________________
બારમી ફેબ્રુઆરી ઉતાવળ હતી. તેણે ધાર્યું કે જે જમીન મહેસૂલના કાયદાની ઝીણવટો ભાગ્યે જ કોઈ સમજતું હોય તેમાં જેમ કરીશું તેમ ચાલશે. જ્યારે આમ કર્યું ત્યારે તમારી જોડે વિચાર કરી લઈને મેં સરકારને કાગળ લખ્યો કે આ બાબતમાં સરકાર તરફની ઘણી ભૂલ થઈ છે. પણ મને જવાબ મળે છે કે તમારે કાગળ વિચાર થવા મેક છે! વિચારમાં ઢીલ થઈ શકે, પણ અહીં હપ્તો શરૂ થયે તેને વિચાર કોણ કરે? કાગળને નિકાલ થતાં સુધી હતો મુલતવી રાખવાનું કહીએ તો સરકાર ડુિં જ મોકૂફ રાખે તેમ છે? આ રાજ્યમાં પિસે લેવાનો હોય તેમાં મીનમેખ ન થાય; તે તો વખતસર, નિયમસર અને વ્યાજસહિત જ લેવાય. આ સ્થિતિમાં મારે સરકારને વધુ શું કહેવાપણું હોય? હું તે તમને જ સલાહ આપી શકું ને તે તમારા પિતાના જ જોર પર. આપણે બીજા બધા જ ઉપાયે અજમાવી ચૂક્યા, હવે કોઈ સાંભળે એ આશા ખેટી છે; તે છેવટને એક જ ઉપાય હવે બાકી રહ્યો છે, અને કેઈ પણ પ્રજા માટે એ એક જ ઉપાય છેવટના તરીકે રહે છે. તે બળની સામે બળ. સરકાર પાસે તે હકુમત છે, તો૨બંદૂક છે, પશુબળ છે. તમારી પાસે સાચનું બળ છે, દુઃખ સહન કરવાની શક્તિ છે. આ આ બે બળનો મુકાબલો છે. તમારી વાત સાચી છે એનું જે તમને બરાબર ભાન હોય, આ અન્યાય છે ને તેની સામા થવું એ ધર્મ છે એ વાત તમારા અંતરમાં ઊગી ગઈ હોય, તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. એમને લેવાનું છે ને તમારે દેવાનું છે. તમે વેચ્છાએ હાથથી ઉપાડીને ન આપો ત્યાં સુધી એ કામ કોઈ કાળે બનવાનું નથી. ભરવું ન ભરવું એ તમારી ઈચ્છાની વાત છે.
જ્યારે તમે એમ ઠરાવે કે અમે રાતી પાઈ ભરનાર નથી, આ સરકાર મરજીમાં આવે તે કરે, જપ્તી કરે, જમીન ખાલસા કરે, અમે આ આકારણ સ્વીકારતા નથી, તે તે લેવાનું સરકારથી કદી બની શકવાનું નથી. એ કોઈ પણ રાજ્યથી બની શકે તેવું નથી. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા એકત્ર થાય છે ત્યારે તે સામે ટકી શકતું નથી. જો તમે ખરેખર એકમત થઈને નિશ્ચય કરતા હો કે આ મહેસૂલ ખુશીથી કે સ્વેચ્છાએ નથી જ ભરવું તે હું ખાત્રી આપું છું કે આ રાજ્ય પાસે એવું કંઈ સાધન નથી કે જે તમારે નિશ્ચય તોડાવી શકે ને તમને ભાંગી શકે. એ નિશ્ચય કરવાનું કામ રા.બ. ભીમભાઈ તેમના કાગળમાં કહે છે તેમ તમારું પિતાનું છે. કેઈના ચડાવવાથી, કોઈના કે મારા જેવા ઉપર આધાર રાખીને નિશ્ચય ન કરશે. તમારા જ બળ ઉપર ઝૂઝવું હોય, તમારી જ હિમત હોય, તમારામાં આ લડત પાછળ ખુવાર થઈ જવાની શક્તિ હોય તો જ આ કામ કરજો.