SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ જણાવ્યું છે કે તમારે કાગળ મહેસૂલખાતા ઉપર નિકાલ માટે મોકલવામાં આવ્યું છે એ જવાબ તમને મળે છે. વર્તમાનપત્રના અહેવાલમાં આગળ છે કે “શ્રી. પટેલે આ જવાબનો અર્થ એ કર્યો કે નવી આકારણું બાબત પિતાના ઠરાવ ઉપર ફરી વિચાર કરવા સરકાર ના પાડે છે, અને તેથી મહેસૂલ નહિ ભરવાની લડત ચલાવવા ખેડૂતોને તેમણે સલાહ આપી. હું તમારા ધ્યાન ઉપર લાવવા માગું છું કે નામદાર ગવર્નર ઉપરને તમારે કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરફ રવાના કરવામાં આવ્યું તે સરકારી વહીવટને અનુસરીને જ થયું છે, અને તેથી તે ઉપરથી તમે જે અનુમાન કાઢયું છે તે વાજબી ન ગણાય. આ સંજોગોમાં, ઉપર ટકેલું તમારું વાક્ય: મારા અનુયાયીઓને હું અંકુશમાં રાખી રહ્યો છું એવી મતલબના તમારા સૂચન સાથે બંધ બેસાડવું ગવર્નર અને તેની કાઉન્સિલને મુશ્કેલ જણાય છે. જે વર્તમાનપત્રના અહેવાલે ખરા હોય તે તે ઘારાસભાના કેટલાક ગુજરાતી સભ્ય, જેમણે સભામાં સૂચવાયેલું પગલું લેતાં લોકોને ચેતવ્યા,જોકે એ સજજનો પણ આકારણીની તે વિરુદ્ધ જ હોવાનું જાણવામાં છે, તેમના કરતાં તમારું વલણ જુદું જણાય છે. ૩. તમે લખે છે કે સરકારી મહેસૂલી નીતિને લઈ ગુજરાતને ઘણું ખમવું પડયું છે એ વસ્તુ ગવર્નર-ઈન-કાઉન્સિલ કઈ પણ રીતે સ્વીકારી શકતા નથી, અને તેઓ નામદાર તો આ આકરણીને મંજૂરી આપતા સરકારી ઠરાવમાં જે કહેવું છે કે બીજી, આકારણી સુધીનાં વર્ષોમાં આ તાલુકાને ઈતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને ફરી ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વરસેન બારડોલી તથા ચોર્યાસી તાલુકાને ઈતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે. ૪. તમે જણાવે છે કે આકારણી નક્કી કરવામાં સરકારની સ્પષ્ટ ફરજ હતી કે જે લોકોને મહેસૂલ ભરવું પડવાનું છે તેમને સરકારે બધી બાબતોની જાણ કરવી જોઈતી હતી, અને સરકારી અમલદારને સૂચના આપવી જોઈતી હતી કે ગામના પ્રતિનિધિઓ સાથે ખૂબ મસલત કર્યા વિના અને તેમના અભિપ્રાયને યોગ્ય વજન આપ્યા વિના તેઓ કઈ પણ જાતની ભલામણો ન કરે. તમે ઉમેરે છે કે સરકારી અમલદારેએ આવું કશું કર્યું નથી. તમને એટલી તે ખબર હશે જ કે સૂરત જિલ્લાના જે પ્રાન્તમાં બારડોલી તાલુકે આવેલો છે, તે પ્રાન્ત રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર મિ. એમ. એસ. જયારના હવાલામાં હતો અને તેમણે આ આકારણે તૈયાર કરેલી છે. દસ મહિના સુધી તેઓ તાલુકામાં ફર્યા છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ ૩૫૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy