SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ ઠીકરીઓ બનાવી શકે છે. ફૂટવાને ભય કઈ એ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાને છે, ઠીકરીને શે ભય હોઈ શકે?” અથવા સરભોણમાં ખેડૂતોને કુદરતને કાયદો શીખવનાર ભાષણ લોઃ હું તો તમને કુદરતને કાયદે શીખવવા માગું છું. તમે બધા ખેડૂત હોવાથી જાણે છે કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે. આપ મૂઆ વિના સ્વર્ગે જઈ શકાય તે જ કેવળ ધારાસભામાં ઠરાવ પસાર કરે આપણને મુક્તિ મળી શકે. કષ્ટ તે તમે ક્યાં નથી વેઠતા? ખેડૂત જેટલાં ટાઢતડકે, વરસાદ, ચાંચડમચ્છર વગેરેના ઉપદ્રવ કેણ સહન કરે છે? સરકાર એથી વધારે શું દુઃખ નાંખી શકે તેમ છે ? પણ દુઃખ સમજપૂર્વક ખમે એ હું માનું છું, એટલે જુલમની સામે થતાં શીખે. તેને ભયથી સ્વીકાર ન કરે. . - જે ઘેટામાંથી જ તેને સાચવનારે ઘેટે નહિ નીકળે તો શું એ વિલાયતથી સાચવનારા લાવી શકશે? લાવી શકે તે તેને પોસાય નહિ. એ કાંઈ અઢી આનામાં રહે નહિ, આવાં છાપરામાં રહે નહિ; તેને બંગલો જોઈ એ, બાગબગીચા જોઈએ; તેને ખોરાક જુદે, હાજતે જુદી; જુદે ઘેબી, જુદા ભંગી વગેરે જોઈ એ. એ રીતે તે સરકારને માથા કરતાં મુંડામણું મધું પડી જાય. દર ગામે બન્ને અંગ્રેજ રાખે તો આ તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરાઓ રાખવા જોઈએ અને તેનું કેટલું ખર્ચ પડે એની ગણત્રી કરવી મુશ્કેલ નથી. પટેલોને આટલું કહેતાં શું મને સારું લાગે છે ? મને તે ઊલટી. શરમ લાગે છે. આપણા પટેલોને મા વધે એ હું ઇચ્છું છું. પટેલ તે રૈયતના રક્ષકો હોય. તેવા પટેલોને તે હું મારા ભાઈઓ ગણું અને તેમની સાથે હાથ મિલાવતાં મને અભિમાન થાય. મને શરૂઆતમાં કોઈ કોઈ કહેતા કે આવા ઝગડામાં ઊતરીને જોખમમાં પડવું તે કરતાં સવારમાં બે કલાક વહેલા ઊડી વધારે મજૂરી કરીશું. આવા માણસેએ જગત ઉપર જીવવાનું શું કામ છે ? તેઓ માણસને રૂપે બળદનું જીવન ગુજારે એ કરતાં મરીને બળદને જ જન્મ ધારણ કરે. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જેવા ઈચ્છું છું. કેઈ એમ ન કહે કે કંગાળ કે બેટી વણિકવૃત્તિને ગુજરાતી શું કરી શકે? બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલે ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઈએ. હું ગુજરાતીઓને કહું છું કે શરીરે ૯૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy