SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ૧૯૨૧ની ચાદ રાજ્ય નહિ હોય, પણ લૂંટારાનું રાજ્ય હશે. હું તો કહું છું કે લૂંટારાને આવવા દે. આવા વાણિયાના રાજ્યમાં રહેવા કરતાં તેના રાજ્યમાં રસ પડશે. તાલુકાના લોકોને હું કહું છું કે કોઈ ડરે નહિ. દોઢ મહિનામાં તમારામાં કેટલો ફેર પડી ગયે તે તપાસે. પહેલાં તમારા ચહેરા પર કેટલી ભડક ને ફફડાટ હતાં? એકબીજા જોડે બેસતા પણ નહિ. અને આજે? આજે મહાલકરી તો માત્ર આ ડેલાને જ મહાલકરી છે; મકાનની બહાર તેને અમલ રહ્યો નથી. હજી જુઓ તો ખરા, આમ ચાલ્યું તો વખત ગયે એને ચપરાસી પણ નહિ મળે. - તમારી જમીન માટે બહારના ઘરાકો લાવવાની સરકાર વાતો કરે છે, પણ તાલુકાના લોકો બધી ગણત્રી ગણીને બેઠા છે. ૧૯૨૧ ની ગર્જના કરી હતી તે ડરનારી પ્રજાના જોર પર કરી હતી શું ? તે વખતે સંજોગ વિફર્યા ને કસેટી ન થઈ. આજે એ કસેટી ભલે થાય. અને એમાં કહ્યું જોર જોઈએ છે? પંદર રૂપિયાના ભાડૂતી માણસેને ભેગા કરીને જે સરકાર એનાં લકરે ઊભાં કરે છે, અને એ જ લશ્કરે સમજણ વગર, વાર્થ વગર લડાઈના મેદાનમાં જઈને ભડભડ મરે છે, તો તમે તો હજારેના ખાતેદારે છે, જે તમારે તો તમારા વતનને ખાતર અને તમારાં છોકરાંના રેટલાને ખાતર લડવું છે. આવી લડત તે કોણ અભાગિ હોય કે ન લડે? હું તો ઇચ્છું છું કે આ લડત ભલે લાંબી ચાલે. અહીં બેઠા આપણે આખા ગુજરાતના ખેડૂતોને પાઠ શીખવીશું.” એરગામના ભાષણમાંની ગામઠી ઉપમાઓ કે ખેડૂત ભૂલી -શકે? જે દિવસે સરકારી દફતરમાં ખેડૂત પિતા માટે આબરૂદાર, ઈજતદાર લેખાશે ત્યારે જ તેને દહાડે વળશે. આજે તો સરકાર જંગલમાં કઈ ગાંડે હાથી ઉમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને ફેંસી નાંખે તેવી મદમત્ત બની છે. ગાંડે હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેવા મને મગતરાનો શો હિસાબ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને રૂમવું હોય એટલું રમી લેવા દે, અને પછી લાગ જોઈને કાનમાં પેસી જા ! કારણ કે એટલી શક્તિવાળે હાથી પણ જે મગતરું કાનમાં પેસી જાય તે તરફડિયાં મારી, સૂંઢ પછાડી જમીન પર આળોટે છે. મગતરું શુદ્ર છે તેથી તેણે હાથીથી બીવું જ જોઈએ એમ નથી. મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે, છતાં તેમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફેડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? તે ઘડાની પોતાના જેવી
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy