે આ ડરામણી ધારાસભાના સૂરતના સભ્યોને ઉદ્દેશીને પાકારીઃ - “આ વસ્તુ સાથે સંબંધ ધરાવતા હોય તે સભ્યને હું કહું છું કે તેમણે આજથી ચૌદ દિવસની અંદર રેવન્યુ મેમ્બરને પોતાનો જવાબ આપી દે કે તેઓ પોતાના મતદારેના તરફથી ઉપર કહેલી શરતોનું પાલન કરવાને તૈયાર છે કે નહિ, કારણ તપાસ જાહેર થાય તે પહેલાં આ શરતનું પાલન. થવું જ જોઈશે.” *
. . . . . . ૨૩૭ .
Page #250
--------------------------------------------------------------------------
________________
“ડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ - સવિનય ભંગના પ્રશ્ન ઉપર બેલતાં નામદાર ગવર્નરને પિતાના “ ભૂતકાળનું વિસ્મરણું થયું. પાંચ વરસ પહેલાં બોરસદના સત્યાગ્રહ વખતે તેમણે પોતાના હોમ મેમ્બરને એ કાયદાવિરુદ્ધની ચળવળ ઉખેડી નાંખવાને હુકમ નહતું આપે, પણ ત્યાંની પરિસ્થિતિ તપાસવા જણાવ્યું હતું. અને એ હોમ મેમ્બરની તપાસને પરિણામે જ તેમણે કબૂલ કર્યું હતુંઃ “વાર્ષિક રૂ.૨,૪૦,૦૦૦ને. વિશેષ ધારો લોકો ઉપર નાંખવામાં આવ્યો હતો તે રદ કરવાને કેસ સાબિત થાય છે.” પિતાના આ શોભાભર્યા કાર્યથી જે રાજનીતિકુશળતા પોતે દર્શાવી હતી તે તેઓ સાહેબ આ વખતે ' ભૂલી ગયા. પણ એ સંભવિત છે કે પાંચ વર્ષ પૂર્વે પિતે.
પરિસ્થિતિના સ્વામી હતા, જ્યારે વર્તમાન બારીક પ્રસંગે પિતાના વહાઈટહોલના માલિકના બોલાવ્યા તેઓ બોલતા હોય, કારણ તે જ દિવસે આમની સભામાં ઉચ્ચારેલું લૉર્ડ વિન્ટટનનું ભાષણ રેઈટરના તાર સમાચારથી પ્રસિદ્ધ થયું તેમાં સર લેસ્લીના " ભાષણને પ્રેરનાર કોણ હતો તે ઉઘાડું પડતું હતું?
મુંબઈની ધારાસભામાં આજે બારડેલીના સંબંધમાં જે શરતે સંરે લેસ્લી વિલ્સને રજૂ કરી છે તેનું પાલન નહિ થાય તે કાયદો અમલમાં મૂકવા માટે અને ત્યાંની ચળવળને ચગદી નાંખવા માટે મુંબઈ સરકારને હિંદની સરકારનો પૂરેપૂરા ટેકે છે. કારણ એ શરતે ન સ્વીકારાય તે એ ચળવળને એટલો જ અર્થ થાય કે તે સરકારને દબાવવા માટે ચલાવવામાં આવી છે, નહિ કે લોકેના વાજબી દુઃખની દાદ મેળવવા માટે.”
આ ધગધગતા અંગારમાં અહિંસક ચળવળની સફળતાથી -અંગ્રેજ લોકોના દિલમાં કેટલો ક્રોધ વ્યાપે હતો તેનું માપ દેખાતું હતું. શ્રી. વલ્લભભાઈને તો પિતાની જાતને અભિનંદન આપવા માટે પૂરતું કારણ હતું કે જે ૮૦,૦૦૦ માણસોનું નેતૃત્વ પોતે . સ્વીકાર્યું હતું તેમના તરફથી એક પણ હિંસાનું કૃત્ય થયા વિના સરકારને પિતાનું ખરું સ્વરૂપે પ્રગટ કરી દેવાની તેમણે ફરજ પાડી. ધમકીથી ભરેલાં આ ભાષણોના જવાબમાં તેમના જેટલું જ અંગાર વર્ષનું આહવાન તેઓ બહાર પાડી શકતા હતા, અને સરકારને જે ફાવે તે કરી નાંખવા અને મકદૂર હોય તે આ
૨૩૮
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૯મુ
વિકરાળ કાળિકા
ચળવળને ચગદી નાંખવા પડકાર કરી શકતા હતા. પણ પેાતાની -શક્તિનું જેટલું તેમને જ્ઞાન હતું તેટલી જ તેમનામાં નમ્રતા હતી એટલે તેમણે તે છાપાંજોગી એક ટૂંકી યાદી જ બહાર પાડી. તેમાં પેાતાની માગણી કરી સ્પષ્ટ કરીને તેમણે સતેષ માન્યા, અને લેાકાને ચેતવણી આપી કે પેાકળ શબ્દોથી કાઈ એ દારવાઈ ન જવું, અથવા ભાષણમાંની ધમકીઓથી અસ્વસ્થ ન થવું. યાદીમાં તેમણે જણાવ્યું :
.
"
“મારે કબૂલ કરવું જોઈએ કે નામદાર ગવનરના ધમકીભરેલા આવા ભાષણની મે અપેક્ષા નહોતી રાખી. પણ એ ધમકીને બાજુએ રાખીને એ ભાષણમાં જાણ્યું કે અણ્યે જે ગાઢાળા ઉત્પન્ન કરવાના ઇરાદા જણાય છે તે હું દૂર કરવા માગું છું. ગવનરસાહેબના કહેવાને( સાર એ છે કે જો લડતના હેતુ સવિનય ભંગ હોય તેા સરકાર પાસે જેટલું ખળ છે તેટલા અળથી પાતે તેને મુકાબલેા કરવા ઇચ્છે છે. પરંતુ જો પ્રશ્ન માત્ર નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાને હોય તે ' પૂરું મહેસૂલ સરકારને ભરી દેવામાં આવે અને ચાલુ લડત બંધ થાય ત્યારપછી આખા કેસની તે પેાતાના જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે એવી સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરાવવા તૈયાર છે. ' હું એ દર્શાવવા ઇચ્છું છું કે લડતના હેતુ વિનય ભગ કરવાના નહોતા અને નથી જ. હું જાણું છું ફ્રે સવિનય ભંગના કાયદેસરપણા વિષે તથા ડહાપણ વિષે અધા પક્ષના એક અભિપ્રાય નથી. એ બાબત મારા પેાતાના અભિપ્રાય દૃઢ છે. પરંતુ · બારડોલીના - લોકો સવિનય ભંગ કરવાના હક સ્થાપિત કરવાની લડત લડતા નથી. તે તે। સવિનય ભંગની રીતે—અથવા તેઓએ સ્વીકારેલી રીતને જે નામ આપવામાં આવે તે રીતે—પાતા ઉપર થયેલા મહેસૂલના વધારા સરકાર પાસે રદ કરાવવા, અથવા થયેલા વધારા ખાટી રીતે થયેલા સરકારને ન લાગતા હોય તેા સત્ય શેાધી કાઢવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવા માટે લડે છે. એટલે પ્રશ્ન તા કેવળ નવી આકારણીના ન્યાયીપણાના કે અન્યાયીપણાનો જ છે. અને સરકાર જો એ - પ્રશ્નની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ' કરવા માગતી હોય તે તેએ પેાતે જ જે વસ્તુ સ્વીકારે છે તેનું તેમાંથી સ્પષ્ટ રીતે ફલિત થતું પરિણામ તેઓએ સ્વીકારવું જ જોઈએ. એટલે કે જે વધાસ માટે તકરાર છે તે ભરાવી દેવાના આગ્રહ ન રાખવા જોઈએ અને લડત શરૂ થઈ તે પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં લેાકાને મૂકવા જોઈએ. વળી ‘સંપૂર્ણ,
૨૩૯
Page #252
--------------------------------------------------------------------------
________________
* પ્રકરણ
બારડોલી સત્યાગ્રહને ઈતિહાસ ખુલ્લી અને સ્વતંત્ર તપાસ” ને “પ્રગટ થયેલા જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે' એવું વિશેષણવાક્ય લગાડવામાં આવે છે તે સંબંધમાં લોકોને હું ચેતવું છું. એ વાક્ય બહુ ભંયકર છે, કારણું સૂરતની યાદીમાં ‘સંપૂર્ણ ખુલ્લી અને સ્વતંત્ર તપાસનું વચન નથી પણ તપાસની એક મશ્કરીને જ ઉલ્લેખ છે. સૂરતની યાદીમાં તે બહુ જ મર્યાદિત તપાસનો વિચાર દર્શાવેલો છે. ન્યાયખાતાના અમલદારની મદદથી રેવન્યુ અમલદાર સરવાળાબાદબાકીની અને હકીક્તની ભૂલો તપાસે એ “સંપૂર્ણ, ખુલ્લી. અને સ્વતંત્ર તપાસથી એક જુદી જ વસ્તુ છે. એટલે હું આશા રાખું છું કે ગવર્નરે પોતાના ભાષણમાં આપેલી ધમકીઓથી અસ્વસ્થ થયા વિના લોકમત મેં દર્શાવેલા માત્ર એક જ મુદ્દા ઉપર એકાગ્ર રહેશે.”
- આ લખાણમાંથી સત્યાગ્રહના અભ્યાસીને તો એ શીખવાનું * મળે છે કે આકરી ઉશ્કેરણીને પ્રસંગે પણ સત્યાગ્રહીને પિતાના
મગજનું સમતોલપણું ગુમાવવું ન પોસાય. તે પ્રયત્નપૂર્વક કડક અને ઉશ્કેરનારી ભાષાનો ત્યાગ કરે છે, અને પિતાના વિરોધીની ડરામણું ભાષાનું અનુકરણ નથી કરતા. ગવર્નરના ભાષણની સહેજ જ અગાઉ ગાંધીજીએ “યંગ ઇડિયામાં સરકારને જે વિનવણી કરી હતી તે પણ સત્યાગ્રહના અભ્યાસી માટે એટલી જ મનનીય છે: ..“ભરેસાદાર વાતો ઉપરથી માલમ પડે છે કે ખાનગીમાં જે શરતે સરકાર તરફથી આપવામાં આવી છે તેના કરતાં પણ સૂરત મુકામે ગવર્નરસાહેબે ઓછાની વાત કરી છે. શ્રી. વલ્લભભાઈ પટેલે તે પોતાની શરતે પહેલેથી નકકી કરી રાખેલી છે, અને સરકારને અનેક રીતે તે જણાવવામાં પણ આવી છે. આબરૂભર્યા સમાધાનમાં સાધારણ રીતે હમેશાં જે માગવામાં આવે છે તેથી વિશેષ કશું તેમણે માગ્યું નથી. એટલું તે સહુ સ્વીકારે છે અને અણધાર્યા સ્થળોએ પણ એ સ્વીકારવામાં આવ્યું છે કે બારડેલી અને વાલોડના ખેડૂતોએ પોતાના સિદ્ધાન્તની ખાતર બહુ વેઠવું છે. સરકાર જે તપાસ આપવા માગે છે તેને અર્થ એવો થાય છે કે એક સામાન્ય રેવન્યુ અમલદાર વ્યક્તિગત દાખલા તપાસે, અને તેમાં ભૂલ થઈ હોય તે સુધારે. પણ લોકેએ આવી તપાસ માટે સત્યાગ્રહ નથી માંડ્યો. વળી બેટી રીતે ખાલસા થયેલી પોતાની કીમતી જમીન લેકે જતી કરે એવું પણ તેમને વિષે ન જ મનાય. વળી પિતાને માટે જેમને બેટી રીતે દુઃખો વેઠવાં પડ્યાં છે તેમને તેઓ અંતરિયાળ છેડે એમાં પણ તેમની
૨૪૦
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૯ મું
વિકરાળ કાલિકા આ બરૂ ન ગણાય. સરકારની શરતોનો એટલો જ અર્થ છે કે વધારેલું મહેસૂલ ભરવાનું ના પાડીને લોકેએ અપરાધ કર્યો છે. હવેથી તેઓ એ અપરાધ કરતા અટકે, અને જે વધારે બેટી રીતે આંકવામાં આવેલ હોવાનું તેઓ કહે છે તે વધારાની રકમ તેઓ અનામત મૂકે, તે સરકાર વ્યક્તિગત દાખલા ફરી તપાસવાની મહેરબાની કરે. નેતા થવાને લાયક કોઈ પણ વ્યક્તિ આવી શરતે સ્વીકારી શકે નહિ. લેકેએ અપરાધ કર્યો છે એવી તેની ખાતરી થવાને બદલે તેની ઊંડી ખાતરી તે એવી થયેલી છે કે લોકેનો પક્ષ સાચે છે અને સરકારને પક્ષ તદ્દન ખોટો છે.
પણ શ્રી. વલ્લભભાઈ સરકારની પેઠે અશક્ય શરતો રજૂ કરતા નથી. સરકારે ભૂલ કરી છે એવું સરકાર પાસે સ્વીકારાવી લેવાની માગણી પણ તે નથી કરતા. તેમની માગણી તો એટલી જ છે કે આ લડતમાં કેણ સાચું છે ને કે ખાટું છે એની તપાસ સરકારે પોતે નિમેલી સમિતિ દ્વારા થાય. માત્ર એ સમિતિમાં લોકોનું વાજબી પ્રતિનિધિત્વ હેય. અને આમ થાય તો તેમની બીજી શરત એ છે કે આવી નિષ્પક્ષ તપાસસમિતિ નિમાવાનું જે સ્વાભાવિક અને સીધું પરિણામ હોવું જોઈએ કે લડત પહેલાં જે સ્થિતિ હતી તે કરી દેવી એ વસ્તુ સરકારે સ્વીકારવી જ જોઈએ. હું તો એમ પણ સૂચવવા માગું છું કે આથી જે જરા પણ થોડું તે માટે અથવા સ્વીકારે તો તેમણે ભારે વિશ્વાસભંગ કર્યો ગણાય. આબરૂભર્યું સમાધાન કરવાની તેમની તત્પરતા અને ન્યાયપરતા તેમની પાસે આટલી ઓછામાં ઓછી માગણી કરાવે છે. નહિ તે જમીન મહેસૂલની સરકારની આખી નીતિનો પ્રશ્ન. તેઓ ઉપાડી શકે છે, અને પોતાના કાંઈ પણ દેશ વિના છેલ્લા ચારચાર, માસ થયા લાકે જે સિતમ વેઠી રહ્યા છે તેને માટે નુકસાની પણ માગી શકે છે.
સરકારની આગળ બે જ માર્ગ પડેલા છે – આખા દેશના લોકમતને માન આપી શ્રી. વલ્લભભાઈની માગણી સ્વીકારે, અથવા પોતાની જૂઠી પ્રતિષ્ઠા ઊંચી રાખવા દમનનીતિના દોર છૂટા મૂકે. હજી વખત વહી ગયે નથી. હું તો સરકારને સત્યને માર્ગ સ્વીકારવાની વિનંતિ કરું છું.”
Page #254
--------------------------------------------------------------------------
________________
૩૦
જેને રામ રાખે
“ રાક્ષસી પ્રયોગ કરનારને સત્યના પ્રયાગની સૂઝ ન પડે. એટલે સરકાર હવે મૂંઝાય છે અને વિચાર કરે છે કે આ લોક તે કેવા? મારામારી કરતા નથી કે લડતા નથી. ''
આ
મ સરકારે વિકરાળ કાળિકાનું રૂપ ધર્યું હતું. લશ્કરી અમલદારા ખારડેલીમાં આવીને લશ્કરી રચના કેવી રીતે થાય તે જોઈ ગયા હતા. લશ્કરના પડાવ આવે તેને ચામાસામાં રહેવાને માટે સરસામાન, ટારપાલિન વગેરે સૂરતથી આરડાલી ચડવાની વાટ જોવાની હતી. ગાંધીજીએ પણ લેાકેા
આટલે બધા તાપ અસહ્ય થઈ પડે તેા શું થાય એ પ્રશ્ન પેાતાના મન સાથે પૂછીને પેાતે જ જવાબ આપ્યા હતાઃ “જો ત્રાસ અસહ્યું થઈ પડે તેા લેાકેાએ જેને પેાતાની જમીન માની છે તેને ત્યાગ કરી તેમણે હિજરત કરવી જોઈએ. જે ધરા કે લત્તામાં પ્લેગના ઉંદર પડચા હોય કે કૈસ થયા હોય છે, તેને ત્યાગ કરવા એ ડહાપણ છે. જુલમ એક જાતને પ્લેગ છે, એ જુલમ આપણને ક્રોધ કરાવે અથવા નબળા પાડે એવા સંભવ હેાય તેા જુલમનું
સ્થાન છેડીને ભાગવું એ ડહાપણ છે. ’' ખેડૂતા તા બારડેલીને મેાટા અભેદ્ય કિલ્લા એટા હતા. ખરડાલી બહાર સ્થિતિ જુદી હતી. ગવનરની અને અલ વિટટનની ધમકીએ બારડેલી બહાર કેટલાક વર્ગને ચીડવ્યા
૨૪૨
પણ આપણે જોશું કે બનાવીને તેમાં સુરક્ષિત
Page #255
--------------------------------------------------------------------------
________________
જેને રામ રાખે હતા તે કેટલાકને ડરાવી દીધા હતા. જે સભ્યોને પેલું -અહિટમેટમ આપવામાં આવ્યું તેઓ તો તેને માટે તૈયાર મહેતા જ. તેમને માટે સીધો અને સાચો રસ્તો એ હતો કે સર લેસ્લી વિલ્સનને જરાય લાંબીટૂંકી વાત કર્યા વિના કહી દેવું કે અમારાથી આ શરતે ન પૂરી થઈ શકે, કારણ અને તે બારડોલીના લોકોની લાજ રાખશું એ વચને પાછા ધારાસભામાં આવ્યા છીએ, અને એ સત્યાગ્રહીઓને નિશ્ચય ફેરવાવવો એ અમારી મકદૂર નથી. પણ આવો જવાબ તત્કાળ આપી દેવાને બદલે તેમનામાંના એક પક્ષે એક નિવેદન તૈયાર કર્યું અને તેને ધારાસભાના ૫૦ સભ્યોની સહીથી પ્રસિદ્ધ કર્યું. એ નિવેદનમાં તેમણે બારડોલી સત્યાગ્રહ જેવી શાંત અને બંધારણપૂર્વકની લડતને ગવર્નરસાહેબે બેકાયદા ચળવળ કહી છે તેની સામે સખત વિરોધ” ઉઠાવ્યો, અને ખેદ દર્શાવ્યો કે “નામદાર ગવર્નરે આ ઘડીએ ધારાસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર ખાસ કરીને સૂરતના -પ્રતિનિધિઓ ઉપર અહિટમેટમમાંથી ઊભી થતી જવાબદારી નાંખી છે, જ્યારે એ લોકોએ અગાઉ સમાધાનીના પ્રયત્ન કરેલા હતા તેની ઉપર સરકારે કશું ધ્યાન આપ્યું નહોતું.” આ વિરોધની ભાષા સરસ હતી, પણ એથી વધારે સ્પષ્ટ ભાષાથી તેઓ લખી શકતા હતા. તેમણે સરકારને સાફ કહેવું જોઈતું હતું કે જે સત્યાગ્રહ બંધ કરવો હોય તો આપ નામદારે સીધી સરદાર સાથે વાતચીત કરી લેવી જોઈએ. પણ આજની ધારાસભા જેવા મંડળ પાસેથી આવી આશા રાખવી એ કદાચ વધારે પડતું હોય.
બારડોલી બહારના ગરમ દળે તે ગવર્નરના ભાષણને હર્ષભેર વધાવી લીધું –એ કારણે કે હવે સત્યાગ્રહીઓની ઉત્તમોત્તમ કસોટી થવાનો અને સ્વરાજ્યની મોટી લડતને અવસર આવશે. આ ઈચ્છા સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરે ગાંધીજીને લખેલા એક ખુલ્લા પત્રમાં પ્રકટ પણ કરી દીધી. તેમણે ગાંધીજીને સલાહ આપી કે શ્રી. વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહને મર્યાદિત રાખ્યો છે તે વ્યવહારવિરુદ્ધ લાગે છે, માટે હવે તો આખા દેશમાં સવિનય ભંગની હિલચાલ શરૂ થવી જોઈએ.
૨૪૩
Page #256
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ: . બીજી બાજુએ પ્રજાને મોટો વર્ગ ગભરાઈ ગયો હતો. તેમને થયું કે હવે તે કેણું જાણે કેવો ભયંકર હત્યાકાંડ આવી પડશે. એટલે અત્યારસુધી તેઓ લડતને ટેકો આપતા હતા અને
કેની માગણીને વાજબી ગણતા હતા તેપણું ભાવી વાદળથી તેઓ ડરી ગયા. આ વર્ગને મત આગ્રહપૂર્વક જાહેર કરનાર મુંબઈના એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના તંત્રી હતા, જેમણે જણાવ્યું કે શ્રી. વલ્લભભાઈ પટેલ જણાવે છે કે બારડોલીમાં સવિનય ભંગની વાત જ નથી, છતાં સર લેસ્લી વિલ્સને જે ભય બતાવ્યો છે તે ભય સાચે છે એટલે શ્રી. વલ્લભભાઈએ ગવર્નરે આપેલી શરત કબૂલ કરવી. દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતમાં બનેલા એક કિસ્સાની ખોટી સરખામણી કરીને તેમણે શ્રી. વલ્લભભાઈને સલાહ આપી કે “હાલતુરત માટે લડત મોકૂફ રાખવી, કારણ આજકાલ હડતાળને લીધે અને મજૂરવર્ગમાં ચાલતી ઊથલપાથલને લીધે સરકાર બહુ અગવડમાં છે. આ તો તેમણે પિતાને દૈનિકમાં લખ્યું, પણ તેમના સાપ્તાહિકમાં લખેલા લેખથી જણાતું હતું કે તેમને સરકારની મૂંઝવણનું ઝાઝું દુઃખ નહોતું, તેમને તે કદાચ ભવિષ્યમાં માર્શલ લે અને તેમાંથી નીપજતાં ભીષણ પરિણામે આવી પડે તેની ફિકર થતી હતી. એક દિવસ તેઓ શ્રી વલ્લભભાઈની મર્યાદા અને વિવેકનાં વખાણ કરતા તો બીજા દિવસના લેખમાં તેઓ જણાવતા કે બહાદુરી અને આંધળિયાં એ બંને એક વસ્તુ નથી, એટલે સત્યાગ્રહીઓ સરકારની શરત કબૂલ કરે તેમાં તેમને કશું ખોવાપણું છે જ નહિ, પણ મેળવવાપણું છે!
પણ જે ખેડૂતો ઉપર બધા આફતના ડુંગર તૂટી પડવાનો ડર રાખવામાં આવતું હતું તે ખેડૂતે તે નિરાંતે પિતાની ખેતીમાં લાગ્યા હતા, તેમને નહતી સરકારની ધમકીની દરકાર કે ઉપર જણાવેલી ડાહી શિખામણની કદર. ‘યંગ ઇન્ડિયામાં ગાંધીજીએ આકળા બનેલા ગરમ વર્ગને અને ડરી ગયેલા નરમ વર્ગને બંનેને ઉદ્દેશીને નીચે પ્રમાણે ચેતવણી આપી હતીઃ
સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરની સૂચના વિષે વલ્લભભાઈ શું કહેશે તેની મને ખબર નથી, પણ બારડોલીની સહાનુભૂતિની ખાતર મર્યાદિત
૨૪૪
Page #257
--------------------------------------------------------------------------
________________
-૩૦ મું
જેને રામ રાખે સત્યાગ્રહ કરવાને પણ સમય આવ્યું નથી. બારડેલીએ હજી તાવણી માંથી પસાર થવાનું છે. જે છેવટની તાવણમાંથી એ નીકળશે અને સરકાર છેલ્લી હદ સુધી જશે તે સત્યાગ્રહને હિંદુસ્તાનમાં ફેલા અટકાવવાની અથવા બારડોલી સત્યાગ્રહને હેતુ સંકુચિત છે તેને બદલે વિસ્તૃત થતો અટકાવવાની વલ્લભભાઈની કે મારી મકર નથી. પછી તો - સત્યાગ્રહની મર્યાદા એ કેવળ આખા દેશની આત્મબલિદાન અને કષ્ટસહનની શક્તિથી બંધાશે. જે એ મહાપ્રયાગ આવવાનો જ હશે તો તે સ્વાભાવિક રીતે જ આવશે, અને તેને ભલો ભૂપ પણ અટકાવી શકવાનો. નથી. પણ સત્યાગ્રહનું રહસ્ય હું જે રીતે સમજું છું તે રીતે તે શ્રી. વલ્લભભાઈ અને હું સરકારની ગમે તેટલી ઉશ્કેરણી છતાં બારડોલી સત્યાગ્રહને તેની મૂળ મર્યાદામાં જ રાખવાને બંધાયેલા છીએ—પછી • ભલેને એ ઉશ્કેરણું એ મર્યાદા ઓળંગવાનું વાજબી ઠરાવે એટલી બધી હોય. સાચી વાત એ છે કે સત્યાગ્રહી સદાયે માને છે ઈશ્વર તેને સાથી છે, ઈશ્વર તેને દેરી રહ્યો છે. સત્યાગ્રહીઓને નેતા પોતાના બળ ઉપર નથી ઝઝ, પણ પ્રભુના બળ ઉપર ઝૂઝે છે. તે અંતરાત્માને વશ વર્તે છે. એટલે ઘણીવાર બીજાને જે શુદ્ધ વ્યવહાર લાગે છે તે તેને ઇંદ્રજાલ લાગે છે. હિંદુસ્તાન ઉપર આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઈભરેલું અને સ્વપ્રદશ લાગે. પણ મને જે ઊંડામાં ઊંડું સત્ય લાગે છે તે જે હું પ્રગટ ન કરું તો દેશને અને મારા આત્માને હું દ્રોહી બનું. જે બારડોલીના લોકો વલ્લભભાઈ માને છે એવા સાચા સત્યાગ્રહી હોય તે સરકાર ગમે તેટલાં શસ્ત્ર ધરાવતી હોય તે પણ બધું કુશળ જ છે. જોઈએ છીએ શું થાય છે. માત્ર સમાધાનીમાં રસ લેનારા ધારાસભાના સભ્યને અને બીજાઓને મારી વિનંતિ છે કે બારડેલીના લોકોને બચાવવાની આશામાં તેમણે એક ભૂલભરેલું પગલું ન ભરવું. જેને રામ રાખે તેને કોઈ વાંકે વાળ કરી શકવાનું નથી.”
જરા વધારે ધીરજ રાખત અને જરા વધારે હિંમત બતાવત તો ધારાસભાના સભ્યો ચૂપ બેસી રહી જે થવાનું હોત તે થવા દેત. ઉપર અમે જણાવ્યો છે તે ઉપરાંત તેમણે કશો જ જવાબ ગવર્નરને ન આપ્યો હોત તો આકાશ તૂટી પડવાનું નહોતું. ખરી • વાત તો એ છે કે સરકાર જ સમાધાનીને માટે આતુર હતી અને પગલાં લઈ રહી હતી. ગવર્નરના ભાષણ. પછી તુરત જ શ્રી. રામચંદ્ર ભટ્ટ નામના મોતાના રહીશ અને મુંબઈના વેપારીએ
૨૪૫
Page #258
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ સરકારને નવા મહેસૂલ અને જૂના મહેસૂલના તફાવત જેટલી રકમ ભરી દેવાની માગણી કરી. જો કે પ્રથમ તે “તમારી માગણી સૂરતના સભ્યો દ્વારા આવવી જોઈએ એમ તેમને સરકાર તરફથી કહેવામાં આવ્યું તે પણ પાછળથી જે બન્યું તે ઉપરથી સમજી શકાય છે કે એ ભાઈને ઊભા કરનાર પણ સરકારના કેઈ આડતિયા હતા, અને એમની પાસેથી પૈસા આવ્યા ત્યારે તે કોના તરફથી આવ્યા તેના પ્રપંચમાં પડવાની સરકારને કશી પડી નહોતી.
ગમે તેમ હોય, ધારાસભાના સભ્યોની ભડક ભાંગી નહિ. તેઓ ગવર્નરને મળ્યા, સરકારના કારભારી મંડળને મળ્યા. આ લોકેએ એની એ જ વાત તેમની આગળ કરી. શ્રી. કનૈયાલાલ મુનશી, જે સર ચુનીલાલ મહેતાની સાથે મસલત ચલાવી રહ્યા હતા તેમને લાગ્યું કે ગાંધીજી અને વલ્લભભાઈ પાસેથી જાણું લેવું કે કેટલાથી તેઓ સંતોષાય એમ છે. એટલે શ્રી. મુનશી ગાંધીજી અને શ્રીવલ્લભભાઈની મુલાકાતે ગયા, અને તેમની પાસેથી નીચેના ખરડ મેળવ્યો:
૧. તપાસ જાહેર થાય કે જૂનું મહેસૂલ ભરવું.
૨. સત્યાગ્રહીઓએ તપાસ જાહેર થાય કે તરત જ જૂનું મહેસૂલ ભરી સત્યાગ્રહ બંધ કર.
૩. તપાસ સ્વતંત્ર ન્યાયપુર:સર થવી જોઈએ, અને તે કરનાર કાં તો ન્યાયખાતાને અમલદાર કે તેની સાથે કોઈ રેવન્યુ ખાતાને અમલદાર હોય, અને તે તપાસના મુદ્દા નીચે પ્રમાણે હોય, અને લોકોને વકીલ મારફત પુરાવા આપવાની અને સરકારના સાક્ષીઓની ઊલટતપાસ કરવાની જરૂર લાગે તે તેમ કરવાને તેમને અધિકાર હોય?
બારડેલી અને વાલોડના લોકેની નીચેની બે ફરિયાદે તપાસીને, તેની ઉપર રિપોર્ટ કરોઃ - (૧) તાલુકામાં થયેલ મહેસૂલને વધારે જમીન મહેસૂલના કાયદાને. અનુસાર નથી; ,
(૨) એ મહેસૂલ વધારા વિષે જે રિપોર્ટો અને જાહેરનામાં બહાર પડ્યાં છે તેમાં વધારાને વાજબી ઠરાવવાને લાયક સામગ્રી નથી અને. કેટલીક હકીકત અને આંકડા ખેટા છે;
અને જે લોકોની ફરિયાદ સાચી હોય તે સ્ત્રના મહેસૂલ ઉપર કેટલા ટકા વધારવા કે ઓછા કરવા તેની ભલામણ કરવી;
૨૪૬
Page #259
--------------------------------------------------------------------------
________________
૩૦ સુ
જેને રામ રાખે
અને સરકારે વધારેલું મહેસૂલ વસૂલ કરવાને લીધેલાં ખળજોરીનાં. પગલાં વિષે લેાકાએ કરેલી ફરિયાદની તપાસ કરી તેને પરપાટ કરવે..
૪. બધી જમીન પાછી આપવામાં આવે.
૫. બધા સત્યાગ્રહી કેદીઓને છેડી મૂકવામાં આવે.
૬. બધા પટેલતલાટીઓને પાછા નાકરીએ ચડાવવામાં આવે.
૭. વાલેાડના દારૂવાળાને નુકસાન થયેલું ભરપાઈ કરી આપવું.
ગાંધીજીએ શ્રી. મુનશીને મેાઢે એટલું કહ્યું હતું કે જે સમાધાનીમાં પેલી બળજોરીનાં પગલાં વિષેની તપાસ એ વિધરૂપ થઈ પડે તેા સત્યાગ્રહીએ તે ખુશીથી છેડી દેશે.
આ શરત લઈને શ્રી. મુનશી ગવર્નરની પાસે ગયા પણ એ મુલાકાતથી તેમને કોા સતેાષ ન થયેા. આ પછી તરત ધારાસભાના બે સભ્યા, શ્રી. હિરભાઈ અમીન અને નરીમાન, ગાંધીજીને સાબરમતી મળ્યા. તેમની પાસે નવા જવાબ આપવાના હતા નહિ, જે શ્રી. મુનશીને કહ્યું હતું તે તેમને કહ્યું. તેમની આગળ પણ કહ્યું કે ખળભેરીનાં પગલાં વિષેની તપાસની માગણી છેાડી દેવી પડે તેા છેડી દેવી. ગાંધીજીએ તેમને એવી પણ ખાતરી આપી કે ઉપલી શરતે મુજબ સમાધાની કરવા માટે પૂનામાં વલ્લભભાઈની જરૂર લાગે તેા તેઓ ત્યાં ખુશીથી જશે.
આવી સ્થિતિ હતી. બારડેલીમાં તે। હું કહી ગયા તેમ અખંડ શાંતિ હતી. સરદાર પકડાશે જ એમ હવે સૈા કાઈ માનતું હતું, અને તેઓ પકડાય પછી તેમની ગાદી લેવાને બદલે તેઓ પકડાય તે પહેલાં ત્યાં પહોંચી જઈ તેમની પાસે હુકમ લેવાનું ગાંધીજીએ બહેતર માન્યું. તા. ૨ જી આગસ્ટે ગાંધીજી ખારડેલી પહેાંચ્યા. ત્યાં જઈ ને તેમણે જોયું કે ખારડાલી વિષે બારડેાલી બહાર જેટલી વાતા થઈ રહી છે તેના સેામા ભાગની ખારડેાલીમ - થતી નથી. એ દિવસ તેમની વચ્ચે રહેવાથી તેમની ખાતરી
.
કે ખારડાલીના લેાકેા ભગવાનને ભરેાંસે કુશળ છે' એમ કહેવામાં તેમણે કશી ભૂલ કરી નહેાતી.
અપેાર પછી ત્રણચાર મોટાંમેટાં ગામેાના ખેડૂતા કાદવપાણી ખુદીને ગાંધીજીને મળવા આવ્યા હતા. એક પટેલની એળખાણ
૨૪૭
Page #260
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
કરાવતાં એક મિત્રે કહ્યું: ‘આ પટેલ તા વલ્લભભાઈને કહેવા આવ્યા છે કે અમારું માથું તમને આપ્યું છે, નાક નથી આપ્યું. ગાંધીજી હસ્યા, અને ખેાલ્યાઃ વલ્લભભાઈને પણ નાક હશેને! પણ તમારું નાક જાળવવામાં જ વલ્લભભાઈની અને દેશની શાભા
છે.'
આ પછી ગ્રાંધીજી કહે: 'ઠીક; પણ હજી તમારી પરીક્ષા તે આવે છે.'
ખેડૂતે સાનમાં સમજી ગયા. તેમાંના એકે જવાબ આપ્યા ← તૈયાર છીએ.'
કસેટીની અનેક વાતે તેમની પાસે ગાંધીજીએ મૂકી, એટલે તેઓ કહેઃ ‘સાચી વાત છે. હજી અમારી શી કસોટી થઈ ? પદરવીશ હજારનાં ભેંસડાં ગુમાવ્યાં, જમીન ગુમાવી, પણ જેને કસેાટી કહીએ તેવી કસેાટી હજી નથી થઈ. એ થવાની હાય તા ભલે થાય.'.
પણ ધારા કે વલ્લભભાઈ ને સરકાર ઉઠાવી લે તેા તમે દખાઈ ન જાઓ ?'
“ શું કરવા ? અમે તેા લેાઢુ હતા, તેને વલ્લભભાઈ એ પાણી પાઈને ખરું પોલાદ ) બનાવ્યા છે. એટલે અમે એક વાત સમજીએ છીએ મરણુ થાય પણ ટેકને વળગી રહેવું. '
ગાંધીજી કહેઃ એ તેા લડતની તૈયારી, પણ સમાધાન થઈ જાય તે તેને માટે પણ તૈયાર છેાના ? કેમકે સમાધાન પછી પણ ઘણું મેટું કામ કરવાનું છે, ઘણું મુશ્કેલ કામ કરવાનું રહે છે, – જૂનું મહેસૂલ વલ્લભભાઈ કહે છે તેમ તુરત ભરી દેવાનું, અને મહેસૂલ વધારી શકાય એવી બિલકુલ સ્થિતિ નથી એમ સિદ્ધ કરી આપવાનું. ' ગાંધીજી જે સમતાની સ્થિતિની આશા રાખતા હતા તે જ સ્થિતિ આ લેાકેાની હતી.
:
મેં તેા તેમને ગેાળીબારની પણ વાર્તા કરી. હસતાં હસતાં પેલા ખેલ્યાઃ એ તેા અત્યારથી શું કહેવાય ? પણ ગાળીબાર કેટલાકને મારશે ? પલેગમાં મૂમતાં તેના કરતાં તે વધારે નહિ સરે. મારા ગામમાંથી જ ૪૦૦ માણસ મૂઆંતાં !'
૨૪૮
Page #261
--------------------------------------------------------------------------
________________
૩૦ સુ
જેને રામ રાખે
એક મિત્રે માગણી કરી કે અમારા ગામમાં આવી તે જાએ. - વલ્લભભાઈ કહે નહિ ત્યાં સુધી નહિ,' એમ ગાંધીજીએ જવાબ આપ્યા. આખરે વલ્લભભાઈએ કહ્યું કે · જઈ આવે ’ ત્યારે તે સરભાણુ અને રાયમ જઈ આવ્યા. રાયમમાં હજારા માણસા આસપાસનાં ગામેામાંથી આવ્યાં હતાં, તેમને ખબર નહાતી કે દેશ આખા તેમની ચર્ચા કરી રહ્યો છે. સેંકડા સ્ત્રીએ હતી, અને એક ઠેકાણે કાંતવાનું પ્રદર્શન ગેાઠવ્યું હતું. બધાં ગોઠવાઈ ગયાં એટલે એક પછી એક બહેને પેાતાના અધ્ય` આપ્યા, ગાંધીજીને ભાષણ કરવું -નહેાતું, પણ આભારની ખાતર પણ ભાષણ કરવું પડયું. તેમણે
કહ્યુઃ
સરદારના હુકમ છે કે તેમના સિવાય કોઈએ ખાલવું નહિ એટલે મારાથી કશું ન ખેલાય. સરદાર હેાત અને હુકમ કરત તે ખાલત. આજે તા તમારી બહાદુરી અને તમારા સંગઠનને માટે તમને ધન્યવાદ આપું છું. રટિયાનું પ્રદાન જોઈને મને આનંદ થયા, પણ આજે રેંટિયા વિષે પણ ન ખેલું. આપણે જેમને સરદાર બનાવ્યા તેમના હુકમ અક્ષરશઃ પાળવા એ આપણા ધર્મ છે. હું સરદારના માટેા ભાઈ થાઉં એ વાત સાચી છે, પણ જાહેર જીવનમાં જેની નીચે આપણે કામ કરતા હોઈએ તે આપણા પુત્ર હાય કે નાના ભાઈ હાય તાપણ તેના હુકમ માન્ય રાખવા જ જોઈએ. એ કાંઈ નવા કાયદા નથી. એ આપણા પ્રાચીન ધર્મ છે. એ ધર્મનું પાલન કરવા માટે જ શ્રીકૃષ્ણે અર્જુનનું સારથિપણું કર્યું અને યુધિષ્ઠિર રાજાએ રાજસૂય ચજ્ઞ કર્યાં ત્યારે તેમણે પતરાળાં ઉઠાવેલાં. એટલે આજે તા માત્ર તમને ધન્યવાદ જ આપું છું. વલ્લભભાઈએ તમને દેશમાં પ્રસિદ્ધ કર્યાં. સરકારે તમને જગપ્રસિદ્ધ કર્યાં છે. ભવિષ્યમાં તમને હુયે મેટી ફતેહ મળે.”
66
આ બધા ભાઈએ અને બહેને રામભરેાસે બેઠાં હતાં અને સરદારનું પડયું વચન ઉપાડવાને માટે તૈયાર હતાં. ગાંધીજીએ આવીને તેમને ઊલટા વધારે વલ્લભભત બનાવ્યા.
Page #262
--------------------------------------------------------------------------
________________
૩૧
સત્યાગ્રહના જયજયકાર
“મારે સરકારનું ખાટું દેખાય એવું કરવું નથી. એવું કરવામાં રાજ થનારા હું નથી. પણ એ જ રીતે પ્રજાનું નીચું દેખાડવાના સરકારને ઇરાદા હાય તા તે પણ હું નથી થવા દેવાના. ’
આ
મ ગાંધીજી ખારડેાલીમાં ડેરે। નાંખી બેઠા હતા ત્યારે શ્રી. વલ્લભભાઈ ને રાવસાહેબ દાદુભાઈનું પૂનાથી તેડું. આવ્યું, ગુજરાતના સભ્યા તરથી એ તેડાનેા તાર હતા; અને તેમાં સર ચુનીલાલ મહેતાના અતિથ થવાને પણ વલ્લભભાઈ તે. આગ્રહ હતા, એટલે સર ચુનીલાલની સૂચનાથી નહિ તે તેમની સંમતિથી એ તેડું આવ્યું હતું એમ કહેવામાં વાંધો નથી. શ્રી. વલ્લભભાઈ ને મુંબઈપૂનાના ધરમધક્કા' એટલા બધા થયા હતા કે તેમને જવાનું જરાયે મન નહોતું, પણ સમાધાની થતી જ હેય તે। તે તેમની અશ્રદ્ધાથી અથવા તેમના ન જવાથી અટકે નહિ એટલા ખાતર તે ગયા. સાથે સાથે તારથી રા. સા. દાદુભાઈ તે જણાવ્યું : ‘ છાપાં વગેરેમાંથી તે કાઈની કાંઈ કરવાની દાનત હાય એવું દેખતા નથી, છતાં ગુજરાતના સભ્યાના ખેલાવ્યા આવવું જોઈએ એટલે આવું છું.'
૩ જી અને ૪ થી ઑગસ્ટે સર ચુનીલાલ મહેતાને ત્યાં શું બન્યું તે બધું આપવું શક્ય નથી, શક્ય હોય તેાપણુ આપવું શાબે એમ નથી. પણ મુખ્ય હકીકત સંક્ષેપમાં સૈાના ન્યાયની ખાતર અને સત્યની ખાતર આપવી જોઈએ. સરકારને ખબર પડી ગઈ હતી કે અલ્ટિમેટમ તે તેણે સૂરતના સભ્યાને આપ્યું હતું, પણ છેવટે સુલેહ કરવાની હતી તે। શ્રી. વલ્લભભાઈ સાથે. સૂરતના સભ્ય અને
૨૫૦
Page #263
--------------------------------------------------------------------------
________________
સત્યાગ્રહને જયજયકાર તેમની સાથે કામ કરી રહેલા બીજા સભ્યોએ આખર સુધી કશું. વચન આપવાની અથવા શ્રી. વલ્લભભાઈને કશા વચનથી બાંધવાની. ના જ પાડી, એ વસ્તુ એમને શોભાવનારી હતી. સર ચુનીલાલને. ત્યાં વાટાઘાટો ચાલ્યા કરતી હતી ત્યારે જ સૌને લાગી ગયું હતું. કે સમાધાન કરવાની ઉત્કંઠા સૂરતના સભ્યો કરતાં સરકારની. ઓછી નહોતી, પણ સરકારનો હાથ ઊંચો રહે એવી કંઈક. શબ્દજાળ શોધવાની ભાંજગડ જરા જબરી હતી. એક સીધો. સાદો ખરડો શ્રી. વલ્લભભાઈએ તૈયાર કર્યો, પણ તે. સર ચુનીલાલને પસંદ ન પડ્યો. તેઓ સરકારના બીજા સભ્યોની. સાથે ચર્ચા કરી રહ્યા હતા. રાત્રે તેઓ એક કાગળનો ખરડો . લઈને આવ્યા, જે સૂરતના સભ્યો સરકારને લખે એવી તેમની સૂચના હતીઃ
“અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને. ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૪ મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં
આવશે. છ
વલભભાઈએ કહ્યું: “જે સભ્યો આ કાગળ ઉપર સહી કરશે તે શી રીતે એમ કહી શકે કે શરતો પૂરી કરવામાં આવશે, જ્યારે તપાસસમિતિ નીમવામાં આવે એ પહેલાં એ શરતો તે પૂરી કરવાની છે? એમણે તો એમ કહેવું જોઈએ ના. કે શરત પૂરી કરવામાં આવી છે? અને એ એ લોકો શી રીતે કહી શકે, કારણ શરતો પૂરી કરવાની તો અમારે છે? અને અમે તો આ તપાસસમિતિ ન મળે ત્યાં સુધી જૂનું મહેસૂલ પણ આપવાને તૈયાર નથી.”
“એની તમારે શી ફિકર છે?” સર ચુનીલાલે કહ્યું.. એટલો કાગળ સહી કરીને મોકલવામાં આવે એટલે થયું. એ સભ્યને એટલો કાગળ મોકલવાને વાંધો ન હોય તો પછી એ શરતે કેવી રીતે, કેણ, ક્યારે પૂરી કરશે તેની ભાંજગડમાં તમારે પડવાની જરૂર નથી. તમે તમારી મેળે. તપાસસમિતિ જાહેર થાય પછી જ જૂનું મહેસૂલ ભરજે.”
- ૨૫૧ ,
Page #264
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ * આ સફાઈ અમારી સમજ કે બુદ્ધિની બહાર હતી. શ્રી. મુનશી જેઓ મસલતમાં ખૂબ રસ લઈ રહ્યા હતા અને મુંબઈથી સાબરમતી સુધી જઈ આવ્યા હતા તેમણે એક બીજે ખરડો ઘડો, શ્રી. શિવદાસાનીએ પણ ઘડ્યો, પણ એકે ખરડા સર ચુનીલાલને પસંદ નહોતે. મોડી રાત સુધી શ્રી. વલ્લભભાઈ અને શ્રી. મુનશી સર ચુનીલાલ સાથે ચર્ચા કરતા બેઠા. ખરડાની વાત છેડીને બીજી શરતોની વાત ચાલી. જમીને પાછી આપવાના સંબંધમાં, તલાટીઓને પાછા લેવા સંબંધમાં, સત્યાગ્રહીઓને છેડવા સંબંધમાં સંતોષકારક શરતે શ્રી. વલ્લભભાઈ અને શ્રી. મુનશી કબૂલાવી શક્યા. મોડી રાતે શ્રી. મુનશી ઘેર ગયા. પણું પેલો ખરડે તે હજી ઊભો જ હતો.
શ્રી. વલ્લભભાઈની સાથે આ પ્રસંગે સ્વામી આનંદ હતા, હું હતું. રાત્રે સૂતા પહેલાં તો અમે સર ચુનીલાલને કહી દીધું કે આવું કંઈ લખી આપી શકાય નહિ. પણ કેમે ઊંઘ ન આવે. ખૂબ ચર્ચા કરી, પૂનાથી નીકળી આવતાં પહેલાં ગવર્નરસાહેબને લખવાના એકબે કાગળોના ખરડા કર્યા, ફાડ્યા. સવારે ચાર વાગ્યા પહેલાં હું ઊઠી નીકળે, શ્રી. વલ્લભભાઈને પણ જગાડ્યા અને કહ્યું: “મને સર ચુનીલાલના પેલા ખરડામાં કશું જ લાગતું નથી. એમાં નથી આપણે બંધાતા, નથી - સૂરતના સભ્ય બંધાતા. સરકારને નાકનો સવાલ થઈ પડ્યો છે
અને સરકાર માને કે આથી એનું નાક રહે છે તો ભલે એનું નાક રહેતું.”
વલ્લભભાઈ કહેઃ “પણ એમાં જૂઠાણું છે તે ? ” મેં કહ્યું : “છેતે, પણ તે સરકારના તરફથી છે.”
વલ્લભભાઈઃ “આપણે સરકાર પાસે સત્યને ત્યાગ કરાવીએ છીએ એમ નહિ?”
મેં કહ્યું: “ના, સરકાર સત્યને ત્યાગ કરે છે અને એમાં એને શ્રેય લાગે છે. એને લાગે તે લાગવા દો. આપણે એને કહીએ કે આમાં સત્યનો ત્યાગ થાય છે.”
૨૫૨
Page #265
--------------------------------------------------------------------------
________________
૩૧ મું
સત્યાગ્રહને જયજયકારવલ્લભભાઈ ત્યારે તું સર ચુનીલાલને સાફ સાફ કહેશે કે, એ લોકો સત્યને ત્યાગ કરે છે?” ' કહ્યું: “હા.” - વલ્લભભાઈ: “પણ જો તું જાણે! મને આ લોકોની બાજીમાં ખબર પડતી નથી. એવાં કુંડાળાં શા સાર કરતા હશે? બાપુ શું કહેશે? સ્વામી, તું શું ધારે છે?
સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનકડા સાથીઓને પણ અભિપ્રાય જાણવાની ઈચ્છા, અને “આપણે જે . કરીએ છીએ તે વિષે બાપુ શું ધારશે” એ વિષેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથીયે અધિક પૂજ્ય બન્યા. લડત દરમ્યાન ઘણીવાર તેઓ કહેતા,
આ મુત્સદ્દીઓનાં જૂથમાં હું સીધો ભેળે ખેડૂત ન શોભે; એમની કળા મને ન આવડે,’ એ શબ્દ મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું: “બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તે જરૂર લેવા દે. સરકારને નામ સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.”
સ્વામી કહેઃ “મારે પણ એ જ મત છે.”
છેવટે વલ્લભભાઈ કહેઃ “પણ સૂરતના સભ્યો આના ઉપર . સહી કરશે?”
કહ્યું: “કરશે; સર ચુનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિષે શંકા નથી.”
શ્રી. વલ્લભભાઈ કહેઃ “ભલે ત્યારે; એ સહી કરે તો કરવા દો. પણ તારે તો સર ચુનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યને ત્યાગ થાય છે.’
હું ગયે, સર ચુનીલાલની સાથે વાત કરી, તેમને કાંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું, “તમે તમારી સ્થિતિની ચોખવટ કરે એ બરાબર છે. સરકારને પણ હું એ જણાવીશ.” એટલામાં
શ્રી. વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફેડ પાડીને કહી અને જણાવ્યું: “સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તે તમે જાણે.”
૨૫૩
Page #266
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણું * સર ચુનીલાલને કશી શંકા નહોતી જ. તેઓ રાજી થયા. ભગવાનની જેમ સરકારની ગતિ અગમ્ય છે. શ્રી. વલ્લભભાઈએ કહ્યું કે સૂરતના સભ્યો એ કાગળ લખવાને રાજી હોય તે મને વાંધો નથી એટલે તુરત જ સમાધાન નક્કી થયું !
સર ચુનીલાલ મહેતાને વિષે બે શબ્દ અસ્થાને ન ગણાય. સર ચુનીલાલને બીજા કોઈ પણ જાણ કરતાં સરકારના મનની વિશેષ ખબર હતી, એટલે તેઓ બધું જોઈ વિચારીને અને સમજીને -જ કરતા હતા. આ અણીને વખતે તેમની દેશભક્તિ તરી આવી • હતી, અને સરકાર પ્રતિષ્ઠાના ભૂતને વળગતી ઉઘાડી પડે એ ભોગે પણ આ પ્રકરણનો અંત આણી બારડોલીના ખેડૂતને ન્યાય મળે એ વિષે તેઓ આતુર હતા. સરકાર કાંઈ થોડી જ આ પહેલીવાર ઉઘાડી પડવાની હતી!
પણ જે સરકાર પ્રતિષ્ઠાની માયાને વળગીને સંતોષ માનવાને તૈયાર હતી, તે શ્રી. વલ્લભભાઈ તત્વના સત્ય વિના સંતોષ માને એમ નહોતું. તેમને તે સંપૂર્ણ, સ્વતંત્ર, ન્યાયપુરઃસર તપાસ જોઈતી હતી, અને લડાઈ પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિ જોઈતી હતી. આટલું કરવાને તે સરકાર તૈયાર હતી જ, પણ ત્યાંયે પ્રતિષ્ઠાની માયા વળગેલી હતી જ. પેલો કાગળ લખવામાં આવે કે તરત જ તપાસ તે જે શબ્દમાં શ્રી. વલ્લભભાઈએ માગી હતી તે જ શબ્દોમાં –બળજેરીનાં કૃત્યેની તપાસ બાદ કરીને તેના તે જ શબ્દોમાં – જાહેર થશે એમ નકકી થયું, અને તલાટીઓને પાછી લેવા બાબત, જમીન પાછી આપવા બાબત, અને કેદીઓને છોડવા બાબત સૂરતના સભ્યો રેવન્યુ મેમ્બરને એક શિરસ્તા મુજબ કાગળ લખે એટલે તુરત ઘટતું કરવામાં આવશે એમ ઠર્યું. છેવટને નુકસાનીના બદલા વિષેને ભાગ કાગળમાં લખવાનો નહોતો, પણ સરકારી રાહે ઘટતું કરવામાં આવશે એમ કર્યું. શ્રી. વલ્લભભાઈને આથી વધારે કશું જોઈતું નહોતું. તેમને તો કામની સાથે વાત હતી, નામની સાથે વાત નહોતી. " બાકીની કથા તે ઝટ ઝટ કહી જવાય એવી છે. પેલા એક વાકયના કાગળ ઉપર સૂરતના અને બીજા ત્રણચાર સભ્યોએ
૨૫૪
Page #267
--------------------------------------------------------------------------
________________
૩૧ મુ
સત્યાગ્રહના જયજયકાર
સહી કરી—એ ત્રણચાર શા સાઅંદર ભળ્યા એ ભગવાન જાણે. એ જ વખતે સર ચુનીલાલ મહેતાની વિનંતિથી રા. બ. ભીમભાઈ નાયક, શ્રી. કનૈયાલાલ મુનશી, અને ખીજા કેટલાક સૂરત કલેક્ટરને મળી સત્યાગ્રહીઓની વેચેલી જમીન પાછી મૂળ માલિકાને નામે ચડાવી દેવડાવવા માટે સૂરત ગયા. આ ખરીદનાર તે ઈનમીન અને સાડાતી ન હતા. તેમને કલેક્ટરે ક્રૂઢાવી મંગાવ્યા, અને તેમને સમજાવી, દબાવીને તેમણે બધાએ મળી ૧૨,૦૦૦ રૂપિયાની જમીન ખરીદેલી તેટલા ૧૨,૦૦૦ રૂપિયા પાછા આપી તેમની પાસે જમીન છેડાવવામાં આવી. આ લેાકાને 'જૂના કલેકટર અને કમિશનરે પેાતાની ગાંઠનાં વચના આપ્યાં હશે, એટલે એ જમીન તેમની પાસે છેડાવવી કેટલી મુશ્કેલ પડી હતી તેનું રમૂજી વર્ણન આ પ્રકરણમાં અગ્રગણ્ય ભાગ લેનાર શ્રી. મુનશીએ શ્રી. વલ્લભભાઈ ને મેાકલ્યું હતું. જૂના કલેકટરે બિચારાએ ઘણીવાર પોતાનાં ‘ શુભ વચને 'માં કહેલું કે વેચેલી અને ખાલસા થયેલી જમીન કદી પાછી આપવામાં ન આવે, તેમને તા આ ટાંકણે જ સરકારે ખીજા જિલ્લામાં મેાકલી દીધા. હતા, અને નવા કલેક્ટર મિ. ગૅરેટને આ કામ કરવામાં કાંઈ નાનમ લાગે એમ નહેતું. જે દિવસે સૂરતના સભ્યાએ પેલેા કાગળ લખ્યા તે જ દિવસે ગાંધીજીએ અને શ્રી. વલ્લભભાઈ એ “જે શબ્દોમાં માગેલી હતી તે જ શબ્દોમાં તપાસમિતિ નિમાવાનું જાહેર થયું. અને પેલા ખીજા કાગળના જવાખમાં રેવન્યુ :મેમ્બરે લખ્યું કે બધી જમીન પાછી આપી દેવામાં આવશે, કેદીઓ બધા છૂટી જશે, અને તલાટીએ ઘટતા શબ્દોમાં અરજી કરે એટલે તેમને પાછા નેકરી ઉપર ચડાવવામાં આવશે. શ્રી. વલ્લભભાઈએ આટલું થયું એટલે પેાતાને સ`તેાષ જાહેર કર્યો, અને જાહેર રીતે તેમણે સત્કાર સુદ્ધાં સાને આભાર માન્યા, અને ખેડૂતને ઉદ્દેશીને પત્રિકા કાઢી તેમાંનેા મુખ્ય ભાગ આ હતાઃ “ આપણી ટેક જાળવવાને સારુ આપણે આપણે હવે જૂનું મહેસૂલ ભરવાનું છે, વધારે
૨૫૫
ઈશ્વરના પાડ માનીએ. ભરવાનેા નથી. જૂનું
Page #268
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ મહેસૂલ ભરવાની તૈયારી સૌ કરી મૂકશે એવી આશા રાખું છું. ભરવાને સમય મુકરર થયે જાણ કરીશ.”
કેદીઓ છૂટશે એવી આશા રાખીને એમણે આ વાક્ય લખ્યું હતું. પણ સરકારને હજી ખબર નહોતી કે શ્રી. વલ્લભભાઈને સમાધાની પસંદ પડી કે નહિ એટલે કલેક્ટરને બારડોલી જઈને શ્રી. વલ્લભભાઈ પાસે એ જાણી લેવાના હુકમ મળ્યા. શ્રી. વલ્લભભાઈએ જણાવ્યું કે મારો સંતોષ અને ધન્યવાદ તે હું મારી ગુજરાતી પત્રિકામાં દર્શાવી ચૂક્યો છું. એટલે તુરત જ કલેકટરે સરકારને તાર કર્યો, અને બીજે જ દિવસે બધા કેદીઓને છોડી દેવામાં આવ્યા, તલાટીઓને પાછા લેવા વિષેની અરજી શ્રી. વલ્લભભાઈએ જ ઘડી હતી અને તે કલેકટરને ગમી, એટલે તુરત જ તેમણે તેમની નિમણુકને હુકમ કાઢવ્યા. આ થયું એટલે લોકેનો ધર્મ હવે જૂનું મહેસૂલ ભરવાનું પોતાનું કર્તવ્ય કરવાનો હતો. એક મહિનાની અંદર તે લોકોએ બધું મહેસૂલ ભરી દીધું.
આમ “નિર્બલ કે બલ રામનો આધાર રાખી પિતાની ટેક ઉપર મૂઝનારા અને સંકટ સહન જ મેટું શસ્ત્ર માની છે મહિના સુધી બળિયાની સાથે બાથ ભીડનારા બારડોલીના. ભલાભોળા ખેડૂતોને વિજય થયો. સત્ય અને અને અહિંસાને આવો વિજય કેટલાંક વર્ષ થયાં હિંદુસ્તાને જાણે નહે. સરદારની ત્રણ સફળ લડતમાની ભારેમાં ભારે આ લડત હતી; સ્વરાજ્યને પંથે તેમણે નાંખેલા મજલ દાખવનારા સ્તંભેમાંને આ ત્રીજે સ્તંભ. નાગપુર સત્યાગ્રહમાં માત્ર એક હક સાબિત કરવાનો હતો તે સાબિત થયો. બારસદની લડતના જેવી શીઘ ફલદાયી અને સંપૂર્ણ સફળતાભરી તો એકે લડત થઈ નથી, પણ એ સ્થાનિક પ્રકારની હતી અને દોઢ જ માસમાં પૂરી થઈ એટલે દેશમાં ઘણાએ એને વિષે કશું જાણ્યું નહોતું. પણ બારડોલી સત્યાગ્રહ અપૂર્વ કહેવાય. કારણ તેણે દેશનું નહિ પણ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું, અને લોકોની માગણીના ન્યાયીપણા અને મર્યાદાને લીધે એણે આખા દેશની સહાનુભૂતિ મેળવી હતી.
૨૫૬
Page #269
--------------------------------------------------------------------------
________________
૩૧ મું
સત્યાગ્રહનો જયજયકાર આ સત્યાગ્રહને વિજય ઇતિહાસમાં અનેક કારણોને લીધે અપૂર્વ હતઃ મુખ્ય એ કારણે કે બારડોલીને સત્યાગ્રહના પ્રથમ ક્ષેત્ર તરીકે ગાંધીજીએ પસંદ કરવામાં ભૂલ કરી નહોતી એ સિદ્ધ થયું; બીજું, હિંદુસ્તાનમાં રાંકમાં રાંક ગણાતા લોકેએ વિજય મેળવ્યો; ત્રીજું એ કે લડતને છુંદી નાંખવાને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સરકારને પ્રતિજ્ઞાના પંદર દિવસની અંદર એ લેકેએ નમાવી; ચોથું એ કે રેવન્યુ ખાતામાં મેટો માધાતા પણ માથું ન મારી શકે એવા નોકરશાહીના સિદ્ધાન્ત છતાં સરકારને નમવું પડયું; પાંચમું એ કે ત્રણત્રણ ચારચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આવો મોટો વિજય પ્રાપ્ત થયો; છઠું એ કે સત્યાગ્રહના નાયકે પ્રતિષ્ઠાના ભૂતને ત્યાગ કરી તત્ત્વ તરફ જે તાણ્યું હતું; અને છેવટે એ કે જે ગવર્નર કેટલોક સમય પોતાના હાથે નીચેના માણસોનું જ સંભળાવ્યું સાંભળતા હતા અને હિંદી પ્રધાનનું કહ્યું કરતા જણાતા હતા તેમણે સમાધાન કરવામાં પોતાથી થાય છે તેટલું કર્યું. પેલા અર્થહીન કાગળથી એમણે સંતોષ માન્યો તે પણ કદાચ શાંતિપ્રીત્યર્થે જ હોય. આ કારણે ગાંધીજી અને વલ્લભભાઈએ પિતાના લેખમાં અને ભાષણમાં સત્યાગ્રહીઓને તેમજ ગવર્નરને ધન્યવાદ આપવાનું ઉચિત ધાર્યું હતું.
Page #270
--------------------------------------------------------------------------
________________
“માપુના સ ંદેશ આછા છે.? બાકી કાણુ ચડાવી માર્યાં.”
૩૨
અભિનદન
ભાંગ્યાતૂટો પણ લેાકાને પહોંચાડનારા કેટલા આપણે ? આપણે કર્યું શું ? બાપુએ નાહકના
સમાધાનની વાત દેશમાં વીજળીની જેમ ફરી વળી, અને સરદાર ઉપર અભિનદનના તારે। વરસ્યા તથા દેશનાં સઘળાં વત માનપત્રેામાં પ્રશ'સાના લેખા ઊભરાયા.
એ બધાને અહીં ઉલ્લેખ કરવા તેા શકત્ર નથી, પરંતુ લડતના અંત વિષેના મુખ્ય મુખ્ય નેતાએના અભિપ્રાય ટાંકીશ. અહીં જે પુષ્પાની નાની માળા હું ગૂંથવા ધારું છું તેમાં સૈાથી અગ્રસ્થાન શ્રીમતી સરાશ્તિી દેવીના અભિનંદનને ધટે છે. ગાંધીજી ઉપરના પત્રમાં તેમણે લખ્યું હતું :
“ જેના ઉપર આવી પડે તેને રાત્રે કેવા આકરા ઉર્જાગરા કરવા પડે છે તેની જગતને કથાં ખબર પડે છે? બારડોલીના લોકોએ રાતની રાતે સુધી એવા કેટલાય આકરા ઉર્જાગરા કર્યાં છે !
પણ મને આનંદ થાય છે કે આજે રાત્રે તે એ ભયાનક દિવસેામાં જે લેાકાએ ઊંધ અને આરામ જાણ્યા નથી તેમને મીડી નિદ્રા આવશે અને તેથીયે અધિક મીઠાં સ્વપ્તો આવશે. સત્યાગ્રહીનું કાર્ય સમાપ્ત થયું એટલે તેને જે મીઠી નિદ્રા આવે છે તે તે દેવાની જ દીધેલી હોય છે. જન ક્લિસૂફના શબ્દ તમે જાણેા છે ? — ‘ તમારું કાય એટલે યુદ્ધ, અને તમારી શાંતિ એટલે વિજય.' બારડેલીમાં પણ એમ જ થયું. બારડોલીમાં આજે શાંતિની અને યુદ્ધના શાંત માની વિજયપતાકા ફરકે છે. હમણાં જ મેં તમારા સત્યાગ્રહના ઇતિહાસનાં હૈયાને હલાવનારાં અને તાદશ
૨૫૮
Page #271
--------------------------------------------------------------------------
________________
અભિનંદન ચિતાર આપનારાં પાનાંમાંનું છેલ્લું પૂરું કર્યું, ત્યાં ટપાલમાં બારડેલીની સમાધાનીના ખુશ ખબર આવ્યા, જેને માટે ઘણે સમય થયાં રાહ જેવાતી હતી. . . . સમાધાની બન્ને પક્ષને શોભે એવી છે. મેં
સરદાર વલ્લભભાઈને એક મહિના ઉપર લખ્યું હતું તેમ સત્યાગ્રહને ઊંડે, સાચે અથ ખરેખર “નિબલની સંપત છે”- જેમને સાચી વસ્તુ મેળવીને સંતોષ છે, અને જેઓ અસત્યની માયા પાછળ ભમનારા નથી, તેમની સંપત છે. બારડેલી મારફત જગતને સત્યાગ્રહને પદાર્થપાઠ આપવાનું તમારું સ્વમ આજે બારડેલીએ પોતાની રીતે સફળ કર્યું છે.”
ગાંધીજી જે તે પ્રસંગે બારડોલીમાં હતા તેમણે મુંબઈ સરકારને, બારડોલીના ખેડૂતોને અને શ્રી. વલ્લભભાઈને યંગ ઇડિયામાં અભિનંદન આપ્યું. તેમણે લખ્યું: “વલ્લભભાઈની દઢતા તેમજ નમ્રતા વિના આ સમાધાન થઈ જ ન શકયું હોત.”
સત્યાગ્રહીઓએ જે માગ્યું હતું તે બધું તેમને મળ્યું છે. તપાસસમિતિના કર્તાવ્યક્ષેત્રની આંકણું આપણે ઇચ્છીએ તેવી જ થઈ છે. એટલું છે કે મહેસૂલ વસૂલ કરવા માટે સરકારની દમનનીતિનાં કૃત્યની બાબતમાં જે આક્ષેપ છે તે સંબંધમાં કશી તપાસ નથી થવાની. પરંતુ એ માગણી જતી કરવામાં શ્રી. વલ્લભભાઈએ ઉદારતા દાખવી છે, કારણ ખાલસા થયેલી જમીન, વેચાઈ ગયેલી જમીન સુદ્ધાં પાછી મળવાની છે, તલાટીઓને ફરી પોતપોતાની નોકરી ઉપર ચડાવી દેવાના છે, અને બીજી ગૌણ બાબતો ઉપર પણ ધ્યાન આપવામાં આવનાર છે.” - લાલા લજપતરાયે “પીપલ'માં લખતાં જણાવ્યું: “સરકાર અને બારડોલીના ખેડૂતો વચ્ચેની લડતનું સમાધાન એ લોકપક્ષનો એક મહત્ત્વનો વિજય છે, તેમ જ સરકારને માટે પણ માનભરી વસ્તુ છે. સત્ય અને ન્યાયને એ નૈતિક વિજ્ય છે. વળી લોકમત જે સારી રીતે સંગઠિત કર્યો હોય અને તેની પાછળ બળ હોય તે તેના દબાણને સરકાર પણ વશ થાય તેવી છે એ આ સમાધાનમાં ચેકસ દેખાય છે. લડત મક્કમ અને સંગઠિત હોય અને તેની સાથે ભોગ આપવાની પૂરી તૈયારી હોય તો જ તે કાળે તેની અસર પડે જ છે.”
૨૫૯
Page #272
--------------------------------------------------------------------------
________________
મોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ.
સિમલામાં વલ્લભભાઈ ને દેખતાંની સાથે જ ભલે પધારે ખરડાલીના સરદાર ! તમે ઇતિહાસ ધડવો છે' એમ મેલીને ભેટી પડતા સ્વ. લાલાજીની મૂર્તિ હજી નજર આગળ તરે છે.
પંડિત મેાતીલાલ નેહરુએ આ સમાધાનને ‘સુંદર વિજય ’’ કહીને ગાંધીજી અને શ્રી. વલ્લભભાઈ ને અભિનંદન આપ્યું.
શ્રી. રાજગાપાલાચારીએ લખ્યું: “ ખરેખર આ વિજય અદ્ભુત છે, અને જે રીતે આ પરિણામ આવ્યું તે જોઈને મને બહુ આનંદ થાય છે. ગાંધીજીએ લખ્યું છે તેમ હજી તેા બહુ કામ કરવાનું છે. હું આશા રાખું છું કે આખરે ખેડૂતને ન્યાય મળશે જ. પરંતુ રાષ્ટ્રીયતાની અને નીતિની દૃષ્ટિએ વિજય મળી જ ચૂક્યો છે. . આપણા દેશના ઇતિહાસમાં વલ્લભભાઈનું કા બહુ ભારે છે.”
પંડિત મદનમેહન માલવીયજીએ વલ્લભભાઈને અભિનંદન આપતાં કહ્યું : “ સત્યાગ્રહની એક સચેટ જીત ચંપારણમાં થઈ હતી. મીજી અને તેના જ જેવી મહાન જીત બારડેાલીની છે. '' શ્રી. કનૈયાલાલ મુનશીએ તાર કર્યોં : આપણા દેશના જાહેર જીવનના ઈતિહાસમાં અતિશય ઉજ્જ્વળ વિજય માટે અભિનંદન.
"(
(6
શ્રી. સત્યમૂર્તિને તાર હતા ઃ હાર્દિક અભિનંદન. સ્વરાજ્યના એકમાત્ર માર્ગોમાં તમે આગેવાન થયા છે.’
શ્રી. શુભાશ ખેાઝે તારથી જણાવ્યું: આ યશસ્વી વિજય માટે તમારી સાથે સારું હિંદ આનંદ અનુભવે છે. સત્યાગ્રહીએ અને તેમના નેતાને વંદન. ’’
મા. શાકતઅલી અને વેબ કુરેશીએ ‘આપણા બહાદુર ભાઈ આ, સરદાર અને સાથીઓને' તારથી અભિનંદન આપ્યા. મિ. રિચર્ડ ગ્રેગે ગાંધીજી ઉપરના કાગળમાં લખ્યુંઃ “ખારડાલીના ખેડૂતાને, આપને અને શ્રી. વલ્લભભાઈ પટેલને હાર્દિક અભિનંદન. લડત ભવ્ય હતી અને સંગઠનની દૃષ્ટિએ તે આખા દેશને એક અસરકારક દૃષ્ટાન્તરૂપ તે થઈ પડશે. કિંમત તે ભારે આપવી પડી, પણ વિજયનાં પરિણામ સહન કરેલાં કષ્ટા
૨૬૦
Page #273
--------------------------------------------------------------------------
________________
૩૨ મું
અભિનંદન કરતાં વધારે કીમતી છે. હું તો માનું છું કે ખેડૂતોની રગેરગમાં શરાબની માફક – જે આ ઉપમા સામે આપને વાંધો ન હોય તો –એ ફરી વળશે.” - સર લલ્લુભાઈ શામળદાસે “ઈન્ડિયન નેશનલ હેરલ્ડમાં એક ખાસ લેખ લખ્યો. તેમાં તેઓ જણાવે છે, “તાલુકાના ખેડૂતોએ હિંસાનું એક પણ કૃત્ય કર્યા વિના આટલાં કષ્ટો સહ્યાં તેથી સારા હિંદુસ્તાનમાં જ નહિ પણ પરદેશમાં પણ તેમને માટે પ્રશંસા અને અજાયબી ઉત્પન્ન થઈ છે. ઉશ્કેરાયા વિના અને સામો ઘા કર્યા વિના લોકો કષ્ટો વેઠી લેશે એ વિષે હું અશ્રદ્ધાળુ હતો. આ લડતના કેટલાક આગેવાનો આગળ મારી અશ્રદ્ધા મેં વ્યક્ત કરી ત્યારે ખાસ કરીને શ્રી. મહાદેવ દેસાઈએ મને ખાતરી આપેલી કે જ્યાં સુધી આ લડત વલ્લભભાઈના કાબૂમાં છે ત્યાં સુધી ખેડૂતો તરફથી હિંસા થવાને જરાય ભય નથી. સત્યાગ્રહની લડતને વિજયને અંતે પહોંચાડવાની લોકોની શક્તિ વિષેના મારા ખ્યાલમાં હું ભૂલ્યો હતો એ વસ્તુ હું ખુશીથી કબૂલ કરું છું. વલ્લભભાઈ સિવાય બીજા કોઈ આવી લડતમાં સફળ થાય નહિ. લોકોનો વિશ્વાસ તેમણે જેટલો જીતી લીધો તેટલે ભાગ્યે જ બીજો કેાઈ જીતી શકે. ખેડૂતોએ પણ એટલી જ ધીરજ અને સહનશક્તિ બતાવ્યાં. પિતાના નેતાના પડ્યા બેલ તેમણે ઝીલ્યા છે.”
સરેજિનીદેવના મધુર પત્રથી આપણે આરંભ કર્યો. શ્રી. શ્રીનિવાસ શાસ્ત્રીના મધુરા પત્રથી આ પ્રકરણ સમાપ્ત કરશું:
“બારડોલી પ્રકરણનું પરિણામ સાંભળીને મને કેટલે આનંદ થયો છે! બને પક્ષને તે શોભા આપનાર છે. વલ્લભભાઈ પટેલ બહુ ઊંચે ચડ્યા છે. પૂજ્ય ભાવથી મારું મસ્તક તેમને નમે છે. તેમના ભાઈએ પણ ભલી કરી. અને ગવર્નરને પણ આપણે વીસરવા જોઈએ નહિ. તેમની મુશ્કેલીઓ પણ મોટી હશે જ. ઊંચા દરજજાના અમલદારને કેટલાં બંધને અને મર્યાદામાં રહીને કામ કરવું પડે છે તેને ખ્યાલ આપણામાંના બહુ થોડાને હોય છે. પોતાની માનવલાગણીઓને બરાબર વ્યક્ત કરવાનું તેમને માટે શક્ય નથી હોતું, એટલા બધા તે તેમના હેદાન અને તેને લગતી પરંપરાઓના ભાર નીચે દબાઈ ગયેલ હોય છે.
૨૬૧
Page #274
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ન્યાયપરાયણતાના સગુણથી અડધી અમલદાર આલમ તે ડસ્તી જ ફરે છે અને અડધી તેને દૂરથી પૂજે છે.
આ લડતમાંના તમારા હિસ્સા વિશે તો હું કાંઈ લખતે જ નથી કારણું બાહ્ય દષ્ટિએ તમે તેથી અલગ રહેવાનું પસંદ કર્યું હતું, અને એની કીર્તિમાં તમારે કોઈ હિસ્સો ગણે એ તમને ગમે પણ નહિ. જેમ કેટલાક ફિલસૂફે માને છે કે ઈશ્વરે આ સંસારના સતત પ્રવર્તતા ચક્રને ગતિ આપી પણ પછી તે ચલાવવા માટે તેની આવશ્યક્તા અનિવાર્ય ન રહી, અને છતાં તે ચક્રના પરિવર્તનને અનિવાર્ય હેતુ તે તે રહ્યો, તેમ તમે પણ અદશ્ય માર્ગદષ્ટા અને ચેતનદાયી દૃષ્ટાન્તરૂપે સહુના હૃદયમાં પ્રવર્તતા અને સહુને સીધે પંથે રાખતા રહ્યા છે. સાચી વાત છે કે એમની કીર્તિમાં તમારે ભાગ નથી, કારણ તમારી કીર્તિ જ અનેરી છે, એમાં કઈ ભાગ ભરી શકે એમ નથી, અને એને તમે ટાળી શકો એમ પણ નથી.”
Page #275
--------------------------------------------------------------------------
________________
૩૩.
તાજા કલમ જ્યાં સુધી પિતાની ભૂલ કબૂલ કરતાં સરકાર શરમાય છે ત્યાં સુધી આપણે સમજી શકીએ છીએ કે એના ઉદ્ધારને હજી દિવસ આવ્યા
નથી.” ,
છે. ત્યાં પ્રકરણે વાંચનારને કહેવાની જરૂર નથી કે બારડોલીની
સમાધાની સરકારે રાજીખુશીથી નહોતી કરી. સરકાર નમી તે લોકોની માગણી ન્યાય છે એમ સમજીને નહિ, પણ તેને લાગ્યું કે હવે ત્રાસનીતિ ઝાઝી ચાલી શકે એમ નથી તેથી.* ૧૯૨૮ના ઓગસ્ટ મહિનાના મધ્યમાં “યંગ ઇન્ડિયા'માં લખતાં ગાંધીજીને નોંધવું પડયું હતું કે સિવિલ સર્વિસમાં હૃદયપલટો થયો નથી. તેમણે લખ્યું હતું - “એમ સાંભળીએ છીએ અને જોવામાં પણ આવે છે કે સિવિલ સર્વિસને સમાધાનીથી સંતોષ થયો નથી. જે તેને સંતોષ થયો હોત તો સરદાર અને તેમનાં કાર્યો વિષે જે જૂઠાણુને ધેધ ચાલી રહ્યો છે તે બંધ થયો હેત.”
અરે, બંધ થવાને બદલે એ વળે, કારણ છેક બે માસ પછી જૂઠાણાંમાં જ પિતાનું જોર માનનાર સરકારના એ મુખપત્ર “બારડોલીની આફત” નામને પિતાના ખબરપત્રીને એક પત્ર બહાર પાડ હતું જેમાં તેણે લખ્યું હતું કે શ્રી. વલ્લભભાઈએ
* સને ૧૯૨૯માં નવા ગવર્નરે બારડેલી વિષે બોલતાં જે ઉદ્ગારે કાઢયા અને રેવન્યુ મેબર મિ. રૂએ જે ભાષણ કર્યું તે સરકારની નફટાઈ બતાવવાને માટે પૂરતાં હતાં. આ પ્રકરણ ૧૯૨૮માં લખાયું હતું.
૨૬૩
Page #276
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ બારડોલીમાં સત્યાગ્રહસેના હતી તેવડી જ કાયમ રાખી છે, સરદાર સમાધાની થઈ છે એમ માનતા નથી, એટલું જ નહિ પણ તે અને તેમના સાથીઓ તપાસસમિતિને માટે પુરાવા એકઠા કરી રહ્યા છે, અને સમિતિની આગળ ઘણા ખેડૂત પુરાવો આપે એમ ઇચ્છતા નથી, કારણ એકબીજાને તેડે એ પુરાવો આપે છે. તેમનો કેસ માર્યો જાય. આમાંથી એક વાત સત્ય નહોતી. કારણ શ્રી. વલ્લભભાઈ તે આખો વખત બારડોલીની બહાર હતા, અને તેમણે આ લેખ જોયો એટલે તુરત એનું પિકળ ખોલનારું એક નિવેદન બહાર પાડયું. વલ્લભભાઈનું આ નિવેદન એ વર્તમાનપત્ર પ્રસિદ્ધ તો કર્યું, પણ આગલાં જૂઠાણું માટે ન દિલગીરી બતાવી કે તે ખેંચી લીધાં. ઊલટાં પેલાં મૂળ જૂઠાણું લંડન જેમનાં તેમ તારથી મોકલવામાં આવ્યાં ! અને આ બધું બારડોલીની તપાસસમિતિના સભ્યોની નિમણૂક થઈ તેના બેપાંચ દિવસ અગાઉ.
આમ તપાસને ખરાબ કરનારા આવા પ્રયત્નો શ્રી. વલ્લભભાઈ સાંખી શક્યા નહિ એટલે તેમણે સરકારના રેવન્યુ મેમ્બરને એક કાગળ લખીને પુછાવ્યું કે કમિટીમાં કયા અમલદારને નીમવા ઇચ્છે છે. તેમણે એ પણ જણાવ્યું કે સમાધાનીની આખી મસલત દરમ્યાન તેમની અને બીજા મિત્રોની સમજ એવી હતી કે ન્યાયખાતાને અમલદાર મિ.ડેવીસ નીમવામાં આવશે, અને, એની સામે શ્રી વલ્લભભાઈને વાંધો નહોતો. સરકારે આ વાતને તદ્દન ઇનકાર કર્યો, મિ. બ્રમશીલ્ડ અને મિ. મેકસવેલની નિમણૂક જાહેર કરી, પણ શ્રી. વલ્લભભાઈને તાર કર્યો કે પૂના આવી જાઓ તે મિ. ડેવીસને નીમવામાં અડચણો છે તે સમજાવવામાં આવે. શ્રી. વલ્લભભાઈ ગયા–સરકારની પાસે ખુલાસો મેળવવાની આશાથી નહિ પણ પિતાને એક પ્રકારને વસવસો રહેતે હતો તે દૂર કરવા. જ્યારે સમાધાનીની શરતે નકકી થઈ ત્યારે સરી ચુનીલાલ મહેતા અને વલ્લભભાઈની વચ્ચે કેટલીક બાબતો વિષે ચોખ્ખી સમજ હતી–એમાંની એક મિ. ડેવીસની નિમણુક હતી, અને બીજી સત્યાગ્રહ દરમ્યાન ચોથાઈ વગેરે જે દડે ખેડૂતોની
૨૬૪
Page #277
--------------------------------------------------------------------------
________________
૩૩ મું
તાજા કલમ પાસે લીધા હોય તે માફ કરવાની. કેદીઓને છોડવામાં આવ્યા હતા અને જપ્ત કરેલાં લાઈસન્સ પાછાં આપવામાં આવ્યાં હતાં, પણ ચોથાઈ દંડ પાછા આપવામાં આવ્યા નહોતા. જે સત્યાગ્રહીએની જંગમ મિલકત જપ્ત થઈ નહોતી અને જેમણે સમાધાની થઈ ત્યાં સુધી એકે કડી ભરી નહોતી તેમને આ થાઈ દંડ આપવાને નહોતો તો જેમના ઉપર લડત દરમ્યાન જણીઓ થઈ હતી અને જેમણે ઢોરઢાંખર ખયાં હતાં તેમણે શા સાર ચોથાઈને વધુ દંડ આપવો જોઈએ ? દુઃખની વાત તો એ હતી કે જેઓ સત્યાગ્રહમાં જોડાયા નહોતા પણ કેટલોક સમય પૈસા ભર્યા નહોતા અને પાછળથી ભર્યા હતા તેમની પાસે પણ આ દંડ લેવામાં આવ્યા હતા. શ્રી. વલ્લભભાઈ સમાધાની થઈ ત્યારથી રા. બ. ભીમભાઈ નાયકને કહ્યા કરતા હતા કે આ દંડની રકમ પાછી મેળવી લો. રાવ બહાદુર કલેકટરને મળ્યા હતા, રેવન્યુ મેમ્બરને મળ્યા હતા, પણ કંઈ વળ્યું નહોતું. શ્રી. વલ્લભભાઈને આ વાત બહુ ખટકતી હતી, અને તેમને લાગતું હતું કે કમિટીના સભ્યોની નિમણૂક વિષે પિતે પિતાનો વાંધો ખેંચી લે તોપણ આ વસ્તુ તો છોડી દઈ શકાય એવી નહોતી જ. એટલે રેવન્યુ મેમ્બરે જ્યારે મિ. ડેવીસને નીમવાની સરકારની અશક્તિનો ખુલાસો આપ્યો ત્યારે શ્રી. વલ્લભભાઈએ તેમને કહ્યું કે મિ. ડેવીસ ન નિમાયા તે સાંખી લેવાને તૈયાર છું કારણ એકવાર બે અમલદારની નિમણૂક જાહેર કર્યા પછી તે ફેરવવાની સરકારની મુશ્કેલી હું સમજી શકું છું, પણ આ ચોથાઈ દંડ પાછો આપવાનું ન બને તો તો સત્યાગ્રહીઓ તપાસસમિતિ વિના ચલાવી લેશે, કારણ સમાધાનીમાંથી જે વસ્તુ સ્વાભાવિક રીતે ફલિત થાય છે તેટલી પણ ન કરવામાં આવે તો - સરકારની દાનત વિષે સૈા કોઈને શંકા થાય. રેવન્યુ મેમ્બર પ્રથમ તો એકના બે ન થયા, એટલે શ્રી. વલ્લભભાઈ તેમની રજા લઈને પિતાને મુકામે પાછા ફર્યા. પણ રેવન્યુ મેમ્બરને તરત પિતાની ગંભીર ભૂલ સમજાઈ, તે તુરત ગવર્નરની પાસે દોડ્યા, અને શ્રી. વલ્લભભાઈ પૂનાથી પાછા નીકળવા ઊપડે તે પહેલાં તેમને હાંફળા હાંફળા આવી મળ્યા અને કહેવા લાગ્યાઃ “નામદાર
૨૬૫
Page #278
--------------------------------------------------------------------------
________________
આપડેલી સત્યાગ્રહનો ઇતિહાસ ગવર્નર કહે છે કે ચોથાઈ દંડની બાબત નજીવી છે એટલે તે વિષે કંઈ મુશ્કેલી ન હોવી જોઈએ, માત્ર શ્રી. વલ્લભભાઈએ કમિટીની નિમણૂક સ્વીકારવી જોઈએ.” ફરી એકવાર સિદ્ધ થયું કે નામદાર ગવર્નર જ્યારે શાંતિને માટે ઉત્સુક હતા ત્યારે તેમના સલાહકારો કેવળ ન્યાય આપવાને પણ તૈયાર નહોતા અને લડત સળગાવતાં પાછું ફરીને જુએ એવા નહોતા. " આવું વાતાવરણ ચાલુ રહે તો ખેડૂતને ન્યાય શી રીતે મળે? એટલે વિચક્ષણ સરદારે પૂનાથી નીકળતાં રેવન્યુ મેમ્બરને એક પત્ર લખ્યો તેમાં જણાવ્યું: “કમિટીની નિમણૂક તો હું સ્વીકારું છું, પણ તે એવી સ્પષ્ટ શરતે કે તપાસ દરમ્યાન કોઈ પણ વખતે મને લાગે કે ન્યાયસર કામ નથી થતું, અથવા તપાસને અંતે મને એમ લાગે કે કમિટીને નિર્ણય પુરાવામાંથી નીકળી શકે એવો નથી અને અન્યાય છે તો સરકારને પાછી લડત આપવાની મને છૂટ રહેશે.” આનો જવાબ રેવન્યુ મેમ્બરે આપ્યો હતો તેમાં આ શરત વિષે તેમણે વધે લીધે નહોતો.
સરદારે તે “ચેતતા નર સદા સુખી” એ સૂત્રને અનુસરીને જ આટલી સાવધાની રાખી હતી.
Page #279
--------------------------------------------------------------------------
________________
એ અદ્ભુત દૃશ્ય
યા. ૨૬૭
Page #280
--------------------------------------------------------------------------
Page #281
--------------------------------------------------------------------------
________________
રળિયામણું ઘડી ( [ સત્યાગ્રહના વિજયના ઉત્સવપ્રસંગના મારા “નવજીવનના લેખ અને ગાંધીજી અને વલ્લભભાઈનાં ભાષણ જેમના તેમ અહીં ઉતાર્યા છે.
મ. હ. દે.. જાનકીનાથ સહાય કરે જબ કેન બિગાડ કરે નર તેરે ?”
નિર્બલકે બલ રામ'
પાવક દશ્ય બારડોલી સત્યાગ્રહના વિજયની ઉજવણી બારડોલીના ગામડામાં જઈ, બારડોલી તળમાં જોઈ, સૂરતમાં જોઈ, અને અમદાવાદમાં જોઈ હજી ઘણે ઠેકાણે થશે. પણ ગામડાંની ઉજવણીમાં સત્યાગ્રહમાં ભાગ લેનારાઓ પણ શામેલ હતા એટલે એની નેંધ વિશેષ મહત્ત્વની છે.
એ ઉજવણીનાં દશ્યોના સહેજે કેટલાક વિભાગ પડી જૉય. છે, અને તે વિભાગ પ્રમાણે નોંધને ગોઠવવાની રજા લઉં છું. એ દમાં જેને પાવક દો કહી શકાય એ તો બારડોલીનાં. ગામડાંમાં જેવાનાં હતાં. એ ભેળા ભલા ખેડૂતોને, અને જેનું દર્શન વિકારેને પણ શમાવી શકે એવું પુનિત છે એવી ખેડૂત સ્ત્રીઓને બારડોલી સત્યાગ્રહને અંત કેવી રીતે આવ્યા, સમાધાની કેવી રીતે થઈ કોણે કરી, સમાધાનીમાં શું શું થયું એ જાણવાની પરવા નહોતી. તેમને તે ગાંધીજી અને વલ્લભભાઈનાં દર્શન પૂરતાં હતાં, તેમને વિજયનાં ગીત ગાવાનાં નહોતાં, તેમને તે લડત પૂરી થઈ અને પિતાના હૃદયના દેવ તેમની આગળ અમૃતવચન સંભળાવવાને આવીને ઊભા છે
૨૬૭
Page #282
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
એટલી જ વાત ખસ હતી. તેમની પાસે શેહેરાની જેમ કીમતી હારામાં પૈસા ખર્ચવાના નહાતા, તેએ તે ભર વરસાદમાં કાદવકીચડ ખૂંદીને, નદીએ ઊતરીને, પોતાના કાંતેલા સૂતરના હારે। લઈ ને આવ્યાં હતાં. હા, આજે જેમ તેમને આનંદની ધડી હતી, પેાતાના વહાલા નેતાએ આવ્યાની વધામણી હતી, તેમ તેમને એક રમણીય મૂંઝવણ પણ હતી. પાટીદારની સ્ત્રીએ તે। સંતના દર્શને ખાલી હાથે જાય જ નહિ, એટલે ભેટા-લઈ ને આવી હતી. પહેલી ભેટ તે ગાંધીજીને ધરવાની હાય, પણ પછી પાસે ન હોય તે વલ્લભભાઈને શું ધરવું? જેની પાસે બે રૂપિયા હૈાય તે તે રૂપિયા રૂપિયા અને મૂર્તિએ આગળ મૂકીને સતેજ માનતાં, પણ એક હાય તેનું શું થાય? પાંચ હોય તે ત્રણ ગાંધીજી આગળ મૂકે, એ વલ્લભભાઈ આગળ મૂકે, એમાં પણ મૂંઝવણ તે હતી જ. જગતમાં એકથી બધું સધાય છે, એથી બગડે છે એમ કહેવત છે, પણ આ સત્યાગ્રહી પાટીદારણાને તો એક ભેટ હેાય તે મૂંઝવણુ મટતી હતી, એકી હાય તો મૂંઝવણ વધતી હતી. તેમની મૂંઝવણુ ભલે વધતી હાય કે ઘટતી હાય, તટસ્થ પ્રેક્ષકને એ ખતે સ્થિતિમાં ઊભરાતા પ્રેમનાં દર્શન થતાં હતાં. સત્યાગ્રહની લડતનાં કાવ્યેા અનાવનાર કવિએ તેા વિજયનાં ગીતે બનાવ્યાં હતાં, પણ આ પાટીદાર બહેના તે પેાતાનાં પુરાણાં ગીતે જ ગાતી હતી —‘ગાંધીજી સવરાજ લઈ વેલા આવોરે,’ ‘સાબરમતી આશ્રમ સેહામણું રે, એવાં એવાં ધ્રુવભાવનાં ગીતા જ તેમને માઢે ચડતાં હતાં. રાનીપરજ બહેનેાને રૂપિયા આપવાના હાય નહિ એટલે મેટી મૂંઝવણ પડતી નહોતી. પેાતે કાંતેલા સૂતરના હારા તેએ અને મૂર્તિ એને પહેરાવીને આનંદ માનતી હતી, અને રેંટિયા અને દારૂનિષેધનાં ગીત ગાતી હતી.
પીશે। મા, પીશેા મા, પીશે। મા, દારૂ પીશે। માં. અમે પીશું તેા ગાંધીરસ પીશું —દારૂ૦
અમે પીશું તે રામરસ પીશું —દારૂ॰
આ સાદી સીધી કડીએમાં તેમને નૈસર્ગિક કૅ પુરાઈને જે અસર થતી હતી તેના ભણકારા હજી કાનમાં વાગ્યા કરે છે, અને
૨૬૮
Page #283
--------------------------------------------------------------------------
________________
રળિયામણુ ઘડી થાય છે કે સાચે “ગાંધીરસ પીનારા તો આ જ તો છે, બીજા નામનાં છે. આવાઓની આગળ ગાંધીજીને કે વલ્લભભાઈને ભાષણે કરવાની પણ શેની જરૂર પડે? તેઓ તો કરવાનું કરી રહ્યાં છે.
જેલી ભાઈઓ આ પાવક દશ્યમાં વૃદ્ધિ કરનારાં દર્શને જેલમાંથી છૂટી આવેલા. વિરેનાં હતાં. બારડોલીની લડતે જેમ જેલ બહાર રહેનારાઓની ઠીકઠીક કસોટી કરી છે તેમ જેલમાં જઈને બેઠેલાઓની પણ સારી કસોટી કરી છે. એ કસોટીમાંથી પાર ઊતરીને આવેલા, ઘસાયેલા શરીર પણ ઉજજવળ આત્મા સાથે આવેલા એ વીરેનાં દર્શન પાવક હતાં. બધા સત્યાગ્રહીઓમાંથી એકેના ઉપર સરકારના જેલર અને જેલ સુપરિન્ટેન્ડન્ટે કશી દયા કે ભલમનસાઈ રાખી હોય એમ ન સાંભળ્યું, પણ વિટંબણાની વાત કરતાં તેમનાં મેં ઉપર તે સ્મિતે સિવાય બીજું કશુંય નહિ. વાંકાનેરના ખેડૂતવીરોએ તે અગાઉ કદી જેલ જોયેલી, નહિ. તેમાંના ઘણાખરાને કઠણમાં કઠણ મજૂરી આપવામાં આવી હતી,-ચક્કીમાં ૩૭ શેર રોજ દળવાનું, પંપ ચલાવવાનો વગેરે – જેલર ખાસ ભલો થાય તો કોઈવાર ખરાબમાં ખરાબ ઘંટી પસંદ કરીને તે ઉપર દળાવતા, તો પણ જરાય આનાકાની વિના તેઓ પિતાનું કામ બજાવી આવ્યા. એ લોકોને જોઈને કોને ઉત્સાહ અને આશા ન મળે? રાયમનો એક ગરીબ ગાય જેવો ખેડૂત જરાય પુરાવા વિના જેલમાં ગયેલો. તેના સ્વાગતને માટે તેની વીર પત્ની આવી હતી. પત્નીને ભય હતો કે કદાચ પોતાનો ભલે, ગરીબ પતિ, જેલના ત્રાસ નીચે ભાંગી પડશે, પણ તે જેલની જહેમત વેઠીને સાજેસમે પાછા આવ્યા તેથી તે બહેનના આનંદનો પાર નહોતો. ગાંધીજીને પ્રણામ કરતાં કરતાં તે બહેન કહેઃ “છ મહિના તો ની રે'વા પામ્યા. તણ જ મહિનામાં આવી ગયા. એ ખેડૂતને લેવાને તેનું આખું ગામ સ્ટેશને ઊલટયું હતું. ઘણાઓને મનમાં થયું હશે કે આપણે આ ગરીબડ ભાઈબંધ શી રીતે
૨૬૯
Page #284
--------------------------------------------------------------------------
________________
ઓરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ જેલમાં ટકી શકશે, પણ સિનો ભ્રમ ભાગે, અને પિતાના ગામડામાં પણ કદી બહુ ન બોલનારા એ ભાઈએ પોતાનું સ્વાગત કરવાને ભેગા થયેલા ભાઈઓને કહ્યું: “મારી ભડક ભાંગી ગઈ મારી જીભ પણ ખૂલી ગઈ છે. જેલમાં કશું નથી. ઘેર મહેનત કરવાની અને ત્યાંયે મહેનત કરવાની. મને તે લાભ જ થયો છે, હું તો જેલમાં બીડી છોડી આવ્યો.” " જેલને ત્રાસ કેટલો હશે તે તો ભાઈ ચિનાઈને અને વાંકાનેરના એક ભાઈને કેવળ જેવાથી જ પ્રતીત થતું હતું. ચિનાઈનું તો વા જેવું શરીર, પણ તે શરીર ભાંગી પડયું. કામ રાક્ષસનું લેવું અને ખોરાક દુકાળિયાને આપ એ ન્યાયે આપણી જેલો ચાલે છે. ચિનાઈએ પિતે તો પોતાનું દુઃખ જાહેર ન કર્યું, પણ રવિશંકરભાઈએ બેત્રણ વાકમાં બધું કહી દીધું: “ચિનાઈએ તે કમાલ કીધી. એમની પવિત્રતાથી હું ચકિત થઈ ગયો. સવારથી ચક્કી શરૂ કરે તે ઘણીવાર સાંજના રોટલા વખત સુધી ચાલતી હોય ત્યારે માંડ પૂરા ૩૭ શેર થાય, થાક્યાપાક્યા પડે એટલે રોટલા ખાવાના હોય, અને પાણીમાં અગાઉથી ભીંજવી રાખેલા કેબી કે એવા જ કશાને પાકા, આંગળી જેટલા જાડા, ડીટાનું શાક હોય. પણ ચિનાઈએ કદી ફરિયાદ નથી કરી, પોતાનું કામ કદી કોઈની પાસે નથી કરાવ્યું.”
આ શાક અને રોટલા અને માંદાની માવજતના સંપૂર્ણ અભાવને લીધે વિદ્યાપીઠને એક વિદ્યાર્થી ભાઈ દિનકર મહેતા તો જેલમાંથી ઝેરી તાવ લઈને નીકળ્યો. હજી અમદાવાદની ઈસ્પિતાલમાં પડવ્યો છે, અને બચે તે તેનાં સગાંવહાલાં અને મિત્રોના નસીબે બચે એવી સ્થિતિ છે.*
જેલ નથી લાગી રવિશંકરભાઈને. તેમનું મધુરું હાસ્ય જેલમાં જઈ આવ્યાથી જરાય ઝાંખું નથી થયું. એમનું શરીર વજી જેવું હશે કે તે શરીરમાં રહેલું સંકલ્પબળ વજ જેવું હશે, તેમના
અહીં સહર્ષ એ જણાવવું જોઈએ કે ભાઈ દિનકર હવે તન સાજા થઈ ગયા છે.
( – પ્રકાશક
૨૭૦
Page #285
--------------------------------------------------------------------------
________________
રળિયામણુ થી ઉપર જેલ નથી અસર કરી શકતી; કદાચ સરકારની પાસે નરકવાસ આપવાને અધિકાર હોય તો તે નરકને પણ સ્વર્ગ કરી મૂકવાની શકિત રવિશંકરભાઈ ધરાવે છે. હસતા હસતા તે કહે: “મિતેષાં ગર્તવા કુતરતેષાં વાચઃ એ વાત અમારે માટે તદ્દન સાચી છે. આવી જીત મળશે, આટલામાં છૂટીને નીકળશું એવું સ્વપ્ન પણ નહોતું ધાર્યું.' રવિશંકરભાઈ તો ધારાળાઓના ગોર રહ્યા, એટલે તેમને પિતાના ઢગલાબંધ જજમાને જેલમાં મળી ગયા. કેઈ કેદીની સાથે તેમને સીધી ઓળખાણ હોય, તે કેઈનાં સગાંવહાલાં યાદ કરીને ઓળખાણ નીકળે. “મહારાજ, તમે અહીં -ક્યાંથી! હાર, ભલે આવ્યા. તમને ચક્કીનું કામ આપ્યું છે. ફિકર નહિ, આપણું પંદરહાર માણસ ચકી પર છે. તમારું તો ઘડીકમાં દળી દે,” એમ કહીને સૈ આશ્વાસન આપે. એક જણ તે હરખઘેલો થઈને પગે લાગી પડોઃ “હે, ગાંધીજી તમે અહીં કાંથી ?” – જે ધારાળાઓએ ગાંધીજીનાં કદી દર્શન નથી કર્યા તેને રવિશંકરભાઈ ગાંધીજીજ છે–એટલે પછી “ગાંધીજી સમજાવે કે કેમ આવવાનું થયું. પોતાના જેલજીવનની વાતો કરતાં રવિશંકરભાઈ કહેઃ “આપણે તો કાગડા બોલે સૂવું અને કાગડા ! ઓલે ઊઠવું. ઊઠયા કે તરત સાબરમતી આશ્રમનો ઘંટ સંભળાય. બીજા ઊઠવ્યા હોય તે પહેલાં તો હું પરવારીને બેઠેલો હોઉં. મેં તો જેલમાંથી બહાર નીકળીને જ દીવો જોયો. જેલમાં દીવાનાં ‘દર્શન નથી કરવા પામ્યા. છ અઠવાડિયાં મને ઘંટી હતી. રોજ ૩૭ શેર દળવાનું. નાગપુરમાં તે બેત્રણ કલાકમાં એટલું દળીને ફેંકી દેતો. અહીં આરંભમાં જરા મેડું થતું, પણ પછીથી તે દેઢબે વાગ્યામાં બધું પૂરું થઈ જાય.”
તમને આ ખોરાક કેમ પચી ગયો?” એમ પૂછતાં કહે : શાક તો ઝેર જેવું મળતું, પણ એ બધું હું પી ગયો છું, આંખ મીચીને એ ખાઈ જાઉં. રોટલા તો મારે ત્રણ વેળના સાતઆઠ જોઈએ અને તે સ્વાદથી ખાઉં. દાળ ઘણાને ન રુચે એવી હોય, પણ હું તો રોટલો ચાવી ચાવીને ખાઈ જાઉં, અને ઉપર દાળ પી જાઉં!'
૨૭૧
Page #286
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
જેલમાં બીજા કેદીઓનાં જીવન વિષે વાત કરતાં તેમણે કંપારી છૂટે એવી હકીકત કહી. કેદીઓને પૈસા ખરચીને ગમે તે વ્યસન પૂરું પડી શકે છે, તેમનાં અર્ધા પૈસા ખાઈને બીડી, મીઠાઈ, જે જોઈએ તે પૂરું પાડનારાં સિપાઈ ફરાં પડેલાં છે, અને બીડીના વ્યસનની ખાતર. અધમતાની હદ ઓળંગતા કેદીઓ પણ પડેલા છે. ગુનાઓ માટે કેદમાં જનારા ચોરી વગેરેના ગુનાઓ જેલમાં ચાલુ રાખે છે, કેટલાક નવા ગુના શીખે છે, અને વારંવાર પાછા ત્યાં આવે છે, ઇત્યાદિ, ઇત્યાદિ. ' પણ એ તે આડી વાત ઉપર ઊતર્યો. રવિશંકરભાઈની સાથે છેડી ઘડી ગાળવી એ પણ ચેતન મેળવવા જેવું છે નરકને સ્વર્ગ કરવાની તેમની શક્તિ જેવા અને સાધવાને સારુ તે તેમની સાથે રહી તેમની તપશ્ચર્યા શીખવી જોઈએ.
મસ્ત દો • તાલુકામાં તેમજ સુરતમાં અને અમદાવાદમાં વલ્લભભાઈએ માનપત્ર અને અભિનંદનનો જવાબ આપતા જેટલા ગાંધીજીને સંભાર્યા છે તેટલા જ પોતાના સાથીઓને સંભાર્યા છે. અને એ સાથીઓ તે કેવા? પડ્યો બોલ ઉઠાવી લેનારા, ફલાણો હુકમ કેમ થયો છે તે પૂછળ્યા વિના તેનો અમલ કરનારા, ફલાણે ઠેકાણે કેમ જાઓ છે, ગવર્નરની પાસે ડેપ્યુટેશનમાં કોને લઈ જવાના છે, પૂના જઈને સમાધાનીની શરતો કેવી કરવાના છે, પૂના જઈને શી વાત કરી આવ્યા–એવા એક સવાલ પૂછવાનો વિચાર સરખો ન કરી કેવળ તાલીમ જાળવી, પિતાને સેપેલું કામ કરનારા વફાદાર સાથીઓ. આ સાથીઓને વિજયની ખુમારી ચડે તો તેમાં નવાઈ શી હતી? પણ તેમને પણ પોતાના વિજયની ખુમારી નહોતી; પિતાનાથી થયેલી કાચીપાકી સેવાથી પિતાના સરદારને વિજય મળે એ જ વાતની તેમને ખુમારી હતી, અને સરદાર વળી એવી જ તક આપે તો વળી તેમના ઝુંડા નીચે તેમના ગમે તે હુકમો ઉઠાવવાની તૈયારીની, અને એ તૈયારીથી થતા કૃતકૃત્યતાના ભાનની ખુમારી હતી. જેણે વફાદારીભરેલી સેવાની લહેજત ચાખી છે,
૨૭૨
Page #287
--------------------------------------------------------------------------
________________
રળિયામણુ શહી. જેણે કાળી રાત પડવો બેલ ઉઠાવવાનો લહાવો લીધે છે, એવા સનિકોને એ ખુમારી રાખવાનો અને મસ્ત થઈને પિતાના સરદારના વિજયનાં ગીત ગાવાનો અધિકાર છે. પોતાનાં સીધાં, સાદાં અને ગામડિયાઓની જીભે સહેજે ચડી જનારાં ગીતોથી આખા બારડોલીને ઘેલું કરનાર ફૂલચંદભાઈને અને તેમના ભેરૂ શિવાનંદનો આનંદ માતો નહોતો. કેટલાય દિવસો થયાં ગીતે બનાવવાનું બંધ કરેલું છતાં વિજયની ખબર આવી કે તરત જ ફૂલચંદભાઈને ઊમ છૂટી આવી, અને વિજયનાં અનેક ગીતો રચી કાઢ્યાં એમાં
હાક વાગી વલ્લભની વિશ્વમાં રે તોપ બળિયાને કીધા રહાત – હાક પ્રાંણુ ક્યા ખેડૂતનાં હાડમાં રે કાયરતાને મારી લાત – હાક.. હાથ હેઠા પડ્યા સરકારના રે વધી સત્યાગ્રહીની સાખ– હાક કર્યું પણ પોતાના લોહીનું રે નિજ ભાંડુની સેવા કાજ – હાક કર્યું સાબિત કેઈથી ના હઠે રે શૂરા સત્યાગ્રહીની જમાત – હાક
છતડકે વગાડ વિશ્વમાં રે - બારડોલીને જયજયકાર-હાકo - એ ગીત સભામાં, સરઘસમાં અને ટ્રેનમાં એ સનિકે લલકાર્યા જ કરતા હતા. ૧૨ મી ઓગસ્ટને દિવસે બારડોલીમાં આખો બારડોલી તાલુકે ઊલટયો હત; બારડોલીથી બધા સૈનિકે સમેત સરદારને સૂરતનું નિમંત્રણ હતું, પિતાની સેના લઈને જે ટ્રેનમાં સરદાર ગયા તે ટ્રેનમાં બુલંદ અવાજે ગવાતાં ગીતમાં પણ મસ્તી ભરેલી હતી. સૂરતમાં આ ત્રણસે જેટલા સૈનિકોનું સરઘસ નીકળ્યું તે દૃશ્યમાં પણ મસ્તી હતી. એ મસ્તી, જેઈને ગમે તે સરકારનો મદા હળ પડે તે નવાઈ નહિ.
એ સૈનિકોની મસ્તીને જરાય મોળી પડવા ન દે એવું, તેમને શિરનાં સાટાં કરીને ઝૂઝવું હોય તો તેને અવકાશ આપે એવું.
૨૭૩ –
Page #288
--------------------------------------------------------------------------
________________
આહેલી સત્યાગ્રહનો ઇતિહાસ મસ્તીમાં કર્તવ્યભાન ભૂલવાની ગફલત ન થાય તેની સચોટ ચેતવણી આપનાર, જેવો લડતને તેવો જ શાંત રચનાત્મક કાર્યને રસ ચડાવનાર ભાષણ ગાંધીજીએ ૧૯૨૨ના ઐતિહાસિક આંબા નીચે કર્યું તે અક્ષરશઃ અન્યત્ર આપવામાં આવે છે. જુઓ “અમૃતવાણી’ પાનું ૨૭૮.
ગુરુશિષ્યનાં દર્શન નાગપુર અને બેરસદના વિજયવેળા તે ગાંધીજી જેલમાં હતા, એટલે નાગપુરનો વિજય મેળવનારા કે બારસદનો વિજય મેળવનારાઓને ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં દર્શન મેળાં નહેતાં થયાં. બારડોલીના અપૂર્વ વિજયની એક અપૂર્વતા ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં ભેળાં દર્શન સાને મળ્યાં એમાં પણ કહ્યું - તો ખોટું નહિ. બારડોલીના કાદવકીચડમાં ફરતા, અને નદી અને ખાડીઓના સરકણા ઘાટ ઉપર એકબીજાને ટેકો દઈને ખેડૂતોમાં ભળી જતા આ યુગલનાં દર્શન સેહામણાં હતાં. બંનેને એક જ સ્થાને બેસવું એ તો પેલી ભેળી બહેનને જેવું મૂંઝવણભર્યું લાગ્યું હતું તેવું જ લાગ્યું હશે. પણ પ્રેમી જનતાના આગ્રહને વશ થઈને તેમને તે પણ કરવું પડયું. વિજય અગાઉ તે ગાંધીજી જ્યાંત્યાં સરદારના હુકમને આશરે લઈને કહેતા, “સરદારનો હુકમ નથી એટલે કેમ બોલાય ?' વાલોડમાં સરદારનું સ્થાન સૈનિકે જ લઈ લીધું, અને વિભાગપતિ ચંદુલાલે ગાંધીજીને બોલાવ્યા. ગાંધીજીએ વાલોડમાં પોતાની મૂંઝવણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવીને ટાળી, બારડોલીની એક સભામાં માન રાખ્યું છતાં માનપત્ર વલ્લભભાઈને આપતાં તેમની પીઠ ઉપર શાબાશીને મજબૂત થાબડો દઈને ટાળી, સૂરતમાં ૧૯૨૧ ના કાર્યક્રમની યાદ દઈને ટાળી, અને અમદાવાદમાં. પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવવાની ના પાડીને ટાળી. વાલોડનું ટૂંકું ભાષણ અહીં જ આપી દઉં:
“તમારામાંના કેટલાકને એમ લાગે છે કે આપણને લડવાનું વધુ મળ્યું હોત તે સારું. મને પણ એમ ભાસે. પણ સત્યાગ્રહી ખેટી રીતે મુદ્દલ લડવા ન માગે, સાચી રીતે જન્મારા સુધી લડયા જ કરે. કારણું એની શાંતિ તો લડાઈમાં જ રહેલી છે. પણ શરતનું પાલન સામે પક્ષ ન કરે
૨૭.
Page #289
--------------------------------------------------------------------------
________________
રળિયામણુ ધડી જો કેવું સારું કે જેથી લડતને વધારે રસ લૂંટવાને મળે એ સત્યાગ્રહની - વૃત્તિ નથી, અસત્યાગ્રહની વૃત્તિ છે. સરદારને સરકારે ન બેલાવ્યા તેથી શું? સરદારને તો મમમમનું કામ હોય, ટપટપનું કામ ન હોય. એટલે તમે જે આગળ વધીને કહે કે અમારા સરદારને બોલાવે જ સલાહ કરીએ તો તમે દેષમાં પડે. તમારા કે તમારા સરદારના સાચા માનની હાનિ હોય એવું કશું બન્યું નથી. શરતનું પાલન કરાવનાર ઈશ્વર હતો. અનેક ઉદ્ધત ભાષણે કર્યા પછી સરકારને આપણું શરતોનું પાલન કરવું પડયું. કમિશનરે પેલો ઉદ્ધત કાગળ બહાર પડવા દીધો ત્યારે જ મેં કહેલું કે હવે - છત ચોકસ છે. જેમજેમ સરકાર દેષ કરતી ગઈ તેમ તેમ આપણી
જીત પાસે આવતી ગઈ. સરકારને વહેલું આપવું પડયું એમાં - આપણું માનની લેશમાત્ર હાનિ નથી થઈ. આપણે જે ભીનું સંકેલ્યું હેત તે માનહાનિ થાત ખરી. મારા અનુભવમાં સત્યાગ્રહની અનેક લડાઈએ થઈ ગઈ છે, પણ તેમાંની એકેમાં આના કરતાં વધારે સાચી, * વધારે શુદ્ધ જીત બીજે ક્યાંયે નથી મળી એમ સત્યાગ્રહના શાસ્ત્રી તરીકે હું મારે પુરાવો આપું છું.”
વલ્લભભાઈની મૂંઝવણ એથીયે વધારે હતી. ગાંધીજીની સમક્ષ માનપત્રો લેવાં એ જ તેમને ભારે વસમું લાગતું હતું. બારડોલીમાં તેમણે સાફ કહ્યું – માનપત્ર આપવાને સમય જ હજી નથી આવ્યું, એ તે ૧૯૨૨ ની પ્રતિજ્ઞાનું પાલન થશે ત્યારે જ આવવાનો છે. માનપત્ર લેવાની પોતાની લાયકાત નથી એમ જણાવતાં તેમણે કહ્યું:
“અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનારા તો હિંદુસ્તાનમાં ટાછવાયા અજ્ઞાત ઘણાયે પડયા છે; તેમના ભાગ્યમાં જાહેરાત નથી, જે પૂરું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં જાહેરાત આવી પડી છે. અહિંસાના પાલનની વાત કરવી એ જ મારે માટે તે નાને મેઢે મેટી વાત કરવા જેવું છેકોઈ માણસ હિમાલયની તળેટીએ બેસીને તેના શિખરે પહોંચવાની વાત કરે તેના જેવું છે. પણ કેઈ કન્યાકુમારી આગળ બેસીને તે શિખરે પહોંચવાની વાત કરે તેના કરતાં તળેટીએ બેસીને એ વાત કરે તે કંઈક વધારે ડાહ્યો કહેવાય એટલું જ. બાકી હું તો ગાંધીજીની પાસેથી ભાંગ્યાતૂટયો સંદેશે તમારી આગળ મૂકું છું. તેટલાથી જ જે તમારામાં પ્રાણ આવ્યા તે જે હું પૂરે પાળનારે હેત તો ૧૯૨૨ ની પ્રતિજ્ઞા પાળીને આપણે બેસી ગયા હેત.”
૨૭૫
Page #290
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ - અમદાવાદમાં ગાંધીજીને વલ્લભભાઈની સ્તુતિ કરવાની, અને " વલ્લભભાઈને બધી સ્તુતિ સાંભળી ગાંધીજીની સમક્ષ માનપત્ર , લેવાની મૂંઝવણ આવી પડે એમ હતું. તેનો બને કેમ નિકાલ. કર્યો તે તે બંનેનાં ભાષણે અક્ષરશઃ બીજે ઠેકાણે ઉતાર્યા છે. તેથી સમજાશે. (- જુઓ “અમૃતવાણુંવાળા ભાગમાં)
વિજ્યની ઉજવણીમાં રખેને કઈ ભાન ભૂલે, રખેને કઈ આંખ આગળ પડેલું કર્તવ્ય વિસરીને નિદ્રામાં પડે એ ખાતર: પ્રજાને ગંભીર ચેતવણી આપનારા ગાંધીજી અને વલ્લભભાઈના ઉગારે સ્વરાજ્ય મળ્યા પછી પણ લોકે પેઢી દરપેઢી સુધી, યાદ કરશે. ( જુઓ બારડોલીનું, સૂરતનું અને અમદાવાદનું ભાષણ - “અમૃતવાણું'વાળા ભાગમાં.)
શહેરીઓએ કરેલાં સ્વાગત બારડોલીની લડતથી શહેરીઓ પણ ઘેલા થયા હતા, અને ક્રિકેટની મેચ જીતીને આવતા ખેલાડીઓને ખાંધે ચડાવીને માન આપતા પ્રેક્ષકોની યાદ આપતા હતા. સુરત અને અમદાવાદનાં સ્વાગત જોઈને કેાઈ મશ્કર એમ કહે કે “તમે એકવાર લડી દે, પછી વાજાં વગાડી, સરઘસ કાઢી, વિજય ઊજવવાનું કામ અમારું છે એમ શહેરે સંદેશ આપતાં લાગે છે, તે તેને ભાગ્યે જ કઈ વાંક કાઢશે. પણ શહેરે સત્યાગ્રહની છત આવી રીતે ઊજવે એ પણ ઉત્સાહ આપનારી વાત તે છે જ.
સૂરત તો દીવાળી ઊજવી, સૂરતની રોશની અને સૂરતના. શણગાર, સુરતની પચીસ હજાર માણસોની અપ્રતિમ શાંતિભરી સભા લેકેની. સ્મૃતિમાંથી નહિ ખસે. અમદાવાદે પણ સરદારનાં સન્માન કરવામાં કશી કચાશ ન રાખી. શ્રી સરલાદેવીએ સ્ટેશને સરદારનાં ઓવારણાં લીધાં, અને મિત્રોએ સોનેરી હાર. આપ્યા. કેાઈએ મોતીએ વધાવ્યા, કેઈએ લાખ રૂપિયાના મેતીનાં તેરણના. શણગાર કર્યા. મંગળદાસ શેઠે પિતાના ભાષણમાં સત્યાગ્રહને વારંવાર ઉલ્લેખ કર્યો ત્યારે તે જમાને પલટાયો છે એમ ઘણાને લાગ્યું હશે. પણ એમ એકાએક જમાન પલટાઈ ગયો છે એમ
૨૭૬
Page #291
--------------------------------------------------------------------------
________________
- રળિયામણુ ઘડી -માની બેસનારને ગાંધીજીની મીઠી ચાબૂકની જરૂર હતી. ગાંધીજીની પાસે ભાષણ કરાવવાની કબૂલાત ન લીધેલી છતાં તેમને ઉઠાડીને ડાક્ટર હરિપ્રસાદે અમદાવાદને માટે એ ચાબૂક માગી લીધી.
અમદાવાદ અને સૂરતની વ્યવસ્થામાં ઠીક ફેર દેખાઈ આવતો હતો. સૂરત શહેર છતાં ગ્રામ્ય સાદાઈ અને સંદર્ય સમજે છે એમ નદીના તટે પચીસ હજાર માણસોની શાંત સભા ગોઠવીને તેણે બતાવી આપ્યું. અમદાવાદ “સુધારા”નું પૂજારી રહ્યું, નદી ઉપર શેભા ન કરી શકાય, અને નદીની અકૃત્રિમ શેભાથી તેને તૃપ્તિ - ન વળી એટલે ભગુભાઈના વંડામાં શોભા કરી, અને સભાની
અશાંતિ વહોરી લીધી. કૃત્રિમ સંદર્યને ત્યાગ કરતાં પણ આપણે શીખવાનું છે.
સૂરત અને અમદાવાદનાં સરઘસો અને સન્માન જે બારડેલીને કઈ ગામડિયો જોવા આવ્યો હોય તો શું કહે તે જણાવું? તેને તે એ જ વિચાર આવે: “અમારા ગામડામાં આટલાં ફૂલો નથી થતાં અથવા નથી મળતાં એ સારું છે, નાહકનાં ઢગલો ફલોમાં પૈસા બરબાદ થાય, અને જેને માથે જ ચડવાનો અધિકાર છે તે ફૂલો પગ તળે રોળાય.” બારડોલીમાં કાછિયા અને કોળી જેવા વર્ણની બહેનોએ પણ સરદારનાં સ્વાગત રૂપિયા, પૈસે અને કુંકુમે કરેલાં, શહેરીઓ શા સારુ ફૂલોના ઢગલાને બદલે તેટલા રૂપિયાના ઢગલા ન કરતા હોય ? એટલા રૂપિયાએ તો ખાદીનું એક કેન્દ્ર ચાલે અને હજારો બહેનને રોજ મળે !
અમદાવાદમાં પણ કેટલાક વ્યવહારકુશળ સ્વાગત કરનારા હતા ખરા. કેટલાંક મહાજનોએ સારી સારી રકમ આપી. એક બહેનના મીઠા શબ્દો વલ્લભભાઈ કદી ન ભૂલે. એક ડોશીમાએ સૂતર આપતાં કહ્યું: “ધન્ય છે તમારી માતાને !” અને એક સાદી જાડી ખાદી પહેરીને લોકોના ટોળામાંથી જેમતેમ માર્ગ કરીને આવેલી બહેને પિતાને હાર પહેરાવી કહ્યું : મારા હાથે કાંતીને પાર કરી લાવી છું.'
Page #292
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી
[આ ભાગમાં ગાંધીજી અને વલ્લભભાઈનાં વિજયાત્સવનાં અનેક ભાષામાંથી મહત્ત્વનાં ભાષણા આપ્યાં છે. સ॰ હું દે ]! ૧૯૨૨ની પ્રતિજ્ઞા અને તેના પાલનની શરતા ૧૯૨૨ના જે ઐતિહાસિક આંખા તળે સત્યાગ્રહની પ્રતિજ્ઞા લેવાઈ હતી તે આંબાની યાદ તાજી કરીને ગાંધીજીએ નીચે પ્રમાણે વિવેચન કર્યું હતું :
વણપળાયેલી પ્રતિજ્ઞા
મારે તમને એ વાત યાદ આપવી હતી કે ૧૯૨૨માં ઊલટતપાસ પછી જે પ્રતિજ્ઞા લીધી હતી તે આજે હજી કાયમ છે. તે પ્રતિજ્ઞા એક વખત જ નથી લેવાઈ. અનેક વખત પાછળથી પાકી કરવામાં આવી છે. વાઇસરૉય પરને કાગળ પાછે ખેચ્યા તે સાથે પ્રતિજ્ઞા કાંઈ પાછી ખેંચી નથી. લોકો સાથે મસલત પછી એ પ્રતિજ્ઞા માટે સ ંગઠન પણ તાલુકામાં કરવામાં આવ્યું. ખારડોલીની અંદર ચાલતા રચનાત્મક કામની એ ઉત્પતિ. એ કામ કઈ અહીં ખધુ વગર અડચણે, સરળપણે થયું છે એમ નથી.. અહીં' સ્વયંસેવકાને કેવી વિપત્તિઓમાંથી પસાર થવું પડયું, ભાઈ નરહિને ઉપવાસ કરવા પડેચા, એ તે એક ઐતિહાસિક બનાવ છે. પણ એમાં આજે હું ઊતરવા ઇચ્છતા નથી. આ પ્રતિજ્ઞાનું પાલન થયું નથી ત્યાં સુધી કાઈથી નિશ્ચિંત એસી શકાય નહિ.
તેથી જો કે ઉત્સવ ઊજવવા તમે ભેગા થયા છે, તાપણ ફરજનું ભાન. ભૂલે નહિ એટલા માટે ઉત્સવને આત્મનિરીક્ષણ સારૂ વાપરી લે. સ્વયંસેવક તા પેાતાના ઉત્સાને તેમ જ વાપરે. આ વિજય એ તેમ સમુદ્રમાંનું બિંદુ માત્ર છે. જ્યાં આવી સરદારી હોય ને નિયમપાલન
૨૭૮
Page #293
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણું કરનારા સ્વયંસેવકો હોય ત્યાં આવા વિજય મેળવવા એ હું ભારે નથી માનતો. આમાં રાજ્યની સત્તા પર હાથ નાંખવાને નહેતો, અમુક અન્યાયના સંબંધમાં ઇન્સાફ જ માગવામાં આવ્યો હતો. મારે વિશ્વાસ છે કે આ સત્યાગ્રહની રીતે આવા ઇન્સાફ જેટલી સહેલાઈથી મેળવી શકાય છે તેટલી સહેલાઈથી બીજી કઈ રીતે મેળવવા શકય નથી.
સત્યાગ્રહને પ્રતાપ હિંદુસ્તાને આ લડતથી આટલું આશ્ચર્યચકિત થવાનું કંઈ કારણ નથી. પણ તેને આશ્ચર્ય લાગ્યું તેનું કારણ છે. સત્યાગ્રહ પરને વિશ્વાસ ડગી ગયે હતો. હિંદુસ્તાન પાસે તેનો આટલો જબરદસ્ત બીજો દાખલો નહેતા. બેરસદનાગપુરના દાખલાઓ થઈ ગયા એ ખરું. અને મેં કઈ જગાએ હજુ દર્શાવ્યું નથી, છતાં હું માનું છું કે નાગપુરને વિજય પણ સંપૂર્ણ હતો. આપણે સારે કે નઠારે નસીબે તે વખતે આપણને “ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિ જે આપણી જાહેરાત કરનાર કોઈ ન મળેલો. તેની વાવણથી હિંદુસ્તાનમાં જ નહિ, પણ આખા જગતમાં બારડોલીની પ્રસિદ્ધિ થઈ છે. બાકી આપણે કંઈ એવું ભારે કરી નાંખ્યું નથી. ભારે તે ત્યારે કર્યું ગણાશે કે જ્યારે ૧૯૨૨ની અધૂરી રહી ગયેલી પ્રતિજ્ઞાનું પાલન કરીએ. ત્યારે જ બારડોલી પર કલંક આવ્યું છે તે દૂર થાય. પણ મેં એ શબ્દ પાછો વાળી લીધો. કલંક આપણે ન કહીએ, કારણ બારડોલીમાં ન થયું તે કંઈ બારડેલી બહાર પણ ક્યાંયે આપણે કરી શક્યા નથી. પણ એને જવાબદારી ઉઠાવવાની કહો કે કલંક ધેવાનું કહે તેને સમય હજુ બાકી જ છે. એ કરવામાં આ લડત મદદરૂપ થઈ પડશે તે માટે મેં તેને વધાવી લીધી છે. '
સોળ આની જીત આપણુ કેવું ભાગ્ય કે બારડોલીમાં જ આવી લડતને પ્રસંગ આપણને મળે તેમાં સંપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થઈ. જે માગ્યું તે સેળસેળ આના મળ્યું. આપણે માગી તેનાથી બીજી ઘણી શરતો માગી શકતા હતા, તપાસની શરતોમાં આપણે કહી શકતા હતા કે મહેસૂલ ઉઘરાવતાં જે જે જુલમ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવી જોઈએ. પણ એવી માગણી આપણે નથી કરી એ વલ્લભભાઈની ઉદારતા. સત્યાગ્રહીને તારિક વસ્તુ મળે એટલે તે રાજી થાય છે, અને લેભ કે આગ્રહ રાખતો નથી.
હવે શું કરવું? છે. ત્યારે હવે આપણે શું કરવું? આ ઉત્સવને આત્મનિરીક્ષણને અવસર બનાવી દઈએ. જે સ્વયંસેવકો આ લડત પૂરતા જ આવ્યા હતા, લડત
૨૭૯
Page #294
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
ટાપાય કે તરત પાછા જવાનું ધારીને આવ્યા હતા, તે જાય જ. પણ જેને તેમ જવાની જરૂર નથી, જે સ્વયંસેવક ઉપર વલ્લભભાઈની નજર ફરી હાય તે તે અહીં જ રહે, અને એમ જાણે કે આ જ કામ કરવાયાગ્ય છે. એ કામ તમારી કસેાટી કરનારું નીવડશે.
ચાદ્દાઓ કેવળ લડાયક હોય છે!
જો કોઈ એમ જાણતા હો કે હિંદુસ્તાનનું સ્વરાજય લડાયક થઈને જ લઈ શકાશે તેા તે ભ્રમ છે એમ હું કહેવા ઇચ્છું છું. હિંસક લડાઈમાં પણ યાદ્દાએ આખા વખત યુદ્ધના જ વિચાર કરતા હશે એમ કાઈ માનતું હાય. તા તે ભૂલ છે. ગરબાલ્ડી । ઇટાલીને મહાન સેનાપતિ થઈ ગયા. લડવામાં તે ભારે વીરતા બતાવી ગયા; પણ લડાઈ ન હાય ત્યારે તા તે હળ હાંકીને ખેતી કરતા હતા. દક્ષિણ આફ્રિકાના જનરલ ખેાથા કાણ હતા ? બારડોલીના ખેડૂત જેવા એક ખેડૂત હતા. ૪૦ હજાર તા તે ધેટાં રાખતા. ઘેટાંની તેના જેવી પરીક્ષા કાઈ ભરવાડ પણ કરી શકતા નહિ. તે વિદ્યામાં તે પારિસની પરીક્ષામાં પાસ થયા હતા. તેણે લડવૈયા તરીકે નામના કાઢી, પણ લડાઈના પ્રસંગ તેા તેની જિંદગીમાં આછા હતા. રચનાત્મક કામમાં જ જિંદગીને વધુ ભાગ તેણે ગાળ્યા હતા. એટલા મેટા ધંધા ચલાવનારને કેટલી રચનાકારશલ્યની જરૂર પડી હશે ! ત્યારપછી જનરલ સ્મટ્સને દાખલેા લઇએ. એ એકલેા જનરલ જ નથી, એ તા ધંધે વકીલ છે. વકીલાતમાં ઍટની જનરલ હોવા સાથે એટલા જ ફરાળ ખેડૂત હતા. પ્રિટારિયા પાસે તેની વિશાળ જમીનદારી આવેલી છે, ત્યાં જેવી સુંદર ફળફળાદિની વાડી છે તેવી એ આખા પ્રદેશમાં ખીન્દ્ર પાસે ભાગ્યે જ હશે. આ બધા જગતના જાણીતા જનરલે હેાવા છતાં રચનાત્મક કાના ફાયદા સારી પેઠે સમજેલાનાં દાંતા છે.
આ બધી જાહેાજલાલી દક્ષિણ આફ્રિકામાં કાંઈ મૂળથી નહોતી. ત્યાં તા હબસી લેાકા રહેલા. પછી નવા લેાકાએ આવીને મુલક વસાન્યા. પણ શું તેઓએ લડાઈ કરીને વસાવ્યા હતા ? લડાઈથી તેા મુલક સર કરાય, પણ વસાવાય તે રચનાત્મક કાર્યથી જ. તમે સૌએ લડતમાં
તે વલ્લભભાઈની સરદારી સ્વીકારી. હવે રચનાત્મક કાર્યમાં પણ વલ્લભભાઈની સરદારી સ્વીારી શકશેા ખરા? એ તમારાથી બની શકશે ? એ નહિ બને તેા કરી કમાણી ધૂળ મળવાની છે એ યાદ રાખો. પછી ઘેાડા લાખ રૂપિયા બારડોલીના ખેડૂતાના બચ્ચા તેાયે શું, અને ન બચ્યા તાયે શું?
૨૮૦
Page #295
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી
સફાઈ અને દુરસ્તી બારડોલી ગામના રસ્તા જી. અહીં રહેનાર સ્વયંસેવકાને સારુ એને સાફ કરવા એ એક દિવસનું કામ છે. તે પછી તેા હમેશાં અડધા કલાક વખત આપી લેાકાને શીખવે તેાયે બસ થાય. તમે પૂછશે કે એને ને સ્વરાજને શે। સંબંધ? હું કહું છું કે બહુ નિકટનો સંબંધ છે. અંગ્રેજ સાથે લડીને જ સ્વરાજ નથી આવવાનું. જ્યાં આપણી સ્વતંત્રતામાં દખલ કરે ત્યાં લડીએ. પણ શું આપણે જંગલી માણસાના જેવું સ્વરાજ જોઈએ છે કે અંગ્રેજો જાય ત્યારપછી ગમેતેમ રહીએ ? ગમે ત્યાં ગકી કરીએ? કાલે જ અમે વાલેાડથી બારડોલી મેટરમાં આવ્યા. એવા રસ્તામાં મારા જેવા નબળા માણસ તા થાકી જ જાય, તેમાં કોને વાંક? તેમાં સરકારને જ વાંક કાઢવા ન જોઈએ. આપણા પણ વાંક તેમાં રહેલે છે. ગુજરાતના જેવી ચંપારણ્યમાં પણ સ્થિતિ હતી અને ત્યાં સ્વયંસેવકોએ રસ્તા દુરસ્ત કર્યાં હતા. હું એમ નથી સૂચવવા ઇચ્છતા કે કાલે અમારે જવું હતું તેથી રસ્તાની ફરિયાદ કરું છું, પણ રસ્તાને હમેશાં આપણે જ સારા રાખતા થવું જોઈએ. એ કરવાની ફરજ ભલે સરકારની હશે, પણ આપણે એ એટલી સેવા કરીએ તે સરકાર કાંઈ ના નહિ જ પાડે.
છાવણીઓએ આરાગ્યના નિયમનેા કેટલે અંશે પ્રચાર કર્યાં છે? આમાં તે તઅછ્તને પ્રશ્ન નથીને? આ તા એ પ્રશ્ન છે કે આપણી દિલસેાજી જે લેાક સાથે આપણે રહીએ છીએ તેમની સાથે કેટલી છે? જો પેાતાની આસપાસનું જ આંગણું સાફ રાખવાથી આપણે સાષ માની લઈએ તે સ્વરાજ ન લઈ શકીએ. જ્યારે લેાક તરફથી આટલા સહકાર ને અનુકૂળતા છે તા આ તાલુકાની જમીનને સુવર્ણભૂમિ કરી શકાય. અહીંની કાળી માટી તે સુવર્ણ જેવી છે જ. જો તેના રસ્તાઓ સાફ રાખીએ તેા વીંછી, સાપ, વગેરેની જે ફરિયાદ રહે છે તે પણ ગામડાંમાંથી કાયમની ટળે. હું તમને મનાવવા ઇચ્છું છું કે આ કામ સ્વરાજનું જ અંગ છે.
મદ્યપાન નિષેધ
તેટલી જ દારૂના પ્રશ્નને લેવાની આપણી ફરજ છે. એમાં સરકાર શું મદદ કરી શકે ? તે તે બહુ તે પીઠાંના ઈજારા ન આપે. પણ લાકને પીવાની આદત પડી છે તેને સરકાર કેમ સુધારી શકે? જે દિવસે ૨૫ કરાડની ઊપજ બંધ કરવાની શક્તિ સરકાર બતાવવા તૈયાર થશે તે દિવસે પણ લેાક પાસે મદ્ય છેડાવવા ફૂલચંદભાઈની ભજનમ’ડળીને જ જવું પડશે. લેાકના ધા એ રીતે માથા ઉપર ઝીલવા તૈયાર થશે। ? હિંદુ અને મુસલમાન એકખીન્દ્રનાં માથાં ફાડતા હોય ત્યાં છાતી પર ગેાળી ઝીલવા તમે તૈયાર
૨૦૧
Page #296
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ થશે? તેની સામે આવે જ શુદ્ધ સત્યાગ્રહ કરી શકશો ? ૧૯૨૧માં દારુ પર એકી શરૂ કરેલી, પણ આપણુએ જ તે વખતે ત્રાસ છોડાવ્યું હતું. જેઓ પિતે પીનારા હતા તેમણે જ બીજાના પર જુલમ ગુજાર્યો, તેથી જ તે કામ બંધ કરવું પડેલું.
રેંટિયાશાસ્ત્રી અને ત્યારપછી રેંટિયા પર આવીએ. રેંટિયા વિષે તમારી શ્રદ્ધા જામેલી છે? તમને એટલી શ્રદ્ધા બેઠી છે કે રેંટિયા ન હોત તો આ લડત શક્ય.
જ ન બનત? રાનીપરજમાં કેટલાક સુંદર સેવકએ રેંટિયાથી સારી છાપ. * પાડી અને તેમની પ્રીતિ સંપાદન કરી હતી એ વસ્તુ જો સમજ્યા છે તે રેંટિયાશાસ્ત્રી થવા તૈયાર થશો? રામ કે અલ્લાહનું નામ લેતા કે મૂંગા. મૂંગા રેંટિયાનું કામ કરશો? આજ આખા દેશમાં ત્રાક સુધારનાર માત્ર છે. કે સાત માણસ છે. ઠરડ વિનાની ત્રાક લેવી જોઈએ એ શોધ છે. રેટિયાયુગ શરૂ થયું ત્યારથી જ થઈ. માર રાજ્ય તરફથી રેંટિયાની. પ્રવૃત્તિ થઈ રહી છે. તેમણે પણ સીધી ત્રાક બનાવવાનો પ્રયત્ન કરી જે. છે. ત્યાંથી નમૂના આવ્યા પણ બધી ત્રાક પાછી મોકલવી પડી. લક્ષ્મીદાસ શુદ્ધ ત્રાક માટે જર્મની સાથે પત્રવહેવાર કરી રહ્યા છે. જે દરેકને રસ પડી શકે તો સૌ પોતપોતાને હાથે કરી લઈ શકે. ત્રાક સીધી કરતાં જે. દરેકને આવડે તે કેટલું સરળ કામ થાય? રેંટિયાપ્રવૃત્તિમાં આવી જે બેચાર આંટી છે તે ઉકેલીએ તે આજ રેંટિયા મારફત ઘણું વધારે કામ લઈ શકીએ. એ કામમાં સરદાર તમને રસ પાડી શકશે ? અથવા તમે કહેશે. કે વલ્લભભાઈ એવું કામ નહિ બતાવે, એ તો પેલો સાબરમતીવાળે લપલપ. કર્યા કરશે? પણ તેને એ સિવાય બીજું કંઈ ન આવડે ત્યારે શું કરે ?
દલિત કેમેને કેયડે તે પછી ભયંકર કોયડે અંત્યજનો છે. તેમાં જ દૂબળાઓને પ્રશ્ન સમાઈ જાય છે. રાનીપરજ સાથે ઉજળિયાત કહેવાતો વર્ગ ઓતપ્રોત થઈ શકશે? એ ન કરી શકે તો પણ શું તમને ભાસે છે કે તમે સ્વરાજ લઈશકશો? શું તમને લાગે છે કે એકવાર સ્વરાજ મળશે એટલે પછી તેવા. હઠીલાઓને મારી મારીને તમે સીધા કરી દેશે?
છતને સાચે ઉપયોગ - જે આ જીતને આખા હિંદુસ્તાનને મુક્ત કરવામાં વાપરવા માગતા હે તે આ અને આવા બધા જ કોયડાઓને ઉકેલ કાઢથે જ ટકે. જે આ નહિ ને બીજું કઈ રચનાત્મક કામ તમે જાણતા હે તે ભલે તે કરે. લડાઈ તોડીવાર ચાલીને પાછી મંદ પડવી જ જોઈએ, પણ લડવાની
Page #297
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી શક્તિ તે વડવાનલ જેવી સુષુપ્ત દશામાં હોય જ. લોકોમાં કામ કરવાનાં ઘણાં છે, કેમકે આપણામાં સડે છે જોવાનું નથી. મિસ મેયને ગાળે દેવી સહેલી છે. તેણે લખ્યું તે બધું દુશમનભાવે લખ્યું છે એ ખરું, પણ તેણે જે કંઈ લખ્યું છે તેમાં કશું રહસ્ય નથી એમ કોઈ કહે તો હું તે કબૂલ નહિ કરું. તેણે મુકેલા કેટલાક પુરાવા તો સાચા છે, જોકે તે પરથી તેણે ખેંચેલાં અનુમાન ખોટાં છે. આપણુમાં બાળવિવાહ છે, આપણામાં જે વૃદ્ધવિવાહ છે, વિધવાઓ તરફ જે અમાનુષી વર્તાવ છે તે બધાનું આપણે શું કરશું?
ઠીક થયું કે બારડોલી તાલુકાની લડત દરમ્યાન હિંદુ, મુસલમાન, પારસી બધા સાથે રહી શક્યા. પણ તે પરથી એમ કંઈ માની શકાય કે બધા સંપૂર્ણ અને કાયમને સારુ એકદિલ થઈ ગયા છે? એકતા થઈ તેમાં સરદારની કુનેહ ઉપરાંત તેમની સાથે અબ્બાસ સાહેબ અને ઈમામસાહેબ, જેવા બેઠા હતા એ કારણું છે. પણ હિંદુસ્તાનમાં બીજે ગમે તેટલા કેમી. ઝગડા ફાટી નીકળે તોયે અહીં તેના છાંટા ઉડે જ નહિ એવી સ્થિતિ હજુ. ન જ માની લેવાય. આ બધી બાબતોના નિકાલ કર્યા વિના સ્વરાજ આવવાનું નથી. વિલાયતથી બે ચોપડીઓ કાયદાની લખાઈ આવે તેનાથી સ્વરાજ્ય સ્થપાવાનું નથી. તેનાથી ખેડૂતો પર શો પ્રભાવ પડે ? પ્રજાને શો લાભ પહોચે? આ બધું ચલાવતાં આવડે ને આ બધી મુશ્કેલીઓના ઉકેલ કરતાં આવડે એનું જ નામ સ્વરાજ.
- સ્વયંસેવકની નીતિ તે અહીં જે સ્વયંસેવકે રહ્યા છે તેઓ પ્રજાને પૈસે કૃપણ થઈ વાપરે કે બહેળે હાથે? પિતા પ્રત્યે ઉદાર રહેવું તે તો મોટું દૂષણ છે. ઉદાર, બીજા પ્રત્યે થવાય. પોતા પ્રત્યે કૃપણું અને બીજા પ્રત્યે ઉદાર રહેતાં આવડે. ત્યારે જ પિતા અને બીજા વચ્ચેના સંબંધને મેળ રહે. હું માનું છું કે. તમે જે ખર્ચ કર્યું છે તે ઉડાઉ નહોતું, છતાં તે પૂરી કૃપણુતાથી વપરાયું. છે એમ આપણે સિદ્ધ કરી શકશે તો હું ઘણે ખુશી થઈશ. દેશના બીજા ભાગોમાં આ પ્રસંગે જે રીતે સ્વયંસેવકે વતે છે તેના કરતાં તમે ચડી, ગયા છો એમ જઈશ ત્યારે રાજી થઈશ. - - આપણા જીવનનું ધોરણ કેવું હોય? - આપણો દેશ એક તે જગતમાં સૌથી કંગાળ. વળી આપણી સરકાર એવી કે અમેરિકાને બાદ કરીએ તો દુનિયામાં સૌથી ઉડાઉ છે. આપણે અહીંની ઇસ્પિતાલે જોઈએ તો તેમાં ઇગ્લેંડને ધોરણે ખર્ચ થાય છે.. કૅટલંડની ઇસ્પિતાલો પણ આપણે જેટલો ખર્ચ ન કરે. કર્નલ મેડકે
૨૮૩
Page #298
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ - મને કહેલું કે અહીં જેમ વપરાયેલા પાટાનાં કપડાં ફેંકી દઈએ તેમ અમારે
સ્કેટલંડમાં ન ચાલે. ત્યાં તે અમે જોઈને ફરીથી પાછા વાપરીએ. ઇંગ્લંડને એ બધું પાલવે, તેના લોકે ઘર છોડીને બહાર નીકળી પડેલા, તેમાં વળી હિંદુસ્તાન જેવું ક્ષેત્ર લૂંટવા મળી ગયું. પણ આપણું ખરું પ્રમાણુ તો હિંદુસ્તાનના મોટા ભાગના લોકોને શું પહેરવાનું મળે છે, શું
ઓઢવાનું મળે છે તે પરથી ઠરાવાય. તેના પ્રમાણમાં આપણને કેટલી - જરૂર છે, એ વિચાર કરીને તમે તમારું ખર્ચ ચલાવે. તેમ નહિ કરીએ તો છેવટે હારી જવાય.
પ્રજાપ્રેમની પારાશીશી જેને ધીરજ અને શ્રદ્ધા હશે તે તો આ બધાં કાર્યો ચલાવ્યા જ કરશે. મારા જેવા મરણકાંઠે પહોંચ્યા છે તેમને વરસમાં સ્વરાજ જેવાની ઇચ્છા હોય તે ભલે ન ફળે, પણ તમે તે તમારી જિંદગીમાં જેવા ઇચ્છો " જ. તે પછી અંતરમાં ઊતરીને વિચારે કે જે સમુદાયને તમારે સુધારવા છે તેના પ્રત્યે તમને સાચો પ્રેમ, સાચી સહાનુભૂતિ છે કે નહિ? તેમાંના કેઈનું માથું દુખે તે આપણું માથું દુખવા જેટલું દર્દ થાય છે કે નહિ ? તેમનાં પાયખાનાં મેલાં હોય તો તે સાફ કરવાને આપણે તૈયાર છીએ કે નહિ ?
| સ્વરાજ લેવું સહેલું છે એ બધાં રચનાત્મક કાર્ય માટે આટલા સેવકે પૂરા નથી. આપણી એવી સ્થિતિ હોવી જોઈએ કે સરદારે કહ્યું કે ફલાણું કામ થાઓ કે થયું જ છે, વાસણ માંજવાનું કે પાયખાનાં સાફ કરવાનું કામ સોંપ્યું હોય કે મોટરમાં ભેંસવાનું કામ સોંપ્યું હોય તે સરખા પ્રેમથી, સરખી પ્રામાણિકતાથી થયું જ છે. એ લાયકાત જે આપણામાં હોય તે જેટલી સહેલાઈથી આ. - જમીન મહેસૂલની નાની લડતમાં જીત મેળવી તેટલી જ સહેલાઈથી સ્વરાજ મેળવીએ એ વિષે મારા મનમાં શંકા નથી.
એ જ સરદાર પાસે સ્વરાજ લેવડાવે બારડોલીની દશ હજાર માણસની સભા આગળ ગાંધીજીએ -કરેલું ભાષણ આખું જ અહીં આપવું યોગ્ય લાગે છે?
આજના કામનો આરંભ આપણે ઈશ્વરભજનથી કર્યો છે. આપણને ચેતવણી મળી ગઈ છે કે વિજયને ગર્વ કરવાનું ન હોય. પણ વિજયને - ગર્વ ન કરીએ એટલું બસ નથી. એટલું કહેવું કે બારડેલીનાં ભાઈબહેનોએ પિતાના પરાક્રમથી જ પ્રાપ્ત કર્યું તે પણ બસ નથી. વલ્લભભાઈ જેવા સરદારના અથાક પ્રયત્નથી જય મળ્યો એ સાચું પણ એટલું બસ નથી.
Page #299
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી એમને વફાદાર, મહેનતુ અને સાચા સાથી નહિ મત્યા હોત તે। જય ન જ મળી શકત. પણ એટલું કહેવુ' તૈયે ખસ નથી.
સત્યાગ્રહના એવા નિયમ છે કે કોઈને દુશ્મન ન ગણીએ, પણ એવા મનુષ્યા હોય છે જેમને આપણે દુશ્મન ન ગણીએ તાપણુ આપણને દુશ્મન ગણે ને પેાતાને આપણા દુશ્મન મનાવે. આપણે તેવા મનુષ્યના નારા નહિ, હૃદયપલટા ઇચ્છીએ.
અનેકવાર સરદારે તમને તેમજ સરકારને સંભળાવ્યું હશે કે જ્યાં સુધી સરકારી અમલદારોને હૃદયપલટો નહિ થાય ત્યાં સુધી સમાધાન થવું શકય નથી. હવે સમાધાન થઈ શકયું છે તે કચાંક હૃદયપલટા થયા જ હશે. સત્યાગ્રહી એવા ગવ સ્વપ્ને પણ ન કરે કે પેાતાના બળથી તેણે કાંઈ કર્યું છે. સત્યાગ્રહી એટલે તે શૂન્ય. સત્યાગ્રહીંનું મૂળ એ ઈશ્વરનું ખળ છે. તેના મામાં એ જ હાયઃ ‘નિર્મલ કે ખલ રામ. ’ સત્યાગ્રહી પેાતાના મળનું અભિમાન છેડે તે જ ઈશ્વર તેને મદદ કરે. કચાંક હૃદચપલટા થયા હોય તેને માટે ઈશ્વરના આપણે આભાર માનીએ. પણ તે આભાર પણ પૂરતે નથી.
એ હૃદયપલટો ગવરસાહેબને થયું એમ આપણે માનવું જોઈએ. જો તેમના હૃદયપલટા ન થયા હોત તા શું થાત? જે કંઈ થાત તેવું. આપણને તે કશું દુઃખ નહતું. આપણે તેા પ્રતિજ્ઞા લીધેલી હતી, અને ભલે તાપ લાવે તેપણ આપણને તેની ચિંતા નહેાતી. આજે જયના ઉત્સવ કરીએ, હર્ષ મનાવીએ એ ક્ષતન્ય છે. પણ તે સાથે તેને સારુ જવાબદાર ગવનર છે એમ હું તમને મનાવવા ઇચ્છું છું. જો તેમણે તેમના ધારાસભાના ભાષણમાં બતાવી તે જ અકડાઈ કાયમ રાખી હાત અને નમતું ન આપ્યું હોત, અને જો તે ઇચ્છત કે ખારડોલીના લેાકને ગાળીખારથી ઉડાડી દેવાતા તે આપણને મારી શક્ત. તમારી તે પ્રતિજ્ઞા હતી કે તે મારવા આવે તાપણ તમે સામે મારવાના નથી; મારવાના નથી તેમ પૂઠ પણ બતાવવાના નથી, તમે તેમની ગાળી સામે લાકડી કે આંગળી સરખી ઉપાડવાના નથી. તમારી એ પ્રતિજ્ઞા હતી. એટલે ગવર્નરે ઇન્ગ્યું હોત તે ખારડાલીને જમીનદોસ્ત કરી શકત. તેમ કરવાથી તા બારડોલીના તા. જય જ થાત, પણ તે જુદા પ્રકારના જય હેાત, તે જય ઊજવવા આપણે જીવતા ન હોત, આખું હિંદુસ્તાન, આખું જગત તેની ઉજવણી કરત. પણ. એટલું કઠણ હૃદય આપણા કાઈમાં અમલદારમાં પણ —ન ઇચ્છીએ. આ ખારડોલી તાલુકાની જંગી સભા કે જ્યાં ૧૯૨૨ની મહાન પ્રતિજ્ઞા લેનારા ભેગા થયા છે,
ત્યાં
આ વોત આપણે રખે ભૂલીએ.
1
૨૮૫
Page #300
--------------------------------------------------------------------------
________________
-આરડેલી સત્યાગ્રહને ઈતિહાસ -આપણામાં ક્યાંક પણ અભિમાન છુપાયેલું હોય તો તે કાઢવા મેં આટલી પ્રસ્તાવના કરી લીધી.
હું તે દૂર રહ્યો રહ્યો તમારે જ્ય ઇચ્છતા હતા, પણ તમારી વચ્ચે આવીને કામ કરનારે નથી એ વાત સાચી છે. જોકે હું વલ્લભભાઈના ખીસામાં હતો અને જે ક્ષણે ધારત તે ક્ષણે મને તે બોલાવી શકતા હતા, પણ આ તમારા જયને યશ હું ન જ લઈ શકે. આ જય તમારે અને • તમારા સરદારને જ છે, અને તેમાં ગવર્નરને ભાગ છે અને તેમને ભાગ
હોય તે તેમના અમલદારવર્ગને, ધારાસભાના સભ્યોને પણ ભાગ તેમાં હોય * જ. જે કેઈએ શુદ્ધ હૃદયથી સમાધાનીની ઇચ્છા કરી તે સૌને આ જયમાં - ભાગ સ્વીકારવો જોઈએ. આ જય માટે ઈશ્વરનો આપણે પાડ માનીએ જ. પણ ઈશ્વર તે અલિપ્ત રહી માટીનાં પૂતળાંને નિમિત્ત બનાવી કાર્યો કરાવે
છે. એટલે બાકીનાને જેમને જેમને ઘટે છે તે સને આ યશ આપણે વાંટી * દઈએ. પછી આપણું પિતાના ભાગે ઓછું જ રહેવા પામશે અને ઓછું રહે તે જે ઠીક. '
- આ તો હજી તમારી પ્રતિજ્ઞાના પૂર્વાર્ધનું પાલન થયું છે. તેને ઉત્તરાર્ધ હજી અમલમાં મૂકવાનો બાકી છે. સરકાર પાસેથી લેવાનું હતું તે તે આવ્યું, અને તેણે પિતાને ભાગ આવે, તો હવે તમારે જૂનું - મહેસૂલ તરત આપી દેવું જોઈએ. એટલે હવે તે તરત આપી દેજે. વળી હવે જેમણે આપણો વિરોધ કર્યો હોય તેમની હવે મિત્રતા કરી લેજો. જૂના અમલદારે જે હજુ આ તાલુકામાં રહ્યા હોય તેમની સાથે પણ મિત્રતા • કરી લેજે. નહિ તે તમે તમારી પ્રતિજ્ઞા ભંગ કરી કહેવાશે. આપણી
પ્રતિજ્ઞાના પહેલા ભાગ માટે સરકાર પાસે જવાનું હતું, આ ઉત્તરાર્ધ - આપણે પોતે જ સિદ્ધ કરવાને છે. હૃદયમાં કેઈને માટે ગાળ ન રહે, કોઈને માટે ક્રોધ ન રહે, એમ કરવું એ આપણી પ્રતિજ્ઞા પાળવાને રહેલો ભાગ છે. - હવે તેથીયે આગળ ચાલીએ.- આ પ્રતિજ્ઞા એ તે આપણી નવી અને નાની સખી પ્રતિજ્ઞા છે, તે તે સમુદ્રમાંનું બિંદુ છે. ૧૯૨૨માં જે પ્રતિજ્ઞા આ તાલુકામાં લેવાઈ હતી તે ભીષણ પ્રતિજ્ઞા હતી. એ ભીષ્મ પ્રતિજ્ઞા હજુ બાકી છે. તેના પાલનને માટે તમે આ તે તાલીમ લીધી છે હવે એ મહાપ્રતિજ્ઞાનું પાલન પણ કરે એ હું તમારી અને ઈશ્વરની પાસે માગું છું.
જે સરદારની આગેવાની નીચે રહી તમે આ પ્રતિજ્ઞાનું આવું સુંદર પાલન કર્યું એ જ સરદારની નીચે એ પણ કરે. આ સ્વાર્થ ત્યાગી
૨૮૬
Page #301
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી સરદાર તમને ખીન્હે નહિ મળે. એ મારા સગા ભાઈ જેવા છે છતાં એટલું પ્રમાણપત્ર તેમને આપતાં મને સાચ નથી થતા.
છાતીમાં ગાળી ખાવી એ હું એટલું કઠણ નથી માનતા, પણ રાજ -કામ કરવુ, ક્ષણેક્ષણે પાતા સાથે લડાઈ કરવી, પેાતાની આત્મશુદ્ધિ કરવી એ ઋણ કામ છે. ગાળી તેા બે રીતે બે જણ ખાઈ શકે છે. ગુનેગાર પણ ગુના કરીને ખાય છે, પણ તેનાથી કંઈ સ્વરાજ મળે ? આત્મશુદ્ધિ કરીને જે ગાળી ખાવામાં આવી હોય તે જ સ્વરાજ લાવવાને સમર્થ છે. અને તે મુશ્કેલ છે. જેમને ખાવાનું નથી, જેમની પાસે પીવાનું નથી, જેમને પહેરવાનું નથી, તેમને ખાતાપીતા કરવા, ઉદ્યમી કરવા, તેમને ઓઢાડવા તેમાં ફાળે આપવા એ મુશ્કેલીનું કામ છે. ઉલવાસીઓની કેવી દીનહીન દશા છે તે તમે ઘણી મહેને અને ભાઈ એ જાણતાં નહિ હો.. ત્યાંનાં હાડિપંજરની વાત મેં ખાસ કરીને અહેનેાને ધણીવાર કરી છે. જો તે તમને કહેવા બેસું તેા તમારી અને મારી આંખમાંથી આંસુ ખરે. તમને અતિશયાક્તિ લાગશે. પણ ત્યાં તમને લઈ જાઉં તેા તમે એ બધું નજરે જુએ. હાડિપંજરમાં કઈક ચરબી અને માંસ પૂરવાં એ કામ મુશ્કેલ છે. પણ એ આપણી પ્રતિજ્ઞા છે.
એ પ્રતિજ્ઞાનું પાલન ન કરો ત્યાં સુધી તમારે માથે કરજ રહેલું છે એમ સમજો. તે કરજ ફેડવાની ઈશ્વર તમને અને આપણને સૌને સન્મતિ અને શક્તિ આપે.
દેશને સદેશ
સૂરતની વિરાટ સભા આગળ, ગાંધીજી નીચે પ્રમાણે ઓલ્યા હતાઃ
આજે સૂરતના શહેરી આટલી બધી અગવડ સહન કરીને અહીં શાંતિથી બેઠા છે એ મને ૧૯૨૧ની યાદ કરાવે છે. આ જ મેદાનમાં મે તમારી આગળ જે ભાષણ કર્યું હતું તેના ભણકારા હજી મારા કાનમાં વાગે છે. કદાચ તે તમારા કાનમાં પણ વાગતા હશે. તે વેળાના કાર્યક્રમમાં તમે જે નથી કર્યું તેની આજે તમને યાદ દેવડાવવા ઈચ્છું છું. ખારડેાંલીના વિજયથી તમે અને ખાડાલી શાંત થઈ ને બેસી ન જાઓ. સહભેાજન . કરીને તમને ધન્યભાગ્ય માની બેસશે તેા સમજો કે તમે ખારડોલીનું રહસ્ય નથી જાણ્યું, ખારડોલીની છતમાંથી જેટલા લાભ ઉઠાવવા જોઈએ તે નથી ઉઠાયે!. હું તે વલ્લભભાઈ સાથે ચારપાંચ દિવસ રહ્યો તેટ્લામાં તેમની પાસે સાંભળી લીધું કે સરકારની સામે લડવું એ સહેલું છે પણ લેાકની સાથે લડવું એ મુશ્કેલ છે. સરકારની સાથે લડવું એ સહેલું છે,
૨૮૭
Page #302
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ કારણે સરકારને રજ અન્યાય હોય તેને આપણને ગજ કરતાં આવડે છે,. કીડીના જેવડે અન્યાય પણ હાથીના જેવડે આપણને લાગે છે અને લાગવો જોઈએ, જેને ન લાગે તે પ્રજા મૂછમાં છે – પણ આપણે જ્યારે પિતા થકી કશું કરવાનું આવે છે ત્યારે કર્તવ્યથી ભાગી છૂટીએ છીએ. એટલે મેં બારડેલીના લોકોને પહેલું કહ્યું: “તમે પ્રતિજ્ઞા પૂર્વાધ પાળે, હવે ઉત્તરાર્ધ પાળે.” ઉત્તરાર્ધ જૂનું મહેસૂલ ભરી દેવામાં છે. એ મહેસૂલ તે ઝપાટાબંધ ભરી દેવામાં આવશે એવી મારી ખાતરી છે. પણ એ મહેસૂલ ભરવાને ગર્ભની અંદર રહેલી રચનાત્મક કાર્યની પ્રતિજ્ઞા. હજી પાળવાની રહેલી છે. બારડોલીમાં જે અસીમ જાગૃતિ જોઈને હું આવું છું તે બહેનની સેવા આપણે કઈ રીતે કરશું, તેમનાં દુઃખ શી રીતે, ટાળશું, એમાં તમે શહેરીએ શે ભાગ ભરશે? એ પ્રશ્નને ઉકેલ તમારે કરી રહ્યો છે. ૧૯૨૧ માં તમારી પાસેથી જઈને મેં વાઇસરૉયને લાંબા ' કાગળ લખેલે, એમ સમજીને તમે અને બારડેલી મારી પ્રતિજ્ઞામાં શામેલ રહેશો. પણ તે વેળા જે કરવાનું હતું તે આપણે આજ સુધી નથી કર્યું. સત્યાગ્રહની અંદર સવિનય ભંગ આવી જાય છે, આંધળી સત્તાના અમલને સદા વિરોધ કરવાનું આવી જાય છે, પણ એ વિરોધને જેના ઉપર આધાર છે તે આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ, રચનાત્મક કાર્ય એ તમે કેટલું - કરેલું છે તેને હિસાબ માગું તો મને લાગે છે કે તમારો અને મારી આંખમાંથી આંસુ પડાવી શકું.
હું તે ૧૯૨૧માં હતું તેને તે જ આજે પણ છું, તે વેળા જે કઠણ શરત મૂકી હતી તે જ શરતો આજે મૂકનારે છું. એ શરતે વિના હિંદુસ્તાનમાં જે સુખ, શાંતિ, વૈભવ, સ્વરાજ, રામરાજ જોઈએ છે તે અસંભવિત માનું છું. જ્યાં સુધી અલબેલી કહેવાતી સૂરત નગરીના હિંદુમુસલમાન પાગલ બને અને ખુદાને નીંદીને ધર્મને ખટે નામે લાઠીઓ ચલાવે, અને અદાલતમાં જઈને ઇન્સાફ માગે,
ત્યાં સુધી તેમને સ્વરાજનું નામ લેવાને અધિકાર નથી. મેં તે દિવસેમાં પણ કહેલું કે તમે ખરા બહાદુર છે તે તમને એકબીજા સાથે લડવાને અધિકાર છે, પણ અદાલતમાં જવાને અધિકાર નથી. આજ સુધી જગતમાં એવા લડવૈયા નથી જાણ્યા જે લડીને અદાલતમાં. ગયા હોય. અંગ્રેજ અને જર્મને તેપબંદૂકથી લડ્યા, પણ અદાલતની પાસે ન્યાય માગવા ન ગયા. એમાં અમુક અંશે બહાદુરી રહેલી છે.. હિંદુમુસલમાન એમ કરે છે તે કરવાને તેમને અધિકાર છે, જે તેઓ લડતની નીતિ અને મર્યાદા જાળવીને લડશે તે તેમનાં નામ ઈતિહાસમાં
૨૮૮
Page #303
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણું રહેશે. તેઓ જે વકીલની મદદ ન લે, પૈસાની મદદ ન લે, તલવાર પર ઝૂઝશે તે શરીર કહેવાશે, પણ આજે આપણે જે ઢંગથી કામ લઈએ તે રીતે તે નામર્દ બનવાના છીએ. એમાં ધર્મ નથી. ધર્મ તે નમ્રતામાં છે, નમતું મૂકવામાં છે; મરવામાં અથવા લડતાં લડતાં મારીને મારવામાં છે, પણ લડીને અદાલતમાં જવામાં નથી. આજે આખા હિંદુસ્તાનની અંદર દીનહીન સ્થિતિ વ્યાપી રહેલી છે, એમાંથી નીકળી જવાના પાઠ આપણે બારડેલીમાં શીખ્યા છીએ. બારડેલીમાં શરાતના બતાવ્યું તેથી આપણને શું ઝાંઝપખાજ વગાડી રાચવાને અધિકાર મળી જાય છે? (અહીં ખૂબ વરસાદ પડવા માંડ્યો, પણ લોકો પોતાને સ્થાનેથી ખસ્યા નહિ) મેં તો તમને સત્યાગ્રહી તરીકે આત્મશુદ્ધિને ધર્મ સમજાવ્યું. આપણે હિંદુસ્તાનમાં રહેનારા એક જ માટીમાંથી પાકેલા એક જ હિંદમાતાની ગેદમાંથી પેદા થયેલા છતાં વિધર્મી સગા ભાઈઓ તરીકે કેમ ન રહી શકીએ?
બીજે એક કાર્યક્રમ તે છે જ. હિંદુઓ તરીકે આપણે હિંદુજાતિની સુધારણ કરી ચૂક્યા? આપણે પતિત સ્થિતિ માટે આપણે કેટલા જવાબદાર, છીએ? તમે તમારી મેળે જ હિસાબ કરશો તો જોશો કે એ શુદ્ધિ વિના સ્વરાજ ન મળે. બીજી કઈ રીતે મને સ્વરાજ લેતાં આવડતું નથી. એ મારી મર્યાદા છે, એ સત્યાગ્રહની પણ મર્યાદા છે. જે સ્વરાજ બીજે કઈ રીતે મળતું હોય તે તે સ્વરાજ ન હોય પણ બીજું જ કાંઈ હશે.
જેમ હિંદુધર્મ સડે કાઢવાનું છે તેમ હિંદુ તેમજ બીજા ઘમીઓને હિંદુસ્તાનનાં હાડપિંજર પ્રત્યે શે ધર્મ છે? હિંદુસ્તાનનાં હાડપિંજરમાં તમે ચરબી અને માંસ દાખલ કરવા ઇચ્છતા હે તે રેટિયા સિવાય એકે બીજે રસ્તો નથી. એનું નાનકડું કારણ હમણાં જ મારા જેવામાં આવ્યું તે સંભળાવી દઉં. ખેતીવાડી કમિશનને રિપોર્ટ સેંકડે પાનાનો બહાર પડ્યો છે, તેના ઉપર સર લલ્લુભાઈ શામળદાસની ટીકા વાંચી. તેમણે જણાવ્યું છે કે કમિશનના સભ્ય ભીંત ભૂલ્યા છે, ગ્રામ્ય. ઉદ્યોગેના પ્રકરણમાં એમને રેંટિયાનું નામ લેવું પણ યોગ્ય નથી લાગ્યું. સર લલ્લુભાઈ કહે તેમ એ નામથી પણું તેઓ ભડક્યા અને અસ્પૃશ્ય. માનીને આઘા ખસ્યા છે. એના ઉચ્ચારણથી પણ શરમાયા છે. એ શા કારણે હશે? જે રેંટિયા પાછળ કેટલાક ઘેલા થયેલા છે એનું નામનિશાન. નહિ, અરે, એની નિંદા કે ટીકા પણ નહિ. એનું કારણ શું? એની શક્તિથી એ લકે ભડક્યા છે, અને એમાં મને રેટિયાનો જબરદસ્ત બચાવ મળતો લાગે છે. (વળી વરસાદનું ઝાપટું. અંગ્રેજી માલના બહિષ્કારની,
૨૮૯
Page #304
--------------------------------------------------------------------------
________________
બકરોલી સત્યાગ્રહને ઇતિહાસ વાત ઉપર આવતા હતા, પણ ભાષણ અહીં જ પૂરું કર્યું.) મેં કહેવાનું કહી દીધું છે, હવે કાંઈ કહેવાનું બાકી રહ્યું નથી.
સરદારને કેલ બારડોલીમાં વિજયી ખેડૂતેની પાસે ભાવી કાર્યક્રમ રજૂ કરતાં વલ્લભભાઈએ ખેડૂતોને નીચે પ્રમાણે કેલ આપ્યો હતો?
સરકાર સાથે લડવાનું તે મીઠું લાગે છે, પણ યાદ રાખજે મારે તે તમારી જોડે પણ લડવું પડવાનું છે. ખેડૂત પિતાની ભૂલોથી. દુઃખી થઈ રહ્યું છે. તે ભૂલે હું સુધારવા માગું છું. તેમાં હું તમારે સાથ માગું છું. બારડેલી તાલુકાની બહેને, જેમણે મારા પર આટલો પ્રેમ વરસાવ્યું છે, મને ભાઈ સમાન ગણે છે તેઓ મને એ કામમાં સાથ આપે એ માગું છું. એમની મદદ સિવાય એમાંનું કંઈ પણ બનવું અસંભવિત છે. : - હું તમને કહી દેવા ઇચ્છું છું કે સરકાર તમામ મહેસૂલ માફ કરી દે - છતાં તમે જે ન ઈચ્છો તે સુખી ન જ થઈ શકે. સત્તાના જુલમ સામે તમે લડે એ તો મને પસંદ છે. પણ આપણે જાણવું જોઈએ કે આપણું પિતાની જ મૂર્ખાઈથી આપણે બહુ જ દુ:ખી થઈએ છીએ, આપણે પોતે જ આપણું દુઃખે માટે જવાબદાર છીએ, તે તે સામે શું આપણે ન જ લડીએ? તે સારુ તે રાતદિવસ જંગ માંડવો જોઈએ.
તેથી હું હવે બારડેલી તાલુકાનાં તમામ મહાજને અને પંચોને કહેવાનો કે તમારાં પંચોને સજીવન કરે, જૂનાં ખાંમાં નવું ચેતન રેડે. પંચે તો એવાં હોય કે જ્યાં ગરીબનું રક્ષણ થતું હોય, જેના વડે આખી કેમને પુનરુદ્ધાર થવા લાગે.
શું નાનાં નાનાં બાળકને પરણાવી માર્ચે કોઈ દિવસ કઈ કામનું કલ્યાણ થઈ શકે? જે પ્રજા છાતી પર ગળી ઝીલવાને તૈયાર થયાને દાવો કરતી હોય તે પોતાનાં નાનાં નાનાં બાળકોને કદી પરણાવે? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલાં છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે? જે સરકારને આપણું સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તે આપણે તેની સાથે કેમ લડી શકીશું?
જેમ આપણે સરકારને દિલને પલટે ઇરછતા હતા તેમ આપણાં પિતાનાં હૃદયને પલટે પણ કરવો પડશે.
પ્રભુને હાજર જાણે લીધેલી એક પ્રતિજ્ઞામાંથી આપણે પાર ઊતર્યા અને આજે એ ફતેહની ઉજવણી માટે હર્ષથી ભેગા થયા છીએ. આ ઉજવણીમાં ભાગ લેવાને સૌને અધિકાર છે. પણ આ ઉજવણીને અંતે
૨૯૦
Page #305
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી આપણાં માથા પર કેટલી મોટી જવાબદારી રહેલી છે તેનું ભાન આપણને રહેવું જોઈએ. કાયમનાં કામે હવે આપણે ઉપાડવાં આવશ્યક છે, એવાં કામો કે પછી આવી લડત લડવાપણું જ ન રહે.'
હું પિતે તમે ઇચ્છો તેટલું તમારી વચ્ચે રહેવા તૈયાર છું. હું ગામેગામ ફરી તમને સમજાવીશ, બહેને તેમ બાળકને મળીશ. પંચને ભેગાં કરીને સમજાવીશ કે મેક્ષનો માર્ગ તે આપણું જ હાથમાં છે. તેપબંદૂકની સામે ઝૂઝવાની કંઈ જરૂર નથી. કંઈક સંયમે શીખવાના છે, કંઈક પાપો ઘેવાનાં છે, કંઈક મિથ્યાભિમાન હોય તે છોડવાનાં છે. એક વખત તે ગળા સુધી પહોંચવાની તૈયારી કરી નાંખી હોય તેને માટે એ બધું કરવું મુશ્કેલ નથી. અત્યારે તો હું આટલું સૂચન જ કરી લઉં છું. હું તમારી સાથે જ રહેવાનો છું એટલે અત્યારે આવડી મેદનીમાં વધુ ઘાંટે નહિ ખેંચું.. .
એટલું જ કહીને તમારી રજા લઈશ કે તમે બધા આ લડત તો સુંદર રીતે લડયા, પણ હવે આથીયે ભારે કામ માટે તૈયાર થાઓ. તપાસસમિતિ નિમાશે તેને માટે પુરાવા એકઠા કરવાનું કામ છે. પણ તે તો નાનું કામ છે, અને તે કરનારાઓ તે મળી રહેશે. જે મારા સાથીઓ મારી વાત માનશે તે બારડેલી તાલુકામાં આપણે એવું કામ કરીશું કે જે આખા હિંદુસ્તાનમાં આદર્શરૂપ બનશે. એ કામ જ્યારે કરશે ત્યારે તમને મીઠું લાગશે.
જ્યારે આપણે સત્યાગ્રહની લડત ઉપાડી ત્યારે તેનાં પરિણામની તમને ખબર નહોતી. વખત જતે ગયો અને કસેટી થતી ગઈ તેમ તેમાં રસ પડતો ગયે, તેમ તેમ તમારામાં ચેતન વધતું ગયું. એ જ પ્રમાણે હવે પછીના બેઠા અને ઠંડા કામ વિષે પણ ખાત્રી રાખો. તે જેમ થતું જશે તેમ, જોકે તે કઠણ તે છે જ છતાં, ફળ તમને ખૂબ મીઠાં લાગશે.
તેથી મને ઉમેદ છે કે જેમ આ લડતમાં તમે સૌએ મને સાથ આપ્યો તેમ હવે પછીના કાર્યમાં પણ સાથ આપશો. ઈશ્વર એમ કરવાની બુદ્ધિ અને શક્તિ તમને આપો, અને પ્રભુ તમારું કલ્યાણ કરે.
હું પટ્ટશિષ્ય શેને? શ્રી. વલ્લભભાઈનું અમદાવાદનું ભાષણ તેમનાં અનેક ભાષણોને સારરૂપ હોઈ આખું લીધું છેઃ
આજે સવારે જ્યારથી મેં આ શહેરમાં પગ મૂક્યો છે ત્યારથી અમદાવાદના શહેરીઓએ મારા પર જે પ્રેમ વરસાવ્યું છે તેથી હું
૨૯૧
Page #306
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઈતિહાસ આભારની લાગણથી એટલો બધે દબાઈ ગયે કે ક્યા શબ્દોમાં તમારે આભાર માનું એ મને સૂઝતું નથી. અત્યારે મારી લાગણીઓ એવી છે કે તમારી પાસે કંઈ પણ બોલ્યા સિવાય મૂંગે જ બેસું. છતાં જે માનપત્રે તમે આપ્યાં છે તેને કંઈક જવાબ મારે આપવું જોઈએ. તેથી ટૂંકામાં બે શબ્દ કહું છું તે શાંતિથી સાંભળશો..
તમે અમદાવાદના શહેરીઓ તરફથી માનપત્ર આપ્યું તેમાં મને ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલ છે. હું ઈશ્વર પાસે માગું છું કે મારામાં એ યોગ્યતા આવે. પણ હું જાણું છું, મને બરાબર ખબર છે કે મારામાં એ નથી. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. સાચે જ કહું છું કે તમે પ્રેમના આવેશમાં જે અતિશયોક્તિભરેલી વાતો મારે માટે લખી છે તે હું પી જાઉં તે ચાલી શકે, પણ આ વાત ન ગળી શકાય એવી છે. તમે સૌ જાણતા હશે કે મહાભારતમાં કેણાચાર્યને એક ભીલ શિષ્ય હતું, જેણે દ્રણચાર્ય પાસેથી એક પણ વાત સાંભળી નહોતી. પણ ગુરુનું માટીનું બાવલું કરી તેનું પૂજન કરતે અને તેને પગે લાગી દ્રોણાચાર્યની વિદ્યા શીખેલ. જેટલી વિદ્યા એણે મેળવી હતી એટલી દ્રોણાચાર્યના બીજા કેઈ શિષ્ય મેળવી નહોતી. એનું શું કારણ? કારણ કે એનામાં ગુરુ પ્રત્યે ભક્તિ હતી, શ્રદ્ધા હતી, એનું દિલ સ્વચ્છ હતું, એનામાં લાયકાત હતી. મને તમે જેનો શિષ્ય કહો છો તે ગુરુ તો રેજ મારી પાસે પડેલા છે. એમને પટ્ટશિષ્ય તે શું, અનેક શિષ્યોમાંને એક થઈ શકે એટલી પણ ગ્યતા મારામાં નથી એ વિશે મને શંકા નથી. એ યોગ્યતા જે મારામાં હોત તો તમે ભવિષ્યને માટે મારે વિષે જે આશાઓ બતાવી છે તે મેં આજે જ સિદ્ધ કરી હત. મને આશા છે કે હિંદુસ્તાનમાં એમના ઘણું શિષ્ય જાગશે, જેમણે એમનાં દર્શન નહિ કર્યા હોય, જેમણે એમનાં શરીરની નહિ પણ એમના મંત્રની ઉપાસના કરી હશે. આ પવિત્ર ભૂમિમાં કોક તો એવો જાગશે જ. કેટલાક લેકે કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે? હું એ વિષે નિર્ભય. છું. એમણે પિતે કરવાનું હતું તે કરી લીધું છે. હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે. આપણે એ કરીશું તો એમને તો કશું કરવાનું રહેલું નથી. એમને જે આપવાનું હતું તે એમણે આપી દીધું છે. હવે આપણે એ કરવાનું રહેલું છે. બારડેલીને માટે મને માન આપે છે તેમને ઘટતું નથી. કેઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયાને પેલી દુનિયા વચ્ચે ઝોલાં ખાતે હોય, તેને કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે, અને એ માત્રા ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વરથ થાય, એવી
૨૯૨
Page #307
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી દશા હિંદુસ્તાનના ખેડૂતની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જે ઘટતું હોય તો તે જવ આપનારને છે. કંઈકે માન પેલા ચરી પાળનાર દદીને ઘટે છે–જેણે સંયમ પાળે અને તેમ કરીને હિંદુસ્તાનનો પ્રેમ મેળવ્યું, અને જેના પ્રતિનિધિ તરીકે મને આજે તમે માન આપે છે. બીજા કોઈને માન ઘટતું હોય તે મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે, જેમણે મને કદી પૂછવું નથી કે કાલે તમે કર્યો હુકમ કાઢશો ? આવતી કાલે તમે શું કરવાના છો? ક્યાં જવાના છે? તેની સાથે સમાધાનની વાત કરવાના છે? ગવર્નરના ડેપ્યુટેશનમાં કોને કોને લઈ જવાના છે? પૂને જઈને શું કરવાના છો ? જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખે, સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને તાલીમ બતાવી છે, એવા સાથીઓ મને મળ્યા છે. એ પણું મારું કામ નથી. આવા સાથીઓ પાક્યા છે, જેમને સાર ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે. આમ જે આ માનપત્રમાંનાં વખાણું વહેંચી આપવામાં આવે તો બધાં વખાણુ બીજાને ભાગે જાય, અને મારે ભાગે આ કેરે કાગળ જ રહે એમ છે.
યુવકસંઘનું માનપત્ર જોઈને મારું દિલ લાગણીથી ભરાઈ ગયું છે. અમદાવાદના યુવકને જે હું સમજાવી શકું તે કહું કે તમારે આંગણે ગંગાને પ્રવાહ વહે છે. પણ ગંગાકાંઠે વસનારાઓને ગંગાની કિંમત નથી હોતી. હજારે માઈલથી લોકે ગંગામાં નહાઈ પવિત્ર થવા આવે છે. આજે જગતમાં પવિત્રમાં પવિત્ર સ્થાન ઈ હોય તો તે આ અનેક પ્રવૃત્તિવાળા શહેરમાં નદીને સામે કાંઠે છે, જ્યાં જગતમાંથી અનેક સ્ત્રીપુરુષે પવિત્ર થવા આવે છે. જુવાનને પવિત્ર થવાને આ અવસર મળે છે. જુવાને જે સમજે તો એ ગંગામાંથી બહાર જ ન નીકળે.'
ખેડૂતને માટે મેં કામ કર્યું તેને માટે મને માનપત્ર શું? હું ખેડૂત છું. મારી નસેનસમાં ખેડૂતનું લોહી વહે છે. જ્યાં જ્યાં ખેડૂતને. દુઃખ પડે છે. ત્યાં ત્યાં મારું દિલ દુભાય છે. હિંદુસ્તાનમાં જ્યાં ૮૦ ટકા લોકે ખેડૂત છે ત્યાં યુવાનને ધર્મ બીજું શું હોય? ખેડૂતોની સેવા કરવી હેય, દરિદ્રનારાયણનાં દર્શન કરવા હોય તે ખેડૂતોનાં ઝુંપડાંમાં જાઓ. બારડોલીની લડતમાં યુવકસંઘે ભારે ફાળો આપ્યો છે. મુંબઈના યુવાએ શરૂઆત કરી. ત્યાંની બહેનોએ આવીને સ્થિતિ જોઈ અને ચોધાર આંસુ પાડ્યાં. તેમણે મુંબઈ શહેરને જાગ્રત કર્યું. પછી સૂરત અને અમદાવાદમાં યુવાનોમાં પણ ચેતન ફેલાયું છે. એ ચેતન જે ક્ષણિક ન હોય, એ પ્રકાશ દીવાની જ્યોત જે નહિ પણ સૂર્યના જે સ્થાયી હોય, તે દેશનું
૨૯૩
Page #308
--------------------------------------------------------------------------
________________
આસ્ટોલી સત્યાગ્રહના ઇતિહાસ
કલ્યાણ થવાનું છે. દેશનું કલ્યાણ નથી મારા હાથમાં કે નથી ગાંધીજીન હાથમાં, તમારા યુવાનેાના હાથમાં છે. દરેક દેશમાં સ્વતંત્રતા યુવાને એ મેળવેલી છે, પચાવેલી છે,. અને ભવિષ્યના યુવાને આપેલી છે. આ માનપત્રના અ એ છે કે એ કામ તમને પસંદ છે, તમારું દિલ પલળેલુ છે. મારી ઉમેદ છે કે ખાકીનું. જે મહાભારત કામ રહેલું છે તે આપણે સાથે મળીને કરીએ. હું પ્રભુ પાસે માગું છું કે તમે જે અતિશયાક્તિભર્યાં શબ્દો મારે માટે વાપર્યાં છે તેને માટે તે મને યાગ્ય મનાવે, અને તમે પેાતાને માટે જે ઉમેદો બાંધી છે તે ખર લાવવાની તમને શક્તિ આપે. પ્રભુ તમારું કલ્યાણ કરે.
સત્યાગ્રહનું રહસ્ય પચાવે
આખી ઉજવણીના ઉપસંહાર તરીકે ગાંધીજીનું અમદાવાદનું ટૂંકું અને ટચ ભાષણ સમુચિત છેઃ
આજના મેળાવડાની અંદર ન મને આવવાની આવસ્યકતા હોય, ન મને એક શબ્દ ખાલવાનું પ્રત્યેાજન હોય. વલ્લભભાઈ ને માનપત્ર અપાય. અને એમાં મારા જેવાની હાજરી હોય અને મને ખેાલવાનું કહેવામાં આવે એના અર્થ એ કે અમે બને ભેળા થઈને તમારી હાજરીમાં અને તમારી સંમતિથી એક પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવીએ અને તેના અમે એ જણા સભાસદ બનીએ. એ અમદાવાદના ચતુર શહેરીઓએ ઘડીભર પણ સહન ન કરવુ જોઈ એ.
વલ્લભભાઈ નામે અને સાખે પટેલ છે. બારડોલીના વિજય મેળવીને એમણે પટેલની સાખ કાયમ રાખી. જે માલધણી પેાતાની સાખ કાયમ રાખે તેને કાઈ માનપત્ર આપે એવું જાણ્યું સાંભળ્યું નથી. મંગળદાસ શેઠ પેાતાને ત્યાં આવતી બધી હૂંડી સ્વીકારે તે માટે આપણે તેમને કેટલાં માનપત્ર આપ્યાં ? અને હૂંડી ન સ્વીકારે તેા તમે શું કરે તે નથી. જાણતા.
તમે જો વિજયને માટે ધન્યવાદ લેવા માગેા કે આપવા માગેા તે વિજયનું ખરું રહસ્ય સમજો, અને સમજીને અનુકરણ કરો. ખરી રીતે કહું તેા તમારાથી જેટલું, હજમ થઈ શકે તેટલું પચાવા. પણ અનુકરણમાં જ સફળતા નથી રહેલી, અને અક્ષરશઃ અનુકરણ સહેલુ પણ નથી હોતું. પ્રસ`ગપ્રસંગમાં સામ્ય ભલે દેખાય, પણ જેમ મનુષ્યમનુષ્યમાં વ્યક્તિત્વ, રહેલું છે તેમ પ્રસંગામાં પણ પાતપેાતાનું વ્યક્તિત્વ રહેલું છે, એટલે જે માણસ સત્યાગ્રહના પ્રસંગોને સમજી, સિદ્ધાન્તનું રહસ્ય સમજી, તેને પચાવે, તેને અનુવાદ કરી તેને વનમાં ઉતારે તે જ સફળતા મેળવે
૨૯૪
Page #309
--------------------------------------------------------------------------
________________
અમૃતવાણી
અસહંકાર, સત્યાગ્રહ, સવિનય ભોંગ જેવા શબ્દોનું કરાવાર નામ લેવાય છે, એને નામે જેમ સારાં કામ થયાં છે તેમ કેટલીવાર જ્હાં કામ પણ થયાં છે. એનું નામ લઈએ છીએ, કારણ દરેક પક્ષના કાર્યકર્તામાં સ્વરાજની જીંંખના રહેલી છે: પણ માત્ર ૐંખનાથી અર્થ નથી સિદ્ધ થઈ શકતા. તરસ્યા માણસની તરસ તરસ તરસ’ પાકા નથી છીપતી, પણ તળાવ, કૂવા ખાદાવે અથવા તેમાંથી પાણી મંગાવે, એટલે તરસ છીપવાના ઉદ્યમ કરેલે જ છીપે છે. તેમ તમે અહીં સત્યાગ્રહની સ્તુતિનાં વચન સાંભળી કૃતકૃત્યતા માનશે! તેા ભૂલ કરવાના છે.
એટલે મારી તમને વિનંતિ છે કે તમે સત્યાગ્રહનું રહસ્ય સમજો. આરડેલીમાં વલ્લભભાઈ પટેલને વિજય નથી થયા, સત્ય અને અહિંસાને વિજય થયા છે. જો એ તમને ખરેખર થયું છે એમ ભાસતું હેય તા એને પ્રત્યેક કાર્યમાં તમે પ્રયાગ કરો. એ પ્રયાગથી તમને સફળતા મળરો જ એમ તેા હું ન કહી શકું. ઈશ્વરે આપણને ત્રિકાળદર્શી નથી કર્યાં એટલે સફળતા સાચી મળી છે કે નહિ એની આપણને ખબર નથી પડતી. માણસ સફળ થયા કે અફળ થયા તે આખર સુધી ક્ડી નથી રશકતા. એટલે જ મણિલાલ પેાતાનું અમર વાકચ કહી ગયા છે: કઈ લાખા નિરાશામાં અમર આશા છુપાઈ છે.' એટલે નિરાશ થઈને, નિષ્કામ ભાવથી જે સત્ય અને અહિંસાની વલ્લભભાઈ એ આરાધના કરી તે સત્ય ને અહિંસાની તમે પૂર્ણ આરાધના કરશેા તેા તમને જયમાળા પહેરાવનારાં તે મળી જ રહેશે.
Page #310
--------------------------------------------------------------------------
Page #311
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાર્ધ ફળ?
Page #312
--------------------------------------------------------------------------
Page #313
--------------------------------------------------------------------------
________________
બારડેલી તપાસસમિતિની સાથે ગયા ભાગમાં તપાસસમિતિ કેવી રીતે નિમાઈ અને શ્રી. વલ્લભભાઈએ તે કેવી શરતે સ્વીકારી એ જણાવ્યું છે. ૧૮ મી ઓકટોબર ૧૯૨૮ ના ઠરાવથી કમિટીની નિમણૂક જાહેર થઈ અને તા. ૧લી નવેંબરથી મિ. બ્રમણિીલ્ડ (ન્યાયખાતાના અમલદાર) અને - મિ. મેકસવેલ (મુલકી ખાતાના અમલદાર) પિતાના કામ ઉપર
ચડવા, અને પહેલું પખવાડિયું રિપોટી વાંચવાની અને આરંભિક તૈયારીમાં ગાળ્યું. પાંચમી તારીખે અમલદારોની સાથે એક ગુફતેગુ થઈ જે દરમ્યાન મુંબઈના પ્રસિદ્ધ એડવોકેટ શ્રી. ભૂલાભાઈ દેસાઈએ લોકપલ કહી સમજાવ્યું. તપાસનું કામ તા. ૧૪મી નવેંબરે શરૂ થયું, અને જાન્યુઆરી મહિનાની આખરની તારીખે બારડોલીમાં અને ફેબ્રુઆરીની આખરની તારીખે ચોર્યાસી તાલુકામાં પૂરું થયું.
. શ્રી. વલ્લભભાઈની ઇચ્છા મુજબ લોકોના તરફથી હકીકત રજૂ કરવાનું કામ ભાઈનરહરિ પરીખ, રામનારાયણ પાઠક અને મેં માથે લીધું હતું. અમને મદદ કરનારા તો પુષ્કળ ભાઈઓ હતા – શ્રી. મેહનલાલ પંડયા, કલ્યાણજીભાઈ, ચેખાવાળા, વગેરે. એમની મદદ એવી કીમતી હતી કે અમારાં પત્રકો વગેરેની અને બીજી તૈયારી જોઈને અમલદારોને અદેખાઈ થતી, અને ઘણીવાર કહેતાઃ “તમારા જેવી તૈયારી અમારી પાસે નથી, સરકારે એવી સગવડ અમને નથી કરી આપી. તમને તે આખે તાલુકે મદદ કરવાને તૈયાર છે.” આનંદની વાત છે કે પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરતાં અમલદારોએ જે કાગળ લખ્યો છે તે કાગળમાં તેમણે અમારી સાથેના પિતાના સંબંધને “અતિશય મીઠા સંબંધ” તરીકે વર્ણવ્યો છે, અમે આપેલી મદદને “કીમતી મદદ તરીકે વર્ણવી છે, અને લોકોની વૃત્તિ “તદ્દન વિરાધ વિનાની, અને અમારી તપાસમાં અમે આશા નહોતી રાખી એટલો સહકાર આપવાની' તરીકે વર્ણવી છે.
વાચકને સ્મરણ હશે કે સત્યાગ્રહના આરંભમાં ચોર્યાસી તાલુકાને લડતમાં જોડવાની સૂચના લઈને કેટલાક ખેડૂતે બારડોલી આવ્યા હતા, અને તેમને સમજાવીને શ્રી. વલ્લભભાઈએ પાછા
૨૯૯
Page #314
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
શ્રી. વલ્લભભાઈ એ
ચેાર્યાંસીને અન્યાય
"6
વાળ્યા હતા. ત્યારપછી અનેક ભાષણેામાં -સરકારની નીતિ ઉધાડી પાડતાં કહ્યું હતું : થયા છે એમ કબૂલ કરતા હૈ। તા તેને આજથી જ ન્યાય આપે, તેણે તેા લડત પણ માંડી નથી. તમે તે તેણે પૈસા ભર્યાં તેને અવળેા અકરીને એમ સમજાવવા માગેા છે કે ત્યાં થયેલા વધારા ન્યાયી હતા એમ લેાકેા માને છે.'' લેાકાને શ્રી. વલ્લભભાઈ એ વારવાર કહેલું, અને તા. ૧૯મી જૂન ૧૯૨૮ ને રાજ ચોર્યાસી તાલુકાના ખેડૂતાની આગળ ભાષણ આપતાં પણ કહેલું : તમારા ચાસી તાલુકાના પ્રશ્ન તા શરૂઆતથી આરડાલી સાથે સંકળાયેલા છે જ, અને આ લડતમાંથી આરડાલીને જે કાંઈ ઇન્સા મળે તે ચેાર્યાંસીને મળ્યા વિના રહેનાર નથી. . . . ખારડાલીના ખેડૂતે જે દુઃખ ખમશે તેને પરિણામે જો ન્યાય મળશે તે સાથે તમને પણ મળવાને છે એ ખચીત માનજો.'' આ વચને સાચાં પડવાં, અને ખારડોલીની સાથે ચેાર્યોસીને પણ પોતાને થયેલા અન્યાય સાબિત કરવાની તક મળી. સાહે। અમને વારંવાર પૂછેઃ તમે ચાૉંસીમાં પણ આવવાના ?' અમે કહીએ, ‘હા.' એટલે તેમને આશ્ચય થાય. ચાર્યાંસી સત્યાગ્રહમાં ભળેલેા નહિ, છતાં સત્યાગ્રહીઓનું ત્યાં શું લાગે વળગે ? ' એમ તેમને થતું હશે. પણ અમે જ્યારે આગ્રહપૂર્ણાંક કહ્યું કે લેાકેા ઇચ્છે છે કે અમારે તેમના તરથી પણ કૈસ રજૂ કરવા, એટલે સાહેના મનનું સમાધાન થયું. એટલે ચેાર્યાસી તાલુકાનાં ગામેાની તપાસ દરમ્યાન પણ અમે જ હાજર રહ્યા હતા. ખારડાલીમાં ૫૦ ગામે અને ચેાર્યાંસીમાં ૨૦ ગામેા તપાસાયાં.
C
"C
તપાસ દરમ્યાન દરેક અઠવાડિયે ‘· નવજીવન ’માં હું તપાસના હેવાલ મેાકલતા. એ હેવાલ જેમના તેમ છાપવાની ઇચ્છા પહેલાં તે હતી, કેટલાક ‘નવજીવન'ના વાચકે પણ એવી ઇચ્છા બતાવી હતી, પણ સામાન્ય વાચકના ધૈય ઉપર એથી બહુ માટે માજો પડે એમ સમજીને એ વિચાર માંડી વાળ્યેા. આ પછીનાં પ્રકરણેામાં સામાન્ય વાચકને રસ પડે એવી રીતે આખી તપાસનું અને તેના પરિણામનું સામાન્ય વર્ષોંન આપવામાં આવ્યું છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૧
આરંભના દિવસા
તા.પ્રાસકમિટીનું કામ નીચેના શબ્દોમાં સરકારી હુકમમાં
“સહરહુ અમલદારોએ ખારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લેાકાની નીચેની ફરિયાદની તપાસ કરી રિપેટ કરવા
(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલા મહેસૂલના વધારા લૅ ડ રેવન્યુ કોડ પ્રમાણે વાજખી નથી,
(ખ) સદરહુ તાલુકાઓ વિષે જે રિપેર્ટો બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીકત ખાટી છે;
અને જો એ અમલદારાને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તે જૂના મહેસૂલમાં કેટલા વધારા અથવા ધટાડો થવા જોઈએ તે જણાવવું.” પૂનામાં જ્યારે સમાધાનીની શરતે લખાઈ ત્યારે તપાસસમિતિએ કરવાના કામ વિષેને ઉપર ખર। શ્રી. વલ્લભભાઈ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા ગાંધીજીએ એ જ ખરા શ્રી. મુનશી અને ખીજા સજ્જનેાને આપ્યા હતા –– અને સરકાર તરફથી એ જ ખરડા અક્ષરશ : સ્વીકારવામાં આવ્યા.
આમાં જણાવેલા બે મુદ્દાઓમાંથી પહેલા મુદ્દા ઉપર શ્રી. ભૂલાભાઈ દેશાઈ એ ચર્ચા કરી હતી, અને જણાવ્યું હતું શ્રી. જયકર અને મિ. ઍંડનની ભલામણા ગણાતના આંકડાને આધારે કરવામાં આવી છે, અને ગણેાતના આંકડા પ્રમાણે ભલામણ કરવી એ લેંડ રેવન્યુ કેાડની ૧૦૭મી કંલમ પ્રમાણે ખરેાબર નથી; એ કલમમાં તેા જમીનમાંથી થતા નફા ઉપર જ
૩૦૧
―
Page #316
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
મહેસૂલ નક્કી કરવાનું ઠરાવ્યું છે, અને ચેાખ્ખા નફે નક્કી કરવાને માટે ગાતના આંકડા નકામા છે; ચેાખ્ખા નફા તા ખેડૂતને થતી ઉત્પન્નમાંથી તેને થતા ખર્ચ બાદ કરીને જ કાઢી શકાય. વળી ગણાતની ઉપર આધાર રાખી શકાતા હાય તાપણુ તે તે। ત્યારે જ રખાય કે જ્યારે સેટલમેન્ટ મેન્યુઅલ પ્રમાણે ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ બહુ મેાટુ' હાય. મિ. ઍડસને ખારડાલી તાલુકામાં ૩૩ ટકાથી તે ૫૦ ટકા સુધી જમીન ગણાતે અપાયેલી છે એમ કહ્યું છે તે તદ્દન કપાળકલ્પિત છે અને માંડ ૬-૭ ટકા જમીન ખરી ગણાતે અપાઈ છે.
આરંભના ૧૦-૧૫ દિવસ તે અમને એમ લાગ્યું કે અને અમલદારાની મૂંઝવણ એ હતી કે આ તપાસ કરવી શી રીતે? પહેલે જ દિવસે જે ગામ તપાસ્યું ત્યાંનાં ગણાતના આંકડામાં' ભારે ગેટાળેા તેમને જણાયા. ગણેાતના જેટલા આંકડા હેાય તેમાંથી શુદ્ધ ગણાતના આંકડા તારવવા જોઈએ એવી સેટલમેન્ટ મૅન્યુઅલમાં સેટલમેટ અમલદારાને સૂચના છે. એ રીતે આંકડા તારવવામાં આવે તે મૂળ આંકડા કરતાં એ આંકડા ઓછા થાય. હવે શ્રી. જયકરના દાવા એવા હતા કે એમણે તેા બધાં જ ગણાતના આંકડા તપાસેલા અને તારવેલા. પણ પહેલે જ દિવસે અમે તપાસ કરનારા અમલદારાને બતાવી આપ્યું કે શ્રી. જયકરના આંકડા તા તારવી કાઢવા વિનાનાં કુલ ગણાતના આંકડા કરતાં પણ વધારે છે. તેમને આશ્ચર્ય તે થયું, પણ શું કરે? તેમણે પેાતાના શિરસ્તેદાર પાસે પુરીથી બધાં દફતર તપાસાવીને કુલ ગણાતે અપાયેલી જમીન તપાસાવરાવી. એનું પરિણામ કેવું આવ્યુ તે કમિટીના અમલદારા પેાતાના જ રિપેર્ટોમાં આ પ્રમાણે જણાવે છે :
જમીન
જાંચત
કચારી
જયકરના આંકડા (શુદ્ધ તારવેલાં ગણાતના)
આકાર
ક્ષેત્રફળ
એકર ગુંઠા
૧૨૭–૧ ૬
૪૯–૧૪
૩૦૨
રૂા. આ.
૫૭૪ –૪
૩૯૭-૧
ગણાત
શ.
આ
૧૯૨૧-૮
૨૩૪૬-૦
Page #317
--------------------------------------------------------------------------
________________
આરંભના દિવસે તારવ્યા વિનાનાં કુલ ત્રણેતના ખરા આંકડા જરાયત ૬૨–૩૬
૨૩૯–૮ ૩૯૭–૧ : યારી
નથી મિશ્ર ૬૬–૧૫
૪૦૧–૧૩ ૧૮૭૫-૭ જિરાયત ૪૩–૩૭
૧૯૫–૧૫) કથારી ૨૨–૧૮ '
૨૦૫–૧૪) આમ તારવ્યા વિનાના કુલ આંકડાની રકમના” કરતાં 'તારવેલાં ગણતની રકમ ઓછી હોવી જોઈએ તેને બદલે, અમારા બતાવ્યા પ્રમાણે, તપાસ અમલદારેને સ્વતંત્ર તપાસ ઉપરથી પણ, એ રકમ બહુ વધારે માલૂમ પડી. આમ તપાસમાં પ્રથમગ્રાસે મક્ષિકા' જોઈને જ અમલદારે ચેત્યા. જોકે અરેબર ચેતવાને માટે અમલદારને લગભગ પંદર દિવસ લાગ્યા. -ન્યાયાધીશે હમેશાં ગુનેગારને નિર્દોષ માની લઈને જ તપાસ કરવી જોઈએ એ ન્યાયનો સિદ્ધાંત છે, અને એ ન્યાયને અનુસરીને બંને અમલદારે શ્રી. જયકર અને મિ. અંડર્સનેની કશી ભૂલ થઈ નથી એમ જ માનીને આરંભમાં વર્તતા લાગતા હતા. પણ મિ. બ્રમફીલ્ડ એથી આગળ જઈને એમ માનતા જણાયા કે ખેડૂતો તે જૂઠું જ બોલે, ત્યારે અમને આશ્ચર્ય થયું. આરંભને જ એક દિવસે અમારે એમની સાથે સહેજ ચકમક ઝરી હતી. મેં કહ્યું: “તપાસ થઈ જ નથી. એટલે મિ. બ્રમશીલ્ડ કહેઃ
હા; એમ ખેડૂતો કહે છે. જગતમાં બધે જ ખેડૂતો એવી વાતો કરે છે.” મેં કહ્યું: “તે સાચા છે કે ખોટા એ તપાસવાની તમારી ફરજ છે.” એટલે એમણે પાછું પૂછયું: “ત્યારે શું આ ગામે શ્રી. જયકર આવેલા કે નહિ?” કહ્યું: “હું શું જાણું? તમે ખેડૂતોને પૂછી જુએ. પણ ખેડૂતે જૂદા જ છે એમ માની બેસશો તે ખેડૂતોનું કશું વળવાનું નથી.” * થોડા જ દિવસ પછી જ્યારે મોટી ભટલાવ નામના ગામે મિ. બ્રમણીલ્ડ આવ્યા અને લોકોને પૂછયું: “અહીં જયકર
આવ્યા હતા?” અને પટેલલાટી બંનેએ જવાબ આપેઃ • “સાહેબ, જયકરનું મેં જ કોણે જોયું છે ?” ત્યારે તેમની આંખ
૩૦૩
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ ઊઘડવા માંડી. વળી આગળ વધીને સવાલ પૂછળ્યોઃ “આ લોકો જાણે છે તે ખરાને કે જયકર કોણ છે?' - એટલે લોકોએ કહ્યું ,
જયકર પ્રાંત અમલદાર હતા એમ સાંભળ્યું છે, પણ એમનું મેં જોયું હોય તો ખબર પડે ના કે એ કોણ હતા ?” પટેલતલાટીને આ બેધડક જવાબ મેળવીને જ મિ. બ્રમણીલ્ડ આભા બન્યા. આ પછી તે તેમણે ઘણે ઠેકાણે એની એ જ તપાસ કરી, એના એ જ જવાબ મેળવ્યા; બીજાં ગામોએ પણ આફવા ગામની જેમ કુલ તારવ્યા વિનાનાં ગણતના આંકડા અને શ્રી. જ્યકરના તારવેલા આંકડા તપાસ્યા, પણ બધે જ એમને જયકરના આંકડા ઢંગધડા વિનાના લાગ્યા. છે એટલે અમલદારની આગળ સમસ્યા એ ઊભી થઈ કે જે ગણોતના શ્રી. જયકરે તૈયાર કરેલા આંકડા છેક ખોટા જ હોય તે શું બધે નવાં પત્રક તૈયાર કરવા કે ગણોતના ઉપર આધાર રાખવાનો વિચાર માંડી વાળ. આરંભમાં એમણે એકબે ઠેકાણે અમને કહ્યું: “તમે નાતોટાના આંકડા આપવાના હતા તે કેમ થયું ?' એટલે અમે એ આંકડા આપવા માંડયા. એ આંકડામાં ખોટ આવે એટલે એ જોઈને અમલદાની મૂંઝવણ વધી. સરણમાં એવો નિશ્ચય કર્યો કે આ આંકડા વિષે અમારી અને ખેડૂતોની સખ્ત ઊલટતપાસ કરવી અને આંકડા ખોટા પાડવા. એ. ઊલટતપાસથી તે તેઓ આંકડા બેટા ન પાડી શક્યા એમ આપણે આવતા પ્રકરણમાં જેશું, પણ એ આંકડા ખોટા ન પડ્યા, એટલે કાંઈક બીજો રસ્તો કાઢવો જોઈએ એવા નિશ્ચય ઉપર તેઓ આવ્યા. આ નિશ્ચય ઉપર આવતાં પણ તેમને ત્રણેક અઠવાડિયાં ગયાં હશે એમ લાગે છે; અને એ નિશ્ચય ઉપર આવીને એમણે પહેલા મુદ્દાને એ જવાબ કા કે ન કાઢવાની રીત અનેક છે જેમાંની એક શુદ્ધ ગણોત તપાસવાની છે, અને તેથી ગણોત ઉપર આધાર રાખવામાં કલમ ૧૦૭નો ભંગ થતો નથી. છતાં તેમણે પોતાના રિપોર્ટમાં એટલું તો કબૂલ જ કર્યું કે આ તાલુકામાં ગણતે આપવાને રિવાજ ઓછો છે,
૩૦૪
Page #319
--------------------------------------------------------------------------
________________
૧ લુ
આરંભના દિવસે
અને જમીન જવલ્લે જ ગણાતે અપાય છે, એટલે નફે શોધવા માટે ગણાત ઉપર આધાર રાખવામાં સેટલમેંટ અમલદારાએ કલમ ૧૦૭ના અક્ષરને નહિ તે આત્માના ભંગ કર્યો છે.
આ સાથે બીજી એક ખાખતને નિર્ણય પણ તેમણે આપી દીધા. અમારા તરફથી વાંધા લેવામાં આવ્યેા હતેા કે ૧૦૭ મી કલમ પ્રમાણે ખેતીની જમીનની કિ ંમતના નહિ પણ જમીનના નફાને જ વિચાર, મહેસૂલ ઠરાવતાં, થવા જોઈએ. આ વાંધે તપાસઅમલદારે એ રદ કર્યાં, પણ સાથે સાથે જણાવ્યું કે જમીનની કિંમત, તેમાંથી થતા નફા દર્શાવનારી ન હેાય તેા, એ કિંમત ઉપર આધાર રાખવાના કરશે! અર્થ નથી, અને ખીજે કાંય નહિ તે ખારડેાલીમાં તેા જમીનની કિંમત નફા કેટલા થાય તે ખતાવી શકતી નથી. કારણુ વરાડ જેવા ગામમાં એક જમીનના ટુકડાના એકરે ૧૫,૦૦૦ રૂપિયા અપાયેલા તેમણે જોયા, જ્યારે તેની આવક કશી જ નહેાતી. ખીજાં ઘણાંખરાં વેચાણા જ્યાં મેાટી રકમે જમીન ખરીદવામાં આવી હતી ત્યાં મેટી રકમ આપનારા દક્ષિણ આફ્રિકાવાળાએ જ હતા. એટલે તેમણે એ અનુમાન આંધ્યું : “ આટલી મેટી કિંમત આપનારાએ જમીનમાંથી થતા નફાના અથવા રાકેલી મૂડીમાંથી ઉત્પન્ન થનારા વ્યાજના વિચાર કરતા નથી.”
Page #320
--------------------------------------------------------------------------
________________
તાલુકાની સામાન્ય સ્થિતિ પહેલા પ્રકરણમાં જણાવ્યું તેમ ગણતના આંકડાની
* શુદ્ધતા વિષે તે તેઓ ક્યા, પણ તાલુકાની સામાન્ય હકીકત વિષે પણ તેમને શંકા થવા લાગી. કેટલેક ઠેકાણે તો તેમને તેમના તલાટી જે આંકડા આપતા હતા તેમાંથી જ શ્રી. જયારે આપેલી હકીકત તોડનાર પુરાવો મળી રહેતો હતો, અને કેટલેક ઠેકાણે તેમની આંખ શ્રી. જયકરના રિપેટની હકીકત ખોટી પાડતી હતી. દાખલા તરીકે મહેસૂલ વધારવાનાં કારણોમાં એક કારણ રસ્તા સુધર્યા છે અને તાપી વેલી રેલ્વે નીકળી છે એ આપવામાં આવ્યું હતું. રસ્તા કેટલા સુધર્યા છે એ એમણે આંખે જોયું, અને પોતાના રિપોર્ટમાં લખ્યું :
“રસ્તા સુધાર્યા છે એમ શી રીતે કહી શકાય, જ્યાં સુધી અગાઉ તે કેવા હતા એ અમે જાણતા નથી? પણ ત્રણ મહિના આ તાલુકામાં રખડ્યા પછી અમે એટલું તો કહી શકીએ છીએ કે અમને એ રસ્તાઓને - બહુ સુખમય અનુભવ તે નથી જ થયે. તા મુખ્ય રસ્તાઓમાંને એક પણ રસ્તો – સરણથી નવસારીને રસ્તો પણ – સારા રસ્તા તરીકે ન જ વર્ણવી શકાય. ક્યાંક ક્યાંક ઠીક ભાગ આવે છે, પણ ઘણુંખરા ભાગ તે એવા છે કે એ રસ્તે એથી જરાક ખરાબ હોય તે એને કઈ રસ્તાનું નામ જ ન આપે. બળદગાડાં એના ઉપરથી જઈ શકે છે અને મોટર ચાલી શકે છે એટલું જ વધારેમાં વધારે એ રસ્તા વિષે કહી શકાય.” - રેલવે વિષે તો અમે બતાવી ચૂક્યા હતા કે ૧૮૯૬ ની જમાબંધી થઈ ત્યારે પણ રેલ્વેને ધ્યાનમાં લેવામાં આવી હતી. એ જ વસ્તુ સાહેબએ નોંધી છે અને જણાવ્યું છે:
ટાખી વેલી રેલ્વેથી ખેડૂતોને થતા નફાનુકસાનમાં કંઈ ફેર પડી ગયો છે. એવું અમને નથી જણાતું.”
Page #321
--------------------------------------------------------------------------
________________
તાલુકાની સામાન્ય સ્થિતિ - ખૂબી તો એ છે કે જે રેલ્વેથી આજે પણ કશે લાભ નથી ચત એમ આ અમલદારો કહે છે તે જ રેલવેમાંથી થનાર ન ધ્યાનમાં લઈને ૧૮૯૬માં દર બાંધવામાં આવ્યા હતા. એટલે એ દર પણ કેટલા આકરા હશે! પણ એ દર કેટલા આકરા નહતા તેનો નિર્ણય કરવાનું આ અમલદારોનું કામ નહોતું એટલે એવી નોંધ તેઓ શેની જ કરે!
- મોટરો દાખલ થવાથી તે ખેડૂતોને નફે થવાને બદલે ખોટ ગઈ છે એમ અમે ચોર્યાસી તાલુકાનાં એકબે ગામોમાં સ્પષ્ટ બતાવી શક્યા હતા. ગાડાંની મજૂરી મળતી તે પછી થઈ અને ઘોડા માટે લીલું ઘાસ ખપતું તે ઓછું થયું – અને એ વાત અમલદારેને પણ બરાબર લાગી છે. | બજારેને વિષે શ્રી. જ્યારે તે કશો વિચાર જ કર્યો નહોતો. આ અમલદાર બધે જ બજારની તપાસ કરતા, કપાસ ક્યાં વેચો છે, ઘાસ ક્યાં વેચો છે, બીજી વસ્તુઓ ક્યાંથી લાવે છે, એવા એવા સવાલો પૂછતા. પરિણામે એઓ એવા નિશ્ચય ઉપર આવ્યા કે ઘણો કપાસ લેકે નવસારી ને જલાલપોર લઈ જાય છે, લોકોને રસ્તાની બહુ પડી નથી, પણ જ્યાં ભાડાના પૈસા જેટલું પણ વધારે મળે ત્યાં તેઓ જાય છે. પણ શ્રી. જયકરે બારડોલી, મઢી, વાલોડ, કમાલ છોડ અને બુહારીનાં જન જાણે સરખાં જ અગત્યનાં હોય એમ વાત કરીને મઢી, વાલેડ, કમાલ છોડ અને બુહારી અને તેની પાસેનાં ઘણાં ગામના દર વધાર્યા હતા તે વાતની ઉપર સારી ટકોર કરી. એ બીજો જનોમાં કશું દૈવત નથી, કમાલ છોડનું બંધ થયું છે, બુહારીમાં કપાસ થતો નથી અને બુહોરીના જીનનો કોઈ ભાવ પૂછતું નથી એવો અમે પુરા રજૂ કર્યો હતો તે સાહેબોએ સ્વીકાર્યો અને શ્રી. જયકરે ચડાવેલાં ગામડાંના વર્ગો રદ કર્યા. છે. શ્રી. જયકરે “ઘાસ તે ઢગલેઢગલા થાય છે અને સૂરત બજારમાં વેચાવા જાય છે, જ્યાં તેની ખૂબ કિંમત આવે છે? એમ લખેલું. બારડોલીનાં ૫૦ ગામો તપાસ્યાં ત્યાં કયાંયે સાહેબને એક તણખલું ઘાસ બહાર જતું હોય એમ ન માલૂમ
३०७
Page #322
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ પડયું. એક ગામે તે ઘાસની ગંજીનાં ગાડાં ભરીને લેકે જતા હતા એટલે સાહેબએ તુરત પૂછયું, “આ ગાડાં ક્યાં જાય છે ?” તેમને જવાબ મળ્યો, “બીજા ગામના લેકની જમીન આ ગામે છે, તેઓ ઘાસ કાપીને પોતાને ઘેર લઈ જાય છે.” આમ છતાં સાહેબે બહુ સાવધાનીથી લખે છેઃ
સંભવ છે કે અમને ઘાસના વેપાર વિષે ખેટી ખબર આપવામાં આવી હોય, પણ સૂરતમાં તે ચોર્યાસી તાલુકાનાં અને પાસેના ગાયકવાડી ગામનું. જ ઘાસ આવે છે એ વિશે શંકા નથી, અને ઘણાં ગામમાં તે ઘા હેરના ઉપગપૂરતું જ છે.”
શ્રી. જયકરે બીજાં વધારાનાં જે કારણે આપ્યાં છે તેમને પણ સાહેબએ ઠીક નિકાલ કરી નાંખ્યો. ખેતીની મજૂરી બમણું થઈ છે એ કારણ તથા સામાન્ય ભાવ વધ્યા છે એ કારણ તે મહેસૂલ વધારવાને માટે નહિ પણ મહેસૂલ ઓછું કરવાને માટે અપાવું જોઈએ એમ અમલદારો જણાવે છે. દૂધાળાં ઢોરનો. વધારે, રાનીપરજ લેકની સ્થિતિમાં સુધારે, સુંદર ઘરે, અને કપાસના ભાવ એ બીજા કારણે તરીકે જણાવવામાં આવ્યાં. હતાં. વસ્તીની વધઘટ વિષેના અમારા બધા ખુલાસા સાહેબને પસંદ પડથા. એક ઠેકાણે વસ્તીગણત્રી થઈ તે દિવસે બે જાન આવી હતી એટલે વસ્તી વધી ગઈ એ કારણુ સાહેબને બહુ નોંધવા જેવું લાગ્યું, અને એકંદર રીતે સાહેબને જણાયુંઃ
“બારડોલીમાં જે વસ્તીને વધારે થયેલો દેખાયેલો છે તે નજીક છે. ચોર્યાસીમાં વધારો થયું જ નથી. એટલે આ જમાબંધીમાં વસ્તીની વાત તો વિચારવા જેવી લાગતી જ નથી.”
ઘરને વિષે સાહેબોએ જણાવ્યું :
“અમે કેટલાંક ઘરે જોયાં, અને કણબી અને અનાવલાનાં ઘરે અમને સારાં લાગ્યાં. અને એ ઘરે આબાદી નહિ તે લેકે ખાધેપીધે સુખી છે - એમ તે બતાવે છે. પણ આ મોટાં ઘરમાંનાં ઘણાંખરાં દક્ષિણ આફ્રિકાવાસીઓનાં છે, અને જમીનના નફામાંથી નથી બાંધવામાં આવ્યાં વળી મોટાં ઘરે આબાદીની નહિ પણ ઉડાઉપણાની અને ખાલી ભપકાની નિશાની છે. વળી બારડોલીમાં ઘરમાં અર્ધા ભાગમાં તે ઢેર પણ વસે છે, અને માળ ઉપર દાણેદુણી અને કચરું ભરવામાં આવે છે, એટલે મોટાં ઘરે જઈને આબાદીનું અનુમાન બાંધવું એ બરાબર નથી.”
Page #323
--------------------------------------------------------------------------
________________
તાલુકાની સામાન્ય સ્થિતિ - ઢોરને વિષે એક વસ્તુ સાહેબેએ પિતાની તપાસને કારણે જાણવાજેવી શોધી કાઢી એમ કબૂલ કરવું જોઈએ. શ્રી. જયકરે ૧૯૦૪-૦૫ના આંકડા અને ૧૯૨૪-૨૫ ના આંકડા સરખાવીને આબાદી બતાવી હતી, પણ સાહેબોએ ૧૮૮૪–૯૫ ના આંકડા લીધા, ૧૯૦૪-૦૫ના આંકડા લીધા અને ૧૯૨૪-૨૫ ના લીધા, અને બતાવ્યું કે ૧૯૦૪-૦૫ ના આંકડામાં જે વધારો થયેલો દેખાય છે તે વધારે નથી, પણ ૧૯૦૪-૦૫ માં તો છપનિયા દુકાળને પરિણામે જે મેટો ઘટાડો થયેલો તે ઘટાડે જ પુરાયો છે, અને ૧૮૯૪-૯૫ માં જે સંખ્યા હતી તે ૧૯૨૪-૨૫ના જેટલી જ હતી. તે આ પ્રમાણેઃ
બારડોલી :
૧૮૯૪-૯૫ ૧૯૦૪-૦૫ ૧૯૨૪-૨૫ ખેતીનાં ઢોર ૧૮,૩૪૮ ૧૧,૨૩૪ ૧૮,૧૨૭ ગા
૮,૮૩૫ ૬,૩૭૦ ૮,૨૮૩ ભેંસ
૮,૯૭૭
૭,૪૩૯ ૧૦,૮૫૪ ગાડાં
૫,૭૩૨ ૪,૩૫ર ૬,૦૫૫
ચોર્યાસી ખેતીનાં ઢેર. ૫,૧૧૪
૫,૮૨૨ ગાય ૨,૪૭૮
૨,૧૦૧ ૩,૩૪૨
૪,૭૧૯ ગાડાં ૧૯૪૫
૨,૩૪૭ - આ ઉપરથી એમણે એ અનુમાન કાઢયું કે જ્યાં સહેજસાજ વધારા થયા તે પણ નજીવા છે અને તે પણ માત્ર ભેંસમાં જ છેડે વધારે થયો છે. રાનીપરજની સ્થિતિ વિષે લખતાં આજકાલની દારૂ નિષેધની પ્રવૃત્તિ સાહેબોને બહુ ખળભળાટવાળી લાગી, પણ બારડોલીમાં ચાલતાં આશ્રમની ખાદી પ્રવૃત્તિ અને તે દ્વારા થતી શુદ્ધિપ્રવૃત્તિ એમને વ્યવસ્થાસર અને સીધે રસ્તે ચાલતી લાગી. આમ એ લોકમાં સુધારાનાં ચિહનો તો દેખાય છે, પણ “શ્રી. જયકર કહે છે તેટલો જલદી અથવા તેટલો દેખીતે સુધારે થયો છે' એ વિષે તો સાહેબેને શંકા છે.
ભેંસ
૩૦૯
Page #324
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઈતિહાસ
ભાવ વધ્યા છે તે વિષે તો અમે ગામેગામે બતાવી આપ્યું તે સ્વીકારી લઈને સાહેબ લખે છે કે કપાસના ભાવના ઉછાળાએ તો લેકનું ઉજાળ્યું નહિ પણ નખેદ વાળ્યું કહેવાય, કારણ એ ભાવોથી તણાઈને મોટાં મોટાં ગણેત આપ્યાં, એમાં કણબીઅનાવલા પણ મૂરખ બન્યા, અને ગણોતનો સટ્ટો ચાલ્યો.
આખરે વધેલા ભાવ ઉપર શ્રી. જયકરે કરેલા વધારા વિષે સાહેબોએ જણુવ્યું:
એમણે ૩૩ ટકા ઠરાવ્યા તેના કરતાં ૨૦, ૧૫ કે ૧૦ ઠરાવ્યા હોત તોયે ચાલત, કારણું બધું મંડાણ અટકળ ઉપર જ બંધાયેલું હતું, અને મિ. ઍડસને કહ્યું છે તેમ મિ. જયકરે મુખ્ય દરવાજે જ ખુલ્લો રહેવા દીધે.”
ભાવોને વિષે બોલતાં અસાધારણ વર્ષોના ભાવ ધ્યાનમાં લેવા ન જોઈએ એવો પણ ખેડૂતોનો એક વાંધો હતો. તે વિષે સાહેબ રિપોર્ટમાં જણાવે છેઃ
જુવારના ભાવ ૧૮૯૭, ૧૯૦૦, ૧૯૦૮, ૧૯૧૨ અને ૧૯૧૪માં એક જ હતા, અને ૧૯૨૮ માં એના એ હતા. ભાતના ભાવ પણ ૧૯૨૮માં ૧૯૧૪ના જે હતા તે જ હતા. એટલે ૧૯૧૪ થી તે ૧૯૨૪ના ગાળામાં જે ભાવ હતા તે સાધારણ હતા, એટલું જ નહિ પણ ભાત, જુવાર વગેરે, અનાજના ભાવ તો લડાઈ પહેલાં હતા તેના કરતાં બહુ વધશે એવી વકી નથી. કપાસની વાત જુદી છે. ૧૯૨૪ પછી ઓછામાં ઓછા ભાવ ૧૯૧૪ ના કરતાં ૩૩ ટકા વધારે છે, અને હવે કદાચ ભાવ નહિ ઊતરે. પણ જુવાર અને ભાત તે ખાવાને માટે જ વપરાય છે. વળી ખાવાની વસ્તુ સસ્તી મળે તે તો મારીના ભાવ પણ ઘટવાને સંભવ છે, અને ખેતીનાં ખર્ચ પણું એાછાં થાય. એટલે બહુ નિરાશાને કારણ નથી. પણ શ્રી. જયકરે જે, વધારે ભાવના વધારાને આધારે કર્યો છે તે તે ટકી શકે એમજ નથી.*
આમાં જુવાર અને ભાત સિવાય બીજી હજાર વસ્તુ ખેડૂતને જોઈએ છે, અને એ બધી વસ્તુના ભાવ વધ્યા છે તે વાત સાહેબએ ધ્યાનમાં જ ન લીધી, અને ખેતીની મજૂરી, બળદ, ઓજાર, ગાડાંના ભાવ ત્રણચારગણા વધ્યા છે એવો પુરાવો અમે આપે છતાં તે ઉપર ધ્યાન ન આપ્યું. એ વાત ધ્યાનમાં લેત તે તાલુકામાં ૬ ટકાનો વધારો તેમણે કર્યો તે વધારે તેઓ ન કરી શકત.
Page #325
--------------------------------------------------------------------------
________________
ખેતીને ને! ખેતીમાંથી નફો થાય છે કે નહિ એને નિર્ણય કરવાને
આ માટે શે આધાર હોવો જોઈએ એ વિષે અમારે મત અમે જણાવી ગયા. એ મત પ્રમાણે અમે બધે નફાતોટાને હિસાબ આપવા લાગ્યા. દરેક ઠેકાણે જે હિસાબ આપતા હતા તે અહીં આપવાની જરૂર નથી, પણ નમૂનાની ખાતર અમે કેટલી વીગતમાં ઊતરતા હતા અને કેવી રીતે અમારા હિસાબ આપતા હતા તે અહીં જણાવવાની જરૂર છે. એ જણાવીશું એટલે બૂમફીલ્ડ કમિટીના રિપોર્ટમાં અમારા આંકડા વિષે શી ટીકા થઈ છે અને તેમાં કેટલું વજૂદ છે તે પણ સમજાશે. સરભેણ ગામમાં અમે આપેલા આંકડા આ પ્રમાણે હતાઃ
સરાસરી ઉત્પન્ન ૬૪ મણ કપાસ
, ડાંગર , જુવાર
તુવર, મગ, વગેરે કઠોળ
, વાલ . છે. ૧,૬૦૦
પૂળા ધાસ કપાસના પાકના આંકડા આ ગામમાં અમે બહુ ચોકસ એટલા કારણસર આપી શક્યા હતા કે એ ગામમાં કપાસ વેચનાર સહાયકારક મંડળ મારફતે બધે કપાસ વેચાયા હતા, અને એ મંડળને મળેલા કપાસના ચાર વર્ષના આંકડાની સરાસરી ૬ . મણની આવતી હતી. ભાવ પણ બીજાં બધાં ગામે કરતાં સારે
એકરે
૩૧૧
Page #326
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
હતા. - —–૨૪ મણના રૂ.૧૮૬ લેખે. એ જ ભાવ અમે ઉત્પન્નની કિંમત આપતાં ગણ્યા.
એક ખેડૂત પાતાની જમીન કેટલી ખેડે, ગણાતે કેટલી ખેડે, અહારગામની કેટલી ખેડે, એના સરવાળા કાઢીને એક જોડ બળદે સરાસરી કેટલી જમીન ખેડાય છે એ અમે એ ગામને વિષે કાઢયુ. અને તલાટીના તૂલવારી પત્રક ઉપરથી, એ એક હળે અને બળદજોડે ખેડાતી જમીનમાં જુદાંજુદાં તૂલેાનેા હિસાબ કાઢવો તે આ પ્રમાણે કુલ ખેડાતી જમીન ૧૯ એકર, તેમાં ૮ એકર કપાસ, ૩ એકર જુવાર, ૨ એકર ક્યારી, ૪ એકર ઘાસ અને ર એકર ચરણ.
આ પ્રમાણુ જણાવીને આટલી જમીન ખેડનાર ખેડૂતને સરભેાણમાં કેટલી આવક ગયા વરસમાં થઈ હતી તે અમે જણાવ્યું. આમ કરતાં તણખલેતણખલું જેટલું ખેડૂતના ખેતરમાં પાકે તેની આવકને અમે હિસાબ આપ્યા
રા. આ.
૩૮૭–૮ કપાસ ૫૦ મણ (૨ ૧૮૬ ભારને ભાવે) ૭૨-૦ જુવાર ૩૬ મણ (મણના રૂ. ૨)
૪–૮ જુવારની કડબ ૪૫૦ પૂળા (દર સેકંડે રૂ.૧) ૬-૦ તુવર વગેરે કંઠાળ ૩ મણ (મણના રૂ.૨ ) ૯૫-૦ ડાંગર ૭૦ મણ ( હારાના રૂ. ૯-૮ને ભાવે) ૧૨-૦ વાલ ૧૨ મણ (મને રૂ. ૧)
૩-૦ દિવેલા ૧ મણ (મણુના રૂ. ૩)
૪-૮ જુવારના ટાલાં અને તૂવરનું ગેતર ૧૦- ભાતના પૂળા ૨,૦૦૦ (હજારે રૂ. ૫) ૧૦-૦ વાલનું ગેતર ૧૫ મણ (રૂપિયે ા મણુ ) ૬૪-૦ ઘાસના પૂળા ૬,૪૦૦ (હજારે રૂ. ૧૦)
કુલ ૬૬૮-૨
(ચરણના હિસાબ ન ગણ્યા, કારણ બળદની જોડને ખે એકર ચરણુ ચાલી રહે. ખ માં પણ ચરણુતા ખચ ન ગણ્યા.)
૩૧૨
Page #327
--------------------------------------------------------------------------
________________
ખેતીને ન! . હવે આટલી ઊપજ મેળવવાને માટે ખેડૂતને ખર્ચ કેટલું થાય તેના આંકડા આ પ્રમાણે આપ્યાઃ
રા. આ. ૨૧૫-૦ બળદ જોડની ઉપર ખર્ચ ૧૫૧-૦ દૂબળાનું ખર્ચ ૧૮૩-૮ મજૂરી (આમાં દૂબળ મજૂરી કરે તે નથી ગણી,
અને ઘરનાં માણસો કરે તે રોકડ મજૂરી લેતાં હોય
એવી ગણત્રી કરી.) ૧૬-૮ બી . ૮૧–૦ ખાતર ૨૪-૦ ખેતીનાં ઓજારેની મરામત ૧૧૧૦-૧૨ બળદ અને ખેતીનાં ઓજારો ઉપર ઘસારો અને વ્યાજ
૭૮૧-૧૨
૬૬૮-૮
૧૧૩–૪ બેટ
આમ ખેડૂતને ૧૧૩ રૂપિયા ૪ આના ખોટ જાય, અને એ ઉપરાંત ધારે ભરવાને તો ઊભે જ રહે. આ બધા ખર્ચના આંકડા કેવી રીતે ગણવામાં આવ્યા તેની વિગત પણ અહીં જ આપી દઉં છું :
સરભાણ ગામમાં જણાવેલા એક હળે ૧૯ એકરની ખેતીમાં થતા વાર્ષિક ખર્ચની વિગતઃ -૨૧૫) ૧. બળદોડનું આખા વર્ષનું ખચ .
૧૨૦) ઘાસ ૧૨,૦૦૦ પૂળા, દા. રૂા. ૧૦) ૧૫) ચોમાસામાં ગોવાળિયાના ખર્ચના ૩૦) ગેતર મ. ૬૦, દા. રૂપિયાનું બે મણ ૨૫) ગુવાર મ. ૧૧, દા. રૂા. ૨
૩૧૩
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
અડાલી સત્યાગ્રહને ઇતિહાસ . - પંરા ખેાળું મ. ૫, . રૂા. શા( ૩ મીઠું મ. ૩, દા. રૂા. ૧).
‘જા તેલ મ. ૦-૫, દા. રૂ. ૧૨) ૫) ગેળ, ધી, અજમો, કાંદા, વગેરે પરચૂરણ
૨૧૫)
ચોમાસામાં બળદને ક્યારીમાં કામ કરતાં બહુ જ મારી પડે તેથી તેલ, ઘી, ગોળ વગેરે ખવડાવવામાં આવે છે. ૨. દૂબળાનું ખર્ચ ૧૧૨ા ખેરાકી ખર્ચ તથા તમાકુ, દસ માસના રોજના
ત્ર પ્રમાણે ૧૩ જેડા તથા કપડાં , , ૨૫) વરસમાં દસ માસ કામે આવે તે સિવાયના દિવસોમાં
ખેરાકી માટે ઉપાડ કરે તથા બૈરાંછોકરાંનાં કપડાં, મહેમાનનું ખર્ચ, માંદગીનું ખર્ચ વગેરે અંગે વરસમાં. ઉપાડ કરે તેના
૧૫
૧૮૩ ૩. ખેતીની મજૂરીનું રેકડ ખર્ચ
૫૬) કપાસ એકર ૮ માં એકરે રૂ. ૭) પ્રમાણે. તેની વીગતઃ
૧ દાભડે કોદાળવાયાં ૫ માણસ, દા. ૧ બા વલવામાં જ માણસ, દા. મેં ૫) નીંદવામાં ૨૦ માણસ, દા. ૦૧
* ૧૮ કપાસ વીણવાના મણ ૫૦)ન, દા વાત મણના ૨૨ા જુવાર એકર ૩માં એકરે રૂા. છા પ્રમાણે, તેની વિગતઃ
૧ દાભડે કેદાળવામાં ૫ માણસ, દા. ૦ વલવામાં ૧૫ માણસ, દા. શા ૩) નીંદવામાં ૧૨ માણસ, દાળ રા ટોયાના (પંખીઓને ઉડાડનાર)
૩૨૪
/
Page #329
--------------------------------------------------------------------------
________________
ક
'
..' પ્રતીને ના ૪૨) ભાત (ડાંગર) તથા વાલમાં મજૂરી બે એકરની, એકરના.
રૂ. ૨૧) પ્રમાણે ૧) આંતા કરવામાં . માણસ, દા. ૦ ૫) રેપણુમાં ૧૬ માણસ, દા. ૩) નીંદામણમાં ૧૦ માણસ, દા. ૦ ૬ વાઢવા તથા બાંધવામાં ૨૦ માણસ, દા. ૧)- ઝુંડવામાં ૩ માણસ, દા. વાત્ર ' ૧ વાલમાં નીંદામણ ૭ માણસ, દા. ૧ વાલમાં વઢવાના ૬ માણસ, દા. ૭ : ૧) વાલ ઝૂડવામાં ૩ માણસ, ૬. ત્રિ
૨૧) ૧૦) વાડના રા ૬ એકર ઘાસિયા જમીનમાં જંપલાં દવા તથા કાંટા
વીણવામાં એકરે ૧ માણસ, દા. ૦ ૩૨) ઘાસકટાઈ ૬,૪૦૦ પૂળાના, દે, રૂ. ૫) હજારના
૧૬
૧૮૨ા ૪. બીજું ખર્ચ
૪ કપાસિયા એકરે શેર ૧૬૪૮મણ ૩-૮, દા, શા
૨) જુવાર તથા કઠોળ મણ ૧, ત્રણ એકરમાં - ૬) ભાત મણું ૪ એકરે ૨ મણું, દા. ૧૫
૩) વાલ મણું ૩) એકરે ૧૫ મણું, દા. ૧) આ દિવેલા મણું એકરે શેર ૫), દા. ૩)
૧૬ ૮૧) ૫. ખાતર
૪૮) કથારી ૨ એકરમાં ૪૮ ગાલ્લી, દા. ૧)
૩૩) જરાયતમાં દર વરસે સરેરાશ ૩ ગાલ્લી પ્રમાણે કુલ - ૩૩ ગાલ્લી, દી. ૧)
૮૧). ૨) ૬. ગાલી તથા ઓજારેની સમરામણી ૧૦) સુતાર તથા લુહારને મજૂરી
૩૧૫
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ .
૪) આંક નંગ ૨ ૨) લેટું ૩ નાડી, નામણ, જેતર જા દિવેલ મણું તો
૧૧
૨૪) , ૭. બળદ, ગાલી, દૂબળે, હળ, લાકડાં, વગેરેને
ઘસારો તથા વ્યાજ ૪૦) બળદોડને ઘસારે, એક જોડ ૭ વરસ કામ આપે તે
હિસાબે ૧૩ રૂા. ૩ä૦)નું કાપતું વ્યાજ ૧૦) ગાલ્લી રૂા. ૧૫૦)ની ૧૫ વરસ ચાલે
દા રૂા. ૧૫૦)નું કાપતું વ્યાજ ૧૭) ઓજારેને ઘસારે ,
કા રૂ. ૧૦૦)નું કાપતું વ્યાજ ૧૦) દૂબળાને ઘસારે રૂા. ૨૦૦)ની કિંમતને ૨૦ વરસ કામ
આપે
૯) રૂ. ૨૦૦)નું કાપતું વ્યાજ
૧૧૦
૭૮૧ાાં
આ આંકડા, હું પહેલા પ્રકરણમાં બતાવી ગયો તેમ, પ્રથમ તો સાહેબને ખોટા પાડવાની ઈચ્છા થઈ અને તે ગરીબ ખેડૂતની ઊલટતપાસથી ખોટા પાડવા એમ ધાર્યું, અને તે હેતુથી સરભોણુ અને વડોલી ગામમાં તેમણે ખૂબ ઊલટતપાસ કરી. સરભોણના જે અનાવલા ખેડૂતની ઊલટતપાસ કરી. તે તો સાહેબએ રિપોર્ટમાં પણ ઉતારી છે અને તેની ઉપર ટીકા કરી છે એટલે તે અહીં આપવી આવશ્યક છે. વડોલીમાં તો એક દૂબળાને તપાસવામાં આવ્યો હત–એટલા હેતુથી કે દૂબળાની ઉપર જે ખર્ચ બતાવવામાં આવે છે તે બરાબર છે કે નહિ. એ ઊલટતપાસ દૂબળા જેવી અભણ, અજ્ઞાન તથા ગરીબડી પ્રજામાં પણ સત્યાગ્રહથી કેટલું તેજ આવ્યું હતું તે
૩૧૬
Page #331
--------------------------------------------------------------------------
________________
૩ જી
ખેતીને નફે? બતાવવા માટે પણ આપવા જેવી છે. અનેક ખેડૂતે સાહેબની આગળ બેઠેલા હતા તેમાંથી મકનજીભાઈને પસંદ કરવામાં આવ્યા અને તેમની તપાસ શરૂ થઈ. દોઢેક કલાક સુધી એ તપાસ ચાલી.
૧૫ એકર ૧૦ ગુંઠા કપાસ, ૧૨ એકર ૨૫ ગુંઠા ઘાસ, ૬ એકર જુવાર, ૨ એકર ૩૯ ગુંઠા ભાત, ૩૦ ગુંઠા ઘઉં, ભાતના જેટલા વાલદિવેલા, ૨ એકર ૨૩ ગુંઠા કઠોળ, એમ એમની જમીન લખાઈ
તમારી પાસે હળ કેટલાં ?” .
બળદ કેટલા ?”
બે જોડ. આમાંથી ૧૬૯ની કિંમતે નાનાં ગોધાં આ. વર્ષે વેચી દીધાં.”
ત્યારે આ વર્ષે બધી જમીન એક જોડે ખેડે છે ?'
હા; પણ ૧૦ એકર ૧૯ ગુંઠાના ત્રણ નંબર મેં આ વર્ષે છેડી દીધા, અને ઓરણીની મોસમમાં મેં સેંઢલ કરી હતી.”
વારુ, ત્યારે તમને ભાત, કપાસ, જુવાર, કડબ, ઘાસ કેટલાં પાક્યાં ?”
ભાત પંદર હારા; કપાસ 8ા ભાર; જુવાર બે ગાલી; વાલ ૧૪ મણ; તુવર ૩ મણ; મગ પોણે મણ; ચોળી ૧ મણ; ૨૫,૦૦૦ ઘાસના પૂળા એકવડા; ૧,૨૦૦ પૂળા કડબ, ૪૦ મણ ગોતર; ૩,૦૦૦ પૂળા ભાતના.”
કપાસ શા ભાવે વેએ ?” ૧૮૬ ના ભાવે સસાઈટી મારફતે.” “ઘાસ કેમ વેચ્યું ?”
ઘાસ તો વેચાયું જ નહોતું.” “પણ કિંમત શી આવત ?” પાંચ રૂપિયા.” એની કિંમત અગાઉ વધારે આવતી ખરી ?”
ગયે વરસે ૬ હતી, તેને આગલે વર્ષે સાત હતી, પેલે વર્ષે છા હતી.”
૦૧૭
Page #332
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ “વાલનો શે ભાવ ઊપજ્યો?” વાલ તે ઘરમાં વપરાયા.' તમારી પાસે ઢેર કેટલાં છે?” ૩ ભેંસ, ૧ પાડી, ૪ ગાય, ૩ વાછડી, ૪ બળદ.” બળદને માટે તમારે બહારથી કેટલી વસ્તુ લાવવી પડી ?” “ગુવાર, ખેળ, તેલ, ઘી, મીઠું, હળદર, ગોળ વગેરે ચીજો.”
“બળદને માટે જ તમે આવી સારી વાની રાખી છે કે ગાયભેંસોને પણ ખવરાવો ?”
બળદને માટે જ, સાહેબ.' “ગુવાર કેટલા?”
બધે એક જોડીને ખર્ચ ગણાવું છું. ૩૪ રૂપિયાના ગુવાર, ૨૫ રૂપિયાને ખોળ; ૧૦ રૂપિયા તેલથીના; રો રૂપિયાનું મીઠું.”
મીઠું' સાંભળીને સાહેબ ઍક્યા. બળદ મીઠું ખાય ?
બળદને મીઠું એના ખોરાકમાં અનેક વસ્તુ સાથે ખવડાવવામાં આવે છે એ સમજાવવામાં આવ્યું.
“બળદને માટે જુદું મીઠું લાવ્યા હતા ?
“જુદું શા માટે ? ૧૦ મણ લાવ્યો હતો. તેમાં અ ઘરમાં ગયું અને અધું ઢોરને માટે વપરાયું.'
‘દૂબળા કેટલા હતા ?”
ગયે વર્ષે ચાર દૂબળા હતા.' ‘દૂબળાનો ખર્ચ કેટલો આવે? વર્ષે ૧૫૦ રૂપિયા.' . એ કેવી રીતે?
રોજના છછ આનાની ખોરાકી લેખે ૮ રૂપિયા.' (પોતાને સુધારીને મહિને ૧૧ રૂપિયા કહ્યા.)
‘દૂબળાને કેટલું રોકડ અને કેટલું અનાજ આપે ?”
ખાધાખાઈ આપીએ તે ઉપરાંત તે ૨૫ રૂપિયા સુધીને ઉપાડ કરે, અને ૧૫ રૂપિયાનાં કપડાં અને જેડા.”
૩૧૮
Page #333
--------------------------------------------------------------------------
________________
ખેતીને ન! ૨૫ રૂપિયા ઉપાડના તો તમે ધીરે ને? એ તે એને ખાતે લખાય ને ?”
ખાતે લખાય, પણ પાછા વળે કયે દિવસે? કદાચ દૂબળે એચાર રૂપિયા કાપણી વખતે વાળે.
ખાતર કેટલું ખરીદેલું?”
૪ર રૂપિયાનું ખાતર. ૩૫ રૂપિયાનાં બકરાં બેસાડેલાં અને ૭ રૂપિયાનું છાણું લીધેલું. આ ઉપરાંત ઘરનું ખાતર તો હતું જ.”
વડલી ગામમાં સાહેબ એકાદા દૂબળાને પકડી તેની દષ્ટિએ કેસ સાંભળો છે એમ કહેતા કહેતા આવ્યા હતા, એટલે
એક દૂબળાને પકડી આણવામાં આવ્યા. સુખલો દૂબળો જાણે પિતાના ઘરમાં જ ઊભો હોય તેમ સાહેબની સામે ઊભે, અને પિતાના ધણિયામાની – બારડોલીમાં દૂબળાનો માલિંક ધણિયામાં કહેવાય છે – સાથે વાત કરતે હોય તેમ વાત કરવા લાગ્યો. સત્યાગ્રહની ચળવળ દૂબળાઓમાં પણ કેટલું તેજ આપ્યું છે તેની સાક્ષી પૂરતો સુખલો સાહેબનાથી જરાયે અંજાયા વિના ઉજળિયાતને લજવે એવી હિંમતથી જવાબ આપે ગયો.
તારા ધણિયામાનું નામ શું ?” મણિ કહન.” તારું ખાતું એને ઘેર કેટલું?” મારી પાહે તણહે રૂપિયા માગે.' ' “કેટલાં વરસ થયાં તું રહ્યો છે ?” પાંચ, છ હાત વરહ થયાં હે જ તો.” તું તારા ધણિયામાને દર વરસે કેટલું વાળે ?”
બઉ બઉ તે વરહે પાંચ રૂપિયા. પાછેર રૂના બે પહા મલે અને બે જણે મળીને ૧ મણ કપાહ વણીએ. ઘાહના હો પૂળે પાવલી અને ધણિયામાને ઘેર તણું આના.'
તને તારે ધણિયામે શું આપે ?'
રોજ બહેર જુવાર, બે વખત ખાવાનું, અને તણ વખત તમાકુ ચા પીવાની હૈ મલે જ તે.”
૩૧૯
Page #334
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ તારી બૈરીને પણ મળે કે?”
હા જ છે. મારી બરીને પણ બે વખત ખાવાનું, જુવાર અને તમાકુ મળે, કામ કરે તો.
‘પણ તે પણ આવી રીતે કામ કરે છે ?' ના, રેજ હાની કામ કરે? ઘરનું કામ એય ની!”
આ બશેર જુવાર તું વેચાતી લાવે તે તને શી કિંમત પડે ?”
તણું આના વાણિયાને તો પડે.”
“આ જુવાર બશેર તને પૂરી ભરીને આપે છે કે ઓછી મળે ?'
મારા ગામમાં તે પૂરી જ મલે.. “તને બે વખત ખાવાનું મળે તેની શી કિંમત પડે ?”
મને હું ખબર પડે? હું તો બે વખત ખાઉં તે જાણું.”
પણ તારે ઘેર ખાય તો ખરચ થાય ને? તે પરથી ગણીને કહે ની ?'
- “મારે ઘેર હું ખરચ થાય ? ઘરમાં તો અમે જુવારનું ભડકું પીએ.”
બીજું શું મળે ?' બે પિતડી, બે બદન, એક પિછાડી, ડે.” “જેડાની કિંમત ?”
“કિંમત કોણ આપે? ધણિયામે જ આપે છે. પાંચ રૂપિયાના જેડા મલે. (એક અપશબ્દ બોલીને) મારો ભાઈ તે. બે જેડ પણ ફાડે, મને એક જ જેડ જોઈએ.'
બાળકનાં કપડાં માટે પૈસા જોઈએ તે ક્યાંથી લાવે ?' “ધણિયામા પાહે જ તો.” ‘દૂબળો કેટલો ઉપાડ કરે ?”
માણહ ઘરમાં ઓછો એય તો વહ રૂપિયા. મેં તે આ વરહમાં અત્તાર લગણમાં જ ૧૬ રૂપિયા ઉપાડેલા છે.' આ બધા રૂપિયા તારે ખાતે મંડાય તે તું વાળશે કે ?'
૩૨૦
Page #335
--------------------------------------------------------------------------
________________
ખેતીને ન મરા તીઆરે જ તો! અને મરું તીઆરે પણ દહ રૂપિયા ખાંધિયાને પીવાના મળે. પિયરું મરે તે હાત રૂપિયા, અને હું મરું તો દહ રૂપિયા.”
પણ આટલી ઊલટતપાસ કરીને બીજાં ગામેએ તેમણે ઊલટતપાસ કરવી બંધ કરી. એક ઠેકાણે તેઓ બોલ્યા: “આમ બેટ જ બતાવ્યા કરે તે ખેડૂત જીવે શી રીતે ?' મેતા ગામમાં જ્યાં આવા આંકડા પહેલી જ વાર આપવામાં આવ્યા હતા ત્યાં આને જવાબ આપવામાં આવ્યો હતો, છતાં અમલદારો એ આંકડા શંકાની જ નજરે જોવા લાગ્યા. એટલે કમાલ છોડ ગામે અમે એક ખેડૂતના એક વર્ષના આવક અને ખર્ચના ગણતરીના નહિ, પણ ખરા આંકડા આપ્યા, અને તેને ભેંસના દૂધઘીથી થતી કમાણીના આંકડા આપીને અમે બતાવવાનો પ્રયત્ન કર્યો કે ખેડૂત શી રીતે પિતાનો નિર્વાહ ચલાવે છે. એ આંકડા બંને અમલદારોએ પિતાના રિપોર્ટમાં આપીને અમારો કેસ નબળે છે એમ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલે એ આંકડા પણ અહીં આપું છું.
કમાલ છોડના રણછોડ મોરારની ખેતીના અને ઢોરઢાંખરની એક વર્ષની આવક અને ખર્ચને હિસાબઃ
ખેતીની આવક અને ખર્ચ
અાવક રેકડ
દાદૂણી રૂ. ૪૬૨૦-૦ કપાસ (રૂ. ૭ ના રૂ. ૯૧-૧૪-૦ જુવાર (પરા ભાવે ૬૬ મણ
ભણ; ૧ રૂપિયે કપાસ વે )
મણ, બજારભાવ.) ૧૦૦-૦-૦ ભાત (૧૦ રૂપિયે
હારા બજારભાવ,
૧૦ હારા) ૫-૦-૦ વાલ (૫ મણ;
રૂપિયા ભાવના) ૨૪-૦-૦ તૂવર (બે રૂપિયે મણુનાદ
ભાવની; ૧૨ મણ) ૩૨૧
૩૨૧
Page #336
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
૩૩-૦-૦ ચારે
૯-૦-૦ કડબ
૯-૦-૦ જુવારનાં ટાલાં ૧૦-૦-૦ પરાળનાં પૂળિયાં ૫-૦-૦ વાલનું ગેતર
— —
૩૩-૦-૦ ૧૦-૦-૦ બળદનું ખાતર
૨૬૩-૧૪-૦ ખર્ચ
દાણે રૂા ૧૫૯-૪-૦ બળદને ખર્ચ + ૫-૦-૦ બળદને વાલનું ગોતર - ૧૦૦-૦-૦ ઘાસ
ઘરનું ખવડાવ્યું ૫૯-૪ ૦ ગવાર,
ધી, મીઠું. ૩૦-૦–૦ દૂબળાને પગાર + ૧૧૨-૮-૦ દુબળાના રેજના પાંચ
આના લેખે ખાધાખાઈના ૧૨-૦–૦ દૂબળાના જડા અને ,
કપડાંના : ૪૬-૧૨-૦ ૧૮૭ મારને ચાર + ૨૩-૬-૦ મજારોને એકવાર ખાવાનું આનાને દરે રેકડી
રેજના બે આના લેખે મજૂરી ૭–૮–૦ કપાસિયા (બીના) + ૭-૮-૦ જુવાર, ભાત અને
• વાલનું બી ૨૪-૦-૦ એજારની સમરામણું ખેતીને સામાન વિ.
૬૦-૦–૦ ખેતીમાં ખાતર ઘરનું ૨૭૯–૮–૦
નાખ્યું. ૨૩૪-૦-૦ *ઘરનાં બે માણસની
* * ખાધાખાઈ
૫૪૨-૦-૦ થરનાં માણસેની ખાધાખાઈને માટે રેકર્ડ લાવેલી વસ્તુને આંકડા કડવાળા ખાનામાં નાંખી શકાય, પણું તેથી બહુ ગૂંચવણું થવાના ભયને લીધે ખાધાખાઈને કુલ ખર્ચ નાંખ્યો છે.
૩૨૨
Page #337
--------------------------------------------------------------------------
________________
ખેતીને ને! બિનખેતીની આવક અને ખર્ચ
આવક
અ-રેકડ , ૨૫૫-૦-૦ ભેંસનું ધી ૬ મણ ૪૨-૦-૦ ઘી, ઘરમાં વાપર્યું
રૂ. ૪રા ના ભાવે ૫૦-૦-૦ ભેંસનું ખાતર
વેવ્યું
અને ઘરનાં
૯૨–૦-૦
ખચ * રોકડ
અ-રેકડ ૧૧૨-૮-૦ કપાસિયા ૭૫ મણ ૨૮-૦-૦ જુવારની કડબ ૧ રૂપિયે ભાવના,
પરાળના પુળી ભેંસને ખવડાવ્યા
ખવડાવ્યાં -૨૪-૧૨-૦ ગુવાર
૮-૦-૦ મેથી - ૬-૦-૦ તલ ૧૦-૦-૦ ભેંસ વિયાઈ તે વેળા
મસાલા વગેરેનું ખર્ચ
કુલ આવક ૪૬૨-૦-૦ રેકર્ડ ખેતીની આવક ૨૬૩-૧૪-૦ દાણદૂણી અને ખાતર - ૨૫૫-૦-૦ ધીની આવક ૯૨-૦-૦ ધી દૂઘ ઘરમાં વપરાયું
તેની કીંમત
કુલ ખર્ચ ૨૭-૮-૦ રેકડ ખર્ચ ૫૪૨-૬-૦ ખર્ચ ઘરના અનાજનું ૧૬૧-૪-૦ ભેંસનું રેકડ ખર્ચ ૨૮-૦-૦ ઘરની કડબ ભેંસને
ખવડાવી તેની કિંમત ૫૮-૭-૦ સરકારધારા અને
કલફંડ ૧૦૬૯-૯-૦
૩-૫-૦ નફો
૧૦૭૨-૧૪-૦
૧૦૭૨-૧૪-૦
આ પત્રકના ઉપર અમે એક નોંધ આપી હતી, જે નોંધ બ્રમણીલ્ડ કમિટીએ પોતાના રિપોર્ટમાં આપી નથી પણ જે જરૂરની છેઃ
રણછોડ મોરાર એક સારો પ્રામાણિક ખેડૂત છે, એની ૨૮ વીધાં જમીનની અને બે ભેંસની આવકને આ હિસાબ છે. . ૨૮ વીઘામાં ૧૭ વીઘાં કપાસ કર્યો હતો અને ૯ વીઘાં જુવાર અને રા વીઘાં કયારી હતી. કપાસ અને સારામાં સારો હતો. ઘાસિયું નહોતું
૩૨૩
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ એટલે તેને બળદ માટે ઘાસ વેચવું પડયું હતું. ૪૦૦ રૂપિયાની જડ બળદ છે, ૧૩૫ રૂપિયાનો દૂબળો છે. એની કિંમત ઓછી પડી છે, કારણ એ પરણેલો નથી. આ દૂબળો ઘરમાં ખાઈપીને ૩૦ રૂપિયા પગાર લઈને રહે છે. ખેડૂતની સાથે તેની સ્ત્રી અને તેને ૧૫ વર્ષની ઉંમરનો છોકરો ખેતરમાં કામ કરે છે. આથી મજૂરી ખર્ચ ઘણો બચે છે. ખાધાખાઈ બે માણસની જ ગણી છે. કારણ સ્ત્રી અને છોકરો અથૅ વખત કામ કરે છે.
ખર્ચ ગણવામાં ઘસારે અમે ગણ્યો નથી.
ખેડૂતને ખેતીમાંથી તે રૂ. ૮૨૧-૧૪ ઓછા ૭૨૫-૧૪ એટલે રૂ. ૯૬ ની ખોટ ગઈપણ એની પાસે બે ભેંસો હોવાથી તેમાંથી રૂ. ૧૫૭-૧૨ને નફો થયે એટલે ખેડૂત ખેતીની ખોટ પૂરી શક્યો અને સરકારધારે ભરી શકો. ખેડૂતનાં બે માણસ અને દૂબળાને ખાધાખાઈ ઉપરાંત ૩ રૂપિયા ૫ આના નફે થયે. એમાંથી કપડાં વગેરેને ખર્ચ શી રીતે નીકળે ? ખેડૂતને કરજ નથી એનું કારણ એ છે કે એની પાસે કદાચ આગલાં વર્ષોમાંથી કાંઈ બચત હશે– ઘર વેચેલું તેમાંથી કરજ વાળીને કંઈ બચ્યું હશે તે હશે–અથવા તો અમે એની જેટલી ખાધાખાઈ ગણી. એના કરતાં એણે ઓછું ખાધું હશે.
* ઘસારો ગણ્યો નથી, પણ જ્યારે બળદ મરે કે નવાં ઓજાર લેવાં પડે ત્યારે તે ખેડૂતને કરજ કર્યા વિના છૂટકે નથી. જ્યારે રૂના ભાવ સારા હતા ત્યારે એ ખેડૂતને ન થતો હશે. ધારો કે ભારનો ભાવ ૨૪૦ રૂપિયા હતી તે ૬૬ મણના એને રૂ. ૬૦. મળત એટલે કે ગયે વર્ષે મળ્યા એના કરતાં રૂ. ૧૯૮ વધારે મળ્યા હોત, એટલે ૯૬ રૂપિયાની ખોટ જવાને બદલે એને ૧૦૨ રૂપિયા ન થાત. એ ઉપરાંત ભેંસનો નફે તે હતું જ.
હવે ઉપરના બંને દાખલાઓ ઉપર તપાસઅમલદારોએ કરેલી ટીકા જોઈએ. સરભાણના મકનજીભાઈના જવાબ ઉપર રિપેર્ટમાં આ પ્રમાણે ટીકા કરવામાં આવી છેઃ
આ માણસને રૂ. ૮૩૭ એના કપાસમાંથી મળ્યા. ઘાસમાંથી કશું ન મળ્યું, કારણ એ વેચી શક્યો નહોતે. આપણે આ માની લઈએ. એના:
૩૨૪
Page #339
--------------------------------------------------------------------------
________________
૩ જુ.
ખેતીને ન! જ કહેવા પ્રમાણે એને રેકંડું ખર્ચ રૂ. ૩૦૫ થયું (રૂ. ૧૪૩ બે બળદ માટે, રૂ.૪૨ ખાતર માટે, અને રૂા. ૧૨૦ ચાર દૂબળા માટે). આ ઉપરાંત એને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવું પડયું હશે, અને ૨૦ એકર ૧૩ ગુંઠા - ગણોતે લીધેલી જમીનનું ગણત-તે ૨૬૦ રૂપિયાથી ૩૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે. ગણોતનો આંકડે એ માણસને પૂછવાનો રહી ગયા એ દિલગીરીની વાત છે. આ પ્રમાણે ભેંસમાંથી એને જે નફે થયો હશે તે ન ગણતાં પણ ૮૩૭ બાદ ૫૦ એટલે ૮૭ રૂપિયા રોકડા એની પાસે રહ્યા. - અને આ ઉપરાંત એને રેજના ૧ શેર ચોખા અને ૬ શેર જુવાર પાડી. અને એક માણસને રજને ખોરાક એક શેર ચોખા અને દેઢ શેર જુવાર મનાય છે. એટલે ચાર દૂબળા અને કુટુંબનાં માણસને માટે વધારે પડતા ચોખા રહેશે, અને કંઈક ઓછી જુવાર રહે છે, પણ એને તે કેક રીતે મેળ બેસાડી શકાય, અને બીજા ખેરાક પર રેકડું ખર્ચ તો - જૂજજાજ જ થાય. પણ હવે ધારે કે જે રીતે બીજા ખર્ચના આંકડા
મૂકવામાં આવ્યા છે તે રીતે આ આંકડા મૂકવામાં આવ્યા હતા તે - બળદનું ખર્ચ રૂ. ૨૦૦ મુકાત, ચાર દૂબળાનું રૂ. ૧૫૦ લેખે રૂ. ૬૦૦નું
ખર્ચ મુકાત, રૂ. ૧૮૦નું ખાતર મુકાત, અને પરિણામે ખોટને સુમાર ન -રહ્ય હેત.”
આ ટીકાની ઉપર શી ટીકા કરીએ ? એમાં કેટલીક સામાન્યમાં સામાન્ય બાબતનું પણ અજ્ઞાન છે, અને કેટલીક વસ્તુ ગણવામાં આવી જ નથી. ખેડૂતને ૧૫ મણ ડાંગર પાકી તે ઉપરથી સાહેબોએ ત્રિરાશિ કરીને હિસાબ કાઢયો કે એને ત્યાં રોજના ૧ શેર ચોખા પાક્યા ! ડાંગર અને ચોખાને ભેદ અમલદારો - શા સાર જાણે? ૧. શેર ચેખા નહિ, પણ ૧ને શેર ડાંગર પાકી અને એમાંથી તે માંડ ૫ શેર ચોખા થાય. એટલે સાહેબોને હિસાબે જ એ માણસનું કુટુંબ અને ચાર દૂબળાને ખાવાના ચોખા વધારે પડતા નહિ પણ ખાવા જેટલા ન મળે, અને વધારે ચેખા લાવવામાં જ એની આખી રોકડ ખપી જાય. આ તો એક વાત થઈ. બીજી વાત એ કે સાહેબ માને છે કે અનાવલાનું ખરચ અને દૂબળાનું ખરચ સરખું છે, અને અનાવલા ગૃહસ્થને શેર ચોખા અને દોઢશેર જુવાર મળી પછી ખાવાપીવાને માટે કશું ખરીદવાનું રહેતું જ નથી! આના જેવું ભીષણ અજ્ઞાન બીજું કયું હોઈ શકે? સાહેબેએ એમના પટાવાળા અથવા ઘેડા
૩૨૫
Page #340
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણઃ
વાળાને પણ પૂછ્યુ હાત તાપણુ કહેત શેરચેાખા અને દાઢશેર જુવારથી સામાન્ય માણસ જીવતા નથી. આ ઉપરાંત રોકડ ખર્ચોમાં રોકડ મજૂરી મકનજીભાઈ એ કેટલી આપી એ તા સાહેબે તેને પૂછવાની તસ્દી જ લીધી નહેાતી ! સાહેબે માને છે કે દૂબળા અને ખેડૂત મળીને બધી ખેતી કરી નાંખી અને એને મજૂર એલાવવાની જરૂર જ ન પડી. પણ એ ખડનાત્મક ટીકા કરવાનું દૂર રાખીને હવે એ જ આંકડામાંથી ખરી સ્થિતિ શી નિષ્પન્ન થાય છે એ તપાસીએ. સાહેબેએ જે આંકડા સ્વીકાર્યાં છે તે જ આંકડા લઈને ખેડૂતાને આવકજાવકને હિસાબ આ પ્રમાણે આવે છેઃ
૧૯ એકર ૩૨ ગુંઠા માલકીની, ૨૦ એકર ૧૨ ગુઠ ગણેાતની, કુલ ૪૦ એકર ૫ ગુઠા જમીન.
આવક
રૂા. ૮૩૭-૦
રોકડ
૧૦૮ મણ કપાસના, છાણા રૂપિયાના ભાવે.
ખર્ચ
રાડ ૧૪૩ બળદનું ખ
૪૨ ખાતર ૧૬૦ ચાર દૂબળાના
૩૪૫+૨૨૫ ગણાત
?
મજૂરીના આંકડા
૩૨૬
દાણે કૂણી
૧૪૨-૨ ૧૨૦-૦ જુવાર
૧૪-૦ વાલ
૯૦૮ દાળ
ભાત
૧૨૪-૦ ધાસ ૧૨-૦ કુંડળ
૧૫–૦ કચરું
૨૫-૦
ગાતર
૪૬૩-૦
Page #341
--------------------------------------------------------------------------
________________
૩
ખેતીને ન! આ ઉપરથી દેખાશે કે મજૂરીને આંકડો ગણવામાં આવ્યો નથી છતાં એ ખેડૂતની પાસે રૂ. ૮૩૭ ઓછા રૂ. ૫૭૦ એટલે રૂ. ૨૬૭ રૂપિયા રોકડા રહ્યા. ઉપરાંત ભાત, જુવાર, વાલ, અને દાળ મળીને ૨૮૬ રૂપિયાની કિંમતનો દાણો એના ઘરમાં રહ્યો, જેમાંથી એને જ દૂબળાનું અને પિતાના કુટુંબનું પિષણ કરવાનું અને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવાનું, એટલે કે ૨૬૭ + ૨૮૬–૧૪૫ = ૩૦૮ રૂપિયામાં એણે પિતાનું, પોતાના કુટુંબનું અને ચાર દૂબળાનું પિષણ કરવાનું! એ પોષણ એ કેમ કરતે હશે તે ભગવાન જાણે! ગાયભેંસમાંથી થતી અને બીજી સગાવહાલાંના પગારની કમાણી વિના એ ખેડૂતની ખેતી અને તેનું જીવન અશક્ય થઈ પડે એ વિષે શંકા નથી.
કમાલ છોડની આવક ખર્ચના આંકડા વિષે ટીકા કરતાં અમલદાર લખે છેઃ
“નફે માત્ર ૩ રૂપિયા ૫ આનાને બતાવ્યું છે, પણ સરવાળે બેટ જ છે એમ કહેવામાં આવે છે, કારણ કપડાને ખર્ચ અને ઘસારે તે. ગણવામાં જ આવ્યું નથી. અમને આટલી બધી નિરાશાજનક સ્થિતિ કલ્પી લેવાનું કારણું લાગતું નથી. અમને એક ઠેકાણે કહેવામાં આવ્યું હતું કે એક જેડ બળદ અને બે ભેંસ મળીને ૧૦૦ રૂપિયાનું ખાતર આપે. આ માણસને ૬૦ રૂપિયાનું જ ખાતર મળે છે એમ જણાવવામાં આવ્યું છે એ ઓછું લાગે છે, એમાં જ ૪૦ રૂપિયા ઓછા બતાવવામાં આવ્યા, જે ગણવામાં આવ્યા હોત તો રૂ. ૫૮-૭ મહેસૂલ ભરવાનું છે તેમાંથી તેટલા. ઓછો થાતના ! પણ સાચી વાત તો એ છે કે એ ખેડૂતને પોતાની જમીનમાંથી રેજના ૭ શેર ચોખા અને પા શેર જુવાર પાકે છે, જેમાંથી. એને બે માણસ, એક સ્ત્રી અને એક છોકરાને જ ખવડાવવાનું છે. આ બધા અનાજની કિંમત જેમાં બાજુએ રૂ. ૧૯૧–૧૪-૦ બતાવવામાં આવી છે. જ્યારે ઉધાર બાજુએ રૂ. ૧૧૨-૮ અને રૂ. ૨૩૪ મળીને રૂ. ૩૪૬-૮ * ખાધાખાઈને બતાવવામાં આવ્યા છે. હવે એ માણસને ખાધાખાઈને માટે રિકડું તો જૂજ જ ખરચવાનું હોય, એટલે કે ૩૪૬-૮ બાદ ૧૯૧–૧૪-૦ ના છેડા જ ટકા જેટલું ખરચવાનું હોય, એટલે એને. કપડાંના અને ઘસારાના પૈસા સહેજે મળી રહે. આમ વિરોધી પક્ષ તરફથી આવતો, આવક ખર્ચની બંને બાજુ મેળવવાની મુશ્કેલીને, આ સરસ દાખલો છે.”
૩૨૭
Page #342
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
આમાં પણ પહેલાના દાખલા જેવું જ અજ્ઞાન છે. ખાતરના ૬૦ રૂપિયા ગણ્યા હતા કારણ કમાલોડમાં ખાતરનેા ભાવ ગાડાના ૧૫ રૂપિયા હતા, અને વરાડ જ્યાં પેલા ૧૦૦ રૂપિયાના આંકડા આપવામાં આવ્યેા હતા ત્યાં ૨ રૂપિયાનેા ભાવ હતા. વળી અહીં પણ ચાખા અને ડાંગર બંનેને એક જ માનવામાં આવ્યાં છે, અને અમલદારા માનતા લાગે છે કે રૂ. ૩૪૬-૮-૦ આછા ૯૬ રૂપિયાની ખેાટ એટલે ૨૪૦ રૂપિયામાંથી દૂબળા, ખેડૂત અને એની સ્ત્રી, અને છેાકરાના ખર્ચ નીકળી શકે અને રૂ. ૫૮-૭ ને સરકારધારે। ભરાઈ શકે.
ભેંસે રાખી શકે ધાસને તે જમા
બીજો જે રોકડ
ખીજી ટીકા એ કરી છે કે આ ખેડૂતને ભેંસના ઘીદૂધમાંથી રૂા. ૧૫૭–૧૨ ને નફા થાય છે તે ખેતીનેા જ નફે છે, કારણ ખેડૂત પેાતાની પાસે જમીન હેાય છે માટે જ છે! પણ જમીનમાંથી જે ઘાસ થાય છે તે આજીએ અમે હિસાબ આપીએ છીએ. પણ ખર્ચ થાય છે તેનું શું? પણ સાચી વાત જ એ છે કે ઘીદૂધની આવક એ ખેતીની આવક છે એ સિદ્ધાન્ત જ બેહૂદો છે અને ખેડૂતાને એ સિદ્ધાન્તની સામે લડી લીધે જ છૂટકા છે. આમ નાતેાટાના અમારા હિસાબને અમલદારેા જરાય અડી શકા નથી એમ અમારું માનવું છે, અને એ ન અડી શકા એટલે જ એની વધારે ખણખાદ ન કરવાના અને ગાતની ઉપર જ આધાર રાખવાના સહેલા માર્ગો એમણે સ્વીકાર્યાં.
કમાલછેાડના ખેડૂતને હિસાબ જે દિવસે અમે રજૂ કર્યાં તે દિવસે અમલદારાની સાથે થયેલી વાતચીત આખા પ્રશ્ન ઉપર સારા પ્રકાશ પાડે છે. એ વાતચીત અહીં આપી દઉં :
સાહેબે એ ખેડૂતને ખેાટ જાય છે એ ધારા કે માની લઇ એ, પણ એટલી જ જમીન એ ગણાતે આપતા હેય તા તેને પ્રાયદા થાય, એટલે મહેસૂલ તેની ઉપર શા માટે ન લેવું?'
-"
અમે : ૮ પણ સાચી વાત એ છે કે એમ ખેડૂતા પેાતાની જમીન ગણાતે આપતા નથી, અને બધા ગણાતે આપે તે ગણે તે યે કાણુ ? ’
૩૨૯
Page #343
--------------------------------------------------------------------------
________________
ખેતીને ન! પણ જે આપે તેને તે ફાયદો થાય જ છે ના?”
પણ એ કેટલા આપે છે એને જ પ્રશ્ન છે. આપ જે -અમને સિદ્ધ કરી આપે કે ૮૦ થી ૯૦ ટકા ખેડૂતો જમીન ગણોતે આપે છે, તો તમે ભલે તેમના ગણોત ઉપર કર લે.”
પણ ગણોત ઉપર મહેસૂલની ગણતરી કરવાનો અમને પણ માહ રહ્યો નથી. અમારું કહેવું તો એ છે કે આકારને માટે કાંઈક આધાર તે જોઈએ જ ના ?. તમે નફાટાની ગણત્રી કરે છે તે ગણત્રી બરોબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસો જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?”
એના કરતાં વધારે કડાકૂટનું કામ ગણોત તપાસવાનું તમને નથી લાગતું ? અને છતાં ગણોતો તે વિશ્વાસપાત્ર મળતાં - નથી ?'
પણ અમે કયાં ગણેતના આધારને વરેલા છીએ? અમે તે કહીએ છીએ કે આવી ગણત્રી કરવામાં તે દરેક ગામડે બેત્રણ અઠવાડિયાં રહેવું જોઈએ.'
“એ તો રહેવું જ પડે છે. સેટલમેંટ ૩૦ વર્ષને માટે કરવું એ કંઈ રમત વાત છે? એને માટે ગામેગામ અને ખેતરે ખેતરે તપાસ કરવી જોઈએ.”
એ વાત તો સાચી. પણ એને માટે કેટલા માણસ જોઈએ, સરકારને પગાર કેટલા આપવા પડે ?”
એ તે આપ જાણે. આપની આગળ તો અમે હકીકત મૂકી. એના ઉપર આ૫ વધારે વિચાર કરજો.”
આ ઉપરથી જણાશે કે મહેસૂલ ગણાતને આધારે ઠરાવવાના સિદ્ધાન્તના મૂળમાં એ વાત ગ્રહણ કરી લેવામાં આવે છે કે બધી જ જમીન ગણોતે આપવામાં આવે તે તેનું અમુક ગણત મળે, અને એ ગણતના ૫૦ ટકા સુધી મહેસૂલ લેવું જોઈએ. પણ બધી જ જમીન ગણોતે આપવામાં આવે તો તે લે કોણ - અને ગણેત મળે ક્યાંથી એ સવાલનો અમલદારે કે સરકાર જવાબ - આપવાની દરકાર કરતી નથી.
Page #344
--------------------------------------------------------------------------
________________
ગંચઉકેલ? આપી મ અમારો નફાતોટાને હિસાબ તો અમલદારે
tu ખોટો ન પાડી શક્યા, પણ મુંઝવાઈ રહ્યા. નાતાલની રજા સુધી એમની એ મૂંઝવણ ચાલુ રહી, છેલ્લા વાતચીત થઈ ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ગણતને અધારે મહેસૂલ ઠરાવવાના સિદ્ધાન્ત ઉપર અમને વિશ્વાસ નથી પણ એ સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ ન હોય, અને અમારો હિસાબ એમને મૂંઝવનારો લાગતો હોય તો એ ગૂંચ ઉકેલવી શી રીતે ? એ ગૂંચ એમણે પાછા ગણતના માર્ગ જ ઉકેલી. એ ગૂંચ ઉકેલતાં એમને ઘણવાતનું દર્શન થયું અને એ વાતની ઉપરનું વિવેચન એ અમલદારોના રિપોર્ટને અમોલો ભાગ છે. અમલદારોની નફોતો શોધવાની દાનત નહોતી એમ નહિ, પણ એ શોધતાં તે તેમને આખું વરસ. કદાચ તાલુકામાં ગાળવું પડે અને અમારા આંકડાને ખૂબ છણવા પડે એટલે એ વાત જ એમણે પડતી મૂકી. માણસ પોતાની જમીન ખેડવાને બદલે અમુક રૂપિયે ગણોતે આપતો હોય તો તેટલી આવક એ એને જમીનમાંથી શુદ્ધ ન થાય છે, અને તેને એટલો શુદ્ધ ન થાય એટલે જે જમીન બીજાને ખેડવા ન આપતાં પોતે જ ખેડે છે તેને પણ એટલો નફે થતો હોવો જોઈએ એમ સ્વીકારી લીધે જ છૂટકે છે એમ અમલદારોને લાગ્યું. એ સિદ્ધાન્તની સાથે લડવાને માટે અમારી લડાઈ નહોતી, અમારે તે ચાલુ કાયદો અને ચાલુ રીતિ પ્રમાણે તપાસ કરવામાં આવે તો પણ બારડોલીને અન્યાય થયો છે એ. બતાવવું હતું. તાલુકાની સામાન્ય સ્થિતિવાળા પ્રકરણમાં એ અન્યાય એક દૃષ્ટિએ સિદ્ધ થયેલો બતાવવામાં આવ્યો. હવે આ પ્રકરણમાં બીજી રીતે એ અન્યાય કેમ સિદ્ધ થયે એ બેશું, અને અમલદારોએ પિતાની ગૂંચ કેવી રીતે ઉકેલી તે જોશું.
પહેલા પ્રકરણમાં શ્રી. જયકરે ઉટાંગ આંકડા કેવા ઊભાકીધા છે તેને પહેલો દાખલો અમલદારોએ તપાસેલા પહેલા જ
૩૩૦.
Page #345
--------------------------------------------------------------------------
________________
ગૂંચઉકેલ?
ગામમાં તેમને મળે એ આપણે જોઈ ગયા. ત્યારથી જ તેમને ફાળ પડી કે ખેડૂતોની ફરિયાદમાં કંઈ વજૂદ તે હોવું જોઈએ.
જ્યાં સુધી શંકાની નજરથી જોતા હતા ત્યાં સુધી અમુક ગણોત એ સાચું ગણાત છે કે ગણોતિયાએ કરજે કાઢેલી રકમનું વ્યાજ છે એ વિષે પણ ખૂબ તપાસ થતી, અને ખાતરી થતી ત્યારે જ એ ગણતને અમલદારે ગણત્રીમાંથી રદ કરતા. પણ તપાસના પાંચસાત દિવસમાં જ મોટી ભટલાવ ગામ એવું આવ્યું કે જેમાં પોણોસો ટકા ગણોત જ ખોટાં હતાં, એટલે કે વ્યાજનાં ગણત હતાં અને તે દફતરથી જ સિદ્ધ થઈ શકે એમ હતું. લોકોની કરજ કરવાની પદ્ધતિ પણ વિચિત્ર. એક માણસ પોતાની જમીન બીજાને કરજ પેટે લખી આપે, બીજે માણસ પેલાને ગણોતિયો નહિ બનાવે પણ ત્રીજા જ માણસનું નામ ગણોતિયા તરીકે લખે! આ બધું સાહેબને શી રીતે સમજાવવું? અમે આ ગામે આવા શરતી વેચાણના કબાલાઓની એક વીગતવાર નેધ તૈયાર કરી અને અમલદારને કહ્યું કે “આટલા બધા ગણેતપટ્ટા વ્યાજના પટ્ટા છે. આ પછી સાહેબને અમારે વિષે વિશ્વાસ પડવા માંડવ્યો અને અમારા ખુલાસા એ તેમને મદદ કરવા માટે આપવામાં આવતા હતા એમ ખાતરી થઈ અને પરિણામે રિપોર્ટમાં અમારે વિષે આ પ્રમાણે નોંધ કરવી પડીઃ
આ સજજનોએ પોતાની રીતે ઘણું ઉપયોગી માહિતી ભેગી કરીને અમને રજૂ કરી, તે ઉપરાંત એઓ ગણેત અને વેચાણના બધા દાખલા આગળથી નોંધી રાખતા, અને દરેક કિસ્સા વિષે એટલી વીગતવાર ખબર મેળવી રાખતા કે અમને ઘણીવાર તેમની મદદથી સાચી અને ચોકસ માહિતી મળી શકી, જે એમ ને એમ ન જ મળી શકી હોત.. ખરા દિલથી અને નિષ્પક્ષ ભાવે આપવામાં આવેલી આ મદદ આ તપાસમાં અમને ખરી મૂલ્યવાન થઈ પડી એમ કબૂલ કરતાં અમને આનંદ થાય છે.”
ચીવટથી કરેલી આ તપાસને અને મદદને પરિણામે નીચેના, પ્રકારનાં ગણોત તો ગણત્રીમાંથી બાતલ થયાં :
૧. વ્યાજનાં ગણતો અને ગણોતિયો જેમાં જમીનના માલિકનો દેવાદાર હોય તેવાં ઘણાંખરાં ગણોતે.
૩૩૧
Page #346
--------------------------------------------------------------------------
________________
-આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ •
પ્રકરણ ૨. સગાવહાલાં વચ્ચેનાં ગણતો. આ ગણતે કેવળ ગામડાના સ્વાર્થને વિચાર કરીએ તે ગણત્રીમાં લેવામાં આવે એ અમને પોસાય એમ હતું, પણ ન્યાયને ખાતર અમે એવાં બધાં ગણોતે બાતલ કરાવ્યાં. કારણ કેટલીકવાર ગણતની અને મહેસૂલની રકમ બંને સરખી જ હોય, અને એ ગણત્રીમાં લેવાય તો મહેસૂલ અને ગણોતનું પ્રમાણ ઓછું નીકળે. એક ઠેકાણે તે ધણી પિતાની સ્ત્રીને ગણોતિયો હતો ! કુંભારિયા ગામમાં ભાઈભાઈ ગણોતિયા હોવાના ઢગલાબંધ દાખલા હતા.
૩. બીજી જમીનને જેમાં સમાવેશ થતો હોય એવાં ગણોતો.
નીચેનાં ગણોતે વિશેષ પ્રકારનાં તરીકે નોંધાયાં, એટલે કે તેની સામે નોંધ લખાઈ, કે જેથી કરીને ગણતની રકમ વધારે હોય તે તેને ખુલાસો મળે?
૧. ઘાસિયાંનાં ગણોતો. ઘાસિયું ખેતર, માલિકની જમીનની પાસે હોય, વાડાવાળું હોય તે તેનું વધારે ગણોત ઠરાવવામાં આવ્યું હોય,
૨. જેમાં ઘર અથવા ઝૂંપડાના ભાડાને સમાવેશ થતો હોય; ૩. ઝાડના ભોગવટાવાળાં ગણે;
૪. જે જમીન ઉપર મૂળ માલિકે ખાતર નાંખવાનો, ખેતર સુધરાવવાને, ખોદાવવાને, વાડ કરવાને, અથવા સાફ કરાવવાને ખર્ચ કર્યો હોય, અથવા ટ્રેકટરથી જમીન નવી ફડાવવાનો ખર્ચ કર્યો હોય;
૫. કપાસના ભાવ બહુ ચડી ગયેલા હતા તે દરમ્યાન કરવામાં આવેલા ગણોતપટાઓ;
૬. ગતિ તદ્દન તારાજ થઈ ગયો હોય, તેની સામે - હુકમનામું થયું હોય, ગણોત બાકી રહ્યું હોય અથવા ન ભરાયાં હોય એવાં ગણેત;
૭. કેટલીકવાર ગણતમાં જમીન મહેસૂલનો સમાવેશ થતો હોય, - અથવા ગણાત ઉપરાંત ગણોતિયાને જમીન મહેસૂલ પણ ભરવાનું હોય;
૮. જમીન ખેડૂતની જમીનની પાસે હોય માટે ગણોતે લીધી હોય; ઘણુંખરાં સાચાં ગણતાં બારડોલીમાં તો આવી * જમીનમાં જ હતાં.
૩૩૨
Page #347
--------------------------------------------------------------------------
________________
ગૂંચઉકેલ ' ૯. જ્યાં જમીનમાં અમુક પ્રકારને ખાસ લાભ હેય તેટલા ખાતર જ ગણેત અપાતું હોય. દાખલા તરીકે અડાજણમાં ૨૭ ગુંઠ ક્ષેત્રફળનું અને ૧૦ રૂપિયા આકારનું એક ખેતર ૫૦ રૂપિયા ગણોતે અપાતું હતું. એને ખુલાસો આપતાં પારસી ગણોતિયાએ કહ્યું કે મારી તાડીની વાડી એ ખેતર પાસે છે અને એ ખેતરમાં ઉત્તમ મીઠા પાણીનો કૂવો છે જે મારા મને માટે બહુ સગવડકર્તા છે, અને એ પાણીને માટે જ ૫૦ રૂપિયા આપું છું.
૧૦. કેવળ બીજાને બતાવવાની ખાતર ગણતની રકમ ખોટી. અથવા ભરાતી હોય તે કરતાં વધારે લખેલી હોય એવાં ગણે;
૧૧. ખાસ કબૂલતથી થયેલાં ગણાતો. ચોર્યાસી તાલુકાના રૂંઢ ગામે ૪૦ એકરનું એક ખેતર એક કળણે ગણોતે રાખેલું, એનું મહેસૂલ રૂ.૬૮-૬, એનું ગણત ૧૦૦૧ રૂપિયા! આ ગણત બીજાની સાથે ભેળવવામાં આવે તો ગણતનો સરાસરી દર અતિશય વધી જાય. અમલદારો આગળ આવીને બાઈએ ખુલાસો કર્યો કે હજાર રૂપિયા મેં ઘાસના ઊંચા ભાવ વખતે કબૂલેલા, પણ હું આપું છું રૂપિયા છસે, છેલ્લાં ત્રણચાર વરસથી તે મારા ઘરેણાં વેચીને ગણોત ભરું છું; વાણિયાએ મને કહેલું કે આ ગણોતપટો ચાલુ રાખીશ અને દર વર્ષે ગણોત બરોબર ભરીશ તે દશ વીઘાં જમીન તને મફત કાઢી આપીશ, આ લાલચે મહેસૂલ ભર્યા કરું છું !
અમલદારે પિતાની તપાસમાં જેમજેમ આગળ વધતા , ગયા તેમ તેમ તેમણે જોયું કે ઉપર જણાવેલાં ગણત્રીમાં ન : લેવાનાં ગણેતા શ્રી. જયકરે બાદ કર્યો નહોતાં, એટલું જ નહિ પણ ઉપરના ૧૧ પ્રકારનાં ગણતને માટે તો તેમણે કશો વિચાર કર્યો હોય એ જરાય પુરા નહોતે. શ્રી. જયકરે તો પોતાના રિપોર્ટમાં લખ્યું કે ૧૯૦૧થી ૧૯૨૫નાં બધાં ગણોતો તેણે ચાળીને સાફ કરીને ઉતાર્યા છે. અમલદારે આ વચનની. ધૃષ્ટતાથી આભા બન્યા. આ વસ્તુ જ અશક્ય છે એમ તેમણે. જોયું. જેટલાં ગામો જોઈ શકાય તેટલાં જ ગામમાં છેલ્લાં થોડાં વર્ષનાં ગણોત વિષે માહિતી મેળવી શકાય – ૨૫ વર્ષની માહિતી.
Page #348
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
- પ્રકરણ તે મેળવવી જ અશક્ય છે, એમ તેમણે અનુભવે જોયું, અને થોડાં વર્ષની માહિતી મેળવતાં પણ કેટલો બધે સમય જાય છે તે તેમણે ઘડિયાળ રાખીને જોયું. દાખલા તરીકે વાંકાનેર ગામમાં છેલ્લાં સાત વર્ષનાં ૩૧ ગણેતે તપાસતાં તેમને પાંચ કલાક લાગ્યા, કારણ કેટલાયે દાખલાઓમાં પક્ષકારો કાં તે મરી ફિટેલા હતા, અથવા હાજર નહોતા, અને હાજર હોય તો તેમને હકીકતની માહિતી નહોતી. વાલોડમાં ૨૪ ગણોત તપાસતાં ૨ કલાક, ડીંડોલીમાં ૧૧ ગણેત તપાસતાં બે કલાક, સંપામાં ૯ ગણોત તપાસતાં ૧ કલાક લાગ્યો હતો એમ તેઓ રિપોર્ટમાં જણાવે છે.
આ બધું બતાવીને તેઓ કહે છે કે શ્રી. જયકરને માટે છેલ્લાં સાત વર્ષનાં ગણોતો પણ પૂરાં તપાસી જવાં અશકય હતાં, છતાં
અગાઉના એકબે રિપેર્ટની ભાષા ચોરી લઈને તેના તે જ - શબ્દોમાં તેમણે જણાવ્યું છે કે એ બધાં ગણેતો તપાસવામાં આવ્યાં
છે. વળી લોકેએ જે કહ્યું તેને વધારે પડતું વજન ન આપવાની ઈચ્છા છતાં અમારે જણાવવું જોઈએ કે બે તાલુકાનાં ૭૦ ગામે અમે જયાં તેમાં શ્રી. જયકરે ગણોત તપાસી જોવાની તસ્દી પિતે જરાય લીધી હોય એમ અમને લાગ્યું નથી, એમ અમલદારો સ્પષ્ટ જણાવે છે.
• પણ એ આંકડા બરોબર તપાસાયા છે એમ માનીને સેટલમેંટ કમિશનર મિ. ઍડર્સને તેને પૂરેપૂરો ઉપયોગ કર્યો, અને જ્યાં ગણેત મહેસૂલના કરતાં અનેકગણ દીઠાં ત્યાં ગામના વર્ગ ચડાવ્યા. એક રમૂજી દાખલો અમલદારોએ ટાંકળ્યો છે તે અહીં આપવા જેવો છે:
સમદ નામના ગામમાં ૧૯૧૮ થી ૧૯૨૫માં ગણોતે અપાયેલી કુલ જમીન ૧૦૬ એકર ૩૫ ગુંઠા છે. તેને આકાર રૂ.૪૨૮-૫, અને ગણોત રૂ. ૨૬૦૨-૧૨ છે. આ પ્રમાણે જોઈએ તે ગણોત મહેસૂલ કરતાં છગયું છે એમ થયું. હવે જયકરના રિપોર્ટમાં એ જ સાત વર્ષના ગણાતના આંકડા આ આપ્યા છે. જમીન ૫૩ એકર ૧૯ ગુંઠા, આકાર ૧૦૫ રૂપિયા, ગણાત ૧૧૮૬ રૂપિયા. ખૂબી એ છે કે ૧૯૧૮-૧૯ના એક જ વર્ષના -આંકડા સાથે આ આંકડા લગભગ મળતા આવે છે, કારણ કે વર્ષમાં કુલ ગણેતે અપાયેલી જમીન પર એકર ૨૬ ગુંઠા છે, અને ગણોત રૂ. ૧૨૨૧-૪
૩૩૪
Page #349
--------------------------------------------------------------------------
________________
ગૂંચઉકેલ? • છે, પણ એ જ જમીનનો આકાર રૂ. ૨૧૮-૬ છે (એટલે કે શ્રી. જયકરે આપેલી રકમનું બમણું છે). એટલે આ આંકડામાં કયાંક ભયંકર ગોટાળે હોવા જોઈએ, એટલે શ્રી. જયકરે ગણેત મહેસૂલનું ૧૧.૨૯ ગણું છે એમ જણાવ્યું છે તેને માટે જરાય આધાર નથી. છતાં એ આંકડાને આધારે સેટલમેંટ કમિશનર અંડર્સને લખ્યું કે એ ગામને ત્રણ વર્ગ ચઢાવી પહેલા - વર્ગમાં મુકાય છતાં એને આકાર વધારે પડતો નથી એમ કહેવાય.”
હશે આ આંકડામાં વાચકને વધારે ઉતારવાની હું જરૂર જેતો નથી, જેકે રિપોર્ટમાં તે એ આંકડાના બેદુદાપણા ઉપર અને મિ. અંડર્સને એના ઉપર આધાર રાખવાની જે ભૂલ કરી તે ઉપર પાનાનાં પાનાં ભય છે:
બીજી એક શોધ અમલદારોએ એ કરી કે મિ. ઍડર્સને -તાલુકાની ત્રીજા ભાગની અથવા લગભગ અધ જમીન ગણેતે અપાઈ છે એમ માનવામાં ભીંત ભૂલ્યા હતા : “શ્રી. જયકરને સાત વર્ષને ગણતનો આંકડો ૪૨,૯૨૩ એકર લઈને મિ. અંડસને જમીનના કુલ આંકડા ૧,૨૬,૯૮૨ એકરની સાથે તેનું પ્રમાણ કાઢયું; જ્યારે ૪૨,૯૨૩ એકરનું પ્રમાણ તે એક વર્ષની કુલ જમીન સાથે ન નીકળે પણ ૧,૨૬,૯૮૨ એકરના સાત ગણું કરીને તેની જ સાથે નીકળી શકે. એટલે ગણેતે અપાતી જમીન લગભગ અધ છે એમ કહેવામાં મિ. ઍડર્સને ભારે થાપ ખાધી છે.” અમલદારોની પિતાની ગણત્રી પ્રમાણે કુલ ગણોતે અપાતી - જમીન સંકડે ૯ ટકાથી ૧૧ ટકા જેટલી હોવી જોઈએ. અમે ૬ રકાની અટકળ કરી હતી. અને એ અટકળ સાચી છે, કારણ એ કુલ ગણાતે અપાયેલીમાંથી કહેવાતી ગણોતે આપેલી બાદ જાય તો શુદ્ધ ગણોતે અપાયેલી કદાચ ૬ ટકા જ રહે. - વેચાણના દાખલાઓની પણ તપાસ તો શેની જ હોય? એ પણ અમલદારોએ કેટલાંક ગામેની તપાસ ઉપરથી જોયું. અને પરિણામે એ નિર્ણય ઉપર આવ્યા કે શ્રી. જ્યકર અને. મિ. અંડર્સને ગણેતના આંકડાને આધારે ગામડાંના વર્ગમાં જે ફેરફાર કર્યા છે તે આખા રદ કરવા જોઈએ. - ત્યારે અમલદારોએ પિતે શી રીતે ગૂંચ ઉકેલી ? એ કે ભલા થયા હોત તો કહી શકતા હતા કે તાલુકાની સામાન્ય
- ૩૨૫
Page #350
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ સ્થિતિ ઉપર તો મહેસૂલમાં વધારો થઈ શકે એમ નથી, ગણેતના આંકડા તે સાવ પાયા વિનાની અને ખોટા માલૂમ પડ્યાં છે એટલે ગામડાનું વર્ગીકરણ આખું રદ કરવું જોઈએ, અને અમે તે ૫૦ ગામ તપાસ્યાં છે એટલે આખો તાલુકો તપાસાય નહિ ત્યાં સુધી આખા તાલુકાના દર અમારાથી નકકી થાય નહિ એટલે જૂના મહેસૂલના દર અને ગામડાંના જૂના વર્ગ કાયમ રહે એવી અમારી ભલામણ છે. . પણ અમલદારોને એ વાત ન સૂઝી. એમને લાગ્યું કે પોતે જેટલી સામગ્રી –ગણાતોની –શોધી છે તે ઉપરથી મહેસૂલના દર પણ નકકી કરવા જોઈએ, અને એ નક્કી કરવા માટે એમણે પિતાના સિદ્ધાતો નવા ઘડવ્યા. આ પ્રકરણના આગલા ભાગમાં ગણોતાના જે અગિયાર પ્રકાર આપ્યા છે, તે ગણતમાંથી કેની કેટલી કિંમત હોવી જોઈએ એ તેમણે નક્કી કર્યું, અને દરેક ગામ વિષે એમણે ગણોતનાં નવાં કોષ્ટક તૈયાર કર્યા, જેમાં પાંચ. વિભાગ પાડવા. મહેસૂલના બમણાથી ઓછાં, બમણાથી વધારે, તમણાથી વધારે, ચારગણાથી વધારે, પાંચગણાથી વધારે ગણતે. આમાં જે ગણો તો તેમને ન ગણવા જેવાં લાગ્યાં તે તેમણે આસાધારણ તરીકે બાદ રાખ્યાં, અને બીજાં ગણત ઉપલા ખાનામાં મૂક્યાં, અને તેમ કર્યા પછી એ ઉપરથી પિતાને સામાન્ય ગણાતને દર કેટલો લાગે છે એ કાઢીને દરેક ગામમાં જૂનું મહેસૂલ ગણેતના કેટલા ટકા છે એ હિસાબ કાઢક્યો. અને એ ટકા ઉપર નવા દરોની ભલામણ કરી. મહેસૂલ ગણોતના ૫૦ ટકા હોવું જોઈએ કે ઓછા હોવું જોઈએ એ પ્રપંચમાં અમલદારે પડ્યા જ નહિ, જોકે સરકારે અત્યારસુધી એમ મનાવવાને ડોળ કર્યો છે કે ચોખ્ખા નફાના વધારેમાં વધારે ૫૦ ટકા મહેસૂલ લેવાય છે, અને ટેકસેશન ઇંકવાયરી કમિટીએ અને લેંડ રેવન્યુ એસેસમેંટ કમિટીએ ભલામણ કરી છે કે રેખા નફાના વધારેમાં વધારે ૨૫ ટકા જેટલું મહેસૂલ હોવું જોઈએ. આને નિર્ણય આપવાનું માથે ન લેતાં અમલદારોએ. મનસ્વી રીતે અમુક મહેસૂલ આ તાલુકામાં આપવું જોઈએ એવો.
૩૩૬
Page #351
--------------------------------------------------------------------------
________________
૪થું
ગૂંચઉકેલ? ઠરાવ કરી દીધો, અને તાલુકાની ઉપર ૬ ટકાને કુલ વધારે ઠરાવ્યો. રિપેટનો ખંડનાત્મક ભાગ કે અમૂલ્ય છે તે આપણે જોઈ ગયા. રચનાત્મક ભાગ કે નબળા અને પાયા વિનાને છે તે આટલી એક વસ્તુ ઉપરથી જ જણાશે. પણ છ ટકા, વધારવામાં પણ ગામને કેટલો અન્યાય થયો છે તે જરા વીગતમાં ઊતરવાથી જણાશે.
કમિટીએ જે આંકડા તપાસ્યા તેમાં તાલુકાને જૂજ ભાગ આવે છે એમ તેમણે કબૂલ કર્યું છે. એ જ ભાગ એટલે કેટલે તે જોઈએ. કમિટીએ બારડોલીનાં ૧૩૭ ગામમાંથી ૪૯ ગામ તપાસ્યાં; આ ૪૯ માંથી ૪૦ ગામમાં જ ગણોતના આંકડા મળ્યા અથવા તપાસી શકાયા; અને આ ૪૦ ગામના આંકડામાં પણ ૧૭ ગામના આંકડા એટલા જૂજ હતા કે ત્યાં એક સામાન્ય રીતે કેટલું ગણોત ઊપજે છે તે વિષે અનુમાન કરવું અશક્ય છે એમ કમિટી કબૂલ કરે છે, એટલે બધું ૧૩૭ ગામનું મંડાણ ૨૩ ગામના આંકડા ઉપર રચાયેલું છે ! ક્ષેત્રફળની દૃષ્ટિએ ગણતરી કરીએ તો તાલુકાના ૧,૨૦,૦૦૦ એકરમાંથી ૮ થી ૧૨ મા ભાગ જેટલી જમીન ગણાતે અપાય, અને તેમાંથી માત્ર ૧,૬૧૦ એકરના આંકડા તપાસ્યા ! એટલે કુલ ક્ષેત્રફળના એક ટકા. જેટલા હિસ્સાના આંકડા, અને ગણોતે આપેલી જમીનના ૮ થી. ૧૦ ટકા જમીનના આંકડા. આ એક વાત. બીજી વાત એ કે આ આંકડા ભેગા કરવામાં અને એના ઉપર આધાર રાખવામાં તો પાર વિનાની કાળજી લેવી જોઈએ છતાં (એ બધી કાળજી કમિટીએ લીધી છે એ તેનો દાવો છે ખરે), અને કેટલાંક ગામમાં કશું અનુમાન ન ખેંચી શકાય એ છતાં કમિટી માને છે: “જેટલા આંકડા ભેગા થયા તેટલામાંથી ઉત્તમ પરિણામ, આવ્યાં છે, અને એ આંકડા ઉપર જ અમે બીજી કોઈ વસ્તુ કરતાં વધારે આધાર રાખ્યો છે.”
ખેડૂતે ખાધેપીધે સુખી છે એમ કમિટીના અમલદારોએ માની લીધું એમ આપણે અગાઉનાં પ્રકરણમાં જોઈ ગયા, એટલે મધ્યમસરને વધારે સૂચવવાની અમલદારોને ફરજ લાગી,
૩૭
Page #352
--------------------------------------------------------------------------
________________
ગામને વર્ગ
બના દર
સત્યાગ્રહ પહેલાં સરકારે ઠરાવેલા દર જરાયત ક્યારી
મલ્ડિ કમિટીએ ભલામણ કરેલા નવા દર
કેટલા ટકા જરાયત કેટલા ટકા ક્યારો વધારે કે
શેરે
જરાયત
ક્યારી
રા. આ. રૂા. આ. રા. આ. રા. આ. ૬ ૦ ૧૨ ૦ ૦ ૪ ૧૫ ૦
૧
શા દર ઠરાવ્યા એ નીચેના કોષ્ટક ઉપરથી સમજાશેઃ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ મૂળ શા દર હતા, વચગાળે સરકારે શા દર ઠેકેલા, અને કમિટીએ અને તે આટલા જૂજ આંકડાને આધારે સૂચવ્યું. બારડોલીમાં
૨
રૂ. આ. વધારે રૂ. આ. ઘટાડો ૨ ૮ + ૮.૩ ૧૨ ૦ ૪૦ ગામમાંથી ૬ ગામ
બીજામાં ઉતાર્યા. ૫ ૮ + ૧૦.૦ ૧૦ ૦ - ૪.૮ ૩૨ ગામમાંથી ૫ ગામ
ત્રીજામાં ઉતાયાં - ૪ ૧૨ + ૧૮.૮ ૮ ૮ - ૫.૫ ૩૫ ગામમાંથી ૧૨ ગામ
થામાં ઉતાર્યા. ૪ ૦ + ૩૩.૩ ૭ ૮ - ૩૦ ગામમાંથી ૨૭ ગામ
૫ ૦ ૧૦ ૮ ૬ ૭ ૧૩ ૨
૩
૪ ૦
૯ ૦
૪ ૧૨ ૧૩ ૪
* .
*
૪
૩ ૦
૭ ૮
૩ ૧૦
૯ ૬
પાંચમામાં ઉતાર્યો.
પ્રકરણ
-
૩ ૪ + ૮.૩
૬ ૮ – ૧૩.૩ ૨૭ ગામને નવો વર્ગ.
Page #353
--------------------------------------------------------------------------
________________
૪ થ્
ગૂંચઉકેલ ?
હવે આ દર વધારવાધટાડવામાં એમનાં કારણો તપાસીએ. જરાયત જમીનમાં બધા જ વર્ગોમાં વધારા સૂચવ્યા છે. એ જોવાજેવું છે. પાંચમા વર્ષોં જે ગરીબ રાનીપરજ ગામેાને માટે ખાસ અનાવવામાં આવ્યેા છે ત્યાં પણ જૂતા ચેાથા વર્ગના ૩ રૂપિયાને અદલે રૂ. ૩-૪-૦ ઠરાવવાનું તેમને યેાગ્ય લાગ્યું !
-
પહેલા વમાં ૪૦ ગામ હતાં. એમાં સાહેબેએ માત્ર આઠે ગામ તપાસ્યાં. આ આઠમાંથી ત્રણ ગામમાં તે આંકડા જ એવા ન મળ્યા કે જેમાંથી કશું અનુમાન ખેંચી શકાય. બાકીનાં પાંચમાં એ ગામમાં તે। દર દેખીતા જ વધારે લાગ્યા અને એક ગામ કમિટીને ઘણું ગરીબ લાગ્યું. એટલે એ ત્રણને નીચે ઉતારવાની પણ તેમને જરૂર જણાઈ. માત્ર એક જ ગામ સરભાણુમાંથી તેમને ‘ઉત્તમ પુરાવા ’ મળ્યા — અને તે એવું અતાવનારા કે ‘મહેસૂલ બહુ વધારેપડતું લેવાતું નથી.' ઓછું ’ લેવાય છે એવા તે નહિ જ! વારુ, અને એ પણ ૧૯૨૭-૨૮ની એક જ સાલના આંકડાને અને બે એકર જેટલી જમીનમાંથી ૪૩ એકર ૨૬ ગુદાના ! સરભાણના પુરાવાથી અમલદારાને લાગ્યું કે આ વર્ગોમાં ૬. રૂપિયાને બદલે ૬૫ રૂપિયાના દર કરવા જોઈ એ ! જો સરભાણુને પુરાવા ‘ઉત્તમ ’ હતા તે તે ક્યારી સારુ કેમ નહિ ?કચારીની જમીન ઉપર આ તપાસેલા વના આંકડા પ્રમાણે પણ જૂનું મહેસૂલ ગણાતના ૪૨ ટકા જેટલું હતું. તે ઓછું શા માટે ન કરવામાં આવ્યું તે કમિટી જાણે.
ખીજા વર્ગનાં ગામેામાં ૩૨ ગામમાંથી ૧૧ તપાસાયાં, જેમાંનાં ૪ ગામમાં આંકડા બહુ નજીવા હતા. બાકીનાં ગામામાં એ ગામમાં જ ગણાત ભારે હતાં, અને તેમાંના એક ગામમાં તે ભારે ગણાતનું કારણ લેાકેા જમીન ખાતરીને આપતા હતા તે હતું. વળી આ ગામનાં ગણાતા વધારે છે તેનું કારણ ધાસિયા અને રૂના ભાવ ' છે પણ કમિટી જણાવે છે તેમ થોડા વધારા તા થઈ શકે' એમ તેમને અભિપ્રાય થયા, અને દ્યેડા' એટલે સેકડે ૧૦ ટકા !
૩૩૯
"
'
‘ બહુ
પુરાવેા હજાર આ એક
Page #354
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
ત્રીજા વર્ગોમાં ૩૫ ગામમાંથી ૧૧ તપાસાયાં, ચારમાં આંકડા નજીવા હતા. ખાકીનાં સાતમાંથી એકમાં જ ગણાત વધારે અને મહેસૂલ એછું દેખાતું હતું. ઉવા ગામમાં તે જૂનું મહેસૂલ જ ગણાતના ૩૫ ટકા જેટલું છે. છતાં ઉવા અને ખીજા કેટલાંક .ગામેામાં જરાયત જમીન ઉપર થેાડા વધારે થઈ શકે' એમ કમિટીને લાગ્યું. થાડે!' એટલે સેકડે ૧૮ ટકા ! આમાંનાં કેટલાંક ગામેા ચેાથા વર્ગોમાં ઉતારવામાં આવ્યાં, પણ ઊતરીને દર તેમનેા હતેા તેટલે તે તેટલેા જ રહ્યો.
"
ચેાથા વર્ગના ગામામાં ૩૦માંથી ૧૦ તપાસાયાં. ચારમાં આંકડા નજીવા હતા. બાકીનાં છમાંથી એક જ ગામમાં ગણાત વધારે છે, અને એ ગામમાં તે ‘શાહુકારાને લીધે જ ગણોતને દર વધારે દેખાય છે' એમ કમિટી કબૂલ કરે છે. છતાં, આખા વર્ગના આંકડા લઈએ તેા દર બહુ ભારે નથી દેખાતા.’ માટે, તે ભારે દેખાય એવા કરવા જોઈએ ? ૩૦માંથી ૨૭ ગામને માટે તે પાંચમે વર્ગ બનાવવા જોઈ એ એમ કિમટીને લાગ્યું, કારણ એમાંનાં કેટલાંક તેા આખા તાલુકા અને મહાલમાં ગરીબમાં ગરીબ છે' (આ કમિટીના જ શબ્દો છે ). છતાં નવા વર્ગમાં ઊતર્યાંથી પણ તેમને જૂના દર ૩ રૂપિયા હતેા તેને ૩૫ રૂપિયા થયા! અને જે ત્રણ ગામ જૂના ચેાથા વમાં રહ્યાં તે ત્રણ ગામને તે ૩ રૂપિયાને બદલે !!! ભરવાના ર્યા, એટલે ૨૫ ટકા વધારા થયા. જયકર અને એંડનના સપાટામાં પણ આ ગરીબ ગામેાને આવે! ફટકા નહાતા લાગ્યા ! અને આ ગામેા તે કયાં ? દેગામા, અંબાચ અને વેડછી — ત્રણેમાં રાનીપરજની જ માટે ભાગે વસ્તી, અને છેલ્લાં બે ગામમાં તેા આશ્રમના લેાકેા જે પ્રગતિનું કામ કરી રહ્યા છે તેમાંથી લાભ થવાના ચાખ્ખા સંભવ દેખાય છે' એમ કમિટી કહે છે. લાભ થવાના સંભવ દેખાય છે માટે જ કદાચ. એમને ૩૩ ટકાના દડ દીધા હશે!
C
'
ક્યારીની જમીનનાં ગણોત તે બધે જ વધારે હતાં, એટલે ત્યાં મહેસૂલ વધારવાની તે વાત જ ખેાલી શકાય એમ ન મળે.
૩૪૦
Page #355
--------------------------------------------------------------------------
________________
ગૂંચઉકેલ? ગણોતના આંકડા જ સારી પેઠે ઘટાડે સૂચવનારા હતા એટલે નછૂટકે તેમણે બીજા વર્ગમાં જૂજજાજ ઘટાડે અને છેલ્લા વર્ગમાં ૧૩ ટકા ઘટાડે સૂચવ્યો. કમિટી કહે છે: “જરાયત અને ક્યારીની જમીન ઉપર પડતા દરમાં બરાબર પ્રમાણ જળવાતું નથી એટલે કયારી ઉપરનો બોજો છેડો જરાયત ઉપર નાંખીએ તો યોગ્ય થશે.” આ બોજો ઉતારવા સારુ જરાયત ઉપર નાંખવો જોઈએ એનું શું કારણ? પણ એ બેજે કેવી રીતે ઊતર્યો તે આ આંકડા બતાવશેઃ કયારીની જમીન ઉપર કુલ રૂ. ૩,૮૩૪ મહેસૂલ ઓછું કરીને કમિટીએ જરાયત જમીન ઉપર રૂ. ૩૪,૮૫૩ વધાયું
પણ વધારે નહિ તે શું કરે? સિવિલ સર્વિસના અમલદારોને એક સિદ્ધાંત એવો લાગે છે કે મહેસૂલ બહુ ઓછું કરીએ તે કરજાઉપણું વધે છે ! ફર્નાન્ડીઝ નામને અગાઉ એક સેટલમેંટ ઑફિસર એવા જ ઉગાર કાઢી ગયો છે. તે ઉદ્દગારો આ અમલદારે ટાંકે છે, અને કહે છે કે દરના અમુક ધોરણથી ઊતરીએ તે લોકોના કરજનો બોજો ઊતરવાને નથી એ વિષે શંકા નથી. તો શા સારુ લેતા આવ્યા તે ન લેવું, અથવા ચાર આના વધારે ન લેવું ?
Page #356
--------------------------------------------------------------------------
________________
આખા ઉત્તરાર્ધને “ફળ’નું નામ આપ્યું છે.
- પૂર્વાર્ધને “લેશ' કહ્યો હતો. “કલેશ” એટલે તપશ્ચર્યા. શુદ્ધ સાત્વિક તપશ્ચર્યા જેને કહે છે તેવી તપશ્ચર્યા બારડોલીના લોકોએ કદાચ ન કરી હોય, પણ તેમણે કદી ન ભોગવેલાં એવાં કષ્ટ ભોગવ્યાં એ તેમને માટે તપશ્ચર્યા જ હતી, અને એ “કલેશ”નું જ્યારે કેને “ફળ’ મળ્યું, ત્યારે જેમાં શિવજીને માટે તપશ્ચર્યા કરતી ઉમાને પિતાને “ક્લેશ”નું • ફળ” શિવજી મળ્યા અને તેને થાક ઊતરી ગયો તેમ લોકોનો પણ થાક ઊતરી ગયા. તેમને સત્યાગ્રહ સ્વીકારાયો અને સરકારે તપાસકમિટી નીમી એ જ એક ફળ તે હતું, પણ તપાસ કમિટીએ તેમની ફરિયાદ સાચી નહિ પાડી હેત તો એ ફળ અધૂરું રહી જાત. આ ફળ પણ બેવડું હતું. એક તો સત્યાગ્રહનું સીધું આર્થિક પરિણામ એ આવ્યું તે.
આર્થિક પરિણામઃ બારડોલી અને ચોર્યાસી તાલુકામાં સરકારે ૧,૮૭,૪૯ર રૂપિયાને મહેસૂલવધારે ઠોકી બેસાડ્યો હતા તે ઓછો કરી તપાસ અમલદારેએ ૪૮,૬૪૮નો વધારે ઠરાવ્યો, એટલે બંને તાલુકા મળીને લોકોને દર વર્ષે લગભગ એક લાખ ચાળીસ હજારનો લાભ થયો, એટલે ૩૦ વર્ષને માટે ૪૫ લાખ અથવા વ્યાજની ગણતરી કરીએ તે કરેડ રૂપિયાને લાભ થયો.
૩૪૨
Page #357
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત તાલુકાનાં ઘણાં ગામમાં
૧. ન વપરાતા કૂવા માટે સરકાર કર લે છે તે તપાસ આ દરમ્યાન બહાર આવ્યું અને તે રદ થવાની ભલામણ થઈ;
૨. કયારીના ઉપયોગને માટે ન આવતી જમીન જરાયત તરીકે દાખલ કરવામાં આવે એવી ભલામણુ થઈ એટલે એ જમીન જે ઘણાં વર્ષ થયાં બેવડે સરકારધારે ભરતી હતી તે અન્યાય દૂર થાય એવી ભલામણ થઈ;
૩. કેટલાંક ગામમાં “ભાઠાં' ની જમીન તરીકે ચાલતી અને “બાગાયત' તરીકે ચાલતી જમીન ઉપર બાવળ અને ઘાસ ઉગેલાં હતાં. તેવી જમીન “ભાઠાં” અને “બાગાયત' તરીકે ન ગણવામાં આવે એવી ભલામણ થઈ
નિતિક પરિણામ: લોકોએ કરેલી બધી ફરિયાદ સાચી પડી અને લોકોના તેમજ તેમના પ્રતિનિધિઓની પ્રામ ણિકતા જગત આગળ સિદ્ધ થઈ તપાસને પરિણામે કેટલીક વાત સ્પષ્ટ રીતે બહાર આવીઃ
૧. સરકારના જવાબદાર અમલદાર જેને સરકારે પિતાના વલ્લભભાઈની સાથેના પત્રવ્યવહારમાં “રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર' તરીકે વર્ણવ્યા હતા તે અમલદારે તપાસ નહતી કરી, એટલું જ નહિ પણ જે ૭૦ ગામ કમિટીએ તપાસ્યાં તેમાંના એક ગામમાં ગણે તપાસ્યાં નહોતાં, છતાં એ તપાસ્યાં છે એવું જૂઠાણું એણે રિપોર્ટમાં જાહેર કર્યું, એ જૂઠાણુથી. સેટલમેંટ કમિશનરને અવળે રસ્તે દેરવ્યા, અને સરકારને ઊલટે પાટે ચડાવી મનાવ્યું કે આવા ઠાવકા દેખાતા આંકડા ઉપર સેટલમેંટને આધાર રાખી શકાય. (રિપોર્ટ પર ૪૩.) - ૨. મિ. ઍડર્સને પણ જૂઠાણું નહિ ચલાવ્યું તે ભયંકર બેદરકારી બતાવી. જે ગામાએ જઈને અમુક ગણતો તપાસ્યાં એમ એ કહે છે તે ગણોત પણ એણે તપાસ્યાં નહોતાં. અડાજણનું જે ગણોત ગયા પ્રકરણમાં નોંધવામાં આવ્યું છે, અને જેમાં ૨૭ ગુંઠાની જમીનના ટુકડાના ૫૦ રૂપિયા ગણોત આવતું હતું તે ગણોત મિ. ઍડર્સને પિતાના રિપોર્ટમાં નોંધ્યું છે, પણ તેને માટે જે ખુલાસે હતો તેની નોંધ નથી લીધી, એટલે કશી તપાસ નહેતી જ કરી. ખરડ, ત્રિા અને કુવાડિયા ગામે સાહેબ ગયા હતા છતાં
૩૪૩
Page #358
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
ત્યાં પણ તેમણે નોંધેલાં ગણાતા કમિટીને જેવાનાં ન મળ્યાં! એટલે મિ. ઍ ડસને પણ શ્રી. જયકરના કરતાં ઓછી બેદરકારી નથી બતાવી. (રિપેાટ પૅરા ૩૬.)
૩. મહાલકરી અને અવલકારકુને અમલદારો આગળ પુરાવા આપ્યા તેથી પણ સિદ્ધ થયું કે સેટલમેટ અમલદારે કશી દેખરેખ રાખી નહેાતી કે તપાસ કરી નહેાતી; ગણાતનાં પત્રકા બધાં જ તલાટીએ તાલુકાકચેરીમાં એઠાં બેઠાં કીધાં હતાં, અને તેના ઉપર અવલકારકુને પાતે પણ બૂઁજ જ દેખરેખ રાખી હતી (પેા પૅરા ૪૨). સામાન્ય રીતે સરકારમાં કેવું અંધેર ચાલે છે એ આમ સ્વતંત્ર તપાસથી જ જણાયું, એટલું નહિ પણ સરકારી અમલદારોની જુબાની ઉપરથી પણ જણાયું. (રપાટ પૅરા ૪૧. )
૪. ગણાત નોંધવાની હાલ જે પ્રથા છે તે તદ્દન નકામી છે, તેમાંથી ગણાતની કશી વીગત નથી · મળતી. પહાણીપત્રકામાં ભારોભાર ભૂલા હોય છે અને એ જરાય વિશ્વાસપાત્ર પત્રક નથી. (પાટ પૅરા ૭૮.)
૫. ગણાતના આંકડાના ઉપયોગ કરવાની ચાલુ રીત પણ ખાટી છે, અને એની ઉપરથી અનુમાન બાંધવાની રીત ખોટી છે. (રિપોર્ટ, પાનાં ૩૫-૪૨.)
સરકારનું આટલું બધું પાકળ બહાર પડશે એવી આશા તા અમને પણ નહેાતી, કારણ અમારી આગળ લેાકેાની ઘેાડી ફિરયાદ ઉપરાંત કશું નહતું, અને સરકારનાં દફતર તેા સામાન્ય રીતે કાઈ તે જોવાનાં મળતાં જ નથી. આ તપાસને પરિણામે એ દફ્તર પણ કેવાં ખાટાં હાય છે તે બહાર આવ્યું, અને એવી જ રીતે આખા પ્રાંતમાં થતું હેાય તે નવાઈ નહિ એવી પ્રબળ શકા ઉત્પન્ન થવાને માટે વાજબી કારણ મળ્યું. એટલે આરડેલીને પરિણામે આખા પ્રાંતનેા સવાલ ઊભા થયા, અને આખા પ્રાંતમાં ચાલતી કુપ્રથા સુધારવા વિષે સરકારની આંખ ઊધડી. સરકારમાં જો શરમની જરાય લાગણી હાત તા રિપોર્ટમાં જૂઠાણુાં ચલાવવા માટે, અને ખારડેલી તાલુકાની સાથે ન્યાયી નહિ પણ ઉદાર વન કરવામાં આવ્યું છે એમ ગવર્જેવા અમલદાર પાસે એક નહિ પણ અનેક વખત કહેવડાવવા માટે, એ અમલદારની અને સેટલમેટ કમિશનરની બંનેની જાહેર રીતે નિંદા કરત અને શ્રી. જયકરને ખરતરફ કરત. પણ સાચી વાત એ છે કે આ પાપના આખી સરકારને છાંટા લાગ્યા હતા, એટલે કાણુ કાને દોષ દે? પણ
૩૪૪
Page #359
--------------------------------------------------------------------------
________________
૫ મું બારડેલી તાલુકાને પરિણામે આખા પ્રાંતને સવાલ ઊભો થયો એ બારડોલીના સત્યાગ્રહનું મોટામાં મોટું ફળ છે.
પરોક્ષ પરિણામ તો દેશના પ્રાંતપ્રાંતમાં બારડોલીની અસર થઈ, સરકારને અન્યાય કરતાં કંઈક સંકોચ થવા લાગ્યા, પંજાબ જેવા પ્રાંતમાં લાખોનું મહેસૂલ માફ થયું, અને બીજા પ્રાંતમાં મેકૂફ રહ્યું.
નૈતિક પરિણામની ઉપર તો અહીં ઉપર બતાવ્યું છે તેના કરતાં વધારે વિવેચન કરવું અસ્થાને છે. અને એ પરિણામ કેટલું આવ્યું તે કહેવાનો આજે પ્રસંગ પણ નથી. એ પરિણામે આખો પ્રાંત જાગૃત થાય, બીજા કોઈ તાલુકામાં નહિ તો બારડોલી તાલુકામાં આત્મશ્રદ્ધા આવે, અને એ સ્વરાજની મોટી લડત માટે લાયક થાય, તે સત્યાગ્રહનું ઉત્તમોત્તમ ફળ એ આવ્યું કહેવાશે. પણ એની આજથી શી વાત કરવી ? એ તો ભવિષ્યને બળે છે, ઈશ્વરને હાથ છે.
Page #360
--------------------------------------------------------------------------
Page #361
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ લડત કેમ સડાઈ?
સત્યાગ્રહ કરવાની ખારડેાલી તાલુકાના ખેડૂતાને સલાહ આપતા પહેલાં શ્રી. વલ્લભભાઈ પટેલે સરકારને એક વિષ્ટિને પત્ર લખ્યા હતા, તેની પ્રથમ શિરસ્તા મુજબની પહોંચ આવી.. શ્રી. વલ્લભભાઈ એ સાત દિવસની મુદ્દત આપી તે વીતી ગઈ, તાપણ સરકારને તાર કે પત્ર દ્વારા કશું જણાવવાની જરૂર ન લાગી. પણ સત્યાગ્રહ જાહેર થયા પછી ચાર દિવસે ચાર શાહુકારને દંડે તેમ સરકારે લાંખે પત્ર લખી વલ્લભભાઈ ને જણાવ્યુ કે લડત નહાતી માંડવી એમ કહેતા હતા, છતાં લડત માંડવાની. ઉતાવળ તા તમે કરી. પત્રમાં મહેસૂલવધારાના બચાવ પણ કા, અને આખરે ધમકી આપી કે તમારા જેવા બહારના’ ખરડેલીને હલાવે તેની સરકારને કી પરવા નથી. શ્રી. વલ્લભભાઈ એ આ તાડી ધમકીનેા સચાટ ઉત્તર આપ્યા,અને તેને વળી સરકાર તરફથી જવાબ આવ્યા. આ બધા પત્રવ્યવહારનું ભાષાન્તર અહી આપીએ છીએ.
"
શ્રી. વલ્લભભાઈ એ સરકારના છેલ્લા કાગળને નીચે પ્રમાણે ટૂંક જવાબ છાપાઓમાં આપ્યા હતાઃ
કાળુ અવળુ ?
૨. પહેલ પ્રથમ તા સરકારે મારી સામે જે મેટામાં મેાટા આરોપ. મૂકો છૅ તેને જ પતાવી લઉં. સરકારના છેલ્લા પત્રના બે ફકરામાં કહેવામાં આવ્યું છે કે સરકારના હેતુએ અને કાર્યાંના અવળા અન
૩૪૭
Page #362
--------------------------------------------------------------------------
________________
-આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ કરનારાઓને શિરોમણિ છું. આ આપને મારા કરતાં એ આપ કરનારા જ વધારે પાત્ર છે એમ મારે જણાવવું જોઈએ. સરકારના હેતુઓ છે અને કાર્યોના અર્થ અને અનર્થ કરવાની જરૂર જ શા સારુ હોય? તે - હેતુઓ અને કાર્યો પિતે જ ઘાંટે પાડીને પિતાની જાત પોકારે છે. - સરકારની મહેસૂલનીતિ કેવી ભક્ષક અને રક્તશાષક છે એ બતાવવાને માટે - અનેક સેટલમેંટ કમિશનરેના રિપેટમાંથી જોઈએ તેટલા ઉતારાઓ હું - આપી શકે એમ છું. માત્ર માતર તાલુકાને સેટલમેંટ રિપોર્ટમાંથી એક ઉતારે હું આપીશ. માતર તાલુકાની દાઢી સ્થિતિ છતાં ત્યાંના કલેકટર મિ. ઘોસલે દરમાં વધારે સૂચવ્યું હતું. એની ઉપર ટીકા કરતાં સેટલમેંટ કમિશનરને લાગ્યું કે કલેકટરે જે ભાષા વાપરી છે તે લેડ સૅલ્સબરીનું પ્રસિદ્ધ વાક્ય (‘હિંદુસ્તાનનું લેાહી એટલું ચુસાઈ ગયું છે કે તે હવે ધળી પૂણ જેવું થઈ ગયું છે”) યાદ કરાવે છે. આ રહ્યા સેટલમેંટ કમિશનરના શબ્દઃ “ઓછા કરેલા દરમાં મિ. ઘોસલ જે વધારે સૂચવે - છે તે હું સ્વીકારી નથી શકતો. હું તે આસિસ્ટન્ટ સેટલમેંટ કમિશનર
સૂચવે છે તેના કરતાં પણ વધારે ઘટાડે સૂચવું. દરદીને બંધક દવાઓ - આપી તેથી ફાયદો નથી જણાવે. હવે રેચક આપી જોવી જોઈએ. પછી ૩૦ વર્ષે જ તે ખૂબ માતેલો દેખાય તે પછી આપણે ૧૯૪૭માં વધારે પ્રામાણિકતાથી મહેસૂલ વધારી શકીએ છીએ.” બારડોલીમાં તે છેડે વસ્તીનો વધારો થયો છે, એટલે સરકારની નજરે તે તાલુકે એટલે બધે માતી ગયું છે કે એનું લોહી ડું ચૂસવું જ જોઈએ. એટલે પિતાના છેલ્લા કાગળમાં સરકાર ઠંડે પેટે લખે છેઃ “બારડેલીના લેકેએ દેવાળું તે નથી કાઢયું કે દેવાળું કાઢવાની અણિએ પણ નથી પહોંચ્યા એ ચેકસ છે.” સરકારના પોતાના અમલદારેએ તૈયાર કરેલા આંકડાઓ અને તેમનાં વચને સરકારને અનુકૂળ ન પડે એટલે તે સંબંધ વિનાનાં ગણાય, અથવા ન સ્વીકારવા જેવાં ગણાય! સરકારના પહેલા પત્રમાં કશા કારણ કે આધાર વિના જણાવવામાં આવ્યું હતું: “ગુજરાત પ્રાંતને સરકારની - જમીન મહેસૂલનીતિથી બહુ ખમવું પડયું છે એ તમારું વચન ગવર્નર
અને તેની કાઉન્સિલ સ્વીકારવાને તૈયાર નથી.” એના જવાબમાં આખા પ્રાંતની સ્થિતિ દર્શાવનારા આંકડાઓ સરકારનાં જ ચેપડાંમાંથી મેં ટાંક્યા. આને જવાબ સરકાર એ આપે છે કે આખા પ્રાંતમાં સૂઝે તે સ્થિતિ - હોય, બારડેલી અને ખેડાની વચ્ચે શું સંબંધ છે? અગાઉના સેટલમેંટ કમિશનરે બારડેલી તાલુકાના કરજને આંકડે આપેલો તે ટાંકી મેં કહ્યું કે ૩૦ વર્ષ ઉપર પણ તાલુકે ઠીકઠીક કરજદાર દશામાં હતું, તે સરકાર
૩૮
Page #363
--------------------------------------------------------------------------
________________
લડત કેમ મંડાઈ" કહે છે: “કરજને એ આંકડે અને આજને આંકડે ગવર્નર અને તેની કાઉન્સિલ સ્વીકારી શકતાં નથી.” આના કરતાં વધારે મેટી અવળાઈ કોઈ કલ્પી શકાય ?
નિષ્પક્ષ તપાસ જોઈએ ૩. બારડોલી તાલુકામાં ગણાતના ૩૫ ટકાથી વધારે મહેસૂલ લેવાતું નથી એમ કહેવામાં આવ્યું છે. આ આંકડાના જાદુ વિષે બે શબ્દ મારે કહેવા જોઈએ. સરકાર ભૂલી જાય છે કે જે ગણોત અને વેચાણના દાખલાઓ સેટલમેન્ટ કમિશનરે લીધા છે તે તદન અવિશ્વાસપાત્ર છે એ મારી ફરિયાદ છે, કારણું વેચાણના અને ગણેતન દેખીતા દાખલાઓ તેમણે રદ નથી કર્યા, પણ બધા ગણતરીમાં લીધા છે. જે સાચાં ગણતના દાખલાઓ કાઢવામાં આવ્યા હોત તો મહેસૂલ કદાચ ગણતના ૫૦ ટકાથીયે વધવા જાત, પણ સરકારી કાગળમાં વાંધો ઉઠાવવામાં આવે છે?
સરકારનાં પહાણીપત્રકમાંથી લીધેલા દાખલાઓ અનિશ્ચિત કેમ ગણવામાં આવે છે એનું કારણ તે આપવામાં આવતું નથી. આ બાબતમાં મારા વિસ્તારથી આપેલ જવાબ કાંઈ પણ શંકાનું કારણ રહેવા દે છે એથી મને આશ્ચર્ય થાય છે. સરકારના પત્રકમાં ગણોત કે વેચાણનો દસ્તાવેજ ન હોય, પણ કયા સંજોગોમાં એ ગણોતની અથવા વેચાણની રકમ . ઠરાવવામાં આવી એ નોંધેલું નથી હોતું. એ તો કઈ પ્રામાણિક અમલદાર તપાસ કરીને ખેળી કાઢે ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે; અને તે જ તે સાચા અને ખોટા વેચાણ અને ગણોતના વ્યવહાર છૂટા પાડી. શકે. સરકારી અમલદારેએ આપેલી જુબાનીમાંથી મેં જે મહત્વનાં ઉતારાએ મારા કાગળમાં આપ્યા છે તેમાં જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે સરકારનાં પત્રકે ઉપર કેમ વિશ્વાસ રાખી ન શકાય. એટલે એ વિષે મારે વધારે વિવેચન કરવું ન જોઈએ. અહીં એટલું જ જણાવવાની રજા લઉં છું કે એ પત્રકે આજે નવાં નથી ઉત્પન્ન થયાં પણ કેટલાંયે સાલથી છે એમ એ અમલદારે જાણતા છતાં, તેમના અનુભવે તેમની પાસે ચેતવણી અપાવી છે કે એ પત્રકમાંથી મળતી માહિતી ઉપર વિશ્વાસ રાખી ન શકાય. સેટલમેંટ અમલદારે પોતાનું કામ બરાબર રીતે કર્યું એ સરકારના વચનને હું હજી પણ ઇનકાર કરું છું, અને સરકારને તપાસ કરવાનું આન આપું છું. હું તો આગળ જઈને એ પણ કહું છું કે સરકારી પત્રકમાંથી વેચાણ દસ્તાવેજો બધા લેવામાં સેટલમેંટ અમલદાર લેંડ રેવન્યુ કોડની કલમ ૧૦૭ માં આપેલી શરતને પણ. પી ગયા છે. એ કલમમાં ઠરાવ્યું છે કે જમીનની કિંમતમાં અથવા તે..
૩૪૯
Page #364
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ ખેડવામાંથી થતા ફાયદામાં વધારે ખેડૂતની પિતાની મહેનતે અથવા પિતાને ખર્ચે થયેલ હોય તો તે વધારે નવી આંકણી કરતી વખતે ગણતરીમાં ન લે.
૪. સરકારી કાગળના ૭મા પેરેગ્રાફના સંબંધમાં મારે એટલું જ કહેવું જોઈએ કે છાપાં અથવા ભાષણે દ્વારા મને ટેકે આપનાર મિત્રો અને હું ટોળી બાંધીને બેઠા નથી. પણ મારે તેમના તરફથી જણાવવું જોઈએ કે નાની નાની સરકારી જાહેરખબરે અને નિયમો અને કાનૂનના અભ્યાસી હોવાની તેમની પાસે કોઈ આશા ન રાખે. તેઓ આવી હિલચાલને ટેકે આપે કારણ કે તેમને સામાન્ય રીતે સત્ય કેની બાજુએ છે તે સમજાઈ જાય છે, અને સરકારની સચ્ચાઈને વિષે તેમને વિશ્વાસ ઊડી ગયે છે. છતાં અહીં પણ મારે કહેવું જોઈએ કે સરકારી જાહેરનામાં અને નિયમો અને કાનૂનોની ભૂલભૂલામણીમાં ઊતરવાની જે મહેનત લે છે તેને તેની મહેનતનું ભાગ્યે જ કશું ફળ મળે છે. કારણ સરકારની પાસે તે દરેક વખતે કંઈક નહિ તે કંઈક જવાબ હોય છે જ. તમારા આ નિયમને તમે ભંગ કર્યો છે એમ કહીએ તો સરકાર જવાબ દે છે: “આ
પ્રથાને બદલે અમે હવે આ પ્રથા શરૂ કરી છે,” “અમલી ખાતાના : હુકમો સરકારને પોતાની ઇચ્છા પ્રમાણે બદલવાને હક છે !”
૫. મને અને મારા સાથીઓને બહારના” કહીને જે અપમાન પહેલા કાગળમાં કરવામાં આવ્યું હતું, અને જેની સામે મેં વાંધે લીધે ' હતું, તે અપમાન સરકારના છેલ્લા કાગળના આઠમા પેરેગ્રાફમાં ગવર્નર અને તેની કાઉન્સિલની છાપ સાથે પાછું મારા માથામાં મારવામાં આવ્યું છે. એનો અર્થ એટલો જ છે કે પશુબળ ઉપર આધાર રાખનારી જે રાજ્યપ્રથાને જ્યારે ત્યારે પિતાનું ઉદ્ધત જોર બતાવવાની ટેવ પડી છે, તે પ્રથાને આ દેશમાંથી કાઢયે જ છૂટકે છે.
૬. પણ બારડેલી સત્યાગ્રહને એ હેતુ નથી. એને હેતુ તે પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે, તે બાબતમાં એક નિષ્પક્ષ પંચ માગવાને જ સત્યાગ્રહીઓને હેતુ છે. જોકે તે કહે છે કે બારડેલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તે નિષ્પક્ષ પંચની જ લોકોની ના ન પડાય એવી માગણી ઉપર આગ્રહ રાખે છે. સેટલમેંટ ઓફિસરના રિપોર્ટની યોગ્યતાને મેં ઇનકાર કર્યો છે, સેટલમેંટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધરણની યોગ્યતાને પણ મેં ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તે એની તપાસ કરીને મને ખેટે ઠરાવે.
૩૫
Page #365
--------------------------------------------------------------------------
________________
લડત કેમ મડાઈ? સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો એ શરતે બંધાય છે–એક તે એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે, અથવા તો નિષ્પક્ષ પંચ નીમે, તો તેઓ તુરત મહેસૂલ ભરી દે. આ બેમાંથી એક રસ્તે કાઈ પણ આબરૂદાર સરકારને લે મુશ્કેલ ન હૈ જોઈએ.
લિ. આપને, ૧ લી માર્ચ, ૧૯૨૮.
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ - વિષ્ટિને પત્ર (નામદાર ગવર્નરને શ્રી. વલભભાઈને પત્ર),
- અમદાવાદ, ૨૬-૨-૧૯૨૮. સાહેબ,
આપ નામદારને હું જે બાબત લખવાની રજા લઉં છું તેમાં -ગુજરાતના એક લાખ ખેડૂતોના હિતને પ્રશ્ન સમાયેલો છે. આ કાગળ હું આપને ભારે સંકેચ સાથે અને મારી જવાબદારીને ચોકસ ખ્યાલ રાખીને લખું છું. વળી હું સીધા આપ નામદારને જ લખવાની છૂટ લઉં છું, કારણ એ બાબત અતિશય જરૂરી છે તથા લોકેને માટે અને કદાચ સરકારને માટે પણ બહુ મહત્ત્વની છે.
સૂરત જિલ્લાના બારડેલી તાલુકાના જમીન મહેસૂલની નવી આકારણમાં ૨૨ ટકાને વધારે કરવામાં આવ્યું છે, અને મહેસૂલી ખાતાના તા. ૧૯મી જુલાઈ ૧૯૨૭ ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/ર૪ની રૂએ તેનો અમલ ચાલુ સાલથી થવાનો છે. આથી કેનાં દિલ બહુ ઉશ્કેરાયાં છે, અને પોતાને ભારે અન્યાય થયો છે એમ તેઓ માને છે. રાહત મેળવવાના બધા સામાન્ય ઇલાજે અજમાવી લીધા પછી તેમની એક પરિષદ બારડેલી મુકામે ખેડૂતોને એકતરફી, અન્યાયી અને જુલમી લાગતી આ નવી આકારણીનો વિરોધ કરવાનો વિચાર કરવા મળી. એ પરિષદનું પ્રમુખપદ લેવા તેમણે મને નિમંત્રણ કર્યું. છેલ્લા પખવાડિયામાં આ બાબત આ તાલુકાના અનેક ગામોની અરજીઓ મારી પાસે આવી હતી. પરિષદનું કામ શરૂ થતાં પહેલાં ૭૫ થી પણ વધારે ગામના પ્રતિનિધિઓને હું મળે. કોઈ પણ ગામને એક પણ પ્રતિનિધિ એ નહોતે જે આ આકારણીને અન્યાયી ન માનતો હોય. પાંચ ગામના પ્રતિનિધિઓએ મહેસૂલમાં થયેલો વધારે જે ફક્ત ન ભરવાની ઇચ્છા દર્શાવી. તેટલાં ગામ અપવાદરૂપે બાદ કરતાં બાકીનાં ૭૦ કરતાં વધારે ગામાએ જ્યાં સુધી દાદ ન મળે ત્યાં સુધી આખું નવું મહેસૂલ ભરવા ના પાડવાને પિતાને નિર્ણય એકેઅવાજેજાહેર કર્યો. આમ બહુ ગામે મત જોઈ
૩૫૧
Page #366
--------------------------------------------------------------------------
________________
આવ્હેલી સત્યાગ્રહનો ઇતિહાસ પેલાં થોડાં ગામએ પણ પિતાનો વિચાર ફેરવ્યું. તેમના આ ઠરાવનો કેવાં ગંભીર પરિણામ આવે તે મેં લોકોને સમજાવ્યું. આવી લડત લંબાય. પણ ખરી. તેમાં અનેક સંકટે પડે અને જમીન પણ ખાવી પડે, એ વિષે પણ વિવેચન કર્યું. પણ લોકે પોતાના નિર્ણયમાં મને મક્કમ લાગ્યા. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકાર સાથે ભારે ઝગડો બનતાં લગી ટાળવાને હું ઇંતેજાર હોવાથી તેને પોતાને નિર્ણય બરાબર તોળી જેવાની મેં સલાહ આપી, અને છેવટને ઠરાવ કરતાં પહેલાં હું આ૫. નામદારને લખી જેઉં એવી મેં માગણી કરી. તેમણે મારી સલાહ માની, અને એક અઠવાડિયું રાહ જોવાનું તથા આ વસ્તુનો ફરી વિચાર કરી લેવાનું કબૂલ કર્યું, અને ૧૨મી તારીખે ફરી મળવાનું ઠરાવ્યું. લોકેને પાકે વિચાર કરી નિર્ણય ઉપર આવવાને આથી વધુ વખત મળત તો મને બહુ ગમત, પણ તેમ કરવું શક્ય નહોતું, કારણ હપ્તાની પંદર દિવસની મુદત તા. ૨૦મીએ પૂરી થાય છે.
સરકારની જમીન મહેસૂલની નીતિને લીધે કમનસીબ ગુજરાતને બહુ વેઠવું પડયું છે. તેનાં પરિણામો અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તો સ્પષ્ટ દેખાય છે. સૂરતની દશા પણ કાંઈ વધુ. સારી ન હોત. પણ ત્યાંના બારડોલી તથા બીજા કેટલાક તાલુકાઓમાં મુખ્ય પાક રૂનો છે, અને છેલા મહાયુદ્ધને પરિણામે રૂના ભાવમાં થોડાં વરસે અસાધારણ ઉછાળાનાં આવી ગયાં. ખેડા જિલ્લાનો એક વખત માતબર ગણાતા માતર તાલુકે આજે ફરી ન ઊડી શકે એવી પાયમાલીમાં આવી ગયા છે. એ જ જિલ્લાના મહેમદાવાદ અને બીજા કેટલાક તાલુકાઓની. એવી દશા થવા બેડી છે, અમદાવાદના ધૂળકા અને ધંધુકા તાલુકાનાં ભવિષ્ય પણ સારાં વરતાતાં નથી. આ બધું સરકારની મહેસૂલનીતિને પરિણામે થવા પામ્યું છે એ સહેજે સાબિત કરી શકાય એમ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી જ્યારે મેં તા. ૧૯મી જુલાઈ ૧૯૨૭ના મહેસૂલી ખાતાના સરકારી ઠરાવ નં. ૭૫૪૪૨૪ નું નીચે જણાવેલ છેલ્લું વાક્ય વાંચ્યું ત્યારે મને દુઃખ સાથે આશ્ચર્ય થયું
ઊલટું, ગવર્નર અને તેની કાઉન્સિલને તો શંકા જ નથી કે હમણું મહેસૂલમાં વધારે કરવામાં આવ્યો છે તે છતાં આવતાં ત્રીસ વરસમાં તાલુકાને ઇતિહાસ વધતી જતી આબાદીને જ હશે.”
* મારે એટલું ઉમેરવાની જરૂર છે ખરી કે ગુજરાતના બીજા ભાગે વિષેની આવી આગાહીઓ હમેશાં બેટી પડી છે ?
૭૫૨
Page #367
--------------------------------------------------------------------------
________________
લડત કેમ માંઈ?
સરકારના સદરહુ ઠરાવને ૧૧ મે પૅરેગ્રાફ વાંચતાં - પણ દિલગીરી. ઊપજે છે સરકારને લેાકાએ કરેલી અરજીઆમાં જે જે વાંધાઓ દર્શાવવામાં. આવેલા છે તે બધા તેમાં એકીક્લમે ઉડાડી દેવામાં આવ્યા છે. એ. વાંધા બહુ મહત્ત્વના અને ગંભીર પરિણામવાળા હોવા છતાં જે રીતે એ ઉડાડી દેવામાં આવ્યા છે તે બતાવે છે કે સરકારે તા કાઈ પણ હિસાબે: વધારે લેવાના ઠરાવ જ કરી નાંખ્યા છે.
મહેસૂલની આકારણી જેવી ભારે મહત્ત્વની બાબતમાં જે લેાકાને તે ભરવું પડવાનું છે તેમને એ વસ્તુની જાણ કરવાની, અને દરેક ગામના પ્રતિનિધિઓ સાથે પૂરતી મસલત કર્યાં સિવાય તથા તેમના અભિપ્રાયને પૂરું વજન આપ્યા સિવાય કાઈ પણ જાતની ભલામણેા નહિ કરવાની પેાતાના અમલદારને સૂચના આપવાની સરકારની સ્પષ્ટ ફરજ હતી.પણ અમલદારોએ આવું શું કર્યું જણાતું નથી. તેમણે તેા - ગણાતપટા અને સાંથના આંકડા ’ . ઉપર જ બધી ઇમારત ચણી છે. સાથે સાથે અહી મારે જણાવવું જોઈએ કે જમીનમહેસૂલના ઇતિહાસમાં મહેસૂલ નક્કી કરવાનું આ ધેારણ સરકારે પહેલી જ વાર આ તાલુકામાં અખત્યાર કર્યું છે. આકારણીઅમલદારે લેાકાની વાત સાંભળી નહિ, અને તેને વજન. ન આપ્યું, એ હકીકત બાજુએ રાખીએ તાપણું જમીનમહેસૂલ નક્કી કરવાનું આ ધારણ જ બહુ વાંધાભર્યું અને સામાન્ય રીતે ખાતેદારોના હિતને બહુ નુકસાન પહોંચાડનારું છે.
વળી આ ધેારણ વાજબી છે એમ માની લઈએ તેપણ સરકારે પેાતે જાહેર કરેલી વાતની, દાખલા તરીકે ૧૯૨૭ના મા'માં ધારાસભાની બેઠક દરમ્યાન મહેસૂલી ખાતાના મંત્રીએ જે વસ્તુ કહી હતી તેની, સરકાર બહુ જ ભારે કારણ સિવાય અવગણના કરી શકે નહિ. મહેસૂલી ખાતાના મંત્રીના કથનથી ઊલટા ચાલીને, આખી આકારણી, અસાધારણ વરસે દરમ્યાન જમીન અને પાકના વધી ગયેલા ભાવા અને તેને પરિણામે વધેલી સાંથ, તે ઉપર થયેલી છે.
વળી, ખીન્ત કેટલાંક કારણેાથી પણ આખી આકારણી દૂષિત ઠરે છે, તે તરફ સ ંક્ષેપમાં આપ નામદારનું હું ધ્યાન ખેંચીશ. આકારણીઅમલદારે પાતાનું નિવેદન આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૈા સ્થાન આપવામાં આવે છે તે ઉપર ઘડયુ. એટલે લેાકાએ પેાતાના વાંધાઓ રત્નું કશ્તી વખતે તેને બહુ મહત્ત્વ આપ્યું નહિ. ત્યારબાદ આકારણીકમિશનરે આકારણીનું એક નવું જ ધેારણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણીઅમલદારે ગામેાના જે વર્ગો પાડચા હતા તેમાં પણ ફેરફાર કરીને નવા જ
૩૫૩
Page #368
--------------------------------------------------------------------------
________________
આડેલી સત્યાગ્રહને ઇતિહાસ - ધારણ ઉપર ગામોનું નવું વર્ગીકરણ કર્યું. એવી ભલામણે મંજૂર રાખીને આકારણીના વિષયમાં સરકારે એક તદ્દન નવું જ તત્ત્વ દાખલ કર્યું છે. નવા વર્ગીકરણમાં કેટલાંક ગામે ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે. એટલે એ ગામને માથે તો ઉપરના વર્ગોને ઊંચા દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦ થી ૬૦ ટકાને વધારે પડ્યો છે. છેવટના હુકમ કાઢતાં પહેલાં આ બાબતની લોકોને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તે સેટલમેંટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું અને ૧૯૨૭ની ૧૯મી જુલાઈએ છેવટના હુકમ કાઢચા. ચાલુ વર્ષમાં નવી આકારણને અમલ કરવો હોય તો તે પહેલી ઑગસ્ટ પહેલાં જાહેર થઈ જવી જોઈએ.
આથીયે વિશેષ નિયમબહાર તે એ બન્યું છે કે ૩૧ ગામાએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નેટિસે ચોડવામાં આવી કે જેમને -વાંધાઓ રજૂ કરવા હેય તે બે મહિનાની અંદર પોતાના વાંધાઓ રજૂ કરે.
એક રીતે તે ૧૯૨૭ની ૧૭મી જુલાઈન સરકારી ઠરાવ નં. ૭૨૫૯ ૨૪, જેની રૂએ જમીન મહેસૂલમાં વધારે થયે તે સરકારને છેલ્લો હુકમ હતો. પરંતુ પિલી નેટિસે ચેડાઈ એટલે એ હુકમ છેવટને રહી શકતા નથી, અને છેવટને હુકમ કાઢતાં પહેલાં વાંધાઓનો વિચાર કરી લેવાને સરકાર બંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નેટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવે વધારે અમલમાં મૂકી શકાય નહિ.
પરંતુ તાલુકાને જે ઉઘાડે અન્યાય થર્યો છે તે બાબત હું લંબાણ કરવા માગતો નથી. મારી વિનંતિ એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણ પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં સરકાર મુલતવી રાખે અને આ કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકેને પોતાની હકીક્ત રજૂ કરવાની તક મળે, અને તેમની રજૂઆતને પૂરતું વજન આપવાની ખાતરી આપવામાં આવે.
અતિશય નમ્રતાપૂર્વક આપ નામદારને જણાવવાની હું રજા લઉં છું કે આ લડત જે બહુ તીવ્ર સ્વરૂપ પકડે એવો સંભવ છે તે અટકાવવી આપના હાથમાં છે, અને તેથી આપને માન સાથે આગ્રહ કરું છું કે લોકોને પિતાને કેસ પૂરતી સત્તાવાળા નિષ્પક્ષ પંચ સમક્ષ રજૂ કરવાની તક આપે.
આપ નામદારને એમ લાગે કે આ બાબતમાં રૂબરૂ મળવાજેવું છે તે બોલાવે ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.
આપને નમ્ર સેવક,
વલ્લભભાઈ ઝ. પટેલ નામદાર સર લેસ્લી વિલ્સન જોગ ,
૩૫૪
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉપરના પત્રની પહોંચ
(ગવન રના ખાનગી મંત્રીના જવામ)
સરકારના ફૂલા બચાવ
શ્રીયુત પટેલ,
બારડોલી તાલુકામાં થયેલી નવી આકારણી બાબતના તમારા તા. ૬ઠ્ઠીને કાગળ નામદાર ગવરસાહેબ સમક્ષ રજૂ કરવામાં આવ્યે છે, અને તે ઉપર વિચાર કરવા તથા તેને નિકાલ કરવા મહેસૂલખાતા તરફ તે રવાના કરવામાં આવ્યો છે. આપને, જે. કર પ્રાઇવેટ સેક્રેટરી
જે. ડબલ્યુ. સ્મિથ આઈ. સી. એસ.
લડત કેમ મડાઈ
શ્રી. વલ્લભભાઈ જી. પટેલ જોગ,
ગવનમેન્ટ હાઉસ,
મુંબઈ, ૮–૨–૧૯૨૮
નં. ૭૨૫૯-બી/૨૪-૩૧૮૬ મહેસૂલ ખાતું મુંબઈ કિલ્લા, ૧૬-૨-૧૯૨૮
મંત્રી, મુંબઈ સરકાર મહેસૂલખાતું, તરફથી
ખાખતઃ ખારડોલી તાલુકાની નવી આકારણી
સાહેબ,
સુરત જિલ્લાના ખારાલી તાલુકાની થયેલી નવી આકારણીના સબધમાં નામદાર ગવરને તા. ૬-૨-૧૯૨૮ના રાજ તમે જે પત્ર લખેલા તેને નીચે પ્રમાણે જવાબ આપવાની ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને સૂચના થઈ છે.
ચાર શાહુકારને ડે
૩. કાગળની શરૂઆતમાં તમે જણાવા છે કે સરકાર સાથે બનતાં લગી મેૉટા ઝગડા ટાળવા તમે ઇંતેજાર છે, અને તેથી નામદાર ગવનરને તમે લખી જુએ ત્યાં સુધી તા. ૪ થીના રાજ મળેલી તેમની સભામાં કાઈ પણ નિણૅય ઉપર આવવાનું મુલતવી રાખવાની તમે સલાહ આપી, અને તમારી સલાહુ માનીને એક અઠવાડિયું રાહ જોવા તેમણે કબૂલ કર્યું. જો ૧૩મીના ટાઇમ્સ ઑફ ઇંડિયા'માં પ્રગટ થયેલી હકીકત ખરી હાય તા તમે તા. ૧૨મીના રોજ બારડાલી મુકામે મળેલી પિરષદમાં તમારા ભાષણમાં
૩૫૫
1
Page #370
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ જણાવ્યું છે કે તમારે કાગળ મહેસૂલખાતા ઉપર નિકાલ માટે મોકલવામાં આવ્યું છે એ જવાબ તમને મળે છે. વર્તમાનપત્રના અહેવાલમાં આગળ છે કે “શ્રી. પટેલે આ જવાબનો અર્થ એ કર્યો કે નવી આકારણું બાબત પિતાના ઠરાવ ઉપર ફરી વિચાર કરવા સરકાર ના પાડે છે, અને તેથી મહેસૂલ નહિ ભરવાની લડત ચલાવવા ખેડૂતોને તેમણે સલાહ આપી. હું તમારા ધ્યાન ઉપર લાવવા માગું છું કે નામદાર ગવર્નર ઉપરને તમારે કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરફ રવાના કરવામાં આવ્યું તે સરકારી વહીવટને અનુસરીને જ થયું છે, અને તેથી તે ઉપરથી તમે જે અનુમાન કાઢયું છે તે વાજબી ન ગણાય. આ સંજોગોમાં, ઉપર ટકેલું તમારું વાક્ય: મારા અનુયાયીઓને હું અંકુશમાં રાખી રહ્યો છું એવી મતલબના તમારા સૂચન સાથે બંધ બેસાડવું ગવર્નર અને તેની કાઉન્સિલને મુશ્કેલ જણાય છે. જે વર્તમાનપત્રના અહેવાલે ખરા હોય તે તે ઘારાસભાના કેટલાક ગુજરાતી સભ્ય, જેમણે સભામાં સૂચવાયેલું પગલું લેતાં લોકોને ચેતવ્યા,જોકે એ સજજનો પણ આકારણીની તે વિરુદ્ધ જ હોવાનું જાણવામાં છે, તેમના કરતાં તમારું વલણ જુદું જણાય છે.
૩. તમે લખે છે કે સરકારી મહેસૂલી નીતિને લઈ ગુજરાતને ઘણું ખમવું પડયું છે એ વસ્તુ ગવર્નર-ઈન-કાઉન્સિલ કઈ પણ રીતે સ્વીકારી શકતા નથી, અને તેઓ નામદાર તો આ આકરણીને મંજૂરી આપતા સરકારી ઠરાવમાં જે કહેવું છે કે બીજી, આકારણી સુધીનાં વર્ષોમાં આ તાલુકાને ઈતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને ફરી ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વરસેન બારડોલી તથા ચોર્યાસી તાલુકાને ઈતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે.
૪. તમે જણાવે છે કે આકારણી નક્કી કરવામાં સરકારની સ્પષ્ટ ફરજ હતી કે જે લોકોને મહેસૂલ ભરવું પડવાનું છે તેમને સરકારે બધી બાબતોની જાણ કરવી જોઈતી હતી, અને સરકારી અમલદારને સૂચના આપવી જોઈતી હતી કે ગામના પ્રતિનિધિઓ સાથે ખૂબ મસલત કર્યા વિના અને તેમના અભિપ્રાયને યોગ્ય વજન આપ્યા વિના તેઓ કઈ પણ જાતની ભલામણો ન કરે. તમે ઉમેરે છે કે સરકારી અમલદારેએ આવું કશું કર્યું નથી. તમને એટલી તે ખબર હશે જ કે સૂરત જિલ્લાના જે પ્રાન્તમાં બારડોલી તાલુકે આવેલો છે, તે પ્રાન્ત રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર મિ. એમ. એસ. જયારના હવાલામાં હતો અને તેમણે આ આકારણે તૈયાર કરેલી છે. દસ મહિના સુધી તેઓ તાલુકામાં ફર્યા છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ
૩૫૬
Page #371
--------------------------------------------------------------------------
________________
.
લડત કેસ મડાઈ? ખેતરા ઉપર જઈ ખેડૂતા સાથે વાતચીતા કરી છે તથા તેમની સાથે મસલત કરી છે. આ ઇલાકામાં આકારણીનું કામ કરવાની જે પ્રથા હમેશની ચાલી -આવી છે તે મુજબ જ તેમણે આમ કરેલું છે. અને આ ખાખતમાં કાયમના હુકમે છે તેના અમલમાં કશે ફેરફાર તેમણે કર્યા નથી, એટલે લેાકાને પેાતાની ફરિયાદો સંભળાવાની તક મળી નહાતી એમ કહેવું ખરું નથી. પુ. તમે આગળ કહેા છે કે સરકારી અમલદારે એ ગણાતપટા અને સાંથના આંકડાઓ ઉપર આધાર રાખ્યા છે, જે ધેારણુ આ ઇલાકાના જમીનમહેસૂલના ઇતિહાસમાં આ વખતે સરકારે પહેલી જ વખત સ્વીકાર્યું.’ આ કથન તમે કયા આધારે કહે છે! તે ગવનર અને તેની કાઉન્સિલ નક્કી કરી શકતા નથી. લૅ ડ રેવન્યુ કોડની ૧૦૭મી કલમ કહે છે કે જમીનમહેસૂલની આકારણી કરતી વખતે જમીનની કિ ંમત ધ્યાનમાં લેવામાં આવશે. વળી સેટલમેટ મૅન્યુઅલ જે ૪૫ વષઁથી અમલમાં છે તેમાં આકારણીઅમલદારને સૂચના આપેલી જ છે કે ખીજી પણ કેટલીક ખાખતે તેણે ધ્યાનમાં રાખવાની છે. આમાંની એક ગણાતપટા, વેચાણ તથા ગીરેાના આંકડા વિષેની પણ છે. તમે કહે છે કે આકારણીઅમલદારે પ્રથમ પેાતાના રિપાટ આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૌણ બાબત ગણવામાં આવી છે તે ઉપર આધાર રાખીને કર્યાં. અને તમે ઉમેરે છે કે આકારણીકમિશનરે આકારણીનું નવું ધારણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણીઅમલદારે ગામેાનું કરેલું વર્ગીકરણ રદ કરી તદ્દન નવા જ ધારણ ઉપર ફરીથી વર્ગીકરણ કર્યું છે. અને એ આકારણીકમિશનરની ભલામણેા મંજૂર રાખીને સરકારે તદ્દન નવું જ ધેારણ દાખલ કર્યું છે. એટલી વાત તદ્દન સાચી છે કે આારણીકમિશનર, જેમને આ જિલ્લાના પહેલાંના કલેકટર તરીકે તાલુકાના ખૂબ પરિચય છે તેમણે વર્ગીકરણમાં કેટલાક ફેરફારો કર્યાં, અને ગણેાતપટા તથા સાંથના આંકડાઓ ઉપર આકારણીઅમલદારના રતાં વિશેષ ભાર મૂકયો; પરંતું હું એટલેા નિર્દેશ કરવા ઇચ્છું છું કે તેમના આ કાર્યથી લાકાના હિતમાં નુકસાન થવાને બદલે હકીક્તમાં લાભ જ થયા છે. આકારણીઅમલદારની ભલામણાને પરિણામે ચાલુ મહેસૂલમાં ૩૦.પ૯ ટકાને વધારા સૂચવાયેા હતેા; ત્યારે આકારણીકમિશનરની ભલામણાને પરિણામે ર૯.૦૩ ટકાનો વધારો થાય છે. ત્યારઞાદ નામદાર રેવન્યુ મેમ્બરે ધારાસભાની ૧૯૨૭ના માર્ચની -એઠકમાં પેાતાના ભાષણમાં, જેના ઉલ્લેખ તમે કર્યાં છે તેમાં, નહેર કર્યાં અનુસાર પેાતાને મળેલા આંકડાઓ અને હકીકતા ફરી તપાસી, અને છેવટે, લડાઈ દરમ્યાન અતિશય વધી ગયેલા ભાવાનુ કારણ સપૂ
૩૫૭
Page #372
--------------------------------------------------------------------------
________________
આંરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
· રીતે કાઢી નાંખવાના તથા અન્યાય થવાને સંભવ પૂરેપૂરા ટાળવાના હેતુથી આકારણીઅમલદારે સૂચવેલા અને આકારણીકમિશનરે ફેરફાર કરી નક્કી કરેલા દામાં ખૂબ ઘટાડો કરી નાંખ્યા, જેને પરિણામે આકારણીઅમલદારના ૩૦.૫૯ ટકા તથા આકારણીકમિશનરના ૨૯.૦૩ વધારાને બદલે ચેાખ્ખા વધારા ૨૧.૯૭ ટકા નક્કી કરવામાં આવ્યે. તમે કહેા છે કે જે રીતે બધા વાંધા ઉડાડી દેવામાં આવ્યા તે બતાવે છે કે વાંધાઓ ગમે તેટલા મહત્ત્વના હોય અને પરિણામેા ગમે તેટલાં ગંભીર હાય છતાં આગ્રહપૂર્વક વધારા કરવાને સરકારના નિશ્ચય જ હતા. ગવર અને તેની કાઉન્સિલ આશા રાખે છે કે ઉપર આપેલા આંકડાઓ જોયા પછી તમારી ખાતરી થશે કે તમારી વાતને હકીકતના ટેકા મળતા નથી. સારાંશ, તમારી જે દલીલ છે કે ખેડૂતાની સ્થિતિ ધ્યાનમાં લીધા વગર. અને તપાસ માટે જેટલાં સાધના મળી શકે તે બધાં સાધનાના સંપૂ વિચાર કર્યા વિના આ આકારણી દાખલ કરવામાં આવી છે. તેના ગવર, અને તેની કાઉન્સિલ ભાર દઈને ઇનકાર કરે છે.
૬. તમે એવું સૂચવેા છે કે જે ૩૧ ગામામાં ૧૯ મી જુલાઈ, ૧૯૨૭ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/૨૪, જે જમીનમહેસૂલના વધારાની. બાબતમાં છેવટને હુકમ હતા તેની સામે બે મહિનાની અંદર વાંધાએદર્શાવવાની નેસિસેા જીલાઈના છેલ્લા અઠવાડિયામાં ચાડાઈ તેમાં નિયમને ભારે ભંગ થયેલા છે. તેને ખુલાસા એ છે કે આ જાતની નેટિસે તે જ ગામેામાં ચોડવામાં આવે છે જ્યાં આકારણીઅમલદારે સૂચવેલા દરો કરતાં પણ વધારે દરો નક્કી કરવામાં આવ્યા હાય. આવી નેટિસે। કાઢવી જજોઈ એ એવું કાયદાનું બંધન નથી, પરંતુ એ કાઢવાની વહીવટી પ્રથા એટલા ઉદ્દેશથી પડી ગયેલી છે કે આકારણીઅમલદારના સૂચવાયેલા દરામાં સરકારને ફેરફાર કરવા જરૂરી જણાયા છે તેની લોકોને ખબર પડે. એ વસ્તુ તા એક પ્રકારની રાહત છે, તેમાં ગંભીર નિયમભગ શી રીતે થઈ જાય છે તે સમજવું મુશ્કેલ છે. તમે કહે છે કે આવી નેટિસેાથી. ઠરાવ છેવટના હુકમરૂપ છે એ વસ્તુ નીકળી જાય છે. હું કહું છું કે આ ઠરાવ છેવટના હુકમરૂપ એટલા જ અમાં નથી હેાતા કે જો બે મહિનાની અંદર જે અરજીએ આવે તે ઉપરથી સરકારને પેાતાના ઠરાવમાં ફેરફાર. કરવાની જરૂર જણાય તે સરકાર દરમાં ફેરફાર કરે, અને ઠરાવેલા દરો ગેરવાજબી છે એવી સરકારને ખાતરી ન થાય તે તે છેવટના રહે. તમે લખા છે કે આવી નોટિસાથી છેવટનો હુકમ બહાર પાડતા પહેલાં બધા વાંધાઓના નિકાલ કરવાની સરકારની ફરજ થઈ પડે છે, અને છેવટન
૩૫૦
Page #373
--------------------------------------------------------------------------
________________
લડત કેમ મંડાઈ? હુકમની છ મહિનાની નોટિસ મળ્યા વિના ચાલુ વર્ષમાં વધારેલા દરને અમલ કરી શકાય નહિ. આવી છ મહિનાની નોટિસની બાબતમાં કોઈ જાતનો કાયદો કે વહીવટી હુકમ હોવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ. જાણતા નથી, અને તમે શેનો ઉલ્લેખ કરે છે તે તેને સમજી શકતા નથી.
બહારનાએ” ૭. છેવટમાં હું એટલું જણાવું છું કે પિતાના અમલદારેએ સૂચવેલા દરે કરતાં ઓછા દરે સરકારે ઠરાવ્યા છે, ખેડૂતે ઉપર કઈ જાતની હાડમારી ન પડે તેની ખાસ કાળજી રાખીને જ તે પ્રમાણે સરકારે કરેલું છે, અને હવે નવી આકારણ પ્રમાણે વસૂલ લેવાનું મુલતવી રાખવા. અથવા આકારણીને ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ પણ જાતની રાહત આપવા સરકાર તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લેકે પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની. શિખવણને વશ થઈને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તો તેંડ રેવન્યુ. કોડ અનુસાર જે પગલાં લેવાં જોઈશે તે લેતાં ગવર્નર અને તેની કાઉન્સિલને જરા પણ સંકોચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને ખસૂસ જે નુક્સાનમાં ઊતરવું પડશે તેને માટે પોતે જવાબદાર નહિ રહે.
તમારે સેવક,
જે. ડબલ્યુ. સ્મિથ મંત્રી, મુંબઈ સરકાર જમીનમહેસૂલખાતું
વલ્લભભાઈને રદિયે. શ્રી. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ તરફથી જે. ડબલ્યુ. સ્મિથ એસ્કવાયર, આઈ. સી. એસ. મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના મંત્રી જેગ
અમદાવાદ તા. ૨૧-૨-૧૯૨૮ સાહેબ,
મારા તા. ૬ ઠ્ઠી જાનેવારીના કાગળના જવાબમાં તમારે તા. ૧૬મીને લખેલે લંબાણુ વીગતભર્યો કાગળ મળે. તે માટે હું તમારે આભારી છું. તમે ઉઠાવેલા જુદા જુદા મુદ્દાઓને હું ક્રમવાર જવાબ આપીશ.
૨. ગઈ ૧૨ મી તારીખે બારડેલી તાલુકાના લોકોને જમીન મહેસૂલ ભરવા ના પાડવાની સલાહ આપવામાં મેં જે વલણ અખત્યાર કીધું તેને તમે કાઢેલો અર્થ જોઈ હું વિસ્મય પામ્યું છે. તા. ૪થીએ જ લકે
૩પ૯ :
Page #374
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ સત્યાગ્રહ કરવાનો ઠરાવ કરવાની તૈયારી કરીને આવેલા અને મારી સૂચનાને માન આપીને જ તેઓ ૧૨મી તારીખ સુધી પોતાનો નિર્ણય મુલતવી રાખવા કબૂલ થયેલા એ બીના તમારા ધ્યાનબહાર રહી જણાય છે. મેં આ હકીક્ત મારા કાગળમાં સ્પષ્ટપણે જણાવી હતી. જવાબમાં મારા આટલી અગત્યના કાગળને રેવન્યુ ખાતા તરફ મોકલવામાં આવ્યું છે એમ જણાવતાં મામુલી પહોંચના કાગળ ઉપરાંત મજકુર તારીખ સુધી જ્યારે કશો વધુ જવાબ મને ન મળે ત્યારે મારે એવું અનુમાન કાઢવું જ રહ્યું હતું કે ખાતાએ મારા કાગળ પર ધ્યાન આપવાની જરૂર નથી જોઈ. જે તેમ નહોતું તો મારા કાગળનો વીગતવાર જવાબ તમે આપવાના છે એવી ખબર મને તા. ૧રમી પહેલાં તારથી અગર બીજી રીતે કરવાને રસ્તો તમારે માટે ખુલ્લે હતો.
તા. ૧૬મી જાનેવારીના “યંગ ઇન્ડિયા'માં બારડોલી પરિષદને જે સત્તાવાર અહેવાલ છપાયે છે તે પરથી તમે જોશે કે મારા ભાષણમાં મેં કહેલું કે જે સરકારે આપણી વષ્ટિ ચાલે ત્યાં સુધી મહેસૂલવસૂલી મુલતવી રાખવાના હુકમો કાઢયા હોત તો હું પણ રાહ જેવા આનાકાની ન કરત. ધારાસભાના સભ્યોની બાબતમાં તો મારે એટલું જ કહેવાનું છે કે પહેલી જ સભા વખતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પિતાને સૂઝયા તે બધા ઉપાય અજમાવી ચૂક્યા છે, અને છેવટે ખેડૂતોને મારી પાસે જવાની સલાહ આપવા સિવાય બીજો કોઈ માર્ગ તેમને જડડ્યો નથી. વળી ખેડૂતોને તેઓ જે પગલું લેવા માગતા હતા તેના પરિણામને લગતી મેં આપેલી ચેતવણે મજકૂર સદ્ગુહસ્થોએ આપેલી ચેતવણી કરતાં કદાચ વધુ જ આકરી હતી.
ગુજરાત કેટલું ખમે છે? ૩. તમારા કાગળના પૅરા ૩ માં તમે જે કહ્યું છે તેનો જવાબ આપવામાં હું તમે ધારણ કરેલા ધોકાપંથી સૂરની હરીફાઈ નહિ કરું. હું બીજી બાબતમાંથી થોડીક આગળ તરી આવતી બાબતો પર જ નામદાર ગવર્નરસાહેબનું ધ્યાન ખેંચીશ. તે એ કે:
(ક) ગુજરાત એ આખા ઇલાકામાં સૌથી આકરામાં આકરાં જમીનમહેસૂલ ભરનારે પ્રાંત છે. આ સર્વ પક્ષે કબૂલ રાખેલી બીન છે.
(ખ) ખેડા જિલ્લાના કેટલાયે તાલુકાઓમાં હાલની પૂરી થયેલી મહેસૂલ આકારણીના ગાળા દરમ્યાન મજકૂર આકારણીને પરિણામે જે સ્થિતિ ઊભી થઈ તે સરકારને પોતાને પણ એટલી આકરી લાગેલી કે તેમને મજકુર ગાળામાં સંખ્યાબંધ ગામડાને અવારનવાર ૧૬ ટકા થ્યની
Page #375
--------------------------------------------------------------------------
________________
. . લડત કેમ મંડાઈ? રાહત આપવાની ફરજ પડેલી, અને અંતે એટલેથી પણ ન અટકતાં પાછળથી જ્યારે સ્થિતિ છેક કથળી ગઈ ત્યારે બે તાલુકાઓમાં તે ફેરઆકારણી પણ કરવી પડેલી. . (ગ) ઇલાકાના સારામાં સારા જિલ્લાઓના લોકવસ્તીના તેમજ પશુધનના આંકડા જોતાં મજકૂર જિલ્લાઓની આબાદી ઘટતી જઈ દિન પ્રતિદિન તેમનાં હીર ચુસાતાં જાય છે એમ જ માલૂમ પડે છે. નીચલા આંકડા સરકારી વસ્તીગણતરી તેમજ ખેતીવાડીના અહેવાલમાંથી ટાંકું છુંઃ જિલ્લો વસ્તી
ખેતી ઉપયોગી ઢાર ૧૮૯૧ માં ૧૯૨૧ માં ૧૮૮૫-૮૬ માં ૧૯૨૪-૨૫ માં અમદાવાદ ૯,૨૧,૫૦૭ ૮,૯૦,૯૧૧ ૧,૫૯,૩૯૦ ૧,૧૭,૯૨૫ ભરૂચ ૩,૪૧,૪૯૦ ૩,૦૭,૭૪૫ ૬૭,૬૩૧ ૫૬૯૯૫ ખેડા ૮,૭૧,૯૪ ૭,૧૦,૪૮૨ ૧,૫૭,૭૪૪ ૧,૦૪,૧૬૩ સૂરત ૬,૪૯,૯૮૯ ૬,૭૪,૩૫૭ ૧,૪૬,૫૨૦ ૧,૧૨,૬૦૩ - સૂરત જિલ્લાની વસ્તીમાં સહેજ વધારે દેખાય છે એ હું કબૂલ કરું -છું. પણ એ આંકડે વાંચનારના મનમાં સાથે સાથે એ સવાલ પણ અહીં ઊભું કર્યા વગર નથી રહેતો કે શું આ જિલ્લાને પણ બીજા કહીન જિલ્લાઓની હારમાં બેસાડવાનો ઇરાદે તો નવા મહેસૂલવધારાના મૂળમાં નહિ હોય ? . (ધ) ખેડૂતોની વધતી જતી કરજદારીની દષ્ટિએ લેવામાં આવેલા વાંધાને સરકારી ઠરાવમાં અવગણનાપૂર્વક ઉડાડી દેવામાં આવ્યું છે. બિનસરકારી તપાસમાંથી એવું જણાયું છે કે આગલી આકારણી વખતે
બારડેલી તાલુકાની વસ્તી ઉપર ૩૨ લાખ રૂપિયા જેટલું કરજ હતું, - જ્યારે આજની કરજદારીનો આંકડો એક કરેડ રૂપિયાની આસપાસ થવા જાય છે.
૪. તમે જો છે કે સેટલમેંટ ઑફિસરે પોતાની તપાસ “ આ - ઇલાકાના મહેસૂલતપાસના કામની પરંપરાને ચુસ્તપણે વળગી રહીને ”
કરેલી. આ બાબતમાં ખેડૂતોના પ્રત્યક્ષ પ્રસંગમાં આવીને બારીક તપાસ - ર્યા પછી હું કહી શકું છું કે મજકૂર તપાસણીઅમલદારે નામ લેવા જેવી કશી જ પૂછતપાસ કરી નહોતી, માત્ર પટેલતલાટીઓ પાસેના દાખલાઓ ઉપર જ આધાર રાખીને પોતાને રિપેટ ઘડેલા, અને પરિણામે જે જાતનાં કહેવાતાં જમીન વેચાણ તેમજ ગણાતપટાઓને પોતે પોતાની ગણતરીમાંથી બાદ રાખ્યાને તેણે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે તેવાં વેચાણો તેમજ ચટાઓ તેણે ગણેલાં છે. હું તેના મજકૂર દાવાને ભારપૂર્વક ઇનકાર
Page #376
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહના ઇતિહાસ
કરું છું, અને આ હકીકતાના આંકડાઓને લગતા તેના રિપોર્ટમાંના જી તેમજ ‘ એચ ’બેઉ પત્રા પુરવાર કરી આપવા સારુ તપાસનું આાકરું છું. એના રિપેટ માં લેાકાની જોડે ભળ્યાહત્યાની ગ ંધ નથી, માત્ર ‘રેકોર્ડ” આફ રાઈટ્સ ” ( પહાણીપત્રકા, હકપત્રકા )માંથી મેળવેલી અનિશ્ચિત . હકીકતા પર તેમજ અસાધારણ ઉછાળાનાં વરસેાના ભાવા ઉપર ધડેલો છે... તમારા જ અમલદારા શું કહે છે ?
૫. તમારા કાગળના પાંચમા પૅરામાંની તમારી વિસ્તૃત દલીલને મારે પણ કંઈક વિસ્તારથી જ જવાબ આપવા પડશે. તમે કહેા છે. કે નર્યાં પટા અને ગણાતના દરના આંકડાઓ ઉપરથી જ મહેસૂલઆકારણી . કરવાના સિદ્ધાંત આ ઇલાકામાં સરકાર આ પહેલી જ વાર અખત્યાર કરવા બેડી છે એ મારું થન મેં ‘શા આધારે કર્યુ છે તે સરકાર ગાતી શકી નથી. ’ જવાબમાં હું તમને નામદાર ગવનરસાહેબ આગળસરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ‘ જમીનમહેસૂલઆકારણી કમિટી, મુંબઈ, એ કાઢેલા પ્રશ્નપત્રના જવાબો ' એ નામનું પુસ્તક મૂકવા વિનંતિ કરું છું. મજકૂર પુસ્તકમાંથી અહમદનગર જિલ્લાના ત્યારના કલેક્ટર અને. હાલ ઉત્તર વિભાગના કમિશનર મિ. ડબલ્યુ. ડબલ્યુ. સ્માટે મોકલેલ. એક અનુભવી રેવન્યુ અમલદાર તરફથી આવેલ નીચલા જવાખ તેએનામદારને વાંચી સંભળાવો :
સવાલનું વલણ એકલા ગણાતના દરને જ મહેસૂલઆકારણી. ઠરાવવાના આધાર તરીકે નક્કી કરવાની દિશામાં હોય એમ મને લાગે છે. જો મારું એ અનુમાન સાચું હોય તે મારા જવાબ નકારમાં છે. એટલું હું સ્વીકારું છું કે આકારણીઅમલદારે વધુમાં વધુ વધારાની પેાતાની. ભલામણ કરવામાં જેટલી ખાખતા ગણાવવાની છે તેમાંની એક માખત તરીકે આ ગણાતના દરાની વાતને ગણવી ોઈએ. પણ હું ધારું છુંઆજ સુધી કોઈ દિવસ કેવળ ગણાતને આકારણીના ગજ તરીકે ગણવામાં નથી આવી.”
66
ઉપરાંત ભરૂચ જિલ્લાના ત્યારના ઍકિટંગ કલેકટર શ્રી. મકર જેમને. જમીનઆકારણીના કામના બહોળા અનુભવ હતા તેમને જવાબ જુએ :: “ જમીનમહેસૂલની આકારણી અગાઉ કદી નર્યાં ગગ્ણાતને આધારે. નક્કી કરવામાં આવી નથી. ”
હવે આમાં સમાતા સિદ્ધાંતની ખાખતમાં તેા હું મુંબઈ ઇલાકાના . રેવન્યુ અમલદારોમાંથી ચારના જ અભિપ્રાયા ટાંકીશ. પહેલે ટાંકેલે જવાબ આપનારા અમલદાર ગણાતના પાને જમીનઆકારણી નક્કી.
૩૬૩
Page #377
--------------------------------------------------------------------------
________________
- લડત કેમ મંડાઈ: કરવાની ધ્યાનમાં લેવાની બાબતોમાંની એક વસ્તુ તરીકે સ્વીકારવા એ. પણ કેટલું બધું અસંતોષકારક છે એના કારણે આપતાં જણાવે છેઃ - “આવા ગણાતની આવક ઉપર રહેનારા જમીનવાળાઓને વર્ગ જાતે. ખેતી કરનાર ખેડૂતવર્ગના પ્રમાણમાં ઘણે જ નાનો હોય છે. ૧૯૨૧ની. વસ્તીગણતરી જ જુઓને. તરત જ ખાતરી થશે કે ગણોતે જમીન ખેડાવનારા આવા લોક સામાન્ય ખેડૂતોની કુલ વસ્તીના ૮ ટકાથી પણ ઓછા છે. આ તાલુકાનાં પહાણુપત્રકે તપાસતાં તેમાં તેનાં કારણે તપાસવાની મને જિજ્ઞાસા થઈ. આ તપાસ કરતાં મને માલૂમ પડયું કે શિરપુર કચ્છની આસપાસ આવેલાં ગામડાંની ઘણું જમાને શિરપુરના શાહુકારના હાથમાં ગયેલી છે. મજકૂર જમીન તેઓ જાતે ખેડતા નથી, પણ મૂળ જેમની જમીન હોય છે તેમને જ તે ગાતે ખેડવા પાછી આપે છે. આ મૂળ ખેડૂતે પોતાની મૂળની જમીનો ખેડવા ખાતર પણ પોતાના જ હાથમાં રહે અને બીજા ખેડનારાના હાથમાં ન જાય એ બાબતમાં ભારે આગ્રહી. હોય છે. અને એમની એ લાગણીને લાભ લઈને શાહુકારે દર નવે. ગણેતપ કરતી વેળાએ ગણોતની રકમ વધાર્યું જ જાય છે.” , મિ. સ્માટે પોતે નીચે મુજબ કહ્યું છેઃ
યતવારી પ્રાંતમાં બહુ ઓછા ટકા જમીન ગણાતે ખેડાય છે, અને તેટલી ઓછીમાંથી પણ ઓછામાં ઓછી અરધી જમીન ખરી ઊપજને દરે. અપાતી નથી. ઘણું ગણોતપટા કહેવાતા વેચનારને જ ખરીદનાર તરફથી. કરી આપવામાં આવે છે, અને ગણત તે ખરું ગણેત નહિ પણ માત્ર,
વ્યાજ' હોય છે. આ પ્રમાણે ગણોત એ મહેસૂલ આકારણને કાંટે બનાવી. • શકાય એટલું ચેક્સ સાધન નથી.”
શ્રી. મઢેકર પોતાના ઉપર ટાંકેલા જવાબમાં કહે છે: , , ,
ખરાં ગણોત શોધી કાઢવાં સહેલ નથી. રેકડ ગણેત બહુ જ જૂજ લેવાદેવાય છે, અને ભાગબટાઈન ગણેત સહેલાઈથી રેકડમાં. બદલી શકાતાં નથી. વળી સર્વે ખાતાએ જમીનના વર્ગીકરણને આધારે, જે નંબરે પાડેલા હોય છે, તે મુજબ ગામેગામનાં તેમજ ખેતરખેતરનાં ગણોતેમાં ફેર પડી જાય છે. જમીનની કિંમત આંકવામાં ગણતના દર ભોમિયાની ગરજ સારે છે ખરા. પણ એને જ મહેસૂલની આંકણુને એકમાત્ર આધાર બનાવવા એ આ ઇલાકાને માટે સલાહકારક નથી. જમીનની માગ. ખૂબ હોય અને વસ્તીની ભીડ હોય ત્યાં ગણોત માગ્યાં થઈ જાય છે.. માગ નથી હતી ત્યાં દર નીચા હોય છે. જે ગણતના દરને મહેસૂલઆકારણના એકમાત્ર આધાર તરીકે સ્વીકારવામાં આવે તો ખેડૂતે.
૩૬૨
Page #378
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ - અવશ્ય દુઃખીદુખી થઈ જાય, કારણ તેઓ બીજે ધંધે કરી ન શકે. તેથી મારે અભિપ્રાય એ છે કે ગણતને દિશાસૂચક તરીકે ગણવાં, આકારણીના કુલ આધાર તરીકે નહિ. આ જ સિદ્ધાંતને અનુસરીને આજ સુધીની બધી નવેસર મહેસૂલ આકારણુઓ થઈ છે, અને એમાં ફેરફાર કરી ન ચીલે શા સારુ પાડવે એને સારુ હું કશું કારણ જોઈ શકતાં નથી. આકારણ અમલદારને તેનું કામ કરવાને - જે નિયમો ઘડી આપવામાં આવેલા છે તે જ ચાલુ રહેવા જોઈએ.”
- હવે એક જ વધુ ઉતારે હું ટાંકીશ, અને તે તમારે પિતાને. તમે - ખેડા જિલ્લાના કલેકટર તરીકે અભિપ્રાય આપેલ :
' “જમીનનાં ગત એ મહેસૂલઆકારણી ઠરાવવાના કામને સારુ પૂરતો આધાર નથી. ઓછામાં ઓછું હિંદુસ્તાનના આ ભાગમાં તે નર્યા
આર્થિક કારણોને આધારે ગણોત નક્કી થતાં નથી. વસ્તી ગીચ હોય ત્યાં - જમીન માટે હરીફાઈ ચાલે છે. એવી હરીફાઈમાં ઘણીવાર ખેડૂતે કિંમત
કરતાં વધુ આપે છે. જે એમ પૂછતા હો કે તો પછી એ લોકે ગુજારે કેમ કરતા હશે, તો એનો જવાબ એ છે કે મોસમ વીત્યે નવરાશના દિવસેમાં એ લોકો દોડીદપાટી કરે છે, બળદ અને ગાડાની મદદથી ભાડાં કરે છે, ઢેર રાખી ધીદૂધ વેચે છે વગેરે. જમીનમાં ખાતર નંખાયું હોય, મહેનત કરી સુધારી હેય, કુવા હેય, ઈત્યાદિ કારણોથી જમીન જમીનની કિંમતમાં ફેર પડે છે. ઘણી જગ્યાઓએ ખેડૂતો ચોકસ ભાવના અગર લાગણીઓને વશ વર્તીને પણ પોતાની જમીનને વળગી રહે છે, અને “આર્થિક દૃષ્ટિએ તેના તે પગલાને કઈ રીતે બચાવ થઈ શકે તેવું હતું
નથી. તેથી એમ સૂચવું છું કે ગણોત સિવાય બીજે જ કંઈક આધાર - શેાધવા એ વધુ વાજબી છે.”
* આ બધાં કથને સરકારને દફતરે પડેલાં છતાં ભવિષ્યમાં મહેસૂલ- આકારણના એકમાત્ર આધાર તરીકે ગણોતના દરે સરકાર સ્વીકારશે
એવી અપેક્ષાથી સેટલમેંટ કમિશનરે ગ્રહણ કરેલી આ અવનવી રીત વિષે • મે સાવ અજ્ઞાન બતાવે છે એ જોઈ હું ભારે નવાઈ પામું છું. મારું
નિવેદન છે કે બારડોલી તાલુકાના ગણોતપટાએ, જેમના ઉપર સેટલમેંટ - કમિશનરે પિતાની ગણતરીઓ બાંધી છે તેમાં ઘણે મેટે ભાગ ઉપર
ટાંકેલા ઉતારાઓમાં વર્ણવ્યા છે તેવા એટલે આધાર માટે ગણતરીમાં ન - લઈ શકાય તેવા પ્રકારના છે.
૬. સેટલમેંટ અમલદારની તેમજ સેટલમેન્ટ કમિશનરની ભલામણોને સરકારે જે હળવી કરી છે તેમાં પણ સરકાર ખેડૂતોને ન્યાય આપવાની
૩૬૪
Page #379
--------------------------------------------------------------------------
________________
લડત કેમ મંડાઈ?” ચિંતા પ્રગટ નથી થતી, પણ ગેટાળિયા અને વાંધાભર્યા આધાર પર, કત્રિમ ભાવો ઉપર અને ગણતના દરના અન્યાયી સિદ્ધાંતના જોર ઉપર કરવામાં આવેલી મહેસૂલવધારાની ભલામણમાં રહેલા હડહડતા અન્યાયની. કચવાતે મને કરેલી કબૂલાત જ વ્યક્ત થાય છે. સરકારે સૂચવેલા ૨૨. ટકાને એ વધારે એવી માંડવાળ છે જેની હસ્તીને માટે આધાર કે. દલીલ છે જ નહિ. એમાંથી એટલું જ ફલિત થાય છે કે હરબહાને. ખેડૂતો ઉપર વધારાને કર નાંખવાને સારુ સરકાર કૃતનિશ્ચય હતી.
૭. મારું નમ્ર નિવેદન છે કે આ દર નક્કી કરવાની બાબત માંડવાળની હતી જ નહિ. કાં તે સેટલમેંટ અમલદારોના રિપોર્ટ સાવ ગ્રાહ્ય છે, નહિ તો સાવ અગ્રાહ્ય છે; તે ગ્રાહ્ય નથી, કારણ એક તે તે. અનિશ્ચિત અને પાંગળા પાયા ઉપર રચાયેલા છે, અને બીજું તેમની ભલામણો એવા સિદ્ધાંત ઉપર રચાયેલી છે, જે સિદ્ધાન્તને સરકારના જ સંખ્યાબંધ અમલદારોએ વાંધાભર્યો અને ખેડૂતોના હિતવિરુદ્ધને ગણી. તે વિરુદ્ધ સ્પષ્ટ શબ્દમાં પિકાર કર્યો છે. આ સ્થિતિમાં અત્યંત નમ્રતાપૂર્વક અને તેટલી જ ધગશપૂર્વક જણુંવવાની રજા લઉં છું કે આ આખા. મામલાની તપાસ ચલાવવા એક નિષ્પક્ષ પંચ નીમ્યા વગર સરકારને છટકે નથી. આ તાલુકામાં જે સંખ્યાબંધ ગામડાંને ઉપલા વર્ગમાં ચડાવી દેવામાં આવ્યાં છે તેમની દશા તેમનાથી ઓછી આકારણીવાળાં. ગામડાંના કરતાં પણ બૂરી છતાં, આ ફેરફારથી ૬૬ ટકા સુધી મહેસૂલવધારે ચોંટયો છે એ બીના જોડે તમને કશી નિસબત નથી જણાતી. સાથે સાથે એ પણ જણાવી દઉં કે વાલેડ પેટામાં આવેલાં આ ગામની પડોશમાં જ આવેલાં ગાયકવાડી સરહદનાં ગામનું જમીનમહેસૂલ આ ગામના ૩૦ ટકા. જેટલું છે.
૮. મેં સૂચવેલી નેટિસ “સર્વે ઍડ સેટલમેંટ મૅન્યુઅલના પૃષ્ઠ: ૩૯૯માં ઉપર ટાંકેલા સરકારી ઠરાવની રૂએ ફરજિયાત હોય એમ જણાય છે. એ વાક્ય આમ છે: “સેટલમેંટ અમલદારે કરેલી દરખાસ્તોમાં જે. સરકાર ફેરફાર કરે તે નવેસર નોટિસ કાઢવી જોઈએ.” અમલની શરૂઆતની તારીખની બાબતમાં હુકમ આમ છે: “રેવન્યુ આકારણ હમેશાં ૧ લી ઓગસ્ટ અને મહેસૂલના પહેલા હપ્તાની વચ્ચે દાખલ કરવી જોઈએ. (પૃષ્ઠ ૪૦૨.) વસૂલીની બાબતમાં તેંડ રેવન્યુ કોડની ૧૦૪ થી કલમ. ચેખું જણાવે છે: “ નવી આકારણી મુજબનું મહેસૂલ પછીના વરસથી જ લેવાવું જોઈએ.” આ દાખલામાં સરકારે નવી આકારણે જુલાઈમાં દાખલ કરી. ગામલેકનાં વાંધાઓ માગ્યા, અને તે ઉપર છેવટના હુકમો
૩૬૫
Page #380
--------------------------------------------------------------------------
________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ કદી કાઢયા જ નહિ. આમ જુલાઈમાં જ નવી આકારણે દાખલ થવામાં સેટલમેંટના મહત્વના કાયદાનું ઉલ્લંઘન થયું છે, અને જે ગામના --વાંધાઓ માગવામાં આવ્યા તેમની ઉપર ચાલુ વરસે નવા વધારાની - આકારણી એ પણ ગેરકાયદે છે.
૯. તમારા કાગળના ૭મા પૈરામાં તમે જે કંઈ કહ્યું છે તેને માટે હું તમારે આભારી છું. દિલગીરી એટલી જ કે તેમ કરવામાં તમે જે ભાષા વાપરી છે તે સરકારનું એક જવાબદાર અમલદારને શોભતી નથી. તમે - મને તેમજ મારા સાથીઓને “બહારના લોક” લેખતા જણાએ છે. હું
મારા પિતાકા લોકોને મદદ કરી રહ્યો છું એના રેષમાં તમે એ વાત ભૂલી - જાઓ છે કે જે સરકારની વતી તમે બોલે છે તેના તંત્રમાં મુખ્યપદે - બધા “બહારના લોક” જ ખદબદે છે. હું તો તમને કહી જ દઉં કે જોકે - હું મને પિતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીને પણ
રહીશ સમજું છું, છતાં ત્યાંના દુઃખી રહેવાસીઓને બોલાવ્યો જ હું ત્યાં * ગયે છું અને કઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે, હું - ઇચ્છું છું કે તેમના હીરને અહેરાત્ર ચૂસવાર, બહારથી આવેલા ને તપ- બંદૂકને જેરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈપૂર્વક રજા આપવાનું એમના હાથમાં હોત.
૧૦. અંતમાં એક નિષ્પક્ષ પંચ નીમવાની મારી સૂચનાને ફરી એકવાર હું ઉચ્ચાર કરું છું, અને જે નામદાર ગવર્નરસાહેબ મારી સૂચના સ્વીકારવા ખુશી હોય તો હું તાલુકાના લોકોને જૂનું મહેસૂલ -તાબડતોબ ભરી દેવા સલાહ આપીશ.
૧૧. નામદાર ગવર્નરસાહેબની સંમતિ હોય તો આ પત્રવહેવાર : હું પ્રગટ કરવા માગું છું.
તમારે વિશ્વાસુ,
- વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ
સરકારને છેલ્લે જવાબ જે. ડબલ્યુ. સ્મિથ, આઈ. સી. એસ.
મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના સેક્રેટરી તરફથી શ્રીયુત વલલભભાઈ ઝ. પટેલ જેગ
મુંબઈ, તા. ર૭ ફેબ્રુઆરી, ૧૯૨૮ સાહેબ,
તમારા ૨૧મી તારીખના કાગળની પહોંચ સ્વીકારવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને ફરમાવવામાં આવ્યું છે..
Page #381
--------------------------------------------------------------------------
________________
લડત કેમ મડાઈ
૨. તમારા કાગળના ત્રીજા ફકરામાં તમે નામદાર ગવન રસાહેબનુ કેટલીક ખાખતા પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ તે! તમે એવા દાવા
કર્યો છે કે આખા મુંબઈ ઇલાકામાં ગુજરાત પ્રાંતમાં સૌથી વધારેમાં વધારે જમીનમહેસૂલ આકારવામાં આવ્યું છે. આ સર્વસામાન્ય કથન સત્ય હો કે ન હો, પણ બારોલી તાલુકામાં હાલ જમીનમહેસૂલ વધારેપડતું છે -એમ સરકાર કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નથી.
·
આ જ દૂર, અને
નાશિક જિલ્લાના ભાગલાણ તાલુકામાં લગભગ કેટલાક ખીન્દ્રા તાલુકામાં આના કરતાં પણ વિશેષ દર, વસૂલ કરવામાં આવે છે. આ તા ગણાત અને મહેસૂલના પ્રમાણને હિસાબે ગણતરી થઈ. - પણ જો વીધે અમુક રૂપિયાને હિસાબ ગણીએ તેા બારડોલીના વીધે -આકાર ચા*સી અને બીન કેટલાક તાલુકા કરતાં વધારે આવે છે.
ખેડા
તમે ખેડા જિલ્લાની આકારણી વિષે ઉલ્લેખ કર્યાં છે. જિલ્લાના સંજોગ અને પરિસ્થિતિ અને ખેડા જિલ્લાથી દૂર અને તદ્દન નિરાળા જ જિલ્લામાં આવેલા ખારડોલી તાલુકાના સજોગો અને પરિસ્થિતિ વચ્ચે શા સબંધ છે એ સરકાર સમજી શક્તી નથી.
બારડોલીએ દેવાળું નથી કાઢયું'
Ο
તમારી ત્રીજા મુદ્દામાં તમે પાતે કબૂલ કરી છે કે સૂરત જિલ્લાની વસ્તી વધી છે. અને ખારડાલી તાલુકામાં તે માત્ર જનસંખ્યામાં નહિ, પણ ઢારસંખ્યામાં પણ છેલ્લાં ત્રીસ વરસમાં ઠીકઠીક વધારા થયા છે એમ સેટલમેટ રિપેા પરથી સાબિત થાય છે. તેથી સરખામણી કરવા માટે ગુજરાતના ખીન્ન જિલ્લાના આંકડાઓના ઉતારાએ કરવામાં તમારે શા ઉદ્દેશ હશે એ સરકાર કળી શકતી નથી. કદાચ એમ કરવામાં સરકાર પર નીચેને કટાક્ષ સહેજે થઈ શકે એ જ તમારો હેતુ હશે : ‘શું આ જિલ્લાને પણ બીજા કસહીન જિલ્લાઓની હારમાં બેસાડવાના ઇરાદો તે નવા મહેસૂલવધારાના મૂળમાં ન હોય ? '
સરકારના હેતુ અને કા ના આવે અવળા અન કોઈ પણ જાહેર પુરુષે કદી પણ કર્યા હોય એવા એક પણ દાખલેા ગવનર અને તેની કાઉન્સિલને યાદ નથી આવી શકતા.
ખેડૂતો પર દહાડેદહાડે વધતા જતાં દેવાંના પ્રશ્ન તમે ચાથા મુદ્દામાં ઠાવેલ છે. પણ આ બાબતમાં સરકાર જૂના કે નવા આંકડા સ્વીકારવા જ તૈયાર નથી. દીવા જેટલું એ તેા સ્પષ્ટ જ છે કે ખાોલીની પ્રજાએ દેવાળું કાચું નથી, તેમજ તે દેવાળા કાઢવાની અણિ પર પણ આવેલી
૩૬૭
Page #382
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે, અને દેવાળાનું એક પણ ચિ નજરે દેખાતું નથી.
૩. સેટલમેંટ અમલદારે પોતાનું કાર્ય બરાબર કર્યું છે એ સરકારના દાવાને તમે તમારા કાગળના ચોથા ફકરામાં ઇનકાર કરે છે, અને વિશેષમાં એમ જણાવે છે કે તેને રિપોર્ટ “રેડ ઑફ રાઈટ્સ”માંથી. મળતી અચેકસ ખબર પર, અને અસાધારણ વરસેંમાં ચાલતા ભાવ, પર જ મુખ્ય આધાર રાખી ઘડવામાં આવ્યું છે. જે “રેકર્ડ ઓફ - રાઈટ્સ”માં ખાતેદારે વચ્ચે થતા જાહેર વ્યવહારની નોંધ રહે છે તે રેકૉર્ડ : ઓફ રાઈટ્સ”ની હકીકત અને આંકડા અકસ છે એમ તમે ક્યા કારણોસર : માનો છો, એ તમે જણાવ્યું નથી. એ આંકડા અચોકસ છે એમ સરકાર. તે માનતી જ નથી. રિપોર્ટના આંકડા અસાધારણ વરમાં ચાલતા. ભાવ પરથી ઠરાવવામાં આવેલા છે, એનો રદિયે ચોર્યાસી તાલુકાનું મહેસૂલે મંજૂર કરતી વખતે સરકારે પિતાના ઠરાવમાં પૂરેપૂરે આપી દીધે છે. સેટલમેંટના વિરોધ કરનારાઓ એમ પ્રતિપાદન કરવા માગે છે કે ઓગસ્ટ ૧૯૧૪ પછી સમસ્ત દુનિયામાં જે પરિસ્થિતિ ચાલી રહેલી છે તે . અસાધારણ અને ક્ષણિક છે. અને ૧૯૧૪ના ઔગસ્ટ પહેલાં દુનિયાને જે રંગઢંગ હતો તે જ રંગઢંગ વહેલામાં વહેલો થઈ જશે. પણ જે મહાયુદ્ધને સમાપ્ત થયે દશ વરસ વીતી ગયાં છે, છતાં પણ જેની કાયમી અસર હજુ પણ ટકી રહેલ છે તે વસ્તુને લક્ષમાં રાખ્યા સિવાય રજૂ કરવામાં આવતું દષ્ટિબંદુ સરકાર માન્ય રાખી શકતી નથી.
અમલદારેના અભિપ્રાય સાથે સરકારને શું લાગેવળગે?
૪. તમે ગણોત અને સાંથનો પ્રશ્ન ઉઠાવી, સરકારના જ કેમ જાણે : સત્તાવાર નિર્ણય હોય તેવી રીતે કેટલાક અમલદારોના અભિપ્રાયો ટાંક્યા છે. ચોકસાઈને દાવો કરી શકાય એવા આંકડાઓ અને પુરાવાઓ હાલ કેટલોક સમય થયાં જ મળતા થયા છે. એ અગત્યના મુદ્દાનું મહત્ત્વ ઉપરના. અમલદારે બરાબર આંકી શક્યા હોય એમ લાગતું નથી. આવા. આંકડાઓ “રેકૉર્ડ ઓફ રાઈટ્સમાંથી હવે મળવા લાગ્યા છે. અને તેને . ઉપયોગ થોડાંક વરસ થયાં થઈ રહેલ છે એ સરકાર તરફથી તાજેતરમાં. મંજૂર થયેલ આંકણીઓને લગતા સુમારે બારીકાઈથી જેવાથી સ્પષ્ટ થશે. સરકારે કઈ પદ્ધતિ સ્વીકારેલ છે તે જાણવા માટે તમારે ૧૯૨૭ની ૧૭મી માર્ચના રોજ ધારાસભામાં નામદાર રેવન્યુ મેમ્બરે પોતાના ભાષણમાં જેધોરણ સત્તાવાર રીતે જાહેર કરેલ છે તે જોવું જોઈએ, કારણ કે એ.
'A-
11
Page #383
--------------------------------------------------------------------------
________________
ન લડત કેમ મંડાઈ? ભાષણમાં જે ધારણુ જાહેર કરેલ છે તેને જ અક્ષરશઃ ગવર્નર અને તેની કાઉન્સિલ હાલ પણ વળગી રહેલ છે. - ૫. સરકારને ભલામણ કરવામાં આવી હતી તે મુજબના દરેમાં ફેરફાર કરવામાં જે હેતુ સરકારે રાખે હતો તેને તમે ઘણું જ અવળે અર્થ તમારા કાગળના છઠ્ઠા ફકરામાં કર્યો છે. ઉપરના એક ફકરામાં સરકારના હેતુઓનો અવળે અર્થ કરવાનો જે આપ તમારા ઉપર મૂકવામાં આવ્યું છે તેવા જ અપને તમે આ બાબતમાં પણ પાત્ર થાઓ છો.
. ૬. તમારા કાગળના ૮મા ફકરામાં “સ અને સેટલમેંટ મેન્યુઅલ”ની જે નકલ પરથી તમે ઉતારે કર્યો છે, તે નકલમાં આજ સુધી થયેલા સુધારાઓ આવી જતા નથી જણાતા. તમે જે કલમ ટાંકે છે તેમાં શેડે સુધારો થયો છે, અને તે ઉપરથી તમે જોશે કે મેં ૧૬ મી ફેબ્રુઆરીના ૭૨૫૮-બી/૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળમાં જે ગામડાંના દરે વધારવામાં આવ્યા છે તેને ખુલાસે આ હતા તે બરાબર છે. વળી તમે ૧૯૦૧ની ૨૭મી ફેબ્રુઆરીના ૧૦૪૭ નંબરના સરકારી ઠરાવને વટહુકમ ટાંકી જણાવો છો કે નવી મહેસૂલપદ્ધતિ ૧લી ઓગસ્ટ અને જમીન મહેસૂલના પહેલા હપ્તાની તારીખ વચ્ચેના દિવસોમાં અમલમાં મુકાવી જોઈએ. આ સંબંધી એટલું જ જણાવું છું કે અસલની પદ્ધતિ બદલીને વધારે વ્યવહાર અને વાજબી પદ્ધતિ હવે ગ્રહણ કરવામાં આવી છે. અને નવી પદ્ધતિ અનુસાર, જે વરસે નવી પદ્ધતિને અમલ કરવાનું હોય છે તે વરસના બધા હપ્તા ભરાઈ જાય તે બાદ જ નવી પદ્ધતિને અમલ કરાય છે. આ જાતના ફેરફારે કાયદાની કલમેની હદમાં રહીને અમલી ખાતાના હુકમની રૂએ થાય છે, અને તે હુકમમાં સરકારને ચાહે તે ફેરફાર કરવાની છૂટ હોય છે–એટલે નવી આંકણી દાખલ કરવામાં કશી અનિયમિતતા થઈ હોય એમ નથી.
૭. તમારા કાગળોમાં નહિ પણ ૧૯૨૮ ના ફેબ્રુઆરીની ૨૩ તારીખના બબે ક્રોનિકલ’માં ઉઠાવેલ મુદ્દા વિષે તમારું ધ્યાન ખેંચવા માગું છું. મુદ્દાની મતલબ એ છે કે સરકાર ઇગતપુરી કન્સેશને નામે જાણીતી થયેલી રાહતો લોકોને આપી પ્રજાને પિતાના પક્ષમાં લેવા કદાચ પ્રયત્ન કરશે!'
આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે “ઇગતપુરી કન્સેશન” આપવાની માગણી થઈ ત્યારે સરકારે તેની ઘસીને ના પાડી, પણ હવે બારડેલીના ખેડત લડી લેવા માગે છે એમ ખબર પડી છે એટલે સરકાર “ઇગતપુરી
Page #384
--------------------------------------------------------------------------
________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
કન્સેશન’ આપવા તૈયાર થઈ છે. આ લેખકને ખબર
અપાય છે, અને
લાગતી નથી કે ઇગતપુરી નામે આળખાતી રાહતના અમલ ૧૮૮૫ની સાલથી થવા લાગ્યા છે. આ રાહત દક્ષિણ, ગુજરાત અને દક્ષિણ મરાઠા જિલ્લામાં ૐ નિયમાનુસાર આપે!આપ અપાયા જ કરે છે. જયારે કાઈ પણ નવી આંકણી ચાલુ કરવામાં આવે છે, ત્યારે સરકારને આ રાહત આપવી કે ન આપવી તેને વિચાર કરવાને રહેતા નથી. એ રાહતના ઠરાવમાં સૂચવેલી શરતાનું પાલન થતું હોય તે તરત જ આ સહત આપવામાં આવે છે જ.
સરકારે ખારડાલી તાલુકામાં પ્રથમ ઇગતપુરી રાહત ’ આપવાની સૂચનાની ધસીને ના પાડી હતી, અને પછી લેાકાના ખાણને વશ થઈ રાહત આપવાનું ઠરાવ્યું છે એમ કહેવું એ બિલકુલ વાજબી નથી. આ તાલુકામાં તેમજ ખીજા કાઈ પણ તાલુકામાં જ્યાં શરતનું પાલન થતું હશે ત્યાં હમેશાં ‘ઇગતપુરી રાહતા' આપવામાં જ આવશે. સરકાર આશા રાખે છે. કે તમે તમને ટકા આપનારાઓને આ બાબત વિષે સાચી સમજ પાડશે.
૮. ૧૯૬૮ ના ફેબ્રુઆરીની ૧૬ મી તારીખના ૭૨૫૯-બીના ૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળ પર મેં સહી કરેલી હોવાથી એમાં દર્શાવેલ વિચારો માત્ર સરકારના એક સેક્રેટરીના છે, અથવા તે તેણે તે પેાતાની. જ અગત જવાબદારી ઉપરથી જ લખેલા છે એમ તમે માનતા હો એમ તમારા કાગળના નવમા ફકરા ઉપરથી સૂચન થાય છે. પણ આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક, પેલા કાગળમાં પણ નામદાર ગવન ર અને તેની કાઉન્સિલના જ પાકા વિચારો મૂકવામાં આવ્યા હતા, અને છે એમ જ તમે સમજશે.
છેવટે હું તમને જણાવી દઉં છું કે ગવનર અને તેની કાઉન્સિલ તમારા કાગળના દશમા ફકરામાં દર્શાવેલી સૂચના સ્વીકારવા તૈયાર નથી. વળી એ પણ જણાવી દઉં છું કે આપણી વચ્ચે થયેલ તમામ પત્રવ્યવહાર ન માનપત્રામાં જાહેર થાય તે સરકારને લેશમાત્ર વાંધે નથી. સરકારે જે નીતિ ગ્રહણ કરી છે તે તમારી સમક્ષ સંપૂર્ણ પણે છેવટની મૂકી દીધી છે. અને હજી પણ આ સબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તા જિલ્લાના કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવાની વિનંતિ કરું છું. તમારા નમ્ર સેવક, જે. વી. સ્મિથ
સેક્રેટરી, મુંબઈ સરકાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ
300
Page #385
--------------------------------------------------------------------------
________________
લડત કેમ સડાઈ!
બારડોલી પ્રકરણ અને પછી
[ ખારડાલી રિપેટમાં ખારડાલીનાં અને ચા*સી ગામામાં ભૂમીલ્ડ કમિટીએ ઠરાવેલા દરમાં ધણાં ગામેાને અન્યાય થત હતા, ઘણાં ગામેામાં કરેલા વધારાને માટે કમિટી પાસે કશે આધાર નહાતા, તે વિષે શ્રી. વલ્લભભાઈ સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા, તે હવે પૂરા થયા છે. એ પત્રવ્યવહારને સાર લેાકેાની જાણને માટ અહીં આપવામાં આવે છે.] રિપાટથી થયેલા અન્યાય .
તા. ૨૪ મી જૂને શ્રી. વલ્લભભાઈએ સર જે. એલ. રૂને પડેલા પત્ર લખ્યા તેને સાર નીચે આપવામાં આવે છેઃ
બારડોલી રિપોર્ટમાં અને અમલદ્દારાએ રૈયતની ફરિયાદ વાજબી હતી એમ ઠરાવ્યું એથી ખેડૂતને માનદ થયા છે, પણ એ રિપોર્ટ મુજ્બ જે દરા ઠરાવવામાં આવ્યા છે તેથી તેમને ભારે અન્યાય થયા છે. એ દરે ડરાવવાને માટે તેમની પાસે કશે। જ પુરાવા નહોતા. મારે આપને યાદ આપવુ જોઈ એ કે ગયા ઓકટોબરમાં મેં આપને જણાવ્યું હતું કે પુરાવાથી સિદ્ધ ન થઈ શકે એવી ભલામણ થશે તે રૈયત પાસે ફ્રી સત્યાગ્રહ કરાવવાના મને અધિકાર રહેશે. સ જોગા તા એવા જ છે, પણ અમલદારોએ જાણીબૂજીને અન્યાય કર્યાં નથી એટલે સત્યાગ્રહ જેવું આકરું પગલું હું નથી લેવા ધારતા. માત્ર સરકારને અરજ કરી સદરહુ અન્યાય સરકારી હુકમ કરીને રદ કરા એવી આશા રાખું છું.
ગણાતને આધારે સરકારધારા ઠરાવવાના સિદ્ધાન્તની સામેના મારા વાંધા દૂર રાખીને મારે જણાવવુ તેઈએ કે ગણાતને આધાર એકવાર મૂલ રાખીએ તાપણું ઠરાવવામાં આવેલા દર વાજખી નથી, જેનાં અનેક કારણો છે:
૧. તાલુકામાં ગણાતે આપેલી જમીન સેકડે ૮ થી ૧૧ ટકા જેટલી હશે એમ અમલદારોએ કબૂલ કર્યું છે. છતાં કેવળ ગણોત ઉપર જ એ દરા ઠરાવવામાં આવ્યા છે. સેટલમેંટ મૅન્યુઅલ સાફ કહે છે કે ગણાતનું પ્રમાણ ઘણું માટું હોય તેા જ ગણાતના આધાર લેવા,
૨. જે દર ઠરાવ્યા છે તે પણ એ ખૂજાજ ગણાતના આંકડાને આધારે નથી, પણ માત્ર ૪૦ ગામમાં જે આંકડા મળ્યા તેને આધારે છે. એમાંના ૧૭ ગામમાં તા અમલદારા પાતે જ કબૂલ કરે છે કે કશા જ આધારપાત્ર આંકડા નાતા.
૩૭૧
Page #386
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
૩. જરાયતના દર વધાસ્વાનાં કારણે સમજવાં જ મુશ્કેલ છે. જ્યાં કારણ આપવામાં આવ્યાં છે ત્યાં કેવળ ક્ષુલ્લક કારણ છે. અને એ કારણ. વિચિત્ર ભાષામાં વર્ણવવામાં આવ્યાં છે: “અમુક વર્ગને હાલને દર વધારાપડ ન કહેવાય;” “અમુક વર્ગમાં કંઈક વધારે તે થઈ શકે એમ છે.” પહેલા વર્ગનાં ૪૦ ગામે દર ૧૨ ટકા વધાર્યો છે, તે કેવળ સરાણું ગામનાં ૧૯૨૭–૨૮ નાં ગણતને આધારે વધાર્યો છે. બીજા વર્ગમાં તે જે બેચાર ગામમાં ગણોત વધારે દેખાય છે ત્યાંયે શુદ્ધ ગણાતે નથી એમ કમિટી જ કબૂલ કરે છે. ત્રીજા વર્ગમાં ૧૧ ગામ તપાસ્યાં હતાં, તેમાંનાં ૫ ગામમાં તે કશે ગણોતને આધાર નથી છતાં તે સૌમાં ૧૮ ટકા વધારવામાં આવ્યા છે. ઉવા ગામમાં જૂનું મહેસૂલ જ ગણતના ૩૭ ટકા જેટલું છે, છતાં ત્યાં પણ ૧૮ ટકાને વધારે સુચવાય છે! ચોથા વર્ગનાં ગામોમાંનાં ઘણાંખરાં પાંચમામાં ઉતારવામાં આવ્યાં છે-એ કારણે કે ત્યાં દર બહુ વધારી શકાય એમ નથી, અને ઘણુંક તે તાલુકામાં ગરીબમાં ગરીબ છે. છતાં એ પાંચમા વર્ગને દર જૂના ચોથા વર્ગના દેર કરતાં ૮ ટકા વધારે છે !
૪. ગણોતને આધાર લે હવે તે બધાં જ ગામોના આંકડા તપાસવા જોઈતા હતા. અથવા તે શ્રી. જયકરના આંકડા તદ્દન ખેટા લાગ્યા તે દર હતા તેના તે જ કાયમ રાખવા જોઈતા હતા. .
૫. દરેક વર્ગની જરાયત જમીનને આકાર વધારવામાં આવ્યે છે, છતાં એ જમીનના ૩૫,૬૧૧ એકર તો ઘાસની જમીન છે, જે ઘાસ લોકો ઢેરેને માટે જ વાપરે છે, અને કમિટી કબૂલ કરે છે કે એ બહાર મોકલવામાં આવતું નથી. એ ઘાસિયાંના દર શા સારુ વધારવામાં આવે છે - આ તે સામાન્ય ટીકા થઈ. કેટલાક ખાસ ગામને હડહડત. અન્યાય થયો છે :
૧. અંબાચ, દેગામા અને વેડછી ગામે તે “શાહકારથી ચુસાયેલાં ગામ તરીકે વર્ણવાયાં છે. એ ગરીબ ગામોમાંના વેડછી ને અંબાચ અમારી રાનીપરજ ખાદી પ્રવૃત્તિનાં કેંદ્ર છે. જાણે એ ખાદી પ્રવૃતિને લીધે જ એમને ૨૫ ટકા વધારાની સજા કરવામાં આવી હોય એમ લાગે છે. -
૨. બીજા વર્ગનાં આઠ ગામ- આફવા, અકેટી, કાળી, ખેજ, પલસેદ, પારડીકડેદ, ઉવા, સમથાણું એ ગામે જરાયત માટે બીજા વર્ગમાં છે જ્યારે ક્યારી માટે પહેલા વર્ગમાં મૂકવામાં આવ્યાં છે. તાલુકાનાં ૧૩૭ ગામમાંનાં ૧૨૯ ગામમાં જાયત અને ક્યારી બંનેની જમીન એક જ વર્ગમાં છે, ત્યારે આ આઠ ગામોને ક્યારી માટે ખાસ ઉચા વર્ગમાં શા
૩૭૨.
Page #387
--------------------------------------------------------------------------
________________
,
,
લડત કેમ મઢી સારુ મૂકવામાં આવ્યાં હશે? ભાત તો લોકો ખાવાને માટે જ પકવે છે, અને ભાત વેચાય છે ત્યાં પણ તેના ભાવ ૧૯૧૪ના જેટલા જ છે. આફવા ગામમાં તો કચારીની જમીન સાથે તળાવની જમીન ઉપર એટલે જ દર ચડે છે, જોકે એ જમીન માત્ર પાણીને માટે જ રાખવામાં આવે છે.
૩. દેલવાડા, કમાલછોડ, એરગામ, સેજવાડ અને સિંગદ ગામમાં ગણોતને કશે આધાર જ નથી છતાં, અને ઉવામાં આજે જ સરકારધારે ગણતના ૭ ટકા છે છતાં; વધારે થાય છે તે અન્યાય છે. . . .
૪. પાંચમા વર્ગનાં બધાં જ ગામે. - ચોર્યાસીની પણ એ જ કથા છે. એ વિષે રા. બ. ભીમભાઈ જુદા કાગળ લખશે. ખરી વાત એ છે કે જરાયતમાં કશું જ વધારે કરવાને આધાર નથી અને ક્યારીના દરમાં જે ઘટાડો થયે છે તેથી વધારે ઘટાડો સ્થ જઈ તો હતો. પણ એ ન થાય તો સરકાર જૂના દર કાયમ રાખે. કારણું બંધાં જ, રિવિઝને ફરી તપાસવાં પડવાનાં અને નવો કાયદે થશે એટલે તે બધાં જ તાલુકાઓને લાગુ પાડવો પડશે. પણું એ થાય કે ન થાય, જે ગામને હડહડતો અન્યાય થયો છે તે તે દૂર થી જ જોઈએ.
તમે ઇચ્છો કે આપણે મળવું જોઈએ તે હું મળવા તૈયાર છું. નવો કાયદે બારડેલીગેર્યાસીને કેમ લાગુ ન પડે?
ઉપરના કાગળને તા. ૧૬મી સુધી જવાબ ન આવ્યું એટલે શ્રી. વલ્લભભાઈએ યાદ દેવડાવવા બીજો પત્ર લખે તેમાં ઉમેર્યું: - સરકારે શ્રી. શ્રોફને પત્ર લખે છે તેમાં સુધરેલી મહેસૂલનીતિને જે નિશ્ચય કર્યો છે તે માટે હું સરકારને ધન્યવાદ આપું છું. પણ ન કાયદે • બારડોલી અને ચોર્યાસીને કેમ લાગુ ન પડે તે હું સમજી શકતું નથી. જે એને અર્થ એ હોય કે ગમે તે કાયદે થાય તે પણ બારડેલી ચોર્યાસીમાં જે દર નક્કી થયા છે તેમાં વધારે તે થઈ જ ન શકે છે તે હું સરકારને ઠરાવ સમજી શકું છું. પણ જે સરકારને એ આશય હોય કે ન કાયદો થયા પછી જે રિવિઝન થાય તેથી બારડોલીચોર્યાસીને ફાયદો થત હેય તે પણ ન મળે તે તો મારે જણાવવું જોઈએ કે એ તાલુકાના લેટર ભારે અન્યાય થશે. આવું થાય એમ હું માનતો નથી, પણ સરકારની ભાષાને આ અર્થ પણ થઈ શકે છે એ મારે જણાવવું જોઈએ. હું તો મારા ૨૪મી જૂનના પત્રમાં જણાવી ચૂક છું: “નવા દરામાં જ અન્યાય સહેલો છે.” જોકે હવે અધીરા થયા છે. કૃપા કરીને તુરત જવાબ આપે અને મેં શંકા કરી છે તે દૂર કરે.
૩૭૬
Page #388
--------------------------------------------------------------------------
________________
શાલી સત્યાગ્રહનો ઇતિહાસ -
મેરી બી ચૂ૫, તેરી બી ચુપ : - આ બંને પત્રનો જવાબ સર જે. એલ. રૂએ ૨૧ મી જુલાઈના પિતાના પત્રથી આપે, તેને સાર નીચે પ્રમાણે
૧. તમે જે અન્યાયના આરોપ મૂક્યા તેની તપાસ કરવામાં વખત ગયો એટલે જવાબ આપવામાં ઢીલ થઈ છે. તે ખાતર દિલગીર છું. . ૨. હું એ તપાસ પછી તમારા મત સાથે મળતો નથી થઈ શકતો તમે જે ગામોને હડહડતો અન્યાય થયાની વાત કરી છે તે તે ગામના ખેડૂતોને અન્યાય નથી થયે એમ કમિટીના રિપોર્ટમાં જણાવેલી હકીકતથી જણાય છે. ( ૩. કમિટિએ કેવળ ગણોત ઉપર દર કયાં નક્કી કર્યા છે? રિપોર્ટને મેટે ભાગ તે ગણતના આંકડા એકલા કેમ ન વાપરી શકાય એ બતાવવા માટે લખાયેલું છે. - ૪, તમને વધારાનાં કારણે અધૂરો લાગે છે; મને લાગે છે કે પુરવણીમાં આપેલા આંકડા અને કારણો એ વધારે ઠરાવવાને માટે પૂરતાં છે. એટલાથી તમને સંતોષ ન થાય તે બીજાં કારણે બતાવવાનું હું પ્રયોજન નથી જેતે.
૫. ઘાસ બહાર નથી મોકલવામાં આવતું તેથી ઘાસની કિંમત નથી. એમ તે ન જ કહેવાય. ઘાસની કિંમત તે ઘાસિયાનાં ગણતેમાં જ રહેલી છે.
. છેવટે મારે એ વાત તમને જણાવવી જોઈએ કે કમિટીએ સરકારે મુળ ઠરાવેલા દરમાં ઘણે મે ઘટાડે સૂચવ્યું છતાં સરકારે જરાયે સંકેચા વિના, અને ઘટાડાનાં કારણો બબર છે કે નહિ તે વિષે કશું જણાવ્યા વિના, તે ઘટાડા પૂરેપૂરા સ્વીકાર્યા. તે ખેડૂતે પણ કમિટીએ કરેલી ભલામણું સ્વીકારે એમ સરકારે આશા ન રાખે? અને એમ સરકારને આખી તપાસ નવેસરથી કરવાનું શી રીતે પાલવે? જે ખેડૂતની દૃષ્ટિથી. એ તપાસ નવેસરથી કરવામાં આવે તે તો સરકારની દૃષ્ટિથી પણ એ નવેસરથી કરવી જોઈએ.
સરકાર તે સત્યાગ્રહને જ સમજે * આને જવાબ શ્રી. વલ્લભભાઈએ તા. ૨જી ઓગસ્ટના પિતાના પત્રમાં આ : - મારે નવેસરથી તપાસ કરવી નથી. નવેસરથી તપાસ કરે તે રૈયતને કશે ગેરફાયદો થાય એમ તે નથી જ, પણ આ બાબતમાં એમ ફરીફરી. તપાસ ન થઈ શકે એ સમજું છું. મેં જે માગણી કરી હતી એ તો છે
३७४
Page #389
--------------------------------------------------------------------------
________________
:ફેમ અડાઈ લયાદપંચના નિવેડા વિશે પણ હમેશાં થાય છે તેની જ કરી હતી નિવેડામાં પણ લવાદથી ચોખ્ખી ભૂલે થઈ હેય સે તે પાછળથી સુધારવામાં આવે છે. મારી નમ્ર માન્યતા છે કે મિ. બૂમફીલ્ડ, અને મિ. મેકસવેલે અતિશય મહેનતથી તૈયાર કરેલો રિપોર્ટ બીજી રીતે સ્તુતિપાત્ર છે છતાં તેમાં સ્પષ્ટ ભૂલો રહી ગયેલી છે, અને એવી ભૂલો વિષે મેં સરકારનું ધ્યાન ખેંચ્યું છે. પણું દુ:ખની વાત એ છે કે જ્યારે અરજીઓ દ્વારા દેખાતા અન્યાય વિષે સરકારનું ધ્યાન ખેંચવામાં આવે છે ત્યારે સરકાર કશી દાદ દેતી નથી. દેખીતા અન્યાય અને સંકટના લખલાઓમાં પણ સત્યાગ્રહ કરીને જ સરકારની આંખ ઉઘાડી શકાય એ શુભ ચિહ્ન નથી. મારે રૈયતને હવે વધારે સંકટ સહન કરાવવું નથી, એટલે મારા ઘરવા. પ્રમાણે જે દેખીતો અન્યાય છે તે પણ સાંખી લે રહ્યા.
તમારા કાગળમાં પેલી બીજી વાત વિષે તે કશે ઉલ્લેખ જ નથી જણું જોઈને તે ન હોય? બારડેલી અને ચોર્યાસીને નવા કાયદાને લાભ. મળશે જ એમ માની લઉં?
આજથી કશું વચન ન અપાય આ કાગળને જવાબ સર જે. એલ. રૂએ ૮મી ઓગસ્ટના પોતાના પત્રથી આપ્યો:
તમે તે સ્પષ્ટ અન્યાયની વાત કરે છે, પણ એ અન્યાય થયો છે. એમ તે સિદ્ધ કર્યું નથી. અને વળી ભૂલ થાય તે બધી રૈયતના જં અહિતમાં હોય એમ પણ તમે કેમ માની લીધું? સરકારના અહિતમાં પણ એ ભૂલે થતી હોય. . તમારા બીજા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે નામદાર ગવર્નરના ભાષણ ઉપરથી અને શ્રી. પાટકરના ઠરાવ ઉપર મેં કરેલા ભાષણ ઉપરથી તમે જોયું હશે કે ભવિષ્યમાં જે નવો કાયદો થશે તે મુજબ બારડોલી અને ચેર્યાસીમાં થયેલી નવી જમાબંધી ફરી તપાસવામાં આવશે એવી કબૂલાત સરકાર આપી શકતી નથી.
સત્યાગ્રહ કરવાની ફરજ પાડશે! ઉપરના કાગળને શ્રી. વલ્લભભાઈ એ નીચે પ્રમાણે જવાબ આપે, જે આ પત્રવ્યવહારમાં છેવટને કાગળ છે:
બૂમફીલ્ડ કમિટીના બીજી રીતે સરસ રિપોર્ટમાં દેખીતી ભૂલો વિષે હવે તમારી સાથે હું દલીલ ન કરું, મેં તે સમાધાનીવેળા સરકારને કહ્યું હતું કે કમિટીની ભલામણે બંને પક્ષ અક્ષરશ: સ્વીકારે એવી સમાધાનીમાં
૩૭૫
Page #390
--------------------------------------------------------------------------
________________
બલી ક્યાં ઇતિહાસ એક કલમ મૂકો, પણ તે સરકારે જ નહતી સ્વીકારી. છતાં આ ભૂલીન ખાતર હું સરકારની સાથે સત્યાગ્રહ કરવા નથી ઇચ્છતે. જે એક અંશે સિદ્ધાન્ત છે તેને મારાથી એમ સસ્ત નહિ કરી મૂકી શકાય. * બીજી બાબતમાં સરકારે જે વૃત્તિ ધારણ કરી છે તેથી મને અફસોસ થાય છે. એ બાબતમાં મને તે મારી ફરજ સ્પષ્ટ ભાસે છે, અને હું સરકારને નોટિસ આપું છું કે જે નવા કાયદાને પરિણામે જે નવાં રિવિઝન થાય તેથી બારડેલી ચોર્યાસી લાભ થતું હોય તો મારે એ તાલુકાના ગરીબ ખેડૂતોને માટે એ કાયદાના અમલના લાભ માટે આગ્રહ ધરા પડશે, અને તેમ કરવા ખાતર સત્યાગ્રહ કરવાનું જોખમ ખેડવું પડશે તો તે ચણ હું કરીશ.
Page #391
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ સરકારની થાકી
૩૧મી મેનું સરકારી જાહેરનામું
વેચાયેલી જમીન પાછી ન મળે બારડોલી તાલુકાના અને વાલોડ મહાલનાં ખેડૂતેએ બહારના લોકન - મદદથી ગયા ફેબ્રુઆરીથી નવી જમાબંધી મુજબનો સરકારધારે ભરવાનો : એકસામટે ઇનકાર કર્યો છે. સેટલમેંટ ઓફિસરે ૩૦ ટકાને વધારે સૂચવ્યો હતો, સેટલમેંટ કમિશનરે ૨૯ ટકાની ભલામણ કરી હતી, સરકારે ખૂબ કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ અને ખેડૂતો તેમજ ધારાસભામાં કેટલાક સભ્યો તરફથી ઉઠાવવામાં આવેલા વાંધાઓને પૂરેપૂરે : વિચાર કરીને છેલ્લાં ત્રીસ વર્ષથી ચાલતા આવેલા જૂના મહેસૂલ ઉપર ૨૦ ટકાને વધારે ઠરાવ્યું હતું. એપ્રિલની અધવચ સુધી તે મહેસૂલ અધિકારીઓએ ફક્ત ચોથાઈ નેટિસે જ કાઢી હતી, અને જપ્તીના પ્રયત્ન માત્ર જ કર્યા હતા. પણું વ્યવસ્થિત રીતે અખાડા થવાથી, ઘરને • તાળાં લગાડેલાં હેવાથી તેમજ ગામના પટેલોને અને વેઠિયાઓને
બહિષ્કાર તથા નાતબહારની ડરામણું દેવાયાથી જપ્તીની ગઠવણ તૂટી yડી હતી.
સરકારે એ પછી નાખુશી સાથે જમીન તથા ભેંસ અને જેમાં મિલક્ત જપ્ત કરવાનું વ્યવસ્થિત રીતે શરૂ કર્યું. જપ્તીના કામ માટે તથી જપ્ત કરેલાં ઢેરેની સંભાળ રાખવા માટે મામલતદાર અને મહાલકરીઓની મદદમાં ૨૫ પઠાણ મેળવવામાં આવ્યા હતા. આ
૩૭૭
Page #392
--------------------------------------------------------------------------
________________
બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ પઠાણોની સામે બિનપાયાદાર આક્ષેપ મૂકવામાં આવ્યા છે. સરકારને ખાતરી છે કે એમની ચાલચલગત દરેક રીતે નમૂનેદાર છે. જપ્તીમાં. લેવાયેલી ભેંસની સંભાળ રાખવા માટે મોટાં થાણાં ઉપર, અને મામલતદાર તથા ચાર મહાલકરીઓની દેખરેખ નીચે જતી કરવા માટે પાંચપાંચની ટુકડીમાં તેમને રોકવામાં આવ્યા છે. સરકારના એક જવાબદાર અમલદારની દેખરેખ નીચે પાંચ પાંચની પાંચ ટુકડીઓમાં કામ કરતા પઠાણે, કેટલાંક છાપાંમાં આક્ષેપ કરવામાં આવ્યો છે તેમ ૯૦,૦૦૦ વસ્તીને, ત્રાસ પમાડી શકે એ ખ્યાલ માત્ર પણું માનવા જેવો નથી. આમ છતાં, અસહકારી આગેવાને વેઠિયાઓને દમદાટી આપતા બંધ. પડશે અને તેમને તેમનું કાયદેસરનું કામકાજ કરવા દેશે, એટલે પઠાણોને. રાખવાની જરૂરત રહેશે નહિ અને તેમને પાછા મોકલી દેવામાં આવશે.
| મહેસૂલ નહિ ભરાશ ખિતેઝારેને જપ્તીની નોટિસ આપવામાં આવી છે, અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે તેમને આપવામાં આવેલી નેટિસની મુદત પૂરી થતાં તેમની જમીન પડતર તરીકે, સરકારમાં નોંધવામાં આવશે. તેમજ વખત આવ્યે એના માગનારને વેચી દેવામાં આવશે અને આવી રીતે વેચી દેવામાં આ લી જમીને ફરીથી તેમને પાછી આપવામાં નહિ આવે.
. આજ તારીખ સુધીમાં આવી ૧,૪૦૦ એકર જમીનને નિકાલ કરી દેવામાં આવ્યું છે, અને બીજી ૫,૦૦૦ એકર જેટલી જમીન તેના ઉપરની મહેસૂલ બાકી જલદીથી ભરવામાં નહિ આવશે તો સમય થયે વેચી નાંખવામાં આવશે.
-
- - - - :: : - આ બધી જમીન ખરીદવા માટે હિંદુ, મુસલમાન અને પારસી અરજી આપે છે, અને અરજી આપનારા ઉમેદવારોમાંના ઘણા તે સૂરત જિલ્લાના જ રહેવાવાળા છે. આ ઉપરથી ખુલ્લું છે કે આ ઉમેદવારોને મહેસૂલ ભારે છે અને તેઓ તે ભરી શકશે નહિ એવો કશે જ ભય નથી. " .. મોટી જમીન ધરાવનારા ખાતેદારની જમીનને નાનો ટુકડે એવી જ રીતે પતાવી દેવામાં આવ્યા છે. . .
બીજા ખેડૂતોની હોય એવી જમીનને જપ્ત કરવા વિષેની નોટિસ કાઢવામાં આવી છે અને કેટલાક દાખલાઓમાં વેચાણની જાહેરાત પણ કરવામાં આવી છે. આવી રીતે જેમને નિકાલ કરવામાં આવ્યું છે એવી. જમીનનું ક્ષેત્રફળ સારું જેવું છે. તે
. સરકાર બારડેલી અને વાલોડના ખેડૂતનું આ સત્ય હકીકત તરફ ધ્યાન દેરવા ઇચ્છે છે. અસહકારી આગેવાને કહેતા હતા કે સરકારને
૩૭૮
Page #393
--------------------------------------------------------------------------
________________
સરકારની ધમકીઓ જમીનને એક પણ ટુકડે જપ્ત કરતાં ડર લાગશે, અને જપ્ત કરે તે પણ, કોઈ તેને કબજે લેવા આગળ આવી શકશે નહિ. વળી તેઓ કહેતા, હતા કે જમીમાં લીધેલી ભેંસેને કઈ પણ જણ ખરીદ કરવાની હિંમત ધરી શકશે નહિઆ બધું કહેવું સાવ ખોટું કર્યું છે. તેઓ આગળ. ઉપર વળી કહેતા હતા કે કશું પણ મહેસૂલ ભરાશે નહિ. આ કથન પણ આગળ જેવું જ ખેટું છે. અત્યારસુધીમાં તાલુકા અને મહાલના મહેસૂલની વસૂલાત પેટે સરકારને લાખ રૂપિયા મળી. ગયાદ છે. એટલે કે: કુલ જમીન મહેસૂલના છઠ્ઠા ભાગ જેટલું ભરાઈ ગયું છે. આ પણ નોંધવા જેવું છે કે પડોશના ચોર્યાસી તાલુકામાં, બારડેલી કરતાં નવી જમાબંધી. વધુ હોવા છતાં તેમજ આ જ વર્ષે તે દાખલ કરવામાં આવી હોવા છતાં મહેસૂલને નવદશાંશ કરતાં યે વધુ ભરાઈ ગયું છે. - બધી નાતજાતના જમીન ધરાવનારાઓ તરફથી બાઢેલી અને વડમાં મહેસૂલ આવી ગયું છે. પરંતુ માતબહારના સામાજિક બહિષ્કાર અને દંડથી અસહકારી આગેવાનો સરકારને તેમનું કાયદેસરનું દેણ ભરનાર લોકોને દમદાટી આપે છે — તેમને પજવવામાં નહિ આવે એ હેતુથી સરકારી અમલદારોએ તેમના નામે ગુપ્ત રાખ્યાં છે..
સરકાર માને છે કે બીજા ઘણું ભરવાને આતુર છે, અને સરકા તેમને પૂરતી તક આપવા તેમજ તેમ કરીને તેમને જમીન ખેવામાંથી બચાવવા ઈચ્છે છે. તેથી તેમને જણાવવામાં આવે છે કે (૧) મહેસૂલ નહિ. ભરનારાઓને ચોથાઈ દંડમાંથી મુક્ત રાખવાની કલેકટરને સત્તા છે તથા જેઓ ૧૯ મી જૂને કે તે પહેલાં મહેસૂલ ભરી દેશે તેમને જે તે આર્યા રાહત આપી શકશે, અને (૨) મહેસૂલભરણું ગમે તે સરકારી અમલદાર દ્વારા કે તાલુકા, મહાલ અથવા હજૂર તિજોરીમાં થઈ શકશે . .
ફરી તપાસ માગીને પસ્તાશે . જમીન મહેસૂલની ફરી આકારણે થઈ તે કેવી રીતે થઈ તેને અભ્યાસ કરવાથી કઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાતરી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વતી છે. . . . લોકેની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે, કારણ રેવન્યુ મેબર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હેચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હેચ નિષ્પક્ષ બુદ્ધિથી. બધા કાગળ તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણે તે
૩૭૯:
Page #394
--------------------------------------------------------------------------
________________
સત્યાગ્રહનો ઇતિહાસ
વગેરે ખોદ કરીએ તે પણ ( કારણ ગણાતાની સામે વાંધા લેવામાં આવ્યું છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારા સૂચવ્યાં છે તે જોઈતા હતાં તેનાં કરતાં આછા છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તે મહેસૂલ કશું આછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાતરી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવા નથી કે જેની ખાતરી ન થઈ હાય કે સરકારે વધારેલું અહેસૂલ સાચી જ નહિ ત્રણ ઉદારતાન ભર્યું હતું. (નામદાર ગવનરો શ્રી. મુનશીને પત્ર તા. ૨૯ મે, ૧૯૨૮. )
૩
ગવન રતુ, આલ્ડિસેટમ
(૨૩મી જુલાઈએ ધારાસભા આગળ કરેલા ભાષણમાંથી ઉતારો )
**
ગયા અંધબારે હું સૂરત જઈ આવ્યો છું.. ઘતાં કહ્યું. સમાધાન આવી શક્યું નથી, અને સરકારને પેાતાના આખરી નિશ્ચયા બહાર પાડવામાં વિલંબ કરવા હવે ચાલી શકે એમ નથી. સરકાર માને છે, અને મને ખાતરી છે કે તમે સહુ માનવંતા સભાસદો પણ તેમાં સંમત થશે કે આવી અગત્યની ખાખત વિષે ઇલાકાના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિએ આગળ કાઈ પણ જાહેરાત કરવી ઘટે; ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાના બનાવાને લીધે અને અંદાજપત્રની બેઠક વખત આ ઉપર લેવાયેલા મતને લીધે આ માર્ગ ચાગ્ય છે, એટલુંજ નહિ પણ એ બધારણપુર:સર છે; અને મારા એલ્ટ્રા દરમ્યાન મેં બધારણસર જ ચાલવાના પ્રયત્ન કર્યાં છે. આથી અત્યારની પરિસ્થિતિ વિષેના સરકારના અભિપ્રાયા અને હિંદી સરકારે ખહાલ રાખેલા સરકારના ચાસ અને વિચારપૂર્ણ નિયા આ માનવંત સભા આગળ હું રજૂ કરવાની તક લઉં છું.
હું ઈરાદાપૂર્વક કહું છું કે આ નિયાને હિંદી સરકારે બહાલી આપી છે, કારણ કે ખારડોલીમાં ઊભા થયેલા મુદ્દાઓમાં વ્યાપક તત્ત્વ સમાયેલું છે અને ખરેખર એ સવાલે આખા હિંદુસ્તાનનો હાવાનું સ્વરૂપ લીધું છે. છેલ્લાં અઠવાડિયાંમાં આ વિષય ઉપર નહેર પુરુષા અને બીઆએ એટલાં તેા વિવેચના કર્યાં છે કે વિચારાને કાંઈ ગૂંચવાડા થાય તેમાં શી નવાઈ નથી. મારી સરકારે તેમના ઉપર હંમેશાં ઠસાવ્યું છે કે મુદ્દાનો સવાલ સ્પષ્ટ છે—મારડોલી તાલુકાના જમીનદારોની મહેસૂલઆકારણી વાજબી છે કે ગેરવાજખી. પણ જે હમણાં અપાતાં અને લખાતાં ભાષા અને કાગળા ઉપર તેમજ જિલ્લાના કારોબારમાં હાથ નાંખનારાં લેવાયેલાં અને હજી લેનારાં પગલાં ઉપર સરકારે જે મુદ્દાના નિકાલ
૩૮૦
Page #395
--------------------------------------------------------------------------
________________
સરકારની ધમકીએ. બાંધવાના હોય તે તેા સવાલ વિશાળ સ્વરૂપ લે એમ છે—ખરી રીતે એક વાકયમાં તે આમ મૂકી શકાય નામદાર શહેનશાહના ફરમાનને અસલ ચાલે કે કેટલીક બિનસરકારી વ્યક્તિઓનુ રાજ ચાલે છે? એ સવાલને, અને એ જ સવાલ હોય તા તેને, સરકાર પેાતાની પાસે છે તે સર્વ સામગ્રીશક્તિથી પહેોંચી વળવા તૈયાર છે; અને તપાસ સ્વીકારવાનું વચન આપવામાં આવે તે પહેલાં તે માટે સરકારે સુકેલી જરૂરી શરતા જિલ્લાના પ્રતિનિધિએ સ્વીકારે છે કે નકારે છે તે ઉપરથી સરકાર અને ઇલાકાની પ્રજા, તેમજ હિંદી સરકાર આગળ મુદ્દાને કર્યો સવાલ ઊભા છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવશે.
જો નવા .મહેસૂલના ન્યાયી કે અન્યાચીપણાને જ સવાલ હોય તા તે, આખુ' મહેસૂલમાગણુ ભરાઇ જાય તે પછી અને અત્યારની હિલચાલ સદ તર અધ કરવામાં આવે તે પછી સરકાર, સરકારી યાદીમાં જણાવવામાં આવેલી સ'પૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર. તપાસકસિટીને આખા સવાલ સાંપવા તૈયાર છે. આ દરખાસ્ત મૂકવામાં સરકારને સૌથી વિશેષ એ ઇન્તેજારી રહી છે કે ખારડોલી તાલુકાના ખેડૂતે . આજે મહેસૂલ નહિ ભરવાની હિલચાલને પરિણામે, જેહિલચાલના ન્યાયીપણા વિષે આ સભાના કેટલાક સભ્યોને શંકા છે, ~ જે કમનસીમ પરિસ્થિતિમાં પટકાયા છે.તેમાંથી તેમને જેમ બને તેમ તેમ જલદી ઉગારી લેવા. આથી, ખારડાલી તાલુકાના ખેડૂતાના પ્રતિનિધિ તરીકે મને સૂરત ખાતે મળવા આવેલાએ આગળ એ સરકાર વતી જે દરખાસ્તા રજૂ કરી હતી મૈં જ માનવ ંતા સભાસદે આગળ હું મૂકું છું. એ દરખાસ્તા છાયામાં આવી ગઈ છે. એટલે તે ફરીથી કહી જવાની જરૂર નથી, પણ આટલું તા મારે
,
સ્પષ્ટ કરવુ પડશે કે એ દરખાસ્તા કંઈ સમાધાનીના ભાગ તરીકે નહિ પરન્તુ સરકારના ચાકંસ અને છેવટના ર્નિચરૂપે જ છે. એ દરખાસ્ત વાજખી છે, અને ગમે તે વિનીત માણસને તે માન્ય રહે એવી છે. તે દરખાસ્તમાં ફેરતપાસ માટે આવશ્યક એવી કેટલીક શરતે જણાવવામાં આવી છે, અને તેમાં કશે ફેરફાર કરી શકાય નહિ. આ દરખાસ્તામાં હું એક જ મુદ્દો લઈશ, અને તે નવી આંકણી મુજબનું સરકારી મહેસૂલ ભરપાઈ કરવા વિષેના. આ શરત મૂળમુદ્દાની છે, અને તે કાયદેસર તેમજ મધારણસરની માંગણી છે. એના ઇનકાર કરવા એ બિનકાયદેસર અને રાજબુ ધારણ વિરુદ્ધ છે. સૂરત ખાતે મને જણાવવામાં આવ્યું હતું કે આ નવું મહેસૂલ ભરવા વિષેની શરત સ્વીકારી શકાય એમ નથી, અને
Page #396
--------------------------------------------------------------------------
________________
ખાલી સીયહને ઇતિહાસ - પરિણામે સમાધાની થઈ શકે નહિ. આમ છતાં, માનવંતા સભાસદેને હું ચાદ દેવા ઈચ્છું છું કે તેમને અને ખાસ કરીને બારડેલી તાલુકામાં રહેતા લોકેના ચૂંટાયેલા પ્રતિનિધિરૂપ સભ્યોને, તેમના મતદારોની વતી અને તેમના હિતમાં બોલવાનું બંધારણપુર:સરને અધિકાર છે. તે સભ્યનાં અને આ સભાના માનવંતા સભાસદેનાં મનમાં ખેડૂતોના કલ્યાણને જ વિચાર આગળપડતું હશે એ વિષે મને ખાતરી છે, અને હું ખરા દિલથી વિશ્વાસ રાખું છું કે માનવંતા સભાસદે આ વિષય વિષે આ જ વિચારેથી
પ્રેરાશે. નિસંશય, આ વસ્તુસ્થિતિને વધુ ચાલવા દઈ શકાય જ નહિ, -અને આખરી નિર્ણય જેમ બને તેમ જલદી થ જ જોઈએ. સરકાર આથી લાગતાવળગતા સભ્યોને જણાવે છે કે ફેરતપાસને માટે અવશ્ય પળાવી જોઈએ એવી શરતે તેઓ તેમના મતદારોની વતી સ્વીકારે છે કે નહિ તે તેમણે આજથી ચૌદ દિવસમાં નામદાર મહેસૂલ ખાતાના સભ્યને લખી જણાવવું. . . .
: - - હું નથી માની શકતે કે આ શરતોને ઈનકારથી આવતાં પરિણામે - જેવાં કે ખેડૂત ઉપર પડતી જબરી હાડમારી, ઊભી થતી કડવાશની લાગણી અને સરકાર તેમજ લોકો વચ્ચે આવી લડતનું આવતું ચેકસ પરિણામ – જોતાં આ શરતે ફેંકી દેવામાં આવે, છતાં પણ, હું સાફ કહેવાની ફરજ સમજું છું કે આ શરતે સ્વીકારવામાં નહિ આવે, અને પરિણામે સમાધાની સધાય નહિ, તો સરકાર કાયદાની પૂર્ણ સત્તા જાળવવા માટે જરૂરી અને - વાજબી લાગે એવાં પગલાં લેશે, અને સરકારની કાયદેસરની સત્તા હરરસ્ત પળાય એટલા સારુ પોતાની સર્વ શક્તિઓને તે ઉપર કરશે. ખાનગી વ્યક્તિઓ કાયદાથી ઉપરવટ રહેવાને પ્રયત્ન કરે કે બીજાઓને તેમ કરવાને પ્રેરે એવાં બંધારણમાં ભાગ લે તે ન તો મુંબઈ સરકાર કે ન તે કઈ પણ બીજી સરકાર સાંખી શકે. આવું ચાલવા દેવું એટલે સરકારને મૂળમૂતેથી છેદ ઉરાડી દે; અને સરકાર નામને લાયક એવી કઈ પણ સરકાર, કેઈ પણ દેશમાં, આવાં કામને અટકાવવા કે બાવવા પોતાની સર્વસત્તા ન અજમાવે એ કલ્પનામાં પણ ન આવી શકે–પછી ભલેને આનાં પરિણામો ગમે તે આવે.
મેં આ ઉદ્ગારે કાઢયા છે તે કોઈ પણ રીતે ષમકી તરીકે લેખવાના નથી. મારા મનમાં એવું કશું જ નથી. એ વસ્તુસ્થિતિની માત્ર જૂઆત છે. છતાં મારી સ્પષ્ટ ફરજ છે કે સરકારની સ્થિતિ વિષે ફરીવાર ગેરસમજ કે બેટી રજૂઆત થાય નહિ એટલા ખાતર મારે એ આ માનવંતી સભાને અને બારડોલી તાલુકાની ચિતને ખુલ્લું કહેવું જોઈએ.
૩૮૨
Page #397
--------------------------------------------------------------------------
________________
સરકારની ધમકીઓ અત્યારે બારડેલી તાલુકામાં સવિનય કાનૂનભંગની હિલચાલ ચાલી રહી છે એની તે ખરેખર કઈ માનવંત સભાસદ ના પાડી શકે એમ નથી, અને સવિનય કાનૂનભંગ એક અંધાધૂંધી જ છે એ વિષે માનવંતા સભાસદોને યાદ આપવાની મારે ભાગ્યે જ જરૂર હોય, ભલે ને આમાં સામેલ રહેનારાઓને પાકે પાયે ખાતરી છે કે તેમને દવે ન્યાયપુર:સરનો છે, પરંતુ અંધાધૂધી તે અંધાધૂંધી જ છે - ભલે ને તે અંધાધૂંધી પેદા કરાવનારા કે તેમાં સામેલ રહેનારાઓ પોતાના વિચારમાં મક્કમ હોય, અથવા તો ભલે ને એ અંધાધૂંધીથી કેટલાંક સ્ત્રીપુરુષમાં બીજાં સારાં કાર્યોને યોગ્ય હોય એવા ગુણો આવે. વળી, કોઈ પણ રાજદ્વારી બંધારણે કાયદાની અવગણના કરવાથી આવનારાં અનિવાર્ય પરિણામોની જાહેર પ્રજામત સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એક વખત માણસોને ખાતરી થઈ જાય કે કાયદેસર રીતે સ્થપાયેલી કારિબારી. સત્તાને ઊંધી પાડવી એ વાજબી છે, તો તો પછી ધારા બનાવવાનું કાર્ય કરતી ઘારાં સભાને પડકારી માંખો કે કાયદાની અર્થવ્યાપ્તિ આપતા ન્યાયખાતાને પક્ષપાતને આરે ઓઢાડતાં તેમને કશી વાર લાગવાની નથી. આમ સામાજિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કાયદા માટેનું માન એ તલસ્પર્શ મુદ્દો છે, અને કેાઈ શહેરી કે -શહેરીઆના તરંગથી તેને ઉથલાવી નાંખવાનો પ્રયત્ન કરે એનો અર્થ સીધી અરાજકતા જ છે.”
Page #398
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ સમાધાનીને પત્રવ્યવહાર
પૂના તા. ૬ ઠ્ઠી ઓગસ્ટ, ૧૯૨૮, ના. મહેસૂલખાતાના સભ્ય જેગ, સાહેબ,
અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૩ મી જુલાઈના ભાષણમાં કહેલી શરતે પૂરી કરવામાં આવશે કે –
- લિ નેહાધીન, (સહી) એ. એમ. કે. દેહલવી ( , ) ભાસાહેબ (કેરવાડાના ઠાકોર) ( ) દાઉદખાન સાલેભાઈ તૈયબજી ( , ) જે. બી. દેસાઈ ( ) બી. આર. નાયક ( , ) એચ. બી. શિવદાસાની ( ) એમ. કે. દીક્ષિત
સરકારે નીચે પ્રમાણે તપાસ કમિટી જાહેર કરી હતીઃ
એક મહેસૂલી અધિકારી અને બીજા ન્યાયખાતાના અધિકારી એમને તપાસ સોંપવામાં આવશે, બે વચ્ચે મતભેદના પ્રસંગે ન્યાયખાતાના અધિકારીને મત નિર્ણયાત્મક ગણાશે; તપાસની શરતો નીચે પ્રમાણે રહેશે
સદરહુ અમલદારે એ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકેની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરો
(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલવધારે લેંડ રેવન્યુ કેડ પ્રમાણે વાજબી નથી,
(ખ) સદરહુ તાલુકા વિષે જે રિપેર્ટો બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીક્ત નથી, અને કેટલીક હકીક્ત બેટી છે;
૩૮૪
Page #399
--------------------------------------------------------------------------
________________
સમાધાનીના પત્રવ્યવહાર
અને તે એ અમલદારાને સદરહુ ફિરયાદ વાજબી માલૂમ પડે તા જૂના મહેસૂલમાં કેટલા વધારા અથવા ઘટાડા થવા જોઈએ તે જણાવવું.
તપાસ સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર થનાર હાવાથી લેાકાને તેમના પ્રતિનિધિઓની, કાયદાના સલાહકારો સુધ્ધાંની મદદથી જીખાની આપવાની ને તપાસવાની છૂટ રહેશે.
હતાઃ
3
ધારાસભાના સભ્યાએ મહેસૂલખાતાના સભ્યને નીચેને પત્ર લખ્યું
પૂના, ઑગસ્ટ ૭, ૧૯૨૮
ના. મહેસૂલખાતાના સભ્ય દ્વેગ,
સાહેબ,
બારડોલીના સવાલ વિષેના મુખ્ય મુદ્દાના નિકાલ સ ંતાષકારક આવ્યે હાવાથી અમને આશા અને વિશ્વાસ છે કે સરકાર.
(-) અધા સત્યાગ્રહી કેદીઓને છેાડી મૂકશે, (ખ) જપ્ત કરેલી બધી જમીને પાછી સાંપશે,
(ગ) રાજીનામાં આપનાર બધા · પટેલતલાટીઆને ફરી તેમની જગ્યાએ લેશે.
લિ. સ્નેહાધીન,
( સહી ) એ. એમ. કે. દેહલવી
..
..
..
,,
..
..
દાઉદખાન સાલેભાઈ તૈયબજી ભા સાહેબ ( કેરવાડાના ઠાકાર) ભીમભાઈ આર. નાચક
એચ. બી. શિવદાસાની
જે. બી. દેસાઈ
એમ. કે. દીક્ષિત
૪
મહેસૂલખાતાના સભ્યે ઉપલા સભ્યાને નીચેના ઉત્તર આપ્યા હતા
સાહેબા,
તમારા તા. ૭ મીના કાગળના સંબંધમાં જણાવવાનું કે સરકાર તેના ખાસ અધિકારની રૂએ બધા સત્યાગ્રહી કેદીઓને છૂટા કરો અને ખુશીથી તમારી ખીજી વિનંતિ મન્સૂર રાખનારા હુકમેા કાઢશે. તલાટીએ અને પટેલા ધટતી રીતે અરજી કરશે તેા તેમને માફી આપવામાં આવશે.
લિ. સ્નેહાધીન, જે. એલ. રૂ
Page #400
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪ મુનશી સમિતિના નિષ્યને સારાંશ ૧. કેટલાક દાખલાઓમાં ખાલસા નેટિસે કાયદા પ્રમાણે તૈયાર કરવામાં અને ચેડવામાં આવી નહોતી, કેટલાક દાખલામાં નોટિસે ખેટે ઠેકાણે ચેડાઈ હતી, અને કેટલીક નોટિસે તેમાં જણાવવામાં આવેલી મુદત વીત્યા બાદ લાંબા વખત પછી ચોટાડવામાં આવી હતી. અમારી આગળ રજૂ કરવામાં આવેલી નિયમબાહ્ય નેટિવ્સની સંખ્યા સારી જેટલી છે, અને તે તાલુકાના જુદાજુદા ભાગોમાંથી આવી છે. તે ઉપરથી જણાય છે કે આ નિયમબાહ્યતા તાલુકાની અમુક નાની મર્યાદામાં જ નહતી.
* ૨. બારડોલીની ઘણીખરી જમીન વિષે ખાતેદારે સામે ૬૦૦૦થી વધુ નેટિસે કાઢવામાં આવી હતી. તે તે જમીનમાંથી લેવાના મહેસૂલ સાથે આ જમીનની કિંમત મુદ્દલ પ્રમાણસર નહોતી કારણ કે સરકારી અહેવાલો પ્રમાણે બારડોલીની જમીનની સરાસરી કિંમત એ ઉપરના સરકારી ધારા કરતાં ૫૦-૧૦૦ ગણું વધારે છે. આ પ્રમાણે ખાલસા કરવું એનો નૈતિક દૃષ્ટિએ કે રાજકારેબારની દ્રષ્ટિએ બચાવ થઈ જ ન શકે.
૭. જમીન વેચી નાંખવાના સંબંધમાં કારોબારી ખાતા પાસે રહેલી આકરી સત્તાની રૂએ રૂ. ૩,૦૦,૦૦૦, ની કિંમતની જમીન રૂા. ૧૧,૦૦૦માં વેચી કાઢવામાં આવી. આમ, લેવાને મહેસૂલના પ્રમાણમાં અનેકગણ કિંમતની જમીનો વેચી નાંખવામાં આવે એ અન્યાચ છે, પછી ભલે તે શિરસ્તાની રૂએ હેય.
, ૪. ઘણું કિસ્સાઓમાં જપ્તી માટે લેવાયેલાં પગલાં અને જંગમ મિલક્તનાં વેચાણ ગેરકાયદે કે નિયમબાહ્ય હતાં.
Page #401
--------------------------------------------------------------------------
________________
મુનશી સમિતિના નિર્ણયને સારાંશ ૫. જુદાં જુદાં ગામે રહેવાનાં ઘરનાં બારણું ઉઘાડી નાંખ્યાના અનેક દાખલાઓ બન્યા છે, એ બતાવી આપે છે કે આમ બારણાં ઉઘાડીનાખવાનું કાંઈ કોઈ એકાદ જપ્તીઅમલદારે જ કર્યું નહોતું, પરંતુ એ તે એક વ્યવસ્થિત રીતિના અંગરૂપ જ હતું. બારણું ઉઘાડી નંખાયાં તેમાં ખેલવા ધારેલું અથવા ખોલેલું ઘર ખાતેદારનું છે કે નહિ તેની કશી પણ તપાસ કરવામાં નહોતી આવી...
૬. ઘણું દાખલાઓમાં સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જપ્તી કરવામાં આવી હતી. આને પરિણામે લોકોને ખૂબ વેઠવું પડયું હતું.
૭. રાંધવાનાં વાસણ, ખાટલાપથારી, બિયાં, ગાડાં, બળદ, વગેરે જેવી ચીજો જપ્તીમાં ન જ લઈ શકાય. આમ આ ચીજો ન જ લઈ શકાય છતાં તે જતીમાં ઝડપવામાં આવી હતી.
૮. અસંખ્ય દાખલાઓમાં જપ્તીઅમલદારએ જપ્તી કસ્તી વખતે “ તપાસ પણ કરી નહતી કે તેઓ જપ્તીમાં લે છે તે મિલકત મહેસૂલ બાકી રાખનાર ખાતેદારની છે કે કઈ બીજાની. ઘણું કિસ્સાઓમાં તેમણે એવા. માણસેની મિલકત જપ્ત કરી હતી જેમને કશું જમીનમહેસૂલ ભરવાનું જ નહોતું; અને જપ્તીમાં લીધેલી મિલક્ત ખાતેદારની નહતી એ સાબિત કરવાને બેજે, અવશ્ય કરીને, જેમની મિલક્ત ખોટી રીતે જપ્ત કરવામાં આવી હતી એવા બિનખાતેદારે ઉપર જ નાંખવામાં આવતો. કેટલાક દાખલામાં તો આવી રીતે જતીમાં લીધેલી મિલકત વેચી નાંખતી વખતે એ મિલકત કેની હતી એની તપાસ કરવા જેટલી પણ તસ્દી લેવાઈ નહોતી.
૯. અનેક દાખલાઓમાં જપ્ત કરેલો માલ તે તે ચીજની કિંમત કરતાં ઘણું ઓછા ભાવે વેચી નાંખવામાં આવ્યો હતો, અને પિલીસે તથા રેવન્યુ પટાવાળાઓને આ લિલામ વખતે માલ માટે બીડ મૂક્વા દેવામાં તથા તે ખરીદવા દેવામાં આવ્યા હતા.
૧૦. જપ્તીમાં લીધેલાં ઢોરને ઘણું દાખલાઓમાં સખત મારવામાં આવ્યાં હતાં. થાણાંમાં તેમની ઈતી કાળજી રાખવામાં આવી નહોતી, એટલે કે તેમને પૂરતું ખાવાનું કે પીવાનું આપવામાં આવ્યું નહોતું.
૧૧શાંત લોકોમાં જપ્તીના કામ માટે પઠાણેને રેકવામાં આવ્યા. એ બિનજરૂરી અને ગેરવાજબી હતું. પુરાવા મળી આવે છે કે આ રિકવામાં આવેલા પઠાણોની વર્તણૂક અસભ્ય અને અગ્ય હતી, અને
એક દાખલામાં તો સ્ત્રીની છેડ કરવા સુધી તેઓ ગયા હતા. કેટલાક દાખલામાં પઠાણેએ નાની નાની ચોરી કરી હતી. ઢોરા પ્રત્યે તેઓ નઠોર રીતે વર્યા હતા.
૩૮૭
Page #402
--------------------------------------------------------------------------
________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ -
૧૨. સત્યાગ્રહી કાર્યક્તએને સજા કરવા તથા લોકોની ચળવળ તેડી પાડવા સરકારે ફોજદારી કાયદાને આશરે લીધો હતો. ઘણા દાખલાઓમાં ફેજદારી કાયદાને ઉપગ ગેરવાજબી અને ઝેરીલે હતો.
૧૩. એક ઊતરતી પાયરીના મહેસૂલી અધિકારીને માંડવામાં આવેલા દાવાઓને નિકાલ કરવા માટે મૅજિસ્ટ્રેટ તરીકે નીમવામાં અને બારડેલીના ઉત્તેજિત વાતાવરણમાં એક અદાલત ઊભી કરવામાં સરકારે વાજબી નહેતું
૧૪. ફરિયાદ પક્ષ તરીકે સરકારે ઘટતા પુરાવાઓ રજૂ કર્યા નહોતા, અને ઓળખાવવાની રીત બિનભરૂસાદાર હતી. જે પુરાવાઓના આધારે આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા તે એકપક્ષી હતા અને ભરૂસાપાત્ર નહોતા. ઘણાખરા ગુનાઓ તે, બહુ બહુ તે, નામ માત્રના જ હતા. ધણા . દાખલાઓમાં તે તે જગ્યાએ હાજર હતા એવા માણસને સાક્ષીમાં બોલાવવામાં આવ્યા નહોતા.
૧૫. મૅજિસ્ટ્રેટે વધારે સારા પુરાવા માટે આગ્રહ ન ધરવામાં ભૂલ કરી હતી, અને કેટલાક દાખલાઓમાં એમણે કાયદાને પેટે જ અર્થ કર્યો હતું. નામના ગુનાઓ માટે પણ સરકારે બે ભુલાવી નાંખે એવી સજાઓની માગણી કરી હતી. અને ઘણું દાખલાઓમાં મૅજિસ્ટ્રેટ આ સાથે સંમત થયા હતા, અને ગુનાના પ્રમાણમાં બેહદ સજાઓ એમણે આપી હતી.
૧૧. જમીન મહેસૂલના કાયદામાં અપાયેલી સત્તાઓને એકસાથે અને કડક રીતે અમલમાં મૂકવી, અને પરિણામે એકસામટી જમીન ખાલસા કરવી, ઓછી કિંમતે ચીજવસતે વેંચી નાંખવી, ખાલસા, જી, અને વેચાણમાં કાયદાની રીતેની અવગણના કરવી, પઠાણે રોકવા, ઢેરે ઉપર જુલમ વર્તાવ અને તેમને ખાટકીને વેચવાં, ખાતેદારેનાં ઘર આગળ કલાક સુધી પઠાણો અને પોલીસોનો ખડે પહેરે રાખવો, માલ જપ્તીમાં લે, ફેજદારી કાયદાનો ઉપયોગ કરવો અને આવું આવું બીજું કરવું, એ બધું પુરવાર કરી આપે છે કે સરકારે આકરાં પગલાં લીધાં હતાં.
૧૭ બારડેલી તાલુકા પાસે ખાસ કરીને સત્યાગ્રહની લડત પડતી મુકાવવા માટે જ લશ્કર સિવાય બીજું બની શકે તેટલું આકારામાં એક દબાણ લાવવા સરકારે આવાં કડક પગલાં લીધાં હતાં. શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સત્યાગ્રહીઓ એક સ્થાનિક આર્થિક પ્રશ્ન માટે જ લડતા હતા એ ન માનવામાં સરકારી અધિકારીઓએ ગેરવાજબી કર્યું હતું. આમ મુખ્યત્વે સરકારે લડતના હેત્વાર્થને અવગણે લડતના દેખાતા સ્વરૂપને જ અનુલક્ષી પોતાનાં પગલાં લીધાં. આ પગલાં મહેસૂલ વસૂલાતની સીધી
૩૮૮
Page #403
--------------------------------------------------------------------------
________________
મુનશી સમિતિના નિર્ણયને સારાંશ જરૂરિયાત કરતાં વધારે આકરાં અને જુલમી હતાં. તેમાં કાયદાની શાસ્ત્રીયતાને આદર ન આપતાં અવગણવામાં આવી હતી; ઘણી વખત તેમની બજાવણમાં એમને ભેગ થઈ પડતા વર્ગના સામાન્ય હિતની પરવા કરવામાં આવી નહોતી; અને સરકારે જેમને વિષે માની લીધું કે તેઓ તેની સત્તા પચાવી પડ્યા હતા તેમને સજા કરવા તેમજ એ સત્તા પડાવી લેનારાઓની આગેવાની સ્વીકારનારાઓમાં ધાક બેસાડવા એ પગલાં લેવામાં આવ્યાં હતાં. આથી અમે આ જ નિર્ણય ઉપર આવીએ છીએ કે સરકારે આ પગલાં લઈ દંડ દેવાને તેમજ વેર વાળવાને ઈરાદે રાખ્યું હતું, અને તેમાં સરકારધારે વસૂલ લેવાનો હેતુ એ એકલે જ નહોતું એટલે એ પગલાં ઝેરીલાં હતાં.
૧૮. જાપ્તાનાં પગલાંને પરિણામે બારડેલી તાલુકે સંગઠિત થયે અને સરકારની પ્રવૃત્તિઓને તોડી પાડવા એ કાર્યબદ્ધ થયું. સરકારે લીધેલાં પગલાંને લઈને પટેલતલાટીએ રાજીનામાં આપ્યાં, અને ગામલેકે કે ગ્રામ્ય અધિકારીઓને સમજાવવાના કે ધમકી આપવાના પ્રયત્નને પરિણામે લોકોએ ઢીલાપોચાને સામાજિક બહિષ્કાર કર્યો. સરકારી પ્રવૃત્તિના કારણે તાલુકાના રાજના સામાન્ય કામધંધા અટકી ગયા.
૧૯. સરકારી પ્રવૃત્તિઓને પરિણામે ઢેરેની તંદુરસ્તી અત્યંત બગડી હતી એ નીચલા કોઠા ઉપરથી જણાશે:
| તાલુકાનાં ૭૬ ગામોમાંથી મળતા આંકડા કુલ ભેંસ
૧૬,૬૧૧ માંદી ભેંસ
૩,૮૦૧ કુલ બળદ
૧૩,૦૯૧ માંદા બળદ
૪૨૪ ચામડીને સેજે ને ચામડી ઊતરી જવી પાઠાં
૯૨ ચાંદાં અને જીવાત
૨,૧૫૫ - પરચૂરણ બીમારી
૧,૦૧૮ કુલ મરણ
૯૩ ૨૦. લોકોનું આરોગ્ય પણ બગડયું હતું. સરકારી ખાતાએ તેમનાં પગલાંથી લોકેની તંદુરસ્તીને જોખમ ન આવે એ જોવાની પૂરતી કાળજી રાખી નહોતી. લોકોએ સ્વેચ્છાથી જ પિતા ઉપર દુ:ખ નોતર્યા હતાં એટલે કંઈ લોકોની સુખાકારી લેવાની જવાબદારીથી સરકાર મુક્ત ન જ થઈ શકે.
Page #404
--------------------------------------------------------------------------