SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ એટલે તેને બળદ માટે ઘાસ વેચવું પડયું હતું. ૪૦૦ રૂપિયાની જડ બળદ છે, ૧૩૫ રૂપિયાનો દૂબળો છે. એની કિંમત ઓછી પડી છે, કારણ એ પરણેલો નથી. આ દૂબળો ઘરમાં ખાઈપીને ૩૦ રૂપિયા પગાર લઈને રહે છે. ખેડૂતની સાથે તેની સ્ત્રી અને તેને ૧૫ વર્ષની ઉંમરનો છોકરો ખેતરમાં કામ કરે છે. આથી મજૂરી ખર્ચ ઘણો બચે છે. ખાધાખાઈ બે માણસની જ ગણી છે. કારણ સ્ત્રી અને છોકરો અથૅ વખત કામ કરે છે. ખર્ચ ગણવામાં ઘસારે અમે ગણ્યો નથી. ખેડૂતને ખેતીમાંથી તે રૂ. ૮૨૧-૧૪ ઓછા ૭૨૫-૧૪ એટલે રૂ. ૯૬ ની ખોટ ગઈપણ એની પાસે બે ભેંસો હોવાથી તેમાંથી રૂ. ૧૫૭-૧૨ને નફો થયે એટલે ખેડૂત ખેતીની ખોટ પૂરી શક્યો અને સરકારધારે ભરી શકો. ખેડૂતનાં બે માણસ અને દૂબળાને ખાધાખાઈ ઉપરાંત ૩ રૂપિયા ૫ આના નફે થયે. એમાંથી કપડાં વગેરેને ખર્ચ શી રીતે નીકળે ? ખેડૂતને કરજ નથી એનું કારણ એ છે કે એની પાસે કદાચ આગલાં વર્ષોમાંથી કાંઈ બચત હશે– ઘર વેચેલું તેમાંથી કરજ વાળીને કંઈ બચ્યું હશે તે હશે–અથવા તો અમે એની જેટલી ખાધાખાઈ ગણી. એના કરતાં એણે ઓછું ખાધું હશે. * ઘસારો ગણ્યો નથી, પણ જ્યારે બળદ મરે કે નવાં ઓજાર લેવાં પડે ત્યારે તે ખેડૂતને કરજ કર્યા વિના છૂટકે નથી. જ્યારે રૂના ભાવ સારા હતા ત્યારે એ ખેડૂતને ન થતો હશે. ધારો કે ભારનો ભાવ ૨૪૦ રૂપિયા હતી તે ૬૬ મણના એને રૂ. ૬૦. મળત એટલે કે ગયે વર્ષે મળ્યા એના કરતાં રૂ. ૧૯૮ વધારે મળ્યા હોત, એટલે ૯૬ રૂપિયાની ખોટ જવાને બદલે એને ૧૦૨ રૂપિયા ન થાત. એ ઉપરાંત ભેંસનો નફે તે હતું જ. હવે ઉપરના બંને દાખલાઓ ઉપર તપાસઅમલદારોએ કરેલી ટીકા જોઈએ. સરભાણના મકનજીભાઈના જવાબ ઉપર રિપેર્ટમાં આ પ્રમાણે ટીકા કરવામાં આવી છેઃ આ માણસને રૂ. ૮૩૭ એના કપાસમાંથી મળ્યા. ઘાસમાંથી કશું ન મળ્યું, કારણ એ વેચી શક્યો નહોતે. આપણે આ માની લઈએ. એના: ૩૨૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy