SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ ડાહ્યો માણસ તેના ઉપર ઘેબ ભરી ધૂળ નાંખે ને આગળ જાય. એમાંથી. ફરી સારું પરિણામ નીપજે. કેઈ બૂરું કામ કરે તેના તરફ ભલા થશો તો. એ ભવિષ્યમાં સુધરશે. માટે આપણે બૂરાને મૂઠી માટી આપી ભૂલીએ ને ઈશ્વર આપણે માથે આવો વખત ન આણે. ને આવતાં પહેલાં મોત આપે એવું માગીએ. લડાઈમાં તે સિપાઈ હોય છે, મરનારા હોય છે ને ભાગી જનારા પણ હોય છે. એમનાં નામ પણ ઈતિહાસમાં લખાય છે. ને મરનારાનાં, ફાંસી જનારાનાં પણ લખાય છે. પણ બેઉનાં કઈ રીતે. લખાય છે તે તમે જાણો છો. માટે આ બનાવ ઉપર. તમે મૂઠી મૂઠી ધૂળ નાંખી ઢાંકી દ્યો ને એની બદબોને ફેલાવા ન ધો.” લોકો શાંત તો પડથા પણ પડેલાઓની સાથે તેઓ સમાધાન કરવાને માટે તૈયાર નહોતા. “આમને આવી રીતે જવા દઈએ તો, બીજાના ઉપર ખોટી અસર પડે અને બંધારણ નબળું પડે. એ લકાએ પ્રાયશ્ચિત્ત કર્યો જ છૂટકે છે. આ પ્રાયશ્ચિત્ત કરાવવાની વાત લોકોને જ સૂઝી હતી. શ્રી. વલ્લભભાઈ તે તેમને ભૂલી જવાનું કહીને નીકળ્યા હતા. જોકે પેલાઓ પાસે ગયા, તેમને ખૂબ સમજાવ્યા, જાહેર માફી માગી ને બાકીનું મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા કરીને પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું. બેમાંથી એકને વાત ગળે. ઊતરી ગઈ, તેમને શુદ્ધ પશ્ચાત્તાપ થયો અને તેમણે એ શુદ્ધતાના પ્રમાણ તરીકે રૂ. ૮૦૦નું સત્યાગ્રહ લડતને માટે પ્રાયશ્ચિત્તરૂપે દાન કર્યું. બારડોલી સત્યાગ્રહફાળાનો મંગળ આરંભ આ. દાનથી થયો. આમ અશુભમાંથી શુભ પરિણામ આવ્યું. અશુભ ઉપર ધૂળ નંખાઈ ગઈ, અને શુભની સુવાસ ગામેગામ ફેલાવા લાગી. આખા મહિનામાં આવી રીતે ખરી પડનારાઓની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી હશે. એ વાતથી પણ લોકેનું બળ વધ્યું. અને નાતનાં બંધારણ મજબૂત થવા લાગ્યાં. પટેલ, તલાટી, વેઠિયાને પણ પ્રસંગે પ્રસંગે શ્રી. વલ્લભભાઈ સંભળાવી લેતા હતા. જપ્તીની નોટિસની મુદ્દત પૂરી થઈ હતી, અને જપ્તી કરવાનું કામ તેમના ઉપર ઝઝૂમી રહ્યું હતું. આ ટાણે શું કરવું ? જેમજેમ લોકોમાં જોર આવતું જતું હતું તેમ તેમ તેમને અમલદારનો ભય ભાગતો જતો હતો. શ્રી. વલ્લભભાઈની
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy