SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવાણી એમને વફાદાર, મહેનતુ અને સાચા સાથી નહિ મત્યા હોત તે। જય ન જ મળી શકત. પણ એટલું કહેવુ' તૈયે ખસ નથી. સત્યાગ્રહના એવા નિયમ છે કે કોઈને દુશ્મન ન ગણીએ, પણ એવા મનુષ્યા હોય છે જેમને આપણે દુશ્મન ન ગણીએ તાપણુ આપણને દુશ્મન ગણે ને પેાતાને આપણા દુશ્મન મનાવે. આપણે તેવા મનુષ્યના નારા નહિ, હૃદયપલટા ઇચ્છીએ. અનેકવાર સરદારે તમને તેમજ સરકારને સંભળાવ્યું હશે કે જ્યાં સુધી સરકારી અમલદારોને હૃદયપલટો નહિ થાય ત્યાં સુધી સમાધાન થવું શકય નથી. હવે સમાધાન થઈ શકયું છે તે કચાંક હૃદયપલટા થયા જ હશે. સત્યાગ્રહી એવા ગવ સ્વપ્ને પણ ન કરે કે પેાતાના બળથી તેણે કાંઈ કર્યું છે. સત્યાગ્રહી એટલે તે શૂન્ય. સત્યાગ્રહીંનું મૂળ એ ઈશ્વરનું ખળ છે. તેના મામાં એ જ હાયઃ ‘નિર્મલ કે ખલ રામ. ’ સત્યાગ્રહી પેાતાના મળનું અભિમાન છેડે તે જ ઈશ્વર તેને મદદ કરે. કચાંક હૃદચપલટા થયા હોય તેને માટે ઈશ્વરના આપણે આભાર માનીએ. પણ તે આભાર પણ પૂરતે નથી. એ હૃદયપલટો ગવરસાહેબને થયું એમ આપણે માનવું જોઈએ. જો તેમના હૃદયપલટા ન થયા હોત તા શું થાત? જે કંઈ થાત તેવું. આપણને તે કશું દુઃખ નહતું. આપણે તેા પ્રતિજ્ઞા લીધેલી હતી, અને ભલે તાપ લાવે તેપણ આપણને તેની ચિંતા નહેાતી. આજે જયના ઉત્સવ કરીએ, હર્ષ મનાવીએ એ ક્ષતન્ય છે. પણ તે સાથે તેને સારુ જવાબદાર ગવનર છે એમ હું તમને મનાવવા ઇચ્છું છું. જો તેમણે તેમના ધારાસભાના ભાષણમાં બતાવી તે જ અકડાઈ કાયમ રાખી હાત અને નમતું ન આપ્યું હોત, અને જો તે ઇચ્છત કે ખારડોલીના લેાકને ગાળીખારથી ઉડાડી દેવાતા તે આપણને મારી શક્ત. તમારી તે પ્રતિજ્ઞા હતી કે તે મારવા આવે તાપણ તમે સામે મારવાના નથી; મારવાના નથી તેમ પૂઠ પણ બતાવવાના નથી, તમે તેમની ગાળી સામે લાકડી કે આંગળી સરખી ઉપાડવાના નથી. તમારી એ પ્રતિજ્ઞા હતી. એટલે ગવર્નરે ઇન્ગ્યું હોત તે ખારડાલીને જમીનદોસ્ત કરી શકત. તેમ કરવાથી તા બારડોલીના તા. જય જ થાત, પણ તે જુદા પ્રકારના જય હેાત, તે જય ઊજવવા આપણે જીવતા ન હોત, આખું હિંદુસ્તાન, આખું જગત તેની ઉજવણી કરત. પણ. એટલું કઠણ હૃદય આપણા કાઈમાં અમલદારમાં પણ —ન ઇચ્છીએ. આ ખારડોલી તાલુકાની જંગી સભા કે જ્યાં ૧૯૨૨ની મહાન પ્રતિજ્ઞા લેનારા ભેગા થયા છે, ત્યાં આ વોત આપણે રખે ભૂલીએ. 1 ૨૮૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy