________________
૪થું
ગૂંચઉકેલ? ઠરાવ કરી દીધો, અને તાલુકાની ઉપર ૬ ટકાને કુલ વધારે ઠરાવ્યો. રિપેટનો ખંડનાત્મક ભાગ કે અમૂલ્ય છે તે આપણે જોઈ ગયા. રચનાત્મક ભાગ કે નબળા અને પાયા વિનાને છે તે આટલી એક વસ્તુ ઉપરથી જ જણાશે. પણ છ ટકા, વધારવામાં પણ ગામને કેટલો અન્યાય થયો છે તે જરા વીગતમાં ઊતરવાથી જણાશે.
કમિટીએ જે આંકડા તપાસ્યા તેમાં તાલુકાને જૂજ ભાગ આવે છે એમ તેમણે કબૂલ કર્યું છે. એ જ ભાગ એટલે કેટલે તે જોઈએ. કમિટીએ બારડોલીનાં ૧૩૭ ગામમાંથી ૪૯ ગામ તપાસ્યાં; આ ૪૯ માંથી ૪૦ ગામમાં જ ગણોતના આંકડા મળ્યા અથવા તપાસી શકાયા; અને આ ૪૦ ગામના આંકડામાં પણ ૧૭ ગામના આંકડા એટલા જૂજ હતા કે ત્યાં એક સામાન્ય રીતે કેટલું ગણોત ઊપજે છે તે વિષે અનુમાન કરવું અશક્ય છે એમ કમિટી કબૂલ કરે છે, એટલે બધું ૧૩૭ ગામનું મંડાણ ૨૩ ગામના આંકડા ઉપર રચાયેલું છે ! ક્ષેત્રફળની દૃષ્ટિએ ગણતરી કરીએ તો તાલુકાના ૧,૨૦,૦૦૦ એકરમાંથી ૮ થી ૧૨ મા ભાગ જેટલી જમીન ગણાતે અપાય, અને તેમાંથી માત્ર ૧,૬૧૦ એકરના આંકડા તપાસ્યા ! એટલે કુલ ક્ષેત્રફળના એક ટકા. જેટલા હિસ્સાના આંકડા, અને ગણોતે આપેલી જમીનના ૮ થી. ૧૦ ટકા જમીનના આંકડા. આ એક વાત. બીજી વાત એ કે આ આંકડા ભેગા કરવામાં અને એના ઉપર આધાર રાખવામાં તો પાર વિનાની કાળજી લેવી જોઈએ છતાં (એ બધી કાળજી કમિટીએ લીધી છે એ તેનો દાવો છે ખરે), અને કેટલાંક ગામમાં કશું અનુમાન ન ખેંચી શકાય એ છતાં કમિટી માને છે: “જેટલા આંકડા ભેગા થયા તેટલામાંથી ઉત્તમ પરિણામ, આવ્યાં છે, અને એ આંકડા ઉપર જ અમે બીજી કોઈ વસ્તુ કરતાં વધારે આધાર રાખ્યો છે.”
ખેડૂતે ખાધેપીધે સુખી છે એમ કમિટીના અમલદારોએ માની લીધું એમ આપણે અગાઉનાં પ્રકરણમાં જોઈ ગયા, એટલે મધ્યમસરને વધારે સૂચવવાની અમલદારોને ફરજ લાગી,
૩૭